Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

23 March 2017

ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?

ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના માર્ચ ૨૦૧૭ના અંકમાં ‘સાંપ્રત’ કૉલમમાં આ લેખ છપાયો.)
કોઈ દેશમાં કોને આવવા દેવા અને કોને નહીં તે નક્કી કરવાની સત્તા કોને? જે તે દેશના વડાને. કોઈ દેશમાં અમુક વ્યક્તિઓ ગેરકાયદે અથવા કાયદે આવીને પછી ત્રાસવાદી પ્રવૃત્તિ કરે તો તેમને રોકવા જોઈએ કે નહીં? બિલકુલ રોકવા જોઈએ. કોઈ વ્યક્તિ ચૂંટણીમાં વચન આપે કે તે ચૂંટણી જીતશે તો ત્રાસવાદી પ્રવૃત્તિને ઉત્તેજન આપતા દેશોના લોકોને આવતા રોકશે તો તે ખોટું છે? જરા પણ નહીં. અને જો આવી વ્યક્તિ ચૂંટણી જીતી જાય તો તેણે વચન પાળવું જોઈએ કે નહીં? પાળવું જ જોઈએ ને. ન પાળે તો? તો તેની પાછળ વિરોધીઓ પડી જાય, દેશનું અને વિદેશનું મિડિયા પડી જાય.
હવે તમે જ કહો, અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા વેંત પોતાનું વચન નિભાવ્યું અને સાત ઇસ્લામિક દેશના લોકોને પોતાના દેશમાં આવતા રોક્યા તેમાં તો આખી દુનિયામાં તેમના પર થૂ-થૂ થઈ ગયું. અમેરિકા તો સ્થળાંતરિતો (ઇમિગ્રન્ટો)નો જ દેશ છે અને અમેરિકાની જે કંઈ પ્રગતિ થઈ છે તે સ્થળાંતરિતોને જ આભારી છે તેવો પ્રચાર શરૂ થઈ ગયો. ટ્વિટરની નવી એપ આવી છે –  પેરિસ્કોપ. આ એપ પર જે કોઈ વપરાશકારો હોય તે પોતાનો વિડિયો લાઇવ બતાવે છે, વાતચીત કરે છે. માત્ર ગમ્મત માટેની આ એપ નથી. તેના પર ટ્રમ્પ અને અમેરિકાની મુલાકાતે આવેલાં બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેની સંયુક્ત પત્રકાર પરિષદને જીવંત બતાવાય. આ એપ ખોલો એટલે સીધું વંચાય- ‘પ્રાઉડલી મેડ ઇન અમેરિકા બાય ઇમિગ્રન્ટ્સ’
હવે આ એવી વાત થઈ કે ઘરમાં કોઈ છોકરું તોફાન કરે અને તેને વઢો તો ઘરના અન્ય તમામ લોકો પોતાના માથે લઈ લે કે તમે અમને તોફાની કહ્યા. ટ્રમ્પનો વિરોધ ઇમિગ્રન્ટ સામે નથી. પરંતુ જે લોકો અમેરિકામાં ગેરકાયદે કે કાયદે ઘૂસી અમેરિકામાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરે કે ગુંડાગર્દી કરે છે તેની સામે છે.
હવે એ વાત સ્પષ્ટ છે કે ત્રાસવાદી પ્રવૃત્તિ કોણ કરે છે? ત્રાસવાદી સંગઠનો કયા પંથના છે? અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ), લશ્કર-એ-તોઇબા, જમાત ઉદ દાવા, હમાસ, ઇન્ડિયન મુજાહિદ્દીન…આ બધાં સંગઠનોનો હેતુ શું છે? પશ્ચિમી દેશો અને ભારત સહિત તમામ દુનિયામાં ઇસ્લામિક શાસન સ્થાપવું. શરિયાનો કાયદો લાગુ કરવો. માની લઈએ કે આ ત્રાસવાદીઓને એવું ભરમાવવામાં આવ્યું છે કે ભારતમાં તેમના મુસ્લિમ ભાઈઓ અને બહેનો પર બહુ અત્યાચારો થાય છે. માનો કે તેમના મનમાં ઠસાવવામાં આવ્યું છે કે પશ્ચિમી દેશો મુસ્લિમો પર જુલ્મ કરે છે. તેમની સંસ્કૃતિ વિકૃતિ ફેલાવનારી છે. પરંતુ રશિયાના ચેચન્યામાં ત્રાસવાદી પ્રવૃત્તિ થવાનું કારણ? રશિયા તો સામ્યવાદી દેશ છે. સામ્યવાદ કોઈ ધર્મ- કોઈ પંથમાં માનતો નથી. ચીન સામ્યવાદી દેશ છે. તો પછી ચીનમાં પણ ઇસ્લામિક ત્રાસવાદ કેમ પ્રવેશ્યો? ચીનમાં શિનજિયાંગ પ્રાંતને અલગ દેશ કરવાની ચળવળ ત્યાંના મુસ્લિમો કેમ ચલાવે છે? ત્યાં ઉઇઘુર મુસ્લિમોએ તુર્કીસ્તાન ઇસ્લામિક પાર્ટી કેમ સ્થાપી છે? ચીને ત્યાં રમઝાન દરમિયાન રોજા રાખવા પર કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો?
ટ્રમ્પ સાત ઇસ્લામિક દેશોના લોકો અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મૂકે તો કહેવાતા ઉદારવાદીઓ દેકારો મચાવે છે પરંતુ ચીન તેના દેશમાં ગેરકાયદે ત્રાસવાદીઓ આવી જાય કે ત્રાસવાદી કૃત્ય કરીને દેશ છોડીને ભાગી ન જાય તે માટે પાકિસ્તાન તેનું ખાસ મિત્ર (ભારતને દબાવવા માટે) હોવા છતાં તેની સાથેની સરહદે સુરક્ષા ચુસ્ત બનાવવા નિર્ણય કરે તો વિદેશના તો છોડો, ભારતનું મિડિયા તેની વ્યવસ્થિત નોંધ પણ ન લે. દરેક લેખમાં રાષ્ટ્રવાદી-હિન્દુવાદીઓને ગાળો ભાંડતા બુદ્ધુજીવી કૉલમિસ્ટો તેના પર લખે પણ નહીં! એ બતાવે છે કે ભારતના મિડિયામાં કહેવાતા ઉદારવાદીના નામે  ત્રાસવાદને પોષક અને સમર્થક પત્રકારો-કૉલમિસ્ટો ઘૂસી ગયા છે.
અરે ભાઈ! સેક્યુલરિઝમ ખરા અર્થમાં તો એ કહેવાય કે ગમે તે પંથમાં ખોટું ચાલતું હોય તો તેને તમે વખોડો. તેને બહાર લાવો. જયશ્રીગીરી સાધ્વીના વેશમાં ગોરખધંધા કરતી હોય તો તેના વિશે લખવાની સાથે કેરળમાં ખ્રિસ્તી સાધવીઓના ફાધર દ્વારા શોષણની વાતો પણ લખો. કેથોલિક ચર્ચે વર્ષ ૨૦૧૫માં પોતાના શોષણ સામે અવાજ ઉઠાવનાર એક નનને રૂ. ૧૨ લાખ તેને ‘સેટલ થવા’ (ખરેખર તો મોઢું બંધ કરવા) માટે આપ્યા તે સમાચાર કયા અખબારમાં તમે વાંચ્યા? કઈ ટીવી ચેનલે તેના પર આસારામની જેમ રોજેરોજ ચર્ચાઓ ચલાવી? બીજનોરની જામા મસ્જિદનો ઈમામ એક મહિલાને શેતાનમાંથી છૂટકારો અપાવવાના બહાને તેના પર બળાત્કાર કરે તે ઘટના ગયા વર્ષના ઑગસ્ટની છે. સુરતમાં ૩૨ વર્ષના મૌલવીએ ૧૫ વર્ષની બાળા પર બળાત્કાર કર્યો તે ઘટના બે વર્ષ પહેલાંની છે. આ ઘટનાઓ કયા છાપામાં તમે વાંચી? ચાલો, આ ઘટનાઓ તો જૂની છે, પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બાયતની મદરેસામાં રહેતો એક મૌલવી બકરી પર બળાત્કાર કરતા પકડાયો! આ ઘટનાઓ  છાપામાં આવી? તેના પર રોજેરોજ કઈ ચેનલ પર ચર્ચાઓ થઈ?
રશિયા-ચીનની વાત પછી જર્મનીની કરીએ. જર્મની સહિત યુરોપના દેશોએ સિરિયા, અફઘાનિસ્તાનના લોકોને દયા ખાઈને શરણ આપ્યું છે. પરંતુ ત્યાં શું સ્થિતિ છે? યુકેના ઇન્ડિપેન્ડન્ટ સમાચારપત્રના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૫ની ૩૧ ડિસેમ્બરે જર્મનીના કૉલોન (Cologne)માં ૧,૨૦૦ સ્ત્રીઓ પર ૨,૦૦૦ પુરુષો, જેમાંના મોટા ભાગના શરણાર્થી હતા, તેમણે બળાત્કાર કરવા કોશિશ કરી. ૫૦૦ જણાના ટોળા પર ફટાકડા ફેંકવામાં આવ્યા. એક મહિલા અંડરકવર પોલીસ અધિકારીના પેન્ટમાં હાથ નાખીને તેની છેડતી કરવામાં આવી. મહિલાઓના કપડાં ફાડી નખાયાં. એક મહિલાના જેકેટમાં ફટાકડો નખાયો. બેંગ્લુરુમાં આ ૩૧ ડિસેમ્બરે છેડતી થઈ તેના સમાચાર આપણા મિડિયાએ ગાઈવગાડીને બતાવ્યા પરંતુ જર્મનીના આ સમાચારની નોંધ પણ લીધી?
સિરિયામાં પ્રમુખને પદચ્યુત કરવા માટે અમેરિકાની પૂર્વેની ઓબામા સરકારના ટેકાથી આઈએસઆઈએસ અને ત્યાંના બળવાખોરો યુદ્ધ કરે અને તેના કારણે ઘણા નિર્દોષ મરાય તેનાથી કોઈ પણ સંવેદનશીન વ્યક્તિને નિર્દોષો પ્રત્યે અનુકંપા જાગે તે સ્વાભાવિક છે. તેમાં ઐલાન કુર્દી નામનું એક નિર્દોષ બાળક યુરોપમાં શરણ લેવાના પ્રયાસમાં દરિયાની લહેરોમાં મરીને તેનો દેહ તણાઈને તુર્કીના રિસોર્ટના બીચ પર આવે અને તે ફોટો આખા દેશમાં અનુકંપા જગાવી જાય તે તાર્કિક છે પરંતુ સાથે જે લોકો ત્રાસવાદી વિચારધારાનો બચાવ કરે છે તેમણે એ સમજવું રહ્યું કે સિરિયામાં મુસ્લિમો જ મુસ્લિમો સામે લડે છે. આવું યમનમાં પણ છે, તુર્કીમાં પણ છે, ઈરાકમાં પણ છે, અફઘાનિસ્તાનમાં પણ છે અને ઈસ્લામનાં મક્કા-મદીના જેવાં પવિત્ર સ્થાનો જ્યાં છે તે સાઉદી અરેબિયામાં પણ છે. તો શું શરિયાનું શાસન સ્થપાવાથી શાંતિ સ્થપાઈ જવાની? મુસ્લિમો પર અત્યાચારો બંધ થઈ જવાના? જો તેમ જ હોત તો શરિયાના કાયદા જ્યાં ચુસ્ત રીતે લાગુ છે તેવા ઇસ્લામિક દેશોમાં આ ત્રાસવાદી સંગઠનો કેમ હુમલા કરે છે? પાકિસ્તાન તો મુસ્લિમોને ભારતમાં અન્યાય થશે તેમ માનીને જ ઝીણા અને તેના મુસ્લિમ સમર્થકોએ સ્થાપ્યો હતો ને? તો ત્યાં પણ સિંધમાં સૂફી દરગાહ અને તે અગાઉ અનેક મસ્જિદો પર કેમ બૉમ્બ ધડાકા થાય છે?
ઉદારવાદીઓએ આંખ-કાન ખુલ્લાં રાખીને એ પણ સ્વીકારવું રહ્યું કે આ શરણાર્થીઓ યુરોપના દેશો માટે સમસ્યા બની રહ્યા છે. બધા નહીં તોય ઘણા બધા શરણાર્થીઓએ ત્યાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડી છે. પેલી કહેવતની જેમ તેઓ ‘પેટમાં ગરીને પગ પહોળા કરી રહ્યા છે’. એકલા જર્મનીમાં જ ૧૭ હજાર શરણાર્થીઓએ પોતાને પૂર્ણ કદનો શરણાર્થીનો દરજ્જો મળે તે માટે જર્મન સરકાર સામે દાવો કર્યો હતો અને તેમાં જીત મેળવી છે. જે જર્મની આ શરણાર્થીઓને શરણ આપે છે ત્યાં બર્લિનમાં ગત ૧૯ ડિસેમ્બરે ટ્રક ડ્રાઇવરે બરાબર ખ્રિસ્તી તહેવાર ક્રિસમસ પહેલાં ટ્રક ચલાવીને ૧૨ લોકોને મારી નાખ્યા અને ૫૬ લોકોને ઘાયલ કર્યા. પેલા બાળકની તસવીર પરથી અનુકંપા થતી હોય તો આ ૧૨ લોકોને મારી નાખ્યા તેના પર ઉદારવાદીઓને અનુકંપા નથી થતી? હુમલાખોર શરણ માગનાર ટ્યુનિશિયાનો રહેવાસી જ હતો.
અને માત્ર ટ્રમ્પની વાત શું કામ કરો છો? રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ એફેર્સના એક સર્વેક્ષણ મુજબ, પૉલેન્ડ, ઑસ્ટ્રિયા, હંગેરી, ફ્રાન્સ અને બેલ્જિયમ સહિત દસ દેશોમાં હવે મુસ્લિમોને પ્રવેશ આપવા સામે વિરોધ વધી રહ્યો છે. આ તો માનો કે ખ્રિસ્તી પ્રભાવી દેશો છે, પરંતુ તાજેતરમાં સાઉદી અરેબિયા જેવા કટ્ટર ઇસ્લામિક દેશોએ પાકિસ્તાનના ૩૯ હજાર નાગરિકોને કાઢી મૂક્યા તેની નોંધ ભલે મિડિયાએ બહુ સારી રીતે નહીં લીધી હોય, પરંતુ તેના સૂચિતાર્થ સમજવા જેવા છે. વિઝા નિયમોના ઉલ્લંઘન કરતાંય આ નાગરિકો આઈએસઆઈએસ નામના ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાની આશંકા પર આ પગલું ભરવામાં આવ્યું છે.
કુવૈત જેવા ઇસ્લામિક દેશે તો વર્ષ ૨૦૧૧માં અને વર્ષ ૨૦૧૬માં અફઘાનિસ્તાન, સિરિયા, યમન, ઈરાક, ઈરાન અને હા, બુદ્ધુજીવી-ઉદારવાદીઓના માનીતા પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ વર્ષેય મૂક્યો છે. એ તો ઠીક, પણ આ ઉદારવાદીઓના માનીતા પાકિસ્તાને ગયા જુલાઈથી આ ફેબ્રુઆરી સુધીમાં છ લાખ અફઘાનીઓને અફઘાન પાછા મોકલ્યા. આ શરણાર્થીઓએ પોતાની વિતક કથામાં કહ્યું છે કે પાકિસ્તાની પોલીસે તેમના પર અનહદ અત્યાચારો ગુજાર્યા હતા અને ખંડણી ઉઘરાવી હતી. તેમનાં બાળકોને શાળામાંથી કાઢઈ મૂકવામાં આવતા. કેમ્પમાં શાળા ચાલતી તેને બંધ કરી દેવામાં આવતી. (કાશ્મીરના નિર્વાસિત પંડિતોની સાથે તો તેમના જ દેશની શિબિરોમાં આવું થતું) સામે પક્ષે પાકિસ્તાન પોલીસ આ અફઘાનીઓને પોતાના દેશની સુરક્ષા માટે ખતરો માનતી હતી. તેથી તેણે આ પગલું લીધું, પરંતુ બુરહાન વાનીને મારવામાં આવે તો માનવ અધિકાર ભંગના નામે ચિલ્લંચિલ્લી કરતા બરખા દત્તો, રાજદીપ સરદેસાઈઓ, શેખર ગુપ્તાઓનાં મોઢાં આવા મામલે સિવાઈ જાય છે!
ભારતમાં એક ચર્ચનું છાપરું ઉડી જાય તો પણ આપણું મિડિયા અને અમેરિકાની વિવિધ એજન્સીઓ, ત્યાંના ઉદારવાદી (તત્કાલીન) પ્રમુખ બરાક ઓબામા ભારતને સહિષ્ણુતાના પાઠ ભણાવવા લાગે છે પરંતુ ચીન દક્ષિણ કોરિયાના ૩૨ ખ્રિસ્તી મિશનરીઓને કાઢી મૂકે ત્યારે આ બધા મૂંગામંતર થઈને બેસી જાય છે. ચીને આ મિશનરીઓને કાયદાનું પાલન ન કરવા અને સ્થાનિક રીતરિવાજોને માન ન આપવા માટે આ પગલું ભર્યું હતું.
પણ આપણું મિડિયા અને અમેરિકા સહિત વિશ્વનું ઉદારવાદી મિડિયા ત્રાસવાદીઓ- સેવાના નામે વટાળ પ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી મિશનરીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, તેથી જે તેનો વિરોધ કરે તેને રાઇટિસ્ટ (જમણેરી), ફેનેટિક (ધર્માંધ), ઑટોક્રેટિક અથવા ફાસિસ્ટ (સરમુખત્યાર), સ્ટબૉર્ન (હઠીલું), જડસુ વગેરે વિશેષણોથી બુદ્ધુજીવી કૉલમિસ્ટો નવાજશે પરંતુ આ સત્ય લખતાં તેમની કલમમાંથી શાહી સૂકાઈ જશે. દયાનંદ સરસ્વતી, રાજા રામમોહનરાયે જેમ હિન્દુ ધર્મની કુરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો, જેમ અત્યારે પણ હિન્દુઓ ગોડસે વગેરે હિંસક પ્રવૃત્તિ કરનારને જાહેરમાં તિરસ્કૃત કરે છે તેમ હકીકતે તો મુસ્લિમોએ જ તેમના પંથને બદનામ કરનારા સંગઠનો સામે મેદાનમાં આવવું પડશે. નહીંતર પાડાના વાંકે પખાલીને ડામ ખમવા તૈયાર રહેવું પડશે.

હેતની હાટડી

હેતની હાટડી

હેતની હાટડી
હેત તણી હાટડી મેં તો ખોલી રાખી
એમાં સીધું ને સામાન મેં ભરી રાખી
ઉપર ગોઠવું ને વળી હું નીચે ગોઠવું
આજુબાજુ જોઉં ને ફરી ફરી રે ગોઠવું
નથી એને દરવાજા અને નથી તાળા
કરવા ના બાદબાકી કે કોઈ સરવાળા
ચોવીસે કલાક ખુલ્લી રાખી રે વ્હાલા !
હેતેથી આવજો રે રૂડા પ્રીતેથી આવજો
હેત લેજો કે દેશું એનો કોઈ ના હિસાબ
હરિ તારા ટેક તણી એને ગણજે પરબ

સામુહીક ભ્રમણા

સામુહીક ભ્રમણા

–બી. એમ. દવે

[ગત અંક : 02 ના અનુસન્ધાનમાં..]

સામુહીક ભ્રમણાને મનોવીજ્ઞાનની ભાષામાં mass-mania તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બાબતને લગતી વ્યક્તીગત ભ્રમણા જ્યારે સામુહીક સ્વરુપ પકડે છે ત્યારે તે દાવાનળની જેમ ફેલાઈ જાય છે અને તેની ઝપટમાં અચ્છા–અચ્છાને લઈ લે છે. સામુહીક ભ્રમણાની મનોવૈજ્ઞાનીક અસર એટલી બધી તીવ્ર હોય છે કે તેના દાયરામાં ભણેલીગણેલી, બુદ્ધીશાળી અને હાઈપ્રોફાઈલ વ્યક્તીઓ પણ બાકાત રહી શકતી નથી. શ્રદ્ધાળુ વ્યક્તીઓ તો આવી સામુહીક ભ્રમણામાં દીવામાં જેમ પતંગીયું કુદી પડે તેમ કુદી પડે છે. ફક્ત રૅશનલ વીચારધારાને વરેલી વ્યક્તીઓ જ આમાંથી બાકાત રહી શકે છે. આવી ભ્રમણાના ફેલાવા વખતે તેની અસર હેઠળ આવી ગયેલ વ્યક્તી સારા–નરસાનું વીવેકભાન ગુમાવી બેસે છે. વીજ્ઞાનને તો તે લુછીને નાખી દે છે.

‘માસ–મેનીઆ’ એટલે કે સામુહીક ભ્રમણાનું સૌથી સચોટ ઉદાહરણ થોડા સમય પહેલાં ગણપતીની મુર્તીએ દુધ પીધું હોવાની ઘટના ગણાવી શકાય. આ ઘટના વખતે અનુભવાયેલ ઘેલછા અભુતપુર્વ હતી. વૈજ્ઞાનીકો અને રૅશનાલીસ્ટોએ સમજાવવાની ખુબ કોશીશ કરી હતી કે જે ઘટના ઘટી રહી છે તેની પાછળ ભૌતીકશાસ્ત્રનો જાણીતો ‘કેશાકર્ષણ’નો નીયમ કામ કરે છે; પણ આવી સામુહીક ભ્રમણા વખતે ચમત્કારના જોરશોરથી વાગતાં ઢોલ–નગારાંના અવાજમાં ભૌતીકશાસ્ત્રીઓની પીપુડીનો અવાજ દબાઈ જાય છે. લોકોમાં વીજ્ઞાનને ખોટું પાડવાની અને આ ઘટનાને ચમત્કારમાં ખપાવવાની જાણે કે હરીફાઈ ચાલતી હોય તેવો માહોલ સર્જાયો હતો.

સામુહીક ભ્રમણા ફેલાઈ રહી હોય ત્યારે મીડીઆ પણ ચાલતી ગાડીએ ચડી જાય છે અને બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. આપણા ભારતીય મીડીઆની લાચારી કહો કે પછી ધન્ધાદારી અભીગમ કહો; પણ અન્ધશ્રદ્ધાની આગને ઠારવામાં મીડીઆની ભુમીકા ‘નરો વા કુંજરો વા’ જેવી રહી છે. વ્યુઅરશીપ ઘટી જવાના કાલ્પનીક ભયથી મીડીઆ પોતાનો ધર્મ ચુકે છે તેવું લાગે છે. ક્યારેક નાછુટકે કંઈક કહેવું પડે તેવા સંજોગોમાં દબાતા અવાજે બોલે છે. જે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવાની હોય ત્યાં બુલન્દ અવાજે બોલવાને બદલે જોખીજોખીને અને તોળીતોળીને તે બોલે છે.

ગણપતીએ દુધ પીધું હોવાની સામુહીક ભ્રમણા અગાઉ ઘણાં વર્ષો પહેલાં ઉનાવા ખાતે એક બાપુ તમામ પ્રકારનાં દુ:ખ દુર કરવા માટે પાણી મન્તરતા હોવાની બહુ ચકચારી ઘટના ઘટી હતી. લાખોની સંખ્યામાં દુરદુરથી ભ્રમીત લોકો પાણી મન્તરાવવા આવતા હતા. હજારોની સંખ્યામાં માણસોને એકીસાથે બેસાડી સાથે લાવેલ પાણીની બૉટલ ઉંચી કરવાનું કહેવામાં આવતું અને પછી બાપુ દુરથી ફુંક મારીને પાણી મન્તરતા હતા. થોડીઘણી બુદ્ધી હોય તેવી વ્યક્તીને પણ કોઈ પણ રીતે ગળે ન ઉતરે તેવી આ સામુહીક ભ્રમણાની ઘટનામાં ઉચ્ચ શીક્ષીત વર્ગના માણસો પણ સ્વેચ્છાએ શીકાર બન્યા હતા. આ ઘટનાના પડઘા એટલા બધા પડ્યા હતા કે છેવટે પોલીસ ખાતાએ હરકતમાં આવવું પડ્યું હતું.

આ પ્રકારની ‘માસ–મેનીયા’ની અન્ય એક ઘટના થોડાં વર્ષો અગાઉ ભાવનગર જીલ્લાના તળાજા ગામ પાસેની એક વાડીમાં બની હતી. આ વાડીમાં પાર્વતીમા નામનાં એક અભણ ડોશીમા ની:સન્તાન દમ્પતીઓને સન્તાનપ્રાપ્તી માટે વીધી કરી પ્રસાદ આપતાં હતાં. હજારોની સંખ્યામાં ની:સન્તાન દમ્પતીઓ સન્તાનપ્રાપ્તી અર્થે ત્યાં આવતાં હતાં. અહીં આવતાં અન્ધશ્રદ્ધાળુ મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસ. ટી. નીગમે તળાજાને જોડતી ખાસ વધારાની બસો દોડાવવી પડી હતી. ગુજરાત બહારથી પણ અન્ધશ્રદ્ધાળુઓનાં મોટાં ટોળાં આવતા હતા. આ પાર્વતીમા આશીર્વાદ આપીને અને પ્રસાદ ખવડાવીને સીધુ સીમન્તનું મુહુર્ત જોવડાવી સીમન્તની વીધી કરાવી લેવાનો આગ્રહ રાખતાં હતાં તેમ જ સગર્ભાવસ્થાની ચકાસણી કોઈ ડૉક્ટર પાસે ન કરાવવા પણ ખાસ તાકીદ કરતાં હતાં.

કેટલાયે વર્ષો સુધી અભણથી માંડીને ઉચ્ચ શીક્ષીત સુધીનાં ની:સન્તાન દમ્પતીઓ હજારોની સંખ્યામાં સામે ચાલીને છેતરાતાં રહ્યાં. મારી દૃષ્ટીએ આમાં પાર્વતીમાનો કોઈ કસુર નથી. તેઓ તો દુકાન ખોલીને બેઠાં હતાં. સામે ચાલીને ગ્રાહકો મુંડાવા આવે તેમાં તેમનો શો વાંક? પાર્વતીમાના દીકરાઓએ અન્ધશ્રદ્ધાળુઓ માટે ચા–પાણી, નાસ્તો, જમવા અને રહેઠાણની સુવીધા પુરી પાડવાનો ધન્ધો ધમધોકાર ચલાવ્યો અને બે પાંદડે નહીં; પણ પન્દર–વીસ પાંદડે થઈ ગયા; એમ કહી શકાય કે પાર્વતીમાના ‘સીમન્ત’ના ગોરખધન્ધાથી તેમના દીકરાઓ ‘શ્રીમન્ત’ બની ગયા.

સ્થાનીક પોલીસે એમ કહીને હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો કે જ્યાં સુધી પોલીસ પાસે કોઈ ફરીયાદી બનીને ફરીયાદ લઈને ન આવે ત્યાં સુધી પોલીસ સ્વયમ્ભુ રીતે કોઈ પગલાં ભરી શકે નહીં. મારી જાણકારી મુજબ પછી આ પાર્વતીમાનું અવસાન થઈ ગયું હતું અને તેમના સન્તાનો પણ આ વારસો સમ્ભાળી રહ્યા હતા.

સામુહીક ભ્રમણાની અન્ય પણ ઘણી ઘટનાઓ ઈતીહાસમાં નોંધાઈ છે. પપૈયામાં, શીવલીંગમાં અને ઝાડના થડમાં દેવ–દેવીઓ દેખાવાની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે. આ પ્રકારની તમામ ઘટનાઓમાં રીતસર અન્ધશ્રદ્ધાની આંધી ફુંકાય છે, જેમાં પોતાને બુદ્ધીશાળી સમજતા લોકો પણ ખેંચાઈ જાય છે અને પોતાનો બુદ્ધીવીવેક ગુમાવી બેસે છે. પોતાની તર્કશક્તી, લાયકાત, હોદ્દો અને પ્રતીષ્ઠા પણ ગીરવે મુકાઈ જાય છે.

આ પ્રકારની ઘટનાઓ ભારત જેવા દેશમાં વધુ બને છે; પરન્તુ વીદેશમાં પણ આવી સામુહીક ભ્રમણાની ઘટનાઓ નોંધાયેલી છે. મધર મેરીની આંખમાંથી આંસુ નીકળવાની ઘટના અગાઉ ઘણી વખત પ્રકાશમાં આવેલી છે. થોડાં વર્ષો અગાઉ રોમન કૅથલીક સમ્પ્રદાયના એક ધર્મગુરુના આદેશથી સ્વર્ગમાં જવા માટે આ સમ્પ્રદાયના સેંકડો અનુયાયીઓએ સામુહીક આત્મહત્યા કરી હતી. સામુહીક ભ્રમણાનું ગાંડપણ જ્યારે સવાર થાય છે ત્યારે ફક્ત રૅશનલ વીચારધારા ધરાવતી વ્યક્તી જ પોતાની જાતને તેમાંથી બચાવી શકે છે.

સામુહીક ભ્રમણાનું પ્રભાવી ક્ષેત્ર ફક્ત ધાર્મીક બાબતો પુરતું મર્યાદીત નથી, અન્ય ક્ષેત્રો જેવાં કે સામાજીક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર અને શૈક્ષણીક ક્ષેત્રમાં પણ ‘માસ–મેનીઆ’નો પગપેસારો છે, જેને સામાન્ય ભાષામાં આપણે ‘ગાડરીયા પ્રવાહ’ તરીકે પણ ઓળખી શકીએ. આવા ગાડરીયા પ્રવાહમાં પણ અંગુઠાછાપથી માંડીને પીએચ.ડી. સુધીના શીક્ષીતો તણાઈ જાય છે.

થોડા દૃષ્ટાંતોની મદદથી ગાડરીયા પ્રવાહ ઉપર પ્રકાશ પાડવાની કોશીશ કરું છું.

ગુજરાત રાજ્યના વહીવટી તન્ત્રની કરોડરજ્જુ સમાન આઈ.એ.એસ. અને આઈ.પી.એસ. ઑફીસરો મોટા ભાગે બીનગુજરાતી જોવા મળે છે. અલબત્ત, છેલ્લાં પાંચેક વર્ષથી થોડા ગુજરાતી ઉમેદવારો યુ.પી.એસ.સી.ની આવી પરીક્ષાઓ પાસ કરે છે. આમ છતાં અન્ય રાજ્યોની સરખામણીમાં આ બન્ને કૅડરમાં ગુજરાતી અધીકારીઓની કમી ઉડીને આંખે વળગે તેવી છે. આવી પરીસ્થીતીનો અર્થ એવો ઘટાવી શકાય કે ગુજરાતના વીદ્યાર્થીઓમાં ટૅલેન્ટની કમી છે? ના, હરગીજ નહીં. ગુજરાતમાં પણ અત્યન્ત તેજસ્વી અને મેઘાવી બુદ્ધીપ્રતીભા ધરાવતા ઉમેદવારો છે જ, જેઓ યુ.પી.એસ.સી.ની આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી ગુજરાતી અધીકારી તરીકે કલેક્ટર અને જીલ્લા પોલીસ વડાની ખુરશીઓ શોભાવી શકે તેમ છે; છતાં આ બન્ને કૅડરમાં ગુજરાતી અધીકારીઓની તીવ્ર અછત પાછળ સૌથી મહત્વનું પરીબળ છે ગાડરીયા પ્રવાહની અસર.

તેજસ્વી બાળક એસ.એસ.સી.ની પરીક્ષામાં 90 ટકા જેટલા માર્ક્સ લાવે એટલે તેનાં માવતર તેને સાયન્સ પ્રવાહમાં દાખલ કરી ધોરણ 12માં મેડીકલના મેરીટમાં આવે તેટલા ટકા માર્ક્સ મેળવવા મરણીયા પ્રયાસો શરુ કરી દે બસ, એક જ લક્ષ્ય : દીકરો કે દીકરી ડૉક્ટર બની જાય. કદાચ મેડીકલના મેરીટમાં બાળક ન આવે તો નાછુટકે બીજો વીકલ્પ એન્જીનીઅરીંગ  ક્ષેત્રનો આંખ બન્ધ કરીને અપનાવવામાં આવે. આ દેખાદેખી પણ ગાડરીયા પ્રવાહની આડપેદાશ છે. જે તેજસ્વી બાળક ડૉક્ટર કે ઈજનેર બની શકે તે બાળક આઈ.એ.એસ.  કે આઈ.પી.એસ. કેમ ન બની શકે? અહીં ડૉક્ટર બનવાનો વીરોધ કરવાની વાત નથી; પણ ‘આંધળી ભેંસે મુળીયું ભાળ્યું’ એ કહેવત અનુસાર બધા જ તેજસ્વી વીદ્યાર્થીઓને ફક્ત ડૉક્ટર જ બનાવવાનો અભરખો શા માટે? આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અધીકારીઓનાં માન–મોભો ને સ્ટેટસ ડૉક્ટર જેટલાં નથી હોતાં? જો આપણાં ગુજરાતનાં તેજસ્વી બાળકોને ‘માસ–મેનીઆ’ની અસર હેઠળ ડૉક્ટર કે ઈજનેર જ બનાવી દેવાની જીદ કે માનસીકતા ન હોય તો ગુજરાતના વહીવટી તન્ત્રમાં અન્ય રાજ્યોની જેમ આ બન્ને કૅડરના અધીકારીઓમાં બહુમતી ગુજરાતી અધીકારોની જ હોય.

લગભગ 25 વર્ષ અગાઉ સુધી ગુજરાતની પી.ટી.સી. કૉલેજમાંથી દર વર્ષે અન્દાજીત 5,000 વીદ્યાર્થીઓ પી.ટી.સી. થઈને બહાર પડતા અને લગભગ તેટલી જ ખાલી જગ્યાઓ પડતી, જેમાં દરેકને વહેલી–મોડી પ્રાથમીક શીક્ષકની નોકરી ખાતરીપુર્વક મળી જતી. પી.ટી.સી.માં દાખલ થવાનું પણ સરળ હતું અને નોકરી મેળવવાનું પણ સરળ હતું. આવી અનુકુળ પરીસ્થીતીનું પરીણામ એ આવ્યું કે ગાડરીયો પ્રવાહ આંખો બન્ધ કરીને પી.ટી.સી. પાછળ પડી ગયો. બીલાડીના ટોપની જેમ પી.ટી.સી.ની કૉલેજો ખુલતી ગઈ અને અન્દાજે 50,000 જેટલા વીદ્યાર્થીઓ બહાર પડવા માંડ્યા, જેની સામે વૅકન્સી 10,000થી પણ ઓછી છે. આવી પરીસ્થીતીમાં પ્રાથમીક શીક્ષકની નોકરી મેળવવાનું અત્યન્ત અઘરું બનતું ગયું.

અને પરીણામે પી.ટી.સી. થયેલા વીદ્યાર્થીઓએ પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક અને તલાટી જેવી જગ્યાઓ માટે લાઈન લગાવવા માંડી. ઉપરાંત કેટલાક તેજસ્વી વીદ્યાર્થીઓ, જેઓ આગળ અભ્યાસ કરીને હાઈસ્કુલમાં શીક્ષક, કૉલેજમાં પ્રોફેસર કે ઉચ્ચ અધીકારી થવા જેટલી બુદ્ધીપ્રતીભા ધરાવતા હતા તેઓને તેમનાં માવતરોએ પ્રાથમીક શીક્ષક બનાવી ખોટનો ધન્ધો કર્યો. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રકારના ગાડરીયા પ્રવાહમાં તણાઈ જવાથી સરવાળે નુકસાન જ થાય છે; પરન્તુ ‘માસ–મેનીઆ’ની અસર એટલી તીવ્ર હોય છે કે બીજી દીશામાં વીચારવાની બારી જ બન્ધ કરી દેવામાં આવે છે. હાઈસ્કુલમાં શીક્ષક બનવા માટે જરુરી બીએડ્.ની ડીગ્રીના કીસ્સામાં પણ લગભગ આવું જ બન્યું છે.

રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો રાષ્ટ્રીય કક્ષાના ઘણા નેતાઓ જેઓ પોતાના મતવીસ્તારમાં પ્રચંડ લોકપ્રીયતા ધરાવતા હોય અને લાંબા સમય સુધી આ વીસ્તારનું પ્રતીનીધીત્વ કરતા હોય તેવા નેતાઓ અચાનક ખરાબ રીતે હારી જવાના અને અમુક કીસ્સાઓમાં તો જેલમાં જવાના બનાવો પણ નોંધાયા છે. ઉપરાંત ચુંટાયેલ પ્રતીનીધીઓમાંથી લગભગ અરધોઅરધ રાજકારણીઓ ગુનાહીત બેકગ્રાઉન્ડ ધરાવે છે. આવી પરીસ્થીતી પાછળ પણ ‘માસ–મેનીઆ’ ફૅક્ટર જવાબદાર છે. ગાડરીયો પ્રવાહ જે બાજુ વળે ત્યાં સમીકરણો બદલાઈ જાય છે. ભારતમાં લોકશાહી હોવા છતાં રાજકીય ઉથલપાથલ પાછળ મતદારોની પરીપકવતા જવાબદાર નથી; પરન્તુ ગાડરીયા પ્રવાહની માનસીકતા જવાબદાર છે. લોકશાહીની તન્દુરસ્તી માટે આ ઘાતક છે; પણ ગાડરીયા પ્રવાહની જય હો !

‘માસ–મેનીઆ’ યાને ગાડરીયા પ્રવાહનું એક વધુ ઉદાહરણ વાચકમીત્રો સાથે શૅર કરવા માગું છું.

વર્ષો અગાઉ સુરેન્દ્રનગર જીલ્લ્માં એક નાનકડા શહેરમાં આયુર્વેદની ડીગ્રી ધરાવતા એક વૈદ્ય ઍલોપથીક પ્રૅક્ટીસ કરતા હતા અને ખાસ કરીને શ્વાસ અને દમના રોગના નીષ્ણાત તરીકે નામના ધરાવતા હતા. વાસ્તવમાં આ રોગની સારવાર અંગેની કોઈ વીશીષ્ટ લાયકાત તેમની પાસે ન હતી. શરુઆતમાં આસપાસના પંથકમાં અને પછી ધીમેધીમે આખા ગુજરાતમાં અફવા અને ભ્રમણા ફેલાઈ ગઈ કે શ્વાસ કે દમનો રોગ મટાડવા માટે આવો ઈલાજ ક્યાંય નથી. આખા ગુજરાતમાંથી ભ્રમીત દર્દીઓનાં ટોળેટોળાં આ નાના ગામમાં ઉભરાવા લાગ્યાં. કોઈને એટલો વીચાર પણ ન આવ્યો કે ત્યાં જે દવા આપવામાં આવે છે તેની માહીતી કે જાણકારી અન્ય કોઈ ડૉક્ટર પાસે ન હોય તેવું બની શકે? શું કોઈ ગુપ્ત ફૉર્મ્યુલાવાળી દવાઓ તેઓ જાતે બનાવતા હતા, જે બીજા કોઈ ડૉક્ટર ન જાણતા હોય?

નીષ્ણાત ફીઝીશ્યન પણ સ્ટેરોઈડનો ઉપયોગ જવલ્લે જ અને વીવેકપુર્વક કરતા હોય છે, જ્યારે આલીયા–માલીયા ટાઈપના ડૉક્ટરો સ્ટેરોઈડનો ઉપયોગ છુટથી કરતા હોય છે અને તેનું પરીણામ અક્સીર; પણ ખતરનાક આડઅસરયુક્ત હોય છે. દર્દીના જોખમે દર્દ ચપટી વગાડતાં મટાડવાનો ખોટો યશ આવા ડૉક્ટરોના નામે ચડી જતો હોય છે અને પરીણામે સામુહીક ભ્રમણામાં ભરમાયેલા દર્દીઓનો ધસારો થતો.

કેટલીક જગ્યાએ કોઈ પણ જાતની ડીગ્રી વગરના હાડવૈદ્યો હાટડી ખોલીને બેસી ગયા હોય છે. આવા હાડવૈદ્યો પાસે પણ સામુહીક ભ્રમણાનો શીકાર બનેલા દર્દીઓ પોતાની તન્દુરસ્તીના ભોગે સામે ચાલીને છેતરાવા પહોંચી જાય છે. એક આયુર્વેદીક ડૉક્ટર તો દવા અને દુવાનો સમન્વય કરીને સન્તાનપ્રાપ્તીની દુકાન ખોલીને બેઠા છે. અને દર્દીઓના ખર્ચે અને જોખમે વર્તમાનપત્રમાં અર્ધા પાનાની પોતાનાં ગુણગાન ગાતી જાહેરાત છપાવે છે. આયુર્વેદીક અભ્યાસમાં દવા અને દુવા બન્નેની ચીકીત્સા પદ્ધતી માણવામાં આવતી હશે? ‘મેરા ભારત મહાન’માં જ આવું સમ્ભવે છે.

કોઈ પણ દૃષ્ટીકોણથી વીચારતા ગળે ન ઉતરે એવી માન્યતાને ગળે વળગાડીને ભ્રમીત લોકો જાતે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા ઉત્સુક હોય છે. આવાં લેભાગુ તત્ત્વો કેવી રીતે પોતાનો ઉપચાર કરી શકે તેવો વીચાર પણ કોઈને આવતો નથી અને ફેલાયેલી સામુહીક ભ્રમણાની અસર હેઠળ આવી અણઘડ વ્યક્તીઓ પાસે દર્દીઓની લાઈન લાગે છે.

આ ઉપરાંત મોટા ભાગનાં આંદોલનો પણ સામુહીક ભ્રમણાની અસર હેઠળ જ ચાલતાં હોય છે. આંદોલનમાં ભાગ લેતા લોકોને આંદોલનના વીષયવસ્તુની કે તેના વાજબીપણાની જાણ પણ ઘણી વખત હોતી નથી. આંદોલનકારીઓનો મુખ્ય હેતુ યેન–કેન–પ્રકારે તેમનો અવાજ ટોળાશાહીની મદદથી બુલન્દ બનાવવાનો જ હોય છે.

આમ, સામુહીક ભ્રમણા અલગઅલગ સ્વરુપે પ્રગટ થતી રહે છે અને પોતાના પ્રભાવનો પરચો બતાવતી રહે છે.

સામુહીક ભ્રમણાની ચર્ચામાં ચમત્કારને ભુલી જઈએ તો આ ચર્ચા અધુરી જ ગણાય. ચમત્કારમાં ન માનવું એ જ સૌથી મોટો ચમત્કાર છે. લગભગ 99 ટકા જનતા–જનાર્દન ચમત્કારમાં માને છે. ચમત્કાર વગર નમસ્કાર નથી તેવું જાણી ગયેલા જાણભેદુઓ તેનો પુરેપુરો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. રાજકોટસ્થીત સંસ્થા ‘જનવીજ્ઞાન જાથા’ અને અન્ય ઘણી રૅશનલ સંસ્થાઓ (લેખના અંતે ‘મારી નોંધ’ વાંચવાનું ચુકશો નહીં.) ચમત્કારનો પર્દાફાશ કરતા જાહેર કાર્યક્રમો ઠેરઠેર યોજે છે, ચમત્કારનું ભુત કાઢવા કોશીશ કરે છે. ચમત્કાર બતાવનારને આવી સંસ્થાઓ તરફથી વર્ષોથી ઈનામ જાહેર કરવામાં આવ્યું છે; પણ કોઈ ઈનામ લેવા આગળ આવતું નથી. હું પણ આ પુસ્તકના માધ્યમથી ખુલ્લો પડકાર ફેંકું છું કે કોઈ પણ વ્યક્તી મારી રુબરુ કોઈ પણ પ્રકારનો ચમત્કાર કરી બતાવે તો રુપીયા એક લાખનું ઈનામ આપીશ.મોટા ચમત્કારની વાત જવા દઈએ, કોઈ પણ વ્યક્તી મારી મુઠ્ઠીમાં કેટલા રુપીયાના સીક્કાઓ (પરચુરણ) રાખેલ છે તે કહી બતાવે તો પણ જાહેરમાં પગે લાગું અને ચમત્કારમાં માનતો થઈ જાઉં. હાથચાલાકીને ચમત્કારમાં ખપાવતા હરામીઓ હાથમાં આવે તેની રાહ જોઈને બેઠો છું.

        –બી. એમ. દવે


શ્રી પી.કે.દાવડા નો જન્મ દિવસનો ગીતા સંદેશ (સંક્ષિપ્તમાં)

શ્રી પી.કે.દાવડા નો  જન્મ દિવસનો ગીતા સંદેશ (સંક્ષિપ્તમાં) 

(આ લેખમાં ગીતાને માત્ર ધાર્મિક પુસ્તક તરીકે ન ગણતાં, એક માનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ગ્રંથ તરીકે અપનાવીને, મને જે સમજાયું એ સંક્ષિપ્તમાં રજૂ કર્યું છે.

આત્મા, મોક્ષ, પુનરજ્ન્મ જેવી બાબતોની વિગતોમાં ઉતરવાથી ઈરાદાપૂર્વક દૂર રહ્યો છું. માત્ર ૧૫ પાનાનો આ લેખ, આશરે ૧૫ મીનીટમાં વાંચી શકાય એવો હોવાથી, સમયના અભાવવાળા લોકો પણ વાંચશે, એવા આશયથી લેખને બને એટલો સંક્ષિપ્ત રાખવાનો પ્રયત્ન કર્યો છે. –પી. કે. દાવડા)

ગીતાનો ઉપદેશ સમયથી પર છે. એ ફક્ત અર્જુન માટે નથી, એ સમગ્ર માનવ જાતી માટે છે. અન્યાયક્યારેય સહન ન કરવો, ન્યાય માટે યુદ્ધ કરવાની જરૂર પડે તો યુદ્ધ પણ કરવું, એ જ જીવનનો ધર્મ છે. આવો ખુમારી ભર્યો સંદેશ, ગીતાએ સમગ્ર જગતને આપ્યો છે.

પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદથી ઘેરાઈ જાય છે અને કહે છેઃ

‘‘પૂજા કરવા યોગ્ય વડીલોને હણીને હું રાજ્ય મેળવવા ઇચ્છતો નથી, હું યુદ્ધ નહીં કરું.’’

અર્જુન પોતાની વાતના સમર્થનમાં અનેક દલીલો કરે છે, અને કૃષ્ણ એ બધી દલીલો શાંતિથી સાંભળી લે છે.

શ્રીકૃષ્ણનો ઉપદેશ બીજા અધ્યાયથી શરૂ થાય છે.

બીજા અધ્યાયમાં કૃષ્ણ અનેક મુદ્દા ઉપર વાત કરે છે. પહેલો મુદ્દો કર્તાભાવનો છે. કર્તાભાવનો મુદ્દો નરસિંહ મહેતાએ બહુ સરસ રીતે સમજાવ્યો છે,

“હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.”

કૃષ્ણ પણ અર્જુનને એ જ વાત સમજાવે છે કે તું તો માત્ર સાધન છે, આ બધાને મારનાર તો હું છું.

ત્યાર પછી કૃષ્ણ જન્મ-મૃત્યુ અને આત્માની વાત વિસ્તાર પૂર્વક કહે છે, આત્માની વાત સમજવી થોડી મુશ્કેલ છે.

ફૂલોમાં રહેલી અદભુત સુગંધની જેમ આત્મા અદ્રશ્ય છે. પરમાત્મા પણ અદ્રશ્ય છે, છતાં આ અદભુત સૃષ્ટિનું સર્જન કરનાર અને સંચાલન કરનાર કંઈક છે એટલું તો આપણે સ્વીકારવું પડે.

મન એ મગજમાંથી ઉત્પન્ન થતા તરંગો છે. શરીરની બધી ઇન્દ્રિયો મનને વશ છે. શરીરને વધુ ને વધુ સુખ સગવડ મળે એવા વિચારોમાં મન સતત ગૂંચવાયેલું રહે છે.

ભૌતિક સુખ,વૈભવ મેળવવા ક્યારેક મન ખોટાં કાર્યો કરવા પણ પ્રેરાય છે, ત્યારે મનથી જુદું કોઈક તત્વ, મનને ખોટાં કાર્યો ન કરવા ચેતવે છે. ‘‘આવું ન કરાય’’ એવો કોઈક અવાજ આપણે આપણી અંદરથી સાંભળીએ છીએ.

એ અદભુત અનુભવ એ જ આત્માનો અવાજ એમ મારૂં માનવું છે.

નરસિંહ મહેતાએ આત્મા વિષે સરસ વાત કહી છે,

‘‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી.’’

આત્માની વાત સાંભળ્યા વિનાની બધી સાધના નિરર્થક છે.

બીજા અધ્યાયમાં ત્રીજી મહત્વની વાત સ્વધર્મની છે.

સાદા શબ્દોમાં સ્વધર્મ એટલે કર્તવ્ય. કૃષ્ણ અર્જુનને કહે છે, “યુદ્ધ નહીં કરે તો લોકો તને કાયર માનશે, તારી અપકીર્તિ થશે. યુદ્ધ ન કરવા કરતાં યુદ્ધ કરવું એ જ તારે માટે હિતાવહ છે. કૌરવોએ તમને અન્યાય કર્યો છે, ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે તેમને સાથ આપે છે. અન્યાય સહન કરવો એ કાયરતા છે, અધર્મ છે, એની સામે તારે લડવું જ જોઈએ, કારણ કે તારો ક્ષત્રિય ધર્મ છે.’’

બીજા અધ્યાયમાં ચોથી મહત્વની વાત કર્મ અને એના ફળની છે. અહીં કૃષ્ણ અનાસક્તિ યોગ સમજાવતાં કહે છે, કે કર્મ કરવાની તારી ફરજ છે, એનો ત્યાગ કરીશ નહીં, પણ એના ફળનો ત્યાગ કર.

સૌથી મહત્વની વાત સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા છે. કૃષ્ણ કહે છે, ‘‘જ્યારે માનવી પોતાના મનમાંથી ઊઠતી તમામ ઇચ્છાઓનો ત્યાગ કરે, અને વાસના શૂન્ય મનથી પોતાના આત્મ સ્વરૂપમાં જ સંતુષ્ટ રહે, ત્યારેતેને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહેવાય છે.’’

જીવનની તમામ મુશ્કેલીઓનું મૂળ ઇચ્છાઓમાં છે. દુઃખમાં જેના મનમાં ઉચાટ ન થાય અને સુખ મેળવવાની જેને લાલસા ન રહી હોય, જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ચૂકે તેને સ્થિર બુદ્ધિવાળો કહેવાય.

વિષયોનું ચિંતન કરવાથી આસક્તિ થાય છે, તેમાંથી કામના એટલે કે ઇચ્છા જાગૃત થાય છે, તે પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ જન્મે છે અને તેને લીધે સારાસારનું ભાન રહેતું નથી. આમ સ્મૃતિનાશ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને છેવટે અધોગતિ થાય છે.

ગીતામાં ત્રણ યોગ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. અધ્યાય ત્રણ, ચાર અને પાંચમાં કર્મયોગ વિષે વિસ્તારથી સમજાવ્યું છે.

અર્જુનની જેમ આપણને પણ પ્રશ્ન થાય કે ‘‘ફળની આશા રાખ્યા વગર જ કર્મ કરવાનું હોય, અને જો ફળ મેળવવાનું જ ન હોય, તો પછી કર્મ જ શું કામ કરવું?” આનો ઉત્તર આપતાં ગીતા કહે છે કે કર્મ કરવું એકુદરતી છે. માનવી ઇચ્છે કે ન ઇચ્છે તો પણ કર્મ કર્યા વગર રહી જ ન શકે. તેનો સ્વભાવ તેને કર્મ કરવાનીફરજ પાડે. પરિણામે કર્મફળ તો ભોગવવું જ પડે. કોઈ સંસાર ત્યજીને સન્યાસી થઈ જાય તો પણ કર્મ ન ત્યજી શકે. પરંતુ જો માણસ કશી જ આશા રાખ્યા વિના ફક્ત પોતાની ફરજ રૂપે કર્મ કરે, અને તે કર્મ પરમાત્માને અર્પણ કરે તો તેને કર્મ બંધન કરતું નથી. ગીતામાં આ જ વાત જુદા જુદા અધ્યાયમાં વારંવાર કહેવામાં આવી છે.

લાભ, ગેરલાભ, યશ, અપયશ, સફળતા, નિષ્ફળતા, જય, પરાજય, સુખ, દુઃખ એ બધાં જ કર્મફળ છે. જો કર્મફળ પરમાત્માને અર્પણ કરી દઈએ તો પછી ચિંતા કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.

ગીતા કહે છે, કર્મસંન્યાસ નહીં, કર્મફળસંન્યાસ લેવું જોઈએ. કર્મફળસંન્યાસ લેવાથી કર્મમાં એકાગ્રતા વધે છે, અને અંતે તો સારૂં ફળ મળે જ છે, કારણ કે ગીતામાં જ કહ્યું છે કે ફળ વગરનું કોઈ કર્મ નથી.

ચોથા અધ્યાયમાં જીવનની ચાર આવશ્યક્તા સમજાવી છે. ગીતાએ એમને યજ્ઞ નામ આપ્યા છે. (૧) કર્મયજ્ઞ  (૨) તપયજ્ઞ   (૩) યોગયજ્ઞ (૪) જ્ઞાનયજ્ઞ. આ ચારેમાં જે જે સાવધાની રાખવાની છે, તે પણ સમજાવી છે.

(૧) કર્મયજ્ઞઃ કોઈ પણ કર્મ, ઇચ્છાઓ તજીને કરવાં. કોઈનું અહિત ન થાય તે ખ્યાલ રાખીને કરવા. માત્ર પોતાના કલ્યાણ માટે નહીં.

(૨) તપયજ્ઞઃ શરીરની વધુ પડતી આળપંપાળ ત્યજીને નિત્ય કાર્યો કરવા. આળસ ત્યજવી , સ્વાદ ઉપર અંકુશ મૂકવો, વાણી ઉપર અંકુશ મૂકવો. ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરીને શરીરને સુદ્રઢ બનાવવું અને વિકારો પર વિજય મેળવવો.

(૩) યોગયજ્ઞઃ – મનના વિચારો અને વિકારો પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવો. પરમાત્માના ધ્યાનમાં લીન થઈને મનને વશ કરવું. પ્રાણાયમ, યોગ વગેરે દ્વારા, શ્વાસોશ્વાસ પર કાબૂ મેળવી, મનની અતિ ચંચળતા રોકીને પ્રભુને પામવાની કોશિશ કરવી.

(૪)જ્ઞાનયજ્ઞઃ – એટલે પરમાત્મા બધે વ્યાપેલા છે, જે કાંઈ દેખાય છે એ બધું જ પ્રભુમય છે તેમ સમજવું. કર્મ કરવા છતાં અકર્તા બનીને એટલે કે પ્રભુને આત્મસમર્પણ કરીને અહંકાર ત્યજવો . સૌનું હિત થાય એવી રીતે જીવવું.

ભગવાન પોતે ક્યારે અને શા માટે અવતાર ધારણ કરે છે? એ બાબત ગીતાજીના અધ્યાય ચોથામાં સાતમા શ્ર્લોકમાં અને આઠમા શ્ર્લોકમાં કહ્યું છેઃ જગતમાં, ધર્મ ઘટે અને અધર્મ વધે ત્યારે ધર્મની સંસ્થાપના માટેપરમાત્મા અવતાર ધારણ કરે છે. સજ્જનોનું રક્ષણ કરવા અને દુર્જનોનો વિનાશ કરવા પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે.

ગીતામાં જ્ઞાનને ખૂબ મહ્ત્વ આપ્યું છે. અધ્યાય ચોથો ‘શ્ર્લોક ૩૭માં કહ્યું છે, ‘‘જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ કર્મોનાં બધાં બંધનોને બાળીને ભસ્મ કરે છે. સુનિયોજીત કર્મ કરવા જ્ઞાન આવશ્યક છે, એ વાત આજે પણ એટલી જ સ્વીકૃત છે.

ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ વિષે સમજાવ્યું છે. મન અતિ ચંચળ હોવાથી એને વશ કરવું અતિ કઠિન છે. અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે. છઠ્ઠા અધ્યાયમાં શ્ર્લોક નં. ૧૦ થી ૧૫માં ધ્યાન કેમ કરવું એ વિષે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એકાંતમાં, પવિત્ર સ્થાનમાં, નીચે દર્ભ અને તેની ઉપર મૃગચર્મ કે વસ્ત્રાસન પાથરીને બેસવું. મનને એકાગ્ર કરી, ચિત્ત અને ઈંદ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ધીમે ધીમે મન પ્રભુમય થતાં મનની શાંતિ અનુભવી શકાય.

છઠ્ઠા અધ્યાયમાં ૩૭મા શ્ર્લોકમાં અર્જુને સવાલ પૂછ્યો કે, ‘‘જે માનવી યોગમાં શ્રદ્ધાવાળો હોય, પણ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય, તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતાં કઈ ગતિનેપામે છે?

ગીતામાં પરમાત્માએ ભુલ સુધારવાની તક આપવા અનેક પ્રકારના અભય વચન આપ્યા છે. આ સવાલના જવાબમાં પરમાત્માએ ગજબ અભય વચન આપતાં છઠ્ઠા અધ્યાયના ૪૦ મા શ્ર્લોકમાં કહ્યુંઃ ‘‘યોગભ્રષ્ટ થયેલો મનુષ્યમાં, પૂર્વમાં કરેલી સાધનાના સંસ્કાર ફરીથી જાગૃત થાય છે. જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધી તે પૂર્ણ સિદ્ધિ માટે ફરીથી પ્રયત્ન શરૂ કરે છે. સાધનાને અંતે તે પરમ ગતિને પામે છે.”

બ્રહ્માંડના સર્જન અંગે ‘‘જ્ઞાન વિજ્ઞાન યોગ’’ નામના સાતમા અધ્યાયમાં શ્ર્લોક નં.૪ માં શ્રીકૃષ્ણ ભગવાનેકહ્યું છેઃ

‘‘પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર મારી જડ પ્રકૃતિ છે. બીજી મારી જીવરૂપ ચેતન પ્રકૃતિ છે. સર્વ પ્રાણીઓ આ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે. હું આ  સમગ્ર જગતનો ઉત્પાદક અનેસંહારક  છું. જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ આ સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે.’’

આઠમા અધ્યાય ‘અક્ષરબ્રહ્મયોગ’ માં પાંચમા શ્ર્લોકમાં એક અભય વચન આપ્યું છેઃ ‘‘જે અંતકાળે મારું જસ્મરણ કરતાં કરતાં દેહ છોડી જાય છે, તે મને પામે છે, તેમાં સંશય નથી.’’

વળી છઠ્ઠા શ્ર્લોકમાં કહ્યું છેઃ ‘‘મનુષ્ય અંત કાળે જે જે પદાર્થનું સ્મરણ કરતાં શરીર છોડે છે, તે તેને જ પામેછે.’’

નવમા અધ્યાયના શ્ર્લોક નં.૨૨માં પણ એક અનેરું વચન પરમાત્માએ આપેલું છે:

‘‘જેઓ અનન્ય ભાવે મારું જ ચિંતન કરે છે અને નિષ્કામ ભાવથી મને ઉપાસે છે, તેવા લોકોના યોગ તથા ક્ષેમનો ભાર હું વહન કરું છું. એટલે કે તેમના જીવન નિર્વાહ અને કુશળતાની હું કાળજી રાખું છું.’’ પરમ ભક્તશ્રી નરસિંહ મહેતાના જીવન દરમિયાન મુશ્કેલ પ્રસંગો બહુ સરળ રીતે ઉકલી ગયાની વાતો આપણે જાણીએ છીએ. પરમ ભક્ત મીરાંબાઈને અપાયલું ઝેર અમૃત બની ગયાની વાત પણ આપણે જાણીએ છીએ. આ બધા પ્રસંગો આપણને માન્યામાં ન આવે, પરંતુ પ્રભુમય બની જનાર માનવી માટે એ શ્રધ્ધેય છે, જે કદાચ આપણને ન સમજાય.

“યોગક્ષેમ વહામ્યંહમ” સમજવું હોય તો નાના બાળકનું ઉદાહરણ આપી શકાય. નાનકડું નિર્દોષ બાળક પોતાના ભોજનની, પોતાના રક્ષણની કોઈ ચિંતા કરતું નથી. પોતાના જીવનની તમામ જવાબદારી માને સોંપીને એ આનંદથી રમતું રહે છે. બાળક થોડુંક રડે, એટલે તેને ભૂખ લાગી હશે તેમ વિચારી મા બાળકને સ્તનપાન કરાવે અથવા જમાડે, જો બાળક રમતાં રમતાં પડી ગયું હોય તો તેના રક્ષણનો ઉપાય કરે. તેવી જ રીતે પરમાત્મા પોતાના ભક્તના જીવન નિર્વાહની તથા રક્ષણની કાળજી રાખે છે.

પરમાત્મા કેટલા બધા દયાળુ છે એ તો નવમા અધ્યાયના ૩૦મા શ્ર્લોકમાં આપેલું અભય વચન વાંચીએ ત્યારે જ સમજાય.

‘‘જો અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ મને ભજે તો તેને સાધુ જ ગણવો.’’  અહીં અતિશય દુરાચારીને છાવરવાની વાત નથી, પરંતુ સુધરવાની તક આપવાની વાત છે.

ભગવાન પોતે સર્વવ્યાપક છે, અને સઘળું તેમનામાં સમાયેલું છે એ સમજાવવા ‘વિભૂતિ યોગ’ નામના ગીતાજીના ૧૦મા અધ્યાયમાં સમજાવ્યું છે. પ્રકૃતિ અને પ્રાણીમાં આપણે જેને સર્વોત્તમ માનીયે છીયે, એ બધામાં પરમાત્માનો અંશ છે. ઉદાહરણ આપવા બ્રહ્માન્ડમાંથી સૂર્ય-ચંદ્ર લીધા છે, પૃથ્વી ઉપરના તત્વોમાં પવન, પાણી, પર્વત, વૃક્ષ, નદી વગેરેમાં જે સર્વોત્તમ છે તેમનું વર્ણન કર્યું છે.

આ અધ્યાયમાં જ નારીની પ્રશંશા પણ કરી છે, એટલું જ નહીં, દેવતાઓમાં શિવ અને રામ એ બધું પણ એક જ પરમાત્માના અલગ અલગ સ્વરૂપો છે એમ પ્રતિપાદન કર્યું છે.

આ જ વાત નરસિંહ મહેતાએ ખૂબ જ ટુંકમાં કહી છે, “અખિલ બ્રહ્માન્ડમાં એક તું શ્રી  હરિ, જૂજવે રૂપ અનંત ભાષે.” અને “ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે.”

અગીયારમા અધ્યાયમાં ભગવાને અર્જુનને ‘‘વિશ્વરૂપ દર્શન’’ કરાવ્યું, તેનું વર્ણન આપ્યું છે. આ વર્ણનમાં પરમાત્માની માત્ર વિશાળતા જ નહીં, એની સંહારક શક્તિના ભયાનક સ્વરૂપનું પણ વર્ણન છે.

ગીતાજીના ૧૨મા અધ્યાયમાં ભગવાને પોતાને કેવો ભક્ત ગમે છે એ બાબત બહુ સરસ અને સરળ રીતે સમજાવ્યું છે. ભગવાન કહે છે,
‘‘જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્રભાવે વર્તે છે, જે દયાળુ, મમતારહિત, અહંકાર વિનાનો, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાન, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યાં છે તે મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, નચિંત, પક્ષપાત રહિત, ભય રહિત અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તેવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઇચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’

‘‘જેને શત્રુ , મિત્ર, માન, અપમાન, ટાઢ, તાપ, સુખ, દુઃખ સરખાં છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજ ભાવે મળે તેમાં સંતોષ માને છે, જે મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને અતિપ્રિય છે.’’

‘‘જે શ્રદ્ધાયુક્ત ભક્તો, મારામાં પરાયણ રહીને, મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.’’

કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. કોઈ એક યોગનું સાચા દિલથી અનુસરણ કરીએ તો બીજા બે યોગની જુદી સાધના કરવી પડતી નથી. એ સાધના આપોઆપ થઈ જાય છે. સાચા દિલથી ભક્તિયોગને અનુસરનારને અધ્યાત્મનું જ્ઞાન શીખવું પડતું નથી. તેનાં તમામ કર્મો નિષ્કામ ભાવે જ થતાં હોય છે. શ્રી નરસિંહ મહેતા આનું જ્વલંત ઉદાહરણ છે. પ્રભુની ભક્તિ કરતાં કરતાં તેઓ પરમ તત્ત્વજ્ઞાની થઈ ગયા.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રેષ્ઠ ભક્તનાં લક્ષણો અંગે સમજાવ્યું છે, એ જ વાત નરસિંહ મહેતાએ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે…’’ ભજનમાં સમજાવી છે.

જ્ઞાન માટે ગીતામાં કહ્યું છે: ‘‘જ્ઞાન જેવું કાંઈ જ પવિત્ર નથી.’’ (ગીતા ૪ – ૩૮). જેમ કર્મ કામના રહિત હોવું જોઈએ તેમ જ્ઞાન અહંકાર રહિત હોવું જોઈએ. નહીંતર કર્મ અને જ્ઞાન બંને બોજારૂપ બની જાય. કર્મની જેમ જ જ્ઞાન તજવાનું નથી, પણ જ્ઞાનનો અહંકાર તજવાનો છે.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૩મા અધ્યાયમાં ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કે શરીરમાં રહેલો આત્મા, જે પરમાત્માનો જ અંશ છે તે બાબત સમજાવી છે. શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, તે નાશવંત છે. આત્મા નિર્ગુણ છે, છતાં ગુણોનો

ભોક્તા છે એટલે કે પ્રકૃતિમાંથી ઉત્પણ થયેલા ત્રણ ગુણ, સત્વ, રજસ, અને તમસને કારણે મનુષ્યને સુખ, દુઃખ ભોગવવાં પડે છે. જો આ ત્રણે ગુણોથી માનવી પર થઈ જાય એટલે કે ગુણાતીત થઈ જાય તો તે પરમાત્માને પામી શકે છે.

ગીતાજીના ૧૪મા અધ્યાયમાં ત્રણ ગુણ વિષે વિસ્તારથી સમજાવ્યું છે. આ ત્રણ ગુણો જ આપણાં સુખ, દુઃખ માટે કારણરૂપ છે. આ ત્રણે ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. સત્વગુણ નિર્મળ હોવાથી દોષરહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગથી જીવને બાંધે છે. રજોગુણ, કામના અને આસક્તિથી ઊપજેલો છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. તમોગુણ અજ્ઞાનથી ઊપજેલો છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા વડે જીવને બાંધે છે.

સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ પ્રમાદમાં જોડે છે. જ્યારે કોઈ પણ એક ગુણ વધે ત્યારે તે અન્ય બે ગુણોને દબાવીને વધે છે.

બધાં કર્મોમાં કર્તાપણાના અભિમાન રહિત થયેલો મનુષ્ય ગુણાતીત કહેવાય છે.

આપણું જીવન તો ત્રણે ગુણોના મિશ્રણવાળું છે. આપણામાં થોડાક શુભ વિચારો છે, થોડીક શુભ ભાવના છે, થોડાક વિકારો છે, થોડાં લોભ લાલચ છે. થોડીક આળસ છે, થોડોક દ્વેષ છે. ક્યારે ક્યા ગુણનું જોર વધી જાય તે કહેવાય નહીં.

ગીતાના ૧૫મા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’ માં સંસારને ઊંધા પીપળાના વૃક્ષ સાથે સરખાવીને કહ્યું છે: ‘‘આ વૃક્ષનાં મૂળ ઊંચે છે અને ડાળીઓ નીચે છે. વેદના છંદો તેનાં પાંદડાં છે.’’ આમ કહેવાનું કારણ એ છે કે સંસારની ઉત્પત્તિ પરમાત્માને આભારી હોવાથી જીવનતત્વરૂપી પોષણ ખેંચનારાં મૂળિયાં ઉપર તરફ છે. શાખાઓ જ્યારે વિસ્તરીને ધરતીમાં મોહરૂપી નવા મૂળ ગ્રહણ કરે છે, ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી શાખાઓને દ્રઢ વૈરાગ્યરૂપી કુહાડીથી કાપી નાખીને ઉપર તરફ ગતિ કરવાની સલાહ ગીતાએ આપી છે, અને પછી એવું પદ શોધવા કહ્યું છે, જ્યાં પહોંચેલા માણસો સંસારમાં પાછા આવતા નથી. તે પરમ પદને પ્રાપ્ત કરી પુરૂષમાંથી પુરૂષોત્તમ થઈ શકાય છે.

ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ વિષે ચર્ચા છે. પહેલા ત્રણ શ્ર્લોકમાં દૈવી સંપત્તિ વિષે છે: નિર્ભયતા, અંતઃકરણની શુધ્ધિ, અધ્યાત્મ, ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન, ઈન્દ્રીયો ઉપર કાબૂ, તપ, વગેરે ૨૬ પ્રકારના દૈવી તત્વો વર્ણવ્યા છે. ત્યાર પછી આસુરી સંપત્તિ વિષે કહ્યું છે :  પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.

દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. આસુરી સ્વભાવવાળા મનુષ્યો, શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, તે જાણતા નથી.

યજ્ઞનો અર્થ સમજાવતાં ગીતામાં કહ્યું છે, સારાં કાર્યો માટેનું અભિમાન પણ અયોગ્ય છે. પોતાને જ શ્રેષ્ટ માનનારા ઘમંડી પુરુષો, ધન અને માનના મદવાળા લોકો શાસ્ત્રવિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો કરે છે.

કામ, ક્રોધ તથા લોભ એ ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર છે. માટે એ ત્રણેને તજી દેવાં જોઈએ. આ ત્રણથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવાં કર્મ કરે છે તેથી પરમ ગતિ પામે છે.’’

‘શ્રદ્ધા ત્રય વિભાગ યોગ’ નામના ૧૭મા અધ્યાયમાં બહુ ઉત્તમ શ્ર્લોક છે અને જીવન ઘડતર માટે ખાસ વાંચવા જેવા છે.

એમાં કહ્યું છે કે બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. જેવી જેની શ્રદ્ધા, તેવો તે થાય છે. સાત્વિક શ્રદ્ધાવાળા પુરુષો દેવોને ભજે છે, રાજસી શ્રદ્ધાવાળા યક્ષ અને રાક્ષસોને ભજે છે અને તામસી શ્રદ્ધાવાળા ભૂત, પ્રેત વગેરેને ભજે છે.

આહાર પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર પ્રિય હોય છે.

સાત્વિક, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસયુક્ત, પૌષ્ટિક તથા મનને ગમે તેવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, ખૂબ ગરમ, તીખા તમતમતા, સૂકા અને દાહ કરનારા આહારો રાજસ મનુષ્યોને પ્રિય હોય છે.

કેટલીય વાર સુધી પડી રહેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે.

ફળની આકાંક્ષા વગરના મનુષ્યો, કર્તવ્ય સમજીને વિધિપૂર્વક જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. ફળની આકાંક્ષા રાખીને જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે. શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ છે.

તપનો અર્થ સમજાવતાં ગીતામાં કહ્યું છે, દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિત કરનારી વાણી બોલવી તથા સદગ્રંથોનું પઠન કરવું તે વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાશુદ્ધિ મનનું તપ કહેવાય છે. આ પ્રકારનું તપ જ્યારે પરમ શ્રદ્ધાથી, ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે ત્યારે સાત્વિક તપ કહેવાય છે. કોઈનાં સત્કાર, ખુશામત અથવા પૂજા માટે જે તપ થાય છે તે ક્ષણિક અને અનિશ્ચિત ફળ આપનાર રાજસ તપ કહેવાય છે. જે મૂઢતાપૂર્વક હઠથી, મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તેને તામસ તપ કહેવાય છે.

ઉપરની તમામ વાતો બહુ સરળ છે તેમ છતાં કાંઈ ન સમજાય તો તેની માથાકૂટ કરવાને બદલે જેટલું સમજાય તેટલું આચરણ કરીએ તો પણ જીવનમાં ઉપયોગી થાય

ગીતાના ‘શ્રદ્ધાત્રયવિભાગ યોગ’ માં દાનના ત્રણ પ્રકારની વાત કરી છે.

દાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી, બદલો મળવાની આશા વગર, યોગ્ય સમયે, યોગ્ય કાર્યમાટે, યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે તો તે સાત્વિક દાન કહેવાય.  જે દાન બદલો મેળવવા માટે એટલે કે ફળની આશાથી, કચવાતા મને આપવામાં આવે તે રાજસ દાન કહેવાય. જે દાન તિરસ્કારથી અને અયોગ્ય કાર્ય માટે, કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય.

પોતાના સ્વાર્થ વિના, બીજાનું દુઃખ દૂર કરવા, ધનનો સદ્ઉપયોગ થાય તેને ઉત્તમ ગણી શકાય. ધનનો ઉપભોગ કરવામાં કાંઈ ખોટું નથી. બીજાનું અહિત કર્યા સિવાય, પોતે જે કાંઈ કમાય તે ફક્ત પોતાના પરિવાર માટે જ વાપરે તેમાં કાંઈ જ અયોગ્ય નથી, પણ એ જીવનનું શ્રેષ્ઠ લક્ષણ નથી.

બીજાના હિત માટે અપાતું ધન એ દાન છે. ગીતામાં ભારપૂર્વક કહ્યું છે કે બદલો મળવાની આશા રાખ્યા વિના જે દાન અપાય તે જ સાત્વિક દાન છે. ગીતામાં અનેક વાર ફળની આશા રાખ્યા વિના જ કર્મ કરવા પર ભાર મૂકેલો છે. દાન લેનારી વ્યક્તિ આભાર માને એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ. સંપૂર્ણ નિષ્કામ ભાવે દાન કરવું જોઈએ.

ગીતાનો ૧૮મો અધ્યાય છેલ્લો અધ્યાય છે. ગીતાની શરૂઆતમાં થયેલ વાત પર છેલ્લા અધ્યાયમાં પણ ખૂબ ભાર મૂક્યો છે.

‘‘નિયત કર્મોનો કદી ત્યાગ ન કરવો જોઈએ. છતાં મોહવશ, આપણે તેનો ત્યાગ કરીએ તો તે તામસ ત્યાગ કહેવાય છે. જે કંઈ કર્મ છે તે બધાં જ દુ:ખરૂપ છે, એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મો છોડી દેવાય તેને રાજસ ત્યાગ કહે છે. આવા ત્યાગનું ફળ મળતું નથી. કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ, જે પોતાનો ધર્મ સમજીને, આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે, તે ત્યાગ સાત્વિક ત્યાગ મનાયો છે. આવો ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોઈ મુશ્કેલ કામ ધિક્કારતો નથી. કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ દેહધારી મનુષ્ય માટે શક્ય નથી, તેથી જે મનુષ્ય કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે. “

કર્મોમાં જેને ‘‘હું કર્તા છું’’, એવો અહંકાર નથી, તેની બુદ્ધિ તે કર્મની સિદ્ધિ અસિદ્ધિથી લોપાતી નથી.

‘‘જે જ્ઞાનથી મનુષ્ય, જુદા જુદા દેખાતા સર્વ પ્રકૃતિ અને પ્રાણીઓમાં રહેલા પરમ તત્ત્વને, નિસ્પૃહ ભાવે જોઈ શકે તે જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહે છે અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં પરમ તત્ત્વને વહેંચાયેલું માને તે રાજસ જ્ઞાન છે. જે જ્ઞાન એક જ કાર્યમાં લાભ માની તેનું સ્વરૂપ સમજ્યા વિના, વગર વિચાર્યે તેમાં આસક્ત થઈ જાય તેને તામસ જ્ઞાન કહેવાય.’’

‘‘કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ, રાગદ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઇચ્છા વગર મનુષ્ય કરે તે સાત્વિક કર્મ છે. જે કર્મ ‘‘હું કર્તા છું” એવા અભિમાનપૂર્વક,  કામનાવાળો મનુષ્ય, ફળને માટે બહુ મહેનત ઉઠાવી કરે તે રાજસ કર્મ કહેવાય છે. વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પરિણામ કે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર મનુષ્ય અજ્ઞાનથી જે કાર્ય કરે છે તે તામસ કર્મ છે.

જે કર્તા, આસક્તિરહિત, અહંકાર ન રાખનારો, કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં સમાન ભાવ રાખવાવાળો, હર્ષ શોક વિનાનો છે તે સાત્વિક કર્તા છે. જે કર્તા આસક્તિયુક્ત, કર્મના ફળની ઈચ્છાવાળો અને લોભી છે, તથા બીજાઓને કષ્ટ દેવાના સ્વભાવવાળો અને હર્ષ શોકમાં આવેશવાળો છે, તે રાજસ કર્તા છે.

*જે કર્તા અવ્યવસ્થિત, અસંસ્કારી, શઠ, અજ્ઞાની, જક્કી, આળસુ, શોક કરનાર છે, તે તામસ કર્તા છે.

આ તમામ બાબતો અંગે વિચારીશું તો સ્પષ્ટ પણે સમજાશે કે ગીતામાં જીવનમાં સદગુણોને કેટલું બધું મહત્વ આપ્યું છે.

પરમાત્માનું અવતાર કાર્ય જ ધર્મ સંસ્થાપનાનું છે. સારા ગુણોનું મહત્વ સમાજમાં વધે તો જ સાચા અર્થમાં ધર્મની સંસ્થાપના થઈ શકે. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન, સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ એ ચર્ચા, અન્ય ગ્રંથોમાં જે કહેવાયું છે તેની પુનરોક્તિ જ છે.

“જે બુદ્ધિ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, કરવા યોગ્ય કે ન કરવા યોગ્ય, ભયવાળું કે અભય, બંધનકર્તા કે મુક્તિ આપનાર વિષે જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. જેનાથી મનુષ્ય, ધર્મ તથા અધર્મને, કર્તવ્ય તથા અકર્તવ્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે રાજસ બુદ્ધિ છે. અહંકારથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, તે તામસી બુદ્ધિ છે.’’

સુખના પણ ત્રણ પ્રકાર સમજાવતાં ગીતામાં કહ્યું છે: ‘‘જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થયેલું સુખ સાત્વિક છે. વિષયો અને ઇંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ, શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે, તે સુખ રાજસી છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનાર અને નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયું છે, તે સુખ તામસી છે. “

પોતપોતાના સ્વાભાવિક કર્મમાં જ રત રહીને મનુષ્ય સુખ પામે છે. પોતાના ધર્મ કરતાં બીજાનો ધર્મ લાભકારક લાગતો હોય તો પણ, પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. તેથી પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરનારને પાપ લાગતું નથી. જેમ અગ્નિની સાથે ધુમાડો હોય છે તેમ કોઈ પણ કર્મ સાથે દોષ સંકળાયેલો જ હોય છે. પોતાનું કર્મ થોડો દોષયુક્ત હોય તો પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ.

મન અને ઇંદ્રિયો જીતનાર, આસક્તિ રહિત બુદ્ધિવાળો મનુષ્ય,  જ્ઞાનયોગ દ્વારા, કર્મ કરવા છતાં, કર્મબંધનથી મુક્ત રહે છે. જ્ઞાનની પરમ નિષ્ઠા પામવાના આવશ્યક સાધનરૂપ અંતઃકરણની શુદ્ધિ બહુ જરૂરી છે.

ગીતામાં આખરે શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે, “હે અર્જુન! તું પણ ચિત્તથી સર્વ કર્મો મને સમર્પણ કરી, મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિથી, કર્મયોગનો આશ્રય લઈ, સતત મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્ત જોડવાથી, તારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પરંતુ જો અહંકારને વશ થઈ મારૂં કહેવું નહીં સાંભળે, તો નાશ પામીશ. અહંકારને લીધે, તું એમ માને છે કે હું નહીં લડું, પણ તારો સ્વભાવ જ તને પરાણે એમાં જોડશે. મોહવશ તું અત્યારે જે કાર્ય કરવા નથી ઈચ્છતો, તે તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોઈ પરવશ થઈને પણ કરીશ.”

અને અભય વચન આપતાં કહે છે, “બધા ધર્મોનો ત્યાગ કરીને મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.’’ પરમાત્માનું આ અભયવચન બહુ વિચારવા જેવું છે. બીજું બધું તજીને જે પ્રભુશરણે જાય છે તેને પરમાત્મા પ્રેમથી આવકારે છે. તેની તમામ મુશ્કેલીઓ પ્રભુ દૂર કરે છે.

શ્રી  પી.કે.દાવડાની  ઈ-બુક - ગીતા મારી સમજ 

(આ ચિત્ર પર ક્લિક કરીને વાંચો )

gita

પ્રેરક હિન્દી ગીતોની મહેફિલ …વિડીયો દર્શન


( 1028 ) પ્રેરક હિન્દી ગીતોની મહેફિલ …વિડીયો દર્શન

અમિતાભ બચ્ચન અભિનીત હિન્દી મુવી પિંક ઘણાએ જોયું હશે. એમાં ઘણાં સારાં ગીતો છે .પરંતુ આ ફિલ્મની આખરમાં ગીતકાર તનવીર ગાઝી લિખિત ગીત જે અમિતાભ બચ્ચન ગાય છે એ ખુબ જ પ્રેરક છે.

આ હિન્દી કાવ્ય અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે પ્રસ્તુત છે.એની નીચે વિડીયોમાં પણ તમે આ ગીતને માણી શકશો.

तू खुद की खोज में निकल 
तू किसलिए हताश है,
तू चल, तेरे वजूद की 
समय को भी तलाश है,

जो तुझसे लिपटी बेड़ियां;
समझ ना इनको वस्त्र तू
ये बेड़िया पिघाल के; 
बना ले इनको शस्त्र तू

तू खुद की खोज में निकल...

चरित्र जब पवित्र है, 
तो क्यों है ये दशा तेरी?
ये पापियों को हक नहीं;
कि लें परीक्षा तेरी!

तू खुद की खोज में निकल...

जला के भष्म कर उसे;
जो क्रूरता का जाल है,
तू आरती की लौ नहीं;
तू क्रोध की मशाल है,

तू खुद की खोज में निकल...

चुनर उड़ा के ध्वज बना; 
गगन भी कंपकपाएगा,
अगर तेरी चुनर गिरी; 
तो एक भूकंप आएगा

तू खुद की खोज में निकल; 
तू किसलिए हताश है,
तू चल; तेरे वजूद की 
समय को भी तलाश है।

ગુજરાતી અનુવાદ ...

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

ચાલ,તારી ખોજમાં નીકળી પડ, 
નિરાશા શાને ઘેરી વળી તને,
ચાલવા માંડ,સમય પણ તારા,
અસ્તિત્વને શોધી રહ્યો છે.

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

જે બેડીઓથી ઘેરાયો છું તું , 
એને વસ્ત્ર માની ના લેતો,
એ બેડીઓને પીંગળાવી દઈ,
તારું હથિયાર એને બનાવી દે.

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

તારું ચારિત્ર્ય જ્યારે પવિત્ર છે, 
તો આવી દશામાં કેમ જીવે છે?
જે પાપી હોય છે એ લોકોને, 
હક્ક નથી તારી પરીક્ષા લેવાનો

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

ક્રૂરતાની જાળ ફેલાઈ છે એને , 
તું બાળીને ભસ્મ કરી દે, 
આરતીની પવિત્ર જ્યોત તું નથી 
પણ તું ક્રોધની એક મશાલ છે.

ચાલ,તારી ખોજમાં નીકળી પડ

તારા વસ્ત્રને ધ્વજની જેમ ફરકાવ, 
જોઈ એને આકાશ પણ હાલી જશે.
તારા એ વસ્ત્રનું જો પતન થશે તો, 
ધરતીકંપથી ધરા ધણધણી ઉઠશે.

ચાલ,તારી ખોજમાં નીકળી પડ, 
નિરાશા શાને ઘેરી વળી તને,
ચાલવા માંડ,સમય પણ તારા,
અસ્તિત્વને શોધી રહ્યો છે.

હવે આ ગીતને અમિતાભ બચ્ચનના સ્વરે ગવાતું સાંભળો.

Movie: Pink – 2016 | Lyricist: Tanveer Ghazi | 
Music Director: Shantanu Moitra | Singer: Amitabh Bachchan

तू खुद की खोज में निकल 
ચાલ,તારી ખોજમાં નીકળી પડ

અમિતાભ બચ્ચનના પિતાશ્રી અને હિન્દી સાહિત્યના પ્રખર કવિ સ્વ.હરિવંશ રાય બચ્ચનની બહુ જ જાણીતી હિન્દી કવિતા , કોશિશ કરને વાલોકી કભી હાર નહિ હોતી, પણ ઘણી પ્રેરક છે.આ ગીતને પણ અમિતાભ બચ્ચનના કંઠે નીચેના વિડીયોમાં માણો .

Koshish karne walo ki kabhi haar nahi hoti

અગાઉ આ હિન્દી કાવ્યનો કરેલો ગુજરાતી અનુવાદ નીચેની પોસ્ટમાં વાંચી શકાશે.

કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી (કાવ્યાનુવાદ )

હિન્દી શાયરીના નીચેના બે વિડીયો પણ જે મને ગમ્યા એને પણ માણો.

Very motivational shayari

Zindagi Ek Pal Hai...
Narrated By: Syed Jassim Ali.

છોડ તારા વૉટસેપના ગ્રુપ …. કાવ્ય રચના ….હર્ષદ દવે

છોડ તારા વૉટસેપના ગ્રુપ …. કાવ્ય રચના ….હર્ષદ દવે

આજે બાળકોથી માંડી વૃદ્ધ જનો( આબાલવૃદ્ધ ) ની આંખો અને આંગળીઓ આધુનિક ટેકનોલોજીનાં પ્રસાધનો જેવાં કે મોબાઈલ ફોન,આઈ -ફોન,આઈ-પેડ,સ્માર્ટ ફોન, લેપ ટોપ વી.ના ટચ સ્ક્રીન ઉપર રમતી હોય છે. આજે ટીન એજર્સ " સ્ક્રીન એજર્સ " થયા છે.લોકોનો મોટા ભાગનો સમય ફેસ બુક, વૉટસેપ,ટ્વીટર જેવાં સોસીયલ મીડિયાએ ઝુંટવી લીધો છે.કુટુંબી જનો વચ્ચેની વાતચીતનો વહેવાર સાવ ઘટી ગયો છે. કુટુંબનાં લગભગ બધાં જ સભ્યો આધુનિક ઉપકરણોમાં મશગુલ હોય છે.

 આધુનિક કુટુંબનું એક દ્રશ્ય ..... 

 નવી પેઢીનો વિદ્યાર્થી અને શાળા (કાર્ટુન )

 

આવી બદલાએલી પરિસ્થિતિના અવલોકનમાંથી પ્રેરિત  કવિ શ્રી હર્ષદ દવેની એક મજાની કાવ્ય રચના "છોડ તારા વૉટસેપના ગ્રુપ"નીચે પ્રસ્તુત છે.

 ‘જીવન છે ટચસ્ક્રીનની બહાર" એવી કવિની સાચી સલાહને  માનવા માટે આજે કેટલા તૈયાર થશે એ એક મોટો પ્રશ્ન છે ! 

સાભાર - શ્રી. ઉત્તમ ગજ્જર,(ઈ-મેલમાંથી )

'એકમેક' ૧, ફેબ્રુઆરી -૨૦૧૭

છોડ તારા વૉટસેપના ગ્રુપ – –હર્ષદ દવે

છોડ તારા વૉટસેપના ગ્રુપ,

માણ મસ્ત મોસમનું રુપ;
કર તારા ટ્વીટરને ચુપ,
સાંભળ મીઠી કોયલના કુક.

ફેંક બધા ફેસબુકના લાઈક,
સાચુકલી વાત કરને કાંઈક!
છોડને અલ્યા ટીવીની છાલ,
નીહાળ ભીનાં ફુલોના ગાલ.

મુક હવે લેપટૉપની લપ,
કર ચાની ચુસ્કી પર ગપસપ;
બંધ કર હવે મોબાઈલની ગેમ,
વાંચ હૈયામાં છલકાતો પ્રેમ.

બસ, એટલું તું સમજી જા યાર :
‘જીવન છે ટચસ્ક્રીનની બહાર...
–હર્ષદ દવે

સાભાર --શ્રી વિપુલ દેસાઈ 

એક હાઈ ટેક જોક ( ફેસ બુક માંથી ) 

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી