Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

1 March 2017

મરણનું સ્મરણ

મરણનું સ્મરણ

મનુષ્યના જન્મથી જ શરુ થતી અને એના મૃત્યુથી અટકી જતી એની જીવન સફરના મુખ્ય સાત પડાવ છે:જન્મ, બચપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતે મરણ .માણસ જન્મે છે ત્યારે જ તે મૃત્યુની ટીકીટ કપાવીને જીવન રૂપી રેલગાડીની સફર શરુ કરે છે.આ સફર દરમ્યાન જો કોઈ અણધાર્યો અકસ્માત નડે નહિ તો અંતે રેલગાડી મૃત્યુના અંતિમ સ્ટેશને આવીને વિરામ લે છે .દરેકનું ઘડપણમાં જ મરણ થશે એ નક્કી નથી .કોઈ પણ ઉંમરે એ આવીને ઉભું રહે છે. કમળની પાંખડીઓ ઉપર નૃત્ય કરતા પાણીના બુંદ જેવી આ જિંદગી તરલ અને ચંચલ છે.” જે ઉગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય ,એ નિયમ છે અવિનાશનો ,જે જાયુ તે જાય .” માણસના જીવનનો દરેક સૂર્યોદય એના નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામે છે .જોશ મલીદાબાદીનો એક શેર છે:” જીતની બઢતી,,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી હૈ “

લાચાર હરણું જેમ વાઘના પંજામાંથી બચવા બધા પ્રયત્નો કરી છુટે છે છતાં એની પકડમાંથી છૂટી શકતું નથી એમ મૃત્યુની પકડમાંથી કોઈ બચી શક્યું છે ખરું ? માણસ જીવન, ધર્મ ,આત્મા ,પરમાત્મા વિગેરે વિષયો ઉપર ઊંડું ચિંતન કરતો હોય છે પરંતુ મરણનું સ્મરણ કરવાનું એ હમેશા ટાળતો હોય છે.મોત ઉપર મનન કરવાના વિચાર માત્રથી જ જાણે કે એ ગભરાતો ન હોય ! ફ્રેંચ ફિલસુફ પાસ્કલે લખ્યું છે કે ” મૃત્યું સતત પીઠ પાછળ ઉભું છે પણ મૃત્યુંને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે.મૃત્યુંને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.” ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બોધ આપતાં કહ્યું છે કે જેણે જ્ન્મ લીધો એનું મૃત્યું નિશ્ચિત છે અને જેનું મરણ છે એનો જન્મ નક્કી છે તેથી
આવી ન જ ટાળી શકાય એવી બાબતનો શોક કરવો તારા માટે યોગ્ય નથી .વધુમાં ગીતામાં કહેવાયું છે કે જેવી રીતે કપડાં જૂનાં થતાં તેમને ત્યાગીને આપણે નવાં કપડાં પહેરીએ છીએ,તેવી જ રીતેએક દેહ જીર્ણ થતાં તેને ત્યજીને માણસ બીજો દેહ ધારણ કરે છે .આમાં દુખી થવા જેવું શું છે?

ગીતામાં દેહની ક્ષણભંગુરતા, આત્માની શાશ્વવતતા અને પુનર્જન્મ સહીત શ્રી કૃષ્ણ મુખે સારી એવી ચર્ચા કરવામાં આવી છે.મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે” જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સુકાઈ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે,તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગદગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઈએ. સાગરનું ટીપું સાગર સાથે મળી જઈને તેનું સામર્થ્ય તથા તેનું ગૌરવ પ્રાપ્ત કરવાને માટે તેની સાથે પાછું મળી જાય છે તે પ્રમાણે ચાલ્યો ગયેલો આત્મા સર્વશક્તિમાન સાથે એકરૂપ થતા પહેલાં કેવળ પોતાનો પુરુષાર્થ કરવાને જ આ દુનિયામાં આવે છે”

સ્વ. કાકાસાહેબ કાલેલકરે મૃત્યુને પરમ સખા એટલે કે એક મિત્ર તરીકે ગણાવ્યું છે. એમના કહેવા પ્રમાણે ખરેખર તો મરણમાં દુખ નથી .જેને આપણે દુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠીને જીવવાનું દુખ છે. એ દુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુઃખમાંથી છુટકારો કરે છે.દુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી. શરીર માટે ઊઘ જેટલી પૌષ્ટીક છે તેટલું જ પ્રાણ માટે મૃત્યુ પૌષ્ટીક છે .જીવનથી થાકેલા માંદા માણસોને યોગ્ય સમયે મૃત્યુ આવે તે ઈષ્ટ છે. પાકેલું ફળ પોતે જ નીચે પડી જ્મીનમાં દટાઇ જઈને નવો પ્રવાસ શરુ કરવા માટે વૃક્ષ-માતાનો સંબંધ છોડી દે છે તે પ્રમાણે માણસે પોતાનું જીવન પુરું કરીને તે પછી અનાસક્ત ભાવે તેનો ત્યાગ કરવાનું શીખવું જોઈએ અને નવી તક માટે પરવાના રૂપ થનાર મરણનું સ્વાગત કરવું જોઈએ. એકાદ પ્રિય વ્યકિતનું મૃત્યુ થતાં આપણને દુઃખ થાય તે સ્વભાવિક છે ,કારણકે આપણે તેની સાથે મમતાની લાગણીથી જોડાએલા અને તેનો સહવાસ ગુમાવીએ છીએ. કયારેક એવું મૃત્યું આપણી દૃષ્ટિએ અનિષ્ટ હોવા છતાં મરનારની દ્રષ્ટિએ તે ઇષ્ટ અને હિતાવહ હોઈ શકે છે. એવે વખતે આપણે આપણું દુખ ગળી જવું જોઈએ..માણસ પાસે પ્રસન્નતા હોય તો તેને જેવી રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે ,તેવી જ રીતે શાંતિ અને શોભાથી તેને જીવન પુરું કરતાં પણ આવડવું જોઈએ. જેઓ દીર્ઘાયુ હોય છે તેમનું એક દુખ એ છે કે તેમને ઘણાનાં મરણના સમાચાર સાંભળવા પડે છે.દુનિયા છે જ નાશવંત ,એમાં લોકો જેમ જન્મે છે તેમ મરે પણ છે.એનું દુખ તે શું કરવાનું?

જાણીતા લેખક એચ.જી.વેલ્સનું એક સુંદર કથન છે કે :”મૃત્યું નામની નર્સ આવીને માણસને કહે છે કે હે મારા પ્રિય બાળક !તારાં બધાં રમકડાં એમની જગ્યાએ ગોઠવી દે, હવે તારો સુવાનો સમય થયો છે.”

પોતાના ખુબ જ ટૂંકા જીવન દરમ્યાન દેશ પરદેશમાં બોધ વચનો તેમજ ધર્મિક સાહિત્યથી હિંદુ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી,, જિંદગીને ભરપુર પ્રેમ કરી, આધ્યત્મિક જીવનનો અમર વારસો પાછળ મૂકી જનાર સ્વામી વિવેકાનંદનાજીવનનો એક પ્રસંગ મરણનું સ્મરણ શા માટે સતત રાખવું જોઈએ એની સ્પષ્ટતા કરે છે.

પોતાની અમેરિકાની મુલાકાત દરમ્યાન શિકાગોમાં એમનું ધાર્મિક પ્રવચન પુરું કર્યા પછી સ્વામીજી એમના સ્થાને બેઠા ત્યારે એક ઉત્સુક શ્રોતાજને ઉભા થઇને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો” સ્વામીજી ,એવી કઈ બાબત છે જેને માણસે આખા જીવન દરમ્યાન સતત યાદ રાખવી જોઈએ ? ઘણા સભાજનોએ મનમાં ધારણા કરી હશે કે તેઓશ્રી ‮‬‬માણસે પોતાના આરોગ્યને કે ભગવાનને હમેશાં‬ યાદ રાખવા જોઈએ એમ કહેશે. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે સ્વામીજીએ સસ્મિત ફક્ત એક જ શબ્દમાં જવાબ આપ્યોકે “મૃત્યું “. પોતાના આ જવાબની સ્પષ્ટતા કરતાં એમણે આગળ કહ્યું કે”મૃત્યુને હમેશાં એટલા માટે યાદ રાખવું જોઈએ કેમકે એથી આપણાં કાર્યોથી કોઈને દુખ નહી પહોંચે, આપણે હમેશાં સત્ય બોલીશું ,આપણે મનુષ્ય જાત પ્રત્યે વધુ પ્રેમ દાખવીશું. આ જીવન નાશવંત છે એનું હંમેશા સ્મરણ થયા કરશે. આ જિંદગી સતત બદલાતી રહે છે.બીજાઓને મ્હાત કરવા કે છેતરવા માટે આ જિન્દગી નથી. કોઈ પણ વસ્તુનો ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ પણ ચીજ તમારા જીવનના અંત પછી તમારી સાથે આવવાની ન હોય તો પછી એની શું કિંમત છે ?એટલા માટે મૃત્યુનું હંમેશાં સ્મરણ રાખવાથી આ બધું સ્પષ્ટ સમજાતું જશે અને વર્તમાનમાં તમને વધુ નમ્ર બનાવશે અને તમને પાપો કરતાં અટકાવશે. મરણ સામું દેખાતું હોય ત્યારે પાપ કરવાની હિંમત ચાલતી નથી.”

જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ જીવન અને મૃત્યું પણ એક જ છે. એટલા માટે માણસે મનમાં મરણની જરા પણ ચિંતા કે ડર રાખ્યા સિવાય કોઈ પણ જાતની શરત વિના ભગવાનની મહામુલી ભેટ એવા જીવનને ભરપુર પ્રેમ કરવો જોઈએ..જીવનનો એક છેડો મરણને અડકતો હોઈ એની અનિશ્ચિતતા અને અનિવાર્યતાને સ્મરણમાં રાખતા રહી છેવટની ઘડી અત્યંત પાવન , પુણ્યમય અને મધુર કેવી રીતે થાય એ માટે જીવન દરમ્યાન અભ્યાસપુર્વક કાર્ય કરતા રહીશું તો આપણે જીવન તેમજ મરણના સ્વામી થઈને રહીશું. જીવનનો દાખલો આપણે એવી રીતે ગણવો જોઈએ જેથી મરણનો જવાબ સાચો આવે. જેનો અંત સારો એનું સઘળું સારું.માણસ એક સદગૃહસ્થ કુટુંબમાં જન્મે એ એક અકસ્માત છે પણ એક સદગૃહસ્થ તરીકે મરણ પામે એ એના જીવનની એક સિદ્ધિ છે.આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પરંતુ તમારી રહેણી કરણીથી બીજાઓના હૃદયમાં કેવું અને કેટલું જીવ્યા,તમારા જીવનના લોખંડમાંથી પ્રેમના પારસમણી વડે કેટલું સોનું નીપજાવ્યું એ જ મહત્વનું છે.કોઈ લેખકે સાચું કહ્યું છે કે મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે. જિંદગી લાંબી હોય કે ટૂંકી જેને સારી રીતે જીવતાં આવડ્યું છે એવી વ્યકિત મરણનો કોઈ ડર મનમાં રાખ્યા સિવાય હસતા મુખે એક ઘેર આવેલા મહેમાનની જેમ એનો સત્કાર કરે છે અને મૃત્યું પછી પણ એના જીવનની સુગંધનો પમરાટ જગમાં મુકતો જાય છે. આ લેખના અંતે જાણીતા ભજનિક અનુપ જલોટાના મધુર કંઠે ગવાતા સંત કબીરના દુહાના આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે:
” જબ તુમ જગમે આયા ,જગ હસા તુમ રોય ,ઐસી કરની કર ચલો ,તુમ હસો જગ રોય .”

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

.

યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !

માનવી કદી અમર ન હતો કે ન છે છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે, સ્મશાને બધું પાછળ છોડીને.

ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.

ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.

ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ?

ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ?

અધર્મ ચોમેર ફેલાઈ રહ્યો છે આજે
વેરઝેર,યુદ્ધો ને આતંકવાદ જોર કરે આજે
નવી યાદવાસ્થળી વિનાશ નોતરે ત્યારે
ગીતામાં દીધેલ વચન પુરું કરવાને કાજે
અધર્મ મિટાવી ધર્મનું સંસ્થાપન કરવા
કેમ ફરી અવતરતા નથી દેવકીનંદન ?

એક ગાંધીને મોકલ્યો તમે ભારત દેશે
સ્વરાજ્ય આવ્યું ,નાચ્યા ,કુદયા,જશન મનાવ્યો
જુઓ પછી શું કર્યું અમે એ સત્યવાદી ફકીરનું ?
ગોળી મારીને ઢાળી દીધો, ન શરમાયા અમે !

ગાંધી જતાં જુઓ કેવી આંધી ફેલાઈ છે આજે
રૂડું નામ વટાવી એનું સેવાના નામે મેવા આરોગતા
શ્રીમંત બની રહ્યા નીર્લજ્જ ભ્રષ્ટ સત્તામદ લોકસેવકો
ગોચર ચરી પુષ્ટ બનેલ જાણે મદમસ્ત આખલાઓ !

સ્વરાજ્યનાં મીઠાં ફળ ખાઈ રહ્યા નેતાઓ,શ્રીમંતો
ભૂલી ગયા બિલકુલ ગાંધી હૃદયમાં વસતા દરિદ્રોને
એટલા માટે જ વિનવીએ છીએ તમોને ફરી ફરી
અધર્મ મિટાવી,ધર્મ સ્થાપી, આમ જનોના રક્ષણ કાજે
ભારતમાં જન્મ લઇ ફરી ક્યારે આવશો પ્રભુ ?
ગીતામાં આપેલ વચન ક્યારે પૂર્ણ કરશો ,યોગેશ્વર ?

સાન ડિયાગો ,
કેલીફોર્નિયા વિનોદ આર. પટેલ

હવે , અંતે મારા સુવાક્ય સંગ્રહમાંથી કેટલાંક મનપસંદ સુવાક્યો / અવતરણો

૧. માગવાનું કહે છે તો
માગી લઉં એટલું કે
આપજે એવું મન કે
જે માગે કશું નહીં . —-બીપીન પરીખનો શેર

૨. જો આપણાં દરેકનાં દુખો અને દુર્ભાગ્યોનાં પોટલાં બાંધીને તેનો ઢગલો કરવામાં આવે પછી
તેમાંથી સહુને દુખ સરખે ભાગે વહેંચી લેવાનાં હોય, તો મોટા ભાગના લોકો પોતાનું અસલ
પોટલું ઉપાડીને ચાલતા થવાના .——-સોક્રેટિસ

૩. નાવ પાણીમાં ચાલે છે પણ પાણી તેની અંદર જવું જોઈએ નહીં. આપણે જગતમાં જીવીએ
છીએ પણ જગત આપણા મન પર ઉપર છવાઈ જવું જોઈએ નહીં. —-રમણ મહર્ષિ

4.. Be like a postage stamp . Stick to one thing until you get there.
— Josh Billings

5. Falling is not falling unless you don’t get up. –Mary Pickford.

6. “ Silent “ and “ listen “ are spelled with the same letters ! –Un known

S0METHING TO THINK ABOUT

How far you go in life depends on your being tender with young, compassionate with the aged , sympathetic with the starving ,and
tolerant of the weak and the strong —because someday you will
have been all of these.

—George Washington Carver.

પત્ની છાયા – એક નેકદિલ શિક્ષકના જીવનની કરુણ કથની

પત્ની છાયા – એક નેકદિલ શિક્ષકના જીવનની કરુણ કથની

અમદાવાદથી પ્રકાશિત “ધરતી“ માસિકમાં, મે ૨૦૦૯માં પ્રગટ થએલી મારી એક “પત્ની છાયા “ નામની વાર્તાને આજે અહીં મારા બ્લોગની આજની પોસ્ટમાં નજીવા ફેરફાર સાથે મુકેલ છે.આ વાર્તામાં એક નેકદિલ આદર્શ શિક્ષકના જીવનની કરુણ કથા આલેખાઈ છે.આશા છે તમને વાંચવી ગમશે.

પત્ની છાયા

રમણલાલ જાની એક નાના ગામમાં ગોરપદું કરીને કુટુંબનો નિર્વાહ કરતા ગોર કરુણાશંકર જાનીના એકનાં એક પુત્ર હતા. નાનપણથી જ એમનામાં પિતાના ધાર્મિક સંસ્કારો ઉતર્યા હતા. રમણલાલે એમના ગામ નજીક આવેલ શહેરમાં જઈને હાઇસ્કુલ અને કોલેજનો અભ્યાસ પુરો કરીને બી.એ.(ઓનર્સ )ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ એ જ શહેરની જાણીતી હાઇસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. રમણલાલે ખુબ ખંત અને ધગશપૂર્વકના શિક્ષણ કાર્ય અને મળતાવડા સ્વભાવથી થોડા સમયમાં જ શાળાના એક આદર્શ શિક્ષક અને વિદ્યાર્થીઓના પ્રિય “જાની સાહેબ “ તરીકેની ખ્યાતિ સંપાદન કરી હતી.

જાની સાહેબનાં ધર્મપત્ની મધુબેન અને એક નાના બાળ પુત્ર નામે નિખીલનું એમનું નાનું અને સુખી કુટુંબ શહેરની એક પોળમાં મકાન ભાડે રાખ્યું હતું ત્યાં આનંદમાં દિવસો વિતાવી રહ્યું હતું. રમણલાલનો આ આનંદ બહું લાંબો ન ટક્યો કેમ કે અચાનક એક ટૂંકી જીવલેણ માંદગીમાં સપડાઈને મધુબેન પતિ રમણલાલ અને પાંચ વર્ષના બાળક નિખીલને છોડીને આ ફાની દુનિયાનો ત્યાગ કરી ભગવાનને વહાલાં થઇ ગયાં.માત્ર એક જ દાયકાનું પ્રસન્ન દામ્પત્ય આમ એકાએક ખંડિત થઇ જતાં બિચારા રમણલાલ એકલવાયા અને અટુલા થઇ ગયા. યુવાન વયે જિંદગીનાં સોનેરી સ્વપ્નોમાં રાચતું સુખી જોડું ખંડિત થાય ત્યારે હૃદય ઉપર કેવો આઘાત થાય એતો જેને આવાં રામબાણ વાગ્યાં હોય એ જ જાણી શકે.અચાનક રમણલાલને માથે બાળક નિખીલને ઉછેરીને મોટો કરવાની,એને શિક્ષણ આપવાની અને ઘર ચલાવવાની સંયુક્ત મોટી જવાબદારી આવી પડી. આવા કઠિન સંજોગોમાં રમણલાલનાં સગાં-સંબધીઓ અને મિત્રોએ એમને ફરી લગ્ન કરવા માટે ખુબ સમજાવ્યા, પરંતુ આ આદર્શવાદી શિક્ષક ફરી લગ્ન ન કરવાના તેમના દ્રઢ નિર્ણયમાં અટલ રહ્યા.થોડા દિવસોમાં જ માથે આવી પડેલ કપરા સંજોગો સાથે એમણે મનોમન સમજૂતિ કરી લીધી.રોજ નિયમિત રીતે ગીતાપાઠ કરનાર આ જાની સાહેબ એક સ્થિતપ્રજ્ઞની માફક પોતાને શિરે આવી પડેલ આવી કપરી જવાબદારીના પડકારને હસતા મુખે સ્વીકારી લઈને તેમના કામકાજમાં મન પરોવીને લાગી ગયા.

કાળક્રમે પિતાની વડલા જેવી શીળી છાયામાં ઉછરી,સંસ્કાર પામી નિખીલ એની શાળાના અભ્યાસમાં અગ્રેસર રહ્યો. કોલેજનો અભ્યાસ પુરો કરી કમ્પ્યુટર એન્જીનીયરની ડીગ્રી સારા ગ્રેડ સાથે પ્રાપ્ત કરીને તુરત જ એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારે જોબ ઉપર લાગી ગયો.પોતાના પુત્ર નિખીલને એક સારો એન્જીનીયર બનાવવાની એમના હૃદયની મહેચ્છા આમ સુખ રૂપ પાર પડતાં રમણલાલને ઊંડો સંતોષ અને મનમાં ગર્વની લાગણી થઇ હતી.

રમણલાલ જાનીએ એમના શિક્ષક તરીકેના પગારમાંથી કરકસર, બચત અને ટ્યુશનો કરીને એકઠી કરેલ રકમમાંથી શહેરના સારા વિસ્તારમાં એક સોસાયટીના પ્લોટમાં સ્વતંત્ર માલિકીનો ત્રણ બેડ રૂમનો નવો જ બંધાયેલો નાનો બંગલો ખરીદી લીધો અને પોળનું ભાડાનું મકાન ખાલી કરીને પિતા-પુત્ર ત્યાં રહેવા આવી ગયા હતા. નિખીલે પોતાનો કોલેજનો અભ્યાસ ત્યાં રહીને જ પુરો કર્યો હતો.એમના આ બંગલાનું શું નામ આપવું એની બાપ-દીકરા વચ્ચે એકવાર ચર્ચા થયેલી ત્યારે નિખીલે રમણલાલને સૂચવ્યું હતું કે “ બાપુજી, તમોએ ખુબ મહેનત અને કષ્ટ વેઠીને એકઠી કરેલ રકમમાંથી આ બંગલો ખરીદ્યો છે એટલે એનું નામ “ પિતૃ છાયા “ આપવાની મારી ઈચ્છા છે.“ નિખીલના આવા લાગણી ભીના શબ્દો સાંભળીને રમણલાલ અંતરમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ રીતે એમના બંગલાનું નામ “ પિતૃ છાયા “ રાખવામાં આવ્યું હતું અને આ નામની આરસની નાની તકતી બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થવાના દરવાજાની દીવાલમાં લગાડવામાં આવી હતી.

નિખીલ એન્જીનીયર બન્યો તેના થોડા વખતમાં જ એનાં લગ્ન એની જ જ્ઞાતિની બી.કોમ. પાસ કરેલ એની પસંદગીની એક પૂર્વી નામની કન્યા સાથે કરવામાં આવ્યાં. નિખીલની માતા મધુબેનના અવસાનથી ગૃહિણી વિહોણું થઇ ગયેલું રમણલાલ જાનીનું ઘર એમના પ્રિય દીકરાની વહુ પૂર્વીના ગૃહ પ્રવેશ સાથે એક ચાર દીવાલના ને છત વાળા મકાનમાંથી ઉલ્લાસભર્યું અને આશાભર્યું ઘર બની ગયું . રમણલાલના આંતરિક આનદની કોઈ સીમા ન રહી. એમનો આ આનંદ જાણે અધુરો ન હોય એમ નિખીલના લગ્ન થયાના બીજા વર્ષે જ પુત્ર વધુ પૂર્વીએ એક ગોરા-ગોરા પુત્રરત્નને જન્મ આપ્યો અને આ ન્વાન્તુક બાળકનું નામ ગૌરાંગ રાખવામાં આવ્યું. એમનું એક વખતનું અધૂરું કુટુંબ હવે સંપૂર્ણ બનતાં અને પોતે દાદા બન્યા એથી રમણલાલની ખુશીનો પ્યાલો જાણે કે છલકાઈ ગયો અને સુખી ભવિષ્યનાં અવનવાં દિવાસ્વપ્નો જોવામાં ખોવાઈ ગયા. નાનો પૌત્ર ગૌરાંગ મોટો થતો ગયો એમ દાદા સાથે ખુબ જ હળીમળી ગયો .ગૌરાંગને તેડીને એમના ઘરની નજીક આવેલા બગીચામાં ફરવા જાય ત્યારે બાંકડા ઉપર બેસીને એની સાથે એની જ કાલી ભાષામાં વાતો કરતાં એક બાળકની જેમ એમનું દિલ બહેલાઈ જતું .જિંદગીનો બોજ ઉઠાવતાં-ઉઠાવતાં હવે રમણલાલે એમની નિવૃતિની વય પૂરી કરી હતી,એટલે એમણે સ્વેચ્છાએ શિક્ષકની નોકરીમાંથી નિવૃત થવાનું નક્કી કર્યું.આજ સુધીની જિંદગીના ઢસરડાથી તેઓ શારીરિક અને માનસિક રીતે લગભગ ભાંગી પડ્યા હતા અને એથી એમની ઉમર કરતાં વધુ વૃદ્ધ લગતા હતા. આથી રમણલાલ નિવૃત થઈને એમનો સમય આધ્યત્મિક વાચન ,પ્રભુ ભજન, દેવદર્શન અને પૌત્ર ગૌરાંગને ઉછેરવામાં નિખીલ અને પૂર્વીને બને એટલી મદદ કરવામાં નિવૃતિનો સમય સારી રીતે વિતતો હોઈ એમના હૃદયમાં ઊંડી હળવાશની લાગણી અનુભવવા લાગ્યા.

રમણલાલના મનની આ હળવાશ અને આનંદ એમના કમનશીબે બહું લાંબો સમય ના ટક્યાં.પુત્ર વધુ પૂર્વી એક સંસ્કારી માતા પિતાની દીકરી હોવા છતાં એમના કોઈ ગુણ એનામાં ઉતર્યા ન હતા.પૂર્વી પરણીને એમના ઘેર આવી તે પછી સોસાયટીમાં અને એમના મિત્રોમાં વહુનાં વખાણ કરતાં રમણલાલ થાકતા ન હતા પરંતુ સમય જતાં એમની વખાણેલી ખીચડી દાંતે ચોંટવા માંડી હતી.પૂર્વી એક સ્વતંત્ર મિજાજની અને કર્કશ સ્વભાવની સ્ત્રી હતી.પૂર્વીને હવે સસરા રમણલાલની ઘરમાં હાજરી કઠતી હતી એટલે કોઈને કોઈ કારણ શોધી નિખીલ સાથે ઝગડા કર્યા કરતી હતી.નિખિલની હાજરીમાં જ તીખા શબ્દોથી રમણલાલને અપમાનિત કરવા લાગી હતી.નિખિલની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી નાજુક બની ગઈ હતી.પોતાના દામ્પત્ય જીવનને બગડતું રોકવા માટે ન તો એ પૂર્વીને કડક શબ્દોમાં કંઇ કહી શકતો હતો કે ન તો પિતા તરફ પૂર્વી તરફથી ફેંકાતાં તીખાં વાગ્બાણોને અટકાવી શકતો હતો.

રમણલાલ નિખીલની મનોસ્થિતિ સારી રીતે સમજતા હતા.આ બાબતમાં કંઈ પણ કહીને એને દુખ થાય એવું કરવા માંગતા ન હતા.રમણલાલ આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા અને પુત્ર વત્સલ દિલવાળા પિતા હતા.નિખીલના બાળપણથી માંડી આજ દિન સુધી એમણે એના હિતનો જ વિચાર કર્યા કર્યો હતો.કોઈ પણ હિસાબે દીકરાની પરિણીત જિંદગી રફેદફે થતી જો બચતી હોય તો એ માટે કોઈ પણ પ્રકારનો ભોગ આપવાની એમની મનથી તૈયારી હતી.આ બાબતમાં પુરો વિચાર કરીને એક દિવસ પુત્ર નીખીલને એમની પાસે બેસાડીને એને શાંતિથી કહ્યું, “નિખીલ,જો બેટા,મને આ ઘરમાં થતો કંકાસ બિલકુલ પસંદ નથી.એનાથી કુમળા મગજના તારા દીકરા ગૌરાંગ ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે એનો પણ વિચાર કરવો જોઈએ.જો પૂર્વીને હું અહીં રહું એ પસંદ ન હોય તો મારે હવે આ ઘરમાં રહેવું નથી. તમે બે પતિ પત્ની અને ગૌરાંગ અહીં ખુશીથી રહો અને મહેરબાની કરીને તું મને શહેરના વૃધ્ધાશ્રમ-ઘરડાઘરમાં મૂકી આવ.મારી રીટાયરમેન્ટની પેન્શનની રકમમાંથી ત્યાં હું મારા જેવા સમદુખિયા વૃદ્ધ મિત્રો સાથે ખુશીથી રહીશ.કોઈવાર તને ત્યાં મને મળવાની ઈચ્છા થાય તો ગૌરાંગને લઈને આવજે અને નહીં આવે તો પણ એનો મને હવે હરખ શોક રહ્યો નથી.ભગવાનને ભરોંસે મારા જીવનની નાવ ચાલ્યા કરશે.મારી જીવન સંધ્યાના કપરા દિવસોમાં એ જ મારી સંભાળ રાખશે.”

આ વાતચીત થયા પછી એક દિવસે નિખીલ રમણલાલને ઘરડાઘરમાં લઇ જવા એમનો સામાન એની ગાડીમાં મુકતો હતો ત્યારે હાથમાં સોટી પકડીને બંગલાના કમ્પાઉન્ડ બહાર ગાડી પાસે ઉભેલા રમણલાલે “પિતૃછાયા “ બંગલા ઉપર છેલ્લી નજર નાખી લીધી.આ બંગલા સાથે એમના જીવનનાં ઘણાં ખાટા મીઠાં સંસ્મરણો જોડાએલાં હતાં.આ ઘરને અને પૌત્ર ગૌરાંગને છોડીને જતાં એમનું હૈયું અંદરથી વલોવાઈ રહ્યું હતું.નિષ્ઠુર હૃદયની પુત્રવધુ પૂર્વી તો સસરાને વિદાય આપવા બંગલા બહાર જ ન આવી એટલું જ નહીં બિચારા નિર્દોષ બાળક ગૌરાંગને પણ બહાર આવવા ન દીધો,જેને જતાં જતાં જોઈ લેવા માટે એના દાદાની આંખો ચાતક પક્ષીની જેમ તલસી રહી હતી.

આ વસમી વિદાય વખતે ઊંડા વિચારોમાં ખોવાયેલા રમણલાલે છેવટે ગાડીમાં બેસતી વખતે બંગલાના દરવાજાની દીવાલે લગાડેલી “પિતૃ છાયા” નામની તકતી તરફ અંગુલીનીર્દેશ કરી નીખીલને ઉદ્દેશીને કહ્યું “ નિખીલ, હું જાઉં એ પછી તું એક કામ જરૂર કરજે. આ બંગલાની “પિતૃ છાયા”ની આરસની તકતી છે એને કાઢી નાખીને એને સ્થાને “પત્ની છાયા “નામની નવી તકતી બનાવડાવીને લગાવી દેજે,તારી પત્ની પૂર્વી ખુશ ખુશ થઇ જશે!”

એકાકી અને અટુલા બની એકાએક અજાણ્યા ભવિષ્યની રાહે પગ માંડી રહેલ વૃદ્ધ શિક્ષક પિતાના દુઃખથી વલોવાઈ રહેલા હૃદયમાંથી નીકળેલ આ ઉદગારો સાંભળીને પુત્ર નિખીલ પિતાની આંખો સાથે પોતાની આંખો મિલાવી ન શક્યો.એ વખતે નિખીલની બન્ને આંખોની પાંપણો લાચારી અને શરમની મારી ભોંય ખોતરી રહી હતી!

સાન ડિયાગો, કેલીફોર્નીયા વિનોદ આર. પટેલ
****************************************************************************

આવા જ વિષયની વાત કરતી પરંતુ એક સંવાદમય સ્વરૂપમાં રજુ થયેલ લઘુ વાર્તાને અહીં એક નવા પ્રયોગ તરીકે મુકેલ છે. સંવાદ ઉપર વિચાર કરશો એટલે આ લઘુ વાર્તાના તથ્યની પ્રતીતિ થશે!

એક દાદા અને પૌત્ર સંવાદ

લગભગ એંસી વર્ષના એકલદોકલ દાદાજીને એમનો ચાર વર્ષનો પૌત્ર કીકુ મૂડીના વ્યાજ કરતાં એ વધુ વહાલો. કીકુને પણ દાદા સાથે પાક્કી દોસ્તી. એની બધી વાત મમ્મી અને પપ્પા કરતાં દાદાને પહેલાં કહે.મમ્મી અને પપ્પા સવારે એમની જોબ માટે જાય એટલે દાદા અને કીકુ રમતો રમી, અવનવી વાતો કરી સમય વ્યતીત કરે.દાદા માટે કીકુ આનદથી સમય પસાર કરવાનું જાણે એક રમકડું !એક સવારે દાદા અને કીકુ બેકયાર્ડના હીંચકા ઉપર બેસી અલકમલકની વાતોએ વળગ્યા છે. દાદા પૌત્ર કીકુને પૂછે છે, “બેટા તારે આજે શું કહેવાનું છે ?” ત્યારે પૌત્ર અને દાદા વચ્ચે આ સંવાદ રચાય છે .

પૌત્ર — દાદા, હું જ્યારે ખાવા બેસું છું ત્યારે મારા હાથમાંથી ચમચી નીચે પડી જાય
છે. ટેબલને ટાઈલ્સ ગંદા થઇ જાય છે.મમ્મી-પપ્પા મને લડે છે.

દાદા – મારા હાથમાંથી પણ ચમચી પડી જાય છે ને બધું ગંદુ થાય છે.મને પણ લડે.

પૌત્ર –(ધીમેથી શરમાતાં દાદાને કાનમાં કહે છે ) દાદા, કોઈવાર મારું પેન્ટ પલળી
. જાય છે !

દાદા—( મોટેથી હસતાં હસતાં )મારે પણ એવું કોઈ વાર થઇ જાય છે ,બેટા .

પૌત્ર —દાદા, હું ઘણીવાર રડી પડું છું.

દાદા- (લાગણીથી માથું હલાવીને ) હું પણ કોઈ કોઈ વાર રડી લઉં છું ,બેટા.

પૌત્ર –દાદા, સૌથી ખરાબ વાત તો એ છે કે મારા મમ્મી-પપ્પા હું કઈ કહું છું એને
સાંભળતા નથી. કહે છે હમણાં સમય નથી.

( દાદા એમના કરચલીવાળા હાથથી વ્હાલથી પૌત્રનો માખણ જેવો કોમળ હાથ હાથમાં લઈને પંપાળતાં પંપાળતાં કહે છે)
દાદા—તું શું કહે છે એને હું સારી રીતે સમજુ છું. એક દિવસ તેઓ તારું જરૂર
સાંભળશે બેટા.!
( અને દાદા પછી વ્હાલથી પૌત્રને ભેટી પડે છે.)

આજનો આ દાદા-પૌત્રનો સંવાદ અહીં પુરો થાય છે. અસ્તુ.

દેશ દેશની વિચારવા જેવી કહેવતો

દેશ દેશની વિચારવા જેવી કહેવતો
અમેરિકન
૧. હરેક પ્રશ્નને બે બાજુ હોય છે. એક ખોટી અને બીજી આપણી .
૨. લગ્ન પહેલાં આંખો ઉઘાડી રાખો, લગ્ન પછી બંધ.
૩. સૌને રાજી રાખનાર કોઈને રાજી રાખી ન શકે.
૪. સુવર્ણના આભૂષણ કરતાં પ્રતિષ્ઠા વધુ શોભા આપે છે.
ફ્રેન્ચ
૧. આંખો મીંચે તે અંધારું જ જુએ.
૨. જેને બાંધતાં યુગ થાય તેને તોડતાં કલાક જ લાગે.
૩. દુઃખમાં માનવી ઘડાય છે, અને આબાદીમાં અમાનવી બને છે.
૪. નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું કોઈ નથી.
પરિપક્વતાના લક્ષણો
અનામી અંગ્રેજી કવિનું કાવ્ય છે જેમાં એણે મનુષ્યની માનસિક પરિપક્વતાનાં લક્ષણો સુંદર રીતે
વર્ણવ્યાં છે. કવિ કહે છે:
“ એ વ્યક્તિને પરિપક્વ કહેવાય કે જે ધૈર્યવાન છે ,જે લાંબા ગાળાના લાભ માટે તાત્કાલિક સુખને
જતું કરવા તૈયાર છે, જે ક્રોધ કે વિરોધ દર્શાવ્યા વિના ,બીજા સાથેના મતભેદને નિવારી શકે છે .
જે નિષ્ફળતાઓ મળવા છતાં પોતાના ધ્યેયને વળગી રહે છે. જે જાણે છે કે,પૂર્વગ્રહો,અસહિષ્ણુતા ,
ધિક્કાર અને વેરમાં વેળફી નાખવા માટે જીનગી બહુ ટૂંકી છે, જે નિરાશાઓ અને વિપત્તિઓનો
સામનો કડવાશ વિના કરી શકે છે , જે પરગજુ છે અને બીજાની જરૂરીયાતોને સહાનુભુતીપુર્વક
પૂરી પાડી શકે છે. જેનામાં “હું ખોટો હતો” એમ કહેવાની નમ્રતા છે અને અને પોતે સાચો હોય
ત્યારે “ મેં તો તમને કહ્યું હતું “ એમ ન કહેવા જેટલો આત્મસંયમ હોય , જે “ગુલાબને કાંટા હોય
છે “એવી ફરિયાદ નથી કરતો પણ કાંટા વચ્ચે પણ ગુલાબ ઉગે છે એનો આનંદ અનુભવે છે ,
જે ક્રિયા,વિચાર અને વાણી સાથે સુસંગત હોય છે ,જે મરી ચુકેલા ભૂતકાળની કે વણજન્મેલા
ભવિષ્યની જંજીરોમાં જકડાયા વિના વર્તમાનકાળમાં જીવે છે ,જે બદલી શકાય એવી વસ્તુઓને
બદલવા મથે છે અને ન બદલી શકાય એવી વસ્તુઓને અનુકુળ થતાં શીખે છે અને જે પોતાની
જાતને સતત પૂછ્યા કરેછે કે ,” શું હું પરિપક્વ છું ?”
-પ્રકાશ મહેતા કૃત “એકાંતનો કોલાહલ “ માંથી સાભાર
સુવાક્ય સંગ્રહમાંથી-
૧. મોટાઓની અલ્પતા જોઈ થાક્યો
નાનાની મોટાઈ જોઈને જીવું છું. ——ઉમાશંકર જોશી
૨. ઉપવાસ સહેલો છે પણ સંયમપૂર્વકનો આહાર રાખવો અઘરો છે
મૌન સહેલું છે પણ સંયમપૂર્વક બોલવું અઘરુ છે.——- વિનોબા ભાવે
૩. જીવનનું આ નુતન ગણિત ગોખી રાખજો.
સ્નેહના સરવાળા કરજો
ભુલચુકની બાદબાકી કરજો
સહકારનો ગુણાકાર કરજો
વેરઝેરઝેરના ભાગાકાર કરજો . —-અજ્ઞાત

નાસ્તીકતા દીપી ઉઠી –દીનેશ પાંચાલ

Archive for the ‘દીનેશ પાંચાલ’ Category


–દીનેશ પાંચાલ
એક પ્રૉફેસર મીત્રે કહ્યું : ‘ઈશ્વરચીન્તન દીમાગી કસરતથી વીશેષ કશું નથી. એવા વૈચારીક વ્યાયામની કોઈ નક્કર ફલશ્રુતી હોતી નથી. ઈશ્વર હોય કે ન હોય; માણસ જે રીતે જીવતો આવ્યો છે તેમ જ જીવ્યે રાખશે. તે વનવેમાં ઘુસી જશે અને ટ્રાફીક ઈન્સ્પેક્ટર પકડશે ત્યારે આસ્તીક હશે કે નાસ્તીક, પોલીસને સો પચાસનું પત્તું પકડાવીને છુટી જવાની પેરવી કરશે.’
વાત ખોટી નથી. મુસીબતમાં માણસની ભીતરી સાત્ત્વીકતાનું સાચુ માપ નીકળે છે. અલબત્ત, વીચારપ્રક્રીયાનું મુલ્ય કદી ઓછું હોતું નથી. વીચારો, પ્રશ્નો, સંશયો, ચર્ચા વગેરેથી બુદ્ધીની બૅટરી ચાર્જ થતી રહે છે. વીચારમંથન હમ્મેશાં ફળદાયી હોય છે. તેના વડે જીવનના ધોરી માર્ગો પર છવાયેલા કાંટા, ઝાંખરાં અને રોડા હઠાવીને માર્ગને ચોખ્ખો બનાવી શકાય છે. જેમને પ્રશ્નો નથી થતા તેવા માણસો ‘કેરી ન આપતા આંબા’ જેવા હોય છે. વાંઝીયો આંબો સુકાં પાન્દડાં ખેરવતો રહીને ઉમ્મર પુરી કરવા સીવાય બીજું કાંઈ કરતો નથી. સમાજમાં સારી–નરસી ઘટના બને અને જેમને પ્રશ્નો થતા નથી તેમના દીમાગનો બલ્બ શૉટ થઈ ગયેલો જાણવો. ગમે તેવા હાઈ વૉલ્ટેજ કરન્ટનો લોડ આવે તોય એ બલ્બમાં ઝબકારા થતા નથી. વાવાઝોડું આવે ત્યારે મડદાને કશું ટેન્શન રહેતું નથી.
વીલ્સન મીઝનરે કહ્યું છે : ‘શ્રદ્ધાનું હું સન્માન કરું છું, પણ કેળવણી તો આપણને શંકામાંથી જ મળે છે !’ શંકા એટલે પ્રશ્નોનું પ્રજનન અને વીચારોનું વાવેતર ! વીચારપ્રક્રીયા અન્ધારામાં ટૉર્ચની ચાંપ દબાવવા જેવી ઉપયોગી ટેવ છે. જેઓ વીચારતા નથી તેઓ ચુંટણીવેળા 40–50 રુપીયા લઈને કહો તેને વોટ આપી આવે છે. દેશની પાર્લામેન્ટમાં 146 ગુંડા ચુંટાઈ આવ્યા છે તે એવા ‘વીચારવાંઝીયાઓ’એ કરેલી બેવકુફીનું પરીણામ છે. બહોળા પરીવારમાં બે બાળકો અપંગ હોય તેના ભરણપોષણની છેવટ સુધીની જવાબદારી બાકીના સભ્યો પર આવે છે, તે રીતે પાર્લામેન્ટમાં એવા ‘દ્વીપગા પશુઓ’ થકી વટાતો ભાંગરો આખા દેશે વેઠવો પડે છે.
વીચારશુન્ય પ્રજા એટલે દેશના બજેટની અદૃશ્ય ખાધ…! એક હાલતું–ચાલતું બાળક તોફાન કરીને ઘર ગજવી મુકે છે. એવું બાળક વગોવાય છે ખરું; પણ પથારીમાં નીષ્ક્રીય પડી રહેતા નીષ્ક્રીય લકવાગ્રસ્ત બાળક કરતાં એ વધુ આશાસ્પદ હોય છે. માબાપે તેની પથારીવશ નીરુપદ્રવતાની ઉંચી કીમ્મત ચુકવવી પડે છે. પેલા તોફાની બાળક કરતાં તે ચાર ગણી મોટી હોય છે.
અમારા પ્રૉફેસર મીત્રે યોગ્ય જ કહ્યું છે – ‘માણસ ચર્ચા કરે છે ત્યારે જ નીયમો, આદર્શો કે સત્યનું યશોગાન કરે છે. જીવનની વાસ્તવીકતામાંથી પસાર થતી વેળા તે તમામ માનવસહજ કમજોરીથી ભરેલો ‘બીબાઢાળ’ ઈન્સાન બની રહે છે. પોતાની ફરજ દરમીયાન જેણે ઘણા ખુનીઓને ફાંસીની સજા સુણાવી હોય એવા ન્યાયાધીશનો પોતાનો દીકરો કોઈનું ખુન કરીને આવે, ત્યારે તે ન્યાયાધીશના વાઘા ઉતરી જાય છે. તે એક પીતા બની જાય છે અને દીકરાને બચાવી લેવાનો તે મરણીયો પ્રયાસ કરે છે.
માણસ આસ્તીક કે નાસ્તીક પછી હોય છે, પહેલાં તો તે એક માણસ હોય છે. ક્યારેક સજ્જન કહેવાતો માણસ પણ મકાનમાલીકને તેના ઘરનો કબજો આપવામાં છઠ્ઠીનું ધાવણ ઓકાવી દેતો હોય છે. હું ભુલતો ના હોઉં તો પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)એવર્ષો જુનું ભાડેનું મકાન તેના માલીકને હસતાં હસતાં ખાલી કરી આપ્યું હતું. એમના કો’ક લેખમાં એવું વાંચ્યાનું યાદ છે કે ઘરમાં લટકાવેલો જુનો પંખો અને એવું કેટલુંક ફરનીચર સુધ્ધાં તેઓ ત્યાં જ છોડી આવ્યા હતા. આવી ઈમાનદારીથી માણસની નાસ્તીકતા દીપી ઉઠે છે.રૅશનાલીસ્ટ બન્યા પછી માણસ જીવનમાં કેવું વર્તે છે તેમાં રૅશનાલીઝમની લાજ રહેલી છે.
ઈમાનદારીનો તકાજો એ હોય છે કે કો’કની માલીકીની વસ્તુ આપણે વર્ષો સુધી વાપરીએ છીએ, ત્યારે તેના ઋણી બનતા હોઈએ છીએ. તે માટે આભાર માનવાને બદલે, તેને કોર્ટકચેરીનો માર મારીએ એ શેતાની વૃત્તી છે. સાચી વાત એ છે કે ‘મફતનું લઈશ નહીં’ એ સુત્ર ફ્રેમમાં મઢીને દીવાલે ટીંગાડી રાખવાની માણસને જેટલી મજા આવે છે, તેટલી મજા પેલી દીવાલ તેના મુળમાલીકને પરત કરી દેવામાં નથી આવતી ! સમાજમાં આવી ઘટનાઓ વીરલ હોય છે. મન્દીર–મસ્જીદના ઝઘડામાં જીવતા માણસોને બાળી નાખતા આસ્તીકો કરતાં;ઈન્સાનીયતમાં માનતા નાસ્તીકોનું સમાજે ચાર હાથે સ્વાગત કરવું જોઈએ.
લોકો વીચારોમાં જુદા હોય છે અને વર્તનમાં પણ જુદા હોય છે. રામાયણની કથામાં મોરારીબાપુના કંઠે રામ અને ભરતના મીલાપની વાત સાંભળી ચોધાર આંસુએ રડી પડતા બે સગા ભાઈઓ, સાંજે કથામાંથી ઘરે આવીને ખેતરના સેઢાની તકરારમાં એકમેકના માથા ફોડી નાંખે છે. એક વાત નક્કી છે. માણસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. ક્યારેક તેઓ આસ્તીક હોય છે તો ક્યારેક નાસ્તીક…! હજારે એકાદ લીમડો મીઠો નીકળી આવે તો તે જીનેટીકલ એન્જીનીયરીંગની કમાલ કહેવાય ! બાકી, આસ્તીકતા ઈમાનદારીની વણલખી ગેરન્ટી બની રહે એવું હમ્મેશાં નથી બનતું. ઘણીવાર લોકો કંકુવરણાં કાવતરાં કરી બેસે છે. તેમની આંગળીએ કંકુ છે કે લોહી તે ઝટ કળી શકાતું નથી. આસ્તીકતામાં માનવતા ભળે ત્યારે માનવધર્મ દીપી ઉઠે છે.
શ્રદ્ધા, સ્‍નેહ અને સૌજન્‍યના વરખમાં વીંટળાયેલી હોય તો જ ઈશ્વરની બૅન્કમાં તે માણસના ખાતે જમા થઈ શકે છે. શોધવા નીકળીએ તો ઈતીહાસમાંથી એવાં અનેક ઉદાહરણો મળી રહે છે. રાવણ, કંશ, દુર્યોધન, શકુની એ બધાં જ આસ્‍તીક હતા; છતાં એમણે માતાની કુંખ લજવી હતી.
એક સંતે કહ્યું છે : ઈશ્વરમાં ન માનતો ખાટકી નખશીખ સજ્જન અને ઈમાનદાર માણસ હોય તો; કોઈ દંભી ધર્મગુરુ કરતાં ભગવાનની નજરમાં તેનું સ્‍થાન ઉંચુ હોય છે. ધર્મની ગાદી સાચવવા ખુન કરાવતા ધર્મગુરુ કરતાં ધંધા ખાતર ખાટકી બનેલો માણસ વધુ નીર્દોષ ગણાય !’

ધુપછાંવ

અલ્લાહકો નમાઝકી જરુરત નહીં,
ભગવાનકો પુજાકી જરુરત નહીં;
રામ–રહીમ ગલે મીલ જાય તો,
ઈન્‍સાનકો મજબહકી જરુરત નહીં.
– દીનેશ પાંચાલ

ગુરુઓનું અજ્ઞાન… ધર્મનું મોટું ભયસ્થાન – દીનેશ પાંચાલ

ગુરુઓનું અજ્ઞાન…

ધર્મનું મોટું ભયસ્થાન

– દીનેશ પાંચાલ

એકવાર એક ધર્મગુરુએ ભક્‍તોની મોટી મેદની વચ્‍ચે કહેલું : ‘ઈશ્વરે આનન્દ માટે નહીં; માત્ર સન્તાન મેળવવા માટે જાતીયવૃત્તી આપી છે. એથી સન્તાનો થઈ ગયા પછી સ્‍ત્રીસંગ કરવો એ પાપ છે !’ ત્‍યાં બેઠેલા લાખો શ્રદ્ધાળુઓ અન્દરખાનેથી એ વાત સાથે સમ્મત નહોતા; પણ ગુરુની વીચારધારાનો કોઈ વીરોધ કરતું નહોતું. ધર્મ અને શ્રદ્ધામાં સંશયને સ્‍થાન હોતું નથી. બહુધા આસ્‍તીકો ગુરુવાણીને ઈશ્વરવાણી સમજી તેનો ચુસ્‍તપણે અમલ કરે છે. કદાચ કોઈ શ્રદ્ધાળુ શંકા ઉઠાવે તો બીજા લોકો તેનો વીરોધ કરીને ગુરુના અજ્ઞાનને છાવરવાની કોશીશ કરે છે. આજ પર્યન્ત લઠ્ઠો પીને કેટલા મર્યા તેના આંકડા અખબારોમાં પ્રગટ થયા છે; પણ લઠ્ઠા જેવી અન્ધશ્રદ્ધાથી કેટલાં સામુહીક મરણ થાય છે તેના આંકડા છાપામાં જોવા મળતાં નથી. અમુક નુકસાન દુષીત વાયરસ જેવાં હોય છે– તે દેખાતાં નથી ભોગવવા પડતાં હોય છે.

સોનોગ્રાફી વડે ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે જાણી શકાય; પણ એ સુવીધાનો દુરુપયોગ કરીને ભૃણહત્‍યા કરવામાં આવે તે ઠીક ન ગણાય. કોઈ વીજ્ઞાનવાદી પણ જો એ ભુલને છાવરવાની કોશીશ કરે તો તે વીજ્ઞાનમાં અન્ધશ્રદ્ધા ધરાવે છે એમ કહી શકાય. ધુરન્ધર નાસ્તીકનો પણ કોઈ વીચાર ખોટો હોઈ શકે. પણ તે તેના મીત્રો તેને છાવરવાની કોશીશ કરે છે. એ જેટલી મોટી ભુલ છે તેટલી જ મોટી ભુલ આસ્‍તીકો ધર્મગુરુઓને છાવરે તે પણ ગણાય. આપણે ચાના કપમાં તરતી માખીને કાઢીને ફેંકી દઈએ છીએ; પણ ગુરુની નબળાઈઓને ગળી જઈને તેમને સાષ્ટાંગ વન્દન કરીએ છીએ. સાચી વાત એ છે કે આસ્‍તીકો ધર્મચાહક હોય છે સત્‍યચાહક નથી હોતા. ધર્મના સ્‍વાંગમાં કેટલીક અધાર્મીક બાબતો (ચામાં પડેલી માખી જેવી) છે, તેને તેઓ જીવનભર પમ્પાળતા રહે છે. નાસ્‍તીકો દ્વારા તેમની ભુલોનું ભાન કરાવવામાં આવે ત્‍યારે અહમ્‌ કે મમત ખાતર તેનો વીરોધ કરવામાં આવે છે. પરન્તુ યુદ્ધ–ઝઘડા–વાદ–વીવાદ કે કલહ કુસમ્પથી ધર્મની જ નહીં; આખા સમાજની તન્દુરસ્‍તી કથળે છે. એ સત્‍ય સ્‍વીકાર્યા વીના ચાલે એમ નથી. બોલનાર કોણ છે તેનું મહત્ત્વ નથી; પણ તે શું બોલે છે તેનું મહત્ત્વ અંકાય છે. માણસ આસ્‍તીક હોય કે નાસ્‍તીક પણ તેણે તટસ્‍થપણે એવું વલણ દાખવવું જોઈએ કે દાઉદ ઈબ્રાહીમ શાન્તી જાળવવાની અપીલ કરે તો તેનું સ્‍વાગત કરવાનું હોય અને ગાંધીજી ખુન કરવાની સલાહ આપે તો તેનો  વીરોધ જ કરવો જોઈએ.

વારમ્વાર એક વાત સામે આવે છે. જેમણે કર્મને જ સાચો ધર્મ ગણ્‍યો છે એવાં પશ્ચીમીના લોકો  સર્વ ક્ષેત્રે આપણાં કરતાં આગળ છે. આપણે ૩૩ કરોડ દેવી દેવતાઓ વચ્‍ચે જીવીએ છીએ. છતાં અનેક યાતનાઓ અને દુર્ગુણોના દલદલમાં ખુંપ્‍યા છીએ. આપણા ધાર્મીક દેશમાં કર્મકાંડોની બોલબાલા રહી છે. દેશમાં ચોમેર કથા–કીર્તન, હોમ–હવન, પુજા–પાઠ, યજ્ઞો વગેરે થતાં રહે છે. સરકારી ઑફીસોથી માંડી ગાડીના ડબ્‍બામાં પણ સત્‍યનારાયણની કથા થાય છે; પણ લોકોની વ્‍યથામાં એક મીલીગ્રામનો ય ફરક પડ્યો નથી. ક્રીકેટનો વર્લ્‍ડકપ આપણને મળે તે માટે યજ્ઞો કરાવવામાં આવે છે. અમીતાભ બચ્‍ચનની તન્દુરસ્‍તી માટે ધાર્મીક વીધીઓ થાય છે. સલમાન ખાન કે સંજય દત્તે જેલ નહીં જવું પડે તે માટે લોકો પુજાપાઠ કરાવે છે. વીશ્વની શાન્તી માટે આજપર્યંત હજારો વીશ્વશાન્તી યજ્ઞો થઈ ગયા; પણ વીશ્વ તો શું, દેશમાં પણ શાન્તી સ્‍થપાઈ શકી નથી.

આનો સીધો અર્થ એ થાય છે કે વીશ્વશાન્તીના ઉપાયો પુજાપાઠ કે કર્મકાંડોમાં નહીં; પણ કઠોર પરીશ્રમ, ઈમાનદારી, સમજદારી અને માનવતામાં રહેલા છે. ધર્મ માણસ માટે ચા જેવી એક આદત માત્ર છે. જીવવા માટે ચા પીવી ફરજીયાત નથી. ચા ન પીનારા મૃત્‍યુ નથી પામતા; પણ ધર્મને નામે અધર્મનું આચરણ થાય છે ત્‍યારે ચાના કપમાં દારુ કે લઠ્ઠો પીરસવા જેવી ઘટના બને છે. વીદેશી લોકો કામને જ પુજા ગણે છે. એ કર્મમન્ત્રને કારણે તેઓ ચન્દ્ર પર પહોંચી શક્‍યા છે. પ્રત્‍યેક ક્ષેત્રમાં તેમનો હરણફાળ વીકાસ થઈ શક્‍યો છે. નાસ્‍તીકો અને ખાસ તો વીજ્ઞાનવાદીઓ વીજ્ઞાન અને ટૅક્‍નોલૉજી વડે માણસને સુખી કરવાની કોશીશ કરે છે તે સાચી દીશાનું પગલું છે. શ્રદ્ધા એ માણસની અંગત વીચારધારા છે. પણ સમાજમાં સાયન્‍સ અને ટૅક્‍નોલૉજી વડે સુખસમૃદ્ધીનો સુરજ ઉગાડી શકાય છે. નાસ્‍તીકો અન્ધશ્રદ્ધાનો પર્દાફાશ કરે છે તે ઘટના, નગરપાલીકાના માણસો મચ્‍છરનો નાશ કરવા માટે ડીડીટીનો છંટકાવ કરે તેવી આવકારદાયક બાબત છે. શ્રદ્ધાથી ફંડફાળા ભેગા કરીને ધર્માદા દવાખાના ખોલી શકાય. એટલું જ સુન્દર કામ વીજ્ઞાન વડે થાય છે. શ્રદ્ધાળુઓ દીવસમાં પા અડધો કલાક ઈશ્વરની ભક્‍તી કરે છે. તેમને થોડીક માનસીક શાન્તી મળે છે. પણ વીજ્ઞાનીઓ રાત દીવસ સંશોધનની સાધનામાં મંડ્યા રહે છે. અને કરોડો લોકો સદેહે ભોગવી શકે તેવી સેંકડો શોધખોળો કરે છે. વીજ્ઞાન માણસની દરેક મીનીટ અને સેકન્‍ડને સુખમય બનાવવાની કોશીશ કરે છે. આપણે સ્‍વીકારવું જોઈએ કે એક ભગવાધારી ધર્મગુરુ કરતાં એક સાયન્‍ટીસ્‍ટ સમાજને વધુ ઉપયોગી છે. ગુરુ સ્‍વર્ગનાં સપનાં દેખાડે છે; પણ સાયન્‍ટીસ્‍ટો જીવતાજીવત આપણી આસપાસ જ સ્‍વર્ગ ઉભું કરી આપે છે. મેડીકલ સાયન્સ કીડની, હૃદય, કેન્‍સર વગેરેની દવા શોધે છે. શ્રદ્ધાના માધ્‍યમથી કેન્‍સરનું ઑપરેશન મફત થઈ શકે એવી ધર્માદા હૉસ્‍પીટલો બન્ધાવી શકાય છે. શ્રદ્ધા હીન્‍દુ અને  મુસ્‍લીમ માટે જુદા જુદા  ધર્મો ઘડે છે. વીજ્ઞાન જ્ઞાતી–જાતીના ભેદભાવ વીના સૌનાં દુઃખો દુર કરવા કમર કસે છે. હીન્‍દુના ઈંજેક્‍શનો જુદા અને મુસ્‍લીમોના જુદા એવો ભેદભાવ વીજ્ઞાનમાં નથી હોતો. આસ્‍તીકો સર્વધર્મ સમભાવના બણગા ફુંકે છે. વીજ્ઞાન અક્ષરશઃ એ ભાવનાનું પાલન કરે છે. મેડીકલ સાયન્‍સ માણસનાં સર્વ દુઃખો ઝડપથી દુર કરવાની કોશીશ કરે છે. બલ્‍બની સ્‍વીચ પાડો પછી અજવાળા માટે રાહ જોવી પડતી નથી. એનેસ્‍થેસીયાનું ઈંજેક્‍શન આપો પછી દરદી બેહોશ થાય તે માટે રાહ જોવી પડતી નથી. પણ શ્રદ્ધાના આયુર્વેદીક ઉપાયની અસર મોડી થાય છે. (મોટે ભાગે તો થતી જ નથી અથવા થયેલી દેખાય તો તે માત્ર અકસ્‍માત અથવા આભાસમાત્ર હોય છે) શ્રદ્ધાળુઓ માને છે કે આ ભવમાં પુણ્‍ય કરો તો આવતા જન્‍મે તેનું ફળ મળે છે. આવતો જન્‍મ કોણે જોયો? પુર્વજન્‍મ કે પુનર્જન્‍મની એક પણ સત્‍યઘટના સમાજ સમક્ષ આવી નથી. (એક સુવીખ્‍યાત મેગેઝીનમાં એકવાર એક બાળકને પુર્વજન્‍મ યાદ હોવાની ઘટના છપાઈ હતી; પરન્તુ ‘સત્યશોધક સભા’એ તે બાળકના માતાપીતાની મુલાકાત લેતાં આખી વાત બોગસ હોવાનું જાણવા મળ્‍યું હતું)

તાત્‍પર્ય એટલું જ કે શ્રદ્ધા અને સાયન્‍સ બન્‍ને નીર્જીવ માધ્‍યમો છે. તે સ્‍વયંસંચાલીત યન્ત્રોની જેમ એકલે હાથે કશુ કરી શકતાં નથી. માણસે વીવેકબુદ્ધીથી એનો ઉપયોગ કરવાનો હોય છે. બન્‍નેનાં સારાં નરસાં પરીણામનો આધાર માણસ એનો કેવી રીતે ઉપયોગ કરે છે તે પર રહેલો છે. તમારી પાસે સ્‍કુટર હોય; પણ ચલાવતાં ન આવડે તો પગોને સુખ આપી શકાય નહીં. ઘરમાં પંખો છે; પણ તે સ્‍વીચ ઓન કરવાથી ચાલુ થઈ શકે એ વાત તમે નહીં જાણતા હો તો તમારે ગરમી સહન કરવી પડશે. તમારી પાસે રીવોલ્‍વર હોય; પણ બહારવટીયા આવે ત્‍યારે તમે નાળચું તમારા તરફ રાખી ફાયર કરો તો ધાડપાડુને બદલે તમારો જીવ જશે. ફરીફરી સમજાય છે કે દેશની દરેક સારીનરસી ઘટનામાં કોંગ્રેસનો પંજો નહીં; માણસનો હાથ રહેલો છે. ભાજપનું કમળ નહીં; માણસનું કર્મફળ ભાગ ભજવે છે. દારુગોળો એની જાતે નથી ફુટતો. બન્દુકો એની મેળે ગોળીબાર નથી કરતી. બોમ્‍બ સ્‍વયં જામગરી સળગાવીને હજારોની હત્‍યા કરતો નથી. વીશ્વની, સમાજની કે શેરીની શાન્તી માટે શ્રદ્ધા અને વીજ્ઞાન તો કેવળ રૉ–મટીરીયલ છે. માણસની મદદ વગર તે એકલે હાથે યુદ્ધ કે શાન્તી ઉભી કરી શકતાં નથી. માણસ આટલું સમજી લે તો વીશ્વશાન્તી માટે યજ્ઞો કરવાની જરુર ના રહે. તાત્‍પર્ય એટલું જ કે : ઈન્‍સાનીયત હી સબસે પહેલા ધર્મ હૈ ઈન્‍સાન કા… ઉસકે બાદ હી પન્‍ના ખોલો ગીતા ઔર કુરાન કા…!’ 

ધુપછાંવ

સંસારના સુખદુઃખનો આધાર ભગવાન પર નહીં ઈન્‍સાન પર રહેલો છે. માણસો હૉસ્‍પીટલો બનાવે છે અને માણસો જ હાથ બોમ્‍બ બનાવે છે. માણસો દયા કરે છે અને માણસો જ હત્‍યા કરે છે. ઉપર જાઓ તો ઈશ્વરનો ચોપડો ચેક કરજો. બાબરી મસ્‍જીદ તુટી, વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર તુટયું, કે બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયા એમાંના એક પણ ઑર્ડર નીચે ભગવાનની સહી છે ખરી ?

– દીનેશ પાંચાલ

આપણી અવૈજ્ઞાનીક પરમ્પરાઓ –ડૉ. અશ્વીન શાહ


આપણી અવૈજ્ઞાનીક પરમ્પરાઓ

–ડૉ. અશ્વીન શાહ

આપણામાંના મોટાભાગના લોકોના રોજબરોજના વ્યવહારમાં, વૈજ્ઞાનીક અભીગમનો અભાવ, વધતા–ઓછા પ્રમાણમાં ચોક્કસ જોવા મળે છે. એકવીસમી સદીના આજના માનવીના હાથમાં મોબાઈલ ફોનની લેટેસ્ટ ટૅકનોલૉજી આવી છે. ઈન્ટરનેટના ઉપયોગથી કોઈ પણ ટ્રેન, ફ્લાઈટ, પીક્ચરના શૉનું બુકીંગ કે ટુરમાં જવા માટે કોઈક દુરનાં સ્થળનું હૉટલ બુકીંગ તે ઓનલાઈન કરી શકે છે; ગમે તે સમયે (ઑફીસ સમય બાદ પણ) તે કરી શકે છે. આજે દુનીયાના ગમે તે ખુણેથી પોતાના સ્વજનનો સમ્પર્ક, પોતાને અનુકુળ તેવા, ગમે તે સમયે કરી શકે છે. આ બધું તે કરી શકતો હોવા છતાં; તેના કપાળ પરનાં તીલકો, ગળા–શરીર પરના દોરા–ધાગા, માંદળીયાંઓ કે શરીર પરની જનોઈ એ હટાવી શકતો નથી. પોતાનાં સન્તાનોને ઓરીની રસી મુકાવી હોવા છતાં; ઘરની ગૃહીણી કે વડીલોએ માનેલી ‘બાધા’ તે અટકાવી શકતો નથી. કરુણતા તો એ છે કે આવી ગૃહીણી સ્વયમ્ પણ એમ. એસસી. થયેલી હોય અને કદાચ કોઈ શાળામાં વીજ્ઞાનનો વીષય ભણાવતી પણ હોય !

આવાં અનેક ઉદાહરણો અમે તબીબી સારવાર કરતી વખતે જોતા રહીએ છીએ અને હતાશા અનુભવીએ છીએ. ઘણીયે વાર આ વૈજ્ઞાનીક તથ્યો ન સ્વીકારવાનાં કારણોની ગડમથલ કરતા રહીએ છીએ !

પરમ્પરાવાદી સંસ્કૃતી :

આપણે પરમ્પરાવાદી પ્રજા છીએ. ‘આગેસે ચલતા આયા હૈ’, એટલે જુના રીતરીવાજોનું આંધળું અનુકરણ કરતા રહ્યા છીએ. આ રીવાજ પાછળ કોઈ તર્કસંગત કારણ શોધવા માટે એનું વીશ્લેષણ કરવાની વૈજ્ઞાનીક દૃષ્ટીનો ઉપયોગ કરતા નથી. આ રીવાજને તોડવામાં સમાજનો ડર અથવા અસલામતી લાગે છે અને વળી, એનું પાલન કરવામાં કૌટુમ્બીક, સામાજીક ગૌરવ અનુભવીએ છીએ !

આપણે પરમ્પરાભંજક બનતા ડરીએ છીએ. દરેક જાણે છે કે હવે શહેરોમાં સ્મશાનયાત્રામાં શબવાહીની અને વાહનોનો ઉપયોગ થાય છે અને અગ્ની પેટાવવા માટે અનેક સાધનો ઉપલબ્ધ છે. ગેસ તથા ઈલેક્ટ્રીક સગડીઓ પણ છે; છતાં અગાઉથી ચાલી આવેલી સળગતા છાણાવાળી ‘માટલી’, બસ(શબવાહીની) સાથે બાંધીને હજી પણ લઈ જવામાં આવે છે. અગાઉના વર્ષોમાં શબને દાહ આપવા સળગતો કાકડો જરુરી હતો. આજે એની કશી જ જરુર ન હોવા છતાં; આ રીવાજને તીલાંજલી આપવામાં આવતી નથી; કારણ કે આ પરમ્પરા છે. વૈજ્ઞાનીક દૃષ્ટી વર્તવા માટે પરમ્પરાભંજક બનવું પડે છે.

શીક્ષણ :

આપણી શીક્ષણપ્રથા દ્વારા વૈજ્ઞાનીક અભીગમ કેળવાતો નથી; કારણ શીક્ષણ ફક્ત આર્થીક ઉપાર્જન કરતાં જ શીખવે છે. એમાં તર્કશાસ્ત્ર, વીવેકબુદ્ધીનો ઉપયોગ જીવનમાં કેમ કરવો એ શીખવવામાં આવતું નથી. વધુ ટકા લાવવા ‘ગોખણીયું શીક્ષણ’ આપવામાં આવે છે. આપણી પ્રાચીન ગુરુ–પરમ્પરામાં પણ પોપટીયું જ્ઞાન દ્વારા ગોખણપટ્ટી કરવામાં આવતી એ હજી પણ ચાલુ છે. ન સમજાતા હોવા છતાં શ્લોકો ગોખવા, ઘડીયા મોઢે કરવા વગેરે ખુબ ગમ્ભીરતાથી શીખવવામાં આવે છે. શીક્ષણ પદ્ધતીમાં ‘શા માટે ? Why ?’નો ઉપયોગ, અવલોકન, વીશ્લેષણ, ચીન્તન, પ્રયોગ વગેરે શીખવવું ખુબ જ જરુરી છે. જીજ્ઞાસાવૃત્તીનો વીકાસ શીક્ષણનો હેતુ હોવો જોઈએ. પ્રાચીન સમયમાં વડવાઓએ ખગોળ–ગણીતમાં થોડાં અવલોકનો કર્યાં હતાં; પણ વૈજ્ઞાનીક અભીગમ ન હોવાથી એમાં ઝાઝી પ્રગતી થઈ નથી.

સામાજીક તથા ધાર્મીક રુઢીઓ :

સમાજ અનેક ધર્મો, જાતી, કોમોમાં વીભાજીત છે. દરેકને અનેક રીવાજો, રુઢીઓ વારસામાં મળે છે અને એ પોતાના વાડામાંથી બહાર નીકળી શકતો નથી. ઘણીવાર એ રુઢીમાં ન માનતો હોવા છતાં; સામાજીક ડરને લીધે રુઢીઓમાં માનતો થઈ જાય છે. ઘરમાં જન્મ, લગ્ન, મરણ વખતે આવી જુની, પુરાણી રુઢીઓ પાળવાનો અનુભવ દરેકને થતો હોય છે. આમાં કદાચ ‘ઉંચી સંસ્કૃતી’ હોવાનું મીથ્યાભીમાન પણ જવાબદાર હોઈ શકે !

સલામતી :

આ રુઢીઓ/માન્યતાઓ ન માનવામાં આવે તો પોતાને કે કુટુમ્બને આર્થીક, શારીરીક નુકસાન થઈ શકે એવી વર્ષો જુની મનમાં વસી ગયેલી ગ્રન્થી દુર કરી શકાતી નથી. વળી, દરેકને પોતાના ભવીષ્ય વીશે કોઈ માહીતી ન હોવાથી એને માટે ચીન્તા રહે છે અને તેથી પણ આ જુની માન્યતાઓને દુર કરી શકાતી નથી. આ માટે શીક્ષણમાં, ઉછેરમાં, વાંચન દ્વારા યોગ્ય વૈજ્ઞાનીક માહીતીનો સ્વીકાર કરવો જરુરી છે. બાળપણથી જ જેને Delearning કહેવાય એ શરુ કરવું જરુરી છે.

સમાધાનવૃત્તી :

આપણે ઘણી રુઢીઓ–રીવાજોને ન માનતા હોઈએ; પણ ઘરના કુટુમ્બીજનોની સાથે દલીલમાં ન ઉતરતાં સમાધાન કરતા રહીએ છીએ.

વૈજ્ઞાનીક અભીગમથી જ નવા આવીષ્કારો થઈ શકશે. વૈજ્ઞાનીક વલણ અપનાવીને સુધારા અપનાવી ચુકેલા પ્રગતીશીલ જનોએ, પોતાના અનુભવો સૌને કહેવા–વહેંચવા જોઈએ.

અને તો જ સામાન્ય પ્રજા પણ બીનજરુરી તબીબીખર્ચાઓ, સાધુબાવાઓની માયાજાળ, મોટાઈ બતાડવાના ખોટા સામાજીક ખર્ચાઓ, ભવીષ્યની ખોટી ચીન્તા વીના જ નીર્ભેળ આનન્દભર્યું સુખી જીવન જીવતી થઈ શકશે.

– ડૉ. અશ્વીન શાહ

'એક મુલાકાત' યુવાઓના પથદર્શક અને જાણીતા લેખક જય વસાવડા સાથે

હિન્દી કવિ સ્વ.હરિવંશરાય બચ્ચનનું એક સુંદર હિન્દી કાવ્ય અને એનો ગુજરાતી અનુવાદ

હિન્દી કવિ સ્વ.હરિવંશરાય બચ્ચનનું એક સુંદર હિન્દી કાવ્ય અને એનો ગુજરાતી અનુવાદ ….

Harivansh Rai Bachchan
Harivansh Rai Bachchan

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ( બીગ-બી)ના પિતાશ્રી સ્વ.હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યના મશહુર કવિ તરીકે જાણીતા છે. નેટ યાત્રા કરતાં કરતાં એમની એક હિન્દી કાવ્ય રચના વાંચી જે મને ગમી ગઈ.

મૂળ હિન્દી રચના અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે પ્રસ્તુત છે.ત્યારબાદ આ કાવ્ય પઠનનો વિડીયો પણ મુક્યો છે, એમાં આખું કાવ્ય સાંભળી શકાશે.

A beautiful poem by  हरिवंशराय बच्चन

बैठ जाता हूं मिट्टी पे अक्सर…

क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है..

मैंने समंदर से सीखा है जीने का सलीक़ा,

चुपचाप से बहना और अपनी मौज में रहना ।।

ऐसा नहीं है कि मुझमें कोई ऐब नहीं है

पर सच कहता हूँ मुझमे कोई फरेब नहीं है

जल जाते हैं मेरे अंदाज़ से मेरे दुश्मन क्यूंकि एक मुद्दत से मैंने

न मोहब्बत बदली और न दोस्त बदले .!!.

एक घड़ी ख़रीदकर हाथ मे क्या बाँध ली..

वक़्त पीछे ही पड़ गया मेरे..!!

सोचा था घर बना कर बैठुंगा सुकून से..

पर घर की ज़रूरतों ने मुसाफ़िर बना डाला !!!

सुकून की बात मत कर ऐ ग़ालिब….

बचपन वाला ‘इतवार’ अब नहीं आता |

शौक तो माँ-बाप के पैसो से पूरे होते हैं,

अपने पैसो से तो बस ज़रूरतें ही पूरी हो पाती हैं..

जीवन की भाग-दौड़ में –

क्यूँ वक़्त के साथ रंगत खो जाती है ?

हँसती-खेलती ज़िन्दगी भी आम हो जाती है..

एक सवेरा था जब हँस कर उठते थे हम

और आज कई बार

बिना मुस्कुराये ही शाम हो जाती है..

कितने दूर निकल गए,

रिश्तो को निभाते निभाते..

खुद को खो दिया हमने,

अपनों को पाते पाते..

लोग कहते है हम मुस्कुराते बहोत है,

और हम थक गए दर्द छुपाते छुपाते..

“खुश हूँ और सबको खुश रखता हूँ,

लापरवाह हूँ फिर भी सबकी परवाह

करता हूँ..

मालूम है कोई मोल नहीं मेरा,

फिर भी,

कुछ अनमोल लोगो से

रिश्ता रखता हूँ…!

–हरिवंशराय बच्चन

ગુજરાતી અનુવાદ 

 આ ધરતીની માટી પર હું બેસી જાઉં છું હમેશાં ,

કેમ કે મારા મૂળ સાથે જોડાએલી હોઈ મને એ ગમે છે.

સમુદ્ર પાસેથી જીવવાની રીતનો એ પાઠ હું શીખ્યો છું કે,

ચુપચાપ વહેતા રહેવું અને પોતાની મોજમાં જ રહેવું,

એવું રખે માનતા કે મારામાં કોઈ દોષ નથી,

પણ સાચું કહું છું કે મારામાં કોઈ દગો નથી.

મારી રહેણી કરણીથી મારા દુશ્મનો ઈર્ષ્યાથી બળી જાય છે,

કેમ કે, ઘણો સમય થયો,મેં નથી બદલ્યા મારા મિત્રો

કે નથી બદલ્યો મારો એમના પ્રત્યેનો મારો પ્રેમ,

એક ઘડિયાળ ખરીદીને મારા હાથે બાંધી ત્યાં તો,

સમય મારી પાછળ જ પડી ગયો છે જાણે !

વિચાર્યું હતું કે એક ઘર બનાવીને આરામથી બેસીશ,

પરંતુ ઘરની જરૂરીઆતોએ તો મને એક મુસાફર જ બનાવી દીધો !!

ઓ ગાલીબ તું આરામની તો વાત જ ના કરતો,

બાળપણની રવિવારની રજાની મજાનો સમય હવે નથી રહ્યો.

મા-બાપની કમાણીમાંથી તમારા મોજશોખ પુરા થાય છે,

ફક્ત જરૂરીઆતો જ માંડ પૂરી થાય છે,પોતાના કમાયેલા પૈસામાંથી.

જીવનની આ ભાગ-દોડ પાછળ, સમય સાથે,

જીવનનો આનંદ કેમ ખોવાઈ જતો હશે ?

હસી-ખુશીની જિંદગી પણ કેમ ખાટી બની જાય છે?

એવી પણ સવારો હતી જીંદગીમાં, જ્યારે હસીને ઉઠી જતો,

અને આજે હવે, એક સ્મિત કર્યા વિના જ સાંજ પડી જાય છે.

સંબંધો જાળવવામાં જ કેટલો દુર નીકળી ગયો છું હું ,

સ્વજનોને મેળવવામાં મારી જાતને જ હું ખોઈ બેઠો છું.

લોકો એમ કહે છે હું  હંમેશા ખુબ હસતો દેખાઉં છું,

પણ એમને ક્યાં એ ખબર છે કે,મારું દર્દ

છુપાવતાં છુપાવતાં જ હું બહુ થાકી ગયો છું !

હું ખુશ છું અને બીજાઓને ખુશ રાખું છું ,

હું પોતે બેદરકાર છું એમ છતાં બીજાઓની દરકાર રાખું છું,

મને ખબર છે કે મારૂ કોઈ મુલ્ય નથી ,એમ છતાં,

કેટલાક મુલ્યવાન લોકો સાથે સંબંધો જાળવી રહ્યો છું.

— હરિવંશરાય બચ્ચન  

અનુવાદ … વિનોદ પટેલ 

આ હિન્દી કાવ્યને હિન્દીના જાણીતા મોટીવેશનલ વક્તા Simerjeet Singh ના મુખેથી નીચેના વિડીયોમાં સાંભળીને તમે ખુશ થઇ જશો.એમના આ કાવ્ય પઠનના હેતુ વિષે તેઓ કહે છે :” Hindi is our national langauge, we want to promote our rich culture and literature. “

Baith Jata Hoon Mitti pe Aksar by Harivansh Rai Bachchan | Hindi Inspirational Poem

હિન્દી સાહિત્યની બીજી પ્રેરક રચનાઓનું પઠન કરતા મોટીવેશનલ વક્તા Simerjeet Singh ને એમની વેબ સાઈટ ની નીચેની લીંક પરના વિડીયોમાં સાંભળી શકશો.


દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી