આત્મા સંમેલન-૨
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
15 July 2016
ઘમ્મર વલોણું-૨૩
ઘમ્મર વલોણું-૨૩
નક્કી કર્યું કે ઝાડ નીચે બેસીને થોડો વિશ્રામ કરી લેવાથી તનમાં સ્ફૂર્તિ આવશે. ઘાસના તણખલા લઈને દાંત ખોતરવા લાગ્યો. દાંત સાથે એવો કયો તંતુ કે ચેતા જોડાયેલ છે કે જે મનને કાર્યરત કરે છે ? મન ને ફરી એક વાર છંછેડી નાખ્યું. એટલું સારું થયું કે તે હજી અર્ધ જાગ્રત હતું. આથી વધુ કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ઇશારાથી મને પૂછ્યું કે શું છે ? કોઈ મોટા પંડિતને પ્રશ્ન પુછવા માટે પોતાનામાં પણ થોડી પંડિતાઈ હોવી જોઈએ કે નહિ ?
વાત તો સ્ફૂર્તિ લાવવાની હતી પણ મનને છંછેડવાથી એ શકાય નહિ બને; એમ માનીને દાંત ને વધુ ખોતર્યા. ઉંચે જોયું કે એક પક્ષીનું વૃંદ ઉડતું દેખાયું; અનાયાસે ઉભું થઇ જવાયું. ફર ફર કરતા બધા ઉડે છે ને હવામાં અંગડાઈઓ લે છે. વળી કોઈ એક જગ્યાએ નીચે ઉતરીને પાણીમાં ચાંચ બોળીને તૃષા છીપાવે છે. બે ત્રણ દાણા મળ્યા કે વળી ગગન વિહારે નીકળી પડયા. કોઈ પણ પાછું ફરીને જોતું નથી. કોઈ કોઈના માટે રોકાતું નથી. તો પણ બધાનો તાલમેલ કે લયબદ્ધતા તો જળવાયેલા છે ! થોડો આગળ વધ્યો; સુરજ દાદાનો તાપ માથે જીલ્યો કે વળી પેલા ઝાડની શીતલ છાંય ગુમાયાના અફસોસે વળી ત્યાં બેસી ગયો.
વળી બીજું ઘાસનું તણખલું લઈને દાંત ખોતરવા લાગ્યો. હજી પેલો પ્રશ્ન તો અણ ઉકેલિત અવસ્થમાં લટકતો હતો. દાંત સાથે એવો કયો તંતુ કે ચેતા જોડાયેલ છે કે જે મનને કાર્યરત કરે છે ? હજી તો એ પ્રશ્ન ને ન્યાય આપવા માટે વિચારું કે વળી અનાયાસે ઉભું થઇ જવાયું. ઝાડની બાજુમાંથી મદમસ્ત વિહરતા પશુઓનું ટોળું પસાર થયું. ગાતા આવડે કે ના આવડે છતાં મસ્તાન બનીને જુમતા જુમતા જાય છે. પોતે તો એ ટોળા સામે જોઈ રહ્યો અને અવલોકી પણ રહ્યો. પણ એ ટોળું તો બસ એમની જ ધૂનમાં ચાલ્યે જાય છે. આવડા મોટા મહામાનવને જોઇને કોઈ કદર નહિ ? નથી કોઈ હરીફાઈ કે નથી કોઈ ઉચ્ચ નિચ્ચનો ભેદ ! સૌ પોત પોતાનો રસ્તો કરી લે છે.
થોડી વાર પહેલા જે પક્ષીનું ટોળું ગયું અને આ પશુઓનું ટોળું જાય છે એમાં બે વાતની સમાનતા દેખાઈ. એક તો કોઈ પાછળ જોતું નથી અને બીજું કે કોઈની રાહ જોતું નથી. ફરી વિશાળ ગગનમાં નજર કરી કે પખીઓનું ટોળું ઉડતું દેખાયું. નજર ને નીચે લાવ્યો ત્યાં તો પેલું પશુ વૃંદ દેખાતું નહોતું ! ઉંચો હાથ કરીને મેં બુમ પાડી….. “ અરે ઓ ઉડનારા….મને પણ સાથે લઇ જાઓ. મારે પણ ઉડવું છે. અને મારે પણ ગગન વિહાર કરવું છે. ” થોડી વારમાં હવામાંથી શબ્દો રૂપી તીર એવું આવ્યું કે મારા હાથ નીચા થઇ ગયા.
“ પછી તારા ઘરનું શું ? ”
કેઆરકે બનવું છે કે વિક્રમ ભટ્ટ?
કેઆરકે બનવું છે કે વિક્રમ ભટ્ટ?
તમે કેવી ભાષા લખો છો ને કેવી બોલો છો તે તમારું વ્યક્તિત્વ બતાવે છે-સંસ્કાર બતાવે છે. એમાંય જ્યારે તમે જાહેર જીવનમાં અથવા કોઈ ક્ષેત્રમાં શીર્ષ સ્થાને આવી જાવ પછી તમારે ખાસ ધ્યાન રાખવું પડે.
કેટલીક બાબતોમાં તમે જાહેરમાં અને ઘરમાં જુદા હો છો. હોવું જ જોઈએ. અને આ વાત દરેકને લાગુ પડે છે. તમે સામાન્ય વ્યક્તિ હો કે તમારી જાતને તમારા ક્ષેત્રમાં શીર્ષ સ્થાને ગણતા હો. તમે ઘરમાં ગંજી ને બરમૂડામાં ફરી શકો છો પણ લગ્નમાં કે ટીવી પર શોમાં એક્સપર્ટ તરીકે જવાનું હોય ત્યારે તમે સુઘડ ને સ્વચ્છ કપડાંમાં જ જશો. કદાચ સૂટબૂટ નહીં પહેરો ને સરસ ઝભ્ભો કે શેરવાની ને મોજડી પહેરશો. ઘરમાં બગાસાં મોટા અવાજ સાથે ખાશો પણ બહાર તમે બગાસા પર કંટ્રોલ રાખશો. ઘણી કહેવાતી મોટી હસ્તીઓ કહેતી હોય છે કે અમે દંભ નથી કરતા. આવા લોકો એમના બોલવચનમાં દંભ ન કરવા સલાહ આપતા હોય છે. પણ આવા મોટી હસ્તીની નજીક જઈને ઘરના અને બહારના જીવનને જુઓ તો ખબર પડે કે આ લોકો કેટલા દંભી છે. તમે મિત્રવર્તુળમાં જે રીતે ગાળ સાથે કે ગાળ વગર વાત કરો છો તે રીતે ઑફિસમાં બોસ સાથે નથી કરતા. કરી પણ નથી શકતા.
તમે જેમ જેમ આગળ વધો તેમ તમારો અહંકાર પણ વધતો જાય તેવી શક્યતા છે કારણકે તમારી આસપાસ ચમચામંડળ આવી ચડશે ને તમારા માનસિક દેહ પર કબજો કરી લેશે. તમે જે કંઈ ક્રિયા કરશો એ એમને લીલા જ લાગશે. તમે છિંક ખાશો તોય કહેશે કે આહાહા! શું અદા છે બોસ! આ જ રીતે છિંક ખવાય. તેથી તમે તમારી જાતને બ્રહ્મ ને તમારી વાતને બ્રહ્મવાક્ય માનતા થઈ જાવ છો. તમારી વાત એક વાર મોઢામાંથી કે કલમથી નીક્ળી ગઈ તે જો ખોટી તમને પણ લાગતી હોય તો તેને સાચી ઠરાવવા તમે ધમપછાડા કરો છો. કુતર્કો આપવા લાગો છો. જો કોઈ નમ્ર ભાષામાં તેનો વિરોધ કરે તો તમે તેની સાથે, “હશે. તમને તમારા વિચાર રાખવાનો હક છે પણ હું તે સાથે સંમત નથી.” એમ કહીને અથવા “મારા વિચારથી ખરી હકીકત આ છે.” આમ કહીને તમે વાતને પૂરી કરી શકો પણ જો તમે મારા ચમચાને આગળ કરીને કે તમે પોતે જ તે વ્યક્તિને ખોટી ઠરાવવા, તેની સાથે જીભાજોડી કરી તેના પર કાદવ ઊછાળવા જશો તો સામેવાળાને તો કંઈ પ્રતિષ્ઠાની નહીં પડી હોય. તે બમણા વેગથી પ્રહાર કરશે. એટલું જ નહીં, તે તેનો પ્રચાર પણ કરશે કે કેવી રીતે તમે એની સાથે ગાળાગાળી પર ઉતરી આવ્યા. અને આ તમાશો જેટલા જોશે એ બધા મજા લેશે ને સાથે એનો પ્રચાર પણ કરશે. એમાંના ઘણા ડબલ ઢોલકી પણ હશે જે તમને સહાનુભૂતિના બે બોલ કહેશે અને અંદરખાને મજા લેશે. એટલું જ નહીં, કોઈ ને કોઈ રીતે તેનો પ્રચાર પણ કરશે. તમારી શક્તિ આવી જીભાજોડીમાં વપરાઈ જશે ને તમારા કામ તરફથી તમારું ધ્યાન ફંટાઈ જશે. નુકસાન કોનું થયું? તમારું કે સામેવાળાનું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો તો હવે દાખલો આપો તો વિરોધીઓ ભક્તની ઉપમા આપી દે છે પણ એમના વિચારો સાથે ગમે એટલા અસંમત હો, એક વાત તો એમનામાંથી શીખવા જેવી છે જ. અરવિંદ કેજરીવાલ તેમને સાયકોપથ કહેવાની હદ સુધી નીચે ગયા. અને મિડિયા,અન્ય રાજકીય વિરોધીઓ તો આનાથી પણ કેટલી નીચી હદે જાય છે તે યાદ અપાવવાની જરૂર નથી. પણ સામે પક્ષે મોદીએ હંમેશાં પોતાનાં કામોથી જ જવાબ આપ્યો છે. આક્ષેપો કર્યા છે તો એમાંય શાલીનતા રાખી છે અને છતાંય એ આક્ષેપો એવી રીતે કર્યા જેથી સામેવાળી વ્યક્તિને ચચરી જાય. દા.ત. પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ મુશર્રફને મિંયા મુશર્રફ કહેવા. બધા જાણે છે કે મુસ્લિમોમાં મિંયા એ જનાબ જેવો જ માનવાચક શબ્દ છે. રાહુલ ગાંધીને શહઝાદા કહેવા. શહઝાદા એટલે રાજકુંવર. તેનો આડકતરો અર્થ થયો કે યુપીએ સરકારમાં સત્તાની ખરી દોરી સોનિયાના હાથમાં હતી.
એક વ્યક્તિ કેઆરકે ખાન પણ છે. એણે એક-બે જ ફિલ્મો કરી છે પણ એ દરેક ફિલ્મની ઉડઝુડ સમીક્ષા કરતો રહે છે અને ફિલ્મ કલાકારો સામે ગંદા આક્ષેપો કરતો રહે છે પણ તાજેતરમાં નિર્દેશક વિક્રમ ભટ્ટે એને બદનક્ષી કેસની ધમકી (અથવા કેસ કરતા) એને જાહેરમાં ક્ષમા માગવી પડી. વિચારો કે વિક્રમ ભટ્ટ પણ એની સામે એવા જ આક્ષેપોમાં ઉતરી પડ્યા હોત તો?
હવે વિચારવાનું તમારે છે કે તમારે કેઆરકે બનવું છે કે વિક્રમ ભટ્ટ? કેજરીવાલ બનવું છે કે મોદી?
મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…
મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…
–રશ્મીન શાહ
કોઈને મદદ કરવાની ભાવના જ્યારે મનમાં જાગે, કોઈની બાજુમાં ઉભા રહેવાની ઈચ્છા જ્યારે બળવત્તર બને અને કોઈના માટે લાભદાયી થવાની તૈયારીઓ થવા માંડે ત્યારે માનવું કે અંદર રહેલો ‘રામ’ અત્યારે કામ કરી રહ્યો છે અને જો તે રામ જ કામ કરતો રહેવાનો હોય તો પછી તેણે ફરી પૃથ્વી પર આવવું જોઈએ એવી આશા રાખવી જરુરી છે?
શ્રીમદ્ ભગવદ્ગીતાના કોઈ એક ખુણે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે : ‘ઘોર કળીયુગ સમયે તે ફરીથી આવશે અને અસત્યનો, પાપાચારનો અને અધર્મનો નાશ કરશે.’ સાંભળ્યું પણ છે અને શ્રીકૃષ્ણએ કરેલું આ કમીટમેન્ટ વાંચ્યું પણ છે. સાંભળ્યું ત્યારે જે સવાલ મનમાં જન્મ્યો હતો એ જ સવાલ વાંચ્યો ત્યારે પણ મનમાં જન્મી ગયો હતો. ભગવાને કહ્યું છે એ ઘોર કળીયુગની વ્યાખ્યા શી ? એ સવાલ ત્યારે પણ થતો હતો અને આજે પણ થાય છે. ઘોર કળીયુગ એટલે શું?
સગો બાપ દીકરીને વેચી દેતો હોય એ ઘોર કળીયુગ ગણાય ખરો? કોઈના બાપની સાડીબારી વીના મન્દીરની મુર્તી પરથી દાગીનાઓ ચોરી થઈ જાય એની ગણતરી ઘોર કળીયુગમાં ન થાય? અત્યન્ત પવીત્ર એવા ગીરનાર પર્વત પર જ એક છોકરી પર બળાત્કાર થાય એ તો ઘોર કળીયુગની આલબેલ ગણાયને? દાદર સ્ટેશનની ભીડમાંથી માંડ જગ્યા કરીને પસાર થતી છોકરીનાં સ્તન સાથે ખભો ઘસીને પસાર થઈ જવાની માનસીકતા ઘોર કળીયુગમાં જ સામેલ થતી હશે? વીકૃતીની ચરમસીમા જેવી દીલ્હીની નીર્ભયા રેપ–કેસની ઘટના સાંભળીએ તો પણ રુંવાડાં ઉભાં થઈ જતાં હોય તો હવે તો ઘોર કળીયુગ આવી ગયો કહેવાય કે પછી નીઠારી કાંડમાં કુમળાં બાળકોનાં અંગો સાથે કુચેષ્ટા કર્યા પછી, એ જ બાળકોને અવનમાં પકાવીને એને જમી જવાની ઘટના પછી ઘોર કળીયુગ શરુ થયો હશે? ધારાવીમાં જીવી રહેલાઓને જોતી વખતે અરેરાટી છુટી જાય ! શું આ ઘોર કળીયુગ હશે કે પછી ધારાવી ઐશ્વર્ય છે ? એક પણ પ્રકારની સુવીધા વીના જીવી રહેલા નાગાલૅન્ડના જંગલના આદીવાસીઓના જીવનને ઘોર કળીયુગ ગણી લેવો જોઈએ? એ ઘોર કળીયુગ નથી તો પછી ઘોર કળીયુગ કયો છે? તીહાડ જેલમાં સગી દીકરીની હત્યાની સજા ભોગવી રહેલા તલવાર દમ્પતીમાં ઘોર કળીયુગ કે પેલી નર્ભયાના પ્રાઈવેટ પાર્ટ્સમાં ઈજા કરીને સ્વર્ગનો આનન્દ અનુભવી રહેલા પેલા દીલ્હીના ટીનેજરને નીર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો એ ચુકાદો એટલે ઘોર કળીયુગ?
આ અને આવા કોઈ પ્રશ્નનો જવાબ મળ્યો નહીં; એટલે પ્રતીપ્રશ્ન પણ જન્મી ચુક્યો છે. જો એ ઘોર કળીયુગ ન હોય તો પછી ઘોર કળીયુગમાં શું બનશે અને એ બનશે ત્યારે ખરેખર શ્રીમદ્ ભગવદ્ગીતામાં કમીટમેન્ટ કરનારાની લીફ્ટ, આકાશ ફાડીને નીચે આવશે ખરી? એ આવશે ત્યારે તેના હાથમાં સુદર્શન ચક્ર હશે કે પછી હાથમાં વાંસળી સાથે તે જમીન પર પગ મુકશે? જમીન પર પગ મુકીને તે પોતાના ડીવાઈન પાવરથી પાપીઓનો નાશ કરશે કે ફરી એક વખત અર્જુનને શોધીને તેને સલાહસુચન–બોધ આપી, લાંબું મહાભારત ખેલવાનું પસંદ કરશે? ભલે ખેલે મહાભારત, વાંધો નહીં; પણ એ વાંધો તો જ નથી જો તે પૃથ્વી પર પ્રયાણ કરવાના હોય અને આકાશ ફાડીને લીફ્ટ જમીન પર ઉતરવાની હોય. એવી કોઈ લીફ્ટ આવશે ખરી?
વીજ્ઞાન પર વધુ શ્રદ્ધા છે એટલે એ જ શ્રદ્ધાને આંખ સામે રાખીને જો આ સવાલનો જવાબ આપવાનો હોય તો કહેવું પડે કે ના, એવું કંઈ બનવાનું નથી અને જો એવું બનવાનું હોય તો ધર્માધીકારીની લીફ્ટ અત્યાર સુધીમાં ક્યારની નીચે આવી ગઈ હોત. પણ એ નથી આવી અને આવતા સમયમાં પણ આવે એવી શક્યતા છે નહીં અને જો એ શક્યતા ન હોય તો ભલા માણસ, કોઈ ‘કૃષ્ણ’ની અને કોઈ ‘રામ’ની રાહ જોવાની જરુર પણ નથી; કારણ કે રાહ તેની જોવાય જેનામાં પોતાનું વચન અને પોતાના શબ્દો પાળવાની ક્ષમતા હોય, રાહ તેની જોવાય જેનામાં પોતાના કથનને વળગી રહેવાની ત્રેવડ હોય અને સાહેબ, રાહ તેની જોવાય જેનામાં આજનો અધર્મ કાપવાની ભાવના હોય અને જો એવી રાહ જોવાની ન હોય તો અદબ સાથે જાવેદ અખ્તરે લખેલી પેલી પંક્તીઓ યાદ કરી લેવાની છે : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
આજનો અધર્મ તમારે જ કાપવાનો છે અને આજના પાપાચારનો તમારે જ નાશ કરવાનો છે. આજે મદદ પણ તમારે જ કરવાની છે અને સંહારશક્તીનું સીંચન પણ તમારે જ તમારામાં કરવાનું છે. તમારી જ અંદર તમારે કૃષ્ણને જગાડવાનો છે અને તમારી જ અંદર રહેલા પેલા કંસનો વધ પણ તમારે જ કરવાનો છે અને તમારે જ તમારા રામ બનીને રાવણનો નાશ કરવાનો છે. જાવેદ અખ્તરની વાત સહેજ પણ ખોટી નથી : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ.’ આ પંક્તીને સાચી રીતે સમજવા માટે થોડી વધુ લાઈનો તમારે વાંચવી પડશે.
‘હર હર મહાદેવ.’ મહાદેવનો આ નારો જો ધ્યાનપુર્વક વાંચો તો સમજાશે કે એમાં કહેવામાં આવ્યું છે કે :‘મહાદેવ એક નથી; હર એક મહાદેવ છે.’ હર હર મહાદેવ. બસ, આવું જ છે પથ્થરના બનીને મન્દીરમાં બેસી ગયેલા ભગવાનનું. તે બહાર આવવાનો નથી; પણ અન્દર બેસીને પણ તે યાદ દેવડાવવાની કોશીશ તો કરે જ છે કે : ‘ભગવદ્ગીતાને વાંચીને આકાશ સામે આંખો ફાડીને બેસી નહીં રહો. જો, તારી અન્દર, ક્યાંક હું તને જડી જઈશ. એક ‘સારા કામ’ની સાથે મારો ઉદય થશે, એક ‘મદદગારી’ના બદલામાં હું તારી આંખોમાં ચમકારો બનીને ઉભરી આવીશ, એક ‘સારી ભાવના’ની સાથે હું તારામાં ગર્ભાધીન થઈશ અને ઉત્તરોત્તરની તારી આ ભાવના સાથે હું તારામાં જ આવાસ બનાવી લઈશ.’
‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
કોઈની રાહ જોવાની જરુર નથી અને કોઈની રાહ જોવાની પણ ન હોય. રાહ તો એની જોવાની હોય જેની ગેરહાજરી હોય. જેની રાહ જુઓ છો તે તો હાજર જ છે ! પણ ઈર્ષ્યા, લાલચ, સ્વાર્થની ભેળસેળ એવી તે થઈ ગઈ છે કે તે તમારી જ અન્દર હવે ગુંગળાઈ રહ્યો છે. કોઈને ‘ઔકાત દેખાડી દેવાની ઈચ્છા’ સાથે જે ‘રાવણ’ જન્મે છે એ રાવણને કોઈ અને કોઈ સ્તર પર નાથવાનો છે અને કોઈનું ‘અહીત કરી લેવાની મનસા’ સાથે જે ‘કંસ’ જન્મે છે એ કંસને હણવાનો છે. શાસ્ત્રોના એ રાવણ અને એ કંસનો પણ ક્યાંય નાશ નથી થયો. એ આજે પણ હયાત જ છે. જીવે છે ક્યાંક, મારા અને તમારામાં. સુર્પણખા આજે પણ નાક વીનાની થઈને ફરી રહી છે, ક્યાંક મારા અને તમારામાં. હીડીમ્બા અને પેલો બકાસુર અત્યારે પણ શ્વસે છે, ક્યાંક મારા અને તમારામાં. એ રાવણ અને એ બકાસુર, એ હીડીમ્બા અને એ શુર્પણખાનો અન્ત લાવવા માટે આકાશમાંથી કોઈ નથી આવવાનું. નો આવે. એવો તેને ટાઈમ પણ ક્યાં છે, યાર ? ગોવર્ધન ઉપાડવાનું કામ તે એક વાર કરે, દર વખતે થોડી કંઈ તે ગોવર્ધન નામની છત્રી લઈને તમને ઓથ આપે? ઓથ જાતને આપવાની છે, ઓથ જાતે ઉભી કરવાની છે.
એવી પુર્ણ તૈયારી સાથે : ‘મન સે રાવણ જો નીકાલે; રામ ઉનકે મન મેં હૈ…’
–રશ્મીન શાહ
બાળક અને જનેતા
બાળક અને જનેતા
બાળક એ કુદરતે મનુષ્યને આપેલ એક અણમોલ ભેટ છે.બાળકના આગમનથી કુટુંબ સંપૂર્ણ બને છે. એક બાળકનું કુટુંબમાં આગમન એક આનંદનો અવસર બની જાય છે.
બાળક અને એને જન્મ આપનાર માતાનો સંબંધ ગર્ભાધાનના સમયથી જ શરુ થાય છે.માતા માટે તો બાળક એના શરીરનો જ એક હિસ્સો છે.
માતાના ઉદરમાં નવ માસ દરમ્યાન દિવસે દિવસે ગર્ભ એક બાળકનું સ્વરૂપ કેવી રીતે ધારણ કરે છે એ આ વિડીયોમાં સરસ સમજાવવામાં આવ્યું છે.
9 Months In The Womb:કુદરતનો અજબ કરિશ્મા
A Remarkable Look At Fetal Development Through Ultrasound By PregnancyChat.com

નવ માસ માટે ઉદરમાં બાળકનો ભાર ઉઠાવીને અને પ્રસુતિની અસહ્ય પીડામાંથી પસાર થયા પછી જ્યારે બાળકનો જન્મ થાય છે અને સૌ પ્રથમ વાર જ્યારે આ જનની એના શરીરના જ અંશ સમા બાળકનું મુખ જુએ છે ત્યારે એનું બધું જ દુખ એ ભૂલી જાય છે.એના મુખ પર આનંદ અને સંતોષનું સ્મિત ઝળકી ઉઠે છે.આ ક્ષણથી જ માતા અને બાળક આજીવન પ્રેમના બંધનથી બંધાઈ જાય છે.માતા પિતા અને કુટુંબીજનો અને મિત્રોમાં બાળકના જન્મથી આનંદની લહેર ફેલાઈ જાય છે.
વૃદ્ધ દાદા-દાદી માટે તો આ બાળક એમની મૂડીના વ્યાજ સમું વ્હાલું બની જાય છે.બાળકની સાથે બાળક બની કુટુંબમાં નાવાન્તુક મહેમાન સમા બાળકને પ્રેમથી એમના વધતા જતા કુટુંબમાં આવકારે છે. એમના માટે આ ખુશીનો માહોલ બની જાય છે.
બાળ વિકાસ
જેમ એક છોડ દિવસે દિવસે વધી વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે છે એમ એક બાળક દિવસે દિવસે વધતું જાય છે .
બગીચાના એક ફૂલ છોડ પર જેમ એક કળીમાંથી દિવસે દિવસે એક પૂરું ખીલેલું સુંદર ફૂલનું સ્વરૂપ લે છે એમ જ બાળકનો દિવસે દિવસે શારીરિક અને માનસિક વિકાસ થતો રહે છે .બાળકની જનની આ વિકાસને આશ્ચર્ય અને ખુશી મિશ્રિત લાગણીથી નિહાળતી રહે છે .
કુટુંબ રૂપી બગીચાની માળી રૂપી માતા એના બાળક રૂપી ફૂલને દિવસે દિવસે વધતું અને ખીલતું જોઇને આનંદથી હરખાઈને ખીલી ઉઠે છે.માતાનો બાળક પ્રત્યેનો લગાવ અને આનંદ અદભુત હોય છે કે જેની કિંમત પૈસામાં કદી થઇ ના શકે.
બાળ સંભાળ અને માતા
બાળકની સંભાળ રાખનાર માતા માટે જોવા જેવા ત્રણ વિડીયો .....
Child Development- Physical (0-12 months)
https://youtu.be/csUWSQ5nZJA
Developmental Milestones- Infants
https://youtu.be/hD_YqcWCwFQ
Baby Milestones: Motor Development
https://youtu.be/G5wWVNYLBVk
A child Prodigy
Rubik's Cube By One Hand One Leg
He manages both rubiks cube by hand and leg in record time that is really awesome
https://youtu.be/q5f5u1TjqQA
શબ્દો વિષે થોડા શબ્દો …..ચિંતન લેખ …. વિનોદ પટેલ
(પ્રતિલિપિ.કોમ પર મારો એક ચિંતન લેખ " શબ્દો વિષે થોડા શબ્દો " પ્રગટ થયેલ છે.વિનોદ વિહારના વાચકો માટે આ લેખ અહી આજની પોસ્ટમાં ફરી પ્રસ્તુત છે.વિ.પ.)કાના માતર વિનાના અઢી અક્ષરના શબ્દ “શબ્દ” ઉપર મનન કરતાં મારા મનમાં ઉદભવેલ વિચારોને શબ્દોમાં ઉતારીને નીચે આપું છું.રોજે રોજ લોકો દ્વારા કેટ કેટલા શબ્દો બોલાતા હશે એનો અંદાઝ મેળવવો અશક્ય છે.જગતના કરોડો લોકોના મનમાં જે શબ્દોએ જન્મ લીધો હતો એ શબ્દો વાક્યો બનીને એમના લેખો,પુસ્તકોમાં સંગ્રહ પામીને પુસ્તકાલયોમાં કેદ બનીને સદીઓથી પડેલા છે. રોજે રોજ આપણા નેતાઓ,એમનાં ભાષણોમાં શબ્દોના બાણોની વર્ષા કરતા હોય છે.ટીવી રેડિયો,નાટકો ચલચિત્રો એમ ગણી ન ગણાય એટલી જગાએ શબ્દો જ અને માત્ર શબ્દો સાંભળવા, કે વાંચવા મળે છે.લેખકોના વિચાર વલોણામાંથી શબ્દો રૂપી દહીં વલોવાઈને જે માખણ બને છે એનું નામ જ સાહિત્ય.જગતનો સૌથી નાનામાં નાનો અને જેનો અર્થ વિસ્તાર કરવા પુસ્તકો પણ ઓછાં પડે એવો જો કોઈ એક શબ્દ હોય તો એ શબ્દ છે "મા".શબ્દ એટલે વાચા-વાણી.તમારા હૃદય-મનમાં ચાલતા વિચારોનો શબ્દ પડઘો પાડે છે.શબ્દ એ માનવ જાતને જન્મ સાથે જ ભગવાને આપેલી અણમોલ ભેટ છે.જન્મથી જ તમારો શબ્દ તમારી પહેચાન બનતો હોય છે.શબ્દની કિંમત કોઈ મુક કે બધિર ભાઈને નિહાળવાથી સમજાય છે.બોલવું અને બોલી-બકી નાખવું એમાં ઘણો ફેર છે.કેટલાંક બોલે છે તો કેટલાંક બોલી નાખે છે.તમે જે બોલો એનું વજન પડવું જોઈએ .એમાં ભાવ અને અર્થ નીકળવો જોઈએ.દ્રૌપદીના કૌરવો માટે સમજ્યા વગર વાપરેલા “આંધળાના આંધળા જ હોય ” એ કટુ શબ્દોએ આખું મહાભારત રચાયું હતું એ આપણે જાણીએ છીએ. શબ્દોને દાંત નથી હોતા પણ જ્યારે પણ એનાથી કોઈના પર ઘાત કરવામાં આવે છે ત્યારે એ ઘા એટલો ઊંડો હોય છે કે જીવનની સમાપ્તિ સુધી મન ઉપર પડેલો એ ઘા કદી પૂરો રૂઝાતો નથી કે ભરાતો નથી.એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે ,બોલાયેલો શબ્દ તમારો માલિક .” એવી જ એક બીજી શબ્દ અંગેની એક ચીની કહેવત પણ છે કે “બે વસ્તુ નબળાઈની એંધાણી છે : બોલવું ઉચિત હોય ત્યારે મૂંગા રહેવું અને મૌન ઉચિત હોય ત્યારે બોલવું.” સહદેવ માટે એમ કહેવાય છે કે એ મનમાં બધું જાણતો, સમજતો હતો પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કશું બોલતો ન હતો.જ્યારે ભીમ કોઈ પૂછે કે ન પૂછે પણ જે મનમાં હોય એ ભરડી નાખતો.બોલવા વિષે સહદેવ અને ભીમ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવા જેવો ખરો !શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે,આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે…-હર્ષ બ્રહ્મભટ્ટશબ્દોમાં અપાર શક્તિ પડેલી છે.કોઈ સારા વક્તા દ્વારા વપરાયેલા શબ્દો લોકોને પ્રેરક બનીને જીવન પલ્ટો કરાવી શકે છે.કોઈના યોગ્ય રીતે કરેલ વખાણ એ વ્યક્તિને જીવન સારી રીતે જીવ્યા બદલ પોરસ ચડાવે છે.એનામાં પડેલી સુસુપ્ત શક્તિઓને વધુ બહાર લાવવા માટે કટીબદ્ધ કરે છે.કોઈની અયોગ્ય ટીકા સંબંધોમાં તિરાડ પાડતી હોય છે.કોઈએ સરસ કહ્યું છે કે એવું મીઠું ન બોલો કે જગત તમને ચાવી જાય તો એટલું કડવું પણ ન બોલો કે જગત તમને થૂંકી નાખે.કેટલાક લોકોના શબ્દો દરજીની કાતરની જેમ કાપવાનું કામ કરે છે જ્યારે કેટલાકના શબ્દો સોયની જેમ જોડવાનું કામ કરતા હોય છે.શબ્દ નો વિરોધી શબ્દ છે અપશબ્દ.શબ્દો એ ગમે તેમ બોલીને વેડફી મારવાની ચીજ નથી.યોગ્ય સમયે યોગ્ય શબ્દ વાપરવાની કુનેહ જરૂરી છે. મનમાં કંઇક હોય અને જીભ ઉપર કંઇક હોય એ અપ્રમાણિકતાની નિશાની છે.સારા અને સ્પષ્ટ શબ્દો વાપરનાર ઉપર લોકો વિશ્વાસ મુકતા હોય છે.આવા પ્રમાણિક માણસોના બોર બજારમાં જલ્દી ખપી જાય છે. કોઇના યોગ્ય કામના યોગ્ય વખાણ કરવા કે સારા શબ્દો વાપરવામાં કંજૂસાઈ કરવા જેવી નથી .સમજ્યા વગર અને પરિણામની કાળજી દાખવ્યા વિના બોલાયેલા શબ્દો નફરતની આગ પેદા કરી શકે છે.સમય સુચકતા અને પ્રેમથી યોગ્ય સમયે વપરાયેલા યોગ્ય શબ્દથી કોઈની ચિંતાને હળવી કરી આશીર્વાદ સાબિત થઇ શકે છે.બીજો તમારા વિષે કઈ બોલે અને તમારી લાગણી દુભાતી હોય તો એ જ વાત તમારા બીજાના વિષે બોલાયેલા શબ્દોને પણ એટલી જ લાગુ પડે છે.શબ્દ તારે છે તો ડુબાડે પણ છે.શબ્દ હસાવે છે તો રડાવે પણ છે.શબ્દ જો અમૃત છે તો વિષ પણ છે.શબ્દ સાથે રમત ખેલવા જેવી નથી. એનો ઉપયોગ બહું જ સાવધાનીથી કરવા જેવો છે.શબ્દ અંગે અંગ્રેજીમાં એક સુંદર અવતરણ છે.A careless word may kindle strifeA cruel word may wreck a lifeA bitter word may hate instillA brutal word may smite and killA joyous word may light the dayA timely word may lessen stressA loving word may heal and bless .કહેવત છે કે બોલે એનાં બોર વેચાય તો એનાથી વિરુદ્ધ એક બીજી પણ કહેવત છે કે ન બોલ્યામાં નવ ગુણ.બહું બોલે નહિ એ મુગામાં અને બહું બોલે એ બોલકામાં ખપી જાય છે.એક અરબી કહેવત યાદ આવે છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે જ્યારે બોલાયેલો શબ્દ તમારો માલિક .”ઘણા માણસો જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી એમની મૂર્ખામી વિષે શંકા રહે છે પરંતુ જ્યારે બોલે છે ત્યારે મુર્ખામી વિષે રહી સહી શંકાનું તરત જ નિવારણ થઇ જાય છે.માણસના મનના સરોવરમાં ચાલતાં વિચાર વર્તુળો અમાપ અને અનંત હોય છે.એને નથી કોઈ આરો કે નથી કોઈ ઓવારો.શબ્દ વિષે હજુ વધુ વિચારીએ તો ઘણા શબ્દો લખી શકાય એમ છે.શબ્દ ઉપર મને જે વિચાર આવ્યા એનાથી વધુ વિચારો વાચકોના વાચન,જ્ઞાન, અનુભવ અને કલ્પના શક્તિ એમના મનમાં પણ ઉદભવે એ બિલકુલ સ્વાભાવિક છે એટલે મારા શબ્દોને આટલેથી જ વિરામ આપું છું .અસ્તુ.વિનોદ આર. પટેલ, સાન ડીયેગો |
મ ન ગમતાં સંવાદો–૮
મ ન ગમતાં સંવાદો–૮
“આજે ધંધામાં સારો વકરો થયો”
“ખૂબ સારું બેટા, પણ વકરો એટલો નફો નથી હોતો”
“સાચી વાત છે પણ વધુ વકરો આવે એટલે મન તો હરખાય ને ?”
“બિલકુલ,મન હરખાય તે માનવ સહજ છે પણ એ હરખમાં સંતોષ ભળે તે મહત્વનું હોય છે”
“કઈ સમજાયું નહીં પપ્પા”
“ઘણી દુકાનો પર લોકો બોર્ડ મારે છે ‘ગ્રાહક અમારા માટે ભગવાન સમાન છે’, જે તેં જોયું હશે”
“હા બિલકુલ જોયેલું છે”
“દિલ પર હાથ રાખીને કહે કે અગર કોઈ ગ્રાહક પજવે તો શું કહે ? કે માને ! ”
“એવા ગ્રાહક પર ગુસ્સો આવે એ સ્વાભાવિક છે”
“એ જ ગ્રાહક થકી આપણો ધંધો ચાલતો હોય છે એનું શું?”
“એજ ગ્રાહક કોઈની સામે વેપારી નહીં બનતો હોય ?”
“એ એને વિચારવાની વાત છે, અને ખાસ તો આજના વકરાની વાત કરું તો”
“બોલો પપ્પા, મારી ખુશીમાં વધારો કરો”
“એ વકરામાં કોઈનો એક પણ રૂપિયો એવો નથી આવ્યો ને કે જે અણહક્કનો હોય ?”
“અજાણતા આવી ગયો હોય તો ખબર નથી”
“આપણા હાથમાં આવે તેને અજાણતા કેમ કહેવાય?”
“વાત તો સાચી છે પણ એનું હું શું કરું ?”
“એજ કે દિલથી વેપારમાં ધ્યાન. પછી એવું ના માન કે પપ્પા વધુ સ્ટ્રિક્ટ છે!”
“આજે મને તમે એકદમ નિખાલસ અને મિત્ર જેવા લાગ્યા”
એનએસજી: ભારતનો પ્રવેશ આજ નહીં તો કાલ, અવશ્યંભાવિ છે!
એનએસજી: ભારતનો પ્રવેશ આજ નહીં તો કાલ, અવશ્યંભાવિ છે!
(સંકલન શ્રેણી સામયિકના જુલાઈ ૨૦૧૬માં પ્રસિદ્ધ લેખ)
પરમાણુ આપૂર્તિ સમૂહ (એનએસજી)માં ભારતને (ધારણા મુજબ જ) પ્રવેશ ન મળ્યો. આનાથી ભારતના અનેક લોકોને ખુશી થઈ. આનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ દિવસના પાંચ દેશોના ઝંઝાવાતી પ્રવાસ પર પાણી ફરી વળ્યું, ખાસ કરીને અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધન, મિસાઇલ ટૅક્નૉલૉજી નિયંત્રણ શાસન (એમટીસીઆર)માં ભારતને પ્રવેશ મળ્યો અને એનએસજીમાં પ્રવેશ માટેના પ્રયાસોથી મોદીજીએ કમાયેલી કીર્તિ. (અલબત્ત એમટીસીઆરમાં પ્રવેશ માટે બરાક ઓબામાએ વર્ષ ૨૦૧૦માં ભારતની મુલાકાત વખતે જ બાંયધરી આપી દીધી હતી.)
ભારતમાં અગાઉ એવી માનસિકતા હતી કે જો જીતવા માટે પૂરા પ્રયાસો કરીને પણ હાર મેળવે તો તેવી વ્યક્તિ ગૌરવનું ઉદાહરણ બનતી. અકબર કરતાં મહારાણા પ્રતાપને મહાન ગણાવાય છે. આવું જ સિકંદર સામે ઝઝૂમનાર પોરસ માટે પણ છે. રાણી લક્ષ્મીબાઈ માટે પણ છે. પણ હવે અર્થ અને ભોગવાદી વિચારધારા હેઠળ માનસિકતા બદલાઈ રહી છે. હવે પ્રજા કોઈ કંપનીના સીઇઓ જેવી બની રહી છે. તમે પ્રયાસો શું કર્યા તે મહત્ત્વનું નથી. પરિણામ શું લાવ્યા તેની સાથે જ નિસબત છે. અને ભારત એનએસજીમાં પ્રવેશ મેળવી શક્યું નથી એ હકીકત છે.
પરંતુ ભારત પ્રવેશ નહીં જ મેળવી શકે તેવું પણ કહી નહીં શકાય. કેમ કે આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં એનએસજીની બેઠક ફરીથી મળવાની છે. અને હવે એનએસજીની અધ્યક્ષતા ચીનના પ્યાદા જેવું ઉત્તર કોરિયા નથી કરવાનું, સ્વિત્ઝર્લેન્ડ કરવાનું છે. અને ડિસેમ્બરની બેઠક માટે મેક્સિકોએ પ્રસ્તાવ મૂક્યો હતો, જેની સાથે મોદીજીની યાત્રા પછી સંબંધો વધુ સારા બન્યા છે. નહીં તો અગાઉ મેક્સિકો જ ભારતના એનએસજીના પ્રવેશ બાબતે વિરોધમાં હતું.
અહીં પ્રશ્ન એ પણ થવાનો કે તાજેતરમાં પાંચ દેશોના પ્રવાસમાં સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત પણ મોદીજીએ લીધી હતી અને સ્વિત્ઝર્લેન્ડે એનએસજી અંગેના ભારતના દાવાને સમર્થન પણ કર્યું હતું. તો તે કેમ ફરી ગયું? તકલીફ એ છે કે હવે સમાચાર નાના છાપવાની શૈલી આવી છે. લેખો પણ નાના થતા જાય છે. લોકો પણ નાનું વાંચવાની ટેવ અપનાવી રહ્યા છે. આનાથી લોકોને પૂરેપૂરી માહિતી મળતી નથી. ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ જેવા જૂજ સમાચારપત્રોમાં એકાદ કે અડધું પાનું ભરીને એક જ વિષય પર માહિતી આપવામાં આવે છે. એટલે આપણને એ ખબર નથી પડતી કે આનું કારણ શું?
હકીકતે સ્વિત્ઝર્લેન્ડ અને ભારત વચ્ચે મધૂરા સંબધો નથી. આનું કારણ સ્પષ્ટ છે નરેન્દ્ર મોદીના આવ્યા પછી તેઓ સ્વિસ બૅંકોમાં રહેલા ભારતીયોના કાળાં નાણાં બાબતે સતત સ્વિત્ઝર્લેન્ડ પર દબાણ કરી રહ્યા છે. બીજું, સ્વિત્ઝર્લેન્ડ અમેરિકા કે ચીન કે રશિયા એમ કોઈની છાવણીમાં નથી. સ્વિત્ઝર્લેન્ડ સામાન્ય રીતે તટસ્થતા જાળવી રાખે છે. (આ નીતિ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની શરૂઆતમાં ‘નામ’ નામના સંગઠન સાથે હતી, પરંતુ પછી ભારત રશિયા તરફ ઢળતું ગયું.) એટલે તો સ્વિત્ઝર્લેન્ડ લાંબા સમય સુધી સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય નહોતું બન્યું. તે અમેરિકા અને સાથી દેશોના સૈન્ય દળ ‘નાટો’માં પણ નથી કે નથી તે યુરોપીય સંઘમાં. એટલે બની શકે કે કાળાં નાણાંના કારણસર સ્વિત્ઝર્લેન્ડે ભારતના એનએસજી પ્રવેશનો વિરોધ કર્યો હોય. સ્વિત્ઝર્લેન્ડે ૨૦૦૮માં પણ એનએસજીના સભ્ય દેશો દ્વારા ભારતને મળેલી છૂટનો વિરોધ કર્યો હતો.
હવે બીજું પાસું- ચીનનો વિરોધ. આ તો જાણીતી વાત છે. સ્વાભાવિક છે કે કોઈ પણ દેશ તેના હરીફને આગળ ન વધવા દે. એમાંય તાજેતરમાં નરેન્દ્ર મોદી અમેરિકા સામે રીતસર ઝૂકી ગયા છે. આ નીતિ પણ જોખમી છે. ભારતે અમેરિકાની ઘણી બધી માગણીઓ સ્વીકારી છે જેના બદલામાં અમેરિકાએ ભારતને ખાસ એવું કંઈ આપ્યું નથી. અને આ વલણ આજકાલનું નથી. ૧૯૯૧માં પી. વી. નરસિંહરાવની કૉંગ્રેસ સરકાર આવી ત્યારથી છે. ભારત ડબ્લ્યુટીઓમાં જોડાયું, ‘ગેટ’ કરાર કર્યો ત્યારથી માંડીને સામાન્ય રીતે નરમ ગણાતા મનમોહનસિંહની કૉંગ્રેસ સરકારે ‘સરકાર જાય તો ભલે જાય, પણ અમેરિકા સાથે પરમાણુ નાગરિક સંધિ તો થશે જ” તેવું વલણ લીધું હતું. આ મામલે, કૉંગ્રેસ-ભાજપ એક છે! એ અલગ વાત છે કે જે પક્ષ સત્તાની બહાર હોય તે થોડો મંદ વિરોધ કરી લે છે. નરેન્દ્ર મોદીના આવ્યા પછી તો ભારત-અમેરિકાએ એક લૉજિસ્ટિક અને ડિફેન્સની સંધિ પણ કરી છે. પહેલી નજરે ચીન-પાકિસ્તાનની ધરીને જોતાં આ સંધિ જરૂરી લાગે પરંતુ ભવિષ્યમાં તે જોખમી પૂરવાર થઈ શકે. આ ઉપરાંત એમસીટીઆર અને એનએસજીમાં પ્રવેશની (વણજાહેર કરાયેલી) શરતને આધીન ભારતે સંરક્ષણ, રિટેલ વગેરે અનેક બાબતોમાં વિદેશ પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ)ના દરવાજા ખુલ્લા મૂકી દીધા. આનાથી મેક ઇન ઇન્ડિયા આગળ વધે તો તે સારી વાત છે, પરંતુ આ પણ સમયની કસોટીએ જ સાબિત થાય તેવો જોખમી મામલો છે.
એનએસજી માટે ભારતના ધમપછાડા કેમ? તેમાં પ્રવેશ મળવાથી શું થશે? હકીકતે ભારતે ૧૯૭૪માં ઈન્દિરા ગાંધીના શાસનમાં પ્રથમ વાર પરમાણુ પરીક્ષણ કર્યું તેના જવાબમાં જ બળુકા દેશોએ એનએસજી રચી દીધું હતું. તેનો ઉદ્દેશ દેખીતી રીતે તો પરમાણુ શસ્ત્રોનો પ્રસાર ન થાય તે માટેનો હતો પરંતુ તેની પાછળ ખરું કારણ બીજા કોઈ દેશો પરમાણુ સત્તા ન બની જાય તે હતું. ભારતે જે કેટલીક બાબતોમાં મક્કમ વલણ અપનાવ્યું છે તે પૈકી એક છે-એનપીટી. પરમાણુ અપ્રસાર સંધિ. આના પર ભારતે હસ્તાક્ષર કર્યા નથી. ચાહે, કૉંગ્રેસની સરકાર હોય, ત્રીજા મોરચાની કે ભાજપની. આ સંધિ એનએસજીમાં ભારતના પ્રવેશને અટકાવવાનું બહાનું બની છે. ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયી સરકારે પરમાણુ પરીક્ષણ ફરી વાર કરીને પોતાની તાકાત દેખાડી દીધી. અમેરિકા અને તેના સાથી દેશોએ ભારત પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા. તેમ છતાં ભારતે આર્થિક પ્રગતિ સારી કરી. અમેરિકાના વિદેશ પ્રધાન સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે તે વખતે ભારતના વિદેશ પ્રધાન જશવંતસિંહે ૧૪ રાઉન્ડ મંત્રણાઓ કરી હતી. તાલબોટ્ટે પોતાના પુસ્તક ‘એન્ગેજિંગ ઇન્ડિયા: ડિપ્લોમસી, ડેમોક્રસી એન્ડ ધ બૉમ્બ’માં અટલ બિહારી વાજપેયીની વાતચીતમાં લાં…બો પૉઝ લેવાની ટેવની ટીકા કરી છે. પૂર્વ વડા પ્રધાન આઈ. કે. ગુજરાલ કોઈ સાંભળી ન શકે એટલું ખૂબ જ ઓછા અવાજે બોલતા તેની ટીકા કરી છે. નવાઝ શરીફ ચાપલૂસીની હદ સુધી ખુશ કરવાની નીતિ ધરાવતા હતા તેવું પણ લખ્યું છે, પરંતુ જશવંતસિંહ માટે તેમણે પ્રશંસાનાં પુષ્પો વેર્યાં છે અને લખ્યું છે કે જશવંતસિંહ માટે મને માન છે કારણકે તેમણે પોતાના દેશનાં હિતોને આગળ વધાર્યા અને ભારત-અમેરિકાના સંબંધો સુમધૂર કરવા માટે અથાગ પ્રયાસ કર્યા. ટૂંકમાં, કહેવાનું એ કે અમેરિકા-સાથી દેશોના પ્રતિબંધો છતાં ભારતની આર્થિક પ્રગતિ થઈ શકે છે અને તે પછી ભારતનું વિશ્વ સ્તરે જે માન વધ્યું છે તે પણ દેખીતું છે. જે રીતે ભારતમાં આપણે જોઈએ છીએ કે દરેક કાયદામાં છિંડાં હોય છે તેમ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છે. એટલે ભારતે ભલે એનપીટી પર હસ્તાક્ષર નથી કર્યા પણ ભારત આ રીતે દબાણ ચાલુ રાખશે અને એવી દલીલ મજબૂતાઈથી કરશે કે ભલે અમે એનપીટી પર હસ્તાક્ષર નથી કર્યા પણ પરમાણુ શસ્ત્રો અપ્રસાર માટે અમે અનેક પગલાં લીધાં છે અથવા બીજી કોઈ રીતે ચીન જેવા વિરોધી દેશનું નાક દબાવશે તો એનએસજીમાં પ્રવેશ આજ નહીં તો કાલ મળવાનો જ છે તે અવશ્યંભાવિ છે.
પરંતુ માનો કે એનએસજીમાં સભ્ય પદ નહીં મળે તો કંઈ આભ તૂટી પડવાનું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનએસજી માટે પોતાની પ્રતિષ્ઠા દાવમાં મૂકી દીધી. એક આગેવાન તરીકે આ વાત સારી કહેવાય કે તેઓ કોઈ પણ કામ, ચાહે તે દિલ્લી-બિહાર જેવા રાજ્યની ચૂંટણી હોય કે એનએસજી માટે પ્રયાસ, પોતાની પ્રતિષ્ઠા દાવમાં લગાવી દે છે, પરિણામ જે આવે તે. પરંતુ પ્રવેશ નહીં મળવાથી એક સમાચાર પત્રએ મથાળું બાંધ્યું તેમ “ભારતની વિશ્વસ્તરે બેઇજ્જતી” થઈ નથી. થાય પણ નહીં.
આમાંથી શું શીખ મેળવવાની એ પણ જાણી લેવું જોઈએ. હકીકતે ચીનના મોડલમાંથી ભારતે ઘણું શીખવાનું છે. સામાન્ય રીતે “ગિવ એન્ડ ટેઇક”ની નીતિ કામ કરતી હોય છે પરંતુ ચીને નહીં ઝૂકીને પણ પોતાનો દબદબો વિશ્વસ્તરે બનાવ્યો છે તે ઉદાહરણરૂપ છે. ચીને સંયુક્ત રાષ્ટ્રોમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો? બીજા વિશ્વયુદ્ધ વખતે તે જીતનાર દેશો સાથે હતું. આથી તેને તેમાં પ્રવેશ મળી ગયો. તે પછી ચીને સતત પ્રગતિ કર્યે રાખી છે. તેણે દેશની પ્રગતિમાં બાધારૂપ બને તેવી તમામ બાબતોને દૂર રાખી છે- ખાસ કરીને ધર્મ. ચીનમાં રમઝાન, નાતાલ વગેરેની ઉજવણી પર પ્રતિબંધ છે. ઈસ્લામી ત્રાસવાદીઓને ઉગતા જ ડામી દેવાય છે. એક હથ્થુ એક જ પક્ષનું વર્ષોથી શાસન છે. હા તેમાં સત્તાનું હસ્તાંતરણ થતું રહે છે, તેમ છતાં તેના કારણે આપણે ત્યાં જે રીતે ‘જેટલાં મોઢાં તેટલી વાતો’ જેવું થતું નથી. શું આપણે કલ્પી શકીએ કે જે રીતે ચીને બ્રિટિશરો સાથે પહેલા ‘અફીણ યુદ્ધ’ પછી હારેલું હૉંગ કોંગ ૧૯૯૭માં ૧૫૦ વર્ષ પછી પાછું મેળવ્યું અને તે પણ માર્ગારેટ થેચર જેવાં લોખંડી મહિલાની સામે કોઈ શરત માન્યા વગર, તે રીતે ભારત તેના કાશ્મીર સહિતના ગુમાવેલા પ્રદેશો પાછા મેળવી શકે?
અત્યારે જે રીતે યુરોપીય દેશોની નબળી સ્થિતિ છે, અમેરિકાની પણ ઘણી હદે પીછેહટ થઈ રહી છે (બાકી, અમેરિકાની ઈચ્છા વિરુદ્ધ એનએસજીમાં ભારતના પ્રવેશને અટકાવી કેમ શકાય?) તે જોતાં ભારતે તેની અત્યારે અમેરિકા કેન્દ્રિત વિદેશનીતિ પર સત્વરે સમીક્ષા કરવાની જરૂર છે. નહીં તો એવું ન બને કે એક સમયે રશિયાનું પીઠ્ઠું બનીને રહી ગયેલા ભારતને ભોગવવું પડ્યું તેમ હવે અમેરિકાનું પીઠ્ઠું બનીને ભારતે ફરીથી વેઠવાનો વારો આવે.
બુઢ્ઢા રાજકારણીઓ : ઘરડાં ગાડાં વાળે કે ગાડાને ગોથાં ખવડાવે? દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
બુઢ્ઢા રાજકારણીઓ : ઘરડાં ગાડાં વાળે
કે ગાડાને ગોથાં ખવડાવે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
રાજકારણીઓ માટે રિટાયર થવાની કોઇ ઉંમર હોવી જોઇએ કે નહીં? ચાલી શકતા ન હોય એ દેશ શું ચલાવવાના! નેતાઓના રિટાયરમેન્ટ વિશે સ્પષ્ટ નિયમો બનાવવાની જરુર નથી લાગતી?
-0-0-0-0-0-0-0-0-0-0-0-
સાઠે બુદ્ધિ નાઠે એવી એક કહેવત ગુજરાતીમાં બહુ જાણીતી છે. આ વાત શું સાચી છે? એનો જવાબ છે, ના. દરેક કહેવત દરેકના કિસ્સામાં સાચી હોય એવું જરૂરી નથી. એમ તો એવું પણ કહેવાય છે કે, ઘરડાં ગાડાં વાળે. હવે જો સાઠે બુદ્ધિ નાઠી જતી હોય તો ઘરડાં ગાડાં ક્યાંથી પાછાં વાળે? અનુભવી માણસ અભ્યાસુ કરતાં વધુ હોશિયાર હોય છે. બુઢ્ઢા બુદ્ધિ વગરના હોય છે એવું કહેવું વડીલોનું અક્ષમ્ય અપમાન છે. જે સમાજમાં વડીલોનું સન્માન થાય છે એ સમાજ જ સુસંસ્કૃત છે.
વડીલો વિશે એમ પણ કહેવાય છે કે શાણો સજ્જન સમય આવ્યે એની જવાબદારી નેક્સ્ટ જનરેશનને સોંપી દે છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે વડીલોથી કંઇ છૂટે નહીં. એક પગ કબરમાં હોય તોપણ એનો કકળાટ ખતમ થતો નથી. સત્તા એવી ચીજ છે કે એક વખત એનો સ્વાદ ચખાઇ જાય પછી ડ્રગ્સ કરતાં પણ તેનું ખતરનાક વ્યસન થઇ જાય છે. એ લોકોને કદી એવું થતું નથી કે હવે નાના અને નવા લોકોનો વારો આવવા દઇએ.
આપણા દેશમાં રાજકારણીઓ માટે નિવૃત્તિની કોઇ ઉંમર હોવી જોઇએ કે નહીં? તેના વિશે ચર્ચાઓ તો આઝાદી મળી ત્યારથી ચાલી આવે છે, પણ તેના વિશે કોઇ નિર્ણય લેવાતો નથી. ક્યાંથી લેવાય? જેમણે નિર્ણય લેવાનો છે એ બધા જ મોટી ઉંમરના છે! કંઇ નક્કી કરે તો ઘરે બેસવાનો પહેલો વારો એનો પોતાનો આવે. પ્રાચીન સમયમાં જવાબદારીઓ પૂરી થાય પછી વાનપ્રસ્થાશ્રમનો કન્સેપ્ટ હતો. હવે તો ડૉક્ટર છોડવાનું કહે તોપણ આપણા વડીલો કંઇ છોડતા નથી.
સરકારી અને ખાનગી નોકરીમાં જો નિવૃત્તિ વય હોય તો પછી રાજકારણમાં શા માટે નહીં? આપણા દેશની વાત નીકળે ત્યારે બધા છાતી ઠોકીને કહે છે કે, ઇન્ડિયા યંગસ્ટર્સનો દેશ છે. આખી દુનિયાના દેશોની સરખામણીમાં આપણા દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. આ યંગ પીપલ જ આપણા દેશને સુપરપાવર બનાવશે. વાત સાચી પણ તમે એ લોકોનો વારો તો આવવા દો, એ લોકોને એ પોઝિશન પર તો મૂકો જ્યાં એ ડિસિઝનમેકર હોય. સત્તામાં તો યુવાનોને સરખા ભાગીદાર બનાવો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે એવા અણસાર આપ્યા હતા કે હવે નવા અને તાજા લોહીને તક મળશે. 88 વર્ષના લાલકૃષ્ણ અડવાણી, 82 વર્ષના મુરલી મનોહર જોશી, 83 વર્ષના યશવંત સિંહા, 81 વર્ષના શાંતાકુમાર, 81 વર્ષના બી.સી. ખંડુરી સહિત મોટી ઉંમરના નેતાઓને એમણે સત્તાથી દૂર રાખ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારે પ્રધાનમંડળમાં બીજી વખત પરિવર્તન કર્યું. આ ઘટના અગાઉ જ મધ્યપ્રદેશ રાજ્ય સરકારના બે વયોવૃદ્ધ મંત્રીઓ 86 વર્ષના બાબુલાલ ગૌર અને 76 વર્ષના સરતાજ સિંઘનાં રાજીનામાં લઇ લેવાયાં હતાં. કારણ એવું અપાયું હતું કે ઉંમર થઇ ગઇ હોવાથી તેમને આરામ અપાયો છે. સાથોસાથ એવી વાત પણ વહેતી થયેલી કે, આ ભાજપ પક્ષનો નિર્ણય લાગે છે અને હવે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પણ આવું જ કરશે. બે કેન્દ્રીય પ્રધાનો 76 વર્ષના નઝમા હેપતુલ્લા અને 75 વર્ષના કલરાજ મિશ્રને પણ પાણીચું આપી દેવાશે એવી વાતો પણ જોરશોરથી ચાલી. મોદીએ પાંચને પાણીચું આપ્યું પણ એમાં આ બેનાં નામ ન હતાં. જેની હકાલપટ્ટી કરાઇ તેઓને પણ ઉંમરને કારણે નહીં પરંતુ તેનાં પરફોર્મન્સના કારણે દૂર કરાયા હતા. મતલબ કે એજ ફેક્ટરે કામ કર્યું નથી.
ખેર હશે, જે થયું તે. અલબત એ સવાલ તો ઊભો જ છે કે રાજકારણીઓને એક નિશ્ચિત ઉંમરે નિવૃત્ત કરી દેવા જોઇએ કે નહી? અમેરિકામાં પ્રેસિડેન્ટ બે ટર્મથી વધુ રહી શકતા નથી. ત્યાં ટર્મ પણ ચાર વર્ષની જ હોય છે. બરાક ઓબામા 54 વર્ષના છે. આ વર્ષે ઇલેક્શન પછી તેઓ નિવૃત્ત થઇ જશે. તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે 46 વર્ષના હતા. જોકે અત્યારે જે ચૂંટણીના મેદાનમાં છે એ બંનેમાં હિલેરી ક્લિન્ટન 68 વર્ષનાં અને ડોનાલ્ડ ટ્રમ્પ 70 વર્ષના છે. એ રીતે જુઓ તો બંને કંઇ નાનાં નથી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુતિન 63 વર્ષના છે. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ કેમરોન 49 વર્ષના છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 65 વર્ષના છે અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તો 80 વર્ષના છે. આપણાં સીએમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 74 વર્ષનાં છે.
આપણે ત્યાં જે યુવા નેતાઓ થઇ ગયા કે અત્યારે છે એ પણ મોટાભાગે તેના પરિવારના કારણે છે, જો તેના બાપા કે બીજા કોઇ વડીલ રાજકારણમાં ન હોત તો તેનો મેળ પડત કે કેમ એ સવાલ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જ્યારે સત્તા સંભાળી ત્યારે યંગેસ્ટ સીએમ તરીકે બહુ ગાજ્યા હતા. અખિલેશ આજે 43 વર્ષના જ છે. સીએમ બન્યા ત્યારે તો 39 વર્ષના જ હતા. જોકે તેની બધી જ ક્રેડિટ તેના પિતા મુલાયમસિંહ યાદવને જાય છે. તેઓ દીકરાને એસ્ટાબ્લિશ કરવા માંગતા હતા. ફારુક અબ્દુલ્લાએ પણ ઓમારને સીએમ બનાવ્યા હતા. અરે સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ માતાના કારણે જ એ પદ મળ્યું હતું. બીજા યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા (45 વર્ષ), મિલિન્દ દેવરા (39 વર્ષ), પ્રિયા દત (49 વર્ષ), સચિન પાઇલટ (38 વર્ષ), અગાથા સંગ્મા (35 વર્ષ)ને પણ તક તો એના સ્વર્ગસ્થ પિતાના રાજકારણને કારણે જ મળી હતી. બાકી તો બુઢિયા નેતાઓ કોઇનો વારો જ આવવા દેતા નથી. નરેન્દ્ર મોદીએ યંગ નેતાઓ પર વધુ વિશ્વાસ મૂક્યો છે. અત્યાર સુધી સૌથી નાની વયના મિનિસ્ટર સ્મૃતિ ઇરાની (40 વર્ષ) હતાં. હમણાં મંત્રી બનનાર અનુપ્રિયા પટેલ તો માત્ર 35 વર્ષની જ છે.
આપણે ત્યાં મહિલાઓને રાજકારણમાં 33 ટકા અનામત આપવાની વાત ઘણા સમયથી થતી આવી છે. સાથોસાથ હવે અમુક ટકા તો યંગસ્ટર્સ હોવા જ જોઇએ એવું પણ નક્કી કરવાની જરૂર છે. નાનાઓને આખરે અનુભવ તો ત્યારે જ મળશેને જ્યારે તેને નાની ઉંમરે ચાન્સ આપવામાં આવે. રાજકારણીઓની નિવૃત્તિ માટે ઉંમરનો કોઇ ચોક્કસ અને બંધારણીય નિયમ બનાવવાની જરૂર છે, એવું નહીં થાય તો અમુક નેતાઓ તો ગુજરી નહીં જાય ત્યાં સુધી ખુરશીને ચીપકેલા જ રહેશે.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 10 જુલાઇ 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
આપણને ધર્મ–અધર્મ, પાપ–પુણ્યનો ભેદ કરવાની સત્તા કેમ નહીં?
આપણને ધર્મ–અધર્મ, પાપ–પુણ્યનો ભેદ કરવાની સત્તા કેમ નહીં?
–રોહીત શાહ
પાપ અને પુણ્ય વીશે વીચાર કરવાની ફ્રીડમ મને ખરી કે નહીં? ધર્મ અને અધર્મ વીશે મારી પહેલાંના પુર્વજ્ઞાનીઓ જે કહી ગયા હોય એને જ મારે શ્રદ્ધાપુર્વક પકડી લેવાનું કે મારી સમજ પ્રમાણે ધર્મ–અધર્મનો ભેદ કરવાની સત્તા મને ખરી? જેણે શાસ્ત્રો રચ્યાં, જેણે નીયમો બનાવ્યા એના જ્ઞાન વીશે કોઈ શંકા ન કરવી હોય તો ભલે; કીન્તુ નયા યુગમાં કોઈ નવા જ્ઞાનીજનો પેદા થઈ જ ન શકે એવું જડતાપુર્વક માની લેવાની શી જરુર? પ્રજ્ઞા અને પ્રતીભા પર કોઈના કૉપીરાઈટ ન હોઈ શકે.
મને નાનપણથી શીખવાડવામાં આવ્યું છે કે ચોરી કરવી એ પાપ છે. ચોરી કરવી એટલે કોઈકની ચીજ તેને પુછ્યા વગર – તેને ખબર પણ ન પડે એ રીતે લઈ લેવી એટલો અર્થ બાળપણમાં મનની અન્દર ચોંટાડી દીધો હતો. મોટા થયા પછી ચોરીના અનેક અર્થ મળ્યા અને પારાવાર તર્કો સુઝ્યા. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે જે વસ્તુની આપણને જરુર ન હોય તે વસ્તુ એના માલીક પાસેથી માગીને લેવામાંય ચોરી છે. ગાંધીજીએ તો ‘ચોરી’ શબ્દનો અર્થ જ બદલી નાખ્યો. અત્યાર સુધી મનમાં એક જ વાત હતી કે કોઈ પણ ચીજ એના માલીકથી છુપાવીને – તેનું ધ્યાન ન પડે એ રીતે લઈ લેવી એને જ ચોરી કહેવાય. હવે નવો અર્થ મળ્યો કે કોઈ પણ ચીજ ભલે તમે એના માલીક પાસેથી માગીને, એની મરજીથી લીધી હોય – પરન્તુ જો એ ચીજની તમારે કશી ઉપયોગીતા કે જરુરત ન હોય તો એ ચોરી જ છે. માલીકને ખબર પડ્યા વગર કે ખબર પાડીને વસ્તુ લેવામાંય પાપ હોય, ચોરી હોય એવો સુક્ષ્મ અર્થ મળ્યો. જરુર વગરની વસ્તુ – બીનજરુરી ચીજ માગીને લેવામાંય ચોરી. એટલે કે પરીગ્રહ એ પણ ચોરી. જરુર વગરની સામગ્રી ભેગી કરવી પણ ચોરી જ છે – ભલે એ ચીજો આપણે રોકડા પૈસા ચુકવીને લાવ્યા હોઈએ!
ચોરી અને પરીગ્રહના મીશ્રણ પછી એક નવો તર્ક સુઝ્યો. મન્દીરમાં પ્રવેશવા માટેની લાંબી લાઈનમાં પ્રથમ નમ્બરે ઉભેલો માણસ ચોરી કરે અને કેરોસીનની લાઈનમાં છેલ્લે ઉભેલો માણસ ચોરી કરી એ બન્ને ચોરી શું એક જ ગણાય?
પાંજરાપોળ જેવી જીવદયાની સંસ્થા ચલાવનાર વ્યક્તી કે કોઈ એજ્યુકેશન ટ્રસ્ટનો પ્રમુખ ચોરી કરે તે અને ફુટપાથ પર ટુંટીયું વાળીને સુતેલી વ્યક્તી ચોરી કરે એ બન્ને ચોરી એકસમાન જ ગણાય ખરી?
બાળપણમાં સાંભળ્યું હતું કે ચોરી કરનારને પરમાત્મા પનીશમેન્ટ કરે છે. પછીથી જાણ્યું કે ચોરી કરનારને પોલીસ પણ પનીશમેન્ટ કરે છે.
પુખ્ત થયા પછી પ્રૅક્ટીકલી, સગી આંખે જોયું કે ચોરી કરનારા લીલાલહેર કરી રહ્યા છે અને બેઈમાન માણસોની જ બોલબાલા છે. ‘ઈમાનદારી’–‘સચ્ચાઈ’, ‘નીતી’ અને ‘નીષ્ઠા’ આ શબ્દો તો મન્દીરની મુર્તી જેવા જ છે – જે માત્ર પુજા કરવાના કામમાં જ આવે છે – બીજા કશામાં નહીં! જેણે ડગલે ને પગલે ચોરી કરી હોય એ માણસ મોજથી જીવતો હોય, કૌભાંડો આચરીને કરોડોની ચોરી કરી હોય એવા લોકોને તો પોલીસ પણ નથી પકડતી અને પરમાત્મા પણ કશીયે પનીશમેન્ટ નથી કરતો; એ જોઈને બાળપણમાં સાંભળેલી વાતો મીથ્યા લાગે છે.
ધર્મ અને શ્રદ્ધાના પાયા હચમચી ઉઠે છે. કોઈ રંગીનમીજાજી માણસ વેશ્યા પાસે જઈને એન્જૉય કરી આવે અને નારાયણ સાંઈ પોતાની સાધીકા સાથે સહવાસ માણે એ બે ઘટનાઓ વચ્ચે કોઈ અન્તર ખરું? સપોઝ, એક આદમી એક યુવાન વ્યક્તીની હત્યા કરે છે અને બીજો આદમી એક યુવાનનું લાઈફટાઈમ શોષણ કરતો રહે છે – તો એ બેમાં મોટું પાપ કયું? એક પુત્રવધુ ઘરડા પેશન્ટને કઠોર થઈને ઘરડાઘરમાં મુકી આવે છે અને બીજી પુત્રવધુ તેનાં સાસુ–સસરા પાસે વેઠ કરાવીને, તેમને સતત મેણાં–ટોણા સંભળાવીને પોતાની પાસે રાખે છે – તો એ બેમાંથી કઈ પુત્રવધુને સારી કહેવી?
પાપ અને ચોરીની વ્યાખ્યાઓ આપણા પુર્વજો–પુર્વજ્ઞાનીઓ આપી ગયા અને તેમણે જે ડૉટેડ બાઉન્ડ્રી લાઈન (લક્ષ્મણરેખાઓ) દોરી નાખી એની સામેની તરફ આપણે પગ પણ ન મુકી શકીએ એ ઉચીત ગણાય ખરું? જો એમ જ હોય તો મારા પોતાના અસ્તીત્વનો તો કશો અર્થ જ ન રહેને! મારે ઉછીના અનુભવો અને ઉધારના જ્ઞાનનાં જ પોટલાં ઉંચકીને જીવવાનું હોય તો એ ગુલામી નથી શું? મને સ્વતન્ત્ર રીતે જીવવા માટે સ્વતન્ત્ર લાઈફ મળી છે અને આવી લાઈફ કદાચ ફરીથી ન પણ મળે – એવી લાઈફને મારે બીજાઓના ગાઈડન્સ મુજબ વેડફી મારવાની? પુર્વજ્ઞાનીઓને જેમાં પાપ લાગ્યું એને જ મારે પાપ માનવાનું અને તેમને જેમાં પુણ્ય લાગ્યું એને જ મારે પુણ્ય માની લેવાનું? પાપ–પુણ્યની વ્યાખ્યા કરવાનો મને કશો રાઈટ જ નહીં? શું આ ધર્મ છે? જે ધર્મ કોઈ વ્યક્તીને પોતાની લાઈફ વીશે નીર્ણયો કરવાની છુટ પણ ન આપે એ ધર્મ પરલોકમાં આપણો છુટકારો શી રીતે કરાવી શકશે?
જ્ઞાન એટલે શું માત્ર ભુતકાળ?
આપણે પાછળ જોઈ–જોઈને આગળ ચાલ્યા કરવાનું? શું આપણને સૌને માત્ર અનુકરણ કરવા અને અનુયાયી બનવા માટે જ માણસ તરીકેનો જન્મ મળેલો છે? બે માણસ અલગ હોય તો એ બન્નેના જ્ઞાન અને તર્ક પણ અલગ હોઈ જ શકે અને તેમના ધર્મ પણ અલગ હોઈ જ શકેને!
–રોહીત શાહ
Subscribe to:
Posts (Atom)