Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

8 March 2017

નીરીશ્વરવાદી અથવા નાસ્તીકોનો બુદ્ધીઆંક (IQ) વધારે હોય છે –બીપીન શ્રોફ

નીરીશ્વરવાદી અથવા નાસ્તીકોનો

બુદ્ધીઆંક (IQ) વધારે હોય છે

–બીપીન શ્રોફ

તેઓની બૌદ્ધીકતા ધર્મને અવૈજ્ઞાનીક અને ઈર્–રૅશનલ ગણીને સહેલાઈથી મનમાંથી કાઢી નાંખે છે. આ ક્ષેત્રમાં થયેલાં સંશોધનો સાબીત કરે છે કે જેનો બુદ્ધી આંક વધારે હોય છે તે ધાર્મીકતાને ત્યજી દેવામાં અગ્રેસર હોય છે. વીશ્વમાં અને મોટાભાગના અતીવીકસીત ઔદ્યોગીક દેશોમાં ખ્રીસ્તીધર્મીઓ કરતાં કૉર્પોરેટ જગતમાં શ્રેષ્ઠ સ્થાન નીરીશ્વરવાદીઓનું હોય છે. આસ્તીકોની ધાર્મીકતા તેમની બૌદ્ધીકતાને મુક્ત રીતે વીકસાવવામાં બાધક નીવડે છે. નાસ્તીકોની અધાર્મીકતા તેમના પર સ્વનીયન્ત્રણ અને આત્મવીશ્વાસ જેવા ગુણો વીકસાવે છે. જેથી પેલા ધાર્મીકોએ બતાવેલા ધર્મના ફાયદાઓની તેઓને જરુર જ પડતી નથી. નાસ્તીકોમાં આત્મસન્માન કે સ્વાભીમાન (સેલ્ફ એસ્ટીમ) હોય છે, જ્યારે આસ્તીકોનું સ્વાભીમાન (પરાવલમ્બન) ઈશ્વરને ત્યાં ગીરો(ગીરવી) મુકેલું હોય છે. નાસ્તીકોના સમ્બન્ધો એક બીજા માનવો પ્રત્યે સહાયકારક અને ટેકારુપ હોય છે. જે રાષ્ટ્રવાદ, પ્રાદેશીકતા, વર્ણ, વર્ગ જેવા કોઈ અન્ય બન્ધનોથી જોજનો દુર હોય છે. જયારે આસ્તીકોના સમ્બન્ધો વર્ણ, જ્ઞાતી, જાતી અને ધર્મ કે સામ્પ્રદાયીક ખ્યાલો અને વર્તનોની આસપાસ જ ગુંથાયેલા થઈ જાય છે.

નવો પુરાવો–

સને 1928થી સને 2012 સુધીના સમયગાળામાં થયેલાં 63 વૈજ્ઞાનીક સંશોધનોમાંથી 53 સંશોધનોએ એવું તારણ કાઢયું છે કે ‘ધર્મ અને બૌદ્ધીકતાને આધારભુત નકારાત્મક સમ્બન્ધો છે’ બાકીના દસ સંશોધનોએ એવું સાબીત કર્યુ હતું કે તે બન્ને વચ્ચે હકારાત્મક સમ્બન્ધો પણ છે. આ સંશોધનોનું એવું તારણ હતું કે, બાળકો જેટલાં બૌદ્ધીક બને, એટલાં બાળકો ઝડપથી ચર્ચમાં જવાનું ટાળતાં શીખી જતાં હતાં. (They would shun the church). તે બધાનું આજ વલણ ઘડપણમાં બદલાતું નથી.

ધી યુનીવર્સીટી ઑફ રોચેસ્ટરના મનોવૈજ્ઞાનીકોએ (The University of Rochester psychologists) પોતાનાં સંશોધનોમાં ધર્મ અને બૌદ્ધીકતાની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : ‘ધર્મ એટલે આસ્થા કે માન્યતા. બૌદ્ધીકતા એટલે વીવેકશક્તી, આયોજન, સ્વપ્રયત્નથી પ્રશ્ન ઉકેલવાની ક્ષમતા, અમુર્ત રીતે વીચારવાની ક્ષમતા(think abstractly), ગુંચવાડા કે અઘરા પ્રશ્નોને સરળતાથી સમજણપુર્વક રજુ કરવાની કાબેલીયાત, અનુભવમાંથી શીખવું અને ઝડપથી શીખવું.’ તે સંશોધકોનું બીજું તારણ હતું કે : ‘ધાર્મીક માન્યતાઓને વીવેકબુદ્ધીથી સમજાવી શકાય તેમ નથી. (Religious beliefs are irrational). તેને વીજ્ઞાનનો ટેકો કે આધાર ક્યારેય હોઈ શકે નહીં. તે ધાર્મીક માન્યતાઓને તપાસી શકાતી હોતી નથી. તેથી ધાર્મીક માન્યતાઓ, બૌદ્ધીક અને ઉંચી સમજશક્તી ધરાવનાર લોકોને કોઈ પણ હીસાબે આકર્ષી શક્તી નથી. કારણ કે તે બધા ધાર્મીકો કરતાં વધુ સારુ જાણતા હોય છે.’ (Unappealing to intelligent people who ‘know better‘).

–બીપીન શ્રોફ





મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે? ….ટેક ઓફઃ શિશિર રામાવત


 મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે? ….ટેક ઓફઃ શિશિર રામાવત

મહાન માણસોની દિનચર્યા કેવી હોય છે?

ટેક ઓફઃ શિશિર રામાવત  

‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’

 

સરસ સવાલ છે. જિનિયસ લોકો, સફ્ળ માણસો, બીજાઓ માટે રોલમોડલ બની ચૂકેલી વ્યકિતઓનું રોજિંદુ શેડયુલ કેવું હોય છે? એમનું જાગવાનું-સૂવાનું-કામ કરવાનું ટાઈમટેબલ કેવું હોય છે? મેસન કરી નામના એક અમેરિકન પત્રકાર-લેખકના મનમાં આ પ્રશ્ન પેદા થયો. એણે જુદાં જુદાં ક્ષેત્રોની પ્રેરણારૂપ વ્યકિતઓની લાઈફ્સ્ટાઈલ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. જે કંઈ માહિતી મળતી ગઈ તે એણે પોતાના બ્લોગ પર શેર કરવા માંડયું. ત્યાર બાદ આ જ વિષય પર એક પુસ્તક લખ્યું – ‘ડેઈલી રિચ્યુઅલ્સઃ હાઉ આર્ટિસ્ટ્સ વર્ક’. ૧૬૧ જેટલા લેખકો, ચિત્રકારો, સંગીતકારો, ચિંતકો, વૈજ્ઞાાનિકો, ગણિતશાસ્ત્ર્રીઓ અને રાજકીય વ્યકિતઓની વાતો એણે આ પુસ્તકમાં વણી લીધી છે.

સફ્ળ માણસોની કામ કરવાની આદત, રિલેકસ થવાની આદત અને અન્ય લાક્ષણિકતાઓમાં કયાંક એની સફ્ળતાની એકાદ-બે ચાવી છુપાયેલી હોવાની. પુસ્તક વિદેશી છે એટલે એમાં જે લોકો વિશે વાત થઈ છે તે પણ વિદેશી છે. એમાંના અમુકના નામ અને કામ તમને કદાચ અજાણ્યા લાગે તો લાગવા દેજો. મહત્ત્વ એમના વિશેની વિગતોનું છે.

એક સવાલ અવારનવાર પૂછાતો હોય છે કે દિવસનો કયો સમય વધારે ક્રિયેટિવ ગણાય? સવાર કે રાત? આનો કોઈ નિશ્ચિત ઉત્તર નથી. મહાત્મા ગાંધીના ઘનિષ્ઠ ગણાતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ નોંધ્યું છે તે પ્રમાણે, ગાંધીજી સવારે ચાર વાગે ઉઠી જતા. પછી હાથ-મોં ધોઈને પ્રાર્થના કરવા બેસે. નાસ્તો કરીને ફરવા નીકળે ને ત્યાર બાદ કામે લાગી જાય. નવેક વાગે તેલમાલિશ કરાવે. માલિશ કરાવતી વખતેય કામ તો ચાલુ જ હોય. પછી સ્નાન કરે. સ્નાન બાદ અગિયાર વાગે ભોજન લઈ એક વાગ્યા સુધી કામ કરે. બપોરે એકથી બેની વચ્ચે સૂઈ જાય. (ગાંઘીજી ગમે તેમ તોય કાઠિયાવાડી તો ખરા જ ને!) બે વાગે ઉઠીને શૌચક્રિયા કરવા જાય. ત્યાર બાદ પેટ પર માટીનો પાટો બાંધીને આરામ કરે. સૂતાં સૂતાં કામ તો જોકે ચાલતું જ હોય. ચાર વાગે કાંતવા બેસે. પછી લખવા-વાંચવાનું શરૂ થાય. સાંજે પાંચ વાગે તો વાળુ એટલે કે રાત્રિભોજન કરી લે. પછી ફરી પાછા લખવા બેસવાનું. સાત વાગે પ્રાર્થના. તે પછી થોડું કામ ને પછી રાત્રે સાડાનવની આસપાસ સૂઈ જવાનું. જરૂર પડ્યે ગાંઘીજી મધરાતે બે વાગે ઉઠીને કામ આરંભી દેતા. 

 ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ પ્રાઈમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ સવારે સાડાસાતે ઊઠીને બે કલાક સુધી પથારીમાંથી ઊભા ન થતા. બ્રેકફાસ્ટ કરવો, મુખ્ય છાપાં અને પત્રો વાંચવા તથા એકાધિક સેક્રેટરીઓને સૂચનાઓ  કે ડિકટેશન આપવું – આ બધું જ તેઓ આ બે કલાક દરમિયાન પથારીમાં જ પડયા પડયા કરી નાખતા. તાજા તાજા ભૂતપૂર્વ બનેલા અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા સવારે સાત વાગે ઊઠીને, વેઈટ્સ અને કાર્ડિયો જેવી એકસરસાઈઝ પતાવીને નવ વાગતા પહેલાં પોતાની ઓફ્સિ પહોંચીને કામ શરૂ કરી દેતા. રાતે ફેમિલી સાથે ડિનર કર્યા બાદ કેટલીય વાર તેઓ પાછા ઓફ્સિ આવી જતાં અને રાતના દસેક વાગ્યા સુધી કામ કર્યા કરતા.

એનેલિટિકલ સાઈકોલોજિના જન્મદાતા ગણતા કાર્લ જંગનું સ્પષ્ટ કહેવું હતું કે, ‘દિવસના મહત્ત્વના કામકાજ તો શરીર-મન થાકે એ પહેલાં જ પતી જવાં જોઈએ. થાકીને ચૂર થઈ ગયો હોય, કંટાળેલો હોય, એનાં તન-મનને આરામની જરૂર હોય છતાંય ઢસરડો કરતો હોય એ માણસ નક્કી મૂરખ હોવાનો.’ મોઝાર્ટ સવાર છ વાગે ઊઠીને રાત્રે એક વાગ્યા સુધી મ્યુઝિક લેસન, કોન્સર્ટ, મિટિંગ વગેરેમાં બિઝી રહેતા. આઈરિશ કવિ-લેખક જેમ્સ જોય્સ સવારે દસ વાગે ઊઠતા. એક કલાક સુધી પથારીમાં જ પડયા રહેતા. પછી ઊઠીને નહાતા, શેવિંગ કરતા અને પિયાનો વગાડવા બેસતા. આ બધા કાર્યક્રમ પતે પછી બપોરે તેમને લખવાનો મૂડ ચડતો. અમેરિકન લેખક જોન અપડાઈક શિસ્તપૂર્વક વહેલી સવારે લખવા બેસી જતા. તેઓ કહેતા, ‘પ્રેરણાની રાહ જોઈને બેસી નહીં રહેવાનું, લખવા માંડવાનું, કેમ કે ન લખવાનો યા કશુંય કર્યા વગર બેસી રહેવાનો આનંદ એવો પ્રચંડ હોય છે કે જો તમને એનો ચસકો લાગી જશે તો કામ કરવાનું કયારેય મન જ નહીં થાય!’

અમુક ક્રિયેટિવ વ્યકિતઓ માટે ચાલવા જવાની એકસરસાઈઝ બહુ જ અગત્યની હોય છે. પગની મૂવમેન્ટ્સ એમના દિમાગને ગતિશીલ રાખે છે. સોરેન કિકેગાર્ડ નામના ડેનિશ ચિંતકને ચાલતાં ચાલતાં અચાનક કંઈક નવો વિચાર આવતો તો તેઓ ઝપાટાબંધ ઘર તરફ્ પાછા પાછળ વળી જતા અને વોકિંગ સ્ટિક અને છત્રી સમેત સ્ટડીરૂમમાં ધસી જઈને ફ્ટાફ્ટ લખવા બેસી જતા. બ્રિટિશ લેખક ચાર્લ્સ ડિકન્સ સવારે નહીં પણ બપોરે ચાલવા નીકળતા. મહાન જર્મન કમ્પોઝર અને પિયાનિસ્ટ બીથોવન પણ જમ્યા બાદ પગ છૂટો કરવા નીકળતા. તેઓ ખિસ્સામાં કાગળ અને પેન્સિલ અચૂક રાખતા કે જેથી અચાનક કોઈક ધૂનની પ્રેરણા મળે તો એના નોટેશન્સ ટપકાવી શકાય. ક્રિયેટિવ અથવા ‘ઊંચા માંહૃાલા’ વિચારો કયારેક દિમાગમાંથી સાવ છટકી જતાં હોય છે એટલે તે નાસીને અદશ્ય થઈ જાય અથવા ભુલાઈ જાય તે પહેલાં નોંધી લેવા જોઈએ!

પોતે રોજ કેટલું લખે છે એનો લેખકે હિસાબ રાખવો જોઈએ? નોબલ પ્રાઈઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વે રોજ પોતે કેટલા શબ્દો લખ્યા એનો રીતસર ચાર્ટ બનાવતા, કે જેથી ખુદને ઉલ્લુ બનાવી ન શકાય! બી.એફ્. સ્કિનર નામના અમેરિકન લેખક-સાઈકોલોજિસ્ટ લખવા બેસે ત્યારે રીતસર ટાઈમર સેટ કરતા અને પછી કલાક દીઠ કેટલા શબ્દો લખ્યા એનો નિયમિત ચાર્ટ બનાવતા.

સમજદાર જીવનસાથી કે પાર્ટનર પર પણ કયારેક ઘણી વાતો નિર્ભર કરતી હોય છે. માનસશાસ્ત્રના પિતામહ એવા સિગ્મન્ડ ફ્રોઈડની પત્ની માર્થા એમની ખૂબ સેવા કરતી. ટૂથપેસ્ટમાંથી પેસ્ટ કાઢીને બ્રશ પર લગાડવાનું કામ સુદ્ધાં સિગ્મન્ડ ફ્રોઈડ જાતે ન કરતા. ફ્રોઈડ નસીબદાર ગણાય. બાકી કંકાસણી પત્નીના પતિઓએ પણ ઉત્તમ સર્જન કર્યા હોવાના ઘણા દાખલા છે. અંગ્રેજ લેખિકા જેન ઓસ્ટિન પરણ્યાં નહોતાં. પણ એમની બહેન કસાન્ડ્રા ઘરનું તમામ કામ પતાવી નાખતી કે જેથી જેન પોતાની તમામ શકિત લખવામાં પરોવી શકે.

મહાન કલાકારોમાંથી કેટલાકનું એક કોમન લક્ષણ મર્યાદિત સામાજિક જીવન છે. ફ્રેન્ચ લેખિકા- ફેમિનિસ્ટ સિમોન દ બુવ્વા કયારેક કોઈ પાર્ટીમાં ન જતાં, કોઈ આમંત્રણ ન સ્વીકારતાં કે ન લોકો સાથે સાથ હળતાંભળતાં. એમણે પ્રયત્નપૂર્વક આ પ્રકારની લાઈફ્સ્ટાઈલ વિકસાવી હતી. ચિત્રકાર પિકાસો દોસ્તોને હળવામળવા માટે અડધો રવિવાર અલાયદો રાખતા. બાકીના દિવસોમાં માત્ર કામ, કોઈ ડિસ્ટર્બન્સ નહીં.

સો વાતની એક વાત. ઉત્તમ સર્જન કરવા માટે કોઈ એક જડબેસલાક પદ્ધતિ કે નિયમો હોતાં નથી. સર્જનશકિત ધરાવતા સફ્ળ માણસો પોતાની તાસીર પ્રમાણે ખુદની પદ્ધતિ વિકસાવી લેતા હોય છે.

સંબંધો વગરનું સહ જીવન …. હિરલ શાહ

સંબંધો વગરનું સહ જીવન …. હિરલ શાહ

સુરત નિવાસી મિત્ર આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના બ્લોગ 'સંડે-ઈ-મહેફિલ"માં સૌ.હિરલ શાહનો ૨૦૧૦માં લખાયેલ "સંબંધો વગરનું સહ જીવન " ( લીવ ઇન રીલેશનશીપ ) વિષયનો એક મનનીય લેખ પ્રસિદ્ધ કર્યો છે.

આ લેખ એમણે એમના ઈ-મેલમાં મને વાંચવા માટે મોકલ્યો હતો , જે મને ગમ્યો.આ માટે એમનો આભારી છું.

આ લેખમાં હિરલે એના યુ.કે અને ભારતના અનુભવો પર આધારિત વિચારો દાખલા અને દલીલો સાથે રજુ કર્યા છે જે આજે પણ એટલા જ સુસંગત છે.લેખમાં એ સાચું કહે છે કે આદર્શ લગ્ન સંસ્થા એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે.લગ્ન વિનાના સંબંધો એ એક જાતનો મુક્ત વ્યભિચાર જ કહેવાય.

પશ્ચિમમાં પણ લગ્ન સંબંધોની બાબતમાં ઘણા લોકો ભારતીય સંસ્કૃતિને પસંદ કરતા હોય છે.હીરલની મિત્ર કેથરીનના શબ્દો કે " હું મારો બીજો જન્મ ભારતમાં થાય એવું ઈચ્છું છું"એમાં એના લગ્નેત્તર સહ જીવનનો કટુ અનુભવ  દેખાઈ આવે છે.

આની સામે હવે ભારતમાં જ જો ભારતીય સંસ્કૃતિ અને આદર્શ લગ્ન સંસ્થાનો અનાદાર થતો હોય અને લગ્ન વિનાના સંબંધો થતા હોય તો એ કેટલું ઉચિત કહેવાય!

સહજીવનમાં સાથે રહેવાની ઈછા છે,
સંગતીમાં જીવનનો આનંદ ને સુગંધ છે.
બાગમાં દરેક ફુલની ખુશબો હોય છે,
તેમ દરેક વ્યક્તીનીયે સૌરભ હોય છે.
સહજીવનમાં સ્ત્રીની મધુર સુગંધ છે,
પુરુષનાયે સાંનીધ્યમાં વીશેષ સૌરભ છે.
તેથી જ બેઉને સાથે રહેવાની ઉત્કંઠા છે,
સહજીવનની પ્રેરણા નૈસર્ગીક છે.
પણ, સંયોજન અને વ્યવસ્થા સાંસ્કૃતીક છે,
જેઓ એકમેકના જીવનને સમ્પન્ન કરે છે,
સુરભીત કરે છે, એમનું સહજીવન 
ચરીતાર્થ થાય છે, આનંદમય થાય છે…
---- દાદા ધર્માઘીકારી



વિશ્વ મહિલા દિવસ અને નારી શક્તિ


 વિશ્વ મહિલા દિવસ અને નારી શક્તિ ….

German poster for International Women's Day

દર વર્ષે વિશ્વમાં માર્ચ ૮ ના દિવસનેવિશ્વ મહિલા દિવસ   InternationaI Womens Day 

તરીકે ઉજવવામાં આવે છે. મહિલા જાગૃતિ અને સશક્તિકરણ  એનો મુખ્ય ઉદ્દેશ છે.

પહેલાં અબળા ગણાતી નારી હવે સબળા બની છે. દરેક દેશમાં મહિલાઓ એમના હક્કો માટે આજે જાગૃત બની છે.આપણા પુરાણોમાં નારીને નારાયણી કહી છે અને સતી તરીકે પૂજા પણ કરાય છે. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે એમ કહેવાય છે.એમ છતાં પણ મહિલાઓએ વર્ષોથી ઘણો અન્યાય સહન કર્યો છે એ એક કડવી હકીકત છે.

નારીનું વ્યક્તિત્વ અજબ  છે. સ્વભાવે સ્ત્રી મલ્ટી ટાસ્કીંગ છે એટલે કે એ એક સાથે ઘણાં કામ સંભાળે છે. સ્ત્રીની આ ખાસીયતને ઉજાગર કરતું  એક મિત્રએ ઈ-મેલમાં મોકલેલ આ ચિત્ર ખુબ જ સૂચક છે.

મલ્ટીટાસ્કીંગ મહિલાનું આ ચિત્ર આજના વિશ્વ મહિલા દિવસે આજની નારીને સાદર અર્પણ છે.

ઉપરના ચિત્રથી પ્રેરિત  એક અછાંદસ રચના

ઓ નારી, તું કેટ કેટલાં સ્વરૂપે વિહરે છે !
બધાં રૂપોમાં માનું રૂપ તારું અનુપમ છે, 
નવ માસ બાળકને ઉદરમાં સાચવતી  
બાળક જન્મની પીડા સહેતી તું જનની છે 
મા બોલતાં જ તને નમન થઇ જાય છે .
કેટલા બધા રોલ તું એક સાથે સંભાળે છે ! 
રસોઈ કરી સૌને જમાડતી તું અન્નપુર્ણા છે
ઘરને બધેથી સાફ રાખતી કામવાળી છે 
બાળકને ભણાવતી આદર્શ શિક્ષિકા છે 
માંદગીમાં બાળકોની સેવા કરતી નર્સ છે
ઘરની નાની મોટી તકલીફોમાં તું હેન્ડીમેંન છે !
ઘરને સાચવતી સિક્યોરીટી ઓફિસર છે 
બાળકોને સલાહ આપતી સલાહકાર છે 
દુઃખમાં દિલાસો આપતી કમ્ફર્ટર છે 
ઘરકામમાં કદી રજા ના ભોગવતી વર્કર છે 
તને માંદગીમાં પણ રજા મળતી નથી ! 
વિના પગારની રાત દિવસની વર્કર છે 
આ બધી સેવાઓનો બદલો તને શું મળે છે?
તારી સેવાઓની સાચી કદર થાય છે ખરી ?
બાળકો પ્રત્યેનો પ્રેમ એ જ તારો પગારનો ચેક છે ,
પણ એ પ્રેમ તને હમેશાં પાછો મળે છે ખરો ?

વિશ્વ મહિલા દિવસે ગુગલએ બનાવેલું એક ખાસ ડુડલ જોવા જેવું છે.નીચેની લીંક પર ક્લિક કરી ગુગલ ચિત્ર સ્લાઈડ જોઈ શકાશે .

https://www.google.com/?gws_rd=ssl

Celebrate the women who inspire us every day. 

Happy International Womens Day


દુનિયાભરમાં ‘સ્વદેશી’ અને ‘રાષ્ટ્રવાદ’નો વાયરો કેમ ફૂંકાઈ રહ્યો છે?

દુનિયાભરમાં ‘સ્વદેશી’ અને ‘રાષ્ટ્રવાદ’નો વાયરો કેમ ફૂંકાઈ રહ્યો છે?

(સંકલન શ્રેણી પાક્ષિકની તા. ૭/૨/૧૭ના અંકની કવરસ્ટોરી)
ઘણાં વર્ષો બાદ પહેલી વાર એવું બની રહ્યું છે કે ભારત દુનિયામાં રાજકીય રીતે કાઠું કાઢી રહ્યું છે. અમેરિકામાં ચૂંટણી લડાઈ તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુઓએ અમેરિકામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી. ભારતમાં નરેન્દ્ર મોદીએ જે સૂત્ર ચૂંટણી લડવા વાપર્યું હતું તેની નકલ કરી અને તે પણ હિન્દીમાં જ અને સૂત્ર આપ્યું, ‘અબ કી બાર, ટ્રમ્પ સરકાર’. અત્યાર સુધી ભારતના લોકો અંગ્રેજી ન આવડે તોય ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતા હતા, પહેલી વાર વિદેશી વિદેશમાં ચૂંટણી જીતવા ભાંગ્યુ તૂટ્યું વિદેશી બોલી રહ્યા હતા! આ જાદુ માત્ર અમેરિકા પૂરતો સીમિત નહોતો. લંડનમાં મેયરની ચૂંટણી દરમિયાન પણ ભારતનો જાદુ દેખાયો હતો. એ અલગ વાત છે કે અમેરિકાની જેમ લંડનમાં એ જાદુ સફળ ન રહ્યો. આ હિન્દુવાદની બહુ મોટી જીત છે અને તે રાજકીય નેતાઓએ-પંડિતોએ સમજવું પડશે.
સાથે સાથે એ વાત પણ નોંધવી રહી કે એક સમયે સમગ્ર વિશ્વમાં વૈશ્વિકરણનો પવન ફૂંકાયેલો. ભારતને પણ ‘ગાટ’ કરાર પર સહી કરવાની થયેલી ત્યારે ભારતમાં તેનો ખૂબ જ વિરોધ થયેલો. જોકે આજે પરિસ્થિતિ એવી છે કે આ ‘ગાટ’ કરારના પ્રેરકબળ સમાન દેશોને વૈશ્વિકરણ ભારે પડ્યું છે! ડોનાલ્ડ ટ્રમ્પને સૂત્ર આપવું પડ્યું, ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’. જોકે અમેરિકામાં આ પ્રકારની ચળવળ નવી નથી. પહેલાં સૂત્ર હતું ‘
બી અમેરિકન બાય અમેરિકન’. આ રાષ્ટ્રવાદ છે, પણ તેનો અમેરિકનો ગર્વ કરે છે, જ્યારે ભારતમાં? ભારતમાં ભારતીય હોવું એ શરમની વાત છે. આનું કારણ એ છે કે ભારતીય પ્રસાર માધ્યમોમાં નેગેટિવિટી એટલી પ્રસારાય છે કે ઘણા ભારતીયોને ભારત પ્રત્યે માન રહેતું નથી. તેમાં જોકે અગાઉ આવી ગયેલી સરકારો-અધિકારીઓના ભ્રષ્ટાચાર અને અણઆવડતથી વિકાસમાં આવી ગયેલી મંદતા પણ જવાબદાર ખરી.
ભારતના-ભારતીયોનાં સારાં કાર્યોને ટીવી ચેનલો પર પ્રમુખતાથી દર્શાવાતા નથી. આ જ રીતે સમાચારપત્રોમાં પણ સારાં કાર્યોને અગ્રણી પૃષ્ઠો પર ધ્યાનાકર્ષક રીતે સ્થાન મળતું નથી. તેને પબ્લિસિટી કે જાહેરખબર કે સરકારની ચમચાગીરીનો ભાગ ગણી લેવામાં આવે છે. હવે તો સ્થિતિ એ થઈ છે કે સરકારની મહત્ત્વની જાહેરાત થાય તો તેને કેટલાક સમાચારપત્રો છાપતા જ નથી! સરકાર તો જાહેરાત આપશે જ ને, એમ માનીને. સમાચારપત્રોના લુચ્ચા માલિકો-તંત્રીઓનું તો ખિસ્સું સરકારની જાહેરખબરો છપાવવાના કારણે ભરાઈ જાય છે પણ નાગરિકોનું કેટલું અહિત થાય છે! નાગરિકો મહત્ત્વની જાણકારીથી વંચિત રહે છે અને સરકારની જાહેરખબરો પાછળ જે નાણાં ખર્ચાય છે તે જાય છે તો સરેરાશ નાગરિકોના ખિસ્સામાંથી ને. દા.ત. સમાચારપત્રોમાં આદિવાસીઓના વિરોધના આંદોલનના સમાચાર ધ્યાનાકર્ષક રીતે અગ્રણી પૃષ્ઠો પર છપાયા, પરંતુ ગુજરાત સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો કે આદિવાસી ગામમાં કુદરતી સંપદાનો હક-લીઝ તે ગામના આદિવાસીને જ મળશે- આ સમાચાર એક સમાચારપત્રમાં છપાયા જ નહીં! સરકારની વાજબી ટીકા-વિરોધ કરવી એ લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસાર માધ્યમોની જવાબદારી છે તેમ સરકાર વિષયક સાચી માહિતી પહોંચાડવી એ પણ પ્રસાર માધ્યમની ફરજમાં આવે કે નહીં?
જોકે બદમાશ મિડિયા અને રાજનેતાનો ઝઘડો વિદેશોમાં પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ વિશે ખોટી માહિતી પ્રસાર માધ્યમોમાં અપાતા તેમના તંત્રએ ખોટાં માધ્યમો અને પત્રકારો સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરવા કે તેમને સાચા ઠેરવવાનો ઉપક્રમ નથી, પરંતુ દિવસે ને દિવસે મિડિયાની વિશ્વસનીયતાનું ધોવાણ થતું જાય છે તેની સામે લાલ બત્તી ધરવાનો મિડિયાના જ એક ભાગ તરીકે પ્રયાસ છે. વૈશ્વિકરણના ફાયદા તરીકે આજે વિશ્વ ગામડું બની ગયું છે તે પણ સ્વીકારવું રહ્યું. તેના કારણે જે પરંપરાગત માધ્યમો છે- મુદ્રિત સમાચારપત્રો, સામયિકો અને ટીવી ચેનલો- તે જે સમાચાર આપે તે વાચક કે દર્શક સાચા માની લે તેવું નથી બનતું કારણકે ઇન્ટરનેટ અને ખાસ તો સોશિયલ મિડિયા થકી સાચા સમાચાર તેના સુધી પહોંચી જ જાય છે.
અમેરિકામાં સ્વદેશીનો નારો ફરીથી કેમ ફૂંકાયો? અમેરિકામાં સૌથી પહેલાં ભારતીયો જ પહોંચેલા. તેના પુરાવા છે. અમેરિકામાં તેને નેટિવ ઇન્ડિયન્સ તરીકે ઓળખાય છે. તેઓ ૧૨ હજાર વર્ષ પહેલાં એશિયા-ભારતમાંથી આવેલા. કૉલંબસ પણ ભારત જવાનો નવો રસ્તો શોધવાના પ્રયાસમાં જ અમેરિકા પહોંચી ગયેલો. અને અમેરિકા પર યુરોપીયનોએ કબજો કરી લીધેલો, આ યુરોપથી આવેલા ગોરા લોકો અને તેમના વંશજો એમ જ માને છે કે અમે જ ખરા અમેરિકનો. એટલે તેમને વિદેશથી આવતા સ્થળાંતરિતો (ઇમિગ્રન્ટ્સ) પસંદ પડતા નથી. મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો કે અગાઉ દક્ષિણ ભારતીયો તેમજ ગુજરાતીઓ સામે જેમ શિવસેના અને મનસે દ્વારા આંદોલન અને મારપીટની ઘટના બનેલી તેમ જ અમેરિકામાં સ્થળાંતરિતો સામે રોષ છે. સ્થળાંતરિતોને ગરજ હોવાથી તેઓ સસ્તા ભાવે કામ કરવા તૈયાર થઈ જાય છે. પરિણામે સ્થાનિકો નોકરી ગુમાવે છે. વળી, સંસ્કૃતિની રીતે પણ બદલાવ થાય છે. આ બદલાવ સારો હોય તો તેને સ્વીકારવા સામે વાંધો નથી પરંતુ તેનાથી અપરાધો વધે તે સ્વીકાર્ય બનતું નથી.
બીજું એ પણ કારણ કે અમેરિકાની કંપનીઓ તેમને ઓછો ખર્ચ પડે તે માટે ભારત, ચીન, મલેશિયા જેવા દેશોમાં પોતાનું કામ સોંપી દે છે (આઉટસૉર્સ કરી દે છે). જે ટૅક્નૉલૉજી આ વિકસિત દેશોએ શોધી એ ટૅક્નૉલૉજી જ હવે તેમને ભારે પડી રહી છે! કારણકે ટૅક્નૉલૉજીની મદદથી ભારતના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ કમ્પ્યૂટરની મદદથી અમેરિકાની કંપનીનું કામ કરી આપે છે. બીજું એ કે અમેરિકાની કંપનીઓને પણ એ દેશોમાં પોતાનું બજાર જોઈતું હોય છે. આથી ‘મેક ઇન ભારત’ કે ‘મેક ઇન ચીન’ તેમને સરળ પડે છે. વૈશ્વિકરણ પોતાની સાથે ટૅક્નૉલૉજી અને સ્પર્ધા પણ લાવે છે. આ સ્પર્ધા હવે અમેરિકનોને ભારે પડવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પાછળ આ પણ એક બહુ મોટું કારણ હતું. તેમણે સૂત્ર આપ્યું, ‘મેક યુએસ ગ્રેટ અગેઇન’. અર્થાત્ અમેરિકનોમાં એવી ભાવના હતી કે અમેરિકા કરતાં બીજા દેશો આગળ નીકળી રહ્યા છે. કહેવાતા ઉદારતાવાદી બરાક ઓબામાના સમયમાં જે નીતિઓ અપનાવાઈ તે અમેરિકનોની કહેવાતી ‘મહાનતા’ કે ‘સુપરપાવર’ને નીચી કરનારી હતી. ઓસામા બિન લાદનને મારી નખાયો તેને બાદ કરતાં કોઈ મોટી સિદ્ધિ ઓબામાના ખાતે નહોતી. ખ્રિસ્તીઓને પણ નિર્દયતાથી મારતા આઈએસઆઈએસ જેવા ત્રાસવાદી સંગઠન કે ત્રાસવાદની સતત નિકાસ કરતા સાઉદી અરેબિયા પ્રત્યે કૂણું વલણ ઓબામાને ભારે પડી ગયું. કહેવાતા ઉદારતાવાદીઓ જેમાં ફિલ્મ કલાકારો- ટીવી સ્ટારો-રિયાલિટી સ્ટારો અને મિડિયાનો બહુ મોટો વર્ગ હોય છે તેમને ઓબામા જેવા લોકો પસંદ પડે તે સ્વાભાવિક છે. ભારતમાં જેમ હિન્દુવાદી નેતાઓની ખરાબ છબી બનાવીને રજૂ કરાય છે તેમ અમેરિકામાં રિપબ્લિકનોની સાથે મિડિયાના એક વર્ગમાં આવું કરાતું હોય છે- ચાહે તે જ્યોર્જ બુશ સિનિયર હોય, જુનિયર બુશ હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય અપરાધોના અને લફરાંના આક્ષેપો થયેલા તો ડેમોક્રેટિક બિલ ક્લિન્ટન પણ મોનિકા લેવિન્સ્કી સહિત નવ સ્ત્રીઓ સાથેના સંબંધો બહુ ગાજેલા. ગત  પ્રમુખ બરાક ઓબામા કે આ વખતના પ્રમુખપદનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પણ આવા આક્ષેપોથી બાકાત નથી રહ્યાં. પરંતુ મિડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આક્ષેપો જ ગાજ્યા. અરે! બહુમતી ભારતીય માધ્યમોમાં પણ આવું જ બન્યું. આપણે ત્યાં હિલેરી ક્લિન્ટન પ્રત્યે કૂણું વલણ અને ટ્રમ્પ પ્રત્યે નકારાત્મક વલણ ઉપજાવવાનો પ્રયાસ મિડિયામાં થયો. ઓબામાના સમયમાં બેરોજગારી, અર્થતંત્રને નુકસાન, હિલેરીનાં કૌભાંડો, હિલેરી દ્વારા સત્તાના દુરુપયોગ વગેરેના કારણે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર હિલેરી જીતી ન શક્યાં. વૈશ્વિકરણની ભાવના સારી છે અને વૈશ્વિકરણ એટલે ઉદાર નજરિયો. એ વાત સાચી છે પરંતુ ‘ઘર બાળીને તીરથ ન કરાય’ તેવી કહેવત છે.
આપણે ત્યાં હજારો વર્ષોના દાસત્વના કારણે પ્રસાર માધ્યમો અને શિક્ષણના લીધે એક માનસિકતા ઘર કરી ગઈ છે કે વિદેશી એટલું સારું અને આ વિદેશીમાંય પાછું અમેરિકા-બ્રિટન વગેરે દેશો. અર્થાત્ મૂળ બ્રિટનના લોકો હોય તે સારું. વિદેશોમાંથી આવતી ચીજોને આયાત કરેલી ચીજો કહેવાય. અર્થાત્ ઇમ્પૉર્ટેડ ચીજો. પરંતુ આપણી ભાષામાં આ ‘ઇમ્પૉર્ટેડ’ શબ્દ સારી ગુણવત્તાની ચીજનો પર્યાય બનીને રહી ગયો. એમાં મોટો વાંક નબળી ગુણવત્તા અને ખરાબ ‘આફ્ટર સેલ સર્વિસ’ આપતી આપણી કંપનીઓનો પણ ખરો. આના લીધે ‘દેશી’ અથવા ‘સ્વદેશી’ શબ્દને હિણપતભરી નજરે જોવાવા લાગ્યો. દેશી એટલે ખરાબ. સ્વદેશી એટલે સંકુચિત માનસિકતા. અને સ્વદેશીની વાત કરનારાને ટોણા મારવામાં આવે કે તમે ટૅક્નૉલૉજી વિદેશી કેમ વાપરો છો? સ્વદેશીની વિચારસરણીને સમજ્યા વગર જ આવા બુદ્ધુજીવીઓ પોતે કુવામાંના દેડકાની જેમ તર્ક વગરના સવાલ કરે છે. ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની વાત હોય કે અન્ય વિદેશી ચીજોનો બહિષ્કાર, તેમાં પ્રશ્ન એ નથી આવતો કે દક્ષિણ કોરિયાની કંપની સેમસંગના કે અમેરિકાની એપલના ફોનનો પણ બહિષ્કાર કરવો કારણકે તેના કેટલાક ભાગો ચીનમાં બને છે. ચીન જે સસ્તું ડંપિંગ કરે છે કે પાકિસ્તાનને ત્રાસવાદી મુદ્દે સાથ આપે છે તેના લીધે ચીનની ચીજોનો બહિષ્કાર કરવાની હવા જાગેલી. ભારતમાં જે ચીજો સારી ગુણવત્તાની અને પોષણક્ષમ ભાવે મળતી હોય તે વિદેશી કંપનીની શું કામ ખરીદવી જોઈએ? દા.ત. ખાણીપીણી કે કપડાંની બાબતે અહીંની ચીજો સસ્તી અને ટકાઉ હોય તો વિદેશી બ્રાન્ડનો મોહ શું કામ રાખવો જોઈએ? રાધર, બ્રાન્ડનો જ મોહ શું કામ રાખવો જોઈએ? રસ્તા પર પણ સસ્તી અને ટકાઉ ચીજ મળે તો ખરીદી જ શકાય.
અમેરિકા પણ આ ‘સ્વદેશી’ની ભાવનાથી અછૂતું નથી રહી શક્યું. ત્યાં તો છેક વર્ષ ૧૯૩૩થી ‘બાય અમેરિકન ઍક્ટ’ બનાવાયેલો છે! પણ અમેરિકાની ખરાબ માનસિકતાને અહીં પ્રસરાવતા બુદ્ધુજીવી કૉલમિસ્ટો આ વાત ક્યારેય નહીં કરે. અમેરિકા તો ઠીક, બ્રિટનમાં પણ સ્વદેશી અને રાષ્ટ્રવાદની ભાવના પ્રસરેલી જ છે. એટલે તો તેણે યુરોપીય સંઘમાંથી નીકળી જવાનું પસંદ કર્યું. આ ઘટના ‘બ્રિદાય’ (બ્રિટન+ વિદાય) અથવા અંગ્રેજીમાં ‘બ્રેક્ઝિટ’ (બ્રિટન+એક્ઝિટ) તરીકે ઓળખાય છે. યુરોપીય સંઘોમાંથી આવતા સ્થળાંતરિતો સામે યુરોપના જ એક દેશ સ્વિત્ઝર્લેન્ડને વિરોધ છે. તેથી તો તેમાં જનમત (પ્લેબિસાઇટ) લેવાયેલો! સ્વીડનમાં પણ યુરોપીય સંઘમાંથી નીકળી જવા દબાણ છે. ફ્રાન્સમાં આ વર્ષે થનારી પ્રમુખ પદની ચૂંટણીમાં જમણેરી મનાતા મરીન લી પેન, ફ્રાન્કોઇસ ઓલાન્દે સામે જીતી જાય તેવી પ્રબળ સંભાવના છે. નેધરલેન્ડમાં પણ મવાળ જમણેરી (રાઇટ ટૂ સેન્ટર) પક્ષો ઓપિનિયન પોલમાં કાઠું કાઢી રહ્યા છે. બુદ્ધુજીવી કૉલમિસ્ટો વારંવાર અમેરિકાના માધ્યમોને ટાંકીને ફલાણું આમ ને ફલાણું તેમ એવી વાત સિદ્ધ કરતા હોય છે પરંતુ અમેરિકાની જાણીતી સંશોધન સંસ્થા ‘પ્યૂ’ના સંશોધન પ્રમાણે, કહેવાતા ઉદારતાવાદીઓ ખરેખર તો સંકુચિત હોય છે. સોશિયલ મિડિયા પર તેઓ વિરોધી વિચારવાળાને બ્લૉક કરી નાખે છે. તેમની સાથે સંબંધ તોડી નાખે છે. આ વાત ભારતના કહેવાતા ઉદારતાવાદીઓ રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, રવીશકુમાર જેવા પત્રકારો અને શાહરુખ ખાન, આમીર ખાન, સલમાન ખાન વગેરે ફિલ્મ કલાકારોના કિસ્સામાં જોવાયેલી જ છે.
સ્વામી વિવેકાનંદે મિશિગન યુનિવર્સિટીમાં વિદેશી પત્રકારોના એક સમૂહને કહેલું, “૨૧મી સદી (ખરેખર તો હિન્દુ કેલેન્ડર પ્રમાણે, બાવનમી સદી) ભારતની સદી છે.” આ વાત રાજકીય રીતે, આર્થિક રીતે અને વિચારોની રીતે સાચી પડી રહી છે, ભલે ભારતના બુદ્ધુજીવીઓ માને કે ન માને.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી