Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

1 August 2015

સપનું કહેશે, ભવિષ્યમાં માણસ ક્યાં જશે?

સપનું કહેશે, ભવિષ્યમાં માણસ ક્યાં જશે?

સપનાં જોવાં એ માણસનો જન્મસિદ્ધ હક છે કે નહીં તે ખબર નથી, પરંતુ સપનાં આવવા પર કોઈ ટૅક્સ નથી એટલે માણસ ઢગલાબંધ સપનાં જોતો હોય છે. સપનાં જોવાનું સુખ પણ હોઈ શકે ને દુઃખ પણ. ગરીબ માણસ સપનામાં કરોડપતિ બનવાનું સુખ માણી શકે. કર્મચારી સપનામાં પોતે માલિક બને અને માલિકને પોતાનો કર્મચારી બનાવીને તેના પર બોસગીરી કરી શકે. પતિ સપનામાં નોન સ્ટોપ પત્ની સાથે વાતો કરી શકે અને પત્ની મૂંગીમૂંગી સાંભળી રહે! રમૂજ છોડો, સપનાં ઘણી વાર દુઃખની બાબત પણ બની જાય છે.  માણસને સપનામાં પણ પોતાનો બોસ સતાવતો હોય તેવું બની શકે. ઘણાને એવાં સપનાં આવતા હોય છે કે પોતે કંઈ વાંચ્યું નથી, પરીક્ષા છે અને પરીક્ષામાં પોતે મોડો પહોંચે છે. કેટલાક માને છે કે સપનાં સાચા હોઈ શકે. ખાસ કરીને એવી માન્યતા છે કે વહેલી સવારે આવેલું સપનું સાચું પડી શકે છે. સ્વપ્નનું જ્યોતિષની દૃષ્ટિએ એક આખું શાસ્ત્ર છે જેને સ્વપ્નશાસ્ત્ર કહે છે. સપનામાં સાપ જુઓ તો શું થાય, સપનામાં કોઈને મરેલા જુઓ તો તેનું આયુષ્ય વધે છે તેમ કહે છે. આવી તો અનેક બાબતો આપેલી છે, પરંતુ વિજ્ઞાન સપનાં વિશે શું કહે છે? સપના અંગે વૈજ્ઞાનિકોએ કરેલાં પ્રાચીનથી લઈને તાજેતરના સંશોધનની વાત કરીશું.
વર્ષો પહેલાં માત્ર હિન્દુ સભ્યતા જ નહીં, પરંતુ વિદેશી અનેક સભ્યતાઓ પણ માનતી કે સપનાં એ આપણા ભૂલોક અને ઈશ્વર વચ્ચેનું માધ્યમ છે. ગ્રીક અને રોમન દૃઢ પણે વિશ્વાસ ધરાવતા હતા કે સપનાં એ ઈશ્વરીય સંકેત છે. ૧૯મી સદી સુધી આવું બધું ચાલતું રહ્યું. ૧૯મી સદીમાં એક ઑસ્ટ્રિયન ન્યૂરોલોજિસ્ટ સિગમંડ ફ્રોઇડ અને ફ્રોઇડના શિષ્ય તથા સ્વિસ સાઇકિયાટ્રિસ્ટ કાર્લ જંગે સપનાં અંગે આધુનિક થિયરીઓ રજૂ કરી. ફ્રોઇડની થિયરી દબાયેલી, છુપાયેલી લાગણીઓ અંગે હતી. સપનાંમાં આપણે અવ્યક્ત, અતૃપ્ત વાસનાઓ (ઈચ્છાઓ) પૂરી કરીએ છીએ. કાર્લ જંગ મુજબ, સપનાનું મનોચિકિત્સાની રીતે મહત્ત્વ છે. તેણે સપનાંના અર્થ અંગે અલગ-અલગ થિયરી રજૂ કરી.
સમય જતાં જતાં આગળ ઉપર અનેક થિયરીઓ આવતી ગઈ. એમાંની એક ન્યૂરોબાયોલોજિકલ થિયરી છે ‘એક્ટિવેશન સિન્થેસિસ હાઇપોથિસિસ’. આ થિયરી તો સાફ કહી દે છે કે તમે જે સપનું જુઓ છો તેનો કોઈ અર્થ નથી. ઇલેક્ટ્રિકલ બ્રેઇન આવેગો હોય છે જે મનમાં પડેલા વિચારો અને સ્મૃતિઓને યાદેચ્છિક રીતે (રેન્ડમલી) ઉપાડે છે. આપણે તે સપના રૂપે જોઈએ છીએ. તમે જાગો ત્યારથી તમારા સપનાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેની તમને જાણ હોતી નથી. જોકે માનસશાસ્ત્રીઓ માને છે કે સપનાં જરૂર અર્થપૂર્ણ હોય છે. તેમની એક થિયરી છે, ‘થ્રેટ સિમ્યુલેશન થિયરી’. ઘણાં સપનાં આપણને ભય પમાડે તેવા હોય છે. સપનાં બીજું કંઈ નથી પણ એક જૈવિક બચાવની પ્રણાલિ છે. એટલે તે ભય પમાડનારા પ્રસંગોની આગમચેતી આપી દે છે.
જર્નલ ઑફ ન્યૂરોસાયન્સમાં વર્ષ ૨૦૧૧માં પ્રકાશિત એક સંશોધન મુજબ, આપણાં સપનાં અને આપણી યાદશક્તિને ગાઢ સંબંધ છે. રોમ યુનિવર્સિટીમાં ક્રિસ્ટિના માર્ઝાનો અને તેના સાથીઓએ એ સમજાવ્યું કે માણસો કઈ રીતે સપનાં યાદ રાખી શકે છે. આ માટે તેમણે મગજના તરંગોનો સહારો લીધો. તેમણે ૬૫ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યા હતા. આ વિદ્યાર્થીઓને સતત બે રાત્રિ તેમની સંશોધન પ્રયોગશાળામાં સૂવડાવ્યા. પહેલી રાત્રે વિદ્યાર્થીઓ સૂતા ત્યારે તેમને સાઉન્ડ પ્રૂફ અને તાપમાન કંટ્રોલ થઈ શકે તેવા રૂમમાં અનુકૂળ થવા દીધા. તેઓ તેને એડ્જસ્ટ થઈ ગયા પછી બીજી રાત્રે તેમણે વિદ્યાર્થીઓ સૂતા ત્યારે તેમના મગજના તરંગો માપ્યા. આપણા મગજના તરંગો ચાર પ્રકારના હોય છે: ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા. દરેક તરંગ ઇલેક્ટ્રિકલ વૉલ્ટેજની કંપનની ગતિ દર્શાવે છે. અને સાથે મળીને તેઓ ઇલેક્ટ્રોએન્સીફેલોગ્રાફી (ઇઇજી) બનાવે છે.
હવે એક વાત સમજી લઈએ. આપણા સૂવાના અલગ-અલગ તબક્કા હોય છે. પહેલો તબક્કો કાચી ઊંઘનો છે. તેમાં તમને સહેલાઈથી જગાડી શકાય છે. બીજો તબક્કો હળવી નિંદરનો હોય છે. તે વખતે તમારા હૃદયના ધબકારા ધીમા પડે છે અને શરીરનું તાપમાન ઘટી જાય છે. તમારું શરીર ગાઢ નિદ્રા માટે તૈયાર થાય છે. ત્રીજો તબક્કો ગાઢ નિદ્રાનો હોય છે. આ તબક્કામાં વ્યક્તિને જગાડવી અઘરી હોય છે. જો કોઈ તમને આ ઊંઘમાંથી જગાડે તો તમને સુસ્તી રહે છે. કેટલાક લોકો માને છે કે આ તબક્કામાં જો તમને ઊંઘ આવી જાય તો એટલી ઊંઘ પણ પૂરતી છે. આ ત્રણેય તબક્કા એનઆરઈએમ તબક્કાના છે. દરેક તબક્કા ૫થી ૧૫ મિનિટના હોય છે. ચોથો તબક્કો આરઇએમ છે. આરઇએમ એટલે રેપિડ આય મૂવમેન્ટ. જ્યારે એનઆરઇએમ એટલે તેનાથી વિરોધી. આરઇએમ તબક્કો તમે સૂવો તે પછી ૯૦ મિનિટે આવે છે. તેનો પહેલો ગાળો દસ મિનિટનો હોય છે. તે પછીના ગાળા ક્રમશઃ વધતા જાય છે. અંતિમ ગાળો એક કલાકનો હોઈ શકે છે. બાળકો સામાન્યતઃ તેમની પચાસ ટકા ઊંઘ આરઇએમ તબક્કામાં લે છે. જ્યારે પુખ્ત વયના લોકો માત્ર ૨૦ ટકા ઊંઘ આરઇએમ ગાળામાં લે છે. આરઇએમ ગાળા પછી ફરી નોનઆરઇએમ ગાળો શરૂ થાય છે અને આ રીતે આખું ચક્ર ચાલે છે.
આ અલગ-અલગ તબક્કાઓમાં તરંગોમાં શું ફેરફાર થાય છે તે આ સંશોધકોએ માપ્યું તો જણાયું કે આરઇએમ તબક્કામાં આપણને મોટા ભાગનાં સપનાં આવે છે. આ પ્રયોગ દરમિયાન વિદ્યાર્થીઓને વારંવાર ઉઠાડાતા અને તેમને લખવાનું કહેવામાં આવતું કે તેમને સપનું આવ્યું છે કે કેમ અને જો આવ્યું છે તો યાદ છે કે કેમ. આ પહેલાં જે અભ્યાસ થયા હતા તેમાં એ પૂરવાર થઈ ચુક્યું હતું કે આરઇએમ તબક્કા પછી જો આપણે તરત જ જાગી જઈએ તો આપણને આપણું સપનું યાદ રહે છે. પરંતુ ક્રિસ્ટિના માર્ઝાનો અને તેમની ટીમે કરેલા સંશોધનમાં આનું કારણ અપાયું છે. મગજના આગળના ભાગમાં જેને થીટા તરંગની ઓછી આવૃત્તિ હતી તેઓ સપનાંને યાદ રાખી શકતા હતા.
આપણે જ્યારે જાગતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનમાં જે જે કંઈ બન્યું હોય છે તેની સ્મૃતિઓનું સાંકેતિકરણ (એનકોડિંગ) થઈ જાય છે અને તે વખતે આ થીટા તરંગોની પ્રવૃત્તિ વધુ હોય છે. આ જ સંશોધકોએ બીજું એક સંશોધન કર્યું અને સપનાં તેમજ મગજના માળખા વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો. દા.ત. માણસને સામાન્ય રીતે જે યાદ રહે તેવાં હોય તે સ્પષ્ટ, વિચિત્ર અને લાગણીસભર તીવ્ર સપનાં એમીગ્ડાલા અને હિપ્પોકેમ્પસ નામના મગજના ભાગ સાથે જોડાયેલાં છે. આ હિપ્પોકેમ્પસ કમ્પ્યૂટરની રેમ પ્રકારનું કામ કરે છે. તે ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાની યાદોમાંથી માહિતી ભેગી કરે છે.
અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેથ્યુ વોકર અને તેના સાથીઓએ એક અભ્યાસમાં જણાવ્યું છે કે જો તમે આરઇએમ તબક્કામાં ઓછી ઊંઘ લો તો તમે રોજિંદા જીવનની જટિલ લાગણીઓ વધુ સારી રીતે સમજી શકશો. આરઇએમ તબક્કામાં ઓછી ઊંઘ લેવી અર્થાત્ ઓછાં સપનાં જોવાં.  આમ વર્ષો વર્ષથી વિદ્વાનો પ્રયાસ કરી રહ્યા છે કે માણસોને આવતાં સપનાં પાછળનું રહસ્ય તેઓ ઉકેલી શકે.
આવો એક સૌથી તાજો પ્રયાસ લંડનના ન્યૂરોસાયન્ટિસ્ટ હ્યુગો સ્પિયર્સે અને તેમના સાથીઓએ કર્યો છે. ‘ઇ-લાઇફ’માં પ્રકાશિત તેમના અભ્યાસ મુજબ, ઉંદર તેના સપનામાં એ સ્થળ જુએ છે જ્યાં તે જાગતા જવા માગતો હોય છે અને આ અભ્યાસ દ્વારા આપણા મગજમાં સ્થળોનું જે મેપિંગ (નકશાંકન) થાય છે તેનો ખ્યાલ આવે છે. અભ્યાસમાં ઉંદરોને ત્રણ પ્રકારની પરિસ્થિતિઓમાં મૂકવામાં આવ્યા. પહેલી, તેમણે ખોરાક જોયો પણ ત્યાં સુધી તેઓ પહોંચી શક્યા નહીં. બીજી, તે પછી તેમને અલગ ચેમ્બરમાં આરામ કરવા દેવામાં આવ્યો. ત્રીજી, તેમને ખોરાક સુધી પહોંચવા દેવામાં આવ્યા. જ્યારે ઉંદર આરામ કરતા હતા ત્યારે તેમના મગજમાં પ્રવાસ સાથે સંકળાયેલા કોષો પ્રવૃત્ત બન્યા. તે દર્શાવતું હતું કે તેઓ સપનામાં ખોરાક સુધી પહોંચ્યા હશે અને ત્યાંથી પાછા વળ્યા હશે. જે ખોરાક તેમને જાગતા નહોતો મળ્યો.
સંશોધકોનું કહેવું છે કે આના લીધે આપણને હિપ્પોકેમ્પસને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. અભ્યાસમાં પ્રયોજાયેલા ઉંદરો હિપ્પોકેમ્પસનો ઉપયોગ માત્ર તેમણે જોયેલા ખોરાકને યાદ રાખવામાં જ નહોતા કરતા પરંતુ ત્યાં પહોંચવા માટેનો નકશો બનાવવામાં પણ કરતા હતા. જ્યારે માણસ પણ ક્યાંય જાય છે ત્યારે તેના મગજના હિપ્પોકેમ્પસમાં નકશો બની જાય છે. માણસ જ્યારે ઊંઘે છે ત્યારે આ હિપ્પોકેમ્પસમાં સંઘરાયેલો નકશો બહાર આવે છે અને માણસ જેતે સ્થળે ગયો હોય તેમ લાગે છે. એટલે માનો કે તમે અત્યારે જે ઘરમાં રહો છો તેના બદલે સપનામાં તમને તમારું ભૂતકાળનું ઘર યાદ આવે તો તેને માટે આ હિપ્પોકેમ્પસને જવાબદાર માનવું.
આ હિપ્પોકેમ્પસમાં ખાસ કોષો હોય છે જેને વૈજ્ઞાનિકોએ ‘પ્લેસ સેલ્સ’ એવું નામ આપ્યું છે. જ્યારે તમે કોઈ સ્થળે જાવ ત્યારે હિપ્પોકેમ્પસના પ્લેસ સેલ્સનાં ન્યૂરોન  ઉત્તેજિત થાય છે અને તે સ્થળને નોંધી લે છે. બીજા સ્થળે જાવ ત્યારે બીજા પ્લેસ સેલ્સનાં ન્યૂરોન તેને નોંધી લે છે. આમ, મગજમાં એક નકશો બની જાય છે. સ્પિયર્સ આ અભ્યાસમાં એ પણ જોવા માગતા હતા કે મગજની પ્રવૃત્તિના કારણે એ આગાહી કરી શકાય કે ઉંદર જાગતા હશે ત્યારે ભવિષ્યમાં ક્યાં જશે? આ માટે મગજમાં ઇલેક્ટ્રોડ મૂકવા પડે. આવું નૈતિક કારણોસર માણસ પર કરવું શક્ય નથી. એટલે ઉંદરો પર આ પ્રયોગ કરાયો. તેમને ટી જંક્શનવાળા એક ટ્રેક પર મૂકવામાં આવ્યા. તેમાં એક શાખામાં કંઈ નહોતું. જ્યારે બીજી શાખામાં ખોરાક હતો. હવે આમાં વચ્ચે એક આડશ જેવું મૂકાયું હતું. આથી જે ઉંદરો ટી જંક્શનની ખોરાકવાળી શાખા તરફ ગયા હતા તેમના પ્લેસ સેલ્સમાં પ્રવૃત્તિ જણાઈ જે કદાચ તેમને ખોરાક તરફ જવાનો નકશો આપવાનો હતો. પરંતુ જે ઉંદરોને ટી જંક્શનની ખાલી બાજુ તરફ મોકલાયા હતા તેમના મગજમાં આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ નહીં. આમ, આ વાતનો સૂચિતાર્થ એ પણ ખરો કે જો મગજમાં ભાવિ નકશો આકાર લઈ શકે તો ભાવિ ઘટનાઓ કેમ નહીં. ન્યૂરોબાયોલોજિકલ થિયરી કહે છે કે સપનાનો કોઈ અર્થ નથી. જ્યારે આ સંશોધન સંકેત આપે છે કે માણસનું મગજ ભાવિ ઘટનાઓ સપના રૂપે જણાવી શકે.
(ગુજરાત ગાર્ડિયનની સાયન્સ પૂર્તિમાં તા. ૧૮/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

અપરિણીત માતા અને બદલાતી સામાજિક વ્યવસ્થા

અપરિણીત માતા અને બદલાતી સામાજિક વ્યવસ્થા

બે તાજા સમાચાર ભારતમાં બદલાતાં સાંસ્કૃતિક મૂલ્યોના સંદર્ભે જાણવા જેવા છે. તેમાં સૌથી તાજા સમાચાર ગયા અઠવાડિયે આવ્યા. સર્વોચ્ચ ન્યાયાલયે એક ખ્રિસ્તી મહિલાના કિસ્સામાં ચુકાદો આપ્યો કે જો કોઈ સ્ત્રી માતા બની હોય, તે અપરિણીત હોય તો તેના બાળકને શાળામાં મૂકવા માટે પિતાની જરૂર નથી. મતલબ કે વાલી તરીકે તે એકલી ચાલી શકે. અત્યાર સુધી પિતાની સંમતિની પણ જરૂર પડતી હતી. વાલી અને આશ્રય કાયદા તથા હિન્દુ લઘુમતી અને વાલીપણા કાયદા મુજબ, જો કોર્ટમાં વાલીપણા માટે અરજી કરવામાં આવે તો પિતાની સંમતિ માગવામાં આવતી હતી.
સર્વોચ્ચના ચુકાદા પ્રમાણે, હવે માતાએ પિતાનું નામ જાહેર કરવું જરૂરી નથી તેમજ કેટલાક કિસ્સાઓમાં વાલીપણાની અરજી કરતી વખતે પક્ષકાર (પાર્ટી) તરીકે તેનું નામ સમાવિષ્ટ કરવું પણ જરૂરી નથી. સર્વોચ્ચના ન્યાયમૂર્તિઓએ બાળકના હિતમાં આવો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે એ વાત સાચી કે બાળકને સામાજિક કલંકથી બચાવવું જોઈએ, પરંતુ સાથે સાથે માતાનો પણ મૂળભૂત અધિકાર છે કે તેને તેના બાળકના પિતાનું નામ અને તેની વિગતો જાણવા ફરજ ન પડાય અને આ મૂળભૂત અધિકારની સુરક્ષા કરવી પણ જરૂરી છે.
આપણે ત્યાં કોર્ટના તિરસ્કારના ભયથી કે ગમે તેમ કોર્ટના ચુકાદાની ટીકા થતી નથી. જોકે રાજકીય પક્ષો હવે ટીકા જરૂર કરવા લાગ્યા છે. પરંતુ એ હકીકત છે કે કોર્ટનો આ ચુકાદો દૂરગામી અસર કરનારો અને અપરિણિત માતાને કાયદેસર માન્યતા આપનારો છે.
હવે બીજા તાજા સમાચાર પર નજર કરીએ. આ સમાચાર મે મહિનાના છે. મુંબઈમાં પદ્મા અય્યરે તેના ગે દીકરા માટે જીવનસાથી જોઈએ છે તેવી લગ્નવિષયક જાહેરખબર આપીને સનસનાટી મચાવી દીધી હતી. ૯૯.૯૯ ટકા કિસ્સામાં એવું થતું હોય છે કે જ્યારે દીકરો કે દીકરી હોમોસેક્સ્યુઅલ છે તેવી ખબર પડે એટલે મા આઘાતમાં સરી જાય અને હિન્દી ફિલ્મના ડાયલોગ ‘યે તૂ ક્યા કહ રહા હૈ’’ જેવી પ્રતિક્રિયા આપે. તેના પરાણે લગ્ન કરાવી દે. પરંતુ પદ્મા અય્યરે (સાચો કે ખોટો) દાખલો બેસાડ્યો છે. આનાથી હવે બીજાં ગે છોકરા કે લેસ્બિયન છોકરીની માતા પણ વિચારતી થશે. અગાઉના સમયમાં ગે અને લેસ્બિયન સાવ નહોતા જ તેવું નથી, પરંતુ એકદમ ઓછા, લગભગ શૂન્ય ટકા (ગાણિતિક ભાષામાં ટેન્ડ્સ ટૂ ઝીરો) જેવા જ હતા અને તેઓ ખુલ્લેઆમ ક્યારેય બહાર નહોતા આવતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ બહાર આવવા લાગ્યા છે. રાજપીપળાના માનવેન્દ્રની જાહેરમાં કબૂલાત તેમજ અભિનેત્રી સેલિના  જેટલી કે દિગ્દર્શક કરણ જોહર જેવા લોકોના ટેકાથી આવા લોકોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે તેવું ચિત્ર ઉપસી આવે છે. તેઓ હવે રેલી અને સરઘસો પણ કાઢવા લાગ્યા છે. અમેરિકામાં તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ગે/લેસ્બિયન લગ્નને માન્યતા આપી દીધી છે.
ભારતના સંદર્ભમાં વાત કરીએ તો અનેક રીતે આપણી સામાજિક વ્યવસ્થાઓ બદલાઈ રહી છે. શું-શું બદલાઈ રહ્યું છે પહેલાં તેની વાત કરીએ. હવે મોટા ભાગે વિભક્ત કુટુંબ છે. માતા-પિતા અને તેમનાં સંતાનો. કમાવાની જવાબદારી માત્ર પિતાની નથી, માતા પણ કમાઈ રહી છે. નિર્ણયો માત્ર પિતા જ નથી કરતા, માતાપિતા સંપીને લે છે. દીકરા-દીકરી વચ્ચે ખાસ ભેદભાવ નથી. ઉલટું સામાજિક જાગૃતિના કારણે દીકરીનું મહત્ત્વ વધ્યું છે. ઘરનાં કામની જવાબદારી એકલી માતાની નથી. પિતા પણ સંજવારી કાઢતા હોય કે પોતું મારતા હોય અને તે પણ બંધ બારણે નહીં, પડોશીઓ જુએ તેમ. કોઈ ટોણો મારતું નથી કે પુરુષ થઈને બૈરાનાં કામ કરો છો. કારણ કે પોતાની પણ એ જ હાલત હોય છે.
વધતા જતા બજારવાદ અને ઉપભોક્તાવાદ તેમજ લોન-ક્રેડિટ કાર્ડ પર મોટા ભાગની ચીજો મળવા લાગતાં ઘરમાં સુખસગવડનાં સાધનો અને કાર તેમજ દ્વિચક્રીય વાહનોનો ખડકલો થતો જાય છે. એકલ કુટુંબના કારણે વ્યક્તિવાદ (ઇન્ડિવિઝ્યુઅલિઝમ) વધી રહ્યો છે. ટીવી નવું નવું આવ્યું ત્યારે શું સ્થિતિ હતી તે ૩૦થી ઉપરની પેઢીને બરાબર યાદ હશે. પડોશમાં ટીવી હોય તો વગર પૂછ્યે તેમના ઘરમાં આજુબાજુનાં ઘરોમાંથી લોકો ટીવી જોવા આવી જતા હતા. ઘણી વાર તો એવું બને કે જેનું ટીવી હોય તેને બિચારાને જ બેસવાની તકલીફ પડતી. તે પછી વીસીઆર આવ્યું.  એ વીસીઆર ભાડે લાવતા અને આજુબાજુમાં કોઈ વીસીઆર લાવ્યા હોય તો ગમે ત્યાંથી વાવડ મળી જતા અને અજાણ્યાનું ઘર હોય તો પણ ‘પિક્ચર’ જોવા ઘૂસી જતા. બેસતા વર્ષના દિવસે આજુબાજુ બધા પડોશી અને સગાના ઘરે જવું ફરજિયાત પણ હતું અને તેમાં પોતાની ઈચ્છા પણ રહેતી. એકબીજાને ત્યાં પોતે બનાવેલા ઘૂઘરા- મઠિયા વગેરે દિવાળીનો નાસ્તો દઈ આવતા. પડોશીને ત્યાં ધાણાભાજી, દહીં, ખાંડ વગેરે માગવામાં શરમ નહોતી. એ વાટકી વ્યવહાર ગણાતો. સંયુક્ત કુટુંબ હતું. દાદા, દાદી, ફઈ, કાકા, કાકી, તેમનાં સંતાનો સાથે રહેતાં. અને ઘણી વાર તો પિતાના કાકાઓ પણ બાજુમાં રહેતા હોય. અને છતાં ઘર સાંકડા નહોતા લાગતા, કારણ કે મન મોટાં હતાં. કોઈ મહેમાન ભોજન સિવાયના સમયે આવે તો પણ રસોઈ ફટાફટ રંધાઈ જતી.
વાહનમાં સાઇકલ હતી, પરંતુ કુટુંબને એકસાથે જવું હોય તો મોટા ભાગે ચાલીને જતાં. કેટલાંક સુખી કુટુંબો ઘોડાગાડી કે રિક્ષા કરી લેતાં. આજુબાજુના દુકાનદારો નામથી ઓળખતા હોય કે મગન કોનો છોકરો ને રમા કોની છોકરી. મગન જો ચોરીછુપીથી નાસ્તો લેવા આવ્યો હોય તો દુકાનદાર પોતાની કમાણી જતી કરીને ઘરના વડીલને જાણ કરી દેતા. શિક્ષક રસ્તામાં મળે તો તેમને બે હાથ જોડીને નમસ્તે કહેવાનો રિવાજ હતો. શિક્ષક પણ એવા હતા કે વિદ્યાર્થિનીઓને દીકરીની દૃષ્ટિએ જોતાં. બહારગામ નોકરી કરતા હોય અને પોતાના વતનની મહિલા મળે તો તેને બહેન જ ગણતા. મિત્રના મામા એ આપણા મામા થાય. મિત્રના કાકા આપણા કાકા થાય આવી સમજ હતી.
હવે વ્યક્તિવાદ વધ્યો છે અને નોકરી કરવાનું પણ વતનથી દૂર પસંદ કરાતું હોવાથી પતિ-પત્ની અને સંતાનો જ એક કુટુંબમાં રહે છે. પતિનાં માતાપિતા મોટા ભાગે વતનમાં રહેવાનું પસંદ કરે. પહેલાં એક કરતાં વધુ ભાઈઓ હોય તો ઘરમાં જ અલગ-અલગ ભાગ પાડી દેતા અથવા અલગ-અલગ મકાનો લઈ દેતા, પરંતુ હવે એક માત્ર સંતાન એવા દીકરાનાં લગ્ન થાય તો ઘણી વાર પહેલેથી માતાપિતા જ દીકરાને અલગ ઘર લઈ દે છે. અથવા પોતાને ત્યાં સગવડ હોય તો ઉપરના માળે દીકરા-વહુને રહેવા આપી દે છે. તો કેટલાક કિસ્સામાં એક માત્ર સંતાન હોવા છતાં પોતાની પત્નીને સાસુ સાથે ફાવતું ન હોવાથી દીકરો અલગ રહેવા જતો રહે છે-જવું પડે છે. વ્યક્તિવાદ હજુ આગળ વધે છે. પતિ-પત્ની અને એક સંતાન છે, પતિને ફલાણી ચેનલ જોવી છે અને પત્નીને અમુક ચેનલ જોવી છે. એટલે ઘરમાં હવે બે ટીવી રખાતાં થયાં છે. વાહન પણ વ્યક્તિદીઠ એક તો હોય જ છે. અઠવાડિયામાં એક વાર હોટલમાં જમવાનું ફિક્સ. હવે તો તહેવારે પણ આવું જ થઈ ગયું છે, પછી તે શીતળા સાતમ હોય કે દિવાળી.
પરંતુ આ લેખની શરૂઆતમાં જણાવેલા બે સમાચારોથી તો સામાજિક વ્યવસ્થા સાવ બદલાઈ જવાની શક્યતા છે. પહેલા કિસ્સામાં અપરિણીત મહિલાને જેના થકી બાળક થયું તે પુરુષ પરણેલો છે. કોર્ટ જો આવા નિર્ણયોને માન્યતા આપશે તો શું અપરિણિત માતા નહીં વધે અને તેના કારણે વ્યભિચાર નહીં વધે? રામ જાણે અને બીજી સુપ્રીમ કોર્ટ જાણે! વર્ષો પહેલાં અપરિણીત માતા બનીને દીકરીને એકલા હાથે મોટી કરનાર અભિનેત્રી નીના ગુપ્તાને હવે પસ્તાવો થાય છે અને તે શિખામણ આપે છે કે ભારતમાં દરેક સ્ત્રીએ લગ્ન કરવા જ જોઈએ. (ગુજરાત ગાર્ડિયન ફિલ્મ પૂર્તિ, બર્થડે બેશ કૉલમ તા.૩/૭/૧૫) આવા સંબંધોને કોર્ટની માન્યતા મળે એટલે પછી શરમ કેવી? અને માતા જ પોતાના હોમોસેક્સ્યુઅલ દીકરા કે દીકરી માટે તેવો જ પાર્ટનર શોધે તે વળી કેવું! અને આવાં લગ્નો થવા લાગશે પછી? વંશ કેવી રીતે આગળ વધશે? અહીં વંશ એટલે દીકરાની રીતે જ વાત નથી. દીકરી જન્મે તો પણ વંશ આગળ વધવાની જ વાત ગણાય. આવાં લગ્નોમાં પુરુષ-સ્ત્રીનાં લગ્નની જેમ ડાઇવોર્સ થશે અને ત્યારે ભરણપોષણના કેસો ઊભા થશે તો? કોને પતિ ગણવો અને કોને પત્ની? હવે તો કાયદો-કોર્ટ એટલા મોડર્ન થઈ ગયા છે કે વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરે તો પણ તેને મૃત પતિની સંપત્તિમાં હિસ્સો મળી શકે. આ ગેરવાજબી નથી? એક તરફ સ્ત્રીને પુરુષસમોવડી ગણીએ છીએ પરંતુ સંપત્તિમાં હિસ્સાની વાત આવે ત્યાં તેને ‘બિચારી’ ગણીને નિર્ણય લેવાય છે. આમ તો સમાજ અને કોર્ટ દહેજનો વિરોધ કરે છે, પણ દીકરીને લગ્ન પછી માતાપિતાની સંપત્તિમાંથી હિસ્સો મળે તે એક જાતનું દહેજ નથી શું? લિવઇન રિલેશનશિપનું જોર વધી રહ્યું છે. વર્તમાન સમયમાં કેટલીક જાહેરખબરો પણ આપણી સમાજવ્યવસ્થાને વિકૃત કરવા મચી પડેલી છે. એક ચાની જાહેરખબરમાં બહારગામ રૂમ રાખીને ભણતા દીકરાને જન્મદિવસે સરપ્રાઇઝ આપવા તેનાં માતાપિતા ઓચિંતાના આવી ચડે છે ત્યારે ખબર પડે છે કે દીકરો તો કોઈ છોકરી સાથે રહે છે. પણ છોકરી ચા સરસ બનાવે છે એટલે માતા (હિમાની શિવપુરી) પીગળી જાય છે અને તેના માટે કહે છે, ‘બૂરી નહીં હૈ’!
મેગીની એક એડ્.માં માતા (ઝરીના વહાબ)ની દીકરી ૨૧ વર્ષની થતાં એક જ શહેરમાં માબાપથી અલગ રૂમ રાખીને રહેવા લાગે છે અને માતાને કહે છે કે ‘અબ ઇન્ડિપેન્ડન્ટ નહીં બનૂંગી તો કબ?’ આ જાહેરખબરવાળા એવો ટ્રેન્ડ શરૂ કરવા માગે છે કે દીકરી ૨૧ વર્ષની થાય એટલે તેણે અલગ રહેવું જોઈએ. હમણાં એક ભારતીય ક્લોથિંગ કંપનીએ તો લેસ્બિયન સ્ત્રીઓ પર જાહેરખબર બનાવી છે જે વાઇરલ થઈ છે! જાહેરખબર લખતા, નિર્દેશિત કરતા, તેમાં અભિનય કરતા લોકો તો સ્વચ્છંદી હોય, પણ તેઓ તેમની પોતાની વિચારસરણી પણ આપણા પર થોપે તે કેવું? પરંતુ આપણે ત્યાં ધર્મના નામે જેટલો કોલાહલ થાય છે એટલો કોલાહલ આવી સામાજિક/સાંસ્કૃતિક રીતે વિકૃત બનાવતી જાહેરખબરો, ફિલ્મો કે ટીવી કાર્યક્રમો સામે થતો નથી.
આવા ટ્રેન્ડનાં શું પરિણામ આવશે? નકારાત્મક રીતે જોઈએ તો, કોર્ટો ગે, લેસ્બિયન, લિવ ઇન કે અપરિણીત માતા જેવા સંબંધોને છૂટથી માન્યતા આપવા લાગતાં આ વિકૃતિ ગણો તો વિકૃતિ અને સામાજિક પરિવર્તન ગણો તો તેને છૂટો દોર મળી જશે. આમાંથી જટિલતા જરૂર ઉદ્ભવવાની. એમએસએમ (પુરુષો જેમને પુરુષો સાથે સંબંધ હોય છે) લોકોને ગુદાનું કેન્સર, એઇડ્સ જેવા રોગો વધુ હોવાની શક્યતા છે તેમ મેડિકલ રિસર્ચ કહે છે. ભારતે વિદેશના ગે યુગલોને સરોગસીથી બાળક મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ દેશની અંદર જે યુગલો છે તેમના માટે શું? સમાજની જે ઘડાયેલી વ્યવસ્થા છે તેની સામે યુવાવસ્થામાં દ્રોહ જાગે તે સ્વાભાવિક છે, પરંતુ યુવાનોએ એ સમજવું જોઈએ કે આ જે વ્યવસ્થા ઘડાયેલી છે તે બહુ સમજી-વિચારીને ઘડાયેલી છે. એકલા રહેવું, મોબાઇલમાં ખોવાયેલા રહેવું, આના કારણે લોકોમાં બેચેની, તણાવ, હતાશા, ડિપ્રેશન વધી રહ્યાં છે. કૌટુંબિક-સામાજિક હૂંફ અદૃશ્ય થઈ રહી છે. સાઇકિયાટ્રિસ્ટો પાસે આવતા કેસોમાં વધારો થઈ રહ્યો છે.
હકારાત્મક વિચારીએ તો આ નવું-નવું છે ત્યાં સુધી બધાને ગમશે, અંતે સમજાશે કે વ્યભિચાર બે ઘડીનો આનંદ આપે છે, પરંતુ પુરુષ અને સ્ત્રી બંનેની સલામતી અને હૂંફ અંતે તો લગ્નવ્યવસ્થામાં જ છે. મોંઘાં ઘરોના લીધે એક ઘરમાં કુટુંબ સંયુક્ત રીતે રહે તો ઘણા ખર્ચા બચી જાય. શહેરમાં ઘણા છોકરાઓ ભાડાં બચાવવા એક જ ઘરમાં અજાણ્યાઓ સાથે શેરિંગ કરીને રહી શકે તો, પોતાના લોકો સાથે ન રહી શકાય? બે-ત્રણ પરિવાર મળીને મોટી શાક માર્કેટમાંથી શાક ખરીદે કે હોલસેલ દુકાનેથી કરિયાણું ખરીદે તો સસ્તું પડે. આમ, સામાજિક અને આર્થિક જરૂરિયાતો અંતે જૂની વ્યવસ્થા પર પાછા ફરવા મજબૂર કરશે.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૧૫/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારત રત્ન’ એ.પી.જે. અબ્દુલ કલામની ચીર વિદાય…. શ્રધાંજલિ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ‘ભારત રત્ન’ એ.પી.જે. અબ્દુલ કલામની ચીર વિદાય…. શ્રધાંજલિ

quotes- abdul kalam-3

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું 27/07/2015 ના રોજ સાંજે મેઘાલયના પાટનગર શિલોંગમાં ભાષણ આપતી વખતે પડી ગયા બાદ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું.

૮૩ વર્ષીય કલામ સાંજે ૬.૩૦ કલાકે આઇઆઇએમ, શિલોંગ ખાતે તેમના ભાષણ દરમિયાન પડી જતાં તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાંના ડોક્ટર્સે જણાવ્યું હતું કે કલામનેલવાયા ત્યારે તેઓ અચેતન અવસ્થામાં જ હતા. તેમની નાડીના ધબકારા બંધ હતા. ત્યાં એમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા .તેમનો નશ્વર દેહ આવતી કાલે સવારે દિલ્હી લવાશે.

શિલોંગ જતાં એમણેપહેલાં ટ્વીટ કર્યું હતું કે, ‘હું લિવેબલ પ્લેનેટ અર્થ વિષય પર લેક્ચર આપવા આઈઆઈએમ શિલોંગ જઈ રહ્યો છું.”

‘ભારત રત્ન’ અણુવિજ્ઞાની અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામએ પોખરણ અણુ ધડાકા તેમ જ ‘અગ્નિ’ અને ‘પૃથ્વી’ મિસાઇલો તૈયાર કરવામાં તેઓએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

સિવિલિયન સ્પેસ પ્રોગ્રામ અને મિલિટરી મિસાઇલ ડેવલપમેન્ટમાં સક્રિય ભૂમિકાના કારણે કલામે દેશના ‘મિસાઇલ મેન’નું બિરુદ મેળવ્યું હતું.કલામના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.

ડૉ. અબ્દુલ કલામના જીવનના સીમાચિહ્નો

– ૧૯૩૧ – ૧૫ ઓક્ટોબરના રોજ અબ્દુલ કલામનો જન્મ થયો
– ૧૯૫૪ – સેંટ જોસેફ કોલેજ, તિરુચિરપ્પલ્લીમાંથી સ્નાતક થયા
– ૧૯૫૫ – એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા મદ્રાસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લીધો
– ૧૯૬૦ – ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપ્મેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ના એરોનોટિકલ ડેવલોપ્મેન્ટ એસ્ટાબલિશમેન્ટમાં મુખ્ય વૈજ્ઞાાનિક તરીકે જોડાયા
– ૧૯૬૯ – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)માં ટ્રાન્સફર થઇ
– ૧૯૯૨ થી ૧૯૯૯- વડાપ્રધાનના મુખ્ય વિજ્ઞાાન સલાહકાર અને ડીઆરડીઓના સચિવ તરીકે સેવા આપી
– ૨૦૦૨ થી ૨૦૦૭ ઃ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે સેવા બજાવી

એક કાર્યક્રમને સંબોધતા કલામે જણાવ્યું હતું કે મારા જીવનમાં એક સૌથી મોટો અફસોસ મને રહી ગયો કે હું મારા માતા-પિતાને તેમના જીવનકાળમાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ ન કરાવી શક્યો. મારા પિતા જૈનુજાબ્દિન ૧૦૩ વર્ષ સુધી જીવ્યા અને મા આશિયામ્મા ૯૩ વર્ષ સુધી જીવિત રહ્યા. ઘરમાં હું નાનો હોવાથી મને બહુ પ્રેમ મળ્યો. ઉલ્લેખનીય છે કે કલામનું બાળપણ એવા ઘરમાં પસાર થયું કે જ્યાં રાત્રે માત્ર ફાનસ દ્વારા જ અજવાળુ કરવામાં આવતું.

રામેશ્વરમના ગરીબ માછીમાર પરિવારમાં જન્મેલા કલામ આકરી મહેનતથી સફળતાના શિખરે પહોંચ્યા હતા. મુસ્લિમ એવા કલામ કુરાનની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ એટલી જ માન્યતા આપતા હતા .યંગ ઇન્ડિયા માટે બેસ્ટ સેલર પુસ્તકો લખનાર કલામ વીણા પણ સારી રીતે વગાડી લેતાં હતાં.વૈજ્ઞાનિક કે રાષ્ટ્રપતિ તરીકે કલામ સૌથી પહેલાં દેશભક્ત હતા. કલામે તેમના જીવનમાં ફક્ત બે રજા લીધી હતી. તેમના માતા અને પિતાના નિધનના દિવસોએ.

સંકલન ..વિનોદ પટેલ 

PM Narendra Modi condoles the passing away of former President of India, Dr. APJ Abdul Kalam

Biography Dr. APJ ABDUL KALAM by Mallika Sarabhai

બોલીવુડના પ્રખ્યાત ગીતકાર ગુલઝાર  ડૉ. અબ્દુલ કલામની આત્મકથામાંથી એમની રસીલી ઝબાનમાં વાચન કરે છે એ નીચેના ઓડિયો-વિડીયોમાં સાંભળતાં તમને ખ્યાલ આવશે કે તેઓનું જીવન કેટલું ભવ્ય હતું. 

Autobiography of Dr APJ Abdul Kalam By Gulzar Saab

An Inspirational and motivational speech 
“Address to the students of IIT Madras by Dr. A.P.J. Abdul Kalam”

Quotable Quotes of APJ Abdul Kalam 

 FOR MORE SUCH QUOTES CLICK ON THIS LINK 

INSPIRING QUOTES OF DR.APJ ABDUL KALAM WITH HIS PICTURES.. Courtesy Google.com …

 

મિસાઈલ મેનના ‘ભારત રત્ન’ એપીજે અબ્દુલ કલામના જીવનની કેટલીક યાદગાર તસ્વીરો જોવા માટે અહીં ક્લિક કરો. સૌજન્ય-સંદેશ 


સ્વપ્ન દ્રષ્ટા  ‘ભારત રત્ન’ એપીજે અબ્દુલ કલામને હાર્દિક શ્રધાંજલિ 

Ads by SnowPriceAd Options

ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ … ભાગ-૨

 ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ … ભાગ-૨

KALAM

સાભાર – ડો.કનક રાવલ 

આ અગાઉની પોસ્ટ   ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલામને વધુ અંજલિ આપવામાં આવી છે .

ભારત રત્ન સ્વ. અબ્દુલ કલામને અંજલિ  

જગતમાં એમ તો લાખ્ખો માણસો રોજે રોજ ,

જન્મે છે ,જીવે છે, અને અંતે મૃત્યુ પામે છે ,

પણ કલામ સાહેબ જેવા જુજ વિરલાઓ જ,

મર્યા પછી પણ નામ અમર કરી જાય છે.

ગરીબ માછીમારનો આ પુત્ર,  ચિંથરે વીંટ્યું રતન ,

જીવન કાર્યોથી ભારતનું અણમોલ રત્ન બન્યો.

ધનથી ભલે ગરીબ પણ બુદ્ધિ ધનથી સમૃદ્ધ હતો,

વૈજ્ઞાનિક બની બુદ્ધીના પરચા બતાવતો જ રહ્યો ,

અવકાશ અને દેશ સુરક્ષણનાં આધુનિક યંત્રો શોધી ,

આ મિસાઈલ મેંન આખા વિશ્વમાં છવાઈ ગયો.

વિદ્યાર્થીઓનો આ આજીવન શિક્ષક કલામ સાહેબ,

છેલ્લી ક્ષણે પણ વિદ્યાર્થીઓને શીખવતાં જ મર્યા !

જેવું ભવ્ય એમનું જીવન એવું જ અદનું ભવ્ય મરણ .

૨૦૨૦ સુધીમાં વિશ્વમાં ભારતની આર્થિક યશ પતાકા ફરકે

એવું આ દેશ ભક્ત સ્વપ્ન દ્રષ્ટા વૈજ્ઞાનિકનું સ્વપ્ન હતું .

બીજા એક સ્વપ્ન દ્રષ્ટા દેશ ભક્ત વડા પ્રધાન મોદી

એમનું આ અધૂરું સ્વપ્ન સાકાર કરે એવી આશા

અબ્દુલ  કલામ સાહેબને એ જ એક શ્રેષ્ઠ શ્રધાંજલિ.

વિનોદ પટેલ , ૭-૨૭-૨૦૧૫

‘Anmol Kalam’ – A Tribute to ‘People’s President’

Frankly Speaking : Remembering Dr.Abdul Kalam
Published on Jul 28, 2015
Former President Dr APJ Abdul Kalam in an interview to TIMES NOW’s Editor-in-Chief Arnab Goswami on Frankly Speaking in November 2007, talked about his Mission 2020, vision for India, empowering youth of the country, igniting the minds of the students, entrepreneurship, tenure as President, and more.

ઈશ્વરની આવશ્યકતા

ઈશ્વરની  આવશ્યકતા

7
મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા
(ગત લેખાંક : 6 https://govindmaru.wordpress.com/2015/06/26/culture-can-kill-6/ના અનુસન્ધાનમાં.. )
ઈશ્વર છે કે નથી એ વીશેની સૈદ્ધાન્તીક ચર્ચાઓનો સાગર, એક લેખની ગાગરમાં સમાય નહીં. સદ્ભાગ્યે એની અહીં જરુર પણ નથી; કારણ કોઈ એકની વ્યક્તીગત માન્યતાનું મહત્ત્વ નજીવું છે. એથી ઉલટું, ઈશ્વર હોય તો એના, અને ન હોય તો એની કલ્પનાના, ફાયદા/ ગેરફાયદા શા છે; એ વ્યાવહારીક પ્રશ્ન વધુ મહત્ત્વનો છે. કારણ કે સમાજ ઉપર એની દુરગામી અસરો પડી છે અને પડે છે. રસાયણશાસ્ત્રમાં દરેક પદાર્થનો અભ્યાસ કરવાની પદ્ધતી એને બનાવવાની રીત, ગુણધર્મો અને ઉપયોગો જાણવાની છે. જ્યારે ઈશ્વરના ગુણધર્મો નક્કી કરવા અશક્ય છે. સદ્ ભાગ્યે, ઈશ્વરના ઉપયોગ, અનુપયોગ કે દુરુપયોગ જાણવા પ્રમાણમાં સહેલા છે અને એ જ આપણો અહીં વીષય છે.
કોઈએ સાચું જ કહ્યું છે કે ઈશ્વર ન હોય તો આપણે એનું સર્જન કરવું જોઈએ. કારણ વ્યક્તીગત અને સામાજીક, બન્ને રીતે ઈશ્વર ઉપયોગી કલ્પના છે. ઘણા મનુષ્યો માટે ઈશ્વર અંગત કે વ્યક્તીગત જરુરીયાત હોય છે.
એનાં કારણો જોઈએ :
માણસ જન્મજાત રીતે શરીર અને મનથી નબળો છે. પ્રાણીઓ સામે, કુદરત સામે, સમાજ સામે, માણસનું કાંઈ ચાલતું નથી. એને માનસીક રીતે ટેકો જોઈએ છે. માણસ નીશ્ચીતતાને ઝંખે છે. જ્યારે એની જીન્દગી અનીશ્ચીતતાઓ, અચાનક બનતા બનાવો, અકસ્માતો વગેરેથી ભરેલી છે. રોગ, ઘડપણ ને મૃત્યુ અનીવાર્ય છે અને એનો ભય બધાને ડરાવે છે. એ બધા સામે માણસને આશ્વાસન જોઈએ છે. જીવનનો અર્થ, એનો હેતુ, એનું ધ્યેય, એવા પ્રશ્નો વીચારવાન માણસોને સતાવે છે. એના સાચાખોટા કે કલ્પીત ઉત્તરો પણ એને આકર્ષે છે. એકધારી જીન્દગીમાં કંઈક નવીનતા લાવવા, કંટાળાને દુર કરવા, પ્રવૃત્તીમય રહેવા, વીચાર કરવાની મહેનત ટાળવા, મનુષ્યો ઈશ્વર અને ધર્મનો ઉપયોગ કરે છે.
ઈશ્વરની  સામાજીક જરુરતનાં કારણો જોઈએ :
માણસ સામાજીક પ્રાણી છે. એને પોતાના નાના સમુહ બનાવવા ગમે છે. એ સમુહો પોતપોતાના કલ્પેલા કે સ્વીકારેલા ઈશ્વરના નામે એકતા, અંગતતા, સહકાર, મીત્રતા, વગેરે સ્થાપી શકે છે. સમુહમાં રહેવા માટે શીસ્ત, નીયમો, નીતીરીતી વીના ચાલે નહીં. નીતીનીયમો અને કાયદા વીના સંસ્કૃતી વીકસે નહીં. નીતી–નીયમોને સ્થાપીત કરવા, એમનું પાલન કરાવવા, પાલન ન કરે તેને શીક્ષા કરવા વગેરે માટે દેશમાં જેમ સર્વસત્તાધીશ રાજા હોય, તેમ વીશ્વમાં ઈશ્વર હોય એ કલ્પના બહુ સ્વાભાવીક રીતે ઉદ્ભવે છે. સ્વજનો કે ટોળીના દુશ્મનોને ઓળખવા અને જરુર પડે એમની સામે લડવા, ઈશ્વરના નામના ઉપયોગથી ઘણું કામ સહેલું થઈ જાય છે. મોટા સમુહોને કે જાતીઓને પ્રેરણા આપવા, દોરવણી આપવા કે કેટલાક સ્વાર્થપ્રેરીત હેતુઓસર એમનો ઉપયોગ કરી લેવા ઈશ્વરના નામનો ઉપયોગ થઈ શકે છે.
ઉપર કહ્યું તેમ ઈશ્વર છે કે નહીં એની ઉંડી ચર્ચા આપણે અહીં કરવી નથી; છતાં થોડાક બુદ્ધીગમ્ય ને બુદ્ધીગ્રાહ્ય વીચારો નીચે રજુ કર્યાં છે; જે સ્વીકાર–અસ્વીકાર કરતાં વધુ તો વાચકમીત્રોની વીચારણા માટે છે.
‘ઈશ્વર નથી’ એ કથન નીરપેક્ષ સત્યનો ઉલ્લેખ કરે છે. ‘ઈશ્વર એ આવશ્યક કલ્પના છે’ એ કથન ઉપયોગી મુલ્ય વીશે છે. આટલું જ માત્ર સ્વીકારી શકીએ તો આસ્તીક–નાસ્તીકનો સનાતન ગજગ્રાહ મટી જાય. અર્થ એટલો જ થાય, કે ઈશ્વર સત્ય નથી; પણ મુલ્ય છે. તે સાન્તા ક્લોઝ જેવો છે : બાળક માટે આનંદદાયક ને ઉપયોગી હોય; પણ વાસ્તવીકતામાં અસત્ય હોય. તે એક રોમાંચક કલ્પના છે. સાચે જ ના હોય; પણ હોય તો સારું લાગે. ઈતીહાસમાં આવાં ઘણાં ઉદાહરણો છે, જે અસત્ય છતાં જે તે સમયે આવશ્યક હતાં : ઉપરાંત, ઈશ્વરને એક સત્ય તરીકે નકારીને પણ, એક ઉપયોગી મુલ્ય તરીકે સ્વીકારવો એ બૌદ્ધીકો માટે દુષ્કર કાર્ય નથી. અસ્તીત્વ નકારવાથી ચીલાચાલુ ધર્મનાં દુષણો દુર રાખી શકાય; મુલ્ય તરીકે  સ્વીકારવાથી એની ઉપયોગીતા જળવાય.
ઈશ્વરના સમ્બન્ધમાં જેટલાં માથાં તેટલી મતી. દરેક વ્યક્તીની કલ્પના જુદી હોય છે. શાને શોધીએ છીએ એ જ ખબર ન હોય તો એને શોધાય કેવી રીતે? બુદ્ધીથી પર એવું કંઈક છે એમ કહીએ છીએ તે પુર્વધારણા (Assumption) છે; સાબીતી નથી. ઈશ્વર બુદ્ધીથી પર હોય તો પણ, આપણી પાસે તો જે છે તે બુદ્ધી જ છે; બીજું કંઈ નથી ! તો એને વાપરવી કેમ નહીં?  મનુષ્યની બુદ્ધી મર્યાદીત છે, અધુરી છે, અપુર્ણ છે, એ તો ચોક્કસ; પણ જે કાંઈ સર્વાંગસમ્પુર્ણ હોય તેનો જ ઉપયોગ થાય, બીજું બધું ફેંકી દેવાય ? અધ્યાત્મના અભ્યાસીઓને પ્રચારકોએ પણ બુદ્ધી–પ્રજ્ઞા–તર્ક વાપર્યાં છે. બુદ્ધી ઓછી પડે છે તેથી શું ગુફાવાસી મનુષ્યોના જેવી કલ્પનાનો આશરો શોધવો? ચન્દ્ર પર પહોંચવા જેટ વીમાન ન ચાલે એટલે હોમ–હવન કરીએ કે આગળ વધી રૉકેટની શોધ ચાલુ રાખીએ ?  આ બાબતમાં ગણીત કે વીજ્ઞાનના જેવી સાબીતીઓ ન જ હોય; પણ ન્યાય, તર્ક (Logic) કે સામાન્ય બુદ્ધીનાં પ્રમાણ હોવાં જોઈએ. તર્કની વીસંગતતા (Inconsistency) શા માટે ચલાવી લેવાય ?
બુદ્ધીમાં જો અપુર્ણતા છે તો શ્રદ્ધામાં તો એથીય વધારે અપુર્ણતાઓ છે, વીરોધાભાસ છે, વીચીત્રતાઓ છે. અન્ય કોઈનો અનુભવ તુક્કા હોઈ શકે છે. કોન્ક્રીટની તોતીંગ દીવાલ સામે ઉભા હોઈએ ત્યારે એની પેલી બાજુ શું છે એ વીશે ધારણાઓ બાંધ્યા કરવી એ વ્યર્થ પ્રવૃત્તી છે. ત્યાં માણસ હોય, મચ્છર હોય, મર્કટ હોય કે કશુંય ના હોય એવું બને. કોઈ વસ્તુ જાણવાની અશક્તી એટલે ગમે તે ધારી લેવાનો પરવાનો તો નથી જ..
શ્રદ્ધા કદી વીચારશક્તી કે વીવેકબુદ્ધી (Reason)નું સ્થાન ન લઈ શકે. શ્રદ્ધા એટલે નીષ્ઠા, વીશ્વાસ, દૃઢ માન્યતા, ગમે તે; પણ વીચારવીવેક તો નહીં જ. શ્રદ્ધા પરાવલમ્બી છે, જ્ઞાનનું કે નીર્ણયશક્તીનું સ્વયંનીર્ભર કે સ્વયંસીદ્ધ સાધન નથી. ધર્મ કે અધ્યાત્મને વીચાર–વીવેકના કાર્યક્ષેત્રની બહાર મુકી દઈએ એટલે જીન્દગીના અતી મોટા ને મહત્ત્વના વીષયને આપણે દેશવટો આપ્યો કહેવાય. કદાચ એમ કરીએ તો પણ ધર્મની વીધીઓ, એના નીષેધો, તેનાં વ્યક્તીવીશેષને સમજમાંથી બાકાત રાખવાનું કોઈ જ કારણ ન હોઈ શકે. આપણે જાણીએ છીએ કે આ બધાં વીના કોઈ ધર્મ ઉભો રહી ન શકે. વીચારી જુઓ : યાત્રા, ખોરાકપાણીના નીયમો, મૃત્યુદંડનો કાયદો, આવી આવી સેંકડો ચીજોમાં બુદ્ધી વાપર્યા વીના ચાલી શકે ખરું? ઋષી–મુની–સન્ત પોતે જ કહે છે કે અમે તો આંગળી ચીંધીએ, નીર્ણય તો દરેક વ્યક્તીએ પોતે જ કરવાનો હોય છે. આ સન્તો એકમતના હોય છે ખરા? ભાગ્યે જ ! બુદ્ધ અને મહાવીર – ભગવાનમાં માનતા નથી; જીસસનો ભગવાન – ક્ષમા ને પ્રેમ છે; મહમ્મદનો ભગવાન – બીન–મુસ્લીમને કડક શીક્ષા કરે છે; હીન્દુઓમાં ભગવાનોની કક્ષાઓ, પાયરીઓ, અવતારો હોય છે. મારે માટે આ બધા પુજ્ય હોય તો હું કોની વાત સાચી માનું ? શ્રદ્ધા કે વીશ્વાસ રાખવો હોય, તો પણ કોનામાં ? જે કોમમાં જન્મ્યા હોય એમાં જ ? એ તો બાળપણની કેળવણી સુચવે છે; કોઈ વૈશ્વીક નીયમો નહીં.
ઉપરના બધામાં જ્યારે શ્રદ્ધા કામ ન કરે, ત્યારે  રીઝ્ન (Reason) કેમ ન વાપરી શકાય? આમેય તે Reason વીના માણસનો છુટકો તો છે જ નહીં. વીરોધી મુલ્યો વચ્ચે સરખામણી કરીને પસંદગી કરવા, સમતોલન જાળવી રાખવા, સારા–નરસાનો ભેદ પારખવા, એ માટે તો આપણે Reasonનો ઉપયોગ રોજેરોજ કરીએ જ છીએ; કરવો જ પડે છે. કુદરતમાં માણસ સર્વશ્રેષ્ઠ થયો એ એની ઉચ્ચ બુદ્ધીશક્તી (Reasoning Power)થી જ થયો છે. શરીરથી તો એ ક્ષુદ્ર પ્રાણી છે. તો પછી  Reasonને ઉતારી પાડવાની શી જરુર ? ઈશ્વરની ભૌતીક સાબીતી ન હોય, પણ વૈચારીક સાબીતીનો આગ્રહ તો આપણે રાખવો જ જોઈએ. આધુનીક ભૌતીકશાસ્ત્ર જુઓ તો આખું એમ જ છે ને ? સીદ્ધાન્તો, સમીકરણો, ને ગણીતથી ભરપુર છે. પણ એકેએક તાર્કીક રીતે સાબીત કરી શકાય તેવાં છે; માની લીધેલાં સત્યો નથી. અધ્યાત્મમાં આથી તદ્દન ઉલટું છે. મહાપુરુષે કહ્યું એટલે માની લો.. મોટો ફરક એ કે આઈન્સ્ટાઈનને ખોટો કહેવાય; પણ રામ કે મહમદને ખોટો કહો તો માથું જાય.
ઈશ્વર બાબત સેંકડો પ્રશ્નો લાખો લોકોએ આજસુધીમાં ઉઠાવ્યા છે. તર્કની અને ભાષાની સંખ્યાબંધ ગુલાંટો મારીને પંડીતોએ જવાબ આપવાના પ્રયત્નો કર્યાં છે. છતાં એકેયનો સંતોષકારક જવાબ મળતો નથી.  દયાળુ ઈશ્વર ધરતીકમ્પ કેમ મોકલે છે ? એમાં મરે એ બધા તો પાપીઓ નહીં જ હોય ! સારા માણસો દુઃખી થાય ને દુર્જનો મજા કરે એવું કેમ ? ઈતીહાસમાં સૌથી સદ્ ગુણી સ્ત્રી સીતા. એણે એવાં કયાં પાપ કરેલાં કે જીન્દગીભર આટઆટલાં દુઃખ એને વેઠવાં પડ્યાં ? ઈશ્વર સર્વશક્તીમાન હોય તો સેતાનને કેમ સંહારી શકતો નથી, નરકનો નાશ કરી શકતો નથી કે દુષ્કૃત્યોને અટકાવી શકતો નથી ? અથવા તો, પોતે દયાળુ છે છતાં એમ કરવા જ માગતો નથી ?  વીશ્વનો સર્જનહાર હોવો જ જોઈએ એવો જો નીયમ હોય, તો સર્જકનું સર્જન કોણે કર્યું ? સર્જન કરતાં પહેલાં એ શું કરતો હતો ? ક્યાં રહેતો હતો ?
દુનીયાના ચાર મોટા ધર્મોમાં ઈસ્લામ સૌથી નવો ધર્મ છે. એ પણ આજથી 1400 વરસ પહેલાં સ્થપાયો હતો.કોપરનીકસ ને કેપ્લરે ફક્ત 500 વરસ પહેલાં સાબીત કર્યું કે સુર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી; પણ પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એ પછી ગેલીલીયો જેવા વૈજ્ઞાનીકોથી આધુનીક વીજ્ઞાન શરુ થયું. બધા જ મહાન ધર્મો એવા પ્રાચીન અજ્ઞાની યુગમાં જન્મેલા છે જ્યારે કમ્પ્યુટર કે કાગળ, માઈક્રોસ્કોપ કે મોટર, વીમાન કે વીજળી, કશું જ નહોતું. ત્યારે ચન્દ્રસુર્ય તો ઠીક; પણ પૃથ્વીય પુરી શોધાઈ–જોવાઈ ન હતી. ઓક્સીજન કે ઉત્ક્રાન્તી નામના શબ્દોય કોઈએ સાંભળ્યા નહોતા. જ્યારે ધર્મશાસ્ત્રમાં જ બધાં શાસ્ત્રોનો આદી ને અન્ત હતો. એ યુગોમાં શાપ, વરદાન કે પ્રાર્થના સીવાય કોઈ બનાવ યથાર્થ સમજવો શક્ય જ ન હતો. આ પરીસ્થીતીમાં માણસ શ્રદ્ધા ન રાખે તો શું કરે? પરન્તુ આજે જ્યારે વીજ્ઞાન ને તર્કશાસ્ત્ર જેવાં ઉપકરણો ઉપલબ્ધ છે, ત્યારે પણ માણસ શ્રદ્ધાને જ પકડી રાખે તો અર્ધો આંધળો માણસ ચશ્માં કે લાકડી હાથવગાં હોવા છતાં; અંદાજથી અથડાયા કરે એના જેવું થાય. મનુષ્યજાતીના અનીવાર્યપણે અપુર્ણ એવા જ્ઞાનને સમ્પુર્ણ સાબીત કરવા પંડીતોએ શબ્દોના સુશોભીત સાથીયા પુર્યા છે અને શાસ્ત્રોમાં સ્વપ્નો સજાવ્યાં છે. એવા વ્યર્થ પ્રયત્નો છોડીને આપણી મર્યાદાઓની વાસ્તવીકતા સ્વીકારી લેવી એ જ ડહાપણનો માર્ગ છે. ઘણાં સ્વપ્નોને સનેપાત બનવાની કુટેવ હોય છે.
ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસીક જરુરીયાતો પુરી કરી છે. દુનીયાનાં સુખદુ:ખ, હર્ષશોક, અનીશ્ચીતતા, અજ્ઞાન, બધું ઈશ્વર નામની વળગણી પર લટકાવી નચીન્ત થઈ સુવાનું માણસને ફાવી ગયું છે. તેને અદૃશ્ય અને અગમ્ય ગણ્યો એટલે બહુ સગવડ થઈ ગઈ. આ, તે, પેલું, બધું જ એને નામે ચડાવી દેવાય ને કોઈ શંકા કરી જ ન શકે. આ એક કલ્પના સ્વીકારો એટલે સત્યની શોધ, જીવનની જીજ્ઞાસાઓ, જન્મ, જરા, મૃત્યુના પ્રશ્નો, બધું બાજુએ મુકી દેવાનું સહેલું થઈ જાય. વસ્તુનો હોવાનો પુરાવો મળે; વસ્તુના અભાવનો પુરાવો કેમ મળે ? એટલે માણસના મગજમાં ઈશ્વર હમેશાં જીવે છે. અજ્ઞાતનું આકર્ષણ હમેશાં અદ્ ભુત હોય છે. સ્વર્ગનાં સુખો, નરકની યાતના, મૃત્યુ પછીનું જીવન, આ બધાંનું આકર્ષણ આપણને જાણીતું જ છે.
માણસની રચેલી સૌથી માયાવી ને મૌલીક સંકલ્પના એ ઈશ્વર છે. અસત્ય છતાં ઉપયોગી, કાલ્પનીક તોય કમનીય. કલ્પના ગમે તેટલી રંગીન (Romantic), સુંદર કે ઉપયોગી હોય, તોય એ કલ્પના જ રહે છે. પરન્તુ દેવ–દાનવ, ભુત–પલીત, ચુડેલ–ડાકણ, આત્મા–પરમાત્મા, પરીઓ, દેવદુતો જેવી ભ્રામક માન્યતાઓની માયાવી સૃષ્ટી રચ્યા વીના પણ માનવજીવન સમજી ને સ્વીકારી શકાય એવું છે. પ્રત્યેક બનાવનો પુર્ણ અર્થ સમજી શકવાની મથામણ કરીને પારલૌકીક પરપોટાઓ ઉડાવ્યા વીના પણ માણસ આનન્દથી જીવન માણી શકે છે, જો એ પોતાની અપુર્ણતાઓ, અશક્તીઓ અને અનીશ્ચીતતાઓને સ્વીકારી શકે તો ! કૃતીના બંધારણથી જો એનું કાર્ય નીશ્ચીત થતું હોય, તો જીવન નામની કાર્યરત કૃતીનાં કારણો કલ્પવાની કડાકુટમાં શા માટે પડવું ? પણ શુન્ય સીવાય જ્યાં કંઈ નથી, ત્યાં અનન્ત સૃષ્ટી શોધવા ઝંખતો માણસ શ્રદ્ધાના સુક્ષ્મતમ બીન્દુને વીસ્તારીને આકાશગંગા બનાવી દે છે. અને એમ કરતાં એ માન્યતાને ખેંચી ખેંચીને મનસ્વી મમતની હદમાં પહોંચાડી દે છે.
ધર્મ કે ઈશ્વર કેટલાક મનુષ્યોને જીવવાનો હેતુ, અર્થ કે પ્રયોજન આપી શકે છે; પણ એવું કામ તો કલા પણ કરે છે, લેખન પણ કરે છે, યુદ્ધો પણ કરે છે, બીજા અનેક ઉત્કટ આચારો ને વીચારો પણ કરે છે. કેટલીક વાર જ્યોતીષ, તાન્ત્રીકવીદ્યા વગેરેમાં શ્રદ્ધા રાખવી બીનજરુરી કે અત્યન્ત હાનીકારક નીવડે છે. આવી પરીસ્થીતીઓમાં શ્રદ્ધા કરતાં પ્રશ્નશીલતા (Skepticism) કે અજ્ઞાન સુધ્ધાં વરદાનરુપ થાય છે. કવી યીટ્સકહે છે તેમ ‘શ્રેષ્ઠ મનુષ્યો કટ્ટર માન્યતાઓથી દુર રહેતા હોય છે; કનીષ્ઠો ઉત્કટ ઝનુનથી ભારોભાર ભરેલા હોય છે.’ થોમસ હક્સલીએ લખ્યું છે : ‘વીચારપુર્વક કરેલી ભુલો કરતાં; અવીચારે ગ્રહેલાં સત્યો વધુ હાનીકારક હોઈ શકે છે.’
વીજ્ઞાનની ભવ્ય પ્રગતી પછી પણ કેટલાક પ્રશ્નો કાયમ ઉભા રહેવાના જ. એ પ્રશ્નો અઘરા છે એ કારણે નહીં; પણ એ પુછવાની આપણી રીતને કારણે. મનુષ્યનાં મગજ ને શરીર લાખો વર્ષોના ઉત્ક્રાન્તીજન્ય ફેરફારોનું પરીણામ છે. એવા ફેરફારો બદલી શકાય, ઉલટાવી શકાય કે આગાહી કરી શકાય એવા હોતા નથી. વીશાળ વીશ્વોની અનન્તતામાં માત્ર એક રજકણ, અનન્ત સમયની અવધીમાં માત્ર એક પળ – એ છે આ ક્ષુદ્ર માનવ જીવન. તેમ છતાં એની પોતાની જ આકૃતીમાં ઈશ્વર નામની કલ્પનાને કંડારવાની ધૃષ્ટતા કરતાં એ અચકાતું નથી. વીવેકશીલતા (Rationality) વીકસ્યા પછી એક દીવસ તો એ સમજશે..
(ક્રમશઃ)
 –સુબોધ શાહ

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી