Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

8 June 2015

મળવા જેવા માણસ….ડો. મહેશ રાવલ….પરિચય ……..શ્રી પી.કે. દાવડા

મળવા જેવા માણસ….ડો. મહેશ રાવલ….પરિચય ……..શ્રી પી.કે. દાવડા

હું હવે મારી દશાની વાત પણ કરતો નથી
કેમ છો? પૂછીજનારા ક્યાં મજામાં હોય છે

* * * * *

અરથ લાગણીનો સમજતાં થયાં છે
હવે, પથ્થરો પણ પલળતાં થયાં છે
બરડ હોય એનું બટકવું સહજ છે
સમય પારખી, લોક નમતાં થયાં છે

* * * * *

ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવા ફૂલ, તો આ ભાર શેનો છે ?

* * * * *

ગઝલોના આ ગમી જાય એવા શેરના રચયિતા અભ્યાસે અને વ્યવસાયે એક ડોક્ટર ડો.મહેશ રાવલ છે. મૂળ સૌરાષ્ટ્રના વતની પણ હાલ ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયામાં સપત્ની અને બે પુત્ર અને એમના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહી એમની ગઝલના આ શેરને ચરિતાર્થ કરી બતાવ્યું છે.

“મારૂં” નહીં પણ “આપણું” એ જીવન શૈલી જ સુખદાયક છે.”
“સંયુક્ત છે એ શ્રેષ્ઠ છે અને જે શ્રેષ્ઠ છે, એજ સંયુક્ત છે..!”

આવું અનોખું વ્યક્તિત્વ ધરાવનાર ગઝલકાર ડો. મહેશ રાવલનો પરિચય ,ફ્રીમોન્ટ ના નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમની  ખુબ જાણીતી 
“મળવા જેવા માણસ ” ની શ્રેણીમાં કરાવ્યો છે એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનદ થાય છે.

આ પરિચય લેખ મોકલતાં એમના ઈ-મેલમાં શ્રી દાવડાજી લખે છે …..

“આજે હું એક એવી વ્યક્તિનો પરિચય કરાવું છું કે જે વ્યવસાયથી ડોકટર છે, પણ એમણે લખેલી ગઝલોમાં એટલી તાકાત છે કે ગમે તેવી વ્યક્તિના મોઢામાંથી વાહ વાહ નીકળી પડે. એમની ગઝલો, એમના મોઢે સાંભળવી એ એક લહાવો છે. મને એનો લાભ બે ત્રણ વાર મળ્યો છે .”

વિનોદ પટેલ

મળવા જેવા માણસ….ડો. મહેશ રાવલ….પરિચય ……..શ્રી પી.કે. દાવડા 


Mahesh raval-1

મહેશભાઇનો જન્મ ૧૯૫૬માં, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામમાંમધ્યમવર્ગી બ્રાહ્મણકુટુંબમાં થયો. પિતા શ્રી વિનોદરાય, સરકારના લેન્ડ રેકર્ડવિભાગમાં સર્વેયર તરીકે દાખલ થઈપોતાની સ્વચ્છ કારકીર્દીને લીધે લેન્ડરેકર્ડ સુપ્રિન્ટેન્ડન્ટના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા. નોકરીદરમ્યાન એમની કડક,શિસ્તના આગ્રહી અને ઇમાનદાર ઓફિસર તરીકેની છાપને લીધે એમનીબદલીઅવાર–નવાર થતી અને કુટુંબને એ અગવડ ભોગવવી પડતી. મહેશભાઇનામાતુશ્રીજયાગૌરીબહેનને વાંચનનો બહુજ શોખ અને આજે ૮૩ વર્ષની વયેપણ,એ શોખ જળવાઇ રહ્યોછે. 

મહેશભાઇનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ધાંગધ્રા અને રાજકોટમાં થયું હતું. ચોથાધોરણમાં,સુલેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામમાં તેમને ફૂલોનો હારપહેરાવી અને ગાંધીજીનોએક ફોટો આપવામાં આવેલો.બાળસહજ ઉત્સાહમાંમહેશભાઇ એ હાર પહેરેલો રાખી મિત્રોની‘ટોળકી‘ સાથે સ્કૂલથી ઘરસુધી વાજતે–ગાજતે ચાલીને ગયેલા…! શાળાના સમયથી જ તેમણેપોતાની ભૂલ હોય તો,નિઃસંકોચ અને સરળતાથી સ્વીકારી લેવાની આદત કેળવી જે આજસુધીએમણેજાળવી રાખી છે. 

૧૯૭૨માં  એમણે રાજકોટની જી.ટી.શેઠ હાઇસ્કૂલમાંથી S.S.C.ની પરીક્ષા પાસકરી,જામનગરનીઆયુર્વેદ યુનિવર્સિટીમાં B.S.A.M.{બેચલર ઇન સર્જરી એન્ડઆયુર્વેદિક મેડીસીન}માં એડમીશનમેળવ્યું. ૧૯૭૩ થી ૧૯૭૮ સુધી મેડીકલકોલેજના અભ્યાસ દરમ્યાન મહેશભાઇએ અભ્યાસઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓમાંપણ આગળ પડતો ભાગ લીધો. રમત ગમતના શોખને લીધે  તેઓકોલેજયુનિયનમાં જીમખાના સેક્રેટરી પણ બન્યા. ગીત–સંગીતના બચપણથીકેળવાયેલાશોખને અહીં યોગ્ય પ્લેટફોર્મ મળી ગયું. જામનગર યુનિ.ની ઇન્ટરકોલેજ હરીફાઇમાં, પોતાની જલખેલી ગઝલ પોતાના જ અવાજમાં રજૂ કરીએમણે દ્વિતિય ઇનામ મેળવ્યું. એજ ગાળામાં, શ્રીમનહર ઉધાસનાં કંઠે ગવાયેલીજનાબ કૈલાસ પંડિતની, ચમન તુજને સુમન…ગઝલમાં મૃત્યુવિષેનીપંક્તિઓએ મહેશભાઇના મનમાં વિચારોનું વાવાઝોડું ખડું કરી દીધું. બસત્યારથીએમના દિલ–ઓ–દિમાગનો કબ્જો ગઝલે લઇ લીધો. 

૧૯૭૮માં, તેમણે લખેલી ગઝલો લઇ તેઓ બહુજ પ્રખ્યાત અને પ્રખરગઝલકાર શ્રી અમૃત‘ઘાયલ‘ પાસે પહોંચી ગયા અને કહ્યું “જુઓ! આવું લખ્યુંછે” ઘાયલસાહેબે આશીર્વાદ આપ્યાઅને થોડી શિખામણ પણ આપી અનેજોતજોતામાં મહેશભાઇનો પ્રથમ ગઝલસંગ્રહ “તુષાર”પ્રસિદ્ધ થયો અને એ પણકોલેજનાં છેલ્લા વર્ષમાં. બસ, પછી તો ગઝલની આ વણથંભી વણઝારચાલતીરહી અને હજી પણ ચાલ્યા જ કરે છે. ગઝલ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી છંદ,રદિફ,કાફિયા પર પકડ જમાવી. એમની ગઝલોમાં જેમ–જેમ નિખાર આવતોરહ્યો તેમ–તેમગુજરાતભરનાં સામયિકોમાં એમની ગઝલોને સ્થાન મળવાલાગ્યું. ડૉ.મહેશ રાવલ– નામનીગુજરાતભરમાં એક આગવી ઓળખ ઊભી થઇ.કવિ સંમેલનો,મુશાયરા,આકાશવાણી અનેદૂરદર્શનના કાર્યક્રમો દ્વારા એમનીગઝલો લોકો સુધી પહોંચવા લાગી. 

અભ્યાસ પૂર્ણ કરી, આજીવિકા માટે રાજકોટમાં ફેમિલી ફીઝીશ્યન તરીકે જનરલપ્રેક્ટીસ શરૂકરી. સવારના ૯થી૧ અને સાંજે ૫થી૯ સુધી એકધારા ૩૫ વર્ષસુધી દવાખાનામાં હાજરી આપી,દર્દીઓને સાજા કરવા અને ફૂરસદના સમયમાંગઝલો લખવી અને લખેલી ગઝલો મઠારવી, એનિત્યક્રમ બની ગયો. કદાચઆ ક્રમને લીધે જ, જેમ દવા કડવી હોય તેમ, મને મહેશભાઇનીગઝલોમાંજીવનની કડવી વાસ્તવિક્તાની સચ્ચાઇ જોવા મળે છે.

                 mahesh raval-2

૧૯૮૧માં મહેશભાઇના લગ્ન સુરેન્દ્રનગરના “છીંકણીવાળા જાની” પરિવારનાહર્ષાબેન સાથેથયાં. દંપતિને સંતાનમાં ૨ પુત્રરત્ન છે. મોટો પુત્ર ભાવિન –મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દાપર કાર્યરત છે અને નાનો પુત્ર તુષાર – સોફટવૅર એન્જીનીયર છે. બન્ને પોતપોતાની કેરિયરમાંવેલ સેટલ્ડ છે.

ખાસ નોંધવા જેવી વાત એ છે કે, આજના Nuclear Familiesના સમયમાં પણએમનો પરિવારમહેશભાઇ, એમના પત્ની, એમના બન્ને સુપુત્રો, બન્ને પુત્રવધૂ અને બે પૌત્રીઓ – બધા સંયુક્તકુટુંબ તરીકે સાથેજ, કેલિફોર્નીયાનાં ફ્રિમોન્ટશહેરમાં રહે છે.

             mahesh raval-3

૧૯૯૫માં મહેશભાઇનો બીજો ગઝલ સંગ્રહ ‘અભિવ્યક્તિ‘ પ્રસિદ્ધ થયો.

અનેક વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનને સ્પર્શતી ગઝલોનો સિલસિલોવણથંભ્યો ચાલુરહ્યો. ૨૦૦૬માં એમનો ત્રીજો ગઝલ સંગ્રહ ‘નવેસર‘ પ્રકાશિતથયો જેણે ગુજરાતી ગઝલોનાક્ષેત્રમાં એમને અલગ ઓળખ આપી. હાલમાં જ૨૦૧૪ના અંતમાં તેમનો ચોથો ગઝલ સંગ્રહ‘ખરેખર‘ પ્રકાશિત થયો.

આમ,ચાર ચાર માતબર ગઝલ સંગ્રહો ગુજરાતને આપીને પણ મહેશભાઇ બેસીનથીરહ્યા.અર્વાચિન ઈ–યુગ સાથે કદમ મિલાવી એમણે પોતાનાં બે બ્લોગ

drmahesh.rawal.us ગઝલોનો ગુલદસ્તો અને

www.navesar.wordpress.com

શરૂ કર્યા અને પોતાની ગઝલો લોકો સુધીપહોંચાડી રહ્યા છે.

આ ઉપરાંત, એમણે પોતાના અવાજમાં ગઝલો રજુ કરતી “શબ્દસ્વર” નામે CDપણ બહારપાડી. આમાં ગઝલ પઠન અને તરન્નુમ એમ બન્ને પ્રયોગ કર્યા છે.એમના પોતાના બ્લોગ સિવાય ટહુકો.કૉમ,લયસ્તરો અને વૅબગુર્જરી જેવાજાણીતા ગુજરાતી બ્લોગ્સ  અને બીજા અનેકગુજરાતી બ્લોગ્સમાં એમની ઘણીગઝલો પ્રસિદ્ધ થઈ છે અને થઈ રહી છે જેને અનેક પ્રતિભાવોમળ્યા છે.

ડૉ.મહેશ રાવલનો ખરો પરિચય આ નાનકડા લેખમાં આપવો શક્ય નથી.એમનેપારખવા તો,તમારે એમની ગઝલોનો આસ્વાદ જ લેવો પડે. એમની ગઝલોનાવિષયથી માંડીને ગઝલોનુંબંધારણ,એમાં વપરાયેલા શબ્દો વગેરે એમનેસાધારણ ગઝલ લખનારાઓથી અલગ પાડે છે.એમની કોઇપણ પંક્તિનોકોઇપણ શબ્દ બદલીને તમે એને મઠારી ન શકો, એમની પંક્તિ જ Full and Final. વ્યવસાયે ડૉક્ટર હોવાથી એમના વિચારોની deliveryમાં surgical preacision છે.તેઓ જીવનની કડવી સચ્ચાઇઓને અસલ સ્વરૂપમાં જ વ્યક્તકરે છે.માનવીયસંવેદના,સંબંધોના સમીકરણ,લાગણી, સ્વાર્થ અને એનાછળકપટને સરળ શબ્દોમાં, ગઝલનાબંધારણ અને પરંપરામાં ગુંથીને રજુ કરેછે. એ પુડીંગનો સ્વાદ તો ચાખવાથી જ ખબર પડે !

તો ચાલો, અહીં થોડા ઉદાહરણ આપું… 

આ પંક્તિઓ જુઓ,

હું હવે મારી દશાની વાત પણ કરતો નથી

કેમ છો? પૂછીજનારા ક્યાં મજામાં હોય છે

લોકોના ઉપરછલ્લા વ્યવહારને આનાથી વધારે કઇ રીતે ઉઘાડા પાડી શકાય?

અને હવે આ જુઓ,

મજલ કાપીને બેઠો છું

મને, માપીને બેઠો છું

ઉઘાડા દ્વાર જેવો થઇ

બધું આપીને બેઠો છું

– હવે મારૂં કોઇ શું બગાડી લેશે, હવે મારી પાસે લૂટાવા જેવું વધ્યું જ શું છે !

અને, મહેશભાઇ સમયમાં કેવો બદલાય છે એની કલ્પના કરતાં કહે છે,

અરથ લાગણીનો સમજતાં થયાં છે

હવે,પથ્થરો પણ પલળતાં થયાં છે

બરડ હોય એનું બટકવું સહજ છે

સમય પારખી, લોક નમતાં થયાં છે

અને આ પંક્તિઓમાં તેઓ બેબાક સવાલ પૂછે છે –

ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે

છો સાવ હળવા ફૂલ, તો આ ભાર શેનો છે ?

–છે ને જવાબ આપવો મુશ્કેલ..!

આપણી રોજીંદી,બોલચાલની ભાષામાં એમણે આવી સમજવા જેવી ઘણી વાતોપોતાનીગઝલોમાં કહી છે. એમની ગઝલોમાં સવાલ છે,શીખ છે,સ્વીકાર છે, તોસત્યનો રણકાર અનેખુમારીનો ફુત્કાર પણ છે. પરંપરાને વળગીને લખાતીએમની ગઝલોમાં રદિફ–કાફિયાનુંનાવિન્ય, અને છંદનું પરફેક્શન તથા સરળ–સહજ બોલચાલની ભાષા સાથે તળપદા શબ્દોનુંસાયુજ્ય એ જમા પાસું છે.

એટલે જ, ગુજરાતી ગઝલોને લોકોના હૈયે અને હોઠે રમતી કરનાર મખમલીઅવાજનાં માલિકશ્રી મનહર ઉધાસનાં “અભિલાષા” આલ્બમમાં

લાગણી જેવું જરાપણ હોય તો પાછાં વળો

નીકળે એવું નિવારણ હોય તો પાછાં વળો

અને

“અલંકાર” આલ્બમમાં,

તબક્કે–તબક્કે તફાવત નડે છે

મને, માત્ર મારી શરાફત નડે છે

એમ,બબ્બે આલ્બમમાં એમની ગઝલોનો સમાવેશ થયો અને મહેશભાઇનેઆંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિમળી. અમેરિકામાં ખૂબજ લોકપ્રિય ‘રેડીઓ જિંદગી‘ એથોડા સમય પહેલા જ એમનો એકકલાકનો ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો હતો. 

આવા ઉચ્ચ દરજ્જાના સાહિત્યકાર હોવા છતાં એમની નમ્રતા જોઇને હું તોઆશ્ચર્યચકિત થઇગયો. કોઇ ડોળ નહીં, કોઇ આડંબર નહીં, નકરો સામાન્યમાણસ હોવાનો અહેસાસ !

મહેશભાઇના કહેવા મુજબ, “સમાજમાં રહીને વ્યવસાય કર્યો, સમાજ સાથે રહ્યોઅને સમાજપાસેથી જે શીખ્યો તે ગઝલ દ્વારા રજુ કર્યું !”

તેઓ માને છે કે,

“જેવી ભાવના એવું ફળ” એજ એમના કર્મનો સિદ્ધાન્ત છે.

“મારૂં” નહીં પણ “આપણું” એ જીવન શૈલી જ સુખદાયક છે.”

“સંયુક્ત છે એ શ્રેષ્ઠ છે અને જે શ્રેષ્ઠ છે, એજ સંયુક્ત છે..!”

 

–પી.કે.દાવડા,ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા  

નારીનું આભુષણ : રીંગ / વીટી / અંગૂઠી


નારીનું આભુષણ : રીંગ / વીટી / અંગૂઠી
રીંગ ભારતીય સંસ્કૃતિનું પારંપારિક આભૂષણ છે.રીંગ આંગણીમાં પહેરવામાં આવે છે, રીંગ એક જ્વેલરી છે. રીંગ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.રીંગ એ પ્રેમની નિશાની છે.રીંગ ધાતુ, પ્લાસ્ટિક, લાકડું, અસ્થિ, કાચ,સોનુ,ચાંદી પત્થરો અને અન્ય સામગ્રીની બને છે.આ એક એવું આભુષણ છે વિશ્વના દરેક ખુણામાં પહેરવામાં આવે છે.લગ્નગ્રંથિથી જોડાતાં પતિ-પત્ની એકબીજાને રીંગની આપ-લે કરીને બંનેનો સંબંધ પાકો કરે છે.
આજનો યુવાવર્ગ સિંગલ ડાયમંડ-મોતી કે રંગીન સ્ટોનની રીંગ પહેરવાનો શોખીન છે, કારણ કે તેની ફેશન છે. જેમ ગળામાં પહેરાતું પેન્ડન્ટ હોય છે, તેવા આકારની રીંગની ઉપરની હેવી ડિઝાઈનવાળી રીંગનું ચલણ ચાલે છે. વચમાં નિલમનો મોટો સ્ટોન, તેની ફરતે નાના-નાના અનેક ડાયમંડવાળી રીંગ પણ અત્યારે ફેશન ઇન છે. હવે તો રજવાડી-એન્ટિક ડિઝાઈનવાળી રીંગ તો કોલેજિયનોમાં હોટ ફેવરિટ છે. રીંગ હવે તો ખિસ્સાંખર્ચને પરવડે તે કિંમતમાં પણ ખરીદીને પહેરવાની સૌ કોઈને ઇચ્છા થઈ આવે છે.
હિન્દૂ લગ્ન માન્ય
હિન્દૂ લગ્નમાં રિંગ પ્રતીક છે અને તે પણ લાંબા સમયથી માન્યછે.જે કન્યા આંગળી પર રીંગ પહેરે છે લગ્ન કરવામાં આવી છે
પૌરાણિક સંદર્ભો
રિંગ ‘ગ્રંથ યુગ’ ના મહત્વ પુરાવો મળવા લાગે છે. રિંગ વિશે મહત્વ ની વાતો રામાયણ અને મહાભારતમાં જોવા મળેછે. હનુમાન જયારે અશોક વાટિકા આવ્યા ત્યારે રામે સીતાને ઓળખાણ તરીકે રિંગ આપી હતી . રાજા દુષ્યંત અને શકુંતલા ના ગાંધર્વ લગ્નમાં રીંગનો સંબંધ છે.જેના પુત્ર પરથી ભારત દેશનું આપણને નામ પ્રાપ્ત થયુ છે.
લોકપ્રિય માન્યતા:
રિંગ ડાબા હાથની ચોથી આંગળીમાં પહેરવામાં આવે છે તેનો સીધો સંબંધ હૃદય સાથે સીધો છે જે ટ્રસ્ટ અને દિલ સાથે સીધો સંબંધ હોય છે


26 May 2015

હું મૃત્યુ પામીશ…રસાસ્વાદ

હું મૃત્યુ પામીશ….. કાવ્ય..  લતા હિરાણી 

હું મૃત્યુ પામીશ 

અને તું ફૂલો મોકલીશ 

જે હું જોઇ નહીં શકું 

તું હમણાં જ ફૂલો મોકલને !

 

હું મૃત્યુ પામીશ 

અને તારા આંસુ વહેશે 

જેની મને ખબર નહીં પડે 

તું અત્યારે જ થોડું રડ ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મારી કદર કરીશ 

જે હું સાંભળી નહીં શકું 

તું બે શબ્દો હમણાં જ કહે ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મારા દોષો ભૂલી જઇશ 

જે હું જાણી નહીં શકું 

તું હમણાં જ મને માફ કરી દે ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તું મને યાદ કરીશ 

જે હું અનુભવી નહીં શકું 

તું મને અત્યારે જ યાદ કર ને !

 

હું મૃત્યુ પામીશ 

અને તને થશે 

કે મેં એની સાથે થોડો વધુ સમય વીતાવ્યો હોત તો ! 

તું અત્યારે જ એવું કર ને ! 

 લતા હિરાણી 

સેતુ .. લતા જ. હિરાણી બ્લોગમાંથી સાભાર 

રસાસ્વાદ 

માણસ જ્યારે મૃત્યુ પામે છે એટલે મૃતકનાં સગાંઓ અને મિત્રો એના શબ ઉપર ફૂલોની વર્ષા કરે છે પણ મૃતક એને ક્યાં જુએ છે ? એટલે કવયિત્રી કહે છે કે જો તમારે મરનાર પ્રત્યે પ્રેમભાવ બતાવવો હોય તો એના જીવતાં જ ફૂલો મોકલી એ દર્શાવો .જે મૃત્યુ પછી જોઈ શકવાનો નથી એના માટે આંસુ વહાવવા કરતાં એને જ્યારે સહાનુભૂતિની જરૂર હોય ત્યારે એના જીવતાં આંસુ સારી તમારી ભાવના વ્યક્ત કરવી યોગ્ય છે . 

એવી જ રીતે મૃતકના સત્કાર્યો માટે જો એને માન આપી કદર કરવી હોય, એના દોષો ભૂલી જો માફી આપવી હોય તો એ જ્યારે જીવતો હોય ત્યારે જ એ કરો તો એનો અર્થ છે કેમ કે એ મરણ પામે એ પછી તમે એને યાદ કરો છો , એના પ્રત્યે લાગણી બતાવો છો એવી બધી તમારી એના પ્રત્યેની સદ ભાવનાઓની મરનારને ખબર પડવાની નથી.ઘણીવાર માત્ર દેખાવ ખાતર એક ચીલા ચાલુ રીવાજ પ્રમાણે મૃતક માટે સારા શબ્દોથી એનાં વખાણ થતાં હોય છે.એના જીવતાં એનાં વખાણ કરવાનું કોઈ પણ કારણે ચુકી જવાય છે.  

માણસના જીવતાં એનાં નજીકનાં સંબંધીઓ ઘણીવાર એને માટે  જરૂરી થોડો વધારે સમય કાઢી શકતાં નથી પરંતુ પછી જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે  એમને અંદરથી પશ્ચાતાપની લાગણી થતી હોય છે કે મરનારની સાથે થોડો વધુ સમય વિતાવ્યો હોત તો કેવું સારું થાત. એટલે કાવ્યના અંતે કવયિત્રી કહે છે કે પાછળથી પસ્તાવો કરવા કરતાં એના જીવતાં જ એની સાથે થોડો ક્વોલીટી સમય વિતાવ્યો હોય તો એના જીવને કેટલી શાંતિ મળે ! હુંફ મળે .

આ કાવ્ય વાંચવામાં સરળ છે ,એમાં કોઈ મોટી કલ્પનાઓ નથી પરંતુ એમાં જીવનની સચ્ચાઈ ,અનુભવ અને જીવન માટે ઉપર કહ્યું છે એમ એક પ્રેરણાત્મક સંદેશ છે. 

આવા જ પ્રકારનો જેમાં ભાવ અને સંદેશ છે એવું શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનું  “માવતર એ જ મન્દીર” કાવ્ય યાદ આવે છે એ પણ એમના આભાર સાથે હું નીચે ટાંકુ છું.  

માવતર એ જ મન્દીર

જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો–પીવડાવશો;

પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?

એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;

પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?

મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;

પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?

બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;

પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?

સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;

પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?

લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;

પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?

હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;

પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?

‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;

પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?

–વલ્લભભાઈ ઈટાલીયા

21 May 2015

મોદી સરકારના એક વર્ષના વહીવટનાં લેખાં જોખાં

( 719 ) મોદી સરકારના એક વર્ષના વહીવટનાં લેખાં જોખાં

આજથી બરાબર એક વર્ષ પહેલાં એટલે કે તારીખ ૧૬મી મે ૨૦૧૪ ના દિવસે ભારતની લોકસભાની ચુંટણીનો કટોકટીનો જંગ ખેલાયા પછી નરેન્દ્ર મોદીની આગેવાની નીચે “અબકી બાર મોદી સરકાર” અને “સબકા સાથ સબકા વિકાસ” ના નારા સાથે ભાજપ-એન.ડી.એની સંપૂર્ણ બહુમતી સાથેના ભવ્ય વિજયથી આખાએ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.દેશનાં ઘણાં રાજ્યો ભાજપના ભગવા રંગમાં રંગાઈ ગયાં હતાં .

Modi- 1st  anniversary 

ત્યારબાદ ,તારીખ ૨૬મી મે ૨૦૧૪ના દિવસે રાષ્ટ્રપતી ભવનના પ્રાંગણમાં દેશ વિદેશથી આમંત્રિત મહેમાનોની વિશાળ સંખ્યા સામે ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ૧૫મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને એ દિવસથી જ શ્રી મોદી અને એમના મંત્રી મંડળના સાથીઓએ દેશના વહીવટની બાગડોર સંભાળી હતી.

એ વખતે “અચ્છે દિન આને વાલે હૈ” ની આશાઓ અને આકાંક્ષાઓ દેશની આમ જનતામાં હતી .દેશની જનતાએ જૂની કોંગ્રેસ અને સાથી પક્ષોની યુતિ સરકારના સ્થગિત, અકાર્યક્ષ્મ અને ભ્રષ્ટાચારી વહીવટના કારણે એમને મોટી હાર આપી હતી અને ગુજરાતની માફક મોદીના નેતૃત્વ નીચે નવી સરકાર જરા હટકે કામગીરી કરશે એવી લોકો આશાઓ રાખે એ સ્વાભાવિક છે.

આજે એક વર્ષ પછી અચ્છે દિન બાબત વિરોધ પક્ષો અને મોદી વિરોધી બળો ભલે વિવાદ કરતા હોય કે ઠેકડી ઉડાડતા હોય પણ ઘણા અર્થ શાસ્ત્રીઓનો એ સ્પષ્ટ મત છે કે સરકારે અપનાવેલી વિકાસની નીતિઓથી દેશના વિકાસ માટેનો સુદ્રઢ પાયો આ એક વર્ષની મોદી સરકારની કામગીરીમાં નંખાયો છે એની ના કહી શકાય એમ નથી .

એક વર્ષની કામગીરી વિષે આંતર રાષ્ટ્રીય સંસ્થાઓએ સારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. વિશ્વમાં ભારતની વિશ્વશનિયતા બાબતની પહેલાં જે છાપ હતી એમાં ઘણો સુધારો થયો છે એને લીધે એક વર્ષમાં વિશ્વના દેશોનું ભારતમાં મૂડી રોકાણ સ્પષ્ટ રીતે વધી રહ્યું છે. મોદી સરકારની “મેઇક ઇન ઇન્ડિયા ” ની ઉત્પાદન નીતિની કદર થઇ રહી છે.

દેશની ગરીબ આમ જનતા માટેની યોજનાઓનું અમલીકરણ શરુ થઇ ગયું છે.ચાલીસ દિવસના ગુપ્ત વાસ પછી એકાએક દેખાઈને રાહુલ ગાંધીની આગેવાની નીચે વિરોધ પક્ષો મોદી સરકારની વિકાસ યાત્રામાં બને એટલો અટકાવ કરવાનો પ્રયત્ન કરી બુમ બરાડાની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ એમની કોઈ કારણ શોધી મોદી સરકારનો વિરોધ કરી દેશના હિતોમાં અવરોધરૂપ બનવાની નીતિ એમના માટે બુમરેંગ બને તો એની નવાઈ નહિ.

ભૂતપૂર્વ પ્લાનીગ કમિશનના એક સભ્ય અને રાજ્ય સભાના સભ્ય રહી ચૂકેલ શ્રી NK Singh એ મોદી સરકારના વહીવટના એક વર્ષનાં લેખાં જોખાં કરતો એક સરસ લેખ ndtv ની વેબ સાઈટ ઉપર લખ્યો છે એ વાંચવા જેવો છે . નીચેની લીંક ઉપર એ લેખ વાચો.

In Year One,Modi Has Repositioned India-N.K.Singh 

વિદેશ નીતિ 

એક વર્ષમાં શ્રી નરેન્દ્ર મોદીએ ૧૬ કરતાં એ વધુ દેશોની મુલાકાત લઇ ૫૦ કરતાં એ વધુ આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા નેતાઓ સાથે દેશનાં હિતોની બાબતો અંગે રૂબરૂ વાતચીત કરી , વિકાસ યોજનાઓ માટે કરાર કરી ,સારા સંબંધો સ્થાપી આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે દેશની ગરિમામાં વૃદ્ધિ કરી છે.

આ લખાય છે ત્યારે શ્રી મોદી ત્રણ દિવસ માટે ચીન ,મોંગોલિયા વી. દેશોની યાત્રા ઉપર છે . ચીનમાં એની પ્રજા અને ચીનના પ્રમુખ અને વડા પ્રધાને મોદીનું ભાવભીનું સ્વાગત કર્યું છે અને દેશ હિત માટેના ૧૬ કરાર ઉપર સહી સિક્કા કર્યા છે.

તારીખ ૧૬મી મે ૨૦૧૫ ના રોજ એટલે કે ભાજપના ભવ્ય વિજયની પ્રથમ સંવત્સરીના દિવસે ચીનની ધરતી ઉપરથી ચીનમાં વસતા ભારતીયોની વિશાળ જન સંખ્યા સામે શ્રી મોદીએ બહુ જ જુસ્સાદાર પ્રવચન આપ્યું હતું એ સાંભળવા જેવું છે.નીચેના વિડીયોમાં મોદીને સાંભળ્યા પછી તમને લાગશે કે દેશના બીજા થઇ ગયેલા વડા પ્રધાનો અને મોદીમાં કેટલો ફરક છે !

વિદેશમાં વસતા ભારતીય ડાયાસ્પોરામાં મોદીનો જાદુ હજુ ય બરકરાર છે એ આ વિડીયોમાં જોઈ શકાય છે.  

PM Modi’s speech at the Indian Community Reception

in Shanghai

આ ઐતિહાસિક પ્રવચનનો હિન્દીમાં સંપૂર્ણ પાઠ આ લીંક ઉપર વાંચી શકાશે

http://www.narendramodi.in/text-of-pm-s-address-at-the-indian-community-reception-in-shanghai

બાળદીક્ષા એટલે બળાત્કાર

બાળદીક્ષા એટલે બળાત્કાર

– રોહીત શાહ
હેડીંગ વાંચીને જરાય ભડકશો નહીં. મારા અને તમારા વીચારો ડીફરન્ટ હોઈ શકે છે, નોટ ઓન્લી ડીફરન્ટ, અપોઝીટ પણ હોઈ શકે છે. ‘અપોઝીટ એટલું ખોટું’ એવું સમજીને આપણે સતત ખોટ ખાધી છે. સાચો અનેકાન્તવાદી તો અપોઝીટ વીચારમાંથીય સત્ય પામવાનો પુરુષાર્થ કરશે.
સૌ પ્રથમ ‘બળાત્કાર’ શબ્દના સંકુચીત અર્થમાંથી આપણે બહાર નીકળી જઈએ. બળાત્કાર માત્ર સેક્સ્યુઅલ દુર્ઘટના માટેનો જ પર્યાય નથી. બળાત્કારનો અર્થ શબ્દકોશમાં બતાવ્યા મુજબ, કોઈકના પર બળજબરી કરવી કે કોઈકની પાસે તેની મરજી વીરુદ્ધ આપણા સ્વાર્થનું કોઈ કામ કરાવવું એવો થાય છે.
હું જ્યારે પણ ક્યાંય પણ બાળદીક્ષા થતી હોવા વીશે સાંભળું છું, ત્યારે બાળકની મુગ્ધતા ઉપર બળાત્કાર થતો હોય એવું ફીલ કરું છું. બાળદીક્ષા આપનારા ગુરુઓ (?) ઉપર મને ઘૃણા જાગે છે અને બાળદીક્ષા અપાવનારાં પેરન્ટ્સ પ્રત્યે કરુણા જાગે છે. લખોટીઓ રમવાની કે ભણવાની ઉંમરે બાળક ને બાવો બનાવી દેવો એબળાત્કાર નથી તો બીજું શું છે ?
કેટલાક કહેવાતા ‘ગુરુઓ’ ઈરાદાપુર્વક બાળકોને તથા તેમનાં પૅરન્ટ્સને અજ્ઞાન અને અન્ધશ્રદ્ધાની લહાણી કરતા રહે છે. ‘સંસાર અસાર છે’, ‘સંસાર કાદવ છે’, ‘સંસાર જ પાપનું મુળ છે’ – એવી પોપટરટ કરતા રહીને સંસાર પ્રત્યે નફરત ફેલાવવાનો હૉલસેલ કારોબાર કરતા રહે છે. સંસાર જો અસાર જ હોય તો આટલા તીર્થંકરો, દેવો, સન્તો કોણે આપ્યા? મહાવીર પણ સંસારમાંથી જ આવ્યા અને હેમચન્દ્રાચાર્ય પણ સંસારે જ આપ્યા છે… સંસાર કાદવ હોય તો ભલે રહ્યો, કાદવ પાસે કમળ ખીલવવાનું સામર્થ્ય છે. જે લોકો કાદવના આ સામર્થ્યને ઓળખી નથી શક્યા, તેઓ સંસારને ધીક્કારતા રહે છે.
આપણે ત્યાં ઠેરઠેર બાળકના ઈનોસન્ટ માઈન્ડમાં એકનું એક જુઠાણું વારમ્વાર કહીને એની મુગ્ધતાને છેતરવાનું પાપ થતું રહે છે. પૅરન્ટ્સ ઈચ્છાએ કે અનીચ્છાએ પાપ પર પોતાની સમ્મતીની મહોર લગાવતાં હોય છે. બાળકને લેટેસ્ટ ટૅક્નોલૉજી દ્વારા ઈન્ટેલીજન્ટ પર્સનાલીટી બનાવવાને બદલે કોઈ અપાસરાના ખુણામાં ગુરુના પગ દબાવવા, ગુરુનાં કપડાંના કાપ કાઢવા, ગુરુની ગોચરી વહોરવા કે ‘ગુરુદેવો ભવ’નો મન્ત્રજાપ કરવા ગોઠવી દેવામાં આવે છે. એના આત્માનું કલ્યાણ કેટલું થયું, એની મોક્ષ તરફ ગતી થઈ કે નહીં; એનું તો ક્યાં કોઈ સર્ટીફીકેટ આપવામાં આવે છે ? એ તો બધું માત્ર માની લેવાનું અને ધન્ય ધન્ય થઈ ઉઠવાનું ! સત્યથી તદ્દન વેગળી વાતને પણ સત્ય માની લેવામાં આપણી તોલે કોઈ આવે તેમ નથી !
હું એવા અનેક મુનીઓ–પંન્યાસોના સંપર્કમાં આવ્યો છું કે જેઓએ બાળદીક્ષા લીધી હતી અને અત્યારે યુવાન વયના છે. એ સૌ અત્યારે ધોબીના કુતરા જેવી જીન્દગી જીવી રહ્યા છે; નથી સંયમમાં સ્થીર થઈ શકતા, નથી સંસારમાં પાછા આવી શકતા! એક પંન્યાસજીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની વીનંતી સાથે કહ્યું કે,‘સંયમજીવન પવીત્ર છે કે નહીં એ વીશે મારે કશું જ કહેવું નથી; પણ સંસાર છોડ્યા પછી મને એટલું સમજાઈ ગયું છે કે સંયમજીવન કરતાં સંસારનું જીવન વધારે સુખમય અવશ્ય છે!’ એક વડીલ મુની કહે છે, ‘બાળદીક્ષા આપનાર અને અપાવનાર બન્ને પાપી છે; કારણ કે એમાં દીક્ષા લેનાર વ્યક્તીની પક્વ સમજણ(મેચ્યોરીટી)ની સમ્મતી લેવામાં આવતી નથી; પણ તેના ભોળપણ સાથે છેતરપીંડી જ કરવામાં આવે છે.’ એક યુવાન મુનીએ બળાપો કાઢ્યો કે, ‘દીક્ષા લીધા પછી પણ અમારે સંસારની વચ્ચે જ રહેવાનું હોય છે ને ! એટલે મન સંસાર પ્રત્યે આકર્ષાયા વગર રહેતું નથી. સંસાર છોડીને જંગલના એકાન્તવાસમાં રહેવાનું હોય તો વાત જુદી છે. વળી, અમારા ગુરુઓને હવે ભગવાનની પ્રતીષ્ઠાના નામે પોતાની પ્રતીષ્ઠા કરાવવામાં, વરઘોડા–સામૈયાં કઢાવવામાં વધારે રસ પડે છે. દીક્ષા પછીના અમારા અભ્યાસ અને સ્વાધ્યાય અંગે એમને ભાગ્યે જ ફુરસદ મળે છે. મોટા ભાગે દરેક ગુરુ પાસે પોતાના જાતજાતનાં પ્રોજેક્ટ્સ હોય છે. એ પ્રોજેક્ટ્સ પૂરાં કરવાની લાયમાં ગુરુઓ ઓવરબીઝી રહે છે. નવદીક્ષીતના સંયમ–ઘડતર માટે તેઓ પૂરતો સમય ફાળવી જ નથી શકતા અને એમને એટલી પરવાય હોતી નથી. છેવટે એમ થાય છે કે આના કરતાં તો સંસાર ભોગવ્યો હોત તો સારું હતું !’
ભગવાન મહાવીરે બાળદીક્ષા લીધી નહોતી. ચોવીસ તીર્થંકરો પૈકીના કેટલા તીર્થંકરોએ બાળદીક્ષા લીધી હતી? બાળદીક્ષા લઈને એક વ્યક્તી હેમચન્દ્રાચાર્ય પાકે એટલે દરેક વ્યક્તી હેમચન્દ્રાચાર્ય જ બનશે એમ માની ને હજારો–લાખો બાળકોને મુંડી નાખવામાં શાણપણ નથી. બાળદીક્ષા સફળ થયાનાં જાહેર ઉદાહરણો કરતાં બાળદીક્ષા નીષ્ફળ ગયાનાં ખાનગી ઉદાહરણોની સંખ્યા વધારે છે. કેટલાક સાધુઓ યુવાનીમાં દીક્ષા છોડીને પાછા સંસારમાં આવી જાય છે. ઘણા પાછા નથી આવી શકતા એનો અફસોસ અનુભવે છે તો ઘણા સાધુઓ પછી પોતાના મન સાથે સમાધાન કરીને સાધુપણામાં જ રહીને ખાનગી ગોરખધંધા શરુ કરી દે છે.
મારી દૃષ્ટીએ તો જ્યાં સુધી વ્યક્તી ગ્રેજ્યુએશન સુધીનો સ્ટડી ન કરે ત્યાં સુધી તેને દીક્ષા આપવી જ ન જોઈએ. જો વ્યક્તી ગ્રેજ્યુએશન સુધીનું એજ્યુકેશન પામી હોય તો તેનું બૌદ્ધીક સ્તર નક્કર બન્યું હોય, કુદરતી આવેગોને ઓળખી શકે એટલી તેની શારીરીક પુખ્તતા પાંગરી ચુકી હોય. પુખ્ત વ્યક્તી જે નીર્ણય લેશે તે પોતાની સમજણથી અને મરજીથી જ લેશે ! કોઈના ઉધાર ગાઈડન્સથી પ્રેરાઈને એ કોઈ ઉતાવળીયો કે ખોટો નીર્ણય નહીં લે.
બાળવયે દીક્ષા લીધા પછી પુખ્તવયે વ્યક્તી શારીરીક અને માનસીક રીતે ડામાડોળ બને છે. એને સેક્સની પણ આવશ્યક્તા સમજાય છે. યૌવનના આરંભે તેની સહજ વૃત્તી જાગે છે અને એ કારણે જ વીવીધ ધર્મોના સાધુ–સમાજનાં સજાતીય–વીજાતીય સેક્સ–સ્કેન્ડલોની ઘટનાઓ આપણને મીડીયામાં વારંવાર જોવા–વાંચવા મળે છે ! એવી ઘટનાઓ મીડીયા સુધી ન પહોંચે તે માટે યેનકેન પ્રકારેણ દબાવી દેવામાં આવે છે. મીડીયામાં પ્રગટ ન થયેલી ઘટનાઓની સંખ્યાય આપણે ધારીએ તેટલી ઓછી નથી !
લગ્ન કરવા માટે વ્યક્તીની પુખ્ત વય કમ્પલસરી છે. બાળલગ્ન ગેરકાનુની છે. જો સંસાર માંડવા માટે પુખ્ત વય કમ્પલસરી હોય તો, સંસાર છોડવા માટે પુખ્ત વય કમ્પલસરી કેમ ન હોય ? સંસાર શું છે એ સમજ્યા વગર વ્યક્તી સંસાર માંડી ના શકતી હોય તો સંસાર શું છે એ સમજ્યા વગર એને છોડીય કેમ શકે? એની જીન્દગીનો મહત્ત્વનો નીર્ણય એની પુખ્ત સમજણને જ કરવા દો ને ! તમે વડીલ ખરા, તમે એના હીતેચ્છુયે ખરા; પણ જો તમે તમારો જ નીર્ણય એના ઉપર લાદી દો તો એ બળાત્કાર જ ગણાય.
સાચા સાધુત્વની ઓળખ સહજ પ્રસન્નતા છે. આવી પ્રસન્નતા સમજણપુર્વક સ્વીકારેલા સંયમમાંથી જ પ્રગટતી હોય છે. આપણે મીથ્યા અહોભાવને સહેજ બાજુએ રાખીને સ્ટડી કરીએ તો કેટલા સાધુઓના ચહેરા ઉપર સહજ સ્મીત અને સો ટચની પ્રસન્નતા જોવા મળે છે? મોટા ભાગનાં સ્મીત ગણતરીવાળાં હોય છે. મોટી રકમના ફંડફાળા આપનારા ભક્તો પુરતાં અનામત હોય છે. પોતે ઉભાં કરેલાં ટ્રસ્ટોને સમૃદ્ધ કરવાના ઉધામા, પોતે સ્થાપેલાં તીર્થોના વીકાસ માટેની વ્યુહરચનાઓ, પોતાનાં જ લખેલાં પુસ્તકોની ‘ઓપન બુક એક્ઝામ’ દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાની વેપારીવૃત્તી, વરઘોડા–સામૈયાં–પંચાંગો વગેરે કારોબારોમાં પ્રસન્નતા તો સાવ તળીયે દટાઈ ગયેલી હોય છે. ધર્મની પ્રભાવના કરવા કરતાં પોતાનો વ્યક્તીગત પ્રભાવ પાડવાની મથામણ વીશેષ જોવા મળે છે. વાક્ચતુર સાધુઓ નાનાં બાળકોનાં પૅરન્ટ્સને મોટી રકમો આપીને દીક્ષા અપાવવા માટે લલચાવે છે. ગરીબ પૅરન્ટ્સ મજબૂરીથી કે મરજીથી સોદાબાજી કરી નાખે છે અને એનું પરીણામ આખરે એમનાં સન્તાનોએ વેઠવું પડે છે.
બાળકનું મન કોરી સ્લેટ જેવું હોય છે, ભોળું અને મુગ્ધ હોય છે. એને પોતાના ભવીષ્યની કલ્પના નથી હોતી. આપણે જે બતાવીએ એ જ એ જુએ છે, આપણે સમજાવીએ એવું જ એ સમજે છે, કારણ કે એને કશો અનુભવ નથી હોતો. દીક્ષા લીધા પછી જ્યારે પુખ્તવયે એને સત્ય સમજાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
અધ્યાત્મની બાબતમાં આપણે પરમ્પરાથી એક ગેરસમજને બડા જતનથી ઉછેરી રહ્યા છીએ. સુખદ્રોહી થવું એ જ અધ્યાત્મ છે; કારણ વગરનાં કષ્ટ વેઠવાં એ જ ધર્મ છે, સુખ ભોગવવું એ પાપ છે – એવી ગેરસમજ આપણને ગળચટી લાગે છે. આવતા ભવમાં કાલ્પનીક સુખો મેળવવા માટે વર્તમાનનાં વાસ્તવીક સુખોને ઠોકર મારવાના મુર્ખામીભર્યા ઉપદેશો આપણે હોંશેહોંશે સાંભળ્યા કરીએ છીએ. સુખ એટલે શું, સંસાર એટલે શું, સંયમ એટલે શું વગેરે વીશે બાળકના દીમાગમાં પક્વ સમજણ પ્રગટે એટલી તો રાહ જુઓ !
બાળમજુરી કરાવવી એ ગુનો છે. બાળલગ્ન કરાવવાં એ ગુનો છે. બાળકને પનીશમેન્ટ કરવી એ ગુનો છે. બાળકને શીક્ષણથી વંચીત રાખવું એ પણ અપરાધ છે તો પછી બાળકને બાવો બનાવી દેવો એ અપરાધ નથી? બાળદીક્ષા બાબતે કાનુની પ્રતીબંધ હોય કે ન હોય, દરેક પૅરન્ટ્સે અને સાચા ગુરુઓ એ આ અંગે ગંભીર ચીન્તન કરીને ધર્મના હીતમાં બાળદીક્ષા અટકાવવી જ જોઈએ. હીન્દુ શાસ્ત્રોમાં માનવીના આયુષ્યને ચાર ખંડોમાં વહેંચવામાં આવ્યું છે….
(1)    બાલ્યાશ્રમ :
બાળઅવસ્થા રમતગમત, શીક્ષણ તેમજ વીવીધ કૌશલ્યો કેળવવા માટે.
(2)   ગૃહસ્થાશ્રમ :
યુવાન–અવસ્થામાં લગ્ન કરીને સાંસારીક ધર્મો(કર્તવ્યો)નું અનુપાલન કરવું.
(3)   વાનપ્રસ્થાશ્રમ :
પ્રૌઢ વયે પોતાનાં સન્તાનોને માર્ગદર્શન આપવું અને તેમનો ઉત્સાહ વધારવો.
(4)   સંન્યાસાશ્રમ :
છેલ્લે સંન્યસ્ત જીવન સ્વીકારીને સાંસારીક જવાબદારીઓની પળોજણથી છુટીને કશાય વળગણ વગરનું મુક્ત જીવન જીવવું.
માનવજીવનના આ ચાર તબક્કાઓ કોઈ અજ્ઞાની, મુર્ખ કે બુદ્ધીહીન વ્યક્તીએ નક્કી નથી કર્યા; અત્યન્ત અનુભવી, ચીન્તનશીલ અને પ્રજ્ઞાવાન લોકોએ નક્કી કર્યા છે
અલબત્ત, માનવીના આયુષ્ય વીશે કોઈ ગેરન્ટી નથી હોતી. તે કેટલું જીવશે તે નક્કી નથી હોતું. એટલે પ્રારમ્ભથી જ ધર્મમય, સંસ્કારી જીવન જીવવું જરૂરી છે. બાલ્યકાળમાં અને યુવાવસ્થામાં પણ ધર્મના પાટા (ટ્રેક) ઉપર સંસારની ટ્રેન ચલાવવી જોઈએ. સંસાર પ્રત્યે દ્વેષ અને ઘૃણા કરવાની જરૂર નથી, સંન્યાસ પ્રત્યે મીથ્યા અહોભાવથી તણાઈ જવાની પણ જરુર નથી.
વૃક્ષ પરનું ફળ પાકે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી જરુરી હોય છે. કાચું ફળ ખાટું લાગશે. બાળક કાચું ફળ છે. તેની મુગ્ધ વય સત્યાસત્યનો વીવેક કરવા સમર્થ હોતી નથી. એટલું જ નહીં, એની પોતાની સ્વસ્થ રુચી અને તટસ્થ નીર્ણયશક્તી પાંગરી હોતી નથી. આવા તબક્કે એને આપણી પસંદગી કે રુચીના માળખા તરફ ઢસડી જવો એ બળાત્કાર જ છે.
બાળકને ધર્મના સંસ્કારો આપવા, માનવમુલ્યોનો પાઠ ભણાવવો એ જુદી વાત છે અને તેને સંસાર પ્રત્યે ઘૃણા કરતો કરી દેવો એ જુદી વાત છે. બાળવયે દીક્ષા લઈ લીધા પછી પુખ્ત વયે પસ્તાવો થાય તોય પાછા વળવાનું ક્યારેક શક્ય નથી બનતું, એટલે છેવટે ખાનગીમાં આચારશીથીલતા પાંગરતી રહે છે. વળી એ કારણે સંયમજીવન અને ધર્મ બન્ને પ્રદુષીત થાય છે.
સો વાતની એક વાત, બાળદીક્ષાની ફેવરમાં જેટલી દલીલો થઈ શકે છે એના કરતાં તેની અનફેવરમાં વધારે અને પ્રબળ દલીલો થઈ શકે છે. એ માટે અજ્ઞાન, અન્ધશ્રદ્ધા ત્યજીને સ્વસ્થ–તટસ્થ સમજ કેળવાય તો નો પ્રૉબ્લેમ !
 –રોહીત શાહ
મુમ્બઈના પ્રતીષ્ઠીત ગુજરાતી દૈનીક ‘મીડ–ડે’
  • Henry Miller
    "Every moment is a golden one for him who has the vision to recognize it as such."
  • Yogi Berra
    "If you don't know where you are going, you might wind up someplace else."

ચીની બૌદ્ધ તીર્થયાત્રી હ્યુ-એન-સાંગ

ચીની બૌદ્ધ તીર્થયાત્રી હ્યુ-એન-સાંગ

હમણાં થોડા દિવસો પહેલાં જ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચીનની યાત્રા કરી આવ્યા .

ચીનની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હોમટાઉન શિયાનની મુલાકાત પ્રથમ લીધી હતી .જેમ જીનપિંગ ભારત આવ્યા ત્યારે પ્રથમ મુલાકાત અમદાવાદની લીધી હતી અને મોદીએ એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું એમ જિનપિંગએ પણ ચીની પ્રોટોકોલ એક બાજુ રાખી શિયાનમાં જાતે હાજર રહી મોદીનું સ્વાગત કર્યું હતું.

શિયાન શહેરમાં શ્રી મોદીના માનમાં યોજાએલ સાંસ્કૃતિક કાર્યક્રમનો વિડીયો આ રહ્યો .

શિયાન ખાતે જ ડાજિંગશાન બૌદ્ધ મંદિર આવેલું છે.આ બૌદ્ધ મંદિરનો પણ હ્યુ-એન-સાંગ સાથે ગાઢ સંબંધ છે. હ્યુ-એન-સાંગે ભારતની તીર્થયાત્રાએથી પાછા ફરીને આ મંદિરમાં ઘણાં મહત્વના ભાષાંતરો કર્યા હતા અને ચીનને ભારતની સમૃદ્ધિ અને બૌદ્ધ પરંપરાઓથી એમને એમના લખાણોથી અવગત કર્યુ હતું.

શ્રી મોદીએ આ બૌદ્ધ મંદીરની મુલાકાત લીધી હતી એ  પ્રસંગનો વિડીયો આ રહ્યો.

Xuanzang (Hieun Tsang)
Xuanzang (Hieun Tsang)

સાતમી સદીમાં કન્નૌજના રાજા હર્ષવર્ધનની ઉત્તર ભારતમાં આણ વર્તાતી હતી. તે વખતે વિશ્વની બે પ્રાચીન સભ્યતાઓ ભારત અને ચીન વચ્ચે બૌદ્ધ પરંપરાઓ અને ધર્મ એકસૂત્રતાનું કારણ બન્યા હતા. ચીનથી તીર્થયાત્રીઓ ભારતને પુણ્યભૂમિ માનીને યાત્રાએ આવતા હતા.

હર્ષવર્ધનના કાર્યકાળમાં ચીનથી બૌદ્ધ તીર્થયાત્રી હ્યુ-એન-સાંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભારતમાં પાટલિપુત્રથી માંડીને સૌરાષ્ટ્ર-ગુજરાત સુધીના ક્ષેત્રોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળના પૈતૃક ગામ વડનગર પ્રાચીનકાળમાં અનાર્તપુર તરીકે ઓળખાતું હતું. હ્યુ-એન-સાંગે અનાર્તપુરની બે વખત મુલાકાત લીધી હતી.

ભારત – ચીન સંબંધો

ભારત અને ચીન એ બન્ને દેશો હજારો વર્ષની પ્રાચીન સંસ્કૃતિ ધરાવનારા દેશો છે .ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં કેવા સુમધુર સંબંધો હતા એના ઉપર પ્રકાશ પાડતાં ,સંદેશ -રેડ રોઝ કોલમમાં પ્રગટ એમના એક લેખ “ડ્રેગન સાથે દુશ્મની કે દોસ્તી?” માં શ્રી દેવેન્દ્ર પટેલ આ પ્રમાણે જણાવે છે .

“ચીન હવે અમેરિકાથી ડરવાના બદલે અમેરિકાને ડરાવે છે. તે પરિપ્રેક્ષ્યમાં ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં કેવા સુમધુર સંબંધો હતા તે પર એક નજર નાખી લેવા જેવી છે.

પ્રાચીન સંસ્કૃતિ

અમેરિકા એ નવો દેશ છે તેની પાસે પ્રાચીન સંસ્કૃતિ નથી, ભારત અને ચીન પાસે હજારો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિ છે. અમેરિકા ભારતનો પડોશી દેશ નથી. ચીન ભારતનો પડોશી દેશ છે. ભારતમાંથી ઉદ્ભવેલો બૌદ્ધ ધર્મ સહુથી પહેલાં ચીન પહોંચ્યો હતો. ઈસુના મૃત્યુનાં ૬૫ વર્ષ બાદ બે ભારતીય બૌદ્ધ સાધુઓ કશ્યપ માતંગ અને ધર્મરત્ન ચીન ગયા હતા. તેમણે ચીનની પ્રજાને બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ દર્શનથી પરિચિત કરાવ્યા હતા. તેમની સ્મૃતિમાં આજે પણ ચીનના લુયોપાંગ નામના સ્થળે બૌદ્ધ મઠ ઊભો છે. આ મઠ ભારત અને ચીન વચ્ચેના પ્રાચીન સંબંધોના સાક્ષી છે.

બીજી નોંધપાત્ર વાત એ છે કે, એ સમયના કાશ્મીરે ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારમાં બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ જમાનામાં કાશ્મીરના સંગભૂતિ અને ગૌતમ સંઘદેવા નામના બે કાશ્મીરી વિદ્વાનોને ચોથી સદીમાં ચીન મોકલ્યા હતા. તેમણે ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એ પછી પાંચમી સદીમાં કુમારજીવ નામના ભારતીય વિદ્વાને ચીન જઈ સેંકડો દુર્લભ ગ્રંથોનો અનુવાદ કર્યો અને ઈ.સ. ૪૧૩માં તેમણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ચીનના વિદ્વાનો ભારત આવ્યા

સમય જતાં ચીનથી પણ અનેક વિદ્યાર્થીઓ ભારત આવ્યા. હ્યુ એન સાંગ અને ફાહિયાન જેવા બે ચીની ઇતિહાસકારો પણ ભારતની મુલાકાતે આવ્યા.એ જમાનામાં ભારતમાં નાલંદા વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ હતું. ચીનના વિદ્યાર્થીઓ અહીં આવતા. સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળામાં ભારત ચીન વચ્ચે આવું સાંસ્કૃતિક આદાનપ્રદાન થતું રહ્યું.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પણ ૧૯૨૪માં ચીનની યાત્રાએ ગયા અને ચીનથી પાછા આવ્યા બાદ શાંતિનિકેતનમાં ’ચીન ભવન’નો પાયો નાખ્યો. ચીન પર આધારિત ‘કોટનીસ કી અમર કહાની’ જેવી ફિલ્મો પણ ભારતમાં જ બની. જાપાને ચીન પર આક્રમણ કર્યું તે વખતે ભારતે જાપાન સાથે અસંમતિ દર્શાવી અને ચીનનું સમર્થન કર્યું હતું. એ વખતે ચીનના લશ્કરી કમાન્ડર ચિયાંગ કાઈ શેક ભારત આવ્યા હતા અને પંચશીલની વાતો કરી હતી. એ જ દર્શાવે છે કે કેટલાક કૂટનીતિજ્ઞાના પૂર્વગ્રહ અને કેટલાકની રાજનીતિના કારણે ૧૯૬૨માં જે યુદ્ધ થયું તે શત્રુતાને શાશ્વત સમજવાની જરૂર નથી. એના બદલે ભારત-ચીન વચ્ચેના સંબંધોને પારંપરિક સંબંધોની દૃષ્ટિએ એક લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે નવી દિલ્હીથી વિકસાવવા જોઈએ.”

હ્યુ-એન સાંગ વિષે સ્વામી શ્રી સચ્ચિદાનંદજી

હ્યુસ્ટન નિવાસી મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ એમના ઈ-મેલમાં હ્યુ-એન સાંગ… વિષે સ્વામી શ્રી સચ્ચીદાનંદજીના બ્લોગ ઉપર સ્વામીજીએ લખેલ લેખની લીંક મોકલી છે .એમના આભાર સાથે એ લેખ નીચે પ્રસ્તુત છે.

ભૂતકાળમાં ચીન થી ભારત આવેલા હ્યુ-એન સાંગ વિષે સ્વામીજી એમના   પુસ્તક ‘સાચા  મહાપુરુષો’ માં  લખે છે ..

સૌંદર્ય પણ ત્રણ પ્રકારનું હોય છે. સાત્ત્વિક સૌંદર્ય દર્શનીય હોય છે. દર્શન કરીને પવિત્રતા અનુભવાય તે સાત્ત્વિક સૌંદર્ય કહેવાય. કેટલાંક સૌંદર્યો હોય તો જબરાં પણ રાજસિક હોય. મારકણી આંખો જેના તરફ જુએ તે ઠરે નહીં, મરી જાય. આવું જ એક તામસિક સૌંદર્ય પણ હોય છે. જે જોનારને ભય ઉપજાવે.

અધ્યયન ઘણા કરી શકે પણ અધ્યાપન બધા ન કરાવી શકે. વિદ્વાન હોય તો પણ શૈલી ન હોય તો સફળ અધ્યાપક ન થઈ શકાય. શૈલી કુદરતી બક્ષિસ હોય છે. કઠિનમાં કઠિન વિષયને પણ સરળતાથી સમજાવી શકાય છે. શૈલી ન હોય અને માત્ર પાંડિત્ય જ હોય તો વિદ્યાર્થીઓ બોર થઈ જાય. કશું સમજાય નહીં.

ભાવના અને પ્રેમ તાલાવેલી જગાડે. તાલાવેલીથી કઠિન કામ પણ થવા લાગે. ભાવના વિનાના માણસને તાલાવેલી ન હોય. કદાચ હોય તો વાસનાની હોય. વાસના ઢાળ તરફ નીચે દોડાવે. ભાવના ઉપર શિખર તરફ ચઢાવે, બંનેમાં આ મહત્ત્વનો ફરક કહેવાય.

સગવડોમાં જીવેલો જીવ અગવડો વેઠી શકતો નથી. પણ જો વૈરાગ્ય અને ઉત્સાહ હોય તો ગમેતેવી અગવડો પણ તે સહન કરી શકે છે.

આ સમયમાં બૌદ્ધધર્મના બે મુખ્ય ફાંટા મહાયાન અને હીનયાનમાં પણ વિખવાદ શરૂ થયો હતો. સંપ્રદાયો શાશ્વત નથી હોતા. ધર્મ જ શાશ્વત હોય છે. સંપ્રદાયોનો ઉદય અને અસ્ત થતો રહે છે. તેથી ઉદયકાળમાં અને અસ્તકાળમાં પરસ્પરમાં પણ સચ્ચાઈ સાબિત કરવા સંઘર્ષ થતા રહેતા હોય છે. હર્ષે બૌદ્ધધર્મના બંને સંપ્રદાયોનું સંમેલન બોલાવ્યું. તેની અધ્યક્ષતા હ્યુને આપી. ઘણા દિવસો સુધી ચર્ચા ચાલી. ભારતીય ધર્મોમાં ઊજળી બાજુ એ રહેતી આવી છે કે અહીં ચર્ચા-શાસ્ત્રાર્થ થતો હોય છે. જે ધર્મોમાં આવી ઊજળી બાજુ નથી હોતી તે શાસ્ત્રાર્થ નહીં શસ્ત્રાર્થ કરી બેસતા હોય છે. તેથી ઝનૂની બર્બર થઈ જતા હોય છે.

ધર્મચર્ચા અથવા સિદ્ધાંતચર્ચા જરૂરી છે તેથી પ્રજાના બૌદ્ધિક પક્ષને ઉત્તેજન મળે છે પણ તે સાર્થક હોવી જોઈએ.

આ આખો લેખ નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

હ્યુ-એન સાંગ…. સ્વામી સચ્ચિદાનંદજી 


જ્ઞાન કોને કહેવું ?


jhaan

જ્ઞાન કોને કહેવું ?
 *મૂળ વસ્તુને ઓળખવી તે.
 * પદાર્થ અને પરિથિતિ માત્રનો આત્મદર્શન માટે યોગ્ય ઉપયોગ કરવાની આવડત તે જ્ઞાન.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી