Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

8 September 2015

જે વધુ નાણાઁ ભેગાઁ કરે છે તે પોતાની જિઁદગીમાઁ માત્ર આળસનુઁ વાવેતર કરે છે


જે વધુ નાણાઁ ભેગાઁ કરે છે તે પોતાની જિઁદગીમાઁ માત્ર આળસનુઁ વાવેતર કરે છે
ભૂપતભાઇ વડોદરિયા

અમેરિકામાઁ આજે ફરી મહાત્મા થોરોના જીવનમાઁ અને લાખાણોમાઁ નવી પેઢીને રસ જાગ્યો છે.નવી દુનિયાનો એ અનોખો ફિરસ્તો હતો. વધુ પૈસા, વધુ વૈભવ અને વધુ સગવડ માટે દોડી દોડીને થાકેલા માણસો થોરોની જિઁદગી તરફ પાછા વળે છે. થોરો ધૂની માણસ હતો. કેટલાકને ચક્રમ પણ લાગેલો પણ બહુ નક્કર માણસ હતો. એ પોતાની જિઁદગીનો સાચો માલિક હતો.
એક મિત્રે આમઁત્રણ મોક્લ્યુઁ. તેના જવાબમાઁ થોરોએ લખ્યુઁ : દોસ્ત, મારી જાત સાથેના મારા રોકાણો એટલા બાધા છે કે મારાથી નહિ અવાય. પોતાની જાત સાથેનાઁ રોકાણો! આજે માણસને એકલા પડતાઁ બીક લાગે છે. કઁટાળો આવે છે અને થોડીક વધુવાર માણસ એકલો પડી જાય તો તરત શેરીમાઁ કે વધુ આગળ જઇને વધુ મોટી ભીડમાઁ સોબતનુઁ સ્નાન કરવા માઁડે છે. પણ થોરોને પોતાની જાત સાથેનાઁ ખુબ રોકાણો છે, કેમકે તે સતત પોતાની જાતની સુધારણામાઁ રોકાયેલો છે. તેને કોઇ પણ કામ કુશળતાથી કરવુઁ ગમે છે. એને આવી કુશળતા પ્રાપ્ત કરવી છે પણ તે કારીગર તરીકેની પોતાની કામાણી વધારવા માટે નહીઁ. એને વધુ પૈસા કમાઇ લેવામા રસ નથી. ઇ.સ. 1845 માઁ થોરોની ઉઁમર 28 વર્ષની હશે. આ ઉઁમરે માણસ ઠરીઠામ થવાનુઁ વિચારે. કાઁઇક વાઁધો જમાવવામાઁ તલપાપડ થાય. પણ 28 વર્ષનો થોરો પાઁચ પાઉંન્ડની મૂડી સાથે, કોઇ સઁબઁધીની કુહાડી ઉછીની લઇને પોતાની જિઁદગીને એક નવા સાહસિક પ્રયોગ તરિકે અજમાવવા આગળ વધે છે. વોલ્ડન પોન્ડ પાસેના જઁગલમાઁ જાય છે. પોતાની ઝૂઁપડી બાઁધે છે અને મકાઇ બટેટાની ખેતીમાઁ લાગી જાય છે. થોરો ખેડૂત છે પણ શોખથી ખેડૂત બન્યો છે. એમ તો શોખથી એ ઘણુઁ બધુ બન્યો છે. તે પેન્સિલો બનાવે છે, તે લાકડા પણ ફાડે, લેખો પણ લખી નાઁખે. એને જાતજાતના કસબ શીખવાનો ઉમઁગ છે અને દરેક કામમાઁ તે પ્રવીણ બન્યો છે. પણ આવી કુશળતા તેને વધુને વધુ કમાણીના ભાગરૂપે જોઇતી નથી.
થોરોને કોઇ શિખામણ આપી બેસે. જુવાનીનુઁ રળેલુઁ અને પરોઢિયાનુઁ દળેલુઁ! જુવાન છો, થોડુઁ બરાબર કામાઇ લો, પછી નિરાઁતે જીવી શકાશે, પછી ઓળતાઁ જે પુરા કરવા હોય તે કરજો. પણ થોરો વધુ પૈસા ભેગા કરી લેવામાઁ કે કામાઇ લેવામાઁ માનતો નથી. તે તો સ્પષ્ટ કહે છે કે, ‘વધુ નાણાઁ ભેગા જે કરે છે તે પોતાની જિઁદગીમા માત્ર આળસનુઁ વાવેતર કરે છે. તમારી વાજબી જરૂરીયાતો કરતા તમારી પાસે વધુ નાણાઁ હશે ત્યારે તમારે શુઁ કરવાનાઁ? એકવાર જો તકલીફ વગળની સરળ-સલામત જિઁદગીનો ખ્યાલ મનમાઁ ઘૂસી ગયો તો તમે બરાબર જીવવાનુઁજ ભુલી જવાના! થોરો કહે છે કે, ‘મારી અફલાતૂન દફમવિધિની બાઁયધારી આપતી વીમાની પોલિસી જેવી જિઁદગી મને મઁજૂર નથી. મારે મન જિઁદગી એક સાહસ છે.રોજરોજનુઁ સાહસ. મારે આ જિઁદગી અને આ દુનિયા, આ ધરતી અને આ આકાશ બરાબર માણવા છે. જઁગલમાઁ કે ઝાડીમાઁ, કોઇ નદી કે ઝરણાઁ ના કાઁઠે થોરોને સાવ સાદુઁ, તાજુઁ પાણી અને તાજી હવા નશો ચઢાવે છે. તે ચા પણ પીતો નથી અને કોફી પણ પીતો નથે. તમાકુ પણ તેને જોઇતી નથે. મસ્તરામ જેવો માણસ છે.
તેને સગવડ કે શોખની, આ કે તે ચીજ ખરીદી લેવાની તલાવેલી નથી. થોરો કહે છે કે માણસે માની લીધેલાઁ જિઁદગીના ક્ષુલ્લક સુખો ખરિદવાઁ હુઁ મારી જિઁદગીનો કીઁમતી સરસામાન વેચી મારનારાઓમાઁનો એક નથી. તમે જ્યારે કોઇ ચીજ ખરીદો છો ત્યારે તમારી જિઁદગીનો એક નાનો ટુકડો પણ વેચી બેસો છો. જિઁદગી એક મોટા લાલઘૂમ તડબુચ જેવી છે. માણસો એક નજીવી સગવડની ચીજ માટે તડબુચની મોટી ડગરીજ વેચી મારે છે અને પછી પસ્તાય છે. સગવડની એક ચીજ ખરીદો છો ત્યારે તમે જોઇ શકતા નથી કે તમારી જિઁદગીના દડામાઁથી કેટલાઁ બધા સ્વાસના દોરા તમારે તેની પર વીઁટવા પડ્યા છે.
થોરો આત્માસુધારણામાઁ રચ્યો પચ્યો રહે છે. તે પોતાના કામમાઁ જ મશગૂલ છે પણ તે આખી દુનિયાને ભૂલી જઇને પોતાના આત્મકલ્યાણમાઁ ડૂબી ગયેલો એકલપેટ્ટો માણસ નથી. એ તો પોતાની જિઁદગીનો એક નમૂનો બનાવી રહ્યો છે પણ સાથે સાથે તે બીજા માણસોને રસ્તો પણ ચીઁધી રહયો છે. બીજા માણસોના દુખ દર્દ ને વિટઁબણામાઁ તે ભાગીદાર બને છે. તે કહે છે કે આ પ્રૂથ્વી પર માણસની જિઁદગી એક હાડમારી નથી. તમે ધારો તો તેને વાજબી કિઁમતે એક શોખની સફર બાનાવી શકો છો.

આપણાઁ રાષ્ટ્રપિતા માહાત્મા ગાઁધીને પ્રભાવિત કરનાર હેનરી ડેવિડ થોરો, મેસેચ્યુયેટ્સ - કોનકોર્ડમાઁ થોરો ઇ.સ. 1817 ની 12 જુલાઇએ જન્મ્યો હતો. 45 વર્ષની ઉઁમરે ઇ.સ. 1862 માઁ તે મે મહિનાની 6 તારીખે મ્રૂત્યુઁ પામ્યો. 45 વર્ષમાઁ તે કેટલુઁ બધુ જીવ્યો - સાર્થક રીતે!
********************************************
એક ખુબજ સમજ આપે તેવો લેખ છે જે મારા સમભાવ આર્ચાઇવમાઁથી (2001), ઉનીકોડમાઁ ટાઇપ કરીને મુકેલ છે. જિઁદગીની ભાઁગદોડ હવે આવશ્યક માણસે બનાવી દીધી છે ત્યારે આ લેખ કોઇ અણસાર કરે છે.

જીવનસફરમાઁ સ્વાર્થને કોઇજ સ્થાન નથી



જીવનસફરમાઁ સ્વાર્થને કોઇજ સ્થાન નથી
-
ભુપતભાઇ વડોદરિયા

એક માણસ ફરિયાદ કરે છે: હુઁ તદ્દન એકલો પડી ગયો છુઁ. જાણે કોઇની સાથે કઁઇ સઁબઁધજ રહ્યો નથી. કોઇને કહુઁ તો નવાઇ લાગે, પણ પત્નીએ પણ મને લગભગ છોડી દીધો છે. એકજ બઁગલામાઁ અમે સાથે રહીએ છીએ અને એકજ ડાઇનિઁગ ટેબલ પર સાથે જ જમીએ છીએ પણ એ બાદ્ કરતાઁ અમારી વચ્ચે જાણે કશી નિકટતા રહી નથી. અમારો સઁબઁધ દુરથી સલામનો જ બાકી રહ્યો છે. પત્નીએ પતિ છોડી દીધો છે અને ઇશ્વ્રરની પાછળ પડી છે! જે કોઇ મઁડળી જાત્રાએ જતી હોય તેમાઁ અમારાઁ શ્રીમતી સામેલ થઇ જવાનાઁ! જાણે એ ઘરથી દૂર જ ભાગવા માગે છે. પુખ્તવયના સઁતાન એક પછી એક દૂર ચાલ્યાઁ ગયાઁ! કોઇ ધઁધા માટે, કોઇ નોકરી માટે. કોઇ કોઇ વાર ઢળતી સાઁજે વિચાર આવે છે કે, હુઁ તો ખબર ન પડી તેમ સાવ એકલો પડી ગયો. એક સમય એવો હતો કે હુઁ ધઁધામાઁ અને ધન કમાવામાઁ એટલો મશગૂલ હતો કે મને કોઇના માટે કશો જ સમય નહોતો. આજે મને પુષ્કળ સમય છે ત્યારે પત્ની, સઁતાનો, સગાઁસઁબઁધી, મિત્રો કોઇને મારા માટે સમયજ નથી.

તાજેતરમાઁ એક એવી ઘટના બની કે તેનો વિચાર કરુઁ છુઁ ત્યારે હસ્વુઁ કે રડવુઁ તે જ નક્કી કરી શકતો નથી. એક દૂરનો ભાણેજ. એને માટે મને કઁઇક લાગણી હતી. તાજેતરમાઁ એકલતાની મારી લાગણી એટલી તીવ્ર બની કે મને કલાક-બે કલાક એ ભાણેજ સાથે ગાળવાનુઁ મન થયુઁ. હુઁ એને ઘરે ગયો તો મળ્યો નહી. એની ઓફિસે ગયો તો ક્યાઁક બહાર ગયો હતો. હુઁ હવે તો તેને મળવા તલપાપડ બન્યો, પણ હુઁ તેને શોધવા ફરુઁ અને એ મને મળે જ નહિ, જાણે મારાથી દૂર ભાગે. એક દિવસ મેઁ એની પત્નીને પુછ્યુઁ :હુઁ એને મળવા માટે વારઁવાર ધક્કા ખાઉઁ છુઁ અને એ મને મોઁ દેખાડતોજ નથી. એને મારો સઁદેશો તમે આપ્યો હતો કે નહોતો આપ્યો? હુઁ આટલી બધી વાર ધક્કા ખાઇ ગયો તો એક વાર તો મારે ઘેર આવીને મને મળી ગયો હોત! મને સમજાતુઁ નથી કે એ કેમ મોઁ છુપાવે છે? ભાણેજની પત્નીએ કઁઇક સઁકોચ સાથે કહુયુઁ : મામા, એવુઁ નથી, પણ વર્ષો પહેલાઁ તમે તેમને રકમ આપેલી તેની ગોઠવણ તે કરી શક્યા નથી. તેમણે કહ્યુઁ છે કે એ રકમની વ્યવસ્થા એ કરીજ રહ્યા છે. જેવી રકમ તેમના હાથમાઁ આવશે કે તરત તમને મળશે.

મારે માથુઁ કૂટવુઁ કે શુઁ કરવુઁ? એ વાતને વર્ષો વીતી ગયાઁ હતા. માર એ દુરના ભાણેજને મેઁ એક સમયે કોઇ રકમ આપ્યાની વાત પણ હુઁ ભુલી ગયો હતો અને અત્યારે હુઁ મારા ભાણેજને શોધતો હતો તે તો માત્ર તેની સોબત માટે તેને શોધતો હતો. હુઁ કાઁઇ જુની રકમની વસુલાત માટે તેની પાછળ પડ્યો નહોતો. મૂળ વાત તો એની એજ છે, જે મને મુઁઝવે છે. હુઁ સાવ એકલો પડી ગયો છુઁ. આ એકલતાના અઁધારા કૂવામાઁથી મને કોઇ બહાર કાઢે. આવી પીડા અનુભવી રહેલા અને એકલા પડી ગયાની ફરિયાદ કરનારા માણસ જો પોતાની અઁદર જ ડોકિયુઁ કરે તો તેને ભાન થયા વગર રહે નહી કે પોતાની આવી હાલતનુઁ અસલ કારણ તો એ જ છે કે પોતે મોટા ભાગની જિઁદગી એક કોચલામાઁ જ જીવ્યા છે. તે કદી પોતાની બહાર નીકળ્યા જ નથી. એ પોતાનામાઁ અને પોતાના વેપાર-ધઁધા કે વ્યવસાયમાઁ જ ગળાડુબ રહ્યા છે. તેમણે કદી બીજા કોઇ માણસમાઁ રસ જ લીધો જ નથી. તેમણે દરેક માણસને પોતાની જીવન-શતરઁજના એક નાના કે મોટા પ્યાદારૂપે જ જોયા છે. સ્વહિતની, સ્વાર્થની રમત હવે પોતે બઁધ કરી છે અને હવે તેઓ ખરેખર ખેલદિલીના મેદાનમાઁ માત્ર જીવનના આનઁદ માટે જ રમવા બહાર પડ્યા છે, પણ તેમાઁ ભાગ લેવા કોઇ આવતુઁ નથી. માણસ ખરેખર જીવનનો રસ અઁત સુધી જીવઁત રાખવા માગતો હોય તો તેણે પોતાની જાતમાઁ જ ગળાડુબ રહેવાને બદલે બહાર નીકળીને જીવવુઁ પડે છે. બીજા માણસોમાઁ રસ લેવો પડે છે અને બીજા માણસોના જીવનમાઁ સામેલ થવુઁ પડે છે. પોતાન જ કોચલામાઁ સલામતીપુર્વકજીવવા માગનારનો વહેવાર એવો હોય છે કે હુઁ જેને જેને બોલાવુઁ તે બાધાઁએ મારા ત્યાઁ સારા-માઠા પ્રસઁગે અચૂક હારજ થૈ જવુઁ જોઇએ. બાકી હુઁ કોઇને ઘેર સારા કે માઠા પ્રસઁગે ન પણ જાઉઁ. મારી પાસે એટલો સમજ જ નથી. તમારી પાસે સમય નથી અને તમે બીજાને મુદલ સમય આપી શકો તેમ નથી તો બીજુઁ કોઇ પણ તમને શુઁ કામ સમય આપે? સુખી માણસોએ કોઇ ને કોઇ પ્રસઁગે સગાઁસઁબઁધીકે મિત્રોને બસો પાઁચસો રૂપિયાની મદદ કરી હોય તો એમ માને છે કે તે માણસ આપણા તાબામાઁ આવી ગયો. સુખી માણસ પુછે છે, “એલા, અમે તને પૈસા આપીએ અને તુઁ અમને સમય પણ આપી ન શકે?” પણ પેલા માણસ મોઢેથી નહી તો પણ મનોમન એવો જવાબ આપે છે કે તમે જે પૈસા આપ્યા તે તમને પાછા આપી દઇશુઁ. તમે અમને કઁઇ સમય આપ્યો નથી એટલે અમે સમય આપીએ એવી આશા-અપેક્ષા કરો તે વાજબી નહી!
________________________________

મને એવુઁ લાગે છે કે ભાઇએ લખ્યુઁ છે એમ, “તે કદી પોતાની બહાર નીકળ્યા જ નથી. એ પોતાનામાઁ અને પોતાના વેપાર-ધઁધા કે વ્યવસાયમાઁ જ ગળાડુબ રહ્યા છે. તેમણે કદી બીજા કોઇ માણસમાઁ રસ જ લીધો જ નથી.અને આવુઁ દરેક માનવી ના સારા વર્ષોમાઁ બનતુઁ હોય છે અને આખરે ધઁધો ધીરો પડે કે ઉઁમર થાય છે અને તેને લોકોની ખોટ સાલે છે અને એ ઘરના સભ્ય પોતાના કામમાઁ મશ્ગુલ બને છે અને સમય ફાળવી શકતા નથી. આથીજ માણસને એકલવાયુ લાગતુ હોય છે. આથીજ આપણે સમજવાનુ છે, મુજ વીતી તુજ વીતશે અને સમય કાઢી જ્યારે પણ શક્ય બને, ઘરના માણસો સાથે, વડિલની સાથે બે શબ્દ વાત કરવી, તેમને શુઁ કહેવુઁ છે સાઁભળવુ અને બને તો તેમની સાથે તમારી વાત શેર કરો. તેમને એકલવાયુઁ નહી લાગે. ઘાણાઁ લોકો એટલા કામમાઁ ડુબેલા રહે છે કે પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરવાનો સમય નથી કે બાળકો સાથે પણ સમય પસાર નથી કરતા. એક સાથે થોડી પલ વિતાવવી જરુરી છે.

golden Thought

* હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

*
જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

*
પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

*
નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

*
શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

*
બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

*
આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

*
એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

*
જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

*
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

ધનની માયા


ધનની માયા
-
ભુપતભાઇ વડોદરિયા
તાજેતરમાઁ જ નોકરીમાઁથી નિવૂત થયેલા એક સ્નેહીએ પૂછ્યુઁ, “તમને નથી લાગતુઁ કે આજકાલ યુવાનો સમક્ષ બીજો કોઇ આદર્શ જ નથી - એકજ આદર્શ કે આકાઁક્ષાથી એ દોર્વાય છે અને તે એ કે કોઇ પણ રીતે શ્રીમઁત થવુઁ ! યુવાનો પૈસાને જ આટલુઁ બધઁ મહત્વ કેમ આપે છે તે મને સમજાતુઁ નથી!
સ્નેહીની વાતમાઁ જરૂર તથ્ય છે પણ તેને માટે યુવાનોને દોષ દેવો નકામો છે. યુવાનો સગી આઁખે જુવે છે કે અત્યારે દરેક માણસને સારા માણસ બનવામાઁ બહુ રસ નથી, પણ સફળ માણસ થવામાઁ વધુ રસ છે અને સફળ થવુઁ એટલે પૈસાદાર થવુઁ એવી સમજ એમણે કેળવી છે. તેઓ જોવે છે કે અત્યારે કોઇપણ પ્રશ્નમાઁ માણસ નૈતિકતાના દ્રષ્ટિકોણને તદન ગૌણ સમજે છે. એનુઁ કારણ પણ સ્પષ્ટ છે. પૈસાની બાબતમાઁ હવે ચોખ્ખો રૂપિયો અને મેલો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો જ નથી. આ પરસેવાની કામાણીનો રૂપિયો અને આ હાથચાલાકીનો રૂપિયો એવો કોઇ ભેદ રહ્યો નથી. સોનાને વળી કાટ કેવો? રૂપિયાને વાળી ડાઘ કેવો? પૈસા એટલે પૈસા! અત્યારે આપણને પૈસાનીજ બોલબાલા નજરે પડે છે. અત્યારે જ આવુઁ છે તેમ માનવુઁ પણ ખોટુઁ છે. અગાઉ પણ વધતા ઓછા પ્રમાણમાઁ પૈસાનુઁ પ્રભુત્વ તમામ સામજોમાઁ રહેતુઁ, તે એક નકારી ન શકાય તેવી હકીકત છે.
પૈસાથી શુઁ નથી મળતુઁ? બધુઁ જ પૈસાથી ખરીદાય છે તે યુવાનો સગી આઁખે જુએ છે. પછી તેમને પૈસાના અસાધારણ ચમત્કારમાઁ શ્રદ્ધા બેસી જાય તેની નવાઇ શુઁ આમાઁ યુવનોને દોષ દેવો નકામો છે અને આ કે તે માણસ સામે આઁગળી ચીઁધવાનો પણ કોઇ અર્થ નથી. આખી પદ્ધતિમાઁ જ એવુઁ કઁઇક છે કે આ વિષચક્રમાઁથી જેઓ બચી જવા મથે છે તેઓ તેમાઁથી બચી ગયા પછી સઁતોષની સાચી લાગણી અનુભવી શકતા નથી. એક સરકારી કર્મચારી લાઁબી નોકરીના અઁતે નિવૂત થયા. કદી તેમણે હોદા પર હતા ત્યારે કોઇની એક પાઇ પણ લીધી નહોતી. હોદા પર હતા ત્યારે તેમણે તેમના ખાતા સાથે જેમને કામ પડ્તુઁ હતુઁ તે હઁમેશા કઁઇ ને કઁઇ મદદ કરવા હાથ લઁબાવતા, પણ સરકારી કર્મચારી વિનયપૂર્વક તેનો ઇન્કાર જ કરતા. નિવૂત થયા પછી તેમના કુટુઁબમાઁ ગઁભીર માઁદગી અવી પડી. પચાસ હજાર રૂપિયા જેવો ખર્ચ પુત્રના ઓપરેશન અને દવા સારવારમાઁ થાય તેમ હતો. આ ભાઇએ કશુઁ વધારાનુઁ ધન તો મેળવ્યુઁજ નહોતુઁ. એટલે એમને માટે આવો બઁદોબસ્ત કરવાનુઁ મુશ્કેલ હતુઁ.
તેમણે જેમની પાસે પૈસા ઉછીના માગ્યા તેમણે કહ્યુઁ કે તમને જ્યારે પૈસા મળી શકે તેમ હતા ત્યારે તો લીધા નહી. હવે તમને કોણ આપે? આવુઁ કહેનાર ભાઇ જ અગાઉ કહેલુઁ કે આપણો સઁબઁધ હૈયાનો સઁબઁધ છે. - હોદ્દાનો સઁબઁધ નથી. પણ અત્યારે હવે એજ કહી રહ્યા હતા તેનો અર્થ એટલો જ હતો કે હોદ્દાના અઁતની સાથે હૈયાના સઁબઁધનો પણ અઁત આવી ગયો હતો!
નિવૂત સરકારી કર્મચારીએ પછી પોતાના પુત્રની શસ્ત્રક્રિયા તથા દવા સારવાર માટે પૈસાની વ્યવસ્થા તો કરી જ, પણ તેમના મનમાઁ વારઁવાર એવો પ્રશ્ન ઊઠ્યા કરતો - પોતે આખી જિઁદગી ચોખ્ખા હાથ રાખ્યા હતા, તેમ કરીને પોતે સારુઁ કર્યુ હતુઁ? પોતે હઁમેશા સ્વચ્છ રહ્યા તે જ સારુઁ અને સાચુઁ હતુઁ? જમણે એથી ઊલટો વહેવાર કર્યો એમની સ્થિતિ આવી કટોકટીના પ્રસઁગોમાઁ વધુ સુગમતાભરી જ જોવા મળી અને એમને કશી શિક્ષા માણસે કે કુદરતે કરી જ નથી! માણસેકે ભગવાને પોતાની પ્રામાણિકતાની કોઇ કદર કરી હોય તેમ દેખાતુઁ નથી! ટૂઁકમાઁ એ ભાઇ પોતે જ એક શઁકામાઁ ઘેરાઇ ગયા. પછી આમાઁ માણસો હ્રદયનુઁ કઁઇક સમાધાન શોધે છે તેમ તેમણે પણ શોધ્યુઁ. પણ પ્રશ્ન તેમનો એકલાનો નહોતો. દરેક માણસને આવો પ્રશ્ન થાય છે.
એ વાત સાચી છે કે સદગુણ અને સત્કર્મ એ પોતે જ તેનો એક અમુલ્ય બદલો છે અને તેના માટે બીજા કોઇ પણ બદલા કે ઇનામની આશા રાખવી જ નહીઁ જોઇએ. પણ આ સાચુઁ હોવા છતાઁ માણસ તો આખરે માણસ જ છે અને તેથી તેના મૂલ્યાઁકનના ત્રાજવા પ એની જિઁદગીના પ્રસઁગોના પ્રતિકુળ પવનના સપાટાઓની અસર થયા વગર રહેતી નથી.

માણસ જો શાઁતિથી વિચાર કરે તો તેને ભાન થયા વગર રહે નથીઁ કે પૈસાથી સુખ કે શાઁતિ મળે શકતાઁ નથી. તેનાથી કોઇ સાચી સફળતા મળવાનો ખ્યાલ પણ ખોટો છે. દુનિયાની નજરે આપ્ણે આ બધી બાબતોને જ્યારે જોઇએ ત્યારે આપણને એક આભાસ થાય છે, એક દષ્ટિભ્રમ થાય છે. આ દુનિયામાઁ તદ્દન ગરીબ ફકીર જેવો માણસો તેમની આત્મજ્યોતને લીધે યાદગાર બન્યા છે. શ્રીમઁતોને પોતાનુઁ નામ નોઁધાવવા માટે ગઁજાવર દાન કરવાઁ પડે છે અને પથ્થરની તક્તીમાઁ નામ કોતરાવવાઁ પડે છે. એથી ઊલટુઁ ઇશ્વરના બઁદાઓના, દરિદ્રનારયાણના સેવકોના અને શુદ્ધ સર્જકતાના ઉપાસકોનાઁ નામ માણસના હ્યદયમાઁ અને અખઁડ સ્મૂતિમાઁ કોતરાયાઁ છે.

કવયિત્રી યામિની ગૌરાંગ વ્યાસ….. એમનાં કાવ્યો, ગઝલો … અને પરિચય

કવયિત્રી યામિની ગૌરાંગ વ્યાસ….. એમનાં કાવ્યો, ગઝલો … અને પરિચય


યામિનીબેન કાવ્યો ઉપરાંતસારી ગઝલો, વાર્તાઓ અને નાટકો પણ લખે (અને ભજવે પણ) છે અને ઘણામાં ઈનામો પણ મેળવ્યાં છે.એમનાં ઘણાં કાવ્યો, નાટકોમાં તેઓ સામાજિક પ્રશ્નોને આવરી લઈને માર્ગ દર્શન પણ કરાવે છે.

મને આશા છે સાહિત્ય રસિક સુજ્ઞ વાચકોને આ પોસ્ટને  માણવી ગમશે.

વિનોદ પટેલ 

 યામિની વ્યાસ

કવિયત્રી યામિની વ્યાસ

સંક્ષિપ્ત પરિચય

આખું નામ : યામિની ગૌરાંગ વ્યાસ

જન્મતારીખ : ૧૦/૬/૧૯૬૦

જન્મસ્થળ : નવસારી

પ્રકાશિત પુસ્તકો :

    નામ                                પ્રકાર                        પ્રકાશન વર્ષ

૧. ફૂલ પર ઝાકળના પત્રો   ગઝલસંગ્રહ                 ૨૦૦૯

૨. મિલીના ઘર તરફ          નાટક                            ૨૦૧૧

૩. પાંપણને પડછાયે          ગીતસંગ્રહ                      ૨૦૧૩

યામિની વ્યાસ બીએસસી, માયક્રો બાયોલોજીના સ્નાતક છે. હાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. કાવ્ય, ગઝલ ઉપરાંત નાટકોનું સર્જન કર્યું છે. લેખન ઉપરાંત અભિનયક્ષેત્રે પણ ખૂબ નામના મેળવી છે.

મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા લખે છે કે ‘યામિની વ્યાસ સુરતની સાહિત્યિક–સાંસ્કૃતિક શ્રદ્ધા અને ગુજરાતની આવતીકાલની આશા છે. એ એક આદર્શ ગૃહિણી, વત્સલ માતા, વર્કિંગ વુમન, કવયિત્રી, લેખિકા, નાટ્ય અભિનેત્રી, ગરબા નિષ્ણાત અને કુશળ વક્તા છે. બધાં ક્ષેત્રોને પોતાની પૂરેપૂરી ક્ષમતા અને સૂઝથી ન્યાય આપે છે.’

‘સ્ત્રીભૃણ હત્યા’ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમની લઘુનાટિકા ‘જરા થોભો’ના ગુજરાત તેમજ અન્ય રાજયોમાં અઢીસોથી વધુ પ્રયોગો થયા છે. આ નાટિકાનું લેખન ઉપરાંત એનું મુખ્ય પાત્ર પણ એમણે ભજવ્યું છે. બળાત્કાર વિરોધી, ઘરેલું હિંસા અને એઇડ્સ વિરોધી જેવાં સમાજજાગૃતિને લગતા નાટકો લખી એના અનેક પ્રયોગો કર્યા છે.

દિલ્હી સાહિત્ય અકાદમી આયોજિત બહુભાષી રાષ્ટ્રીય કવિસંમેલનમાં ગોવા મુકામે તેઓ પોતાની કવિતાઓ પ્રસ્તુત કરી ચૂકયા છે. સુરત ઉપરાંત સમગ્ર ગુજરાત અને મુંબઇ ખાતે યોજાયેલ કવિસંમેલનોમાં ભાગ લઇ ચૂક્યા છે.

યામિની વ્યાસ દ્વારા ભજવાઇ ચૂકેલા અને વિજેતા નીવડેલા ફૂલ લેન્થ નાટકો

મિલીના ઘર તરફ

તમે મારા દેવના દીધેલ છો

રણમાં ખીયું પારિજાત

કાઉન્ટડાઉન

વીજળીના તારે ઝૂલે જિંદગી

હરીભરી વસુંધરા

વ્હાલના વારસદાર

પારિતોષિક :

  • ‘ફૂલ પર ઝાકળના પત્રો’ને ગુજરાત સાહિત્ય પરિષદનું ‘કવિ જય’ પારિતોષિક.

  • ‘મિલીના ઘર તરફ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક.

  • ‘મિલીના ઘર તરફ’ને કલાગુર્જરી દ્વારા ‘ગિરાગુર્જરી’ પારિતોષિક.

  • ગુજરાત સાહિત્ય પરિષદ આયોજિત મૌલિક નાટ્યલેખન સ્પર્ધામાં ‘મિલીના ઘર તરફ’ પ્રથમ વિજેતા.

  • ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અઅયોજિત નાટ્ય સ્પર્ધામાં ‘મિલીના ઘર તરફ’ને શ્રેષ્ઠ મૌલિક સ્ક્રિપ્ટનું પારિતોષિક.

  • ‘ચિત્રલેખા–ભવન્સ’ દ્વારા આયોજિત નાટ્ય સ્પર્ધામાં ‘મિલીના ઘર તરફ’ને શ્રેષ્ઠ મૌલિક સ્ક્રિપ્ટનું પારિતોષિક.

  • ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર’ દ્વારા આયોજિત મૌલિક નાટ્યલેખન સ્પર્ધામાં ‘મિલીના ઘર તરફ’ પ્રથમ વિજેતા.

  • ગઝલ લેખન માટે સ્વ. ગનીભાઇ દહીંવાલા પારિતોષિક

  • કાવ્ય રચનાઓ 

થોડુંક હરખી જોઈએ – યામિની વ્યાસ

જીંદગીમાં ચાલતાં પળવાર અટકી જોઈએ
ફૂલ ખીલ્યું જોઈને થોડુંક હરખી જોઈએ

શક્ય છે કે બાળપણ મુગ્ધતા પાછી મળે
થઇને ઝાકળ પાંદડીનો ઢાળ લસરી જોઈએ

આ ઉદાસીને નહીંતર ક્યાંક ઓછું આવશે
આંખ ભીની થઇ ગઇ છે સહેજ મલકી જોઈએ

– યામિની વ્યાસ 

(આ કાવ્યને ટહુકો.કોમના સૌજન્યથી અહીં ક્લિક કરીને ઓડિયોમાં સાંભળો.  )


યામિનીબેનની અનેક કાવ્ય રચનાઓમાંથી  કેટલીક ગમતીલી રચનાઓ …

૧.એક ન અવતરેલી બાળકીના ઉદગાર

આંગળી પકડીને તારી ચાલવા દે,

મા ! મને તું આ જગતમાં આવવા દે !

 

વંશનું તુજ બીજ તો ફણગાવવા દે,

ગોરમાની છાબ લીલી વાવવા દે !

 

તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે છે?

તારી આકૃતિ ફરી સર્જાવવા દે !

 

ઢીંગલી, ઝાંઝર ને ચણિયા–ચોળી, મહેંદી…

બાળપણના રંગ કંઇ છલકાવવા દે !

 

રાખડીની દોર કે ગરબાની તાળી,

ઝંખનાના દીપ તું પ્રગટાવવા દે !

 

વ્હાલની વેલી થઇ ઝૂલીશ દ્વારે,

આંગણે સંવેદના મહેકાવવા દે !

 

સાપનો ભારો નથી : તુજ અંશ છું હું !

લાગણીના બંધનો બંધાવવા દે !

૨.હસ્તરેખા વળી શું?

 

પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?

સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?

 

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;

મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?

 

નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;

કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?

 

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;

અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?

 

જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,

ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?

 

૩.ધરપત નથી ને?

 

તમારી એ આંખોની હરકત નથી ને?

ફરી આ નવી કોઇ આફત નથી ને?

 

વહેરે છે અમને તો આખા ને આખા,

એ પાંપણની વચમાં જ કરવત નથી ને?

 

વહે છે નદી આપણી બેઉ વચ્ચે,

એ પાણીની નીચે જ પર્વત નથી ને?

 

નજરને મળો છો તમે સ્મિત કરતા,

અમારા એ સપનાની બરકત નથી ને?

 

તમારા તમારા તમારા અમે તો…

કહ્યું તો ખરું તોય ધરપત નથી ને? 

 

૪. હરણ માત્ર એક માત્ર જ

 

છે મમતાનું જગમાં ઝરણ માત્ર એક જ,

અને યાદ આવે શ્રવણ માત્ર એક જ.

 

ઉદાસીનું છે વિસ્તરણ માત્ર એક જ,

હૃદયમાં વસે છે એ રણ માત્ર એક જ.

 

તને ભૂલવા યુગ ઓછા પડે પણ,

તને પામવાની તો ક્ષણ માત્ર એક જ.

 

સતાવે છે મૃગજળ અહીં સૌને કિન્તુ,

મરે દોડી દોડી હરણ માત્ર એક જ.

 

ભણેલા ભૂલી જાય સઘળું કદાપિ,

બધું જાણનારો અભણ માત્ર એક જ.

 

૫. શણગાર થઇ શકે

 

કોણે કહ્યું કે લાગણી આધાર થઇ શકે?

અશ્રુ જ મારી આંખનો શણગાર થઇ શકે.

 

એથી વિશેષ લોકમાં શું યાર થઇ શકે?

નાની અમસ્તી વાતનો ચકચાર થઇ શકે.

 

ખંડિત સમયનો સ્વપ્ન પણ આકાર થઇ શકે,

તૂટે છે તટ, પછી અહીં પગથાર થઇ શકે.

 

માણસને મારવાના હજારો ઉપાય છે,

પડછાયો ભીંત પર કદી શું ઠાર થઇ શકે?

 

માનવ બધાય માનવી થઇ જાય જગ મહીં,

ઇશ્વરનું કામ શું પછી બેકાર થઇ શકે?

 

સચ્ચાઇ પામવાને કંઇ યુગો ન જોઇએ,

વીજળી ગગનમાં ‘યામિની’ પળવાર થઇ શકે.

 

૬.શક થઇ જાય છે

 

કેટલો મોટો ફરક થઇ જાય છે !

સૂર્ય ના હોવાનો શક થઇ જાય છે !

 

સૌ અવાજો, આકૃતિઓને હણી,

શૂન્યતાનું દળકટક થઇ જાય છે.

 

રોશનીએ તો જુદા કીધા હતા,

એ અહીંયા સૌ ઘટક થઇ જાય છે.

 

કંઇ નથી તો માત્ર દરિયો ઘુઘવે,

ને નજર એમાં ગરક થઇ જાય છે.

 

ઓગળે રંગો પછીનું એ જગત,

જે નથી તેની ચમક થઇ જાય છે.

 

સ્વપ્નમાં શું ! જાગતા જોયું છે મેં,

આ તમસ જાણે ખડક થઇ જાય છે.

 

આ તિમિર પણ ‘યામિની’ મનને ગમે,

જાણે ઇશ્વરની ઝલક થઇ થઇ જાય છે.

 

૭.કોણ ઊભું હશે?

 

ગાઢ અંધારમાં કોણ ઊભું હશે?

એ નિરાકારમાં કોણ ઊભું હશે?

 

તું જ દર્પણ અને તું જ ચહેરો અહીં,

આર ને પારમાં કોણ ઊભું હશે?

 

બાળપણનાં એ સ્વપ્નો ભૂલાતાં નથી,

સાવ સૂનકારમાં કોણ ઊભું હશે?

 

બૂમ પાડ્યા કરે છે નિરંતર મને,

મનના ભણકારમાં કોણ ઊભું હશે?

 

નાવ જાણે કે મળવા અધીરી થઇ,

દૂર મઝધારમાં કોણ ઊભું હશે?

 

આજ તો એમ લાગ્યું કે ‘આવો’ કહ્યું,

બંધ એ દ્વારમાં કોણ ઊભું હશે?

 

૮.તું મને કૈં એટલી બધી…

 

તું મને કૈં એટલી બધી એટલી બધી ગમે,

કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે.

તું મને….

 

વ્હાલનો દરિયો ઉછળે એવા જોજન જોજન પૂર

હો પાસે તો મનને મારાં લાગે કાંઠા દૂર

સાવ રે ખાલી મન, તારાથી ઉભરે છે ભરપૂર

સાવ રે ખાલી મનમાં જાણે કોઇ કવિતા રમે

તું મને…

 

પાસપાસે હોય સહુ અવાજો, ટહુકા તારા શોધું

નહીં બારણે થાય ટકોરા પગલાં તારાં શોધું

હોય ભલે ને નીંદર મારી, શમણાં તારાં શોધું

હોઉં ભલે ને સાવ અટૂલી, મનની વ્યથા શમે

તું મને…

 

૯.વર્કિંગ વુમનનું ગીત

 

નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,

સીધ્ધી સનનન કરતી સવાર…

 

‘ચીંકું મીંકું ઝટ ઊઠો’ કહી દોડી કપાળે ચૂમે,

આખા દિ‘ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે

કામ વચાળે કહે પતિને ‘ક્યારે ઊઠશો યાર…?’

સધ્ધી સનનન કરતી સવાર…

 

માંડ પહોંચતી ઓફિસ સહુના પૂરા કરી અભરખા,

ફરી રઘવાટ રસોઇનો જ્યાં એ આવી કાઢે પગરખાં.

કેટલી દોડમદોડી તોયે થઇ જાતી બસ વાર…

સીધ્ધી સનનન કરતી સવાર…

 

શમણાઓ શૈયા પર પોઢયાં, ઓશિકામાં મીઠી વાત,

અડધી નીંદમાં અડધું જાગ્યાં, એમ પૂરી થઇ આખી રાત !

અડધી ઘરે, અડધી ઓફિસે… કેવી જીવનની પગથાર…!

સીધ્ધી સનનન કરતી સવાર….

 

૧૦. માગું

 

લ્યો ! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું !

શું હજી હું તમને હરિજી અઢાર વરસની લાગું ?

 

જાન લઇને ઝટ આવોને… બારણા ખુલ્લાં રાખું !

મહિયરના ગંગાજળ ને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.

દહેજમાં શું જોઇએ, કહેજો… ના કરશો ને ત્રાગું?

લ્યો ! હરિએ….

 

ચુંદડી ઓઢી ચાલી સહુને ‘આવજો.. આવજો…’ કરવા !

ચાર ખભે ડોલીએ મ્હાલી ચાલી પ્રભુને વરવા !

શમણાંમાં પણ તક ના ચૂકું તેથી હું તો જાગું !

લ્યો ! હરિએ….

 

૧૧.પપ્પા

 

નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા?

એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

 

સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા‘તા,

સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા‘તા,

ગયો સમય મુઠ્ઠીથી સરકી શું એ પાછો ફરશે પપ્પા?

એક સવાલ…

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી‘તી,

હાથમાં ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઊઠતી‘તી !

ખોટ્ટેખોટ્ટું ઘર–ઘર રમતી એ ઘર– ઘર ખોટ્ટું મળશે પપ્પા ?

એક સવાલ… 

ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો‘તો

આંગળી પકડી સ્કૂલે જાતા, રસ્તો આખો મલકાતો‘તો !

વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા !

એક સવાલ…

 

૧૨.વાંસળી હોઠ પર લીધી

 

એવી તે વાત શી કીધી

કે રાધાએ વાંસળી હોઠ પર લીધી

 

શોધી શોધી હવે થાકી કાનાને, ન આવે નજર ખાટી છાસમાં,

નક્કી કાનાજી ક્યાંક ઘૂમતા હશે કો‘ક ગોપિકા સાથેના રાસમાં.

વિંધાયેલીને કોણે વીંધી?

કે રાધાએ વાંસળી હોઠ પર લીધી

 

તાગ જો હું કાઢું તો કશું કળાય ના, ખુલ્લા તે આભ જેવી આંખમાં,

તો મુખેથી શ્યામ તમે ક્યાંથી કહો કે, ‘કોના તે સ્વર પોલા વાંસમાં !’

વ્હાલમના વિરહથી બીધી

કે રાધાએ વાંસળી હોઠ પર લીધી

 

૧૩.ટહુકાઓને બાદ કરે જે ફાગણમાંથી

 

ટહુકાઓને બાદ કરે જે ફાગણમાંથી

એ માણસને બાદ કરી દો સગપણમાંથી !

 

ગુલમહોરની નીચે ઊભો હોય કોઇની રાહ જુએ છે,

એને પૂછો : ‘જોયું છે તેં ફૂલથી જે ઝાકળ ચુએ છે?’

પાછું પૂછો : ‘નજરો એની લહેરાતા રંગો જુએ છે?’

જવાબ બદલે કારણ શોધે કારણમાંથી !

એ માણસને બાદ કરી દો સગપણમાંથી…

 

કોઇ અજાણ્યું પંખી એને આંગણ આવે તોય ન નીરખે !

એવું તે શું, હસતું બાળક જોઇ ન હૈયું એનું હરખે !

એની આંખો, આંસુઓ ને ચોમાસાનો ભેદ ન પરખે.

જેણે ઝરમર કદી ન ઝીલી શ્રાવણમાંથી !

એ માણસને બાદ કરી દો સગપણમાંથી…

 

પોતાના ને પોતાના ટોળામાં ફરતો લાગે છે,

રસ્તો પૂરો થાય છતાં પણ આઠ પ્રહર જે ભાગે છે.

ભાવ વિનાના શબ્દો જાણે પથ્થર થઇને વાગે છે.

બહાર કદીયે નહિ આવે જે દર્પણમાંથી !

એ માણસને બાદ કરી દો સગપણમાંથી…

 

૧૪.કંકુથાપા

 

સાફો પહેરી જાન લઇને આવ્યો એ તો લૂંટી ગયો !

માંડ સાચવેલ ઝળઝળિયાનો કળશ આખો ફૂટી ગયો !

 

પલકારામાં મોટી થઇ ગઇ ઢીંગલી ઢીંગલી રમતી‘તી,

કાલ સુધી મુજ લાડકડીને વાત પરીની ગમતી‘તી,

રીસામણા ને મનામણાનો અવસર અમથો ઝૂકી ગયો…

સાફો પહેરી…

 

‘મા’નો પાલવ છોડી આજે ચાલી પાનેતરમાં,

કલરવ, મસ્તી, અલ્લડતાની ખોટ પડી ગઇ ઘરમાં,

ટેડીબેર, ટ્રોફી, ટહુકાનો યુગ એક મીઠો ખૂટી ગયો…

સાફો પહેરી…

 

થપ્પો રમતી ઘરની ભીંતે ત્યાં પાડીને કંકુથાપા,

એની ભીની આંખો કહેતી, ‘ના રોશો ને મમ્મી–પાપા?’

ચાંદનો ટુકડો જોતજોતામાં નજરુમાંથી છૂટી ગયો…

સાફો પહેરી…

 

૧૫.મને ભીંજવવા કેવું તને મળી જાય બહાનું

 

ક્યાંક છડેચોક ! ક્યાંક છાનું !

મને ભીંજવવા કેવું તને મળી જાય બહાનું !

 

બારીએ મીટ માંડી ઊભેલી હોઉં તો વાછટથી ભીંજવે છે સાંજને,

આવવાનું હોય કોઇ મનગમતું જણ ત્યારે શા માટે પજવે છે સાંજને?

માનું કે તું નહીં વરસે ને તારે ઉતરવું સાવ ખોટું પાનું?

મને ભીંજવવા કેવું તને મળી જાય બહાનું !

 

નીકળું હું બહાર ત્યારે ઝીણેરી ઝરમરમાં મારી આ ચુંદડી ભીંજાય,

કાજળ આ આંખોનું વહી જાય પળમાં ને ઝગમગતી ટીલડી ભીંજાય.

આ રસ્તાની વચ્ચોવચ્ચ અલ્યા એ મેહુલા ! આટલું તોફાન કરે શાનુ?

મને ભીંજવવા કેવું તને મળી જાય બહાનું !

 

જો પેલા કાળાભમ વાદળ ઘેરાય અને આંખ મારી જ્યોતિ થઇ જાય,

વૃક્ષોના પાંદડાઓ ચૂએ તો એક પછી એક જાણે મોતી થઇ જાય !

આભનો અવકાશ હવે છોડીને તારલાઓ ધરતી પર માંગે બિછાનું !

મને ભીંજવવા કેવું તને મળી જાય બહાનું !

 

૧૬.માર હલેસાં માર

 

માર હલેસાં માર

ખલાસી માર હલેસાં માર

દરિયાનો ખોળો ખૂંદવાનો આવ્યો છે પડકાર

ખલાસી માર હલેસાં માર 

 

દરિયાને ખોળે જન્મ્યા, ક્યાં દરિયો ખારો લાગે !

આ દરિયો તો પળ પળ જાણે કામણગારો લાગે !

પાણી વચ્ચે વસવાનું, શું કાંઠો, શું મઝધાર !

ખલાસી માર હલેસાં માર 

 

જળની દુનિયા હાથ અડાડો એટલી નિકટ હોય,

જળનાં કેવા વેશ કે એને મોજાં વાછટ હોય.

આભ અજાણું, ધરા આપણી, આપણો પારાવાર.

ખલાસી માર હલેસાં માર

 

૧૭.કેસૂડો ફૂટું ફૂટું થાય…

 

આજ અલી મારામાં કેસૂડો ક્યારનો ફૂટું ફૂટું થાય

ઓ મને એવું તે, એવું તે, એવું કેમ થાય?

રંગોને આવેલા તોફાની સપનાને લૂંટું લૂંટું થાય

આજ અલી મારામાં….

 

રંગઢંગ બદલીને ફાગણમાં મહાલતી અલ્લડ કળીઓને ટોકો,

મારામાં ઊતરતી આખી વસંતને રોકી શકાય તો રોકો.

લજ્જાથી ઝૂકેલા ઠાવકા આ ફૂલોને ચૂંટું ચૂંટું થાય

આજ અલી મારામાં…

 

મારામાં ફૂંકાતા પૂરવના વાયરાએ બદલ્યો છે જ્યારથી મિજાજ,

હોળીમાં રંગાતા રંગોએ પાળ્યો બસ છેડતી કરવાનો રિવાજ.

મારો એ ઉન્માદી આભલાનો હિસ્સો તૂટું તૂટું થાય

આજ અલી મારામાં….

 

૧૮.બારાખડીમાં

 

લખે ગ્રંથના ગ્રંથ તું લાગણીમાં,

નહીં કાંઈ સમજું હું બારાખડીમાં.

 

તમારા જ શ્વાસોની મૌઠી મહેકનું,

રૂપાંતર થયું ફૂલની પાંખડીમાં.

 

નજર સ્થિર છે આગમનની દિશામાં,

પ્રતીક્ષાએ માળો કર્યો આંખડીમાં.

 

ન બનવાનું કેવું અચાનક બને છે !

ગ્રહો પણ લટારે ચડ્યા કુંડળીમાં.

 

મેં માધવને વેચ્યા મહી વેચવામાં,

હતી આ કરામત બધી વાંસળીમાં.

 

બધું જાણવાની સમસ્યા નડી છે,

કશું પણ લખાયું ન ઉત્તરવહીમાં.

 

અગર બાળપણ શોધશું જો ફરીથી,

મળે કોઇ મમતા ભરી આંગળીમાં.

 

૧૯.પ્રતીક્ષા

 

દરિયામાં પડું પડું થતાં સૂરજને

મેં મારી નજરથી ટેકવી રાખેલો

તું આવે ત્યાં સુધી…

ને પછી…

મારી આંખ જ દરિયો

હવે સૂરજની મૂંઝવણ

કે ક્યાં ડૂબવું?

 

૨૦. બિંબ ડોકાયા કરે

 

સાદ પાડી કો‘ક ભીતર રોજ સંતાયા કરે,

બેખબર મારો જ પડછાયો વગોવાયા કરે.

 

તારી મારી વાત રોજેરોજ ચર્ચાયા કરે,

સાવ ખાલી થાય તોપણ કોઇ ખર્ચાયા કરે.

 

લો ! તમારા આગમન ટાણે જ ફૂટે આયનો,

એક ચહેરો ને હજારો બિંબ ડોકાયા કરે.

 

રાતમાંથી બાદબાકી ના કરો અંધારની,

ખૂબ લાગી હો તરસ તો એય પીવાયા કરે.

 

જિંદગીનો અર્થ સમજાઇ ગયો પળવારમાં,

કોઇ પણ કારણ વિના એક બાળ મલકાયા કરે.

 

આપણે ઘટના નથી હોતા કદી પણ આમ તો,

આપણી અફવા થઇ અખબાર વંચાયા કરે.

તેમની અન્ય રચનાઓ વાંચો


સુ.શ્રી યામિની વ્યાસની ગઝલો 

યામિનીબેનનો પ્રથમ ગઝલ સંગ્રહ ” ફૂલ પર ઝાકળનાં પત્રો ”  

અહીંથી ડાઉન લોડ કરીને વાચો.


નાટકમાં રબારણના વેશમાં યામિની વ્યાસ
                         નાટકમાં રબારણના વેશમાં યામિની વ્યાસ

ગુજરાત પ્રતિભા પરિચય બ્લોગમાં એના સંપાદક મિત્ર શ્રી સુરેશ જાનીએ કરાવેલ સુ.શ્રી યામિની વ્યાસનો પરિચય નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

યામિની વ્યાસ, 

સંપર્ક :

યામિની ગૌરાંગ વ્યાસ 

૩,પુરુષોત્તમ એપાર્ટમેન્ટસ ,

ચિન્મય હોસ્પીટલની બાજુમાં ,

સેન્ટ ઝેવિયર્સ સ્કુલ સામે,

ઘોડ  દોડ  રોડ, સુરત , ૩૯૫ ૦૦૧ 

ફોન – ૦૨૬૧ ૨૬૬૦ ૯૩૬ 

===========================

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી