આ અગાઉની વિનોદ વિહારની પોસ્ટ નંબર 941 માં ભગવાન સ્વામીનારાયણ સંપ્રદાય(બે.એ.પી.એસ.) ના પાંચમા આધ્યાત્મિક ગુરુ પૂ.પ્રમુખ સ્વામીના ૧૩ મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ સારંગપુર ખાતે થયેલ દેહ વિલયના દુખદ સમાચાર અને ૯૬ વર્ષના એમના કાર્યશીલ દીર્ઘ જીવન દરમ્યાનની એમની અદભુત ધાર્મિક પ્રવૃતિઓ અને સામાજિક સેવાઓ વિષે વિડીયો દ્વારા ઝાંખી કરાવવામાં આવી છે.
સ્વ. પ્રમુખ સ્વામીના અવસાનથી બે.એ.પી.એસ સંપ્રદાયમાં જ નહી પણ દેશ વિદેશમાં વસતા એમના અગણિત ચાહકોમાં શોક છવાઈ ગયો છે.સ્વામી બાપાનાં અંતિમ દર્શન કરવા માટે લાખ્ખો રાજકીય નેતાઓ,હરિભક્તો અને સાધુ સંતો સારંગપુરમાં આવી રહ્યા છે.વિદેશમાં રહેતા સ્વામીજીના ચાહકો પણ દર્શન માટે આવી રહ્યા છે.ગુરુ મંડપમાં પ્રમુખસ્વામી મહારાજનો પાર્થિવ દેહ સૌનાં દર્શન માટે વિરાજીત કરવામાં આવ્યો છે.
પૂ.પ્રમુખ સ્વામી મહારાજનાં અંતિમ દર્શન અને ભાવાંજલિ - વિડીયોમાં
Darshan of HH Pramukh Swami Maharaj,
13 Aug 2016

ગુજરાતના નવા મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણી આ સંતનાં અંતિમ દર્શન કરવા સારંગપુર આવ્યા હતા .તેઓએ આપેલ અંજલિ આ વિડીયોમાં જોઈ શકાશે.
Divine Darshan of HH Pramukh Swami Maharaj,
14 Aug 2016,

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ પૂ.પ્રમુખ સ્વામીનાં
અંતિમ દર્શન અને અશ્રુભીની ભાવાંજલિ
સારંગપુર, 15 Aug 2016
The Prime Minister, Shri Narendra Modi paid rich tributes to HH Pramukh Swami Maharaj at Sarangpur in Gujarat.
"પૂજ્ય બાપાનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. એમનો આત્મા સદાસર્વદા આપણને માર્ગદર્શન આપતો રહેશે, શક્તિ આપતો રહેશે."-શ્રી નરેન્દ્ર મોદી
આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં ભાવ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તીર્થધામ સારંગપુર ખાતે પધાર્યા હતા.
દિલ્હીમાં લાલ કિલ્લા પર સવારે ધ્વજ વંદન અને ત્યાં જુસ્સાદાર પ્રવચન કરીને માનનીય પ્રધાન મંત્રી શ્રી સીધા જ હવાઈ માર્ગે સારંગપુર આવી પહોંચ્યા હતા.બરાબર 11-55 વાગ્યે તેઓ સારંગપુર પહોંચ્યા હતા.
ગુરુ મંડપમમાં જ્યાં પ્રમુખસ્વામી મહારાજનો પાર્થિવ દેહ સૌનાં દર્શન માટે વિરાજીત કરવામાં આવ્યો છે ત્યાં પહોંચીને માનનીય પ્રધાનમંત્રીશ્રી થોડીક ક્ષણો સુધી તેમનાં ચરણોમાં પલાંઠી સાથે બેસીને અશ્રુભીની આંખે શ્રધ્ધાપૂર્વક વંદન કરતા રહ્યા હતા.
વૈદિક શાંતિપાઠના ગાન વચ્ચે પ્રધાનમંત્રીશ્રીએ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજની પરિક્રમા કરીને તેઓએ આરતી ઉતારી હતી.
ત્યારબાદ ઉપસ્થિત સમુદાય સમક્ષ સંબોધનની શરૂઆત કરતાં પહેલાં શ્રી નરેન્દ્રભાઈ ભાવુક બનીને શબ્દહીન બની ગયા હતા. કેટલીયે ક્ષણો સુધી માઈક્રોફોન સામે આંખોમાં અશ્રુ સાથે તેમણે ત્રૂટક ત્રૂટક સ્વરે જણાવ્યું કે “તમારામાંથી ઘણા બધાએ ગુરુ ગુમાવ્યા હશે, મેં પિતા ગુમાવ્યા છે.” આટલું બોલતાં તેઓ પુનઃ ભાવુક બનીને રડી પડ્યા હતા.
મારું સૌભાગ્ય છે કે હું આપની વચ્ચે આવી શક્યો.પૂજ્ય બાપાનાં અંતિમ દર્શન કરી શક્યો. આપ સૌ સંતોના સાંનિધ્યમાં કેટલાક પળ વિતવવાનો મને અવસર મળ્યો.
પૂજ્ય બાપાનાં ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. એમનો આત્મા સદાસર્વદા આપણને માર્ગદર્શન આપતો રહેશે, શક્તિ આપતો રહેશે.'
પ્રમુખસ્વામીજીને અંજલિ અર્પણ કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઈએ, પ્રમુખ સ્વામીજીના અનુગામી મહંત સ્વામીજીને વ્યક્તિગત મળીને રાષ્ટ્રની સુરક્ષા અને પ્રગતિ માટે આશીર્વાદની ઝંખના કરી હતી. લગભગ એક કલાક કરતાં વધુ સમય વીતાવીને તેમણે પુનઃ દિલ્હી જવા વિદાય લીધી.
આ પ્રસંગે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વ.પ્રમુખ સ્વામી મહારાજ ને આપેલ હાર્દિક ભાવાંજલિ અને ગુજરાતીમાં આપેલ આખું પ્રવચન આ વિડીયોમાં સાંભળો.
સંતશિરોમણી પ્રમુખસ્વામી મહારાજના બાળપણથી માંડી એમના અંતિમ વરસો દરમ્યાનની સ્મરણયાત્રા કરાવતો એક સુંદર વિડીયો
Tribute & Life story of Pramukh Swami Maharaj - BAPS | Divine Darshan on YouTube

Live Telecast and Webcast of Last Rites of
HH Pramukh Swami Maharaj
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય દેહના
અંતિમ વિધિનાં દર્શન
Date: 17 August 2016, Wednesday
Time: 3:00pm IST onwards
Venue: Sarangpur, Gujarat
Live Telecast: AASTHA Channel
India, USA, UK & others
TV Asia - USA (5:30am EDT)
Repeat Telecast 1:00pm EDT
NIRMANA Channel - India
Live Webcast:
Check on this link :