Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 April 2016

અમેરિકામાં અમેરિકનિઝમ, સિડિશન અને મેકકાર્થિઝમ

અમેરિકામાં અમેરિકનિઝમ, સિડિશન અને મેકકાર્થિઝમ

“કોમરેડ, મિત્રો અને સાથી કાર્યકરો, આજે બપોરે હું જે બોલવાનો છું તેના માટે તમારા રસ અને તમારા સમર્પણની પ્રશંસા કરું છું. મજૂરો માટે બોલવું, જે લોકો પરિશ્રમ કરે છે તે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે વિનંતી કરવી; શ્રમિક વર્ગની સેવા કરવી એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત રહી છે.
હું હમણાં જ એ સ્થળની મુલાકાતેથી પરત આવ્યો છું જ્યાં આપણા ત્રણ સૌથી વધુ વફાદાર કોમરેડો શ્રમજીવી વર્ગના કામ માટે તેમના સમર્પણની સજા ભોગવી રહ્યા છે. તેમને સમજાઈ ગયું છે કે વિશ્વમાં લોકશાહીને સુરક્ષિત કરવા માટે લડત આપવા આ દેશમાં વાણી સ્વાતંત્ર્ય(ફ્રી સ્પીચ)ના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવો અત્યંત ખતરનાક છે. મને સમજાય છે કે આજે બપોરે તમારી સાથે વાત કરવામાં, વાણી સ્વાતંત્ર્યના અધિકાર પર કેટલીક મર્યાદાઓ મૂકાઈ છે…”
રખે એમ માનતા કે ઉપરોક્ત ભાષણ કન્હૈયાકુમાર કે એના કોઈ સાથી ડાબેરી નેતાનું છે. એ છે અમેરિકાના મજૂર નેતા યૂજીન ડેબ્સનું. અમેરિકાના કેન્ટન ઑહિયોમાં પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરતું ભાષણ આપવા બદલ એમની ધરપકડ કરાઈ હતી અને ઑહિયોના ક્લીવલૅન્ડની ફેડરલ કૉર્ટમાં એમને દોષી ઠરાવાયા હતા. આ ભાષણ બદલ એમને દસ વર્ષની સજા કરાઈ હતી!
અને આપણા કેટલાક લૅક્ચરખ્યાત બુદ્ધુજીવીઓ છાશવારે ભારતની ટીકા અને અમેરિકાના વખાણ કરે છે. તેઓ રહે છે ભારતમાં, કમાય છે ભારતમાં, પ્રસિદ્ધિ મેળવે છે ભારતમાં પણ એમને ઉઠતા-બેસતા, ખાતા-પીતા અને અન્ય ક્રિયાઓ કરતા બસ અમેરિકાના જ વિચારો આવે છે. એટલો જ પ્રેમ હોય તો અમેરિકા જઈને કેમ ન વસે? કેમ કે ત્યાં એમનો કેટલાક ભારતીયો સિવાય કોઈ ભોજિયોભાઈ પણ ભાવ ન પૂછે. સંશોધન કરવાની તસદી લેવી નથી એટલે જે ચિત્ર મિડિયામાં રજૂ કરાય છે તેના આધારે અમેરિકા વિશે એવી છબિ આવા બુદ્ધુજીવી લેખકો વાચકોના મનમાં બેસાડવા માગે છે કે અમેરિકામાં તો ગમે તેમ કપડાં પહેરો, ગમે તેવું બોલો, બધું જ ચાલે.
ભારતમાં જ્યારથી સત્તા પલટો થયો છે ત્યારથી વાણી સ્વાતંત્ર્યનો મુદ્દો કેન્દ્ર સ્તરે અને ગુજરાતમાં બહુ ચગ્યો છે. રાજકીય માંધાતાઓના ઈશારે કેટલાક પટેલોને અનામતની લોલિપોપ આપીને આંદોલનના માર્ગે ચડાવનારા અને કોઈ પણ ભોગે સમાધાન કરવામાં નહીં માનતા હાર્દિક પટેલ તેમજ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં મારાતમારા પૈસે પડ્યા પાથર્યા રહેતા અને કાશ્મીરને ભારતથી અલગ કરવાની-સંસદ પર હુમલા માટે કાયદાની અનેક પ્રક્રિયાઓ બાદ તેમજ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી ગયા પછી ફાંસીના માંચડે લટકાવાયેલા ત્રાસવાદી મકબૂલ ભટ્ટ અને અફઝલ ગુરુને શહીદમાં ખપાવીને દેશવિરોધી નારા પોકારનારાઓ કન્હૈયાકુમાર, ઉમર ખાલીદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય પર રાષ્ટ્રદ્રોહનો કાયદો લાગુ પડાતાં આ બુદ્ધુજીવીઓનો શોરબકોર વધી ગયો છે. ‘ભારત માતા કી જય’ એ સ્વતંત્રતા મેળવવા માટેનું એક જોશપ્રેરક સૂત્ર હતું પરંતુ આજે ‘ભારત માતા કી જય’ એ કોઈ એક રાજકીય પક્ષ, કોઈ એક રાજકીય સંગઠનનો પેટન્ટ બની ગયો હોય તેમ, તેનો વિરોધ કરવો એ ગર્વની વાત બની છે. એવા જોક- એવા કાર્ટૂન ફરી રહ્યા છે કે વિજય માલ્યાએ ભારત માતા કી જય બોલ્યું એટલે તેમને ભાગી જવા દેવાયા. આ બુદ્ધુજીવીઓને ભારત સિવાય કોઈ પણ દેશ સારો લાગે છે અને અમેરિકા તો ઓહોહો! જન્મભૂમિ કરતાં પણ પ્રાણપ્યારી લાગે. એમનું બધું ઘી-ઘી અને આપણું બધું છી-છી!
૧૮ માર્ચે ‘આજતક’ ચૅનલ પર એક કાર્યક્રમમાં કન્હૈયાકુમાર કહે છે કે ભારતીય સંવિધાનમાં ક્યાંય ‘નેશન’ શબ્દ જ નથી. ‘ઇન્ડિયન સ્ટેટ’ શબ્દ જ છે. એમઆઈએમ નામના મુસ્લિમ કોમવાદી પક્ષના અસાઉદ્દીન ઓવૈશી પણ મહારાષ્ટ્રમાં ગર્વથી કહે છે કે તેઓ ભારત માતા કી જય નહીં જ બોલે કારણકે ક્યાંય સંવિધાનમાં લખ્યું નથી. આપણે ત્યાં કન્હૈયાકુમારને આ રીતે ભારત વિરોધી, ભારતીય સેના વિરોધી ઝેર ઓકવા માટે છૂટો ફરવા દઈ શકાય, બાકી કોઈ પણ દેશ પોતાના ઘરમાં અરાજકતાવાદી, દેશના ટુકડા કરવાની પ્રવૃત્તિ ચલાવી ન લે, ચાહે તે અમેરિકા હોય કે રશિયા. અને એટલે જ આ બંને દેશો મહાસત્તા હતા અને છે. (રશિયા ભલે ભાંગ્યું તોય ભરુચ જેવું છે જે તેણે સિરિયામાં દેખાડી દીધું છે.)
અમેરિકાના એક લેખક છે જૉન ગ્રિફિંગ. તેમણે એક લેખ લખેલો. તેમાં તેમણે લખ્યું કે “ઓબામા સરકાર હકીકતો અને ગુણવત્તાના આધારે દલીલોમાં જીતી શકતી નથી એટલે તે ચર્ચાને નિયંત્રિત કરવા રાજકીય વિપક્ષને અપરાધી બતાવવા પ્રયાસ કરી રહી છે. પહેલાં ઘરેલુ સુરક્ષા મંત્રાલય (અમેરિકામાં તેને ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી કહે છે)એ કન્ઝર્વેટિવ દૃષ્ટિકોણને ત્રાસવાદી તરીકે વર્ગીકૃત કર્યો. (એટલે કે વિપક્ષોના દૃષ્ટિકોણ ત્રાસવાદી પ્રકારના છે.).”
ગ્રિફિંગ આગળ પર લખે છે કે “રાજદ્રોહનો કેસ વાણી સ્વાતંત્ર્યના મુદ્દાઓ સાથે એટલી બધી વાર સંકળાય છે કે અમેરિકાના સર્વોચ્ચ ન્યાયાલયે અનેક વાર ઠરાવ્યું છે કે રાજદ્રોહ વિરોધી કાયદાઓ ગેરબંધારણીય છે.” ગ્રિફિંગ આનું અર્થઘટન કરે છે: “આનો અર્થ થાય છે કે રાજદ્રોહ બંધારણીય છે.”
ગ્રિફિંગના આખા લેખનો સૂર એ છે કે ઓબામા સરકાર રાજકીય લાભ માટે વાણી સ્વાતંત્ર્યના અધિકાર પર તરાપ મારવા માગે છે અને તેને તેમાં સફળ બનવા ન દેવી જોઈએ.
અમેરિકાના ઉછીના વિચારો પર જીવતા બુદ્ધુજીવીઓએ ક્યારેય વિચાર્યું ખરું કે એક સમયે જબરદસ્ત પ્રભાવી રહેલો અને આજે પણ કન્હૈયાકુમાર જેવાઓને આકર્ષી જતો સામ્યવાદ કેમ ક્યારેય અમેરિકામાં પગદંડો ન જમાવી શક્યો? કારણકે આ લાલભાઈઓથી અમેરિકા બહુ ડરે છે અને તેના ડરને અમેરિકાના ઇતિહાસમાં ‘રેડ સ્કેર’ કહે છે. અને એટલે તેમને પહેલેથી જ દબાવી દેવાયેલા.
વર્ષ ૧૯૧૭ની બૉલ્શેવિક રશિયાઈ ક્રાંતિ પછી અમેરિકામાં પ્રથમ ‘રેડ સ્કેર’ એટલે કે સામ્યવાદથી મોટા પાયે ડર ફેલાઈ ગયો હતો. અમેરિકામાં ડાબેરીઓ વર્ચસ્વ મેળવી લેશે તેવો માસ હિસ્ટેરિયા સર્જાયો હતો. વર્ષ ૧૯૧૬ અને ૧૯૧૭માં અનેક મજૂર હડતાળો પડતી હતી ત્યારે અમેરિકાનું મિડિયા તેને અમેરિકી સમાજ સામે ઉગ્ર પડકાર (રેડિકલ થ્રેટ), સમાજ સામેનો અપરાધ, સરકાર સામેનું ષડયંત્ર અને સામ્યવાદ સ્થાપવાનું કાવતરું ગણાવતું હતું.
વર્ષ ૧૯૧૮માં રાજકીય-આર્થિક વગેરે ક્ષેત્રના અગ્રણીઓના ઘર પર બૉમ્બ ફેંકવાનું કાવતરું પકડાયું. તે પછી પડેલા દરોડાઓને એટર્ની જનરલ મિશેલ પાલ્મેરના નામે ‘પાલ્મેર રૅઇડ’ તરીકે ઓળખવામાં આવે છે. એ વખતે પ્રમુખ વૂડ્રોવ વિલ્સને કૉંગ્રેસ પર દબાણ લાવીને રાજદ્રોહનો કાયદો લાવેલો. તેને સિડિશન ઍક્ટ ઑફ ૧૯૧૮ તરીકે ઓળખવામાં આવે છે. તેના હેઠળ યુદ્ધનો વિરોધ કરતા અથવા જે વિરોધી હોય તેવા રાજકીય લોકોને દેશની બહાર મોકલી દેવાની જોગવાઈ હતી.
સામ્યવાદીઓ સામેનો આવો વ્યાપક ભય અમેરિકામાં ફરી જાગ્યો વર્ષ ૧૯૪૭થી ૫૭ના ગાળામાં જેને ‘મૅકકાર્થિઝમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નામ તે સમયના પ્રખ્યાત સેનેટર જોસેફ મૅકકાર્થી પરથી પડેલું છે. અમેરિકામાં ભય હતો કે સોવિયેત સંઘ (આજનું રશિયા) અમેરિકા પર હાઇડ્રોજન બૉમ્બ ફેંકશે તેમજ કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (સીપીયુએસએ) અમેરિકામાં સત્તા મેળવી લેશે. ભારતમાં અત્યારે રાષ્ટ્રભક્ત અને દેશદ્રોહી જેવા શબ્દો વપરાય છે. દેશદ્રોહી પ્રવૃત્તિ માટે અંગ્રેજીમાં એન્ટી નેશનલ એક્ટિવિટિઝ શબ્દ વાપરીએ છીએ, પણ અમેરિકાના લોકો માટે રાષ્ટ્રભક્તિ એટલે અમેરિકનિઝમ. અને જે લોકો તેના વિરોધી હોય તેને એન્ટી અમેરિકન ગણવામાં આવે. જોસેફ મૅકકાર્થીના વખતમાં આવી એક કમિટી હતી જે દેશદ્રોહી પ્રવૃત્તિની સામે કાર્યવાહીનું કામ કરતી હતી. તેને હાઉસ અન-અમેરિકન ઍક્ટિવિટિઝ કમિટી તરીકે ઓળખવામાં આવતી હતી. તેની સમક્ષ સીપીયુએસએના પૂર્વ સભ્યો એલિઝાબેથ બૅન્ટલી અને વિટેકર ચૅમ્બર્સએ પોતે સોવિયેત સંઘ માટે જાસૂસી કરતા હોવાનું સ્વીકાર્યું. ત્યારથી મૅકકાર્થિઝમ એવો શબ્દ પડી ગયો જેનો અર્થ થતો હતો પુરાવા વગર ભાંગફોડ અને રાષ્ટ્રદ્રોહના આરોપો કરવા. રાજકીય અસંતોષ કે ટીકાને દબાવી દેવા માટે ગેરવાજબી ટૅક્નિક વાપરવી કે ગેરવાજબી આક્ષેપો કરવા. એક સમયે જે સીપીયુએસએના ૫૦,૦૦૦ ઉપરાંત સભ્યો હતા તેના આજે માંડ બેથી ત્રણ હજાર સભ્યો જ બચ્યા છે!
૧૯૪૭માં અમેરિકાના પ્રમુખ હૅરી એસ. ટ્રુમને એક આદેશ બહાર પાડ્યો જે મુજબ, કેન્દ્ર (ત્યાંની ભાષામાં ફેડરલ) સરકારના કર્મચારીઓની વફાદારી સાબિત કરવા રાજકીય-વફાદારી સમીક્ષા બૉર્ડ રચાયાં હતાં! જે કર્મચારીઓ સોવિયેત સંઘ માટે જાસૂસી કરતા હોય કે જેઓ ‘અનઅમેરિકન’ (એટલે કે દેશવિરોધી) હોય તેમને સરકારમાંથી પાણીચું આપી દેવાનું! (આપણે ત્યાં આવું કલ્પી પણ શકાય?)
આ જ સેનેટર મૅકકાર્થીએ વર્ષ ૧૯૫૦માં એક મૅકકાર્ન ઇન્ટર્નલ સિક્યોરિટી ઍક્ટ અમેરિકી કૉંગ્રેસ (લોકસભા)માં પસાર કરાવેલો જે મુજબ, સુરક્ષાના નામ પર નાગરિકોની સ્વતંત્રતા પર નિયંત્રણ મૂકી શકાતું હતું. અમેરિકામાં સામ્યવાદીઓનો ભય એટલો બધો વ્યાપેલો કે એ સમયે ફિલ્મોમાં પણ સામ્યવાદીઓ દ્વારા અમેરિકામાં જાસૂસી, ભાંગફોડ અને વિનાશકારી પ્રવૃત્તિ બતાવાતી. બૅઝબોલની એક ટીમનું નામ ‘સિનસિનાટી રેડ્સ’ હતું, પરંતુ નાણાં ન મળવાની બીકે તેણે તેનું નામ ‘સિનસિનાટી રેડલેગ્ઝ’ કરી નાખેલું!
વર્ષ ૧૯૫૪માં તો અમેરિકાના પ્રમુખ ડ્વાઇટ આઇઝનહૉવરના સમયમાં રીતસર સામ્યવાદી નિયંત્રણ એટલે કે કમ્યૂનિસ્ટ કંટ્રોલ ઍક્ટ- આ નામનો કાયદો જ પસાર કરાયેલો! તેની હેઠળ આ સીપીયુએસએ પક્ષ પર પ્રતિબંધ મૂકી દેવાયો અને તેના સભ્ય હોવું એ અપરાધ ગણાવાયેલો! સભ્યોને દસ હજાર ડૉલર સુધીનો દંડ અથવા પાંચ વર્ષની જેલ અથવા બંને કરાતું!
આ તો રાજકીય દુશ્મનાવટની વાત થઈ પણ નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય બાબતે અમેરિકાના ન્યાયમૂર્તિ ઑલિવર વેન્ડેલ હૉમ્સ જુનિયરે વર્ષ ૧૯૧૯માં ઠરાવેલું કે વાણી સ્વાતંત્ર્યને માટે ગમે તેવી કડક સુરક્ષા પણ એ વ્યક્તિને નહીં બચાવી શકે જે ખીચોખીચ ભરેલા થિયેટરમાં ‘આગ આગ આગ’ એવી બૂમો સાવ ખોટેખોટી પાડે. અર્થાત જે ભાષણ કે વાણીનો ઉદ્દેશ હિંસા કે નુકસાન સર્જવાનો હોય તે નિયંત્રિત છે.
તાજેતરની જ વાત કરીએ. વર્ષ ૨૦૧૨માં ‘ઇન્નોસન્સ ઑફ મુસ્લિમ’ નામે મુસ્લિમોને ઉશ્કેરે તેવો વિડિયો યૂટ્યૂબ પર મૂકાયો હતો. તેના નિર્માતાએ પોતે ઇઝરાયેલી છે તેવો ખોટો દાવો કર્યો હતો. અમેરિકાની ઓબામા સરકારે યૂટ્યૂબને તેના પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું હતું પરંતુ યૂટ્યૂબે કહ્યું કે વિડિયો ઇસ્લામ વિરુદ્ધ છે પણ મુસ્લિમ લોકો વિરુદ્ધ નથી. તે ‘હેટ સ્પીચ’માં આવતો નથી. બે વર્ષ પહેલાં ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ કૉર્ટ ઑફ અપીલ્સ ફૉર ધ નાઇન્થ સર્કિટે યૂટ્યૂબને આ વિડિયો પર પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યો હતો.
વર્ષ ૧૭૯૮માં અમેરિકાની કૉંગ્રેસે એલિએન એન્ડ સિડિશન ઍક્ટ્સ પસાર કરેલા જેમાં મિડિયા પર સરકાર સામે ખોટા, કૌભાંડી અથવા બદઈરાદાવાળા લખાણ છાપવા પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે તે વર્ષ ૧૮૦૧ સુધી જ અમલમાં રહેલો. વર્ષ ૧૮૬૧માં સિવિલ વૉર દરમિયાન સાત રાજ્યો અમેરિકાથી છૂટા પડીને કૉન્ફિડરેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા નામના દેશની રચના કરી હતી. તે વખતે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને અનેક સમાચારપત્રો પર તેઓ આ રાજ્યોની તરફેણ કરતા હોવાનો આક્ષેપ કરી તેમને બંધ કરવા આદેશ આપ્યો હતો.
૨૦૦૧ પહેલાં વર્ષ ૧૯૯૩માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે ટ્રક બૉમ્બ ફાટ્યો ત્યારે બિલ ક્લિન્ટનની સરકારે ઇજિપ્તના અંધ ધર્મગુરુ શૈખ ઉમર અબ્દુલ રહેમાન અને બીજા નવ જણા સામે રાષ્ટ્રદ્રોહના આરોપો લગાવેલા. વર્ષ ૨૦૦૧ના ત્રાસવાદી હુમલા પછી તો અમેરિકાના પ્રમુખને એટલી સત્તા અપાઈ છે કે પ્રમુખને જે વ્યક્તિઓ કે સંગઠનો વિશે એમ લાગે છે કે તેઓ અમેરિકા સામે દુશ્મની કે તેના પર હુમલા કરવાની યોજના કરે, સહાય કરે છે તેમની સંપત્તિ જપ્ત કરી શકાય છે.
વર્ષ ૨૦૧૧માં અમેરિકામાં મૂડીવાદીઓ સામે ઑક્યુપાય વૉલસ્ટ્રીટ નામનું આંદોલન ચાલુ થયું હતું જે પછી તો બીજા બધા દેશોમાં ફેલાઈ ગયું હતું. તેને અમેરિકાએ કેવી રીતે કચડ્યું તે વાંચવા જેવું છે. અમેરિકાની પોલીસ બળજબરીથી આંદોલનકારીઓને ધરણાના સ્થળેથી ઉઠાવી લેતી હતી. ડિસેમ્બર ૨૦૧૨માં જાહેર થયેલા સરકારી દસ્તાવેજો મુજબ, આ ચળવળ પર અમેરિકાની એફબીઆઈ નજર રાખતી હતી અને તેણે પોતાના બાતમીદારોને આંદોલનકારીઓ વચ્ચે પણ ઘૂસાડ્યા હતા. આપણે ત્યાં જેમ આરટીઆઈ કાયદો છે તેમ અમેરિકામાં ફ્રીડમ ઑફ ઇન્ફોર્મેશન ઍક્ટ છે. તેના હેઠળ આ આંદોલન અંગે સિવિલ લિબર્ટીઝ ગ્રૂપોએ એફબીઆઈ અંગે માહિતી માગેલી પણ એફબીઆઈએ એવા બહાના હેઠળ માહિતી આપવા ના પાડી દીધેલી કે તે ન આપવી એ દેશની સુરક્ષા અથવા વિદેશી નીતિના હિતમાં છે.
અમેરિકાનું મિડિયા આપણાં મિડિયા જેવું નથી જેને દુશ્મન પાકિસ્તાનના વર્તમાન કે પૂર્વ શાસકો ભારતના શાસકો કરતાં વધુ સારા લાગે અને એ શાસકો પોતાની હાજરીમાં ભારતના વડા પ્રધાનને ગાળો આપે તો પણ હસતા હસતા નાસ્તો કરતા રહે. અમેરિકાનાં અનેક મુખ્ય સમાચારપત્રોએ સ્વીકાર્યું છે કે અમેરિકાની ડ્રોન એસેસિનેશન પ્રૉગ્રામ, ટૉર્ચર, સિક્રેટ પ્રિઝન અને વૉરન્ટ વગર જાસૂસી કરવા સહિત અનેક મુદ્દે તેણે અમેરિકાના નાગરિકોથી મહત્ત્વની બાતમી છુપાવેલી છે.
અને છેલ્લે…અમેરિકાની જેમ બ્રિટન પણ આપણા કાળા અંગ્રેજોના માનસમાં આદર્શ દેશ તરીકે માન્યતા ધરાવે છે. આવા લોકો માટે…આપણે ત્યાં જેમ અનુપમ ખેર મોદી સરકારના વિચારોના સમર્થક હોવાથી તેમની ફિલ્મ ‘બુઢ્ઢા ઇન ટ્રાફિક જામ’ અત્યારે વિવાદાસ્પદ બની ગયેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરની પ્રોફેસર માતા અને સંરક્ષણ નિષ્ણાત ઉદય ભાસ્કરની પત્ની ઈરા ભાસ્કરે દેખાડવા નહોતી દીધી પણ અનુપમે હોબાળો કરતાં તે પ્રદર્શિત થઈ, તેમ બ્રિટનની ઍસેક્સ યુનિવર્સિટીમાં ઇઝરાયેલના ડેપ્યુટી એમ્બેસેડરને પૉલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓ સાથે વાત કરવા બોલાવાયેલા. તેમને આમંત્રણ આપનાર પ્રૉફેસર થોમસ સ્કોટ્ટોને હતું કે તેમની વાત સાથે અસંમત વિદ્યાર્થીઓ તેમને પ્રશ્નોત્તરી કરશે પણ કન્હૈયા જેવા અવળચંડા વિદ્યાર્થી ત્યાં પણ હોય ને. તેમણે આ ડેપ્યુટી એમ્બેસેડરને બોલવા જ ન દીધા!
ઑનલાઇન મેગેઝિન સ્પાઇક્ડ દ્વારા ફ્રી સ્પીચ યુનિવર્સિટી રેન્કિંગ શરૂ કરાયું છે. તે મુજબ વર્ષ ૨૦૧૬માં યુકેની ૯૦ ટકા યુનિવર્સિટીમાં ભાષણ પર પ્રતિબંધ મૂકાય છે. વર્ષ ૨૦૧૫માં આ આંકડો ૮૦ ટકા હતો.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના એક દાખલાથી આપણે નહીં જાગીએ તો આપણે ત્યાં પણ આ આંકડો વધવાની શક્યતા રહેલી જ છે.
(લખ્યા તારીખ: ૧૯ માર્ચ ૨૦૧૬)

મ ન ગમતાં સંવાદો ૧

  ગમતાં સંવાદો
“ બહુ ઉદાસ જણાય છે ? ”
“ હમમ… ”
“ તારા ચહેરા પર કોઈ ટેન્શન હોય એવું લાગે છે ! ”
“ હા યાર કંઈક એવું જ છે ”
“ મિત્ર પાસે દિલ ખોલવાથી ભાર હળવો કરવાનું તો શાસ્ત્રોમાં પણ લખ્યું છે. ”
“ સાચી વાત છે પણ , મિત્રને બોજારૂપ બનવું નથી ગમતું ”
“ ઠીક છે, પણ કોઈને તો તારે કહેવું જ પડશે. એનાથી મને જ કહી દે. ”
“ વ્યવહારિક કામો, ઘરની જવાદારી અને માંદગીઓને લઇ થોડી આર્થિક સંકડામણ અનુભવુ છું.  ”
“ અરે યાર બહુ સેડ વાત છે. ”
“ એટેલે જ તો, પણ શું કરું ? મને કોઈ પાસે પૈસા લેવાની આદત નહિ ને ! ”
“ અરે ગાંડા, હું છું ને, જરા પણ ચિંતા ના કરીશ ”
“ થેંક યુ દોસ્ત, તેં મારું અડધું ટેન્શન દુર કરી દીધું. ”
થોડા દિવસો પછી
“ આપણે થોડા દિવસ પહેલા વાત થયેલી..યાદ છે ? ”
“ અરે હા બિલકુ યાદ છે કહે, હું છું ને ! તને કોઈ પાસે પૈસા લેવાની આદત નથી; તો તારે કયા માંગવા છે, હું તારી જોડે આવીશ. હું માંગીશ; મિત્ર જો છું તારો ”

"બેક્ટેરિયા "

"બેક્ટેરિયા "

“કહું છું, સાંભળે છે, દિલીપ અમેરિકાથી આવે છે એની ખબર દીકરી ચંપાને અમદાવાદ કહેવડાવી છે ને,ભૂલી ગઈ તો નથી ને ?” બરાબર ખાતરી કરી લેવા માટે રણછોડભાઈ એ એમનાં પટલાણીને પૂછ્યું .

“એમ તમારી જેમ હું ભૂલું એવી નથી. દીકરીને એનો વ્હાલો ભાઈ દિલીપ  અમેરિકાથી આવે છે એની ખબર ગામ પહેલાં એને જ મોકલાવી દીધી છે. બિચારી દર બળેવે ભઈને ટપાલમાં રાખડી મોકલે છે. આજે એને નજરે જોશે એટલે કેટલી હરખ પદુડી થઇ જશે મારી દીકરી “

નાનકડા ગોકુળિયા ગામના આગેવાન સરપંચ રણછોડભાઈ પટેલ અને એમનાં પત્ની મંગુ કાકીનું દિલ આજે સવારથી જ આનંદના હિલોળે ચડ્યું હતું. કેમ ના ચડે, આજે તો એમની આંખની કીકી જેવો એકનો એક દીકરો દિલીપ દસ વર્ષના લાંબા ગાળા પછી આજે શિકાગો,અમેરિકાથી વતનના ગામમાં આવી રહ્યો હતો.દિલીપ સાથે એની પત્ની રક્ષા અને જોતાં જ ગમી જાય એવાં એમનાં બે બાળકો ,પાંચ વર્ષનો બાબો આનંદ અને ગલગોટાના ફૂલ જેવી નાજુક એક વર્ષની નાનકડી બેબી પીન્કી પણ એમનાં ડેડી-મમ્મી સાથે આવવાનાં હતાં.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને આખી વાર્તા વાંચો . 

બાબા, બાવા અને બાપુઓની માયાજાળ

બાબા, બાવા અને બાપુઓની માયાજાળ

– ડૉ. સન્તોષ દેવકર
થપ્પડવાલે બાબાકી જય..!!
‘નીલી છતરી વાલે’ ઝી ટીવી પર આવતી લોકપ્રીય સીરીઅલ છે. જેમાં થપ્પડવાલા બાબાનો એક એપીસોડ આવી ગયો. પુજ્ય બાબા લોકોને થપ્પડ મારીને આશીર્વાદ આપતા બતાવાયા છે. એપીસોડને અન્તે બાબા ઢોંગીબાબા સાબીત થાય છે. લોકો બાબાને ભગવાન બનાવવા માટે કેટલી હદે જઈ શકે છે એનું સુન્દર નીરુપણ આ સીરીઅલમાં કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગના લોકોના પ્રશ્ન અને સમસ્યાઓ અને તેનું સમાધાન લઈને આવતી આ સીરીઅલ ઘણી લોકપ્રીય થઈ છે.
ક્યાંક સમર્પીત થઈ જવું, ક્યાંક મારી જાતનું સમર્પણ કરવું છે. કો’કના થઈ જવું છે, મારું બધું જ અર્પણ કરી દેવું છે; એવી તીવ્ર ભાવના કોઈ અજાણી વ્યક્તી માટે મનમાં પેદા થાય ત્યારે એવા નબળા મનના લોકોને એક ઢોંગી બાવો મળી રહે છે.
ભારત દેશની પ્રજા બાબા અને બાપુના પ્રભાવથી અભીભુત થયેલી પ્રજા છે. કહેવાતા બાબાઓ પર આંધળો વીશ્વાસ મુકવા માટે વીશ્વભરમાં આપણે પ્રખ્યાત છીએ. ધર્મના નામે ભોળા લોકોને લુંટતા બાબા અને બાપુઓને ભારતમાં ડાકુ કહેવાનો રીવાજ નથી. ઉલટાનું ભારતની ધર્માન્ધ પ્રજા બાપુ–બાવાઓને પોતાનું ધન, મન અને તન પણ આપી દે છે. ‘દુનીયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીયે !’ બાપુ – બાબાઓ આ કહેવતને બરાબર ચરીતાર્થ કરે છે.
આશ્વર્ય તો ત્યારે થાય છે કે એક બાબાથી છેતરાયા પછી પણ લોકો ધરાતા નથી ! અન્ય નવા બાપુ શોધી કાઢે છે અથવા નવા બાપુને તૈયાર કરી સમાજ સમક્ષ મુકી દે છે ! પુનઃ એ જ કર્મકાંડ કે જેનાથી પ્રજા ફરી પાછી છેતરાવા માટે તૈયાર હોય છે. જે દેશમાં શ્રી કૃષ્ણ જેવા મહાપુરુષે એક વાસ્તવીક અને કલ્યાણકારી વીચારધારા પ્રજા સમક્ષ મુકી, તે દેશમાં ભારતીય પ્રજાને કહેવાતા ઢોંગી બાપુઓના હાથે છેતરાવાની શી મજા પડતી હશે !! એ તો કૃષ્ણ જાણે ! કૃષ્ણે તો સીધું એક જ વાક્યમાં કહ્યું છે કે : ‘તારો ઉદ્ધાર તારે તારી જાતે જ કરવાનો છે. અન્ય કોઈ તારો ઉદ્ધાર કરવાનો નથી.’ ખુબ સ્પષ્ટ છે કે તને તરસ લાગી છે, તો પાણી તારે જાતે જ પીવું પડશે. અન્ય કોઈ વ્યક્તી પાણી પીશે ને તારી તરસ છીપાશે એવું બનવાનું નથી.
જો પીઠ ઉપર ખંજવાળ ઉપડી હોય તો તેની તીવ્રતા કેટલી છે ને ચોક્કસ કઈ જગ્યા પર ખંજવાળ ઉપડી છે ને કેટલો સમય ખંજવાળવું પડશે, એ તો જેને ખંજવાળ ઉપડી છે એ જ વ્યક્તી નક્કી કરી શકે. અન્ય પાસે ખંજવાળવાથી ખંજ ને પરીતોષ મળતો નથી. સ્વયં ખંજવાળવાથી જ તૃપ્તી મળે, અન્યના ખંજવાળવાથી આવો પુર્ણાનન્દ ક્યાં ?
કોઈ બાબા કે બાપુ મારો ઉદ્ધાર કરશે એ બાબતથી દુર થવાનો સમય પાકી ગયો છે. ભારતદેશ અને તેમાં વસવાટ કરતા ભોળા દેશવાસીઓ, ઢોંગી બાવાઓ અને ઢોંગી બાપુઓને, આ ઢોંગીઓ પોતાની પાપલીલા મોકળા મને કરી શકે, તે માટે પુરતી મોકળાશ કરી આપતા હોય છે. કોર્પોરેટ ભાષામાં કહીએ તો બાવાઓ અને બાપુઓ પોતાની દુકાનનો ‘માલ’(તેય કાચો અને સડેલો) વેચવા અને તેનો પ્રચાર–પ્રસાર કરવા માટેનું ગ્લોબલ માર્કેટ, ભારત દેશથી ઉત્તમ બીજું એકેય નથી.
મને તો એ જ સમજાતું નથી કે પત્નીનું દુઃખ પતી દુર કરી શકે કે બાબા દુર કરી શકે ? બાબાના આશ્રમે પત્નીને જતાં ન રોકી શકનાર લાચાર પતીઓ, અન્તે બાબાની પાપલીલાનો ભોગ બને છે તેના અસંખ્ય દાખલા આ દેશમાં મોજુદ છે.
માનવીની શ્રદ્ધા જ્યારે લોજીક (તર્ક)ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવા લોકો માત્ર પોતાના માટે નહીં; આખા સમાજ માટે જોખમી બની જાય છે.
આ બાબતે બે પ્રસંગોનો ઉલ્લેખ અનીવાર્ય બને છે, છેલ્લા એક માસમાં બનેલી ઘટનાઓ :
ઘટનાક્રમ 01 :
પંજાબના જાલંધર શહેરનાં દીવ્યજ્યોતી જાગૃતી સંસ્થાના સ્થાપક આશુતોષ મહારાજ, 29 જાન્યુઆરી 2014ના દીને અવસાન પામ્યા. ડૉક્ટરોએ એમને ક્લીનીકલી મૃત જાહેર કર્યા હોવા છતાં; એમના શીષ્યોએ એમના નશ્વર દેહની અન્ત્યેષ્ટી કરી નથી. એમણે મહારાજનું શબ ડીપફ્રીઝરમાં છેલ્લા અગીયાર મહીનાથી સાચવી રાખ્યું છે. શા માટે ? આશુતોષ મહારાજના અન્ધશ્રદ્ધાળુ અને બેવકુફ ભક્તોનું માનવું છે એ બાબા મર્યા નથી; પણ ઉંડી સમાધીમાં છે. તેથી તેમની અન્ત્યેષ્ટી ન કરાય. હરીયાણા હાઈકોર્ટે 16 ડીસેમ્બર અન્ત્યેષ્ટી માટેની મુદત આપી હતી.
ઘટનાક્રમ 02 :
હરીયાણામાં બાબા રામપાલની ધરપકડ કરવામાં આવી. રામપાલને એક ખુન કેસ સમ્બન્ધમાં અદાલતે પાંચમી નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. પોતાની ધરપકડ ટાળવા રામપાલે પહેલી નવેમ્બરે પોતાના અભણ ભક્તોનું મોટું સમ્મેલન બોલાવી પોલીસ સામે ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસ સાથેની ઝપાઝપીમાં છ લાશો પડી હતી.
મને તો એ વાત પણ સમજાતી નથી કે બાવા બન્યા જ છો તો સમ્પત્તી ભેગી કરવાની શી જરુર ? સંસારનો ત્યાગ કરીને તો બાવા બન્યા છો ! ભૌતીક સુખ–સમૃદ્ધીનો ત્યાગ ન કરી શકે તે તમામ બાવાઓ ઢોંગી..! હજારો કરોડોની અસ્ક્યામતો બાવાઓના નામે હોય તે એક દુર્ઘટના જ છે !
વોટ્સએપ પર એક મેસેજ ફરતો થયો છે એ મુજબ જુદી જુદી નોકરી અને વ્યવસાય કરનારા લોકોની દસ વર્ષની આવક મુકવામાં આવી છે. ઉ.દા.; તરીકે શીક્ષક : 25 લાખ, એન્જીનીયર : 45 લાખ, ડોક્ટર : 1 કરોડ, કલેક્ટર : 1 થી દોઢ કરોડ, બાબા રામદેવ : 6 હજાર કરોડ, બાબા રામપાલ : 5 હજાર કરોડ વગેરે વગેરે.. અને પછી પ્રશ્ન પુછ્યો છે કે હે યુવાન, જીવનમાં કેરીયર બનાવવા માટે કયો માર્ગ પસંદ કરીશ ? જો કે રમુજ ખાતર આ મેસેજ ફરતો થયો હશે એમ માની લઈએ તો પણ; આ મેસેજ સાવ સાચો નથી; તો સાવ ખોટો પણ નથી. ‘આ બૈલ મુઝે માર’ એક બાબાનું કૌભાંડ બહાર આવ્યું કે તરત જ બીજા બાબાની શોધ ચાલુ કરીને ફરીથી છેતરાઈ જવા અને ઉલ્લુ બનવા આપણે હોંશભેર અને ઉત્સાહભેર તૈયાર !
કહેવાતા બાબાઓએ ધર્મના નામે લોકોને લુંટી પોતાની ‘દુકાન’ ચલાવવાનું જ કામ કર્યું છે. દુકાનમાં કેટલાક ગ્રાહકોને વાળી લેવામાં આવશે અને પછી ધીરે ધીરે તે ‘ગ્રાહક–સમુહ’માં પરીવર્તીત થવા લાગશે. માઉથ પબ્લીસીટીનો લાભ તેમને મળશે. આ બાબાઓને પ્રચાર–પ્રસાર માટે કેટલાક મુરખાઓ પણ મળી રહે છે. જેઓ સારું (સાચું નહીં) બોલી શક્તા હોય, લોકોને પોતાની સ્પીચથી આકર્ષી શક્તા હોય તેવા શખ્સો પ્રચાર–પ્રસારનું કાર્ય ખુબ હોંશથી કરતા હોય છે. બાબાના વખાણ કરે, બાબાને ગમતી વસ્તુઓનું વર્ણન કરે, બાબા રીઝે તેના નુસખાં બતાવે, બાબા આપણું કલ્યાણ કઈ રીતે કરશે તેની વાત મુકે. બાબા સીવાય આ જગતમાં આપણું કોઈ નથી એ વાત મનમાં ઠસાવે, બાબા એક માત્ર સત્ય; બાકી બધું મીથ્યા એ વાત દૃઢ કરાવે અને છેવટે બધી સમ્પત્તી બાબાના ચરણોમાં મુકવાથી મોક્ષ મળે તેવી, મુદ્દાની વાત કરે. ‘બકરી ડબ્બે પુરાઈ’ગઈની પ્રતીતી થતાં બીજાં ‘બકરાં’ની શોધ માટે તખ્તો ગોઠવાય અને પછી ? ફીર વહી રફ્તાર..
ધર્મ – ‘ધ’ એટલે ધતીંગ અને ‘મ’ એટલે મરજી મુજબનું.. ધર્મ વીશેની આ તેમની ગુપ્ત વ્યાખ્યા હોય ! ભારત દેશમાં ગામદીઠ એક ઢોંગી બાવો મળી રહે ! પરન્તુ જ્યાં સુધી તેમની પાપલીલા પરથી પડદો ઉઠતો નથી ત્યાં સુધી એ બાવા પુજનીય બની રહે છે. જેવો પર્દાફાશ થયો કે બસ..! મીડીયાથી માંડીને તમામ સમાજસેવીઓ અને મહીલા–હકોનું રક્ષણ કરતી સામાજીક સંસ્થાઓ આ મુદ્દાને લઈને રસ્તા પર આવી જતી હોય છે.
મહીલાને ડાકણ વળગી હોય, તાવ આવ્યો હોય, સાપ કરડ્યો હોય, લગ્ન ન થતાં હોય, સન્તાન સુખ ન હોય, નોકરી મળતી ન હોય, ઘરમાં કંકાસ–કજીયા થતા હોય, પાડોશી જોડે બનતું ન હોય, પતી–પત્નીમાં તકરાર હોય, કર્જમાંથી મુક્તી મેળવવી હોય, લવ પ્રોબ્લેમ–બીઝનસ પ્રોબ્લેમ્સ હોય, પ્રોપર્ટી મૅટર વગેરેનું માત્ર ત્રણ દીવસમાં સોલ્યુશન ! આ પ્રકારના પ્રશ્નોવાળો એક વર્ગ છે અને તેનાય ‘સ્પેશ્યલ બાબા’ છે. આ તમામ પ્રશ્નો માટે બાબા પાસે દોડી જવાનું અને પ્રશ્નોનું સમાધાન મેળવવાનું !
હવે નવયુવાન પેઢી તૈયાર થઈ છે તે આ બધી બાબતોનું ખંડન કરે છે. નવયુવાન વીચારે છે, સમજે છે અને પછી નીર્ણય લે છે. વોટ્સએપ અને ગુગલના યુગમાં કોઈ બાબા મારી મુશ્કેલી દુર કરી શકે નહીં, તેની ખાતરી યુવાનને છે. મારો ઉદ્ધાર મારે જાતે જ કરવાનો છે તેનો અહેસાસ યુવાનોને થયો છે.
જાણીતા ચીંતક અને લેખક ગુણવંત શાહ ‘સબકો સન્મતી દે ભગવાન’માં લખે છે કે – ‘કોઈ વ્યક્તી થોડીક લોકપ્રીયતા પ્રાપ્ત કરે એટલે તેની છબીની પુજા કરવા માટે હીન્દુઓ ઘેલા બની જાય છે. આવી છબી ઘરમાં પુજાસ્થળે મુકવી એ મુર્ખતા છે અને એની પુજા કરવી એ તો મહામુર્ખતા છે. સાધુ, સંન્યાસીઓને, કથાકારોને અને ઉપદેશકોને પગચમ્પી કરીને, ચરણસ્પર્શ કરીને, હીંચકે ઝુલાવીને, સ્નાન કરાવીને, અન્ધશ્રદ્ધા ઠાલવીને, સેવા–પુજા–અર્ચના કરીને, ઘેલાં કાઢીને, એકાન્તમાં મળીને, આંખો દ્વારા અહોભાવનું આક્રમણ કરીને અને વ્યભીચારની બધી જ તકો પુરી પાડીને તેને ભોંયભેગા કરવામાં હીન્દુ સ્ત્રીઓ દુનીયાની બધી સ્ત્રીઓ કરતાં મોખરે છે.’
શીક્ષણ સંસ્થાઓએ જાગૃત થઈને આગળ આવવાની જરુર છે. અભ્યાસક્રમમાં ઢોંગી બાવાઓનો ઉલ્લેખ અનીવાર્ય બન્યો છે. બાળપણથી જ બાળકને સંસ્કારવામાં આવે કે ‘કોઈ બાવા કે બાપુ આપણું કલ્યાણ કરી શકે નહીં.’ આપણે જાતે જ તે માટે તૈયાર થવાનું છે એવી પાકી સમજ શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરુર છે. એ વાત જુદી છે કે કેટલાક સત્યનીષ્ઠ અને ધર્મપ્રીય સન્તો આપણા સમાજમાં અપવાદરુપ; પણ છે ખરા.
ઢોંગી બાવાઓને ભગવાન ગણતા અને પુજતા લોકો માટે છેતરાવા સીવાય અન્ય કોઈ વીકલ્પ નથી. પત્ની, બાળકો, યુવાન દીકરીઓ અને તમામ ધન–સમ્પત્તી બાવાના ચરણે મુકનારા ‘આધુનીક યુધીષ્ઠીર’નો તોટો નથી.
બાવાઓના શરણે જવાની આપણી નબળાઈ દુર કરવા માટે ચાલો, ફરી એક બાબાની રાહ જોઈએ !
– ડૉ. સન્તોષ દેવકર
લેખક સમ્પર્ક :
Dr. Santosh Devkar, 

ઘમ્મર વલોણું

ઘમ્મર વલોણું-૧૯
રાત્રે પથારીમાં પડું કે મન એકદમ સ્વતંત્ર બની જાય છે. આમ તો એ સ્વતંત્ર જ હોય છે; એ ક્યાં કોઈની લગામે બંધનમાં રહે ?  સુતા સુતા વિચાર કર્યો કે સવારે શ્રીહરિના સન્મુખ બેસીને જે સ્મરણ કરીશ તે એક ચિત્તે કરીશ. બીજા કોઈ વિચારો કરવા માટે મનને ખુલ્લું નહિ મુકું. સાચી વાત છે; હું તો કોઈ પણ કામ પ્લાનિંગથી કરવામાં માનું, પછી ભલે એ પ્લાનિંગ મુજબ ના થાય. મારે પણ ડાહ્યા માણસોની ડાયરીમાં લખાવું છે. સવારે ઉઠીને નિત્યક્રમ પતાવીને મારી જાતને સ્વચ્છ અને સુઘડ બનાવીને આત્મસંતોષ માન્યો. ધુપસળીને સળગાવીને રૂમમાં ચારેકોર સુંગંધ ફેલાવી. આંખો બંધ કરીને શ્રી હરિના સન્મુખ બેસી ગયો. વળી એક વાર રાત્રે ચિતમાં વાગોળેલ વાત યાદ કરી લીધી. આંખોના પોપચાની પકડ એક વાર સજ્જડ કરી.
ઊંડો શ્વાસ લઈને ફરી એક વાર મનને કેન્દ્રમાં રાખીને નક્કી કરી લીધું. મન અને ચિતને એક કરી ને  ફરી એક વાર આંખો ખોલીને ખાત્રી કરી લીધી કે મારી નજર તો શ્રીહરિના સન્મુખ જ છે ને ! આંખો બંધ કરીને હરિ સ્મરણ માટે સ્તબ્ધ થયો. વળી મારું ધ્યાન શ્રીહરિની સામેથી હટ્યું ને આસનને એક વાર સરખું કર્યું. આમ ને આમ પળો વીતતી જાય છે. આંખો તો બંધ છે પણ કોણ જાણે મનની આંખો કેમ બંધ નથી થતી ?
એ તો ઘડી એવું વિચારે છે કે ઘરે કોઈ આવ્યુતો નથી ? હજી બે ત્રણ કામ તો જલ્દીથી પતાવવા પડશે, ઓફીસ જવામાં મોડું તો નહિ થઇ જાય ને ? વિગેર વિગેરે. ઘણી પળો વહી ગઈ પણ હજી તો મુખ પર કે ચિતમાં શ્રીહરિનું તો નામ પણ નથી.
ઓહ આ બધું શું થઇ રહ્યું છે ? રાત્રે તો નક્કી કરેલું કે કોઈ પણ આડવાતને મગજમાં ના આવવા દેવી. આંગણે જેને ઝંખ્યું નહોતું તેને તો મુખ્ય મહેમાન બનાવી દીધું.
લાવ હજી પણ ટ્રાય કરી લઉં; સમય હજી સરી નથી ગયો. અને ફરી શ્રીહરિના સ્મરણ માટે કૃતજ્ઞ થયો. વળી ફરી મન એકાકાર કરીને તત્પર થયો. તો મન હજી ચંચળતા છોડતું નથી.
“ વત્સ, જા હવે તારા બીજા કામોમાં રચ્યો પચ્યો રહે ”  અંતે તેમને મૌન વ્રત તોડ્યું.
“ પ્રભો, મેં આજે ઘણો પ્રયત્ન કરેલો કે બે ઘડી ફક્ત તમારું જ સ્મરણ કરીશ ”
“ કોઈ વાંધો નહિ, તને એવું હશે ને કે તુંજ ફક્ત મનને મક્કમ કરી શકે છે ? તારે તો કમાવાની ચિંતા છે અને સબંધો સાચવીને રહેવાનું  છે. ”
“ પણ મારે તો … ”
“ વત્સ એમ મન ને કોચવ નહિ. હજી દિવસો તો ઘણા છે, કાલે, બીજી કાલે, આવતા મહીને..આવતા વર્ષે કે આવતા જન્મે…..હું તો તને અહીજ મળીશ ” બાકીના શબ્દો તો મારા કાનમાં જ ગુંજી રહ્યા.

બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!

બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!

shahrukh khan unhappy
શાહરૂખ ખાને આખા દેશને ખોટે ખોટો અસહિષ્ણુ ગણાવી દીધો. પરંતુ લાગે છે કે એમાં તેના ચાહકોની લાગણી દુભાઈ અને તેઓ સાચે જ અસહિષ્ણુ થઈ ગયા. તેના કારણે ‘દિલવાલે’ પછી તેની સતત બીજી ફિલ્મ (હેપ્પી ન્યૂ યર પછી ત્રીજી, પણ અસહિષ્ણુતાવાળા નિવેદન પછી બીજી) ફ્લૉપ ગઈ છે.
 
શાહરુખ ખાન, કરણ જોહર, યશરાજ ફિલ્મ્સ, અનુરાગ કશ્યપ, રાજકુમાર હિરાણી વગેરે કેટલાક એવા ફિલ્મકારો છે જેમની ફિલ્મોને વિવેચકો ચાર સ્ટાર આંખ મીંચીને આપી દેતા હોય છે. તેમાંના કેટલાક પેઇડ હોય તો કેટલાક આ ફિલ્મકારોના અંધ ‘ફેન’ હોય છે. પરંતુ દર્શકો કોઈના અંધભક્તો નથી હોતા.
 
શાહરૂખ ખાનની ‘ફેન’નું બોક્સ ઑફિસ પર કલેક્શન નબળું રહ્યું છે. પહેલા જ અઠવાડિયામાં ફિલ્મને દર્શકો મળ્યા નથી તે વાત સાબિત થઈ ગઈ છે. પહેલા પાંચ દિવસમાં ‘ફેન’ ફિલ્મને ફક્ત ૭૦ કરોડની જ આવક થઈ હતી.. આ આંકડો ફિલ્મને નિષ્ફળ સાબિત કરે છે. બીજા સપ્તાહમાં બીજા શુક્રવારે તેની કમાણી માત્ર રૂ. ૨.૨૫ કરોડ અને બીજા શનિવારે તેની કમાણી રૂ. ૨.૭૫ કરોડની રહી. આમ, વિવેચકો પાસેથી વખાણ સાંભળ્યા પછી પણ ખાસ મોટી સંખ્યા શાહરુખ ખાનની ફિલ્મ જોવા ગઈ નથી.
 
શાહરુખ એક તો ઘરડો લાગે છે. તેની ફિલ્મોમાં એક ને એક રાહુલ, બે હાથ ફેલાવવા વગેરે પુનરાવર્તન હોય છે. ‘ફેન’ ફિલ્મમાં ભલે આ વાતો નહોતી પણ ‘બાઝીગર’, ‘ડર’, ‘અંજામ’ જેવું કોઈની પાછળ પડી જવું તો હતું (જે જોકે ‘ડીડીએલજે’, ‘દિલ તો પાગલ હૈ’ સહિત તેની મોટા ભાગની ફિલ્મોમાં હોય છે.) અજય દેવગન, અક્ષયકુમાર, સલમાન ખાન, આમીર ખાન વગેરે પોતાના કન્ફર્મ ઝોનમાંથી બહાર આવીને દર વખતે કંઈક નવું કરવા મથે છે, પણ શાહરુખ સતત જેના પગલે ચાલ્યો છે તે અમિતાભના પગલે (અમિતાભ જ્યારે ૫૦એ નહોતા પહોંચ્યા ત્યાં સુધી) જ ચાલે છે અને કોઈ જોખમ લેવા માગતો નથી. અમિતાભે ૫૦એ પહોંચ્યા પછી ‘હમ’, ‘અગ્નિપથ’, ‘ખુદાગવાહ’ જેવી ફિલ્મો કરી હતી. શાહરુખ ‘હમ’ની નબળી નકલ કરવા ‘દિલવાલે’માં ગયો પણ ઊંધે કાંધ પડ્યો.
 
લાગે છે કે હવે શાહરુખે કેરેક્ટર રોલ કરવા માંડવા જોઈએ.
(તા.ક. મેં ફિલ્મ જોઈ નથી અને જોવાનો ઈરાદો પણ નથી.)

માઈક્રોફિક્શન ... સાવચેતી !

માઈક્રોફિક્શન ... સાવચેતી ! 

રમેશ એક શોપિંગ સેન્ટરના જાણીતા સ્ટોરમાં સવારમાં ખરીદી કરવા ગયો હતો.સ્ટોરના જેનીટરએ થોડા સમય પહેલાં જ ફ્લોર પર પોતું ફેરવ્યું હોઈ સ્ટોરના સુવાળા ટાઈલ્સ હજુ થોડા ભીના હતા.

જો કે ફ્લોર ભીની હોવાની ચેતવણીનું એક બોર્ડ ત્યાં મુકવામાં આવ્યું હતું પણ ઉતાવળમાં રમેશના જોવામાં એ ના આવ્યું.

રમેશ લપસીને ચત્તાપાટ સ્ટોરની ફ્લોર પર નીચે પટકાયો.નશીબ જોગે એ બચી ગયો.એના કોઈ અંગને નુકશાન ના થયું.એ વખતે જ ત્યાંથી વ્હીલ ચેરમાં બેસીને પસાર થતા એક કિશોરે રમેશને નીચે પડતો જોયો.

પડીને ઉભા થયેલા રમેશની નજીકમાં એની વ્હીલચેર ખેંચી લાવીને એણે રમેશને કહ્યું :

"અંકલ, આર યુ ઓ.કે. ! બસ આ રીતે જ  આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો !"

માઈક્રોફિક્શન ... દિવ્યાંગ 

સોમવારની સાંજના ૬ વાગ્યાના સમયે ઓફીસમાંથી છૂટીને ઘેર પહોંચવા માટે આતુર પેસેન્જરોની બસ સ્ટેન્ડ પર મોટી ગીર્દી જમા થઇ હતી.

કોઈ બસ આવતી ત્યારે શશક્ત પેસેન્જરો લાઈન તોડીને  એમના બળને જોરે બસમાં ચડી જતા હતા.

આ બધા લોકોમાં બે પગે લકવાને લીધે ચાલવા માટે  અશક્ત એક વિકલાંગ યુવાન બે બગલમાં લાકડાની ઘોડી સાથે ત્રણ બસો ગઈ છતાં બસમાં ચડી શક્યો ન હતો.છેવટે બહુ રાહ જોયા પછી જ્યારે બસ સ્ટેન્ડ પર ગીર્દી ઓછી થઇ ત્યારે એ એક બસમાં ચડ્યો તો ખરો પણ બેસવાની કોઈ સીટ ખાલી ના હોવાથી બગલમાં બે ઘોડીઓ સાથે માંડ સમતોલન જાળવતો ઉભો રહ્યો.

કોઈ પુરુષ પેસેન્જરે ઉભા થઇ એને બેસવા માટે સીટ ઓફર ના કરી પણ એક મહિલા એને આ સ્થિતિમાં જોઈ તરત જ ઉભી થઈને એ વિકલાંગ ભાઈને હાથથી પકડી એની સીટ ઉપર ધીમેથી બેસાડી દીધો.

મનમાં આભાર માનતા આ વિકલાંગે એ બહેનની સામે જોયું તો એમની આંખમાં એણે આંસુ જોયાં.

વિકલાંગએ કહ્યું "બહેન,મારી આવી અપંગાવસ્થા જોઇને દયા આવી એટલે આપ રડો છો? મારી દયા ના ખાશો"

મહિલાએ ખુલાસો કરતાં જવાબ આપ્યો :"ના ભાઈ,વિકલાંગો પર મને કદી દયાની લાગણી થઈ નથી કે થશે નહિ.વિકલાંગોને હું કદી અશક્ત માનતી જ નથી.તેઓ વિકલાંગ નહી પણ દિવ્યાંગ હોય છે.હું તો એ માટે રડું છું કે તમને જોઈ તમારા જેવો બે ઘોડીની મદદથી ચાલતો મને ખુબ વ્હાલો મારો દીકરો મને યાદ આવી ગયો.સ્કૂલમાંથી છૂટીને બસ પકડવા માટે ઉતાવળે રસ્તો ઓળંગવા જતાં એ પડી ગયો અને એક ટ્રક નીચે આવી જતાં ગયા મહીને જ એ મૃત્યુ પામ્યો ! “ 

--વિનોદ પટેલ,સાન ડીએગો 


"બેઠક"-શબ્દો નું સર્જનમાં પ્રકાશિત મારી બે માઈક્રોફિક્શન વાર્તાઓ સાવચેતી, 


વારી જાઉં

    વારી જાઉં
તારા મુખડા માં ચંપાના તેજ ચમકે
તારી આંખોમાં ચાંદા ના તેજ ચમકે
અપલક નજરે જોઉં જો નભ છલકે
વારી જાઉં તારા રૂપે યૌવન ઝલકે
જો વગડે અને સીમે મોર ઢેલ ટહુકે
રૂડા ગાઈ ગીત આથમણે કેહું ગેહુકે
તારી ઝાંઝર ના નાદ નરવા ઠમકે
કંગન અને એરિંગ ના મોભે જમકે
વારી જાઉં તારા રૂપે યૌવન ઝલકે
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી