Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
20 March 2016
શું આ દેશના યુવાનો આટલું કરશે ! ભાગ-13 કે.કે.પટેલ
શું આ દેશના યુવાનો આટલું કરશે ! ભાગ-13
કે.કે.પટેલ
શ્રી સરદાર
પટેલ વિદ્યાલય
દાણા
તા:-કપડવંજ જિ:-ખેડા
સફળતા નિષ્ફળતાની માયાજાળમાંથી મુક્ત બની જે
દિશાઓ આપણા માટે ખુલ્લી છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરીએ.ભવિષ્યની ચિંતા પ્રત્યેક
વ્યક્તિને હોય છે પણ સાથે સાથે વર્તમાનમાં પણ આપણી ઘણીબધી ફરજો હોય છે જે આપણે અદા
કરવી જ જોઇએ.
પરીક્ષા આપ્યા પછીનું લાંબાગાળાનું વેકેશન હોય કે કામના સમયમાંથી મળેલ ફુરસદ હોય
આપણે ઇચ્છીએ તો ઘણાબધા સેવાભાવના કાર્યો કરી શકીએ એમ છીએ. આપણે શહેરમાં હોઇએ કે
ગામડામાં આપણી પરીક્ષા પૂર્ણ થયા પછીનો સમયગાળો એટલે ઉનાળાનો ધોમધખતો તાપ અને તેનો
તીવ્ર પ્રકોપ,આ સમયે ચકલી જેવા પંખીઓ તરસ છીપાવવા દોડાદોડ કરતા આપણે જોતા હોઇએ
છીએ. આપણે આપણા ઘરની બહાર એક નાના પાત્રમાં થોડુ પાણી ભરી યોગ્ય જગ્યાએ લટકાવીએ કે
જેથી કરીને આ પક્ષીઓ પાણી પી શકે. સાથે સાથે
નાના નાના ખોખામાં થોડુ ઘાસ ભરી પક્ષીનો માળો બનાવી લટકાવીએ કે જેથી કરીને
તે પક્ષીઓ પોતે કે તેમના નાના નાના બાળ પંખીઓને ગરમીથી બચાવી શકે.
આવી નાની નાની પ્રવૃતિઓ સાથે સાથે આપણા
ગામના આપણા સાથીદારો સાથે ગામના અને જો ગામમાં ના હોય તો ગામની શાળાના
પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવી એક ઝાડ નીચે કે ગામના મંદિરના પ્રાંગણમાં દિવસનો એક
કલાક વાંચીએ,સમાચારપત્રોના વાંચન થકી આપણા જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારીએ,દેશ અને
દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી અવગત થઇએ. ગામના મંદિર કે જાહેર જગ્યાએ નાના
બોર્ડ પર સુવિચારો લખી સુસંસ્કારનું વાતાવરણ બનાવીએ. ગામડાના વિદ્યાર્થીઓને આ
મુહીમમાં ખાસ જોડાય તેવી મારી ખાસ વિનંતી છે. ગામડાનો વિદ્યાર્થીસમુહ આ રજાઓના
સમયગાળાનો સદઉપયોગ કરે અને જેની ખાસ જરૂર છે તેવા સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાય.આપણા
દેશની છાપ એક ગંદકીપ્રધાન દેશની છે. ટેક્નોલૉજીની એકવીસમી સદીમાં ઇન્ફર્મેશન
ટેક્નોલૉજીના જ્ઞાનમાં સારાયે વિશ્વમાં આપણા યુવાધનની બોલબાલા છે ત્યારે ઘરઆંગણે
ગામડે ગામડે જોવા મળતા ગંદકીના સામ્રાજ્યને ખતમ કરવા આપણે શા માટે પાછા પડી રહ્યા
છીએ ! જાહેર સ્વચ્છતા કે વ્યક્તિગત સ્વચ્છતા બાબતે અન્ય દેશોની સરખામણીએ આપણે ખુબ
જ પાછળ છીએ. આ દેશની સંસ્કૃતિ,યોગ-સાધના વિશ્વના ખૂણે ખૂણે પુજાય છે ત્યારે દેશમાં
અને તેમાંય ખાસ કરીને ગામડાઓમાં ગંદકી બાબતે કેમ દુર્લક્ષ સેવાય છે તે સમજાતું
નથી. આ કાર્યમાં સફળતા મેળવવા યુવાનોએ કટિબધ્ધ બનવું પડશે. ગ્રામ્યકક્ષાએ જોવા
મળતો કાદવ-કીચડ,પ્રાણીઓના મળમૂત્ર,ખૂલ્લામાં હાજતે જતા લોકો,પાન-મસાલા ખાઇને
રસ્તામાં કે જાહેર મકાનોની દિવાલો પર પિચકારી મારતા લોકો,જાહેરમાં થૂંકતા લોકો,નાક
સાફ કરતા લોકો,નદી-તળાવોમાં જાતભાતનો કચરો નાંખતા લોકો,જ્યાં નજર કરો ત્યાં
પ્લાસ્ટિકનાં ઝભલાં,ઉકરડા... જાણે ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય.જાણે ગંદકી આપણી
રાષ્ટ્રીય કુટેવ બની ચૂકી છે. આ ગંદકીને દૂર કરી સ્વચ્છ ભારતનું નિર્માણ જો કોઇ
કરી શકશે તો તે ભારતનો યુવાન જ છે. આવો ગંદકી દૂર કરવા આપણે આપણા ઘરથી આ મુહીમની
શરૂઆત કરીએ. આપણા ઘરે સ્વચ્છતા રાખવા,કે ઘરની સાફસફાઇ કરવા આપણે જાતે સહયોગ આપીએ.
પાણીનો બગાડ ના થાય,વપરાશમાં લીધેલું પાણી રસ્તા પર ના ફેંકતાં આપણા ઘરની બહાર
શોષખાડો કરી તેમાં સંગ્રહિત કરીએ અને બીજાને આમ કરવા પ્રેરણા આપીએ. અઠવાડિયે એક
વાર ગામના બધા જ વિદ્યાર્થીમિત્રો ગામના રસ્તાની સાફસફાઇ કરીએ. ગામની દુધ ઉત્પાદક
સહકારી મંડળી, કે સહકારી ખાતર બિયારણ મંડળી કે ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના
સહયોગથી ગામના ચોકમાં કે જ્યાં જરૂર લાગે તે વિસ્તારમાં કચરાપેટી મુકીએ,તે
કચરાપેટીમાં જ કચરો નાખવા ગ્રામજનોને સમજાવીએ,કચરાપેટી ભરાઇ જતાં ગ્રામપંચાયત
દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી સ્વયં આપણી જાતે તેનો યોગ્ય નિકાલ
કરીએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગંદકીના સામ્રજ્યમાંથી આપણે આપણા ગામને બહાર
કાઢીએ,ગ્રામજનોને સુંદર આરોગ્ય પ્રદાન કરવામાં આપણે સહભાગી બનીએ.. આ બધુ જ શક્ય છે
બસ એક વખત આ કાર્ય આપણે શરૂ કરીએ. સારા કાર્યની
શરૂઆત કરવા માટે કોઇ શુભમુર્હત જોવાની જરૂર હોતી નથી. આવા કાર્યો માટે તો ઇશ્વરના
આશીર્વાદ સદાયે આપણને મળેલા હોય છે. આવો આપણે આપણા ઘરથી આ ચિનગારીને પ્રજવલીત કરી
આપણા ગામ અને આપણા દેશને સુંદર,સ્વચ્છ બનાવીએ.
“સ્વચ્છ ભારત…સ્વસ્થ ભારત”
“ચોખ્ખું ઘરનું આંગણું..ચોખ્ખો ઘરનો ચોક”
“સ્વચ્છતા કી ઔર કદમ ઉઠાયે ચલો”
“સ્વચ્છ ભારત..સુંદર ભારત”
“સ્વચ્છતા કા દીપ જલાઓ ચારો ઔર ઉજાલા ફેલાઓ”
ભૈરવી રાગમાં ગવાએલ કેટલાક સુંદર ભજનો .
ભૈરવી રાગમાં ગવાએલ કેટલાક સુંદર ભજનો ..
A devotional bhajan in Raga Bhairavi by Kaushiki Chakrabarty - with Soumik Datta and Vijay Ghate in concert on 21 July 2013 at Oranjerie Theater in Roermond, The Netherlands.
Tum AA Jana Bhagwan ...
"Raga Bhairavi - Dayani Bhavani" by Begum Parveen Sultana
Madhukar Shyam Hamare Chor – Saigal – Gyan Dutt – Bhagat Surdas
Jo Bhaje Hari Ko sada: Bhajan in Raga Bhairavi by Pt Bhimsen Joshi
Ustad Rashid Khan
Albela Sajan Aayo By Ustad Rashid Khan Raag Ahir Bhairav
દીલ દે ચૂકે સનમ ફિલ્મમાં આ જ ‘અલબેલા સજન આયો રે’ ગીતને કુમાર શાનું, સુલતાન ખાન અને કવિતા કૃષ્ણમૂર્તિને રાગ આહિર ભૈરવમાં ગાતાં સાંભળો .આ ફિલ્મમાં સલમાન ખાન અને ઐશ્વર્યા ઉપર આ ગીત ફિલ્માયું છે.
Mile sur mera tumhara, to sur bane hamara – Bhimsen Joshi, etc
Saigal-बाबुल मोरा, नैहर छूटो ही जाए
This song was written by Nawab Wajid Ali Shah, the 19th-century Nawab of Awadh as a lament when he was exiled from his beloved Lucknow by the British Raj after the failed Rebellion of 1857, where he uses the metaphor of bidaai (bride's farewell) of a bride from her father's (babul) home, and his own banishment from his beloved Lucknow, to far away Calcutta, while he spent the rest of his years.
बाबुल मोरा, नैहर छूटो ही जाए
चार कहार मिल, मोरी डोलिया सजावें (उठायें)
मोरा अपना बेगाना छूटो जाए | बाबुल मोरा ...
आँगना तो पर्बत भयो और देहरी भयी बिदेश
जाए बाबुल घर आपनो मैं चली पीया के देश |बाबुल मोरा ....
Translation in English
O My father! I'm leaving home.
The four bearers lift my palanquin (here it can also mean the four coffin bearers).
I'm leaving those who were my own.
Your courtyard is now like a mountain, and the threshold, a foreign country.I leave your house, father, I am going to my beloved's country…..!
Babul mora, naihar chhooto hi jaaye (taal Keherva) – Saigal – RCBoral – Street Singer
આ જ ગીત પંડિત ભીમસેન જોશીના સ્વરે ...
Babul Mora Naihar Chhooto Jaye - by Pt. Bhimsen Joshi
આ જ ગીત કિશોરી આમોનકરના સ્વરમાં ...
Kishori Amonkar - Raag Bhairavi Thumri - Babul Mora Naihar Chhuto
જૂની-નવી હિન્દી ફિલ્મોમાં ભૈરવી રાગમાં ગવાએલ ઘણાં ગીતો છે એમાંથી મારી પસંદગીનાં કેટલાંક ગીતો એની યુ-ટ્યુબની લીંક સાથે નીચે આપ્યાં છે એના પર ક્લિક કરીને એની મજા માણો.
Saigal
Jab dil hi tut gaya (taal Keherva) – Saigal – Naushad – Shahjehan
https://youtu.be/5m_WGDHz22w
Kishore Kumar
Chingari koi bhadke, sawan use (taal Keherva) – Kishore – RDB – Amar prem (some classify this as Khamaj)
https://youtu.be/kpM0jPd6-7w
Samjhota gamon se karlo – Kishore – KA – Samjhota
https://youtu.be/97fv8ojFbKg
Mohmad Rafi
Naache man mora..Rafi_S D Burman_Shailendra_Meri surat teri aankhen
https://youtu.be/CI0QTW4_iBc
Yeh zindagi ke mele – Rafi – MELA (1948)SHAKEEL –NAUSHAD
https://youtu.be/vzIRsg2WNxg
Ramaiya Vastavaiya (HD) - Rafi Lata Mukesh - Shree 420 (1955) - Shankar Jaikishan - Rafi Lata Hit
https://youtu.be/epoB4fvPGj8
Talat Mohmad
Jaye to jaye kahan, samjhega kaun yahan – Talat – SDB – Taxi Driver
https://youtu.be/_6ZlWLtN0Gk
Mukesh-Lata
Aa Ja Re Ab Mera Dil Pukara - Raj Kapoor - Nargis - Aah - Lata - Mukesh - Evergreen Hindi song
https://youtu.be/sver9O8K3t8
Rafi & Lata
Kuhi Kuhu Bole Koyaliya Mohammad Rafi & Lata Mangeshkar Film Suvrana Sundari (1957)
https://youtu.be/poe7y4AEBwU
Tu Ganga Ki Mouj Main Jamna Ka Dhara - Rafi & Lata G - Film Beiju Bawara
https://youtu.be/7rrRugpbKI8
Mukesh
Jeena Yahan (HD) Mukesh - Mera Naam Joker 1970 - Music by Shankar Jaikishan - Mukesh Hit
https://youtu.be/5Gw2juCgNws
Mera juta hai japani – Mukesh – SJ – Shri 420
https://youtu.be/5wjGc1zGWBc
Lata Mangeshkar
Mere Ae Dil Bata (Jhanak Jhanak Payal Baje)
https://youtu.be/M3TidqXIMYg? list=PLD0326ED20E504011
Dil Ka Khilona (HD)-Lata Mangeshkar -Goonj Uthi Shehnai1959 - Vasant Desai
https://youtu.be/Ytdf5aGFX2o
Suno Chhoti Si Gudiya Ki Lambi Kahani (II) | Lata Mangeshkar @ Seema | Balraj Sahni, Nutan
https://youtu.be/X_1WCpuOXmI
Dil apna aur preet parai – Lata – SJ – Dil apna aur preet parai
https://youtu.be/QeZbf7fK6Ec
Do hanson ka joda bichhad gayo re – Lata – Naushad – Ganga Jamuna
https://youtu.be/puvonsaBhmE
Man dole mera, tan dole mera – Lata – HemantKumar – Nagin
https://youtu.be/mc6eUdeX6jY
Hasta Hua Noorani Chehra, Lata Mangeshkar Kamal Barot - Parasmani
https://youtu.be/LpKPJiEt5EE
Kaise aaun Jamuna ke teer..Devta1956- Lata- Rajindra Krishan
https://youtu.be/Js7LosaknB8
છેલ્લે હાસ્ય અદાકાર મહેમુદ ની મસ્ત અદામાં ગવાએલું એક મસ્તી ભર્યું ગીત.
Hato Kahe Ko Jhuthi Banao Batiyan - Mehmood, Manna Dey, Manzil Song
રાગ ભૈરવી પર વધુ માહિતી ...
મારા સંગીત પ્રેમી મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીના બ્લોગમાં એમણે ભૈરવી રાગની માહિતી આપી છે એની સાથે બીજાં કેટલાંક ફિલ્મી ગીતોનું લીસ્ટ પણ આપ્યું છે એને
અહીં ક્લિક કરીને વાંચી શકાશે
Hindustani Classical Music Lessons - Raga Bhairavi (and film songs
Raga Bhairav - Part 3 - Hindustani Classical Music Lessons (and film songs based on it)
COLOURS OF RAAG BHAIRAVI
ARTIST: JAGJIT SINGH; LIVE IN CONCERT; SINGING: COMPOSITIONS IN RAAG BHAIRAVI
યુ-ટ્યુબની આ લીંક ઘણા શાસ્ત્રીય સંગીત નિષ્ણાત ગાયકો સ્વરે પર ભૈરવી રાગ પર ઘણા ગીતો અને વાજિંત્રો પર શાસ્ત્રીય ધૂનો સાંભળી શકાશે.
ત્રણ શહેર, ત્રણ પુરુષ, એક શોધ
(મુંબઈ સમાચારની ‘ઇન્ટરવલ’ પૂર્તિની કવરસ્ટોરી તરીકે આ લેખ તા.૧૬/૦૩/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.)
પહેલાં આ નગરની ઓળખ એ રીતે હતી કે ત્યાં ટ્રેન બદલવી પડતી. તે પછી બે યુવાન ચહેરાઓએ આંદોલન જગાડી આ નગરને નવી ઓળખ આપી. હવે આ નગરની ઓળખ સાપ થકી બદલાઈ છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વિરમગામની. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર થકી ઓળખાતા વિરમગામને પાયથોન ફ્રી પણ કહેવાય છે. અહીંના લોકો પહેલાં અજગરને જોતાં તો લાકડી લઈને મારવા દોડતા. પણ હવે જો કોઈ અજગરને મારવા જાય તો તેમની સામે લાકડી લઈને અહીંના લોકો ઊભા રહી જાય છે. આ જાગૃતિ લાવી છે જયદીપ મહેતાએ.
ગુજરાત સરકારના ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના પ્રૉજેક્ટમાં કામ કરતા જયદીપ મહેતાએ વિરમગામને એક બીજી ઓળખ પણ આપી છે. સાપની નવી પ્રજાતિ વિરમગામથી મળી આવી છે અને આ સાપ શોધ્યો જયદીપે. સાપની નવી પ્રજાતિ વેલેસૉફિસ ગુજરાત અને મુંબઈની ટીમે સાથે મળીને શોધી એ સમાચાર તો વાંચ્યા જ હશે, પણ કઈ રીતે આ ટીમ ભેગી થઈ?
ધો. ૧૨થી વાઇલ્ડલાઇફનો શોખ પોષતા અને સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતના સરિસૃપ-ઉભયજીવી પ્રાણીઓ પર પીએચ.ડી કરતા હર્ષિલ પટેલ કહે છે, “અમે સમાન શોખ ધરાવતા લોકો એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. હું બેંગલુરુના નેશનલ સેન્ટર ફૉર બાયોલોજિકલ સાયન્સીસ (એનસીબીએસ)ના ઝીશાન મિર્ઝાના સંપર્કમાં ઘણાં વર્ષોથી હતો અને વડોદરામાં મગરના સંરક્ષણનું કામ કરતા રાજુભાઈ વ્યાસના પણ સંપર્કમાં ઘણા સમયથી હતો. રાજુભાઈને ભાવનગરથી આવા એક સાપનો ફોટો આવ્યો હતો. પરંતુ ફોટા પરથી ઓળખી ન શકાય. તોય તેમણે તે વખતે પોતાના લેખમાં તે ફોટો છાપ્યો હતો. આ ફોટો ઝેનિશ મિર્ઝાએ પણ જોયો હતો. પરંતુ તે વખતે તેના પરથી કોઈ અનુમાન કરી શકાયય તેમ નહોતું.”
રાજુભાઈ વ્યાસ વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટમાં કામ કરે છે. તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી સરિસૃપ જીવો પર અભ્યાસ કરે છે. તેમણે ટીમની રચના વિશે સરળ ભાષામાં કહ્યું કે એક ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવી જ જતા હોય છે તેમ અમે પણ સંપર્કમાં રહીએ છીએ. હર્ષિલ કહે છે, “અમારી આ ટીમ કાયમી નથી. હું સુરત છું, રાજુભાઈ વડોદરા છે, જયદીપ વીરમગામ આસપાસ કામ કરે છે. અમારું કામ પણ અલગ-અલગ છે. અમે માત્ર આ કામ માટે એકત્ર આવ્યા. જોકે એનો અર્થ એવો પણ નથી કે ભવિષ્યમાં સાથે નહીં આવીએ.”
અત્યારનો સમય એવો છે કે મોટા ભાગની વ્યક્તિઓ પોતે એકલા જ કામનો જશ ખાટવા પ્રયાસ કરે. બધું પોતે જ કર્યું છે તેવું સાબિત કરવા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતના આ ત્રણ ‘પુરુષો’ની ટીમમાં આવું નથી. હર્ષિલ કહે છે, “આ કામ એકલદોકલથી થાય તેવું નથી. જયદીપને સાપ મળ્યો. મને તેની ખબર પડી. રાજુભાઈએ છેલ્લાં ઘણા સમયથી તેના વિશે ડેટા એકત્ર કરીને રાખ્યો હતો. મને મૉર્ફોલૉજી વગેરે બાબતોની ખબર પડે. રાજુભાઈ ફિઝિયૉલૉજિકલ એટલે કે વર્તન ઉપરથી માહિતી આપી શકે. તો ડીએનએ એનાલિસિસ વગેરે ઝીશાનને ફાવે છે.”
આ પ્રકારના સાપ તો હતા જ તો અત્યાર સુધી ઓળખાયા કેમ નહીં? જયદીપ કહે છે, “અત્યાર સુધી તેને બીજા સાપ ગણી લેવાતા હતા એટલે કે તેની ખોટી ઓળખ થતી હતી.” જયદીપ અજગરની વસતિ પર અભ્યાસ કરે છે. તેને પહેલી વાર આ પ્રકારનો સાપ વર્ષ ૨૦૧૧માં મળ્યો હતો. ત્યારે તેને કલરટૉન વગેરે પરથી શંકા લાગી. તેણે હર્ષિલને વાત કરી.
તો પછી ૨૦૧૧થી ૨૦૧૬- આટલાં વર્ષો કેમ લાગ્યાં? જયદીપ કહે છે, “એક સાપ પરથી નક્કી ન થઈ જાય તે તેની પ્રજાતિ નવી છે. તેના માટે ઓછામાં ઓછા બીજા બેત્રણ સાપ આવા શોધવા પડે. એના કારણે આટલો સમય ગયો. બાકી અમારું ખરું કામ તો વર્ષ ૨૦૧૪થી ચાલુ થયું હતું.”
આ લોકોને ખરેખર ખંતીલા અને અભ્યાસુ લોકો કહી શકાય કારણકે તેમણે અને ઝીશાન મિર્ઝાએ ગાંઠનું ગોપીચંદન કરીને બેંગલુરુના એનસીબીસીમાં તેનું ડીએનએ એનાલિસિસ વગેરે પ્રક્રિયા કરાવી. આ કામમાં સરકારની તેમને કોઈ મદદ મળી નથી. જયદીપ તો રાજ્ય સરકારની હેઠળ પ્રૉજેક્ટમાં કામ કરે છે. રાજુભાઈ પણ રાજ્ય સરકારના પ્રૉજેક્ટમાં કામ કરે છે. તો આવું કેમ? હર્ષિલ એક સૂરમાં કહે છે, “ગ્રાન્ટ મળે તે માટે પ્રપોઝલ આપવી પડે. પુરાવા આપવા પડે. વળી આ ફિલ્ડમાં પણ સ્પર્ધા છે. તેથી સંશોધન બહાર ન પડી જાય તે ધ્યાન રાખવું પડે.” પરંતુ હા, અમારા આ સંશોધન પર ભવિષ્યમાં અમને સરકારની મદદ મળવાની પૂરી શક્યતા છે.
આ સાપની પ્રજાતિનું નામ આ લોકોએ ધાર્યું હોત તો પોતાનાં નામ પરથી પાડી શક્યા હોત, પરંતુ તેમણે રસેલ વૉલેસના નામ પરથી આ પ્રજાતિના સમૂહનું નામ વેલેસૉફિસ પાડ્યું. રસેલ વૉલેસે ચાર્લ્સ ડાર્વિન સાથે સંયુક્ત રીતે ઉત્ક્રાંતિનો વાદ પ્રકાશિત કર્યો હતો. પરંતુ ડાર્વિને વધુ પ્રસિદ્ધિ મળી. આ વાદને ડાર્વિનનો વાદ તરીકે જ ઓળખવામાં આવે છે. રસેલ વૉલેસનું નામ બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે પ્રજાતિનું નામ ગુજરાતેન્સિસ પાડવામાં આવ્યું. આ પ્રકારના સાપ ક્યાં મળી આવે છે? હર્ષિલ કહે છે, “મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર જેવા સૂકા પ્રદેશોમાંથી.” આ પ્રકારની નવી પ્રજાતિ મળે એટલે તેને આંતરરાષ્ટ્રીય જર્નલ ‘પ્લોસ વન’માં પ્રકાશિત કરાય છે. તેની ઝૂ બૅંકમાં નોંધણી કરાય છે જેમાં પ્રજાતિની સામે સંશોધકોનાં નામ અને વર્ષ લખાયેલા હોય છે. www.zoobank.orgમાં જશો અને તેમાં સર્ચ કરશો તો વેલેસૉફિસ સામે આ બધાનાં નામો વાંચવા મળશે.
હર્ષિલને પૂછવામાં આવે કે આવા કારકિર્દીની રીતે સૂકા વિષયને શા માટે પસંદ કર્યો? તો તે નિખાલસતાથી કહે છે, “હું એવો કોઈ તેજસ્વી વિદ્યાર્થી નહોતો કે હું મેડિકલમાં જઈ શકું કે નહોતું મારાં માતાપિતાનું દબાણ. મને આ જ વિષયમાં રસ હતો. જે થશે તે જોયું જશે એમ વિચારીને ઝંપલાવ્યું. મજા પડે છે એ મુખ્ય વાત છે.”
મજાની વાત એ પણ છે કે જયદીપ અને અત્યારે રાજદ્રોહના કેસમાં જેલમાં અંદર હાર્દિક પટેલ બંને સાથે ભણતા અને ક્રિકેટ પણ સાથે રમતા. જોકે તેનાથી વિશેષ જયદીપનું તેના વિશે કંઈ કહેવું નથી. હાર્દિક રાજકીય વિચારધારા ધરાવે છે જ્યારે જયદીપને તો અજગર અને સાપમાં જ રસ છે.
આ સંશોધન પછી કોઈ ઑફર મળી? શું મોટિવેશન મળ્યું? રાજુભાઈ વ્યાસ કહે છે, “લોકો અભિનંદન આપે એ જ અમારું મોટિવેશન.” હર્ષિલ કહે છે, “પહેલાં તો લોકોને આ પ્રકારના સમાચારમાં જ ઓછો રસ હોય છે. મારા વિષય ઝૂલોજીમાં ભણનારા જ કેટલા? સામાન્ય માણસોને આમાં રૂચિ નથી.” જોકે જયદીપ પોતાના અનુભવ પરથી કહે છે કે લોકોની રૂચિ બદલી શકાય છે. “વિરમગામમાં અજગરથી ડરતા લોકોને મેં તેમની ભાષામાં સમજાવ્યા તો આજે સ્થિતિ જુદી છે.” મજાની વાત એ છે કે જયદીપે બી.એ. કરેલું છે પરંતુ શોખના કારણે તે આ વ્યવસાયમાં છે!
જયદીપ કહે છે, “ગીર અને સિંહોની પાછળ ગુજરાતમાં ઘણું કામ થાય છે. પરંતુ હર્પિટોલોજીની બાબતમાં અન્ય રાજ્યોની સરખામણીએ આપણું રાજ્ય ઘણું પાછળ છે. આ અંગે ગુજરાતીમાં સાહિત્ય પણ ઘણું ઓછું છે. આ ક્ષેત્રે કામ કરનારા લોકોને મુશ્કેલી પડે. તેમના વિશે લોકોમાં એવો મત હોય કે આ લોકોના અવળા ધંધા છે. વળી આર્થિક હેરાનગતિ પણ થાય.” જોકે તે આશાવાદી છે. “પહેલાં દેશી સ્ટાઇલથી કામ થતું. સાપ પકડાતો અને તેને છોડી મૂકાતો. અત્યારે યુવા પેઢી વૈજ્ઞાનિક અભિગમથી કામ કરે છે.”
આવા સંશોધનોથી સમાજને લાભ શું? હર્ષિલ કહે છે, “જ્યારે એરિયા કન્ઝર્વેશન કરવું હોય ત્યારે આવી જાણકારી કામમાં લાગે છે. ગીર સિંહના કારણે તો જાણીતું છે, પણ ઘણા ઓછાને ખબર હશે કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં ગરોળીની એક જાત શોધાઈ જે માત્ર ગીરમાં જ જોવા મળે છે.”
રાજુભાઈ વ્યાસ કંઈક આવા શબ્દોમાં આ વાત મૂકે છે, “જુઓ, આવા પ્રાણીઓ માનવજાતને સીધી રીતે મદદરૂપ નથી. પરંતુ જીવવૈવિધ્ય (બાયોડાઇવર્સિટી) જરૂરી છે. ડોલ્ફિન અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે છે જે આપણને સોનોગ્રાફી શોધવામાં મદદરૂપ થાય છે. ડોલ્ફિન પરથી પ્રેરણા મેળવી આપણે નવી રડાર પ્રણાલિ વિકસાવી. આમ, આ બધા પ્રાણીઓનું અસ્તિત્વ આપણા માટે સીધી કે આડકતરી રીતે જરૂરી છે.”
પરંતુ હમણાં હમણાંથી હાથી, દીપડા, અજગર વગેરે શહેરોમાં ઘૂસી જવાના કિસ્સા વધી રહ્યા છે, તેનું શું? રાજુભાઈ વેધક શબ્દોમાં કહે છે, “આ પ્રાણીઓનું કોઈ નેટવર્ક નથી. તેમને કોઈ ભાષા નથી. તેમના કુદરતી નિવાસ્થાનો, જંગલ આપણે માનવજાતે પચાવી પાડ્યાં. તેઓ ક્યાં જાય? આપણે ત્યાં કહેવાય છે- જીવો જીવસ્ય ભોજનમ્ . ઉલટું તેમની ફરિયાદ છે, આપણે તેમનાં રહેઠાણો પચાવી પાડ્યાં. પરંતુ તે કોને કહે? તેઓ તો મૂંગા છે.”
મારી અન્તીમ ઈચ્છાઓ
મારી અન્તીમ ઈચ્છાઓ
–કશ્યપ ચન્દુલાલ દલાલ
મારું જીવન એકન્દરે સારું ગયું છે. મારાં 47 વર્ષનાં (2016માં) સામાજીક કાર્યોથી મને ઘણો સન્તોષ થયો છે. તેમાં પણ છેલ્લાં 05 વર્ષ દરમ્યાન મારી પુસ્તીકા–‘ચાલો, આપણે વડીલ (વૃદ્ધ) થતાં શીખીએ’, ભલે મારાથી ભુલથી લખાઈ ગઈ છે; પરન્તુ તેને જે પ્રચંડ આવકાર મળ્યો છે, તેનાથી મને અનહદ આનન્દ થયો છે. આ પૃથ્વી પર અવતરીને મારા દ્વારા કંઈક સારું કામ થઈ શક્યું છે તેવો મને અનુભવ થાય છે.
અત્યારે (2016માં) મારું સ્વાસ્થ્ય ઘણું સારું છે. પરન્તુ હવે (મને 75 વર્ષ પુરાં થયાં છે એટલે) ધીમે ધીમે શરીર ઘરડું થતું જવાનું અને તબીયત બગડતી જવાની એ વાત નક્કી અને એટલે મોટે ભાગે નાનાંમોટાં શારીરીક દુ:ખો વધતાં જ જવાનાં. મૃત્યુ દરેક માટે નીશ્ચીત છે, જેનાથી હું પણ બાકાત નથી જ રહેવાનો. મારા હવે પછીના જીવનમાં પડવાનાં સંભવીત શારીરીક દુ:ખોમાંથી મારું મૃત્યુ જ મને છોડાવી શકશે, તે જ મારો મુક્તીદાતા છે અને એટલે જ મારા માટે તો મૃત્યુ અત્યન્ત મંગલકારી છે.
મારી અન્તીમ ઈચ્છાઓ નીચે પ્રમાણે છે :-
- મારી માંદગીમાંથી જો સમ્પુર્ણ સાજા થવાની કોઈ શક્યતા ના હોય તો મારા શરીરમાં છેલ્લી ઘડી સુધી ઈન્જેક્શનો ઘુસાડવાં નહીં કે નાકમાં ટોટીઓ ઘુસાડવી નહીં. મારા કુટુમ્બીજનો આનું ખાસ ધ્યાન રાખે. વળી મને જો કેન્સર (ત્રીજા કે ચોથા સ્ટેજનું) કે તેના જેવો કોઈ અન્ય અસાધ્ય રોગ થયો હોય તો, મારા તેવા રોગની કોઈ સારવાર કરવી નહીં. મને માત્ર પીડા ના થાય તેવી જ દવા આપવી. કેન્સર (ત્રીજા કે ચોથા સ્ટેજનું) કે તેના જેવો કોઈ અન્ય અસાધ્ય રોગ મટી જશે એવા કોઈ પણ પથીના ડૉક્ટરોનાં ઠાલાં આશ્વાસનોથી કોઈએ ભરમાવું નહીં. વળી તેના પીડાજનક ઉપચારો મને કબુલ પણ નથી. ૭૫ તો થયાં ! ૭૫ વર્ષની જીન્દગીથી મને ઘણો સન્તોષ છે. વળી અત્યન્ત ખર્ચાળ ઉપચાર પછી પણ, હું તો જાણે મરવાનો જ; પરન્તુ મરતાં મરતાં મારા કુટુમ્બીજનોને પણ આર્થીક રીતે મારતા જવાનું મને કબુલ નથી. આવી પરીસ્થીતીમાંથી હું વહેલો છુટું તેવી તમારે મને શુભેચ્છાઓ આપવી.
- મારી માંદગીમાંથી જો મારા સમ્પુર્ણ સાજા થવાની કોઈ શક્યતા ના હોય અને હું બેભાન અવસ્થા(કૉમા)માં હોઉં, મગજ મર્યું હોય ને શરીર માત્ર શ્વાસ લેતું હોય; તો મારા પર દયા કરી સમયસર મારા શરીરને અવયવોનાં પ્રત્યારોપણ માટે હૉસ્પીટલને સોંપી દેવું. જેથી મારાં અંગો જેવાં કે નેત્ર, કીડની, લીવર વગેરે અવયવોનાં પ્રત્યારોપણથી અન્યોનું શરીર સક્ષમ બને. તેમ જ મેં દેહદાન તો કર્યું જ છે, તેથી મારો મૃતદેહ હૉસ્પીટલમાં શીક્ષણાર્થે સોંપશો.
- મને સમ્પુર્ણ પરવશતા કબુલ નથી. મારી તેવી સ્થીતીમાં મને જૈન મુનીઓ જેવો સંથારો લેતાં કોઈએ અટકાવવો નહીં. હું કેટલું લાંબુ જીવું તે મારે માટે સહેજ પણ મહત્ત્વનું નથી. મને મહત્ત્વ એનું છે કે હું કેવું (Quality of Life) જીવું છું.
- કોઈએ મારા મૃત્યુનો શોક કરવો નહીં– મારી પત્ની નીતાએ પણ નહીં; કારણ કે મૃત્યુ સહુ કોઈ માટે અત્યન્ત મંગલકારી છે.
- મારા મૃતદેહ પર કોઈ ફુલ કે હાર ચઢાવવાં નહીં કે અગરબત્તી કરવી નહીં કે અત્તર લગાવવું નહીં.હા, કોઈને ગંધ ના આવે તે માટે મૃતદેહને નવડાવીને સાફ જરુર કરવો. ખાદીનાં કપડાં જ પહેરાવવાં. બીજું કશું ઓઢાડવું નહીં..
- આનન્દબેઠક(બેસણું) જરુર રાખવું. આનન્દબેઠક(બેસણા) દરમ્યાન મારા મનગમતાં ગીતો વગાડવાં– ભજનો નહીં. આનન્દબેઠક(બેસણા)માં આવેલાને મારી વીનન્તી કે મારા ગાયેલાં ગીતો ગાઈ સંભળાવીને તેઓ મને યાદ કરે અને બીજાને પણ મારી યાદ કરાવે. વળી, મારા મજાકીયા સ્વભાવને યાદ કરી, મારી હળવી મજાકો–રમુજો એક બીજાને કહી સંભળાવી તેની ઉજાણી કરે. કોઈએ રડવાનું તો નહીં જ; કારણ કે મૃત્યુ સહુ કોઈ માટે અત્યન્ત મંગલકારી છે. આનંદબેઠક (બેસણું)ની સમગ્ર વ્યવસ્થા અમારા દીકરા બાદલે અને અમારી દીકરી અલ્પાએ કરવી.
- મારા મૃત્યુ પછી કોઈએ સફેદ વસ્ત્રો પહેરવાં નહીં– મારી પત્ની નીતાએ પણ નહીં. મારી સ્મશાનયાત્રામાં કે આનન્દબેઠક(બેસણા)માં પણ સહુએ રોજીન્દા રંગીન વસ્ત્રો જ પહેરવાં; કારણ કે મારે માટે મૃત્યુ તો અત્યન્ત મંગલકારી છે.
- મારી સ્મશાનયાત્રા દરમ્યાન બેન્ડ-વાજાં સાથે મારી ઠાઠડીની ફરતે સહુએ નાચ–ગાન કરવાં; કારણ કે મારા માટે મૃત્યુ અત્યન્ત મંગલકારી છે. વળી, વીર કવી નર્મદ કહે છે તેમ : ‘મારાથી તમે છુટ્યા અને વળી, તમારાથી હુંયે છુટ્યો !’
- મેં શપથ લીધા છે તે પ્રમાણે મારા મૃતદેહનું ‘દેહદાન’ કરવું. જો હું અમદાવાદથી ક્યાંક દુર મૃત્યુ પામું અને ત્યાં દેહદાન શક્ય ના હોય તો મારા પાર્થીવ દેહને અમદાવાદ સુધી લાવવો નહીં. ત્યાં જ દફનવીધી કરી નાખવો. તેવે વખતે શક્ય હોય ત્યાં સુધી મને ભુમીદાહ આપવો. જો ખરાબાની જમીન મળી જાય તો ઉત્તમ. શક્ય હોય તો ત્યારે વીડીયો રેકોર્ડીંગ કરી લેવું.
- મારા મૃત્યુ પછી માત્ર બે જ પ્રસંગો ઉજવવા– 1. સ્મશાનયાત્રા, અને 2.આનન્દબેઠક(બેસણું). નહીં દસમું, નહીં બારમું, નહીં તેરમું, નહીં સરાવવાનું, નહીં વરસી વાળવાની અને નહીં કશા પ્રકારનાં શ્રાદ્ધ. આનન્દબેઠક(બેસણું) પતી જાય એટલે બધ્ધા જ છુટ્ટા. તે જ દીવસથી સહુ પોતપોતાનાં કામ–ધન્ધે લાગી જાય.
- હું જે સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, તે સંસ્થાઓએ મારા મૃત્યુ માટે કોઈ શોકઠરાવ કરવો નહીં. પરન્તુ તેને બદલે ‘આનન્દઠરાવ’ કરવો; કારણ કે હવે તેઓ બધા મારાથી છુટ્યા. હું હવે તેમનું માથુ નહીં ખાઉં અને લોહી નહીં પીઉં.
- મારા મૃત્યુને કારણે કોઈ પણ નીર્ધારીત માંગલીક પ્રસંગ અટકાવવો નહીં. હું તો ઈચ્છું કે મારા કુટુમ્બીજનો સામે ચાલીને તેમને કહે કે, ‘કશ્યપની અનહદ ઈચ્છા હતી કે તમારે માંગલીક પ્રસંગ જરુરથી ચાલુ રાખવો.’
હું વીવેકબુદ્ધીવાદી (Rationalist) છું. એટલે ભુત-પ્રેતમાં તો માનતો જ નથી. પરન્તુ જે લોકો ભુત-પ્રેતમાં માને છે, તેવા લોકોને માનસીક દબાણમાં લાવવા માટે કહી રાખું છું કે, જેઓ ઉપરની મારી ઈચ્છાઓ પ્રમાણે નહીં વર્તે, તેમને હું ભુત થઈને વળગીશ.!!!
–કશ્યપ ચન્દુલાલ દલાલ
Subscribe to:
Posts (Atom)