Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

14 July 2015

e books

loading...

 
Published on 08 Jul-2015
loading...
Add caption

 

man sathe maitri

loading...

મળવા જેવા માણસ…શ્રી વિશ્વદીપ બારડ….પરિચય…..શ્રી પી.કે.દાવડા

11 July 2015

શ્રદ્ધા–અન્ધશ્રદ્ધા

શ્રદ્ધા–અન્ધશ્રદ્ધા

–રમણ પાઠક (વાચસ્પતી)
        [71.] શ્રદ્ધા સેવવી અને સંશય ન કરવો એ અત્યંત હાનીકર્તા એવી પ્રમાદી મનોદશા છે, જેણે સદીઓથી માનવજાતને ઘોર યાતનાનો ભોગ બનાવી છે. ફીલસુફી–ચીન્તનદર્શનનું ઉદભવસ્થાન જ સંશય છે: ફીલોસોફી ઈઝ ડાઉટ– સંશય એટલે જ તત્વચીન્તન. આપણા પુર્વજોએ ધર્મનાં ફરમાનો પ્રત્યે થોડોક પણ સંશય દાખવ્યો હોત, તો કેટકેટલી ઘોર નરકયાતનામાંથી માણસ બચી ગયો હોત ! દા.ત., બાઈબલનું ફરમાન છે કે ‘તું ડાકણને જીવતી જવા દેતો નહીં !’ અને ડાકણ મનાતી સ્ત્રી ઉપર પાસવી અત્યાચારો ગુજારવાનો અને એને જીવતી જલાવી દેવાનો રવૈયો મધ્યયુગમાં શરુ થયો. ભારતમાં પતી પાછળ સતી થવાના ધાર્મીક ફરમાન નીમીત્તે લાખો કોડીલી કન્યાઓ, યુવતીઓ, પ્રૌઢાઓને એમાનાં જ સ્વજનોએ જબરજસ્તી જીવતી જલાવી દીધી. આ ઉપરાંત, ધર્મપાલનને નામે માણસ તેમ જ પશુની રાક્ષસી રીબામણીનો રવૈયો ભીષણ ચાલ્યો. અને આજેય નથી ચાલતો એવું આશ્વાસન લઈ શકાય એમ તો નથી જ. ચારપાંચ હજાર વર્ષ પુરાણો ધર્મનો ઈતીહાસ ઘોર માનવયાતનાથી ભયાનક કમકમાંપ્રેરક છે, જેમાં કોઈ ધર્મ અપવાદ નથી. માટે આજે શ્રદ્ધાળુઓએ ચેતી જવા જેવું છે, કારણ કે ઈતીહાસની એ ભુંડી આદત છે કે તે કશો બોધપાઠ આપતો નથી, અને એનું પુનરાવર્તન થયા જ કરે છે !
        [72.] જે રાષ્ટ્રમાં ધોધમાર કથા–પારાયણો નીરન્તર ચાલ્યા જ કરે છે, અને સો–બસો સાધુબાવાઓ રોજ રોજ નૈતીક બોધના ધોધ અવીરામ ઝીંક્યે રાખે છે, એ પ્રજા જ આવી ચોર, નીતીરહીત અને માનવતારહીત કેમ? આપણો એક પુર્વજ મનીષી કહી ગયો છે કે, દારીદ્રદોષો ગુણરાશીનાશી ! અર્થાત્ ગરીબી એક એવો સંહારક દોષ છે કે, જે તમામ સદ્ ગુણોનો નાશ કરી નાખે છે. નીતીમત્તા કે માનવતા સદ્બોધમાંથી નથી પ્રગટતી, એ તો સમૃદ્ધીનું જ સહજ પરીણામ છે. પશ્વીમી પ્રજાઓ વધુ નીતીવાન તથા માનવતાવાદી છે, એના મુળમાં એ લોકની સમૃદ્ધી છે. ભૌતીક સમૃદ્ધી માનસીક સમૃદ્ધીની જનની છે. ભુખ્યો માણસ કયું પાપ ન કરે ? તે મજબુરીથી પણ ચોરી કરે જ. આપણે બેફામ વસતી વધારતા જઈએ છીએ, અને એમ ગરીબીને વીસ્તારતા રહીએ છીએ. ટુંકમાં, આપણાં લગભગ તમામ અનીષ્ટોનાં મુળમાં, અનહદ અને અવીચારી વસતી વધારો જ છે. એને હજીયે જો અટકાવવી શકીએ, તો કદાચ બચી જઈએ; બાકી સર્વનાશ સુનીશ્ચીત જ છે.[73.] હકીકતે, વરસાદ પડવો, ના પડવો કે અતીશય પડવો– એવી પ્રાકૃતીક પ્રક્રીયાને યજ્ઞ સાથે, ઈશ્વર સાથે યા માણસનાં પાપ–પુણ્ય સાથે લેશમાત્ર લેવાદેવા નથી. કુદરતના નીયમો અન્ધ અને અફર છે. આ કેવળ પછાત, અજ્ઞાન યા અભણ માણસની પરમ્પરાગત જડ મનોદશા નથી, પર્જન્યયજ્ઞ કરનારા બધા જ સુશીક્ષીત આગેવાનો હોય છે. આવાં બધાં અનીષ્ટો કે કૃત્યો આજે કોણ અટકાવી શકે ?
        [74.] વાસ્તવમાં પૃથ્વી ગોળ છે; એથી ક્ષીતીજ ગોળાકાર છે, અને પૃથ્વી ફરતે અસીમ અવકાશ છે; જ્યાં કોઈ દીશાઓ જ નથી. દીશા એ કેવળ માનવકલ્પના છે. ધારો કે કદાચ સુર્ય ઉગતો જ ના હોત, તો મનુષ્યને કદાપી દીશાઓની કલ્પના આવી જ ના હોત. પૃથ્વી ફરતેનો અવકાશ ચોરસ છે જ નહીં કે એને ચાર બાજુઓ હોય અને ચાર ખુણા હોય ! પરન્તુ સુર્યોદય– સુર્યાસ્તને પરીણામે જ માણસને દીશાની કલ્પના આવી, અને એણે તદનુસાર પુર્વ–પશ્વીમ જેવી બે દીશાઓ ગોઠવી કાઢી. પછી સ્વાભાવીક જ બાકીની બે દીશાઓ કલ્પવી રહે, તે ઉત્તર અને દક્ષીણ. આમ ચાર દીશાઓની કલ્પના ઉદ્ભવી, એટલે ચોરસ ક્ષીતીજની ભ્રમણાને પરીણામે ચાર ખુણા પણ કલ્પવા જ રહ્યા. મતલબ કે આઠ દીશા એ કેવળ કપોળકલ્પના જ છે, અને એ જ તો વાસ્તુશાસ્ત્રનો બુનીયાદી આધાર છે. માટે વાસ્તુશાસ્ત્ર પણ કપોળકલ્પના જ સીદ્ધ થાય છે. એ જ રીતે, અમુક દીશા શુભ અને અમુક અશુભ– એવી કલ્પના માણસને કેમ આવી, એ પણ સહેજે સમજી શકાય એવી વાત છે. સુર્યનો ઉદય એ સમગ્ર સજીવસૃષ્ટી માટે અને એ રીતે મનુષ્ય માટે પણ એક અત્યન્ત મંગલ, આનન્દદાયક, તથા સુખાકારી ઘટના છે; કારણ કે એથી અન્ધકાર દુર થાય, ઉષ્મા પ્રાપ્ત થાય, ઉદ્યમ થઈ શકે વગેરે અનેક સાનુકુળતાઓ ઉદ્ભવે, કલ્પના કરો કે, જ્યારે પ્રકાશનું એક પણ સાધન, દીપક આદી નહીં શોધાયું હોય, ત્યારે આદીમાનવ રાત્રીના ઘોર અન્ધકારથી કેવો અસહ્ય મુંઝાતો હશે, અને સુર્યોદયની કેવી ઉત્કટ પ્રતીક્ષા કરતો હશે ! વધુમાં વળી, આર્યો તો સુર્યપુજક હતા, અથવા તો એ જ કારણે સુર્યને લોકો પુજતા હતા. બસ, આવા મહામાનીતા સુર્યોદયને કારણે જ પુર્વ દીશા સૌથી વધુ શુભ–મંગલકારી બની ગઈ. વાસ્તુશાસ્ત્રીઓએ એને સુખ, શાન્તી, સમૃદ્ધી તથા ઐશ્વર્ય આપનારી લેખાવી. એથી ઉલટું, પશ્વીમ દીશાએ સુર્યાસ્ત થાય, ઉપરાન્ત એ બાજુ સમુદ્ર છે, અને વરસાદ પણ લગભગ એ દીશાએથી જ આવે. એટલે એ વરુણદેવનું અધીષ્ઠાન. પણ આખરે તો તે સુર્યાસ્તની જ દીશા ને ? એટલે વાસ્તુશાસ્ત્રીઓ એને ખાસ શુભ ગણાવતા નથી, જો કે અશુભ પણ નહીં. મીશ્ર ગોટાળા ચાલે છે.[75.] ‘શ્રદ્ધા’ શબ્દની ચોક્કસ વીભાવના નક્કી કરીએ: ‘શ્રદ્ધા એટલે કાર્ય–કારણના અફર નીયમથી પર કે મુક્ત એવું કંઈક બનવાની દૃઢ અપેક્ષા કે આશા.’ હવે બીજી બાજુ, પ્રકૃતીનો જ એ અફર નીયમ છે કે કાર્ય–કારણ ન્યાયથી ભીન્ન કદાપી કશું બની શકે જ નહીં; એ જ છે વીજ્ઞાન. દા.ત., બે પરમાણુ હાઈડ્રોજન અને એક પરમાણુ ઓક્સીજન લઈને સંયોજન કરવાથી પાણી જ બને, કદાપી સોનું બની શકે નહીં; પછી એવી ઈતર શ્રદ્ધા ગમે તેટલી ગાઢ રાખીને એવું સંયોજન કરો તો પણ. અર્થાત્ કાર્ય–કારણ ન્યાયને અતીક્રમવાની આશા તે શ્રદ્ધા, જ્યારે પ્રસ્તુત ન્યાય પર આધાર રાખવો તે વીશ્વાસ. પેરેશુટ પર વીશ્વાસ રાખીને યોગ્ય વીમાનમાંથી સલામત કુદકો મારી શકાય; પરન્તુ ભગવાન પર શ્રદ્ધા રાખીને સામાન્ય ઝાડ પરથી પણ જો તમે કુદકો લગાવો તો પગ યા માથું ભાંગે જ. શ્રદ્ધા અને વીશ્વાસ વચ્ચે આ જ ભેદ છે.
        પરન્તુ આપણા અગ્રણીઓ, કથાકરો, પ્રવચનકારો અને ગુરુઓ, ‘શ્રદ્ધા’ શબ્દનો શીથીલ (લુઝલી) પ્રયોગ કરીને, સામાન્ય જનતાને ભરમાવે છે અને છેતરે છે. દા.ત., હમણાં જ એક વીખ્યાત સ્વામીજીએ મારા અત્ર–ઘોષીત મતનો વીરોધ કરતાં દાખલો ટાંક્યો કે મધર ટેરેસામાં જો શ્રદ્ધા ન હોય તો જીવનભર આટલી અફરતાથી દીનદુ:ખીયાની આવી સેવા ન કરી શકે. જો કે મધર ટેરેસા વીરુદ્ધ તો જાતજાતની ફરીયાદોય વળી થઈ જ છે: જેમ કે ઓશો રજનીશે એક વાર ટીકા કરેલી કે મધર શા માટે બધાં જ અનાથ બાળકોને સર્વપ્રથમ ખ્રીસ્તી બનાવી દે છે ? હમણાં વળી સંતતીનીયમન કે વસતીનીયંત્રણનો વીરોધ કરવા બદલ કે ખ્રીસ્તીઓનું અન્ય બાબતે ઉપરાણું લેવા બદલ પણ મધર ટીકાપાત્ર બન્યાં; છતાં એ વાત અત્રે અપ્રસ્તુત હોઈ જવા દઈએ.
        [76.] કોઈ પણ વસ્તુ કે મુદ્દા વીશે જ્યારે આપણે વાદ–પ્રતીવાદ કરીએ ત્યારે તે વસ્તુ કે પ્રશ્નની વીભાવના આપણા ચીત્તમાં સ્પષ્ટ હોવી જોઈએ. ખાસ કરીને ‘શ્રદ્ધા’ જેવા ભાવવાચક શબ્દ કે માનસીક ગુણ–વ્યાપારની ચર્ચા કરતાં પુર્વે તો એની ચોક્કસ વીભાવના અનીવાર્ય ગણાય. કોઈ પણ બાબતની ચર્ચા એની તંતોતંત ચોક્કસ વીભાવના વીના થઈ શકે નહીં– એવો તર્કશાસ્ત્ર, લોજીકનો સીદ્ધાન્ત છે. વીભાવના એટલે વ્યાખ્યા (ડેફીનેશન). મતલબ કે મુદ્દો ડેફીનેટ, એકદમ સ્પષ્ટ તથા સમ્પુર્ણ હોવો જોઈએ. લોજીકનો અન્ય નીયમ પણ છે કે પદાર્થની વ્યાખ્યા એક જ અને સમ્પુર્ણ હોવી જોઈએ; જેથી તે બાબતે ગોટાળો કે ગુંચવાડો ન થાય અને તો જ વાદવીવાદ સાર્થક નીવડે. ભાવ કે વસ્તુના તમામ ગુણધર્મને સમાવી લેતું અને એક પણ છટકબારી વીનાનું વર્ણન તે વ્યાખ્યા કહેવાય. ચોક્કસ વસ્તુ કે ભાવના અર્થવીસ્તારમાં પછી ગમે તે યા અપ્રસ્તુત ગુણલક્ષણ સમાવી દેવામાં આવે, તો એ અતીવ્યાપ્તીનો દોષ થયો કહેવાય. મેં ઉપર ટાંકેલા દાખલાઓમાં આ જ અતીવ્યાપ્તીદોષ છે અને એથી જ ત્યાં ‘શ્રદ્ધા’ શબ્દ હાસ્યાસ્પદ પ્રતીત થાય છે.
        આપણે શ્રદ્ધા, મનોબળ, હીમ્મત, સાહસ, સહનશીલતા, વીશ્વાસ, આત્મવીશ્વાસ, સુદૃઢ આશા–અપેક્ષા એ સર્વેને માટે ઘણી વાર અચોક્કસ ભાવે–લુઝલી ‘શ્રદ્ધા’ શબ્દ પ્રયોજતા હોઈએ છીએ, અર્થાત્ ભીન્ન–ભીન્ન મન:સ્થીતીઓની આપણે ભેળસેળ કરી નાખીએ છીએ અને એથી જ હાનીકર્તા એવી ‘શ્રદ્ધા’નું કુલક્ષણ આવકાર્ય ગણાઈ જાય છે અને ભારે તારીફ, અનધીકાર છતાં; પામી જાય છે.
–રમણ પાઠક (વાચસ્પતી)

9 July 2015

હોય નહીં, આરએસએસ અને ઇફ્તાર પાર્ટી?

હોય નહીં, આરએસએસ અને ઇફ્તાર પાર્ટી?

પ જુલાઈ ને રવિવારના છાપામાં એક સમાચાર ચોંકાવનારા ચમક્યા. તેનું મથાળું હતું: આરએસએસે પ્રથમ વખત સમગ્ર દેશમાં ઇફ્તાર પાર્ટી યોજી. ઘણી વાર છાપામાં સમાચારમાં બદમાશી કરવામાં આવતી હોય છે. પીટીઆઈ સંસ્થા કે યુએનઆઈમાં વર્ષોથી સેક્યુલર અને સામ્યવાદી વિચારસરણીના લોકો હોવાથી તેઓ આવી બદમાશીભર્યા સમાચાર આપે છે અને તેના આધારે પ્રાંતીય ભાષાનાં અખબારો પણ તે મુજબ જ સમાચાર અનુવાદિત કરીને છાપતા હોય છે. તો ઘણી વાર સનસનાટી માટે હેડિંગમાં ચેડા કરવામાં આવતા હોય છે. દા. ત. હમણાં એક સમાચાર હતા કે જાસૂસી સંસ્થા રોના પૂર્વ પ્રમુખ દુલતે કહ્યું કે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી માનતા હતા કે વર્ષ ૨૦૦૪માં ભાજપ ચૂંટણી હાર્યો તેનું કારણ ગોધરાકાંડ પછી ગુજરાતમાં થયેલાં રમખાણો હતા. હવે આ સમાચારનું મથાળું આપી દેવામાં આવે કે ભાજપ હાર્યો તેનું કારણ નરેન્દ્ર મોદી હતા તેમ વાજપેયી માનતા હતા તો સનસનાટી મચી જાય.
આ જ રીતે આરએસએસે ઇફ્તાર પાર્ટી યોજી તેવા સમાચારમાં પણ ક્યાં તો બદમાશી છે અથવા તો સનસનાટી મચાવવાનો પ્રયાસ. સમાચાર વાંચો તો ખબર પડે કે મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ સમગ્ર દેશમાં ઇફ્તાર પાર્ટી આપી. ઇફ્તાર પાર્ટી એટલે મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાનમાં સાંજે રોજું ખોલવા માટે મુસ્લિમ બંધુઓને બોલાવીને જમાડવામાં આવે તે. અત્યાર સુધી કૉંગ્રેસ તેમજ અન્ય સેક્યુલર પક્ષો આવી ઇફ્તાર પાર્ટી યોજતી આવી હતી. તેની આરએસએસ અને ભાજપ તેમજ વિહિપ જેવા હિન્દુવાદી સંગઠનો ટીકા કરતાં હતાં. હવે સ્વાભાવિક છે કે આરએસએસે ઇફ્તાર પાર્ટી યોજી તેવા સમાચાર વાંચીને સંઘના સમર્થકો ઉકળી ઊઠે. તો બીજી તરફ, સેક્યુલરો મલકાઈ ઉઠે કે આરએસએસ પણ લાઇનમાં આવી ગયો. તો આ મુસ્લિમ રાષ્ટ્રીય મોરચો વળી કઈ સંસ્થા છે અને તેની સાથે સંઘનું નામ કેમ જોડવામાં આવે છે?
ખરેખર હકીકત એ છે કે સંઘની ઇમેજ વર્ષોથી મુસ્લિમ વિરોધી બનાવી દેવામાં આવી. અલબત્ત, એમાં ઘણા અંશે સંઘનો પણ વાંક ખરો કે તેના સ્વયંસેવકોના મનમાં આઝાદી પહેલાં અને પછી થયેલા રમખાણો, તેમાં સૌથી મોટા તો વિભાજન વખતનાં રમખાણો, તેના કારણે મુસ્લિમો પ્રત્યે દ્વેષ પેદા થયો. મોટા ભાગના લોકો સંઘનો ઉદ્દેશ હિન્દુ ધર્મના ફેલાવાનો માને છે પરંતુ હકીકતે સંઘનો ઉદ્દેશ મુખ્યત્વે રાષ્ટ્રભક્તિનો છે. સંઘના બીજા પ્રમુખ મા.સ. ગોળવળકર ઉર્ફે ગુરુજીએ મંત્ર આપેલો: “ઓમ્ રાષ્ટ્રાય સ્વાહા, ઈદમ્ રાષ્ટ્રાય, ઈદમ્ ન મમ્” સંઘે કોઈ વ્યક્તિને ગુરુ સ્થાને નથી રાખ્યા કારણકે આસારામ સહિતના અનેક કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ તેમ ગુરુ તરીકે જેમને માન્યા હોય તેનું પતન થાય એટલે મનોબળ ડગી જાય, વિશ્વાસ ઊઠી જાય. આથી જ અનેક લોકોના આવાગમન, શંકરસિંહ વાઘેલાનો ખજૂરાહો કાંડ વગેરે અનેક કિસ્સાઓ છતાં સ્વયંસેવકોના મનમાંથી સંઘ પ્રત્યેની નિષ્ઠા અને સરવાળે દેશભક્તિ ટકી રહી. આ વિચારીને સંઘે ભગવા ધ્વજને ગુરુ તરીકે રાખ્યા. ભગવો રંગ શૌર્ય, ત્યાગ અને બલિદાનનું પ્રતીક ગણાય છે. તેથી તે પ્રેરણારૂપ છે તેમ સ્વયંસેવકો માને છે. સંઘના સ્વયંસેવકોએ ગાંધીજીની હત્યા (નથુરામ ગોડસે પહેલાં)ના ષડયંત્ર વખતે ગાંધીજીની રક્ષા કરી હતી. ગાંધીજી પણ સંઘની શાખામાં આવેલા અને જે રીતે ત્યાં નાતજાતના ભેદભાવ (જે એ વખતે બાકીના સમાજમાં ખૂબ જ પ્રબળ હતા) હટેલા તે જોઈને સંઘની પ્રશંસા કરી હતી. કાશ્મીર પર પાકિસ્તાને આક્રમણ  કર્યું અને તે પછી ચીન-ભારત વચ્ચે યુદ્ધ થયું ત્યારે સ્વયંસેવકોએ ભજવેલી ભૂમિકાથી પ્રભાવિત થઈ દેશના પ્રથમ વડા પ્રધાન પં. જવાહરલાલ નહેરુએ સંઘને ૨૬ જાન્યુઆરીની કૂચમાં ભાગ લેવા આમંત્રણ આપેલું. મચ્છુની હોનારત કે ૨૦૦૧ના કચ્છ ભૂકંપ વખતે પણ સંઘના સ્વયંસેવકોએ સારી રાહત કામગીરી કરી હતી. એ તો સમજી શકાય, પણ હરિયાણામાં ૧૨ નવેમ્બર ૧૯૯૬ના રોજ ચરખી દાદરી ગામમાં સાઉદી અરેબિયા જતું વિમાન તેમજ કઝાખસ્તાનથી દિલ્હી આવતું વિમાન અથડાઈને જે દુર્ઘટના થઈ તેમાં સંઘના સ્વયંસેવકોએ સારી રાહત કામગીરી કરી હતી. તે વખતની ઘટનાઓની સ્મૃતિ મુજબ, તે વખતે મુસ્લિમો સ્વંયસેવકોથી પ્રભાવિત થયા હતા અને તેમને સંઘના ગણવેશ-ખાખી ચડ્ડીમાં મસ્જિદોમાં પ્રવેશ આપ્યો હતો.
સંઘના નેતાઓ દ્વારા મુસ્લિમોને રાષ્ટ્રીય પ્રવાહમાં તેમની રીતે જોડવા પ્રયાસો ચાલુ હતા. , ડૉ. હેડગેવાર જેમણે સંઘની સ્થાપના કરી હતી તેઓ ક્રાંતિકારી તરીકે દેશની સ્વતંત્રતા માટે કામ કરતા હતા ત્યારે તેમના એક ક્રાંતિકારી મિત્ર મુસ્લિમ (મોટા ભાગે અશફાકુલ્લાખાન) હતા જેમણે મુસ્લિમ ટોપી છોડીને સ્વદેશી ટોપી પહેરવા લાગી હતી. કટોકટી પછી સંઘના પ્રમુખ બાળાસાહેબ દેવરસને મળવા મુસ્લિમ નેતાઓ આવ્યા હતા. સંઘની શાખાઓમાં પણ આજુબાજુ રહેતા મુસ્લિમો આવતા. ભાજપમાં સ્વ. સિકંદર બખ્ત, શાહનવાઝ હુસૈન અને મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ તો હતા જ. પરંતુ આ બધા પ્રયાસોથી કંઈ નક્કર થતું નહોતું.
સંઘને લાગ્યું કે કંઈક નક્કર કરવું પડશે. એ વખતે સંઘના પ્રમુખ (જેને સંઘની ભાષામાં સરસંઘચાલક કહે છે) સ્વ. કે. એસ. સુદર્શન હતા. તેમની મુસ્લિમ નેતાઓ સાથે નિયમિત બેઠક થતી હતી. ૨૦૦૨નું (કુખ્યાત બની ચુકેલું) વર્ષ હતું. એ વર્ષે જ સંઘની એક મુસ્લિમ સંસ્થાએ જન્મ લીધો. તેનું નામ હતું- મુસ્લિમ રાષ્ટ્રીય મંચ! અલબત્ત, હિન્દુદ્વેષી મિડિયાએ ૨૦૦૨નાં ગોધરા કાંડ પછીનાં રમખાણોને જેટલા ચગાવ્યા તેના એક ટકા જેટલું મહત્ત્વ પણ આ સમાચારને આપ્યું નહીં. હિન્દુ-મુસ્લિમોને અલગ રાખવામાં મિડિયા, ખાસ કરીને અંગ્રેજી મિડિયા પણ આટલું જ દોષી ગણાય.
કેવી રીતે એ સંસ્થા જન્મી તેના અનેક કિસ્સાઓમાં એક રસપ્રદ કિસ્સો આવો છે. ડિસેમ્બર ૨૦૦૨માં સુદર્શને દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા પંચનાં સભ્ય એવાં નફીસા હુસૈનના ચાણક્યપુરીમાં આવેલા નિવાસસ્થાને કેટલાક લોકોને સંબોધ્યા હતા અને તેમની સાથે વિચારવિમર્શ કર્યો હતો. તેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ત્રાસવાદીઓ જે રીતે જેહાદનું અર્થઘટન કરે છે તે ઈસ્લામ પ્રમાણે ઉચિત નથી. આ કાર્યક્રમમાં હાજર રહેલા ઇથોપિયાની મેકેલે યુનિવર્સિટીના ભૂગોળના પ્રાધ્યાપક ડૉ. તાહીર હુસૈન સહિતના લોકોએ એકબીજાના ધર્મ પ્રત્યેની ખોટી ધારણાઓ ભાંગવા પ્રયત્ન કર્યો અને ‘માઇ હિન્દુસ્તાન’ (ભારત માતા) નામનું સંગઠન બનાવવા નિર્ણય કર્યો. આ સંસ્થાનું નામ બદલી બાદમાં રાષ્ટ્રીય મુસ્લિમ મંચ અને તે પછી મુસ્લિમ રાષ્ટ્રીય મોરચા કરાયું.
દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીમાં તે વખતે પીએચ.ડી. વિદ્યાર્થી ઈમરાન ચૌધરીએ દેશના ૬૫મા સ્વાતંત્ર્યદિનના સપ્તાહ પૂર્વે જૂની દિલ્હીના તેના પડોશમાં કરેલી હરકતથી તેની આજુબાજુ કેટલાક કટ્ટર તો કેટલાક સંઘ પ્રત્યે શંકા ધરાવતા લોકો ચોંકી ઉઠ્યા. ઈમરાને પોસ્ટર ચોંટાડ્યાં હતાં જેમાં સંઘના પ્રચારક ઈન્દ્રેશકુમાર ૧૫ ઓગસ્ટે તેમના વિસ્તારમાં સભા સંબોધશે તેવી માહિતી હતી. કલાકોની અંદર આની વિરુદ્ધમાં પોસ્ટરો ચોંટાડાઈ ગયાં. તેમાં લખાયું હતું જે લોકો મુસ્લિમોના ખૂનના તરસ્યા છે તેઓ જ અહીં આવી રહ્યા છે. ચૌધરીને એક મુસ્લિમ ધર્મગુરુએ ખાનગીમાં સમજાવ્યું કે તું ભાજપને સમર્થન કરે એ સમજાય, પણ આરએસએસને?
મુસ્લિમો સાથે સેતુ બાંધવાની કોશિશ કોણ કરી રહ્યું હતું? સંઘના આદેશથી આ કોશિશ એ જ કરી રહ્યા હતા જેમના માથે કૉંગ્રેસની સરકારે સમજૌતા વિસ્ફોટ તેમજ હૈદરાબાદની મક્કા મસ્જિદ વિસ્ફોટનું આળ ચડાવી ભગવા આતંકવાદ નામનો શબ્દ વહેતો કર્યો હતો. અને જોવાની વાત એ છે કે જ્યારે આવું થયું ત્યારે આ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના ઈમરાન ચૌધરી સહિત અનેક મુસ્લિમો ઈન્દ્રેશકુમારના સમર્થનમાં આગળ આવ્યા હતા.
એમઆરએમ તરીકે ટૂંકમાં ઓળખાતું આ સંગઠન હવે તો ૨૭ રાજ્યોના ૨૦૦ જિલ્લાઓમાં હાજરી ધરાવે છે. તેના સભ્યો કંઈ સંઘની શાખામાં ખાખી ચડ્ડીમાં કૂચ (સંઘ તેને પથસંચલન કહે છે) કરતા નથી. આ સંગઠનને પણ સંઘની જેમ સાંસ્કૃતિક સંગઠન ગણાવાય છે. જોકે સંઘના શિબિરોમાં જેને સ્વેચ્છાએ જવું હોય તે જઈ શકે છે. દા. ત. ડૉ. તાહિર હુસૈન ભોપાલમાં યોજાયેલા સંઘના શિબિરમાં એક વાર ગયા હતા અને તે પણ રમઝાનના મહિનામાં! તેમને એક પ્રચારકે સૂર્યોદય પહેલાં ઉઠાડી દીધા જેથી તેઓ શેહરી (રોજું શરૂ થાય તે પહેલાં ખાઈ લેવું) લઈ શકે. તાહિર હુસૈનને સંઘના લોકો ધરતી સાથે જોડાયેલા નમ્ર લોકો લાગે છે. ઈમરાન ચૌધરી જ્યારે સંઘના હાલના પ્રમુખ મોહન ભાગવતને મળ્યો તે પછી તેને પણ લાગ્યું કે તેણે સંઘ પરિવારની અંતિમવાદી વિચારધારા વિશે જે સાંભળ્યું હતું તે બધું ખોટું છે. મોહન ભાગવત તેને ભેટ્યા. તેમણે ઈમરાનને હિન્દુ બનવા સહેજે દબાણ ન કર્યું. ઈમરાન કહે છે કે સંઘ- વિહિપ વિશે જે મુસ્લિમોના ધર્મપરિવર્તનની ધારણાઓ ફેલાવાઈ છે તે સાવ બોગસ છે.
નવાઈની વાત લાગશે, પરંતુ હિન્દુ-મુસ્લિમ વચ્ચે જે વર્ષોથી ખાઈ પડેલી છે તેને તોડવા માટે મુસ્લિમ રાષ્ટ્રીય મોરચો પ્રશંસનીય કાર્ય કરી રહ્યો છે. ઑગસ્ટ ૨૦૦૮માં મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ અમરનાથ યાત્રા માટે જમીન ફાળવાય તે માટે દિલ્હીના લાલ કિલ્લાથી કાશ્મીર સુધીની પૈગામ-એ-અમનની યાત્રા કાઢી હતી. જોકે એ યાત્રાને શરૂઆતમાં જમ્મુ-કાશ્મીર સરહદ પર જ અટકાવી દેવાઈ હતી પરંતુ બાદમાં જમ્મુમાં તેમને જવા દેવાયા હતા. નવેમ્બર ૨૦૦૯માં એમઆરએમે મુંબઈમાં કસાબ આણિ મંડળીએ પાકિસ્તાનના ઈશારે કરેલા હુમલાના વિરોધમાં તિરંગા યાત્રા કાઢી હતી. તેમાં એક હજાર સ્વયંસેવકોએ ત્રાસવાદ સામે લડવા અને પોતપોતાના જિલ્લામાં તેની સામે અભિયાન ચલાવવા પ્રતિજ્ઞા લીધી હતી. ઑક્ટોબર ૨૦૧૩માં ડૉ. તાહિર હુસૈને હરિયાણામાં ૧૨ ગામોની પંચાયત બોલાવી હતી જેમાં ગાયના માંસ પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર થયો હતો. નવેમ્બર ૨૦૦૯માં જમિયત ઉલેમા-એ-હિન્દે વંદેમાતરમ્ ગાવાનો વિરોધ કરતો ઠરાવ કર્યો તો મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે જે લોકો વંદેમાતરમ્ નથી ગાતા તેઓ ઈસ્લામ અને ભારતના વિરોધી છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં એમઆરએમે કાશ્મીરના વિકાસને અટકાવનારી કલમ ૩૭૦ને દૂર કરવા માગણી કરતી સહીઝુંબેશ ચલાવી હતી જેમાં સાત લાખ લોકોએ સહી કરી હતી.
જોકે એમઆરએમમાં જોડાતા મુસ્લિમોને તેમના સમાજના કેટલાક બની બેઠેલા કટ્ટર આગેવાનો અને સંસ્થાઓમાં વિરોધ તેમજ તેના કારણે હાનિનો સામનો કરવો પડે છે. જેમ કે ડૉ. તાહિર હુસૈન જામિયા માલિયા યુનિવર્સિટીમાં રિસર્ચ એસોસિએટ પણ છે. તેઓ કહે છે કે તેઓ આ એમઆરએમ સાથેના સંબંધના કારણે તેમને આ યુનિવર્સિટીમાં કાયમી નોકરી મળતી નથી. જોકે તેમને તેનો કોઈ વાંધો નથી.
પક્ષના રાષ્ટ્રીય સંયોજન મોહમ્મદ અફઝલ છે. સ્વાભાવિક છે કે આરએસએસ સાથે જોડાયેલી સંસ્થા હોવાથી તેમની સમક્ષ ૨૦૦૨નાં ગોધરા કાંડ પછીનાં રમખાણો અને ભાજપનો પ્રશ્ન ઉઠવાનો જ. પરંતુ તેઓ કહે છે કે કૉંગ્રેસે શીખો વિરુદ્ધ ૧૯૮૪માં રમખાણો કર્યાઁ હતાં તેના કારણે શીખોએ કૉંગ્રેસ પક્ષ છોડી દીધો નહોતો. તેઓ મુખ્યપ્રવાહમાં રહ્યા. તેનું પરિણામ એ આવ્યું કે ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા. તો મુસ્લિમોએ પણ ગોધરા પછીનાં રમખાણોના કારણે શા માટે ભાજપ છોડવો જોઈએ?
મુસ્લિમ રાષ્ટ્રીય મોરચા દ્વારા ઈફ્તાર પાર્ટી આ કંઈ પહેલી વાર નહોતી અપાઈ, પરંતુ તેની નોંધ વ્યાપક પણે પહેલી વાર લેવાઈ. ગયા વર્ષે ગુજરાતમાં પણ આ સંસ્થાએ ઈફ્તાર પાર્ટી આપી હતી. આ વખતે મિડિયાનું ધ્યાન કદાચ એટલે પણ ગયું કારણકે સંસદભવનના પરિસરમાં આ પાર્ટી હતી અને તેમાં ૭૦ ઇસ્લામિક દેશોના રાજદૂતો પણ હાજર હતા.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૮/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી