બોચાસણવાસી અક્ષરપુરૂષોતમ સંસ્થા BAPSના વડા પૂજય પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થયાઃ
દેશ વિદેશના સૌ હરિભક્તોમાં શોકનું મોજુ
અલવિદા !
પ્રમુખ સ્વામી પ્રોફાઈલ
નામ : શાંતિલાલ પટેલ જન્મ તારીખ : સાતમી ડિસેમ્બર ૧૯૨૧ જન્મ સ્થળ : ચાણસદ, વડોદરા બ્રહ્મલીન થયા : ૧૩મી ઓગસ્ટ ૨૦૧૬ બ્રહ્મલીન સ્થળ : અમદાવાદ-સાળંગપુર ગુરૂ : ગુણીતાનંદ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સંપ્રદાય : સ્વામી નારાયણ સંત બન્યા : ૧૭ વર્ષની વયે
છેલ્લા કેટલાક દિવસથી બીમાર રહેતા પ્રમુખ સ્વામી મહારાજે તારીખ ૧૩ મી ઓગસ્ટ ૨૦૧૬ ની સાંજે છ વાગે અંતિમ શ્વાસ લીધ્યા હતા.તેમનાં પાર્થિવ દેહને બે દિવસ સાળંગપુર હરિભક્તોના દર્શન માટે રખાશે.
તા.૧૩ ઓગસ્ટ : પ્રમુખ સ્વામી મહારાજ આજે સાંજે બ્રહ્મલીન થતા આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.ખાસ કરીને સ્વામી નારાયણ સંપ્રદાયના દેશ વિદેશના તેમના હરીભક્તોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું.પ્રમુખ સ્વામી મહારાજ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમને જુદી જુદી તકલીફ થયેલી હતી. આજે સાંજે છ વાગે સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા.
બાપ્સના બ્રહ્મવિહારી દાસ સ્વામીએ હાલમાં જ કહ્યું હતું કે તેઓ બ્રહ્મલીન થયા છે.તેમણે એમ પણ કહ્યું હતું કે લાખો હરીભક્તો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. બે દિવસ બાદ તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યા છે.૯૫ વર્ષની વયે પહોૅચેલા પ્રમુખ સ્વામી મહારાજ હજુ પણ સક્રિય હતા. પરંતુ તેમની છાતીમાં ઈન્ફેકશન થયું હતું. સાળંગપુર સ્વામી નારાયણ મંદિરમાં છેલ્લા ઘણા સમયથી તેમને સારવાર આપવામાં આવી રહી હતી. ૧૦ તબીબોની ટીમ તેમના આરોગ્ય પર નજર રાખી રહી હતી.
શાંતિલાલનો જન્મ સાતમી ડિસેમ્બર ૧૯૨૧ના દિવસે ગુજરાતના ચાણસદ ગામમાં થયો હતો. તેમના માતા-પિતા મોતીભાઈ અને દિવાળીબેન પટેલ શાસ્ત્રીજી મહારાજના હરીભક્ત હતા. સાથે સાથે અક્ષર પુરૂષોત્તમ સંપ્રદાયમાં વિશ્વાસ રાખતા હતા.મોતીભાઈ અને દિવાળીબેન બંને સ્વામી નારાયણમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતા હતા.દિવાળીબેનના પરિવારના સભ્યો ભગતજી મહારાજના ગાળામાં પણ આગળ વધ્યા હતા. શાસ્ત્રી મહારાજે તે વખતે યુવા શાંતિલાલને જન્મ વખતે વિશેષ આશિર્વાદ આપ્યા હતા અને તે વખતે તેમના પિતાને શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે આ બાળક અમારો છે.જ્યારે સમય આવશે ત્યારે આ બાળકને અમને આપી દેજો.તેઓ ભગવાન પ્રત્યે લાખો લોકોને અગ્રેસર કરશે. ત્યારબાદથી જ પ્રમુખ સ્વામી મહારાજમાં લોકોની શ્રદ્ધા વધવા લાગી હતી.
શાંતિલાલની માતા તેમને શાંત અને ઓછા બોલનાર બાળક અને એક સક્રિય બાળક તરીકે ગણતા હતા. તેમના બાળપણના મિત્રો વાત કરતા કહે છે કે શાંતિલાલે સ્કુલમાં એક ઈમાનદાર વિશ્વાસપાત્ર વિદ્યાર્થી તરીકેની છાપ ઉભી કરી હતી. શાંતિલાલ છ વર્ષ સુધી જ સ્કુલમાં જઈ શક્યા હતા.સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ જ તેઓ ભોજન લેતા હતા.શાંતિલાલથી દુનિયાની ઘણી હસ્તીઓ પ્રભાવિત રહી હતી.
પ્રમુખ સ્વામી મહારાજ હાલમાં બાપ્સ સ્વામી નારાયણ સંસ્થાના પ્રમુખ અથવા તો ગુરૂ તરીકે હતા. બાપ્સ સ્વામી નારાયણ સંસ્થા ઈન્ટરનેશનલ હિન્દુ સોસાયટી તરીકે છે જે ધાર્મિક વિદેશીઓ સાથે જોડાયેલી રહી છે. બાપ્સને સ્વામી નારાયણના પાંચમા અનુગામી તરીકે ગણવામાં આવે છે. ગુણિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બાદ પાંચમાં અનુગામી તરીકે તેમને ગણવામાં આવતા હતા.
સ્વામી નારાયણ સાથે જોડાયેલા અને અન્ય સમુદાય સાથે પણ જોડાયેલા તમામ લોકોને પ્રમુખ સ્વામી જુદા જુદા સૂચનો વારંવાર કરતા રહેતા હતા.તેમના સત્સંગમાં લાખો લોકો એકત્રિત થતા હતા.
તેમના મિત્રો પ્રમુખ સ્વામી મહારાજને હરીદાસ તરીકે પણ બોલાવતા હતા.નાની વયમાં પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજથી ખુબ જ પ્રભાવિત રહ્યા હતા.સાતમી નવેમ્બર ૧૯૩૯ના દિવસે જ્યારે શાંતિલાલ ૧૭ વર્ષના હતા ત્યારે તેમને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ તરફથી એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવાયું હતું કે તેમને સાધુ સંત તરીકે બનીને સેવામાં જોડાઈ જવું જોઈએ.
શાસ્ત્રીજી મહારાજ દ્વારા કરવામાં આવેલા સૂચન બાદ તરત જ તેમના માતા-પિતાએ તેમને મંજુરી આપી દીધી હતી અને શાંતિલાલ ઘર છોડીને શાસ્ત્રીજી મહારાજ અને તેમના સાધુ સંતોની સાથે જોડાઈ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને જુદી જુદી પ્રાથમિક શિક્ષણની માહિતી આપી હતી જેમાં પ્રસાદ દિક્ષાનો સમાવેશ થાય છે.
૨૨મી નવેમ્બર ૧૯૩૯ના દિવસે અમદાવાદમાં આંબલી-વાડી પોળમાં પ્રસાદ દિક્ષા આપવામાં આવી હતી અને તેમને શાંતિ ભગત નામ આપવામાં આવ્યું હતું. શાસ્ત્રીજી મહારાજના આદેશ પૈકીના એક આદેશને સ્વીકારીને તેઓએ સંસ્કૃતમાં અભ્યાસ કરવા તૈયારી કરી હતી. શાંતિ ભગત તરીકે તેમની ઓળખ થવા લાગી ગઈ હતી. શાંતિ ભગતે ત્યારબાદ તેમની ઈચ્છાઓ પુરી કરી બતાવી હતી. ૧૦મી જાન્યુઆરી ૧૯૪૦ના દિવસે ગોંડલમાં અક્ષર ડેરી ખાતે શાંતિ ભગતને ભગવતી દિક્ષા આપવામાં આવી હતી અને તેમને સાધુ નારાયણ સ્વરૂપદાસ નામ આપવામાં આવ્યું હતું. આ નામ આપવામાં આવ્યા બાદ શાસ્ત્રીજી મહારાજે આ સંદર્ભમાં વધુ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તેમના ચહેરા ઉપર ભગવાનનું તેજ ચમકે છે. જેથી તેમને નારાયણ સ્વરૂપદાસનું નામ તેઓ આપી રહ્યા છે. યોગીજી મહારાજે તેમને નારાયણ સ્વરૂપદાસજી તરીકે આશિર્વાદ આપ્યા હતા.સાધુ નારાયણ સ્વરૂપદાસે આજીવન સેવા કરી હતી.
બાપ્સના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામી મહારાજે બાપ્સ સંસ્થાને વિશ્વના દેશોમાં પહોંચાડી દેવામાં ભૂમિકા ભજવી હતી.તેઓ એમના લાખો અનુયાયીઓમાં પ્રમુખ સ્વામી કે "બાપા" ના હુલામણા નામથી જાણીતા હતા.ભારતમાં જ નહીં બલ્કે ભારત બહાર પણ એક પછી એક સ્વામી નારાયણ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.બાપ્સ સંસ્થાઓના સંદેશાઓ સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં આવ્યા હતા.
પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતાં માત્ર હરીભક્તોમાં જ નહી બલ્કે તેમના પ્રત્યે સંકળાયેલા જુદા જુદા સંપ્રદાયના લોકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજથી દુનિયાના ઘણા ટોચના નેતાઓ, તબીબો, વૈજ્ઞાનિકો પણ પ્રેરીત થયા હતા. સૌથી મોટો દાખલો ભારતના વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો રહેલો છે. અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજને અનેક વખત મળીને તેમના આશિર્વાદ લીધા હતા.સાથે સાથે તેમની પાસેથી ઘણું માર્ગદર્શન મેળવ્યું હતું.
ભારતના પરમાણુ વૈજ્ઞાનિકે પ્રમુખ સ્વામી મહારાજના સંદર્ભમાં પોતાના પુસ્તકમાં અનેક વાક્યોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે જેમાંથી સાબિત થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે ન હતા. કોઈ પણ મોટી હસ્તી અમદાવાદમાં આવે અને પ્રમુખ સ્વામી મહારાજને ન મળે તે બાબત ક્યારેય શક્ય દેખાતી ન હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ગાળામાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત તેની સાથે ભેટ કરી હતી.અબ્દુલ કલામ સહિતની અનેક દેશની અને વિદેશની હસ્તીઓ પ્રમુખ સ્વામીથી પ્રભાવિત હતી.
સાભાર--- શ્રી વિપુલ દેસાઈ
નીચે ક્લિક કરી પુ.પ્રમુખ સ્વામી વિષે જાણો અને માણો
Successor of H.H.Pujya Pramukh Swami ...
H.H.Mahant Swami Maharaj (Sadhu Keshavjivandas)
Pujya Doctor Swami also added that four years ago, on 20 July 2012, His Holiness Pramukh Swami Maharaj had declared in a letter that His Holiness Mahant Swami Maharaj (Sadhu Keshavjivandas) would succeed him as the guru of BAPS. Thus, His Holiness Mahant Swami Maharaj is now the president of BAPS Swaminarayan Sanstha, as the sixth spiritual head in the gunatit guru parampara tradition of Bhagwan Swaminarayan. Henceforth, he will steer BAPS and further the great teachings and works of Bhagwan Swaminarayan and His Holiness Pramukh Swami Maharaj.
Source-http://www.baps.org/ |
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
15 August 2016
BAPSના વડા પૂ પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થયાઃદેશ વિદેશના સૌ હરિભક્તોમાં શોકનું મોજુ
સ્વપ્ન સિદ્ધિ
સ્વપ્ન સિદ્ધિ
સ્વપ્નો જોવા સૌ કોઈને ગમે. સ્વપ્નો સિદ્ધ થાય એની ખુશી ઓર જ હોય ! આજે મારે મારા સપનાઓની વાત નથી કરવી. આજે મારે એક એવા ગુજરાતીની વાત કરવી છે જેના વિષે જાણીને સલામ કરવાનું મન થશે એવો મારો દાવો છે. આજે હું વાત કરવા જઈ રહ્યો છું; શ્રી કમલેશ પટેલની. વડોદરાની બાજુમાં આવેલ પાદરા ગામમાં જન્મેલો ને ઉછેરેલો એના વિષે જાણીએ.
પાંચ વર્ષની ઉંમરે કમલેશ પટેલ બીમાર પડયો. તેના માંબાપ એને ગામનાં દવાખાને લઇ ગયા. ડોક્ટરે સામાન્ય ઈલાજ કરીને ઘરે મોકલી આપ્યા. ત્યાર બાદ બીજી મોટી હોસ્પિટલોમાં ઓપરેશન પણ થયા. છેવટનું પરિણામ એ જ રહ્યું કે તેના પગમાં પેરાલીસીસ ને લીધે ખોટ રહી ગઈ. બંને પગ એને નકામા બની ગયા. સ્કૂલમાં કે કોલેજમાં ઘણા મિત્રો એને ચીડવતા. એની હાંસી ઉડાવતા.
દશ વર્ષની ઉંમરે, એના મગજમાં એક સ્વપ્ન એ જન્મ લીધો. કદાચ એ કોઈને પણ પોતાના સ્વપ્ન વિષે કહે તો એને પાગલ કહીને હસી કાઢે. એક ડાન્સર થવાના મનમાં કોઢ જાગ્યા. ડાન્સ કરવા માટે બે પગ તો જોઈએ, અને ડાન્સ તો પગ થકી જ થાય તે અનિવાર્ય પણ ખરું !
મનને મક્કમ કર્યું કે ગમે તે થાય પણ ડાન્સર તો થવું જ છે. ટીવી પર કોઈ ગીત આવે કે એનાં પગ અપાહિજ હોવા છતાં પણ જાણે ડાન્સ કરવા થનગની ઉઠતા. એકવાર હિમ્મત એકઠી કરીને એને એક એના ટીચર રાણા સાહેબને વાત કરી. પહેલી વાર તો રાણા સાહેબને પણ વાત સાંભળીને જેટલું આશ્ચર્ય થયું એટલી જ તેના પર દયા આવી. ત્યારે તો વાતને સહજ લીધી. પણ જયારે એમને કમલેશની આંખમાં એક અજીબ અડગ વિશ્વાસ દેખાયો. એક અતૂટ શ્રદ્ધા દેખાઈ. અને તેમને નક્કી કર્યું કે પોતે કમલેશને ડાન્સર બનાવવા પુરી કોશિશ કરશે.
બંનેની ધગશ, અથાગ પરિશ્રમ, અતૂટ વિશ્વાસ, અપાર શ્રદ્ધાનું એ પરિણામ આવ્યું કે; તે ઝી ટીવી પર પ્રસારિત થતા પ્રખ્યતા ડાન્સ શો ડાન્સ ઇન્ડિયા ડાન્સના ઓડિશનમાં પહોંચી ગયો. અને પછી જે બન્યું તે ઇતિહાસ છે. કમલેશે દુનિયાને બતાવી આપ્યું કે પગ ના હોવા છતાં ડાન્સ કરી શકાય ! ડાન્સ શોમાં હાથનો ઉપયોગ કરીને તે અવ્વલ નંબરે રહ્યો અને માસ્ટરથી લઈને ગ્રાન્ડ માસ્ટર મીથુન ચક્રવર્તીના પણ દિલ જીતી લીધા.
હું તો વિદેશમાં રહેતો હોઈ, કમલેશ વિષે બહુ જાણકારી નહોતી. પણ હમણાં હું જે નવું ગુજરાતી મુવી બનાવવા જઈ રહ્યો છું, તેના નિર્માણમાં સહ ભાગીદાર એવા એક મિત્ર રાકેશ ઉપધ્યાયએ મને એના વિષે માહિતી આપી. આથી હું કમલેશ વિષે જાણવા ખુબ ઉત્સુક બન્યો અને યુ ટ્યુબ પર એના વિડિઓ જોયા. એક અંતર્ગત માહિતી મુજબ, ઓડિશન દરમ્યાન મીથુન ચક્રવર્તી એનાથી ઈમ્પ્રેસ થઇ ગયેલા અને ભાવુક પણ બની ગયેલા. હું મનુ છું કે ઘણાં બધા શ્રી કમલેશ પટેલ વિષે જાણતા હશે. પણ આઝાદી ની પૂર્વ સંધ્યા એ કમલેશ ને એટલે યાદ કર્યો કે સબસે આગે હોંગે હિન્દુસ્તાની ગીત પાર એને કરેલ અદભુત ડાન્સનો વિડિઓ અહીં મુક્યો છે. તેને ઘણા બધા એવોર્ડ મળાય છે, ઘણાં ડાન્સ શો કર્યા છે. લોકોની પ્રશંશા થી તો એ એટલો નાહી ઉઠેલો છે કે; તેના અપાહિજ હોવાનો ગમ પણ એકવાર ભૂલી જાય.
ભગવાનને પ્રાર્થના કે એને સદા સલામત, તંદુરસ્ત અને ખુશ રાખે.
નોંધ : આ લેખ ફક્ત કમલેશને બિરદાવવા માટેજ લખ્યો છે. કદાચ શ્રી કમલેશ પટેલ આ લેખ વાંચે તો મારા દિલથી અભિનંદન અને સલામ સ્વીકારે.
‘ડૅડ, વૉટ ઈઝ ધીસ ?’
‘ડૅડ, વૉટ ઈઝ ધીસ ?’
–દેવીકા ધ્રુવ
અષાઢથી આસોના દીવસો શરુ થાય છે એની સાથે તહેવારોના દમ્ભી, ખર્ચાળ ઉત્સવો અને મન્દીરોમાં દેખાદેખી પથરાતા સહસ્ર ભોજનોના થાળ નજર સામે આવે છે. મુળ સાચા ભાવ પર કેવા ખોટા થરોની લીલ બાઝી ગઈ છે અને જનતા સ્વેચ્છાએ આંખો પર પટ્ટી બાંધીને ફરી રહી છે. મને તો લાગે છે કે માણસ ભુલો પડ્યો છે.
ખાસ કરીને ઠેકઠેકાણે ધર્મ વીશે, ખોટા રીતરીવાજો વીશે, ચોઘડીયાં જોઈને કામ કરવા બાબતે, સ્વર્ગ-નર્ક અને ગયા જનમનાં પાપો અંગેનો સદીઓ જુનો સંકુચીત, ચીલાચાલુ આંધળો અભીગમ, હજી આજે પણ જાણે ભયને કારણે વીશ્વમાં ઠેર ઠેર ચાલુ જ રહ્યો છે. આંધળી શ્રદ્ધાએ ધર્મની સાથે સમાજને અને પોતાની જાતને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે.
ખરેખર તો ધર્મ કોને કહેવાય તે જ જાણવાની જરુર છે. હું તો એટલે સુધી કહીશ કે જાણવાની નહીં; માત્ર આંખ ખુલ્લી રાખીને જોવાની જ જરુર છે. દુનીયામાં અને કુદરતમાં પ્રકૃતીના કોઈ પણ ભાગના કોઈપણ પદાર્થને જુઓ. ગેરંટી સાથે કહું છું કે, ચોક્કસ સમજાઈ જશે કે ધર્મ શું છે. આપણી જેમ જ સજીવ એવાં પશુ, પંખી, ઝાડ-પાન તડકાછાંયડા વેઠીને પણ શાન્ત ઉભા છે, જ્યારે જે કરવાનું છે તે કરે છે, ઋતુ પ્રમાણે બદલાય છે; છતાં સતત આપ્યા જ કરે છે. ત્યાં કોઈ શુભ-લાભનાં ચોઘડીયે કશું બનતું નથી. અરે, જન્મ કે મરણ પણ ક્યાં ચોઘડીયાં જોઈને થાય છે..!!
સાંજને ટાણે એકધારી લાઈનમાં, સાથોસાથ માળા તરફ વળતાં પંખીઓને કદી જોયાં છે? ગોધણવેળાએ ગમાણમાં વળતાં પશુઓને જોયાં છે? ક્યાંય કશી વાડાબન્ધી નથી. આમ જોઈએ તો માનવીને વાણી અને વીચારની શક્તી તો એક વરદાનરુપે મળેલી છે. પણ એને જ કારણે કેટકેટલા ઉધામા? કેટકેટલી અશાંતી? શા માટે? શાંતીથી રહેવાનું તો દરેકને ગમે છે. તો પછી આ શેની ધમાલ છે? માત્ર અને માત્ર જડ માન્યતાઓની અને આંધળા અનુકરણની. એક મુક્તકમાં ખુબ સુન્દર વાત કરી છે કે :
ન જાનેકી જરુરત હૈ મન્દીર-મસ્જીદોંમેં,
ન હૈ ભગવાન બુતોંમેં, ન પથ્થરોંમેં;
પાસ હૈ ફીર ભી હમ અન્જાન ઢુંઢતે હૈં,
વો તો બસતા હર ઈન્સાનકે દીલમેં હૈ.
સીધી, સાદી સમજણ હોવી એ જ અગત્યનું છે. દરેક માનવીના લોહીનો રંગ લાલ છે. ભેદભાવ શેનો છે? ધર્મોના ભેદ આપણે કેમ બનાવ્યા? વર્ણવ્યવસ્થા તો આજીવીકાનાં સાધનો અનુસાર રચાઈ. એને ધર્મ કોણે કહ્યો? કેમ કહ્યો? ઉંચનીચના ભેદો સારાંખોટાં કામો મુજબ હોય.. રંગ કે કહેવાતા ધર્મો પ્રમાણે નહીં. આ સમજણ પર પ્રકાશ પડવો જરુરી છે.
છેલ્લાં કેટલાયે વર્ષોથી હું જોતી આવી છું કે ધર્મને નામે, સાચેસાચ જાતજાતના ધન્ધા અને વાડાબન્ધી જ ઉભાં થયાં છે. જેવી ઠંડી ઓછી થવા માંડે કે તરત જ અમેરીકાના જુદા જુદા શહેરોમાં પ.પુ.ધ.ધુ (પરમ પુજ્ય ધર્મ ધુરન્ધરો)ઓની, મહારાજોની આવન–જાવન ધામધુમથી થવા માંડે, ડૉલરથી થેલા ભરાવા માંડે અને કરુણતા તો એ બની જાય કે સરવાળે, ધર્મ અને શ્રદ્ધા જેવા ભાવો, સમ્પ્રદાયોની ગલીગુંચીઓમાં અટવાઈ અલોપ થઈ જાય…!!! આંખને ઉઘાડી શકે અને દૃષ્ટીને માંજી શકે એ માનવતા નામનો સાચો રાહ જ અદૃશ્ય થઈ જાય!
કેટલીક વાર તો એમ લાગે છે કે, જગત ઈર્ષા અને સ્પર્ધા વચ્ચે જીવે છે. સૌને દેખાડાના અખાડામાં રસ છે. એ જ એની તાસીર છે અને તસ્વીર છે. અધમોની અન્ધારી આલમનું આજે પુરેપુરું વર્ચસ્વ છે. હેનરી મીલરે ક્યાંક લખ્યું છે કે, ‘દેખાતા ધર્મની હીલચાલના જો એક્સરે કઢાવીએ તો તેમાં એક નહીં, અનેક રોગ મળે. સંસ્કૃતીને અને ધર્મને જાણે કે કેન્સર થયું છે જેનું નીદાન ચીન્તાનો વીષય છે.’ સો સચ્ચીદાનન્દ પણ ઓછા પડે એવી આ સ્થીતીના ઉકેલ માટે વારંવાર જુદી જુદી રીતે ટોર્ચલાઈટ ધરી અજવાળું કરતા રહેવું પડે તેમ છે.
આજે સંસારને એવા માનવીઓની જરુર છે કે જે સારી કુટુમ્બરચના માટે ઉમદા ચીન્તન કરતા હોય. આચારમાં મુકવી સરળ પડે એવી વ્યવસ્થા કરતા હોય. જગતથી દુર જઈને ભગવા પહેરીને નહીં; પણ સંસારમાં રહીને જ આ બધું કરવાનું હોય છે. સ્વર્ગ–નર્કની વાતો તો મીથ્યા છે. કોણે ઉપરથી નીચે આવીને કહ્યું કે ત્યાં શું છે? આ તો બધી આપણી કેવળ કલ્પનાઓ છે, ભ્રામક માન્યતાઓ છે, ખોટા ડર છે. માન્યતાઓને મજબુત કરનારા સાધુસંન્યાસીઓ વગેરેના ચરણ-સ્પર્શકરીને, હીંચકે ઝુલાવીને કે આરતી ઉતારીને અન્ધશ્રદ્ધાને આપણે પોસી છે. આ બધી જ મહામુર્ખતા છે.
ડૉ. ગુણવંત શાહે ખુબ સાચું લખ્યું છે કે ‘શીક્ષણ સંસ્થાઓએ જાગૃત થઈને આગળ આવવાની જરુર છે. અભ્યાસક્રમમાં ઢોંગી બાવાઓનો ઉલ્લેખ અનીવાર્ય બન્યો છે. બાળપણથી જ બાળકને સંસ્કારવામાં આવે કે ‘કોઈ બાવા કે બાપુ આપણું કલ્યાણ કરી શકે નહીં.’ આપણે જાતે જ તે માટે તૈયાર થવાનું છે એવી પાકી સમજ શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરુર છે. સાચા યુગદ્રષ્ટાઓ તો સમગ્ર માનવજાતના વ્યાપક કલ્યાણ માટે જીવનારા અને મરનારા હોય છે.’
આ જ વાતના અનુસન્ધાનમા શ્રી. દીનેશભાઈ પાંચાલનો લેખ વાંચવામાં આવ્યો હતો. તેમણે ખુબ સરસ વાત કરી કે, વીજ્ઞાનના મન્દીરમાં રૅશનાલીઝમનો દીવડો જલે છે. એ દીવડાનું ‘તેલ’ એટલે ‘બુદ્ધી’! એ બુદ્ધીના બલ્બ વડે ઉત્તમોત્તમ સંશોધનો થઈ રહ્યાં છે. વીજ્ઞાનના આકાશમાં રૅશનાલીઝમનો ધ્રુવતારક સદા ચમકતો રહેશે. બાવીસમી સદીમાં પણ સાયન્સનો સુરજ ઝળહળતો રહેશે. ચીન્તનના ચોકબજારમાં ચર્ચાની ચોપાટ પર સત્યનાં સોગટાં રમાતાં રહેશે. રૅશનાલીઝમ અને વીજ્ઞાન હવે પ્રચારના ઓશીયાળાં રહ્યાં નથી. આજનાં બાળકો રૅશનાલીસ્ટ બનીને જન્મે છે. તેઓ ખેલદીલીથી સત્યનો સ્વીકાર કરે છે. એ બાળકો દોરા–ધાગા, તાવીજ–માદળીયાં અને લીંબુ–મરચું મ્યુઝીયમમાં રાખી મુકશે. બાવીસમી સદીમાં તેમનાં બાળકો તેમને પુછશે, ‘ડૅડ, વૉટ ઈઝ ધીસ?’ તેઓ જવાબ આપશે, ‘ધીઝ આર ધ ‘સીમ્બોલ્સ’ ઓફ ‘બ્લાઈન્ડ ફેઈથ ઓફ અવર ફોરફાધર્સ !’
છેલ્લે, ઉપસંહારમાં એટલું જ કહીશ કે, નેટજગત પર ફરતાં ફરતાં જાણવા અને અનુભવવા મળે છે કે, અન્ધશ્રદ્ધા જેવા કેટલાક ચીન્તાજનક વીષયોને ઘણા બધા લોકોએ હાથમાં લીધો છે અને પોતપોતાની રીતે સ્પષ્ટપણે ઉચીત વીચારોને વહેતા મુક્યા છે. કેટલા બધા લોકો ‘અભીવ્યક્તી’ બ્લોગના માધ્યમથી આ વીષયે લખીલખીને આંખ ઉઘાડવાના પ્રયાસો કરી રહ્યા છે, સમાજમાં જાગૃતી લાવવાનું કામ કરી રહ્યા છે ! આપણે આશા રાખીએ કે આ સક્રીયતાથી એક નવા સમયનો ઉદય થાય, સારું પરીવર્તન આવે અને માત્ર‘માનવતા’ નામનો ધર્મ રહે. એક શાયરે સાચું જ કહ્યું છે કે :
દુઃખની ઉડાડે ધુળ તે શયતાન હોય છે,
સુખનું વહાવે ઝરણું તે ભગવાન હોય છે.
બન્નેનો મેળ સધાવીને નીપજાવે જીન્દગી,
મારું તો માનવું છે કે એ ઈન્સાન હોય છે.
અસ્તુ..
–દેવીકા ધ્રુવ
ગુજરાતી અબજોપતિ પિતાએ યુવાન દિકરા પાસે મજુરી કરાવી એને શીખવ્યો જીવનની મેનેજમેન્ટનો પાઠ
ગુજરાતી અબજોપતિ પિતાએ યુવાન દિકરા પાસે મજુરી કરાવી એને શીખવ્યો જીવનની મેનેજમેન્ટનો પાઠ |
દ્રવ્ય ધોળકિયા - જોબ કરતો દ્રવ્ય
સુરતના હીરાના વેપારી સવજીભાઈ ધોળકિયા આજે ભારત અને વિશ્વમાં ખુબ જ જાણીતા છે.એમની કંપની હરે કૃષ્ણા ડાયમંડ એક્સપોર્ટ્સ આજે 6000 કરોડની કંપની છે જેનો 71 દેશોમાં વેપાર ફેલાએલો છે.એમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને એમણે જ્વેલરી, કાર અને ફ્લેટ બોનસમાં આપી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.તેઓ પોતે જીવનમાં ઘણો સંઘર્ષ કરીને આજની સ્થિતિએ પહોંચ્યા છે.
સવજીભાઈનો ૨૧ વર્ષનો એકનો એક દીકરો દ્રવ્ય અમેરિકામાં મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે.એ જ્યારે વેકેશનની રજાઓ માણવા ભારત આવ્યો ત્યારે સવજીભાઈએ મનમાં નિર્ણય કર્યો કે એમના દીકરાને જિંદગીનો પાઠ જાતે અનુભવ કરાવીને ભણાવવો.બીજા ધનવાન પિતાઓની માફક જો સવજીભાઈ ઇચ્છતા હોત તો એમના દિકરાને એ ઈચ્છે એવી બધી સુખ સગવડો પૂરી પાડી શકે એમ હતા.પરંતુ તેઓ અલગ પ્રકૃતિના અનુભવી માણસ છે.સવજીભાઈ જણાવે છે કે:
"હું ઇચ્છતો હતો કે મારો દીકરો આમ આદમીના જીવનને સમજે અને જુએ કે ગરીબ લોકો કઇ રીતે નોકરી અને પૈસા કમાવવા માટે સંઘર્ષ કરે છે. કોઇપણ યુનિવર્સિટી તમને જીવનના આ પાઠ નથી શીખવી શકતી,માત્ર જાતે અનુભવ કરીને જ શીખી શકાય છે કે પૈસા કેમ કમાવાય છે.એના માટે કેવો સંઘર્ષ કરવો પડે છે. મારા જીવનના સંઘર્ષોથી હું આબરાબર જાણું છું."
દીકરાને એની રજાઓમાં સામાન્ય માણસના જિંદગીના સંઘર્ષોની પ્રતીતિ કરાવવા માટે એને માત્ર રૂ.7000 ,ત્રણ જોડ કપડાં સાથે દક્ષીણ ભારતની એનાથી અજાણી જગ્યા કોચીમાં એક મહિના માટે મોકલ્યો .એને આપેલા ૭૦૦૦ રૂપિયામાંથી જેટલા જરૂરી હોય એટલા જ કરકસર કરીને વાપરવા માટે જણાવ્યું. આ એક મહિના દરમ્યાન જાતે નોકરી શોધીને એક આમ આદમીની માફક કામ કરીને પૈસા કમાવા માટે કહ્યું.કોઇ એક જગ્યાએ એક અઠવાડિયાથી વધારે સમય માટે નોકરી ના કરવી,મોબાઈલનો ઉપયોગ ના કરવો, ધનવાન પિતાની કોઈને ઓળખાણ ના આપવી એવી એને સુચના આપી.
કોચી એક એવી જગા છે જ્યાં મલ્યાલમ ભાષા બોલાય છે અને સામાન્ય રીતે હિન્દી ભાષા બહુ પ્રચલિત નથી. આજ્ઞાંકિત પુત્રએ પિતાએ આપેલી ચેલેન્જને સહર્ષ સ્વીકારી લીધી.
અબજોપતિ પિતાનો આ ૨૧ વર્ષનો પુત્ર દ્રવ્ય એના જાત અનુભવની વાત કરતાં જણાવે છે કે "શરૂઆતના પાંચ દિવસ તો મારી પાસે ના તો નોકરી હતી અને રહેવા માટે જગ્યા પણ ના હતી .હું 60 જગ્યાઓએ નોકરી માંગવા ગયો પણ લોકોએ મને ના પાડી દીધી.હું જ્યાં પણ ગયો ત્યાં ખોટી વાર્તા બનાવી.હું કોચ્ચીમાં દિવસમાં ૪૦ રૂપિયાનું જમવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો જ્યારે દરરોજ રહેવા માટે રૂ.૨૫૦ જોઇતા હતા."
દ્રવ્યને પહેલી નોકરી એક બેકરીમાં મળી. ત્યારબાદ કોલ સેન્ટર, પગરખાંની દુકાન, અને મેકડોનાલાડમાં પણ કામ કર્યું. જુદી જુદી જગાઓએ નોકરી કરીને એણે એક મહિનામાં એણે રૂ.૩૫૦૦ ભેગા કર્યા.
ભારતમાં સામાન્ય માણસ માટે દ્રવ્ય કમાવા માટે કેવો સંઘર્ષ કરવો પડે છે એનો જાત અનુભવ લઈને અને જીવનના મેનેજમેન્ટના અઘરા પાઠ જાત અનુભવથી શીખીને દ્રવ્ય સુરત પોતાના ઘરે એક મહિના બાદ પાછો ફર્યો.અમેરિકામાં એમ.બી.એ.માં અભ્યાસ કરતો અબજોપતિ પિતાના આ પુત્ર દ્રવ્યએ એની એક મહિનાની રજાઓનો કેવો સદુપયોગ કર્યો કહેવાય !
સુરતના હીરાના અબજોપતિ ઉદ્યોગપતિ શ્રી સવજીભાઈ બરાબર જાણે છે કે હીરા ઘસવાની ઘંટી પર હીરાના પથ્થરને ઘસીને ઘાટ આપવામાં આવે ત્યારે જ એમાંથી પાણીદાર અને પાસાદાર કિંમતી હીરાનું સર્જન થાય છે.એમના ધંધાનો આ અનુભવ એમના એકના એક પુત્ર દ્રવ્યને સામાન્ય માણસના રોજ બ રોજના જીવનનો અનુભવ કરાવીને અને એ રીતે જીવનની સરાણ ઉપર ઘસીને પુત્રને હીરાનો ઘાટ આપવાનો પ્રયાસ પ્રસંશનીય છે.
કોઇ કરોડપતિ પિતાનો એકનો એક દિકરો આમ આદમીની જેમ મજૂરી કરતો જોવા મળે એ તો કોઈ ચલચિત્રની કાલ્પનિક કથામાં જ જોવા મળે . પરંતુ ઉપર જણાવ્યું એમ આ આખી સત્ય પ્રેરક કથાના નાયક સવજીભાઈ અને અને એમના પુત્ર દ્રવ્યને નીચેના બે યુ-ટ્યુબ વિડીયોમાં એમની વાત કહેતા સાંભળો અને જુઓ.
Surat Billionaire Savji Dholakia Who Gave Big Bonuses Sent son to Kochi to Live on odd Jobs

Dravya Savjibhai Dholakia's Success Story

Subscribe to:
Posts (Atom)