Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

17 March 2016

શું આ દેશનો યુવાન આટલું કરશે !

શું આ દેશનો યુવાન આટલું કરશે !
ભાગ-૧૨
શ્રી કે.કે.પટેલ
શ્રી સરદાર પટેલ વિદ્યાલય
દાણા તા:-કપડવંજ  જિ:-ખેડા
યુવાનીના ઉંબરે પગ મુકવા થનગની રહેલા મારા વ્હાલા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીમિત્રોએ વર્ષ દરમિયાન કરેલ કઠોર તપશ્ચર્યાના પરિપાક સ્વરૂપે લેવાયેલ કસોટી પૂર્ણ કરી મુક્તિનો આનંદ માણતા હશે.  જે વ્યક્તિ જીવનને બંધન માને છે તે જ મુક્તિ વિશે વિચારે બાકી જીવનમાં જો સ્વયં વિચારવામાં આવે તો ક્યારેય કોઇ બંધન હોતુ જ નથી. બંધનના વાડા તો આપણે જાતે જ ઊભા કરીએ છીએ અને પછી તેના કાળચક્રમાં ફસાઇ જઇએ છીએ. માનવદેહે જ્યારે આપણે આ પૃથ્વી પર જન્મ લીધો છે ત્યારે પ્રત્યેક ક્ષણ કે પ્રત્યેક પળ વેડફાઇ ન જાય તે રીતે સત્કર્મોના માર્ગે ચાલીશું તો કોઇપણ પ્રકારના બંધનો આપણને બાંધી શકશે નહીં. પરમકૃપાળુ પરમાત્માએ માનવદેહની ખૂબ જ અદભૂત રચના કરી છે. પણ તેમાં મનની ચંચળતાને લીધે ક્યારેક માનવી સાચા કે સત્યના માર્ગથી ભટકી જાય છે. પોતાની નિષ્ઠા કે કર્મને ભૂલી જીવનમાં જેની જરૂર નથી એવા કાર્યો પાછળ પાગલ બની કર્મના સિધ્ધાંતોનો ભોગ બને છે. પોતાને સોપવામાં આવેલ ફરજમાં બેદરકારી, પોતાના કાર્યમાં નિષ્ઠાનો અભાવ,અસત્યના ઐરાવત પર બેસી અનેકાનેક વિટંબણાઓનો પોતે સામનો કરે છે,સાથે સાથે અન્યને પણ તેના થકી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
        ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષા આપી ભવિષ્યની ચિંતામાં આપણે જીવનનૈયાને સફળતાપૂર્વક પાર પાડવા કેવા પ્રકારના અભ્યાસક્રમોમાં એડમીશન લઇ આગળ વધવું તેની પળોજણમાં હોઇશું. મિત્રો, પરીક્ષારૂપી યજ્ઞમાંથી બહાર આવ્યા બાદ સૌ પ્રથમ તો આનંદીત બનવા અને હળવાશ અનુભવવા સારા મિત્રો સાથે એક નાના પ્રવાસનું આયોજન માતા-પિતાની પૂર્વમંજુરી લઇ ગોઠવો. પ્રકૃતિની ગોદમાં શુધ્ધ ઓક્સિજનથી પોતાના તન-મનને બળવાન બનાવો. મન-મસ્તિસ્ક પરના બોજને ખંખેરી નાંખો. ઉપદેશાત્મક સારૂ ચલચિત્ર મિત્રો સાથે બેસી માણો. પરીક્ષામાં સફળતા મળશે કે નિષ્ફળતા મળશે તેની ચિંતામાંથી બહાર આવો. સફળતા મળશે તો આગળ વધવાના જેટલા રસ્તા છે તેટલા જ નિષ્ફળતા મળશે તો પણ આગળ વધવાના રસ્તા છે. નિષ્ફળતામાંથી પણ સફળતાના શિખરો સર કરનારા ઘણાબધા નામાંકિત મહાનુભાવોનો આપણને પરિચય છે. કદાચ નિષ્ફળતાને કારણે જ તેમના જીવનમાં પરિવર્તન આવ્યું હોય તેવું પણ બન્યું હોય.
 શ્રીમદ ભગવત ગીતામાં કહ્યું છે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરતો જા કારણ કે જીવનમાં કરેલા બધા જ કર્મો ફળ આપે જ છે,માટે કોઇપણ કાર્યને નિષ્ફળ થયેલું ન માનો જો તે સત્યનિષ્ઠા અને સાચા માર્ગનું હોય. અમેરિકાના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ.એરિક ફ્રાંસિસ એક ફેઇલિયર તરીકે ઓળખાતા હતા પણ એમણે એ નિષ્ફળતામાં થયેલી ભૂલોને સુધારી સફળ કાર્ડિયોલોજિસ્ટની નામના પ્રાપ્ત કરી.
સફળતા પ્રાપ્ત કરવી એ દરેક વ્યક્તિની ખ્વાઇશ હોય છે. પણ સફળતા ન મળવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. સફળતાની પારાશીશી આપણે શું માનીએ છીએ,ઊંચા ગુણાંકન પ્રાપ્ત કરવા એ સફળતા છે ? ડૉકટર કે એન્જિનીયર જેવા અભ્યાસક્રમોમાં એડમીશન મળી જવું એ સફળતા છે ? આવા અભ્યાસક્રમોમાં એડમીશન મેળવનાર વિદ્યાર્થીઓને સફળતા માટે આપણે અભિનંદન આપી શકીએ છીએ,પણ બધાને આવી સફળતા ના મળે તો નાસીપાસ થવું એ બરાબર નથી. ઓછા ગુણાંકન લાવી શિક્ષક કે પ્રાધ્યાપક બનનારા  કેટલાક આપણા ગુરૂજનો પણ ઉચ્ચ પ્રકારની આપણને શિક્ષા આપી સફળતા અપાવે છે તો શું તેઓએ ઓછા ગુણાંકન પ્રાપ્ત કરી કંઇ ગુમાવ્યું છે ? ના પણ સમાજમાં નામ અને ઇજ્જત પ્રાપ્ત કર્યા છે. ઓછા ગુણાંકન પ્રાપ્ત કરનારા કે નિષ્ફળતા પ્રાપ્ત કરનારા કેટલાય યુવાનો લશ્કરમાં જોડાઇ દેશની સરહદો પર સુરક્ષા માટે રાતદિવસ એક કરી રહ્યા છે તે તેમની સફળતા નથી ?
હેલનકેલરના મતે, નિષ્ફળતાને હરાવી લાઇફમાં સકસેસ મેળવવાનો એક માત્ર ઉપાય એ છે કે જ્યાં સુધી આપણે સ્વયં હારતા નથી ત્યાં સુધી આપણને કોઇ હરાવી શકતું નથી,કારણ કે આપણને હરાવનાર નિષ્ફળતાનું પલડુ ક્યારેય કાયમ માટે ભારી હોતું નથી તેથી બંધ દિશા પર નજર રાખવા કરતાં જે દિશાઓ ખુલ્લી છે તેના તરફ એક નજર કરીશું તો જીત ક્યારેય આપણાથી દૂર જશે નહીં.  
આ તબક્કે હરિવંશરાય બચ્ચનની યાદગાર પંક્તિઓને યાદ કરીએ,
“ લહેરો સે ડર કર,નૌકા પાર નહીં હોતી,
કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી.
નન્હી ચીટીં દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દિવારો પર,પર સૌ બાર ફિસલતી હૈ,
મનકા વિશ્વાસ રગોમેં સાહસ ભરતા હૈ,
ચઢકર ગીરના,ગીરકર ચઢના,ન અખરતા હૈ,
આખિર ઉનકી મહેનત બેકાર નહીં હોતી,
કોશિશ કરેનેવાલો કી કભી હાર નહીં હોતી.”
ખરેખર કોઇએ સાચે જ કહ્યું છે કે,
 It’s never  too late to start over.If you weren’t happy with yesterday. Try something different today don’t stay stuck do better.  

  

પ્રાર્થના

                                              પ્રાર્થના          
ક્યાંરે શોધુ જઇ રંગ ફુવારો,
                                      કયાં યે ન છાંટ લગાર રે,
તોયે જોઉ હું રંગથી સઘળી,
                                ફુલોની રોજ કતાર રે.
ક્યાંયે ન દીઠુ બુંદ આકાશે,
                               કયાંયે ન વર્ષણ હાર રે,
તોયે સુકા આ આભથી વરસે,
                          અમૃત અનરાધાર રે.
ક્યાંયે ભરેલા કોઇ યે દીઠા,
                       ભોજનના ભંડાર રે,
કણ દે કીડીને હાથીને મણ દે,
                       દુનિયાનો દાતાર રે.
કેવું શીવ્યું આ ખોડિયું જેમાં,
                      ટાંકો નહીં કે તાર રે,
ક્યાં રે શોધું જઇ સોય દોરો કે,
                     ધાગાનો વણનાર રે.
ક્યાં રે શોધુ જઇ રંગ ફુવારો,                                    
                                                      કયાં યે ન છાંટ લગાર રે....   

અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ ..... લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી

અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ .....

લેખક- શ્રી પ્રવીણ શાસ્ત્રી

આ વાર્તા નથી. આ વાત નથી. વિચારોનું માનસિક મંથન છે.

‘તિરંગા ઈન ન્યુ જર્સી’ના લેખક શ્રી અરુણ મહેતાનો ડિસેમ્બર ૨૦૧૨નો લેખ “શું વૃધ્ધાવસ્થા એક શ્રાપ છે? “ વાંચ્યો. એમાં એમણે એ પણ જણાવ્યું કે ૮૦% એ પ્રશ્નનો જવાબ હકારમાં આપશે. એમનું અનુમાન સાચું હોય તો મારી ગણત્રી બાકીના ૨૦%માં થશે. હું એમના લેખનું પુનરાવર્તન નથી કરતો. એમણે અનેક વાસ્તવિક દાખલાઓ અને હકિકતોનું નિરૂપણ કર્યું છે તેની સામે પણ દલીલ કરતો નથી. અમેરિકાના ખાસ કરીને આપણા ગુજરાતી વડિલોની વિટંબણાઓની વાતો વિશે અનેક ચિંતકોએ અવાર-નવાર લેખો લખ્યા છે. આજ પત્રના સાઈકોથેરાપીસ્ટ શ્રી આર.ડી.પટેલ સાહેબે પણ પોતાના પુસ્તકોમાં ઘણું લખ્યું છે.

વડિલોએ દેશ કાળને અનુસરીને પરિવર્તન માટે તૈયારી રાખવી જ પડશે. તમે સાંઠ-સિત્તેરના દાયકામાં તમારા વડિલો માટે જે ફરજ બજાવી હોય તેવી જ ફરજ તમારા સંતાનો ચાળિસ વર્ષ પછી બજાવી શકે એવા સમય સંજોગો છે ખરા? વાસ્તવિકતાનો સમજ પૂર્વક સ્વીકાર થઈ શકે તો “શ્રાપ” માનતા વડિલોની અડધી મનોવેદના ઓછી થઈ જાય.

આપણે પહેલાં વિચારીએ વૃધ્ધ કોણ?

એક સમયે પચાસની ઉપર પહોંચો એટલે વૃધ્ધ ગણાવા માંડો. સરકાર પણ પંચાવન પર પહોંચો એટલે તમને નિવૃત્ત કરી દેતી. અમેરિકામાં તમે પંચાવને ઓલ્ડ નથી ગણાતા. પંચાવન પછી તમે એડલ્ટ કોમ્યુનિટીમાં રહેવા જવા લાયક બનો છો. વારંવાર ગુજરાતમાંથી પ્રગટ થતા વર્તમાન પત્રોમાં હાસ્યાત્મક સમાચાર વાંચવા મળે છે; અઠ્ઠાવન વર્ષની વૃધ્ધાને ગાયે ગબડાવી પાડી. પત્રકારો અને વાચકોનું આ માનસ? અને તે પણ ૨૦૧૨-૨૦૧૩ના વર્ષોમાં? ચાલો ભારતની વાત જવા દો. તમો અમેરિકાની કોઈ ઑફિસમાં જઈને ઉભા રહો. નજર મારો. હવે તો ફરજીયાત નિવૃત્તિની ઉમ્મર ૬૫ વર્ષની રહી નથી. તમને ૬૫ થી ૭૦ વર્ષના ઘણા સ્ત્રી પુરુષો દરેક ક્ષેત્રમાં યુવાનો સાથે કામ કરતા દેખાશે.

જેમણે ગીતા ન વાંચી હોય એવો માનવી પણ જાણતો જ હોય છે કે હું જનમ્યો છું એટલે વહેલો મોડો મરવાનો જ છું. જાતસ્ય હિ ધ્રુવોર્મૃત્યુ. જીવન લંબાશે તેમ શરીરના જીવંત કોષ નાશ પામવાના જ છે. જેમ જેમ કોષ નાશ પામશે તેમ તેમ ઘડપણ આવતું જ જશે એ નિર્વિવાદ છે. એ શારીરિક પ્રક્રિયામાંથી કોઈ જીવ મુક્ત નથી. પણ માનસિક ઘડપણનું શું? સંતાનને ત્યાં સંતાન થાય એટલે ઘડપણનો બિલ્લો લગાવીને ફરવાનું? આ થઈ વૃધ્ધાવસ્થાની મનોદશા.

જુના સમયમાં અને આજે પણ અમેરિકામાં કેટલાક કુટુંબમાં ત્રણ પેઢી સાથે રહે છે. દાદા-દાદી, પુત્રો, પુત્ર વધૂઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે રહે છે. અનેક બાંધ-છોડના સંઘર્ષ વચ્ચે પણ જીવી રહ્યા છે અથવા તો જીવવું પડે છે. નામ સ્થળ બદલીને થોડા દાખલાઓ જોઈએ .

મહેસાણાથી ચિમનભાઈ બે નાના બાળકો સાથે અમેરિકામાં આવે છે. પતિ-પત્ની રોજ અઢાર કલાક કામ કરી, કરકસર કરી નાની મૉટેલ ખરીદે છે. છોકરાં મોટા થાય છે. નોકરી ધંધામાં ખાસ સફળતા નથી. આર્થિક કારણોસર સંયુક્ત કુટુંબમાં જીવન ગાળવું પડે છે. સહજીવન એક આર્થિક લાચારી છે. સાસુ-સસરા અને પુત્રવધૂઓ વચ્ચે શીત યુધ્ધ ચાલતું રહે છે. મનની મોકળાશ નથી.

બીજો દાખલો…મનોજભાઈ એક સારી કંપનીમાં એન્જીનીયર હતા. એનો પુત્ર પણ સ્થાનિક યુનિવર્સીટીમાંથી એન્જીનીયર થયો છે. પિતા એને એની કંપનીમાં જ જોબ અપાવે છે. ઘર છોડવાનો કે જૂદા પડવાનો સવાલ જ નથી પુત્રવધુ આવે છે. એને પોતાનાં શમણાં છે. સર્વ સુખ હોવા છતાં સાસુ-સસરાનું વર્ચસ્વ કઠે છે. સાસુ-સસરાને વહુનો સ્વભાવ રીત, રસમ અને વિચારો સાથે મેળ બેસતો નથી. સામાજીક રીતે એન્જીનીયર કુટુંબની એકતા વખણાય છે. બધાને અલગ થવું છે પણ માની લીધેલી પ્રતિષ્ઠા આડે આવે છે.

એક બીજી વાત. શ્રી રણછોડજી દેસાઈ. નાના શહેરમાં વકીલ છે. એના બે પુત્રો પણ સાથે જ છે. પુત્રો પણ એ જ વ્યવસાયમાં છે. બધું કોર્ટનું કામ ગુજરાતીમાં થાય છે. ક્લાયન્ટ્સ ગુજરાતીઓ છે. બન્ને ભાઈઓ સાથે અમેરિકા આવે છે. અંગ્રેજી આવડે છે પણ બોલવાનો મહાવરો નથી. અહીની બારની પરીક્ષા માટે ભણવું પડે તે ભણવાની જોગવાઈ અને અનુકૂળતા નથી. માતાપિતા વકિલાત ઘર બાર સમેટીને અમેરિકા આવે છે. પુત્રવધૂઓ બદલાયલી લાગે છે. પુત્રો વ્યવસાય બહારના કામ કરીને અમેરિકામાં જીવન થાળે પાડવા કોશિષ કરતા હોય છે. માતાપિતાને અનેક જાતનો અસંતોષ જાગે એ શક્ય છે. માબાપ ઈન્ડિયા પાછા જઈને ફરીથી પોતાનો વ્યવસાય શરુ કરે છે.

આપણી ભારતીય સંસ્કૃતી પરસ્પરની ફરજ પર ઘડાયલી છે. માતાપિતા સંતાનોની મોટી ઉમ્મર સુધી આર્થિક, સામાજિક જવાબદારી નિભાવે છે. વયસ્ક થતાં “માં બાપને ભૂલશો નહીં” ના ગાણા ગાવાનું શરૂ કરી દે છે. માતા-પિતાએ ફરજ બજાવી હોય, એ બજાવાએલી ફરજનું વળતર મેળવવાનો પોતાનો હક છે એવું પ્રતિસ્થાપીત કરવાનો પ્રયાસ કરે છે. ના..ભઈ..ના. ફરજ અને હકમાં ઘણો ફેર છે. પેઢી દર પેઢી વચ્ચેનો બદલાવ ખૂબ ઝડપથી મોટો થતો જાય છે. જે માતાપિતાની અપેક્ષાઓ વધારે હોય,અવાસ્તવિક હોય, અવ્યવહારુ હોય કે સમયાકૂળ ન હોય તેઓ માનસિક રિબામણી ભોગવે છે, દુખી થાય છે. બ્લેક મૅઇલીંગ કરીને સંતાનોને પણ દુઃખી કરે છે.

મારા ઘણા વડિલ મિત્રોના સંતાનો અભ્યાસ કે વ્યવસાયને ને કારણે કુટુંબથી દૂર રહ્યા છે. એમની પોતાની અલગ જીવન શૈલી છે. માબાપ પ્રત્યે પ્રેમ છે પણ વસ્તુ અને સમય સંજોગોનું મૂલ્યાંકન કરવાની દૃષ્ટિ જુદી છે. સંતાનોના મૂલ્યાંકન સાથે માબાપ અલગ પડે છે. પણ અલગ રહેતા વૃધ્ધ માબાપ સહેલાઈથી સ્વીકારી લે છે ‘ધે આર બાય ધેર ઓઉન’. જેઓ સાથે રહે છે તેઓને વર્ચસ્વ ગુમાવવાનું દુઃખ છે. તેઓ રિબાય છે.

મારા એક મિત્ર સુરેશભાઈ અમેરિકામાં ત્રીશ પાંત્રીસ વર્ષથી સ્થાયી થયા છે. સુરેશભાઈ અને અમારા સરલા ભાભી એમના પુત્ર નયન અને પુત્રવધૂ માલતી સાથે રહે છે. એને પણ બે બાળકીઓ છે. મારી દૃષ્ટિએ સુખી કુટુંબ છે. હમણાં થોડા દિવસ પર સરલાભાભી મને મળવા આવ્યા. ઔપચારિક વાતો પછી મને કહે કે તમારા ભાઈબંધને સમજાવોને! મેં પૂછ્યુ તો એ રડવા લાગ્યા. કહે કે હવે આટલા વર્ષ પછી એને નયનથી છૂટા થવું છે. ઘરનું ઘર છોડી એપાર્ટમેન્ટમાં જવું છે. નયન અમારો એકનો એક દીકરો છે. કિન્ડર ગાર્ડનમાં જવા જૅટલી થઈ ત્યાં સૂધી બે નાની દીકરીઓને મેં મોટી કરી છે. તમે તો માલતીને ઓળખો છો. એના વાણી, વિચાર, વ્યવહાર અને વર્તનથી એ અકળાય છે. મારી સાથે પણ એનું વર્તન દેરાણી-જેઠાણી હોય એવું રાખે છે. જાણે સસરા અને વહુ વચ્ચે વર્ચસ્વની માનસિક લડાઈ ચાલે છે. તમને તો ખબર છે કે અમને બન્નેને અનેક જાતની બિમારી છે. દેહનો ભરોસો નથી. કદાચ એક બે વર્ષ જૂદા થઈએ પણ એક જતાં બીજાએ તો પાછું નીચા મોંએ દીકરા પાસે જ આવવાનું છે ને! આટલા વર્ષ સાથે રહ્યા પછી છૂટા થઈએ તો દીકરો પણ વગોવાયને. એમની વાત અને દલીલ એવી છે કે હવે પાછલી જીંદગીમાં જે દિવસો જીવવા મળે તે માનસિક ક્લેશ વગર જીવવા છે. કહે છે ને કે જે વેઠે તે જ જાણે.

સરલાબહેન અને સુરેશભાઈ બન્નેની વ્યથા સાચી છે. પિતા સુરેશભાઈ, દીકરાના લગ્ન જીવનને અને પોતાના મનની શાંતી માટે વળગણ છોડવા માટે ઉત્સુક છે. માતાને ભવિષ્યની ચિંતા સતાવે છે. જો બે માંથી એક ન હોય ત્યારની પરિસ્થિતિ માટે સરલાબહેન તૈયાર નથી. તો એમને માટેના કયા વિકલ્પો છે?


ઉપરના લેખના અનુસંધાન રૂપે નીચેના લેખમાં શ્રી શાસ્ત્રી એમની વાતને  પૂરી કરી છે .

અપેક્ષાઓ (૨) :એક વ્યાવહારિક વિકલ્પ – વૃદ્ધાશ્રમ

કેડી બનાવી

 કેડી બનાવી
અમે કદમો ઉપાડયા વાટે જેવા
સીમાડો વટાવી રે નીકળી કેવા
દિલમાં હામ ઘણી રે ત્યાં જવા
જવાશે કેમ લગી કેમ રે કહેવા
તમે પગલા પાડીને રૂડી કેડી બનાવી
દિલમાં હામ ને મનડે ઉપાધી
મન ની વાતું કોઈને ના કીધી
એકલ પંડે કરી જાઉં દેહ ઢીલો
જટ રે કપાશે પથ દોડી અટૂલો
તમે પગલા પાડીને રૂડી કેડી બનાવી

મુખવાસ : કોઈ રસ્તો ના સુઝે તો; કેડીએ કેડીએ જવાથી કોઈક તો મંઝીલ આવશે
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી