Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

22 November 2014

morari bapu

love is not a bump

loading...

karm ej puja

loading...

bhadrayu vacharajani


loading...loading...

ઈચ્છામૃત્યુ કે ઈચ્છાજીવન ?

ઈચ્છામૃત્યુ કે ઈચ્છાજીવન ?

–મુરજી ગડા
મહાભારતની કથામાં પીતામહ ભીષ્મને ઈચ્છામૃત્યુનું વરદાન મળેલું હોવાનુ કહેવાય છે. વર્તમાનમાં, જાતજાતનાં કારણોસર નાનામોટા ઘણા લોકોના આત્મહત્યાના સમાચાર છાપામાં અવારનવાર વાંચવામાં આવે છે. તાજેતરના અહેવાલ મુજબ 2012માં ભારતમાં કુલ 02 લાખ 58 હજાર લોકોએ આત્મહત્યા દ્વારા પોતાનું જીવન ટુંકાવ્યું હતું. એમનું મૃત્યુ કુદરતી નહીં; અકસ્માત નહીં; બલકે સ્વેચ્છાએ નોતરેલું હતું. આને સ્વેચ્છામૃત્યુ/ઈચ્છામૃત્યુ ન કહેવાય તો બીજું શું કહેવાય ? આનો મતલબ એ થયો કે ઈચ્છામૃત્યુનું ‘વરદાન’ માત્ર ભીષ્મને નહીં; બલકે બધાંને જ મળેલું છે. ભીષ્મને મળેલું વરદાન ‘ઈચ્છામૃત્યુ’નુ નહીં; પણ ‘ઈચ્છાજીવન’નું હતું એમ કહેવું વધારે યોગ્ય રહેશે. તેઓ ઈચ્છે એટલું લાંબું જીવી શકતા હતા; છતાં અમરત્વ નહોતું મળ્યું ! આ લેખમાં આપણે ઈચ્છાજીવન અને ઈચ્છામૃત્યુ બન્નેની વાત કરવી છે.
ઈચ્છીએ કે ન ઈચ્છીએ, દરેકનું મૃત્યુ ચોક્કસ છે. છતાં ઘણા લોકો એ વીશે વાત કરતા અજંપો/અકળામણ અનુભવે છે. એની ચર્ચા ટાળવાથી એને કોઈ ટાળી શકતું નથી. જો કે વૈજ્ઞાનીક શોધોને લીધે હવે એને જરુર પાછળ ઠેલી શકાય છે. એ જ્યાં સુધી નથી આવતું, ત્યાં સુધીનું જીવન આપણું છે. કેટલું અને કેવી રીતે જીવીએ તે પણ અમુક અંશે આપણા હાથમાં છે.
કોઈપણ આત્મહત્યાનો બનાવ એ કરુણ બાબત છે. સમાચારમાં આત્મહત્યા માટેનાં 5–6 મુખ્ય કારણો પણ આપ્યાં હતાં. એમાંથી યુવાનો દ્વારા કરાતી આત્મહત્યાનાં કારણ મોટેરાઓને ગૌણ લાગે છે અને નીવારી શકાય એવાં પણ હોય છે. મધ્યમ ઉંમરના કીસ્સામાં મોટેભાગે તે આર્થીક કારણોસર હોય છે અને સ્ત્રીઓના કીસ્સામાં બહુધા કૌટુંબીક કારણોસર હોય છે. લગભગ બધાને આ ખબર છે. એની ચર્ચા આ લેખનો વીષય નથી.
મોટી ઉંમરની વ્યક્તીઓ દ્વારા કરાતા આપઘાતનાં કારણ બહુદા  ‘માંદગીથી કંટાળી/જીવનથી કંટાળી’ જીવન ટુંકાવવાનાં હોય છે. મોટી ઉમરમાં ઈચ્છામૃત્યુ ઈચ્છતી દરેક વ્યક્તી માત્ર અસાધ્ય રોગ વખતે જ એવું ઈચ્છે છે એ જરુરી નથી. એમણે પોતાની વર્તમાન જીન્દગી માન્ય ન હોવાથી ટુંકાવી હોય એવી ઘટનાઓ બને જ છે. એની પાછળનાં કારણ ઘણાં હોઈ શકે છે, જે  ‘યુથનેસીયા’ની વ્યાખ્યામાં નથી આવતાં, તેમ જ કાયદાની ચર્ચામાં પણ આવતાં નથી. કાયદો આને માન્ય ન રાખે એ સમજી શકાય છે. છતાં આ એક કરુણ વાસ્તવીકતા હોવાથી એની ચર્ચા કરવી અસ્થાને નથી.
એક રીતે જોઈએ તો જીવનનો અંત ચાર તબક્કામાં આવી શકે છે. અંતની શરુઆતનો પહેલો તબક્કો છે, કૌટુંબીક અને સામાજીક જવાબદારીઓથી હાથ ઉંચા કરી દેવાનો. જો કે બધા આવું નથી કરતા; પણ ઘણા લોકો પોતાની વ્યાવસાયીક નીવૃત્તી પછીના સમયે, જ્યારે એમનાં સંતાનો પરણી જાય અને કમાતા થાય ત્યારે આવું કરતા જોયા છે. અજાણતામાં પણ તેઓ મુસીબતોને નોતરે છે.
નીવૃત્તીનો અર્થ ‘અર્થોપાર્જનમાંથી નીવૃત્તી’ છે, ‘કાર્યશીલતાનો સદંતર અભાવ’ નથી. એનો અર્થ પ્રવૃત્તીની દીશા બદલવાનો છે. શક્ય હોય તો, ‘સ્વ’ ના બદલે ‘પર’નો વીચાર કરવાનો છે. સામાન્ય રીતે વ્યાવસાયીક નીવૃત્તી 60–65 વર્ષે આવે છે. આજના સમયમાં આ ઉંમરે મોટાભાગનાં સ્ત્રી/પુરુષ શારીરીક અને માનસીક રીતે સ્વસ્થ/તંદુરસ્ત હોય છે. ત્યારે બધી જવાબદારીઓથી હાથ ઉંચા કરી દેવા એ યોગ્ય નથી. જેઓ એવું કરે છે, તેમના અંતનો પહેલો તબક્કો શરુ થાય છે એમ કહી શકાય. આ તબક્કાને ટાળવો કોઈના માટે પણ ખાસ અઘરું નથી.
વ્યક્તીના અંતનો બીજો તબક્કો ત્યારે આવે છે, જ્યારે એને એવું લાગવા માંડે છે કે હવે ઘરમાં/ કુટુંબમાં એનું પહેલા જેવું માન નથી રહ્યું; એ કુટુંબપર બોજ બની રહ્યા છે. વધુ અગત્યનું એ છે કે આ માત્ર એમની આશંકા નહીં; પણ વાસ્તવમાં સાચું હોય. કમનસીબે આવું ઘણા કીસ્સામાં બનતું હોવાનું જોયું/ જાણ્યું છે. આની પાછળ વાજબી–ગેરવાજબી જે પણ કારણ હોય; આ પરીસ્થીતીમાં સપડાયેલ વડીલ વ્યક્તીના શારીરીક અને માનસીક સ્વાસ્થ્ય પર એની અવળી અસર અવશ્ય પડે છે. આ તબક્કાનો સાવ વીકલ્પ નથી એમ પણ નથી. અમુક અંશે આ પણ નીવારી શકાય છે.
અંતનો ત્રીજો તબક્કો છે શારીરીક કે માનસીક રીતે પરવશ થઈ જવાનો. લકવો થવો, અકસ્માતને લીધે પક્ષાઘાત થવો, મોટી ઉંમરે પડી જવાથી હાડકાં ભાંગી જવાં કે પછી ઉંમરને લીધે અતીશય શારીરીક નબળાઈ આવી જવી વગેરે કેટલાંક કારણોસર વ્યક્તી મોટેભાગે પરવશ તો ક્યારેક તદ્દન પથારીવશ બની જાય છે. ચીકીત્સા ક્ષેત્રે થયેલી પ્રગતીને લીધે આવી સ્થીતીમાં પણ દરદી લાંબો સમય, ક્યારેક દાયકા સુધી પણ, જીવીત રહી શકે છે. દરદી તેમ જ સમસ્ત કુટુંબ માટે આ એક ખુબ જ કઠીન સમય હોય છે. ગમે તેટલો પ્રેમ અને સમર્પણની ભાવના હોય તોયે, સંભાળ રાખનારની ધીરજની પણ એક મર્યાદા હોય છે. અંગ્રેજીમાં એને ‘CARE GIVER’S BURNOUT’ કહે છે. આવું કોઈ સાથે ન થાય એવું આપણે ઈચ્છીએ; તોયે એને રોકવો કોઈના હાથમાં નથી. સદનસીબે બધાને આ તબક્કામાંથી પસાર થવું પડતું નથી.
આમાં વળી, હાલ એક નવા પ્રકારના સંજોગો ઉભા થયા છે. નવી પેઢીના યુવાનોને પોતાના વ્યવસાય અર્થે અન્ય શહેર કે અન્ય દેશમાં જવાનું થાય છે. પરીણામે મોટી ઉંમરના વૃદ્ધ માતાપીતા એકલાં થઈ જાય છે. એમને એકબીજાની સંભાળ લેવી પડે છે. ધંધાદારી/બહારી મદદ મળી શકે; પણ એની એક મર્યાદા હોય છે. જે લોકો પુરી જીન્દગી ખુબ સ્વમાનભેર સ્વાવલંબી જીવન જીવ્યાં હોય એમના માટે પરવશ હાલતમાં જીવ્યે રાખવું આંતરીક રીતે ખુબ પીડાદાયક બને છે. એટલું જ નહીં, એમની સંભાળ રાખનારને આપવો પડતો ભોગ પણ એમને દુ:ખી કરે છે. આવી સ્થીતી ખુબ લાંબી ચાલતી હોવા છતાં મેડીકલ ભાષામાં ‘અસાધ્ય’ નથી ગણાતી. એવામાં જો એક પાર્ટનરનું મૃત્યુ થાય તો પરીસ્થીતી વધુ વણસે છે. પાછળ રહેનાર વ્યક્તી મનથી ભાંગી પડે છે.
 અંતનો ચોથો તબક્કો મૃત્યુ પહેલાંની છેલ્લી માંદગી છે. પાછું એ જ કારણ કે ચીકીત્સા ક્ષેત્રે થયેલી પ્રગતીને લીધે હૉસ્પીટલો દુષ્કર ગણાતા કેસને પણ સારો એવો સમય જીવીત રાખી શકે છે. જુદાં જુદાં સાચાં-ખોટાં કારણોસર હૉસ્પીટલના રોકાણને લંબાવાતું હોય એવું પણ બને છે. સર્વેક્ષણોમાં એવું તારણ નીકળ્યું છે કે માણસ પોતાની પુરી જીન્દગીમાં બધા પ્રકારની સારવાર પાછળ જેટલો ખર્ચ કરે છે, એનાથી વધારે ખર્ચ એની છેલ્લી માંદગીમાં થાય છે. છેલ્લી માંદગી એને કહેવાય, કે જેમાંથી એ સાજો થઈ ઘરે પાછો નથી આવતો.
બધાને પહેલા ત્રણમાંના દરેક તબક્કામાંથી પસાર થવું પડતું નથી; પણ ચોથા તબક્કામાંથી મોટી ઉંમરના બહુધા લોકો જાય છે. સામાન્ય રીતે આ સમયે દર્દી પોતે કોઈ પણ નીર્ણય કરવા જેવી સ્થીતીમાં હોતો નથી. એના જીવનનો નીર્ણય એના કુટુંબીજનોના હાથમાં હોય છે. સરકાર ઈચ્છામૃત્યુને કાયદેસર નથી કરતી; કારણ કે અહીં કાયદાનો ગેરલાભ લેવાની શક્યતા ખુબ વધી જાય છે.  આવા સંજોગોમાં દરેક વ્યક્તી પોતાના વસીયતનામા સાથે પોતાની છેલ્લી સારવાર વીશે પણ લખી જાય તો કુટુંબીજનોપર નીર્ણયનો બોજો ઓછો થઈ શકે છે.
ગરીબ લોકો માટે પૈસાના અભાવે અઘરો નીર્ણય પણ પ્રમાણમાં સહેલો બની જાય છે. પૈસાના અભાવે તેઓ મોંઘી સારવાર લઈ શકતા નથી; એટલે હૉસ્પીટલો પણ સમજીને એમની પાસેથી એવી અપેક્ષા રાખતી નથી. સરકારી કે અમુક ખાનગી હૉસ્પીટલના જનરલ વોર્ડમાં દાખલ થનાર દર્દી ‘મરવા’ માટે આવ્યો છે એવું સમજી એની સારવારમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના કીસ્સા સાંભળ્યા છે. જો આ સાચું હોય તો આને ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય કે નહીં ? સરકારી હૉસ્પીટલોમાં આ થતું હોય તો આજ સુધી કેટલા ડોક્ટરો/ અધીકારીઓને સજા થઈ છે ?
ધનીકો માટે પૈસાનો સવાલ નડતો ન હોવાથી એમના માટે નીર્ણય સહેલો થઈ જાય છે. માત્ર મધ્યમ વર્ગના લોકો જ અવઢવમાં મુકાય છે. એમના માટે માત્ર પૈસા જ એક સમસ્યા નથી; બલકે બહોળા કુટુંબની તેમ જ સમાજની સંભવીત ટીકાનો પણ વીચાર કરવો પડે છે. કમનસીબે આર્થીક રીતે મધ્યમ વર્ગના ગણાતા લોકો માટે એમના ખરા વારસદાર, પુત્ર/પુત્રી નહીં; પણ ‘હેલ્થ કેર ઈન્ડસ્ટી’/ ‘હૉસ્પીટલ’ બની જાય છે. આ કરુણ વાસ્તવીકતા છે.
અહીં પણ કુટુંબીજનો ઈચ્છે ત્યારે દરદીને ઘરે લઈ જઈ શકે છે. એના માટે ‘અગેન્સ્ટ મેડીકલ ઍડવાઈસ’નું ફોર્મ સાઈન કરવાનું હોય છે. આ રીતે મેડીકલ સારવાર અટકાવવી એને પણ ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય આવું તો ભારતમાં રોજ અને બધે જ બને છે. આમાં કાયદો વચ્ચે પડતો નથી.
ઈચ્છામૃત્યુની શક્યતા ત્રીજા તબક્કાના કીસ્સામાં પણ ઉભી થઈ શકે છે : ખાસ કરીને એકાકી જીવન જીવતા લોકોમાં. વૃદ્ધાવસ્થા માત્ર શારીરીક અવસ્થા નથી, એ માનસીક અવસ્થા પણ હોઈ શકે છે.  એમના આ નીર્ણય પાછળ સ્વાસ્થ્ય ઉપરાંત અન્ય કેટલાંક કારણો હોય છે. જે પણ ત્યાં પહોંચે છે તેમાંથી માનસીક રીતે સ્વસ્થ દર્દી પોતે પોતાના ભાવી વીશે નીર્ણય કરવાની પોઝીશનમાં હોય છે. વૃદ્ધાશ્રમનો વીકલ્પ એમને મંજુર નથી હોતો. તેઓ કાયદેસર નહીં તો તાર્કીક/ નૈતીક રીતે ‘માનભેર મૃત્યુના’ હકદાર ગણાય કે નહીં એ ઉંડી ચર્ચાનો વીષય છે. આ વીષય ખુબ જ સંવેદનશીલ હોવાથી એના ઉંડાણમાં જવાનું અત્યારે ટાળીએ.
પ્રવર્તમાન કાયદા પ્રમાણે આત્મહત્યા ગુનો ગણાય છે. દરેક ગુના પાછળ કોઈ ગુનેગાર હોય છે. કાયદો આત્મહત્યાની કોશીશ કરનારને ગુનેગાર ગણે છે. જો કે મોટા ભાગના કીસ્સામાં આપણી સમાજવ્યવસ્થા, પરંપરા જે તે સમાજના રીવાજો, વગેરે પણ આડકતરી રીતે ગુનેગાર હોય છે. આવા ગુનેગારોને સજા કરવી શક્ય નથી; પણ ભવીષ્યમાં આવાં કારણોને લીધે આત્મહત્યા ન થાય એના માટે પણ સરકાર કાગળ પર સુધ્ધાં કશું કરે છે ખરી ?
કાયદો તો છેલ્લી ક્ષણ સુધી શક્ય હોય તે સારવારની હીમાયત કરે છે. જે કુટુંબ એટલો ખર્ચ કરી શકવા સમર્થ ન હોય એનો ખર્ચ કોણ આપે ? અને કોઈ તાણી–ખેંચીને જાતે ખર્ચ કરે તો એમની ભવીષ્યની જરુરીયાતો પર ભારે કાપ મુકવાનો વારો આવે. સંતાનોના ભણતરના ભોગે, કે પછી પાયાની સુવીધાઓના ભોગે, વયોવૃદ્ધ વડીલોની આવરદા થોડાં અઠવાડીયાં કે થોડા મહીના લંબાવવાનો નીર્ણય મધ્યમ વર્ગના કુટુંબ માટે ખુબ અઘરો બની જાય છે. આવા સંજોગોમાં કાયદો, નૈતીકતા, પ્રેમ, ધર્મ ઉપરાંત આર્થીક સંજોગો પણ ઘણો ભાગ ભજવે છે. કાયદા બનાવનાર અને એનું પાલન કરનાર આવા પ્રશ્નોનો કેટલો વીચાર કરે છે ? કાયદો અંધ છે અને સમાજ પણ ક્રુર બની શકે છે. આવા અઘરા પ્રશ્નોના ચોખ્ખા ઉત્તર શક્ય નથી. માત્ર અંતહીન ચર્ચા કરી શકાય.
વૈદીક સમાજરચનાની વર્ણવ્યવસ્થાની કાળી બાજુ વીશે મારા લેખોમાં ઘણું કહેવાયું છે. ત્યારની ‘આશ્રમવ્યવસ્થા’ વીશે લખવાનો આજે વારો આવ્યો છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલ ‘વાનપ્રસ્થાશ્રમ’ માનવજીવનના 50 અને 60ના દાયકાને લાગુ પડે છે, જેને આગળ વર્ણવાયેલા આપણા અંતના પહેલા અને બીજા તબક્કા સાથે સરખાવી શકાય. ત્યારનો ચોથો તબક્કો ‘સન્યસ્તાશ્રમ’ કહેવાતો. નામ તો રુડુંરુપાળું છે; પણ એનો જરા ઉંડાણમાં વીચાર કરીએ તો સાચો ખ્યાલ આવે. 70 વટાવી ચુકેલ માણસ જંગલમાં કેટલું જીવી શકે ? શું ખાય ? હીંસક પ્રાણીઓથી પોતાને કેવી રીતે બચાવી શકે ? બધા જ શીકારી નહોતા. અને હોય તોયે મોટી ઉંમરે કેટલા કાબેલ હોય ? મહાભારતના અંતમાં, હસ્તીનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્રને પોતાની રાણીઓ સાથે જંગલમાં જતો બતાવાયો છે. આને ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય કે નહીં ?
આજનો કે આવનારો કાયદો ગમે તે કહે, ભારતમાં બધું પહેલાંથી ચાલતું આવ્યું છે, આજે પણ ચાલે છે, અને ભવીષ્યમાં પણ ચાલતું રહેવાનું છે. આ સત્યનો સ્વીકાર કરવો રહ્યો. હા, આની તાત્ત્વીક ચર્ચા કરવાની બધાને છુટ છે.

*   *   *  *  *


દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી