સફળતાની સનસનાટી
ભગવાનનું ઉત્કૃષઠ સર્જન
એટલે માનવ.૮૪ લાખ યોનિમાંથી ભગવાને
જો કોઈને વિશેષ સ્વરૂપે “મન અને બુદ્ધી” આપ્યા હોય તો તે ફક્ત મનુષ્યને જ.અને આવો
મનુષ્ય કોઈપણ વ્યવસાય કરતો હોય અથવા કોઈપણ ક્ષેત્રમાં હોય અને તેમાં સફળ ન થાય તો
કેમ ચાલે? અને આવી સફળતા મેળવવા માટે
માનવી શું નથી કરતો?
સફળતા .....સફળતા ....સફળતા...ચારે બાજુ ,દરેક ક્ષેત્ર માં
સફળતાનાજ પડઘમ સંભળાય છે.તો આ સફળતા છે
શું?
સફળતા એટલે...... “કોઈપણ વ્યક્તિનો હક્ક લુંટ્યા સિવાય માણસજે કાંઈ મેળવવા
ઝંખે છે અને તે સિદ્ધ કરવા માટેની શક્તિ
કેળવવી તેનું નામ સફળતા.” તો પછી પ્રશ્ન થાય કે સફળતા માટે સૌથી પહેલા
જરૂરી શું ? સફળતા માટે સૌથી પહેલા જરૂરી છે આપણું લક્ષ .આપણે આપણું
વૈયક્તિક લક્ષ હંમેશા ઉચુંજ રાખવું જોઈએ .કદાચ આપણે નક્કી કરેલા લક્ષ સુધી એકદમ
ઝડપી ન પહોચી શકીએ તો કઈ નહિ પણ જે મેળવશું તે આજે જે કાંઈ છે તેનાથી અનેક ગણું
વધારે હશે.
“સફળતા માટે બીજી
જરૂરી અને અગત્યની બાબત છે નક્કી કરેલા લક્ષ સુધી પહોચવાની શરૂઆત આજ થીજ કરો ”એક સફળ માણસે કહ્યું છે કે- ગમે તેવી સંગીન
સલાહ ,ગમે તેવી ચુનંદી આવડત,ગમેતેવી નક્કર યોજના, ગમેતેવું ઊંચું લક્ષ ,ગમે તેટલો
સારો ઈરાદો, ગમે તેટલી બુદ્ધિ અને ગમે તેટલા અનુકુળ સંજોગો –આમાંનું તમને કશુજ
ઉપયોગી થઇ શકતું નથી.”જો આપનામાં જો તે માટે કામ ન કરો તો.?”
કોઈપણ કેળવણીકાર સારું પુસ્તક કે કેળવણી તમને રસ્તો
બતાવશે,પ્રેરણા આપશે,દિશા સૂચવશે,અસરકારક રસ્તો બતાવશે પરંતુ એ કાર્ય સમાપ્ત અથવા
તો તેની ચરમ સીમાએ તો તમાંરે જ પહોંચાડવું
પડશે.
તો પછી આવી સફળતા કોને મળે?....
૧. સફળતા ની જેને ઝંખના હોય તેને.
૨ .હકારાત્મક અભિગમ
ધરાવતી વ્યક્તિને મળે.
૩ નિષ્ફળતાઓના નિચોડ રૂપી હકારાત્મક અર્કની તમન્ના છે તેને
મળે.
૪ જે માણસનો કામ પર ઉત્સાહ હોય,થનગનાટ હોય ,તરવરાટ હોય
,દુર્દમ્ય ઈચ્છા શક્તિ હોય, તે દરેક ને
સફળતા મળેજ.
તો પછી સફળતા ના માર્ગમાં કોઈ અડચણરૂપ કે અંતરાયરૂપ છે
ખરું? હા, આ રહ્યા સફળતાના રીપુઓ.
·
હતાશા
·
કુટેવ
·
કંટાળો
·
નિરાશા.
·
વ્યસન
·
વ્યભિચાર
·
નકારાત્મક દ્રષ્ટિકોણ
·
માનસિક ડીપ્રેસન
·
સમય નો બેફામ દુરુપયોગ
·
લઘુતાગ્રંથી
·
ગુરુતાગ્રંથી
·
મનોરંજન અને એશારામનુ જ જીવન માં સ્થાન
·
ફાજલ સમય નો ફોગટ ઉપયોગ . આવી તો આખી વણઝાર છે.
સફળતા માટે બીજી કોઈ જરૂરી બાબત હોય તોતે છે ટાઈમ મેનેજમેન્ટ :-ભગવાને દરેક વ્યક્તિને જન્મતાની
સાથે ૨૪ કલાકનું સમય નું પેકેજ તૈયાર કરીને આપી દીધું છે. પછી ભલે તે ચરોતરમાં
જન્મે કે ચીખાલીઝોઝા જેવા નાના ગામમાં જન્મે ,ગોવામાં જન્મે કે ગાંધીનગર માં જન્મે
.કોઈને આજદિન સુધી ભગવાને સમયની બાબતમાં અન્યાય કર્યો નથી.પરંતુ સફળ માણસ પોતાની
આવડતથી ૨૪ કલાકમાં ૩૦ કલાક જેટલું કામ પણ
કરી શકે.તે સમયને પોતાની મુઠ્ઠીમાં કેદ કરીલે છે.જેઓ પોતાના જીવનનો ખ્યાલ મીનીટોને
અનુલક્ષીને કરે છે તેઓ જીવનને સાર્થક ,સફળ બનાવે છે.અને નિષ્ફળ માણસો પોતાના
કલાકોના કલાકો પોકળ વાતો અને નબળી સ્વ -પ્રતિમા પાછળ ગુમાવે છેઅને પોતાની જાત ને
હલકી પાડે છે અનેકહે છે કે -
---મને આગળ આવવાની કોઈ તક મળતી નથી
---મારે કપાળે નિષ્ફળતા જ લખાયેલી છે.
---મારે હાથે કોઈ કામ સારી રીતે પાર પડી શકતું નથી.
---હું આનાથી વધારે કદી કમાઈ શકીશ નહિ .
---બધા લોકો મારી વિરુધ્ધ થઇ ગયા છે.
---મારી ઓફિસમાં મારી કોઈ ગણના નથી.
આ બધીજ નબળી વિચાર સરણીમાંથી દુર થવું હોય તોએકજ ઉપાય મનને ગતિશીલ ,પ્રગતિશીલ
રાખો.સમય ના બંધન સાથે જાત બાંધી દો. ચોવીસ કલાકને +ve ચોટી જાઓ .જો ચોવીસ
માંથી ચાર કલાક પણ બગાડી નાખીશું તો જીંદગી “ વિષ ” થઇ જશેમાટે વિચારો .
સફળતા એટલે સદગુણોનો સરવાળો .
જો આપણામાં અમુક સદગુણો હશે તો આપણે ઝડપથી સફળતા મેળવી શકીશું .સફળ વ્યક્તિના
જીવનમાં અનેરા સદગુણોના સાથીયા પૂરેલા હોય
છે.એક મહાન વ્યક્તિને પૂછ્યું કે : what is
A,B,C,of success?તો તેણે તરત જવાબ આપ્યો કે
A એટલે ABILITY
B એટલે BRAVERY
C એટલે CONFIDENCE
એટલે સફળતાનો આલ્ફાબેટ જુદોજ હોય છે.તે કેટલાક સદગુણોના નામાંનોજ બનેલો છે.
આપણામાં ખડક જેવો આત્મવિશ્વાસ
હોવો જોઈએ કે, ‘હું સફળતા મેળવીશ જ.ભલે ગમે તે થાય.’ સફળતાનું
બીજું નામ છળકતો આત્મ વિશ્વાસ છે . સફળતા મેળવનારા માણસો પોતાના સદગુણોને બળે નિષ્ફળ
જઈ,પાછા સફળ થાય છે.ફરી પાછા બહાદુરની જેમ બેઠા થાય છે.અને તેથીજ આપણે તેમની વાહ
!વાહ !કરીએ છીએ. “ ખડા હોના ,ગીરના,ફિર ખડા હોના ,સહી માઇને મે,વહી
હૈ વિજયકી મીટ્ટી ઔર સૌના.” એટલે વિજયમાં સફળતા -નિષ્ફળતા અને ફરી પાછી સફળતાનો સમાવેશ થાય છે.ઇતિહાસ માં
આવી કોઈ વ્યક્તિઓ થઇ ગઈ ખરી કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય? હા, આવી એક તો
નહિ અનેક વ્યક્તિઓ અમર થઇ ગઈ છે કે જેનું નામ વિશ્વના કર્ણપટલ પર આજે પણ એટલાજ જોર
અને શોર થી ગુંજે છે .આવી એક વ્યક્તિની વાત કરીએ તો એ આત્મબળ ના જોર થી ક્યાંથી
ક્યાં પહોચી ગયો .
નાન્સી થોડી થોડી વારે બહાર જુએ છે.હજી થોમસ કેમ ન
દેખાયો?ક્યાં ગયો હશે?પછી તે પોતાના બાળકને શોધવા બગીચા તરફ ગઈ .તેની નજર એક ખૂણે
બેઠેલા થોમસ પર પડી અને ખીજાઈ. બેઠો બેઠો શું કરે છે?તેણે કહ્યું “હું ઈંડા સેવું છુ પછી તેમાંથી મજાના
બચ્યા પેદા થશે” મે હસતા હસતા કપાળ ફૂટ્યું આ છોકરામાં બુદ્ધી ક્યારે આવશે.? તે મનોમન બબડી ઘેર ખેચી લઇ ગઈ .કોને ખબર હતી કે નાનપણ માં
મંદ બુદ્ધી ધરાવતો એ બાળક આખા વિશ્વને રોશની થી અજવાળશે.
એ હતા મહાન શોધક થોમસ
આલ્વા એડીસન.
જાત જાતના પ્રયોગો કરવાનો ભારે
શોખ.એટલે શોખ પૂર્ણ કરવા પિતાજીની મંજુરીથી ટ્રેનમાં છાપાં વેચવાનું શરુ કર્યું.પણ
જાતે છાપું કાઢવાનો વિચાર કર્યો.રેલવે અધિકારીની મંજૂરી લઇ “ ગ્રાન્ટ ટ્રંક
હેરાલ્ડ ” નામનું છાપું પ્રગટ કર્યું. મુદ્રક, પ્રકાશક,અને ફેરીયાપણ
પોતે.તે વેળા તેમની ઉમર માત્ર ચૌદ વર્ષની
હતી.નવરાશમાં રસાયણ વિજ્ઞાનના પ્રયોગો કરતા.પ્રયોગ દરમિયાન એકવાર ડબ્બામાં ફોસ્ફરસ
સળગી ઉઠ્યો.ડબ્બામાં આગ લાગી.ગાર્ડ આવ્યો.તેનો બધો સમાન ફેકી દીધો.અને ગાલ પર
જોરદાર તમાચો માર્યો.કાયમી બહેરાશ આવી ગઈ.બીજો હોત તો પ્રયોગો બંધ કરત.તેણે
બહેરાપણું વરદાન સમું બની ગયું.અને નાની મોટી ૧૩૦૦ શોધો કરી તેની નોધ ૩૫૦૦
નોટબુકોમાં કરી.તેમની અધિક મહત્વની નોધ વિધુત બલ્બની હતી .
તેમને કરેલી સેકડો શોધોની સફળતાના પરાક્રમ વિશે કોઈકે કારણ પૂછ્યું તો એમને
ખુબજ સાદો છતાં રહસ્યોદઘાટક પ્રત્યુતર આપ્યો.—મારી
બૌદ્ધિક તેજસ્વીતામાં નસીબનો હિસ્સો ૧ ટકો
જેટલો જ્યારે મહેનત –પસીનાનો હિસ્સો ૯૯ ટકા
જેટલો હતો.
આપણે પણ સફળ થવા માટે જ
જન્મ્યા છીયે .
સફળતા વરમાળા
કોને પહેરાવશે?
જેનો આદર્શ થોમસ
આલ્વા એડીસન જેવો દ્રઢમનોબળ વાળો હોય
તેનેજ.
અરવિંદ કે. પટેલ શ્રી સરસ્વતી હાઈસ્કૂલ
ડેભારી.-------------------------------------------------------૯૪૨૯૮૪૧૪૦૪
-------------------------------------------------