Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
26 February 2015
કરતાં જાળ કરોળિયો,
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી
મોજાંઓથી ડરનારાઓની નૌકા પાર થતી નથી ,
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.
મુખમાં દાણો પકડી એક કીડી જ્યારે ચાલે છે,
દીવાલ ઉપર ચઢતાં સો વાર પડી જાય છે,
સફળ થવાનો એના મનનો અડગ વિશ્વાસ,
એની નસોને સાહસ કરવા પ્રેરતો હોય છે ,
ચઢવાનું કે પડવાનું એને અસર કરતું નથી,
કીડીની એ મહેનત અંતે બેકાર જતી નથી,
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.
મરજીવો સમુદ્રમાં મોતી લેવા ડૂબકીઓ મારે છે,
અંદર જઈ જઈને ખાલી હાથે પાછો આવે છે,
ઊંડા પાણીમાં મોતી મળવાં કંઈ સહેલાં નથી,
ઉત્સાહ બેવડાય છે મરજીવાનો મુશીબતોથી ,
હર વખત કઇ એની મુઠ્ઠી ખાલી નથી રહેતી,
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.
અસફળતા એક પડકાર છે એનો સ્વીકાર કરો,
ખામીઓ રહી હોય એ જોઇને એમાં સુધાર કરો,
સફળતા ના મળે ત્યાં લગી ઊંઘ કે ચેન છોડો ,
સંઘર્ષનું મેદાન છોડી તમે કદી ના ભાગો ,
પ્રયત્ન વિના જય જયકાર કોઈનો થતો નથી,
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.
-કવી હરિવંશરાય બચ્ચન … અનુવાદ- વિનોદ પટેલ
25 February 2015
બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?
બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?
– વધતો બુદ્ધિઆંક: આજનાં બાળકો સ્માર્ટ થતાં જાય છે. શું તેમને સુપર સ્માર્ટ બનાવવાની જરૂર લાગે છે?
બાળકોને વાંચનની કેટલી તીવ્ર ભૂખ હોય છે તેનો એક સ્વાનુભવનો દાખલો આપુ. એક જમાનામાં પ્રખ્યાત બાળકોના લેખક જીવરામ જોષી જે ‘ઝગમગ’ નામના બાળ માસિકના તંત્રી હતા, તેના નાના ભાઈ દીનકર જોષી મહુવામાં ‘પરમાર હાઉસ’માં અમારા પાડોશમાં રહેવા આવ્યા. તેમને મહુવાના નવા બાલમંદિરના સંચાલક બનાવેલા. તેમણે સૌથી મોટું કામ બાલમંદિરમાં બાળ-લાઈબ્રેરી ઉભી કરવાનું ર્ક્યું હતું. અમને ત્યારે બાળ મંદિરમાં દાખલ કરવાની ઉંમરના બાળક ગણતા નહોતા. અમને વાચનનો ભારે અભરખો પણ ક્યાંય પુસ્તક વાંચવા મળે નહીં.
બાળ લેખક દીનકર જોષીના પુત્રો અને હું બાલમંદિરની લાઈબ્રેરીના તાળાની ચાવી ચોરીને રવિવારે વાંચવા જતા. વાંચીને પછી લાઈબ્રેરીને તાળું બંધ કરી પાછી ચાવી દીનકર જોષીને (હાલ દીનકર જોષી છે તે નહીં) ઘરે મુકી આવતા. વાંચવાનો આટલો અભરખો બાળકોને હોય છે.
અમેરિકા અને બ્રિટનમાં ચિલ્ડ્રન-લીટરચેર ભરપુર હોય છે. આજે ગુજરાતીમાં કેટલા બાળ સામયિકો છે? શામળદાસ ગાંધી ‘રમકડું’ ચલાવતા. જીવરામ જોષી ‘ઝગમગ’ મેગેઝિનના તંત્રી હતા. નવજીવન ટ્રસ્ટ ‘પ્યારા બાપુ’નું બાળ મેગેઝિન ચલાવતું. આ બધા જ મેગેઝિનો અત્યારે છે? કોઈ બાળકો માટેનું ગુજરાતી મેગેઝિન ચલાવતુ હોય તો મને જણાવજો હું તેના દુ:ખણા લઈશ. ગુજરાતીમાં બાળ મેગેઝિનનો દુષ્કાળ છે.
હું મુંબઈમાં નવો નવો આવ્યો ત્યારે પત્રકાર તરીકેની રૂ. 199ના પગારની નોકરી હતી. મહુવાના મિત્ર-વડીલ હરકીશન મહેતા (ચિત્રલેખાવાળા) જુહુના દરીયાકાંઠે મળી ગયા. મને કહે શું કરે છે? મેં કહ્યું નોકરી પછી ફુરસદમાં કવિતા અને વાર્તા લખું છું. મને કહે વાર્તા લખીને જીવવા માગીશ તો ભૂખે મરીશ.
સાહિત્યકાર- વાર્તાલેખક દીનકર જોષીએ ટાપસી પુરી કે મીન પિયાસી (વૈદ્ય દીનકરરાય કેશવલાલ ભટ્ટ), વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અને બીજા ઘણા કવિઓ અને વાર્તા લેખકોએ જીવવા માટે પાછલી જીંદગીમાં ઉઘરાણા કરવા પડેલા. મેં અનુભવ ર્ક્યો છે કે પત્રકાર ન થયો હોત તો હું ભીખારી થતો. અરે જવા દો. પત્રકારોમાંથી આજે 70 ટકા પત્રકારો પણ ‘કરૂણ’ હાલતમાં જીવે છે.
જે જીવે છે તે રૂવાબથી જીવતા નથી. આ વિષય ઉપર લખવાની સ્ફૂરણા મને જયપુર ખાતે 21-1-15થી ‘જયુપર લીટરરી ફેસ્ટિવલ’ શરૂ થયો તે પ્રસંગ ઉપરથી આવ્યો. આ સાહિત્યના ત્રણ દિવસના ઉત્સવમાં કેટલા ગુજરાતી કવિ, વાર્તાકાર કે સાહિત્યકાર જયપુર ગયા છે? કોઈ ગુજરાતી કવિ-વાર્તાકાર જયપુર ગયા હોય તો મને કહેજો. પણ અંગ્રેજી લેખકો-કવિઓ કેટલા જશે? અરે ડઝનબંધ જશે. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી ભૂલાઈ રહ્યા છે. આજે જો ગુજરાતીમાં પુસ્તકો વાંચનારા ગુજરાતી બાળકો હોય તો નવી ગુજરાતી-બાળ વાર્તાઓ માટે ફાંફા મારવા પડે. પણ સદભાગ્યે (અગર દુર્ભાગ્યે) આજે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.
ઝૂંપડામા રહેતી ઘણી કામવાળી બાઈઓના પુત્ર-પુત્રી પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મારી કામવાળી હેમા બોરીચા કહે છે કે, આજના અમારા બાળકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે. તેમની વાંચનની ભૂખ ગજબની છે.
આજે ઈગ્લેંડના બાળકો કેટલા ભાગ્યશાળી છે? બે વર્ષના બાળકો માટે જ પ્રગટ થતા હોય તેવા બે ડઝન અંગ્રેજી બાળ સાપ્તાહીક પ્રગટ થાય છે. ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ નામનું પુખ્ત વયના માટેનું મેગેઝિન છે, પણ બાળકો માટેનું પણ ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ પ્રગટ થાય છે. 2થી 6ની ઉંમરના માટે ‘હાઈલાઈટ’ નામનું બાળ મેગેઝિન અંગ્રેજીમાં પ્રગટ થાય છે. બાળકો માટેનું ‘નેશનલ જ્યોગ્રાફી કીડઝ’નું મેગેઝિન પણ પ્રગટ થાય છે.
તેમાં જગતનાં પ્રાણીઓ, બાળવિજ્ઞાન, વાર્તાઓ અને ટેક્નોલોજીનાં લેખો પ્રગટ થાય છે. કોયડાઓ અને ખાસ સ્પર્ધાઓ 6 વર્ષથી 12 વર્ષની ઉંમરના માટે યોજાય છે. ‘ડીસ્કવરી’ (DISCOVERY) દ્વારા બાળ વયની દીકરીઓ (8 વર્ષ અને ઉપરની) માટે જ ખાસ ‘ગર્લ્સ ડિસ્કવરી’ મેગેઝિન અને 7થી 11 વર્ષના બાળકો માટે ‘કીડઝ ડીસ્કવર’ નામનું ખાસ મેગેઝિન પ્રગટ કરે છે. આ વખતના અંકમા ‘કીડઝ ડીસ્કવર’- ‘સોલાર સિસ્ટમ’ એટલે કે આખી સૂર્યમાળાના લેખો છાપ્યા છે. ‘
10થી 15 વર્ષની ઉંમરની છોકરીઓ માટે જ (માત્ર દીકરીઓ માટે જ)- ‘ગર્લ્સ લાઈફ’ મેગેઝિન પ્રગટ થાય છે. તમે મુંબઈમા કોઈ અંગ્રેજી મેગેઝિનની બુકશોપમાં જશો તો વોગ (Vogue) મેગેઝિન જરૂર જોશો, પણ ટીનેજરો માટે ‘વોગ’ મેગેઝિન પ્રગટ થાય છે તે જાણીને મને પણ અચંબો થયો. બ્રિટનની યુનિવર્સિટીઓમાં બાળકોનાં સાહિત્યના લેખક થવાની ખાસ તાલીમ આપતી કોલેજો છે. બાળકોનું સાહિત્ય લખવામાં નિષ્ણાત થવા બોસ્ટન યુનિવર્સિટીએ ‘એમએ ઈન ચીલ્ડ્રન લીટરેચર એન્ડ કલ્ચર’ નામનો કોર્સ શરૂ ર્ક્યો છે.
ખાસ કરીને બાળકો માટેની જ ફિલ્મોની વાર્તા લખી શકે તેની તાલીમ આપતી કોલેજો પણ ઉભી થઈ છે. રીડીંગ યુનિવર્સિટી બ્રિટનની સૌથી જૂની યુનિવર્સિટી છે તે 1892માં સ્થપાયેલી.
સુન્દરલેન્ડ યુનિવર્સિટી ચીલ્ડ્રન લીટરેચર (એમ. એ.)નો કોર્સ ચલાવે છે. અહીં હું નામો લખી લખીને થાકી જાઉં એટલી બ્રિટનની બાળકોના સાહિત્ય લખવાની તાલીમ આપતી કોલેજો છે.‘ગાર્ડીયન’માં એન્જેલા સૈની નામની લેખીકા લખે છે કે (8 ડિસેમ્બર, 2013) ‘નવા જન્મેલા બાળકો આજે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણા ડેવલ્પડ અને સ્માર્ટ હોય છે.
મા-બાપ મોંમાં આંગળા નાખી જાય એટલા સમાર્ટ હોય છે. માત્ર ભારતમાં જ નહીં કહેશો.યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને આજના ત્રણ-ચાર વર્ષની ઉંમરના બાળકોની ખોપડી સાથે અમુક બુદ્ધિમતા માપવાના ઈઈજી મશીનના વાયર જોડયા તો લાગ્યું કે આ બાળકો કોઈ પણ કઠીન વિજ્ઞાનના કોયડા ઉકેલે તેવા હોય છે. ‘યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના’ પ્રો. ઝીટા પટાઈ જે બાળકોનો કોર્સ શીખવે છે તે કહે છે કે આજના બાળકોને ભણાવવા તે ‘સુપર ડીફીકલ્ટ’ છે! અમેરિકામાં બર્કલે ખાતેની યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા કહે છે કે, છ મહિનાના બાળકો આજે સાયન્સના ઈલસ્ટ્રેટેડ લેખો ઉકેલી શકે છે.
ઈગ્લેંડનું ‘ફાઈનેન્સીયલ ટાઈમ્સ’ તેમ જ વોશિંગ્ટનથી પ્રગટ થતું ન્યુયોર્કર લખે છે કે, આજે બાળકો સ્માર્ટર થતા જાય છે. 30 વર્ષ પહેલાં જેમ્સ ક્લીન નામના પોલીટીકલ ફિલોસોફરે કહેલું કે, અમેરિકન બાળકોનો આઈ ક્યુ (બુદ્ધિનો આંક) સતત ઉંચો થતો જાય છે. ‘ન્યુયોર્કર’ મેગેઝિનમાં ડો. સ્ટીવન જોનસને લખ્યું છે કે, ટેલિવિઝન 30 વર્ષ પહેલાં હતું તેના કરતાં માત્ર આજના બાળકો જ સમજી શકે તેવા અઘરા કાર્યક્રમો આપે છે.
છેલ્લે એક ચમત્કાર જોઈલો મારી પાસે ‘એનસાઈકલોપીડીયા અમેરિકાના’નાં 30 ગ્રંથો છે, તેમાં ઉધઈ માત્ર એક ગ્રંથને લાગી જેમાં ચીલ્ડ્રન લીટરેચરના પાનાં હતા! ઉધઈને 30 ગ્રંથોમાંથી ચીલ્ડ્રન લીટરચેરનો ગ્રંથ જ ભાવ્યો!
21 February 2015
નીતી અને ધર્મ
નીતી અને ધર્મ
–સુબોધ શાહ
બહુ ઓછા લોકોને ઉંડા અધ્યાત્મમાં રસ હોય છે. જો કે લગભગ નેવું ટકાથીય વધુ મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. આવી શ્રદ્ધાનાં અનેક કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ તેમની એ માન્યતા છે કે ‘ધર્મ એટલે નીતી અને અધર્મ એટલે અનીતી. ધાર્મીક એટલે ભલો માણસ ને અધાર્મીક એટલે દુરાચારી નહીં; તોય નાદાન તો ખરો જ’.
રૅશનાલીસ્ટ એટલે નાસ્તીક, અને નાસ્તીક એટલે નાદાન એ ધારણા એટલી બધી પ્રચલીત છે કે એને યથાયોગ્ય તપાસવી જરુરી છે. વધારામાં એ અત્યન્ત રસપ્રદ પણ છે. આવી માન્યતાનાં મુળ માનવજાતીના ઈતીહાસમાં જડે છે. નીતી એટલે શું ? ધર્મ એટલે શું ? એ બન્ને પ્રશ્નોના જવાબ એમની ‘જન્મપત્રીકા’માં છે અને એ બન્નેનો પરસ્પર સમ્બન્ધ પણ એમાંથી સહેલાઈથી ફલીત થાય છે. નૃવંશશાસ્ત્રના અનેક વીદ્વાનોએ એ વીષયમાં પુષ્કળ સંશોધન કરી ઘણાં પુસ્તકો લખ્યાં છે. એની કેટલીક વાતો અહીં ટુંકાણમાં જોઈએ.
પશુપાલન અને ખેતીવાડીની શરુઆત થઈ, એ પહેલાં માણસ ગુફાવાસી, વનચારી–શીકારી હતો. ત્યારે એને નીતીની કોઈ કલ્પના ન હતી. જેને આપણે ‘બળીયાના બે ભાગ’ કહીએ છીએ, તેવો એ જમાનો હતો. જંગલી પ્રાણીઓની સરખામણીમાં એકલદોકલ મનુષ્ય અત્યન્ત દુર્બળ અને કુદરત સામે સાવ લાચાર હતો. પોતાના કુટુમ્બ સાથે અને પછી નાનામોટા સમુહમાં રહી સ્વરક્ષણ અને શીકાર કરવાનું શીખીને એ બળવાન બન્યો. એમાંથી જુથ, જાતી ને ટોળીઓ રચાઈ. સમુહમાં રહેવું હોય તો ફાવે તેમ વર્તી ન શકાય. સ્વાર્થ જેવી સ્વભાવીક વૃત્તી પર કંઈક અંકુશ મુકવો પડે. વહેંચીને ખાવું, સંપીને રહેવું, ચોરી ન કરવી, વગેરે ઘણું શીખવું પડે. બાળકમાં સ્વાર્થ સ્વાભાવીક છે, પણ સહકાર તો એને શીખવો–શીખવવો પડે છે. એ થઈ નીતીના અત્યન્ત પ્રાથમીક નીયમોની શરુઆત. ટુંકમાં, નીતી એટલે પરસ્પર લાભ માટે સહકાર. સહકાર કે પરોપકાર એ જીવનમુલ્યો કહેવાય છે. બાળક એ મુલ્યો કે આદર્શોને કુટુમ્બ ને સમાજમાંથી મેળવે છે. માનવસંસ્કૃતીએ પણ એની શીશુવયમાં આ રીતે એ મુલ્યોને મેળવ્યાં છે. નીતીશાસ્ત્રનો એ પાયો છે. એના જરુરી પાલન અને પ્રસાર માટે સમાજ, કોમ ને રાજ્યો થયાં. એ જમાનામાં નીતીનું પાલન કરાવવા માટે સૌથી સારો ને સહેલો એક જ માર્ગ તે ધર્મનો હતો. ચોરી ન કરવી જોઈએ કારણ કે ધર્મ એમ કહે છે; સમાજ માટે એ આવશ્યક છે, તેથી નહીં.
હવે ધર્મની શરુઆત જોઈએ. ભગવાને માણસને કેવી રીતે બનાવ્યો, એના કરતાં માણસે ભગવાનને કેવી રીતે બનાવ્યો, એ સમજવું વધારે મહત્ત્વનું છે. માનવસંસ્કૃતી જ્યારે બાલ્યાવસ્થામાં હતી, ત્યારથી જ માણસના મનમાં ભગવાનનો જન્મ થયો હતો. પુરાતન સંસ્કૃતીઓ બધી જ અનેક દેવોમાં માનતી હતી. માણસનો ગુફાવાસી પુર્વજ અજ્ઞાની ને ભયભીત જીવન જીવતો હતો. કુદરતમાં એણે વરસાદ, વીજળી, સુર્ય વગેરે જે પણ જોયું અને જેને એ સમજી શકતો ન હોતો, તે સર્વેમાં એણે અદૃષ્ટ સર્વશક્તીમાન પરમ તત્ત્વનું આરોપણ કર્યું. શરુઆતના ભગવાનો બધા જ કુદરતી બળોના કે યુદ્ધના દેવતાઓ હતા એ કોઈ અકસ્માત ન હતો. સુર્ય, અગ્ની, વરુણ, ઈન્દ્ર, એ ૠગ્વેદના દેવો છે. એપોલો, ઝીયસ ને માર્સ ગ્રીસ–રોમના દેવો છે. દુનીયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતીઓના દેવો વચ્ચેનું સામ્ય અચંબો પમાડે એવું છે.
એ પ્રાચીન સમાજોમાં સમાજને સુવ્યવસ્થીત રાખવા ભગવાનની કલ્પના ને એની કૃપા–અવકૃપાનો ધાક બહુ ઉપયોગી નીવડ્યો હતો. ઈશ્વરની કલ્પનાએ માણસની ઘણી બધી માનસીક જરુરીયાતો પુરી કરી. તેથી એ જુદા જુદા સમયે જુદી જુદી પદ્ધતીઓથી સર્વસ્વીકૃત બની. એ ધર્મો બન્યા. ઋગ્વેદના પ્રકૃતીના દેવોના ધર્મ પછી ઉપનીષદો અને પછી પુરાણોનો યુગ આવ્યો. રામાયણ એ પહેલું પુરાણ હતું. રામ નામના મહાપુરુષને આદર્શ તરીકે સ્થાપી, ભગવાન ગણી, સમાજમાં સારા વર્તનના પ્રાથમીક નીયમોની સ્થાપના કરવાની રસમય વાત એટલે જ રામાયણ. માણસમાં સૌથી મહત્ત્વની એવી બે જન્મજાત વૃત્તીઓ બહુ જ પ્રબળ હોય છે. એમનું યોગ્ય નીયમન કરવા માટે બે મુખ્ય મુલ્યોની રામાયણે સ્થાપના કરી: વ્યક્તીની સ્વાર્થવૃત્તીનું રામાયણે કુટુમ્બભાવનામાં રુપાન્તર કર્યું; જાતીય વૃત્તીને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબુત કરવા એકપત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતીમત્તાનો પ્રચાર વાર્તારુપે સહેલાઈથી થઈ શક્યો. રામાયણની આ અપ્રતીમ સીદ્ધી છે. તેથી આજસુધી હીન્દુ સમાજમાં નીતીશાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે.ટાગોરે રામને ‘આગામી ખેતીપ્રધાન સમાજના પ્રથમ યુગપ્રવર્તક’ કહ્યા છે. રામચંદ્ર ભગવાન ન હતા; તેઓ એ જમાનાની સર્વશ્રેષ્ઠ આદર્શમુર્તી હતા. રાવણ રાક્ષસ ન હતો; સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જ હતા, તે જ રાવણ હતો. વાતને સીધી ને સાદી બનાવવી હોય, તો એકને દેવ માનો, બીજાને દૈત્ય માનો એટલે સમજાય ને તરત ગળે ઉતરી જાય; સમાજ નીતીમય બને; આદર્શ વીર ઈશ્વર ગણાય.
ધર્મનું આ સર્વશ્રેષ્ઠ કાર્ય હતું. એણે માણસને સંસ્કૃતી આપી. એ પ્રાચીન યુગોમાં ધર્મ સીવાય બીજા કશાથી આ કામ થઈ શક્યું ન હોત. મનુષ્યને ઈશ્વર સીવાય ચાલે એમ ન હતું. જ્યારે જ્ઞાન નહીંવત હતું, ત્યારે ધર્મની વીશાળ છત્રી નીચે બધું જ્ઞાન સમાઈ જતું. વીજ્ઞાન, ખગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, માનસશાસ્ત્ર, નીતીશાસ્ત્ર, બધું જ. આજે આ દરેક વીષય ધર્મ કરતાં તદ્દન સ્વતન્ત્ર રીતે પ્રાકૃતીક ને સામાજીક વીજ્ઞાન છે.
નીતીની જરુર શી? અથવા મનુષ્યે નીતીમાન, સદ્ગુણી શા માટે થવું જોઈએ ? ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મ કહે છે: ‘ઈશ્વર એમ ઈચ્છે છે માટે’. હીન્દુ ધર્મ કહે છે: ‘સારાનું પરીણામ સારું આવે, સુકર્મનું સુફળ મળે, બીજો જન્મ સારો મળે એ માટે’. ટુંકમાં, ધર્મ કે ઈશ્વર કહે છે માટે સારા થવું. આ સીવાય બીજાં કોઈ કારણો હોઈ શકે ખરાં ? હા છે….
- સૌથી વધુ સંખ્યાના માનવોનું, સૌથી વધારે ભલું થાય એ માટે સારા થવું જોઈએ. દા.ત. સાચું બોલવા સીવાય કે લગ્નેતર જાતીય સમ્બન્ધો છોડવા સીવાય, માનવ સમાજ સંગઠીત ને સુવ્યવસ્થીત ન જ રહી શકે. માટે સત્ય, સદાચાર, વગેરે પાળવાં જોઈએ કૃષ્ણ કે ક્રાઈસ્ટે કહ્યું હોય કે ન કહ્યું હોય; તો પણ તે પાળવાં જોઈએ.
- માણસે પોતાના હીત માટે નીતીનું પાલન કરવું જોઈએ. દા.ત. મોટર ચલાવતાં લાલ લાઈટ આગળ ઉભા રહેવા માટે મારે ઈશ્વરની આજ્ઞાની જરુર નથી; મારા પોતાના હીત માટે એ જરુરી છે.
- બીજા પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો, એવું જ વર્તન તમે એના તરફ કરો એ સાદી શીખામણ તરત ગળે ઉતરે એવી છે. આપ ભલા તો જગ ભલા.
નીતીશાસ્ત્રના જાણકારોએ આવા બધા સીદ્ધાન્તોની બુદ્ધીગમ્ય અને વીશદ ચર્ચા કરેલી છે. એમાં ઉંડા ઉતર્યા વીના, આપણે એ સ્વીકારવાનું છે કે ધાર્મીકતા વીના સજ્જનતા ટકી શકે છે. ધર્મનો અભાવ એ અનીતી નથી. નીતી અને ધર્મને વીખુટાં પાડી શકાય છે. પાડવાં જરુરી પણ છે.
કોઈ પણ વ્યક્તી અને સમાજ માટે નીતીશાસ્ત્ર અનીવાર્ય એવી જરુરીયાત છે. માનવસંસ્કૃતીનો પાયો જ નીતીશાસ્ત્રમાં છે. માનવસમુહોને સમ્પીને પ્રગતી કરવા નીતીનીયમ વીના ચાલે જ નહીં. નાસ્તીક માણસ પણ એમ નહીં કહી શકે કે કોઈ પ્રકારના નીતીનીયમોની જરુર નથી. બીનધાર્મીક માણસ સુધ્ધાં સંસ્કાર ને સંસ્કૃતીના સામાજીક નીયમો પાળે છે અને નીષેધો સ્વીકારે છે; ભલે એ સ્વીકારનું કારણ ધર્મ ન હોય. આધુનીક તત્ત્વજ્ઞાની ગણીતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલ ચુસ્ત અધાર્મીક છતાં અત્યન્ત સૌમ્ય સજ્જન તરીકે જાણીતા પ્રખર બુદ્ધીવાદી હતા. બીજી બાજુ જોઈએ તો, ભલા થવા ભગત થવું જરુરી નથી. માણસ ધાર્મીક હોય માટે જ નીતીમાન કે સદ્ગુણી હોય, એમ છાતી ઠોકીને કહી શકાય એમ નથી. હીટલર ચુસ્ત ખ્રીસ્તી અને શાકાહારી હતો. કોઈ નાસ્તીક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે ? એથી ઉલટું, દુરાચારી સાધુઓ, ગુરુઓ કે પાદરીઓ વીશે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. નાસ્તીકતા નીતીમત્તાની સાથે રહી શકે છે; ધાર્મીકતા ને નીતીમત્તા સાથે રહેતાં હોય એમ હમ્મેશાં બનતું હોતું નથી. ધાર્મીક અને નાસ્તીક, બન્ને પ્રકારના માણસો પ્રપંચી કે નીતીમાન ગમે તે હોઈ શકે. એક વાત માન્યતાની છે, બીજી વાત વર્તનની છે.
ધર્મ અને નીતી એ બન્ને એકબીજાને સ્પર્શે છે જરુર; છતાં તદ્દન જુદાં છે. ધર્મથી નીતીમય જીવન જુદું પાડી ન શકાય એવી ઝાંખીપાંખી ગેરસમજના કારણે અનેક મનુષ્યો ધર્મને વળગી રહેવા માગે છે. હકીકત એ છે કે નીતી એના કોઈ ને કોઈ સ્વરુપમાં દરેકે દરેક માણસ માટે અચુક આવશ્યક છે; જ્યારે પરમ્પરાગત ધર્મમાં માનવું જરુરી નથી.
–સુબોધ શાહ
19 February 2015
પ્રાણીની વફાદારી
માનવી એ અનેક ભવ્ય ઈમારતો બનાવી પોતાની કે પ્રિયજનની કીર્તિ અમર કરી
ગયાના ઉદાહરણ અનેક છે.આજે તમને પ્રાણી પ્રેમના પ્રતિકની એક વાત કરવી
છે.કુતરો વફાદાર પ્રાણી છે એટલું સમજદાર પણ છે.એક સત્ય ઘટના છે.પહેલાંના
જમાનામાં વણજારાની પોઠ્યો કીમતી માલ દેશ પરદેશ લઈજવા લાવવા નું કામ કરતી
વફાદાર અને સાહસિક કોમ ગણાતી.તેઓ ખાસ કરીને લોબી મજલના સાથી તરીકે શ્વાન
રાખતા.તેમણે પાળેલા કૂતરા એટલાજ ખડતલ અને વફાદાર હોઈ.તેને પોતાના ઘરના
સભ્ય તરીકે પ્રેમભાવથી રાખતા.શેઠ શાહુકારો કીમતી માલ-સામાન અને
ધન-ધાન્યની હેર ફેર માટે પોઠ્યો નો ઉપયોગ કરતા. બદલામાં સારું મહેનતાણું
પણ આપતા.આવાજ એક વણજારાને કોઈ કારણસર દેવું થઇ ગયું.શેઠ શાહુકાર ઉઘરાણી
આવે પણ પાસે કંઈ હતું નહિ.તેની મિલકત તેનો વફાદાર કૂતરો જ હતો.તે કૂતરાને
પોતાનાથી કદી અળગો કર્યો ન હતો,તે તેનો પ્રાણ હતો.આજે શેઠને પોતાનો કૂતરો
એ શરતે લખી આપ્યો કે લેણું પૂરું થતાં કૂતરો પરત લઇ જઈશ.લેણદારથી કંટાળી
પોતાના પ્રાણ સમા કૂતરો શેઠને સોપે છે અને કૂતરો પણ પોતાના માલિકથી અળગો
થવા ઈચ્છતો નહોવા છતાં માલિકની લાજ રાખવા શેઠ સાથે જાય છે.થોડા દિવસ
વીત્યા માલિક પણ કૂતરાને યાદ કરી તેને પાછો લાવવા લેણું પૂરું કરવા રાત
દિવસની મહેનત આદરી દીધી હતી.એક દિવસ સવારે લેણાની રકમ ચૂકવવા તૈયારી કરતો
હતો.શિયાળાની સવારે વહેલો ઊઠી થોડીવાર તાપણા પાસે બેસી નીકળું અનર
જીગરજાન કૂતરાને પાછો લઇ આવું.ત્યાં એને કૂતરો સામે આવતો દેખાયો.તેને
ધાર્યું કે કૂતરો શેઠના ઘરે થી નાસી આવ્યો.મેં તેના માટે રાત દિવસ મહેનત
કરી છોડાવવા પૈસા ભેગા કર્યા.ને તે મારું નામ બોળ્યું શેઠના ઘરે થી નાસી
આવ્યો.આજે હું તને નહિ છોડું ગુસ્સો માણસને આંધળો બનાવી દે છે.કૂતરો
પોતાના માલિક ને મળવા આતુર હતો.આ બાજુ માલિક નો ગુસ્સો આસમાને હતો.ડાંગ
હાથમાં લીધી ને કૂતરો નજીક આવતા માથામાં ફટકારી દીધી.કૂતરો તમ્મર ખાય
નીચે પડે છે.આંખ ખોલી શેઠ સામે જોયું અશ્રુની ધાર છૂટી ને પળભરમાં
નિર્દોષ પ્રાણીનું પ્રાણ પંખેરું ઉડીગયું.તેના વેદના હતી મારી વફાદારી પર
હજુ તું આશંકિત છે.અમે પામરજીવ તમારો પ્રેમ સમજી શકીએ પણ તું એક ક્ષણનો
વિચાર કર્યો નહિ જેને બુદ્ધિને વિચારવાનું સામર્થ્ય આપ્યું છે.ક્રોધ
જેવું સ્વવિનાશકશસ્ત્ર આ દુનિયામાં બીજું કોઈ નથી. વણજારાને કઈપણ સમજાય
તે પહેલાતો એ વફાદાર સાથીનો દેહ શાંત પડી ગયો.વણજારો કૂતરાના શરીર પર
હાથ ફેરવ છે માફ કર ભેરું મારામાં વસેલો ક્રૂર રાક્ષસ ને હું સંભાળીના
શક્યો.તું એક વાર મારી સામું જો તને તારી વફાદારીના સોગંદ છે.ત્યાં તો
સળવળાટ થયો શરીર અક્કડ હતું તે નરમ પડ્યું ને જાણે નિરાંતે સૂતો હોઈ તેમ
દેહ શાંત થઇ ગયો.ઢળતા દેહ પર નજર ફેરવતાં અચાનક તેની નજર તેના ગાળામાં
બાંધેલી ચિઠ્ઠી પર પડે છે.તે ચિઠ્ઠી ખોલી વાંચે છે ત્યાં જ મૂર્છા આવી
ઢળી પડે છે.ચિઠ્ઠીમાં શેઠના ત્યાં ચોરો એ ચોરેલા ધન જંગલ માં જ્યાં
દાટ્યું હતું તે ચોરોની પાછળ પાછળ જઇ જોઈ ળે છે ણે શેતને તે જગ્યા પર
દોરી જાય છે.શેઠને પોતાનું ચોંરાયેલું ધન પાછું મળ્યું અને એ તેના દેવા
કરતાં અનેક ઘણું હતું.તેથી તારું દેવું વ્યાજ સહીત માફ કરી તારા વફાદાર
કૂતરા ને મેં મુક્ત કર્યો છે. આ જાણી વણજારાને એટલો પસ્તાવો થયો કે
બાકીનું જીવન અને સંપતિ લોકોમાં તારી યાદ રહે તે માટે જ વાપરીશ. તેને
પોતાની પાસે જે કંઈ મિલકત હતી તેનાથી કૂતરાનું નામ અમર કરવા નિશ્ચય
કર્યો.જે જગ્યાએ તેના વફાદાર કૂતરાએ દેહ છોડ્યો હતો તે જગાએ વિશાલ તળાવ
બંધાવ્યું. ‘નાખીરા તળાવ ‘ તરીકે ઓળખાતું આ તળાવ ઇડર સ્ટેટના ‘વાડાલી
ગામ’થી એક ગાઉં છેટે છે.આ જે પણ અબોલા પ્રાણીની વફાદારી યાદ અપાવતું આ
પ્રતિક અમર છે.
શીખી *ગુસ્સો કે ક્રોધ સમયે એક ક્ષણ માટે થોભી જવાનું શીખી શકાય તો ઘણું.
વિચારો *પશુ-પક્ષી વગરની દુનિયાને કલ્પી તો જુઓ!
આટલું કરો*પશુ-પક્ષીઓના પ્રેમની અમર કથાઓનો સંગ્રહ કરીએ.
ક્રોધને વશ કરે એ સંત.સંતતુકારામ ભગવાન ભજનમાં રાત રહે.પત્ની ગુસ્સે થઇ
આમ ભજન જ કર્યા કરવાથી પેટ ભારાવાનું નથી.કંઈ મહેનત મજૂરી કરી આવો તો
વાળું કરીએ.સંત સમજી ગયા ને મજૂરીએ ગયાં.શેરડીની સીઝન ચાલે શેરડી કાપવા
ખેડૂતના ખેતરે ગયા.ખેડૂત ભક્ત માણસને કામ શું કરાવું લઇ જાવ તમે તમારે.પણ
સંત એમ થોડા લે.અખો દિવસ શેરડી વાઢી જાણે ભગવાનનું ભજન કરતા હોય એટલી લગન
થી.સાંજ પડે ખેડૂતે જોયું તો બે દિવસનું કામ એક જ દિવસમાં પૂરું થઇ
ગયું.જેટલું લેવાય એટલા શેરડીના સાંઠા ભારો બાંધી ચડાવ્યા.રસ્તામાં
છોકરાં ભારામાંથી સાંઠા ખેંચી ખાવા લાગ્યા.બાળકો ને મજા આવી અને સંત કંઈ
બોલે નહિ રામ કી ચીડીયા રામકા ખેત ,એક સાંઠો બાકી રહ્યો અને પત્ની દૂરથી
આ તમાસો જોઈ રહી હતી.ગુસ્સાથી રણચંડી બનેલી પત્ની ને સંતતુકારામ પામી
ગયા.શેરડીનો એક સાંઠો પત્ની ને પ્રેમ થી આપે છે હાથમાં લઇ સીધો ઘા કર્યો
તુકારામ વાંસો પંપાળતા પંપાળતા ઉભા થઇ શેરડી ના બે ટુકડા હાથમાં લઇ એક
તેમની પત્ની ને હાથમાં આપ્યો ને કહ્યું મને ખબર હતી કે તું એકલી નહિ
ખાય.પત્ની તુકારામની માફી માગી.શેરડીના સાંઠાની મીઠાસ આગળ લાપસીની શી
મીઠાસ કહી પ્રેમ થી ખાવા લાગી.પ્રેમથી ક્રોધને વશ કરી એ .
18 February 2015
બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?
બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?
– વધતો બુદ્ધિઆંક: આજનાં બાળકો સ્માર્ટ થતાં જાય છે. શું તેમને સુપર સ્માર્ટ બનાવવાની જરૂર લાગે છે?
બાળકોને વાંચનની કેટલી તીવ્ર ભૂખ હોય છે તેનો એક સ્વાનુભવનો દાખલો આપુ. એક જમાનામાં પ્રખ્યાત બાળકોના લેખક જીવરામ જોષી જે ‘ઝગમગ’ નામના બાળ માસિકના તંત્રી હતા, તેના નાના ભાઈ દીનકર જોષી મહુવામાં ‘પરમાર હાઉસ’માં અમારા પાડોશમાં રહેવા આવ્યા. તેમને મહુવાના નવા બાલમંદિરના સંચાલક બનાવેલા. તેમણે સૌથી મોટું કામ બાલમંદિરમાં બાળ-લાઈબ્રેરી ઉભી કરવાનું ર્ક્યું હતું. અમને ત્યારે બાળ મંદિરમાં દાખલ કરવાની ઉંમરના બાળક ગણતા નહોતા. અમને વાચનનો ભારે અભરખો પણ ક્યાંય પુસ્તક વાંચવા મળે નહીં.
બાળ લેખક દીનકર જોષીના પુત્રો અને હું બાલમંદિરની લાઈબ્રેરીના તાળાની ચાવી ચોરીને રવિવારે વાંચવા જતા. વાંચીને પછી લાઈબ્રેરીને તાળું બંધ કરી પાછી ચાવી દીનકર જોષીને (હાલ દીનકર જોષી છે તે નહીં) ઘરે મુકી આવતા. વાંચવાનો આટલો અભરખો બાળકોને હોય છે.
અમેરિકા અને બ્રિટનમાં ચિલ્ડ્રન-લીટરચેર ભરપુર હોય છે. આજે ગુજરાતીમાં કેટલા બાળ સામયિકો છે? શામળદાસ ગાંધી ‘રમકડું’ ચલાવતા. જીવરામ જોષી ‘ઝગમગ’ મેગેઝિનના તંત્રી હતા. નવજીવન ટ્રસ્ટ ‘પ્યારા બાપુ’નું બાળ મેગેઝિન ચલાવતું. આ બધા જ મેગેઝિનો અત્યારે છે? કોઈ બાળકો માટેનું ગુજરાતી મેગેઝિન ચલાવતુ હોય તો મને જણાવજો હું તેના દુ:ખણા લઈશ. ગુજરાતીમાં બાળ મેગેઝિનનો દુષ્કાળ છે.
હું મુંબઈમાં નવો નવો આવ્યો ત્યારે પત્રકાર તરીકેની રૂ. 199ના પગારની નોકરી હતી. મહુવાના મિત્ર-વડીલ હરકીશન મહેતા (ચિત્રલેખાવાળા) જુહુના દરીયાકાંઠે મળી ગયા. મને કહે શું કરે છે? મેં કહ્યું નોકરી પછી ફુરસદમાં કવિતા અને વાર્તા લખું છું. મને કહે વાર્તા લખીને જીવવા માગીશ તો ભૂખે મરીશ.
સાહિત્યકાર- વાર્તાલેખક દીનકર જોષીએ ટાપસી પુરી કે મીન પિયાસી (વૈદ્ય દીનકરરાય કેશવલાલ ભટ્ટ), વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અને બીજા ઘણા કવિઓ અને વાર્તા લેખકોએ જીવવા માટે પાછલી જીંદગીમાં ઉઘરાણા કરવા પડેલા. મેં અનુભવ ર્ક્યો છે કે પત્રકાર ન થયો હોત તો હું ભીખારી થતો. અરે જવા દો. પત્રકારોમાંથી આજે 70 ટકા પત્રકારો પણ ‘કરૂણ’ હાલતમાં જીવે છે.
જે જીવે છે તે રૂવાબથી જીવતા નથી. આ વિષય ઉપર લખવાની સ્ફૂરણા મને જયપુર ખાતે 21-1-15થી ‘જયુપર લીટરરી ફેસ્ટિવલ’ શરૂ થયો તે પ્રસંગ ઉપરથી આવ્યો. આ સાહિત્યના ત્રણ દિવસના ઉત્સવમાં કેટલા ગુજરાતી કવિ, વાર્તાકાર કે સાહિત્યકાર જયપુર ગયા છે? કોઈ ગુજરાતી કવિ-વાર્તાકાર જયપુર ગયા હોય તો મને કહેજો. પણ અંગ્રેજી લેખકો-કવિઓ કેટલા જશે? અરે ડઝનબંધ જશે. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી ભૂલાઈ રહ્યા છે. આજે જો ગુજરાતીમાં પુસ્તકો વાંચનારા ગુજરાતી બાળકો હોય તો નવી ગુજરાતી-બાળ વાર્તાઓ માટે ફાંફા મારવા પડે. પણ સદભાગ્યે (અગર દુર્ભાગ્યે) આજે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.
ઝૂંપડામા રહેતી ઘણી કામવાળી બાઈઓના પુત્ર-પુત્રી પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મારી કામવાળી હેમા બોરીચા કહે છે કે, આજના અમારા બાળકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે. તેમની વાંચનની ભૂખ ગજબની છે.
આજે ઈગ્લેંડના બાળકો કેટલા ભાગ્યશાળી છે? બે વર્ષના બાળકો માટે જ પ્રગટ થતા હોય તેવા બે ડઝન અંગ્રેજી બાળ સાપ્તાહીક પ્રગટ થાય છે. ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ નામનું પુખ્ત વયના માટેનું મેગેઝિન છે, પણ બાળકો માટેનું પણ ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ પ્રગટ થાય છે. 2થી 6ની ઉંમરના માટે ‘હાઈલાઈટ’ નામનું બાળ મેગેઝિન અંગ્રેજીમાં પ્રગટ થાય છે. બાળકો માટેનું ‘નેશનલ જ્યોગ્રાફી કીડઝ’નું મેગેઝિન પણ પ્રગટ થાય છે.
તેમાં જગતનાં પ્રાણીઓ, બાળવિજ્ઞાન, વાર્તાઓ અને ટેક્નોલોજીનાં લેખો પ્રગટ થાય છે. કોયડાઓ અને ખાસ સ્પર્ધાઓ 6 વર્ષથી 12 વર્ષની ઉંમરના માટે યોજાય છે. ‘ડીસ્કવરી’ (DISCOVERY) દ્વારા બાળ વયની દીકરીઓ (8 વર્ષ અને ઉપરની) માટે જ ખાસ ‘ગર્લ્સ ડિસ્કવરી’ મેગેઝિન અને 7થી 11 વર્ષના બાળકો માટે ‘કીડઝ ડીસ્કવર’ નામનું ખાસ મેગેઝિન પ્રગટ કરે છે. આ વખતના અંકમા ‘કીડઝ ડીસ્કવર’- ‘સોલાર સિસ્ટમ’ એટલે કે આખી સૂર્યમાળાના લેખો છાપ્યા છે. ‘
10થી 15 વર્ષની ઉંમરની છોકરીઓ માટે જ (માત્ર દીકરીઓ માટે જ)- ‘ગર્લ્સ લાઈફ’ મેગેઝિન પ્રગટ થાય છે. તમે મુંબઈમા કોઈ અંગ્રેજી મેગેઝિનની બુકશોપમાં જશો તો વોગ (Vogue) મેગેઝિન જરૂર જોશો, પણ ટીનેજરો માટે ‘વોગ’ મેગેઝિન પ્રગટ થાય છે તે જાણીને મને પણ અચંબો થયો. બ્રિટનની યુનિવર્સિટીઓમાં બાળકોનાં સાહિત્યના લેખક થવાની ખાસ તાલીમ આપતી કોલેજો છે. બાળકોનું સાહિત્ય લખવામાં નિષ્ણાત થવા બોસ્ટન યુનિવર્સિટીએ ‘એમએ ઈન ચીલ્ડ્રન લીટરેચર એન્ડ કલ્ચર’ નામનો કોર્સ શરૂ ર્ક્યો છે.
ખાસ કરીને બાળકો માટેની જ ફિલ્મોની વાર્તા લખી શકે તેની તાલીમ આપતી કોલેજો પણ ઉભી થઈ છે. રીડીંગ યુનિવર્સિટી બ્રિટનની સૌથી જૂની યુનિવર્સિટી છે તે 1892માં સ્થપાયેલી.
સુન્દરલેન્ડ યુનિવર્સિટી ચીલ્ડ્રન લીટરેચર (એમ. એ.)નો કોર્સ ચલાવે છે. અહીં હું નામો લખી લખીને થાકી જાઉં એટલી બ્રિટનની બાળકોના સાહિત્ય લખવાની તાલીમ આપતી કોલેજો છે.‘ગાર્ડીયન’માં એન્જેલા સૈની નામની લેખીકા લખે છે કે (8 ડિસેમ્બર, 2013) ‘નવા જન્મેલા બાળકો આજે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણા ડેવલ્પડ અને સ્માર્ટ હોય છે.
મા-બાપ મોંમાં આંગળા નાખી જાય એટલા સમાર્ટ હોય છે. માત્ર ભારતમાં જ નહીં કહેશો.યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને આજના ત્રણ-ચાર વર્ષની ઉંમરના બાળકોની ખોપડી સાથે અમુક બુદ્ધિમતા માપવાના ઈઈજી મશીનના વાયર જોડયા તો લાગ્યું કે આ બાળકો કોઈ પણ કઠીન વિજ્ઞાનના કોયડા ઉકેલે તેવા હોય છે. ‘યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના’ પ્રો. ઝીટા પટાઈ જે બાળકોનો કોર્સ શીખવે છે તે કહે છે કે આજના બાળકોને ભણાવવા તે ‘સુપર ડીફીકલ્ટ’ છે! અમેરિકામાં બર્કલે ખાતેની યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા કહે છે કે, છ મહિનાના બાળકો આજે સાયન્સના ઈલસ્ટ્રેટેડ લેખો ઉકેલી શકે છે.
ઈગ્લેંડનું ‘ફાઈનેન્સીયલ ટાઈમ્સ’ તેમ જ વોશિંગ્ટનથી પ્રગટ થતું ન્યુયોર્કર લખે છે કે, આજે બાળકો સ્માર્ટર થતા જાય છે. 30 વર્ષ પહેલાં જેમ્સ ક્લીન નામના પોલીટીકલ ફિલોસોફરે કહેલું કે, અમેરિકન બાળકોનો આઈ ક્યુ (બુદ્ધિનો આંક) સતત ઉંચો થતો જાય છે. ‘ન્યુયોર્કર’ મેગેઝિનમાં ડો. સ્ટીવન જોનસને લખ્યું છે કે, ટેલિવિઝન 30 વર્ષ પહેલાં હતું તેના કરતાં માત્ર આજના બાળકો જ સમજી શકે તેવા અઘરા કાર્યક્રમો આપે છે.
છેલ્લે એક ચમત્કાર જોઈલો મારી પાસે ‘એનસાઈકલોપીડીયા અમેરિકાના’નાં 30 ગ્રંથો છે, તેમાં ઉધઈ માત્ર એક ગ્રંથને લાગી જેમાં ચીલ્ડ્રન લીટરેચરના પાનાં હતા! ઉધઈને 30 ગ્રંથોમાંથી ચીલ્ડ્રન લીટરચેરનો ગ્રંથ જ ભાવ્યો!
સૌજન્ય- દિવ્ય ભાસ્કર .કોમ
Subscribe to:
Posts (Atom)