અત્યારે હાલ અમેરિકામાં નવેમ્બરની ૮ મી તારીખે યોજાનાર ૨૦૧૬ ની પ્રમુખ પદની ચુંટણીનાં પડઘમ જોર શોરથી વાગી રહ્યાં છે.રીપબ્લીકન પક્ષે એના ક્લીવલેન્ડમાં યોજાએલ કન્વેનશનમાં વધુ મતે બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પને એના ઉમેદવાર તરીકે નોમીનેટ કરી દીધા છે.૨૫મી જુલાઈ ૨૦૧૬,સોમવારથી ફિલાડેલ્ફીયામાં ડેમોક્રેટિક પક્ષના ભરાનાર કન્વેનશનમાં એનાં મહિલા ઉમેદવાર હિલરી ક્લીન્ટનને પક્ષનાં સત્તાવાર ઉમેદવાર તરીકે બહુ મતે ઉત્સાહપૂર્વક નોમીનેટ કરવામાં આવશે.ચુંટણીના દિવસ નવેમ્બર ૮ ૨૦૧૬ સુધી આ બન્ને રાજકીય પક્ષના ઉમેદવારો સામ સામે જોર શોરથી ટકરાશે અને જીતવા માટે કેવા સામ,દામ,દંડ અને ભેદના અવનવા દાવ અજમાવશે એની કલ્પના કરી શકાય એમ છે.જાણે કે એક રાજકીય કુરુક્ષેત્ર !હાલ જેની વધુ શક્યતાઓ જણાઈ રહી છે એમ જો હિલરી ક્લીન્ટન નવેમ્બરમાં પ્રમુખ પદે ચૂંટાઈ આવશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ બનનાર એ પ્રથમ મહિલા બનશે.જો કે પ્રમુખ પદ માટે ચુંટણી લડનાર હિલરી ક્લીન્ટન પ્રથમ મહિલા નથી.અમેરિકાના રાજકીય ઇતિહાસમાં પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર બનવાનું માન એક અન્ય મહિલા વિક્ટોરિયા વુડહલને ફાળે જાય છે.જાણીતા સાહિત્યકાર અને કટાર લેખક શ્રી મધુ રાયએ એમના ફેસ બુક પેજ પર વિક્ટોરિયા વુડહલનો સુંદર પરિચય કરાવ્યો છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં રજુ કરેલ છે.વિનોદ પટેલવિક્ટોરિયા વુડહલ,અમેરિકાના પ્રમુખપદનાંપ્રથમ મહિલા ઉમેદવારનીલે ગગન કે તલે / મધુ રાયઆવતા અઠવાડિયે ડેમોક્રેટિક પક્ષનાં રાષ્ટ્રપ્રમુખપદનાં ઉમેદવાર તરીકે વરાશે તે હિલેરી ક્લિન્ટન.તે ઐતિહાસિક હશે પણ અભૂતપૂર્વ ઘટના નથી.આજથી ૧૪૪ વર્ષ પહેલાં ૧૮૭૨માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર હતા યૂલિસિસ એસ. ગ્રાન્ટ અને એમની સામે ઊભાં રહેલાં આ પદનાં સૌપ્રથમ મહિલા ઉમેદવાર ઇક્વલ રાઇટ્સ પાર્ટીનાં નેતા વિક્ટોરિયા વુડહલ .તેઓ બીજાં અનેક કારણે પણ અદ્વિતીય હતાં:આજથી લગભગ દોઢ સદી પહેલાં અમેરિકામાં મહિલાઓને મતાધિકાર પણ નહોતો ત્યારે આ ખૂંખાર શાકાહારી મહિલાએ તે દેશના સર્વોચ્ચ નેતાપદ માટે ઉમેદવારી નોંધાવેલી.જે સમયે મહિલાઓએ પગથી માથા સુધી લૂગડાં પહેરીને શયન કરવાનો રિવાજ હતો ત્યારે વિક્ટોરિયાએ ભરબજારમાં ધોળા દિવસે ટૂંકાં સ્કર્ટ પહેરી ફરવાનો હક માગેલો,વેશ્યાગમનને કાયદેસર માન્યતા આપવાની માગણી કરેલી અને મુક્તપ્રેમ તથા મુક્તચારનો મહિમા કરેલો.વિક્ટોરિયાના કિશોરીવયે વખાના માર્યાં એના જન્મસ્થાન ઓહાઇયો છોડવું પડેલું. ન્યુ યોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં ૧૪ વર્ષે તેમણે તેનાથી બમણી વયના ડોક્ટર કેનિંગ વુડહલ સાથે લગ્ન કર્યાં. કાળક્રમે તેની સાથે છૂટાછેડા લઈ તે ન્યુ યોર્ક ગયાં અને તે સમયે તાજા વિધુર બનેલા ૮૪ વર્ષના કરોડપતિ કોર્નેલિયસ વાન્ડરબિલ્ટને મળ્યાં.તે દિગ્ગજ પૂંજીપતિને એમણે એવું મૂળિયું સુંઘાડ્યું કે વાન્ડબિલ્ટે તેને ધીકતી શેર દલાલીની પેઢી સ્થાપવામાં પીઠબળ આપ્યું.તેની કમાણીમાંથી વિક્ટોરિયાએ એક સાપ્તાહિક પત્રિકા શરૂ કરી પોતાના ઉદ્દામ વિચારોનો પ્રચાર કર્યો અને એમાંથી તેની રાજકીય આકાંક્ષાઓનો જન્મ થયો.તે સમયે છૂટાછેડા કાયદેસર હતા પણ ભાગ્યે જ તેની હિમ્મત કોઈ કરતું કેમકે છૂટાછેડા લેનાર સ્ત્રી કે પુરુષને સમાજ હિકારતની નજરે જોતો.લગ્નમાં કશું આકર્ષણ બચ્યું ન હોય તોય મહિલાઓ આજીવન ધણીની ધૂંસરી વેંઢાર્યા કરતી અને પુરુષો શોખથી રખાતો કે વેશ્યાઓનો સંગ શોધતા.તે જમાનામાં ફક્ત ન્યુ યોર્કના મેનહાટન વિસ્તારમાં ૨૦,૦૦૦ વેશ્યાઓ હતી.માલદાર પુરુષો બેરોકટોક તેમની મહેમાનગતિ ભોગવતા.કહેવાય છે કે અમેરિકામાં રેલરોડ વિસ્તારના ધનપતિ વાન્ડરબિલ્ટ તેવી વારાંગનાઓના શૌકીન હતા.સ્ત્રી અને પુરુષ વચ્ચે યૌનાચાર અંગેના આવા ક્રૂર ભેદભાવથી, શેશવમાં પિતાએ આચરેલા દુષ્ટાચારથી અને પોતાના પહેલા પતિના આડા સંબંધોથી ખિન્ન થઈને વિક્ટોરિયા મુક્તાચારનાં હિમાયતી બનેલાં.આજે દોઢસો વર્ષ પછી પણ અમેરિકામાં શાકાહાર ભ્રૂસંકોચથી જોવાય છે ત્યારે છેક તે જમાનામાં આ વિરલ આધ્યાત્મિક નારીએ પશુઓની કતલનો વિરોધ કરી ચુસ્ત શાકાહારની હિમાયત કરેલી.
તે સમયે તાજી સ્થપાયેલી ઇક્વલ રાઇટ્સ પાર્ટી અથવા પીપલ્સ પાર્ટી (‘જનતા પક્ષ’) તરફથી ૧૮૭૨માં વિક્ટોરિયાએ રાષ્ટ્રપ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવેલી.તેના ઉપ રાષ્ટ્રપ્રમુખપદના ભિલ્લુ હતા ભૂતપૂર્વ અશ્વેત ગુલામ, અને ગુલામીની નાબૂદીના કર્મશીલ ફ્રેડરિક ડગલસ.વિક્ટોરિયાએ ફક્ત પુરુષોની બનેલી સરકારને ઉખેડી ફેંકી દેવાની ઝુંબેશ ઉપાડેલી. “રાજદ્રોહ કહો, દેશના ટૂકડાની હિમાયત કહો જે કહો તે, અમે ક્રાન્તિ લાવીશું અને આ બોગસ ‘પ્રજાતંત્ર’ને જમીનદોસ્ત કરી પ્રામાણિક સરકારની સ્થાપના કરીશું!” તે કહેતાં. પોતાના મુક્તાચાર માટે તે ઘોષણા કરતાં કે “હું જેને ઇચ્છું તેને ગમે તેટલા લાંબા કે ટૂંકા ગાળા માટે ચાહવાનો મને મૂળભૂત બંધારણીય અને કુદરતદત્ત અધિકાર છે! હું મુક્તપ્રેમમાં માનું છું, હું ઇચ્છું તો રોજ નવો પ્રેમી પકડું, અને તેમાં દખલ કરવાનો તમને કે તમારા કાયદાઓને કોઈ હક નથી! મને સજા કરવી હોય તો ભલે શૂળીએ ચઢાવો!”
|
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
21 July 2016
અમેરિકાના પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર,વિક્ટોરિયા વુડહલ…. પરિચય ….મધુ રાય
જોઈએ છે
જોઈએ છે
જોઈએ છે
કેટલાક પત્રકારો, જે ખાનગીમાં ગુજરાતમાં મુદ્દા ઊભા કરી આપે,
કેટલાક પત્રકાર અને કૉલમિસ્ટો જે આ મુદ્દાઓને ચગાવે,
બેરોજગાર યુવાનો (ગુજરાતી હોવા જરૂરી નથી) જે એસટી-પોલીસ વાનને આગ ચાંપી શકે, જે રસ્તા રોકી શકે અને પોલીસની લાઠી ખાઈ સિવિલમાં દાખલ થઈ શકે, જેલમાં જઈ શકે
સોશિયલ મિડિયા એક્ટિવિસ્ટો જે બનેલી ઘટનાને મરીમસાલા ભભરાવી ભડકામણું સ્વરૂપ આપી ભડકાવી શકે.
ઉપરોક્ત નોકરી/એસાઇનમેન્ટ વર્ષ 2017 સુધી જ છે. પત્રકારોને વિવિધ કમિટીઓમાં કે વિવિધ પદની લહાણી કરાશે. બેરોજગાર યુવાનોને પથ્થરમારા કે આગચંપી દીઠ રૂ. અપાશે ને સિવિલમાં દાખલ થશે તો સરકારની મદદ મળશે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ જેવી મહાન હસ્તીઓની સાથે ફોટોઑપ કરવા મળશે તે અલગ.
જો જેલમાં જવાનું થશે તો ચિંતા નહીં. અમારા બાબુભાઈ માંગુકિયા, કપિલ સિબલ, પ્રશાંત ભૂષણ અડધી રાત્રે હાઇ કૉર્ટ, સુપ્રીમ કૉર્ટના દરવાજા ખખડાવી મુક્ત કરાવશે અથવા પ્રસિદ્ધિ અપાવશે. જો મૃત્યુ થશે તો ભવ્ય સ્મશાનયાત્રા નીકળશે અને એમાં તમે સેલ્ફી પણ પાડી શકો છો.
મળો યા એસએમએસ યા વૉટ્સએપ કરો.
4204204200
કેટલાક પત્રકારો, જે ખાનગીમાં ગુજરાતમાં મુદ્દા ઊભા કરી આપે,
કેટલાક પત્રકાર અને કૉલમિસ્ટો જે આ મુદ્દાઓને ચગાવે,
બેરોજગાર યુવાનો (ગુજરાતી હોવા જરૂરી નથી) જે એસટી-પોલીસ વાનને આગ ચાંપી શકે, જે રસ્તા રોકી શકે અને પોલીસની લાઠી ખાઈ સિવિલમાં દાખલ થઈ શકે, જેલમાં જઈ શકે
સોશિયલ મિડિયા એક્ટિવિસ્ટો જે બનેલી ઘટનાને મરીમસાલા ભભરાવી ભડકામણું સ્વરૂપ આપી ભડકાવી શકે.
ઉપરોક્ત નોકરી/એસાઇનમેન્ટ વર્ષ 2017 સુધી જ છે. પત્રકારોને વિવિધ કમિટીઓમાં કે વિવિધ પદની લહાણી કરાશે. બેરોજગાર યુવાનોને પથ્થરમારા કે આગચંપી દીઠ રૂ. અપાશે ને સિવિલમાં દાખલ થશે તો સરકારની મદદ મળશે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ જેવી મહાન હસ્તીઓની સાથે ફોટોઑપ કરવા મળશે તે અલગ.
જો જેલમાં જવાનું થશે તો ચિંતા નહીં. અમારા બાબુભાઈ માંગુકિયા, કપિલ સિબલ, પ્રશાંત ભૂષણ અડધી રાત્રે હાઇ કૉર્ટ, સુપ્રીમ કૉર્ટના દરવાજા ખખડાવી મુક્ત કરાવશે અથવા પ્રસિદ્ધિ અપાવશે. જો મૃત્યુ થશે તો ભવ્ય સ્મશાનયાત્રા નીકળશે અને એમાં તમે સેલ્ફી પણ પાડી શકો છો.
મળો યા એસએમએસ યા વૉટ્સએપ કરો.
4204204200
બે પ્રેરક સત્ય કથાઓ ..(1) સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું ..(2) ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધતો ગણીતનો ચેમ્પિયન
મારા મુંબાઈ નિવાસી નેટ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે એમના ઈ-મેલમાં મુંબઈ સમાચારમાં પ્રગટ બે ખુબ જ પ્રેરક સત્ય કથાઓ મોકલી છે. આ ખુબ જ પ્રેરણાદાયી સત્ય કથાઓ વાંચતાં જ મને ગમી ગઈ.મનુષ્યો બે પ્રકારના હોય છે . કેટલાક મનુષ્યો દરેક સવારે જોએલાં સ્વપ્નોને ભૂલી જઈને ફરી ઊંઘી જાય છે તો કેટલાક વિરલાઓ ઊંઘ ખંખેરીને ઉભા થઇ જાય છે અને જોએલાં સ્વપ્નોને સાકાર કરવા માટે દ્રઢ નિશ્ચયી અને પરિશ્રમી બની એની પાછળ મચી પડે છે અને સફળતાને વરીને જ ઝંપે છે.આ બે સત્ય કથાઓ એવા બે મળવા જેવા વિરલ વ્યક્તિઓની છે જેઓએ એમનાં સેવેલાં સ્વપ્નોને સાકાર કરી બતાવ્યાં છે.પ્રથમ વાર્તાના નાયક નવ યુવાન શ્રી કાંતને જન્મથી જ અંધત્વનો પડકાર સહન કરવાનો સમય આવ્યો એમ છતાં એનાં સ્વપ્નો સાકાર કરી સફળતાને વરવા માટે એનું અંધત્વ આડે ના આવ્યું .બંધ આંખોએ એણે સ્વપ્નાં જોયાં અને એને પૂરાં પણ કરી બતાવ્યાં.અંધાપો આ માણસ ને રોકી ના શક્યો.બીજી વાર્તા ગુરુ પૂર્ણિમાના પર્વને અનુરૂપ,ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધીને ફી લીધા વિના શીખવનાર ગણિતમાં ચેમ્પિયન મનાતા ગુરુ, ટપાલ ખાતાના મામુલી પગારવાળા કર્મચારીના પુત્ર આનંદ કુમારની છે .આ બે લેખો વિનોદ વિહારના વાચકોને પણ ગમે એવા હોઈ શ્રી ઠાકર, વાર્તા લેખકો અને મુંબઈ સમાચાર ના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું.આશા છે આપને આ બે જીવન પ્રેરક સત્ય કાથો ગમશે.સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતુંકવર સ્ટોરી - દિવ્યાશા દોશી
|
Subscribe to:
Posts (Atom)