Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

મારી સાહિત્ય સફર

૧.                    યૌવન ને થયું છે શું  ?
વિષયની શરૂઆત માં જ પ્રશ્ન થાય કે  યૌવન એટલે શું ? તો કહેવાય છે કે
   ઘટ માં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
     અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ
 અણ દીઠેલી ભોમ પર જેણે નજર માંડી છે  એવા લોકો નું ચરિત્ર એટલે યૌવન .
       યૌવન એટલે .........
v  પરિસ્થિતિ નો પડકાર
v  સંઘર્ષનો સ્વીકાર
v  શક્તિ નો અખંડ સ્તોત્ર
v  સાહસનો પર્યાય
v  નવી પેઢીનો આદર્શ
v  જૂની પેઢીની આશા
તો પછી યુવાન એટલે શું ?
             યુવાનની વ્યાખ્યામાં આવે 
·         યું  એટલે યુયુત્સા
·         વા એટલે વાંગ્મય પ્રિય
·         ન  એટલે નમ્ર છે તે યુવાન
ખળખળ વહેતી નદીને જોઈને તેની જેમ ઉછાળવા,કુદવાનું કોને નથી ગમતું ? બંધિયાર તળાવનું પાણી ગંધાઈ ઉઠે છે .તેમ યૌવનમાં પણ જો તોફાન ન હોય, ગતિ ન હોય, ઊછળકૂદ ન હોય તોયુવન કહેવાય જ કેમ ?પછી તે ગમે તે ઉંમરનો હોય ,અને તેથી જ કહેવાયું છે કે
      જો પહાડો સે ટકરાતે હૈ ઉસે તુફાન કહતે હૈ !
     ઔર તુફાનો સે ટકરાતે હૈ ઉસે યુવાન કહતે હૈ !!
શું સત્તર-અઢાર વર્ષની ઉંમર થઇ એટલે યુવાની આવી ગઈ ? અરે ! ભીષ્મ પિતામહ મહાભારતના  યુધ્ધમાં ૧૮૫ વર્ષે પણ પ્રથમ શંખ ફુંકનાર હતા.તે પણ યુવાન જ હતા.તેઓ  અર્જુનને કહે છે તારા હોઠ પરનું દૂધ હજુ સુકાયું નથી .તું રણ મેદાન માંથી પાછો જતો રહે .યુવાની ને ઉંમર સાથે સંબંધ નથી.યુવાની  એક વૃત્તિ છે.
     જેનામાં તેજસ્વીતા અને તત્પરતા છે ,આશાવાન છે,દ્રઢ-વ્રત છે,બળવાન છે .આવા યુવાન ને ઉપનિષદ પણ નમન કરે છે.નમો-યુવભ્યો. આ ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે .તે કેવા યુવાન માટે ? જે આફતોની આંધી માં પણ હસતો રહે ,તેથી જ એક કવિ એ કહયું છે દુનિયામાં સફળતાનો એવો કોઈ માર્ગ નથી જે કંટકો વિનાનો હોય
તો આવા થનગનતા યૌવન ને થયું છે શું ?
Ø  યૌવનને થયું છે ઉદ્ધતાઈ કરવાનું મન.
Ø  યૌવન થયું છે ઉચ્છન્ખલતા  કરવાનું મન.
Ø  યૌવન ને થયું છે પાન,બીડી ,સિગરેટ ડ્રગ્સ લેવાનું મન.
Ø  યૌવનને થયું છે હીરો બનવાનું મન.
Ø  યૌવનને થયું છે સર્ફિંગ કરવાનું મન
Ø  યૌવનને થયું છે કોઈના હાથા  બનવાનું મન.
પરિસ્થિતિ સામે લડવાની તાકાત ગુમાવી બેઠેલું યુવાધન ડ્રગ્સ પણ લઇ શકે અને નકસલવાદીઓનો  રસ્તો પણ  લઇ શકે .
          આઝાદી પછી પણ  આપડી આ હાલત અંગ્રેજો ગયા,પણ ત્યાર પછી શું ?વ્યક્તિ ઘડતર માટે કોઈએ વિચાર કર્યો છે ખરો.ઉડાડવાનું શું તે લગભગ બધેજ ખબર છે .પણ શું ઉભું કરવાનું તે ખબર હોતી નથી.આવા સમયે જ જ્ઞાનીપુરુષો,મહાપુરુષો આપણને ,યૌવનને રાહ ચીંધે છે .અને કહે છે.
ઉદ્ધરેદાત્માંનામ્ આત્મનામ્   વસાયતે ......
તારો ઉદ્ધાર તું જાતે કરીશ ...અને તેથી જ આવી યુવાની ને  જોઈને લાગે કે
કૌન કહતા હૈ યૌવન ગુમરાહ હૈ,રાહબર મિલે તો વહ ગુલશન ભી ખડા કર શકતા હૈ.
પણ  યૌવનનો  માત્ર એકજ એન્ગલ થી જ વિચાર કરીયે તો વિશ્વ આપણને ક્યારેય માફ નહી કરે.
   ઇતિહાસ જેનો ગવાહ છે , ઇતિહાસનું એક એકપાનું પલટાવીશું તો આ સુંદર વિશ્વની  રચના માં યૌવન જ મોખરે છે.  શું કહો છો ? યૌવન  ? હા, યૌવન જ .આ રહ્યા એના બોલતાં પુરાવા
Ø  બાળપણમાં જ સિંહ ના બચ્ચાં સાથે રમવાવાળો, મહાન,તેજસ્વી,પરાક્રમી,ભારત દેશ જેના નામ થી બન્યો છે તે ભારત.
Ø  પાણીપતના  યુધ્ધમાં મરાઠા સૈન્યનું નેતૃત્વ્કેવળ ૧૯ વર્ષની વયે  પેશ્વાવિશ્વાસરાવે કર્યું હતું.
Ø  ૨૦ વર્ષની વયે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધનું કામ શરુ કર્યું.અને ૨૯ વર્ષની વયે ટેલિફોનની શોધ કરી .
Ø  વિશ્વધર્મ પરિષદમાં બધાને મંત્ર મુગ્ધ કરનાર સ્વામી વિવેકાનંદ.
Ø  પાંચજન્ય  શંખથી શંખનાદ કરનાર જગદગુરુ શ્રીકૃષ્ણ.
આવા તો અનેક પાનાંઓથી ઇતિહાસ બરેલો છે.સમયની પણ મર્યાદા હોય ને !યૌવનમાં જેવી શક્તિ છે તેવી પાણી માં પણ  છે .પણ આજ પાણી પૂર આવે ત્યારે કેવો વિનાશ સર્જે છે ? ગામે ગામ  તે વિનાશ વેરે છે. પણ આજ નદી પર બંધ બાંધવામાં આવે તો નહેરો વાતે ગામે ગામ હરિયાળા બનાવી દેછે.
      યૌવનનું પણ આવું જ છે.યુવાની પચે તો ખીલી ઉઠે અને ણ પચે તો ફૂટી નીકળે .યુંવાનીતો એમ કહે
   અમને નાખો જિંદગીની આગ માં
    આગ ને પણ ફેરવીશું બાગમાં
    સર કરીશું આવશે સૌ મોરચા
    મોત નેપણ આવવા ડૉ લગ માં
મિત્રો ,જીવતા જો આવડે તો યુવાની જિંદગાની નો સુંદર તબક્કો છે.
યૌવન એ કે જે આવતીકાલનો વિચાર કરે.મારે ભવિષ્યનો વિચાર કરી આજે વર્તવાનું છે. ભવિષ્ય મારા હાથ માં છે.
  I  Am   Master  of  my Soul.
   I  Am  the  Architect  of  my  ife.
ઘડપણમાં સ્મરણ કરવાં જેવું કર્તૃત્વ યુવાનીમાં ખીલવું જોઈએ .નહીતર થશે ક
 કરવું હતું ઘણું પણ કશું કરી ન શક્યો ,
બનવું હતું ઘણું પણ કશું બની ન શક્યો
હાય કેવી હતી લાચારી પાસ સઘળું હતું પણ કશું લઇ ન શક્યો.
      ------- અસ્તુ -----
૨.                           નકારાત્મકતા ને હકારાત્મકતા  : પસંદ અપની અપની
ઉંચી ઉડાન ,સપનો મેં જાન,
  તો યારો કામ હો જાએ આસાન
                  પણ આપણને ઉંચી ઉડાન ભરતાં રોકે છે કોણ ? જો જવાબ હોય આપણું અજ્ઞાન ! તો તમે ગલત છો .ઉંચી ઉડાન ને અવરોધવામાં આપણા અજ્ઞાન કરતા જ્ઞાનનો હિસ્સો સવિશેષ છે મિત્રો !  મહ્દઅંશેના કિસ્સાઓમાં બાળપણથી જ આપણને નકારાત્મક સલાહો અને નકારાત્મક વિચારો નો ડોઝમળેલો હોયછે  તેની અસર આપણને સાહસ કરતાં રોકે છે .
        કોઈપણ નવું સાહસ ,નવું પરિમાણ કે પરિણામ  પ્રાપ્ત કરવા કદમ માંડીએ એટલે મનના ડ્રોઈંગરૂમમાં આ બે મહાનુભાવો આપણને સલાહ આપવા ઉપસ્થિત હોય છે.અને તે છે શ્રીમાન જીત અને શ્રીમાન પરાજિત !
શ્રીમાન પરાજીતની એન્ટ્રી જરા વહેલી થાય ! કારણ કે એ વિશેષ સ્ફૂર્તિવાળું પ્રાણી છે .!આ મી. પરાજિત ની સલાહો કાંઇક આવી હોય છે.
Ø  અ કાર્ય ખૂબ અઘરું છે.
Ø  તમારી યાદશક્તિ મર્યાદિત છે.
Ø  તમારી શ્રમશક્તિ નબળી છે.
Ø  તમારી પાસે લક્ષ સુધી પહોચવાનો  સમય ઓછો છે.વગેરે ...વગેરે....
 જો આ પ્રથમ અને તમારા જુસ્સાને જમીનદોસ્ત કરવામાં માહિર ‘આ મી. પરાજિત ની સલાહમાં અટવાઈ ગયા તો તમારા ‘સ્વપ્ન ‘નું બાળમરણ થયું  જ સમજો !આ ‘નેગેટીવ ‘ વિચારોનો બહોળો પ્રચાર કરનાર શ્રીમાન પરાજિત તમારા ‘સ્વપ્ન’ની અંતિમવિધિનો સામાન પણ સાથે જ લાવ્યા હશે .
અને વળી મફત મા કરી આપશે !
પરંતું આપણે હિંમતપૂર્વક  મક્કમતાથી આ ‘મી.;પરાજિત  ને ડેગો બતાવવાનો  છે.તેની એન્ટ્રી સાથે જ તત્ક્ષણ Exit દરવાજો બતાવી આપવાનો છે !જેટલો સમય તેનો Stay આપણા મનમાં લંબાશે તેટલી તેની અસર લંબાશે.
    વળી, આપણા સાચા સાથી એવા ‘શ્રીમાન જીત’નામના સલાહકાર આપણા મનના દરવાજે, રાહ જોતા ઉભાજ છે ! તેઓ સજ્જન છે ! તમારી ઈજ્જત વગર પ્રવેશ નહિ કરે .!! પણ તેઓ તમારી કિસ્મત બદલવા મનના આંગણે થનગનતા આવી પહોચ્યા હોય છે.!તેઓની સલાહ અને સહવાસ તમારી જીંદગી માટે તમારા જીવન સાફલ્ય માંતેપ્લેતીનામ કરતાં પણ મૂલ્યવાન છે.!! તો સાંભળો આ ‘શ્રીમાન જીત’ ની વરદાનરુપી સલાહો.
v  તમારું કાર્ય ,તમારું લક્ષ ,તમારું સ્વપ્ન ખરેખર ગ્રેટ છે !
v  તમારા લક્ષ ને પામવાની ગજબ ની શક્તિ અને અખૂટ ધીરજ છે !
v  ગમે તેટલા પડકારો કે અવરોધો આવે તમે આ લક્ષ અવશ્ય પામી ને જ રહેશો !
v  તમે આ લક્ષ પામવા જ સર્જાયેલા છો !
શ્રીમાન જીત તમારા સ્વપ્નને સાકાર કરવા તમારા જુસ્સાને બુલંદ કરવાં,તમારા સપનામાં ‘જાન ‘ઉમેરવામાં તત્પર છે !એ તમને દિલ થી ચાહતો તમારો સાથી છે !એ ‘લો-પ્રોફાઈલ’છે પણ આ દિલથી ચાહવાવાળા મી.જીત મુશ્કેલીથી મળે છે .એટલે મિત્રો તેનો હાથ થામી લો !અને જુઓ સફળતા તમારા કદમ ચુમતી આવશે!શ્રીમાન જીત આપણને આપણી ક્ષતિઓને  વાગોળવાને બદલે ક્ષિતિજ્ તરફ નજર માંડવાનું આહ્વાન કરે છે !
       ચંદ કાંટો સે દર કે રાહ મેં રુક જાયે,વો હમ નહિ,
        હમ કો ડરાને ચાહે કિતને ભી ગમ આયે,એ ભીતર કી ખુશી કામ નહી.
મોટરકાર ઇન્ડસ્ટ્રીમાં નંબર વન ગણાતા ઉદ્યોગપતિ હેન્રીફોર્ડની કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર પરનું મધમાખીનું શિલ્પ અને તેની નીચે લખેલું લખાણ સાહસ અને સફળતાના મુદ્રાલેખ સમાન છે.તો ચાલો વાંચીએ આ મહાન શબ્દરચના !આ માખી તેના વજન,કદ અને શરીર રચનાની દ્રષ્ટીએ ,વૈજ્ઞાનિક નિયમને ધ્યાને લેતા,કોઈપણ સંજોગોમાં ઉડી શકે તેમ નથી ,પણ આ વૈજ્ઞાનિક નિયમની માખીને જાણ ન હોવાથી આરામથી ઉડી શકે છે.!!!
            દુનિયામાં કાંઈક શ્રેષ્ઠ પ્રદાન આપવા થનગનતા તમામ મનુષ્યે તેના હૃદય માં કોતરવા જેવો ઉમદા ભાવાર્થ આ શબ્દોમાંથી મળે છે !’મોરીસ ગુડમેન’ નામનો પોલાદી મનોબળવાળો સમર્થ મનુષ્ય અતિગંભીર વિમાન અકસ્માતમાં સપડાયા બાદ પણ,ડોક્ટરોએ પણ બચવાની આશા,પ્રયાસો છોડી દીધા હોવા છતાં ,આશ્ચર્યજનક હિમત અને સાજા થવાની  પ્રચંડ ઈચ્છાશક્તિથી પુન: તંદુરસ્તી પ્રાપ્ત કરે છે. તે તેના હોસ્પિટલ ના બિછાને એક શબ્દ રચના લખી રાખતો
 : Dont Be SNOP  એટલે કે Dont Be Suceptible to Negative Influence of Other People.
       અન્યના નકારાત્મક પ્રભાવો /વિચારોથી દુર રહો !
ક્યારેક અન્ય કરતાં આપણા જ નકારાત્મક  વિચારો એટલે કે  ને વાગોળવાની સંવેદનશીલતા આપણ ને સાહસ કરતાં રોકે છે !
 ૩.                           જીવન પ્રેરક દીવાદાંડી
dwarka_diva_dandi_n.jpg

૮૪ લાખ યોની માં શ્રેષ્ઠ મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યો છે.તેને સાર્થક કરવા પ્રત્યેક વ્યક્તિ યતકિંચિત પ્રયત્ન કરતો રહેલો છે.વિદ્યાર્થી,યુવાન,વયસ્થ,વડીલ દરેકના જીવનની સફર માં અનેક અવરોધો ,અડચણો ,અંતરાયો આવતા હોય છે.ક્યારેક સફળતા ન મળે ત્યારે માનવી નિરાશ થઇ જાય છે,નાસીપાસ થઇ જાય છે,અરે ક્યારેક આત્મઘાત કરી બેસે છે.તેવા વખતે તેને પ્રેરક બળ પૂરું પાડે તેવી કેટલીય વ્યક્તિઓ ઈતિહાસ ના પાનાઓ પર અંકિત થયેલી છે.તેવો એવું ખુમારી અને ખમીર ભર્યું જીવન જીવી ગયા, ભલે તેઓ આજે આપણી વચ્ચે શરીર સ્વરૂપે સ્વ-દેહે નથી,પણ અક્ષર દેહે આજીવન સાથે છે . આજે એવા કેટલાક લોકોના જીવન પ્રેરક વિચારોને દીવાદાંડી સ્વરૂપે  વાગોળોયે,અને જીવન ને મધુરું બનાવીએ.

૧.નવરાશની પળો ને વેડફી દેશો નહિ .
વિદ્યાર્થી જીવનનાં સોનેરી સમયમાં નિરર્થક ગપ્પા મારવામાં ,આળસ કે ઊંઘવામાં ફુરસદની પળોને વેડફી દેવા થી મોટું નુકશાન થાય છે.જે મહાન વ્યક્તિઓએ નવરાશની પળોનો સદુપયોગ કર્યો છે.તેમના જીવન પ્રેરણાદાયી બન્યા છે.પૃથ્વીની ગતિ શોધનાર ગેલેલીઓ વ્યવસાયે ચિકિત્સક  હતા.એના કાર્ય માંથી થોડો સમય બચાવી એમને માનવ જાત માટે ઉપકારક શોધો કરી.ગણિત ના સાધનો બનાવવાનો વ્યવસાય કરતા કરતા વોલ્ટે  રસાયણ વિજ્ઞાન અને ગણિતમાં પૂરી યોગ્યતા પ્રાપ્ત કરી હતી.ડો.બરની ઘોડેસવારી દરમિયાન ઇટલી અને ફ્રાંસ ની ભાષા શીખ્યા.અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને  નોકરી દરમિયાન નવરાશની પળોમાં જ કાયદાનું પુસ્તક લખ્યું હતું.
૨.દરેકમાં મહાનતા છુપાયેલી છે.
એક શિલ્પી હતો .એના  શિલ્પોની જગતમાં ખુબ બોલબાલા હતી.એના એક ખાસ મિત્રને થયું મારો આ શિલ્પી મિત્ર આવી સુંદર મૂર્તિઓ કઈ રીતે બનાવતો હશે.તે મારે જોવું છે.
એક વખત મોડી રાત્રે શિલ્પીએપોતાના ઓરડાના એકાંતમાં પોતાની મસ્તીમાં મૂર્તિને કંડારવાનું શરુ કર્યું.મૂર્તિ જોવાની ઝંખના સાથે આ મિત્ર શાંતિ થી બારણું ખોલી પાછળ ઉભો રહી ગયો.જોયું તો આ શિલ્પી મિત્ર એક હાથમાં નાની હથોડી અને બીજા હાથમાં ટાંકણ  લઇ પથ્થર તોડી રહ્યો છે. અનાયાસે મિત્રે શિલ્પીના ખભે હાથ મૂકી દીધો.શિલ્પી કઈ બોલે તે પહેલા તેણે પ્રશ્ન કર્યો” જગત માં તારી વાહ વાહ થાય છે તે મૂર્તિઓ તું કઈ રીતે બનાવે છે.”તે જોવું હતું મારે પણ નવી ની વાત તું તો ઘડીક અહીંથી તો ઘડીક તહીથી  માત્ર પથ્થર જ તોડ્યા કરે છે.!!
           શિલ્પી એ હથોડી-ટાકણું બાજુ પર મુકીને મિત્રના ખભે હાથ મુકીને જવાબ આપ્યો .”મિત્ર હું ક્યારેય મૂર્તિ બનાવતો જ નથી.પથ્થરમાં મૂર્તિ મોજુદ હોય છે જ બસ, હું તો તે મૂર્તિ ઉપર લાગેલા વધારાના પથ્થર દુર કરું છું.મૂર્તિ આપોઆપ પ્રગટ થાય છે.
        માણસની મહાનતાની છબી આપોઆપ પ્રગટ થાય છે.કારણ દરેકમાં મહાનતા છુપાયેલી છે.જરૂર છે માત્ર તેની આજુબાજુ લાગેલા બિનજરૂરી પથ્થર કે જાળા દુર કરવાની.
૩.    ન ખપે...!!
એક અમેરિકન પેઢીએ જાપાનમાં પોતાની કામગીરી શરુ કરી.તેની ઓફિસમાં કામ કરવા ત્યાં નાં જ લોકોને લીધા.અમેરિકામાં અઠવાડિયે પાંચ દિવસ દિવસ કામ કરવાનું હોય છે તે મુજબ જાપાનમાં પણ એ પેઢીએ સોમ થી શુક્ર કામ અને શની –રવિ રજાની પદ્ધતિ દાખલ કરી  પણ ત્યાં રાખેલા જાપાની કર્મચારીઓએ  તેનો વિરોધ કર્યો,તેમણે કહ્યું  કે અમારે બે રજા નથી જોઈતી.વધારે રજા ભોગવવાથી અમે આળસુ બનીએ,પછી અમને મહેનત કરવાનો કંટાળો  આવે. વળી,રજા પડે એટલે અમે મોજ વધુ કરીએ,પૈસા પણ વધુ ખર્ચીએ તો જે રજા અમારી  શરીર સંપત્તિ ઓછી કરે ,અને અમારો આર્થિક બોઝો વધારે,તે અમને ન ખપે...!
૪.   હિંમત
“હિંમતે મર્દા તો મદદે ખુદા “જીવનમાં સફળતા મેળવવા માનવીને હિંમત રાખવી જ પડે છે.આજનું જીવન સંઘર્ષથી ભરેલું છે ત્યારે માનવીને હિંમતની સૌથી વધારે જરૂર પડે છે.માનવી પાસે બુદ્ધિ હોય,સ્વાથ્ય હોય,પરંતુ હિંમતનો અભાવ હોય તો માનવી લાખ પ્રયત્ન કરવા છતાય સફળતાથી દુર જ રહે છે.હિંમતના અભાવે માનવી પોતાની શક્તિઓનો  કે કલાઓનો સાચો ઉપયોગ કરી શકતો નથી.મહાત્મા ગાંધીજી ની હિંમતે  આપણને આઝાદી માટે  પ્રેર્યા,રાઈટ બ્રધર્સ ની હિંમતે  વિમાનયુગ ની શરૂઆત  કરી અને  તેનસિંગ અને હિલેરીની હિંમતે એવરેસ્ટ સર કર્યો.આજે ઘણી વ્યક્તિઓ અસાધ્ય રોગો સામે હિંમતથી ઝઝૂમી આનંદથી જીવે છે,તો  ઘણી વ્યક્તિઓ અસાધ્દ્ય  રોગો સામે હિંમત થી ઝઝૂમી  આનંદથી જીવે છે,તો ઘણી વ્યક્તિઓ યોગ્ય સ્વાથ્ય હોવા છતાં પણ હિંમતના અભાવે નિરાશા જનક અને દુ:ખી જીવન જીવે છે.હિંમતને તમારી જીંદગી ની ટેવ બનાવી દો.

4.જીવનપ્રેરક દીવાદાંડી
૧. નિર્ભયતાની કસોટી .
માનવજીવનમાં વ્યક્તિ જે કઈ વિચારે છે,તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેનાં કર્યો અને પરિણામો હોય છે.નેપોલિયન બોનાપાર્ટ ની અનેક વાતો તમે સાંભળી હશે,વાંચી હશે.તે એક એવું વ્યક્તિત્વ હતું કે જેનામાં નિર્ભયતા,અડગતા,આત્મવિશ્વાસ,ત્વરિત નિર્ણયશક્તિ,નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો.તેમણે કહેલું કે,
“અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશ માં નથી.”
તેમના જીવનનો એક પ્રસંગ છે .
એકવાર નેપોલિયનની નિર્ભયતાની કસોટી કરવા તેમના કેટલાક ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ એક ષડયંત્ર રચ્યું. એમણે એવું નક્કી કર્યું કે નેપોલિયનને ચા પીવા માટેની એક મહેફિલમાં આમંત્રણ આપવું અને એ ચા પિતા હોય તે સમયે જ બહાર બોમ્બનો એક જોરદાર ધડાકો કરવો.પછી જોઈએ તેમની નિર્ભયતા કેવી રહે છે!
 મહેફિલ શરુ થઇ ,નેપોલિયન અને આ અધિકારીઓએ ચા પીવાનું શરુ કર્યું.પણ ચાનો એક ઘૂંટડો ભરાય ત્યાં તો યોજના અનુસાર બોમ્બ નો એક મોટો ધડાકો થયો.ધડાકો સાંભળતાજ ,યોજના ઘડનાર અધિકારીઓ પણ ભયભીત થઇ ગયા અને તેમના હાથમાંથી ચાના કપ પડી ગયા ! માત્ર નેપોલિયન જ નિર્ભય હતો.તેને ધડાકાથી કોઈ ગભરાટ થયો નહોતો.તે જરાય અસ્વસ્થ થયો નહોતો.જાણે કશું જ બન્યું ન હોય એ રીતે તે કપમાંથી ચાના ઘૂંટડા લેતો રહ્યો !
  અધિકારીઓ તો નેપોલિયનની  આ સ્વસ્થતા,નીડરતા અને અડગતા જોઈ જ રહ્યા.તેમને થયું કે સમ્રાટની અડગતાને કોઈ ચલિત કરી શકે તેમ નથી.
 પણ ...બીજે દિવસે શું થયું તે  સમજવા જેવું છે.
નેપોલિયનને સાચી વાતની જાણ થઇ કે આ ધડાકો પૂર્વાયોજીત હતો ત્યારે તેણે એ યોજના માટે જવાબદાર અધિકારીઓને બોલાવ્યા અને કહ્યું : “આજથી તમને તમારા પદ પરથી છુટા કરવામાં આવે છે.”
અધિકારીઓએ આનું કારણ જણાવવા સમ્રાટને વિનંતી કરી
નેપોલિયન બોલ્યો : “ પોતે ઘડેલી યોજના મુજબ બોમ્બ ધડાકો થાય ને એ જ અધિકારીઓ એનાથી  ધ્રુજી ઉઠે,એટલુ જ નહિ,તેમના હાથમાંથી ચાના કપ પડી જાય એવા બીકણ અને આત્મવિશ્વાસવિહોણા  અધિકાર્રીઓ લશ્કરમાં રહેવાને યોગ્ય નથી.કોઈપણ યુદ્ધ જીતવા માટે આત્મવિશ્વાસવાળા,નિર્ભય અને અડગ મનોબળવાળા અધિકારીઓ જ જોઈએ.
જેનામાં નિર્ભયતા હોય નહિ એવા અધિકારીઓ લશ્કરમાં કદી હોવા જોઈએ નહિ.”
૨. સાચા સરદાર
“ તુમ મુઝે ખૂન દો ,મૈ તુમ્હે આઝાદી દૂંગા” સુત્ર આપનાર ક્રાંતિકારી સુભાષચન્દ્ર બોઝ ના નેતૃત્વ અને સાચી સરદારીનો પરિચય આપતો આ પ્રસંગ છે....
૧૯૪૫ ના એપ્રિલ ની આસપાસનો સમય.
નેતાજી સુભાષચન્દ્ર બોઝની આઝાદ હિન્દ ફોજની કૂચ આરંભાઈ હતી.ખુદ નેતાજી રાણી ઝાંસી રેજીમેન્ટ અને અન્ય દળોના સાથી સૈનિકોની ટુકડીઓનું નેતૃત્વ કરતા હતા.ટ્રકોમાં ટુકડીઓ રંગૂનથી બેંગકોક તરફ રવાના થઇ ,પરંતુ ભારે વરસાદ અને તેના કારણે રસ્તામાં પાણી અને કીચડમાં ટ્રકો ફસાઈ ગઈ.હવે માત્ર પગપાળા કૂચ જ શક્ય હતી.દિવસે જંગલોમાં છુપાતા રહેવું અને રાત્રે જ પગપાળા કૂચ કરવાનું નક્કી કરાયું.
આ કૂચમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પણ સૌની સાથે જોડાયા.
બ્રિટીશ સેના તેમનો પીછો કરતી હતી.
કૂચ અટકાવવી શક્ય નહોતી ,છતાં તેઓ ટુકડીની આગળ રહીને નેતૃત્વ કરી રહ્યા હતા.તેમની સાથે એક ઉચ્ચ અધિકારી પણ હતો .તેણે કહ્યું : “આપ આટલું કષ્ટ શા માટે લ્યો છો ? આપણી પાસે એક લશ્કરી જીપ છે,આપ એમાં બેસી જાઓ.”
નેતાજીએ ઇન્કાર કરતા કહ્યું :” હું સેનાપતિ છું. હું ગાડીમાં બેસું અને  મારા વહાલા જવાનો  અને મહિલા  સૈનિકો આ બીહડમાં પગપાળા આગળ ધપે !
એ સેનાપતિને ન શોભે.એ સૌ મારા દીકરા-દીકરી જેવાં છે.”
સાર એટલો કે, જેના માટે જીવન-મરણનો જંગ ખેલવાનું મન થાય એવો સરદાર, સુભાષ બાબુ જેવો હોય .
૩. સંકલ્પ અને સિદ્ધિ
સંકલ્પનું બળ અમાપ હોય છે.
સંકલ્પનું  પ્રાબલ્ય માણસને કેવી મોટી સિદ્ધિ સંપડાવે છે એનું એક જ્વલંત ઉદાહરણ ઇટાલીના સરમુખત્યાર મુસોલીનીના જીવનમાંથી મળી આવે છે.મુસોલીની એક ગરીબ ઘરમાં જન્મ્યો હતો.
એના પિતા સુથાર હતા.તેઓ સુથારી કામ કરીને કુટુંબનો જીવનનિર્વાહ કરતા.મુસોલીની પણ પોતાના પિતાની સાથે કામે જતો અને પિતાની મદદમાં રહીને થોડું સુથારીકામ કરતો.મુસોલીનીના  પિતાને સામાન્ય લોકોને ઘેર કામ મળતું.કોઈ વાર એમને રાજ મહેલમાં પણ કામ મળતું.
એકવાર એમને રાજાના મહેલનું થોડું સુથારી કામ મળ્યું.મુસોલીનીના  પિતાએ મુસોલીનીને કહ્યું: ‘મારી સાથે રાજ મહેલ માં તું ચાલ ! તને રાજા નો મહેલ પણ જોવા મળશે.’ મુસોલીનીને પિતાની વાત ગમી ગઈ .પછી તે રોજ પિતાની સાથે  રાજમહેલ પર જવા લાગ્યો. તેણે માત્ર રાજમહેલ જોયો એમ નહિ,પિતાના કામમાં પણ તે મદદ કરતો રહ્યો.
એક દિવસ તેના પિતા રાજમહેલમાં  કશુક સુથારીકામ કરવામાં પરોવાયેલા હતા, એવામાં નાનો મુસોલીની ત્યાંના એક ખંડમાં પડેલા રાજાના સિંહાસન પાસે પહોચી ગયો અને એ કીમતી લાકડાના સિંહાસન પર રંધો ફેરવવા માંડ્યો.તે આમ રંધો ફેરવતો હતો ત્યારે તેના પિતા કશાક કામવશત ત્યાં આવી પહોચ્યા .તેઓ ખંડ માં પ્રવેશ્યા અને તેમણે જોયું કે પોતાનો પુત્ર સિંહાસન પર રંધો ફેરવી રહ્યો હતો. આ જોતાજ તેઓ મુસોલીની પાસે દોડી ગયા અને તેના હાથ પકડી લઈને કહેવા લાગ્યા : ‘અરે,તું આ શું કરી રહ્યો છે?’
પુત્રે સહજતાથી જવાબ આપ્યો :’આ સિંહાસન પર રંધો ફેરવું છું !’
પિતાએ કહ્યું  :’આવી નકામી મહેનત ષ માટે કરે છે ?
નકામી મહેનત કેમ ?તમને ખબર નહિ હોય  કે આ સિંહાસન પર હું એક દિવસ બેસવાનો છું.તેથી એ સમયે મને આ ખુચે નહિ તે માટે મારે રંધો ફેરવવો જ રહ્યો !આ સિંહાસન પર બેસવાનો મેં મનમાં દ્રઢ  સંકલ્પ કરી લીધો છે.!’
પિતાને મુસોલીનીના આ શબ્દો બાલિશ લાગ્યા ! કેમ કે તેમને ક્યાં ખબર હતી કે, મુસોલીની આ દ્રઢ સંકલ્પ ભવિષ્યમાં સાકાર બનીને રહેવાનો છે !
Capture.PNG
અરવિંદ કે પટેલ  ડેભારી
ગુજરાત  +૯૧૯૪૨૯૮૪૧૪૦૪
patelarvind101@gmail.com
                                                                  
No comments:

Post a Comment

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી