Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

25 April 2015

SP university F.Y.B.A. (External) and S.Y.B.A. (External) results declared

SP university F.Y.B.A. (External) and S.Y.B.A. (External) results declared

F.Y.B.A. (External) Examination Feb. / March-2015

SARDAR PATEL UNIVERSITY  VALLABH VIDYANAGAR 

Click here for Result

S.Y.B.A. (External) Examination Feb./March-2015

Click here for Result

હવે કર્મયોગીના મોંધવારી ભથ્‍થામાં છ ટકાનો વધારો મોંધવારી ભથ્‍થાને વધારીને ૧૧૩ ટકા કરાયું

હવે કર્મયોગીના મોંધવારી ભથ્‍થામાં છ ટકાનો વધારો મોંધવારી ભથ્‍થાને વધારીને ૧૧૩ ટકા કરાયું

હવે કર્મયોગીના મોંધવારી ભથ્‍થામાં છ ટકાનો વધારો
મોંધવારી ભથ્‍થાને વધારીને ૧૧૩ ટકા કરાયું : ૧૦૭ ટકાના બદલે ભથ્‍થુ હવે ૧૧૩ ટકા : આશરે પાંચ લાખ કર્મયોગીઓ અને નિવૃત્ત કર્મચારીઓને લાભ મળશે

ગાંધીનગર : મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે રાજ્‍ય સરકારના કર્મચારીઓને મળતા મોંધવારી ભથ્‍થામાં છ ટકાનો વધારો તારીખ પહેલી જાન્‍યુઆરી ૨૦૧૫થી આપવાનો નિર્ણય કર્યો છે. કર્મયોગીઓને તારીખ પહેલી જાન્‍યુઆરી ૨૦૧૫થી ૩૦ એપ્રિલ૨૦૧૫ સુધીના સમયનો મોંધવારી ભથ્‍થાનો આ વધારો રોકડમાં ચુકવવામાં આવશે. રાજ્‍ય સરકારના કર્મચારીઓ તથા પંચાયત કર્મયોગી તેમજ રાજ્‍ય સરકારના પેન્‍શનરોને હાલ મળતા ૧૦૭ ટકાના મોંધવારી ભથ્‍થામાં હવે છ ટકાનો વધારો થતાં ૧૧૩ ટકા મોંધવારી ભથ્‍થુ મળતું થશે. મોંધવારી ભથ્‍થાના આ છ ટકાના વધારાને પરિણામે રાજ્‍ય સરકાર ર્વાષિક ૮૧૧.૪૧ કરોડનો બોજ વહન કરશે. મોંધવારી ભથ્‍થામાં ૬ ટકા વધારાનો આ લાભ અંદાજે પાંચ લાખ જેટલા કર્મયોગીઓ અને નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે. મોંધવારી ભથ્‍થામાં વધારો કરવાને લઇને સરકારમાં હાલમાં ચર્ચા ચાલીરહી હતી. મુખ્‍યમંત્રીના નેતળત્‍વમાં મળેલી બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયને ખુબ રાહતજનક પગલા તરીકે ગણવામાં આવે છે. મુખ્‍મયંત્રીના આ કર્મયોગી કલ્‍યાણ નિર્ણયથી પાંચ લાખથી વધુ કર્મયોગીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં રાહતનું મોજુ ફરી વળ્‍યું છે. દેશની જુદી જુદી સરકારો પણ આ દિશામાં હાલમાં આગળ વધી રહી છે. ગુજરાતમાં સરકારે મોંધવારી ભથ્‍થામાં છ ટકાનો વધારો ઝીંક્‍યો છે. આને પહેલી જાન્‍યુઆરી ૨૦૧૫થી અમલી ગણવામાં આવે તો મોટી રાહત કર્મચારીઓને થશે. કર્મીઓમાં પણ આને લઇને ગણતરી શરૂ થઇ ગઇ છે. મોંધવારી ભથ્‍થામાં છ ટકાના વધારાથી કેટલી રકમ હાથમાં આવશે તેને લઇને કર્મયોગી અને નિવૃત્ત કર્મીઓમાં ચર્ચા છે.

Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers: PSI/ASI & CONSTABLE WRITTEN EXAM CALL LETTER DOWNL...

Educational corner ( શૈક્ષણિક ) Educational news,TET,TAT,HTAT, Paripatro,and useful for Teachers: PSI/ASI & CONSTABLE WRITTEN EXAM CALL LETTER DOWNL...: BREAKING NEWS :- PSI/ASI & CONSTABLE WRITTEN EXAM CALL LETTER DOWNLOAD START NOW. Click here to Download call letters Constable Ex...

ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો !

ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો !

– રોહીત શાહ
એક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઉભો રહ્યો. એ વખતે કૅશીયર થોડે દુર સ્ટાફના બીજા મીત્રો સાથે ટોળટપ્પાં કરવામાં બીઝી હતો. પંદર–વીસ મીનીટ સુધી પેલો માણસ રાહ જોતો રહ્યો. તે મનમાં અકળાઈ રહ્યો હતો : કૅશીયર કેવો બીનજવાબદાર છે ! દુરથી તેને કાઉન્ટર પાસે ઉભેલો આ માણસ દેખાતો હતો; છતાં તેને કશી પરવા નહોતી ! ડ્યુટી–અવર્સ દરમ્યાન સ્ટાફમીત્રો ગપ્પાં મારીને ક્લાયન્ટને હેરાન કરે એ નીયમવીરુદ્ધ હતું. પેલા માણસનો રોષ વધતો જતો હોવા છતાં તે ખામોશ રહ્યો. તેણે વીચારી લીધું કે આ કૅશીયરને અવશ્ય પાઠ ભણાવવો પડશે. એ દીવસે પૈસા લઈને તે કશું જ બોલ્યા વગર ઘરે પાછો આવ્યો. પછી તેણે કૅશીયરના નામે બૅન્કના સરનામે એક સાદો પત્ર લખ્યો. એ પત્રમાં કોઈ પણ પ્રકારનો રોષ ન આવી જાય એની તેણે ચીવટ રાખી.
તેણે માત્ર એટલું જ લખ્યું હતું, ‘ગઈ કાલે હું મારા સેવીંગ્સ અકાઉન્ટમાંથી રકમ ઉપાડવા બૅન્કમાં આવ્યો ત્યારે તમે તમારા સ્ટાફમીત્રો સાથે કશીક અગત્યની ચર્ચામાં મગ્ન હતા; છતાં મને માત્ર પચ્ચીસ મીનીટમાં જ રકમ મળી ગઈ. બીજી કોઈ બૅન્કમાં મારે આ કામ કરાવવાનું હોત તો ત્યાંના કૅશીયરની બેફીકરાઈ અને બીનજવાબદારપણાને કારણે મારે ઘણો વધારે સમય કદાચ રાહ જોવી પડી હોત. તમે ચર્ચા અધુરી મુકીને આવ્યા અને મને રકમ આપી એમાં તમારી નીષ્ઠા અને સદ્ ભાવ મને દેખાયાં. હું તમારો આભાર માનું છું અને તમારી ફરજનીષ્ઠાને બીરદાવું છું.’
પોતાનું નામ, અકાઉન્ટ નંબર વગેરે લખ્યાં, પછી પત્ર પોસ્ટ દ્વારા મોકલી આપ્યો.
એકાદ અઠવાડીયા પછી આ માણસ બૅન્કમાં ગયો ત્યારે પેલો કેશીયર ખુબ ગળગળો થઈને તેને ભેટી પડ્યો, પોતાની બેદરકારી માટે માફી માગી અને ફરીથી કોઈની સાથે એવી બીહેવીયર નહીં કરવાની ખાતરી ઉચ્ચારી.
ગુસ્સે થઈને ગાળો બોલી શકાય, તેનું ઈન્સલ્ટ કરી શકાય, તેને નીયમો અને કાનુન વીશે મોટા અવાજે વાત કરીને ઉતારી પાડી શકાય, થોડીક વાર માટે પોતાનો રુઆબ બતાવી શકાય, ત્યાં ઉભેલા અન્ય અજાણ લોકો ઉપર વટ પાડી શકાય; પણ આ બધું કર્યા પછીયે કૅશીયરને સુધારી શકાયો ન હોત. કદાચ તે વધુ બેફામ અને બેદરકાર એટલે કે નફ્ફટ થઈ ગયો હોત. પણ આ સફળ ઉપાય હતો.
આવી જ એક બીજી ઘટના છે. એક મૅડમ સાડીઓના મોટા શોરુમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં; પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી. એ મૅડમે પોતાના ડ્રાઈવર સાથે શોરુમના માલીકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બીલ પરત મોકલું છું. તમારા શોરુમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ છે; પરંતુ એ બીલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલીંગ ડંખ્યા કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરુમની પ્રતીષ્ઠાને કલંક લાગે. એક સાડી બગડવાથી મને તો બે–ત્રણ હજારનું જ નુકસાન થયું છે; પણ એટલા જ કારણે તમારા શોરુમની પ્રતીષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભુલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય. તમે પ્રામાણીક વેપારી તરીકે વધુ કામીયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’
શોરુમનો માલીક એ પત્ર વાંચીને ગદ્ ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દીલગીરીના થોડાક શબ્દો પણ.
ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું; પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારીએ છીએ અને એટલું કર્યા પછીયે પૉઝીટીવ રીઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી !
કોઈ પણ વ્યક્તીને પોતાની અપ્રીસીએશન–કદર થાય એ ગમતું જ હોય છે. પોતે ખરાબ અને ખોટા હોવા છતાં ટીકા સાંભળવાની તૈયારી કદી નથી હોતી. કદર કરવામાં કરકસર કરવાની જરુર નથી. કદર કરીને આપણે કેટલાક ચમત્કારો કરી શકીએ છીએ. દરેક વખતે ચમત્કાર કરવા કુદરત પોતે આપણી સમક્ષ હાજર થતી નથી. કેટલાક ચમત્કાર તો માણસ દ્વારા જ કરાવે છે. શક્ય છે કે આપણા હાથે પણ આવો કોઈ ચમત્કાર કરાવવા ઉત્સુક હોય. ચમત્કાર કરવાનું આ સીમ્પલ લૉજીક માફક આવી જાય તો આવેશની ક્ષણે પણ આપણે આત્મવીશ્વાસથી કહી શકીશું : નો પ્રૉબ્લેમ.
રોહીત શાહ

આત્મખોજ

આત્મખોજ 

જ્યારે લોકો તમારી વાહ વાહ કરે

એક દિનના બાદશાહ બનાવી દે તમને  

તમારા વિના અંધારું છે એમ જ્યારે કહે

પ્રસંસાનાં ફૂલોથી તમને બધાં ઢાંકી દે 

તમે જ્યારે ફુલાઈને ફાળકા થઇ જાઓ 

એવા સમયે મનમાં સહેજ પણ શંકા જો જાગે

દોડીને ઉભા રહી જાઓ એક અરીસા સામે

એમાં સામે જે દેખાય છે એ છે તમારો મિત્ર

જેને તમે તમારા જન્મથી જ ઓળખો છો

બધી તમારી બારીક વાતોથી એ છે જ્ઞાત 

પૂછો એને ગળું ખોંખારી એ શું કહે છે ?

 દુનિયાને મુર્ખ બનાવી હશે તમે કદાચ 

પણ એ મિત્રને બનાવી નહિ શકો તમે મુર્ખ   

એ તમારો મિત્ર કદી જુઠ્ઠું નહી બોલે,

 કેમ કે,અરીસો કદી જુઠ્ઠું બોલ્યો છે ખરો ?


 When I look back and ,,,,,,,,mirror

====================

 

જીવનની સફળતા 

જીવનમાં જે મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે 

જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે 

બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી  ના નાખીએ 

કદીક એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવીએ 

જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા 

જ્યારે જઈશું ત્યારે બધું જ પાછળ મુકી જવાના છીએ 

જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ 

લોકો યાદ કરે કે જનાર એક સાચો ઇન્સાન હતો . 

Mirror


6 ETHICS OF LIFE-


23 April 2015

for government schools

આપની લાગણી અને પ્રેમના વખાણ

એક શેઠને પોતાના નોકર પર ખુબ પ્રેમ હતો.

નોકર પાસે કામ કરાવે પણ સાથે સાથે
નોકરનું ધ્યાન પણ રાખે. ઘણીવાર તો
નોકરને પોતાના હાથે જમાડે પણ ખરા.
નોકર પણ આવા માલિકને મેળવીને
પોતાની જાતને ધન્ય સમજતો હતો અને
આનંદથી પોતાની જીંદગીને જીવતો હતો.
એકવાર સાંજના સમયે નોકર ખેતરમાંથી
કામ કરીને થાક્યો પાક્યો ઘેર આવ્યો.
શેઠે એને પોતાની પાસે બોલાવ્યો અને
કહ્યુ કે મેં તારા માટે એક તરબુચ રાખ્યુ છે
ચાલ હું તને તેની ચીરીઓ કરીને આપું. શેઠે
પોતાની જાતે જ તરબુચની એક ચીરી
કરીને નોકરને ખાવા માટે આપી અને પછી
પુછ્યુ કે કેવી લાગી ?
પેલા નોકરે કહ્યુ , “ માલિક , બહું જ મીઠી છે.
મારી અત્યાર સુધીની જીંદગીમાં આવું
મીઠું તરબુચ મેં ક્યારેય ખાધું નથી. ”
નોકરને તરબુચ ગમ્યુ એટલે શેઠ એક પછી એક
ચીર કરીને નોકરને આપતા ગયા અને નોકર
વખાણ કરતા કરતા આ ચીર ખાતો ગયો.
શેઠના હાથમાં છેલ્લી ચીર હતી. નોકર
પાસે આ તરબુચની મિઠાશના બહું વખાણ
સાંભળ્યા એટલે શેઠને તરબુચ ચાખવાની
ઇચ્છા થઇ. તરબુચની ચીર પોતાના
મોઠામાં નાંખી ત્યાં તો થું થું કરતા
બહાર પણ ફેંકી દીધી. નોકરને કહ્યુ કે આ તો
કોઇપણ જાતના સ્વાદ વગરની છે અને
ઉલટાની વિચિત્ર વાસ પણ આવે છે. તો
પછી તું કેમ ખોટા વખાણ કરતો હતો.”
નોકરે કહ્યુ , “ માલિક હું તરબુચની ચીરના
નહી પરંતું આપની લાગણી અને પ્રેમના
વખાણ કરતો હતો. તરબુચ ભલેને સ્વાદ
વગરનું હોય પણ તમારા હાથના સ્પર્શથી
એ મીઠું થઇ જતું હતું. તમે મને ઘણીવાર ઘણું
બધું સારુ સારુ ખવડાવ્યુ જ છે તો હવે હું આ
એક સામાન્ય તરબુચને કેમ કરીને ખરાબ કહી શકું ?”
રોજ પ્રેમથી રસોઇ બનાવીને
જમાડનારી પત્નિ કે મા ની રસોઇ જો
ક્યારેક સ્વાદ વિહોણી લાગે તો એ
બનાવતી વખતની લાગણી અને પ્રેમને
યાદ કરજો રસોઇનો સ્વાદ જ બદલાઇ જશે.

અશાંતીથી બચવા શું કરવું?


ashanti

અશાંતીથી બચવા શું કરવું?

 * જે કાંઈ બની રહ્યુ છે તે કર્મના નિયમાનુશાર બરાબર છે એવો ભાવ કેળવવો. 

* જે આવી મળૅ તેને ચલાવી લેવું અથવા પ્રિય ગણી લેવું

 * સ્થળ-કાળ-પરિસ્થિતિ-ધટનાને અનંતગણા અનુકુળ માની લેવાં. 

* ગમા- અણગમાના પ્રદેશમાં પ્રવેશ ન કરવો.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી