Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

13 April 2016

નારાયણભાઈ દેસાઈ (ઉપર) અને રઘુવીર ચૌધરીની (નીચે) મુલાકાત લેતાં શરીફા વીજળીવાળા

નારાયણભાઈ દેસાઈ (ઉપર) અને રઘુવીર ચૌધરીની

(નીચે) મુલાકાત લેતાં શરીફા વીજળીવાળા

એમને વર્ષ ૨૦૧૫નો  શ્રેષ્ઠ ગુજરાતી ટ્રાન્સલેશનનો એવૉર્ડ મળ્યો છે. સતત  આંખો ભીંસી, હોઠ કરડી ખાવા સુધીની આકરી શારીરિક વેદનાઓ તેમને ઉત્તમમાં ઉત્તમ કામ કરતાં રોકી શકતી નથી.

પીડા વચ્ચે સતત કાર્યશીલ એ પ્રેરણાનું નામ છે શરીફા વીજળીવાળા.અસગર વજાહતનું બહુ જાણીતું નાટક ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ (જિસ લાહૌર નહીં વેખ્યા વો જન્મ્યાઈ નહીં) એ પુસ્તકના અનુવાદ માટે પ્રોફેસર શરીફા વીજળીવાળાને વરસ ૨૦૧૫નો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે. આમ જોઈએ તો કોઈ પણ અનુવાદ કે પુસ્તક માટે લેખકે અથાગ મહેનત કરી જ હોય, પરંતુ શરીફાબહેન જે રીતે કામ કરે છે તેમાં પીડા પણ છે. 


ભાવનગર પાસેના જીંથરી ગામમાં પતરાના ઘરમાં જન્મીને ઉછરેલી શરીફાએ જીવનમાં સતત સંઘર્ષ અને પીડા જોયા છે.આર્થિક સંઘર્ષને તો તેઓ પાર કરી ગયા છે, પણ શારીરિક પીડાને તેઓ આજે પણ ઝેલી રહ્યા છે.શરીફાબહેનનું કોઈ અનુવાદિત પુસ્તક બહાર આવે કે તેમના મિત્રો સમજી જાય કે શરીફા ચોક્કસ જ અસહ્ય પીડામાંથી પસાર થયા હશે.

શરીફા વીજળીવાળાએ ૧૯૯૧ની સાલથી, ૨૩ વરસ સુરતની એમટીબી આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી ભણાવ્યું ત્યારબાદ છેલ્લા ત્રણ વરસથી તેઓ વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ સાથે અનેક વરસ હૉેસ્ટેલમાં રહેવાનો અનુભવ વિશે પણ તેમણે લેખ લખ્યો છે.અનુવાદ સિવાય અનેક નારાયણ દેસાઈ, રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભવોની મુલાકાતોનું પુસ્તક પ્રગટ થયું છે. થોડા વરસ પહેલાં એકાદ બે સેમિનારમાં તેમને જોયા ત્યારે તેઓ હંમેશાં ઊભા જ હોય. કેમ ઊભા છે? તેની તપાસ કરતાં ખબર પડી કે તેમને કરોડરજ્જુના મણકાની સમસ્યા છે. 


સાહિત્ય અકાદમીના એવૉર્ડના અભિનંદન આપ્યા બાદ તેમને પહેલો પ્રશ્ર્ન એ જ પૂછાયો કે, ‘તમે બેસી નથી શકતા તો શું પુસ્તકોના અનુવાદ ઊભા ઊભા જ કરો છો? આટલી પીડાઓ તમને થકવી નથી દેતી?’ એ જ ખણખણતા અવાજમાં શરીફાબહેન કહે, ‘અનુવાદ મારા માટે પેઈનકિલર છે. અનુવાદ કરતાં હું મારી જાતને, આખી દુનિયાને ભૂલી જઈ શકું છું. પેઈનકિલર ગોળીઓ થોડો સમય માટે મને પીડામુક્ત કરે છે, પણ વળી પાછી પીડાઓ મને પીડે ત્યારે એ પીડાને ભૂલવા માટે અનુવાદ મારા માટે જરૂરી છે. મારા જન્મ સાથે જ પીડા મારી સાથે રહી છે.

બાળપણમાં હું કુપોષણના કારણે ખૂબ નબળી હતી. ચામડીના રોગો મને ચામડીની સાથે જ જાણે મળ્યા હતા. સમજણી થઈ ત્યારથી ગુમડાંઓ મને પજવતાં રહ્યા છે. ગામડાં ગામમાં જે સારવાર મળી તેમાં સ્ટેરોઈડ્સ પણ પીવડાવેલાં. તે નુકસાન કરે તે તો આજે ખબર પડી. ખેર, તેનાથી ય કોઈ ફાયદો થતો નહીં. ત્યારબાદ એક્ઝિમાએ પણ સાથ આપ્યો. છેલ્લાં ચારેક વરસથી જ મને ગુમડાં નથી થતા તે નસીબ. છેક ૧૯૯૨ની સાલમાં મને ખબર પડી કે ડોકના બે મણકાં એકબીજામાં મિક્સિગં હતા. પછી તો સ્પાઈન ડિજનરેટ થતાં ૧૯૯૬ની સાલથી હું બેસી જ નહોતી શકતી. કોલેજમાં ભણાવવાનું કામ તો ઊભા ઊભાં જ થઈ શકતું એટલે વાંધો ન આવ્યો પણ પછી યે ઊભા ઊભા જ વાંચવું, લખવાનું ચાલુ રહ્યું. ૨૦૦૨ની સાલમાં ગાઉટ થયો એટલે ઊભા રહેવાનું પણ અશક્ય જેવું જ છે. થોડીવાર ઊભા રહેવું, થોડીવાર બેસું, થોડી વાર આડા પડવાનું બસ જીવન જીવાયે રાખે છે. સારું છે કે હું સર્જનાત્મક નથી લખતી, કારણ કે પીડાને કારણે વિચારોનું સાતત્ય જળવાઈ ન શકે, સતત તૂટે. 

અનુવાદના કામમાં શબ્દોને શોધવા, વિચારવામાં જાતને પણ ભૂલી શકાય છે તેથી પીડા થોડી સહ્ય બને. હું મારી જાતને નવરી ન પડવા દઉં જેથી પીડા મને હેરાન ન કરે. મારી જાતને હું કામમાં જોતરી રાખુંં. ખરું કહું તો મારી જાતને હું થર્ડ પાર્ટી તરીકે જોઉં. જેમ પીડા વધે તેમ એની પાસે હું વધારે વંચાવું, લખાવડાવું હાર્ડ ટાસ્કમાસ્ટર તરીકે શરીર પાસેથી કામ લઉં, જેથી પીડા વિશે વિચારવાનો કે રડવાનો સમય જ ન મળે.

અસ્થમા હતો ત્યારે સૌ પહેલાં મન્ટો હાથમાં લીધેલા (મન્ટોની ૨૨ વાર્તાઓનો અનુવાદ). ૨૦૦૨ ગોધરા કાંડની પીડાએ તેમાં ઉમેરો કરતાં ભાગલાલક્ષી સાહિત્ય અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું તેમાં આ ‘જિન્હ લાહૌર નહીં દેખ્યા ...’ નાટક અનુવાદ કર્યો. પછી જરા અટકીને તેઓ કહે કે સ્ટેરોઈડ્સ તો આજે પણ નિયમિત લઉં છું. પેઈન કિલરના ઈન્જેકશન અને ગોળીઓ પણ જ્યારે રાહત ન આપે તો નેચરક્યોરની સારવાર પણ લઈ આવું. થોડું સારું લાગે પણ વળી પાછું જૈસે થે જેવી સ્થિતિ આવી જ જાય.

શરૂઆતમાં તો હું આ પીડાઓને લીધે નેગેટિવ થઈ ગઈ હતી. શું કામ મને જ આ બધા દુખ? એવા પ્રશ્ર્ન પણ થતા, પણ પછી શ્ટેફાન ત્સ્વાઈકની વાર્તાઓના અનુવાદ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સમજાયું કે ઈશ્ર્વરને મારા પર ભરોસો હશે કે આ પીડાઓ સહેવા માટે ખભા પહોળા છે. પીડાઓને કારણે ડિપ્રેશન આવે તો ય ક્યારે ય દવા ન લઉં. જાત પાસેથી વધુને વધુ કામ લઉં, ન લખાય તો વાંચું, નવલકથા, આત્મકથા વાંચું, મનગમતી ફિલ્મો જોઉં. પીડાને ગણકારું નહીં એ જ મારો પ્રયત્ન. એવૉર્ડ આ પહેલાં પણ મળ્યા છે પણ ૨૫ વરસ અનુવાદ કર્યા બાદ પહેલીવાર નેશનલ એવૉર્ડ મળ્યો તેનો આનંદ છે. ’ 


શરીફાબહેને ગ્લાસ અડધો ખાલી જોવાને બદલે ગ્લાસ અડધો ભરેલો જ જોયો. ગુજરાતે તેમને જે આપ્યું તેનો આભાર વ્યક્ત કરવાનું તેઓ ચૂકતા નથી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને પાંચ વખત એવૉર્ડ મળી ચૂક્યો છે. તેઓ કહે છે, ‘શરીરથી હું જીવતી જ નથી મનથી જીવું છું એટલે જ જીવવાની મજા આવે છે. વળી મિત્રો અને ડૉકટરો ખૂબ સારા મળ્યા છે. હા, ડૉકટરોને જોઉં ને ડૉકટર ન બની શક્યાનો અફસોસ રહેશે.’ શરીફાબહેનને કશું જ સરળતાથી મળ્યું નથી. તેમના પિતા અખબાર વેચતા હતા તેમને મદદ કરતાં ભણ્યા.ઈતર વાચનનો શોખ પણ તેને લીધે જ લાગ્યો. તેમનો ભાઈ ડૉકટર થયો. તેમને પણ ડૉકટર થવું હતું પણ ફક્ત ૯ માર્ક ઓછા પડ્યા.

વડોદરાની ઈજનેરી કૉલેજમાં આર્કિટેકચરમાં પ્રવેશ લીધો પણ બે તેનો ખર્ચો ન પોષાતાં લાઈન બદલી ફાર્માસિસ્ટનું ભણ્યા.એલેમ્બિકમાં નોકરી મળી પણ રહેવાનું ઠેકાણું ન હોવાને લીધે હોસ્ટેલમાં રહેવા મળે એટલે આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી અને ગણિત વિષય લઈને ભણવાનું શરૂ કર્યું હતું. સિતાંશુ મહેતા અને અન્ય મિત્રોની મદદથી કોલેજ ભર્યાં સિવાય તેમણે એમ એ સુધીનું ભણવાનું પૂરું કર્યું એટલું જ નહીં તેઓ પરીક્ષામાં પ્રથમ આવતા. આ વિશે તેઓ કહે છે કે ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન...’ આવી તબિયતે પણ તેમના લગભગ ત્રીસેક પુસ્તકો તેમના પ્રગટ થયા છે તે જોતાં લાગે કે તેમણે કેટલી પીડાઓ સહન કરી છે. જો પીડા ન હોત તો કદાચ આથી વધુ કામ પણ તેઓ કરી શક્યા હોત. 

-દિવ્યાશા દોશી -Published in Mumbai Samachar 

સાભાર- સૌજન્ય :

http://divyashadoshi.blogspot.in/2016/03/published-in-mumbai-samachar.html

શરીફા વીજળીવાળા નો વધુ પરિચય

vijlivala-2

જિંદગી આખી ઈતિહાસ ખંખેરવામાં ગઈ શરીફા વીજળીવાળા

મનગમતા સંવાદ-૨

મનગમતા સંવાદ-૨
“ મને તારી સહાય જોઈએ છે ”
“ હું પણ કોઈનાં કામમાં આવી શકું તે આજે  જ જાણ્યું. ”
“ કેમ એવું બોલે છે ? ”
“ એટલે કે નાનો હતો ત્યાર થી મારા કપાળ પર એક લેબલ લાગ્યું છે. કે હું કશું ના કરી શકું, હું કોઈ કામ નો નથી. ”
“ કોઈ કહે એટલે તારે માની લેવાનું ? જો હા, તો મેં પણ તને કહ્યું જ છે. મારી વાત પણ માનીજા. ”
“ ચાલો હું માની લવ છું. પણ હું તો ભિખારી છું. લોકો પાસેથી ભીખ માંગીને જીવું છું. હું ભલા તમને કેમ કરીને સહાયરૂપ થઇ શકું ? મારો તો કોઈ પડછાયો પણ લેવા તૈયાર નથી. ”
“ એ બધું છોડ, તું મને મદદ કરીશ કે કેમ ? ”
“ ચોક્કસ કરીશ. તમે મને મદદ કરો, હું તમને મદદ કરીશ. ”
“ ઓહ તો તું મને બ્લેકમેલ કરીશ ? બોલ શું જોઈએ તારે ? મારા શરીર સિવાય કશું પણ માંગજે  ”
“ મને તો એ પણ નથી ખબર કે તમે શું માંગશો, મને તો ખાલી એક ટંકનું ભોજન આપશો તો ખુશ થઇ જઈશ. ”
“ એ તો હું તને આપવાની જ હતી. તને અહી બોલાવ્યો જ છે ભોજન આપવા. પણ તારા ચહેરાનું તેજ અનોખું છે. ”
“ આ બીજી અને નવી વાત જાણી, મેડમ મને એ તેજની કોઈ અસર નથી દેખાઈ. મને જોઇને ઘણાં લોકો તો મ્હોં ફેરવી લે છે. હવે મને આદેશ કરો  ”
“ તારી સાથે આટલી વાત કર્યા પછી મને એવું લાગે છે કે માંગવા સિવાય તારામાં એકેય ભિખારીના ગુણ નથી. ”
“ મને પણ એવું લાગે છે કે હું તમને મદદ રૂપ નહિ થઇ શકું. ”
“ ઠીક છે, ભોજન લેતો જા, કોઈ વાર પણ આ બાજુ આવે તો લેતો જજે  ”
અને તે હસતે ચહેરે નીકળી ગયો
“  ભિખારી લાગતો નથી પણ છે ભિખારી !!  હવે આને કેમ કરી ને કહેવું કે મરેલો ઉંદર પકડીને લઇ જાય ”

સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાં મહેતાને એમની પુણ્યતિથી નિમિત્તે શ્રધાંજલિ …. પી.કે.દાવડ

કેલિફોર્નિયાના Bay Area માં રહેતા ભારતીઓએબે વર્ષ પહેલાં સાહિત્ય અને સંગીતની એકઅભૂતપુર્વ પ્રેમી મહિલાને ભારે હૈયે વિદાયઆપી. નામ હતું મીરાં મહેતા.


મીરાંબહેનનો જ્ન્મ ભાવનગરમાં ૧૨મી નવેમ્બર,૧૯૪૧ ના રોજ થયેલો. પિતા બાલકૃષ્ણ ત્રિવેદીન્યાયતંત્ર સાથે જોડાયલા હતા અનેમાતા શાંન્તિલાબહેન શિક્ષણક્ષેત્ર સાથે. પિતાઆગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસબનેલા અને માતા શાળાના પ્રિન્સીપાલ.

મીરાંબહેને ભારતમાં Sociology માં M.A. કર્યાબાદ Law Collegeમાંથી LLBની ડીગ્રી મેળવેલી. Sociology ના અભ્યાસ દરમ્યાન એક સો થીવધારે વિધવાઓના જીવનનો ગહન અભ્યાસ કરીઅને એમના જીવનમાં સુધાર લાવવાનું લક્ષ્યબનાવ્યું હતું. LLB ના અભ્યાસ બાદ રીઢાગુનેગારો સાથે કામ કરી, એમને સમાજની મુખ્યધારામાં પાછા કેમ વાળવા એ દિશામાં કામ કર્યુંહતું.

૧૯૭૦માં અમેરિકા સ્થિત સિવિલ એંજીનીઅરમહેન્દ્ર મહેતા સાથે એમના લગ્ન થયાં હતાં.મીરાંબહેન લગ્ન કરી અમેરિકાના કેલિફોર્નિયારાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવ્યાં. ૧૯૭૧માંએમની પુત્રી કલાનો જન્મ થયો ત્યારે એમનેકદાચ કલ્પના નહિં હોય કે એમને આંગણેજીવનભર અનેક કલાઓનો ઉછેર થવાનો છે.

મીરાંબહેનના સદનશીબે મહેન્દ્રભાઈ પણ સાહિત્યઅને સંગીતના ચાહક નીકળ્યા,એટલેમીરાંબહેનના શોખ અને શક્તિ બેવડાઈ ગયાં .આમ તો મીરાંબહેનનો સાહિત્ય પ્રેમ કોલેજકાળથી વિકસિત હતો.ગુજરાતી સાહિત્યપરિષદના જ્ઞાન સત્રમાં તેઓ અચૂક હાજરરહેતાં.માત્ર ૧૯ વર્ષની ઉમરે એમણે એકનવલકથા “કલા-પ્રણય” લખી અનેઆ નવલકથાને નવોદિત લેખકોની સ્પર્ધામાંત્રીજું ઈનામ મળેલું.

કલા એક વર્ષની થઈ ત્યારે મીરાંબહેનને અહીંનાન્યાય ખાતામાં પ્રોબેશન અધિકારી તરીકે નોકરીમળી.પુત્રીનો ઉછેર અને નોકરીનીબેવડી જવાબદારીમાં સહાયરૂપ થવા,મીરાંબહેનના માતા-પિતા અમેરિકા આવ્યા,અનેત્યારબાદ અમેરિકામાં જ સ્થાયી થયા.

દસેક વર્ષ ન્યાય ખાતામાં કામ કરી મીરાંબહેનનેકંઈક વધારે કરવાની ઈચ્છા થઈ. એમણે૧૯૮૪માં California Bar ની અઘરી ગણાતીપરીક્ષા માટે અભ્યાસ કરી, એમાં સફળતામેળવી. ત્યારબાદ એમણે કેલિફોર્નિયાની કોર્ટ સમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ શરૂ કરી. એમણેકુટુંબને લગતી કાનુની બાબતો, જેવી કે વીલ,ટ્રસ્ટ, પ્રોપર્ટીના વિવાદો, છૂટાછેડા અનેબાળકોના હક્કોના રક્ષણ જેવા વિષયોમાં ધ્યાનકેંદ્રિત કર્યું. એ સમયે આ વિસ્તારમાં માત્ર બે કેત્રણ સ્ત્રીઓ જ વકીલ તરીકે પ્રેકટીસ કરતી હતી.મીરાંબહેનનું ધ્યેય ખાસ કરીને સ્ત્રીઓને મદદરૂપથવાનું હતું એટલે એમણે ઘણી બહેનોને પોતાનાખર્ચે એમના હક્ક અપાવેલા.

આ સમય દરમ્યાન એમની સામાજીક પ્રવૃતિઓઉત્તરોતર વધતી રહી અને એમનું ઘર Bay Areaનું સંસ્કૃતિ ધામ બની રહ્યું. બહાર ગામથી કેભારતથી કોઈ કલાકાર આવે તો એમના ઘરેરોકાતા,એમને રહેવાની ખાવા-પીવાની સગવડઉપરાંત એમના કાર્યક્ર્મો યોજવા, એમને શહેરઅને આસપાસનાં જોવા લાયક સ્થળોએ લઈ જવામાં આ મહેતા દંપતીને આનંદનોઅનુભવ થતો.

૧૯૮૯માં મહેન્દ્રભાઈને સેક્રેમેન્ટો અને ત્યારબાદસાન ડિયેગો રહેવું પડેલું. ત્યાં પણ મીરાંબહેનનીનાની મોટી મહેફીલો સજતી, અને સાહિત્ય,સંગીત અને નૃત્ય કલા પાંગરતી. ૨૦૦૬માં Bay Area માં પાછા ફર્યા,અને ત્યારબાદ જીવનનાઅંત સુધી મીરાંબહેને પાછું વળીને જોયા વગરકલા અને સંગીતમાં ઓતપ્રોત રહ્યાં. એમનું ઘરBay Area માં આવનારા કલાકારોનું સરનામુંબની ગયું. કોઈપણ ભારતીય કલાકારને Bay Area માં પોતાની કલા ઉજાગર કરવી હોય તોમીરાંબહેનના ઘરના દરવાજા ખુલ્લા હતા.કેટલીયે વાર એમણે સાહિત્ય અને સંગીતના રસિયાઓનેપોતાને ઘરે એકઠા કરી મહેફીલો જમાવેલી,કોઈપણ જાતના ખાસ કારણ કે પ્રસંગનીઆડ વગર.

મહેતા દંપતીએ આગેવાની લઈ, ૨૦૦ થી વધારેજાહેર જનતા માટેના કાર્યક્ર્મ યોજી, વક્તાઓ,કવિઓ, નૃત્યકારો અને સંગીતકારોને પોતાનીકલા પ્રદર્શિત કરવાની સગવડ કરી આપેલી.આવા કાર્યક્રમોમાં ઉસ્તાદ અલીઅકબર ખાં,પંડિત રવિશંકર, પંડિત નિખીલ બેનર્જી, ઉસ્તાદઝાકીર હુસેન,પંડિત સ્વપ્ન ચૌધરી અને પંડિતહરિપ્રસાદ ચોરસિયા જેવી મહાન હસ્તીઓ પણસામીલ હતી. ગુજરાતી ગાયકો અનેસંગીતકારોમાં પુરૂષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારીઅને વિભા દેસાઈ, અમર ભટ્ટ અનેઅન્ય ઘણા કલાકારો સામીલ હતા.સાહિત્યકારોમાં ઉમાશંકર જોષી, મનુભાઈપંચોલી, નિરંજન ભગત અને સુરેશ દલાલ અનેબીજા અનેક લેખકો શામીલ હતા.


૫મી એપ્રીલ, ૨૦૧૪ ના રોજ મીરાંબેનનાસ્વર્ગવાસના સમાચારથી Bay Areaના કલા રસિકોમાં સોપો પડી ગયો. એમનું આતિથ્ય માણીચૂકેલા કે એમની મદદથી કલા જગતમાં પા પાપગલી માંડેલા જ નહિં, પણ સમગ્રભારતીય સમાજના લોકો સ્તબ્ધ થઈ ગયા.એમની મહેમાનગતી પામી ચૂકેલા અનેક કલાકારો અને સાહિત્ય અને સંગીતના પ્રેમીઓએ એમને ભારે હૈયે વિદાય આપી. જે હાજર ન રહી શક્યા, એવા કલાકારોએ હ્રદય પૂર્વક સંદેશા મોકલ્યા.

ઉસ્તાદ ઝાકીર હુસેન અને એમની પત્નીએન્ટોનીયાએ સંદેશામાં લખ્યું, “મારા કાર્યક્રમમાંમીરાંજીનો હસતો ચહેરો જોવાનો લહાવો હતો,હવે એની ખોટ સાલસે. હું, મારી પત્ની અનેઅમારૂં આખું કુટુંબ શોકાતૂર છે અને તમારી સાથહમદર્દી દર્શાવે છે.”

કવિ શ્રી અનિલ જોષીએ શોક સંદેશામાં જણાવ્યું, “ યાદો તો માત્ર આપણે જેને ચાહીએ છીએએમની સાથે આપણે શું હતા એ જ કહી શકે છે,પણ આપણે એકલા શું હશું, એ જાણવામાંમદદરૂપ થઈ શકે નહિં. જે આજે હૈયાત નથી,એમના પડઘા આપણા વિચારોમાં પડે છે અનેઆપણા વર્તનમાં વણાઈ જાય છે.”

શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયે લખ્યું “કલાનીદુનિયામાં મીરાંબહેનનો ફાળો ક્યારેય નહિંભૂલાય. એમનો કલાકારો, સંગીત અને સાહિત્યપ્રત્યેનો ઉત્સાહ અજોડ હતો.”

શ્રીમતી વિભા દેસાઈએ મકરંદ દવેના શબ્દોટાંકતાં લખ્યું છે,

“અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યોગુલાલ રહેશે,

 ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તેકમાલ રહેશે.”

(૨૪) શ્રી અરવિંદ કનસલે લખ્યું છે,

    “ ચંદ લોગ દુનિયા મેં યું મિલતે હૈ,

      દિલમેં જગહ કર લેતે હૈ,

      ઈસ જહાંસે કૂચ કરકે ભી,

      દિલમેં બસર કરતે હૈ .”

હ્રદયમાંથી નીકળેલી આવી તો અનેક શ્રધ્ધાંજલીમીરાં બહેનને અર્પણ થઈ હતી.

મેં ૨૦૧૩ માં એમની સાથે માત્ર પાંચેક મીનીટવાતચીત કરી હતી, પણ એ પાંચ મીનીટમાંએમની નમ્રતા અને નિખાલસતા મને જચી ગઈહતી.

આજે મીરાંબેનની વિદાયને બે વર્ષ પૂરાં થયાં . Bay Area એની રોજીંદી પ્રવૃતિઓથી ધમધમીરહ્યું છે,પણ એ મીરાં સંસ્કૃતિની ઉણપ તોજરૂર વર્તાય છે.

-પી. કે. દાવડા

મળવા જેવા માણસ – મહેન્દ્ર મહેતા.... પી.કે.દાવડા

ચાર્વાકદર્શન’ સામેના આક્ષેપો –એન. વી. ચાવડા

ચાર્વાકદર્શન’ સામેના આક્ષેપો

–એન. વી. ચાવડા
અનેક ભાષ્યકારોએ અને ચીન્તકોએ ચાર્વાકદર્શન સામે અનેક આક્ષેપો કર્યા છે અને આક્ષેપો લગાવ્યા છે. કોઈકે નીન્દા યા ઠેકડી ઉડાવવાના પ્રયાસો પણ કર્યા છે, જેમાંના મુખ્ય આ પ્રમાણે છે.
♦  ચાર્વાકદર્શન વીધાયક એવું કંઈ કર્તવ્ય કહેતું નથી. –જયંત ભટ્ટ
♦ ચાર્વાકે સારી, ઉચ્ચ અને શુદ્ધ એવી પ્રત્યેક વાતમાં અવીશ્વાસ દર્શાવ્યો. –ડૉ. રાધાકૃષ્ણન્
♦ બ્રહ્મસુત્રકાર બાદરાયણ મહર્ષીએ આ દર્શનનો (ખંડનીય) પુર્વપક્ષ તરીકે પણ આદર કર્યો નથી. – વાસુદેવશાસ્ત્રી અભ્યંકર
♦ ચાર્વાકદર્શનના સંસ્થાપકના સુત્રો સર્વત્ર ખંડનાત્મક છે.
♦ ચાર્વાકદર્શન કોઈ જ મુલ્ય માનતું નથી, તે સમાજવ્યવસ્થાનો નાશ કરવા બેઠેલું વીષમય તત્ત્વજ્ઞાન છે, તેથી તે સર્વથા ત્યાજ્ય છે.
ચાર્વાકદર્શન વીશે ઉપરોક્ત મન્તવ્યો આપનાર મહાનુભવોની પ્રથમ ભુલ એ છે કે તેમણે આપેલાં આ મન્તવ્યો, તેમને ઉપલબ્ધ ફક્ત સોળેક સુત્રોને આધારે આપ્યાં છે. જે સુત્રો વીવીધ ભાષ્યકારોએ તેનું ખંડન કરવા માટે પોતપોતાના ભાષ્યોમાં લીધાં છે. ચાર્વાકદર્શનના આ સોળ સીવાયના સુત્રો કયાં છે ? શું  ચાર્વાકદર્શનમાં માત્ર સોળ જ સુત્રો હોઈ શકે ? ચાર્વાકદર્શનના જે સુત્રો ઉપલબ્ધ નથી એ કેમ અને શા માટે? એ વીશે તેઓ મૌન શા માટે છે ? ખંડન કરવા માટે લીધેલાં ફક્ત સોળ સુત્રોને આધારે ચાર્વાકદર્શનનું મુલ્યાંકન કરવું શું ન્યાયી છે ? ચાર્વાકદર્શનનાં તમામ સુત્રો ઉપલબ્ધ ન હોય ત્યારે તેના વીશે તેમાં વીધાયક કે રચનાત્મક એવું કશું જ નથી અને તેમાં માત્ર નકારાત્મક તથા ખંડનાત્મક વીચારો જ ભર્યા છે, એમ કેવી રીતે કહી શકાય ?
ડૉ. રાધાકૃષ્ણન્ જ્યારે એમ કહે છે કે ‘ચાર્વાકે સારી, ઉચ્ચ અને શુદ્ધ એવી પ્રત્યેક વાતમાં અવીશ્વાસ દર્શાવ્યો’ ત્યારે પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે એ સારી, ઉચ્ચ અને શુદ્ધ વાતો કઈ છે કે જેમાં ચાર્વાકે અવીશ્વાસ દર્શાવ્યો ? પ્રચલીત ચાર્વાકદર્શનના સોળેક જેટલા શ્લોકોમાં જોઈ શકાય છે કે તેમાં ચાર્વાકે આત્મા–પરમાત્મા, પરલોક, સ્વર્ગ–નરક, પાપ–પુણ્ય, વર્ણવ્યવસ્થા, પશુબલીવાળાં યજ્ઞો અને મરણોત્તર ક્રીયાકાંડો આદીનો ઈનકાર અને વીરોધ કરેલો જણાય છે. એ સંજોગોમાં ચાર્વાકે પ્રત્યેક ‘સારી, ઉચ્ચ અને શુદ્ધ’ બાબતોનો ઈનકાર કરેલ એવું કેવી રીતે કહી શકાય ? વાસ્તવીકતા તો એ છે કે આત્મા–પરમાત્મા અને સ્વર્ગ–નરક આદીનો પ્રાચીનકાળથી આજપર્યન્ત કોઈને અનુભવ થયો નથી; તેમ જ એનો અનુભવ થયાનો દાવો કરનારાઓ બીજાને એની ખાતરી કરાવી શક્યા નથી. વળી, આ કલ્પનાઓ સારી, ઉચ્ચ અને શુદ્ધ છે જ એવું પણ નથી. કારણ કે તે વીવાદાસ્પદ છે એટલું જ નહીં; કોઈ એના ફાયદા ગણાવે, તો કોઈ એના ગેરફાયદા પણ ગણાવી શકે છે. ઉપરાન્ત વર્ણવ્યવસ્થા, પશુબલીવાળા યજ્ઞો અને મરણોત્તર ક્રીયાકાંડો તો સ્પષ્ટરુપથી વ્યર્થ, હાનીકારક અને અધ:પતન નોતરનારાં છે, એવું ઐતીહાસીક અને વૈજ્ઞાનીક દૃષ્ટીએ પુરવાર થયેલું સત્ય છે. એ સંજોગોમાં ચાર્વાકે જો આ બધી બાબતોનો વીરોધ કર્યો હોય તો તે વીરોધ એક ઉમદા ક્રાન્તીકારી બાબત છે. ચાર્વાકના આ વીરોધને ખંડનાત્મક કે નકારાત્મક બાબત હરગીજ કહી શકાય નહીં; બલકે વાસ્તવમાં ચાર્વાકની એ હકારાત્મક વાત છે. કારણ કે આત્મા–પરમાત્મા અને સ્વર્ગ–નરક જેવી નીરાધાર કલ્પનાઓને સ્થાને તેઓ વાસ્તવીકતાને સ્થાન આપે છે. ચાર્વાક પૃથ્વી પરની નક્કર હકીકત દર્શાવે છે. તે કહે છે કે ‘ચેતનયુક્ત દેહ એ જ આત્મા છે. દેહ અને આત્મા એક જ છે, ભીન્ન નથી’ તથા ‘રાજા એ જ ઈશ્વર છે’; કારણ કે આપણો ન્યાય રાજા જ આપે છે અને રાજા જ આપણા યોગક્ષેમનું રક્ષણ કરે છે. કાલ્પનીક અલૌકીક ઈશ્વર આપણને કંઈ કામનો નથી. ચાર્વાક અહીં શાસન અને પ્રશાસનના કાયદા–કાનુનોને પાળવાની અને તેના દ્વારા જ આપણું ભલું થશે અને આપણી સમસ્યાઓ હલ થશે એમ કહી, સામાજીક–રાજકીય નીતી–નીયમોને વળગી રહેવાની સલાહ આપે છે. ચાર્વાકની આ સલાહમાં ખંડનાત્મક કે નકારાત્મક એવું શું છે ?
વાસ્તવીકતા એ છે કે ચાર્વાકની આ વાત વીધાયક યા રચનાત્મક તથા ઉમદા સામાજીક સુવ્યવસ્થા સ્થાપવા માટેની છે.
ઈશ્વરવાદીઓ આત્મા–પરમાત્માને અગમ્ય, અગોચર, નીરાકાર અને અલક્ષ્ય તત્ત્વ માને છે. માત્ર પંચેન્દ્રીય દ્વારા જ નહીં; પરન્તુ મન અને બુદ્ધી દ્વારા પણ તે જાણી શકાતો નથી અને વળી, તે તર્કનો વીષય તો છે જ નહીં. આવું કહેનાર ઈશ્વરવાદીઓને આવા ઈશ્વરની જાણ શેના વડે થઈ હશે ? તે પ્રશ્ન આજપર્યંત અનુત્તર રહ્યો છે. ઈશ્વરવાદીઓ કહે છે કે ઈશ્વર આસ્થાનો વીષય છે; પરન્તુ તો પછી પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે ઈશ્વર તર્ક અને બુદ્ધીનો વીષય શા માટે નથી ? ઈશ્વર જો આસ્થાથી બંધાઈ જતો હોય તો તર્ક અને બુદ્ધી દ્વારા બાંધવામાં એને કઈ આપત્તી છે ? આખરે આ આસ્થા વળી શું છે ? આ સવાલનો પ્રતીસવાલ એ છે કે આ જગતનો કર્તા અને સંચાલક ઈશ્વર છે, એવું વીના સાબીતીએ સ્વીકારી લેવું તેને શું આસ્થા કહેવાય ? પરન્તુ એમ તો કોઈ એમ કહે, કે આ જગતની રચના કરનાર કોઈ શયતાન છે, તો એની પણ એને સાબીતી આપવાની કોઈ જ જરુર નથી; કારણ કે એ પણ એની શ્રદ્ધા–આસ્થાનો વીષય છે. કોઈ એમ કહે કે આ જગત ખુબ વ્યવસ્થીત રીતે ચાલી રહ્યું છે, માટે તે ઈશ્વરની રચના હોઈ શકે. તેના પ્રત્યુત્તરમાં કોઈ એમ કહે કે આ જગતમાં પ્રત્યેક પળે હીંસા, ક્રુરતા, અન્યાય, અત્યાચાર અને બળાત્કાર ચાલી રહ્યાં છે, માટે તે કોઈક શયતાનની રચના છે. સ્પષ્ટ છે કે શ્રદ્ધા અને આસ્થા પણ ભારે વીવાદાસ્પદ છે તથા સચ્ચાઈથી ખુબ દુર છે. આવી આસ્થા યા શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા સીવાય કશું જ નથી. સ્પષ્ટ છે કે આસ્થા દ્વારા સ્વીકારેલ આત્મા–પરમાત્મા, સ્વર્ગ–નરક, પરલોક, મોક્ષ, પાપ–પુણ્ય આદી કેવળ અન્ધશ્રદ્ધાઓ છે. આ બધી કલ્પનાઓ અવાસ્તવીક અને અસત્ય છે. આવાં અસત્યોને સહારે, સ્થાપીતહીતો જ્યારે આમજનતાને વીવીધ ક્રીયાકાંડો દ્વારા લુંટીને વીના પરીશ્રમે ધન કમાઈ મોજમજા કરતા હોય ત્યારે સત્યનું પ્રતીસ્થાપન કરી સમાજને અન્ધશ્રદ્ધાઓમાંથી છોડાવી, શોષણમાંથી છોડાવનાર ચાર્વાકને ખંડનાત્મક કહેવાય કે રચનાત્મક ?
ઈશ્વરની પુજા–પ્રાર્થના–બંદગી તથા યજ્ઞાદી ક્રીયાકાંડો કરવાથી ઈશ્વર ખુશ થાય અને પુણ્ય પ્રાપ્ત થાય તેથી સ્વર્ગ અને મોક્ષ મળે અને એવું ન કરનાર ઉપર ઈશ્વર નાખુશ થાય અને તેને પાપ લાગે તેથી તે નરકમાં જાય. આવી છેતરપીંડીને ખુલ્લી કરતાં જો ચાર્વાક એમ કહે કે ‘કોઈ સ્વર્ગ નથી, કોઈ નરક નથી, કોઈ પરલોકમાં જનારો નથી અને વર્ણાશ્રમની ક્રીયા ફળદાયક નથી’ તો આવું માનવહીતકારી સત્ય ઉચ્ચારનાર ચાર્વાકને ઉચ્ચ અને ઉદાત્ત મુલ્યોમાં નહીં માનનાર કેવી રીતે કહી શકાય ? આશ્ચર્યની વાત એ છે કે આત્મા–પરમાત્મા આદીને આધારે જુઠું બોલનારાં અને છેતરીને ફોલી ખાનારાં તત્ત્વોની અધમતા વીશે ચાર્વાકના ટીકાકારો બહુધા મૌન રહે છે.
એક સુત્રમાં ચાર્વાકે ‘વર્ણાશ્રમધર્મની કોઈ ક્રીયાઓ ફળદાયક નથી’ એવી જે ટીકા કરે છે, તે ખાસ વીચારણીય છે. અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે આજથી 3000 વર્ષ પર ઋગ્વેદકાળમાં બૃહસ્પતીએ વર્ણાશ્રમધર્મની કોઈ જ ક્રીયાઓ આવકારદાયક નથી એવું સ્પષ્ટરુપથી કહ્યું છે. જેમાં એમનું કહેવાનું છે કે આ બધા અન્ધવીશ્વાસોનું મુળ વર્ણાશ્રમધર્મ છે.
ચાર્વાક કહે છે  ‘જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, દેવું કરીને ઘી પીઓ, મૃત્યુ પછી ભસ્મીભુત થઈ ગયેલો દેહ પાછો આવવાનો નથી.’ આ સુત્ર ઉપરથી ચાર્વાક ઉપર એવો આક્ષેપ છે કે તેઓ ફક્ત ભોગવાદી છે. તેઓ બસ ખાઈ–પીને મોજ કરવામાં જ માને છે. કામકાજ કરવામાં માનતા નથી, તેથી દેવું કરીને ઘી પીવાની અર્થાત્ મેવા–મીઠાઈ ઉડાવવાની સલાહ આપે છે.
અલબત્ત, અહીં ખાઈ–પીને મોજ કરવાની બૃહસ્પતીની વાત જરા પણ અનુચીત નથી જ. પરન્તુ વાસ્તવીકતા તો એ છે કે ખાઈ–પીને આનન્દ કરવાનો મનુષ્યનો સહજ સ્વભાવ છે જ. મનુષ્યને એવી સલાહ આપવાની કોઈ આવશ્યક્તા જ નથી. એવી સલાહ વીના પણ દરેક મનુષ્ય ખાઈ–પીને મોજ કરવાનો જ છે. તો પછી પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે બૃહસ્પતી જેવા મહર્ષી મનુષ્યને આવી સામાન્ય સલાહ આપવાની કેમ આવશ્યક્તા ઉભી થઈ ? વાસ્તવીકતા એ છે કે મનુષ્ય સ્વર્ગ યા મોક્ષ મેળવવાની લાલચમાં અને નરકના ભયથી બચવા અહીં પૃથ્વી પર વ્રત, ઉપવાસ, સાધના–ભજન, પુજા–પાઠ, તીર્થયાત્રા આદી અનેક પ્રકારની દેહદમનની ક્રીયાઓ કરે છે. એકાન્તમાં ધ્યાનસાધના, યોગક્રીયાઓ આદી કરે છે અને એવું માને છે કે દેહને અહીં જેટલું કષ્ટ આપવામાં આવશે, બ્રહ્મચર્ય આદી જેટલા સંયમ પાળવામાં આવશે; એટલાં જ વધારે સુખ સ્વર્ગમાં પ્રાપ્ત થશે. આમ, સ્વર્ગમાં મળનારાં સુખોની આશામાં મનુષ્ય પૃથ્વી પરનાં સુખોનો ત્યાગ કરી વ્યર્થ દુ:ખી થાય છે. આવી પરલોકની ભ્રમણામાં અહીં દુ:ખી થતાં માણસોને ઉદ્દેશીને બૃહસ્પતી કહે છે કે ‘જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો’, શરીરને કહેવાતી વીવીધ તપશ્ચર્યાઓ દ્વારા કષ્ટ ન આપો. પરન્તુ અહીં બૃહસ્પતી દેવું કરીને ઘી પીવાની વાત કરે છે તે આપણને ગળે ઉતરતી નથી કે બરાબર સમજાતી નથી તથા વીચીત્ર લાગે છે. આપણી આર્થીક પરીસ્થીતી જેવી હોય તે પ્રમાણે આપણે ખાઈ–પીને જલસા કરીએ તે બરાબર છે; પરન્તુ દેવું કરીને મોજ–મજા કરવાનું બૃહસ્પતીનું સુચન અજુગતું લાગે છે. એનું  કારણ એ છે કે સમસામયીક પરીસ્થીતીને અનરુપ રીતે લખ્યું હોવાથી આજની પરીસ્થીતીમાં તેને સમજવું મુશ્કેલ બની ગયું છે, યા ગુઢાર્થયુક્ત બની ગયું છે.
બૃહસ્પતીએ ચાર્વાકદર્શનની રચના કરી ત્યારે પુરોહીતો આત્મા–પરમાત્મા, સ્વર્ગ–નરક, પુણ્ય–પાપ, ધર્મ, મોક્ષ–પરલોક આદીનાં નામ પર વીવીધ ક્રીયાકાંડો કરાવી, અન્ધશ્રદ્ધાઓમાં ફસાવી, છેતરપીંડી દ્વારા લુંટતા હતા, અને વીના શારીરીકશ્રમે આજીવીકા પ્રાપ્ત કરતા હતા. બૃહસ્પતીનો ઉક્ત શ્લોક પુરોહીતોની આ કુચેષ્ટાની વીરુદ્ધનો છે. બૃહસ્પતી લોકોને ઉપદેશ આપે છે કે આવશ્યક્તા ઉભી થાય તો તમે દેવું કરીને અર્થાત્ વ્યાજે કે ઉછીના પૈસા લઈને તમારું પેટ ભરજો; પરન્તુ જુઠનું, વીના પરીશ્રમનું, હરામનું, ચોરી કે છેતરપીંડી કરીને પ્રાપ્ત કરેલા ધનથી પોતાનું પેટ ભરશો નહીં.
 –એન. વી. ચાવડા

“દિલનો દોરો … વાર્તા… જય ગજ્જર

“દિલનો દોરો … વાર્તા… જય ગજ્જર

જીવન એક નાટક

આ જીવન સદા ભજવાઈ રહેલું એક નાટક છે,

આપવામાં આવેલું પાત્ર સૌ ભજવતા હોય છે,

સમયની સાથે નાટકના ખેલ બદલાતા રહે છે,

પોતાને આપેલો પાઠ પૂરો થઇ જતાં દરેક પાત્ર,

એક પછી એક એમ સ્ટેજ પરથી વિદાય લઇ લે છે.

એ પાત્રના જીવન ખેલ પર ભલે પડદો પડી જાય,

પણ એણે ભજવેલો  પાઠ સદા યાદ રહી જાય છે .

વિનોદ પટેલ

કેનેડા નિવાસી પણ મૂળ મારા વતનના ગામ ડાંગરવાની નજીકના ગામ પાનસરના વતની અને જાણીતા સાહિત્યકાર અને વાર્તા લેખક જય ગજ્જર નું માર્ચ ૩૧, ૨૦૧૬ ના રોજ ગાંધીનગર, અમદાવાદ મુકામે દુખદ અવસાન થયું છે.પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે.

વિનોદ વિહાર તરફથી સ્વ. જય ગજ્જરને હાર્દિક શ્રધ્ધાંજલી.

સ્વ.ગજજરની ઘણી વાર્તાઓ મેં વાંચી છે જેમાં એમના જીવન અનુભવોનું સુંદર નિરૂપણ જોવા મળે છે.કેનેડા નિવાસી મિત્ર શ્રી કિશોર પટેલ – શબ્દસેતુ‘ના સૌજન્યથી સ્વ. જય ગજ્જર ની એક હૃદય સ્પર્શી વાર્તા "દિલ નો દોરો " એમની યાદમાં નીચે પ્રસ્તુત છે.

શ્રી જય ગજ્જરનો પરિચય એમના જ શબ્દોમાંઅહીં વાંચો .

વિનોદ પટેલ 

સ્વ.જય ગજ્જર
                  સ્વ.જય ગજ્જર

દિલનો દોરો

"બેટા,આજ મને લેવા આવવાનો છે ને?" સવારે ઉઠતાં રાયચંદે દીકરા વિવેકને ફોન કર્યો.

"કેમ આજ વળી શું છે?" જરા ગુસ્સામાં વિવેકે સવાલ કર્યો અને ઉમેર્યું, "હા.. હા… ફાધર્સ ડે છે ને?"

ત્યાં જ વહુ મોટેથી વચ્ચે બોલી,

"હજુ તો નવ વાગ્યા છે! અમારી ઉંઘ બગાડી! રેસ્ટોરન્ટમાં ખાવાનો બહુ અબળખો છે તો બપોર સુધી રાહ જોવી જોઇએ ને!"

દીકરા કે વહુનો ગુસ્સો વધે એ પહેલાં રાયચંદ શેઠે ફોન મૂકી દીધો અને ઘડિયાળ સામે આંખ માંડી બાજુની ખુરસીમાં બેસી કંઈક યાદ કરવા લાગ્યા…

"ડેડ,વિશાળ બંગલો છે,આંગણામાં બબ્બે મર્સિડિઝ કાર છે,લાખો ડોલર બેંકમાં છે,ધીકતો ધંધો છે, હવે શું જોઈએ? હવે કામનો ભારણ ઓછો કરી ભકિત સાથે સાથે આરામ કરો!" ત્રીસ વર્ષના વિવેકે પત્ની નેહાની ચઢવણીથી એના ડેડીને સલાહ આપી.

રાયચંદને દીકરાના શબ્દો બાપ પ્રત્યેના પ્રેમના લાગતાં સલાહ ગમી. કશું જ વિચાર્યા વિના બધું વિવેકને નામે કરી દીધું. વેપારની જવાબદારીનો ભાર ઘટતાં મન પ્રફુલ્લિત રહેવા લાગ્યું. સમય કયાં વીતતો હતો એની ખબરે ન પડતી.

વિવેકનો ભાર ઓછો કરવાને બહાને નેહાએ ઘરનો અને વેપારનો કબજો મેળવી લીધો.ઘરમાં જ ઓફિસ કરી. એક પર્સનલ સેક્રેટરી રાખ્યો.સમય જતાં, નિકટતા વધતાં, નેહાનું એની સાથે લફરું વધતું ગયું.વિવેક તો ધંધામાં ડૂબેલો રહે એટલે કશું એની જાણમાં ન આવતું.ઘરમાં રહેતો ડોસો વહુને એક આડખીલી લાગવા માંડયો.

નેહા અવાર નવાર ફરિયાદ કરવા લાગી.

"તારા ડેડી બપોરે જમીને પ્લેટ પણ સિંકમાં મૂકતા નથી… જમતી વખતે ચારે બાજુ એંઠવાડ પાથરે છે…ટોઇલેટની આસપાસ પાણીના છાંટા ઉડાડે છે… બહારથી ઘરમાં આવે ત્યારે બૂટમાં મણ કચરો લઈને આવે છે… ચારે બાજુ ચોપડાનાં થોથાં પાથરે છે… કામવાળી કંકુ આવે ત્યારે રોજ ફરિયાદ કરે છે… મને લાગે છે એમને માટે ઘરડાંનું ઘર જ સારું! શાંતિ તો ખરી! ત્યાં એ એમની રીતે રહી શકે!"

રોજે રોજના કકળાટથી કંટાળી વિવેક અશ્રુભીની આંખે એના ડેડીને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

ડેડ દર અઠવાડિયે તમને મળવા આવીશ! કહી સાંત્વન આપ્યું. બેચાર મહિના તો ક્રમ જળવાયો.પછી મહિને… બે મહિને… કે ચાર મહિને ડેડીને મળવા જવા લાગ્યો. છેલ્લે આવેલો ત્યારે કહેતો ગયેલો કે ફાધર્સ ડે ને દિવસે જરૂર આવીશ ડેડ!

દીકરાનું મોઢું જોવા તલસતા રાયચંદે એ યાદ અપાવવા ઉઠતાંજ દીકરાને ફોન કર્યો.રાયચંદ હૈયું ખોલે એ પહેલાં વહુ નેહાના શબ્દો કાને પડતાં ફોન મૂકી દીધો હતો.

રાયચંદને દિલ ખોલવું હતું…

"મરેલી મા યાદ આવે છે… ને આ જીવતો બાપ… તારી મા વહુનું અર્ધું કામ ઉપાડી લેતી અને આ બાપ ભાર રૂપ હતો ખરું ને… વહુએ એવું તે શું ભરાવ્યું છે દીકરા…આજ તો તું આવે ત્યારે બધી જ ચોખવટ કરવી પડશે…."

અને તૂટતા જતા શબ્દોની ગડમથલમાં હૈયાનો ભાર વધતો ગયો. ઘડિયાળનો કાંટો રાતના અગિયારે પહોંચી ગયો હતો.દીકરાની રાહ જોતા રાયચંદની આંખો દિલનો દોરો પડતાં મીંચાઈ ગઈ હતી. ચોખવટ કરવા કદી ખુલી જ નહિ!

જય ગજજર – વિદાય… માર્ચ ૩૧, ૨૦૧૬

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ

ઓજસ પાલનપુરી

સૌજન્ય- શબ્દ સેતુ

દ્રઢ મનોબળથી ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારનાર અનંત અંબાણીની પ્રેરણાત્મક કહાની …


 દ્રઢ મનોબળથી ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારનાર અનંત અંબાણીની પ્રેરણાત્મક કહાની …

" For those who dared to dream, there is a whole world to win "

--- Dhirubhai Ambani 

ઉપર જેમનું અવતરણ મુક્યું છે એ ધીરુભાઈ અંબાણીના દ્રઢ નિશ્ચયી પૌત્ર અનંત અંબાણીએ એના અંગત જીવનમાં બરાબર ઉતાર્યું છે.અનંત અંબાણી હાલ ભારતના પ્રથમ નંબરના ધન  કુબેર રિલાયન્સ ગ્રુપના ચેરમેન ઉદ્યોગ પતિ  મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર થાય છે.

૨૧ વર્ષની ઉમરના અનંત અંબાણીએ  ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન ઉતારીને સમાચાર જગતને દંગ કર્યું છે.

આ બતાવે છે કે માણસમાં જો મજબુત ઇચ્છાશક્તિ હોય અને એના માટે સતત ઝઝૂમીને યોગ્ય પગલાં લેવામાં આવે તો કોઈ પણ મોટો પ્રશ્ન ઉકેલી શકાય છે પછી એ શરીરને લગતો હોય કે બીજો કોઈ સામાજિક પ્રશ્ન હોય .

આ દ્રઢ નિશ્ચયી  યુવાન અનંત અંબાણીએ કેવી રીતે એનું વજન ઉતારી બતાવ્યું એની સીલ સિલા બંધ વિગતો ગુજરાત સમાચારમાં પ્રગટ સમાચાર અને નીચેના વિડીયો ઉપરથી જાણી શકાશે.

નીચેના ચિત્ર પર ક્લિક કરીને ગુજરાત સમાચારમાં પ્રગટ વિગતો જાણો .

હાલમાં પિતા મુકેશ અંબાણી કરતા વધુ ચર્ચામાં અનંત અંબાણી છે

પ્રથમ ચિત્ર- ૧૮ મહિના પહેલાંના અનંત અંબાણી ... બીજું ચિત્ર- ૧૦૮ કિલો વજન ઉતાર્યા પછીના અનંત અંબાણી
પ્રથમ ચિત્ર- ૧૮ મહિના પહેલાંના અનંત અંબાણી ...       બીજું ચિત્ર- ૧૦૮ કિલો વજન ઉતાર્યા પછીના  અનંત અંબાણી

અનંત અંબાણીએ ૧૮ મહિનામાં ૧૦૮ કિલો વજન કેવી રીતે ઉતાર્યું

એની કયા કલ્પની વિગતો આ વીડિઓમાંથી પણ મેળવો .

વજન ઉતારવા માગતી વ્યક્તિઓ માટે એક પ્રેરણાત્મક વિડીયો 

He walked 21 km each day, did yoga, weight training, functional training and high-intensity cardio exercises and able to reduce the weight without any surgery.
Now he is celebrating his 21st birthday and IPL 2016. 
He also post his pics with Sachin Tendulkar on Twitter which is share by millions.


એક પ્રેરક વિડીયો

એક પ્રેરક વિડીયો


દયાભાવનો વિસ્તાર થાય એવું ઇચ્છતા હોવ તો આ પ્રકારના કાર્યોની વારંવાર પ્રશંસા કરતા રહો

dayabhav

N Raghuram

દર વર્ષે "જોય ઓફ ગીવિંગ" વીક એટલે કે ‘આપવાના આનંદ’ નું સપ્તાહ આવે છે અને પછી ભૂલાવી દેવા માટે ઘણી બધી ગતિ વિધી થાય છે. પરંતુ 92 વર્ષીય એન્જેલા ફર્નાન્ડિસને રોજ સ્વાદિષ્ટ અને ગરમ ભોજન મળે છે અને તે પણ માત્ર જોય ઓફ ગીવિંગ વીકમાં નહીં પણ આખું વર્ષ. આ પ્રક્રિયા સતત ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી કોઇપણ જાતના અપવાદ વગર ચાલી રહી છે, બિલકુલ મફત. દાળ, રોટલી, શાક અને ભાતની સાથે આવનારી ડિશીશને "ઓછું મીઠું અને મસાલા નાંખી બનાવવામાં આવે છે જેથી આ ઉંમરે તેમને તે સરળતાથી પચી શકે. માત્ર ભોજનનો ડબ્બો પહોંચાડીને જ આ દયાભાવના વાળું કામ પૂરું થઇ જતું નથી.

ડિશ રોજ આવે છે, માંગ્યા વગરની આ પ્રેમની સરસ સોગાદ છે, કારણ કે એક વ્યક્તિ આવીને તેમને જમવાનું આપશે,તેમની તબિયત વિશે પૂછશે, આજુ-બાજુંના નાના-મોટાં કામ કરી આપશે,તેમને પ્રેમથી ભેટશે અને જતાં પહેલાં ઇશ્વરને તેમના માટે પ્રાર્થના કરશે. જે માણસ ભોજન લઇને આવે છે તે ફક્ત તેમના માટે ભોજન લાવતો નથી. તે બપોરે પોતાની કારમાં ઘરે-ઘરે જઇને ભોજન પહોંચાડે છે. તેજસ્વી ચહેરા સાથે તે દરવાજો ખખડાવે છે અને સંબંધિત વૃદ્ધને તે પોતાના હાથે ડબ્બો સોંપે છે. તેમની તબિયત વિશે જાણ્યાં સિવાય તે તેમનો ઉંબરો છોડતો નથી. આ ઘરોમાં નબળાં, વયોવૃદ્ધ એક-બે વ્યક્તિ નથી, જેમને કાં તો તેમના ભરોસે છોડી દેવાયા છે અથવા તો તેમની પાસે પોતાની સંભાળ રાખવાની સગવડ નથી. જો ડબ્બો તેમના સુધી ન પહોંચે તો મુંબઇમાં આ 30 વૃદ્ધો વિશે કંઇક ભયાનક સાંભળવા મળે છે.

જેઓ થોડા વર્ષો પહેલાં આ મહાનગરીમાં ગર્વ સાથે કામ કરતા હતાં, આજે તેમને કોઇ કારણોસર મહાનગરે તેમને નિસહાય છોડી દીધાં છે, તેમની સાથે રહેનારા લોકો ચાલ્યાં ગયાં . સમય સાથે સંબંધો અને સ્વાસ્થ્યએ જવાબ અાપી દીધો અને પડોશીઓએ પણ આ ગુજરતી પેઢી સાથે અંતર કરી લીધું. આજે જ્યારે ભોજન તેમના ઘરે પહોંચે છે, તેમના હાલ-ચાલ પૂછાય છે, તો દરવાજો બંધ થતા પહેલાં આભાર વ્યક્ત કરતું હાસ્ય અને ખૂબ બધાં આશિર્વાદ સાથે ડીલિવરી મેનને વિદાય મળે છે.

છેલ્લાં 1095 દિવસ એટલે કે પૂરાં ત્રણ વર્ષથી તે ન તો ક્યારેય ગાયબ રહ્યો કે ન ક્યારેય પોતાનો સમય ચૂક્યો. અને દર વર્ષે ઓક્ટોબરમાં તે પોતાની સેવાઓ  માટે મીડિયામાં છવાયેલો રહે છે. દર વર્ષે મીડિયાનો કોઇનો કોઇ ભાગ તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે પ્રશંસા કરતો રહે છે.

મળો 57 વર્ષના માર્ક ડિસુઝાને, તેઓ મુંબઈના બોરીવલીમાંથી આવેલી પોતાની ઓફીસમાંથી તમામ કામ સંભાળે છે.

તેમણે માતા પિતાના અવસાન બાદ અને પોતે વૃદ્ધાવસ્થા તરફ આગળ ધપી રહ્યા છે ત્યારે આ નિર્ણય લીધો છે. ત્રણ વર્ષ પહેલાં જ્યારે તેમના મનમાં આ વિચાર આવ્યો ત્યારે તેમના પત્ની વિવોને પોતાના કપબોર્ડમાંથી બચતના પાંચ હજાર રૂપિયા કાઢીને તેમના હાથમાં આપી દીધા હતા અને કહ્યું હતું કે, ‘કાલથી જ કામ શરૂ કરી દો.’ તેમની ભાવના એ હતી કે સારા કામમાં મોડું થવું જોઈએ નહીં. અને તેમણે મોડું કર્યું પણ નહીં. પત્નીએ ટેકો આપતાં તેેમના ઉત્સાહમાં વધારો થયો. એ જ દિવસે સાંજે તેઓ ટિફિન કેરિયર ખરીદી લાવ્યા અને બીજા જ દિવસેથી ભોજન બનાવવાનું શરૂ કરી દીધું. શરૂઆત બે વૃદ્ધોથી થઈ. આજે તેઓ 300 વૃદ્ધોને સેવા આપી રહ્યા છે. આ ચેરિટી અત્યંત દક્ષતા અને વ્યાવસાયિક કુશળતા સાથે કરવામાં આવે છે. જે રીતે પૈસા કમાવવા માટે કરવામાં આવે છે એ જ ગંભીરતાથી આ કામ કરાય છે.

એવી દુનિયામાં જ્યાં અંગત બચત લોકોની પ્રાથમિકતા હોય છે ડિસુઝા ડબ્બા ડિલિવરીના કામમાં વર્ષમાં ક્યારેય રજા પાડતા નથી. મધ્યમવર્ગીય પરિવારના રસોડામાં બનાવવામાં આવતા ડબા જરૂરિયાતમંદની જરૂરત પ્રમાણે રાંધવામાં આવે છે અને તે પણ વિના મૂલ્યે. તેની માત્ર પ્રશંસા જ થવી જોઈએ નહીં પણ વખાણ વારંવાર થતા રહેવા જોઈએ જેથી આ કરુણામય કામનો સંદેશ વધુને વધુ વ્યાપક બને અને આ પ્રકારના કામો અન્યત્ર પણ થતા રહે. દિવ્યભાસ્કર જવાબદાર સંગઠન તરીકે ‘અન્નદાન’નો વિનમ્ર પ્રયાસ શરૂ કરે છે.જેથી વંચિત લોકોને સુધી તેને પહોંચાડી શકાય.

અમે ડિસુઝા જેવા લોકોને સલામ કરીએ છીએ જે આ પ્રકારના કામમાં અથાકપણે લાગેલા છે.

ફંડા એ છે કે માનવતા યથાવત રહેવી જોઈએ.

સારા કર્મોથી માનવતા ઉજળી બને છે. આ કર્મ અમર બની જાય છે.

સૌજન્ય- દિવ્ય ભાસ્કર.કોમ


57 વર્ષના માર્ક ડિસુઝાને અને એમની ટીફીન સેવા અંગેનો આંખે દેખ્યો અહેવાલ આ વિડીયોજોવાથી મળી રહેશે.

Mark D'souza from Borivali, Mumbai delivers free tiffins

Living alone at 98, she gets a free lunchbox delivered to her everyday

સ્વર્ગ અને નરક ક્યાં છે ?

સ્વર્ગ અને નરક ક્યાં છે ?

–યાસીન દલાલ
બાળપણથી આપણે જે કેટલીક વસ્તુઓ વીશે સતત વાંચતા, સાંભળતા આવ્યા છીએ, એમાંની એક છે સ્વર્ગ અને નરકની. સ્વર્ગની વાત આવે એટલે આપોઆપ નરક તો આવી જ જાય. સ્વર્ગ અને નર્કની કલ્પના પ્રથમ વાર કયા મનુષ્યે, કયા સમયે કરી એનું કોઈ ચોક્કસ સંશોધન કોઈએ કર્યું હોય તે ખ્યાલમાં નથી. પણ એક વીસ્મયજનક યોગાનુયોગરુપે દુનીયાના લગભગ દરેક ધર્મમાં સ્વર્ગ અને નર્કની વાત ઉચ્ચારવામાં આવી છે અને એનાં વર્ણનો પણ આપવામાં આવ્યાં છે. માણસ આમ કરે તો સ્વર્ગમાં જાય, અને આમ કરે તો નર્કમાં જાય. મતલબ કે માણસ નામના પ્રાણીની મનોવૈજ્ઞાનીક નબળાઈ દરેક ધર્મના સંસ્થાપકો સારી રીતે જાણતા હતા. અને એનો એમણે પુરેપુરો લાભ લીધો.
માર્ક ટ્વેઈને કહ્યું હતું, ‘સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય.’ ડોન માર્કીસે કહ્યું છે, ‘લોકોને ખબર જ નથી હોતી કે એમને શું જોઈએ છે ? તદ્દન નકામી વસ્તુ માટે માણસ નર્કની યાતનામાંથી પસાર થવા તૈયાર થઈ જાય છે.’ માણસ જીવનભર, મૃત્યુ પછીની દુનીયાની ચીન્તા કરવામાં જ બુઢ્ઢો થઈ જાય છે માણસની મુંઝવણ પણ અજબ છે. એને કાળાંબજાર, નફાખોરી, કાવાદાવા, ખટપટ, આ બધું જ કરવું હોય છે અને સાથે સાથે સ્વર્ગમાં જવાની પેરવી પણ પાકી કરવી હોય છે. આ બેય ઘોડે ચડવા જતાં એ ગબડી પડે છે. ક્યારેક એ વીચીત્ર પ્રકારનાં સમાધાન અને સમજુતી કરે છે, પોતે કરેલાં ખોટાં કામોને સરભર કરવા માટે પુજા, પ્રાર્થના કરે છે, તીર્થયાત્રાએ જાય છે, માનતાઓ કરે છે. છતાં પેલો ભય તો એને સતત સતાવે છે. મૃત્યુ પછી સ્વર્ગ નહીં મળે તો ? જીવ અવગતીએ જશે તો ? આત્માને શાન્તી નહીં મળે તો ? નર્કમાં જવું પડશે તો ?
આખી જીન્દગી ઢસરડો કરી, યાતનાઓ સહન કરી, દુઃખી દુઃખી થઈને માણસ મરી જાય ત્યારે આપણે એને ‘સ્વર્ગવાસી’ કહીએ છીએ ! મરનાર માણસના નામની આગળ ‘સ્વ.’ લગાડવાનું સામાન્ય છે; પછી ભલે મરનાર સંત હોય કે ડાકુ હોય. મર્યા પછી માણસ એક જ પંગતમાં આવી જાય છે.
એક પ્રશ્ન ઉપર જ સ્વર્ગ અને નર્ક બન્નેનાં મોડલો પ્રાપ્ય હોવા છતાં માણસ એની કલ્પના કથાઓમાંથી ઉંચો આવતો નથી. જર્મની કે સ્વીટ્ઝર્લેન્ડનું એક નાનકડું, નદીકાંઠે વસેલું ગામ જોઈએ એટલે પ્રશ્ન થાય, સ્વર્ગ શું આનાથી પણ વધુ સુન્દર હશે ? ફ્રેન્કફર્ટની પાસે એક ગામ છે, જેનું નામ મનહાઈમ. આવું એક ગામ એટલે સ્વર્ગનો એક નાનકડો નમુનો અને આપણા વીદર્ભ કે બીહારનું એકાદ ગામ કે શહેર જોઈએ એટલે પ્રશ્ન ઉઠે; શું નર્ક આનાથી ખરાબ હોઈ શકે ? પૃથ્વી ઉપર સ્વર્ગ ઉભું કરવું કે નર્ક, એ માણસના જ હાથમાં છે.
સ્વર્ગ એ પણ એક વીચીત્ર અને વીશીષ્ટ વસ્તુ છે. એ જોઈ ન શકાય અને છતાં; રાતદીવસ એની કલ્પનાનાં ચીત્રો ઉપસતાં રહે ! સ્વર્ગ જોવા માટે મરવું પડે. પણ મર્યા પછી ફરીથી જીવતા થઈ ન શકાય. કવીઓ, લેખકો, ચીત્રકારો અને ફીલ્મસર્જકોએ પોતપોતાના ખ્યાલ મુજબ સ્વર્ગ અને નર્કનાં ચીત્રો દોર્યાં છે. દાંતેએ દોરેલાં સ્વર્ગ અને નરકનાં ચીત્રો બેનમુન છે. હજારો વર્ષો પછી પણ એ ચીત્રોમાં માનવજાતનો રસ ચાલુ છે. દાંતેના ‘ઈન્ફર્નો’નાં બીહામણાં ચીત્રો, યુરોપ આખામાં જોવા મળશે. આ નરકનાં વર્ણનો વાંચ્યાં પછી માણસ એની કલ્પનાથી જ ધ્રુજી જાય. પણ, પછી વીચાર આવે છે કે, આ પૃથ્વી, આ દેશ, આ સમાજ, એ નરકથી કંઈ કમ છે ? પૃથ્વી ઉપરનું જીવતું નર્ક જોવું હોય તો મુંબઈ જેવા આપણા એક મહાનગરમાં આંટો મારી આવવો જોઈએ. આટલો ત્રાસ, આટલાં જુલ્મો, નરકમાં પણ હશે ખરાં ?
સ્વર્ગ અને નર્ક એ તો નરી કલ્પના છે અને જીવન એ વાસ્તવીક સત્ય છે. પણ, કલ્પનામાં રાચતા આપણે વાસ્તવીકતાથી દુર ભાગીએ છીએ અને અનેક ભૌતીક સુખોથી વંચીત રહીએ છીએ. પરભવ સુધારવાની ચીન્તામાં આ ભવ પણ આપણે ભોગવી શકતા નથી.
સ્વર્ગ વીશે લખવામાં, કે સ્વર્ગનું ચીત્રણ કરવામાં એક લાભ છે. સ્વર્ગ કોઈએ જોયું નથી અને કોઈ જોવાનું પણ નથી. માટે એનું ચીત્રણ આપણી કલ્પના મુજબ, ગમે તે રીતે કરી શકાય છે. આપણાં મનનાં બધાં તરંગોનું અવતરણ સ્વર્ગનાં ચીત્રણમાં કરી શકાય. અને મોટાભાગના માનવીઓએ જીવનમાં એકાદ વાર તો, સપનામાં સ્વર્ગ જોયું જ હોય છે. આ વાતને આગળ વધારીને, હીન્દી ફીલ્મોના નીર્દેશકોએ સ્વપ્નદૃશ્યનું આયોજન કર્યું અને મોટાભાગનાં સ્વપ્નદૃશ્યોમાં સ્વર્ગ કે નર્કની સફર પ્રેક્ષકને કરાવી આપી ! રાજ કપુરની ‘આવારા’ હોય કે, ગુરુ દત્તની ‘પ્યાસા’ હોય, સ્વર્ગ-નર્કનાં દૃશ્યો અને સ્વપ્નદૃશ્યો આવતાં જ રહે છે. દીલીપકુમારની ‘લીડર’માં સ્વર્ગની મહારાણી અને પૃથ્વીલોકની એક સ્ત્રી વચ્ચે, નાયકના કબજા માટે શાબ્દીક ઘર્ષણ થાય છે ! સ્વર્ગમાં પણ બે સ્ત્રીઓ એકઠી થાય, એટલે એક પુરુષ એમના વીવાદનું કેન્દ્ર બની શકે છે. મહીપાલ અને નીરુપારોયની સંખ્યાબંધ ધાર્મીક ફીલ્મમાં ઈન્દ્રલોક અને પાતાળલોકના અત્યંત કઢંગા અને હાસ્યાસ્પદ પ્રસંગો બતાવાયા છે. ફીલ્મી દૃશ્યમાં સ્વર્ગ આવે, એટલે દુનીયાભરની અવાસ્તવીકતા એકઠી થઈને સામે આવે. સ્વર્ગદૃશ્ય કે સ્વપ્નદૃશ્યમાં ગેસ ઉડતો હોય, અને ધુમાડાઓની વચ્ચે નાયક–નાયીકા એકબીજાને શોધતાં અથડાતાં હોય. કે આસીફે પોતાની ફીલ્મમાં પૃથ્વી ઉપરનું ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એને માટે વીશ્વના ઉત્તમ ટૅક્નીશીયનોની મદદ લીધી. પણ એ કચકડા ઉપરનું સ્વર્ગ લોકો જોઈ શકે, એ પહેલાં આસીફસાહેબ જ સ્વર્ગસ્થ થયા ! પડદા ઉપર સ્વર્ગ જોવામાં કે પુસ્તકનાં વર્ણનો વાંચવામાં એક પ્રકારનું મનોરંજન છે અને ક્ષણીક મનોરંજન ખાતર આ બધું માણવામાં વાંધો નથી. પણ એ સીવાય એને ગમ્ભીર રીતે લેવામાં આવે છે. પૃથ્વી અને સ્વર્ગ અને નરક એ ધર્મગુરુઓનાં સ્થાપીત હીતો છે. આવી બીકની લાકડીઓ અને સુખની લાલચો વડે લોકોને સહેલાઈથી મુર્ખ બનાવી શકાય છે. માણસ જ્યારે બૌદ્ધીક રીતે પુર્ણ રીતે વીકસ્યો નહોતો ત્યારે આ બધી કરામતો એને ગુનાઓ કરતા રોકવામાં અને સારે માર્ગે વાળવામાં મદદરુપ થતી હતી. આમ, સ્વર્ગ નર્કનું ઐતીહાસીક મહત્ત્વ છે; પણ આજના યુગમાં એમાં કાળવીપર્યય જણાય છે. આજના કમ્પ્યુટર યુગનું બાળક પૃથ્વીનો નકશો હાથમાં લઈને માબાપને પુછશે : ‘બતાવો, આમાં સ્વર્ગ ક્યાં છે?’ ભીષણ ગરીબી અને બેહાલીમાં સબડતા માણસને તેની કોણીએ સ્વર્ગનો ગોળ ચોંટાડી દઈએ એટલે પરભવના સુખની લાલચમાં અભાવની યાતના આનંદપુર્વક ઉઠાવી લે. સ્વર્ગ–નર્ક ધાર્મીક કલ્પનાઓ ન હોત તો સામ્યવાદની ક્રાંતી સેંકડો વર્ષ પહેલાં થઈ ગઈ હોત. માણસને વૈચારીક રીતે પછાત રાખવામાં પુરી કલ્પનાઓ કામ લાગે છે.
મર્યા પછી સ્વર્ગમાં જ પ્રવેશ મળે, એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ખરી ? પાપ અને પુણ્યના ખ્યાલ પણ કેટલા સાપેક્ષ છે ! પ્રદેશપ્રદેશ અને પ્રજાપ્રજાએ આ બધા વીચારો બદલતા રહે છે. એક ધર્મમાં શરાબનું સેવન પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં માંસાહાર પાપ છે અને બીજામાં પુણ્ય છે. એકમાં બહુપત્નીત્વ પાપ છે, બીજામાં સામાન્ય છે. એક જ પ્રદેશમાં એક જ ધર્મ પાળતી પ્રજામાં પણ મોટો તફાવત જોવા મળે છે. માર્ટીન લ્યુથર એક જમાનામાં યુરોપના લોકોને સ્વર્ગમાં જવા માટેના પરવાના આપતો હતો ! ધર્મને નામે, પાપ–પુણ્યનાં નામે, સ્વર્ગ–નર્કનાં નામે માનવજાત સાથે બહુ મોટી છેતરપીંડીઓ થઈ છે. દુનીયાની બધી પ્રજાઓ સ્વર્ગ–નર્કને એકસરખું મહત્ત્વ નથી આપતી. કદાચ, આપણા ભારતીઓને સ્વર્ગનું વળગણ છે. સ્વર્ગમાં રીઝર્વેશન પાકું કરાવવા માટે આપણે જાતજાતના કીમીયા કરીએ છીએ. લોકો આને માટે પુજાપાઠ કરે છે, હોમ–હવન કરે છે અને યજ્ઞો કરે છે. મૃત્યુ પામેલાં સગાવહાલાં માટે જાતજાતની વીધીઓ કરે છે. કાગવાસ કરે છે, આત્માની શાન્તી માટે કેટકેટલાં ઉપાધાનો કરે છે. માણસ મરી જાય, પછી એનો આત્મા શરીરમાંથી નીકળીને ઉંચે આકાશમાં જાય છે, એ સાબીત કરવા માટે લોકોએ પ્રયોગો કર્યા છે; પણ માણસની જેમ કીડી, મંકોડા, વંદાને આત્મા નહીં હોય ? અનેક નીર્દોષ શ્વાનો ખાઈ જનાર સીંહ કે વાઘ સ્વર્ગમાં જતા હશે કે નર્કમાં ?
અરેબીયન નાઈટ્સની ઘણી વાર્તાઓમાં જન્નતનાં ચીત્રો આપવામાં આવ્યાં છે. સ્વર્ગમાં શું હશે ? સ્વર્ગમાં ઉત્તમ બાગ–બગીચા છે, ફુવારા છે, સ્વર્ગમાં પરીઓ હોય છે અને હુરો હોય છે. જન્નતની હુરની કલ્પના આજના સ્ત્રીસ્વાતંત્ર્યની ચળવળની સાથે બંધબેસતી નથી. સ્વર્ગમાં ઉત્તમ ફળ, ઉત્તમ ફુલ, ઉત્તમ ભોજન હોય છે અને આપણી ચાકરીમાં હજારો પરીઓ અને ફરીસ્તાઓ હાજર હોય છે.
માણસે દુન્યવી બાબતોમાં કેટલો રસ લેવો અને અદુન્યવી ચીજોનું કેટલું મહત્ત્વ આંકવું ? આ ગડમથલમાં માણસજાત ગોથાં ખાય છે. વાસ્તવમાં, બીનસામ્પ્રદાયીકતાના સમગ્ર ખ્યાલની સાચી ભાવના જ આ છે. સાચો બીનસામ્પ્રદાયીક એ, કે જે દુન્યવી બાબતો ઉપર ભાર મુકે અને અદુન્યવી કે આધીભૌતીક શક્તીઓ, ચમત્કારો વગેરેમાં વીશ્વાસ ન રાખે, હેલીયોકથી માંડીને માર્ક્સ સુધીના ફીલસુફો આ જ વાત સમજાવી ગયા છે. સ્વર્ગ–નર્ક અને પાપ–પુણ્યને નામે આપણને સદીઓથી બનાવવામાં આવ્યા છે. આપણા દુઃખી પડોશીને મદદરુપ થઈને એના જીવનમાં ઉજાસ પ્રગટાવીએ એટલે એના ઘરની સાથે આપણા ઘરમાં પણ સ્વર્ગનું અવતરણ થાય.
સ્વર્ગ અને નર્ક એ માત્ર કલ્પનાવીહાર છે કે સચ્ચાઈ છે ? ઉર્દુમાં એક શેર છે, ‘યું તો હમને દેખી નહીં જન્નતકી હકીકત લેકીન; દીલકો બહલાને કે લીયે યે ખયાલ અચ્છા હૈ’, સ્વર્ગ–નર્કની આખી વાત શું દીલ બહેલાવવા માટે ઉપજાવી કાઢેલી છે ? સ્વર્ગ અને નર્ક સાચેસાચ હોય તો આપણને દેખાતાં કેમ નથી ? એની આસપાસ રહસ્યનું આખું આવરણ શા માટે વીંટાળી દેવાયું છે ?
સ્વર્ગ–નર્ક જેવા આકાશી ખ્યાલોને છોડીને આપણે આપણી પૃથ્વીને, આપણા દેશને અને આપણા ઘરને જ સ્વર્ગ બનાવવાના પ્રયત્નમાં આપણી શક્તી ખર્ચીએ તો કેમ ? અને આવું સ્વર્ગ પૃથ્વી પર જ ઉભું કરવા માટે વૈરાગી થવાની પણ જરુર નથી. જીવનને રાગદ્વેષ, ખટપટ અને વેરઝેરથી મુક્ત કરીને સમ્પુર્ણ આનન્દમય બનાવીએ અને એને પુર્ણસ્વરુપે માણીએ એનું જ નામ સ્વર્ગ.
–યાસીન દલાલ
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી