ઘમ્મર વલોણું-૮
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
26 October 2015
ઘમ્મર વલોણું-૭
ઘમ્મર વલોણું-૭
કંટક અને કાંકરા ભર્યો રસ્તો પાર કરીને હું માંડ થોડો આગળ વધ્યો કે, સામે પર્વતોની હાર દેખાઈ. ખીણો અને પહાડીઓમાં આખડતો બહાર આવ્યો કે સામે વેરણ ઠંડીલા બરફનું જંગલ દેખાયું. બરફનો ઠંડો દાહ અંગો ને તો ઠીક પણ કાળજાને પણ કકડાવી નાખતો. એ બરફની વાજડી તો કદી, જોઈ તો ઠીક સાંભળી પણ નહોતી. એ બધાનો સામનો કરતા કરતા તો હું આ વિરાટ કૈલાશ સુધી આવી ગયો છું, દેવ. આ પર્વત કોઈ નાનો સુનો નથી, કંઈ કેટલુંયે ભટક્યો. કેટલુંયે અથડાયો; છતાં હજી તારા દર્શનની ઝાંખી પણ દુર્લભ છે. અરે, કોઈ તો દેખાતું નથી, કોઈ તો સામે મળતું નથી. તમારું સરનામું કોને જઈને પૂછું ? ઘરેથી નીકળ્યો ત્યારે તો મને એક જ વાત કહેવામાં આવેલી કે ભોળાનાથ તો કૈલાશ પર મળે.
સામે કશુક દેખાય છે. કહેવાય છે કે તમે તો સ્મશાનમાં વધુ રહો, અને સાથે ભૂતની ટોળી પણ રાખો છો. ખેર, ભૂત તો અમને મનુષ્યને ના દેખાય પણ સ્મશાન તો દેખાવું જ જોઈએ. હું એ ભોળાનાથના દર્શન કરવા આવ્યો છું. અને ભોળો બની ગયો. અહી કોઈ તો દેખાતું નથી; તો સ્મશાન પણ કોનું હોય ? મારી મતી તો ભટકે છે.
હવે શું કરું ? આકાશ સામે જોયું તો વાદળા ય પોતાની સામે હસી રહ્યા છે કે શું ? ના ના કદાચ, એમની વધુ નજીક જઈએ એટલે એવો ભ્રમ પણ થાય. ચાલો એટલું તો સારું થયું કે મનમાં ભ્રમ શબ્દ આવ્યો. આ બધા ફેરા કોણ જાણે એક ભ્રમણા હોય !
આટલા બધા સંકટો પાર કરીને આવ્યા પછી ભોળાનાથના દર્શન કર્યા સિવાય તો પાછું કેમનું જવાય ? દેવાધિદેવ, મનુષ્ય જાત છું ને; માફ કરજો અગર મારાથી રિસાઈ ગયા હોય તો ! મને એટલું તો ભાન છે જ કે બ્રહ્માંડના અણુએ અણુ, કે પરમાણુમાં તારો વાસ છે. તો હે નાથ તું પ્રકટ થા, મને દર્શન આપ. તારા દર્શન કાજે અધીરી બનેલી આ આંખડીઓ તને જોવા આતુર છે. અને દિલમાં વ્યાપેલ જુગુપ્ષા તો તારાથી પણ અજાણી નથી. એમ મનમાં રટ કરતો હું કૈલાશ પર્વતની વચ્ચે, ઉભો અટવાતો હતો કે એક ગેબી અવાજ આવ્યો. મારા તો કાનના પડદા જાણે તૂટી ગયા. આંખોની રોશની છીનવાઈ ગઈ, અંગો શીથીલ બની ગયા. થયું કે નક્કી આ કૈલાશ પર અત્યારે સ્મશાનની જરૂર પડશે. અવાક થઈને અવળું ફર્યો તો જે મૃદુ અવાજ આવ્યો તેનાથી અંજાઈ ગયો અને સાથો સાથ ડઘાઈ પણ ગયો. લાગે છે એ નક્કી દેવાધિ દેવ જ છે. અને અવાજ પણ એમનો હશે !
વત્સ, બે ટંક રોજના ભોજનને બદલીને ફળાહાર ભોજન કરીને મને પામવાની જીજીવેષા મારાથી અજાણ નથી. આ ધરણી પર કેટલાયે લોકો તો કશું પણ ખાયા વગર સુઈ જાય છે. મંદિરે લગાડેલ ઘંટ નાદ કરીને તમે લોકો અમારા મંદિરે આવો છો અને દયાયાચના કરો છો. થોડું ચાલીને તમે મંદિરે મંદિરે, ગામે ગામ, કે સ્થળે ફરો છો જેને તમે તીર્થ સ્થાન કહો છો. તું પણ જે આગળ બધું વર્ણન કરી ગયો તે, હું માનું છું કે તમે આને ભક્તિ કહો છો. પણ હે જીવ, હમણા છેલ્લા ઘણા વર્ષોથી હું બહુ કન્ફ્યુજ છું. જયારે હું અખિલ બ્રહ્માંડમાં ફરતો ફરતો પૃથ્વી પર નજર કરું છું તો એક જ માધ્યમે અલગ અલગ ઉદ્દેશ્યો માલુમ પડે છે. જેને તમે એકટાણા કે ઉપવાસ કહો છો તેવું કાર્ય કરનારા એને ડાયેટિંગ પણ કહે છે. મેં તો તમને સુત્ર આપેલું કે એક વાર ખાવ ને ત્રણ વાર નહાવ. મારા ભોળા નંદીએ એને ઉલટાવી નાખ્યું ને તમે ત્રણ વાર ખાઈ લો છો. પણ મારા રજીસ્ટરમાં તો તમારા ભાગે એકજ વાર ખાવાનું લખ્યું છે. તો તમે જ્યારે એકટાણું કે ઉપવાસ કરો, એમાં કોઈ મોટી સિદ્ધિ કેમ ગણું ? તમે પગપાળા આવીને યાત્રા કરો છો તો ઘણા લોકો વોકિંગ અને જોગીંગ કરતા દેખાય છે, પણ એમના ભાવમાં મેં કદી ભક્તિની ઝાંખી નથી કરી. તો હે વત્સ, હવે તું જ કહે તારી સમસ્યા શું છે ? અને બને તો મને કન્ફ્યુજ ના કરતો.
હે દેવાધિ દેવ, હું તો એક પામર પ્રાણી મનુષ્ય છું. મને તો જનમ્યો ત્યારથી એટલી ખબર છે કે દયા યાચના કે પાર્થના તો ભગવાન ને જ કરવાની હોય ! અમે કન્ફ્યુજ થઈએ તો તમારા દ્વારે આવીએ. હવે તમે પોતે જ કન્ફ્યુજ હોય તો પછી એની આગળ નો રસ્તો તો મને પણ ખબર નથી. અને સૌથી મોટા દેવ તો તમે. તો કોને જઈ કહું ?
18 October 2015
આયર્લેન્ડનો ગણેશ પાર્ક અને એના નિર્માતા વિક્ટર લેંગહેડ (Victor Langheld)ની રસસ્પદ કહાની
આયર્લેન્ડનો ગણેશ પાર્ક અને એના નિર્માતા વિક્ટર લેંગહેડ (Victor Langheld)ની રસસ્પદ કહાની
(These are some of the image sculptures located in Ganesh park in Raundvudas,Ireland.)
ગણેશ પાર્ક અને એ પણ દુર આયર્લેન્ડમાં ! આ માન્યામાં ના આવે એવી નવાઈની વાત લાગે છે પરંતુ એ એક આજે નજરે જોઈ શકાય એવી હકીકત છે.
ચાલો આપણે આયર્લેન્ડ(Republic of Ireland )ના રાઉન્ડવુડ પરગણામાં આવેલ આ ગણેશ પાર્ક વિષે અને એના નિર્માતા વિક્ટર લેંગહેડ (Victor Langheld) વિષે વધુ વિગતે જાણીએ.
આયર્લેન્ડમાં, રાઉન્ડવુડ ખાતે આવેલો પ્રવાસીઓના આકર્ષણના કેન્દ્ર સમો આ આ ગણેશ પાર્ક ૨૨ એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે.આ પાર્કમાં ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરતી બીજી સ્થાપત્ય મૂર્તિઓ ઉપરાંત ગણપતિ-ગણેશની ૯ આકર્ષક મૂર્તિઓ પણ મુકેલી છે.આ બધી મૂર્તિઓ બ્લેક ગ્રેનાઈટ પથ્થરની બનેલી છે.કેટલીક મૂર્તિઓ નૃત્ય કરતી,પુસ્તક વાંચતી, સંગીતનાં વાજિંત્રો વગાડતી ત્યાં જોવા મળે છે.

Ganesh Sculpture reading Book- Meditation !
આ પાર્કમાં મુકવામાં આવેલી સ્થાપત્ય કળાના નમુનારૂપ મૂર્તિઓનો અદભૂત નજારોગુગલ.કોમ ની આ લીંક પર ક્લિક કરીને જોઈ શકાશે.
ગણેશની આ મૂર્તિઓ ભારતમાં તામિલનાડુમાં બનાવવામાં આવી છે.પાંચ કારીગરોએ એક મૂર્તિ પર કામ કરી એક વરસે એક મૂર્તિ બનાવી છે. એ રીતે ગણેશની નવ મૂર્તિઓ બનાવતાં નવ વર્ષનો સમય લાગ્યો હતો !
સ્થાપત્યના નમુના રૂપ આ નવ મૂર્તિઓનું વજન ૨ થી ૫ ટન વચ્ચે અને એની ઊંચાઈ – સાઈઝ ૫ ફૂટ ૬ ઇંચ થી ૯ ફૂટ વચ્ચેની છે. ભારતથી આયર્લેન્ડ આ મૂર્તિઓને દરિયાને રસ્તે વહાણમાં લાવવા માટે થોડા ટન વજન માટે ખુબ ખર્ચ કરવો પડે છે તો ભારતમાંથી આટલી બધી વજનદાર મૂર્તિઓને આયર્લેન્ડ પહોંચાડવા માટે કેટલો ખર્ચ કરવો પડ્યો હશે એ કલ્પી શકાય એમ છે.
ગણેશની આ મૂર્તિઓની કલ્પના કરનાર , તામીલનાડુમાં પ્રખ્યાત શિલ્પકારો પાસે એના વિચાર પ્રમાણે તૈયાર કરાવનાર અને એ સ્થાપત્ય મૂર્તિઓને આયર્લેન્ડ લઇ આવનાર ભારતીય સંસ્કૃતિના ગજબના પ્રેમી ભારત પ્રવાસી વિક્ટર (Victor Langheld)ને સલામ.

(Creator of Ganesh Park – Victor Langheld)
વિક્ટર નો જન્મ ૧૯૪૦માં જર્મનીમાં જર્મન-જ્યુઈસ માતા-પિતાને ત્યાં થયો હતો.
વિકટર એની ૧૪ વર્ષની ઉમરથી જ ભારતમાં જઈને સાધુ બનીને બાકીની જિંદગી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરી મોક્ષ મેળવવાનો માર્ગ અપનાવવાના આશયથી ભારત જઈને વસવાનો વિચાર કર્યા કરતો હતો.પચીસ વર્ષની યુવાન વયે એના આ વિચારને અમલમાં મુકીને એ ભારત આવી ગયો હતો .
ત્યારબાદ ભારતમાં એને બીજાં ૨૫ વર્ષ સાધુ બની ભારતમાં પરિભ્રમણ કર્યું .ભારતની સંસ્કૃતિ,વેદ, ઉપનિષદ ,બુદ્ધ સંસ્કૃતિ , યોગ વિગેરે વિષયોનો ઊંડો અભ્યાસ કર્યો.પાંડીચેરીમાં આવેલ અરવિંદ આશ્રમમાં જઇને થોડો સમય ત્યાં સાધનામાં વિતાવ્યો.ત્યારબાદ વિક્ટર ભારતમાં ખુબ ફર્યો અને બીજા ઘણા જાણીતા ગુરુઓના આશ્રમોમાં જઇને રહ્યો.દુર પૂર્વના દેશોની પણ એણે મુલાકાત લીધી .
વિક્ટર ઘણા વરસો સુધી ભારતમાં રહ્યો એ દરમ્યાન એ ભારત અને વૈદિક સંસ્કૃતિ ના પ્રેમમાં પડી ગયો હતો. ખાસ કરીને અન્ય દેવ-દેવીઓ કરતાં ભગવાન ગણેશ પ્રત્યે એને ખુબ ભક્તિ ભાવ જાગ્યો હતો .આ ગણેશ ભક્તિએ એને આયર્લેન્ડમાં જઈને ગણેશ પાર્ક ઉભો કરવા માટે પ્રેર્યો.
વિક્ટરના આ વિચાર અને પ્રેરણાનું મૂર્ત સ્વરૂપ એટલે આજનો પ્રવાસી આકર્ષણ ધરાવતો આયર્લેન્ડનો પ્રખ્યાત ગણેશ પાર્ક .
લંડનમાં રહેતા એક એન.આર.આઈ. શ્રી મનોહર રાખે (Manohar V. Rakhe) મૂળ મહારાષ્ટ્રના વતની છે .તેઓનું કુટુંબ લન્ડનમાં ઘણા વરસોથી રહે છે અને ગણેશ પ્રત્યે ઊંડો ભક્તિભાવ ધરાવે છે.
શ્રી મનોહર રાખેએ આયર્લેન્ડમાં આવેલ ગણેશ પાર્કની યાત્રા કરી અને એના સ્થાપક વિક્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી .ત્યારબાદ એમણે લખેલ પ્રવાસ વર્ણન અને વિક્ટર વિશેની રસસ્પદ માહિતી આપતો અંગ્રેજી લેખ નીચેની લીંક પર વાંચવા મળશે.
Pilgrim Journey of Ireland’s Ganesh Park
Also,see this video of Ganesh park in Ireland
Indian Sculpture Park, Raundvudas,
Wicklow, Ireland…
Victor has this to say about his magical garden….
This park is for people who, at around age 30, are beginning to wake up. Oscar Wilde said that ‘Youth is wasted on the young’. It’s the same idea. At 30 people begin to realise ‘Hey, there’s more to life than pubs and booze’ and they go through a crisis.
“Jesus was 30, the Buddha was 30; all these guys were around that and in order to become themselves truly they had to break themselves up, start over again. And that brings huge internal psychological problems with it. And these sculptures show some of these stages.”
The stages portrayed by the seven main sculptures of Victoria’s Way are: Birth (waking up), Separation (letting go of the given), Crash (return to start-up), Focusing (selecting the problem), Enlightenment (problem solving), Creation (solution application) and Death (sustaining a redundant solution).
I have done my bit. Now whether people see it or not depends on context. It could very well be that everything I have done is rubbish – a risk for an artist. It could also be that I’m way ahead of my time. My job is to produce the best of what I can, put it into the public domain and leave it there. The rest is not up to me.”
જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ?
જ્ઞાનનો માર્ગ કયારે ખુલ્લો થાય ?
* બાંધેલી માન્યતઓ છૉડી દેવાય તો.
* કામ,ક્રોધ અને મોહનું આવરણ હટે તો
. * ઇન્દ્રિય-સંયમ અને શ્રધ્ધા હોય તો.
* ખરી જિજ્ઞાસાવૃતિ હોય તો.
* અનુભવી વ્યક્તિનો સંગ મળે તો.
* પૂર્વગ્રહ, અકડાઈ,જડતાપૂર્વકનો આગ્રહ છૂટી જાય તો..
15 October 2015
Who is poor?Who is Rich
Who is poor?
A wealthy woman goes to a saree store and tells the boy at the counter “Bhaiya show some cheap sarees.
It is my son’s marriage and I have to give to my maid.”
After sometime, the maid comes to the saree shop and tells the boy at the counter “Bhaiya show some expensive sarees.
I want to gift my Mistress on her son’s marriage”Poverty is in the mind or in the purse?
Who is Rich?
Once, a lady with her family was staying in a 3-star hotel for a picnic. She was the mother of a 6 month old baby.“Can I get 1 cup of milk?” asked the lady to the 3-star hotel manager.
“Yes madam”, he replied.
“But it will cost 100 bucks”. “No problem”, said the lady.
While driving back from hotel, the child was hungry again.
They stopped at a road side tea stall and took milk from the tea vendor
“How much?” she asked the tea vendor.
“Madam, we don’t charge money for kid’s milk”, the old man said with a smile.
“Let me know if you need more for the journey”. The lady took one more cup and left.
She wondered, “Who’s richer? The hotel manager or the old tea vendor?
Sometimes, in the race for more money, we forget that we are all humans.
Let’s help someone in need, without expecting something in return.
It will make us feel better than what money can.
Once, a lady with her family was staying in a 3-star hotel for a picnic. She was the mother of a 6 month old baby.“Can I get 1 cup of milk?” asked the lady to the 3-star hotel manager.
“Yes madam”, he replied.
“But it will cost 100 bucks”. “No problem”, said the lady.
While driving back from hotel, the child was hungry again.
They stopped at a road side tea stall and took milk from the tea vendor
“How much?” she asked the tea vendor.
“Madam, we don’t charge money for kid’s milk”, the old man said with a smile.
“Let me know if you need more for the journey”. The lady took one more cup and left.
She wondered, “Who’s richer? The hotel manager or the old tea vendor?
Sometimes, in the race for more money, we forget that we are all humans.
Let’s help someone in need, without expecting something in return.
It will make us feel better than what money can.
TREAT Others the Way You Want to be TREATED~ “Service to Humanity is service to God”
Whenever you want to know how rich you are,
Never count your currency or assets, just try to drop a Tear & count how many hands reach out to WIPE it. – That’s true richness.
સિરિયલો અને રિયાલિટી શોના ‘ચેનલપલટા’
સિરિયલો અને રિયાલિટી શોના ‘ચેનલપલટા’
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘ટેલિટૉક’ કૉલમમાં તા. ૯/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.)
આજકાલ ચૂંટણીની ઋતુ ફરી ચાલી રહી છે અને તેના કારણે પક્ષપલટાનો પણ વાયરો ફૂંકાયો છે. પરંતુ પક્ષપલટા કંઈ રાજકારણીઓનો જ ઠેકો નથી. કોઈક રીતે વાંધો પડ્યો હોય તો રિયાલિટી શો પણ ચેનલપલટો કરતા હોય છે. તેનું તાજું ઉદાહરણ ‘ડીલ ઓર નો ડીલ’ છે.
રોનિત રોયે આ શો દ્વારા એન્કર તરીકે શરૂઆત કરી છે એ સમાચાર તો હવે જાણીતા છે, પરંતુ આજકાલ એટલી બધી સિરિયલો અને શો આવે છે તેથી નજીકનો જ ભૂતકાળ હોવા છતાં યાદ રાખવું/દેવડાવવું પડે તેમ છે. ભૂતકાળમાં આ શો સોની ટીવી પર શરૂ થયો હતો, જેમાં એન્કર તરીકે આર. માધવન હતો. એ વખતે તેનું નામ થોડું ભારતીય લાગે તેવું રખાયું હતું. ‘ડીલ યા નો ડીલ’.
માધવન પછી તો મંદિરા બેદી અને રાજીવ ખંડેલવાલ એમ એન્કરો બદલાયા, પરંતુ તાજેતરમાં તો આ શોએ તેનું નામ અને એન્કર બંને બદલી નાખ્યા. અને અધૂરામાં પૂરું, ચેનલ પણ બદલી નાખી! હવે આ શોનું નામ ‘ડીલ ઓર નો ડીલ’ છે. જે મૂળ ડચ સંસ્કરણનું પણ નામ છે. એન્કર તરીકે ઉપર કહ્યું તેમ હવે રોનિત રોય છે. અને સોની ટીવીમાંથી હવે તે એન્ડ ટીવી પર આવી રહ્યો છે.
શો ચેનલ બદલે ત્યારે નિર્માતાને ચેનલના કર્તાહર્તા સાથે પડેલો વાંધો મુખ્યત્વે જવાબદાર હોય છે. કોઈ પણ સિરિયલ કે રિયાલિટી શોને અમુક સમય મળવો (દા.ત. પ્રાઇમ સ્લોટ), તેની ઇનિંગ્સ લાંબી ચાલવી, તેનું પુનઃપ્રસારણ પણ એક જ સમયે લાંબા સમય સુધી ચાલતું રહે (દા. ત. ‘તારક મહેતા…
‘નું પુન:પ્રસારણ વર્ષોથી રાતના અગિયાર વાગે થાય છે.) આ બધું નિર્માતા અને ચેનલના અધિકારીઓ (મુખ્યત્વે સીઇઓ) વચ્ચેના સંબંધો પર આધારિત હોય છે. આ સંબંધો બગડે એટલે શોને કાં તો તેના જાણીતા પ્રસારણ સમયમાંથી ખસેડી લેવામાં આવે અને કાં તો તેને બંધ કરી દેવાનું કહેવામાં આવે.
ગજેન્દ્રસિંહ અને ઝી ટીવીને કોઈક કારણસર વાંધો પડ્યો. એટલે બંને છૂટા પડ્યા. પરિણામે સૌથી લાંબો ચાલતો શો ‘અંતાક્ષરી’ ઝી ટીવી પરથી વિદાય લઈને સ્ટાર વન નામની(વર્તમાનમાં લાઇફ ઓકે તરીકે જાણીતી) સ્ટાર પરિવારની ચેનલ પર ગયો. આ જ રીતે ‘સારેગમપ’ શો પણ ગજેન્દ્રસિંહે ઝી ટીવી માટે બનાવેલો. આ જ નામ તો ગજેન્દ્રસિંહ રાખી ન શક્યા એટલે તેમણે સ્ટાર પ્લસ પર ‘સ્ટાર વોઇસ ઑફ ઇન્ડિયા’ના નામે શો ચાલુ કર્યો. (જોકે સામે પક્ષે ઝી ટીવીએ પણ ગજેન્દ્રને બતાવી દેવા કે એ શોની લોકપ્રિયતા જોઈને ‘સારેગમપ’ શો ચાલુ રાખ્યો અને કહેવું પડે કે ગજેન્દ્રની ખોટ પૂરાઈ ગઈ હતી. પુખ્તોના કાર્યક્રમમાં આદિત્ય નારાયણ અને બાળકોના કાર્યક્રમમાં ધૈર્ય સોનેચા-આફશા મુન્શીએ જમાવટ કરી દીધી હતી.) એ પછી તો એક પહેલાં સબ ટીવી પર પણ ગજેન્દ્રસિંહે સબ ટીવી પર ‘ફેમિલી અંતાક્ષરી’ શો કર્યો હતો.
‘અંતાક્ષરી’ની રમતમાં એક જણ ગીત ગાય અને તેનો છેલ્લો અક્ષર આવે એટલે બીજો તેને ઝીલે. કદાચ રિયાલિટી શોનું પણ આવું જ હશે. ‘અંતાક્ષરી’ અને ‘સારેગમપ’ને સ્ટાર પ્લસે ઝીલી લીધો તો સ્ટાર પ્લસને ટોચ પર લઈ જનારો શો ‘કૌન બનેગા કરોડપતિ’ અથવા ટૂંકમાં કહીએ તો ‘કેબીસી’ સ્ટાર પ્લસ પાસેથી સોનીએ ઝડપી લીધો. ના, આના માટે ઝૂંટવી લીધો શબ્દ વાપરવો યોગ્ય નથી, કેમ કે, બન્યું હતું એવું કે એ વખતે ‘કેબીસી’નો કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો અને સ્ટાર પ્લસે તેને આગળ વધારવામાં રસ ન લીધો. પરિણામ? સોની ટીવી પર આજેય કેબીસી આવે છે. અને તે સોની ટીવી માટે ટીઆરપી લાવનાર શો ગણાય છે. બાકી તો ટીઆરપીના ખેલમાં સોની ટીવી પાછળ પડી ગયું છે.
‘અંતાક્ષરી’ની ગેમ આગળ વધે છે. ‘કેબીસી’ સ્ટારે છોડ્યો અને સોનીએ પકડી લીધો, તો સોનીના નહીં નહીં તો આવા પાંચ શો કલર્સ અને એન્ડ ટીવીએ પકડી લીધા! એક શો ‘ડીલ યા નો ડીલ’ની વાત તો શરૂઆતમાં જ કરી ગયા. બીજા જે શો છે તે ‘બિગ બોસ’, ‘ખતરોં કે ખિલાડી’ અથવા ‘ફીયર ફેક્ટર’, ત્રીજો શો છે ‘ઝલક દિખલા જા’ અને ચોથો શો છે ‘કોમેડી સર્કસ’. આમાં ‘ડીલ યા નો ડીલ’ અત્યારે એન્ડ ટીવી પર ચાલુ થયો છે. જ્યારે ‘બિગ બોસ’, ‘ઝલક દિખલા જા’ અને ‘ફીયર ફેક્ટર’ છેલ્લી કેટલીક શ્રેણી (સિઝન)થી કલર્સ પર આવી રહ્યા છે. ‘કોમેડી સર્કસ’ કલર્સ ચેનલ પર ‘કોમેડી બચાઓ’ નામે શરૂ થયો છે. (તેના ફોર્મેટ સોની પર હતો ત્યારે પણ દર વર્ષે બદલાતા રહ્યા હતા, જેમ કે તીન કા તડકા, તાનસેન, જાદૂ વગેરે. તેવી જ રીતે અત્યારે કલર્સ ચેનલ પર ‘કોમેડી બચાઓ’માં જે ફોર્મેટ છે તે યૂટ્યૂબ પર મૂકાયેલા વિડિયો જે ખૂબ જ બિભત્સ અને વિવાદાસ્પદ બનેલો તે એઆઈબી નોકાઉટ રોસ્ટ પ્રકારનું છે એટલે કે જાણીતી હસ્તીઓને બોલાવીને તેનું રીતસર અપમાન કરવાનું.)
આ જ રીતે ‘રાખી કા સ્વયંવર’ શોમાં રાખી સાવંતે પરણવાનું નાટક કરીને બધાને બેવકૂફ બનાવ્યા હતા. આ શો એનડીટીવી ઇમેજિન પર આવેલો. તે પછી તેમાં ‘નથિંગ ફોર ગુડ’ જેવા રાહુલ મહાજન અને રતન રાજપૂતે પણ આ શો કર્યો હતો. પાકિસ્તાનથી ઘણા કચરાની આયાત કરાય છે તેમાં એક છે વીણા મલિક. આ વીણાના પણ આ પ્રકારના શોની જાહેરાત એનડીટીવી ઇમેજિન પર કરાઈ હતી, પરંતુ શો આવ્યો જ નહીં. કારણ? આ ચેનલ જ બંધ થઈ ગઈ! તે પછી લાઇફ ઓકે પર મલ્લિકા શેરાવતે ‘બેચલરેટ ઇન્ડિયા: મેરે ખયાલોં કી મલ્લિકા’ નામનો શો કર્યો હતો.
માત્ર શોની બાબતમાં જ આવા ‘ચેનલપલટા’ નથી થતા. સિરિયલો પણ ચેનલપલટા કરે છે. કેટલીક સિરિયલોએ તો ખંધા રાજકારણીની જેમ એક કરતાં વધુ ચેનલ બદલી છે. જોકે ખંધા રાજકારણી તો સત્તા માટે આવું કરતા હોય છે જ્યારે આ સિરિયલોની બાબતમાં એવું હોય છે કે તેમની લોકપ્રિયતાને જોઈને નવી ચેનલ તેમની ટીઆરપી વધારવા આવી સિરિયલો શરૂ કરતા હોય છે. એટલે ક્યારેક તેનું પુનઃપ્રસારણ પણ થતું હોય તેમ બને. દા.ત. દૂરદર્શન કાળમાં જઈએ તો, નુક્કડ સિરિયલ દૂરદર્શન પર આવી હતી. આ શોમાં થોડા ફેરફાર કરીને ‘નયા નુક્કડ’ સિરિયલ દૂરદર્શનની ભગિની ચેનલ ડીડી મેટ્રો પર શરૂ કરાઈ હતી. દૂરદર્શન પર ‘સોહની મહિવાલ’ નામની સરસ કોમેડી સિરિયલ આવતી હતી. તેમાં કલાકારો હતાં – વરુણ બડોલા અને શ્વેતા ક્વાત્રા. આ કંઈ વર્ષો જૂની વાત નથી. નવ વર્ષ પહેલાંની જ વાત છે. આ જ સિરિયલ ત્રણ વર્ષ પછી એટલ કે વર્ષ ૨૦૦૯માં સબ ટીવી પર આવતી હતી. ફરક એ હતું કે તેમાં કથા એક જ હતી, સિરિયલનું નામ હતું ‘સોનુ સ્વીટી’. તેમાં કલાકારો પણ એના એ જ. માત્ર પાત્રોનાં નામ બદલી નખાયેલાં.
ડીડી મેટ્રો પર ‘દેખ ભાઈ દેખ’ અને ‘ઝબાન સંભાલ કે’ નામની બે અફલાતૂન કોમેડી સિરિયલો આવતી. તેમાંથી ‘દેખ ભાઈ દેખ’ સોની ટીવી શરૂ થયું ત્યારે તેના પર પુનઃપ્રસારિત કરવામાં આવી હતી. તો ‘ઝબાન સંભાલ કે’ સિરિયલ, અત્યારે કોઈને યાદ પણ નહીં હોય તેવી ચેનલ પર આવતી હતી. તે ચેનલનું નામ હતું હોમ ટીવી. ‘ઝબાન સંભાલ કે’ પછી તો સબ ટીવી પર પણ આવી અને બિન્દાસ ચેનલ પર પણ પ્રસારિત થઈ.
આપણી આ અંતાક્ષરીમાં છેલ્લે શું આવ્યું? સબ ટીવી! તો તેને લઈને વાત આગળ વધારીએ. સબ ટીવી પર અશ્વિની ધીર નામના નિર્માતા-નિર્દેશકની ભારતના સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરતી કોમેડી સિરિયલ ‘ઑફિસ ઑફિસ’ આવતી હતી. આ સિરિયલ પછી સ્ટાર વન ચેનલ પર ગયો અને તેનું નામ રખાયું ‘નયા ઑફિસ ઑફિસ’.
આમ ચેનલમાં ઑફિસ ફરે (એટલે કે નવા અધિકારી આવે અને હવે એ આવવાનું પ્રમાણ વધી ગયું છે કારણકે લોકો નોકરી બહુ બદલવા લાગ્યા છે) એટલે તેની સાથે સિરિયલો-રિયાલિટી શોમાં પણ સખળડખળ થાય અને તેના કારણે આવા ચેનલપલટા થતા હોય છે. જોકે માર્કેટિંગ અને પ્રિન્ટ એડ્ના કારણે દર્શકોને તેમના સિરિયલ-શોના નવા ઠેકાણાની ખબર પડી જ જતી હોય છે એટલે આ સિરિયલ-શો જે ચેનલ પર ખસે તે ચેનલને એટલા નવા દર્શકો મળી રહેતા હોય છે.
ઝેરની પડીકી ….. વાર્તા ….. વિનોદ પટેલ
ઝેરની પડીકી ….. વાર્તા ….. વિનોદ પટેલ
જીતેશ વિધવા માતા કમળાબેનનો એકનો એક પુત્ર હતો. કમળાબેન માટે એ આંખની કીકી જેવો વ્હાલો હતો .કેમ ના હોય, જીતેશ જ્યારે માત્ર દસ વર્ષની કુમળી વયનો હતો ત્યારે એમના પતિ મનહરભાઈ ન્યુમોનીયાની ટૂંકી માંદગીમાં સ્વર્ગવાસી થયા હતા. પતિ જતાં ઘર ચલાવવાની એકાએક આવી પડેલી મોટી જવાબદારી માથે ઉપાડી લઈને કમળાબેનએ આ શિક્ષિકા તરીકે નોકરી કરી જીતેશને માતા અને પિતાનો પ્રેમ અને સંસ્કાર આપી ઉછેર્યો .એમના પ્રિય દીકરાને સારું શિક્ષણ આપી એના ઉજળા ભાવી માટે તૈયાર કરવામાં કમળાબેનએ કશી કચાશ છોડી ન હતી. કહે છે ને કે પ્રેમ એ ભગવાનનું બીજું નામ છે. પ્રેમ એ જ શક્તિનો સ્ત્રોત છે .
જીતેશે એની કોલેજનો અભ્યાસ પૂરો કર્યો એટલે કમલાબેનએ જીતેશની જ પસંદગીની બી.કોમ પાસ થયેલી એમની જ્ઞાતિની જ કન્યા કામિની સાથે જીતેશનાં શુભ લગ્ન સગાં સંબંધીઓની હાજરીમાં ખુબ ધામધુમથી ઉજ્વ્યાં હતાં .લગ્ન કરીને જ્યારે કામિની અને જીતેશે પતી-પત્ની તરીકે ગૃહ પ્રવેશ કર્યો ત્યારે મનમાં અનેક અરમાનોથી છલકાતી નવવધુને વધાવતાં કમળાબેનની આંખમાં હર્ષનાં આંસુ ધસી આવ્યાં હતાં . આ વખતે એમનું અંતરમન એક ઊંડા સંતોષ અને આનંદની મિશ્ર લાગણીઓથી છલકાઈ ગયું હતું.
કમળાબેન કામિનીને જાણે એ એમની દીકરી ના હોય એવા ભાવથી ચાહતાં હતાં અને એની સાથે દીકરી જેવો જ વહેવાર કરતાં હતાં.પોતાની માતા અને એની પત્ની કામિનીને ખુશ જોઇને જીતેશ પણ મનથી ખુબ ખુશ રહેતો હતો.પરંતુ આવી ખુશી બહુ દિવસો માટે ટકી ના શકી .જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ કામિનીને મનથી લાગવા માંડ્યું કે એનાં સાસુ કમળાબેને જીતેશને સાવ માવડિયો બનાવી દીધો છે અને એથી જીતેશ એના પ્રત્યે જોઈએ એવો પ્રેમ બતાવતો નથી જેવો એ કમળાબેન પ્રત્યે બતાવે છે.ઘર સંસારની ઘણી વાતોમાં કમળાબેન તરફથી અવાર નવાર થતી દખલગીરીથી સાસુ પ્રત્યેનો કામિનીનો અણગમો દિન પ્રતિ દિન વધતો જ ગયો.
કામિની સ્વભાવે મૂળથી એક સ્વતંત્ર મિજાજની સ્ત્રી હતી. જીતેશ તરફના એના પ્રેમ વચ્ચે કમળાબેન એક હરીફ તરીકે આડખીલીરૂપ છે અને હમેશાં સાસુ તરીકેનો એમનો હક્ક જમાવવા માગે છે એમ એને મનથી લાગ્યા કરતું હતું. આના કારણે ધીમે ધીમે શરુઆતમાં આ સાસુ-વહુ વચ્ચે જે મા અને દીકરી જેવા પ્રેમ સંબંધો હતા એમાં તિરાડો પડવા લાગી હતી અને એને લીધે ઘરમાં કંકાશ અને તિરસ્કારનાં મુળિયાં દિવસે દિવસે ઊંડાં જતાં ગયાં .
કામિની અને કમળાબેનના સ્વભાવમાં અસમાન અને જમીનનો તફાવત હતો.વિધવા કમળાબેન એમના એકના એક વ્હાલા દીકરા જીતેશ પ્રત્યેના અનહદ પ્રેમની પકડ ઢીલી કરવા માટે અશક્ત હતાં. આ આખી વાતમાં નિર્દોષ વ્યક્તિ જીતેશ ઉપર આધિપત્ય જમાવવાની સાસુ અને વહુની આ એક પ્રકારની લડાઈ હતી !બિચારા પતિ જીતેશની મનોસ્થિતિ તો સુડીનાં બે પાંખીયાં વચ્ચે જેમ સોપારી દબાતી હોય એવી થઇ ગઈ હતી.ના તો એ માતાને ખુલ્લા દિલે કશું કહી શકતો હતો કે ના તો એ એની પત્ની કામિનીને કશું સમજાવી શકતો હતો .
જીતેશએ લગ્ન કરતા પહેલાં જ કામિની અને એના માતા-પિતા સાથે શરત કરેલી કે એ કોઈ પણ સંજોગોમાં એની માતાથી જુદો રહી નહી શકે.એની માતા કમળાબેનને કુટુંબમાં સાથે રાખવાની જો તૈયારી હોય તો જ એ લગ્ન કરવા રાજી હતો. એ વખતે કામિનીએ આ શરત ખુશીથી સ્વીકારી હતી પણ હવે કમળાબેન એને આંખમાં પડેલા પથ્થરના કણાની જેમ ખુંચતાં હતાં.એમની વચ્ચેના એક વખતના પ્રેમના સરોવરનાં પાણી સુકાઈ ગયાં હતાં અને સંબંધોની જમીનના તળીયે તિરાડો પડી ગઈ હતી !
દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા પરંતુ સાસુ-વહુ વચ્ચેના ઝગડા ઘટવાને બદલે વધતા જ ગયા . જુનવાણી માનસ ધરાવતાં કમળાબેન વાત વાતમાં કામિનીની કંઇક ને કંઇક ભૂલો શોધી કાઢી એની ટીકા કરતાં એ કામિનીને જરાએ પસંદ ન હતું.કમળાબેન પ્રત્યેનો કામિનીનો તિરસ્કાર હદ વટાવી ગયો હતો.આ રોજ રોજના ઘર કંકાસથી એ જ્યારે વાઝ આવી ગઈ ત્યારે એક દિવસ જીતેશ કે કમળાબેનને કશી ખબર આપ્યા વિના એ એના પિયર અમદાવાદમાં એના માતા પીતા સાથે રહેવા માટે જતી રહી.
પિયરમાં કામિનીના પિતા રમણભાઈના એક ખાસ મિત્ર શાંતિભાઈ વૈદ્ય અમદાવાદના એક પારંગત અને હોશિયાર વૈદ્ય તરીકે ખુબ જાણીતા હતા.રમણભાઈના કુટુંબ સાથે એમનો વર્ષોથી નજીકનો સંબંધ બંધાયો હતો. કામિની માટે તો તેઓ એના બાલ્યકાળથી એક મિત્ર અને માર્ગ દર્શક બની ગયેલા એના “શાંતિ કાકા “ હતા.પિયર વાસ દરમ્યાન કામિની એક દિવસ આ શાંતિભાઈ વૈદ્યને મળવા એ એકલી એમના ઘેર ગઈ.એમની સાથેની વાતચિતમાં એણે એની સાસુ કમળાબેન અને એના વચ્ચે થતા વારંવારના ઝગડાઓની પણ વાત કરી.મનમાં એક ખાસ મકસદ લઈને શાંતિકાકાને એ મળવા આવી હતી.
છેલ્લે કામિનીએ શાંતિભાઈને જે વાત કરી એ સાંભળી તેઓ મોટા અચંબામાં પડી ગયા કે એ શું બોલી રહી છે !કામિનીએ એમને ધીરેથી કહ્યું :”શાંતિકાકા , તમે આ શહેરના પ્રખ્યાત વૈદ્ય છો.તમારી દવાની જડીબુટ્ટીથી ઘણાના રોગ દુર કરો છો.તમે મને એવી કોઈ દવા બનાવી આપો કે જેથી મારો અને મારી સાસુ વચ્ચેનો પ્રશ્ન હંમેશ માટે ઉકલી જાય !”
જમાનાને પચાવી ગયેલા આ અનુભવી વૃદ્ધ શાંતિભાઈને સમજી જતાં વાર ના લાગી કે કામિની શું કહેવા માગે છે.કામિનીના ઝેરી બની ગયેલા દિમાગમાં સાસુને ઝેર આપવાનો વિચાર આવે જ કેમ એ તેઓ સમજી ના શક્યા. તેઓ કામિનીના મનનો તાગ મેળવતા હોય એમ બે ઘડી એના મુખ સામે એકી નજરે તાકી રહ્યા.
છેવટે થોડો વિચાર કર્યા બાદ કામિનીના આ શાંતિકાકાએ ખુબ જ શાંતિથી એને કહ્યું:”કામિની બેટા, તારો આ પ્રોબ્લેમ હંમેશ માટે ઉકેલવા માટે હું તને જરૂર મદદ કરીશ.”કામિનીને હતું કે એની વાત સાંભળતાં શાંતિકાકા ગુસ્સે થઇ જશે પણ એને બદલે તો તેઓ તો એની સાસુ કમળાબેનનો કાંટો હંમેશ માટે દુર કરવા માટે એને મદદ કરવા માટે તૈયાર થઇ ગયા એથી એ પણ આશ્ચર્યમાં પડી ગઈ ! .”
ત્યારબાદ શાંતિકાકાએ દવાની જુદી જુદી કેટલીક પડીકીઓ બનાવીને એ કામિનીને આપતાં કહ્યું :” લે કામિની, તારે આ પડીકીઓ તારી સાસુને કોઈ વહેમ ના પડે એવી હોશિયારીથી થોડા થોડા દિવસોના આંતરે આપવાની છે.એમને કહેવાનું કે આ દવાથી એમની તબિયતમાં સુધારો થઇ જશે.મેં આ દવામાં ઝેર ભેળવ્યું છે. આ દવાની અસર લાંબા ગાળે થશે.તારે છ મહિના સુધી રાહ જોવી પડશે.પરંતુ મારી કેટલીક શરતોનું તારે બરાબર પાલન કરવું પડશે.એ જો તું કરીશ તો જ મારી આ દવાની ધારી અસર થશે.”
કામિની કહે :”જરૂર, શાંતિ કાકા ,તમે જેમ કહેશો એમ કરીશ “
શાંતિભાઈ કહે :” જો કામિની, જાણે કશું જ બન્યું નથી એવો ચહેરા પર ભાવ રાખી તું જીતેશ અને કમળાબેન સાથે રહેવા પાછી જા.તારી સાસુને આંતરે દિવસે સારું સારું રાંધીને ખવડાવજે અને દરેક વખતે આ બધી પડીકીઓમાંથી એક પડીકી એમને કોઈ પણ જાતનો વહેમ ના આવે એ રીતે એમાં નાખજે.એમની સાથે બહુ દલીલબાજી ના કરીશ કે એમને કોઈ વાતે ખોટું લાગે એવુ કશું ના કરીશ . એમની સાથેનું વર્તન બરાબર સુધારી દેજે. એમની સાથે તારી મા જેવું સારું વર્તન કરજે કે જેથી એમને પડીકીઓ વિષે કોઈ વહેમ ના આવે.”
શાંતિકાકાએ આપેલી પડીકીઓ લઈને કામિની એક દિવસ કમળાબેન અને જીતેશની સાથે રહેવા આવી ગઈ.કમળાબેનએ એને પાછી આવેલી જોઇને પ્રથમ તો મ્હેણું માર્યું કે બાપના ઘેર તમારો ખંટાવ ના થયો!પરંતુ એના જવાબમાં કામિની એક અક્ષર પણ ના બોલી અને ઘરના કામમાં લાગી ગઈ. શાંતિકાકાના શીખવાડ્યા પ્રમાણે એણે એના વર્તાવમાં ફેરફાર કરી દીધો હતો.શાંતિકાકાના કહેવા પ્રમાણે એ છ મહિના સુધી કરતી ગઈ. આ છ મહિનામાં ઘરનું આખું વાતાવરણ ધરમૂળથી જ બદલાઈ ગયું.કમળાબેન કામીનીથી ખુબ ખુશ રહેવા લાગ્યાં .કામિની પણ સાસુથી ખુશ રહેવા લાગી. કમળાબેન અને કામિની વચ્ચે સાસુ-વહુ નહી પણ પહેલાંની જેમ એક મા-દીકરીના જેવો પ્રેમ ભાવ તાજો થયો.
એક દિવસ કામિનીના દોષિત મનમાં ઝબકાર થયો કે એક મા સમાન કમળાબેનનો કાંટો દુર કરવા માટે હું કેવું અધમ કામ કરી રહી છું. એના હૃદય મનના ઊંડાણમાંથી એને ખુબ પસ્તાવો થવા લાગ્યો.એક દિવસ એ કમળાબેન અને જીતેશની રજા લઈને એના પિયર અમદાવાદ જઈને તરત જ શાંતિલાલ વૈદ્યને મળવા માટે દોડી ગઈ.
શાંતિકાકાને બે હાથ જોડી કામિની એમને વિનવી રહી :”શાંતિ કાકા મારાથી મોટી ભૂલ થઇ ગઈ છે. ગુસ્સામાં અને તિરસ્કારની આગમાં ભાન ભૂલીને હું માર્ગ ભૂલી ગઈ હતી.તમારા કહેવા પ્રમાણે કરવાથી મારાં સાસુ તો સાવ બદલાઈ ગયાં છે.મહેરબાની કરીને મને એવી કોઈ બીજી દવાની પડીકી આપો કે જે એમને આપવામાં આવેલી ઝેરની પડીકીઓની અસર મિટાવી દે.મારે મારી આ મા સમાન સાસુને મારવાં નથી એમને કોઈ પણ હિસાબે જીવાડવાં છે. કાકા મારી ભૂલ માફ કરી દો અને આનો કંઇક ઉપાય કરો.”
આ સાંભળીને શાંતિકાકા ખડખડાટ હસી પડ્યા અને કામિનીને કહેવા લાગ્યા :
” અરે ગાંડી છોકરી, તારે કશી ચિંતા કરવાની કે ગભરાવાની જરાએ જરૂર નથી. તને મેં જે ઝેરની છે એમ કહીને પડીકીઓ આપી હતી એ હકીકતમાં તારી સાસુની તબિયત સુધારવા માટે વિટામીનની ગોળીઓનો ભૂકો હતો.મારે તારી સાસુને ઝેર આપવું ન હતું પણ તારા મગજમાં ભરાઈ ગયેલા ખોટા વિચારોના ઝેરની દવા કરવી હતી. તમારા ઘરના ઝઘડા તમારા બન્નેના મગજમાં જમા થતા ઝેરના પરિણામે થતા હતા.મેં કહ્યું એમ કરવાથી આ છ મહિનામાં તારી સાસુ અને તારા મગજમાં જે ઝેર જમા થયું હતું એ ઉતરી ગયું.તમારાં દિલ દિમાગ સાફ થઇ જતાં તમને બન્નેને તમારી ભૂલો સમજાઈ ગઈ . આના શુભ પરિણામે તું લગ્ન કરીને સાસરે ગઈ એ દિવસ જેવો તમારા બન્ને વચ્ચેનો પ્રેમભાવ ફરી સ્થપાઈ ગયો. “
“દીકરી હવે તારા બધા જુના બુરા વિચારો માટે દુખી થયા વિના એને ભૂલી જા અને જાણે કશું જ બન્યું નથી એવા ચોખ્ખા દીલ દિમાગથી કમળાબેન અને જીતેશ સાથે ફરી હળીમળીને રહે અને તારી હવે પછીની જિંદગીને હસી ખુશી અને આનંદથી ભરી દે. નવી ગીલ્લી નવો દાવ.આ તારા શાંતિકાકાના તને ખોબલે ખોબલે આશીર્વાદ છે. “
કામિની જ્યારે શાંતિકાકાને ચરણ સ્પર્શ કરી વિદાય લઇ રહી હતી ત્યારે શાંતિકાકાએ હસતાં હસતાં ઉમેર્યું :
“જો હવે પછી કોઈ ઝેરની પડીકી લેવા ફરી આવીશ તો નહિ આપું “
કામિની(શરમથી ઝૂકીને ) :” કદી પણ નહી આવું કાકા.મારાથી થયેલી ભૂલને માફ કરી દેશો ને ?”
….અને આ રીતે કામિની અને કમળાબેનના ઘર સંસારમાં હસી ખુશી ફરી આવી ગઈ .બન્ને વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ એ ફરી કદી નજરે ન પડે એવી રીતે સંધાઈ ગઈ !
ઘમ્મર વલોણું- ૬
ઘમ્મર વલોણું- ૬
કાના, તારી વાંસળીના શુર સાંભળીને આ ઝાડવા ડોલે છે, પર્વતો જુમી ઉઠે છે. વાદળાઓ થંભી જાય છે. પવન પણ પોતાની ગતિને ધીમી કરીને રોકાઈ જાય છે. જમુનાના પાણી પણ ખળ ખળ વહીને તારી વાંસળીના શુરમાં તાલ મિલાવે છે. આ ધરા કાંઠે ઝુલતા કદંબના ઝાડ કે વગડે મ્હાલતા જાંબુના ઝાડ, બધા તારી જ વાંસળીના શુરે જુમી રહ્યા છે. તલ્લીન બનીને ઘાસ ચરતી ગાયો અને ભેંસો પણ શૂરો વાગોળે છે. શેરીના બાલુડા પણ તારી મોહક અદાથી અંજાઈને તારી સાથે રમવા દોડી આવે છે. એકલી રાધાની તો શું વાત કરીએ પણ ગામની બધી ગોપીઓ, ઘેલી બનીને તારી વાંસળીના શુરે શુરે દોડી આવે છે.
વાંસળી તો મારી પાસે પણ છે અને બીજા ઘણા પાસે છે. બીજાની જેમ મને પણ વાંસળી વગાડતા આવડે છે. હું વાંસળી વગાડું તો ઘર વાળા પણ કંટાળીને મને રોકી લે છે. ઝાડવા તો ઠીક પાંદડા પણ હલતા નથી. કોઈ ચકલુય ફરકતું નથી. તારી વાંસળીમાં જેવા શૂરો વાગે છે તેવા શૂરો તો હું પણ હવે શીખી ગયો છું. મતલબ કે વાંસળીમાં કોઈ જાદુ નથી. મારી જેમ તારે પણ આંગળીઓ છે અને હોઠ.
હે કાના, આજ એક વાત તું કાન ખોલીને સાંભળી લે. તું આવીને આજ વાંસળી વગાડીશ તો એ ઝાડવા નહિ હલે. કારણ એ કપાઈ કપાઈ ને પાંખા બની ગયા છે. પર્વતો પણ જુમી ઉઠશે કારણ એનાં પર કોઈ ગાયો ચરવા નથી જતી. ઘણી ખરી ગાયો અને ભેંસોની કતલ થઇ રહી છે કે પાંજરાપોળમાં મુકાય છે. ચકવા ને પોપટો પાંજરે પુરાયા છે. રાધા અને ગોપીઓ હવે સ્માર્ટ બની ગઈ છે. ખળ ખળ વહેતા, જમુનાના પાણી હવે પ્રદુષિત બનીને ગંધાઈ રહ્યા છે. પવન પણ હવે કૃત્રિમ હવાથી ઈર્ષાળુ બની ગયો છે.
તો હે કાન, હવે તારી વાંસળીના શૂરો કોઈ જાદુ કરશે કે કેમ ? કે પછી એવું તો નથી કે તેં પણ વાંસળીને જમુનાના પાણીમાં નાખીને ગીટાર વસાવી લીધી છે !!!
મુખવાસ : નવરાત્રીના શુભ પર્વે, રાતો બની જાય છે દિવસ, અને રાસે રમે છે રૂડા અંબિકા
હૈયે હરખ છલકાય ઘણો,દીવાના બની જવાય છે દેખો સાથે ફરે છે માં જીવંતિકા
નવરાત્રીના પાવન પ્રસંગે સૌને ખુબ ખુબ શુભકામનાઓ
જય માતાજી !!
Subscribe to:
Posts (Atom)
