Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

15 October 2015

ઝેરની પડીકી ….. વાર્તા ….. વિનોદ પટેલ

ઝેરની પડીકી ….. વાર્તા ….. વિનોદ પટેલ

જીતેશ વિધવા માતા કમળાબેનનો એકનો એક પુત્ર હતો. કમળાબેન માટે એ આંખની કીકી જેવો વ્હાલો હતો .કેમ ના હોય, જીતેશ જ્યારે માત્ર દસ વર્ષની કુમળી વયનો હતો ત્યારે એમના પતિ મનહરભાઈ ન્યુમોનીયાની ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસી થયા હતા. પતિ જતાં ઘર ચલાવવાની એકાએક આવી પડેલી મોટી જવાબદારી માથે ઉપાડી લઈને કમળાબેનએ આ શિક્ષિકા તરીકે નોકરી કરી જીતેશને માતા અને પિતાનો પ્રેમ અને સંસ્કાર આપી ઉછેર્યો .એમના પ્રિય દીકરાને સારું શિક્ષણ આપી એના ઉજળા ભાવી માટે તૈયાર કરવામાં કમળાબેનએ કશી કચાશ છોડી ન  હતી. કહે છે ને કે પ્રેમ એ ભગવાનનું બીજું નામ છે. પ્રેમ એ જ શક્તિનો સ્ત્રોત છે .

જીતેશે એની કોલેજનો અભ્યાસ પૂરો કર્યો એટલે કમલાબેનએ જીતેશની જ પસંદગીની બી.કોમ પાસ થયેલી એમની જ્ઞાતિની જ કન્યા કામિની સાથે જીતેશનાં શુભ લગ્ન સગાં સંબંધીઓની હાજરીમાં ખુબ ધામધુમથી ઉજ્વ્યાં હતાં .લગ્ન કરીને જ્યારે કામિની અને જીતેશે પતી-પત્ની તરીકે ગૃહ પ્રવેશ કર્યો ત્યારે મનમાં અનેક અરમાનોથી છલકાતી નવવધુને    વધાવતાં કમળાબેનની આંખમાં હર્ષનાં આંસુ ધસી આવ્યાં હતાં . આ વખતે એમનું અંતરમન એક ઊંડા સંતોષ અને આનંદની મિશ્ર  લાગણીઓથી છલકાઈ ગયું હતું.

કમળાબેન કામિનીને જાણે એ એમની દીકરી ના હોય એવા ભાવથી ચાહતાં હતાં અને એની સાથે દીકરી જેવો જ વહેવાર કરતાં હતાં.પોતાની માતા અને એની પત્ની કામિનીને ખુશ જોઇને જીતેશ પણ મનથી ખુબ ખુશ રહેતો હતો.પરંતુ આવી ખુશી બહુ દિવસો માટે ટકી ના શકી .જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ કામિનીને મનથી લાગવા માંડ્યું કે એનાં સાસુ કમળાબેને જીતેશને સાવ માવડિયો બનાવી દીધો છે અને એથી જીતેશ એના પ્રત્યે જોઈએ એવો પ્રેમ બતાવતો નથી જેવો એ કમળાબેન પ્રત્યે બતાવે છે.ઘર સંસારની ઘણી વાતોમાં કમળાબેન તરફથી અવાર નવાર થતી દખલગીરીથી સાસુ પ્રત્યેનો કામિનીનો અણગમો દિન પ્રતિ દિન વધતો જ ગયો.

કામિની સ્વભાવે મૂળથી એક સ્વતંત્ર મિજાજની સ્ત્રી હતી. જીતેશ તરફના એના પ્રેમ વચ્ચે કમળાબેન એક હરીફ તરીકે આડખીલીરૂપ છે અને હમેશાં સાસુ તરીકેનો એમનો હક્ક જમાવવા માગે છે એમ એને મનથી લાગ્યા કરતું હતું. આના કારણે ધીમે ધીમે શરુઆતમાં આ સાસુ-વહુ વચ્ચે જે મા અને દીકરી જેવા પ્રેમ સંબંધો હતા એમાં તિરાડો પડવા લાગી હતી અને એને લીધે ઘરમાં કંકાશ અને તિરસ્કારનાં મુળિયાં દિવસે દિવસે ઊંડાં જતાં ગયાં .

કામિની અને કમળાબેનના સ્વભાવમાં અસમાન અને જમીનનો તફાવત હતો.વિધવા કમળાબેન એમના એકના એક વ્હાલા દીકરા જીતેશ પ્રત્યેના અનહદ પ્રેમની પકડ ઢીલી કરવા માટે અશક્ત હતાં. આ આખી વાતમાં નિર્દોષ વ્યક્તિ  જીતેશ ઉપર આધિપત્ય જમાવવાની સાસુ અને વહુની આ એક પ્રકારની લડાઈ હતી !બિચારા પતિ જીતેશની મનોસ્થિતિ તો સુડીનાં બે પાંખીયાં વચ્ચે જેમ સોપારી દબાતી હોય એવી થઇ ગઈ હતી.ના તો  એ માતાને ખુલ્લા દિલે કશું કહી શકતો હતો કે ના તો એ એની પત્ની કામિનીને કશું સમજાવી શકતો હતો .

જીતેશએ લગ્ન કરતા પહેલાં જ કામિની અને એના માતા-પિતા સાથે શરત કરેલી કે એ કોઈ પણ સંજોગોમાં એની માતાથી જુદો રહી નહી શકે.એની માતા કમળાબેનને કુટુંબમાં સાથે રાખવાની જો તૈયારી હોય તો જ એ લગ્ન કરવા રાજી હતો. એ વખતે કામિનીએ આ શરત ખુશીથી સ્વીકારી હતી પણ હવે કમળાબેન એને આંખમાં પડેલા પથ્થરના કણાની જેમ ખુંચતાં હતાં.એમની વચ્ચેના એક વખતના પ્રેમના સરોવરનાં પાણી સુકાઈ ગયાં હતાં અને સંબંધોની જમીનના તળીયે તિરાડો પડી ગઈ હતી !

દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા પરંતુ સાસુ-વહુ વચ્ચેના ઝગડા ઘટવાને બદલે વધતા જ ગયા . જુનવાણી માનસ ધરાવતાં કમળાબેન વાત વાતમાં કામિનીની કંઇક ને કંઇક ભૂલો શોધી કાઢી એની ટીકા કરતાં એ કામિનીને જરાએ પસંદ ન હતું.કમળાબેન પ્રત્યેનો કામિનીનો તિરસ્કાર હદ વટાવી ગયો હતો.આ રોજ રોજના ઘર કંકાસથી એ જ્યારે વાઝ આવી ગઈ ત્યારે એક દિવસ જીતેશ કે કમળાબેનને કશી ખબર આપ્યા વિના એ એના પિયર અમદાવાદમાં એના માતા પીતા સાથે રહેવા માટે જતી રહી.

પિયરમાં કામિનીના પિતા રમણભાઈના એક ખાસ મિત્ર શાંતિભાઈ વૈદ્ય અમદાવાદના એક પારંગત અને હોશિયાર  વૈદ્ય તરીકે ખુબ જાણીતા હતા.રમણભાઈના કુટુંબ સાથે એમનો વર્ષોથી નજીકનો સંબંધ બંધાયો હતો. કામિની માટે તો તેઓ એના બાલ્યકાળથી એક મિત્ર અને માર્ગ દર્શક બની ગયેલા એના “શાંતિ કાકા “ હતા.પિયર વાસ દરમ્યાન કામિની એક દિવસ આ શાંતિભાઈ વૈદ્યને મળવા એ એકલી એમના  ઘેર ગઈ.એમની સાથેની વાતચિતમાં એણે એની સાસુ કમળાબેન અને એના વચ્ચે થતા વારંવારના ઝગડાઓની પણ વાત કરી.મનમાં એક ખાસ મકસદ લઈને શાંતિકાકાને એ મળવા આવી હતી.

છેલ્લે કામિનીએ શાંતિભાઈને જે વાત કરી એ સાંભળી તેઓ મોટા અચંબામાં પડી ગયા કે એ શું બોલી રહી છે !કામિનીએ એમને ધીરેથી કહ્યું  :”શાંતિકાકા , તમે આ શહેરના પ્રખ્યાત વૈદ્ય છો.તમારી દવાની જડીબુટ્ટીથી ઘણાના રોગ દુર કરો છો.તમે મને એવી કોઈ દવા બનાવી આપો કે જેથી મારો અને મારી સાસુ વચ્ચેનો પ્રશ્ન હંમેશ માટે ઉકલી જાય !”

જમાનાને પચાવી ગયેલા આ અનુભવી વૃદ્ધ શાંતિભાઈને સમજી જતાં વાર ના લાગી કે કામિની શું કહેવા માગે છે.કામિનીના ઝેરી બની ગયેલા દિમાગમાં સાસુને ઝેર આપવાનો વિચાર આવે જ કેમ એ તેઓ સમજી ના શક્યા. તેઓ કામિનીના મનનો તાગ મેળવતા હોય એમ બે ઘડી એના મુખ સામે એકી નજરે તાકી રહ્યા.

છેવટે થોડો વિચાર કર્યા બાદ કામિનીના આ શાંતિકાકાએ ખુબ જ શાંતિથી એને કહ્યું:”કામિની બેટા, તારો આ પ્રોબ્લેમ  હંમેશ માટે  ઉકેલવા માટે હું તને જરૂર મદદ કરીશ.”કામિનીને હતું કે એની વાત સાંભળતાં શાંતિકાકા ગુસ્સે થઇ જશે પણ એને બદલે તો તેઓ તો એની સાસુ કમળાબેનનો કાંટો હંમેશ માટે દુર કરવા  માટે એને મદદ કરવા માટે તૈયાર થઇ ગયા એથી એ પણ આશ્ચર્યમાં પડી ગઈ ! .”

ત્યારબાદ શાંતિકાકાએ દવાની જુદી જુદી કેટલીક પડીકીઓ બનાવીને એ કામિનીને આપતાં કહ્યું :” લે કામિની, તારે આ પડીકીઓ તારી સાસુને કોઈ વહેમ ના પડે એવી હોશિયારીથી થોડા થોડા દિવસોના આંતરે આપવાની છે.એમને કહેવાનું કે આ દવાથી એમની તબિયતમાં સુધારો થઇ જશે.મેં આ દવામાં ઝેર ભેળવ્યું છે. આ દવાની અસર લાંબા ગાળે થશે.તારે છ મહિના સુધી રાહ જોવી પડશે.પરંતુ મારી કેટલીક શરતોનું તારે બરાબર પાલન કરવું પડશે.એ જો તું કરીશ તો જ મારી આ દવાની ધારી અસર થશે.”

કામિની કહે :”જરૂર, શાંતિ કાકા ,તમે જેમ કહેશો એમ કરીશ “

શાંતિભાઈ કહે :” જો કામિની, જાણે કશું જ બન્યું નથી એવો ચહેરા પર ભાવ રાખી તું જીતેશ અને કમળાબેન સાથે રહેવા પાછી જા.તારી સાસુને આંતરે દિવસે સારું સારું રાંધીને ખવડાવજે  અને દરેક વખતે આ બધી પડીકીઓમાંથી એક પડીકી એમને કોઈ પણ જાતનો વહેમ ના આવે એ રીતે એમાં નાખજે.એમની સાથે બહુ દલીલબાજી ના કરીશ કે એમને કોઈ વાતે ખોટું લાગે એવુ કશું ના કરીશ . એમની સાથેનું વર્તન બરાબર સુધારી દેજે. એમની સાથે તારી મા જેવું સારું વર્તન કરજે કે જેથી એમને પડીકીઓ વિષે કોઈ વહેમ ના આવે.”

શાંતિકાકાએ આપેલી પડીકીઓ લઈને કામિની એક દિવસ કમળાબેન અને જીતેશની સાથે રહેવા આવી ગઈ.કમળાબેનએ એને પાછી આવેલી જોઇને પ્રથમ તો મ્હેણું માર્યું કે બાપના ઘેર તમારો ખંટાવ ના થયો!પરંતુ એના જવાબમાં કામિની  એક અક્ષર પણ ના બોલી અને ઘરના કામમાં લાગી ગઈ. શાંતિકાકાના શીખવાડ્યા પ્રમાણે એણે એના વર્તાવમાં ફેરફાર કરી દીધો હતો.શાંતિકાકાના કહેવા પ્રમાણે એ છ મહિના સુધી કરતી ગઈ. આ છ મહિનામાં ઘરનું આખું વાતાવરણ ધરમૂળથી જ બદલાઈ ગયું.કમળાબેન કામીનીથી ખુબ ખુશ રહેવા લાગ્યાં .કામિની પણ સાસુથી ખુશ રહેવા લાગી. કમળાબેન અને કામિની વચ્ચે સાસુ-વહુ નહી પણ પહેલાંની જેમ એક મા-દીકરીના જેવો પ્રેમ ભાવ તાજો થયો.

એક દિવસ કામિનીના દોષિત મનમાં ઝબકાર થયો કે એક મા સમાન કમળાબેનનો કાંટો દુર કરવા માટે હું કેવું અધમ કામ કરી રહી છું. એના હૃદય મનના ઊંડાણમાંથી એને ખુબ પસ્તાવો થવા લાગ્યો.એક દિવસ એ કમળાબેન અને જીતેશની રજા લઈને એના પિયર અમદાવાદ જઈને તરત જ શાંતિલાલ વૈદ્યને મળવા માટે દોડી ગઈ.

શાંતિકાકાને બે હાથ જોડી કામિની એમને વિનવી રહી :”શાંતિ કાકા મારાથી મોટી ભૂલ થઇ ગઈ છે. ગુસ્સામાં અને તિરસ્કારની આગમાં ભાન ભૂલીને હું માર્ગ ભૂલી ગઈ હતી.તમારા કહેવા પ્રમાણે કરવાથી મારાં સાસુ તો સાવ બદલાઈ ગયાં છે.મહેરબાની કરીને મને એવી કોઈ બીજી દવાની પડીકી આપો કે જે એમને આપવામાં આવેલી ઝેરની પડીકીઓની અસર મિટાવી દે.મારે મારી આ મા સમાન સાસુને મારવાં નથી એમને કોઈ પણ હિસાબે જીવાડવાં છે. કાકા મારી ભૂલ માફ કરી દો અને આનો કંઇક ઉપાય કરો.”

આ સાંભળીને શાંતિકાકા ખડખડાટ હસી પડ્યા અને કામિનીને કહેવા લાગ્યા :

” અરે ગાંડી છોકરી, તારે કશી ચિંતા કરવાની કે ગભરાવાની જરાએ જરૂર નથી. તને મેં જે ઝેરની છે એમ કહીને પડીકીઓ આપી હતી એ હકીકતમાં તારી સાસુની તબિયત સુધારવા માટે વિટામીનની ગોળીઓનો ભૂકો હતો.મારે તારી સાસુને ઝેર આપવું ન હતું પણ તારા મગજમાં ભરાઈ ગયેલા ખોટા વિચારોના ઝેરની દવા કરવી હતી. તમારા ઘરના ઝઘડા તમારા બન્નેના મગજમાં જમા થતા ઝેરના પરિણામે થતા હતા.મેં કહ્યું એમ કરવાથી આ છ મહિનામાં તારી સાસુ અને તારા મગજમાં જે ઝેર જમા થયું હતું એ ઉતરી ગયું.તમારાં દિલ દિમાગ સાફ થઇ જતાં તમને બન્નેને તમારી ભૂલો સમજાઈ ગઈ . આના શુભ પરિણામે તું લગ્ન કરીને સાસરે ગઈ એ દિવસ જેવો તમારા બન્ને વચ્ચેનો પ્રેમભાવ ફરી સ્થપાઈ ગયો. “

“દીકરી હવે તારા બધા જુના બુરા વિચારો માટે દુખી થયા વિના એને ભૂલી જા અને જાણે કશું જ બન્યું નથી એવા ચોખ્ખા દીલ દિમાગથી કમળાબેન અને જીતેશ સાથે ફરી હળીમળીને રહે અને તારી હવે પછીની જિંદગીને હસી ખુશી અને આનંદથી ભરી દે. નવી ગીલ્લી નવો દાવ.આ તારા શાંતિકાકાના તને ખોબલે ખોબલે આશીર્વાદ છે. “

કામિની જ્યારે શાંતિકાકાને ચરણ સ્પર્શ કરી વિદાય લઇ રહી હતી ત્યારે શાંતિકાકાએ હસતાં હસતાં ઉમેર્યું :

“જો હવે પછી કોઈ ઝેરની પડીકી લેવા ફરી આવીશ તો નહિ આપું “

કામિની(શરમથી ઝૂકીને ) :” કદી પણ નહી આવું કાકા.મારાથી થયેલી ભૂલને માફ કરી દેશો  ને ?”

….અને આ રીતે કામિની અને કમળાબેનના ઘર સંસારમાં હસી ખુશી ફરી આવી ગઈ .બન્ને વચ્ચેના સંબંધોમાં પડેલી  તિરાડ એ ફરી કદી નજરે ન પડે એવી રીતે સંધાઈ ગઈ ! 

ઘમ્મર વલોણું- ૬

ઘમ્મર વલોણું- 
કાના, તારી વાંસળીના શુર સાંભળીને આ ઝાડવા ડોલે છે, પર્વતો જુમી ઉઠે છે. વાદળાઓ થંભી જાય છે. પવન પણ પોતાની ગતિને ધીમી કરીને રોકાઈ જાય છે. જમુનાના પાણી પણ ખળ ખળ વહીને તારી વાંસળીના શુરમાં તાલ મિલાવે છે. આ ધરા કાંઠે ઝુલતા કદંબના ઝાડ કે વગડે મ્હાલતા જાંબુના ઝાડ, બધા તારી જ વાંસળીના શુરે જુમી રહ્યા છે. તલ્લીન બનીને ઘાસ ચરતી ગાયો અને ભેંસો પણ શૂરો વાગોળે છે. શેરીના બાલુડા પણ તારી મોહક અદાથી અંજાઈને તારી સાથે રમવા દોડી આવે છે. એકલી રાધાની તો શું વાત કરીએ પણ ગામની બધી ગોપીઓ, ઘેલી બનીને તારી વાંસળીના શુરે શુરે દોડી આવે છે.
વાંસળી તો મારી પાસે પણ છે અને બીજા ઘણા પાસે છે. બીજાની જેમ મને પણ વાંસળી વગાડતા આવડે છે. હું વાંસળી વગાડું તો ઘર વાળા પણ કંટાળીને મને રોકી લે છે. ઝાડવા તો ઠીક પાંદડા પણ હલતા નથી. કોઈ ચકલુય ફરકતું નથી. તારી વાંસળીમાં જેવા શૂરો વાગે છે તેવા શૂરો તો હું પણ હવે શીખી ગયો છું. મતલબ કે વાંસળીમાં કોઈ જાદુ નથી. મારી જેમ તારે પણ આંગળીઓ છે અને હોઠ.
હે કાના, આજ એક વાત તું કાન ખોલીને સાંભળી લે. તું આવીને આજ વાંસળી વગાડીશ તો એ ઝાડવા નહિ હલે. કારણ એ કપાઈ કપાઈ ને પાંખા બની ગયા છે. પર્વતો પણ જુમી ઉઠશે કારણ એનાં પર કોઈ ગાયો ચરવા નથી જતી. ઘણી ખરી ગાયો અને ભેંસોની કતલ થઇ રહી છે કે પાંજરાપોળમાં મુકાય છે. ચકવા ને પોપટો પાંજરે પુરાયા છે. રાધા અને ગોપીઓ હવે સ્માર્ટ બની ગઈ છે. ખળ ખળ વહેતા, જમુનાના પાણી હવે પ્રદુષિત બનીને ગંધાઈ રહ્યા છે. પવન પણ હવે કૃત્રિમ હવાથી ઈર્ષાળુ બની ગયો છે.
તો હે કાન, હવે તારી વાંસળીના શૂરો કોઈ જાદુ કરશે કે કેમ ? કે પછી એવું તો નથી કે તેં પણ વાંસળીને જમુનાના પાણીમાં નાખીને ગીટાર વસાવી લીધી છે !!!
મુખવાસ :       નવરાત્રીના શુભ પર્વે, રાતો બની જાય છે દિવસ, અને રાસે રમે છે રૂડા અંબિકા
                       હૈયે હરખ છલકાય ઘણો,દીવાના બની જવાય છે દેખો સાથે ફરે છે માં જીવંતિકા
નવરાત્રીના પાવન પ્રસંગે સૌને ખુબ ખુબ શુભકામનાઓ
જય માતાજી !!

9 October 2015

મને મારું બાળપણ પરત મળે તો ?

મને મારું બાળપણ પરત મળે તો ?


આ ચિત્ર પર ક્લિક કરો.
આ ચિત્ર પર ક્લિક કરો.
એમાંથી ટાંચણ …
…………અમારાં બાળપણના દિવસોમાં નહિ હતા આવા સુંદર બાગ્-બગીચાઓ ! પણ આજુ-બાજુના અને પાડોશના બાળકો સાથે મળી સવારથી જ અનેક પ્રકારની રમતો રમવામાં એટલા તો મશગુલ થઈ જતાં કે અમને જમવા માટે પણ માને શોધવા નીકળવું પડ્તું ! વેકેશનમાં મોસાળ તો જવાનું જ હોય અને ત્યાં નદી કિનારે નદીમાં ધુબાકા મારવા ! ક્યારે ક કુવામાં ખાબક્વું ! ઝાડ ઉપર આંબા-પીપળી રમવી ! તો ઘેર હોઈએ ત્યારે સંતાકુકડી , ચોર-પોલીસ, સાત તાળી , આંધળો-પાડો , ગીલી દડા , દડા-પીટ, નારગોલ, હુ તુ તુ , લંગડી , ખો -ખો , ગોટી અને કોડી, ભમરડો ફેરવવો, થપો, સાપ-સીડી, ઈસ્તો, નવ-કાંકરી, વ્યાપાર, પાનાની રમતમાં, ભાગલા બાજી, મંગુસ, સાત-આઠ, દો-તીન-પાંચ, બ્લેક ક્વીન, ધાપ (420), ઠોસો, ચોકડી,, છકડી તો ચોમાસા દરમિયાન વરસાદમાં નહાવું અને પેલા ખીલા ખુંચાડવાની રમત રમવી , કાદવ ખૂંદવો અને પાણીમાં છબ-છબીયાં કરવા વગેરે અનેક પ્રકારની રમતો રમવામાં જાણે હું પણ ખુંપી ગયો !

અંગદે નિશાળ છોડી દીધી

અંગદે નિશાળ છોડી દીધી

સાભાર – ડો. કનક રાવળ
કિસનનો ઊડન ખટોલો  જોઈને સૌને એમ થાય કે, આપણી શિક્ષણ પદ્ધતિ ક્યારે બદલાશે? ક્યારે આવા અનેક કિશનોમાં ભરેલી પડેલી સર્જકતા ઉજાગર કરી શકે; તેવી શિક્ષણ પદ્ધતિ આકાર લેશે?
પણ એક અંગદ એવો પણ છે; જેણે એ શિક્ષણ પદ્ધતિ સામે બંડ પોકાર્યું છે. અનેક, અવનવી ચીજો જાતે બનાવી, હવે તે પોતાની કમ્પની સ્થાપવાનો છે.

અંગદ દરયાની – ૧૦ મા ધોરણનો વિદ્યાર્થી 

angad

એની થોડીક સિદ્ધિઓ – 
  1. ૯ મા ધોરણમાં નિશાળ છોડીને ઘરમાંથી અભ્યાસ
  2. આઈ.આઈ.ટી. ( મુંબાઈ) માં રિસર્ચ
  3. શાર્ક કિટ – બાળકો જાતે બનાવતા થાય; એ માટેનો ઓજાર કિટ
  4. મેકર્સ એસાયલમ- બાળકો જાતે આવીને મનગમતું કામ કરી શકે તેવા ઓજારોથી ભરપુર ‘ઓપન વર્કશોપ’
  5. અંધજનો માટેનું વર્ચ્યુઅલ બ્રેઈલર
angad_1 angad_2
વેબ ડિઝાઈન
વેબ ડિઝાઈન
વર્ચ્યુઅલ બ્રેઈલર
વર્ચ્યુઅલ બ્રેઈલર
એના વિશે માહિતી આપતો આ વિડિયો જુઓ-
——————
તેણે જાતે બનાવેલી પોતાની વેબ સાઈટ 
તેની યુ-ટ્યુબ ચેનલ 
અલબત્ત …..
અંગદ એક વિશિષ્ઠ કિશોર  છે. તેની પાસે નિશાળ છોડીને અમાપ ક્ષિતીજમાં મ્હાલવાની શક્તિઓ છે – એવા સંજોગો એને માટે મોજૂદ છે.
પણ…
એવા ઘણા અંગદો હશે કે, જેમનામાં આવી હિમ્મત નહીં હોય કે, એવા આર્થિક , સામાજિક સંજોગો નહીં હોય.
અથવા ..
        સામાન્ય હોવા છતાં ; નિશાળનું વાતાવરણ, તેજસ્વી કારકિર્દી બનાવવા માટેની મૂષક દોડ / ટ્યુશન ચક્કરો… એમને અકળાવી નાંખતા હશે/ હતોત્સાહ કરી દેતા હશે; હતાશાના વમળોમાં ડુબાડી દેતા હશે.
શું જાગૃત નાગરિકો તરીકે આપણી પાસે આ જરી પુરાણી શિક્ષણ પ્રણાલીનો
કોઈ જ…..કોઈ જ…..કોઈ જ…..ઉકેલ નથી? 
કોઈ જ…..કોઈ જ…..કોઈ જ…..વિકલ્પ નથી? 

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા


પણ જાણીતા પત્રકાર અને નિડર વિચારક શ્રી.ઉર્વીશ કોઠારીના લેખનાં નીચેનાં ટાંચણો મનને ભાવી ગયાં :-
ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.
અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો?
આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.
વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે.
ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે?
..
ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે.
જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે. તેનું ગૌરવ સ્થાપવાની છે.
બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?
ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. ૨૧ ફેબ્રુઆરીને (વિશ્વ માતૃભાષા દિન ઉર્ફે માતૃભાષા મહિમા દિનને) આ પાઠ યાદ કરવા માટે નિમિત્ત બનાવી શકાય.
આ વિષય પર ઘણા સાહિત્યકારો, ભાષાશાસ્ત્રના જાણકાર વિદ્વાનો અને સાહિત્ય રસિક વ્યક્તિઓનાં વિચારો વાંચવાની તક પણ મળી છે. ઉર્વીશભાઈ ગુજરાતમાં રહે છે; અને પત્રકાર/ કટાર લેખક/ જાગૃત વિચારક હોવાના સબબે બહોળો અનુભવ અને પાકટતા ધરાવે છે. આથી એમના વિધાનોની પાછળ રહેલી પાયાની સચ્ચાઈ અસર કરી ગઈ. તેમનાં ઉપરોક્ત વિધાનોએ સાવ નવા જ વિચારો મનમાં ઉભરાવ્યા. આખી વ્યવસાયી જિંદગીમાં કેવળ અંગ્રેજીમાં જ વ્યવહાર કરનાર, આ જણ ગુજરાતી ભાષા વિશે કશુંક લખે; તે કેટલે અંશે ઉચિત છે, તે તો ખબર નથી. પણ એક ગુજરાતી તરીકે પેટમાં બળે; અને આ બ્લોગ જેવી પીઠિકા ( પ્લેટફોર્મ વધારે સમજાશે? ) પર હૈયા વરાળ કાઢે; તેને વાચકો દરગુજર કરે તેવી વિનંતી.
…………………………………
આખી જિંદગી અંગ્રેજીમાં જ કામ કર્યા છતાં, ગુજરાતીમાં લખતી વખતે અભિવ્યક્તિની જે મોકળાશ જણાઈ છે; તે અંગ્રેજીમાં લેખ લખતી વખતે કે ગુજરાતીમાંથી અનુવાદ કરતી વખતે નથી જણાઈ. વારે ઘડીએ એક શબ્દ લખી, યોગ્ય શબ્દ ગોતવા થિસોરસ વાપરવો પડ્યો છે. ગુજરાતીમાં તો ટપાક દઈને બરાબર બંધ બેસતો શબ્દ અંતરમાંથી ઊભરાઈ આવતો અનુભવ્યો છે.
પહેલી વખત ટ્રાન્સલીટરેશનની ટેક્નોલોજીથી કોમ્પ્યુટરના સ્ક્રીન પર ઊપસી આવતા ગુજરાતી અક્ષરો જોઈ નાચી ઊઠેલા આ ગુજરાતીનો અનેરો આનંદ એ એના કોશે કોશમાં વ્યાપી ગયેલી ગુજરાતીતા છે.   આ ઉન્માદ બીજા અનેકોએ પણ અનુભવેલો છે.
જ્યાં સુધી ઠેર ઠેર આવી ગુજરાતીતા અસ્તિત્વ ધરાવે છે; ત્યાં સુધી, ગુજરાતીમાં વિચારતા છ કરોડ લોકોની ભાષા લુપ્ત થઈ જશે; એ માન્યતા સ્વીકારવા મન માનતું નથી.
બીજી વાત…..
છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ઇન્ટરનેટ અને બ્લોગના સાધનો વિના મૂલ્યે હાથવગાં થવાનાં કારણે, ગુજરાતી બ્લોગ જગત જેવી એક સાવ નવી જ હસ્તિએ/ ઘટનાએ આકાર લીધો છે. એકદમ સ્વયંભૂ આવેલો આ જુવાળ વેપારી અને પૈસાના પૂજારી તરીકે બદનામ ગુજરાતીઓ માટે અદ્ભુત છે.  ચોકસાઈથી ગણી ન શકાય એટલી મોટી સંખ્યામાં, બિલાડીના ટોપની જેમ, ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો અસ્તિત્વમાં આવ્યાં છે; ઉમેરાતાં જ જાય છે. લખાતા ગુજરાતી સાહિત્યની તવારીખમાં આ એક સાવ નવું નક્કોર અને તરોતાજા પ્રકરણ ખૂલી ચૂક્યું છે. પ્રકાશકોની તાતી તલવાર, જોહુકમી અને  વ્યાપારી ગણતરીઓથી  મુક્ત અને ખર્ચની ચિંતાથી મુક્ત આ માધ્યમના અનેક ફાયદા આ જણે જાતે અનુભવ્યા છે. ( આ અંગેના બે લેખ વાંચવા વાચકોને ભલામણ :       બ્લોગર : અક્ષયપાત્ર )
સામાન્ય જનતામાં વધતા જતા નેટ અને અને સેલ ફોનના ઉપયોગને નજરમાં રાખતાં આ માધ્યમ વધારે ને વધારે વિસ્તરતું જશે; એમ દેખાઈ રહ્યું છે. ન ઉવેખી શકાય તેવી આ એક ઘટના છે. પ્રજામાં આવેલ આમૂલ ક્રાંતિ જેવી આ ઘટના છે. એક નવો જ યુગ સ્થપાવાના એંધાણ આપતી આ ઘટના છે.
કામની ભાગાદોડીમાં, મુષક દોડમાં ફસાયેલ, વ્યસ્ત યુવા પેઢી આમાં સામેલ છે;  તો મારા જેવા નિવૃત્ત અને ઘરકામ કરતી ગૃહિણી પણ છે; અને ઉર્વીશભાઈ જેવી  સાહિત્ય સાથે સંકળાયેલી જાણીતી વ્યક્તિઓ પણ છે. અરે! ગુજરાતના મુખ્ય પ્રધાન પણ આ હરણફાળમાં સામેલ છે. આને પ્રતાપે ગુજરાતી ભાષાનું ગૌરવ વધવાનું જ છે એમ કહું; તો એ આ બ્લોગરનો મિથ્યા આશાવાદ કે તુક્કો ન ગણતા. ભાષાની સેવા આ માધ્યમ દ્વારા નિઃશંક થઈ રહી છે/ થવાની છે ; તે હકીકત છે.
જે ભય સૌને છે; તે
  • ગુજરાતીની ઘટતી જતી પ્રતિષ્ઠાનો છે.
  • બોલાતી ગુજરાતીમાં વધતા જતા અંગ્રેજી શબ્દોના પ્રદૂષણનો છે.
  • લખાતી ભાષાની અશુદ્ધતાનો છે.
  • અંગ્રેજી માધ્યમની વધતી જતી ઘેલછાનો છે.



ગઝલ સમ્રાટ સ્વર્ગીય જગજીતસિંહની પુણ્ય તિથીએ એમને હાર્દિક સ્મરણાંજલિ ….

ગઝલ સમ્રાટ સ્વર્ગીય જગજીતસિંહની પુણ્ય તિથીએ એમને હાર્દિક સ્મરણાંજલિ ….

Jagjit_Singh_(Ghazal_Maestro).jpg-210 ઓક્ટોબર ૨૦૧૫ના રોજ ગઝલના બાદશાહ તરીકે ખુબ લોકપ્રિય ગઝલ ગાયક સ્વર્ગીય જગજીતસિંહ ની પુણ્ય તિથી છે.

ગઝલ સમ્રાટ જગજીતસિંહનું દુખદ અવસાન  તારીખ 10 મી ઓક્ટોબર 2011 ની સવારે આઠ વાગે બ્રેઈન હેમરેજ ના લીધે  થયું હતું.બે સપ્તાહથી વધુ સમય કોમામાં રહ્યા પછી મુંબઈમાં લીલાવતી હોસ્પીટલમાં એમણે દેહ છોડ્યો હતો.

એમના અવસાનના સમાચારો જાણીને સમગ્ર ભારત દેશમાં અને વિદેશોમાં વસતા એમના કરોડો પ્રસંશકોમાં ઊંડા શોકનું મોજું ફરી વળ્યું હતું.

જગજીતસિંહ એમના મૃત્યુના દિવસે, થોડા દિવસ પહેલાં શિવ સેનાએ જેમનો મુંબાઈમાં ગઝલ પ્રોગ્રામ કેન્સલ કરાવ્યો હતો એ, જાણીતા પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામઅલી સાથે એક સંયુક્ત શો ની તૈયારી કરી રહ્યા હતા.

જગજીતજીનો જન્મ 8 ફેબ્રુઆરી 1941ના રોજ રાજસ્થાનના ગંગાનગરમાં થયો હતો.

સ્વ. જગજીતસિંહ ના જીવન અંગે અન્ય જાણવા જેવી કેટલીક વાતો …

– જગજીતજીનો પરિવાર મૂળ પંજાબના રોપડ જિલ્લાના દલ્લા ગામમાં રહેનારો છે.
– જગજીતજીનુ બાળપણનુ નામ જીત હતુ. કરોડો સાંભળનારાઓને કારણે જીત સાહેબ થોડાક જ દસકાઓમાં જગને જીતનારા જગજીત સિંહ બની ગયા.
– શરૂઆતી શિક્ષા ગંગાનગરની ખાલસા શાળામાં થઈ અને પછી તેઓ આગળ ભણવા જાલંધર આવી ગયા.
– ડીએવી કોલેજથી સ્નાતકની ડિગ્રી મેળવી અને ત્યારબાદ કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયમાંથી ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યુ.
– બાળપણથી જ પોતાના પિતા તરફથી સંગીત વારસામાં મળ્યુ હતું .
– ગંગાનગરમાં જ પંડિત છગનલાલ શર્માના સાનિધ્યમાં બે વર્ષ સુધી સંગીત શીખવાની શરૂઆત કરી.
– આગળ જઈને સૈનિયા કુંટુબના ઉસ્તાદ જમાલ ખાન સાહેબ પાસેથી ખ્યાલ, ઠુમરી અને ધુપદની ઝીણવટો શીખી.
– પિતાની ઈચ્છા હતી કે તેમનો પુત્ર ભારતીય પશાસનિક સેવા(આઈએએસ)માં જાય પણ જગજીત પર ગાયક બનવાની ધુન સવાર હતી.
– જગજીત સિંહ ફિલ્મી દુનિયામાં પ્લેબેક સિંગિગ(પાર્શ્વગાયન)નુ સપનું લઈને આવ્યા હતા.
– શરૂઆતમાં પેટ ભરવા માટે કોલેજ અને શ્રીમંત લોકોની પાર્ટીઓમાં પોતાની રજૂઆત આપતા હતા.
– જગજીત સિંહએ ગઝલોને જ્યારે ફિલ્મી ગ્રીતોની જેમ ગાવાની શરૂઆત કરી ત્યારે સામાન્ય માણસોએ ગઝલમાં રસ બતાવવા લાગ્યા, પણ ગઝલના માહિતગારોના મોઢા ઉતરી ગયા.
– આરોપ લગાવવામાં આવ્યો હતો કે જગજીત સિંહએ ગઝલની પ્યોરીટી અને મૂડની સાથે છેડછાડ કરી.
– પણ જગજીત સિંહ પોતાની સફાઈમાં કાયમ કહેતા રહ્યા છે કે તેમણે પ્રસ્તુતિમાં થોડો ફેરફાર જરૂર કર્યો છે, પણ શબ્દો સાથે છેડછાડ ખૂબ ઓછી કરી છે.
– જગજીતજીએ ક્લાસિકી શાયરી ઉપરાંત સાધારણ શબ્દોમાં ઢળી સામાન્ય માણસની જીંદગીને પણ સુર આપ્યા.
– ‘અબ મે રાશન કી દુકાન મેં નજર આતા હુ’, ‘મે રોયા પરદેશ મે’, ‘મા સુનાઓ મુજે વો કહાની’ જેવી રચનાઓએ ગઝલના ચાહકોને પણ પોતાની તરફ ખેચ્યા.
– ગઝલના બાદશાહ કહેનારા જગજીત સિંહનું 10 ઓક્ટોબર 2011ની સવારે 8 વાગે મૃત્યુ થયુ.

સૌજન્ય- ગુજરાતી વેબ દુનિયા.કોમ

સ્વ. જગજીતસિંહની જીવન ઝરમર ,એમનાં આલ્બમ , એમને મળેલા વિવિધ  એવોર્ડ વિગેરે ની અંગ્રેજીમાં વિસ્તૃત માહિતી વાંચવા માટે વિકિપીડીયાની નીચેની લીંક પર ક્લિક કરો.

https://en.wikipedia.org/wiki/Jagjit_Singh

પાંચ દશકામાં ફેલાયેલી એમની ગઝલ ગાયક તરીકેની કારકિર્દી દરમ્યાન સ્વ. જગજીતસિંહ એમનાં ૮૦ કરતાં વધુ આલ્બમો દ્વારા શ્રોતાઓના દિલો દિમાગમાં ગઝલ કિંગ તરીકે છવાઈ ગયા હતા.

એમના જેવાં જ એમનાં જાણીતાં ગઝલ ગાયિકા ધર્મ પત્ની ચિત્રા સિંહ સાથે આલ્બમો ઉપરાંત ૧૯૭૦ અને ૧૯૮૦ ના દશકા દરમ્યાન ઘણી હિન્દી ફિલ્મોમાં ગીત અને સંગીત દ્વારા બન્ને જાણીતાં બન્યાં હતાં .

ભારતના ભૂત પૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈ એક વિચક્ષણ રાજકીય નેતા હોવા ઉપરાંત એમના રાજકારણના શિષ્ય શ્રી નરેન્દ્ર મોદીની જેમ એક સારા કવિ પણ છે એ ઘણા ઓછા લોકો જાણતા હશે. સ્વ. જગજીતસિંહ નાં બે આલ્બમો Nayi Disha (1999) અને Samvedna (2002) માં એમણે અટલજી લિખિત કાવ્યો કમ્પોઝ કર્યા છે અને એમના મધુર સ્વરે ગાયાં પણ છે.

આવું એક અટલજી લિખિત જાણીતું ગીત આ રહ્યું.

क्या खोया, क्या पाया जग में

मिलते और बिछुड़ते मग में

मुझे किसी से नहीं शिकायत

यद्यपि छला गया पग-पग में

एक दृष्टि बीती पर डालें,

यादों की पोटली टटोलें!

पृथ्वी लाखों वर्ष पुरानी

जीवन एक अनन्त कहानी

पर तन की अपनी सीमाएँ

यद्यपि सौ शरदों की वाणी

इतना काफ़ी है अंतिम दस्तक पर,

खुद दरवाज़ा खोलें!

जन्म-मरण अविरत फेरा

जीवन बंजारों का डेरा

आज यहाँ, कल कहाँ कूच है

कौन जानता किधर सवेरा

अंधियारा आकाश असीमित,

प्राणों के पंखों को तौलें!

अपने ही मन से कुछ बोलें!

— अटल बिहारी वाजपेयी

જગજીતજીએ ગાયેલ આ ભાવવાહી ગીતને નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં માણો .

Song: Kya Khoya Kya Paya
Singer: Jagjit Singh-Album : Samvedna
Music Director: Jagjit Singh
Lyricist: Atal Bihari Vajpayee
Preface by: Amitabh Bachchan
Starring : Shahrukh Khan

સ્વ. જગજીતસિંહ ની શ્રોતાઓની એક ખુબ પ્રિય ગઝલ ,એમના ચિત્ર સાથે …

Jagjitsinh Gazal

સિડની ,ઓસ્ટ્રેલીયા માં એમના એક લાઈવ પ્રોગ્રામમાં જગજીતજીને આ ગઝલ ગાતા એમના સંગીત સાથે નિહાળો અને સાંભળો.

Hothon Se Chhoo Lo Tum | Ghazal Video Song | Live In Sydney | Jagjit Singh

નીચેના વિડીયોમાં પંડિત જશરાજ, અનુપ જલોટા, શાન, કવિતા કૃષ્ણમૂર્તિ, સોનું નિગમ જેવા ફિલ્મી અને સંગીત વિશ્વના પ્રખ્યાત ગાયકો, સંગીતકારોએ સ્વ. જગજીતસિંહ સાથેનાં એમનાં સંસ્મરણો એક રંગા રંગ કાર્યક્રમ Yaadon Ka Safar માં રજુ કરી એમને સુંદર અંજલિ આપી છે. આ કાર્યક્રમમાં જગજીતસિંહ નાં પત્ની ચિત્રાસિંહ અને કુટુંબીજનો પણ હાજર હતાં .

Show dedicated to the late Jagjit Singh with performances by Shaan, Anup Jalota, Kavita Krisnamurti and Sonu Nigam among others.

Jagjit Singh… Yaadon Ka Safar


 ગઝલ સમ્રાટ સ્વર્ગીય જગજીતસિંહની પુણ્ય તિથીએ હાર્દિક શ્રધાંજલિ 

‘મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી’

મનુષ્યને મળેલી ઉત્તમ ભેટ : વીવેકબુદ્ધી

–યાસીન દલાલ
આપણે સતત, રાત–દીવસ, ઉઠતાં બેસતાં, સંસ્કૃતીનાં ગુણગાન ગાતાં રહીએ છીએ, આપણી કહેવાતી સીદ્ધીઓ વીશે વારંવાર આપણે આપણી પીઠ થાબડીએ છીએ અને આપણી જાતને પ્રમાણપત્ર આપતા રહીએ છીએ. પશ્ચીમી સંસ્કૃતી પતીત છે ત્યાં નૈતીક મુલ્યો નથી, આધ્યાત્મીક સુખ નથી, મનની શાન્તી નથી અને આપણે ત્યાં ધર્મ છે, આધ્યાત્મીકતા છે, મનની શાંતી છે, એવીથીયરીનો પ્રચાર આપણે ઢોલ વગાડીને વર્ષોથી કરતા આવ્યા છીએ. આપણા ગામો અને શહેરોમાં સતત નવાં નવાં મન્દીરો, દેરાસરો ઉભાં થતાં રહે છે, એના ઉદ્ધાટન સમારંભો યોજાય છે એના ઉપર વીમાનોમાંથી પુષ્પવૃષ્ટી કરવામાં આવે છે. ધાર્મીક શોભાયાત્રાઓ અને શતાબ્દીઓ અને દ્વીશતાબ્દીઓ પાછળ પણ અઢળક ધન ખર્ચાય છે અને હવે તો સરકાર પણ એમાં જાહેર તન્ત્ર અને સગવડો આપે છે.
આવી ધાર્મીકતાના જાહેર પ્રદર્શનના પડદા પાછળ આપણે ત્યાં કેવો અધર્મ સતત, બીનરોકટોક, બેશરમ રીતે ચાલે છે ? કુરીવાજો ક્રુરતા, બર્બરતાને ધર્મના નામે આપણે રક્ષણ આપીએ છીએ. દરેક પ્રકારની કુરુઢીને પરમ્પરા અને ધર્મના આદેશનું કવચ ઓઢાડી દઈએ છીએ. કોઈ સ્ત્રીના પતીના મૃત્યુ સાથે ધાર્મીક આસ્થાને જોડી દેવાય એટલે પત્યું ! કોઈ સ્ત્રીને એનો પતી ત્યજી દે છતાં એને ભરણપોષણ મળતું હોય તે અમાનવીય રીતે બંધ કરી દેવામાં આવે અને એથી પાછળ ધર્મના આદેશનું બહાનું ધરવામાં આવે. ધર્મને નામે જાહેર જમીન મીલકતો ઉપર પેશકદમી કરવાની છુટ. ધર્મના નામે રસ્તાની વચ્ચે બધાને નડે એ રીતે કોઈ ધર્મસ્થાન ઉભું કરી શકાય. ધાર્મીક પર્વોની ઉજવણીના નામે ઘોંઘાટ અને કોલાહલ સર્જી શકાય. ઉત્સવોને નીમીત્ત બનાવીને અમુલ્ય લાકડું અને બળતણનો વ્યય કરી શકાય. આખા રસ્તાઓ બંધ કરી શકાય. એક ધર્મસ્થાનમાં એક મોટા વાસણમાં પકવેલું ભોજન ખાવા લોકો એ વાસણમાં આખા અન્દર ઉતરી જાય છે !
આપણે માણસ સીવાય દરેક પ્રાણીને પુજીએ છીએ. પથ્થરને પણ પુજીએ છીએ. એક પશુની હત્યા થાય એટલે ગામ આખામાં તંગદીલી ફેલાય એને પગલે જે તોફાનો ફાટી નીકળે એમાં થોડા માણસો મરે ત્યારે એ તંગદીલી હળવી થાય ! ધર્મ પ્રગટ્યો ત્યારે એક વીધાયક ઘટના તરીકે પ્રગટ્યો હતો. આજના વીશ્વમાં ધર્મ જેવી નકારાત્મક ઘટના કોઈ નથી. ધર્મે માણસમાં રહેલા એના પોતીકા વ્યક્તીત્વને મારી નાખ્યો. એના સ્વત્વને હણી લીધું. એની ખુદ્દારી અને ખુમારીને ખતમ કરી નાખી. કદાચ એટલે જ ગાલીબે કહ્યું હતું, ‘બંદગી મેં મેરા ભલા ન હુઆ.
આપણે આપણા પડોશીના ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં એનો ધર્મ, જ્ઞાતી, પ્રદેશ, બધું બરાબર જાણી લઈએ છીએ. એના ઘરનું પાણી પીવાય એમ છે કે નહીં, એને ધર્મની સરાણ ઉપર ચડાવીને નક્કી કરી લઈએ છીએ. આવા પરીચય, આવા મીલનમાં માત્ર ઔપચારીકતા અને દમ્ભ સીવાય કશું હોતું નથી. ધર્મ માણસને જોડે કે જુદા પાડે ? ધર્મ માણસને એના પછાતપણા અને પ્રાકૃતપણાની કેદમાંથી બહાર આવવા દેતો નથી.
જે દેશમાં દરરોજ ક્યાંક ને ક્યાંક ધર્મને નામે બે પાંચ માણસોને મારી નાખવામાં આવે, એ દેશને ધાર્મીક કહેવડાવાનો અધીકાર ખરો ? જે દેશમાં દરરોજ કોઈને કોઈ ખુણે પોલીસ ગોળીબારમાં બે–પાંચ માણસો મરી જતા હોય એ પ્રજાને પોતાને શાન્તીપ્રીય તરીકે ઓળખાવવાનો અધીકાર ખરો ? આપણી કહેવાતી આધ્યાત્મીકતા તો હવે મશ્કરીનો વીષય બની ગઈ છે. ભારતના લોકો લાખોની સંખ્યામાં અમેરીકા અને અખાતના દેશોમાં જાય એને ભુલાવી દઈને ત્યાંથી બે–પાંચ માથા ફરેલા લોકો આપણા દેશમાં આવીને કોઈ ધર્મગુરુના ચેલા બને ત્યારે આપણે આપણી આધ્યાત્મીકતાનો ગર્વ લેવા માંડીએ છીએ ! પણ એ ધર્મગુરુ પોતે એરકન્ડીશન મશીન, રેફ્રીજરેટર અને ટેલીવીઝનની સંસ્કૃતીમાં રાચતા હોય છે ! એમને ધર્મનો પ્રચાર કરવા માટે પશ્ચીમનાં બધાં ભૌતીક સાધનસગવડોની ગરજ રહે છે ! વીડીયો ઉપર કથા સાંભળીને મેળવેલું પુણ્ય કેટલું તકલાદી ગણાય !
દરેક ચીજનો વેપાર કરનાર આપણી પ્રજાએ ધર્મને પણ નથી છોડયો. મન્દીરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના પણ જુદા જુદા ભાવ નક્કી કરીને એનું પાટીયું મારવામાં આવે છે ! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા ! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખરચીને વધુ પુણ્ય ખરીદે. આજના ધાર્મીકસ્થાનો પણ મોટાં સ્થાપીત હીતો બની ગયાં છે. એમની આવક અને મીલકત ઉપરથી એમની મહત્તા નક્કી થાય છે. માણસ માણસ વચ્ચે ધર્મની દીવાલ આવીને ઉભી રહી ગઈ છે. ધર્મનાં સ્થાનો ઉપર અધર્મીઓએ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસમ્પર્ક અને પ્રચારના આધુનીક કીમીયા અજમાવે છે અને ધર્મસ્થાનોને ફીલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈને લોકરંજન કરે છે. આવી કથાઓ સાંભળવા જવું એ ફેશન બન્યું છે. બધા પયગમ્બરો આજના ધર્મની અવદશા જોઈ શકત તો એકસામટા પોતાના ધર્મગ્રન્થોને પાછા ખેંચી લેત. ‘આપણાં દુઃખ–દર્દોનું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી’; એ સત્ય આપણને ક્યારે સમજાશે ?
જો ધર્મસ્થાનો, પુજાપાઠ અને હોમહવનોથી કલ્યાણ થતું હોય તો આપણા દેશમાં તો સ્વર્ગ ઉતર્યું હોત. સેંકડો સમ્પ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરુઓ, સાધુઓ, ફકીરો જોવા મળે છે. ડગલે ને પગલે મન્દીર, મસ્જીદ જોવા મળે છે. નીતનવા સ્થળોએ ધુન–ભજનો થાય છે, કથા થાય છે. દરેક નવું કામ ધાર્મીક વીધીથી થાય છે. ભુમીપુજનની સાથે આપણે ચોપડાનું પણ પુજન કરીએ છીએ ! આવા દેશમાં ગરીબી અને ભુખમરો શા માટે હોય ? આવા દેશમાં શા માટે વરસાદ જ ન પડે ? શા માટે કુદરત આપણા ઉપર જ રુઠે ? આવા સામાન્ય સવાલો આપણે આપણી જાતને પુછતા નથી અને જેમ હતાશ થઈએ તેમ વધુ ને વધુ ધાર્મીક ક્રીયાકાંડોને શરણે જઈએ છીએ. મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતાં પહેલાં લોકોએ ભુમીપુજન કર્યું હતું અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દીવસે દોઢસો લગ્નનું મુહુર્ત નક્કી થયું હતું ! જન્મકુંડળી મેળવીને થતાં લગ્નો પણ છ માસમાં તુટી જાય છે !
સ્વતંત્ર વીચારશક્તી અને વીવેકબુદ્ધી એ મનુષ્યને મળેલ ઉત્તમ ભેટ છે; પણ આપણે સ્વેચ્છાએ આપણી વીવેકબુદ્ધી અને વ્યક્તીતાને ધર્મને ચરણે ધરી દઈએ છીએ. ગેલેલીયો અને કોપરનીક્સે પોતાની વીવેકબુદ્ધી અધર્મને ચરણે ધરી દીધી નહોતી. એમ હોત તો ઔદ્યોગીક ક્રાન્તીનો પાયો જ ન મંડાત અને આપણે કમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશુંક પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે; પણ એ સાધ્ય કદી બની શકે નહીં.
રામજન્મભુમી અને બાબરી મસ્જીદની ચીન્તા અયોધ્યાવાસીઓને નથી એટલી બહારના લોકોને છે ! જ્યારે આ પ્રશ્ને કેટલાંક શહેરોમાં ‘ધર્મયુદ્ધ‘ ખેલાઈ રહ્યું હતું ત્યારે અયોધ્યામાં સમ્પુર્ણ શાન્તી પ્રવર્તતી હતી ! મસ્જીદ અને મન્દીરમાં એકસરખો પથ્થર, સીમેન્ટ અને પાણી વપરાય છે… પણ ધર્મના ટેકેદારો જ તે દહાડે મુસ્લીમ પથ્થર અને હીન્દુ પથ્થરનું નીર્માણ કરશે ! ડૉક્ટરને ત્યાં આવતા દર્દીઓમાં મુસ્લીમ કેન્સર અને હીન્દુ કેન્સરનું વર્ગીકરણ હોતું નથી ! છતાં, આપણે ‘પારસી મરણ‘ અને ‘હીંદુ મરણજેવા લેબલ વડે મરણને પણ ધર્મયુદ્ધ બનાવ્યું છે !
દુષ્કાળગ્રસ્ત દેશમાં 21 લાખ રુપીયાની રકમ હોમહવનમાં વાપરી શકાય છે અને વડાપ્રધાન જેવી વ્યક્તી પણ એનો આશ્રય લઈ શકે છે ! સુપર કમ્પ્યુટરનો ઉપયોગ કદાચ આવા યજ્ઞો કઈ જગ્યાએ કરવા અને ક્યારે કરવા જોઈએ એ જાણવા માટે થશે. ધર્મનું વીજ્ઞાન અને યજ્ઞની ટૅકનોલૉજી ! આપણે દુનીયાને ઘણું નવું આપી શકીએ તેમ છીએ.
દુનીયાના બે ધાર્મીક દેશો ધર્મના રક્ષણ માટે દસેક વર્ષથી લડાઈ ખેલી ચુક્યા છે અને લાખો નીર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યા છે. કરસનદાસ મુળજીએકવાર ધર્મને નામે સ્ત્રીના શીયળ ઉપર થતું આક્રમણ રોકવા માટે જેહાદ જગાવવી પડી હતી. પોતાના દમ્ભને ન્યાયી ઠેરવવા માટે ધર્માચાર્યોએ ખોટા શ્લોકો ઘડી કાઢ્યા હતા !
લોકો આવકવેરામાંથી મુક્તી મેળવવા માટે ધર્મસ્થાનોને દાન આપે છે. પૈસા આપીને પુણ્ય ખરીદીએ એની પાકી પહોંચ મળે છે. ધર્મ ગમે તેવું શક્તીશાળી દુરબીન બનાવે તો પણ; એમાં સ્વર્ગ અને નરક દેખાવાનાં નથી એને માટે તો પરીકથાઓ અને દન્તકથાઓનો જ આશરો લેવો પડે. રોજના નીત્યક્રમમાં ઘડીયાળના કાંટાની સાથે આપણે ત્યાં ધર્મના ક્રીયાકાંડોનું પણ સાયુજ્ય રહ્યું છે. આટલાથી આટલા વાગ્યે પુજા કરવાની, બરાબર આટલા વાગ્યે આરતી ઉતારવાની. ધર્મ અને આધ્યાત્મીકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તુ છે ? એને મનુષ્યનાં મન અને મગજની સ્થીતી સાથે કોઈ સમ્બન્ધ નથી ? એ ઓફીસમાં હાજરી આપવા અને સીનેમાનો શૉ શરુ કરવા જેટલી કૃત્રીમ ચીજ છે ?
ધર્મને નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચરીએ છીએ ? બધાં પાપ ધર્મની શેતરંજની હેઠળ છુપાઈને પડ્યાં છે. આપણી શેતરંજી ઉપરથી બરોબર સાફ–સુથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચીન્તા છે. ધર્મના આવા વરવા અસ્તીત્વ છતાં સમાજ ટકી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. જુના મળને સાફ કરવા માટે આંતરડાં સંપુર્ણ સાફ કરવાં પડે છે. બૌદ્ધીકતા રુપી એનીમા લઈશું તો વૈચારીક સડો દુર કરી શકીશું.
યાસીન દલાલ

આજનો વિડીયો –એક બાળકીની ડાયવોર્સી માતાને સલાહ

આજનો વિડીયો –એક બાળકીની ડાયવોર્સી માતાને સલાહ

 જે કુટુંબમાં પતી-પત્ની વચ્ચે વિચાર, વાણી અને વર્તનમાં સુમેળ હોય એ લગ્ન જીવન સફળ થતું હોય છે .સમાજ જીવનમાં થતાં બધાં લગ્નો સફળ નથી હોતાં. જ્યારે પતી-પત્ની વચ્ચે વિચારોનો મેળ નથી પડતો ત્યારે બન્ને વચ્ચે ચકમક ઝરે છે ,ઝગડા થાય છે અને એથી છેવટે ઘણાં લગ્નો ડાયવોર્સમાં પરિણામે છે.

Couple Quarrelજ્યારે એ કુટુંબમાં ચાર-પાંચ વર્ષનું બાળક હોય ત્યારે પતી-પત્ની વચ્ચે થતી આવી અવાર નવારની તકરારો અને ડાયવોર્સની એના કુમળા મગજ ઉપર રોજે રોજ વિપરીત અસર થતી રહે છે એ અગત્યની વાત તકરારી યુગલો ભૂલી જાય છે.પાંચ કે ૬ વર્ષનું બાળક આપણે માનીએ છીએ એવું અબુધ નથી હોતું. એ ઘણું ઘણું વિચારતું અને બરાબર  સમજતું હોય છે કે પેરન્ટસ વચ્ચે શું ચાલી રહ્યું છે.

આજના આ વિડીયોમાં એક ૬ વર્ષની નાજુક બાળકી એની ડાયવોર્સી માતાને એક ફીલસુફની અદાથી જે સલાહ આપે છે એ ખરેખર અદ્ભુત છે.એની માતાને એ જે કહે છે અને જે રીતે કહે છે એ સાંભળીને તમને નવાઈ લાગશે કે એના કુમળા મગજમાં શું શું ચાલી રહ્યું હશે .

આ બાળકીના શબ્દો સાંભળીને આપણને થાય કે આવડી નાની છોકરીમાં જે સમજણ છે એ એનાં મા -બાપમાં જો હોત તો કદાચ એમણે ડાયવોર્સ ના લીધા હોત. આપણને આ બાળકી ઉપર સહાનુભુતિ થઇ આવે છે કે આ નિર્દોષ છોકરીનો શું દોષ કે જેથી એનાં મા -બાપના પ્રેમથી એ વંચિત રહી .આ ૬ વર્ષની બાળકીના શબ્દોની પસંદગી,એનું શબ્દ ભંડોળ એક અભ્યાસુ પુખ્ત વયની વ્યક્તિના જેવું સબળ છે.

આજના આ પ્રેરક વિડીયોમાં ડાયવોર્સી માતાને સલાહ આપતી બાળકીને સાંભળીને જેને ભગવાને બાળકોની અમુલ્ય ભેટ આપી છે એવાં અવાર નવાર ઝગડતાં રહેતાં પરિણીત નાસમજ યુગલોએ ઘણું શીખવા જેવું છે એમ તમને નથી લાગતું ?

A 6 year old girl give her mom a wake up calls a lesson of life after her parents been divorced

હવે નીચે એક બીજો વિડીયો જુઓ.

એમાં બે નાજુક બાળક બેલડાં -TWINS- સંગીતના તાલે આઈરીશ નૃત્ય કરી રહ્યાં છે એ જોઇને તમે પણ ખુશ ખુશ થઇ જશો!

આ બાળકીઓના હસતા મુખના અલોકિક આનંદને નિહાળીને તમારો દિવસ સુધરી જશે !

RISH DANCING TWINS ARE ABSOLUTELY ADORABLE!

બાળકોનો જ્યારે આવા હસી ખુશીના વાતાવરણમાં ઉછેર કરવામાં આવે તો જ એમના મગજનો જોઈએ એવો સુંદર વિકાસ થાય છે.

બાળ માનસશાસ્ત્રીઓના મતે બાળક જ્યારે ત્રણ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો એના મગજનો ૮૦ ટકા ભાગ વિકસિત થઇ ચુક્યો હોય છે. ત્રણ વર્ષના બાળકને જો માતા-પિતાનો પ્રેમ અને આદર્શ સંભાળ અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય તો આ બાળકની વિકસિત થયેલી ગ્રહણ શક્તિ અદભૂત પરિણામો કરી બતાવે છે અને એનાં મા-બાપને  ગૌરવ અપાવે છે .

— વિનોદ પટેલ 

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી