Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
8 May 2016
સંસારધર્મ : શ્રેષ્ઠ ધર્મ –રોહીત શાહ
સંસારધર્મ : શ્રેષ્ઠ ધર્મ
–રોહીત શાહ
સડી ગયેલી ધાર્મીક પરમ્પરાઓ વીશે લખવાને કારણે મને ઘણી વખત ‘નાસ્તીક’ હોવાનું ગૌરવયુક્ત સન્માન પ્રાપ્ત થયું છે. જો કે હજી વધસ્તંભ પર ચડવાનું કે ગોળીએ વીંધાઈ જવાનું સદ્ ભાગ્ય નથી મળ્યું. અધ્યાત્મની ભાષામાં કહું તો વધસ્તંભ પર ચડવા માટે કે ગોળીએ વીંધાઈ જવા માટે મારાં પુણ્ય ઓછાં પડે છે. ધમકીઓ મળે છે, ત્યારે મારું શુરાતન પ્રબળ બને છે; પણ પછી રહસ્ય સમજાઈ જાય છે કે : ‘ગરજતા મેઘ કદી વરસતા નથી.’
મારું ચાલે તો હું આ સંસારમાં માત્ર બે જ ધર્મો રહેવા દઉં :
- રાષ્ટ્રધર્મ અને
- સંસારધર્મ.
જગતમાં 84 લાખ જીવયોની (એટલા પ્રકારના જીવો) હોવાનું કહેવાય છે. એમાં એકમાત્ર માણસ જ એવો જીવ છે જેણે પરીવારની અને સમાજની અદ્ ભુત વ્યવસ્થા બનાવી છે. બાળકને વહાલ અને જતન મળે, વૃદ્ધોને સેવા અને આદર મળે, યુવાનોને તક અને સ્વતંત્રતા મળે, સૌ પરસ્પરને સહયોગ આપે અને સ્નેહની આબોહવામાં મોજથી જીવન જીવે એવી કુટુમ્બવ્યવસ્થા–સમાજવ્યવસ્થા જેણે સૌ પ્રથમ સોચી હશે તેને લાખ–લાખ વંદન અને અભીનંદન…
ફૅમીલી–લાઈફમાં કુદરત સાથેનું અનુસન્ધાન છે. પ્રાકૃતીક જીવન જીવવાની સાથે–સાથે સામુહીક જીવનનું સન્માન પણ એમાં છે. સમાજવ્યવસ્થામાં શરીરની ઉપેક્ષા નથી. ફૅમીલી–લાઈફમાં શારીરીક જરુરતોનો પુરો ખ્યાલ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં; એમાં ભાવાત્મક અને ભાવનાત્મક બાબતોને મહત્ત્વ આપીને માનવજીવનને ધન્ય બનાવવાનો રચનાત્મક કૉન્સેપ્ટ છે. માત્ર કુદરતી જીવન જીવવાનું હોત તો પરોપકારનાં આટલાં બધાં મહાન કાર્યો આપણી સામે ન હોત. સંસારધર્મ મારે મન એ કારણે જ શ્રેષ્ઠ ધર્મ છે કે એમાંકુદરતી જીવનશૈલીની સાથે કલાત્મકતા અને સામાજીકતાનો સમાવેશ થયેલો છે.
લેકીન–કીન્તુ–પરન્તુ : ગરબડીયા ગામના બાવાએ આખી બાજી બગાડી નાખી. તેને આનન્દથી જીવતાં ન આવડ્યું, એટલે તેણે બીજાઓને આનન્દ નહીં માણવાનો ઉપદેશ આપ્યો. તેને પ્રસન્નતાથી છેટું પડી ગયું, એટલે તેણે સૌને પ્રસન્નતાથી દુર ધકેલી દીધા. ગરબડીયા ગામના બાવાને આખો સંસાર સ્વાર્થમય દેખાયો, તેને દરેક કાર્યમાં નર્યું પાપ જ પાપ દેખાયું. ઉપયોગી થતાં ન આવડ્યું, એટલે પોતે યોગી બની ગયો અને જરાય પુરુષાર્થ કર્યા વગર બીજાના રળેલા રોટલા ખાતો થઈ ગયો. ધર્મના નામે ત્યાગ–વૈરાગ્યનાં આવાં વાહીયાત જુઠાણાં જેણે સૌ પ્રથમ ફેલાવ્યાં હશે તેને લાખ-લાખ ધીક્કાર !
પ્રામાણીક પુરુષાર્થ કરીને પેટ ભરવું એમાં વળી પાપ શાનું ? પરીવારને પ્રેમ કરવો એમાં વળી પુણ્યને ગોબો શેનો પડે ? હળીમળીને મોજથી જીવવાની ત્રેવડ ના હોય એવા લોકો વળી શાના મહાત્મા ? ગરબડીયા ગામનો બાવો ધર્મનો પુજારી નથી; સમ્પ્રદાયનો સન્ત્રી છે. કહેવાતા (તથાકથીત) ધર્મને કારણે સાચો માણસ પણ પોતાને પાપી સમજતો થયો અને પેલા પાખંડીને પુણ્યાત્મા માનવા લાગ્યો. માનવમુલ્યો બાજુમાં ધકેલી દઈને, આ ખવાય અને આ ન ખવાય–આમ કરાય અને આમ ન કરાય; એવાં ફાલતુ ત્રાગાં કરવામાં વ્યસ્ત થઈ ગયો. ‘દેહાલય’ને ભુલીને ‘દેવાલય’ તરફ તેણે આંધળી દોટ મુકી. રુડો–રુપાળો સંસાર છોડીને વૈરાગ્યના વગડામાં ભટકી જવું એને ધર્મ કેમ કહેવાય ? જીવતા–જાગતા માણસ કરતાં મુર્તી મહત્વની બની જાય એવો ધર્મ કોઈ પણ સમજુ માણસ માટે ઍક્સેપ્ટેબલ ગણાય ખરો?
આજે સંસારને એવા ગુરુની ગરજ છે જે ફૅમીલી–લાઈફ માટે તાજું–તાજગીસભર ચીન્તન કરતો હોય. ચાલો, એક ક્ષણ માટે માની લઈએ કે પેલો ગરબડીયા ગામનો બાવો કહે છે તેમ, આ સંસાર સ્વાર્થના સમ્બન્ધોની માયાજાળ છે; તો પણ આપણે એનો ત્યાગ શા માટે કરવાનો ? સંસારમાં રહીને સ્નેહનાં સમીકરણો ન રચી શકાય ? આપણે ની:સ્વાર્થ રહીને તથા પરોપકારી બનીને કહેવાતા સ્વાર્થી સંસારને સુન્દર બનાવવાનો પુરુષાર્થ કરવો એ શું પુણ્યકાર્ય નથી ?
પહેલી વાત તો એ છે કે આ સંસાર જરાય સ્વાર્થી નથી. જો સંસાર માત્ર સ્વાર્થથી ખદબદતો હોત તો આપણું જીવન ક્યારનુંય સમાપ્ત થઈ ગયું હોત. આપણે અત્યારે જીવી રહ્યા છીએ એમાં આપણાં માતા–પીતાનો, સ્વજનો–મીત્રોનો ભરપુર અને ભવ્ય–દીવ્ય સહયોગ કેન્દ્રમાં છે. એ સૌએ આપણી અનેક ભુલો વારંવાર માફ કરી છે, એ સૌએ આપણને પ્રેમ કર્યો જ છે. કેટકેટલા અજાણ્યા લોકોના ઉપકારોને કારણે આપણે આ જગતમાં વસી રહ્યા છીએ, એ ભુલી જવું એ તો ગદ્દારી જ ગણાય.
મારી દૃષ્ટીએ સંસારનું શ્રેષ્ઠ સુખ પારીવારીક સુખ છે. પરીવારમાં જેને સુખ શોધતાં નહીં આવડ્યું હોય, તેને આખા જગતમાંથી સુખ નહીં જડે. તે માત્ર ભ્રાન્તીઓ–ભ્રમણાઓમાં ભટક્યા કરશે. ખોટી જગ્યાએ સુખ શોધવા જવાનું વૈતરું ન કરવું પડે એ માટે, કુદરતે જ આપણને દેહ આપ્યો છે. હું તો ‘દેવાલય’ કરતાં ‘દેહાલય’ને અધીક પવીત્ર સમજું છું.
એક માણસ પાસે દસ કરોડની સમ્પત્તી હોય અને એ માણસ એ સમ્પત્તી ફેંકી દઈને પુરુષાર્થહીન–પરાવલમ્બી જીવન જીવે એમાં એની ધન્યતા ગણાય કે એ માણસ પોતાની સમ્પત્તી ખર્ચીને એક ઈન્ડસ્ટ્રી ખડી કરીને એમાં પાંચસો–હજાર માણસોને રોજીરોટી રળવાની તક આપે, તેમને સ્વાવલમ્બી બનાવે એમાં તેની ધન્યતા ગણાય ? એક માણસ પોતે પણ પરાવલમ્બી બને છે; જ્યારે બીજો માણસ અનેકને સ્વમાની–સ્વાવલમ્બી બનાવે છે : તમે આ બેમાંથી કોને મહાત્મા કે પુણ્યાત્મા માનશો ? કટાઈ ગયેલા જુના ધાર્મીક ખ્યાલો પકડી રાખવામાં જીવનની સાર્થકતા છે કે પછી પરીવર્તન પામતા જગત સાથે તટસ્થ, તાજા અને તંદુરસ્ત ખ્યાલો સ્વીકારવામાં જીવનની સાર્થકતા છે ?
તમારી કેવી ગતી થશે ?
મનને મારી–મારીને જીવવાનું શીખવાડતા ગરબડીયા ગામના બાવાથી હવે દુર રહેવું પડશે. મન્ત્ર–ધર્મની ઉપાસના છોડીને હવે મૈત્રી–ધર્મની ઉપાસના આરંભવી પડશે. સીધું જીવન જીવતાં આવડતું હશે, તેને સાધુજીવન જીવવાની જરુર નહીં રહે. એક ભાઈ મને પુછતા હતા, ‘તમે તો ધાર્મીક વીધી–વીધાનમાં માનતા જ નથી, વ્રત–તપ કાંઈ કરતા જ નથી; પણ સપોઝ, એ બધું સાચું હશે તો મર્યા પછી તમારી કેવી દુર્ગતી થશે ?’
મેં તેમને કહ્યું, ‘મારી દુર્ગતીની ચીન્તા ન કરો, વડીલ ! મેં તો અહીં પુરેપુરાં સુખો ભોગવી જ લીધાં છે. અને હજી જીવીશ ત્યાં સુધી પ્રામાણીકપણે તમામ સુખો દીલથી ભોગવીશ. પણ સપોઝ, તમે જે વીધી–વીધાન અને વ્રત–તપમાં માનો છો એ બધું મીથ્યા હશે, તો તમે તો અહીં પણ કાંઈ ભોગવ્યું નથી અને મર્યા પછીયે કશું નહીં પામો ! તમારી કેવી ગતી થશે ?’
–રોહીત શાહ
મ ન ગમતાં સંવાદો–૩
મ ન ગમતાં સંવાદો–૩
“દીકરી, હજી બે દિવસ વધુ રોકાઈ જા તો કેવું સારું ? ”
“ મમ્મી, હું રોકાઈ જાત પણ તમને તો ખબર એને એકલા તકલીફ પડે ”
“ મન ખબર છે પણ તને નથી ખબર ”
“ હું જાણું છું કે તને ભાઈ તરફથી ઘણી તકલીફો છે. પણ મારો ભાઈ કે ભાભી કદી મને ઉંચે સાદે ય બોલાવતા નથી. આટલા દિવસથી રહું છું… કોને ખબર ”
“ કારણ કે તું બે દિવસની મહેમાન, એય સમજે જ છે ને ”
“ તું એ મમ્મી હવે થોડા વર્ષોની જ મહેમાન હઈશ કોને ખબર ! ”
“ મારી મહેમાનગતી પૂરી થાય તો ય સારું દીકરી. ”
“ તું આવું બોલે એટલે ભાઈને પણ લાગી આવે કે નહિ ? ”
“ મને લાગી આવે એવું કેમ નથી વિચારતી ? ”
“ મમ્મી, જો ભાઈ પણ તારો જ દીકરો છે, અને હું પણ તારી જ દીકરી છું. હું તને મારા ઘરે લઇ જાવ તો એ મારી ફરજ છે. ભલે તને મારા ઘરે રોકાવાનો હક્ક ના હોય ! ”
“ હું જાણું છું, પણ કાશ…. ”
“ એક વાત પૂછું મમ્મી ? ”
“ તારે જે પુછવું હોય તે પૂછ ”
“ આ ઘરમાં પહેલા મારો જન્મ થયેલો. મને યાદ છે ત્યાં સુધી, ભાઈનું આગમન થાય તે માટે તેં ઘણી બાધાઓ રાખેલી, ખુલ્લા પગે ફરેલી ત્યાં સુધી.. ”
“ હા, એજ બધી વાતો નો અફસોસ થાય કે નહિ ? ”
“ એ બધું તો તેં ભાઈ માટે કરેલું કે તારા માટે ? ”
“ ભાઈ માટે જ તો ”
“ બસ, આટલું જ મને સમજાય છે, તું પણ સમજી જા…”
શું આ દેશનો યુવાન આટલું કરશે!(જળસમસ્યા અને નિરાકરણ)
શું આ દેશનો યુવાન આટલું
કરશે!
(જળસમસ્યા અને નિરાકરણ)
શ્રી કે.કે.પટેલ
ધોમધખતાવૈશાખના વાયરા જીવમાત્રને પરસેવે
રેબઝેબ કરી રહ્યા છે ત્યારે સમ્રગ દેશમાં સાથે સાથે જળસંકટના સમાચાર પણ આગ ઓકતા
હોય તેમ લાગી રહ્યું છે. જળ એજ જીવન છે અને જળ વિના સંકટો ડગલે ને પગલે ડોકાતા હોય
છે એ આપણે સૌ જાણીએ છીએ.આ સંકટના સર્જક આપણે જ છીએ.વૃક્ષોનુ નિકંદન,જંગલોનો વિનાશ
એ આપણી અવિચારી પ્રવૃત્તિઓ આ સમસ્યા માટે જવાબદાર છે. આ સમસ્યાના નિરાકરણ માટે
આપણે શું કરી શકીએ તેની એક સુંદર ગાઇડલાઇન મધ્ય ગુજરાત વકીલસેલ પ્રદેશ
ભાજપનાંકન્વીનરઅને પૂર્વ કપડવંજ નગરપાલિકા પ્રમુખ શ્રી વિનોદ ગાડીએ આપી છે તે
અપનાવવા જેવી છે.
આવતીકાલના સમાજમાં શિક્ષણ અને જાગૃતિ દ્વારા
યોગ્ય દિશામાં આગળ વધી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય તેમ છે.સમસ્યા આપણી છે અને ઉકેલ
પણ આપણે જ લાવવાનો છે એટલે આપણે સૌ સાથે મળી ક્યાંક વધારાનું કામ મળે તો પણ તેનો
સહર્ષ સ્વીકાર કરી સમસ્યાના નિવારણ માટે કંઇક કરી શકીએ તેમ છીએ.
જો ગુજરાતભરના ગ્રામસેવકો અને તલાટીઓ
તેમના સેજામાં આવતા ગામોમાં કુટુંબ નિયોજનના કેસોની શોધ કરે છે તેમ કૂવાઓનો
ટાર્ગેટ બનાવે. આવા કૂવાઓ શોધી પંદર જુન પહેલા વરસાદી પાણી તેમાં ઉતારવા એટલે કે
કૂવા રીચાર્જ કરવાની વ્યવસ્થા કરે અને સરકાર તે માટે સબસીડી આપે તથા કર્મચારીને
પ્રોત્સાહક ઇનામ આપે.આજ કામ નગરપાલિકા વિસ્તારના કૂવાઓ માટે પણ કરી શકાય.કપડવંજ
નગરપાલિકા વિસ્તારમાં આ કામ કપડવંજ લોકદરબારના પ્રમુખ તરીકે વિનોદ ગાડીએ કરીને
સારા પરિણામો મેળવ્યા પણ છે.
ખેતતલાવડીનો કાર્યક્રમ પુનઃ જીવિત કરવામાં
આવે તેમાં પણ રાજ્ય સરકાર પ્રોત્સાહન પૂરૂં પાડે.ગામ કે શહેરની આસપાસ આવેલા તળાવો
ઊંડા કરાવી ગરીબ લોકોને રોજગારી અપાવી તેમાં મહત્તમ વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા
પ્રયત્નો કરવામાં આવે.નાની મોટી નદીઓ પર મોટા બંધોની જગ્યાએ થોડા થોડા અંતરે આડ
બંધ બાંધી પાણીનો સંગ્રહ કરી તે પાણીને જમીનમાં ઉતારી નજીકના કૂવાઓના પાણીના સ્તર
ઊંચા લાવી શકાય.
વ્યક્તિગત રીતે છાપરાનું કે અગાશીનું વરસાદી
પાણી નજીકના કૂવામાં કે જમીનમાં ઉતારવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. વિદ્યાર્થીઓ
પાણીનું મહત્વ સમજે અને પાણીનો બગાડ અટકાવે તેવી શિક્ષકો અને સમાજ દ્વારા સમજ
આપવામાં આવે.પાણીનીબચત અને બગાડને સંતો-મહંતો,પાદરીઓ અને મૌલવીઓ,”પાપ-પૂણ્ય” તરીકે
સમજાવે તો ખુબ લાભ થાય.ઇઝરાયલ જેવા દેશ પાસેથી વરસાદી પાણીના ટીપે ટીપાંનો ઉપયોગ
કેવી રીતે કરી શકાય તેનું જ્ઞાન મેળવી અનુકરણ કરવું જોઈએ.
રસ્તાઓની બંને બાજુ આવેલી વણવપરાયેલ જમીન(ગટરો)માં
થોડા થોડા અંતરે પાણીનો સંગ્રહ કરવા રેતીની થેલીઓ મૂકી વ્યવસ્થા કરવી જોઈએ. જે
પાણીનો ઉપયોગ નજીકમાં આવેલા ખેતરોમાં થઇ શકે ઉપરાંત તે પાણી જમીનમાં પણ સંગ્રહિત
થઇ શકે.
આપણાગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની
વાત કરીએ તો તેમાં મુખ્ય નહેરની જેપેટા કેનાલોના કામ બાકી છે તે ઝડપથી પુરા થાય
તેવા પ્રયત્નો કરવામાં આવે તો જમીનમાં પાણીનો સંગ્રહ ખુબ મોટા પ્રમાણમાં થતાં
જળસંકટમાંથી આપણે બચી શકીએ.
પાણીની ઉપયોગીતા આજના યુગમાં ખુબ જ જરૂરી છે. જળસંકટને નિવારવા
આ દેશનો યુવાન પણ પોતાનું યોગદાન આપવામાં ક્યારેય પાછળ રહી શકે નહિ.શાળા-કૉલેજોમાં
અભ્યાસ કરતા NSS,NCC અને સ્કાઉટ-ગાઈડનાં વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારમાં
પાણીના થતા બગાડ સામે લોકોને સમજાવી,ઉપાય બતાવી ઉકેલ લાવી શકે છે. રસ્તાઓ પર
વેડફાતા પાણીને રોકવા માટે સેવાભાવી સંસ્થાઓની મદદ લઇ જે જે પાણીના જોડાણો પર નળ
ના હોય ત્યાં નળ બેસાડી કે ડાટા લગાડી પાણીના બગાડને અટકાવી શકાય.લોકજાગૃતિના
કાર્યક્રમો દ્વારા પાણીની બચત અને પાણીનો બગાડ ના થાય તે વિષે વિશેષ આયોજન કરી શકાય. અરે આ જ યુવાનો
પોતાની શાળા-કૉલેજોના મકાનોના અગાશીના વરસાદી પાણીને નજીકના કૂવામાં કે જમીનમાં
સંગ્રહિત કરવા કૃતનિશ્ચયી ના બનીશકે!આપણા જીવન સાથે જોડાયેલ જળસંકટના નિવારણ માટે
આ દેશનો યુવાન શું આ સુચવેલા સૂચનોના અમલમાં પોતાનું યોસાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ –દીનેશ પાંચાલ
સાયન્સ એટલે સંશોધનનું સ્વર્ગ
–દીનેશ પાંચાલ
માણસ નીત્ય નવી શોધખોળો કેમ કરતો રહે છે તે પ્રશ્નમાં થોડા વધુ ઉંડા ઉતરીએ તો વાત પેલી કહેવત પર આવીને અટકે : ‘નેસેસીટી ઈઝ ધ મધર ઓફ ઈન્વેન્શન’ (જરુરીયાત એ શોધખોળની જનેતા છે). વાત ખોટી નથી. ભુખ ના જન્મી હોત તો ખેતીની શોધ થઈ હોત ખરી ? વસતી–વધારાથી માણસ પરેશાન ના થયો હોત તો એણે કુટુમ્બ–નીયોજનની શોધ ના કરી હોત. ઉંદરો નુકસાન ના કરતા હોત તો માણસે છટકું ના બનાવ્યું હોત. મચ્છરો સખણાં રહ્યાં હોત તો ડી.ડી.ટી. છાટવાની જરુર ના પડી હોત. માણસે વાહનોની ગતી પર નીયન્ત્રણ રાખવા માટે બ્રેક બનાવી; પણ યુવાનો જીવલેણ ગતીની છન્દે ચઢયા તેથી ડામર રોડ વચ્ચે માણસે ટેકરા ઉભા કરવા પડ્યા. અમારા મીત્ર બચુભાઈ કહે છે : ‘ઍક્સીલેટર સાથેનો માણસનો અબૌદ્ધીક વ્યવહાર હદ વટાવે છે ત્યારે ઓર્થોપેડીક હૉસ્પીટલના પાયા નંખાય છે !’
ભાલા, ખંજર, છુરા, ગુપ્તી, તલવાર… એ બધા હીંસા–સંસ્કૃતીના પુર્વજો ગણાય. ભાલા–સંસ્કૃતીનું મોર્ડન કલ્ચર એટલે મશીનગન, રાઈફલ, હેન્ડગ્રેનેડ, અણુબોમ્બ. ફાંસીના માંચડાનો જન્મ તો બહુ પાછળથી થયો. ટુંકમાં જુલ્મગાર, ગુનેગાર અને સીતમગર સમાજમાં હાહાકાર મચાવે ત્યારે કાયદો, કારાગાર અને ફાંસીગરની જરુર પડે છે. તાત્પર્ય એટલું જ કે ચોરી ના થતી હોત તો માણસે તાળાં ના બનાવ્યાં હોત. તાળાં તુટતાં ના હોત તો માણસ ઘરવખરીનો વીમો ના ઉતરાવતો હોત. વીમા કંપની જો અખાડા ના કરતી હોત તો ગ્રાહકસુરક્ષા કોર્ટ સ્થાપવાની જરુર જ ના પડી હોત ! માણસની સમસ્યાઓ અને સમાધાનો એકમેક સાથે(દાંતાવાળાં ચક્રોની જેમ) જોડાયેલાં છે. ઉંટે ઢેકા ના કર્યા હોત તો માણસે કાંઠા કરવાની જરુર પડી હોત ખરી ? ‘જરુરીયાત’ અને ‘શોધખોળ’ એ જીન્દગીના સમાન્તર પાટા પર હાથમાં હાથ નાખીને દોડતી બે સગી બહેનો છે.
માણસે જીવનમાં કાપકુપ ભેગી સાફસુફ પણ કરવી પડે છે. કાતર અને સોય બન્ને વીના એને ચાલતું નથી. મદારીના કરંડીયામાં સાપ અને નોળીયા સાથે રહે, તેમ દરજીના ખાનામાં સોય અને કાતર સાથે રહે છે. સોય અને કાતરની કામગીરી શરુ થાય એ પહેલાં મેઝરટેપ પોતાનો ચુકાદો સંભળાવે છે. ક્યાંથી કેટલું કાપીને દુર કરવું અને ક્યાં કેટલું સાંધવું તેનું સાચું માપ મેઝરટેપ બતાવે છે. મેઝરટેપની ભુમીકા, સોય અને કાતર કરતાં વધુ મહત્ત્વની છે.
મેઝરટેપ એટલે સત્યનો ધરમકાંટો ! દરજીની મેઝરટેપ સીવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે.ધર્મની મેઝરટેપ, શીક્ષણની મેઝરટેપ, સમાજની મેઝરટેપ ! પણ એ સૌમાં એક મેઝરટેપ અનોખી છે, અને એ છે ‘વીજ્ઞાન અને સત્ય’ની મેઝરટેપ. તેનું નામ છે : ‘રૅશનાલીઝમ !’ શ્રદ્ધાળુઓની મેઝરટેપ સાથે તેના આંકડા મળતા નથી. તેથી રૅશનાલીઝમનું નામ પડતાં જ તેમનું મોં ચઢી જાય છે. આસ્તીકોની ફુટપટ્ટીમાં દશ ઈંચ હોય છે. નાસ્તીકોની ફુટપટ્ટીમાં ચૌદ ઈંચ હોય છે. એક માત્ર વીજ્ઞાન પાસે ‘બાર ઈંચની સાચ્ચી’ ફુટપટ્ટી છે. દરેક વૈજ્ઞાનીક તારણ પર આઈ.એસ.આઈ.નો માર્કો લાગેલો હોય છે. થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જુનું તારણ જુઠ્ઠું સાબીત થાય તો વીજ્ઞાન કશીય નામોશી વગર નવાં સત્યનો સ્વીકાર કરે છે. વીજ્ઞાનની એક ટેવ પર અમે આફરીન છીએ કે તે ‘સોનાને સોનું’ અને ‘કથીર ને કથીર’ કહી દેવામાં કોઈની સાડાબારી રાખતું નથી. પણ માણસ એટલો ચોક્કસ નથી. પાકી ચકાસણી કર્યા પછી જ સોના–ચાંદીને ખરીદતો માણસ, ભગવાનના મામલામાં જરાય ગંભીર નથી. તે જ્યાંથી જેવો મળ્યો તેવો ભગવાન હોલસેલના ભાવમાં તે ખરીદી લે છે. વીજ્ઞાનના ઘડીયાળમાં તો સત્યના સાચા ટકોરા જ પડે છે.
આસ્તીક–નાસ્તીક વચ્ચે હમ્મેશાં એક અદૃશ્ય ગજગ્રાહ ચાલતો આવ્યો છે. બન્ને સમ્પુર્ણ સાચા ના હોઈ શકે અને સમ્પુર્ણ ખોટા પણ ના હોઈ શકે. પણ સત્ય તો એક જ હોય છે ! અર્થાત્ બેમાંથી કોઈ એકની પાસે અસત્ય છે. દરેક જણ પોતાની વાત જ સાચી છે એવી જીદ પર અડી જાય ત્યારે વીજ્ઞાનની બાર ઈંચવાળી અસલી ફુટપટ્ટીની જરુર પડે છે. આસ્તીક સમકક્ષ કોઈ અજાણ્યા બાળકને એમ કહી રજુ કરવામાં આવે કે, આ તમારો નાનપણમાં ખોવાઈ ગયેલો દીકરો છે, તો તે કોઈપણ ચકાસણી વીના સ્વીકારી લે છે. નાસ્તીકોનું દુ:ખ એ છે કે ખુદ તેમનાં માબાપ હાથ જોડીને કહે કે અમે જ તારાં માબાપ છીએ તો પણ તેઓ ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની જીદ પકડે છે. બન્ને વચ્ચે કેવળ સત્યની જ લડાઈ હોત, તો સત્ય સાબીત થયા પછી હાર–જીતની નામોશી વીના સૌએ તે સ્વીકારી લીધું હોત. પણ બન્ને ઈચ્છે છે કે મારી પાસે જે છે તેને જ સામેવાળો સત્ય તરીકે સ્વીકારે. કોઈ પોતાની મમત છોડવા માગતું નથી.
ન્યાયનો તકાદો એ છે કે પ્રત્યેક બૌદ્ધીકે એવું વલણ રાખવું જોઈએ કે આસ્તીક–નાસ્તીક જે માનતા હોય તે, પણ વીજ્ઞાન દ્વારા જે છેવટનું સત્ય બહાર આવે તે જ સાચું. મુશ્કેલી એ છે કે વીશ્વભરના તમામ વીજ્ઞાનીઓમાં પણ ઈશ્વર અંગે મતમતાન્તરો પ્રવર્તે છે. એ સંજોગોમાં શું કરવું ? આખો પ્રશ્ન ભવીષ્ય પર છોડી દઈ સૌએ પોતપોતાનું કામ કરતાં રહેવું જોઈએ. આમેય ઈશ્વરની ચર્ચા કેવળ બૌદ્ધીક વ્યાયામ છે. ઈશ્વર હોય કે ન હોય, માનવીની રોજીન્દી જીન્દગીમાં તેનાથી કશો ફરક પડતો નથી. ઈશ્વરનું અસ્તીત્વ સાબીત થવાથી આસ્તીકોના દુ:ખ–દર્દો ઓછાં થઈ જવાનાં નથી. ઈશ્વર નથી એવું સાબીત થાય તો નાસ્તીકોનું કલ્યાણ થઈ જવાનું નથી.
આનન્દની વાત એ છે કે વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે. એ દીવડાનું ‘તેલ’ એટલે ‘બુદ્ધી’ ! એ બુદ્ધીના બલ્બ વડે ઉત્તમોત્તમ સંશોધનો થઈ રહ્યાં છે. વીજ્ઞાનના આકાશમાં રૅશનાલીઝમનો ધ્રુવતારક સદા ચમકતો રહેશે. બાવીસમી સદીમાં પણ સાયન્સનો સુરજ ઝળહળતો રહેશે. ચીન્તનના ચોકબજારમાં ચર્ચાની ચોપાટ પર સત્યનાં સોગટાં રમાતાં રહેશે. રૅશનાલીઝમ અને વીજ્ઞાન હવે પ્રચારના ઓશીયાળાં રહ્યાં નથી. એકવીસમી સદી, ‘વીજ્ઞાન’ અને ‘સત્ય’નાં બીમ–કૉલમ પર ઉભી છે. આજનાં બાળકો રૅશનાલીસ્ટ બનીને જન્મે છે. તેઓ ખેલદીલીથી સત્યનો સ્વીકાર કરે છે. એ બાળકો દોરા–ધાગા, તાવીજ–માદળીયાં અને લીંબુ–મરચું મ્યુઝીયમમાં રાખી મુકશે. બાવીસમી સદીમાં તેમનાં બાળકો તેમને પુછશે, ‘ડેડ, વૉટ ઈઝ ધીસ?’ તેઓ જવાબ આપશે, ‘ધીઝ આર ધ ‘સીમ્બોલ્સ’ ઓફ ‘બ્લાઈન્ડ ફેઈથ’ ઓફ અવર ફોરફાધર્સ !’
–દીનેશ પાંચાલ
મા-દીકરીનો સંવાદ-વિસંવાદ ....ટૂંકી વાર્તા ........વિનોદ પટેલ
મા-દીકરીનો સંવાદ-વિસંવાદ ....ટૂંકી વાર્તા ........વિનોદ પટેલ
રૂઢીચુસ્ત વિચારો ધરાવતી જૂની પેઢીની એક અમેરિકન વિધવા માતાની એક માત્ર જ આધુનિક યુવાન દીકરી એના પતિથી ડાયવોર્સ લઇ બે બાળકો સાથે એકલી રહેતી હતી.મા-દીકરી બન્ને એક જ શહેરમાં પણ એકબીજાથી થોડાં દુર રહેતાં હતાં.એના બે દીકરાઓ બીજા શહેરોમાં રહેતા હતા.
એક વાર આ મા-દીકરી વચ્ચે ફોનમાં આ પ્રમાણે સંવાદ થયો.
દીકરી – મધર,આજે હું મારા એક મિત્ર સાથે ડેટ પર બહાર જવા વિચારું છું.બે છોકરાંને તારે ત્યાં એક રાત માટે મૂકી જાઉં ?
માતા- તેં તારા પતિને કેમ છોડી દીધો એ મને ખબર નથી પડતી.એ કેટલો સરસ છોકરો હતો.આ દિવસ તારે જોવાનો આવ્યો એ ના આવ્યો હોત.
દીકરી -મધર મેં એને નહોતો છોડ્યો પણ એણે મને તરછોડી કાઢી હતી.તને તો હંમેશાં તારી દીકરીનો જ વાંક દેખાય છે?એ કઈ દુધે ધોએલો ન હતો.
માતા-તેં એને જવા દીધો ત્યારે જ એ તને છોડી ગયો ને! હવે આલતુ ફાલતું છોકરાઓ સાથે ફરવાનું તેં શરુ કરી દીધું છે.તું જેની સાથે જાય છે એ છોકરો પણ એના જેવો નહી નીકળે એની શી ખાતરી? હું મારી જીંદગીમાં તારા પિતા સિવાય મારાં બાળકોને કોઈને હવાલે સોપીને કદી એકલી બહાર ગઈ હોય એવું મને યાદ નથી આવતું,
દીકરી- એવી ઘણી બાબતો છે જે તેં કરી એ હું કદી ના કરી શકું.તારી વાત જુદી હતી.
માતા- એટલે તું શું કહેવા માગે છે ?
દીકરી- કઈ નહિ, તને ફરી પૂછું છું,બે છોકરાંને આજે તારે ત્યાં મુકવા આવું કે નહિ ?
માતા- અમે અમારાં સંતાનોને મુશ્કેલીઓ વેઠીને મોટાં કર્યા અને અમારી બધી જવાબદારીઓ પૂરી કરી.સંતાનો પરણીને એમનો સંસાર શરુ કરે એટલે ઘરડાં મા-બાપ સ્વાભાવિક રીતે જ રાહતનો દમ લઇ એમની પાછલી જિંદગીમાં એમને ગમે એવી રીતે જીવવાની આશા રાખે.અમારે હવે આ ઉંમરે સંતાનોનાં બાળકો ઉછેરી એકડે એકથી શું ફરી શરુ કરવાનું!આ તારા નવા મવાલી મિત્રના ઘેર તું આખી રાત રોકાવાની છે એ તારો હસબંડ એટલે કે તારા છોકરાંઓનો બાયોલોજીકલ બાપ જાણશે તો એ શું કહેશે ?
દીકરી-(ત્રાડ પાડીને મોટા અવાજે)- મધર તું સમજતી કેમ નથી કે એ મારો હસબંડ નથી પણ એક્સ-હસબંડ છે.મને નથી લાગતું કે એને આ બાબતમાં કોઈ વાંધો કે તકરાર હોય.તને સાચી વાત કહું, જે દિવસથી એ મને છોડી ગયો છે ત્યારથી એક દિવસ માટે પણ એની બેડમાં એ એકલો સુઈ ગયો નહી હોય!હું હાલ જેની સાથે જાઉં છું એ કોઈ મવાલી નથી.તારી સાથે હું કોઈ દલીલ કરવા નથી માગતી.હું છોકરાંઓને મૂકી જાઉં કે નહિ એનો જવાબ આપ.
માતા-મારી સાથે બરાડા પાડીને આમ વાત ના કરીશ.પેલા મવાલી સાથે પણ આવા બરાડા પાડવાની છે કે ?જે માણસ બે છોકરાંવાળી ત્યકતા સ્ત્રી સાથે રખડી એનો ખોટો લાભ ઉઠાવે એ મવાલી નહી તો બીજું કોણ કહેવાય?મને બિચારાં આ બે નિર્દોષ બાળકોની દયા આવે છે કે એને આવી મા મળી છે.તારો હસબંડ તને છોડી ગયો એની મને નવાઈ નથી લાગતી નથી.કદાચ એને જ તું લાયક છે.
દીકરી(ગુસ્સાથી બરાડીને) -બસ મા બહુ થયું.મારે તારું ભાષણ નથી સાંભળવું.ચાલ ફોન મૂકી દે.બાય ....
માતા- છોકરી ઉભી રહે,ફોન મૂકી ના દઈશ.છોકરાંને ક્યારે મુકવા આવે છે એ કહે ?
દીકરી- હું તારી પાસે છોકરાંને મુકવા આવવાની નથી કે કોઈ “મવાલી“ સાથે બહાર પણ જવાની નથી.હું મારું મારી જાતે ફોડી લઈશ.
માતા- દીકરી,જો કોઈની સાથે બહાર નહિ જાય તો તને કોઈ સારો છોકરો લગ્ન કરવા માટે ક્યાંથી મળવાનો છે.બે છોકરાં સાથે તારી આખી જિંદગી એકલી તું કેવી રીતે કાઢવાની છે.છોકરાંને મારી પાસે મૂકીને કોઈની પણ સાથે તારે જ્યાં પણ જવું હોય ત્યાં જજે !
એમ્બેસેડર
એમ્બેસેડર
હજી તો હું ન્યુઝ પેપર વાંચીને બાથરૂમ બાજુ જવા નીકળું જ છું ત્યાં હકો દોડતો દોડતો આવ્યો. આવા ટાઈમે હકા સિવાય કોઈ મારા ઘરે આવે નહિ. જો કે એવો કોઈ નિયમ કે પાબંધી નહોતી પણ રોજનું થઇ ગયેલું. હાંફતા હાંફતા જ તે બોલ્યો “ રીતેશ, મહેલ્લામાં લોકો ભેગા થઇ ગયા છે ”
“ હસમુખ, લોકો ભેગા થાય એનું જ નામ મહેલ્લો નહિ જાણે ? ” મેં પણ એને સન્માન આપ્યું. ( કેમ આપ્યું તે માટે બેય વાક્ય ફરી વાર વાંચો)
“ અરે આજની વાત અલગ જ છે. સતુ લોઢાના ચણા ચાવવાનો છે. ”
“ હકલા, આમ સવાર સવારમાં જાટકા ના આપ. સતુ એકતો મારી જેમ પહેલવાન અને ઉપરથી લોઢાના ચણા ચાવવાની વાત ?? સાલું મને વાત સાંભળીને પણ હજમ નથી થતું. સતુ લોઢાના ચણા હજમ કરી શકશે ? ”
“ તારી આજ તકલીફ….. ” કહીને તે પાછો વળ્યો.
“ હકા, તું જા….દશેજ મિનીટમાં આવ્યો. ” હકો તો પાછું વળીને જોવા પણ ના રોકાયો. પણ મને એના શબ્દો સંભળાયા. “ ત્યાં સુધીમાં તો ચણા ખવાઈ પણ ગયા હશે. ”
હકાના ગયા બાદ હું પણ અવઢવમાં પડી ગયો કે આજે પહેલી વાર નહાયા વગર ઘર બહાર નીકળું. ના, ના….આ તો મારો મહેલ્લો; મહેલ્લાના ઇતિહાસમાં આવા તો ઘણા દંગલો ખેલાઈ ગયા છે. જટ પટ નહાવા ગયો પણ નહાતા નહાતા ય લોઢાના ચણા વાળી વાત ઘુમરાતી હતી. હું પણ એક અદના આદમી તો ખરો જ ને ! જટ પટ નાહીને ટોળામાં ઘુસી ગયો. ટોળાની વચ્ચોવચ્ચ સતુ ઉભો છે. એની બાજુમાં એક ટોપલી પડી છે. ટોપલીને એક લીલા કપડાથી ઢાંકી છે.
સતુ એટલે આ સીરીઝનું એકદમ નવું નામ. સતુ ઉર્ફે સત્તારના પપ્પા નવા નવા અમારા મહેલ્લામાં રહેવા આવેલા. તાજીજ રેલ્વેમાં નોકરી લાગેલી અને એમને અમારું ગામ મળ્યું. સતુ આમતો નાનો પણ હાઈટમાં મારા કરતા મોટો. પણ આજે પરાક્રમ બતાવીને તે પોતાની હાઈટ ઓર વધારવા માંગતો હશે, એમ માનીને હું પણ ખેલ જોવા ઉભો રહી ગયો. ચારે બાજુ નજર કરી, તો મારી જ બાજુમાં દલો અને ટીનો દેખાયા. સામે છેડે નરીયો, જીલો અને અશ્કો દેખાયા. મેં દલાને ઈશારો કર્યો કે તે સમજી ગયો. બાકીના જીગો, હકો, દિનો, દિલો વેગેરે પણ હાજર દેખાડ્યા. મેં એક હાશ કારો લીધો. નવો આવેલો સતુ કોણ જાણે શું સાબિત કરવા માંગે છે કે બતાવવા માંગે છે ? એમ અનુમાન કરતો હું દલા બાજુ સર્યો.
“ આ ટોપલીમાં શું છે લ્યા ? ” દલો દાટ્યો ના રહે
“ હું તો હાલ જ આવ્યો; ટીના તું કહે ” મેં ટીના બાજુ પ્રશ્નને મોકલી આપ્યો.
“ ટોપલીમાં કંઈક છે….. ” એ આગળ બોલવા જતો હતો કે ટોળામાં ઉત્સાહ વધી ગયો.
સતુના મોઢા પર જનુન સવાર છે. યુધ્ધે જવાનું હોય એવું ખુન્નસ સવાર છે. નસોનસો ફૂલેલી છે. એમાંથી લોહી છલકીને બહાર આવે એટલી હદે ફૂલેલી છે. બાજુમાં ઉભેલ કોઈક બોલ્યું “ જીંગા ને મચ્છી ખાઈને ફાટ્યો છે. ”
ટોળું આખું જાણે મદારીનો ખેલ જોતા હોય તેમ મંત્રમુગ્ધ બની ગયું છે. સૌ કોઈની નજર સતુ ઉપર છે. ઘણા બધાને એ પણ ખબર નથી કે ટોળું કેમ એકઠું થયું છે ? પણ સૌની ઇંતેજારીનો અંત સતુ એ આણ્યો.
“ મારા વ્હાલા ભાઈ અને વડીલો…..આ ટોપલીમાં લોઢાના ચણા છે. લોકો એ કહ્યું કે એમ્બેસડર એ કોઈ નાની વાત નથી, લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. તો હું પણ બતાવી દઈશ કે લોઢાના ચણા કેમ ચવાય…….. ” એ આગળ બોલવા જતો હતો કે ટોળાને વીંધતા એના પપ્પા આવ્યા.
“સતુ, જા જઈને બે કિલો ખાંડ લઈ આવ ” સતુના હાથમાં થેલી પકડાવીને તેઓ ઉભા રહ્યા. ( કોઈ ખાનગી શાસ્ત્રોના લખાણ અનુસાર, એ વખતે સતુને એના ફાધર રાક્ષસ જેવા લાગેલા.)
અમે લોકો ફાધરની આજ્ઞાનું પાલન કરતા. એ નિયમ અનુસાર સતુ તો બે ઘડીમાં બકરી જેવો બની ગયો. ઘડી પહેલા સિંહ ગર્જના કરતો, ઘેટા જેમ ટોળામાંથી વિદાય થયો. નિત મુજબ ટોળું પણ વિખેરાઈ ગયું. એક પણ વ્યક્તિના મોઢા પર અફસોસની એક રેખા પણ ના દેખાઈ બોલો ! મહેલ્લામાં મિત્રો આવું બનતું જ હોય. લોકોનું કામ ટોળું કરવાનું અને વિખેરવાનું.
ટોળું તો વિખેરાઈ ગયું પણ મારા મગજમાંથી વિચારોનું ટોળું હજી ઘુમરાયે જતું હતું. મારી બાજુમાં આવીને હકો ઉભો હતો પણ મને એની ય ખબર ના પડી.
“ બધા ગયા ચલ હવે ”
“ એક મિનીટ ” મેં હકાનો હાથ પકડ્યો અને સતુ જે બાજુ ગયો તે બાજુ લઇ ગયો. “ વાતમાં કંઈક દમ તો છે જ ” એમ બબડતો હું અને હકો, સતુની લગોલગ થઇ ગયા.
મારો શક ખોટો નહોતો. વાતમાં કંઈક દમ જરૂર હતો.વાત થોડી આવી હતી.
સતુને ખબર પડી કે સલમાનને એમ્બેસેડર બનાવ્યો છે. તો આ વખતે સ્કુલમાં શરદોત્સવ યોજાય તેમાં પોતાને એમ્બેસેડર કેમ ના બનાવે ? પોતાને જ કેમ એમ્બેસેડર બનાવવો; એની સમાનતા સતુએ કંઈક આવી બનાવી છે.
બેય એક જ રાશિના, બચપણમાં બેય સિંગલ હડ્ડી, બેયના પપ્પા લેખક. ઓત્તારી, એના પપ્પા પણ સ્ટોરી રાઈટર ? એમણે વળી કઈ ફિલ્મની સ્ટોરી લખી ? તો એનો ખુલાસો એવો હતો કે એના પપ્પા ફિલ્મ જોયા પછી ફિલ્મ વિષે લખે છે ( ફિલ્મ સમીક્ષા ). સાંભળનારે થોડું ઘણું માન્ય રાખ્યું.
“ પણ સલમાને તો એક વાર લાંબી દોડમાં ભાગ લીધેલો ”
“ ઓયે, તને ખબર છે ગઈ વખતે હું આઠસો મીટર દોડમાં ફર્સ્ટ આવેલો ? ” એ વાત એની સાચી હતી.
“ એમ કાંઈ એમ્બેસેડર બનવું સહેલું નથી લોઢાનાં ચણા ચાવવા જેવી વાત છે. ” પેલાએ સત્ય વાત કરી.
“ બસ ? હું લોઢાનાં ચણા ચાવી જાવ તો ? ”
“ તો તું, બ્રાંડ એમ્બેસેડર બન ખરો. ” પેલાએ એમ માન્યું કે જેમ તેમ વાતની બલા ટળે.
સતુને બ્રાંડ એમ્બેસેડર બનવાના કોડ જાગ્યા હતા. એના ખાસ મિત્રોમાં ટીના, મના અને ઈસ્માઈલે ઘણું સમજાવેલો કે
“ સતુ, આ ધમાલ રહેવા દે, સલમાનને પ્રકાશમાં આવવું છે. એ રહ્યો હીરો, એની ઈર્ષ્યા ના કર ”
“ એ હીરો છે તો હું ક્યા ઝીરો છું ? એની ex. GF એ પણ કહ્યું કે સલમાન એમ્બેસેડરને લાયક છે ખરો ? મને એની કોઈ ઈર્ષ્યા નથી; મને મારી આવડત પર માન છે. ”
“ અમને એનું ભાન છે પણ તું ભાનમાં આવ સતુડા ”
આ સતુ તો ખાલી ચણા ખાતો હોય ને કાંકરો આવી જાય તો થું થું કરીને થૂંકી નાખે. જો કે અમે બધા લોકો પણ અભિમાન કર્યા વગર થૂંકી નાખતા. આ લોઢાના ચણા ચાવવાની વાત તો કહેવત છે. સતુ એને હકીકતમાં પુરવાર કરવા તુલ્યો હતો. સતુ એકનો બે ના થયો. અને અંતે ટોપલીમાં લોઢાના ચણા લાવીને મહેલ્લાને ભેગો કરે છુટકો કર્યો. જો એ હકીકતે પુરવાર કરે તો તો અમારા મહેલ્લાને આખા જગમાં રોશન કરે.
રોશન પરથી મને યાદ આવ્યું, એની બેન રોશનને એના બધાં કરતુતની ખબર હોય. રોશન સાથે વાત કેમ કરવી ? એક તો અમારા બધાથી મોટી, અને ઉપરથી છોકરી. ગુમાન નહિ કરીએ, પણ અમે લોકો છોકરીઓને માન બહુ આપતા. એની નસ એટલે એનો ભાઈ ઇભલો. બસ હવે એનો તોડ નીકળે છૂટકો.
ઇભલાને જ પૂછી લીધું. “ ઈભલા જો મારી વાત તું જાણી લાવ્યો તો એકવાર તને આઉટ હોય તો પણ નોટ આઉટ અપાવીશ ” મારી ઓફર જાણીને તો ઇભલો ખુશ ખુશ. કાયમ પહેલી જ ઓવરમાં આઉટ થનારો ઇભલો કાચી સેકન્ડે બાતમી લઇ આયો.
સતુએ ચણાને કાટવાળો કલર કરી દીધેલો અને ટોપલીમાં ભરીને લઈ આયેલો. પણ એને એ નહોતી ખબર કે મહેલ્લામાંથી કોઈ એને લોઢાના ચણા ખાતો જોઇને બ્રાંડ એમ્બેસેડર બનાવી આલે. અમારા મહેલ્લામાં કોઈની પાસે એમ્બેસેડર કાર નહોતી ત્યાં બ્રાંડ એમ્બેસેડરની વાત જ ક્યાં કરવાની ?
ચીંથરે વીંટ્યું રતન ..... વાર્તા .... વિનોદ પટેલ
ચીંથરે વીંટ્યું રતન ..... વાર્તા .... વિનોદ પટેલ
હું મૂળ અમદાવાદ શહેરમાં એક મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવું છું.મારા પિતા શહેરની એક શાળામાં એક શિક્ષક હતા.પિતાએ ખુબ સંઘર્ષ કરી મને શિક્ષણ માટે સારી સ્કુલમાં મુક્યો હતો.પિતાની ટૂંકી આવકમાં કુટુંબના નિભાવ ઉપરાંત મારા અભ્યાસના ખર્ચ માટે એ વખતે મુશ્કેલી પડતી.સારા માર્ક્સને લીધે મને સ્કોલરશીપો મળતી એથી પિતાને ઘર ચલાવવાના ખર્ચમાં થોડી રાહત થતી .આવી નાજુક આર્થિક પરિસ્થિતિમાં કોલેજનો અભ્યાસ પૂરો કરી મને અમેરિકા જવાના વિઝા મળતાં ૪૦ વર્ષ પહેલાં નશીબ અજમાવવા માટે અમેરિકા જવાનું મારું સ્વપ્ન સાકાર થયું હતું.
અમેરિકામાં આવીને શરૂમાં એક કંપનીમાં જોબ કરી.ત્યારબાદ મોટેલના ધંધામાં જંપલાવ્યું .શરૂઆતમાં ખુબ મહેનત કરવી પડી પરંતુ કાળક્રમે આ જામી ગયેલા ધંધામાં હું સારું કમાયો છું અને પૈસે ટકે આજે સપરિવાર ખુબ સુખી છું.મારાં માતા પિતા મારી સાથે અમેરિકામાં રહે છે અને મારાં નજીકનાં અન્ય કુટુંબીજનોને પણ મેં એક પછી એક એમ અમેરિકા બોલાવી લીધાં છે .આથી મારે અમદાવાદ આવવાનું ઓછું બને છે.
મારા પ્રિય વતન અમદાવાદની છેલ્લે મુલાકાત લીધી એ પછી બરાબર બાર વરસે ધંધા માંથી થોડો ફારેગ થઈને ફરી મારી કર્મ ભૂમિ અમેરિકાથી માતૃભુમી ભારતની મુલાકાતે એક મહિના માટે આવ્યો છું.ઘણા સમયે આવ્યો હોઈ વતનની મુલાકાતથી મારું મન ખુબ ખુશી અનુભવી રહ્યું છે. મારા એક ખાસ મિત્રને ત્યાં રહીને આ ટૂંકા સમયમાં મારે ઘણા કુટુંબીજનો અને સ્નેહી મિત્રોને મળીને જુના સંબંધો તાજા કરી અને થોડું અંગત કામ પતાવી અમેરિકા પાછા પહોંચી જવાનું છે.
એક દિવસે મારા ખર્ચ માટે અમેરિકાથી હું જે ટ્રાવેલર્સ ચેક લાવ્યો હતો એ વટાવવા માટે અમદાવાદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની હેડ ઓફિસમાં હું ગયો હતો.ત્યાં જઈને પૂછ પરછ કરતાં પટાવાળો મને બેન્કના એક ઓફિસરની કેબીનમાં લઇ ગયો.ઓફિસરની સામે ખુરશીમાં બેસી મારા મારા ટ્રાવેલર્સ ચેક વટાવવાની કાર્યવાહી પતાવવા મેં એમને આપ્યા .બેંક ઓફિસર મારી સામે એક નજરે જોઈ રહ્યો હતો.મને નવાઈ લાગી .ઓફિસરે મને પૂછ્યું “સાહેબ, આપને મારી કૈંક ઓળખાણ પડે છે ?” મને પણ મનમાં થતું હતું કે આ ભાઈને ક્યાંક જોયા લાગે છે પણ યાદ આવતું ન હતું.હું એમને ઓળખવા પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ ઓફિસરે કહ્યું “બાર વર્ષ પહેલાં અમદાવાદ સ્ટેશને ગુજરાત મેઈલના સેકન્ડ ક્લાસના ડબામાં એક “બાબુ બુટ પોલીસ વાળો “છોકરો તમને મળેલો ......”
આ સાંભળી તરત જ મારા મુખ પર આનંદ અને આશ્ચર્યની રેખાઓ એક સાથે ઉપસી આવી.અમેરિકામાં મારા ધંધાની ગળાડૂબ પ્રવૃતિઓમાં મને ભુલાઈ ગયો હતો એ યાદગાર પ્રસંગ એક ચિત્રપટ જોતો હોઉં એમ મારા ચિત્તના પડદા પર એવોને એવો ફરી તાજો થઇ ગયો.
બાર વર્ષ પહેલાં જ્યારે હું અમદાવાદની મુલાકાતે આવ્યો હતો ત્યારનો આ પ્રસંગ છે. એક દિવસ વડોદરા રહેતા મારા એક સંબંધીને મળવા જવા માટે મારે અમદાવાદના કાલુપુર સ્ટેશનેથી સવારની ગુજરાત મેઈલની ટ્રેન પકડવાની હતી. હું થોડો વહેલો સ્ટેશને પહોંચી ગયો હતો.અગાઉથી બુક કરાવેલા સેકન્ડ ક્લાસના ડબામાં મારી નિયત સીટ પર બેસીને એ દિવસનું સવારનું અખબાર વાંચવામાં હું મગ્ન હતો. થોડી વાર પછી પંદર કે સોળ વર્ષની વયનો જણાતો એક લબરમુછીઓ કિશોર બુટ પોલીસ કરવાનાં સાધનની કપડાની મેલી થેલી ખભે લટકાવી એની રોજની ટેવ પ્રમાણે મારા ડબામાં દાખલ થયો.હું અખબાર વાંચતો હતો એમાંથી મારું ધ્યાન એના તરફ ખેંચાયું.કિશોર મારી નજીક આવ્યો .મેં પહેરેલા બુટ તરફ આતુર નજરે જોતાં જોતાં મને બુટ પોલીસ કરાવવા માટે વિનવી રહ્યો.મેં મારા બુટ કાઢીને પોલીસ કરવા માટે એને આપ્યા.
થોડીક વારમાં જ એણે એક પ્રોફેશનલની અદાથી ચકચકાટ પોલીસ કરીને બુટ મને પાછા આપ્યા .એ બુટ પોલીસ કરતો હતો ત્યારે હું એકી નજરે એને નિહાળતાં મનમાં એના વિષે વિચારી રહ્યો હતો કે આટલી નાની ઉમરે આ કિશોર વહેલી સવારે ઘેરથી નીકળી જઈને કેવો કામે લાગી ગયો છે .કિશોરે માગ્યા એનાથી થોડા વધુ પૈસા એને મેં આપ્યા. પૈસા મળતાં ખુશ થતો આ છોકરો ડબાની બહાર જવા માટે જતો હતો ત્યાં કોણ જાણે કેમ, મને આ ચીંથરે હાલ છોકરાના જીવનમાં ડોકિયું કરવાની ઇચ્છા થઇ આવી.બીજા મુસાફરો ગાડીના ડબામાં આવીને હજુ એમની જગાએ ગોઠવાતા જતા હતા. ગાડી ઉપડવાની થોડી વાર હતી.
મેં બુટ પોલીસવાળા એ છોકરાને બુમ મારી પાછો બોલાવીને મારી પાસે બેસાડી એના વિષે ,એના કુટુંબ વિષે પૂછ્યું.એક આશ્ચર્ય ચકિત નજરે એ મને જોઈ રહ્યો કારણ કે રોજે રોજ એ ઘણા લોકોના બુટની બુટ પોલીસ એ કરતો હતો પણ કોઈએ એનામાં રસ લેવાની દરકાર કરી ન હતી.
મેં પૂછ્યું :” દોસ્ત. તારું નામ શું છે ? તું ક્યાં રહે છે ? તારા કુટુંબમાં કોણ કોણ છે ?” છોકરો હોંશિયાર હતો.ધાણી ફૂટતી હોય એમ મારા પ્રશ્નોના જવાબમાં સડસડાટ કહેવા લાગ્યો:
“સાહેબ, મારું નામ તો મહેશ છે પણ લોકો મને “બાબુ બુટ પોલીસ વાળો “ તરીકે ઓળખે છે.હું મણીનગરની દક્ષિણી સોસાયટી નજીકની એક ઝૂપડપટ્ટીમાં રહું છું. વર્ષો પહેલાં મારાં માતા-પિતા પેટીયું રળવા રાજસ્થાનથી અમદાવાદ આવી આ ઝૂપડપટ્ટીમાં રહેતા હતા.તેઓ લાકડાની હાથ લારી ખેંચી એની મજુરીની આવકમાંથી ઘરનો નિભાવ કરતા હતા.એક વાર મારા પિતા એમની હાથલારી લઈને રોડ પર જતા હતા ત્યારે એક ટ્રક સાથે થયેલ અકસ્માતમાં મૃત્યું પામ્યા હતા.રોજ મારા પિતા અને મારી માતા એમ બન્ને લારી લઈને જતાં.પરંતુ મારી માને એ દિવસે તબિયત ઠીક ન હતી એટલે પિતા એકલા ગયા હતા અને એ જ દિવસે આ અકસ્માતમાં મૃત્યું પામ્યા.પિતાના અકળ અને અકાળ અવસાનથી મારી માને મોટો માનસિક આઘાત લાગ્યો .પિતાના મૃત્યુ માટે હું જ જવાબદાર છું હું સાથે હોત તો આ ના બન્યું હોત એવા ખોટા વિચારો કર્યા કરતી.લોકો એને સમજાવતા જે બનવાકાળ હતું એ બની ગયું એમાં તારો કોઈ દોષ નથી.છેવટે આવા વિચારોમાં એણે એની માનસિક સમતુલા ગુમાવી દીધી અને પાગલ બની ગઈ .મારા કુટુંબમાં આ પાગલ વિધવા મા સિવાય મારાથી એક મોટી બહેન અને નાનો ભાઈ છે.નાનો ભાઈ પણ બુટ પોલીસ કરવા જાય છે.બહેન કોઈના બંગલામાં છૂટક કપડાં, વાસણ સાફસૂફીનું કામ જો મળે તો કરવા જાય છે.બે ભાઈઓની બુટ પોલીસની કમાણી અને બહેનની છૂટક મજુરીની આવકમાંથી કુટુંબનું માંડ માંડ ગુજરાન ચાલે છે.”
મેં એને પૂછ્યું :” તને કોઈ દિવસ એમ નથી થતું કે તારી ઉમરના બીજા છોકરાઓની જેમ હું પણ અભ્યાસ કરવા નિશાળમાં જાઉં ?“
છોકરો બોલ્યો :”સાહેબ, નિશાળમાં ભણવા જવાનું મન તો બહુ જ થાય છે પણ કેવી રીતે જાઉં ? કારણ કે ઘરખર્ચ અને અમારી મીનીમમ જીવન જરૂરીઆતો પાછળ ખર્ચ કર્યા પછી અમારી પાસે કોઈ જાજી રકમ બચતી નથી.”
એની વાતને આગળ ચલાવતાં છોકરાએ કહ્યું :” મારે બુટ પોલીસનાં સાધનો મુકવા અને બુટ પોલીસ કરાવતી વખતે ગ્રાહકોને પગ ટેકવવા માટે લાકડાની પેટીની જરૂર છે પણ એ લાવવા માટે પૂરતા પૈસા ભેગા થઇ શકતા નથી એટલે આ કપડાની થેલીથી કામ ચલાવી આ રીતે ગાડીના ડબે ડબે ફરવું પડે છે.મારી પાસે જો લાકડાની પેટી હોય તો કોઈ સારી મોખાની જગાએ બેસીને સારી કમાણી કરી શકું.”
છોકરાની આ વાત સાંભળીને મને એના પ્રત્યે હમદર્દી થઇ આવી. મેં એને પૂછ્યું “ આવી પેટી લાવવા માટે તારે કેટલી રકમ જોઈએ ?”
છોકરાએ કહ્યું :”સાહેબ,પેટી લાવવા માટે જો કોઈ જગાએથી ૫૦૦ રૂપિયાની લોન મળી જાય તો મારું કામ થઇ જાય “.
આ છોકરો જે નિખાલસ ભાવે વાત કરતો હતો એના પરથી એ કોઈ જાતની બનાવટ કરતો હોય એમ મને ના લાગ્યું .મેં મારા વોલેટમાંથી ૫૦૦ રૂપિયા કાઢીને એ છોકરાને આપતાં કહ્યું “ લે આ પૈસા.એને લાકડાની પેટી લાવવા માટે જ વાપરજે , બીજે આડા અવળા રસ્તે ખર્ચી ના નાખતો. “
આ ગરીબ ચીંથરેહાલ કિશોરની ખાનદાની તો જુઓ.એના હાથમાં પૈસા લેતાં મને કહે :”સાહેબ, મને તમારું સરનામું આપો.હું દર મહીને તમારે ત્યાં આવીને જે બચશે એ પૈસા પાછા આપીને આ રકમ ચૂકતે કરી દઈશ.”
મેં હસીને ના પાડતાં કહ્યું “પાછા લેવા તને લોન તરીકે પૈસા નથી આપ્યા .મારા તરફથી આ એક તને એક નાની ભેટ સમજજે.”
છોકરાની બોલવાની ચપળતા જોઈ મને મનમાં થયું આ છોકરાને શાળામાં જઈને અભ્યાસ કરવાની જો સગવડ મળે તો જીવનમાં આગળ વધી શકે એવો હોશિયાર જણાય જણાય છે.એક ચીંથરે વીંટયા રતન જેવો આ છોકરો છે.મારા પિતાની નબળી આર્થિક સ્થિતિમાં મારા કિશોર કાળના દિવસોમાં હું અભ્યાસ કરતો હતો એ દિવસો મને યાદ આવી ગયા.મેં એ કિશોરને પૂછ્યું “તારે શાળામાં અભ્યાસ કરવા જવું છે ?”
ફરી આશ્ચર્ય સાથે મારી સામે જોતાં એણે જવાબ આપ્યો “સાહેબ, મેં તમને આગળ કહ્યું એમ મને અભ્યાસ કરવાનું તો બહુ મન થાય છે પણ મારી પાસે એ માટે પૈસાની કોઈ સગવડ તો હોવી જોઈએ ને .”
મેં ખિસ્સામાંથી મારા અમદાવાદમાં રહેતા ખાસ મિત્ર કે જેમને ત્યાં હું રહેતો હતો એનું વીઝીટીંગ કાર્ડ એને આપતાં કહ્યું “મારે એક અઠવાડિયા પછી અમેરિકા પાછા ફરવાનું છે.લે મારા મિત્રનું આ કાર્ડ તારી પાસે સાચવી રાખજે. તારી નજીકની કોઈ સ્કુલમાં અભ્યાસ કરવા માટે જલ્દી તું દાખલ થઇ જજે અને તારી સ્કુલ ફી, પુસ્તકો વિગેરે ખર્ચ માટે મારા આ મિત્રને મળતો રહેજે .તને એ બધી જ મદદ કરે એમ હું એને કહેતો જઈશ.તારા ઘર ખર્ચમાં પણ વાપરવા પૈસા જોઈએ તો પણ એ પણ તને આપશે.મને તારામાં વિશ્વાસ છે કે તું ખોટા રસ્તે પૈસા નહિ વાપરે .”
છોકરો બોલ્યો :”ના સાહેબ, એવું હું કદી નહિ કરું. આ મદદનો ઉપયોગ કરીને હું બરાબર અભ્યાસ કરીશ અને મારા કુટુંબને ગરીબીમાંથી બહાર લાવવા માટે હું પૂરો પ્રયત્ન કરતો કરીશ.”
ગાડી ઉપડવાનો સમય થઇ ગયો હતો.બુટ પોલીસના સાધનોની થેલી એના ખભે ભરાવીને ડબામાંથી પ્લેટફોર્મ ઉપર ઉતરી હું જ્યાં બેઠો હતો એ બારી આગળ આવી એ ઉભો રહ્યો.મારા પ્રત્યે આભારની લાગણી જાણે વ્યક્ત કરતો ના હોય એવા મુક “થેંક્યું “ ના ભાવથી મુખ પર સ્મિત સાથે જોઈ રહ્યો હતો .” ગાડી ચાલુ થઇ અને મેં એને હાથ હલાવી વિદાય આપી ત્યારે એને છેલ્લે જોયો હતો.
ડોલરિયા દેશ અમેરિકાના વૈભવી અને ભભકભર્યા માહોલમાં બાર વર્ષ પહેલાંની મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન રેલ ગાડીના સેકન્ડ ક્લાસના ડબામાં એક ચીંથરેહાલ બુટ પોલીસ કરતા છોકરાએ થોડી મીનીટોમાં કરાવેલ ગરીબાઈનાં નગ્ન દર્શનનો એ પ્રસંગ લગભગ મને વિસરાઈ જ ગયો હતો.
બાર વર્ષ પહેલાંનો પેલો “બાબુ બુટ પોલીસવાળો “આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ઓફિસર તરીકેની એની ખુરશીમાં બેસી ખુશ ખુશાલ મુખે એક ગ્રાહક તરીકે મારી સાથે વાત કરી રહ્યો હતો ! મારી અમેરિકાની ડોલરની કમાણીની સરખામણીમાં એક ચીંથરે વીંટયા રતન માટે કરેલી માત્ર નજીવી મદદ એના અને એના કુટુંબીજનોના જીવનમાં જે ખુશીઓ લઇ આવી એ જાણીને એ વખતે આ બેંક ઓફિસર કરતાં વિશેષ મારા મનમાં ખુશી અને ઊંડા સંતોષની જે લાગણી થઇ હતી એને વ્યક્ત કરવા માટે શબ્દો કામ લાગે એમ નથી.
મધર્સ ડે ને અનુરૂપ બે વાર્તાઓ
મધર્સ ડે ને અનુરૂપ બે વાર્તાઓ
મમત્વ નો મહાસાગર ... એક લઘુ કથા ..... યશવંત કડીકર
દીકરો અમેરિકાથી આવ્યો હતો.એની સાથે એના મિત્રો મળવા દોડી આવેલા.ઘરમાં ધાંધલ-ધમાલ મસ્તીનું એક રૂડું તોફાન સર્જાયું હતું.
મા ના હરખનો પાર ન હતો. “શું કરું?”…શું ના કરું?ની દ્વિધામાં મા ઘેલીઘેલી થઇ ગઈ હતી. મા એ બધાને જમવા બેસાડ્યાં. ખૂબ પ્રેમથી મા એ ભાવતા ભોજન બનાવેલા. રખેને દીકરાને કાંઈ ઓછું ન આવી જાય એ માટે તેના સ્વાદની પૂરેપૂરી તકેદારી રાખી હતી.
આ મા ને જાને આજે સર્વસ્વ મળ્યું હતું. સમજોને કે જાણે ઘરે પ્રભુ પધાર્યા હતાં.
દીકરો અને તેના મિત્રો વાતો કરતા કરતા જમ્યે જતા ને મા આગ્રહ કરીને પીરસતી રહેતી. દરેક કોળીયે મા નો પ્રેમ પણ જમી રહ્યો હતો. મિત્રો પણ માતૃત્વના અમી-સિંચનને માણી રહ્યા હતાં.
જમ્યા બાદ મા એ કબાટમાંથી ઈસ્ત્રીબંધ રૂમાલ હાથ લુછવા આપ્યો. પુત્રે હાથમાં લઇ તો લીધો. પણ ગડી ખોલતા જ તેની આંખોમાંથી ચોધાર આંસુઓ ટપકવા લાગ્યા. પેલો રૂમાલ પણ ભીંજાવા લાગ્યો.
માને થયું ‘આમ કેમ? શું મારા દીકરાને કાંઈ ઓછું આવ્યુ?…જમવામાં સ્વાદ ના મળી શક્યો?, એના મિત્રોને સાચવી ન શકાયાં?….ક્યાં અડચણ આવી?’- પોતાના દીકરાની આંખોમાં આંસુ જગતની કઈ મા જોઈ શકે?
દીકરો ડૂસકાં ભરતા બોલ્યો: “મા ! મને આ ઈસ્ત્રીબંધ રૂમાલ ના જોઈએ. મને તો તારા આ સાલ્લાનો પાલવ આપ જેનાથી હું કાયમ મારા હાથ લૂંછતો આવ્યો છું.”
મા-દીકરો રડતા રડતા એકબીજાને ખૂબ પ્રેમથી ભેંટી પડ્યા. જગતની કોઈ તાકાત તેમને છુટા પાડવા શક્તિમાન નહોતી. અને એ આંસુઓની પાછળ ઘૂઘવાતો હતો મમત્વનો મહાસાગર….
શ્રી યશવંત કડીકર
મધર્સ ડે ને અનુરૂપ એક હૃદય સ્પર્શી વાર્તા
(ભાવાનુવાદ) .... વિનોદ પટેલ
(નેટ પર એક માતાની મમતાને ઉજાગર કરતી એક અંગ્રેજીમાં વાર્તા વાંચી જે દિલને સ્પર્શી ગઈ.એનો ભાવાનુવાદ કરીને એ હૃદય સ્પર્શી વાર્તા અત્રે પ્રસ્તુત છે.—વિ.પ.)
બાલિકાનો ડ્રેસ
હું જ્યારે એની નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે એક નાનકડી નિર્દોષ બાળાએ આંખમાં આંસુઓ સાથે મને પૂછ્યું:
"મેમ,તમને મારો આ ડ્રેસ કેવો લાગ્યો,તમને ગમે છે?મારી મમ્મીએ આ ડ્રેસ ખાસ મારા માટે જ બનાવ્યો છે ."
મેં કહ્યું :"વાહ, સૌને ગમે એવો બહુ જ સુંદર ડ્રેસ છે.પણ ડોલી મને કહે તું કેમ રડે છે,તારી સુંદર આંખોમાં આંસુ કેમ છે?"
રુદનથી કંપતા અવાજ સાથે બાળાએ જવાબ આપ્યો "આન્ટી, મારા માટે આ ડ્રેસ બનાવ્યા પછી મારી મમ્મી દુર ચાલી ગઈ છે."
મેં એને આશ્વાસન આપતાં કહ્યું :"આવી નાની છોકરીને વધુ રાહ જોતી મુકીને કોઈ માતા લાંબો સમય બહુ દુર ના જતી રહે,આટલામાં જ ક્યાંક હશે,થોડી વારમાં જ આવી જશે, રાહ જો,રડીશ નહિ ."
"ના મેમ,તમે સમજ્યા નહિ." આંખમાંથી વહેતાં આંસુ સાથે બાળાએ કહ્યું "મારા ડેડી કહે છે કે જ્યાં મારા દાદા ગયા છે ત્યાં એ ઉપર સ્વર્ગમાં હવે એમની સાથે રહે છે."
મને હવે સમજાયું કે એ શું કહી રહી હતી,અને એ કેમ રડતી હતી."
મને આ બાળા પ્રત્યે સહાનુભુતિની લાગણી થઇ આવી. નીચે નમીને મેં એને બે હાથે ઊંચકી લીધી.દુર સ્વર્ગમાં ગયેલી એની મમ્મી માટે એના રડવામાં હું પણ અનાયાસે જોડાઈ ગઈ.
ત્યારબાદ આ છોકરીએ એકાએક જે કર્યું એ મેં જ્યારે જોયુ એ મને સ્હેજ વિચિત્ર લાગ્યું.
બાળકીએ એકાએક રડવાનું બંધ કરી મારાથી બે ડગલા દુર જઈને ગાવા લાગી.એટલા ધીમા અવાજથી ગાઈ રહી હતી કે કાન ધરીએ તો માંડ એ સંભળાય.ઝાડની ડાળીએ એક નાનું પક્ષી જાણે મુક્ત મને ગાઈ ના રહ્યું હોય એવા મીઠા મધ જેવા અવાજે એ ગાઈ રહી હોય, એવી ત્યારે મને અનુભૂતિ થઇ આવી.
બાળકીએ ગાવાનું પૂરું કર્યું અને મને સમજાવવા લાગી કે “મારી મમ્મી દુર ચાલી ગઈ એ પહેલાં એ હંમેશાં મારી આગળ ગાતી હતી અને મારી પાસેથી એણે એક વચન લીધું હતું કે કોઈ વાર જ્યારે હું રડવાનું શરુ કરું ત્યારે રડવાનું અટકાવીને આ ગીત ગાવું.”
એના બે નાજુક હાથ મારી આગળ પહોળા કરી સસ્મિત આંખોમાં આશ્ચર્યના ભાવ સાથે કહેવા લાગી “જુઓ મમ્મી કહેતી હતી એ સાચું પડ્યું ને,ગાયા પછી મારી આંખોમાં હવે જરાએ પાણી છે!” એના હોઠ પર સ્મિત જોઈને મારો દિવસ જાણે કે સુધરી ગયો.
હું ત્યાંથી જ્યારે જવા કરતી હતી ત્યારે આ નાનકી છોકરીએ
મારો હાથ પકડી અટકાવી મને કહે :”ઓ મેમ,તમે એક મિનીટ માટે ઉભા રહો તો તમને હું કશુક બતાવવા માગું છું”
“બેશક,જો હું ઉભી રહી,બોલ તું મને શું બતાવા માગે છે?”
એના ડ્રેસની એક જગાએ આંગળી ચીંધી,આ બાલિકાએ કહ્યું :”આ જ જગા છે જ્યાં મારી મમ્મીએ ડ્રેસ બનાવીને ત્યાં એના હોઠોથી વ્હાલથી ચુંબન કર્યું હતું.ડ્રેસ પર બીજી જગા બતાવી કહે:”અને પછી અહી ચુંબન કરેલું અને પછી અહીં...અહીં ...”એમ બતાવતી ગઈ.
મારી મમ્મીએ પછી મને કહ્યું હતું :”બેટા,હું તારા ડ્રેસ પર આ બધાં ચુંબન એટલા માટે કરું છું કે જ્યારે જ્યારે પણ તું રડવાની ભૂલ કરી બેસું ત્યારે દરેક પ્રસંગે એનું એક એક ચુંબન તને શાંત્વન આપતું રહેશે.”
આ છોકરીના નાજુક મુખેથી આ બધી વાત સાંભળી મારા અંતરમાં અનુભૂતિ થઇ કે હું એના ડ્રેસને નહી પણ એની ભીતર રહેલી એક વ્હાલસોઈના માતાને સાક્ષાત સ્વરૂપે જોઈ રહી હતી.આ એક એવી માતા હતી જે જાણતી હતી એ એની વ્હાલી દીકરીથી દુર જઇ રહી છે અને જ્યારે એને કોઈ વાતે દુખ પહોંચશે અને રડી પડશે એ વખતે એને ચૂમી લેવા માટે એ હાજર નહિ હોય.એટલા માટે એણે એક પરી જેવી સુંદર દીકરી પ્રત્યેનો એનો બધો જ પ્રેમ એના ડ્રેસમાં જુદી જુદી જગાઓએ ચુંબનો કરીને ઠાલવ્યો હતો જે ડ્રેસ આ બાલિકાએ ગર્વથી પરિધાન કર્યો હતો.
એ વખતે હું એક સાધારણ ડ્રેસ પરિધાન કરીને ત્યાં ઉભેલી એક નાની બાલિકાને નહિ પણ એ ડ્રેસ મારફતે એક માતાના પ્રેમના કવચથી વીંટળાઈએલી એક નશીબદાર બાલિકાને જોઈ રહી હતી !
(ભાવાનુવાદ – વિનોદ પટેલ )
માતૃ વંદના... અછાંદસ રચના
માતૃ વંદના... અછાંદસ રચના
ઓ મા સદેહે હાજર નથી એ કેમે કરી મનાય ના,
સ્મરણો તમારાં અગણિત છે,જે કદી ભૂલાય ના.
કોઈની પણ મા મરશો નહી એવું જગે કહેવાય છે,
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે.
માનવીના હોઠ પર સુંદર શબ્દ જો હોય તો તે મા,
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા.
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો,
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો.
ભજન,ભક્તિ વાચન અને યાદ આવે એ રસોઈકળા,
ખુબ પરિશ્રમી હતી તમારી રોજે રોજની દિનચર્યા.
કર્તવ્ય પંથે અટલ રહીને,સૌની ચિંતાઓ માથે લઇ,
અપૂર્વ ધીરજ બેશબ્દ રહીને વેદનાઓ સહેતી રહ્યાં.
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી,
ગુલાબો ખીલવી ગયાં ,અમ જીવન પંથમાં પ્રેમથી.
ચંદન સમું જીવન તમારું ઘસાયું હતું કાળ પથ્થરે,
લેપ હૃદયમાં કરી એનો, સુગંધ માણી રહ્યાં અમે.
પ્રેમ,નમ્રતા,કરુણા,પ્રભુમય જીવનને હું વંદી રહ્યો,
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારીથી જીવી રહ્યો.
શબ્દો ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના,
અલ્પ આ શબ્દોથી માતા,કરું હૃદયથી વંદના.
Subscribe to:
Posts (Atom)





