મળવા જેવા માણસ….શ્રી વિશ્વદીપ બારડ…. પરિચય …. શ્રી. પી.કે.દાવડા
મળવા જેવા માણસ…શ્રી વિશ્વદીપ બારડ….પરિચય…..શ્રી પી.કે.દાવડા

વિશ્વદીપભાઈનો જન્મ ૧૯૪૬ માં ભાવનગરમાં થયો હતો. ચાર ભાઈ બહેનોમાંથી એ સૌથીનાના હતા. એમના પિતા શ્રી ભગવાનભાઈએ માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અનેબિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નાના મોટા કામ કરતા હતા. માતા મણીબેન શિક્ષણથી વંચિત હતાં .મધ્યમ વર્ગી કુટુંબમાં રહીને વિશ્વદીપભાઈએ કરકસરનો પાઠ નાનપણમાં જ શીખી લીધેલો.
વિશ્વદીપભાઈનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ભાવનગરની શામળદાસ સ્કૂલમાં થયેલું. ગાંધીજીપણ આ જ શાળામાં ભણેલા. આજે ૬૫ વર્ષો બાદ પણ એ શાળામાં ગવાતી પ્રાર્થના “અસત્યોમાંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” એમની પ્રિય છે. ત્યારબાદ એમણે ભાવનગરની આલ્ફ્રેડહાઈસ્કૂલમાં અભ્યાસ કરી,૧૯૬૫ માં S.S.C. ની પરીક્ષા પાસ કરી. પ્રાથમિક શાળાના અભ્યાસદરમ્યાન,ગામમાં યોજાતા કથા–કિર્તનમાં હાજરી આપી, એમણે રામાયણ અને મહાભારતનીકથાઓ સાંભળેલી. હાઈસ્કૂલ કોર્ટની નજીક હોવાથી ક્યારેક ક્યારેક કોર્ટમાં ક્રીમીનલ કેસનીસુનાવણી સાંભળવા જતા.
S.S.C. ની પરીક્ષા પાસ કરી, ભાવનગરની શામળદાસ કોલેજમાં આર્ટસ વિભાગમાંએડમીશન લઈ એક વર્ષ પૂરૂં કર્યું. ૧૯૬૬ માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની સ્થાપના થઈ, અને એમનીકોલેજ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં આવી, પણ એમને તો ગુજરાત યુનીવર્સીટીમાં જ ભણવું હતુંએટલે એ ભાવનગરથી અમદાવાદ એમના બહેનને ઘરે આવી ગયા, અને અમદાવાદનીએસ.વી. કોલેજમાં દાખલ થયા.અહીંથી તેમણે ૧૯૭૦ માં ગુજરાતી અને ઈતિહાસના વિષયોસાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના આ વર્ષો દરમ્યાન એમણે સવારના ૭ થી ૧૦ વાગ્યાસુધી કોલેજમાં અભ્યાસ અને ૧૧ થી રાત્રે ૮ વાગ્યા સુધી સોના–ચાંદીનીદુકાનમાં એકાઉન્ટીંગનું કામ કર્યું, જેથી કોલેજના ખર્ચને પહોંચી વળાય.
વિશ્વદીપભાઈને શાળાના સમયથી જ કવિતા પ્રત્યે લગાવ હતો પણ એમણે કવિતાઓલખવાની શરૂઆત કોલેજના અભ્યાસ દરમ્યાન કરી. ૧૯૬૭ માં એમણે પહેલી કવિતા“અદયભીંત” અને બીજી કવિતા “કોઈ બિચારી”. લખી.કોઈ બિચારી કવિતા “સ્ત્રી” સામયિકમાંછપાઈ. કોલેજની કાવ્ય સ્પર્ધામાં “ કહેશો નહી”-“હસતો રહ્યો” કવિતા પ્રથમ સ્થાને આવી.એમની કેટલીક કવિતાઓ કોલેજના બુલેટીન બોર્ડ પર પણ મૂકાઈ.

૧૯૭૦ માં ગ્રેજ્યુએટ થયા બાદ એમને ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીમાં નોકરીમળી. ૧૯૭૨ માંએમના રેખાબહેન સાથે લગ્ન થયા. રેખાબહેને પણ સાયકોલોજી વિષય સાથે B.A. સુધીનોઅભ્યાસ કર્યો છે. ૧૯૭૩માં દંપતિએ પુત્રી દિપ્તીનેજન્મ આપ્યો. રેખાબહેનના ભાઈયોઅમેરિકામાં સ્થાયી થયા હતા. ૧૯૭૫ માં રેખાબહેનના ભાઈની સ્પોન્સરશીપથી વિશ્વદીપભાઈએમની પુત્રી અને પત્ની સાથે કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા.
શરૂઆતમાં એમણે Chicago માંવસવાટ કર્યો. અહીં ૧૯૭૭ માં એમના પુત્ર આશિષ નો જન્મથયો. Chicago નીસખત ઠંડી અને હીમવર્ષા સહન ન થતાં, ૧૯૭૯ માં એમણે ટેક્ષાસરાજ્યના હ્યુસ્ટન શહેરમાં સ્થળાંતર કર્યું. એમના અમેરિકાના વસવાટ માટે વિશ્વદીપભાઈ કહેછે, “મારા માટે ભારત એટલે જન્મભુમી અને અમેરિકા એટલે કર્મભુમી..એક દેવકી મૈયા અનેબીજા યશોદા મૈયા..યશોદા મૈયાએ પણ ઘણું ઘણું આપ્યુ છે. મારી કાર્યશિલતાની કદર થઈ છે.બેંકની જોબ દરમ્યાન જ્યારે મને..એમપ્લોઈ ઓફ ધ મન્થ (Employee Of The Month)નાબિરુદ સાથે સન્માન થયું અને બેંકના મેગેઝીનમાં મારો પરિચય સાથે ફોટો પબ્લીશ થયો એબતાવે છે કે અમેરિકા જેવા દેશમાં તમારા કામની કદર થાય છે.
અહીં જ મને ૧૯૮૧માં હ્યુસ્ટન ઈન્ડિપેન્ડ્ન્ટ સ્કુલ ડિસ્ટ્રીકમાં પ્રોક્યુરમેન્ટ ઓફિસર (ખરીદીઓફીસર) તરીકે જોબ મળી, મારી પત્નિ પણ સ્કુલ ડીસ્ટ્રીકમાં એકાઉન્ટીગમાં જોબ કરતાં હતાં.અહીં જ દીકરી કમ્પુટર એન્જિનર થયાં બાદ એમ.બી.એ. સાથે ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાંએન્જિનયર તરિકે જોડાઈ.અને દિકરાએ મેડિકલ ફિલ્ડમાં આગળ વધી એમ.ડી કરીપિડિયાટ્રીક ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટમાં સ્પેસ્યાલીસ્ટ થયો. માત્ર એટલું જ નહિં, ૨૦૦૯માં‘ઈન્ટરનેશન વુમન ફૉરમ’ સંસ્થા જેમાં હિલરી ક્લિન્ટન,માર્ગારેટ થેચર જેવી, વિશ્વની ટૉપ ૨૦મહિલાનો સમાવેશ થાય છે, તેમાં મારી દીકરી દિપ્તિની પસંદગી થવાથી એ પ્રસંગ મારા અને મારી પત્ની, સમગ્ર ગુજરાત માટે અતિ–આનંદ અને ગૌરવની વાત હતી.”
અમેરિકામાં ઠરીઠામ થયા પછી એમનું મન પાછું સાહિત્ય પ્રવૃતિ પાછળ દોડ્યું.હ્યુસ્ટનમાં એનામાટે યોગ્ય વાતાવરણ પણ હતું. હ્યુસ્ટનમાં અનેક સાહિત્યપ્રેમીઓ સાહિત્ય સરિતા નામે મંડળચલાવે છે, અહીંની સભાઓમાં વિશ્વદીપભાઈને પોતાની રચનાઓ રજૂ કરવાનો મોકો મળ્યો.૨૦૦૨માં “કાવ્ય સુંદરીની સાથે સાથે” નામના પુસ્તકનું શ્રી આદિલ મન્સૂરીના હાથે વિમોચનથયું. ત્યારે એમણે કહેલું, “આવતી કાલે આ નાનકડી કલમ એક વૃક્ષ બનશે”, આમ કલમશબ્દનાબેવડા અર્થમાં એમણે ભવિષ્ય ભાખી લીધું. લગભગ આ સમયમાં જ ગુજરાતી બ્લોગ્સલોકપ્રિય થવા લાગ્યા. બ્લોગ્સમાં એમના કાવ્યો, નિબંધો અને વાર્તાઓ મૂકાવા લાગી.
પ્રો. સુમન અજમેરી, શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી ધીરૂભાઈ પરીખ જેવા જાણીતા સાહિત્યકારોનામાર્ગદર્શન હેઠળ એમનું સર્જન અવિરત ચાલુ રહ્યું.એમની ઘણી લઘુ કથાઓ “કુમાર” માસિકમાંપણ પ્રસિધ્ધ થઈ. એમના સર્જનોના રસાસ્વાદ પણ થયા.

(રેડિયો સ્ટેશનમાં કાર્યક્રમની રજૂઆત)
એમના સર્જનનો આનંદ મેળવવા તમારે એમની રચનાઓ વાંચવી જોઈએ, છતાં આ લેખનીમર્યાદામાં રહી, એમની થોડી કાવ્ય પંક્તિઓ અહીં રજૂ કરૂં છું.
માર્ગમાં અમથા મળેલા ગમ હજુંએ યાદ છે,
ખાલી મળેલા સ્મિત મહીંના ભાર પર હસતો રહ્યો..
બીજા એક કાવ્યમાં તેઓ કહે છે,
ક્યાં હતું મારું અહીં કોઈ ઠેકાણું આ શહેરમાં?ઝાંઝવાના ઝળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં ?
એમના સર્જનો માટે તમે એમના આ બે બ્લોગ્સ
ની મુલાકાત લઈ શકો છો.
૨૦૦૮ માં શ્રી રાધેશ્યામ શર્માએ વિશ્વદીપભાઈનો પરિચય જનસત્તામાં પ્રકાશિત કર્યો જેત્યારબાદ “સાક્ષરનો સાક્ષાત્કાર” પુસ્તકમાં સામિલ કરવામાં આવ્યો.આજે અમેરિકામાં ચાલતીસાહિત્યપ્રવૃતિમાં એમનું નામ જાણીતું છે. ૨૦૦૪ માં એમના બાળકોએ કહ્યું, “ડેડી, તમે તમારીફરજ બજાવી, આર્થિક–માનસિક બધીરીતે શિક્ષણ અને સંસ્કાર આપી આપની ફરજ બજાવી,હવે આપ નિવૃતિ લઈઆપનું જે સ્વપ્ન છે ગુજરાતી સા.હિત્યમાં કવિતા–વાર્તા લખવાનું તે હવેપુરુ કરો.”
બાળકોની વાત માની એમણે ૨૦૦૪ માં ૫૭ વર્ષની વયે નિવૃતિ લીધી.૨૦૦૪ માં જ ત્રણમહિના માટે વતનમાં રહી આવ્યા, અને એ દરમ્યાન અનેક કવિ, લેખકો અને ચિંતકોને મળીએમનું માર્ગદર્શન લીધું. અમેરિકામાં ૨૦૧૨માં હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાનું પ્રમુખપદસંભાળેલ. તેઓ કહે છે, “મારુંમૂખ્ય ધ્યેય પરદેશમાં આપણી માતૃભાષા અને આપણાં સંસ્કાર સદા જવલંતરહે એના માટેના પ્રયાસ રુપે, વતનમાંથી આવતા આપણાં સાહિત્યકારોનોલાભલઈ, એમના કાર્યકમોનું આયોજન કરી, અહીં વસતા ગુજરાતીઓમાં ભાષાનોરસ જળવાય રહે તેવા અથાક પ્રયાસો ચાલું રાખવાનો છે.”
નિવૃતીની અન્ય પ્રવૃતિ વિશે તેઓ કહે છે, “હું અને મારી પત્ની રેખા દર વર્ષે મા–ભોમનીમુલાકત લઈએ છીએ.ભાવનગરમાં માનવતા ભર્યા કાર્યમાં રસ લઈ પ્રવૃત રહીએ છીએ.ખાસકરીને…શિક્ષણ ક્ષેત્રે ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી આગળ ભણવામાં પ્રોત્સાહિતકરવા,.બાળકોને આગળ અભ્યાસમાં માર્ગ–દર્શન,.જોબ શોધવામાં માર્ગ–દર્શન તેમજ તેમનેલગતા સેમિનાર યોજવા,આરોગ્યક્ષેત્રે ‘’આઈ–કેમ્પ”, બ્લ્ડકેમ્પ, હેલ્થકેર–કેમ્પ યોજવા. આવા કાર્યમાં ત્રણ મહિના ક્યાં પસાર થઈ જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો..આમાં જે આનંદમળેછે તેનું વર્ણન શબ્દમાં આલેખી શકાય તેમ નથી.”
એમના જીવનનો મંત્ર છે “થઈ શકે તો કોઈનું ભલું કરજો, પણ કોઈનું બુરૂં કદી ન ઇચ્છજો, નકરજો.”
મારી શુભેચ્છા છે કે વિશ્વદીપભાઈ પોતાનો સાહિત્ય સેવાનો અને સમાજ સેવાનો દીપ સદાય પ્રજ્વલિત રાખે.
-પી. કે. દાવડા,ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા
મળવા જેવા માણસ…. સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા…..પરિચય….શ્રી.પી.કે.દાવડા
આદરણીય બહેન પ્રજ્ઞાબેન સાથેનો મને પ્રથમ પરિચય એમના બ્લોગ “શબ્દોનું સર્જન ” ને હું ફોલો કરું છે એટલે એમાં પોસ્ટ થતા લેખો દ્વારા એમની સાહિત્ય પ્રીતિ અને સાહિત્યની પ્રવૃતિઓથી થયો હતો.
ત્યારબાદ એમની સાથેની ફોનમાં લંબાણથી જે વાતો થઇ એના ઉપરથી એમના માયાળુ સ્વભાવ અને ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવા માટેની બે એરીયામાં થતી બેઠકોની સભાઓના મુખ્ય સંચાલિકા તરીકેની એમની સરાહનીય સાહિત્ય સેવા પ્રવૃતિઓ વિષે વધુ જાણીને એમની સાથેનો પરિચય વધુ દ્રઢ થતો ગયો.
સુ.શ્રી પ્રજ્ઞાબેનના પ્રોત્સાહનથી મેં કેટલાક લેખો અને કાવ્યો એમના બ્લોગ શબ્દોનું સર્જન માટે એમને લખી મોકલ્યા હતા.આમાંનાં ત્રણ કાવ્યો/લેખો એમણે કલર ફોટાઓ સાથે જે ત્રણ ઈ-બુકો વાંચકો માટે બહાર પાડી એમાં ગ્રંથસ્થ પણ થયાં છે.
મારા મિત્ર અને બે એરીયાના જ રહેવાસી શ્રી.પી.કે.દાવડા એ મળવા જેવા માણસની એમની જાણીતી પરિચય શ્રેણીમાં આવાં સાહિત્ય સેવી સુ.શ્રી પ્રજ્ઞાબેનનો પરિચય કરાવતો એક લેખ મને ઈ-મેલમાં લખી મોકલ્યો છે એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીના આ અંતિમ લેખ મારફતે સુ.શ્રી પ્રજ્ઞાબેનનો મને વધુ પરિચય કરાવવા માટે શ્રી પી.કે.દાવડાનો હું આભાર માનું છું.
વિનોદ પટેલ
==========================
મળવા જેવા માણસ…મણકો ૫૦ ….સુ.શ્રી પ્રજ્ઞાબહેન દાદભાવાળા
પરિચયકાર … શ્રી.પી.કે.દાવડા
શ્રીમતિ પ્રજ્ઞાબહેન દાદભાવાળા
પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૫૭ માં રાજકોટમાં થયો હતો. એમના પિતાશ્રી જયંતિલાલને કોલેજના બે વર્ષ સુધીનું શિક્ષણ પ્રાપ્ત થયેલું, જ્યારે માતા અનસુયાબહેન પાંચ ધોરણ સુધી ભણેલાં હતાં . પિતા બ્રૂક બોન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા.
પ્રજ્ઞાબહેનનું પ્રાથમિક શાળાનું શિક્ષણ મુંબઈની જાણીતી અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયમાં થયેલું. અહીં ભણતર ઉપરાંત બાળકોની પ્રતિભા નિખારવા, વિવિધ વિષયો શીખવવામાં આવતા, અને છઠા ધોરણ થી વિવિધ લાઈન પસંદ કરવા મળતી. આ શાળામાંથી પ્રજ્ઞાબહેને ૧૯૭૫ માં SSC પરીક્ષા પાસ કરી. SSC ની પરીક્ષા પાસ કરી, પ્રજ્ઞાબહેન મુંબઈની SIES કોલેજમાંથી ફિલોસોફી અને સાઈકોલોજી વિષય સાથે ગ્રેજ્યુએટ થયાં .
કોલેજ કાળ દરમ્યાન એમણે કવિતાઓ લખી, જેમાની કેટલીક કુમાર માસિકમાં પણ પ્રગટ થઈ. આ સમય દરમ્યાન જ એમણે SNDT યુનિવર્સીટીમાંથી પત્રકારિતાનો કોર્સ પણ કર્યો, અને એ દરમ્યાન હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને પ્રદીપ તન્ના જેવા નામી સાહિત્યકારોના સંપર્કમાં આવ્યાં. આ ઉપરાંત એમણે જુદા-જુદા ઘણાં ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો. જેવા કે કોમર્સિયલ આર્ટ, ફેશન ડીઝાઈનીંગ, નૃત્ય અને પછી બ્યુટી પાર્લરનો કોર્ષ. એકવાર પુરૂષોત્તમ ઉપાધ્યાયને હસ્તે સંગીત સ્પર્ધામાં ઈનામ પણ મેળવ્યું. ત્યારબાદ નાટક-સિનેમાના કલાકાર દીના પાઠકની દોરવણી નીચે અભિનય શિખવાનું શરૂ કર્યું,ત્યારે એક બે વાર રેડિયોમાં નાટકના પાત્રો પણ નિભાવ્યાં. એમના પિતાએ એમની કારકિર્દી ઘડવામાં ખુબ મદદ કરી અને પ્રોત્સાહન આપ્યું, અને માતાએ ઘરકામની સમજ આપી.
૧૯૮૦ માં પ્રજ્ઞાબહેનના લગ્ન એક મોભાદાર દાદભાવાળા કુટુંબના સુપુત્ર શરદભાઈ સાથે થયાં . શરદભાઈ વ્યવસાયથી Chartered Accountant છે.આધુનિક વિચાર શ્રેણીવાળા આ કુટુંબમાં પ્રજ્ઞાબહેનને પોતાની આવડત અને શક્તિનો ઉપયોગ કરવાની પુરેપુરી છૂટ અને સગવડ હતી. નોકરી કે વ્યાપાર આ બે પર્યાયમાંથી પ્રજ્ઞાબહેને વેપારને પસંદગી આપી. વિમા એજંટ ના કામ ઉપરાંત એમણે ફેશન ડિઝાઈનીંગ અને મેન્યુફેકરીંગનું કામ ઘરમાંથી જ શરૂ કર્યું. આ કામ ખૂબ જ ધીરજ અને પરિશ્રમ માગી લે તેવું છે, પણ પ્રજ્ઞાબહેને ઉત્સાહ અને ખંતથી આ કામમાં સારી સફળતા મેળવી. સાડી, દુપટ્ટા વગેરે ઉપર જાતે ડીઝાઈન કરી તૈયાર કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ ગોઠવી સફળતા મેળવી. મોટા ઓર્ડર હોય ત્યારે કારીગરો રોકી, સમયસર માલ ગ્રાહકોને પહોંચતો કર્યો. લંડન જઈ ત્યાં પ્રદર્શન કરી ઓર્ડર લઈ આવતાં અને વસ્ત્રો સપ્લાય કરતાં . આ બધા કામની વચ્ચે ૧૯૮૩ માં એમની પહેલી દિકરી નેહાનો અને ૧૯૮૬ માં એમની બીજી દિકરી ભૂમિકાનો જન્મ થયો હતો.
દિકરીઓને સારૂં શિક્ષણ મળે અને જીવનમાં પ્રગતી કરવાની તક મળે એટલે ૧૯૯૯ માં ગ્રીનકાર્ડ મેળવી પ્રજ્ઞાબહેન સહકુટુંબ અમેરિકા આવ્યાં. એકવર્ષ સુધી અન્ય કામકાજને લીધે શરદભાઈ લંડનમાં રહ્યા. લંડનમાં એક વર્ષ રોકાયા બાદ શરદભાઈ અમેરિકા આવ્યા અને એમને કેલિફોર્નિયામાં નોકરી મળી., એક વર્ષ એકલા હાથે ,બે દિકરીઓ સાથે પ્રજ્ઞાબહેન નોર્થ કેરોલીનામાં રહ્યાં.
અજાણી ધરતી અને અજાણ્યા લોકો અને તદન અલગ સંસ્કૃતિ માં American Way of Life સમજવાની મથામણમાં કરતાં રહ્યાં. કાર ચલાવતાં શીખ્યાં, બાળકોને શાળામાં દાખલ કર્યા, અને સાથે સાથે સેફ વે માં આઠ કલાક ઊભા રહીને કામ કરવાની નોકરી પણ કરી. આમ અહીં આવનારા બધાને જે સ્ટ્રગલ કરવી પડે છે તેવી સ્ટ્રગલ એમને પણ કરવી પડી. કેલીફોર્નીયામાં આવ્યા બાદ એમને બેંકમાં નોકરી મળી, જે એમણે છ-સાત વર્ષ સુધી જાળવી રાખી. બન્નેની આવક હોવા છતાં ભાડાના એપાર્ટમેન્ટમાંથી પોતાના ઘર સુધી પહોંચવામાં સાત વર્ષ લાગ્યા. શરદભાઈ અત્યારે ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ડિરેક્ટર ઓંફ ફાઈનાન્સ તરીકે કામ કરે છે.
અમેરિકામાં આવ્યા બાદ પણ પ્રજ્ઞાબહેનનો તરવરિયો સ્વભાવ એમને પગવાળીને બેસવા દે એવું ક્યાં હતું? એમણે વૃધ્ધ નાગરિકોને માર્ગદર્શન આપવા અને મદદ કરવાની ટ્રેનીંગ લીધી, અને સમાજ સેવામાં લાગી ગયાં . આ વિષય ઉપર એમણે અમેરિકાના રેડિયો જીંદગી ઉપરથી વાર્તાલાપ પણ આપેલો. વિદેશની ધરતી પર ભારતના પારંપારિક સાંસ્કૃતિ અને પારિવારીક સંસ્કારોને અવિરત ધબકતું રાખવા “ડગલો” અને “બેય એરિયા ગુજરાતી સમાજ” આ બે ગુજરાતી સંસ્થાઓ Bay Area માં જાણીતી છે. ”DAGLO” એટલે Desi Americans of Gujarati Language Origin. ‘ડગલો’ સંસ્થા બે એરીઆમાં ગુજરાતી સાહિત્ય, સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહી છે. (કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો અને એની આજુબાજુનો વિસ્તાર બેય એરીઆ કહેવાય છે). આ બન્ને સંસ્થાઓમાં પ્રજ્ઞાબહેન અને શરદભાઈ ખૂબ જ સક્રિય ભાગ ભજવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત ગૌરવ દિનની ઉજવણી માટે સંસ્થાના અગ્રણી કાર્યકર તરીકે પજ્ઞાબેન સાહિત્ય સભર સુંદર પ્રોગ્રામનું આયોજન કરે છે. ૨૦૧૪ માં એમણે રજૂ કરેલો કાર્યક્રમ “નરસૈંયો” એમની કલા કુશળતાનો પૂરાવો હતો. પ્રજ્ઞાબહેન બેય એરીઆમાં ‘પુસ્તક પરબ’ નું સંચાલન પણ સક્રિય રીતે સંભાળે છે. આમ માતૃભાષા જીવંત રાખી, કલા-સંગીત પ્રત્યેની અભિરૂચીને વાચા આપી, ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અને ભાષાને ધબકતી રાખવાનું ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યાં છે.

(બેય એરિયા ગુજરાતી સમાજના વાર્ષિક કાર્યક્રમમાં ડાબી બાજુ શ્રી શરદભાઈ દાદભાવાળા, જમણીબાજુ શ્રિમતી પ્રજ્ઞાબહેન દાદભાવાળા, વચ્ચે મુખ્ય અતિથીઓ)
(બેઠકનું સંચાલન કરતાં પ્રજ્ઞાબહેન)
છેલ્લા એક વર્ષથી એમણે મિલપીટાસમાં ગુજરાતીઓનો સાહિત્યમાં રસ જાણી લઈ, એમને મૌલિક લખાણ માટે ઉત્તેજન આપવા પુસ્તક પરબને નવું સ્વરૂપ આપી, “બેઠક” નામે એક પ્રવૃતિ શરૂ કરી છે. અહીં લેખક, પ્રેક્ષક, અને કલાકાર વચ્ચે સુંદર સેતુ બંધાય છે. દર મહિનાના છેલ્લા શુક્રવારે ગુજરાતીઓ ત્રણ કલાક માટે ભેગા થાય છે અને કોઈપણ એક વિષય ઉપર એમના મૌલિક વિચારો, લેખ અને કવિતા દ્વારા રજૂ કરે છે. બેય એરિયામાં ગુજરાતી ઉત્સવના સંચાલન માટે,અને ખાસ કરીને એમની વક્તૃત્વ કલા માટે પ્રજ્ઞાબહેનની ખૂબ જ પ્રસંશા થાય છે.જે વિષય ઉપર એમને બોલવાનું હોય છે એ વિષયનું તેઓ ઊંડું અધ્યયન કરે છે અને સચોટ માહિતી રજૂ કરે છે.
સીનિઅર સિટિઝન ને પ્રેરણા આપવા, તેમના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના અનુભવોને અભિવ્યક્તિ આપવા ,તેમજ તેમની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા, અને નવોદિત લેખક-કવિઓને પ્રોત્સાહન આપવા પ્રજ્ઞાબહેન “શબ્દોનું સર્જન” નામના બ્લોગનું સંચાલન કરે છે. એ સિવાય “ડગલો”, “બેય એરિયા ગુજરાતી સમાજ” નીપ્રવૃતિઓની માહિતી આપવા અને સીનીયર્સને માર્ગદર્શન કરતા બ્લોગ્સનું સંચાલન પણ કરે છે.
અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવેલા ગુજરાતી કુટુંબોને અહીં મળતી સરકારી સગવડોની માહિતી આપી, એમને જોઈતી મદદકરવા માટે પ્રજ્ઞાબહેન કાયમ ઉત્સુક રહે છે. હું ગ્રીનકાર્ડ લઈ, કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો, ત્યારે મને પણ પ્રજ્ઞાબહેનનું ઉપયોગી માર્ગદર્શન મળેલું. બેય એરિયાના જાણીતા ગુજરાતીઓ સાથે મારો સંપર્ક કરાવી આપવામાં પણ પ્રજ્ઞાબહેનનો મોટો ફાળો છે. તમે પ્રજ્ઞાબહેનનો સંપર્ક pragnad@gmail.com માં કરી શકો છો.
-પી. કે. દાવડા

P.K.DAVDA
શ્રી દાવડાજીએ અગાઉ કરાવેલા ૪૯ વ્યક્તિઓના પરિચય
વાંચવા માટે શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ