
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
3 July 2015
પપ્પા મારે સાયન્સ લેવું છે….
“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…
” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે??”………..
આ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…
વાંક કોનો છે??
વધતી જતી હરીફાઈનો??
ઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો?? આપણી શિક્ષણ પધ્ધતિનો??
કે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. ???
કોણ છે જવાબદાર???
કદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…
શૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી???
વિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..
બીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો???
નરેન્દ્ર મોદી મુશ્કેલીઓનો ચક્રવ્યૂહ ભેદી શકશે?
નરેન્દ્ર મોદી મુશ્કેલીઓનો ચક્રવ્યૂહ ભેદી શકશે?
હમીદ અન્સારી અને વિવાદને બહુ મૈત્રી છે. ૨૬ જાન્યુઆરીની ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે રાષ્ટ્રપતિ, વડા પ્રધાને ધ્વજને વંદન કરતી સ્થિતિ (સલામી) કરી હતી પરંતુ હમીદ અન્સારીએ તેમનો હાથ લમણા પર રાખીને આ સ્થિતિ કરી નહોતી. તેના કારણે વિવાદ થયો હતો. ગયા દશેરાએ રામલીલા મેદાનમાં રામલીલા યોજાઈ ત્યારે હમીદ અન્સારીએ આરતી લેવાનો ઈનકાર કરતાં સારો એવો વિવાદ થયો હતો. જોકે, રામ માધવના ટ્વીટના કેસમાં, રામ માધવે તરત જ ટ્વીટ કોઈક કારણોસર રદ્દ કરી નાખ્યું અને માફી પણ માગી કે તેમને જાણવા મળ્યું છે કે અન્સારી માંદા છે. પરંતુ અન્સારીએ ચોખવટ કરી કે તેઓ માંદા નહોતા, તેમને આ કાર્યક્રમનું આમંત્રણ જ નહોતું. તો વિહિપનાં નેતા સાધ્વી પ્રાચીએ વળી સામું તીર છોડ્યું કે કોઈ નેતાની દીકરીનાં લગ્ન નહોતાં કે આમંત્રણ આપવું પડે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પક્ષના લોકો અને ભાજપનાં સાથી સંગઠનો પરેશાન કરતા હોવાનું જણાય છે. આ વ્યૂહ હોઈ શકે અથવા ન પણ હોય. સાથી સંગઠનો માટે તેમના કાર્યકરોને જાળવી રાખવા જરૂરી હોય છે. ભાજપની સરકાર બને ત્યારે ભાજપના નેતાઓ સેક્યુલર બની જાય છે, પણ સાથી સંગઠનો માને છે કે સરકારની ઐસી કી તૈસી. તેઓ છે તો સરકાર બને છે. વાત પણ સાચી છે. આ સંગઠનો અને તેમના સમર્પિત કાર્યકરો ભાજપને ચૂંટણી જીતાડવા આકરી મહેનત કરે છે. ભાજપ નેતાઓની અનેક ત્રૂટિઓ છતાં ભાજપ માટે પ્રચાર કરે છે. આ સંગઠનોનો મુખ્ય ઉદ્દેશ હિન્દુત્વની રક્ષા અને તેના વિકાસનો છે. તેમાં જો ભાજપ પણ અવરોધ બનતો હોય તો તેઓ સાંખી શકે નહીં. જોકે મોદી માટે આ મુખ્ય પ્રશ્ન નથી.
મોદી માટે અત્યારે મુખ્ય પ્રશ્ન ભાજપની ચાર મહિલાઓ છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા સામે આઈપીએલના પૂર્વ કમિશનર અને મેચ ફિક્સિંગ તથા મની લૉન્ડરિંગના આરોપી લલિત મોદીને મદદ કરવાનો આરોપ બહુ ચગ્યો છે. જોકે આ બંને મહિલાઓને સીધો કોઈ આર્થિક ફાયદો થયો નથી, પરંતુ સનસનાટી શોધતા મિડિયા અને મુદ્દાની રાહમાં રહેલા વિપક્ષો માટે આ બહુ મોટા મુદ્દા છે. તદુપરાંત દિલ્હીમાં ‘આપ’ના નેતા અને કાયદા મંત્રી જિતેન્દ્રસિંહ તોમરની બનાવટી ડિગ્રી સર્ટિફિકેટના કેસમાં જેટલી ઝડપથી અને જે રીતે ધરપકડ થઈ તે રીતે માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની સામે પણ બનાવટી ડિગ્રીનો કેસ છે જે દિલ્હીની પતિયાલા હાઉસ કૉર્ટે માન્ય રાખ્યો છે. તેથી સ્વાભાવિક જ વિપક્ષો સ્મૃતિ ઈરાનીની ધરપકડ કરવા અને તેમના રાજીનામાની માગણી કરવાનાં.
ચોથી મહિલા છે પંકજા મુંડે. મહારાષ્ટ્રમાં તેઓ બાળ વિકાસ અને મહિલા મંત્રી છે. તેમની સામે આરોપ છે કે તેમના ખાતાએ એક જ દિવસમાં ૨૪ જીઆર બહાર પાડીને ટેન્ડર મગાવ્યા વગર રૂ. ૨૦૬ કરોડની ચિક્કી, નોટબુક, ચોપડીઓ વગેરે ચીજોની ખરીદી કરી. પંકજા મુંડેએ ભાજપના રાષ્ટ્રીય નેતા અને ગયા વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામેલા ગોપીનાથ મુંડેના દીકરી છે. તેમનું કૌભાંડ તેમના પિતરાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડેએ બહાર પાડ્યું હોવાનું કહેવાય છે. પહેલાં ગોપીનાથ મુંડે તેમના પર બહુ જ ભરોસો કરતા હતા અને તેમને આગળ ધપાવતા હતા, પરંતુ ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પંકજાને આગળ કરી અને પાર્લી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી કરાવી, તેથી ધનંજય રિસાઈને ભાજપ છોડીને એનસીપીમાં જતા રહ્યા. આમ, મોદી માટે આ ચાર મહિલાઓના પ્રશ્નમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવું અને એ રીતે બહાર નીકળવું કે તેમની પ્રમાણિકતાની છાપ જળવાઈ રહે તે અઘરો પ્રશ્ન અત્યારે બની રહ્યો છે.
આ બધું એવા સમયે બની રહ્યું છે જ્યારે બિહારમાં અને બંગાળમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ થવાની છે. એક તરફ, મોદીના ભ્રષ્ટાચાર નહીં થવા દેવાના (લોકપ્રિય સૂત્રો ‘ખાતો નથી, ખાવા દેતો નથી’, ‘સરકારી તિજોરી પર કોઈનો પંજો પડવા નહીં દઉં’) દાવા હોય (મોદી સરકારને એક વર્ષ પૂરું થયું ત્યારે એક સિદ્ધિ એ પણ કહેવાઈ હતી કે સરકારનું એક વર્ષમાં કોઈ કૌભાંડ બહાર આવ્યું નથી) અને એવા જ સમયે સુષમા, વસુંધરા અને પંકજા મુંડેના સમાચારો બહાર આવે ત્યારે એ દાવાનો છેદ ઉડી જાય. વળી, બિહારમાં તકલીફ એ પણ છે કે ત્યાં મતભેદ અને વિરોધ છતાં નીતીશકુમારના નેતૃત્વમાં જદ (યૂ) અને લાલુપ્રસાદવનું રાજદ એક થઈ ગયાં છે. ભાજપને નીતીશકુમારના પૂર્વ સાથી અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જિતન રામ માંઝીના પક્ષ હિન્દુસ્તાન અવામ મોરચા (એચએએમ)નો ટેકો મળ્યો છે, પરંતુ અનેક વિવાદાસ્પદ નિવેદનોના કારણે માંઝીની છાપ ખરડાયેલી છે, વળી, તેમનો પક્ષપલટાનો ઈતિહાસ પણ જાણીતો છે. પહેલાં કૉંગ્રેસ, તે પછી રાજદ અને ત્યાર બાદ તેઓ જદ(યૂ)માં જોડાયા હતા. આમ, તેમનો લોટો એ તરફ ગબડે છે જે તરફ સત્તા હોય. એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે તેઓ ભાજપને પણ છેહ નહીં જ દે. વળી, બિહારમાં વિરોધીઓને ટક્કર દેવાની વાત એક તરફ રહી, ભાજપની અંદર જ ભારે જૂથવાદ છે. અહીં મુખ્યપ્રધાનના દાવેદાર સુશીલ મોદી મુખ્ય છે. તેઓ અટલ અને અડવાણીના સમયમાં બિહારના સર્વોચ્ચ નેતા હતા અને તે કારણે જદ(યૂ) સાથેની મિશ્ર સરકારમાં તેઓ નાયબ મુખ્યપ્રધાન પણ હતા. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને નીતીશ તેમને બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા આવવા નહોતા દેતા તે વખતથી સી. પી. ઠાકુર મોદીનું સમર્થન કરતા રહ્યા છે. મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવા માટે પણ તેમણે અને બિહાર ભાજપના અન્ય નેતા ગિરીરાજ સિંહે જોરદાર નિવેદનબાજી કરી હતી. સી. પી. ઠાકુરની મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા છુપાયેલી નથી. આ ઉપરાંત વાજપેયીની સરકારમાં રહેલા રામવિલાસ પાસવાને નરેન્દ્ર મોદીનું અનુગોધરાકાંડમાં નામ ખરડાતાં તે મુદ્દે રાજીનામું આપી સરકાર છોડી હતી, તે જ પાસવાન ૨૦૧૪માં સમય પામી જઈને નરેન્દ્ર મોદી સાથે સમાધાન કરી, એનડીએમાં પાછા આવી ગયા હતા. પાસવાનની ઈચ્છા પણ મુખ્યપ્રધાન બનવાની છે.
સામાન્ય રીતે ભાજપની સ્ટ્રેટેજી રહી છે કે ચૂંટણીમાં અગાઉથી જ મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનના ઉમેદવાર જાહેર કરી તેમના વ્યક્તિત્વ પર (અમેરિકાના પ્રમુખની ચૂંટણીની જેમ) મત માગવા. ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં આ રીતે જ તેણે વાજપેયીના નામે સત્તા મેળવી હતી. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમજ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ તેણે મોદીના નામે આમ જ સત્તા મેળવી. પોતાના ઉમેદવાર નક્કી હોય ત્યારે તે કૉંગ્રેસ સહિતના વિપક્ષોને લલકારતો રહ્યો છે કે તમારા કેપ્ટન જાહેર કરો. પરંતુ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેજરીવાલને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી ભાજપ સામે તેનો જ દાવ અજમાવ્યો. જેમાં ભાજપ ખતા ખાઈ ગયો. બિહારમાં પણ આ જ પરિસ્થિતિ થવાની આશંકા છે. અહીં વિપક્ષના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર નક્કી છે- નીતીશકુમાર. અને બિહારની રાજનીતિમાં નીતીશકુમાર સૌથી ઓછા બિનવિવાદાસ્પદ અને સૌથી ઓછા અપ્રમાણિક નેતા છે. વળી, તેમણે ભાજપ સાથેની સરકાર બનાવી તે પછી બિહારનો ઠીક-ઠીક વિકાસ પણ કર્યો છે. જ્યારે ભાજપે હજુ બિહારમાં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા નથી. આથી, બિહારમાં પણ વડા પ્રધાન મોદીની સારી કસોટી થવાની છે.
સંસદનું સત્ર આજથી ૨૦ દિવસ પછી ચાલુ થવાનું છે. આ સત્રમાં જમીન સંપાદન ઉપરાંત જીએસટી, લોકપાલ અને લોકાયુક્તમાં સુધારા, રેલવે (સુધારા), જળમાર્ગ, બેનામી વ્યવહારો પ્રતિબંધ જેવા અનેક ખરડાઓ પણ પસાર કરવાના છે. અને વિપક્ષોનો મિજાજ જોતાં ત્યારે સુષમા, વસુંધરા, પંકજા અને સ્મૃતિ ઈરાનીના મામલાઓ જોરશોરથી ચગવાના અને તેના કારણે ગૃહની કાર્યવાહી પણ ખોરવાવાની. આથી અત્યાર સુધીમાં જમીન સંપાદનના ત્રણ કે ચાર વાર વટહુકમ લાવી ચુકેલી મોદી સરકારને આ ખરડો રાજ્યસભામાં પસાર કરવા માટે નાકેદમ આવી જવાનો.
ચાર સાથી મહિલાઓ, બિહારની ચૂંટણી જેવા દેશના આંતરિક મામલાની સાથોસાથ વડા પ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘેરાઈ રહ્યા છે. અશાંત ઈરાક અને યમનમાંથી હજારો ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લવાયા, યોગ દિવસને જાહેર કરવામાં તેમણે સફળતા મેળવી, યોગ દિવસની ઉજવણી પણ સારી રીતે થઈ, બાંગ્લાદેશ સાથે ૪૧ વર્ષ જૂનો સીમા વિવાદ પણ ઉકેલાયો, નેપાળ, ભૂતાન અને શ્રીલંકા સાથે પણ સારા સંબંધો બંધાયા, આ બધી આંતરરાષ્ટ્રીય સફળતા છે, પરંતુ ચીનના પ્રમુખની સાબરમતી નદીના કિનારે ભારે આગતાસ્વાગતા છતાં ચીન ભારતને વારેતહેવારે હેરાન કર્યા રાખે છે. એમાં તાજો ઉમેરો એ અહેવાલથી થયો છે કે ચીન ભારતીય જળસીમામાં થઈને કરાચી બંદરે સબમરિન લઈ ગયું હતું અને આ રીતે તેણે ભારતની સુરક્ષા સાથે ચેડા કર્યા હતા. પાકિસ્તાન અને ચીનની વધતી નિકટતા ભારત માટે ભારે ચિંતાનો વિષય છે. સબમરિનવાળી ઘટના એવા સમયે બની હતી જ્યારે નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે હતા. તે અગાઉ ચીનના પ્રમુખ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે ચીનના સૈનિકો લદ્દાખમાં ઘૂસી આવ્યા હતા. આમ, એક તરફ ચીન મૈત્રીની વાતો કરે છે અને બીજી તરફ, લશ્કરી દબાણ પણ બનાવી રહ્યું છે.
તો આ તરફ, ભારતે મેગીની સામે અનેક દિવસો સુધી કડક કાર્યવાહી કરી તેના કારણે અમેરિકા પણ ઉકળી ઉઠ્યું છે. મેગી સાથે અમેરિકાને સીધો સંબંધ નથી, પરંતુ નેસ્લે એ સ્વિત્ઝર્લેન્ડની કંપની છે અને સ્વિત્ઝર્લેન્ડ અમેરિકાનું સાથી છે. (યુરોપના દેશો અમેરિકાના સાથી છે.) અમેરિકાએ આથી ભારતની હલ્દીરામ સામે કાર્યવાહી કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ ટાટા કન્સલ્ટન્સી અને ઇન્ફોસીસ સામે પણ એચવન-બી વિઝાના નિયમોના ઉલ્લંઘન માટે કાર્યવાહી શરૂ કરી છે. લલિત મોદી મામલે હવે જો મોદી સરકારે કાર્યવાહી કરવાની થાય અને તેમનું પ્રત્યર્પણ કરવાની માગણી મોદી સરકાર કરે તો બ્રિટન સાથે ભારતના સંબંધોના મામલે મોદી સરકારની કસોટી થશે.
નરેન્દ્ર મોદી માટે કસોટી નવી વાત નથી. ગુજરાતમાં ૧૨ વર્ષના શાસન દરમિયાન આવી અને આના કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ તેમની સામે આવી ચુકી છે. ભાજપમાંથી કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, સુરેશ મહેતા, ગોરધન ઝડફિયા વગેરેનો વિરોધ, તે પછી જીપીપી પક્ષ રચાવો, સીબીઆઈ દ્વારા કેસ, મંત્રીઓ પુરુષોત્તમ સોલંકી અને બાબુભાઈ બોખિરિયા સામે ભ્રષ્ટાચારના કેસો, તત્કાલીન ગૃહ પ્રધાન અમિત શાહ સામે કેસ, બનાવટી એન્કાઉન્ટર, ગોધરાકાંડ પછીનાં રમખાણો વગેરે અનેક મુદ્દાઓ હતા, પરંતુ મોદી બધા સામે ઝીંક ઝીલીને સફળતાપૂર્વક રાજ કરતા રહ્યા, ત્રણવાર ચૂંટાઈને આવ્યા. રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ આ ગુજરાત મોડલનું પુનરાવર્તન કરી શકશે?
(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૧/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)
મળવા જેવા માણસ – શ્રી અનિલ ચાવડા- પરિચય- શ્રી પી.કે.દાવડા
મળવા જેવા માણસ – શ્રી અનિલ ચાવડા-
પરિચય- શ્રી પી.કે.દાવડા
અનિલભાઈનો જન્મ ૧૯૮૫માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયો હતો. એમના પિતા માત્ર ત્રીજા ધોરણ સુધી ભણેલા હતા અને માતા નિરક્ષર. અનિલભાઈના જન્મ સમયે અને ત્યારબાદ ઘણાં વર્ષો સુધી તેમના માતા–પિતા ખેતમજૂરી કરી જીવન ગુજારતાં રહ્યાં. કોઈ વાર ગામમાં મજૂરી ન મળે તો બીજા ગામમાં જઈ મજૂરી કરવી પડતી. આ સમય દરમ્યાન કોઈના ઢોર બાંધવાની ગમાણમાં કે ગામના બસ સ્ટોપમાં પણ સૂઈ રહેવું પડતું. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આવું જીવન વ્યતિત કરવું પડતું.
આવી કારમી ગરીબીમાં પણ અનિલભાઈના માતા–પિતાએ નિશ્ચય કર્યો કે અમારે અમારા દીકરાને ભણાવવો છે, જેથી એને અમારા જેવું જીવન વ્યતિત ન કરવું પડે.
સંજોગો અનુસાર અનિલભાઈનું પ્રાથમિક, માધ્યમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ અલગ અલગ ગામમાં, અલગ અલગ શાળાઓમાં થયું.કેટલાંક વરસ એમને બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. અભ્યાસ પ્રત્યે થોડી પણ અરૂચિ દર્શાવે ત્યારે એમના માતા એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેતા કે ભણીશ નહિં તો જિંદગીભર અમારી જેમ મજૂરી કરીશ. અનેક કઠણાઈઓ વેઠી, અનિલભાઈએ ૨૦૦૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી. અગિયારમું અને બારમું ધોરણ એમણે અમદાવાદની બે અલગ અલગ શાળાઓમાં ભણી ૨૦૦૨માં H.S.C.ની પરીક્ષા પાસ કરી.
આ સમય દરમ્યાન વેકેશનોમાં મજૂરી કરી શાળાના ખર્ચ જેટલું કમાઈ લેતા. ૨૦૦૨થી ૨૦૦૫ દરમ્યાન અમદાવાદની એચ. કે. આર્ટ્સ કોલેજમાંથી B.A.ની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ૨૦૦૭માં M.A.ની ડીગ્રી મેળવી.૨૦૦૮માં B.Ed.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૨૦૦૯માં એમણે ખાનપુરની ભવન્સ કોલેજમાંથી જર્નાલિઝ્મનો કોર્સ કરી અભ્યાસની સમાપ્તિ કરી.
આ અભ્યાસકાળ દરમ્યાન પણ ૨૦૦૫-0૬થી અનિલભાઈ નવભારત સાહિત્ય મંદિરમાં નોકરીએ લાગી ગયેલા. આજે પણ તેઓ ત્યાં જ નોકરી કરી રહ્યા છે.
અનિલભાઈના લગ્ન ૨૦૧૧માં, રંજનબહેન સાથે થયાં હતાં . આજે દંપતીને એક પુત્ર છે.
અભ્યાસ દરમ્યાનના કપરા સમય દરમ્યાન પણ મા સરસ્વતીની એમના ઉપર કૃપા હતી. બહુ નાની ઉંમરથી તેઓ સાહિત્યસર્જન કરતા રહ્યા અને કવિતા લખવાનો આ શોખ એટલી હદે હતો કે એમનો એક મિત્ર પોતાની પત્નીને મોકલવાનો પત્ર એમની પાસે લખાવવા આવતો હતો એમાં પણ કવિતા લખી નાખતા. એમને પોતાને એક છોકરી પ્રત્યે આકર્ષણ થયેલું ત્યારે એને જે પત્ર લખતા એમાં પણ કવિતા તો ખરી જ. અમદાવાદમાં મળતી બુધ સભા, જે ધીરુભાઈ દ્વારા ચલાવવામાં આવે છે અને આજે પણ નિયમિત ચાલે છે તેમાં, અને શનિ સભા, જે ચિનુ મોદી દ્વારા ચલાવવામાં આવતી હતી, જે આજે બંધ છે, તેમાં, જ્યાં ચિનુ મોદી, ધીરુ પરીખ, લાભશંકર ઠાકર, માધવ રામાનુજ, રઘુવીર ચૌધરી, શોભિત દેસાઈ અને અનિલ જોષી જેવા નામાંકિત કવિઓ પણ આવતા, તેમાં અંકિત ત્રિવેદી, અશોક ચાવડા, ચંદ્રેશ મકવાણા, ભાવેશ ભટ્ટ વગેરે યુવાન કવિઓ આવતા, એમાં અનિલ ચાવડા પણ પોતાની કવિતાઓ રજૂ કરતા રહેતા.
આજે ત્રીસ વર્ષની નાની વયે પણ એમના સાહિત્ય સર્જનના વ્યાપને લીધે,સાંપ્રત ગુજરાતી સાહિત્યના પ્રવાહમાં તેમની હાજરીની નોંધ લેવાય છે.તાજેતરમાં એમને એમના ગઝલ સંગ્રહ ‘સવાર લઈને’ માટે સાહિત્ય અકાદમી– દિલ્હી દ્વારા ગુજરાતી ભાષા માટેનો ‘યુવા પુરસ્કાર’ અર્પણ કરવામાં આવ્યો છે. ૨૦૧૦ માં એમને ગુજરાત સરકારનો ‘યુવા ગૌરવ પુરસ્કાર’ સાંપડ્યો અને તે જ વર્ષમાં I.N.T. ઇન્ડિયન નેશનલ થિયેટર – મુંબઈ) દ્વારા અપાતો ‘શયદા એવોર્ડ’ પણ તેમને અર્પણ થયો. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦૧૨–૨૦૧૩નું ‘તખ્તસિંહ પરમાર પારિતોષિક’ મેળવનાર અનિલભાઈએ ગદ્ય સ્વરૂપોમાં કલમ અજમાવી, પ્રસિદ્ધ વાર્તા માસિક ‘મમતા’ સંચાલિત વાર્તા સ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પણ મેળવ્યું છે. હાલમા ‘સંદેશ’ અખબારમાં તેમની કટાર ‘મનની મોસમ’ પ્રગટ થઈ રહી છે. 
(યુવા ગૌરવ પુરસ્કાર સ્વીકારતા શ્રી અનીલ ચાવડા )
એમનું સર્જન કવિતા, વાર્તા, નિબંધ, અનુવાદ, સંપાદન એમ વિવિધ સ્વરૂપે જોવા મળે છે. એમના સાહિત્યમાં યોગ દાનનો અંદાઝ આપું તો એમનો એક કાવ્યસંગ્રહ, એક લઘુવાર્તાઓનો સંગ્રહ અને એક નિબંધ સંગ્રહ પ્રસિદ્ધ થયા છે.એક સહિયારું કાવ્ય સંગ્રહનું પુસ્તક અને પાંચ સંપાદનોનાં પુસ્તકો પણ છપાઈ ચૂક્યાં છે. એ ઉપરાંત એમણે ૧૯ પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છે.
પોતાનાં કાવ્ય સર્જન વિશે અનિલભાઈ કહે છે :
“કવિતા સથેનો મારો સંબંધ માત્ર લોહીનો નથી, પરસેવાનો પણ છે. કારણ કે હું સાવ સાદા-સામાન્ય ખેડૂતનો દીકરો. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો છોકરો. નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો, અને એ શબ્દ કવિતા સુધી લઈ જશે એવી કલ્પના પણ નહોતી.”
સાહિત્ય સર્જનમાં એમની વિશેષ પહેચાન ગઝલકાર તરીકેની છે. અનિલભાઈ કહે છે, “ગઝલ મારા ભાવોને, મારા વિચારોને, મારી મનોસ્થિતિને વ્યક્ત થવા માટે વધુ માફક આવે એવું સ્વરૂપ છે.” એમની કવિતાઓમાં પ્રકૃતિનું વર્ણન ધ્યાન ખેંચે એવું છે. આ અંગે તેઓ કહે છે, “પ્રકૃતિ સાથે નાનપણમાં જીવ્યો છું. જે પ્રકૃતિ સાથે જીવ્યો છું એ પ્રકૃતિએ, મને ઘણી બધી બારીઓ ખોલી આપી છે. મારા શબ્દોને વહેવા માટે પ્રકૃતિએ રસ્તો કરી આપ્યો છે.”
વર્તમાનપત્રોમાં કોલમ લખવા માટે નિખાલસતાથી કહે છે, “લેખન જરૂરિયાતને આધીન અને ફરમાયશને આધીન રહીને પણ થાય છે. છાપાંમાં કોલમ લખવાથી મને પૈસા મળે છે. જે મારી જરૃરિયાત પણ છે.”
એમનાં લખાણોની તમારે ખરેખરી મજા માણવી હોય તો તમારે એમની વેબસાઇટ http://www.anilchavda.com/ ની મુલાકાત લેવી પડશે. તમને એમની વેબસાઇટ જોવાનું મન થાય એટલા માટે અહીં થોડા નમૂના રજૂ કરું છું.
નીચે આપેલી પ્રત્યેક બે પંક્તિઓ આખે આખી વાત કહી જાય છે અને તે પણ બહુ વેધક રીતે.
(૧) બેઉં ભેગાં મોકલીને આમ ના ગૂંચવ મને તું,
સુખ અને દુઃખની વચાળે કોઈ રેખા પાતળી મૂક.(૨) એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.(૩) જેને ડૂબાડી શક્યા નૈં કોઈ સરવર કે નદી–દરિયા,
એવી ઇચ્છાઓ ડૂબી ગઈ આપમેળે ઢાંકણી લઈને.(૪) સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.(૫) સંપ માટીએ કર્યો તો ઇંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ.
ઉડાવે મોજ કાગ ટોળી
ઉડાવે મોજ કાગ ટોળી
ઉડાવે મોજ કાગ ટોળી
માધ્યમિક વિભગમાં ભણતો ત્યારે એક હાઇકુ ભણવામાં આવતું. એના લેખક/કવિ કોણ હતા તે પણ યાદ નથી અને એ હાઇકુ એકદમ શબ્દે શબ્દ યાદ નથી. પણ એક દિવસ અચાનક મને તે યાદ આવી ગયું અને તેના વિષે લખવાનું ખાળી ના શક્યો. (માફ કરજો અગર આ હાઈકુ ના લાગે તો ! )
સ્થિર ચાટવો સ્થિર ચક્ષુ
ઉડાવે મોજ
કાગ ટોળી
આ પાઠ ભણાવતા ત્યારે આ હાઇકુ વિષે કહેલ થોડી વાત મને યાદ છે. એ વાત અને મારું અત્યારનું વિવેચન ભેળવીને; એનો વિચાર વિસ્તાર આપવાની કોશિશ કરું છું. આશા રાખું કે આપ સૌ એને આવકારો.
મિત્રો આ મારી એક કલ્પના માત્ર છે.
નાનું એવું એક ગામ છે. ગામને પાદર જોગી પાસે પડેલ કમંડળ સરીખું નાનું સરોવર પાણીના છેલારા મારતું મલમલે છે. ગામના નાના ભૂલકાઓ તળાવની પાળે રમીને આનંદ લુંટે છે. આશરે બે એક હજારની વસ્તી વાળા ગામમાં પટેલ, કોળી ઠાકોર, રાજપૂત, કુંભાર, સુથાર, હરીજન રબારી, બ્રાહ્મણ અને એક ઘર ગીરી( બાવાજી ) નું. ગામનો લોકો સંપીને રહે છે. એકબીજાના સુખ દુઃખમાં ઉભા રહે છે. આણા, ચુંદડી અને લગ્ન જેવા પોતાના તહેવારો હોય કે હોળી, દિવાળી, નવરાત્રી કે જન્માષ્ટમી જેવા ગામના તહેવારો હોય; બધા સાથે મળીને ઉજવે છે.
ગામનો નિર્ભર ખેતી પર છે. પટેલ અને રાજપૂત લોકો સિવાય અમુક ઘરોમાં કુંભાર કે સુથાર પણ ખેતી કરે છે. તો બાકીના લોકો ખેતમજુરી કરીને જીવન ગુજારે છે. બધાને એકબીજાની જરૂર હોઈ સંપ અને સલાહ ને વધુ ઉત્તેજન મળ્યું છે. બ્રાહ્મણ તો કથા, સગાઇ, રક્ષા બંધન કે લગ્ન-મરણ જેવા પ્રસંગે સારું એવું કમાઈ લે છે. તો હવે ગામમા ઘર એક બાકી રહી ગયું ગીરીનું. તે રામજી મંદિર માં પૂજા કરે અને જે કઈ છુટા સિક્કા મળે તે લઈલે. પણ એનાથી જીવન પૂરું ના થાય આથી; ગામ લોકોએ તેમને માટે સવારે ઘર દીઠ એક વાટકી લોટ આપવાનું નક્કી કર્યું. આથી પૂજારીજી એવા દેવુગીરી રોજ સવારે “ જય સીતારામ ” કહીને ઘરે ઘરે ફરે. અને લોકો એમને હસ્તે મોઢે લોટ આપે.
દેવુગીરી મહારાજને એક પુત્ર, પ્રભાત ગીરી. તેના લગન થઇ ગયેલ પણ તેની બૈરી થોડી કપાતર નીકળી. સાસુ-સસરાને માન આપવાને બદલે જેમ તેમ બોલવા લાગેલી. આથી ગામ લોકોએ જ ભેગા મળી એને એના માં-બાપને ઘરે મોકલી આપી. પ્રભાત ગીરી ભણીને પાછો ગામમાં બાપુને મદદ કરવા આવી ગયેલો. દેખાવે ગોરો અને વળી પાછો હસમુખડો. તેની પત્નીને પ્રભાતગીરી સાથે કોઈ મતભેદ નહિ. પણ તેની જીભ થોડી વાંકી ને ખરબચડી હતી. તે પણ દેખાવે સુંદર હતી, મોજમાં હોય ત્યારે મશ્કરી કરે ને ગુસ્સામાં ડાકિયા ! કોને ખબર પણ કદાચ બેયનું લગ્ન જીવન ભાંગી પડ્યું અને પાછા બેય એકલા પડી ગયા.
ગામના એક ખ્યાતનામ પટેલનો દીકરો લગ્ન થયાને બે એક વર્ષમાં મરણ પામેલો. ભર યુવાનીમાં પુત્રનું મરણ એટલે જીવનની પુંજી એક પળમાં લુંટાઈ જવી ! ઘરના લોકોને તો આઘાત લાગ્યો પણ ગામ લોકોને પણ ખુબ આઘાત લાગેલો. ખમતીધર ખોરડું, સોળમાં પુછાય એવી શાખ. હજી તો માથેથી મોડ્યો કાઢીને વહુએ રાખીને શ્વાસ જ લીધો ત્યાં પોતાનો પતિ, સપનામાં આવીને ગયો હોય તેમ કાયમ માટે દુર જતો રહ્યો. એના માટે તો એવું થયું કે પોતાના પતિ સાથે એટલું ઘર સંસાર પણ નહિ માણેલો કે સોણલે આવીને સાંભરે ! પણ થોડી પળોના સ્મરણોમાં અને શ્વાસ સાથે ભળેલા શ્વાસને સથવારે જીવન વિતાવવા લાગી.
એક યુવાન વિધવા બાઈનું જીવન કેટલું દુષ્કર હોય તે તો જેના પર વીતી હોય તે જ બતાવી શકે. પોતાના પિયરના સંસ્કાર, સાંભળેલી વાતો અને શિખામણો ને ધ્યાનમાં લઈને વૈધવ્ય સભર જીવવાનું નક્કી કર્યું. જો કે ગામ લોકો માટે તો આ એક સહજ ઘટના હોઈ; કોઈએ એના પર દયા લાવવા સિવાય વિશેષ ધ્યાન ના આપ્યું. માણસ મરે એટલે એને કપડામાં વીંટીને સ્મશાન ભેગો કરી; લાકડામાં બાળી દેવો એ એક પરંપરાગત ચાલી આવતી રૂઢીની જેમ !
વિધવા સ્ત્રી માટે સંસારે નક્કી કરેલા નિયમો અને જોગવાઈ મુજબ તો હવે તે સ્ત્રી માટે હરિદર્શન કરીને આયખું પૂરું થાય તેની રાહ જોવાની. ભોગ વિલાસ કે મનોરંજનનાં ભાવને મોઢે કળવા પણ નહિ દેવાનો ! એજ રુએ તે સ્ત્રી, જીવન જીવવા લાગી. રોજ સવારે થોડા ફૂલ વીણીને રામજી મંદિરે આવે અને ભક્તિ અને કીર્તનમાં મસ્ત રહીને પાછી ઘરે જાય. એ જ ટાઈમે ગામની વૃધ્ધાઓ પણ આવે. મતલબમાં એક યુવાન સ્ત્રી પણ દરેક ગામની વૃધ્ધામાં ભળી જતી.
અરે રે આવો તો કેવો સિરસ્તો કે યુવાનીમાં તેને વૃદ્ધ જેવા ભાવ પરાણે પેદા કરવાના !
પ્રભાત ગીરી રોજે ગામમાં લોટની ભિક્ષા માટે નીકળે અને આવીને મંદિરમાં સાફ સુફી કરે અને ભગવવાને શણગારે. આવેલ વૃધ્ધાઓને પ્રસાદ આપે.
“ પ્રભાત, મારી સાથે મંદિર આવ તો ” સહેજ ઉગ્ર અવાજે દેવુગીરી એ પોતાના પુત્રને કહ્યું.
“ બાપુ, હાલ તો હું મંદિરેથી આવ્યો છું. અને સાફ સફાઈ પણ થઇ ગઈ છે. ” પુત્રએ કહ્યું પણ છતાં દેવુગીરી તેને મંદિરમાં લઇ ગયા.
“ જો બેટા આપણે તો આ ગામને નિર્ભર રહીને જીવીએ છીએ. ભગવાન રામની મૂર્તિ સામે ઉભા છીએ. એમની સામે જોઇને કહે કે તું મારી વાત માનીશ ”
“ અરે બાપુ, આજ દિવસ સુધી મેં તમારી કોઇ વાત ઉથામી છે ? ”
“ પણ હું નથી ઈચ્છતો કે આખી જીંદગી ભગવાન સામે જુકેલું મારું માથું; આખા ગામ સામે જુકી જાય ! ”
“ બાપુ હું કુવો ગોજારો કરીશ પણ તમારું મ્હો કાળું નહિ થવા દઉં ”
“ તો ભગવાન સામે જોઇને મને કોલ આપ કે પેલી ગામની વિધવા પુત્રવધુ સામે હસીને નહિ જુએ. મારા આટલા કહેતા પણ જો તને પૂરી વાત ના સમજાતી હોય તો…. ”
“ બાપુ, કદાચ તમે જે કઈ જોયું છે અને નોંધ્યું છે તે બરાબર છે પણ રામ- લક્ષ્મણ-સીતાની સોગન ખાઈને કહું છું કે મારા પેટમાં કોઈ પાપ નથી. કે નથી તો લુચ્ચાઈના ભાવ ! ” બોલતા તો પ્રભાતગીરી થરથર કાંપવા લાગ્યો.
“ બેટા, હું તને બરાબર ઓળખું છું, તારી પત્ની રીસામણે ગઈ છે અને તે વિધવા છે, ગામના મોઢે ગરણા નહિ બાંધી શકાય ”
“ એ વાત સાચી છે કે તે મારી સામે ટગર ટગર જુએ છે. અને પ્રસાદ આપતા અમે એકબીજા સામે હસીએ છીએ. એનાથી વિશેષ કોઈ પણ વાત હોય તો મને રામ દુહાઈ અને નરકથી પણ વિશેષ દુખ પડે ! ”
“ હ હ બેટા, એટલા આકરા વેણ બોલીને આ બાપની આંતરડી ના દુખાડ. એવું હોય તો હવેથી તારું કામ હું કરીશ. ”
“ એક કામ કરો ઉપાડો એ ગણપતિના હાથમાંથી કુહાડી અને કરો મારી ગરદન જુદી. ” બાપની સામે જુકીને તે ઉભો રહ્યો. મંદિરની બધી મૂર્તિઓ પણ ગજ ગજ છાતી ફૂલાવતી પ્રભાતગીરીને શાબાશી આપી રહી.
“ હવે વાત બંધ કરીએ, હવેની દીવાલો પણ બોદી થઇ ગઈ છે. ” કહીને દેવીગીરીએ પુત્રનો હાથ પકડીને ઘરે લઇ ગયા. જતા જતા પુત્ર પર ગરવનો કેફ ચડાવતા જાય છે.
નજરમાં જે તાકાત હોય છે તે અનેરી અને અદભુત હોય છે !
સુરજદાદા ઉગીને સૌને નમસ્કાર કરી, પોતાની રથસવારી લઈને નીકળી પડયા છે. ગામ લોકો પોત પોતાની દિનચર્યામાં લાગી ગયા છે. ખેડૂત લોકો પોતાના બાળકો સમાન પાકની માવજત લેવા ખેતરે પહોંચી ગયા છે. તો કોઈ ખેડૂત પત્નીઓ મદદ કરવા ખેતરે ગઈ છે, કોઈ ઘરનાં કામમાં મશગુલ છે તો છોકરાઓ નિશાળે ગયા છે. નાના ભૂલકાઓ ફળી કે શેરીમાં રમીને બચપણ વિતાવે છે. નિત ક્રમ મુજબ પ્રભાતગીરી ખભે લોટની જોળી નાખીને હાથમાં લોટનો ચાટવો ( લોટ ભરવાનું પાત્ર) લઈને ભિક્ષા અર્થે નીકળ્યા છે. “ જય સીતારામ ” બોલતા જ્યાં છે ને ઘરે ઘરે ફરીને લોટ કે અનાજ ને જોળીમા નાખતા જાય છે.
યુવાન તેજીલો ને ક્રાંતિકારી દેહ, ચંદ્રમાના તેજ જેવું મુખ પર તેજ, કપાળે ત્રિપુંડ અને મોઢે સરસ્વતીએ બક્ષેલા અવાજે ઘરે ઘરે ફરે છે.
‘ જય સીતારામ’ કહીને તે એક ઘર પાસે આવીને ઉભા રહે છે. અંદરથી એક મહિલા હાથમાં લોટનો વાટકો ભરીને બહાર આવે છે. નજર નીચે ઢળેલી છે. પ્રભાત ગીરી પણ, આગંતુક લોટ આપે કે લઈને નીકળી જવાની પેરવીમાં છે. એક નજર આંગતુક સામે પડી. અને આવનાર મહિલાએ પણ એક નજર તેના પર કરી. નજરોનું અનુસંધાન જોડાઈ ગયું. નજરો તો જાણીતી હતી, મીલાપમાં આલાપ છેડાયો. નજરો એકબીજાનું ઊંડાણ માપવા લાગી. મહિલાના હાથમાં રહેલ લોટનો વાટકો તો ચાટવામાં ઢળી ગયો પણ એના હાથ સ્થિર થઇ ગયા. અંગો પરનો કાબુ જાણે કોઈ અજાણી ઇન્દ્રિયો એ લઇ લીધો ! નજરો એકબીજામાં ખુપી ને એકરસ બની ગઈ. સ્થિત, તાલ, શાન , માન કે પાન બધું વિસરાઈ ગયું. એક્કાર સર્જીને જે ઘડીનું નિર્માણ થયું તે અલૌકિક અને ના માનવામાં આવે તેવું હતું.
નજરો આંખોથી વેગળી બનીને નિરકુંશ બની ગઈ. હાથની લગામો છૂટી ગઈ. બેયની આંખો એકબીજામાં એટલી ઊંડી ઉતરી ગઈ કે સમયનું પણ ભાન ના રહ્યું; પળો પર પળો વીતવા લાગી. બંને તો એવા અવાચક બની ગયેલા કે જાણે મુદડા જોઈ લો ! એક કાગડાની નજર લોટ પર ગઈ અને તેની ચાંચ પર રસ વહન તીવ્ર બન્યું. લોટ ખાવા માટે એકદમ નજીક ગયો. કાગડાની હોશિયારી ને ત્વરા તો જગ મશહુર ! તેણે અનુમાન લગાવ્યું કે બંને તો મડદા બની ગયા છે આથી તરાપ મારીને એક ચાંચ લોટનો ફાંકડો મારી લીધો.
પણ આ શું ? તાજ્જુબ, કોઈએ કશું ના કર્યું. આથી ફરી વાર તેને લોટની જયાફત ઉડાવી. કોઈ મોટું તીર માર્યું હોય તેવા નશામાં બીજા ઘણા બધા કાગ મિત્રોને કહી ફર્યો. કાગડાની ટોળી તો લોટની મોજ ઉડાવે છે. ઘણા બધા કાગડાનો કાઉં કાઉં અવાજ આવ્યો કે અંદરથી એક ડોશીમાં બહાર આવ્યાં; અને જે નજારો દેખાયો તે જોઇને ચક્કર ખાઈને ઢળી પડયા. તેમના પડવાના અવાજે બેયનું ભાન પાછું આવ્યું. મિત્રો પછી શું બન્યું હશે તેનું વર્ણન તો કેમ કરી શકાય !
જે બીના બની ગઈ તે ગામ માટે નાની નહોતી. ગામમાં ફક્ત એકજ ચર્ચા ચાલે છે. કે કેવો નેહ કે હાથ પણ સ્થિર અને આંખો પણ સ્થિર, જાણે લાશો !
બીજા દિવસે સવારે તો કુવામાં બે લાશો તરતો દેખાઈ.
મુખવાસ : જે વ્યક્તિ ની જરૂર હોય ત્યારે તે સર( Sir ) બની જાય છેઅને નકામો બને ત્યારે બેસુર બની જાય છે.
Subscribe to:
Posts (Atom)

