છેલ્લે ૨૦૦૭માં હું જ્યારે ભારત- અમદાવાદ ગયો હતો ત્યારે મારા વતનના ગામ ડાંગરવાની પણ મુલાકાત મેં લીધી હતી. પહેલાં જ્યારે હું નાનપણમાં આ ગામમાં ઉછર્યો હતો ત્યારે ગામમાં વસ્તી જ વસ્તી જણાતી હતી અને ગામ હર્યું ભર્યું લાગતું હતું. આજે ગામ લગભગ ખાલી થઇ ગયેલું દેખાતું હતું કેમ કે ગામમાં જે યુવાન ધન હતું એ આજે અમેરિકામાં પહોંચી ગયું છે .
ગામમાં ગણ્યા ગાંઠયા વૃધ્ધો જ અને થોડા જ યુવાનો રહ્યા હતા કારણ કે આ વૃધ્ધોના દીકરા-દીકરીઓ આજે અમેરિકા કે અન્ય દેશોમાં જ્યાં તક મળી ત્યાં કમાવા માટે ગયા છે અને કોઈ પણ કારણે એમને ત્યાં જઈને એમની સાથે રહેવાનું બન્યું નથી.
ગામની એ મુલાકાત વખતે એક પરિચિત વિધુર થયેલા વૃદ્ધ સાથે મારી મુલાકાત થઇ હતી .એમના બે દીકરા અમેરિકામાં હતા અને તેઓ એકલા અહીં ગામમાં રહેતા હતા .હું ગયો ત્યારે ઉનાળાના સમયે એમના ઘર બહારના ચોગાનમાં એક વૃક્ષની નીચે છાંયડામાં આરામ કરતા સુતા હતા.મને જોતાં જ એ બેઠા થઇ ગયા . એમની જોડે ખાટલામાં બેસી વાતચીત કરી એથી એમના દીકરાને મળ્યા હોય એટલો એમને આનંદ થયો હતો એ મેં જોયું.
આ પ્રસંગ મને આજે યાદ આવી ગયો અને નીચેની અછાંદસ કાવ્ય રચના માટે પ્રેરણા થઇ.
હા.. હા ..હા ….અને ધીમી ખીકીયારી નો ગણગણાટ રૂમ ની બહાર જતો સંભળાયો. એટલી તો જરૂર ખબર હતી કે બધું શું ચાલી રહ્યું છે. રૂમ માં ચારેબાજુ નજર ફેરવી જોઈ. એક ધીમો આહ્કારો નખાઈ ગયો. દીદી ..દીદી ..હું તારી જોડે આવીશ હાં કે ! નાનો ભાઈ તોફાન કરતા કરતા તેની સાથે બહાર જવાની હંમેશા જીદ કરતો. “ દીપુ , આજે મારે કોલેજની બૂક લેવાની છે. પ્લીઝ કાલે હું તને જરૂર લઇ જઈશ. ” ને લગભગ દરેક વખતે તે માની જતો કયારેક જ જીદ પકડતો. કયારેક મને એની દયા આવતી ત્યારે તેને સાથે લઇ જતી તો રૂપા પણ દોરાઈ જતી. ને બંને સાથે હોય એટલે અચૂક તોફાન કરેજ .વાદવિવાદ કે નકલો કરીને આખો રસ્તો બંનેને સાચવી ને ઘરે લાવતી ત્યારે નિરાંત થતી. ક્યારેક સ્વત્રંતા છીનવાઈ જવાનો વસવસો થતો. જયારે રીક્ષા ન મળે ત્યારે દીપુ ની ગેર હાજરી જરૂર સાલતી. કમસેકમ દીપુ હોયતો વાતચીતમાં રસ્તો જલ્દી કપાઇ જાય.
“ શાલુ , એ, શાલુ આજે તારા પપ્પા વ્હેલા બહાર જવાના છે, જલ્દી આવ , બે-ચાર રોટલી વણવા મને હેલ્પ કરજે ” વાંચવામાં માંડ ચેન પડે ત્યારે ઘણી વાર મમ્મી ડીસ્ટર્બ કરતી. ને બૂક ને લગભગ પછાડતી રસોડા માં પહોંચી જવું પડતું. રોટલી વણવા કરતા તે મમ્મી ની સાથે વાત કરવામાં વધારે ધ્યાન આપતી.
“ આજે ઓફીસ પહોંચવામાં મોડુ થઇ જશે…શાલુ, મને જરા બસ સ્ટોપ સુધી ડ્રોપ કરી દઈશ ? ”
ને પપ્પા ને હું કદી ના નહોતી પાડી શકતી. ને એટલી તો સમજ પડતી કે તે કામ કરવું ખુબજ જરૂરી પણ હતું. ક્યારેક દીપુ સ્કુટી આગળ ઉભો રહી જતો , એટલે વળતા તેની સાથે વાત કરતી. જવતલ વિધિ દરમ્યાન દીપુ નો રડમસ ચહેરો એની સામે તારી આવ્યો . કેવો દયામણો થઇ ને એ જવતલ હોમતો હતો . લગ્નની વિધિ દરમ્યાન ન રડવાની પ્રોમીસે તેને આંસુઓ રોકી રાખ્યા હતા.
પગ પ્રક્ષાલન અને કન્યા દાન વખતે મમ્મી ને પપ્પા ની સામે અપલક જોયે રાખેલું ને બધી હામ હૈયે સંઘરી રાખી. ને નાનલી રૂપા તો કોણ જાણે કેટલું રડેલી એનો અંદાજ લગાવવો ખરેખર મુશ્કેલ હતો.
મમ્મી ની અશ્રુધારા તો જાનની વિદાય પછી પણ નહી રોકાઈ હોય તેની ખાતરી હતી . પપ્પા પણ બિચારા ગમની પોટલી દબાવી ને ફરતા, તે પણ આખરી વિદાય વેળાએ આંખોની ધારાને રોકી નહોતા શક્યા. કદાચ જીવન માં પહેલી વાર રડતા એમને જોયેલા. પોતાની હાલત કેવી હતી ? કાશ કોઈ એનો અંદાજ લગાવે ! કઈ કેટલાયે આંસુ વહી ગયા….. તેને એક ગઝલ યાદ આવી.
જ્યાં ગમ વિષાદ ની નથી નવાઈ, અશ્રુઓની ધારને નથી રોકી શકાઈ,
…………………તેથી જ તો રડવાની આદત પડી ગઈ છે.
ઘરના આંગન માં પા પા પગલી પડતા થી લઈને સહિયારો સાથે ના રાસ કે ગમ્મત , ને છેલ્લી ઘડી ની વેળા ને જાણે કપડા ની કોરે બાંધી ને નીક્ળવાનો વારો આવશે તેની તૈયારી તો હતી જ. બધાની વચ્ચે થી વિદાઈ લેતા જે ભાર હૈયામાં ભારે અકળામણ રૂપ હતો. કેટલા આંસુઓ વહી ગયા !! કેટલા સરવાળા ને કેટલી બાદબાકી ! કદાચ આનેજ જીવન કહેવાતું હશે.
ચારે બાજુ રૂમ માં નજર કરી .દિવાલ પર રહેલા પોસ્ટર પર નજર સ્થિર થઇ. અરે કંઈ તો દેખાતું નથી. મોડર્ન આર્ટ !! દીવાલો પર નજર ફરી રહી .કેવો કલર કે પોસ્ટર ! નજર ને તે રોકી નથી શકતી . પાછી વાળવા પ્રયત્ન કર્યો પણ વાહ રે સમય ! આજ નજરથી પણ પોતે બંદી ?? નાનીમા ઘણી વાર કહેતા કે બહુ દબાવો તો સ્પ્રિંગ છટકે. નાનીમાની સલાહ માની ને તેને નજરને ખુલ્લો દોર આપી દીધો . પછી તે જાલી રહે ખરી ! તેની સામે અરીસો દેખાયો . જેવી નજર ત્યાં ગઈ કે તેને નવો ઓર્ડર મળ્યો. ધીરે પગલે તે ડ્રેસીંગ ટેબલ નજીક ગઈ. પાસે પડેલા સ્ટુલ પર બેસી ગઈ ને સામે જોવા લાગી.
અરે !! અરીસો તો કેવળ એક નિર્જીવ ને એક સિમિત દીવાલે રાખેલી વસ્તુ છે તો પછી દીવાલ તો દેખાતી નથી .અરીસામાં તો પ્રતિબિંબ દેખાય, પણ કાં આજ નવું ? અરે અરે આ શું દેખાયશે ? ને વળી તે પાછી ઘરના આંગન માં જઈ ચડી. સખીની કીક્યારીઓ સાથે તે મહાલતી દેખાઈ. કાકાના ઘરમાં જઈને ઢબુને ખેંચી આવતી દેખાઈ. વિશાખા નામ હતું પણ કોલેજમાં આવી ગઈ પણ તે ઢબુ જ રહી. મને ખબર હતી કે કાકી જરૂર ખીજાશે. પણ છતાં તેને મજા આવતી . અન્ય સખીયો ની સાથે ઢબુ વગર રમવાની મજાજ નહોતી આવતી. રે ! મન …..ને તેણે મનને પાછું વાળ્યું. હં હવે કઈ બરાબર લાગ્યું . પોતાનો ચહેરો અરીસામાં દેખાયો. ઓહ ! આ પોતાનોજ ચહેરો છે ?
કેટકેટલી મેહનત કરીને પાર્લર વાળીએ પોતાને તૈયાર કરેલી. જાતજાતની વસ્તુઓથી પોતાના ચહેરાને એવોતો મેક અપ કરેલો કે તૈયાર થયાબાદ ખુદનો ચહેરો જોઇને ખુદ શરમાઈ ગયેલી. પહેલીવાર અહેસાસ થયેલોકે પોતે ખરેખર આટલી સુંદર છે ?? અને અત્યારે ?? ચહેરા પર નું નુર હણાઈ ગયું છે. લાલીમાં વિલીન થઇ ગઈ છે અને ચહેરો કાળાશ પડતો માલુમ પડ્યો . વધારે તે પોતાને જોઈ ના શકી. ઉઠી ને જોયું તો એક ખૂણા માં પડેલ ખુરશી દેખાઈ કે શરીરમાં થાકનો અહેસાસ થયો. પગની ગતિ ને તે રોકી ના શકી. કેમ ! જાણે આજે પોતાના શરીર પર કોઈજ અધિકાર ના હોય તેમ પોતે અંગોની આજ્ઞા માનતી હોય તેમ દોરાયે જતી હતી. ખુરસી પર શરીર લંબાવ્યું ને ગીરનાર પર થી ઉતરી ને આવી હોય તેટલો થાક મહેસુશ થયો. આંખોને બંધ રાખી ને બે પળો રીલેક્સ થવાનો પ્રયત્ન કર્યો , પણ કોણ જાણે આજે મન પોતાને ક્યાં દોર્યે જતુ હતું. બચપણમાં યુવાનીનાં વિચાર ??ખુશીની પળો વધુ સમય ના ટકે તેનો આજ પ્રત્યક્ષ અનુભવ થયો. નજર તો હજી પોતાના કાબુ બહાર જ હતી.
આહ ! ના ઉદગાર સાથે તે ઉભી થઇ ને વળી પગ ની આજ્ઞા એ તે આગળ વધી. ફૂલો ની ખુશ્બુ થી નાક એનું ઘેરાઈ વળ્યું ને આખા શરીર માં એક મીઠી સુગંધનો ધોધ ફરી વળ્યો. સામેજ ફૂલોથી ઢંકાયેલ પલંગ તરફ તે દોરાઈ. ચપ્પલ ને ઉતારી, સાડી સંકોરી તે ઉપર બેઠી. પોતે કોઈ અબુધ બાળકી નહોતી, કે નહોતી કોઈ ચીજથી અજાણ, આશ્ચર્ય એકજ વાતનું હતુકે પોતે આજ મનને નાથી શકવામાં અસફળ રહી હતી. ફૂલથી સજાવેલ પલંગ એક જાજરમાન આવૃત્તિ સમાન દેખાતો હતો.
વિચારો ને અટકાવી તે પોતાનું ભાન સંભાળી વર્તમાન કાળ માં અવી ગઈ. જે જરૂરી હતું ને સમજણે શાન ને મન નિરાભિમાન, એજ તો પોતાએ જાળવવાનું હતું. પણ ખરેખર પોતે હજી તુંન્દ્ર અવસ્થા માંથી બહાર આવી છે ખરી કે ? રૂમ તરફ કોઈ નો અવાજ આવતો સંભળાયો કે તેની વિચારધારા તૂટી ગઈ.
આ પરિચય લેખના લેખક શ્રી.પી.કે. દાવડા કેલીફોર્નીયા , સાન ફ્રાંસીસ્કોના બે એરીયાના નિવાસી છે જ્યાં સીલીકોન વેલી આવેલી છે.ઈલેકટ્રોનિક્સ ઉદ્યાગના વિકાસને લીધે બેંગ્લોર આજે ભારતનું સીલીકોન વેલી બન્યું છે.
સિલીકોન વેલી વિષે શ્રી દાવડાજીના લેખ અને એના વિશે નીચે મુકેલ વિડીયો પરથી સીલીકોન વેલીનો વાચકોને પૂરો પરિચય મળી રહેશે .
વિનોદ પટેલ
સિલીકોન વેલી ……પરિચય …..શ્રી પી.કે.દાવડા
અમેરિકાના પશ્ચિમ કિનારે, પેસિફીક મહાસાગરને અડીને આવેલું કેલિફોર્નિયા રાજ્ય આબોહવાની દૃષ્ટિયે સૌથી વધારે આકર્ષિત રાજ્ય છે. અહીંના Bay Area ના દક્ષિણ ભાગના એક નાના હિસ્સાને સિલિકોન વેલી એવું હુલામણું નામ આપવામાં આવ્યું છે. અહીં વિશ્વની મોટામાંમોટી HIghtech કંપનીઓની વિશાળ ઓફીસો કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા હજારો નિષ્ણાતો અહીં રોજ નવીનવી શોધ કરી, ઈલેકટ્રોનિક ક્રાંતિને આગળ ઘપાવે છે.
૧૯૫૬માં વિલીયમ શોકલી નામના વૈજ્ઞાનિકે અહીં Shockly Semiconductor Laboratory શરૂ કરી. એણે એ સમયમાં સેમીકંડક્ટર બનાવવા માટે વપરાતા Germanium ની જગ્યાએ silicon વાપરવાની શરૂઆત કરી. ૧૯૫૭ માં એની કંપનીમાં કામ કરતા આઠ વૈજ્ઞાનિકોએ, શોકલીની વર્તણૂકથી નારાજ થઈ, Fairchild Semiconductor નામની કંપની શરૂ કરી.
૧૯૫૭ માં રશિયાએ સ્પુટનીકને પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં સ્થાપી, અમેરિકા ઉપર ટેકનિકલ સરસાઈ મેળવી કે તરત અમેરિકાએ કમર કસી. આ રેસમાં રશિયાથી આગળ નીકળી જવા આધુનિક Electronic સાધનોની જરૂર હતી, અને એ જરૂરત પૂરી કરવા અમેરિકાની યુનીવર્સિટીઓ અને ઉદ્યોગોએ બીડું ઝડપ્યું. ૧૯૫૮ માં અમેરિકાની સરકારે NASA ની સ્થાપના કરી, સાથે સાથે Fairchild Semiconductor કંપનીને પણ જરૂરી મદદ કરી.
આ વિસ્તારમાં આવેલી અમેરિકાની પ્રખ્યાત Stanford University નો આ વિસ્તારના વિકાસમાં ઘણો મોટો ફાળો છે. યુનીવર્સીટીએ પોતાના વિદ્યાર્થીઓને ઉદ્યોગો શરૂ કરવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું. આ વિસ્તારમાં સ્થપાયેલી HP જેવી અનેક જગપ્રસિધ્ધ કંપનીઓ આ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાઈ હતી.
Silicon Valley શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ ૧૯૭૧ માં Microelectronics News મેગેઝીનના તંત્રીએ, એ વિસ્તારમાં થતા વિકાસ વિષે લખેલી એક લેખમાળાના શિર્ષક તરીકે કરેલો. ૧૯૮૦ સુધીમાં એ વિસ્તારની ઓળખ માટે એ ચલણી શબ્દ બની ગયો.
આજે ઈલેકટ્રોનિક્સ ઉદ્યાગની બધી વિશ્વ વિખ્યાત કંપનીઓની આ વિસ્તારમાં હાજરી છે. જો થોડાક નામ ગણાવું તો Adobe, AMD, Apple, Cisco, Face Book, Google, HP, Intel, Oracle, Sun Microsystems, Symantec, અને Yahoo.
સિલીકોન વેલી આજે Hub of Startup Companies તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સૌથી વધારે Venture Capital આ વિસ્તારમાં વપરાય છે.
આ સિલીકોન વેલીના વિકાસમાં ભારતીય એંજીનીઅરોનો પણ ગણના પાત્ર ફાળો છે. આ ક્ષેત્રમાંથી સફળ થઈ, અઢળક ધન કમાયલા ભારતીયોના થોડા નામ ગણાવું તો, વિનોદ ખોસલા, કંવલ રેખી, પદ્મશ્રી વોરીયર, વિવેક વાધવા, વિનોદ ધમ, સત્યા નાદેલા, સબીર ભાટીયા, રુચી સંઘવી અને બીજા અનેક લોકોના નામ ગણાવી શકાય.
એક સમયે સિલીકોન વેલીમાંથી જ સ્ટીવ જોબ્સે દુનિયા બદલવાની ગર્જના કરી હતી અને અહીંથી જ બિલ ગેટે દુનિયા સર કરી હતી.
આજથી પચાસ વર્ષ પહેલા જ્યાં ફળના વિશાળ બગીચા હતા, ત્યાં આજે આલીશાન ઓફીસોમાં ફળદાયી ઉદ્યોગોનું સંચાલન થઈ રહ્યું છે.
એક વાત જે ખાસ ધ્યાન ખેંચે છે તે છે સિલીકોન વેલીનું કોર્પોરેટ કલ્ચર અને વર્ક કલ્ચર. અહીં કંપનીઓ વચ્ચે Best talent ને આકર્ષવાની હોડ લાગી છે, અને આને માટે અનેક પ્રકારના Perks નું પ્રલોભન આપવામાં આવે છે. કામે આવવા જવા માટે Wi-Fi સજ્જ A.C. બસ એ તો સામાન્ય વાત છે, પણ કામ પર પહોંચ્યા પછીના આકર્ષણો હેરત પમાડે એવા છે. ગુગલની જ વાત કરૂં તો ત્યાં પાંચ-સિતારા હોટેલની કક્ષાનું ખાવા-પિવાનું, જાત જાતની indoor અને outdoor રમતો માટેની સગવડ, સ્વીમીંગપૂલ, વાળ કપાવવા માટે સલૂન, કપડા ડ્રાય ક્લીન કરવાની સગવડ, કારવોશ, ઈલેક્ટ્રીક કારની બેટરી ચાર્જ કરવાની સગવડ, જીમનેશીયમ અને આવી અનેક સગવડો તદ્દ્ન મફત. કામ અંગે મોડે સુધી રોકાવું પડે તો ત્યાં રહેવા માટે પાંચ સિતારા હોટેલ જેવી સગવડ. કેટલીકવાર તો એમ લાગે કે કામપર આટલી બધી સગવડ હોય તો વગર પરણેલાઓએ ઘરે જ શા માટે જવું જોઈએ?!!
જો તમારામાં આવડત હોય, અને તમારે ધનકુબેર થવું હોય, તો સરનામું છે સિલીકોન વેલી.