Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

3 January 2016

જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું?


jhani
જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું? 
* જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ  જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો . 
* પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે. 
* કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને આત્માને જોડાયેલા માને છે. 
* જ્ઞાની મનુષ્ય શરીર અને આત્માનું તાદાત્મ્ય નથી કરતો; જયારે અજ્ઞાની મનુષ્ય બંનૈ વચ્ચે તાદાત્મ્ય સાધે છે.

ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.


ભુખ્યા પેટે લસણ ખાવાથી ભાગે છે ધણી બિમારિયો.
લસણનો ઉપયોગ જમવામાં સ્વાદ લાવવા માટે થાય છે લસણ એક ચમત્કારિક વસ્તુ પણ છે તેમાં ધણા બધા ઓષધિય ગુણો પણ છે જે તમારા શરીરની અનેક વિધ બિમારીઓમાં ઉપયોગી થાય છે.લસણ આમ તો ફાયદાકારક છે પણ જયારે તે ભુખ્યા પેટે ખાવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થાય છે લસણ એક એન્ટિબાયોટિક પણ છે.લસણનું અમુક માત્રામાં સેવન કરવાથી અનેક બિમારીઓમાં લાભદાયક હોય છે.લસણ કાચું ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તેને પકાવવાથી તેમાંથી અમુક સ્વાસ્થવર્ધક તત્વ નાબુદ થઈ જાય છે. તો ભુખ્યા પેટે લસણ ખાવાથી ફાયદાઓ જાણીએ.
૧. ભુખ્યા પેટે લસણ લેવાથી કોલસ્ટોલનું સ્તર નીચુ આવે છે.
2 લસણથી શરીરમાં રહેલ ઝેરી તત્વોને નાશ કરવામાં મદદરુપ થાય છે ભુખ્યા પેટે લસણ ખાવાથી શરીરમાં રહેલ બેકટેરિયાને દુર કરવામાં મદદ થાય છે
૩ લસણથી શરીરમાં રહેલ ઝેરી તત્વોને નાશ કરવામાં મદદરુપ થાય છે ભુખ્યા પેટે લસણ ખાવાથી શરીરમાં રહેલ બેકટેરિયાને દુર કરવામાં મદદ થાય છે
૪ ભુખ્યા પેટે લસણ ખાવાથી નસોની કળતરની સમસ્યા દુર થાય છે.
૫ હાઈપર ટેન્શન ધરાવતા  લોકો માટે ભુખ્યા પેટે લસણ ખાવાથી ધણો ફાયદો થાય છે રકતભ્રમણ ઝડપથી થાય છે
૬ ભુખ્યા પેટે લસણ ખાવાથી કોલેસ્ટોરેલનું સ્તર નિયંત્રિત કરવા માટે મદદ થાય છે.
૭ લસણના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે શરીરમાં રોગ સામે લડવા માં સારુ કામ કરે છે.
૮ સંધિવાના દર્દમાં રાહત માટે પણ લસણ ખાવુ ફાયદાકારક છે
૯ સંધિવાના દર્દિઓ માટે વિરોધી ઓક્સિડન્ટ અને બળતરામાં ધણૉ આરામ થાય છે.
૧૦ ફૂગના ચેપમાં પણ લસણ ખૂબ લાભદાયી છે.ધણીવાર પગની આંગળિયો વચ્ચે ફૂગના ચેપ થાય છે તેના માટે પ્રતિદિવસ લસણ ખાવાથી આ બિમારી દુર થાય છે.લસણને પીસીને લગાવવાથી પણ ફાયદો થાય છે.
૧૧  લવિંગની જેમ લસણ દાંત દર્દમાં પણા ફાયદાકારક છે દાંતના દુખાવામાં લદણનું તેલ લગાવવું ફાયદેમંદ છે તેનાથી ઇન્ફેકશનનો ખતરો ઓછો રહે છે.



નવા વરસે નવલા રે થઈએ …..

નવા વરસે નવલા રે થઈએ …..

નવા વર્ષ ૨૦૧૬ ની આ પ્રથમ પોસ્ટ શરુ કરું એ પહેલાં સૌ મિત્રોને નવા વર્ષનાં અભિનંદન અને આ નવું વર્ષ આપને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી મારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું.

દેશ વિદેશમાં અને પોતાના જીવનમાં પણ બની ગયેલા ઘણા અવનવા બનાવોની યાદોને પાછળ છોડી પસાર થયેલ ગત વર્ષ ૨૦૧૫ને પ્રેમથી વિદાય આપીએ અને નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૬ નું એવા જ પ્રેમથી સ્વાગત કરીએ.

માણસ વિશેનો સ્વ.કવિ સુરેશ દલાલનો આશાવાદ આ પંક્તિઓમાં કેવો ધબકે છે !

ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે

તોયે માણસ મને હૈયા સરસો લાગે

સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવુંવર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષદરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.

આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું કરવાનું મૂળભૂત રીતે જ ગમે છે.એટલા માટે એક વર્ષના સમય ગાળામાં જુદા જુદા સમયને કોઈ ઉત્સવ સાથે જોડીને જન સમાજ આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરવાની તક ઝડપી લે છે.આવો આનંદ અને ઉત્સાહ અને આશાવાદ આખું વર્ષ ટકી રહે તો કેવું સારું !

હિંદુ ધર્મમાં જેમ દિવાળી-બેસતા વર્ષનો મહિમા છે એમ જ ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ-ન્યુ યરનું પર્વ પણ ભીતરના  ઉત્સાહ અને ઉલ્લાસને બહાર લાવી અવનવી રીતે એને વ્યક્ત કરી આનંદ અને નવીનતાનો અહેસાસ કરવાનું સાર્વજનિક પર્વ છે.

પ્રશ્ન એ છે કે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા છીએ ખરા ! ગત વર્ષોના અનુભવોમાંથી શીખીને નવા વરસે જો આપણી જાતને નવલી ના બનાવીએ તો ખરા અર્થમાં એને નવું વર્ષ નાકહી શકાય.

નીચેની મારી પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરી નવાવર્ષના લેવા જેવા કેટલાક સંકલ્પો ની વાત કરે છે.

NEW YEAR

નીચેનું અંગ્રેજી અવતરણ નવા વરસે જીવનમાં અપનાવવા જેવું છે.

You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી