Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

7 September 2016

સઘળું હટાઇ

  સઘળું હટાઇ
દીવાલો પણ ઓશિયાળી થઇ ને ઉભી રહી
છત પણ સુનમુન બની ને હાજરી પુરી રહી
વળગણ કેવું  જો ખુદની તસવીરો હસી રહી
દિલ કેરી ડેલીઓ સુની બની જાય અવળાઈ
મન કેરા મંડપ વિખાઈ કરે જુઓ અવળચંડાઇ
યાદો ભૂંસાઈ જશે કે સમીપ આવશે તે જુદાઈ
દૂર કાંગરે ઝગમગતો દીવડો જશે હોલવાઈ
રે હરિ ! સુન, કોઈની નથી આ દિલની દુહાઈ
એક ચિનગારી કાફી છે જીવનમાં આગ લગાઈ
એક ફક્ત જ તારી ઝાંખી કાફી છે સઘળું હટાઇ

મુખવાસ : બેશૂરા રાગમાં પણ શૂર સંભળાય ખરા !

તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

તુષ્ટીકરણ: ભાજપ પણ કૉંગ્રેસના જ માર્ગે ચાલવા લાગ્યો!

(મુંબઈ સમાચારની રવિ પૂર્તિની ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૪/૯૧૬ના રોજ પ્રસિદ્ધ થયેલો લેખ.)
અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કેટલા પૂર્વગ્રહિત છે! તેઓ હરિયાણામાં દિગંબર જૈન મુનિ તરુણ સાગરજીના વિધાનસભાને સંબોધનના અહેવાલમાં મુનિના નામની આગળ ‘ન્યૂડ જૈન મોન્ક’ લખવાનું ભૂલ્યા નહીં. આ જ પત્રકારો હિન્દી ફિલ્મમાં નગ્નતાના નામે અશ્લીલતા પર સેન્સર બૉર્ડની કાતર ચાલે ત્યારે ઉકળી ઊઠે છે. આ જ પત્રકારો જ્યારે વિદેશી સ્ત્રીઓને સ્કર્ટ ન પહેરવાની માર્ગદર્શિકા આપવામાં આવે છે ત્યારે રોષિત બને છે. (આ માર્ગદર્શિકા હતી. કાયદો નહીં. એટલી સીધી સાદી વાત પણ એ લોકો સમજી નથી શકતા.) આ પત્રકારો સ્મૃતિ ઈરાનીના નામની આગળ એક્ટ્રેસ ટર્નડ પોલિટિશયન અચૂક લખે છે પરંતુ સોનિયા ગાંધીના નામની આગળ તેમનો પૂર્વ વ્યવસાય લખવાની તેમની હિંમત નથી.
આમ આદમી પાર્ટીના નેતા અને સંગીતકાર વિશાલ દદલાનીએ તરુણ સાગરજીની નગ્નતાને નિશાન બનાવી ટ્વીટ કર્યું. મોટા ભાગના ફિલ્મ કલાકારોનાં પણ પેલા અંગ્રેજી કૉન્વેન્ટિયા પત્રકારો જેવાં જ બેવડાં ધોરણ હોય છે. તેઓ ફિલ્મમાં અશ્લીલતા અને હિંસા વગેરેનો બચાવ કરશે પણ બુરખા સામે બોલવાની હિંમત નહીં કરે. તેઓ હિન્દુ સ્ત્રીઓના અધિકારો વિશે ઉછળી-ઉછળીને બોલશે પરંતુ મુસ્લિમ સ્ત્રીઓના અધિકારની વાત આવશે ત્યારે તેમનાં મોઢાં સિવાઈ જશે.
વિશાલનો મૂળ આશય કદાચ રિલિજિયન અને રાજકારણની ભેળસેળ સામે હતો. રિલિજિયનનો અર્થ લગભગ સંપ્રદાય કરી શકાય. પરંપરા કરી શકાય. પરંતુ ધર્મ ન કરી શકાય. ધર્મને રાજકારણ તો શું, કોઈ ક્ષેત્રથી અલગ ન પાડી શકાય. ધર્મનો એક અર્થ ફરજ છે. પરંતુ વર્ષો જતાં ધર્મનો સંકુચિત અર્થ ઉપાસના પદ્ધતિ પૂરતો સમેટાઈ ગયો છે. રામાયણમાં પિતા, માતા, પુત્ર, પત્ની, ભાઈ વગેરે દરેકનો શું ધર્મ છે તેની વાત વિગતે છે. મહાભારતમાં ભીષ્મ બાણની શય્યા પરથી યુધિષ્ઠિરને રાજધર્મનો ઉપદેશ આપે છે. રાજ ધર્મને અંગ્રેજીમાં રોયલ કૉડ ઑફ કન્ડક્ટ કહી શકાય. આમ ધર્મ માટે અંગ્રેજીમાં રિલિજિયન શબ્દ વાપરવો ખોટો છે. તે જ રીતે ધર્મ માટે કૉડ ઑફ કન્ડક્ટ, ડ્યુટી કે લૉ આ શબ્દોને જે-તે સંદર્ભમાં આંશિક રીતે વાપરી શકાય પણ ધર્મ આ પૈકી કોઈ એક ચોક્કસ અંગ્રેજી શબ્દના ચોકઠામાં બંધ બેસતો નથી.
સંપ્રદાય અને રાજકારણની ભેળસેળ જરૂરી છે? ‘કડવે પ્રવચન’ માટે જાણીતા તરુણ સાગરજીનું પ્રવચન ધારાસભ્યો સાંભળે તેમાં કંઈ ખોટું નથી. તરુણ સાગરજી હોય કે અન્ય કોઈ ધર્મોપદેશક, તેમની વાતો, આપણા ધર્મગ્રંથોમાં ઉપદેશાયેલી વાતોને શાસકો વ્યવહારમાં ઉતારે તો ખરેખર રામરાજ્ય આવે. વર્ષ ૨૦૦૨માં રાજસ્થાનના રાજ્યપાલ અંશુમાનસિંહે દુષ્કાળ માટે ભંડોળ એકત્ર કરવા મોરારીબાપુની રામકથા યોજી હતી. તે વખતે ભાજપ વિરોધી પક્ષોએ કાગરોળ મચાવી દીધી હતી.
પહેલી નજરે તરુણ સાગરજી અને મોરારી બાપુના આ કાર્યક્રમો પ્રત્યે કોઈ વાંધો ન હોઈ શકે. પરંતુ શું આ મુનિ-સંતોનું સ્થાન એટલું ઊંચું ન હોવું જોઈએ કે તેમને વિધાનસભામાં જવું પડે તે કરતાં રાજાથી માંડીને રંક તેમનાં પ્રવચન સાંભળવા તેમની પાસે તેમના આશ્રમો, તેમનાં ઉપાશ્રયોમાં આવે? ભારતમાં સંપ્રદાય અને રાજકારણની ભેળસેળનાં ખતરનાક પરિણામો આપણે જોઈ ચૂક્યા છીએ. મહાત્મા ગાંધીજીએ આની શરૂઆત કરી હતી. તેઓ તેમની સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવતા. અલબત્ત, ઈશ્વર અલ્લાહ તેરો નામ પંક્તિ ઉમેરીને આ ભજનને બિનસાંપ્રદાયિક બનાવી દેવાયું હતું. ગાંધીજીએ રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતાઓના વિરોધ છતાં તુર્કીની ખિલાફત ચળવળને ટેકો આપીને મુસ્લિમ તુષ્ટીકરણની ખોટી પરંપરા ઊભી કરી હતી. કટ્ટર મુસ્લિમોને ગાંધીજી ખૂંચતા હતા કારણ કે તેઓ ગોરક્ષાની, રામરાજ્યની વાતો કરતા. કટ્ટર હિન્દુઓને તેઓ નહોતા ગમતા કારણકે તેઓ મુસ્લિમ તુષ્ટીકરણ માટે વધુ ને વધુ ઝૂકતા જતા હતા. દેશને પણ ઝૂકવાની ફરજ પાડતા હતા.
ગાંધીજીના પગલાં પછી મુસ્લિમ તુષ્ટીકરણ સતત થતું જ ગયું. વંદેમાતરમ્ ને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારાયું નહીં. તેના બદલે બ્રિટિશ રાજા જ્યોર્જની પ્રશસ્તિમાં રચાયેલું મનાતું જન ગણ મન સ્વીકારાયું. ડૉ. આંબેડકરે સૂચવેલા હિન્દુઓમાં સુધારા કરતા કાયદાને હિન્દુઓના વિરોધ છતાં પસાર કરાયા જે સારું જ થયું પરંતુ મુસ્લિમોના પર્સનલ લૉને સુધારાયા નહીં. ૬૦ વર્ષીય શાહબાનોને તેને છૂટાછેડા આપનાર પતિએ ભરણપોષણ આપવું તેવો સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો હતો. કટ્ટર મુસ્લિમોને રાજી કરવા માટે રાજીવ ગાંધી સરકારે બહુમતીના જોરે કાયદામાં સુધારો કરી નાખ્યો. સલમાન રશદીના ભારતમાં પ્રકાશિત નહીં થયેલા પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ પર પ્રતિબંધ મૂકી દેવાયો. રાજીવ ગાંધીની કૉંગ્રેસ અને ફારુક અબ્દુલ્લાની મિશ્ર સરકારે કાશ્મીરમાં ગાંધીજીની પ્રતિમા મૂકવાનો નિર્ણય પાછો લીધો કેમ કે કાશ્મીરના મુસ્લિમ વકીલોનો વિરોધ હતો! મુસ્લિમ તુષ્ટીકરણના આવા તો અસંખ્ય કિસ્સાઓ મળશે.
કૉંગ્રેસ અને જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પક્ષ, તૃણમૂલ કૉંગ્રેસ તેમજ ડાબેરી પક્ષો દ્વારા મુસ્લિમ તુષ્ટીકરણ ચાલુ રહ્યું. ઈફ્તાર પાર્ટીઓમાં જવા માટે નેતાઓ વચ્ચે હોડ લાગવા લાગી પરંતુ હિન્દુ તહેવારો પર શુભેચ્છાઓ આપવાનું યાદ પણ ન આવે. આ બધું ખોટું હતું. કૉંગ્રેસની લઘુમતી સરકારના વડા પ્રધાન પી. વી. નરસિંહરાવ ૧૯૯૩માં ઉતાવળે સંપ્રદાય (રિલિજિયન) અને રાજકારણની સાંઠગાંઠને તોડતા બે વિધેયક- બંધારણમાં ૮૦મો સુધારો અને જનપ્રતિનિધિત્વ કાયદામાં સુધારો- લાવેલા. મુસ્લિમ તુષ્ટીકરણથી ત્રાસીને અન્યાયની લાગણી અનુભવતા હિન્દુઓની લાગણી બરાબર ઉકળેલી હતી. અયોધ્યામાં વિવાદિત ઢાંચો તૂટ્યા પછી કૉંગ્રેસને ડર હતો કે હિન્દુત્વની ભાવના આ જ રીતે પ્રબળ રહેશે (અને હિન્દુઓ નાતજાતમાં નહીં વહેંચાય) તો ભાજપ બહુમતી મેળવીને સરકારમાં આવી જશે. સ્વાભાવિક જ ભાજપે આ વિધેયકોનો વિરોધ કર્યો હતો. વિરોધ કરવામાં ‘બિનસાંપ્રદાયિક’ કહેવાતા રાજકીય પક્ષો -જનતા દળ, તેલુગુ દેશમ પક્ષ અને ડીએમક પણ હતા. અરે! રિલિજિયનને અફીણ ગણાવતા ડાબેરી પક્ષોએ પણ તેનો વિરોધ કર્યો હતો! આ વિધેયકમાં એવી જોગવાઈ હતી કે જો ઉમેદવારો સંપ્રદાય કે સાંપ્રદાયિક પ્રતીકોનો ઉપયોગ ચૂંટણી જીતવા કરે તો તેઓ સંસદ કે ધારાસભાની ચૂંટણી પહેલાં અથવા ચૂંટણી દરમિયાન જ અમાન્ય ઠરી શકે. આ ઉપરાંત જો તેઓ ભારતના નાગરિકોમાં સંપ્રદાય, વંશ, સમુદાય કે ભાષાના આધારે શત્રુતા કે ધિક્કારની લાગણીને ઉત્તેજન આપે કે ઉત્તેજન આપવાનો પ્રયાસ કરે તો પણ તેઓ અમાન્ય ઠરે. માત્ર ઉમેદવારો જ નહીં, આ જોગવાઈ હેઠળ તો આખો રાજકીય પક્ષ પણ અમાન્ય ઠરી શકે. વિરોધના કારણે આ વિધેયકો મોકૂફ રખાયા હતા.
સંપ્રદાયને રાજકારણથી અલગ રાખનાર દેશોનો વિકાસ થયો છે. ફ્રાન્સમાં ચર્ચની દખલગીરી ટાળવા માટે ૧૯૦૫માં સેક્યુલરિઝમનો કાયદો લવાયેલો. ત્યાં બુરખા પર હિંમતપૂર્વક પ્રતિબંધ લાદી શકાય છે. જોકે ફ્રાન્સનો ઝોક ખ્રિસ્તીઓ પ્રત્યે તો છે જ. જેમ કે ખ્રિસ્તીઓના પવિત્ર દિવસોના રોજ જાહેર રજા છે (આપણે ત્યાં રામનવમીથી માંડીને જન્માષ્ટમીની રજાઓ હવે કહેવાતી હિન્દુવાદી ભાજપ સરકારો પણ નાબૂદ કરી રહી છે. પરંતુ અન્ય મતાવલંબીઓની રજા નાબૂદ કરવાની હિંમત તેનામાં નથી.), ફ્રાન્સમાં કેથોલિક શાળાઓના શિક્ષકોના પગાર સરકાર ચૂકવે છે. સ્પેનમાં પણ આવું જ છે. અમેરિકામાં વ્યક્તિ કોઈ પણ પંથની હોય, એરપૉર્ટ સિક્યોરિટી કે અન્ય નિયમોમાંથી છટકી ન શકે. યુકેના વેસ્ટ યૉર્કશરમાં મીરફિલ્ડ ફ્રી ગ્રામર સ્કૂલે શાળાની અંદર મુસ્લિમ વિદ્યાર્થીઓને નમાઝની મનાઈ કરી દીધી હતી. જર્મનીના કૉલોનમાં સેન્ટ્રલ મસ્જિદ બાંધવાની હતી ત્યારે મસ્જિદ પર લાઉડસ્પીકર નહીં મૂકવામાં આવે તેવી સરકારની શરત મુસ્લિમોએ માનવી પડી હતી. ડેનમાર્કમાં હેલ્થ કેર અને એજ્યુકેશનની શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીઓને ચોખ્ખું કહી દેવામાં આવ્યું હતું કે તેઓ નમાઝ નહીં પઢી શકે. ચીનમાં મુસ્લિમ બાળા કુરાન વાંચતી હોય તેવો વિડિયો બહાર આવ્યા પછી ગાંસુ પ્રાંતમાં સરકારી શાળાઓમાં તમામ સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. સાંપ્રદાયિક હિંસાથી ગ્રસ્ત શિનજિયાંગ પ્રાતમાં તો રમઝાનમાં રોજા રાખવા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો! ચીનમાં માત્ર ઈસ્લામ નહીં, નાતાલની ઉજવણી પર પણ મનાઈ મૂકાઈ હતી.
પરંતુ ભારતીય રાજકારણીઓને સંપ્રદાયો વગર ચાલતું નથી. કૉંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો દ્વારા મુસ્લિમોના તુષ્ટીકરણની વાતો કરી કરીને સત્તામાં આવનાર ભાજપ પણ હવે તુષ્ટીકરણ કરે તે કેવું! તરુણ સાગરજીનું સંબોધન એક માત્ર દાખલો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે હમણાં સુધી એવી છાપ હતી કે તેઓ હિન્દુઓનું પણ તુષ્ટીકરણ નથી કરતા અને તેમણે વિહિપના પ્રવીણ તોગડિયાને ગુજરાતમાં ઘણા અંશે કાબૂમાં રાખ્યા હતા. તેમણે અત્યાર સુધી ઇફ્તાર પાર્ટીમાં પણ જવાનું ટાળ્યું છે. ગયા વર્ષે સંઘના વડા મોહન ભાગવતે નિવેદન કરેલું કે મધર ટેરેસાનું ખરું ધ્યેય મતાંતરણ હતું. (આ કૉલમમાં ૧ અને ૮ માર્ચ ૨૦૧૫ના રોજ તે વિશે બે ભાગમાં લખાયું હતું. વાંચો: (૧) ભાગવત, મધર ટેરેસા અને ભારતનું સેક્યુલરિઝમ અને (૨) મધર ટેરેસાના ચમત્કાર અને શરતી સેવા) સંઘના વડાની વાતને (એટલે કે આદેશને) ઉથાપીને મોદીજી ‘મન કી બાત’માં મધર ટેરેસાની પ્રશંસા કરે છે, સુષમાજીને વેટિકનમાં મધર ટેરેસાના સંતત્વના સમારોહમાં મોકલે છે! આવું કામ તો અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારે તૃણમૂલ, ટીડીપી, સમતા, નેશનલ કૉન્ફરન્સ જેવા પક્ષોનો ટેકો હોવાથી મોરચા ધર્મની વિવશતા છતાં નહોતું કર્યું.
આ પગલાંથી ભારતમાં મિશનરીઓ દ્વારા વટાળ પ્રવૃત્તિને કેટલો વેગ મળશે તેની તેમને કલ્પના હોય જ છતાં કેમ આમ કર્યું? દિલ્લી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક-બે ચર્ચ પર હુમલા થયાના કિસ્સા પછી અમેરિકા દ્વારા લઘુમતીઓની સલામતી માટે દબાણ કરાતા (એ અમેરિકામાં ભલે હિન્દુઓ, શીખો અને મુસ્લિમો પર હેટ્રેડ ક્રાઇમ થતા હોય) મોદીજીને હવે બિનસાંપ્રદાયિક છબી ઉપસાવવાની ઈચ્છા થઈ છે? નોબેલના ધખારા છે? ગુજરાતમાં ‘સૌની’ યોજનાના લોકાર્પણ વખતે મોદીજીએ પૂછેલું, ‘તમે જેવો મોકલ્યો તેવો જ છું ને?’ પરંતુ આપણે કહેવું જોઈએ કે મોદીજી, તમે ગુજરાતમાં આવા સ્યુડો સેક્યુલર નહોતા. શું મોદીજીને ખબર નથી કે તેમના આ પગલાંથી હિન્દુઓમાં અન્યાયની લાગણી બળવત્તર જ બનશે? હિન્દુઓના કહેવાતા સાધુ-સંતો જેલમાં છે અને શાહી ઈમામ પોતાને આઈએસઆઈ એજન્ટ કહેવડાવીને પણ છૂટા ફરે છે. ઝાકિર નાઈક દેશમાંથી ભાગી ગયો છે. હવે જૈનો પણ લઘુમતીનો દરજ્જો ધરાવે છે. આ દરજ્જો ગુજરાતની ભાજપ સરકારે જ આપ્યો છે. એટલે તરુણ સાગરજીને બોલાવીને ભાજપે લઘુમતીનું તુષ્ટીકરણ કર્યાની છાપ ઉપસે છે. કાલે સવારે અરવિંદ કેજરીવાલ કે કૉંગ્રેસ વિધાનસભા/સંસદમાં ઝાકિર નાઈકને, શાહી ઈમામ કે પોપને બોલાવશે ત્યારે ભાજપ કયા મોઢે તેનો વિરોધ કરશે?

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું,તેથી આ દિવસોમાં "ગણપતિ બાપા મોરીયા" ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

પુરાણોમાં કથા આવે છે કેઃમાતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો,તે જીવતું થયું.તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી.હું સ્નાન કરવા બેસું છું.આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.બરાબર તે જ સમયે કૈલાશ (કિલ + આસ  જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા.ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી..અટકાવે છે.પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન..? શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું.અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા.પાર્વતીજી પૂછે છે કેઃ તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કેઃ દ્વાર ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્તક) શોધી લાવવા મોકલે છે.સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે.જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કેઃઆજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવો ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે.ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

આ બધી વાતો રૂ૫કાત્મક છે.ખરેખર આવી કોઇ ઘટના બનેલી જ નથી,પરંતુ બુધ્ધિશાળીઓએ તેમાંથી સારગ્રહી ગૂઢતત્વનો ભેદ સમવજો જોઇએ.આ કથામાં શંકા થાય કેઃમાતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઇ જાય..? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે..! તેમછતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો..? જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે..? બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..? અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં..?

આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કેઃ પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્‍ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ..પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે.આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ(બુધ્ધિ)..તેમાંથી અહંકાર અને શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ...આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી..પાણી..અગ્નિ..વાયુ અને આકાશ)..પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ..કાન..નાક..જીભ અને ત્વચા)..પાંચ કર્મેન્દ્દિયો (હાથ..૫ગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ,પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે.આ બધામાં સૌ પ્રથમ મહતત્વ(બુધ્ધિ)નું નિર્માણ કરે છે.આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે.ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કેઃ હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે.પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે..ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે.યોગવશિષ્‍ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.. તે મનને જો જગાડી દેવામાં આવે તો તે ગણેશ થઇ જાય છે.

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું..? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન..લાંબી સૂઢ..ઝીણી આંખો..મોટું પેટ..મોટું માથું..વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે..

ઝીણી આંખોઃ   

ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

મોટું નાકઃ      

મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ.પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી  જોઇએ.કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક  બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

મોટા કાનઃ      

મોટા કાન બહુશ્રુત..ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.તેમના કાન સૂ૫ડા જેવા છે.સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા.વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી..

બે દાંતઃ        

ગણપતિને બે દાંત છે. એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે.માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે. ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે..

ચાર હાથઃ      

ગણપતિને ચાર હાથ છે.તેમાં અનુક્રમે અંકુશ..પાશ..મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.પાશ- એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે.

મોદક -

જે મોદ(આનંદ) કરાવે તે..મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે.એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે..

વિશાળ પેટઃ    

બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે.કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે.તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે..પોતાની આત્મકથા કહેતા હોય છે.હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે. તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ..

૫ગઃ            

તેમના ૫ગ નાના છે.નાના ૫ગ "ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર"- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે- તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ.નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી,પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે.

વાહનઃ ઉંદરઃ   

તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે. બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે..જે સારૂં હોય તે ચોરી લેવું..તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે.તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

વિવેક બુધ્ધિની ગતિનો આધાર તર્ક છે.તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી.આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે,એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે.કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે.આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે.તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી,માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે. આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ..

 ઉંદર એ માયાનું પ્રતિક છે.ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે.આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે.

ગણપતિને દુર્વા(દાભ) ઘણી જ પ્રિય છે.લોકોને મન જેની કોઇ કિંમત નથી એવા ઘાસને પણ તેમને પોતાનું માન્યું છે અને તેની કિંમત વધારી છે.તત્વવેત્તાઓ જેનું કોઇ મહત્વ નથી, જેને કોઇ રાખતું નથી એવાને આશરો આપે છે,તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ કરીને જીવન જીવવાની પ્રેરણા આપે છે.આ દુર્વાને કોઇ રંગ કે સુગંધ નથી.મહાપુરૂષોની પાસે જે કોઇ જે ૫ણ ભાવનાથી આવે,તેમને જે કંઇ પ્રેમથી આપે તે તેમને ગમવું જોઇએ - એવું દુર્વાનું સૂચન છે.

ગણપતિને લાલ ફુલ પ્રિય છે.લાલ રંગ ક્રાંન્તિનો સૂચક છે.તત્વવેત્તા મહાપુરૂષોને દૈવી ક્રાન્તિ પ્રિય હોય છે.

ગણપતિની ઉ૫ર આપણે ચોખા (અક્ષત) ચઢાવીએ છીએ.અક્ષત એટલે જેનામાં ઘા નથી..જે ખંડીત નથી પણ અખંડ છે.મહાપુરૂષોની ૫ણ જીવન ધ્યેય માટે..પ્રભુ માટે અખંડ અને અનન્ય ભક્તિ હોવી જોઇએ.

ગણ૫તિને વક્રતુંડ કહે છે.રિધ્ધિ સિધ્ધિથી મુખ મરડીને ઉભા રહેનારને જ રીધ્ધિ સિધ્ધિ સાં૫ડે છે.વાંકા-ચૂંકા ચાલવાવાળાને..આડે અવડે રસ્તે જનારને જે દંડ આપે તે વક્રતુંઙ..

દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.તત્વવેત્તાઓ અને શ્રેષ્‍ઠ મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે.કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્‍ઠ પુરૂષોનું પૂજન કરવાથી..તેમને બોલાવવાથી..તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.આધ્યાત્મિક દ્દષ્‍ટ્રિએ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.આ ગણનો ૫તિ મન છે.કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ (મન) ઠેકાણે હોવો જોઇએ,એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં મન શાંત અને સ્થિર કરવું જોઇએ,જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.

ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે...?

જે શાંત છે તેને અનંતમાં..સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ..સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ..બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે..આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.

નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કેઃ તારે જો મારી પ્રાપ્‍તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ બુધ્ધિની સ્થાપના કર..વાસના નહી..પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ(૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.

શિવ એટલે કલ્યાણ...શિવ પોતે અજન્મા..નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે....!!! 

 

સંકલનઃ

શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)

મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,

ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)

E-mail: vinodmachhi@gmail.com

GANESH SCULPTURE IN PALITANA JAIN TEMPLE 

GANESH SCULPTURE IN PALITANA JAIN TEMPLE

                                 મિચ્છામી દુક્કડમ

દર વર્ષે ગણેશ ચતુર્થી અને જૈનોનું પર્યુષણ પર્વ સાથો સાથ આવતા હોય છે.પર્યુષણ પર્વને અંતે જૈન ભાઈ-બહેનો એક બીજાને હેતથી મિચ્છામી દુક્કડમ કહીને હળે મળે છે.

અગાઉની નીચેની પોસ્ટમાં આ વિષે વધુ ....

મિચ્છામી દુક્કડમ -જૈન ધર્મનો અપનાવવા જેવો ક્ષમાપના નો ગુણ

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી