Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

1 May 2015

આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો !

આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો !

આપનું સુખદ તથા શુભ મૃત્યુ હો !

નુતન વર્ષની શુભેચ્છા

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)
(For ‘adults’ only)
નવા વર્ષની આવી અભીનવ શુભેચ્છા મીત્રોને પાઠવું છું એથી કેટલાક ખરે જ નારાજ થઈ જશે; પણ એવી કોઈ આવશ્યક્તા નથી. આ તો ગમે તો સ્વીકારો–જેવી જ મંગલ કામના છે. લ્યો, ઝટપટ સ્પષ્ટતા કરી દઉં:Eric Hoffer કહે છે, A great man’s greatest luck is to die at the right time.
વાચકમીત્રોમાંથી જે great – મહાન હશે તેઓ તો મારી આ શુભેચ્છાનો સાભાર સ્વીકાર જ કરશે, કારણ કે;હોફર સાચું જ કહે છે કે, ‘મહાન માણસોનું મહાનતમ સદ્ ભાગ્ય એ લેખાય કે તેઓ સુયોગ્ય સમયે આ સંસારમાંથી વીદાય લે.’
આ વીધાનનો વીચારવીસ્તાર કરી, વ્યંગાર્થ સ્પષ્ટ કરું એ પુર્વે દર્શાવું કે માનવ સહીતના આપણે સજીવો એ કુદરતનાં લાડકાં, વહાલાં કે માનીતાં સંતાનો નથી; કારણ કે; પ્રકૃતીને મન જડ–ચેતનના કોઈ ભેદ જ નથી. કુદરત અન્ધ તથા અભાન એવું કેવળ પરીબળ માત્ર છે, એથી એની સમગ્ર ગતીવીધીમાં અપવાદને કોઈ સ્થાન જ નથી. માટે જ સજીવો પ્રતી તેમ જ સજીવો માટે પ્રકૃતી બહુધા નીષ્ઠુર, નીર્મમ, લાગણીહીન, ત્રાસદાયક તત્ત્વ બની રહે છે. કુદરતની બહુવીધ ગતીવીધીઓમાંની કેટલીક આપણા અસ્તીત્વ માટે ઉપકારક નીવડે છે, તો બીજી વળી ઘાતક બની રહે છે. પ્રકૃતી પોતાની એ સમસ્ત લીલા પ્રતી સાવ જ લાપરવાહ–નીરપેક્ષ છે. એનું યથાર્થ જાણવા જેવું કારણ તો એ કે સજીવનો ઉદ્ ભવ તથા એનું અસ્તીત્વ કે એની ઉત્ક્રાંતી એ પ્રકૃતીનું સહેતુક કર્તૃત્વ નથી; એ તો કેવળ એના નીર્હેતુક અન્ધ સંચાલનોનું અનાયાસ, અનપેક્ષીત પરીણામ માત્ર છે. માણસ, વીશેષત: ધર્મના અજ્ઞાનજનીત ઉપદેશને પરીણામે પોતે વીશીષ્ટ સર્જન હોવાનું જે માની બેઠો છે એ કેવળ આત્મપ્રીતી–સ્વાભીમાનની ગલત લાગણી જ માત્ર છે, ભ્રમણા છે. માટે જ કુદરતને માનવ પ્રતી કોઈ જ મમતા નથી, જવાબદારી પણ નથી.
ઈશ્વરના અસ્તીત્વમાં માનતા ભોળા અને અજ્ઞાન આસ્તીકોને તેઓના ભ્રમનીરસન માટે એક પ્રશ્ન પુછવો બસ થશે : ‘તમારો એ કહેવાતો ઈશ્વર આટલો બધો, બેહદ નીર્દય અને ક્રુર શા માટે ?’ આ પ્રશ્નના મુળમાં સજીવની યાતનાઓ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની લાચારી તથા મૃત્યુની આપત્તી જ કારણરુપે રહેલી છે : શા માટે તમારો ભગવાન પ્રાણીમાત્રને નીષ્ઠુર તથા લાગણીહીન રીતે, રીબાવી રીબાવીને જ મારે છે ? મતલબ કે તે ક્રુર તો છે જ, વધારામાં આવડતવીહોણો, અણઘડ, અશક્ત તથા અવીચારી છે એમ સીદ્ધ થાય છે. શા માટે મૃત્યુ લાચાર અવસ્થામાં અણધાર્યું, અણચીન્તવ્યું જ પ્રયોજાયું હોય ? માણસને જુઓ, બુદ્ધીશીલ, વીચારશીલ, સમજદાર તથા લાગણીસંપન્ન શક્તી તો એને કહેવાય: માનવવ્યવહારમાં સાઠમે વર્ષે નીવૃત્ત એટલે બરાબર સાઠમે વર્ષે જ, એક દીન પણ આઘો પાછો નહીં ! વળી, ખુબ પ્રેમપુર્વક, માનપુર્વક તથા ભવીષ્યની પણ પુરી યોજના અને જવાબદારી સહીત. પેલા અણઘડ સર્જનહારને એટલુંય ન આવડ્યું કે પછી એવું સુન્દર આયોજન એના ગજા બહારની વાત હતી ? મતલબ એ જ કે ભગવાન સર્વશક્તીમાન નથી, પરમ દયાળુ નથી, અર્થાત્ સત્યોનુંય પરમ સત્ય તો એ કે ભગવાન જેવું કશું છે જ નહીં. સદીઓથીએપીક્યુરસ કે ચાર્વાકના યુગથી વીવેકબુદ્ધી–સંપન્ન, તર્કપુત વીચારશીલ જનોને તો આવી પ્રતીતી થતી જ રહી છે કે કોઈ સર્જનહાર નથી. આ બધું જ સર્જન પ્રકૃતીના અન્ધ પરીબળોનાં નીર્હેતુક ગતી તથા ટકરાવનું જ પરીણામ છે.
હવે કોઈપણ જડ કે ચેતન એવા નીર્માણનો અન્ત એ પણ પ્રકૃતીના અફર અને અન્ધ નીયમને જ આધીન છે. એ પણ કોઈ વીવેકસમ્પન્ન એવા સભાન તત્ત્વ–સત્ત્વનું કર્તૃત્વ જ નથી. એક પથરો કે લોહસ્તંભ પ્રકૃતીનાં વીવીધ પરીબળોના અહેતુક સંચલનને પરીણામે જેમ ઘસાઈ–ઘસાઈને અન્તે નાશ પામે છે; એ જ રીતે સજીવો પણ ઘસારાનો જ ભોગ બની છેવટ મરણશરણ થાય છે. જડતત્ત્વોનો જ આ ગુણધર્મ છે. અને એ જ આપણા સચેતન દેહનો પણ છે. ઘસારો અને અંતે નાશ. જડ–ચેતન વચ્ચે ફરક ફક્ત એટલો જ કે સજીવ પદાર્થ એની શક્તી કે એના તંત્રની મદદથી ઘસારાનો નીરંતર સામનો કરતો રહે છે. જડ પદાર્થ કેવળ ઘસાય છે, જ્યારે સજીવ ચયાપચય (મેટાબોલીઝમ)ની ક્રીયા વડે એનો સામનો કરે છે; પરન્તુ અન્તે વીજય તો ઘસારાનો જ થાય છે. અરે, ઘસારાનો સામનો કરવામાં પણ સજીવ દેહને ઘસારો જ વેઠવો પડે છે. હવે એવો સતત ઘસારો જ્યારે દેહના ગતીશીલ અવયવોને સદાના નાકામીયાબ બનાવી દે છે, જેથી યન્ત્ર બન્ધ પડે છે ત્યારે એને આપણે મૃત્યુ કહી ઓળખીએ છીએ. ટુંકમાં, ઘસારાને પરીણામે આવતી ક્ષીણતા તે વૃદ્ધાવસ્થા અને દેહયન્ત્ર ઘસાઈ ઘસાઈને સમ્પુર્ણ નાકામીયાબ બની થંભી જાય એ મૃત્યુ. કુદરતમાં આ બધી જ યોજના અહેતુક તથા એક સરખી જ છે. વીરાટ, તારકપીંડો પણ કાળક્રમે બુઝાઈને નાશ પામે અને પૃથ્વીપટે એક કીડી–જંતુય, દેહતંત્ર ક્ષીણ અને પછી સમ્પુર્ણ નાકામીયાબ બની જતાં મૃત્યુ પામે. ક્ષીણતાને પરીણામે દેહયન્ત્રના સંચાલનમાં મુશ્કેલી અનુભવાય એ જ વૃદ્ધાવસ્થાની પીડા… ઈત્યાદી…
હવે વર્તમાન માનવીની જીવનવ્યવસ્થાના સન્દર્ભમાં વીચારીએ તો વૃદ્ધાવસ્થાની ઉપર્યુક્ત પીડા તથા મજબુરી, વ્યક્તીને પોતાને માટે ગંભીર અને તેનાં સ્વજનો માટે વળી ગંભીરતર મુશ્કેલીઓ અને આપત્તીઓ સર્જે છે. ત્યારે શાણા માણસોએ એ વીચારવું જ રહ્યું કે આવી અનીવાર્ય તથા ઘણી વાર અસહ્ય એવી પીડા–આપત્તીમાંથી પોતાની જાતને અને પોતાનાં સ્વજનોને બચાવી લેવાનો કોઈ સચોટ ઈલાજ છે ખરો ? વૃદ્ધાવસ્થાની વેદના તથા લાચારી ટાળી શકાય ખરી? અને ટાળવી જ જોઈએ કે નહીં ? એક જવાબ તો સ્પષ્ટ જ છે કે જો ટાળી શકાય તો ઉત્તમ. વૃદ્ધાવસ્થાની પીડા તથા અન્ય જનોને માથે લાચારીજનીત બોજારુપ આફતો ટાળવી જ જોઈએ અને તે ટાળી શકાય તેમ પણ છે જ. વીચાર તો કરો, સમગ્ર માનવજાતના હીતાર્થે, ભગીરથ શારીરીક–માનસીક પુરુષાર્થો ખેડનારા મહામાનવો, કોઈ ગાંધી, ટોલ્સટોય, થોરો કે રસેલ– જો કે માનવજાતના સદ્ભાગ્યે આ યાદીય ઠીક ઠીક લાંબી છે, એટલે ‘વગેરે’ મુકી દઈએ અને ઈતર તે ધરણી ધ્રુજાવનારા ને ધરતીનો નકશો પલટી નાખનારા સમર્થ મહારથીઓ એવા હીટલર, સ્ટાલીન,  સીકન્દર કે સીઝર, માઓ કે ચર્ચીલ, ચંગીઝખાનો અને નાદીરશાહો (કમનસીબે આ યાદી લાંબી જ છે) વગેરેમાંના કોઈ આજાર અને વૃદ્ધ થઈને ખાટલામાં લાચાર પડ્યા હોઈ, એમનાં મળમુત્રેય અન્યોને સંભાળવાં પડતાં હોય, એક જ હાંકે ને ફુંકે સમસ્ત અનુચર સમુહને દોડતો કરી મુકનાર એ ધીંગા ધુરીણો પરીચારકોને બે હાથ જોડીને, નજીવી સેવા માટે વીનવતા હોય, એક આંગળીને ઈશારે જગતઆખાને નચાવી દેનારા જ્યારે પોતાનો હાથપગ પણ સરખો હલાવી શકતા ન હોય ત્યારે એવી અવસ્થામાં મુત્યુથી બહેતર મુક્તી ઈતર કઈ સંભવે ? ના, એવી અવસ્થામાં નહીં,  ‘એવી અવસ્થા’ આવે એ પહેલાં જ, જીવનસીદ્ધીની પરાકાષ્ઠાની પળે, સમજદાર સજ્જને આ સંસારમાંથી ખરેખર જ વીદાઈ લઈ લેવી ઘટે. એરીક હોફર કહે છે તેમ એ ઉત્તમોત્તમ સદ્ ભાગ્ય જ નહીં; ઉત્તમોત્તમ પુરુષાર્થ પણ લેખાય કે સુયોગ્ય સમયે સદાની – final exit મતલબ કે એવો સચોટ ઈલાજ છે જ અને તે વળી આપણા હાથની વાત છે. એ છે : સ્વેચ્છામૃત્યુ, અર્થાત્ આત્મહત્યા.
આટલી ચર્ચા બાદ વીવેકસમ્પન્ન, બુદ્ધીશીલ વ્યક્તીના ચીત્તમાં તો એવી સ્પષ્ટ પ્રતીતી થઈ જ જવી જોઈએ કે આત્મહત્યા એ જરાય ખરાબ, અનીતીમય કે અધર્મી પગલું નથી જ નથી. યાદ રાખો કે સમગ્ર પ્રાણીસૃષ્ટીમાં કેવળ એક માનવપ્રાણી જ આત્મહત્યા કરી શકે છે. મતલબ કે એવી ઈચ્છા કે એનો અમલ એ માનવીય ગુણલક્ષણ છે, મનુષ્યની સમુચીત વીવેકબુદ્ધીનો નીચોડ છે, વીચાર પ્રમાણેના આચારની બહાદુરી છે, સ્વહીત તથા પરહીતની સજાગ ચીંતા યા સચીંત જાગૃતીનો પરીપાક છે, એ માનવધર્મ તથા પરમોચ્ચ પ્રકારની માનવતા છે. મુરખ લોક જે પોપટ પાઠ ભણે છે કે આત્મહત્યા એ કાયરતા છે તે ધરાર ગેરસમજ છે, અવીચારી પરમ્પરાદાસ્ય છે. હકીકતે જે લાચાર અને પરાધીન બન્યા છતાં જીવ્યા કરે, જાતે પીડા ભોગવે અને અન્યને માથે બોજરુપ બની બીજાને પીડે, કોઈને જ એની હસ્તી આવશ્યક લાગતી ન હોય અને સર્વ કોઈ છુટકારાની જ રાહ જોતાં હોય, એક કાળે અછોવાનાં કરતાં સ્વજનો–સ્નેહીઓના તીરસ્કારના પછી જે ભોગ બની ગયો હોય તેવો માણસ જો મરી ન શકે અને જીવ્યા જ કરે તો ખરો કાયર તો તે જ સીદ્ધ થાય. માટે એટલું જ યાદ રાખો, ગોખી રાખો કે, Let us die at the right time – એમાં જ ડહાપણ છે, ઉપરાંત વીરતા છે અને આપણું ભલું પણ છે. આત્મહત્યા કરી જુઓ તો ખબર પડે કે આપઘાત એ કાયરતા છે કે વીરતા ?
અશક્તી આત્મહત્યાની,
એને આશા કહે જનો !
(સુન્દરમ્)
હવે આત્મહત્યા–સ્વેચ્છામૃત્યુ આડે એક અફર શરત : જેમ તમારું સશક્ત યા લાચાર અસ્તીત્વ અન્ય કોઈનેય માટે આપત્તીરુપ કે પીડારુપ ન બનવું જોઈએ એ જ રીતે તમારું મૃત્યુ–સ્વેચ્છામૃત્યુ પણ અન્ય કોઈ પણ જીવન્ત વ્યક્તી માટે આફત કે યાતનાનું કારણ ન જ બની રહેવું જોઈએ – એટલું ધ્યાન રાખવું જ રહ્યું. સાથે સાથે એવી પેટા શરત પણ ખરી જ કે પ્રસ્તુત આપત્તી કે પીડા શુદ્ધ ભૌતીક, અર્થાત્ ઈજાકારક, દુ:ખદાયક હોવી જોઈએ. અન્યથા તો આત્મહત્યા અસંભવ બની જાય; કારણ કે પ્રેમ, માયા, મમતા, લાગણી, આત્મીય ભાવ, સખ્ય, સાંન્નીધ્યની ઝંખના ને વીરહની વેદના આદી સ્વજનત્વની સંવેદનાઓ તો પીડવાની જ, મતલબ કે કોઈ પણ મૃત્યુ પાછળ જીવનાર કોઈકને માટે તો દુ:ખકર નીવડવાનું જ, ખાસ કરીને માનસીક દુ:ખને સન્દર્ભે. કીન્તુ એ તો ગમે ત્યારે પણ એકદા અનીવાર્ય છે જ, એમ સમજી–સ્વીકારી સહી લેવાનું–સ્વજન, સ્નેહી દુર દેશાવર જઈ રહ્યું હોય એવા ભાવે અર્થાત્
ગણ્યું જે પ્યારું પ્યારાએ,
અતીપ્યારું ગણી લેજે !
(બાલાશંકર)
કાયમી વીદાય લેનાર વ્યક્તી આવી બાબતોએ જો સમાધાન કે સંમતી સાધી શકે તો એ વળી ઉત્તમ; કારણ કે થોડા વહેલા–મોડાનો જ આ સવાલ છે. ટુંકમાં, તમારા મૃત્યુથી પાછળ કોઈ ભુખે મરવાનું હોય તો તમારે જીવવાની કોશીશ કરવી જોઈએ, જ્યારે તમારા જીવનથી કોઈ દુ:ખી થતું હોય તો તમારે મરવાની કોશીશ કરવી જોઈએ. અને જો તમારી પોતાની કે અન્યની વેદના–યાતનાના સંભવને કારણે તમે સ્વેચ્છામૃત્યુ ઈચ્છો ત્યારે એથી સ્નેહીજનને થનાર વીરહની વેદના બાબતે સમાધાનની કોશીશ કરવી જોઈએ.
મારા આ વીચારો કોઈ પણ સન્દર્ભે આત્યંતીક નથી, એનોય એક સચોટ પુરાવો અન્તે આપી જ દઉં: તેરાપંથી જૈન સમ્પ્રદાયમાં ‘સંથારા’નો ધાર્મીક આદેશ છે જ, જે ધાર્મીક પુણ્યકાર્ય જ લેખાય છે. એનો સીદ્ધાન્ત છે:‘જ્યારે તમને તમારું જીવન સંપુર્ણ કૃતકૃત્ય પ્રતીત થતું હોય, જેથી હવે પછી વધુ જીવવું એ અનાવશ્યક કે આ ધરતીને માથે બોજારુપ લાગતું હોય ત્યારે એવા નીરર્થક અસ્તીત્વનો સ્વેચ્છાએ અન્ત લાવી દેવો’ (સ્પષ્ટતા:આ અવતરણ નથી, સારાંશ–ધ્વનીરુપ વીધાન જ છે) અને સમગ્ર જૈન સમાજમાં પણ સાધુઓ માટે તો સંથારાનો ધર્માદેશ છે જ. આ ધાર્મીક રીવાજ પાછળ રહેલી ઉચ્ચ ભાવના જો માનવજાત સમજે અને સ્વીકારે તો સ્વેચ્છામૃત્યુ અનીચ્છનીય નહીં ગણાય અને આપઘાતવીરોધી કાયદાઓ રદ થશે. અરે, સમાજ તથા સરકાર કોઈપણ નાગરીકને આત્મહત્યામાં સહાયભુત બને એમ પણ બને અને બનવું જોઈએ. યાદ રાખો કે આજના આ લેખનો પ્રધાન ધ્વની તથા ખાસ અનુરોધ કેવળ સ્વેચ્છામુત્યુનો નથી, વધુ ભાર તો અત્રે ‘સુયોગ્ય કાળે મૃત્યુ’ ઉપર મુકવા ઈચ્છું છું. અર્થાત્ જીવનમાં જ્યારે તમારાં માન–સન્માન, મુલ્ય, કીર્તી, સ્થાન પ્રાપ્તી–પ્રદાન આદી સર્વોચ્ચ પરાકાષ્ઠાની ઝળહળતી અવસ્થામાં હોય ત્યારે  શાન્તી–આનન્દપુર્વક વીદાય લેજો.
ભરત વાક્ય
Under the wide and starry sky,
Dig me a grave and let me die…
‘અસીમ તારાખચીત આકાશની નીચે મારી કબર ખોદો અને મને ચીરવીદાય લેવા દો. હું આનન્દપુર્વક જીવ્યો અને હવે આનન્દપુર્વક મરું છું. સમ્પુર્ણ સ્વેચ્છાએ જ હવે હું આ કબરમાં અનન્ત નીદ્રામાં પોઢી જાઉં છું.’ –સ્ટીવન્સન
પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

sol of gujarat

ટાઈમ મેગેઝીનનો હું સબસ્ક્રાઈબર છું. ટાઈમના April27/May 4,2015 આ અંકમાં પ્રગટ બરાક ઓબામાના આ પરિચય લેખનો અંગ્રેજી પાઠ નીચે પ્રમાણે છે.

ટાઈમ મેગેઝીનનો હું સબસ્ક્રાઈબર છું. ટાઈમના April27/May 4,2015 આ અંકમાં પ્રગટ બરાક ઓબામાના આ પરિચય લેખનો અંગ્રેજી પાઠ નીચે પ્રમાણે છે.  

India’s reformer-in-chief

As a boy, Narendra Modi helped his father sell tea to support their family. Today, he’s the leader of the world’s largest democracy, and his life story—from poverty to Prime Minister—reflects the dynamism and potential of India’s rise.

Determined to help more Indians follow in his path, he’s laid out an ambitious vision to reduce extreme poverty, improve education, empower women and girls and unleash India’s true economic potential while confronting climate change. Like India, he transcends the ancient and the modern—a devotee of yoga who connects with Indian citizens on Twitter and imagines a “digital India.”

When he came to Washington, Narendra and I visited the memorial to Dr. Martin Luther King Jr. We reflected on the teachings of King and Gandhi and how the diversity of backgrounds and faiths in our countries is a strength we have to protect. Prime Minister Modi recognizes that more than 1 billion Indians living and succeeding together can be an inspiring model for the world.

Obama is the 44th President of the United States


મોદી ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ – બરાક ઓબામા/ જય જય ગરવી ગુજરાત

( 709 ) મોદી ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ – બરાક ઓબામા/ જય જય ગરવી ગુજરાત

ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે
ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે

અમેરિકાના પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ તરીકે ઓળખાવ્યા.

અમેરિકાના વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિનની આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) ની યાદીમાં જે ચાર મૂળ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગ્રેસર છે. મોદી ઉપરાંત આ યાદીમાં ૧૦૦  માંધાતાઓ, સ્થાપકો, કળાકારો, નેતાઓ, આઇકોનનો સમાવેશ થાય છે એમાં –

– આઇસીઆઇસીઆઇ બેન્કનાં મેનેજિંગ ડિરેક્ટર-સીઈઓ ચંદા કોચર, 

-માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા અને

-એનજીઓ સંગાથના કો-ફાઉન્ડર વિક્રમ પટેલનો સમાવેશ થાય છે. 

મોદી સાથે વ્યક્તિગત ગાઢ મિત્રતા દર્શાવતા ઓબામાએ ‘ટાઇમ’ મેગેઝિન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની રૂપરેખા લખી છે. આ જીવન વૃતાંતને ‘ઇન્ડિયાઝ રિફોર્મર-ઇન-ચીફ’ એવું મથાળું આપ્યું છે .ભારતના ગતિશીલ અને તરવરાટથી ભરેલા મોદીના નેતૃત્વની અને ક્ષમતાની ઝાંખી રજૂ કરી છે અને તેમને જગતના સૌથી મોટા સુધારક લેખાવ્યા છે. 

આ લેખમાં ઓબામાએ લખ્યું હતું કે મોદીએ બાળપણમાં ચા વેચીને તેમના પરિવારને મદદ કરી હતી .મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા છે અને તેમની જીવનકથા ગરીબીમાથી વડા પ્રધાનપદ સુધીની છે, જેમાં ભારતના ઉત્થાનની ગતિશીલતા અને ક્ષમતાનાં દર્શન થાય છે.  ઓબામાએ લખ્યું હતું કે તેમણે ભારતની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ વચ્ચે સમન્વય ઊભો કર્યો છે, યોગની પ્રાચીન પદ્ધતિને આધુનિક રૂપ આપીને વિશ્વમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે, ટ્વિટર પર લોકસંપર્ક જાળવી રાખ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાની ઇમેજ ઊભી કરી છે. 

નરેન્દ્ર મોદીએ ‘ટાઇમ’ મેગેઝિનમાં લખેલા એમના લેખ બદલ ઓબામાનો ટ્વિટર દ્વારા આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપના હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર.     

(આઈએએનએસ ન્યુઝ માંથી સાભાર )

આજે મે ૧,૨૦૧૫ ,ગુજરાતનો ૫૬ મો જન્મ દિવસ - સ્થાપના દિવસ .


જય જય ગરવી ગુજરાત -
આજે મે ૧,૨૦૧૫ ,ગુજરાતનો ૫૬ મો જન્મ દિવસ - સ્થાપના દિવસ .
મે ૧, ૧૯૬૦ના મંગલ પ્રભાતે ગાંધી મુલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે એમના આશીર્વાદ સાથે ગુજરાતના અલગ પૂર્ણ રાજ્યનો મંગલ પ્રારંભ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતેના પવિત્ર સ્થળે રાખેલ સમારંભમાં થયો હતો.
આ સ્થાપના દિન બાદ ૫૫ વર્ષો વીતી ગયાં એ દરમ્યાન ગુજરાત રાજ્યે અભિનંદનીય પ્રગતી સાધી વિકાસની દ્રષ્ટીએ દેશના પ્રથમ નંબરના વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે .
ગુજરાત રાજ્ય આજે ૫૬મા વર્ષમાં જાહોજલાલી સાથે મંગળ પ્રવેશ કરે છે એ શુભ પ્રસંગે દેશ અને પરદેશમાં રહેતા દરેક ગુજરાતી ભાઇ-બહેનોને અભિનંદન અને અભિવાદન છે. ખમીરવંતી વિશ્વ ગુર્જરીને ખુબ ખુબ શુભેચ્છાઓ.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મહાન નેતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભેટ આપી છે એ માટે ગુજરાત ગૌરવ અનુભવી શકે.ગાંધીજીની આગેવાની નીચે દેશ સ્વતંત્ર થયો અને એ પછી સરદારે દેશને ટુકડાઓમાં વિભાજીત થતો બચાવીને એક અવિભાજ્ય દેશનો દરજ્જો જાળવી રાખીને દેશની ખુબ જ મોટી સેવા બજાવી છે જેના માટે દેશ હંમેશાં એમને યાદ કરતો રહેશે.
ગુજરાતે ભારતને શ્રી મોરારજીભાઈ દેસાઈ અને હાલ શ્રી નરેન્દ્ર મોદી જેવા રાષ્ટ્ર પ્રેમી વડા પ્રધાન અને બીજા અનેક દેશભક્તો અને ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે જેને માટે ગુજરાત ગૌરવ લઇ શકે છે .
દેશ અને વિશ્વના ફલક ઉપર ગુજરાત એક વિકસિત અને ધનિક રાજ્યની ખ્યાતી ધરાવે છે એનો યશ એના ૧૪મા મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્ય દક્ષ વહીવટને ફાળે મુખ્યત્વે જાય છે.
ગુજરાતના ૧૫મા મુખ્ય પ્રધાન પદે હાલ એક અનુભવી અને લોક પ્રિય મહિલા શ્રીમતી આનંદીબેન પટેલ છે અને એમના કાર્યદક્ષ વહીવટમાં પણ શ્રી મોદીને પગલે પગલે ગુજરાતની વિકાસ યાત્રા વણથંભી ચાલુ રહી છે એ એક શુભ ચિન્હ છે. ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ ગુજરાતીઓ ઉપરાંત અનેક સાહસિક ગુજરાતીઓ જેઓ પૈસા કમાવા અને બહેતર જીવનની ખોજ માટે વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયા છે તેઓ ગુજરાતની આ પ્રગતિ માટે ગૌરવની લાગણી મહેસુસ કરે છે.
જય જય ગરવી ગુજરાત,દીપે અરુણું પ્રભાત(ગીત) –આદ્ય કવિ નર્મદ
ગુજરાતના આ સ્થાપના દિવસને ગુજરાતની સાચી ઓળખ વિષે પ્રથમ વિચાર વ્યક્ત કરનાર આદ્ય કવિ વીર નર્મદની ગુજરાતની અસ્મિતાને સુંદર રીતે રજુ કરતી કાવ્ય રચના “જય જય ગરવી ગુજરાત”નું ગીત આ વિડીયોમાં સાંભળી અને સાથે સાથે ગુજરાતનાં પ્રસિદ્ધ જોવા લાયક સ્થળોને પણ નિહાળીને કરીએ ..
http://www.youtube.com/v/I-Ys6urpaMQ…
ચાલો .ગુજરાતના આજના ૫૬મા જન્મ દિવસે આપણે ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે જ નહીં, પણ વિશ્વમાં ગુજરાતની પ્રભુતાના સ્વપ્નને સિદ્ધ કરવા માટે કટીબદ્ધ થવાનો દ્રઢ સંકલ્પ કરીએ
જય જય ગરવી ગુજરાત ...... જય ભારત .....

આજે મે ૧,૨૦૧૫ ,ગુજરાતનો ૫૬ મો જન્મ દિવસ – સ્થાપના દિવસ .

Namo -gUJARATI
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી