Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

30 September 2015

કૃષ્ણ વિષે લખતી વખતે કલમ થાકતી કેમ નથી?……. લેખક- શ્રી ગુણવંત શાહ

કૃષ્ણ વિષે લખતી વખતે કલમ થાકતી કેમ નથી?……. લેખક- શ્રી ગુણવંત શાહ

krishna-gunvant shah
કૃષ્ણ વિષે લખતી વખતે કલમ થાકતી કેમ નથી?

કૃષ્ણ કેવળ અર્જુનના જ સારથિ નથી. તેઓ આપણા સૌના જીવનરથના સારથિ છે. તેઓ સ્મિતપૂર્વક આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ જાગીએ એટલી જ વાર છે.

કૃષ્ણં વંદે જગદગુરુમ્!

કૃષ્ણથી ચેતવા જેવું છે. કૃષ્ણ સૌને ખેંચે છે અને ખેંચી જાય છે. કૃષ્ણ સૌને વશ કરે છે, જીતી લે છે અને દોરે છે. ‘કૃષ્ણ’ શબ્દ કૃષ્ ધાતુ પરથી બનેલો છે. સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે કૃષ્ એટલે ખેંચવું, જીતી લેવું અને દોરવું. 1987ના ઉનાળામાં એક આખો દિવસ વૃંદાવનમાં ગાળવાનું બનેલું. ત્યાંના હરેરામ હરેકૃષ્ણ મંદિરમાં ગાળેલો એક કલાક કૃષ્ણમય બની ગયેલો. આ મંદિરનો કારભાર પરદેશી કૃષ્ણભક્તો ચલાવે છે. પરિણામે મંદિર અધિક સ્વચ્છ લાગ્યું. કદાચ મંદિરમાં પણ દેવળની શાંતિ હશે!

મંદિરના વિશાળ ચોકમાં આંખ ઠરે એવો ગોરો યુવાન બેઠો હતો. સફેદ ધોતિયું, સફેદ પહેરણ અને માથે ચોટલી! એ યુવાન અત્યંત રૂપાળો હતો અને એની સમીપે સફેદ સાડીમાં શોભતી પત્ની ગોરી રાધા પણ ઓછી રૂપાળી ન હતી. પત્નીના ખોળામાં હતો ‘દીસંતો કોડીલો કોડામણો’ બાળકૃષ્ણ! પતિ-પત્ની રુદ્રાક્ષની માળા ફેરવી રહ્યાં હતાં. એવું તે કયું કારણ હશે કે એ પરદેશી યુગલ દેશ અને વેશ છોડીને વ્રજવાસી બની ગયું! ફરીથી કહેવું છે કે કૃષ્ણથી ચેતીને ચાલવા જેવું છે. એ સૌને ખેંચી જાય છે.

1987ના અરસામાં મહાકવિ ઇકબાલની જન્મશતાબ્દી દેશમાં ઉજવાતી હતી. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ એક જાહેર સમારંભમાં કહ્યું હતું કે ઇકબાલના પિતા કાશ્મીરી બ્રાહ્મણ હતા અને એ બદલ ઇકબાલ ગૌરવ અનુભવતા હતા. કૃષ્ણે ગીતામાં આસક્તિ વિનાના કર્મની વાત કરી તેના ઇકબાલ પ્રશંસક હતા. યાદ રહે કે ઇકબાલ સાહેબે મર્યાદાપુરુષોત્તમ રામને ‘ઇમામે હિંદ’ કહ્યા હતા. રામનો મહિમા કરવા માટે એમણે જે કવિતા લખી હતી તે વારંવાર વાંચવા જેવી છે. કૃષ્ણના મુસ્લિમ ભક્તકવિઓ ઓછા નથી. પાંચ ઊંડા શ્વાસ લઇને હવે આગળ વાંચો.

રાજપીપળાના વિદ્ધાન ડો. કાન્તિકુમાર ભટ્ટે વર્ષો પહેલાં એક સુંદર લેખ પ્રગટ કર્યો હતો. હિંદીમાં લખાયેલા એ સમૃદ્ધ લેખમાં એમણે ગુજરાતના મુસ્લિમ કૃષ્ણભક્ત કવિઓની વિગતો વિસ્તારથી લખી હતી. એ લેખમાં મહીકાંઠાના બાબા શાહુદ્દીન, મૂળ ગુજરાતના પણ પછી વ્રજમાં વસેલા સંત કવિ જમિયત ખાન, ચાંપાનેરના સંત દાનાસાહેબ, મહેમદાવાદના બાબા શેખ સફ્રુ, ગુજરાત છોડીને વ્રજવાસી બનેલા બાબુલ શાહ, ઉત્તર ગુજરાતના પિલવાઇ ગામના મીર મુરાદ, પાલનપુરના બાબા ફાજલ તથા પીરૂ દરવેશ, નેકખાન પઠાન અને સાંઇ હુસેનખાં જેવા કૃષ્ણકવિઓની પંક્તિઓ પ્રગટ કરી હતી. અહીં શેખ સફ્રુની પંક્તિઓ પ્રસ્તુત છે:

કૃષ્ણ પિયુ સે પ્રીત લગી, આલી!
જગ સે નાતા દૂર રહે!
અંતર ઉજિયાર ભયે સજની,
માનો અધમ અજ્ઞાન જંજીર કહે!
દિન રૈન જિક્ર ચકચૂર હુઇ
હમ હરદમ કૃષ્ણ કા નામ રટે,
સફ્રુને પિયુ કો પેખ લિયા
ઉસ ઘર પે જાય અબ કૌન હટે!

ગુજરાતની બહારના કૃષ્ણભક્ત કવિઓમાં ડો. કાન્તિકુમાર ભટ્ટે જે નામો ગણાવ્યાં તે હતાં: રસખાન પઠાણ, અલીખાન પઠાણ, અયુબખાન તથા બાગીખાન મુખ્ય હતાં. સ્વામી હરિદાસની કૃષ્ણભક્તિના સંસ્કાર તાનસેન પર પડ્યા હતા તે એટલા તો પાકા હતા કે આજે પણ મુસ્લિમ ગવૈયાઓ અેવું કહે છે: ‘કા’ના બિન ગાના નહીં.’ ચીખલીની કોલેજના ભૂતપૂર્વ પ્રધ્યાપક અને મિત્ર ડો. અબ્બાસઅલી તાઇએ કૃષ્ણ પર પીએચ.ડી. કર્યું છે. ફરીથી કહેવું છે કે કૃષ્ણથી ચેતીને ચાલવા જેવું છે.

વૃંદાવનથી પાછા ફર્યા પછી બે દિવસ તિથલને દરિયાકિનારે રહેવાનું બનેલું. ત્યાં દેગામના ગોસ્વામીજી સાથે યાદગાર મુલાકાત થઇ હતી. સત્સંગ લાંબો ચાલ્યો હતો. એમણે કહેલી એક વાત હજી યાદ છે: ‘કૃષ્ણ હજી પણ જીવંત છે.’ ‘શ્રીકૃષ્ણ: શરણં મમ’ – મંત્ર પોપટીની માફક બોલવાનો મંત્ર નથી. સામે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ઊભો હોય એવા ભાવ સાથે એ શબ્દોનું રટણ થવું જોઇએ.’ ગોસ્વામીજીએ મારાં લખેલાં કૃષ્ણ પરનાં પુસ્તકો આખેઆખાં વાંચી નાખ્યાં હતાં. આ મુલાકાત કવિ મકરંદ દવેએ ગોઠવી આપી હતી.

નરસિંહ મહેતા કે મીરાં પાગલ ન હતાં.

સૂરદાસે ગાયું હતું:

ઐસી પ્રીતિ બઢી વૃંદાવન,
ગોપિન નાચ નચાઇ!

કબીરજીએ ગાયું હતું:

ભજો રે ભૈયા રામ ગોવિન્દ હરિ!
જપ તપ સાધન કછુ નહીં લાગત,
ખરચત નહીં ગઠરી!

આજનો યુવાન કોઇ નશાની શોધમાં છે. આજનું ઇન્ટરનેશનલ યૂથ કલ્ચર ક્યાંક ખોવાઇ જવા ઝંખે છે. એ પૂરઝડપે મોટરબાઇક એવી મારી મૂકે છે, જાણે મરવાની ઉતાવળમાં ન હોય! બધી ફીકરની ફાકી મારીને એ જેને પ્રેમ કરે તેના તીવ્રતાથી પ્રેમ કરવાની ઉતાવળમાં છે. માતાપિતા એને ધીમા અને ઢબ્બૂસ લાગે એમ પણ બને છે. શિસ્ત પ્રત્યે એને થોડીક સૂગ હોય છે. સપૂચો સુખવાદ (redical hedonism) એને ખેંચે છે. ગતિ, ઘોંઘાટ અને ઘેનનો આશક એવો એ યુવાન હશિશ, કોકેઇન, એલ. એસ. ડી. અને નિડલ જેવાં ડ્રગ દ્વારા મળતી બેભાનતા એને ખેંચે છે. કરવુું શું? આવી વિચિત્ર પરિસ્થિતિમાં એને કૃષ્ણ નામનો નશો જ બચાવી શકે તેમ છે. કૃષ્ણ તૃપ્તિદાયક છે અને મુક્તિદાયક પણ છે. પાંચેક હજાર વર્ષ પહેલાં યાદવોએ મહાન ભૂલ કરી હતી. સાક્ષાત્ કૃષ્ણ દ્વારકામાં હાજરાહજૂર હોવા છતાં મૂર્ખ યાદવોએ શરાબનું શરણું શોધેલું. પ્રભાસતીર્થમાં થયેલી એ મોટી ભૂલ સુધારી લેવા જેવી છે.

કૃષ્ણ વિશે લખતી વખતે મારી કલમ થાકતી કેમ નથી? ખાનગી વાતને જાહેર કરવી છે. પળે પળે મને એવી પ્રતીતિ થાય છે કે હું આશીર્વાદ પામેલો (blessed) જીવ છું. શું આમ કહેવામાં અહંકાર નથી? ના, ના, ના! પ્રત્યેક જીવ આશીર્વાદ પામેલો જ હોય છે તેમાં હું અપવાદ નથી. હા, કેટલાય જીવોને એવી પ્રતીતિ નથી હોતી કે પોતે આશીર્વાદ પામેલા જીવ છે. બાકી પરમાત્મા આશીર્વાદ પહોંચાડવામાં કદી પણ પક્ષપાત નથી કરતા. કૃષ્ણ વિષે અઢળક લખ્યા પછી પણ મારી કલમને ટશિયા ફૂટે છે તેનું રહસ્ય પ્રતીતિમાં સંતાયેલું છે. કૃષ્ણ કેવળ અર્જુનના જ સારથિ નથી. તેઓ આપણા સૌના જીવનરથના સારથિ છે. તેઓ સ્મિતપૂર્વક આપણી પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ જાગીએ એટલી જ વાર છે.

કૃષ્ણં વંદે જગદગુરુમ્!

પાઘડીનો વળ છેડે

ખાલી ખાલી આ બંસી પોલી
અવિરત ગાજે ગાને,
ખાલી ભલે તું હોય સુભાગી
હરિની બંસી થાને,
રે જીવ શાને ઓછું આણે,
તારા ઉરનું ગાણું હોંશે ગાને!

– સ્નેહરશ્મિ

સાભાર- સૌજન્યદિવ્ય ભાસ્કર.કોમ 

KRISHNA SKETCH-ADDED


ચૈતન્યની અનિભુતિ કયારે થાય ?


anubhyti
ચૈતન્યની અનિભુતિ કયારે થાય ? 

* હ્રદયગંથનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ

 -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. 

-બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. 

-ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. 

-ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે.

 -પાચમું, અહંભાવ શૂન્યમામ લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.

ઘમ્મર વલોણું-૪

ઘમ્મર વલોણું-૪
નભમાંથી હર્ષનાં કે ગમના આંસુ પૃથ્વી પર પડે છે. તેને વધાવતા ઝાડી અને તરુ તરણા ડોલી ઉઠે છે. ભૂલકાઓ એમાં નાહીને આનંદ લુંટે છે. મલકાતી મલપતી ધરા તો મહેકી ઉઠે છે. જોતજોતામાં તો એ ધરા પર ખુશીના ફણગા ફૂટી આવે છે. ભગવાન ઉપર રિયા રિયા પોતાનો દીવાનખંડ રંગી રહ્યા હોય; અને જાણે લીલા કલરનું ડબલું ઢોળાઈ ગયું હોય ! તેમ મનભાવન બનેલી ધરા તો લીલા કેશ કલાપે મ્હોરી ઉઠી છે. ચારે બાજુ નજર નાખતા દિલમાં જે ચરમ તૃપ્તિ અને આહ્કારનો ભાવ પેદા થાય છે તે અનેરો છે.
રે કુદરત, મારે કોને ધન્યતા પાઠવવી ? આહ અને વાહ થકી તો કોઈને ધન્યવાદ આપવા તો ઘટે ! પણ મારી ઝોળીમાં તો કશું નથી.
એક રોટલીનો ટુકડો લઈને હાથીને દાન કરવા નીકળી ગયો હું !
થોડા દિવસોમાં તો એ લીલા છોડ મોટા બનવા લાગ્યા. કેવી લીલા ! કે કરામત ? કોઈ મોટા ઝાડ બને છે તો કોઈ છોડ બની ગયા ! કોઈ છોડ પર ફૂલ ઉગી ગયા તો કોઈ પર ફળ જુલવા લાગ્યા. અરે, આ તો જુઓ કોઈ પર અનાજનાં દાણા લાગી ગયા.
આ બધા પાછળ થતું પરિવહન કે સંચાલન જાણવા અધીરપ થઇ. શરૂઆત નભે રડવાથી કે હર્ષ થકી થઇ. કોઈ તો એવું પણ કહે છે કે ભગવાન બહુ મુડમાં આવે ત્યારે ખુલ્લામાં સ્નાન કરે અને નીચે જે ધારા પડે તે; ધરા જીલી લેવા આતુર હોય !  પાણી તો આપણે પણ નાહીએ ત્યારે વહે છે. મગજ ને થોડું દબાવી જોયું પણ કોઈ શુભ અણસાર  ના આવ્યો. વળી મને એવો ઘાંટો પાડ્યો કે બધું વિસરાઈ ગયું.
વાત સાચી હતી કે કુદરતે જે ભેટ સોગાદ રૂપે આપ્યું છે તેની ટીકા ટીપ્પણી હું કેમ કરું ? છોડ પર ફૂલ છે, ફળ છે અને અનાજ પણ છે. ભગવાનના ચરણોમાં ફૂલ અને ફળ ચડાવી દીધા. પણ ત્યાંથી ઉભા થતા એક સ્વાર્થી વિચારે ફળ પાછું લઇ લીધું. પ્રસાદ વગર તો કેમ પાછું અવાય ?? અનાજ તો માનવ જાત માટે જ છે તો પછી વાપરો છુટ થી.
આટલી બધી સ્પષ્ટતા અને સ્વીકાર છતાં પણ હજી અવઢવ જતી નથી. હું જો કે એક પામર મનુષ્ય નહિ ?
કોઈ ફળ કડવું અને કોઈ ખાટું તો તૂરા પણ ખરા ! અંતે એ મીઠાશ પણ આપે ! એવો વિચાર બાળકમાંથી યુવાન બને તે પહેલાંજ કોઈની ટાપલી માથા પાછળ પડી કે ફરી એ નભ માંથી પાણીની ધારા વહેવા લાગી

GTU CCC Practical Exam Related Video-4 How to Create Appointment in Outl...

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી