
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
30 April 2015
આજનો મોતીચારો
આજનો મોતીચારો
જીવનમાં સુખ દુખ બન્ને હોઈ શકે છે .જીવન પ્રત્યે તમારો
દ્રષ્ટિકોણ કેવો છે એના ઉપર તમારા સુખ દુઃખનો મુખ્ય આધાર છે.
સુખ દુખ એ મનનો વિષય છે.બહારથી અતિ સુખી દેખાતો માણસ
ભીતરથી દુખી હોઈ શકે છે.
આજની આ સ્વાર્થી અને મતલબી દુનિયામાં ઘણીવાર લોકો
મનમાં અફસોસ સાથે કહેતા હોય છે કે “આ જગતમાં કોઈ
કોઈનું નથી. બધા સ્વાર્થના સગા છે.” પરંતુ કોઈ એમ કેમ
નથી વિચારતું કે “આપણે કોના થયા કે બીજા આપણા થશે.”
યાદ રાખો જ્યારે તમે કોઈની સામે એક આંગળી ચીંધો છો ત્યારે
બાકીની ત્રણ આંગળીઓ તમારી સામે રહેતી હોય છે.એક ભજનમાં આવે છે
”મોસમ કૌન કુટિલ ખલ્કા મી “
પેન્સિલ બનીને કોઈના સુખ લખી ના શકાય તો કઈ નહિ
પણ રબર બનીને કોઈના દુખ તો ભૂસી શકાય કે નહિ !
વિનોદ પટેલ ૪-૨૮-૨૦૧૫
દ્રષ્ટિકોણ કેવો છે એના ઉપર તમારા સુખ દુઃખનો મુખ્ય આધાર છે.
સુખ દુખ એ મનનો વિષય છે.બહારથી અતિ સુખી દેખાતો માણસ
ભીતરથી દુખી હોઈ શકે છે.
આજની આ સ્વાર્થી અને મતલબી દુનિયામાં ઘણીવાર લોકો
મનમાં અફસોસ સાથે કહેતા હોય છે કે “આ જગતમાં કોઈ
કોઈનું નથી. બધા સ્વાર્થના સગા છે.” પરંતુ કોઈ એમ કેમ
નથી વિચારતું કે “આપણે કોના થયા કે બીજા આપણા થશે.”
યાદ રાખો જ્યારે તમે કોઈની સામે એક આંગળી ચીંધો છો ત્યારે
બાકીની ત્રણ આંગળીઓ તમારી સામે રહેતી હોય છે.એક ભજનમાં આવે છે
”મોસમ કૌન કુટિલ ખલ્કા મી “
પેન્સિલ બનીને કોઈના સુખ લખી ના શકાય તો કઈ નહિ
પણ રબર બનીને કોઈના દુખ તો ભૂસી શકાય કે નહિ !
વિનોદ પટેલ ૪-૨૮-૨૦૧૫
આજનો મોતીચારો .... ૪-૩૦-૨૦૧૫
આજનો મોતીચારો .... ૪-૩૦-૨૦૧૫
જીવન – અરવિંદ કારિયા ‘માનવ’
જીવન
જીવનની સવાર
જન્મ્યા-
ખુબ હસ્યાં
ખુબ રડ્યાં
ખુબ રમ્યાં
પોતાના કોચલામાંથી બહાર નીકળ્યા
દુનિયાનાં દર્શન થયાં .
ખુબ હસ્યાં
ખુબ રડ્યાં
ખુબ રમ્યાં
પોતાના કોચલામાંથી બહાર નીકળ્યા
દુનિયાનાં દર્શન થયાં .
જીવનની બપોર
યુવાન થયા-
ખુબ પૈસા કમાયા
ખુબ પૈસા ઉડાવ્યા
ખુબ સપનાં જોયાં
નવા સંબંધો બંધાતા ગયા
જૂના સંબંધો વિસ્તરતા ગયા
ખુબ પૈસા કમાયા
ખુબ પૈસા ઉડાવ્યા
ખુબ સપનાં જોયાં
નવા સંબંધો બંધાતા ગયા
જૂના સંબંધો વિસ્તરતા ગયા
જીવનની સાંજ
વૃધ્ધ થયા-
શરીરના સાંધા ઢીલા થયા
મિત્રો બધાય છૂટી ગયા
એકલા હસ્યા અને રડ્યા
સંબંધો અણિયાળા થતાં ગયા
સંબંધોથી ઘવાઈને ફરી કોચલામાં પુરાયાં
અને આમજ
કોચલામાંથી નીકળીને
શરૂ કરેલી જીવનયાત્રામાં
કોચલામાં પૂરાઈને
ફરી અટકી ગયા…..
શરીરના સાંધા ઢીલા થયા
મિત્રો બધાય છૂટી ગયા
એકલા હસ્યા અને રડ્યા
સંબંધો અણિયાળા થતાં ગયા
સંબંધોથી ઘવાઈને ફરી કોચલામાં પુરાયાં
અને આમજ
કોચલામાંથી નીકળીને
શરૂ કરેલી જીવનયાત્રામાં
કોચલામાં પૂરાઈને
ફરી અટકી ગયા…..
સાભાર – શ્રી અરવિંદ કારિયા ‘માન
આજની ઈ-મેલમાં આ સરસ અવતરણ વાંચ્યું.આ અંગ્રેજી અવતરણનો અનુવાદ અને વિવરણ
આજની ઈ-મેલમાં આ સરસ અવતરણ વાંચ્યું.
“There are two primary choices in life: to accept conditions as they exist, or accept the responsibility for changing them.”
~Denis Waitley
આ અંગ્રેજી અવતરણનો અનુવાદ અને વિવરણ
અનુવાદ
“જીવનમાં તમારે આ બે પ્રાથમિક અગત્યની બાબતોમાંથી એકની પસંદગી કરવાની છે .કઈ છે આ બે બાબતો ? એક તો તમારી અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એને એ સ્વરૂપે સ્વીકારી લો અથવા તો પછી તમે જે વર્તમાન પરિસ્થિતિમાં છો એમાં સુધારો કરવાની જવાબદારી માથે ઉપાડી લો.”
વિવરણ
જીવનમાં જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે છે ત્યારે ઘણા માણસો મનથી ભાંગી પડે છે. નિરાશ થઇ જાય છે. .નશીબને દોષ દે છે કે મારા નશીબમાં એવું લખ્યું હશે શું થાય. આવી પરિસ્થિતિ તમારે મનથી સ્વીકારી લેવી છે કે પ્રયત્નો કરીને તમારે એને બદલી નાખવા માટે પ્રયત્નો કરવાનું શરુ કરવું છે બે માંથી તમારે એકની પસંદગી કરવાની છે .બહાદુર માણસનું એ એક લક્ષણ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ હિંમત હારતો નથી પણ એને બદલવા માટે પૂરી કોશિશ કરીને એમાંથી સફળતાથી બહાર નીકળી આવે છે.દરેક મહાન પુરુષની જીવન યાત્રાની કથા આવી જ હકીકતોથી ભરપુર છે.પ્રયત્ન વિના કશું સુલભ બનતું નથી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે તમારે દુનિયાને બદલવાની મનમાં જો ખ્વાહીશ હોય તો એની શરૂઆત તમારાથી જ કરો.
“ Be the change you want to see in in the world “એટલે કે તમે જો દુનિયામાં બદલાવ આવવો જોઈએ એવી જો મનમાં ઇચ્છા કરતા હો તો એની શરૂઆત તમારાથી જ કરવી જોઈએ .કોઈ જુઠું બોલતો હોય અને તમે એમ ઈચ્છો કે એ સાચું બોલે તો તમારે જાતે સાચું બોલવાની શરૂઆત કરી દેવી પડે તો જ એની અસર પડે .
આપણામાં એક સરસ કહેવત છે કે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય . તમારા બદલે કોઈ મરે અને તમને સ્વર્ગનું સુખ મેળવવું હોય તો એ ના મળે . એ માટે તો તમારે જાતે મરવું જ પડે !
પેલા મહાત્માની વાત તમોએ વાંચી હશે કે એમના શિષ્યને ગોળ ના ખાવાની સલાહ આપતા પહેલાં એમણે એક અઠવાડિયા માટે ગોળ ખાવાનું છોડી દીધું હતું . ગોળ ના ખાવાનો જાત અનુભવ લીધા પછી જ હું બીજાને એમ નહિ કરવાની સલાહ આપી શકું અને તો જ એની અસર પડે એમ એ મહાત્માનું માનવું હતું.
મહાત્મા ગાંધીજીનું એક બીજું સરસ અંગ્રેજી અવતરણ છે ….
“ An ounce of practice is worth more than tons of preaching.”
એટલે કે શુદ્ધ ગુજરાતીમાં એનો અર્થ થાય -એક શેર શિખામણ કરતાં અધોળનું આચરણ ઉત્તમ છે.
આપણે સૌ આ મહાત્માની શિખામણને ગાંઠે બાંધી એમના કહેલ માર્ગે ચાલવાનું આચરણ શરુ કરી દઈએ તો કેવું સારું !
વિનોદ પટેલ
ભવ પાર ઉતાર્યા રે
ભવ પાર ઉતાર્યા રે
ભવ પાર ઉતાર્યા રે
સંકોડાઈ ગયા હતા સઘળા પર્ણો
કરમાઈ ગઈ હતી ડાળો ને પુષ્પો.
મુરજાઇ ગયું હતું જીવન જીવાશે
તમે પાણી રૂપે આવીને ઉછેરી દીધા……
ડગ મગતી વાટ એમાં શગ બળે
ઉગમણો વાયરો આવીને જાય રે
થઇ જશે ઝાંખું અજવાળું પળમાં રે
તમે તેલ રૂપે આવીને દીપાયમાન કર્યા રે…..
ઝંખીને ભલા ઝાંખું તોયે કળાય ના
દેહે લાગ્યા ડામ ને કૃશ થઇ રે કાયા
ડગમગતી નાવડી ને મોભ સા મોજા
તમે રે આવીને અમને ભવ પાર ઉતાર્યા રે…….
મુખવાસ : રૂનું સુકું મામુલી પૂમડું, અત્તર સાથે ભળતા ખુશ્બુદાર બને છે. અત્તર ખાલી થતા તેની બોટલ મામુલી બની જાય છે.
Subscribe to:
Posts (Atom)
