Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

11 March 2015

માણસને છતી આંખે અન્ધ કરતી અન્ધશ્રદ્ધા

માણસને છતી આંખે અન્ધ કરતી અન્ધશ્રદ્ધા

–ખલીલ ધનતેજવી
રોશની ચાહો તો તખ્લીક કરો કોઈ ચીરાગ,
યું દુવાઓં સે નહીં ચાંદ નીકલને વાલા.
અન્ધશ્રદ્ધાનું નખ્ખોદ જાય ! તે હજી વેબસાઈટ યુગમાં પણ પીછો છોડતી નથી. મોબાઈલ ફોન સ્વરુપે વીશ્વ આખું ગજવામાં લઈને ફરતો માણસ, પોતાનું ભવીષ્ય સુધારવા ઢોંગી ભુવાઓ, બાબાઓ, બાપુઓનાં ચરણોમાં મસ્તક ટેકવી દેતાં શરમાતો નથી. માણસ ચન્દ્ર પર પહોંચવા ઉત્સુક છે; પણ અન્ધશ્રદ્ધા છોડવી નથી. એ ચન્દ્ર પર જશે તો પણ, પીયરમાંથી મળતા દહેજની જેમ અન્ધશ્રદ્ધાના લબાચા પણ જોડે લઈને જશે. ચન્દ્ર પર ઘર બનાવશે તે પણ વૈજ્ઞાનીક ઢબે નહીં; વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ ઘર બનાવશે. ઘરમાં તીજોરી મુકાવશે; પણ લાઈબ્રેરીનું કબાટ મુકવાનું સુઝશે નહીં. ચન્દ્ર પર જઈનેય જન્મકુંડળીના આધારે જ જીવવાનું પસંદ કરશે.
ચન્દ્ર પણ એક ગ્રહ છે. અત્યાર સુધી માણસને ગ્રહો નડતા હતા. હવે વીજ્ઞાનના પ્રતાપે માણસ ગ્રહોને નડતો થઈ ગયો છે. તોય ગ્રહોની પુજા કરવાની કુટેવ છુટવાની નથી. ચન્દ્રની છાતી પર બેસીને ચન્દ્રની જ પુજા કરશે, ચન્દ્ર પર હવન કરાવશે, ગણપતી અને તાજીયાનાં જુલુસ કાઢશે, દારુ ઢીંચીને જુલુસમાં કુદકા મારશે, કાંકરીચાળો પણ કરશે ને હુલ્લડ પણ કરશે; કારણ કે ધરતી પર એણે કર્યાં છે, એવાં તમામ કારસ્તાનો જોડે લઈને જ એ ચન્દ્ર પર જવાનો છે. હવે વીચારો, આ ચન્દ્ર નામનો ગ્રહ માનવ ગ્રહથી મુક્તી મેળવવા કયા ભુવા પાસે જશે? એ માટે એને ધરતી પર ઉતરવું પડશે તો ? ધરતી પર ઉતરશે તો પણ, અહીં બધા માણસની જ તરફદારી કરનાર મળશે. ચન્દ્રની વગ તાણે એવો કોઈ બાવા-બાબા ચન્દ્રને મળવાનો નથી, બીચારો ચન્દ્ર !
ધરતી પરથી ચન્દ્ર પર જનાર વીનોદચન્દ્ર, નવીનચન્દ્ર, જગદીશચન્દ્ર, સુભાષચન્દ્ર, ચાંદ મહંમદ, અને ચાંદમીયાં જેવા કંઈ કેટલાય ફઈબાએ નામાભીધાન કે નામાંકીત કરેલા ચન્દ્રો સાચુકલા ચન્દ્રની છાતી પર બેસીને બાબાએ બાંધી આપેલી કંઠીને આંખો મીંચીને ચુંબન કરશે; પણ ચન્દ્ર સુધી જવાનો રસ્તો કરી આપનાર વૈજ્ઞાનીકના નામનું તો નાળીયેર નહીં જ ફોડે. વૈજ્ઞાનીકનું નામ યાદ કોણ રાખશે ? જતે દીવસે આ વીજ્ઞાનની દેણ છે એવું પણ એ કબુલ કરવાનો નથી. મન્દીર–મસ્જીદ બાંધાવવામાં મશગુલ થઈ જશે. કોઈ સમસ્યાના નીરાકરણ માટે દરગાહ પર ચાદર ચડાવવાની મન્નત રાખશે. સમસ્યાનું નીરાકરણ વૈજ્ઞાનીક ઢબે થયું હશે તો પણ, ચાદર તો દરગાહ પર જ ચડશે.
અભણ, ગરીબ અને પછાત વર્ગના લોકોમાં અન્ધશ્રદ્ધા ખુબ જ ફાલી છે, એવું જાહેરમાં કહેનાર વ્હાઈટ–કોલર મેયરો, અધ્યક્ષો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પોલીસ અમલદાર સુધીના શીક્ષીત અને સમાજમાં આદર્શરુપ ગણાતા માણસો, પોતાની અન્ધશ્રદ્ધાને વહાલથી બચીઓ કરી કરીને પંપાળતા રહે છે. આ બધા લોકો વરસાદ ન પડે તો કથા કરાવે, કોઈ રસ્તે વારંવાર જીવલેણ અકસ્માતો થતા હોય તો એ સ્થળે હવન કરાવે છે. ચુંટણીમાં ટીકીટ મેળવવા બાધા રાખે, ટીકીટ મળી જાય એટલે ચુંટાઈ જવાની બાધા રાખે, ચુંટાઈ જાય એટલે મન્ત્રીપદ કે અધ્યક્ષપદ મેળવવા બાધા રાખે. પરીક્ષામાં પાસ થવા બાધા રાખે, નોકરી માટે મન્નત માને, બદલી માટે પણ બાધા રાખે. આ બધાં કામો પૈસા ખવડાવવાથી જ થઈ જતાં હોવાં છતાં; બાધા રાખી હોય તે તો પુરી કરવાની જ ! ઉપરી અધીકારીને ખવડાવવા માટેના પૈસા ઘર ગીરવે મુકીને મેળવ્યા હોય તો પણ; એ પૈસાનું કોઈ મુલ્ય નહીં. બધો જશ બાધાને ફાળે જાય છે. ફલાણા બાબાની બાધા રાખી એટલે આ કામ થયું.
આપણે ત્યાં વાહનવ્યવહાર વધ્યો છે. માર્ગ અકસ્માતો પણ નીરન્તર થતા રહે છે. માર્ગમાં કોઈ સ્થળે વારંવાર અકસ્માત થતા હોય તો રસ્તો દુરસ્ત કરાવવાને બદલે હવન કરવા બેસી જવાનું. મુળભુત નડતર અને નડતરના નીરાકરણ માટે માર્ગ દુરસ્તીનું કામ હાથ પર લેવું જોઈએ, પણ આવું કોણ કહે ? કહેનારના ઘર પર પથ્થરમારો થાય. નાતબા’ર મુકી દેવાય. સમાજમાં હુક્કાપાણી બંધ કરી દેવાય.
અભણ અને બધી રીતે પછાત એવા માણસની અન્ધશ્રદ્ધા પણ આપણને ગમતી નથી, તો શીક્ષીત અને સમાજમાં આદરપાત્ર ગણાતો અથવા આદર્શરુપ ગણાતો માણસ અન્ધશ્રદ્ધામાં તણાવા લાગે તો એની પાછળ પાછળ દોરાતી પ્રજા પર એની શી અસર પડે ? આદર્શપાત્ર ગણાતો સમાજનો અગ્રણી એમ કહે કે રસ્તે ચાલતા કોઈ પ્રેતાત્માએ મારું ગળું ભીંસી દીધું હતું. શ્વાસ રુંધાવા લાગ્યો હતો. એ તો સારું થયું કે બાબાએ મન્ત્રેલો દોરો મારા ગળામાં બાંધેલો હતો એટલે હું બચી ગયો. પણ ભલા માણસ, પ્રેતાત્મા આવીને ગળે બાઝી પડયો એનું શું ? મંત્રેલા દોરામાં શક્તી હતી તો એ પ્રેતાત્મા તમારી પાસે આવે જ શી રીતે ?
ભુંગળાવાળું થાળીવાજું, પછી રેડીયો, ટેપરેકોર્ડર્સ, કેસેટ્સ, ટેલીફોન, કમ્પ્યુટર, ટેલીવીઝન અને મોબાઈલ ફોન વગેરે અપ્રાપ્ય અને આધુનીક ઉપકરણો વીજ્ઞાને આપણી સામે લાઈનબંધ ગોઠવી આપ્યાં છે. એમાંનુંએક પણ ઉપકરણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું? સમાજને ઉપયોગી એવું કંઈ પણ કોઈ બાબાએ કે કોઈ બાપુએ શોધ્યું છે ખરું ? કોઈ વૈજ્ઞાનીકે ક્યારેય એવી મન્નત રાખી નથી કે મોબાઈલની શોધ સક્સેસ જશે તો દરગાહ પર ચાદર ચડાવશે કે કોઈ મન્દીર પર છપ્પન ગજની ધજા ફરકાવશે ! અન્ધશ્રદ્ધાએ માણસને કાયર બનાવી દીધો છે, આળસુ બનાવી દીધો છે. દીવો શોધવાનું કે સળગાવવાનું સુઝતું નથી અને અજવાળા માટે મન્નતો માનતો અને બાધા રાખતો થઈ જાય છે. અન્ધશ્રદ્ધાએ માણસને છતી આંખે આંધળો બનાવી દીધો છે.     
ખલીલ આજ વો આઈને બેચનેવાલા,
કુએ મેં ઝાંક કર ચેહરા તલાશ કરતા હૈ.
–ખલીલ ધનતેજવી

ભયમાંથી મુકત થવા શું કરવું ?


baymukat
ભયમાંથી મુકત થવા શું કરવું ? 

* આત્મવિશ્વાસ કેળવવો.

 * જે બાબત ભય નિર્માણ કરતી હોય તેનું પૃથ્થકરણ કરવું વધારેમાં વધારે કેટલું ખરાબ કે હાનિકારક બની શકે એ બરાબર સ્પષ્ટ થઈ જશે પછી એ કેટલું ભયજનક નહી લાગે. 

* જેનાથી મન વિશેષ પરિચિત થઈ ગયું હોય એ વિશેષ ભયપ્રેરક ન રહી શકે. 

* જેનાથી ભય લાગતો હોય તેનાથી ભાગવાને બદલે વારંવાર એ બાબત કરવી તેનાથી નિર્ભય થઈ જવાય ત્યાં સુધી કર્યા કરવી.

 * સતત કાર્યશીલ રહેવું,નવરુ મન ભય નિર્માણ કરે છે.

 * ભયનું ઉદભવસ્થાન મન છે; એટલે મનને મજબુત કરવાથી ભય ભાગે છે,મનને મજબુત કરવાનું એક સાધન અનુભવ છે એટલે જેનો ભય લાગતો હોય તેમને હિંમત આપવાથી ભય ઓછો થાય છે 

* ભયની કલ્પના ન કર્યા કરવી.

રે ભાઈ, આપણો ઘડીક સંગ.

કાળની કેડીએ ઘડીક સંગ,

રે ભાઈ, આપણો ઘડીક સંગ.

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,

વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!

તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!

હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગા!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરણું નેનની ઝારી,

કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી,

એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી!

ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ! રે ભાઈ, આપણો ઘડીક સંગ…

ક્ષણભંગુર જીવન છે, આપણો એકબીજા સાથેનો સંગ પણ ઘડીકનો છે, તો શું કામ ખોટા લોહીઉકાળા કરવા, શા માટે નફરત ને ઈર્ષ્યા ને એવી બધી નેગેટિવ ઇમોશન્સથી સળગતા રહેવું. સામેની વ્યક્તિને જીતી લેવા માટે જો હારવું પડે તો હારી સુધ્ધાં જવાનું! આ કવિતામાં અલ્હડપણું પણ છે અને ઊંડાણ પણ છે. આવું જ કોમ્બિનેશન નિરંજન ભગતની આ બીજી લોકપ્રિય કવિતામાં પણ થયું છેઃ 

હું તો બસ ફરવા આવ્યો છું!

હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું!

અહીં પથ પર શી મધુર હવા

ને ચહેરા ચમકે નવા નવા!

- રે ચહું ન પાછો ઘરે જવા!

હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી

કે ચાહી શકું બે-ચાર ઘડી

ને ગાઈ શકું બે-ચાર કડી,

તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપેટે ધરવા આવ્યો છું!

હું તો બસ ફરવા આવ્યો છું!

ઊંચાં ઊંચાં લક્ષ્યો પાર પાડીએ ને મોટાં મોટાં કામ કરીએ તો જ જિંદગી સફળ થઈ કહેવાય એવું કોણે કહ્યું? થોડા સાચા સંબંધો મળી જાય, આનંદ અને મસ્તીની મુઠ્ઠીભર ક્ષણો મળી જાય તો એટલું પણ કદાચ પૂરતું હોય છે જિંદગી સાર્થક થવા માટે! આત્મસભાન બન્યા વગર, કોઈ પણ ભાર વિના સહજભાવે વર્તમાનમાં જીવવું બહુ મોટી વાત છે!

“હું તો બસ ફરવા આવ્યો છું” એવું ગાનારા કવિ જીવનનાં પંચોતેરમા વર્ષે પાછળ વળીને જુએ ત્યારે એમને શું દેખાય છે? ખાસ તો, હવે આવનારાં વર્ષોનું કેવું ચિત્ર તેઓ જુએ છે? શું હજુય તેમને એવું લાગે છે કે તેઓ તો બસ ફરવા આવ્યા છે? નિરંજન ભગત ‘પંચોતેરમે’ શીર્ષકધારી કવિતામાં લખે છેઃ

આમ ને આમ પંચોતેર તો ગયાં,

હતાં ન હતાં થયાં, છ થયાં.

હજુ બીજાં પચીસ બાકી હોય જો રહ્યાં…

રહ્યાં જ જો હશે

તો ભલે સો થશે,

ને એય તે જો સુખમાં જવાનાં હશે તે જશે.

એક વાર ગાયું હતું, “હું તો બસ ફરવા આવ્યો છું.”

તો અમદાવાદના અનેક જૂના-નવા રસ્તાઓમાં

ને મુંબઈના ફ્લોરા ફાઉન્ટનમાં.

એથેન્સના એગોરામાં

ને રોમના ફોરમમાં,

પેરિસના કાર્તિયે લાતામાં

ને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં,

ન્યૂ યોર્કના ફિફ્થ એવન્યુમાં

ને ન જોયાં, ન જાણ્યાં એવાં કોઈક નગરોમાં

હજુ થોડુંક ફરવાનું બાકી છે.

વળી ગાયું હતું, “હું ક્યાં એકે કામ

તમારું કે મારું કરવા આવ્યો છું?”

તમારું કે મારું તો નહીં, પણ હજુ થોડુંક કવિતાનું કામ-

છંદ ને યતિ વિનાની,

વિરામચિહ્નો પણ વિનાની,

વાઘા કે ધાગા વિનાની,

મિશ્ર કે મુક્ત લયની,

બોલચાલના ગદ્યની,

સીધી, સાદી, ભલી, ભોલી

એવી કોઈક કવિતાનું કામ કરવાનું બાકી છે.

કવિતાના અંતિમ ચરણમાં કવિ કહે છે-

પંચોતેર વર્ષોમાં ક્યારેક ક્યારેક કેટલાંક સ્વપ્નો વાવ્યાં હતાં,

એમાંથી થોડાંક ફળ્યાં,

વસંતનો વાયુ,

ને વર્ષાનું જલ,

પૃથ્વીનો રસ

ને સૂર્યનું તેજ

એ તો સર્વદા સદાયના સુલભ,

પણ એ સૌની સાથે જો વિધાતાનું વરદાન

ને કાળપુરુષની કરુણા હશે,

તો હજુ થોડાંક સ્વપ્નોને ફળવાનું બાકી છે.

આજે મિત્રોની વચ્ચે કાવ્ય આ ભણી રહ્યો,

વર્ષોથી મૈત્રીના વાણાતાણા વણી રહ્યો,

આજે હવે પછીનાં જે વર્ષો ગણી રહ્યો,

મિત્રોની શુભેચ્છા એ જ મારી શ્રદ્ધા હશે,

પંચોતેર ગયાં ને પચીસ બીજાં જશે,

તો તો જરૂર હા, જરૂર સો પૂરાં થશે.

કવિ જીવનવાદી છે. નિષ્ક્રિયપણે મૃત્યુની પ્રતીક્ષા કરી રહેલા મનુષ્યપ્રાણીનું ચિત્ર એમને મંજૂર નથી. શાંત અપેક્ષાઓ હજુ કશેક સળવળી રહી છે. હજુ થોડુંક ફરવાનું બાકી રહી ગયું છે, હજુ થોડીક કવિતા કરવાની ખ્વાહિશ છે, હજુ થોડાંક સ્વપ્નો સાકાર થઈ જાય એવી ઇચ્છા છે! બે વર્ષ પછી નિરંજન ભગત ઔર એક કાવ્ય રચે છે – ‘સિત્યોતેરમે’. આ બે વર્ષમાં એમની દૃષ્ટિમાં શો ફર્ક આવ્યો છે?

વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ,

સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

વર્ષે વર્ષે એનો એ વૈશાખ,

દેહ પર ચોળી એણે એની એ જ રાખ.

એની એ લૂ ને એની એ લ્હાય,

એનો એ જ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,

આજે પણ એનું એ જ, જેવું હતું કાલે.

વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુકપાઠ,

વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

આ પંક્તિઓમાં ભલે જન્મદિવસ સાથે સંકળાયેલા રૂટિનની નિરાશા હોય, પણ કવિતાના ઉત્તરાર્ધમાં કવિ મૃત્યુય તોડી ન શકે તેવા સંંબંધ જોડવાની વાત કરે છે. સાંભળોઃ

પણ વચ્ચે વચ્ચે નવી નવી ગાંઠ જે મેં બાંધી,

ક્યારે પણ કોઈ છૂટી હોય, તૂટી હોય તો મેં સાંધી.

રેશમની ને હીરની દોરીથી હળવે હાથે,

સગાં ને સ્વજન સાથે, દેશ ને વિદેશ સાથે.

જેમ જેમ બાંધી તેમ વધુ વધુ લાધી,

જેમ જેમ બાંધી તેમ નિત નિત વાધી.

તે સૌ રસી રસી એવી તો મેં સાધી,

તે સૌ કસી કસી એવી તો મેં બાંધી.

મનુષ્યોથી હવે નહીં કદીય તે છૂટી શકે,

મૃત્યુથીયે હવે નહીં એક પણ તૂટી શકે.

શું પક્વ ઉંમરે વિધાતાએ આંકેલી આયુષ્યરેખાના સામા છેડાની રાહ જોવાનું બાકી રહી જતું હોય છે? નિરંજન ભગતે જન્મદિનને કેન્દ્રમાં રાખીને ઔર એક કવિતા લખી છે એનો ઉઘાડ જુઓઃ

જાણું નહીં હજુ કેટલા જન્મદિવસ બાકી હશે,

એટલું તો જાણું કે આ આયુષ્યની અવધ ક્યાંક તો આંકી હશે.

જે વર્ષો ગયાં એમાં શું રહ્યું અને શું ન રહ્યું,

એનો નથી હર્ષ, નથી શોક, જે કૈં થવાનું હતું તે થયું.

જે કંઈ જીવન જિવાયું છે એનો હરખ-શોક ન હોવો તે સારી અને ઇચ્છનીય સ્થિતિ છે. જીવનની સંધ્યાએ પહોંચી ગયેલા કવિને આત્મકથા લખવાની ઇચ્છા ક્યારેય થઈ નથી. કેમ કે,

જે કંઈ જીવ્યા તે લખવું ન્હોય

ને જે ન જીવ્યા તે જ લખવું હોય.

તો શું ‘આત્મકથા’ હોય એનું નામ?

સત્ય જીવવું-જીરવવું હોય દોહ્યલું

ને સત્ય લખવું જો ન્હોય સોહ્યલું,

તો આત્મકથા લખવી જ શું કામ?

પ્રામાણિકતા બન્ને રીતે વ્યક્ત થઈ શકે છે, આત્મકથા લખીને પણ અને ન લખીને પણ. આ પૃથ્વી પર ક્યારેક તો વિદાય લેવાની જ છે અને તે ક્ષણની પ્રતીક્ષા પ્રામાણિકતા અને ગરિમા સાથે થવી જોઈએ, અફસોસ કે કડવાશ સાથે નહીં.

વિદાયવેળા નવ કો વ્યથા હો! નિઃશ્વાસ ના, નીર ના હો નેણમાં,

ના મ્લાન એકે મુખરેખ, વેણમાં કૃતઘ્નતાની નવ કો કથા હો.

બે માનવીનું મળવું અનન્ય! એમાંય જો આદર-સ્નેહ સાંપડે,

ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે, કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય.

અહીં મળે માનવ જે ગમી જતું તો જજો તો બે ક્ષણ ચાહી લેવું

અને પછી સંગ ઉરે રમી જતું જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!

હો ધન્ય સૌ માનવલોકમેળા, કૃતજ્ઞાતા, માત્ર વિદાયવેળા!

જીવન જીવતાં જીવતાં કોઈ માણસ ગમી જાય તો હૃદયને રોકવું નહીં, એને ચાહી લેવું. સાચા સંબંધ અને સાચા પ્રેમથી ચઢિયાતું બીજું કશું નથી. મૃત્યુ પછી સ્વર્ગે જવાની ઝંખના પાળવાની જરૂર જ શી છે? જીવતેજીવ સચ્ચાઈભર્યો પ્રેમ અને આદર જડી જવાની સ્થિતિ એ જ સ્વર્ગ છે! 

shishir.ramavat@gmail.com

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી