Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

14 March 2016

સમયની ઘડિયાળ શું કહે છે ?

 સમયની ઘડિયાળ શું કહે છે ?… એક અછાંદસ રચના ….વિનોદ પટેલ

સમયની ઘડિયાળ શું કહે છે ?

Time watch

ટીક .. ટીક ...ટીક ...
સમયની ઘડિયાળ કહી રહી છે ,
જુઓ આ પળ વહી રહી છે ,
પકડી લો એને સવેળા,નહી તો, 
હાથમાંથી હું સરકી રહી છું .
હાથમાં બાંધેલું હું માત્ર ઘરેણું નથી,
પળો જાય છે એની યાદ અપાવું છું.

ગયેલી પળ વાપસ નહી આવે,
જે કરવા જેવા કામો છે એને, 
આજે જ,અરે અત્યારે જ કરી લો ,
કાલ ઉપર ઠેલવાની ટેવ છોડો,
નહી તો કામોનો ઢગલો થઇ જશે.

એક દિવસ જાગીને જોઇશ કે, 
જીવનનો છેડો આવી ગયો છે, 
 કરવાનાં કામો તો ઘણાં રહ્યાં છે!
આ કામ મારે કરવાનાં જ હતાં!, 
પણ એ કરવા માટે આજે હવે, 
સમય ક્યાં બાકી રહી ગયો છે ?

માટે, હે પામર માનવો,
આ જીવનનો નથી ભરોંસો ,
પાણી જેમ હર પળ વહી રહી છે,
પકડી લો એને હાથમાં સમયસર,

કરી સર્વોત્તમ ઉપયોગ એનો સવેળા ,

જીવન તમારું પૂર્ણ થાય એ પહેલાં ,
જગમાં આવ્યાનો ફેરો સફળ બનાવો.

વિનોદ પટેલ

બંદરો અને વાહનવ્યવહાર વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી – પ્રો-એક્ટીવ ડીસ્‍ક્લોઝર


બંદરો અને વાહનવ્યવહાર વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી – પ્રો-એક્ટીવ ડીસ્‍ક્લોઝર
  • ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦ અને તે નિયમો હેઠળ સા.વ.વિ.ના તા. ૩-૯-૦પ ના હુકમ ક્રમાંકઃ ગસ-૨૦૦પ-૨૬-સકન-૨૦૦પ(૪)-સીયુ  હેઠળ વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી માટે ફાળવેલ તમામ મહેકમની સેવા વિષયક કામગીરી.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીઓ /કર્મચારીઓના પગાર ભથ્થા સંબંધિત બાબતો.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વહીવટી કામગીરી માટે આવશ્યક એવી તમામ પ્રકારની ખરીદી અને સ્ટોર કીંપીંગને લગતી બાબત.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતાં બજેટ (પ્લાન તેમજ નોન પ્લાન) તથા આઇટી પ્લાનની દરખાસ્તને લગતી બાબતો.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગની સરકારી કામગીરીના સંકલનની લગતી બાબતો.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકના સરકારી વાહનોની ખરીદી, મરામત અને જાળવણીને લગતી બાબતો.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતી તમામ અસ્કાયમતો જેવી કે કોમ્પ્યુતરો, લોખંડ તથા લાકડાનું ફર્નિચરની ખરીદી તથા તેના ડેડ સ્ટોકને લગતી બાબત.
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારીઓ/અધિકારીઓને લગતી મહેકમ, વહીવટી, નાણાકીય તેમજ તેની બંદરોને લગતી આનુષંગિક બાબતો.
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડના ખાતાકીય તપાસના કેસો.
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન /સભ્યોની નિમણુંક.
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાર્ષિક વહીવટી અહેવાલ અને હિસાબો.
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડના  બજેટને લગતી બાબત
  • શિડયુલ ઓફ પોર્ટ ચાર્જીસને લગતી બાબત.
  • લેન્ડીંગ એન્ડ વાર્ફેજ લીઝ એકટને લગતી બાબત.
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડ અધિનિયમ-૧૯૮૧ હેઠળની બાબતો
  • પોર્ટ પોલીસી નિર્ધારીત કરવી
  • ઇન્ડિયન પોર્ટ એકટને લગતા પ્રશ્નો
  • બંદરોને લગતી તાંત્રિક બાબતો જેવી કે હાઇડ્રોગ્રાફિક સર્વે, કેપીટલ કમાનોની મંજૂરી, લોન મંજૂરી કરવી, કસ્ટમના પ્રશ્નો
  • અલંગ/સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ સંબંધિત બાબતો
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડનો એકશન પ્લાન
  • જાહેર હિસાબ સમિતિને લગતી બાબતો,વિનિયોગ હિસાબો, મુલ્કી ઓડીટ રીપોર્ટ, મહેસુલી આવક અને વાણિજય અંગેની ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંબંધિત કાર્યવાહી
  • એ.જી.ના ડ્રાફટ પેરા,ફેકચ્યુઅલ નોટ
  • ફેરી સર્વિસના પ્રશ્નો
  • બંદરોની જમીનને લગતા પ્રશ્નો
  • સઢવાળા વહાણોની લોન બાબત
  • ઇન્લેન્ડ વેસલ્સ એકટની બાબત
  • હાઇડ્રોગ્રાફીક સર્વે
  • ખાતરી સમિતિની બાબત
  • કંડલા પોર્ટ ટ્રસ્ટ સાથેની બાબતો
  • ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને લગતી તે અંગેના અધિનિયમ હેઠળની  વહીવટી બાબત
  • સરકારી વાહન વ્યવહાર સેવાને લગતી તમામ બાબતો
  • મોટર વાહન ખાતાના કર્મચારીઓ / અધિકારીઓને લગતી મહેકમ, વહીવટી નાણાંકીય તેમજ તેની આનુષંગિક બાબતો/ચેકપોસ્ટના સ્ટાફના કવાટર્સની બાબત.
  • પેસેન્જરની ગેરકાયદેસર રીતે રુટો વિ. માં થતી હેરફેર અટકાવવી.
  • મોટર વાહન ખાતાનો વાર્ષિક વહીવટી અહેવાલ છપાવવો.
  • એ.આર.ટી.ઓ./આર.ટી.ઓ. ની કચેરીઓ /સ્ટાફની  આનુષાંગિક બાબતો.
  • મોટર વાહન એકટ તથા તેમાંથી વ્યકિત / સંસ્થાને કરમાંથી મુકિત આપવા અંગે.
  • ઓટોરીક્ષા ભાડુ નકકી કરવું તથા તેને લગતી બાબતો.
  • ટેક્ષીભાડુ નિયત કરવું, એ.એમ.ટી.એસ તથા અન્ય સંસ્થા કંપની વિ.નો સ્ટેજ કેરેજ પરમીટ હેઠળ ભાડુ નિયત કરવુ.
  • વિઘાર્થીઓને કરમુકિતની ભલામણો
  • જીપ / ટેક્ષી પરમીટ મંજૂર કરવાની બાબત
  • સોલેશીયમ ફંડ
  • ઓડીના નિયમો હેઠળ મુકિતની બાબત
  • મુંબઇ મોટર વાહન પેસેન્જર અધિનિયમ-૧૯૮૨ ના અમલીકરણ
  • મુંબઇ મોટર વાહન કર અધિનિયમ-૧૯પ૮ હેઠળ કરવસુલાત
  • નૂર-કર અધિનિયમ-૧૯૬૨
  • સ્ટેટ ટ્રાન્સપોર્ટ એપેલન્ટ ટ્રીબ્યુનલની રચના
મેન્યુઅલ-૨
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અનેફરજોઃ-
સેકશન અધિકારીઃ-
  1. શાખાના નાયબ સેકશન અધિકારીશ્રીઓ વચ્ચે કામગીરી/વિષયોની સમાન વહેંચણી કરવી.
  2. શાખાએ રોજ-બરોજ તથા પ્રસંગોપાત હાથ ધરવાની તાકીદની તેમજ સમય-મર્યાદાવાળી કામગીરીનું વ્યવસ્થિત સંકલન કરવું.
  3. પ્રસંગોપાત શાખાના કોઇ એક સભયની આકસ્મિક ગેરહાજરી/રજા દરમ્યાન આવા સભ્યના તાકીદના હાથ ધરવાના કામને ત્વરિત ન્યાય આપવો.
  4. શાખાને મળતી તેમજ રવાના કરવાની ટપાલ તેમજ ફાઇલો વિગેરેની કામગીરી નિયત પધ્ધતિ મુજબ નિયમીત ધોરણે કરવામાં આવે તે સુનિヘતિ કરવું.
  5. શાખાના સભ્યોને જરૂરિયાત ઉપસ્થિત થયેલી આવશ્યક માર્ગદર્શક પુરુ પાડવું
  6. તેઓને સોંપવામાં આવેલ કામગીરી/ફરજોના પાલનમાં કોઇ અડચણરૂપ બાબત/પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ લાવવું
  7. સરકારશ્રી ધ્વારા ઠરાવવામાં આવેલ ધોરણ મુજબની કામગીરી તેઓ ધ્વારા રોજ-બરોજ સંતોષકારક રીતે કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.
  8. નિર્દિષ્ઠ કરવામાં આવેલ કામના નિકાલનું ધોરણ જાળવવું.
  9. મહત્વના વિષયો/કામગીરીને લગતી બાબતો અંગત રસ લઇને પલતાની કક્ષાએ હાથ ધરવી.
નાયબ સેકશન અધિકારીશ્રીઃ-
  1. સેકશન અધિકારીશ્રી ધ્વારા વખતોવખત સોંપવામાં આવતી કામગીરીને સંતોષકારક ન્યાય આપવો.
  2. કચેરી કાર્યપધ્ધતિ હેઠળ નિર્દિષ્ઠ ફરજો બજાવવી.
  3. તેમને ફાળવવામાં આવેલ વિષયો તથા કામગીરી સબંધિત કાગળો/ફાઇલો વિગેરેનું વ્યવસ્થિત સંકલન/આયોજન કરવું
  4. સરકાર ધ્વારા નકકી કરવામાં આવેલ કામના નિકાલના દૈનિક ધોરણો મુજબની કામગીરી થાય છે કે નહિ તેની તકેદારી રાખવી.
સામાન્ય ફરજ કારકુન –
  1. શાખાએ રોજ-બરોજ મળતી ટપાલો તેમજ રવાના કરવાના કાગળો સબંધિત કામગીરી રોજ-બરોજ વ્યવસ્થિત રીતે થાય તેની કાળજી રાખવી.
  2. શાખાને વિવિધ વિષયો/કામગીરી સબંધિત ફાઇલોની રોજ-બરોજની દૈનિક સ્થિતિ
  3. સેકશન અધિકારીશ્રી સોંપે તે અન્ય ફરજો
  4. નાયબ સેકશન અધિકારીને સોંપવામાં આવેલ કામગીરી /વિષયો સબંધમાં સરકારશ્રીમાં રજૂ કરવાની થતી ફાઇલો અનુસંધાને,પ્રસંગ પડયે, તેઓને માંગ્યા મુજબ, આવશ્યક મદદ કરવી.
  5. રોજ-બરોજ ટાઇપમાં તેમજ અન્યત્ર મોકલવામાં આવતાં કેસોની વ્યવસ્થિત નોંધ રાખવી.
  6. કચેરી- કાર્યપધ્ધતિમાં નિર્દિષ્ઠ આવશ્યક એવા તમામ રજીસ્ટરો વ્યવસ્થિત રીતે નિભાવવા
ટાઇપીસ્ટ –
  1. મહેકમ શાખા તથા વિભાગના અધિકારીઓ ધ્વારા સોંપવામાં આવે તેવી તમામ વિભાગની વહીહટી કામગીરી માટે આવશ્યક એવું નોધ લેખન અને મુસદ્‍ાલેખનની જે કામગીરી કરાવવાની જરુર હોય તે તમામ કામગીરી કરવી.
  2. ગુજરાતી ટાઇપીસ્ટે નિયમોનુસાર ઓછામાં ઓછા દૈનિક ૪પ૦૦ શબ્દો અને અંગ્રેજી ટાઇપીસ્ટે નિયમોનુસાર ઓછામાં ઓછા દૈનિક પ૦૦૦ શબ્દો ટાઇપ કરવાના રહેશે.
ડ્રાઇવરો
  1. ડ્રાઇવરોએ તેમને સોંપવામાં આવેલ વાહન ચલાવવાની તથા તેની જાળવણી અને સફાઇ કરવાની બાબત.
  2. સોંપવામાં આવેલ વાહનની મરામત જરુર જણાય અથવા વાહનમાં કોઇ વધારાની સુવિધા ઉભી કરવાની જરુર જણાય તો તે અંગે મહેકમ શાખાનું ધ્યાન દોરવાનું રહેશે.
  3. નિયત કરવામાં આવેલ ડ્રેસ પહેરીને ફરજ બજાવવાની રહેશે.
પટાવાળા –
  1. પટાવાળાઓ માટે કામના કલાક સવારના ૧૦-૦૦ થી સાંજના ૭-૧૦ સુધીનો છે. જે સબબ વિરામનો સમય બાદ કરતાં પટાવાળાઓએ તેમને સોંપવામાં આવેલી ફરજો બજાવવાની રહેશે.
  2. નિયમ કરવામાં આવેલ ડ્રેસ પહેરીને ફરજ બજાવવાની રહેશે.
  3. મેસેન્જરની કામગીરી જે પટાવાળાને સોંપવામાં આવી હોય તેણે રોકડ શાખાની કામગીરી કરવાની રહેશે.
  4. હમાલની કામગીરી જે પટાવાળાને સોંપવામાં આવેલ હોય તેણે સવારે ૮-૦૦ કલાકે કચેરી ખોલવાની રહેશે તથા વિભાગના તમામ કર્મચારીઓ/અધિકારીઓ પોતાની કામગીરી પુરી કરે ત્યારે કચેરી બંધ કરવાની રહેશે.

Check out Jeevanshailee


બી.પી.એલ. કાર્ડ ધારકોને રાહત દરે વિજ જોડાણ મિટર
યોજનાની રૂપરેખા :
આ યોજના રાજયમાં ગરીબી રેખા નીચે જીવતા બી.પી.એલ પરીવારો ને રાહત ભાવે વીજ કનેકશન આપવામા આવે છે.
પધ્ધતી :-
૧. મીટર કનેકશન મેળવવા માટે આપણે નગરપાલીકા મા રૂા.૧૦૦ ભરી તેની રસીદ લેવી ત્યાર બાદ રૂા.૧૦૦ વારા સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ કરી તેમા નોટરી વકીલ ના સહી સીકકા લેવા જેની સાથે જરૂરી આધારો જોડી ફોર્મ પી.જી.વી.સી.એલ.માં જમા કરાવવા
૨. એક માસ બાદ પી.જી.વી.સી.એલ. દ્વારા આવેલ કોલના નાણા રૂા. ૫૦૦/- સમયસર ભરપાઇ કરવાથી મિટર કનેકશન મળી શકે છે.
સહાય કોને મળી શકે
૧. શહેરી વિસ્તારમાં રહેતા બી.પી.એલ. પરીવાર
મળવાપાત્ર સહાય
૧. લાઇટ મીટર
આધાર પુરાવા
૧. રાશનકાર્ડ
૨. ચુંટણીકાર્ડ
૩. પાડોશીનુ છેલ્લુ લાઇટ બીલ
૪. ૨ પાસ્પોર્ટ સાઇઝ ફોટા
૫. કરવેરાની પહોચ (જો હોય તો) પી.જી.વી.સી.એલ
અરજીપત્ર :
નિયત અરજી પત્ર માં અરજી કરવી.
અંદાજીત ખર્ચ : અંદાજે રૂ.૧૦૦૦/-

…તો એ ધર્મના ખોળામાંથી તરત ઉભા થઈ જજો .......મારી કેફીયત

મારી કેફીયત

Prem_Sumesara
–પ્રેમ સુમેસરા
દશમાંથી નવ વ્યક્તી પ્રા. રમણભાઈ પાઠકને વાંચીને રૅશનાલીસ્ટ બન્યા હોય એવું ઈતીહાસ કહે છે. હું પણ એ જ ઈતીહાસનો એક ભાગ છું. ત્રીસેક વર્ષ પહેલાના સમયગાળા પર જ્યારે હું દૃષ્ટીપાત કરું છું, ત્યારે‘ગુજરાતમીત્ર’ અને તેમાં આવતી મુરબ્બી રમણભાઈ પાઠકની ‘રમણભ્રમણ’ કૉલમ મારા માનસપટલ પરથી પસાર થઈ રહી છે. ત્યારે તો એવો અંદાજ સુધ્ધાં મને ક્યાંથી હોય કે એ જ પ્રા. રમણભાઈ પાઠક સાથે ગાઢ આત્મીય સમ્બન્ધો બંધાશે ? અને એમની ‘રમણભ્રમણ’ કૉલમ થકી સુરતની ‘સત્યશોધક સભા’ સાથે સંકળાવાનું બનશે ? પાઠક સાહેબની જ કૉલમના નામથી પ્રસ્થાપીત થનાર પારીતોષીક ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’નો એક હીસ્સો બનવાનું  સદ્ ભાગ્ય મને પ્રાપ્ત થશે ?
પાઠક સાહેબનાં લખાણથી પ્રભાવીત થઈ જ્યારે પ્રથમ વખત, ત્રીસેક વર્ષ પહેલાં, મારી કીશોરાવસ્થામાં, રીંગરોડ પર આવેલી પત્રકાર કૉલોનીમાં, પાઠક સાહેબને મળવાનું બન્યું; ત્યારે જ પાઠક સાહેબના નીરાડમ્બરી, ની:સ્પૃહી, નીરાભીમાની અને આભીજાત્યપુર્ણ વ્યક્તીત્વનો એક અદ્ભુત અને અનન્ય અનુભવ મને થયો. મારા મનમાં ‘તેઓ તો મોટા લેખક’ તરીકેનો એમના વીશેનો ખ્યાલ લઈને, જ્યારે પ્રથમ વખત હું મળવા ગયો ત્યારે, વર્ષોથી ઓળખતા હોઈએ એવી આત્મીય અનુભુતી કરાવનાર પાઠક સાહેબનું આ અદ્ભુત અને આકર્ષક વ્યક્તીત્વ જેટલું ઉજાગર થવું જોઈએ એટલું થયું નથી. રમણભાઈ પાઠકની વીચારધારાને અનુસરતી એક સંસ્થા સુરતમાં કાર્યરત છે એવી જાણકારી પણ પાઠક સાહેબની કૉલમ ‘રમણભ્રમણ’ થકી જ થઈ. હું તે વખતે સંસ્થાના હાલના પ્રમુખ અને તે વખતના મન્ત્રી શ્રી. બાબુભાઈ દેસાઈસાહેબને મળ્યો. મેં જણાવ્યું કે, ‘મને પણ રૅશનાલીઝમની પ્રવૃત્તીમાં રસ છે. સંસ્થામાં જોડાવા માંગુ છું.’ ત્યારે દેસાઈસાહેબે એમનું સ્વલીખીત પુસ્તક ‘ભગવદ્ગીતાની ભીતરમાં’ મને આપ્યું. સંસ્થાની વાર્ષીક ફી, તે વખતે પાંચ રુપીયા હતી, તે આપી હું વીધીવત્ સંસ્થામાં જોડાયો. ત્યારે તો એવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે સત્યશોધક સભા અને શ્રી. બાબુભાઈ દેસાઈ મારા જીવનના એક અભીન્ન અને અકાટ્ય અંગ બની રહેશે.
એ જ અરસામાં અર્થાત્ ત્રીસેક વર્ષ પહેલાં, કૉલેજમાં વીજય ભગત સાથે ઓળખાણ થઈ. આકસ્મીક અને અદ્ભુત વાત તો એ બની કે વીજયે પણ એ જ સમયે પાઠકસાહેબની મુલાકાત લીધેલી. એ પણ સત્યશોધક સભા સાથે જોડાયો. અમારા બન્ને મીત્રોનું રૅશનાલીઝમની પ્રવૃત્તી સાથે સંલગ્ન બનવાનું સમાન્તરે બન્યું. ‘બે વ્યસની વહેલા દોસ્તો બની જાય’ તેમ, મારા અને વીજય ભગતના સમાન વીચાર અને શોખને કારણે, અમારી ઓળખાણ ‘ગાઢ મીત્રતા’માં પરીણમી. એ મીત્રતા આજ પર્યન્ત રહી, એટલું જ નહીં; તે ‘મનની મૈત્રી’માં પરીણમી, તેનું સમગ્ર શ્રેય ‘રૅશનાલીઝમ’ને જ આપી શકાય. પછી તો અમે બન્ને મીત્રો ‘રૅશનાલીઝમની રાહે’ નીકળી પડ્યા.
કોઈ વ્યક્તી જીવનમાં બનતી દુર્ઘટનાને કારણે રાતોરાત નાસ્તીક બની જાય છે. એ નાસ્તીકતા પરીપકવ નથી હોતી; કારણ કે આવા કીસ્સામાં જો જીવનમાં કોઈ સુખદ ઘટનાનું પુનર્નીર્માણ થાય તો રાતોરાત ફરી વખત આસ્તીક બની જવાનું જોખમ પણ ઉભું રહે છે. નાસ્તીકતા એ ઘટના આધારીત નહીં; પરન્તુસમજણપુર્વક (વીવેકબુદ્ધી પુર્વક)ની વીચારધારા પર ટકેલો, જીવન જીવવાનો એક ઉમદા અને ઉત્તમ ‘જીવન માર્ગ’ છે. રૅશનાલીઝમને છીછરાપણા’ સાથે નહીં; પરન્તુ ઉંડાણ સાથે નીસ્બત છે. રૅશનાલીઝમમાં કશું પણ ‘ઉપરછલ્લું’ ન હોઈ શકે. આવી સમજે મને રૅશનાલીઝમ વીશે ગહન અને વીશાળ ચીન્તન–મનન કરવાની ફરજ પાડી. જેના પરીપાક રુપે આજે મન–મગજ પરથી અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો, રુઢ માન્યતાઓથી અલીપ્ત રહી, એક નવા, નાવીન્યપુર્ણ અને સત્યમુલક ‘ચશ્માં’ અર્થાત્ ‘વૈજ્ઞાનીક અભીગમ’ કેળવવાથી દુનીયાને જોવાનો, નીહાળવાનો અને મુલવવાનો એક અલગ જ ‘દૃષ્ટીકોણ’ પ્રાપ્ત થયો. વીચારસૃષ્ટી પર આવતા મોતીયાની સારવાર રૅશનાલીઝમની ‘વીચારધારા’થી શક્ય બને છે. રૅશનાલીઝમ એટલે ફક્ત નાસ્તીકતા કે ધર્મનો વીરોધ જ નહીં; પરન્તુ જીવનને સમગ્ર પરીપ્રેક્ષ્યમાં વીચારવું અને સમગ્ર જીવનના આરોહ–અવરોહને સ્પર્શતી કોઈ પણ બાબતને વૈજ્ઞાનીક અભીગમથી અને વીવેકબુદ્ધીથી જોવી.રૅશનાલીઝમની વીચારધારાની આ જ ફળશ્રુતી છે.
જીવનના આજના આ પડાવ પર જરીક પોરો ખાઈને જ્યારે વીચારવાનો અવકાશ પ્રાપ્ત થાય છે, ત્યારે સમજાય છે કે જો જીવનમાં રૅશનલ વીચારધારા સ્થાપીત ન થઈ હોત તો જીવન બેશક, જેમ મધદરીયે શઢ વગરનું વહાણ હાલક–ડોલક થાય તેમ, જીવન પણ દીશાવીહીન અને અસ્થીર હોત. રૅશનાલીઝમરુપી સઢે જીવનરુપી નૌકાને એક ચોક્કસ દીશા આપી અને જીવન જીવવાની ‘કેડી’ સુઝાડી. જીવનની ‘મંઝીલ’ તય કરી આપી. જે વ્યક્તી રૅશનાલીઝમરુપી દીવો હાથમાં ઝાલે છે. એને કદાપી અજ્ઞાનરુપી અન્ધકારમાં ‘ઠોકર’ ખાવી પડતી નથી.
વર્ષો સુધી સંસ્થામાં ડૉ. બી. એ. પરીખસાહેબના પ્રમુખપદે અને માર્ગદર્શન હેઠળ કામ કર્યા પછી, હાલ સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ દેસાઈસાહેબ સાથે સંસ્થાની પ્રવૃત્તીઓમાં ખભેખભા મીલાવી કામ કરવાનો એક અનેરો આનંદ આવી રહ્યો છે. હું જાણું છું ત્યાં સુધી, સંસ્થાની પારદર્શીતા અને તટસ્થતાના ગુણને જો ઉજાગર ના કરવામાં આવે તો હું નગુણો કહેવાઉં.  સંસ્થા સાથે સંકળાયેલા ત્રણ મીત્રો શ્રી સુર્યકાંત શાહસાહેબ, વડીલશ્રી મધુભાઈ કાકડીયા અને મીત્ર શ્રી. ગુણવન્ત ચૌધરી, સંસ્થામાં મારા કરતાં પાછળથી જોડાયા અને ત્રણે મીત્રોને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ મારા કરતા વહેલો પ્રાપ્ત થયો. તેનું એકમાત્ર કારણ આ ત્રણેય મીત્રોનું સંસ્થાની પ્રવૃત્તીઓમાં ગળાડુબ રહેવું અને સક્રીયતા દાખવવી એ જ છે. સુવર્ણચન્દ્રક આપવાની ટીકા કરનારાઓને, તેમના પ્રશ્નનો આ જવાબ છે કે ચન્દ્રક ‘સીનીયોરીટી’ના આધારે નહીં; પરન્તુ ‘મેરીટ’ને આધારે અપાય છે અને કોઈ પણ સંસ્થાનો આ જ સાચો માપદંડ હોઈ શકે. આવી સંસ્થા સાથે જોડાવાનો મને આનંદ અને ગૌરવ બન્ને છે.
ક્રીસ્ટોફર કોલંબસનો દાખલો ટાંકીને કહું તો એમ કહી શકાય કે, કોલંબસ ભારત શોધવા નીકળેલો અને મળી ગયું અમેરીકા ! એમ મારે કહેવું હોય તો એમ કહી શકું કે, હું ભારતરુપી ‘રૅશનાલીઝમ’ શોધવા નીકળેલો, તો સફરમાં ભારતરુપી રૅશનાલીઝમ તો મળ્યું જ; સાથે સાથે અમેરીકારુપી જીવનની અમીરાત કહી શકાય એવા મીત્રો અને વડીલો પણ મળ્યા. એને હું મારા જીવનની સૌથી મોટી સમ્પ્રાપ્તી સમજુ છું. વડીલશ્રી ડૉ. બી. એ. પરીખ સાહેબ, પરમ મીત્રો એવા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયાવીજય ભગતસીદ્ધાર્થ દેગામીછગનભાઈ બરવાળીયાગુણવંત ચૌધરીસંજય ઢીમર અને સુનીલ શાહ જેવા સહૃદયી મીત્રોને કારણે જીવન આનન્દદાયક અને હળવું લાગે છે.
માણસો બે પ્રકારના હોય છે : એક પ્રકાર એવો હોય છે કે જેઓ પારીતોષીકો કે ઍવોર્ડ પાસે ‘જતા’ હોય છે. જ્યારે બીજા પ્રકારના માણસો પાસે પારીતોષીકો કે ઍવોર્ડ સામેથી ‘આવતા’ હોય છે. જીવનમાં આવેલી સમજ અને પરીપક્વતાએ આજે મને એવા પડાવ પર ખડો કર્યો છે કે, સ્થીર જીવનમાં કોઈપણ પ્રકારની ઈચ્છાઓ, મહત્ત્વાકાંક્ષાઓ, ખેવનાઓ, ઝંખનાઓ હવે રહી નથી. આ દમ્ભ નથી કે દબાવેલી ઈચ્છાઓ પણ નથી; પરન્તુ રૅશનાલીઝમ અને સાહીત્યના સંસર્ગથી કેળવાયેલો કેવળ એક ની:સ્પૃહી ભાવ છે. ભગવદ્ગીતાના સુત્રને ટાંકીને કહી શકાય કે, કર્મ આપણા હાથમાં છે; પરન્તુ ફળ આપણી ઈચ્છા પ્રમાણે ન પણ હોઈ શકે. આવા અનાસક્ત ભાવ સાથે એક ફીલ્મી ગીતની પંક્તી ટાંકીને કહેવું છે કે : ‘જો મીલ ગયા ઉસીકો મુકદ્દર સમજ લીયા.’
કંઈક આવા ભાવ સાથે જ્યારે આજે મને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એનાયત થઈ રહ્યો છે, ત્યારે આનન્દ કેવળ એ વાતનો થાય છે કે આ ચન્દ્રક આત્મીય અને હૃદયસ્થ એવા પીતાતુલ્ય પ્રા. રમણભાઈ પાઠકના નામ સાથે જોડાયેલો છે. અને જે સંસ્થાને મારા જીવનનાં ત્રીસ વર્ષ આપ્યાં છે તે સંસ્થા ‘સત્યશોધક સભા’ આ ચન્દ્રક આ વર્ષે મને અર્પણ કરી રહી છે. તેનો આદરપુર્વક અને સન્માનપુર્વક સ્વીકાર કરવો એ જ મારું કર્મ અને કર્તવ્ય બની રહે છે. છેલ્લે આદતવશ એક પંક્તી ટાંકીને સૌનો હૃદયપુર્વક આભાર માનું છું…
‘સીર્ફ ખ્વાહીશોં સે હી નહીં ગીરતે ફુલ ઝોલીમેં, કર્મ કી શાખ કો હીલાના હોગા;
કબ તક કોસતે રહોગે અંધેરોં કો, અપને હીસ્સે કા દીયા જલાના હોગા.’
–પ્રેમ સુમેસરા

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી