અનામત અને એ અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ
આજે દેશમાં અનામતના લાભો મેળવવા માટે પછાત ગણાવા માટેની પડાપડી થઇ રહી છે.બધાંને અનામત જોઈએ છે. આજકાલ પાટીદારો-પટેલો પણ એ મેળવવા માટે આંદોલન ચલાવી રહ્યા છે, મોટી સભાઓ ગજાવી સંખ્યા બળનો પરચો બતાવી રહ્યા છે.બ્રાહ્મણો અને જૈનો પણ એ પગલે જવા માગે છે.
દુનિયામાં ફક્ત ભારત જ એક એવો દેશ હશે જ્યાં લોકોને પછાત રહેવામાં સુખ જણાય છે. રાજકારણીયોની ચુંટણીમાં મત મેળવવા માટેની એક રાજરમત જેવી આ અનામત પ્રથાએ દેશમાં ખોટું ઝેર ફેલાવ્યું છે.દેશ રૂપી સાપે છછુંદર ગળ્યું છે એ ગળાતું એ નથી અને મુકાતું એ નથી . અનામતના આ વણ જોઈતા બખંડ જંતર એ દેશને વેર વિખેર કરી દીધો છે.
દેશમાંથી આ અનામત પ્રથા જેમ બને એમ જલ્દી દુર થવી જ જોઈએ. શિક્ષણ ક્ષેત્રે કે બીજે જે યોગ્ય હોય ,બૌધિક રીતે સમર્થ હોય એને જ ગુણવત્તા પ્રમાણે જ લાભ અપાવો જોઈએ પછી એ કોઈ પણ જાતિનો કેમ ન હોય ! બહુ જ સીધું સાદું આ ગણિત છે એ આ એકવીસમી સદીમાં પણ આટલાં બધાં વર્ષો બાદ પણ દેશના વહીવટદારોને સમજાતું નથી એ દેશ માટેની એક કમનશીબી છે.
અનામત વિષેના આવા મનોમંથનો – વિચારોમાંથી પ્રેરિત કેટલીક પ્રાસંગિક હાઈકુ રચનાઓ અત્રે પ્રસ્તુત છે.
અનામત અંગે કેટલાંક પ્રાસંગિક હાઈકુ
ભારતમાં જ
પછાત રહેવું એ
આશીર્વાદ છે !
========
અનામતનું
પૂછડું પકડાયું
છૂટતું નથી !
========
પટેલો અને
બ્રાહ્મણો ઈચ્છે હવે
અનામતને !
=========
દેશમાંથી આ
અનામતનું ભૂત
ક્યારે ભાગશે ?
========
મન કી બાત
નેતાની સૌ સાંભળે
પ્રજાની કોણ ?
વિનોદ પટેલ. ૮-૨૫-૨૦૧૫