Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

11 March 2016

સ્ત્રીશિક્ષણ એ જ સમાજ બદલવાની સરળ રીત છે….કથા કોલાજ – કાજલ ઓઝા વૈદ્ય / સ્ત્રી સ્વાતંત્ર્ય ..

( 863 ) સ્ત્રીશિક્ષણ એ જ સમાજ બદલવાની સરળ રીત છે….કથા કોલાજ – કાજલ ઓઝા વૈદ્ય / સ્ત્રી સ્વાતંત્ર્ય ..(હાસ્ય લેખ )… પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી

વિશ્વ મહિલા દિવસ પર પ્રકાશિત આ અગાઉની પોસ્ટમાં મારા લેખ આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને સ્ત્રી શક્તિનો આવિર્ભાવ…. ચિંતન લેખ…ના અનુસંધાનમાં ૧૯ મી સદીમાં મહિલાઓની અને દલિત કોમની કેવી લાચાર પરિસ્થિતિ હતી એના પર સાવિત્રીબાઈ ફૂલેએ કરેલ બયાન એમના શબ્દોમાં આજની પોસ્ટમાં રજુ કર્યું છે. એના પછી સુ.શ્રી પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી લિખિત હાસ્ય લેખ "સ્ત્રી સ્વાતંત્ર્ય "મુક્યો છે એને પણ વિશ્વ મહિલા દિવસના માહોલમાં માણો .

સાવિત્રીબાઈ ફૂલે મહારાષ્ટ્રની ખુબ જ જાણીતી પ્રતિભા જ્યોતિબા ફૂલેનાં પત્ની છે. મુંબઈ સમાચારમાં , કથા કોલાજ કોલમમાં સુ.શ્રી કાજલ ઓઝા – વૈદ્યના આ સંપાદિત  લેખમાં સાવિત્રી બાઈ લખે છે ...

અમારા સમયમાં સ્ત્રી ઓને પોતાની મરજીથી જીવવાની છૂટ મળે એવું સપનું જોવાનીય છૂટ નહોતી. એક સ્ત્રી તરીકે જનમવું એ ઢોરથીય બદતર જીવન હતું. અમને માણસ ગણવામાં પણ સમાજને તકલીફ પડતી હોય ત્યારે અમારા સપનાં કે અમારા વિચારો જાણવાની કે અમારી ઈચ્છા જેવી કોઈ વાત હોય જ કેવી રીતે ?.....

આ રહ્યો એ રસસ્પદ લેખ 

સ્ત્રીશિક્ષણ એ જ સમાજ બદલવાની સરળ રીત છે

કથા કોલાજ - કાજલ ઓઝા - વૈદ્ય

Kazal oza

 સૌજન્ય- મુંબાઈ સમાચાર 

નામ : સાવિત્રીબાઈ ફુલે

સ્થળ : પુણે

સમય : ૮ માર્ચ, ૧૮૯૭

ઉંમર : ૬૬ વર્ષ

અંતે પ્લેગ મારા પર ચઢી બેઠો...બગલમાં ગાંઠ નીકળી છે. તાવથી શરીર પીડાય છે. પડખું બદલતા પણ આખું શરીર દુ:ખે છે. હું સમજુ છું કે આવરદા પૂરી થઈ છે, જવાનો સમય થઈ ગયો છે. આમ તો દરેક માણસે જવાનું જ હોય છે, પૃથ્વી પર આવેલી દરેક વ્યક્તિ પોતાની મુઠ્ઠીમાં હસ્તરેખા લઈને આવે છે. એ બંધ મુઠ્ઠીની હસ્તરેખામાં એક નિશ્ર્ચિત આવરદા લખેલી હોય છે...મને લાગતું હતું કે, મને કઈ નહીં થાય. મારો ઈશ્ર્વર મારી સાથે છે એમ માનીને હું દર્દી નારાયણની સેવા કરતી હતી. મારા મનમાં હંમેશાં એમ હતું કે આ સમાજને વધુ સારી જિંદગી આપવાનું કામ સોંપીને મારા પ્રભુએ મને આ ધરતી પર મોકલી છે. એવું જ હશે ને કારણ કે જો એમ ન હોય તો બધીય પરિસ્થિતિ અનુકૂળ કેવી રીતે બને ! અમારા સમયમાં સ્ત્રી ઓને પોતાની મરજીથી જીવવાની છૂટ મળે એવું સપનું જોવાનીય છૂટ નહોતી. એક સ્ત્રી તરીકે જનમવું એ ઢોરથીય બદતર જીવન હતું. અમને માણસ ગણવામાં પણ સમાજને તકલીફ પડતી હોય ત્યારે અમારા સપનાં કે અમારા વિચારો જાણવાની કે અમારી ઈચ્છા જેવી કોઈ વાત હોય જ કેવી રીતે ?

મારી સગી મામાની દીકરી સાત વર્ષની ઉંમરે વિધવા થઈ. એના કમરથીયે લાંબા વાળ હજામ પાસે ઉતરાવી લેવામાં આવ્યા. બંગડી કે દાગીના તો નહીં જ પહેરવાના, પણ રંગીન કપડાંય નહીં પહેરવાના. વાર-તહેવારે મીઠા વગરનું ખાવાનું, સાત વર્ષની છોકરીએ પૂજાપાઠ અને ધરમ-ધ્યાન કરવાનું...એ અમારી સાથે રમી શકે નહીં, અમારા જેવા કપડાં પહેરી શકે નહીં, રોજ એને રડતી-કકળતી-પછાડો ખાતી જોવી મારે માટે અસહ્ય હતું. મેં ત્યારે જ મારી મા ને પૂછેલું, "એને કેમ આટલી હેરાન કરો છો, મારી માએ રડીને કહેલું, "ગપ્પ બસ. આપણ હેચાત કાહી કરુ શકણાર નાહીં. આપલ્યા કાહીજ મહત્ત્વ નાહીત. એ દિવસે મને સમજાયેલું કે સ્ત્રી હોવું કેટલું દુષ્કર અને કેટલું દયનીય છે.

જ્યોતિરાવને ત્યાંથી મને જોવા આવ્યા ત્યારે નાનકડી ઢીંગલીની જેમ મને નવવારી સાડીમાં લપેટીને નથ પહેરાવીને એમની સામે ઊભી રાખી દીધેલી. મેં તો એમનું મોઢુંય નહોતું જોયું, અમારી વચ્ચેનો અંતરપટ ખસ્યો ત્યારે મેં એમની સામે જોયું. માળી પરિવારના લગ્ન હતા આ. એટલે કઈ તામજામ નહોતા. મારા સસરા ગોવિંદરાવ ફુલેે શાકભાજી વેચતાં. ગોરહાય અમારી મૂળ અટક ખટાઉ તાલુકામાં સતારા જિલ્લામાં અમારું નાનકડું ગામ, કાટગુણ. પણ મારા વડસસરા શેટીબા પૂના આવીને ધંધો કરવા લાગ્યા. પેશ્ર્વાને ત્યાં પૂજાના ફૂલ પહોંચાડવાનું કામ મારા વડસસરાએ શરૂ કરેલું, એટલે અમારી અટક અથવા આડનાવ ગોરહાયમાંથી ફુલે થઈ ગયું. મારાં સાસુ પોતાના દીકરાને નવ મહિનાનો મૂકીને ગુજરી ગયેલાં. મારા પતિને પ્રાઈમરી પ્રાથમિક શાળાના શિક્ષણ પછી ઉઠાડી લેવામાં આવ્યા. એ પિતાની સાથે શાકભાજી અને ફૂલના ધંધામાં જોડાઈ ગયા, પરંતુ એ સમયના મુસ્લિમ અને ખ્રિસ્તી પાડોશીઓ પેશ્ર્વાએ આપેલાં મકાનોને કારણે મારા સસરાના સારા મિત્રો હતા. એ સહુએ મારા સસરાને સમજાવીને જ્યોતિરાવને મિશનરી સ્કૂલમાં દાખલ કર્યા. ૧૮૫૭માં જ્યારે એ હાઈ સ્કૂલ ભણીને બહાર નીકળ્યા. અમારો પરિવાર ખાધેપીધે સુખી હતો... પરંતુ અમારી જાત નીચી હતી.

અમારા લગ્ન થયા ત્યારે હું નવ વર્ષની અને મારા પતિ તેર વર્ષના હતા, ૧૮૪૦માં મારા પતિ અમારી જાતિમાં સૌથી વધુ ભણેલા અને સુધરેલા કહેવાતા. હું પરણીને આવી ત્યારે મારા પતિએ મને પૂછ્યું, "વાંચતા આવડે છે ? એક હાથના ઘૂંઘટની નીચેથી મેં માથું ધુણાવીને ના પાડી. તેર વર્ષનો એ છોકરો મારી વાત સાંભળીને દુ:ખી થઈ ગયો. એણે મારો હાથ પકડ્યો અને કહ્યું, "આપણે આખી જિંદગી સાથે ગાળવાની છે, ગાડાના બે પૈડા સરખા ન હોય તો કેમ ચાલે ? સમજે છે ને? મેં ઘૂંઘટની નીચેથી માથું ધુણાવીને હા પાડી. એણે પૂછ્યું, "હું તને ભણાવીશ, તું ભણીશ ? મારું રોમ રોમ આનંદિત થઈ ગયું...અમારા સમયમાં છોકરીને ભણાવવી તો દૂરની વાત એને પુસ્તક પણ હાથમાં લઈને પાના ઉથલાવવાની છૂટ નહોતી...

એ પછી શરૂ થયું મારું શિક્ષણ અને પછી મારા પતિનું શિક્ષણ આગળને આગળ ચાલતું ગયું. એ જેમ ભણતાં ગયા એમ વધુને વધુ સમજદાર અને સહિષ્ણુ થતા ગયા. એ ક્યારેક મને કહેતા, "શિક્ષણનો અભાવ એટલે સમજણનો અભાવ, સમજણનો અભાવ એટલે નૈતિક્તાનો અભાવ, નૈતિક્તાની ગેરહાજરીમાં પ્રગતિ ક્યારેય ન થાય, ને પ્રગતિ ન થાય તો ગરીબી ક્યારેય દૂર ન થાય, ગરીબી દૂર ન થાય તો નીચી જાતિના લોકો હંમેશાં દબાયેલાને કચડાયેલા જ રહેવાના એ હસીને કહેતા, "બોલ, એક શિક્ષણ આવે તો બધું જ બદલાઈ જાય... મને એમની વાતો મોહ પમાડતી, એમને જ્યારે જોતી ત્યારે મને એમનામાં એક ગુરુ, એક મિત્ર, એક પતિની સાથે સાથે ક્યારેક જેણે મારું નસીબ બદલી નાખ્યું એવો ઈશ્ર્વર પણ દેખાતો. અમારી જિંદગી સામાન્ય રીતે ચાલી રહી હતી, હવે એ પેશ્ર્વાના દરબારમાં નોકરી કરવા લાગ્યા હતા. ઘરમાં સારા પૈસા આવતા, કોઈ તકલીફ નહોતી પણ ૧૮૪૮ની એક સવારે અમારી જિંદગી બદલી નાખી. જ્યોતિબા એમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં ગયા હતા, એમની સાથે શાળામાં ભણેલો એમનો મિત્ર છેક ઘર સુધી નિમંત્રણ આપવા આવેલો, પરંતુ જ્યોતિબા જ્યારે લગ્નમાં પહોંચ્યા ત્યારે એમને બ્રાહ્મણની પંગતમાંથી ઊભા કરીને વસવાયાંની, નીચી જાતિની પંગતમાં બેસાડવામાં આવ્યા. એટલું જ નહીં, એમને પીરસવા માટે પણ ઘરના નોકરો આવ્યા. જ્યોતિબા જમ્યા વગર આ અપમાન સાથે ઘેર આવ્યા ત્યારે એમની આંખોમાં આંસુ હતાં અને હૃદયમાં વલોપાત.

એ રાત્રે એમણે મોટા અવાજે મારી સામે એક પુસ્તક વાંચ્યું. "થોમસ પેઈનનું લખેલું આ પુસ્તક "રાઈટ્સ ઓફ અ મેન વાંચતા વાંચતા એ આખી રાત રડતા રહ્યા. બીજે દિવસે સવારે એમણે મને પૂછ્યું, "હું પેશ્ર્વાની નોકરી છોડીને આપણાં લોકોની સેવા કરવાનું નક્કી કરું તો તું મારો સાથ આપીશ ?

મેં મારા સસરાના દેખતા એમનો હાથ પકડી લીધો, "હા. જરૂર.

"સમાજ આપણો બહિષ્કાર કરશે, સંઘર્ષ કરવો પડશે, પળેપળે પરીક્ષામાંથી પસાર થવું પડશે, તૈયારી છે? મેં હા પાડી, "ક્યાં સુધી સાથ આપી શકીશ એમણે પૂછ્યું.

"શ્ર્વાસ ટકશે ત્યાં સુધી મેં કહ્યું.

તે દિવસથી આ જ સુધી અમે ખભેખભા મિલાવીને એકબીજાનો હાથ પકડીને ફક્ત અમારા સમાજ માટે કાર્ય કર્યું.

વિધવા વિવાહ, સ્ત્રી ઓનું શિક્ષણ, બીમારોની સેવા અને અમારા સમાજના લોકોની માનસિક્તાને પલટવા માટે અમે રોજે રોજ મથતા રહ્યાં...સમાજે અમને છૂટા પાડવાનોય ઘણો પ્રયાસ કર્યો કારણ કે સૌ સમજતા હતા કે અમે સાથે છીએ ત્યાં સુધી અમારી તાકાત કોઈ તોડી શકે એમ નથી.

એક દિવસ એ એક ગર્ભવતી વિધવા સ્ત્રી ને લઈને અમારે ઘેર આવ્યા. એમણે કહ્યું, "આ અહીં જ રહેશે. એના બાળકને હું મારું નામ આપીશ હું એમની સામે જોઈ રહી, "તને મારા ચારિત્ર્યમાં વિશ્ર્વાસ છે ને ? હું દોડીને એમને ભેટી પડી. એમનો એ સ્પર્શ મને અત્યારે યાદ આવે છે ! આપઘાત કરવા જતી એક વિધવા સ્ત્રીને આપઘાત કરતી અટકાવીને એ અમારે ઘરે લઈ આવ્યા હતા. બબ્બે જીવની હત્યા થાય એના કરતાં એક બાળક આ દુનિયામાં જન્મ લે તો ઈશ્ર્વરની પૂજા જ ગણાય એવું એમણે મને એ દિવસે સમજાવ્યું હતું. પૂરા દિવસે એ વિધવા સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. અમે એ દીકરાને દત્તક લીધો અને એનું નામ ‘યશવંતરાવ’ આપ્યું.

આજે મારો યશવંત દાક્તર છે અને અમે આવી ગર્ભવતી મહિલાઓને આશરો આપવા માટે એક હોસ્પિટલ પૂનામાં ઊભી કરી છે, એનું નામ બાળ હત્યા પ્રતિબંધક ગૃહ છે. વિધવા સ્ત્રીઓની માનસિક હાલત એટલી ખરાબ હોય છે કે પરિવારના જ સભ્યો એમના પર બળાત્કાર કરે છે, બીજે ક્યાંય જવાની જગ્યા ન હોય એટલે આવા બળાત્કારો કે અત્યાચારો સહી લીધા સિવાય વિધવાને કોઈ ચારોય નથી હોતો. અમે મળીને આવી મહિલાઓ માટે એક હોસ્પિટલ ઊભી કરી, એમનાં બાળકોને ભણવા માટે શાળાઓ ઊભી કરી, ખાસ કરીને દીકરીઓ માટે શિક્ષણની હિમાયત કરી અને અમારા સમાજમાં થતા ફેરફારો જોઈને બીજા કેટલાય લોકો અમારી સાથે જોડાયા.

અમારા સમયમાં પ્લેગ એક ભયાનક રોગ ગણાતો. દર્દીને પ્લેગ થાય એટલે લોકો એને ઉપાડીને ગામ બહાર મૂકી આવતા, તાવમાં તરફડતો ગાંઠની પીડા સાથે દર્દી રિબાઈ રિબાઈને મૃત્યુ પામતો. પ્લેગની સારવાર થઈ શકે છે એવી પણ અમારા સમયમાં કોઈને જાણ નહોતી. યશવંતરાવ દાક્તર થયો પછી એણે લોકોને સમજાવ્યું કે, પ્લેગ એ ઈશ્ર્વરનો ગુસ્સો નથી પણ ઉંદરને કારણે જન્મ લેતો એક શારીરિક રોગ છે. અમે પ્લેગ માટે એક નાનકડી હોસ્પિટલ ઊભી કરી. એ હોસ્પિટલને કારણે ઘણાં બધા લોકો પ્લેગથી બચી શક્યા. શિક્ષણના અભાવને કારણે અમારા સમાજમાં રહેલી અસ્વચ્છતા અને અંધશ્રદ્ધાને પણ શિક્ષણના પ્રસારથી દૂર કરવાનું કામ અમે કરતા રહ્યા...

આજે આવા જ એક પ્લેગના દર્દીની સારવાર કરતા કરતા હું પોતે એ પ્લેગમાં સપડાઈ છું. યશવંત રાત-દહાડો એક કરીને મારી ચાકરી કરે છે. ‘એ’ મારી પથારી પાસેથી ખસતા નથી. અમે ત્રણે જણા જાણીએ છીએ કે હવે એક-બે દિવસમાં મારે આ જગત છોડીને જવાનું છે. આનંદ એક જ વાતનો છે, લગ્ન સમયે એમને આપેલું વચન હું પૂરી નિષ્ઠાથી નિભાવી શકી છું. મેં એમને કહેલું, "હું છેલ્લા શ્ર્વાસ સુધી તમારો સાથ આપીશ...

મેં છેલ્લા શ્ર્વાસ સુધી એમના દરેક કામમાં, એમના દરેક સપનાંમાં, એમના દરેક પ્રયત્નમાં એમનો સાથ આપ્યો છે.

સૌજન્યમુંબઈ સમાચાર , સાભાર- સુશ્રી.કાજલ ઓઝા -વૈદ્ય 

ઉપરનો ગંભીર લેખ વાંચ્યા પછી સુ.શ્રી પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી લિખિત હાસ્ય લેખ "સ્ત્રી સ્વાતંત્ર્ય" પણ માણો.

સ્ત્રી સ્વાતંત્ર્ય ..(હાસ્ય લેખ )... પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

લીલી: અલી ચંપા, તેં સાંભળ્યું, લોકો ચંદ્ર પર જઈ આવ્યા?

ચંપા: હા બહેન, સાંભળ્યું તો ખરું, પણ શું કરીએ, આપણને ઘરકામમાંથી ફુરસદ મળે તો ક્યાંક જઈએ ને?

સ્ત્રી સ્વાતંત્ર્ય ના આજના યુગમાં સ્ત્રીઓ દ્વારા થતી આવી વાતચીત સાંભળીને મને ઊંડો આઘાત લાગ્યો. એક લેખિકા તરીકે મારે ‘કલમ’ નામનું શસ્ત્ર ઉઠાવીને ઘરકામની ગુલામીમાં સબડતી આવી અનેક સ્ત્રીઓને મુક્તિ અપાવીને, સ્ત્રી સ્વાતંત્ર્ય નો મહિમા સમજાવવો જોઈએ. પણ એ માટે મારે શું કરવું?

ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલને હિટલરના હુમલાથી પણ નહોતી થઈ એવી ચિંતા મને આ ગુલામીમાં સબડતી સ્ત્રીઓને માટે થઈ.


આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને સ્ત્રી શક્તિનો આવિર્ભાવ…. ચિંતન લેખ…વિનોદ પટેલ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને સ્ત્રી શક્તિનો આવિર્ભાવ…. ચિંતન લેખ…વિનોદ પટેલ

 મહિલા દિવસ

ચિત્ર સૌજન્ય- શ્રી ચીમન પટેલ, હ્યુસ્ટન 

૮મી માર્ચ  ૨૦૧૬ નો દિવસ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ છે.

દર વર્ષે ૮મી માર્ચના દિવસને સયુંક્ત રાષ્ટ્રસંઘ-યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર વિશ્વમાં પુરુષ અને સ્ત્રીઓની જન સંખ્યા લગભગ સરખી છે પણ એમનો સામાજિક અને આર્થિક દરજ્જો એક સરખો છે ખરો ? આ એક મહત્વના સવાલનો જવાબ મેળવવાનો હજુ બાકી છે. હજુ પણ નારીને પુરુષ જેટલા હક્કો અને  ન્યાય પ્રાપ્ત થયા નથી.મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવા માટે આ દિવસને મુકરર કરવામાં આવ્યો છે.

આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં  "નારી તું નારાયણી " અને "યત્ર નાર્યસ્તુ પૂજયતે, રમન્તે તત્ર દેવતા" એવાં વાક્યોથી નારીનું બહુમાન કરવામાં આવ્યું છે .આ જ ભારતમાં દીકરીને દૂધ પીતી કરવાનો ,સતી પ્રથાનો અને વિધવા અવિવાહનો ક્રૂર રીવાજ પ્રવર્તતો હતો એ પણ એક હકીકત છે.હકીકતમાં પુરુષ વર્ગે સ્ત્રીઓને એક અબળા તરીકે ગણના કરી ઘણા લાંબા સમય સુધી સ્ત્રી વર્ગની જાણે કે અવગણના કરી હોય એવું જણાયું છે.સ્ત્રીઓનું મુખ્ય કામ ફક્ત ઘરકામ, રસોઈ અને બાળકોને જન્મ આપી એની સંભાળ રાખવામાં જ સમાઈ જાય છે એવી પુરુષોની ખોટી માન્યતાઓનો નારી વર્ગ શિકાર બનતી આવી છે .સ્ત્રીઓઓમાં  પુરુષો જેટલી જ શક્તિ છે એ હકીકત તરફ દુર્લક્ષ સેવી ઘણા લાંબા સમયથી સ્ત્રીઓમાં પડેલી શક્તિઓની અવગણના થઈ હોય એમ ઈતિહાસ જોતાં દેખાઈ આવે છે.વર્તમાન સમયમાં પણ મિડલ ઇસ્ટ આફ્રિકા અને ત્રીજા વિશ્વના દેશોમાં કુરિવાજો તથા જૂની રૂઢિઓને લીધે સ્ત્રીઓ પ્રત્યે ક્રૂર વ્યવહાર અને અન્યાય થઇ રહ્યો છે .આ દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર પણ ઘણો નીચો છે.

અમેરિકા જેવા પ્રગતિશીલ દેશનો ઈતિહાસ જોતાં સુસન બી. એન્થની  અને એલેનોર રુઝવેલ્ટ જેવી શક્તિશાળી મહિલાઓને દેશની મહિલાઓ માટે પુરુષો જેવા હક્કો અપાવવા માટે આખી જિંદગી સમર્પિત કરવી પડી હતી .આ બે બહાદુર મહિલાઓની લડતને પરિણામે છેવટે માત્ર ૧૯૨૦ થી જ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થઇ શક્યો હતો.આ હક્ક પ્રાપ્ત થયા બાદ પણ અમેરિકાના રાજકારણમાં સેનેટ,પ્રતિનિધિ ગૃહ,કેબીનેટ કે રાજ્યોના ગવર્નર કક્ષાએ સ્થાનો પ્રાપ્ત કરવામાં મહિલાઓની સંખ્યા ઘણા લાંબા સમય સુધી નહિવત રહી છે . આજે પણ આ બધાં સ્થાનોએ મહિલાઓની સંખ્યા ૨૦ ટકાથી ઉપર વધી શકી નથી એ હકીકત છે.

અમેરિકામાં આજ સુધીના ઇતિહાસમાં કોઈ મહિલા પ્રમુખ પદે ચૂંટાઈ શકી નથી.અમેરિકાની હવે પછી ૨૦૧૬ના નવેમ્બરમાં થનારી પ્રમુખ પદ માટેની ચુંટણીમાં હિલેરી ક્લીન્ટનએ ડેમોક્રેટીક પક્ષ તરફથી ૨૦૦૮ માં નિષ્ફળ ગયા પાછી ફરી એક વાર ઝુકાવ્યું છે.જો તેઓ એમાં વિજયી બનશે તો અમેરિકાના રાજકીય ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચાશે.ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીજીની આગેવાની નીચે ઘણી મહિલાઓએ  જોડાઈને સુંદર યોગદાન આપ્યું હતું એ આપણે જાણીએ છીએ.

અમેરકાની સરખામણીમાં ભારત, પાકિસ્તાન ,શ્રીલંકા, બંગલા દેશ, બ્રાઝીલ ,બ્રિટન,ફિલીપીન્સ, સાઉથ કોરિયા,ઈઝરાઈલ, ઇથોપિયા જેવા ઉભરતા દેશોમાં મહિલાઓએ પુરુષોને હરાવી દેશના પ્રમુખ કે વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવી સ્ત્રી શક્તિનો જગતને પરચો કરાવ્યો છે.આ મહિલાઓએ કરેલી ઘણી સુંદર કામગીરી બતાવે છે કે જો મહિલાઓને  કામ કરવાની તક મળે તો તેઓ પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરવામાં પાછળ રહે એમ નથી જ.

આમ આધુનિક સમયમાં દુનિયાના દરેક દેશોમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને મહીલા જાગૃતિ પ્રબળ બનતી જાય છે.પરિણામે સ્ત્રી એક મજબુત શક્તિ તરીકે ઉભરી રહી છે અને પુરુષ સમોવડી બનીને દેશ અને સમાજના ઘડતરમાં એમનો અગત્યનો ફાળો આપી રહી છે. “દીકરી અને ગાય દોરે ત્યાં જાય ” એવું માનનારો સમય ક્યારનો ય વીતી ગયો છે. આજે સમાજનો અડધો મહીલા વર્ગ એના હક્કો વીષે વધુ સજાગ બન્યો છે અને પ્રગતી કુચમાં પુરુષ સમોવડી બની ગઈ છે એટલું જ નહી એમને આંબી પણ ગઈ છે.હવે એ પહેલાંની અબળા સ્ત્રી રહી નથી પણ સબળા બની ગઈ છે .

મહિલાઓની શક્તિ વિષે વિલિયમ ગોલ્ડીંગ William Golding જુઓ શું કહે છે .

“I think women are foolish to pretend they are equal to men,they are far superior and always have been. એટલે કે સ્ત્રીઓએ તેઓ પુરુષ સમોવડી છે એવો ઢોંગ કરવો એ એક મૂર્ખાઈ છે કેમ કે તેઓ પુરુષો કરતાં હમેશાં મહાન હતી જ અને રહેવાની છે. “

આજે વિજ્ઞાન,રાજકારણ, સાહિત્ય  ટેકનોલોજી, અવકાશ સંશોધન અને રમતગમત જેવાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાની ક્ષમતા પુરવાર કરી અગત્યનું યોગદાન આપી રહી છે.બે ભારતીય મૂળ ધરાવતી મહિલાઓ કલ્પના ચાવલા અને ગુજરાતી મૂળની સુનીતા વિલિયમે અવકાશી ક્ષેત્રે અનેરી સિધ્ધિઓ મેળવીને આપણને ગૌરવ અપાવ્યું છે .  

એમ છતાં હજુ પણ ભારત દેશ અને એના રાજ્યોમાં સ્ત્રી ભ્રુણ હત્યાના બનાવો બને છે એ એક દુખદ હકીકત છે. કન્યા ભ્રુણ હત્યાને લીધે નવ જાત છોકરીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા  પરંતુ હજી પણ દીકરીઓને બોજારૂપ ગણવામાં આવે એ કેટલા દુખની વાત કહેવાય !વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે”જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો વહુ લાવશો ક્યાંથી ?” એટલા માટે જ હાલ દેશની મધ્યસ્થ અને રાજ્યની સરકારોને સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, “બેટી બચાઓ , બેટી પઢાઓ” જેવાં અભિયાન દ્વારા લોક જાગૃતિ માટેનું અભિયાન શરુ કરવું પડ્યું છે .

સુપર સ્ટાર અમિતાભ બચ્ચન “બીગ બી” એ એમના બ્લોગમાં દીકરીઓ વિષે બહુ સુંદર વાત લખી છે કે –

“દીકરીઓ ટેન્શન નથી આપતી, બલકે આજની દુનિયામાં એક દીકરી દસ દીકરાના બરાબર હોય છે.દીકરીઓ ખાસ હોય છે, કારણ કે તે અણમોલ હોય છે. તમે તમારી દીકરીને હંમેશાં દીકરો-બેટા કહીને બોલાવી શકો છો, પણ ક્યારેય દીકરાને બેટી કે દીકરી કહી શકતા નથી. એ જ કારણ છે કે દીકરીઓ હંમેશાં ખાસ હોય છે.”

દીકરી એ તો પિતાના ઘરને પ્રકાશિત કરતી તેજ દીવડી છે.

કોઈએ સરસ કહ્યું છે કે : 

“મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.”

ગુણવંત શાહે પણ કહ્યું છે :

” એક જ સંતાનની શક્યતા હોય ત્યારે કોઈ બાપ જો પરમેશ્વર પાસે દીકરાને બદલે દીકરીની યાચના કરે તો તે  બાપનો જેન્ડર બાયસ રળિયામણો જાણવો.”

એક સ્ત્રી કોઈની દીકરી છે, કોઈની બહેન છે,કોઈની પત્ની છે, કોઈને માટે મમતાની મૂર્તિ માતા છે.આમ સ્ત્રી અનેક સ્વરૂપે વિહરતી દેખાય છે.

સ્ત્રી શક્તિ વીશેની  સુ.શ્રી પારુલ ખખ્ખર રચીત એક કાવ્ય રચના અત્રે પ્રસ્તુત કરવાનું મન કરે છે.  આ રહી એ રચના ...  

સ્ત્રી શક્તિ

એ છે અબળા, એ છે શક્તિ, એ તો છે મર્દાની,
નોખા નોખા રૂપે આખર એ તો એ રહેવાની.

એક હતી એવી બડભાગી શામળિયાની અંગત,
રાણી કહી દો, દાસી કહી દો, કહી દો પ્રેમદિવાની. (મીરાં)

એક હતી ધગધગતી જ્વાળા ખુલ્લા કેશે ફરતી,
આમ સખાનું માની લે પણ આમ કરે મનમાની. (દ્રૌપદી)

એક હતી જે મૂંગામોઢે ધરતી જેવું જીવી,
શું કહેવું કેવી પચરંચી એની રામકહાની ! (સીતા)

એક હતી જે પીઠે બાળક બાંધી રણમાં ઉતરી,
આજ સુધી સૌ યાદ કરે છે એની આ કુરબાની. (રાણી લક્ષ્મીબાઇ)

એક હતી લંકાની રાણી સોના જેવી સાચી,
જગ આખાની સામે હસતી, રડતી છાનીછાની. (મંદોદરી)

એક હતી એવી મક્કમ જે મૃત્યુને હંફાવે,
યમને કહી દે ‘કોમળ છું તો પણ ધાર્યુ કરવાની’. (સાવિત્રી)

એક હતી વીજળીનાં તેજે મોતીડાંને પ્રોવે,
એ સત્સંગી,એ જ્ઞાની ને નોખી એની બાની. (પાનબાઇ)

એક હતી પરદેશી નારી પણ સેવાની મૂરત,
ભુખિયા, દુઃખિયા સૌ આપે છે ઉપમા એને ‘મા’ની. (મધર ટેરેસા)

 પારુલ ખખ્ખર

(સૌજન્ય: “ફૂલછાબ” તા.૧૩/૦૧/૨૦૧૫ની “પનઘટ” પૂર્તિ)

જ્યાં સુધી સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે થતા અસભ્ય વ્યવહારમાં બદલાવ જોવામાં નહિ આવે ત્યાં સુધી આવા મહિલા દિવસની ઉજવણી અધુરી જ રહેવાની છે.આજના આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે સદીઓનાં અંધારાં ઉલેચીને દેશ અને વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને અને એનાં વિવિધ સ્વરૂપોને ઓળખીએ અને એમની સેવાઓને બિરદાવીએ .

વિશ્વની નારી શક્તિ ઝીંદાબાદ .  

ઘમ્મર વલોણું

ઘમ્મર વલોણું-૧૭
ઘેરા વિષાદ વચ્ચે અટવાતો આગળ જાઉં કે, વમળો ઘેરી લે છે. અંધારાને ઓઢી લેવાથી, પ્રકાશની સત્યતા નકારી નથી શકાતી. દુઃખોના ઘેરાવામાં ઢંકાતા, સુખની પરિછાયા દુર નથી થતી. વિષમ પરિસ્થિતિઓને અવગણવાથી તે બદલાઈ નથી જતી. સુખના ઘૂંટડા પીતા પીતા એ પણ ભૂલી ગયો કે દુઃખનું સર્જન છે ! હજી તો એક ડગલું આગળ ભરું કે કોઈએ મારો હાથ પકડ્યો.
“ આટલા બધા નકારાત્મક અભિગમે કેમ હકારાત્મક વલણ ? ”
સાંભળીને બે ડગલા પાછું હટી જવાયું. અને આસપાસ જોયું પણ કોઈ ના દેખાયું. મનમાં થયું કે, નક્કી  હમેશની માફક જગતનો તાત આવીને મને સજાગ કરતો ગયો. કોઇ ના દેખાય એટલે હું સમજી જાવ કે હરિની ક્યાંક હયાતી છે. હું પણ અંધારામાં તીર મારવાની જેમ બબડુંય ખરો !
“ વ્હાલા, આ જે બધું વર્ણન કર્યું કે પામ્યું, તે વેળાની દરેક ચીખ કે આહકારે તમને જ તો યાદ કરું છું. તમને જ તો પોકારું છું. એ વખતે મ્હો ફેરવી અને આંખ આડા કાન કરી લો છો. આવી ને તમેજ દુખ કે વિષાદ આપ્યા છે; તેનો અહેસાસ પણ કરાવી લો છો. તો પછી આમ દુર રહીને મુખ મલાકાવાની અદા તો તમે નહિ જ બદલો એમ ને ? ”
“ વ્યથા અને વ્યવસ્થાને તો અમે જરૂર બેલેન્સ કરીએ છીએ. સુખ અને દુઃખ તો જીવનના તબક્કા છે.  જેને મન પર લઈને દિલમાં ઉતારો છો; ને પાછા મને જ કહો છો. જે દિવસે મનની ગતિ અને દિલની મતિમાં એકરૂપતા સધાય તો સમજ કે ઘણું બધું પામ્યાનો કે ગુમાયાનો અફસો નહિ રહે. જે ફરે છે તે ચરે છે ને પડી રહે છે તે મરે છે. આ કહેવત તો તમે મનુષ્ય લોકોએ જ બનાવી છે ને ? હું દ્રઢ પણે માનું છું કે તમે લોકો જ્ઞાની છો, અને જ્ઞાની લોકો ભક્તિ પણ કરે છે. અમે લોકો પણ મનુષ્ય જ ને ! એક અમર મનુષ્ય જેને સુખ કે દુઃખ સ્પર્શી ના શકે. પાણી એને ભીંજવી ના શકે. હવા એને સુકવી ના શકે. પણ મનુષ્યની ભક્તિ એને જરૂર પીગાળી શકે છે. ”
“ આવું તમે બોલો ને અમે મનુષ્ય જીવ ભોળવાઈ પણ જઈએ છે ! મેં માન્યું કે તમે સર્વોપરી છો, આ સઘળા જગને ઉજીયાળું રાખો છો, હર્યું ભર્યું રાખો છો. અને આવું બધું અમે માની લઈએ કે જાણીએ તે માટેનું જ્ઞાન પણ તમેજ અર્પણ કરેલું છે પ્રભુ. આથી જ તો તમને પામાવાનો સહેલો રસ્તો ભક્તિ કરીએ છીએ. ”


મુખવાસ : મનના તરંગોને હવામાં વહેતા કરીને પાછા વાળવાની મુર્ખામી કરી બેઠો ! 
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી