Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
14 July 2015
મળવા જેવા માણસ…શ્રી વિશ્વદીપ બારડ….પરિચય…..શ્રી પી.કે.દાવડા
મળવા જેવા માણસ…શ્રી વિશ્વદીપ બારડ….પરિચય…..શ્રી પી.કે.દાવડા
વિશ્વદીપભાઈનો જન્મ ૧૯૪૬ માં ભાવનગરમાં થયો હતો. ચાર ભાઈ બહેનોમાંથી એ સૌથી નાના હતા. એમના પિતા શ્રી ભગવાનભાઈએ માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નાના મોટા કામ કરતા હતા. માતા મણીબેન શિક્ષણથી વંચિત હતાં . મધ્યમ વર્ગી કુટુંબમાં રહીને વિશ્વદીપભાઈએ કરકસરનો પાઠ નાનપણમાં જ શીખી લીધેલો.
વિશ્વદીપભાઈનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ભાવનગરની શામળદાસ સ્કૂલમાં થયેલું. ગાંધીજી પણ આ જ શાળામાં ભણેલા. આજે ૬૫ વર્ષો બાદ પણ એ શાળામાં ગવાતી પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” એમની પ્રિય છે. ત્યારબાદ એમણે ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી,૧૯૬૫ માં S.S.C. ની પરીક્ષા પાસ કરી. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાન,ગામમાં યોજાતા કથા–કિર્તનમાં હાજરી આપી, એમણે રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળેલી. હાઈસ્કૂલ કોર્ટની નજીક હોવાથી ક્યારેક ક્યારેક કોર્ટમાં ક્રીમીનલ કેસની સુનાવણી સાંભળવા જતા.
S.S.C. ની પરીક્ષા પાસ કરી, ભાવનગરની શામળદાસ કોલેજમાં આર્ટસ વિભાગમાં એડમીશન લઈ એક વર્ષ પૂરૂં કર્યું. ૧૯૬૬ માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની સ્થાપના થઈ, અને એમની કોલેજ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં આવી, પણ એમને તો ગુજરાત યુનીવર્સીટીમાં જ ભણવું હતું એટલે એ ભાવનગરથી અમદાવાદ એમના બહેનને ઘરે આવી ગયા, અને અમદાવાદની એસ.વી. કોલેજમાં દાખલ થયા.અહીંથી તેમણે ૧૯૭૦ માં ગુજરાતી અને ઈતિહાસના વિષયો સાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના આ વર્ષો દરમ્યાન એમણે સવારના ૭ થી ૧૦ વાગ્યા સુધી કોલેજમાં અભ્યાસ અને ૧૧ થી રાત્રે ૮ વાગ્યા સુધી સોના–ચાંદીની દુકાનમાં એકાઉન્ટીંગનું કામ કર્યું, જેથી કોલેજના ખર્ચને પહોંચી વળાય.
વિશ્વદીપભાઈને શાળાના સમયથી જ કવિતા પ્રત્યે લગાવ હતો પણ એમણે કવિતાઓ લખવાની શરૂઆત કોલેજના અભ્યાસ દરમ્યાન કરી. ૧૯૬૭ માં એમણે પહેલી કવિતા “અદયભીંત” અને બીજી કવિતા “કોઈ બિચારી”. લખી.કોઈ બિચારી કવિતા “સ્ત્રી” સામયિકમાં છપાઈ. કોલેજની કાવ્ય સ્પર્ધામાં “ કહેશો નહી”-“હસતો રહ્યો” કવિતા પ્રથમ સ્થાને આવી. એમની કેટલીક કવિતાઓ કોલેજના બુલેટીન બોર્ડ પર પણ મૂકાઈ.
૧૯૭૦ માં ગ્રેજ્યુએટ થયા બાદ એમને ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીમાં નોકરીમળી. ૧૯૭૨ માં એમના રેખાબહેન સાથે લગ્ન થયા. રેખાબહેને પણ સાયકોલોજી વિષય સાથે B.A. સુધીનો અભ્યાસ કર્યો છે. ૧૯૭૩માં દંપતિએ પુત્રી દિપ્તીનેજન્મ આપ્યો. રેખાબહેનના ભાઈયો અમેરિકામાં સ્થાયી થયા હતા. ૧૯૭૫ માં રેખાબહેનના ભાઈની સ્પોન્સરશીપથી વિશ્વદીપભાઈ એમની પુત્રી અને પત્ની સાથે કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા.
શરૂઆતમાં એમણે Chicago માંવસવાટ કર્યો. અહીં ૧૯૭૭ માં એમના પુત્ર આશિષ નો જન્મ થયો. Chicago નીસખત ઠંડી અને હીમવર્ષા સહન ન થતાં, ૧૯૭૯ માં એમણે ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં સ્થળાંતર કર્યું. એમના અમેરિકાના વસવાટ માટે વિશ્વદીપભાઈ કહે છે, “મારા માટે ભારત એટલે જન્મભુમી અને અમેરિકા એટલે કર્મભુમી..એક દેવકી મૈયા અને બીજા યશોદા મૈયા..યશોદા મૈયાએ પણ ઘણું ઘણું આપ્યુ છે. મારી કાર્યશિલતાની કદર થઈ છે. બેંકની જોબ દરમ્યાન જ્યારે મને..એમપ્લોઈ ઓફ ધ મન્થ (Employee Of The Month)ના બિરુદ સાથે સન્માન થયું અને બેંકના મેગેઝીનમાં મારો પરિચય સાથે ફોટો પબ્લીશ થયો એ બતાવે છે કે અમેરિકા જેવા દેશમાં તમારા કામની કદર થાય છે.
અહીં જ મને ૧૯૮૧માં હ્યુસ્ટન ઈન્ડિપેન્ડ્ન્ટ સ્કુલ ડિસ્ટ્રીકમાં પ્રોક્યુરમેન્ટ ઓફિસર (ખરીદી ઓફીસર) તરીકે જોબ મળી, મારી પત્નિ પણ સ્કુલ ડીસ્ટ્રીકમાં એકાઉન્ટીગમાં જોબ કરતાં હતાં.અહીં જ દીકરી કમ્પુટર એન્જિનર થયાં બાદ એમ.બી.એ. સાથે ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાં એન્જિનયર તરિકે જોડાઈ.અને દિકરાએ મેડિકલ ફિલ્ડમાં આગળ વધી એમ.ડી કરી પિડિયાટ્રીક ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટમાં સ્પેસ્યાલીસ્ટ થયો. માત્ર એટલું જ નહિં, ૨૦૦૯માં ‘ઈન્ટરનેશન વુમન ફૉરમ’ સંસ્થા જેમાં હિલરી ક્લિન્ટન,માર્ગારેટ થેચર જેવી, વિશ્વની ટૉપ ૨૦ મહિલાનો સમાવેશ થાય છે, તેમાં મારી દીકરી દિપ્તિની પસંદગી થવાથી એ પ્રસંગ મારા અને મારી પત્ની, સમગ્ર ગુજરાત માટે અતિ–આનંદ અને ગૌરવની વાત હતી.”
અમેરિકામાં ઠરીઠામ થયા પછી એમનું મન પાછું સાહિત્ય પ્રવૃતિ પાછળ દોડ્યું.હ્યુસ્ટનમાં એના માટે યોગ્ય વાતાવરણ પણ હતું. હ્યુસ્ટનમાં અનેક સાહિત્યપ્રેમીઓ સાહિત્ય સરિતા નામે મંડળ ચલાવે છે, અહીંની સભાઓમાં વિશ્વદીપભાઈને પોતાની રચનાઓ રજૂ કરવાનો મોકો મળ્યો. ૨૦૦૨માં “કાવ્ય સુંદરીની સાથે સાથે” નામના પુસ્તકનું શ્રી આદિલ મન્સૂરીના હાથે વિમોચન થયું. ત્યારે એમણે કહેલું, “આવતી કાલે આ નાનકડી કલમ એક વૃક્ષ બનશે”, આમ કલમ શબ્દનાબેવડા અર્થમાં એમણે ભવિષ્ય ભાખી લીધું. લગભગ આ સમયમાં જ ગુજરાતી બ્લોગ્સ લોકપ્રિય થવા લાગ્યા. બ્લોગ્સમાં એમના કાવ્યો, નિબંધો અને વાર્તાઓ મૂકાવા લાગી.
પ્રો. સુમન અજમેરી, શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી ધીરૂભાઈ પરીખ જેવા જાણીતા સાહિત્યકારોના માર્ગદર્શન હેઠળ એમનું સર્જન અવિરત ચાલુ રહ્યું.એમની ઘણી લઘુ કથાઓ “કુમાર” માસિકમાં પણ પ્રસિધ્ધ થઈ. એમના સર્જનોના રસાસ્વાદ પણ થયા.
(રેડિયો સ્ટેશનમાં કાર્યક્રમની રજૂઆત)
એમના સર્જનનો આનંદ મેળવવા તમારે એમની રચનાઓ વાંચવી જોઈએ, છતાં આ લેખની મર્યાદામાં રહી, એમની થોડી કાવ્ય પંક્તિઓ અહીં રજૂ કરૂં છું.
માર્ગમાં અમથા મળેલા ગમ હજુંએ યાદ છે,
ખાલી મળેલા સ્મિત મહીંના ભાર પર હસતો રહ્યો..
બીજા એક કાવ્યમાં તેઓ કહે છે,
ક્યાં હતું મારું અહીં કોઈ ઠેકાણું આ શહેરમાં?
ઝાંઝવાના ઝળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં ?એમના સર્જનો માટે તમે એમના આ બે બ્લોગ્સ
https://vishwadeep.wordpress.com/ અને
http://vishvadeep.gujaratisahityasarita.org/
ની મુલાકાત લઈ શકો છો.
૨૦૦૮ માં શ્રી રાધેશ્યામ શર્માએ વિશ્વદીપભાઈનો પરિચય જનસત્તામાં પ્રકાશિત કર્યો જે ત્યારબાદ “સાક્ષરનો સાક્ષાત્કાર” પુસ્તકમાં સામિલ કરવામાં આવ્યો.આજે અમેરિકામાં ચાલતી સાહિત્યપ્રવૃતિમાં એમનું નામ જાણીતું છે. ૨૦૦૪ માં એમના બાળકોએ કહ્યું, “ડેડી, તમે તમારી ફરજ બજાવી, આર્થિક–માનસિક બધીરીતે શિક્ષણ અને સંસ્કાર આપી આપની ફરજ બજાવી, હવે આપ નિવૃતિ લઈઆપનું જે સ્વપ્ન છે ગુજરાતી સા.હિત્યમાં કવિતા–વાર્તા લખવાનું તે હવે પુરુ કરો.”
બાળકોની વાત માની એમણે ૨૦૦૪ માં ૫૭ વર્ષની વયે નિવૃતિ લીધી.૨૦૦૪ માં જ ત્રણ મહિના માટે વતનમાં રહી આવ્યા, અને એ દરમ્યાન અનેક કવિ, લેખકો અને ચિંતકોને મળી એમનું માર્ગદર્શન લીધું. અમેરિકામાં ૨૦૧૨માં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનું પ્રમુખપદ સંભાળેલ. તેઓ કહે છે, “મારુંમૂખ્ય ધ્યેય પરદેશમાં આપણી માતૃભાષા અને આપણાં સંસ્કાર સદા જવલંતરહે એના માટેના પ્રયાસ રુપે, વતનમાંથી આવતા આપણાં સાહિત્યકારોનો લાભલઈ, એમના કાર્યકમોનું આયોજન કરી, અહીં વસતા ગુજરાતીઓમાં ભાષાનો રસ જળવાય રહે તેવા અથાક પ્રયાસો ચાલું રાખવાનો છે.”
નિવૃતીની અન્ય પ્રવૃતિ વિશે તેઓ કહે છે, “હું અને મારી પત્ની રેખા દર વર્ષે મા–ભોમની મુલાકત લઈએ છીએ.ભાવનગરમાં માનવતા ભર્યા કાર્યમાં રસ લઈ પ્રવૃત રહીએ છીએ.ખાસ કરીને…શિક્ષણ ક્ષેત્રે ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી આગળ ભણવામાં પ્રોત્સાહિત કરવા,.બાળકોને આગળ અભ્યાસમાં માર્ગ–દર્શન,.જોબ શોધવામાં માર્ગ–દર્શન તેમજ તેમને લગતા સેમિનાર યોજવા,આરોગ્યક્ષેત્રે ‘’આઈ–કેમ્પ”, બ્લ્ડકેમ્પ, હેલ્થકેર–કેમ્પ યોજવા. આવા કાર્યમાં ત્રણ મહિના ક્યાં પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો..આમાં જે આનંદમળે છે તેનું વર્ણન શબ્દમાં આલેખી શકાય તેમ નથી.”
એમના જીવનનો મંત્ર છે “થઈ શકે તો કોઈનું ભલું કરજો, પણ કોઈનું બુરૂં કદી ન ઇચ્છજો, ન કરજો.”
મારી શુભેચ્છા છે કે વિશ્વદીપભાઈ પોતાનો સાહિત્ય સેવાનો અને સમાજ સેવાનો દીપ સદાય પ્રજ્વલિત રાખે.
-પી. કે. દાવડા,ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા
11 July 2015
શ્રદ્ધા–અન્ધશ્રદ્ધા
શ્રદ્ધા–અન્ધશ્રદ્ધા
–રમણ પાઠક (વાચસ્પતી)
[71.] શ્રદ્ધા સેવવી અને સંશય ન કરવો એ અત્યંત હાનીકર્તા એવી પ્રમાદી મનોદશા છે, જેણે સદીઓથી માનવજાતને ઘોર યાતનાનો ભોગ બનાવી છે. ફીલસુફી–ચીન્તનદર્શનનું ઉદભવસ્થાન જ સંશય છે: ફીલોસોફી ઈઝ ડાઉટ– સંશય એટલે જ તત્વચીન્તન. આપણા પુર્વજોએ ધર્મનાં ફરમાનો પ્રત્યે થોડોક પણ સંશય દાખવ્યો હોત, તો કેટકેટલી ઘોર નરકયાતનામાંથી માણસ બચી ગયો હોત ! દા.ત., બાઈબલનું ફરમાન છે કે ‘તું ડાકણને જીવતી જવા દેતો નહીં !’ અને ડાકણ મનાતી સ્ત્રી ઉપર પાસવી અત્યાચારો ગુજારવાનો અને એને જીવતી જલાવી દેવાનો રવૈયો મધ્યયુગમાં શરુ થયો. ભારતમાં પતી પાછળ સતી થવાના ધાર્મીક ફરમાન નીમીત્તે લાખો કોડીલી કન્યાઓ, યુવતીઓ, પ્રૌઢાઓને એમાનાં જ સ્વજનોએ જબરજસ્તી જીવતી જલાવી દીધી. આ ઉપરાંત, ધર્મપાલનને નામે માણસ તેમ જ પશુની રાક્ષસી રીબામણીનો રવૈયો ભીષણ ચાલ્યો. અને આજેય નથી ચાલતો એવું આશ્વાસન લઈ શકાય એમ તો નથી જ. ચારપાંચ હજાર વર્ષ પુરાણો ધર્મનો ઈતીહાસ ઘોર માનવયાતનાથી ભયાનક કમકમાંપ્રેરક છે, જેમાં કોઈ ધર્મ અપવાદ નથી. માટે આજે શ્રદ્ધાળુઓએ ચેતી જવા જેવું છે, કારણ કે ઈતીહાસની એ ભુંડી આદત છે કે તે કશો બોધપાઠ આપતો નથી, અને એનું પુનરાવર્તન થયા જ કરે છે !
[72.] જે રાષ્ટ્રમાં ધોધમાર કથા–પારાયણો નીરન્તર ચાલ્યા જ કરે છે, અને સો–બસો સાધુબાવાઓ રોજ રોજ નૈતીક બોધના ધોધ અવીરામ ઝીંક્યે રાખે છે, એ પ્રજા જ આવી ચોર, નીતીરહીત અને માનવતારહીત કેમ? આપણો એક પુર્વજ મનીષી કહી ગયો છે કે, દારીદ્રદોષો ગુણરાશીનાશી ! અર્થાત્ ગરીબી એક એવો સંહારક દોષ છે કે, જે તમામ સદ્ ગુણોનો નાશ કરી નાખે છે. નીતીમત્તા કે માનવતા સદ્બોધમાંથી નથી પ્રગટતી, એ તો સમૃદ્ધીનું જ સહજ પરીણામ છે. પશ્વીમી પ્રજાઓ વધુ નીતીવાન તથા માનવતાવાદી છે, એના મુળમાં એ લોકની સમૃદ્ધી છે. ભૌતીક સમૃદ્ધી માનસીક સમૃદ્ધીની જનની છે. ભુખ્યો માણસ કયું પાપ ન કરે ? તે મજબુરીથી પણ ચોરી કરે જ. આપણે બેફામ વસતી વધારતા જઈએ છીએ, અને એમ ગરીબીને વીસ્તારતા રહીએ છીએ. ટુંકમાં, આપણાં લગભગ તમામ અનીષ્ટોનાં મુળમાં, અનહદ અને અવીચારી વસતી વધારો જ છે. એને હજીયે જો અટકાવવી શકીએ, તો કદાચ બચી જઈએ; બાકી સર્વનાશ સુનીશ્ચીત જ છે.[73.] હકીકતે, વરસાદ પડવો, ના પડવો કે અતીશય પડવો– એવી પ્રાકૃતીક પ્રક્રીયાને યજ્ઞ સાથે, ઈશ્વર સાથે યા માણસનાં પાપ–પુણ્ય સાથે લેશમાત્ર લેવાદેવા નથી. કુદરતના નીયમો અન્ધ અને અફર છે. આ કેવળ પછાત, અજ્ઞાન યા અભણ માણસની પરમ્પરાગત જડ મનોદશા નથી, પર્જન્યયજ્ઞ કરનારા બધા જ સુશીક્ષીત આગેવાનો હોય છે. આવાં બધાં અનીષ્ટો કે કૃત્યો આજે કોણ અટકાવી શકે ?
[74.] વાસ્તવમાં પૃથ્વી ગોળ છે; એથી ક્ષીતીજ ગોળાકાર છે, અને પૃથ્વી ફરતે અસીમ અવકાશ છે; જ્યાં કોઈ દીશાઓ જ નથી. દીશા એ કેવળ માનવકલ્પના છે. ધારો કે કદાચ સુર્ય ઉગતો જ ના હોત, તો મનુષ્યને કદાપી દીશાઓની કલ્પના આવી જ ના હોત. પૃથ્વી ફરતેનો અવકાશ ચોરસ છે જ નહીં કે એને ચાર બાજુઓ હોય અને ચાર ખુણા હોય ! પરન્તુ સુર્યોદય– સુર્યાસ્તને પરીણામે જ માણસને દીશાની કલ્પના આવી, અને એણે તદનુસાર પુર્વ–પશ્વીમ જેવી બે દીશાઓ ગોઠવી કાઢી. પછી સ્વાભાવીક જ બાકીની બે દીશાઓ કલ્પવી રહે, તે ઉત્તર અને દક્ષીણ. આમ ચાર દીશાઓની કલ્પના ઉદ્ભવી, એટલે ચોરસ ક્ષીતીજની ભ્રમણાને પરીણામે ચાર ખુણા પણ કલ્પવા જ રહ્યા. મતલબ કે આઠ દીશા એ કેવળ કપોળકલ્પના જ છે, અને એ જ તો વાસ્તુશાસ્ત્રનો બુનીયાદી આધાર છે. માટે વાસ્તુશાસ્ત્ર પણ કપોળકલ્પના જ સીદ્ધ થાય છે. એ જ રીતે, અમુક દીશા શુભ અને અમુક અશુભ– એવી કલ્પના માણસને કેમ આવી, એ પણ સહેજે સમજી શકાય એવી વાત છે. સુર્યનો ઉદય એ સમગ્ર સજીવસૃષ્ટી માટે અને એ રીતે મનુષ્ય માટે પણ એક અત્યન્ત મંગલ, આનન્દદાયક, તથા સુખાકારી ઘટના છે; કારણ કે એથી અન્ધકાર દુર થાય, ઉષ્મા પ્રાપ્ત થાય, ઉદ્યમ થઈ શકે વગેરે અનેક સાનુકુળતાઓ ઉદ્ભવે, કલ્પના કરો કે, જ્યારે પ્રકાશનું એક પણ સાધન, દીપક આદી નહીં શોધાયું હોય, ત્યારે આદીમાનવ રાત્રીના ઘોર અન્ધકારથી કેવો અસહ્ય મુંઝાતો હશે, અને સુર્યોદયની કેવી ઉત્કટ પ્રતીક્ષા કરતો હશે ! વધુમાં વળી, આર્યો તો સુર્યપુજક હતા, અથવા તો એ જ કારણે સુર્યને લોકો પુજતા હતા. બસ, આવા મહામાનીતા સુર્યોદયને કારણે જ પુર્વ દીશા સૌથી વધુ શુભ–મંગલકારી બની ગઈ. વાસ્તુશાસ્ત્રીઓએ એને સુખ, શાન્તી, સમૃદ્ધી તથા ઐશ્વર્ય આપનારી લેખાવી. એથી ઉલટું, પશ્વીમ દીશાએ સુર્યાસ્ત થાય, ઉપરાન્ત એ બાજુ સમુદ્ર છે, અને વરસાદ પણ લગભગ એ દીશાએથી જ આવે. એટલે એ વરુણદેવનું અધીષ્ઠાન. પણ આખરે તો તે સુર્યાસ્તની જ દીશા ને ? એટલે વાસ્તુશાસ્ત્રીઓ એને ખાસ શુભ ગણાવતા નથી, જો કે અશુભ પણ નહીં. મીશ્ર ગોટાળા ચાલે છે.[75.] ‘શ્રદ્ધા’ શબ્દની ચોક્કસ વીભાવના નક્કી કરીએ: ‘શ્રદ્ધા એટલે કાર્ય–કારણના અફર નીયમથી પર કે મુક્ત એવું કંઈક બનવાની દૃઢ અપેક્ષા કે આશા.’ હવે બીજી બાજુ, પ્રકૃતીનો જ એ અફર નીયમ છે કે કાર્ય–કારણ ન્યાયથી ભીન્ન કદાપી કશું બની શકે જ નહીં; એ જ છે વીજ્ઞાન. દા.ત., બે પરમાણુ હાઈડ્રોજન અને એક પરમાણુ ઓક્સીજન લઈને સંયોજન કરવાથી પાણી જ બને, કદાપી સોનું બની શકે નહીં; પછી એવી ઈતર શ્રદ્ધા ગમે તેટલી ગાઢ રાખીને એવું સંયોજન કરો તો પણ. અર્થાત્ કાર્ય–કારણ ન્યાયને અતીક્રમવાની આશા તે શ્રદ્ધા, જ્યારે પ્રસ્તુત ન્યાય પર આધાર રાખવો તે વીશ્વાસ. પેરેશુટ પર વીશ્વાસ રાખીને યોગ્ય વીમાનમાંથી સલામત કુદકો મારી શકાય; પરન્તુ ભગવાન પર શ્રદ્ધા રાખીને સામાન્ય ઝાડ પરથી પણ જો તમે કુદકો લગાવો તો પગ યા માથું ભાંગે જ. શ્રદ્ધા અને વીશ્વાસ વચ્ચે આ જ ભેદ છે.
પરન્તુ આપણા અગ્રણીઓ, કથાકરો, પ્રવચનકારો અને ગુરુઓ, ‘શ્રદ્ધા’ શબ્દનો શીથીલ (લુઝલી) પ્રયોગ કરીને, સામાન્ય જનતાને ભરમાવે છે અને છેતરે છે. દા.ત., હમણાં જ એક વીખ્યાત સ્વામીજીએ મારા અત્ર–ઘોષીત મતનો વીરોધ કરતાં દાખલો ટાંક્યો કે મધર ટેરેસામાં જો શ્રદ્ધા ન હોય તો જીવનભર આટલી અફરતાથી દીનદુ:ખીયાની આવી સેવા ન કરી શકે. જો કે મધર ટેરેસા વીરુદ્ધ તો જાતજાતની ફરીયાદોય વળી થઈ જ છે: જેમ કે ઓશો રજનીશે એક વાર ટીકા કરેલી કે મધર શા માટે બધાં જ અનાથ બાળકોને સર્વપ્રથમ ખ્રીસ્તી બનાવી દે છે ? હમણાં વળી સંતતીનીયમન કે વસતીનીયંત્રણનો વીરોધ કરવા બદલ કે ખ્રીસ્તીઓનું અન્ય બાબતે ઉપરાણું લેવા બદલ પણ મધર ટીકાપાત્ર બન્યાં; છતાં એ વાત અત્રે અપ્રસ્તુત હોઈ જવા દઈએ.
[76.] કોઈ પણ વસ્તુ કે મુદ્દા વીશે જ્યારે આપણે વાદ–પ્રતીવાદ કરીએ ત્યારે તે વસ્તુ કે પ્રશ્નની વીભાવના આપણા ચીત્તમાં સ્પષ્ટ હોવી જોઈએ. ખાસ કરીને ‘શ્રદ્ધા’ જેવા ભાવવાચક શબ્દ કે માનસીક ગુણ–વ્યાપારની ચર્ચા કરતાં પુર્વે તો એની ચોક્કસ વીભાવના અનીવાર્ય ગણાય. કોઈ પણ બાબતની ચર્ચા એની તંતોતંત ચોક્કસ વીભાવના વીના થઈ શકે નહીં– એવો તર્કશાસ્ત્ર, લોજીકનો સીદ્ધાન્ત છે. વીભાવના એટલે વ્યાખ્યા (ડેફીનેશન). મતલબ કે મુદ્દો ડેફીનેટ, એકદમ સ્પષ્ટ તથા સમ્પુર્ણ હોવો જોઈએ. લોજીકનો અન્ય નીયમ પણ છે કે પદાર્થની વ્યાખ્યા એક જ અને સમ્પુર્ણ હોવી જોઈએ; જેથી તે બાબતે ગોટાળો કે ગુંચવાડો ન થાય અને તો જ વાદવીવાદ સાર્થક નીવડે. ભાવ કે વસ્તુના તમામ ગુણધર્મને સમાવી લેતું અને એક પણ છટકબારી વીનાનું વર્ણન તે વ્યાખ્યા કહેવાય. ચોક્કસ વસ્તુ કે ભાવના અર્થવીસ્તારમાં પછી ગમે તે યા અપ્રસ્તુત ગુણલક્ષણ સમાવી દેવામાં આવે, તો એ અતીવ્યાપ્તીનો દોષ થયો કહેવાય. મેં ઉપર ટાંકેલા દાખલાઓમાં આ જ અતીવ્યાપ્તીદોષ છે અને એથી જ ત્યાં ‘શ્રદ્ધા’ શબ્દ હાસ્યાસ્પદ પ્રતીત થાય છે.
આપણે શ્રદ્ધા, મનોબળ, હીમ્મત, સાહસ, સહનશીલતા, વીશ્વાસ, આત્મવીશ્વાસ, સુદૃઢ આશા–અપેક્ષા એ સર્વેને માટે ઘણી વાર અચોક્કસ ભાવે–લુઝલી ‘શ્રદ્ધા’ શબ્દ પ્રયોજતા હોઈએ છીએ, અર્થાત્ ભીન્ન–ભીન્ન મન:સ્થીતીઓની આપણે ભેળસેળ કરી નાખીએ છીએ અને એથી જ હાનીકર્તા એવી ‘શ્રદ્ધા’નું કુલક્ષણ આવકાર્ય ગણાઈ જાય છે અને ભારે તારીફ, અનધીકાર છતાં; પામી જાય છે.
–રમણ પાઠક (વાચસ્પતી)
Subscribe to:
Posts (Atom)






