
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
28 June 2016
જ્ઞાનગંગા ……… ટૂંકી વાર્તા ……. વનલતા મહેતા
|
પૈસા ઓછા હતા, પણ સુખ ખુબ હતુ……. સંકલન -શ્રી પી.કે.દાવડા
(આ લખનારને હું ઓળખું છું, અને એમણે જે લખ્યું છે એનો હું સાક્ષી છું. આજે એમની પાસે કરોડો રૂપિયા છે, ત્રણ ગાડી છે, બાળકોને મન થાય ત્યારે પરદેશ વેકેશન ગાળવા જાય છે.-પી.કે.દાવડા )પૈસા ઓછા હતા,પણ સુખ ખુબ હતુ.....હમણાં એક મીત્ર સાથે વાત થઈ..અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા,હું નાનો હતો ત્યારે ૨૦ તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે,પગાર આવે એટલે લાવી આપીશ..આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી, પણ હું પણ ભુલી ગયો..પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો,૨૦૦ ફૂટના નાનકડા ઘરમાં અમે ચાર રહેતા,મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે હું.પણ લાગતુ કે હું દુનિયાનો સૌથી સુખી માણસ છુ.પૈસા ઓછા હતા..ઘર નાનુ હતું..સગવડો ન્હોતી પણ સુખ હતું.૧ તારીખે પપ્પા ઓફિસેથી આવતા કઈક ખાવાની કઈક વસ્તુ લઈ આવતા (બસો ગ્રામ દાલવડા કેબીસ્કીટ કેપાપડી) અને અમે ચારે સાથે બેસી નાસ્તો કરતા. બસ પેટ અને મન મને સંતુષ્ટ થઈ જતા. બસ આ બહારનો નાસ્તો મહિને એક જ વખત થતો હતો. અને તે પણ પગાર આવે ત્યારે. આખર તારીખ તો હવે ભુલાઈ જ ગઈ છે. મારા બાળકોને આખર તારીખ કોને કહેવાય તેની ખબર નથી, અને હું પણ તેમને હમણાં પૈસા નથી પગાર આવે એટલે લાવીશું તેવું કહેતો નથી.. તેના ઘણાં કારણો છે પણ તેની ચર્ચા અહિંયા કરવી નથી.(૧) આમ તો મહિનાનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે ૩૦ અથવા ૩૧. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી.. એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.(૨) ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે.. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની સાયકલ આપી, અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વાહ મઝા આવી ગઈ, જાણે આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ... જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે.. મોડા સુધી જાગતા.. મહેમાન જાય ત્યારે તેમને છેક બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા,મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું (આજે, અરે મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય.. ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી)(૪) વેકેશનમાં પણ સુખ હતુ.. મામાના ઘરે.. કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.(૫) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.(૬) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, પણ ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, ખાલી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.(૭) ફિલ્મ જોવી એટલી એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવું પડતું,ત્યારે થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારન લાઈનમાં ઉભા રાખવાનું હતું.લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે..અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.(૮) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા, જો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.(૯) નવા કપડા તો દિવાળી જ મળે, તેમાં પણ અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક દુકાન હતી જે આજે પણ છે જેનું નામ બચુભાઈ રેડીમેઈડવાળા છે, અહિયા કપડાં સસ્તા મળતા એટલે જવાનું, (ત્યારે સીજીરોડનો જન્મ થયો ન્હોતો) દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાનપુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી,માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.(૧૧) આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે.એકના ઘરે ફોન હતો..કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતાઆજે સમજાય છે કેસુખ સગવડોમાં ન્હોતુ,નાની નાની વાતો સુખી કરતી હતી,કારણ ત્યારે આખર તારીખ આવતી હતી,આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી..રોજ પહેલી તારીખ જ હોય છે.આજે મોટુ ઘર છે,ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છીએ સુખને..... |
સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ (ભાગ–1)
સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ (ભાગ–1)
–એન. વી. ચાવડા
આપણે ભારતીયો પોતાને હીન્દુ તરીકે ઓળખાવીએ છીએ; પરન્તુ હીન્દુ શબ્દનું મુળ અને તેનો સાચો અર્થ આપણે જાણતા નથી. આપણે માનીએ છીએ કે જે લોકો હીન્દુધર્મમાં માને છે, તે હીન્દુ; પરન્તુ વાસ્તવીકતા કંઈક જુદી જ છે. કારણ કે હીન્દુધર્મ ખરેખર શું છે, તે પણ આપણે જાણતા નથી. હીન્દુધર્મને સમજવા માટે હીન્દુ શબ્દ ક્યાંથી આવ્યો છે તે પ્રથમ જાણવું પડે.
વેદો, ઉપનીષદો, સ્મૃતીઓ, પુરાણો, રામાયણ, મહાભારત આદી હીન્દુધર્મના કહેવાતા ગ્રંથોમાં ક્યાંય હીન્દુ શબ્દ જોવા મળતો નથી. આ બધા ગ્રંથોમાં હીન્દુધર્મનું નહીં; પરન્તુ વર્ણવ્યવસ્થાધર્મનું વર્ણન છે. જે વર્ણવ્યવસ્થા સાક્ષાત ઈશ્વર દ્વારા પ્રતીપાદીત થયેલી છે એવું આ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. એ ગ્રંથોમાં ક્યાંય એવું પણ નથી લખવામાં આવ્યું કે વર્ણવ્યવસ્થાધર્મ એ હીન્દુધર્મ છે; પરન્તુ આશ્ચર્યની વાત એ છે કે આપણે હીન્દુઓ આ વર્ણવ્યવસ્થાધર્મને જ હીન્દુધર્મ માનીને ચાલીએ છીએ. એનો અર્થ એમ થાય કે આપણે અહીં ભુલા પડ્યા છીએ યા આપણને ભુલા પાડવામાં આવ્યા છે.
આપણા દેશના સંશોધનકાર – ઈતીહાસકારો કહે છે કે ઈરાનના હમાખની વંશના ત્રીજા રાજા દાયરે(ઈ.સ.પુ. 522–486) સીંધુદેશ (સીંધ) જીતી લઈ ત્યાં સત્રપી સ્થાપી. આ સમ્રાટના સ્તંભ–લેખોમાં સીંધુ પ્રદેશનો ઉલ્લેખ ‘हीन्दु’ દેશ તરીકે પ્રથમવાર થયો છે. આમ, હીન્દુ શબ્દનો ઉપયોગ ભૌગોલીક યા પ્રાદેશીક અર્થમાં થયો છે. અર્થાત્ સીંધુદેશના લોકો તે હીન્દુ અથવા સીંધુનદીની આસપાસના વીસ્તારમાં રહેતાં લોકો તે હીન્દુ. મોહેં–જો–દડો અને હડપ્પન સંસ્કૃતી પણ સીંધુ નદીના તટ ઉપર જ વીકાસ પામી હતી. આમ, સીંધુ સંસ્કૃતીમાં વસનારા લોકોના વારસદારો જ ત્યારે ત્યાં વસતા હશે. આમ, હીન્દુ એટલે સીંધુ સંસ્કૃતીમાં વસનારાના વારસદારો. મુળનીવાસી ભારતીયો. સ્પષ્ટ છે કે હીન્દુ શબ્દ ધર્મના અર્થમાં હરગીજ નથી. સીંધુઘાટીમાં વસનારા લોકો હીન્દુધર્મ પાળતા નહોતા. બલકે તેમનો કોઈ ખાસ ધર્મ જ નહોતો. અર્થાત્ 5000 વર્ષ પુરાણી ભારતીય સીંધુ સંસ્કૃતીના અવશેષોમાં ધાર્મીક તત્ત્વોનો ભારે અભાવ જોઈને સંશોધનકાર વીદ્વાનો પણ ભારે આશ્ચર્યમાં પડી ગયા છે. કારણ કે તેમાં ઈશ્વર, દેવી–દેવતાઓ કે મન્દીરોના કોઈ સંકેત મળતા નથી.
સીંધુઘાટીના મુખ્ય સંશોધકમાંના એક ‘સર જ્હૉન માર્શલ’ લખે છે કે ‘No building have so far been discovered in the Indus valley which may be definitely regard as temples and even those doubtfully classed as such have regarded no religious relics’ અર્થાત્‘પરન્તુ અત્યાર સુધીમાં સીંધુ ખીણમાંથી એવું એક પણ મકાન મળ્યું નથી કે જેને ચોક્કસપણે મન્દીર કહી શકાય અને જે મકાનોને શંકાસ્પદ રીતે મન્દીર ગણવામાં આવ્યા છે એ પણ કોઈ ધાર્મીક અવશેષો હોય એવું સીદ્ધ થતું નથી.’
માધવસ્વરુપ વત્સ લખે છે સીંધુ સંસ્કૃતીની વીશેષતા એ છે કે તેણે આવા પ્રકારનાં મન્દીરો બાંધવા કરતાં, માનવજીવોના આશરાની સગવડ કરવાની બાબતને પ્રાધાન્ય આપ્યું ‘And where as in the west Asian countries money and thought were lavished on the building of magnificent temples for the gods as on the places and tomb of kings. The picture was quite different in the Indus valley, where the finest structure were erected for convenience of citizens અર્થાત્ ‘પશ્ચીમ એશીયાના દેશોમાં ભગવાનને માટે ભવ્ય મન્દીરો બાંધવામાં અથવા તો રાજાઓની ભવ્ય કબરો બાંધવામાં નાણા’ અને વીચારોનો દુર્વ્યય કરવામાં આવ્યો. જ્યારે સીંધુખીણમાં એનાથી બીલકુલ ઉલટી પરીસ્થીતી હતી, જ્યાં ભવ્ય અને સુન્દર ઈમારતો પ્રજાનાં સુખ–સગવડ માટે બાંધવામાં આવી હતી.’
આપણા ભુતપુર્વ વડા પ્રધાન પંડીત જવાહરલાલ નહેરુ પોતાના ગ્રંથ ‘ભારત એક ખોજ’ (Discovery of India) માં લખે છે કે –
‘મીસ્ર ઔર મેસોપોટેમીયા યા પશ્ચીમી એશીયા મેં હમેં ભી ઐસે હમ્મામ યા કુશાદા (સુવીધાયુક્ત ઘર) નહીં મીલે હૈં જૈસે મોહેં–જો–દરો કે શહેરી કામ મેં લાતે થે. ઉન મુલ્કોં મેં દેવતાઓંકે શાનદાર મન્દીરોં ઔર રાજાઓંકે મહેલોં ઔર મકબરોં પર જ્યાદા ધ્યાન દીયા જાતા થા ઔર ઉન પર ખર્ચ કીયા જાતા થા. લેકીન જનતા કો મીટ્ટી કી છોટી–છોટી ઝોંપડીઓં મેં સંતોષ કરના પડતા થા, સીંધુ ઘાટી મેં ઉસસે ઉલટી તસવીર દીખાઈ દેતી હૈ, ઔર અચ્છી સે અચ્છી ઈમારતેં વહાં મીલતી હૈં જીન મેં નાગરીક રહા કરતે થે.’
ઉપરના ત્રણેય મહાન વીદ્વાનોનાં મંતવ્યો ઉપરથી સ્પષ્ટ થાય છે કે સીંધુઘાટીની સંસ્કૃતીમાં મન્દીરો અને રાજમહેલો નહોતાં. એનો અર્થ એમ થાય કે તે વખતમાં ‘ઈશ્વરવાદ’ અને ‘રાજાશાહી’ નહોતાં. સીંધુઘાટીની સમકાલીન સંસ્કૃતી મીસ્ર અને મેસોપોટેમીયાની સંસ્કૃતીમાં ઈશ્વવરવાદ અને રાજાશાહી હતાં, તેથી ત્યાં મન્દીરો અને રાજમહેલો બાંધવા માટે ખુબ ધનની જરુર પડતી, જે આમજનતાના શોષણ દ્વારા મેળવવામાં આવતું હતું. તેથી ત્યાં આમજનતા ગરીબ હતી અને ઝુંપડીઓમાં રહેતી હતી. જ્યારે સીંધુઘાટીમાં તે વખતે ઈશ્વરવાદ અને રાજાશાહી નહોતાં, તેથી મન્દીરો અને રાજમહેલો નહોતાં અને તેથી પ્રજા શોષણમુક્ત અને સુખી હતી. અને સામાન્ય પ્રજા પણ સુખ–સુવીધાવાળા આધુનીક આવાસોમાં રહેતી હતી.
સીંધુઘાટીની સરખામણીમાં આજે ભારતનું ચીત્ર જુઓ. આજે ભારતમાં ઈશ્વરવાદ અને રાજાશાહી (સાચી લોકશાહીની સ્થાપના હજી ભારતમાં થઈ નથી. લોકશાહીના અંચળા હેઠળ અહીં પુંજીપતીશાહી ચાલી રહી છે, જે રાજાશાહીનું બીજું રુપ છે) પ્રવર્તમાન હોવાથી અહીં નીશદીન ભવ્યાતીભવ્ય મન્દીરો અને પુંજીપતીઓના મહેલો બંધાઈ રહ્યા છે. આમજનતા મોંઘવારી અને શોષણમાં પીસાઈ રહી છે તથા 40 ટકા પ્રજા ગરીબીરેખાની નીચે પશુથીયે બદતર હાલતમાં સબડી રહી છે. 5000 હજાર વર્ષ પહેલાં સીંધુઘાટીમાં સમગ્ર પ્રજા સુખી હતી, જ્યારે આજે આઝાદી પછીનાં 62 વર્ષે માત્ર 15 ટકા સ્થાપીતહીતો જ સુખી છે. 85 ટકા પ્રજા કારમા અભાવોમાં મરવા વાંકે જીવે છે. દેશ અને દુનીયામાં ઈશ્વરવાદે ફેલાવેલાં અનેક ઘોર અનીષ્ટોમાંનું આ મુખ્ય અનીષ્ટ છે. તે છે નીર્બળોનું આર્થીક શોષણ. સીંધુઘાટીની સંસ્કૃતીમાં ઈશ્વરવાદના અભાવને કારણે આવું આર્થીક શોષણ ન હોવાને કારણે જ તેમાં ગરીબીનું પ્રમાણ નહીંવત હતું. આર્યોએ ભારતમાં ઈશ્વરવાદી ધર્મની સ્થાપના કરી ભારતીય પ્રજાનું આર્થીક શોષણ શરુ કર્યું. ભારતની પ્રજાને આ આર્થીક શોષણમાંથી છોડાવવા માટે જ ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’ની રચના કરી હતી. જે બાદમાં ક્રમશ: ‘બૃહસ્પત્યસુત્ર’ અને ‘ચાર્વાકસુત્ર’ તરીકે પ્રચલીત બન્યું. બૃહસ્પતીએ ધર્મશાસ્ત્ર નહીં; પરન્તુ અર્થશાસ્ત્ર લખ્યું છે. કારણ કે સમાજવ્યવસ્થા ઈશ્વરકૃત ધર્મ પર નહીં; પરન્તુ મનુષ્યકૃત અર્થવ્યવસ્થા પર રહેલી છે. આશ્ચર્યજનક હકીકત એ છે કે બૃહસ્પતી પછી લગભગ હજારેક વર્ષ પછી કૌટીલ્યે પણ ‘અર્થશાસ્ત્ર’ જ લખ્યું છે, જેમાં બૃહસ્પતીના લોકાયતશાસ્ત્ર યા બાર્હસ્પત્ય ‘અર્થશાસ્ત્ર’ની ભરપુર પ્રશંસા કરવામાં આવી છે. બૃહસ્પતીની આન્વીક્ષીકી વીદ્યા (તર્ક અને અનુભવ)ને તેમાં કૌટીલ્ય દ્વારા બીરદાવવામાં આવી છે. એટલું જ નહીં; પણ બૃહસ્પતીની આન્વીક્ષીકી વીદ્યાનું બીજી બધી વીદ્યાઓમાં સંશોધન કરનારી મહાન વીદ્યા તરીકે બહુમાન કર્યું છે. અર્થાત્ આન્વીક્ષીકી વીદ્યા (તર્ક અને અનુભવ) દ્વારા તમામ વીષયોમાં સંશોધન કરી સત્ય શોધી શકાય છે અથવા સત્યની વધારેમાં વધારે નજીક જઈ શકાય છે.
તાત્પર્ય અહીં એ છે કે ઈશ્વરવાદી ધર્મે એ સમાજનું આર્થીક શોષણ કરવા માટેનું સ્થાપીતહીતોનું ષડ્યન્ત્ર છે, તેથી જ 3000 વર્ષ પર બૃહસ્પતીએ અને અઢી હજાર વર્ષ પર કૌટીલ્યે ‘અર્થશાસ્ત્ર’ લખ્યાં છે, જેમાં ભારતની 5000 વર્ષ પુરાણી સીંધુ સંસ્કૃતીના શોષણવીહીન ધર્મ અને સમાજની વીચારધારા પ્રતીબીમ્બીત થાય છે. સીધુઘાટીની સંસ્કૃતી વૈદીક સંસ્કૃતીથી તદ્દન ભીન્ન છે. સર જ્હૉન માર્શલ લખે છે કે ‘A comparison of the Indus and Vedic cultures shows in constantly that they were unrelated’ અર્થાત્ ‘સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીની સરખામણી કરતાં એમ પુરવાર થાય છે કે તે બન્નેને પરસ્પર કોઈ જ સમ્બન્ધ નથી.’
મોહેં–જો–દડોની નગરરચના વીશે ‘માર્શલ’ લખે છે કે
‘Anyone walking for the first time through Mohan–jo–daro might find himself surrounded by the ruins of some present day working town Lankeshire’ અર્થાત્ ‘ધારો કે કોઈ વ્યક્તી પ્રથમવાર જ મોહેં–જો–દડોના ખંડેરોમાંથી પસાર થાય તો એને તો એવું જ લાગે કે જાણે વર્તમાનના ઔદ્યોગીકનગર લેંકેશાયરના ખંડેરોમાંથી જ પોતે પસાર થઈ રહી છે.’
સર જ્હૉન માર્શલે કહ્યું છે કે ‘સીંધુ સંસ્કૃતીની શોધ પછી ભારતીય સંસ્કૃતીના ઈતીહાસનું નવા દૃષ્ટીકોણથી પુનર્લેખન થવું જોઈએ.’
તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી લખે છે કે ‘આર્યોની સંસ્કૃતી દા. ત. ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહીત્ય એ દ્રવીડ સંસ્કૃતી કરતાં ઉચ્ચ હતી એ કલ્પના સીંધુ સંસ્કૃતીના અવશેષો પરથી અનૈતીહાસીક પુરવાર થઈ છે. આર્યો જડ, ભટકતી અને ગ્રામીણ સંસ્કૃતીના હતા. સીંધુ સંસ્કૃતી નગર સંસ્કૃતી હતી. નગરરચનાનું તન્ત્ર આર્યો સારી રીતે સીંધુ સંસ્કૃતીના લોકો પાસેથી કદી શીખ્યા નહીં. આર્યોએ કરેલી નગરરચનાનું તન્ત્ર સીંધુ સંસ્કૃતીના તન્ત્ર કરતાં હલકી કક્ષાનું છે.’
–એન. વી. ચાવડા
Subscribe to:
Posts (Atom)