Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

29 April 2016

બાબા, બાવા અને બાપુઓની માયાજાળ

બાબા, બાવા અને બાપુઓની માયાજાળ

– ડૉ. સન્તોષ દેવકર
થપ્પડવાલે બાબાકી જય..!!
‘નીલી છતરી વાલે’ ઝી ટીવી પર આવતી લોકપ્રીય સીરીઅલ છે. જેમાં થપ્પડવાલા બાબાનો એક એપીસોડ આવી ગયો. પુજ્ય બાબા લોકોને થપ્પડ મારીને આશીર્વાદ આપતા બતાવાયા છે. એપીસોડને અન્તે બાબા ઢોંગીબાબા સાબીત થાય છે. લોકો બાબાને ભગવાન બનાવવા માટે કેટલી હદે જઈ શકે છે એનું સુન્દર નીરુપણ આ સીરીઅલમાં કરવામાં આવ્યું છે. મધ્યમવર્ગના લોકોના પ્રશ્ન અને સમસ્યાઓ અને તેનું સમાધાન લઈને આવતી આ સીરીઅલ ઘણી લોકપ્રીય થઈ છે.
ક્યાંક સમર્પીત થઈ જવું, ક્યાંક મારી જાતનું સમર્પણ કરવું છે. કો’કના થઈ જવું છે, મારું બધું જ અર્પણ કરી દેવું છે; એવી તીવ્ર ભાવના કોઈ અજાણી વ્યક્તી માટે મનમાં પેદા થાય ત્યારે એવા નબળા મનના લોકોને એક ઢોંગી બાવો મળી રહે છે.
ભારત દેશની પ્રજા બાબા અને બાપુના પ્રભાવથી અભીભુત થયેલી પ્રજા છે. કહેવાતા બાબાઓ પર આંધળો વીશ્વાસ મુકવા માટે વીશ્વભરમાં આપણે પ્રખ્યાત છીએ. ધર્મના નામે ભોળા લોકોને લુંટતા બાબા અને બાપુઓને ભારતમાં ડાકુ કહેવાનો રીવાજ નથી. ઉલટાનું ભારતની ધર્માન્ધ પ્રજા બાપુ–બાવાઓને પોતાનું ધન, મન અને તન પણ આપી દે છે. ‘દુનીયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીયે !’ બાપુ – બાબાઓ આ કહેવતને બરાબર ચરીતાર્થ કરે છે.
આશ્વર્ય તો ત્યારે થાય છે કે એક બાબાથી છેતરાયા પછી પણ લોકો ધરાતા નથી ! અન્ય નવા બાપુ શોધી કાઢે છે અથવા નવા બાપુને તૈયાર કરી સમાજ સમક્ષ મુકી દે છે ! પુનઃ એ જ કર્મકાંડ કે જેનાથી પ્રજા ફરી પાછી છેતરાવા માટે તૈયાર હોય છે. જે દેશમાં શ્રી કૃષ્ણ જેવા મહાપુરુષે એક વાસ્તવીક અને કલ્યાણકારી વીચારધારા પ્રજા સમક્ષ મુકી, તે દેશમાં ભારતીય પ્રજાને કહેવાતા ઢોંગી બાપુઓના હાથે છેતરાવાની શી મજા પડતી હશે !! એ તો કૃષ્ણ જાણે ! કૃષ્ણે તો સીધું એક જ વાક્યમાં કહ્યું છે કે : ‘તારો ઉદ્ધાર તારે તારી જાતે જ કરવાનો છે. અન્ય કોઈ તારો ઉદ્ધાર કરવાનો નથી.’ ખુબ સ્પષ્ટ છે કે તને તરસ લાગી છે, તો પાણી તારે જાતે જ પીવું પડશે. અન્ય કોઈ વ્યક્તી પાણી પીશે ને તારી તરસ છીપાશે એવું બનવાનું નથી.
જો પીઠ ઉપર ખંજવાળ ઉપડી હોય તો તેની તીવ્રતા કેટલી છે ને ચોક્કસ કઈ જગ્યા પર ખંજવાળ ઉપડી છે ને કેટલો સમય ખંજવાળવું પડશે, એ તો જેને ખંજવાળ ઉપડી છે એ જ વ્યક્તી નક્કી કરી શકે. અન્ય પાસે ખંજવાળવાથી ખંજ ને પરીતોષ મળતો નથી. સ્વયં ખંજવાળવાથી જ તૃપ્તી મળે, અન્યના ખંજવાળવાથી આવો પુર્ણાનન્દ ક્યાં ?
કોઈ બાબા કે બાપુ મારો ઉદ્ધાર કરશે એ બાબતથી દુર થવાનો સમય પાકી ગયો છે. ભારતદેશ અને તેમાં વસવાટ કરતા ભોળા દેશવાસીઓ, ઢોંગી બાવાઓ અને ઢોંગી બાપુઓને, આ ઢોંગીઓ પોતાની પાપલીલા મોકળા મને કરી શકે, તે માટે પુરતી મોકળાશ કરી આપતા હોય છે. કોર્પોરેટ ભાષામાં કહીએ તો બાવાઓ અને બાપુઓ પોતાની દુકાનનો ‘માલ’(તેય કાચો અને સડેલો) વેચવા અને તેનો પ્રચાર–પ્રસાર કરવા માટેનું ગ્લોબલ માર્કેટ, ભારત દેશથી ઉત્તમ બીજું એકેય નથી.
મને તો એ જ સમજાતું નથી કે પત્નીનું દુઃખ પતી દુર કરી શકે કે બાબા દુર કરી શકે ? બાબાના આશ્રમે પત્નીને જતાં ન રોકી શકનાર લાચાર પતીઓ, અન્તે બાબાની પાપલીલાનો ભોગ બને છે તેના અસંખ્ય દાખલા આ દેશમાં મોજુદ છે.
માનવીની શ્રદ્ધા જ્યારે લોજીક (તર્ક)ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવા લોકો માત્ર પોતાના માટે નહીં; આખા સમાજ માટે જોખમી બની જાય છે.
આ બાબતે બે પ્રસંગોનો ઉલ્લેખ અનીવાર્ય બને છે, છેલ્લા એક માસમાં બનેલી ઘટનાઓ :
ઘટનાક્રમ 01 :
પંજાબના જાલંધર શહેરનાં દીવ્યજ્યોતી જાગૃતી સંસ્થાના સ્થાપક આશુતોષ મહારાજ, 29 જાન્યુઆરી 2014ના દીને અવસાન પામ્યા. ડૉક્ટરોએ એમને ક્લીનીકલી મૃત જાહેર કર્યા હોવા છતાં; એમના શીષ્યોએ એમના નશ્વર દેહની અન્ત્યેષ્ટી કરી નથી. એમણે મહારાજનું શબ ડીપફ્રીઝરમાં છેલ્લા અગીયાર મહીનાથી સાચવી રાખ્યું છે. શા માટે ? આશુતોષ મહારાજના અન્ધશ્રદ્ધાળુ અને બેવકુફ ભક્તોનું માનવું છે એ બાબા મર્યા નથી; પણ ઉંડી સમાધીમાં છે. તેથી તેમની અન્ત્યેષ્ટી ન કરાય. હરીયાણા હાઈકોર્ટે 16 ડીસેમ્બર અન્ત્યેષ્ટી માટેની મુદત આપી હતી.
ઘટનાક્રમ 02 :
હરીયાણામાં બાબા રામપાલની ધરપકડ કરવામાં આવી. રામપાલને એક ખુન કેસ સમ્બન્ધમાં અદાલતે પાંચમી નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો. પોતાની ધરપકડ ટાળવા રામપાલે પહેલી નવેમ્બરે પોતાના અભણ ભક્તોનું મોટું સમ્મેલન બોલાવી પોલીસ સામે ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. પોલીસ સાથેની ઝપાઝપીમાં છ લાશો પડી હતી.
મને તો એ વાત પણ સમજાતી નથી કે બાવા બન્યા જ છો તો સમ્પત્તી ભેગી કરવાની શી જરુર ? સંસારનો ત્યાગ કરીને તો બાવા બન્યા છો ! ભૌતીક સુખ–સમૃદ્ધીનો ત્યાગ ન કરી શકે તે તમામ બાવાઓ ઢોંગી..! હજારો કરોડોની અસ્ક્યામતો બાવાઓના નામે હોય તે એક દુર્ઘટના જ છે !
વોટ્સએપ પર એક મેસેજ ફરતો થયો છે એ મુજબ જુદી જુદી નોકરી અને વ્યવસાય કરનારા લોકોની દસ વર્ષની આવક મુકવામાં આવી છે. ઉ.દા.; તરીકે શીક્ષક : 25 લાખ, એન્જીનીયર : 45 લાખ, ડોક્ટર : 1 કરોડ, કલેક્ટર : 1 થી દોઢ કરોડ, બાબા રામદેવ : 6 હજાર કરોડ, બાબા રામપાલ : 5 હજાર કરોડ વગેરે વગેરે.. અને પછી પ્રશ્ન પુછ્યો છે કે હે યુવાન, જીવનમાં કેરીયર બનાવવા માટે કયો માર્ગ પસંદ કરીશ ? જો કે રમુજ ખાતર આ મેસેજ ફરતો થયો હશે એમ માની લઈએ તો પણ; આ મેસેજ સાવ સાચો નથી; તો સાવ ખોટો પણ નથી. ‘આ બૈલ મુઝે માર’ એક બાબાનું કૌભાંડ બહાર આવ્યું કે તરત જ બીજા બાબાની શોધ ચાલુ કરીને ફરીથી છેતરાઈ જવા અને ઉલ્લુ બનવા આપણે હોંશભેર અને ઉત્સાહભેર તૈયાર !
કહેવાતા બાબાઓએ ધર્મના નામે લોકોને લુંટી પોતાની ‘દુકાન’ ચલાવવાનું જ કામ કર્યું છે. દુકાનમાં કેટલાક ગ્રાહકોને વાળી લેવામાં આવશે અને પછી ધીરે ધીરે તે ‘ગ્રાહક–સમુહ’માં પરીવર્તીત થવા લાગશે. માઉથ પબ્લીસીટીનો લાભ તેમને મળશે. આ બાબાઓને પ્રચાર–પ્રસાર માટે કેટલાક મુરખાઓ પણ મળી રહે છે. જેઓ સારું (સાચું નહીં) બોલી શક્તા હોય, લોકોને પોતાની સ્પીચથી આકર્ષી શક્તા હોય તેવા શખ્સો પ્રચાર–પ્રસારનું કાર્ય ખુબ હોંશથી કરતા હોય છે. બાબાના વખાણ કરે, બાબાને ગમતી વસ્તુઓનું વર્ણન કરે, બાબા રીઝે તેના નુસખાં બતાવે, બાબા આપણું કલ્યાણ કઈ રીતે કરશે તેની વાત મુકે. બાબા સીવાય આ જગતમાં આપણું કોઈ નથી એ વાત મનમાં ઠસાવે, બાબા એક માત્ર સત્ય; બાકી બધું મીથ્યા એ વાત દૃઢ કરાવે અને છેવટે બધી સમ્પત્તી બાબાના ચરણોમાં મુકવાથી મોક્ષ મળે તેવી, મુદ્દાની વાત કરે. ‘બકરી ડબ્બે પુરાઈ’ગઈની પ્રતીતી થતાં બીજાં ‘બકરાં’ની શોધ માટે તખ્તો ગોઠવાય અને પછી ? ફીર વહી રફ્તાર..
ધર્મ – ‘ધ’ એટલે ધતીંગ અને ‘મ’ એટલે મરજી મુજબનું.. ધર્મ વીશેની આ તેમની ગુપ્ત વ્યાખ્યા હોય ! ભારત દેશમાં ગામદીઠ એક ઢોંગી બાવો મળી રહે ! પરન્તુ જ્યાં સુધી તેમની પાપલીલા પરથી પડદો ઉઠતો નથી ત્યાં સુધી એ બાવા પુજનીય બની રહે છે. જેવો પર્દાફાશ થયો કે બસ..! મીડીયાથી માંડીને તમામ સમાજસેવીઓ અને મહીલા–હકોનું રક્ષણ કરતી સામાજીક સંસ્થાઓ આ મુદ્દાને લઈને રસ્તા પર આવી જતી હોય છે.
મહીલાને ડાકણ વળગી હોય, તાવ આવ્યો હોય, સાપ કરડ્યો હોય, લગ્ન ન થતાં હોય, સન્તાન સુખ ન હોય, નોકરી મળતી ન હોય, ઘરમાં કંકાસ–કજીયા થતા હોય, પાડોશી જોડે બનતું ન હોય, પતી–પત્નીમાં તકરાર હોય, કર્જમાંથી મુક્તી મેળવવી હોય, લવ પ્રોબ્લેમ–બીઝનસ પ્રોબ્લેમ્સ હોય, પ્રોપર્ટી મૅટર વગેરેનું માત્ર ત્રણ દીવસમાં સોલ્યુશન ! આ પ્રકારના પ્રશ્નોવાળો એક વર્ગ છે અને તેનાય ‘સ્પેશ્યલ બાબા’ છે. આ તમામ પ્રશ્નો માટે બાબા પાસે દોડી જવાનું અને પ્રશ્નોનું સમાધાન મેળવવાનું !
હવે નવયુવાન પેઢી તૈયાર થઈ છે તે આ બધી બાબતોનું ખંડન કરે છે. નવયુવાન વીચારે છે, સમજે છે અને પછી નીર્ણય લે છે. વોટ્સએપ અને ગુગલના યુગમાં કોઈ બાબા મારી મુશ્કેલી દુર કરી શકે નહીં, તેની ખાતરી યુવાનને છે. મારો ઉદ્ધાર મારે જાતે જ કરવાનો છે તેનો અહેસાસ યુવાનોને થયો છે.
જાણીતા ચીંતક અને લેખક ગુણવંત શાહ ‘સબકો સન્મતી દે ભગવાન’માં લખે છે કે – ‘કોઈ વ્યક્તી થોડીક લોકપ્રીયતા પ્રાપ્ત કરે એટલે તેની છબીની પુજા કરવા માટે હીન્દુઓ ઘેલા બની જાય છે. આવી છબી ઘરમાં પુજાસ્થળે મુકવી એ મુર્ખતા છે અને એની પુજા કરવી એ તો મહામુર્ખતા છે. સાધુ, સંન્યાસીઓને, કથાકારોને અને ઉપદેશકોને પગચમ્પી કરીને, ચરણસ્પર્શ કરીને, હીંચકે ઝુલાવીને, સ્નાન કરાવીને, અન્ધશ્રદ્ધા ઠાલવીને, સેવા–પુજા–અર્ચના કરીને, ઘેલાં કાઢીને, એકાન્તમાં મળીને, આંખો દ્વારા અહોભાવનું આક્રમણ કરીને અને વ્યભીચારની બધી જ તકો પુરી પાડીને તેને ભોંયભેગા કરવામાં હીન્દુ સ્ત્રીઓ દુનીયાની બધી સ્ત્રીઓ કરતાં મોખરે છે.’
શીક્ષણ સંસ્થાઓએ જાગૃત થઈને આગળ આવવાની જરુર છે. અભ્યાસક્રમમાં ઢોંગી બાવાઓનો ઉલ્લેખ અનીવાર્ય બન્યો છે. બાળપણથી જ બાળકને સંસ્કારવામાં આવે કે ‘કોઈ બાવા કે બાપુ આપણું કલ્યાણ કરી શકે નહીં.’ આપણે જાતે જ તે માટે તૈયાર થવાનું છે એવી પાકી સમજ શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરુર છે. એ વાત જુદી છે કે કેટલાક સત્યનીષ્ઠ અને ધર્મપ્રીય સન્તો આપણા સમાજમાં અપવાદરુપ; પણ છે ખરા.
ઢોંગી બાવાઓને ભગવાન ગણતા અને પુજતા લોકો માટે છેતરાવા સીવાય અન્ય કોઈ વીકલ્પ નથી. પત્ની, બાળકો, યુવાન દીકરીઓ અને તમામ ધન–સમ્પત્તી બાવાના ચરણે મુકનારા ‘આધુનીક યુધીષ્ઠીર’નો તોટો નથી.
બાવાઓના શરણે જવાની આપણી નબળાઈ દુર કરવા માટે ચાલો, ફરી એક બાબાની રાહ જોઈએ !
– ડૉ. સન્તોષ દેવકર
લેખક સમ્પર્ક :
Dr. Santosh Devkar, 

ઘમ્મર વલોણું

ઘમ્મર વલોણું-૧૯
રાત્રે પથારીમાં પડું કે મન એકદમ સ્વતંત્ર બની જાય છે. આમ તો એ સ્વતંત્ર જ હોય છે; એ ક્યાં કોઈની લગામે બંધનમાં રહે ?  સુતા સુતા વિચાર કર્યો કે સવારે શ્રીહરિના સન્મુખ બેસીને જે સ્મરણ કરીશ તે એક ચિત્તે કરીશ. બીજા કોઈ વિચારો કરવા માટે મનને ખુલ્લું નહિ મુકું. સાચી વાત છે; હું તો કોઈ પણ કામ પ્લાનિંગથી કરવામાં માનું, પછી ભલે એ પ્લાનિંગ મુજબ ના થાય. મારે પણ ડાહ્યા માણસોની ડાયરીમાં લખાવું છે. સવારે ઉઠીને નિત્યક્રમ પતાવીને મારી જાતને સ્વચ્છ અને સુઘડ બનાવીને આત્મસંતોષ માન્યો. ધુપસળીને સળગાવીને રૂમમાં ચારેકોર સુંગંધ ફેલાવી. આંખો બંધ કરીને શ્રી હરિના સન્મુખ બેસી ગયો. વળી એક વાર રાત્રે ચિતમાં વાગોળેલ વાત યાદ કરી લીધી. આંખોના પોપચાની પકડ એક વાર સજ્જડ કરી.
ઊંડો શ્વાસ લઈને ફરી એક વાર મનને કેન્દ્રમાં રાખીને નક્કી કરી લીધું. મન અને ચિતને એક કરી ને  ફરી એક વાર આંખો ખોલીને ખાત્રી કરી લીધી કે મારી નજર તો શ્રીહરિના સન્મુખ જ છે ને ! આંખો બંધ કરીને હરિ સ્મરણ માટે સ્તબ્ધ થયો. વળી મારું ધ્યાન શ્રીહરિની સામેથી હટ્યું ને આસનને એક વાર સરખું કર્યું. આમ ને આમ પળો વીતતી જાય છે. આંખો તો બંધ છે પણ કોણ જાણે મનની આંખો કેમ બંધ નથી થતી ?
એ તો ઘડી એવું વિચારે છે કે ઘરે કોઈ આવ્યુતો નથી ? હજી બે ત્રણ કામ તો જલ્દીથી પતાવવા પડશે, ઓફીસ જવામાં મોડું તો નહિ થઇ જાય ને ? વિગેર વિગેરે. ઘણી પળો વહી ગઈ પણ હજી તો મુખ પર કે ચિતમાં શ્રીહરિનું તો નામ પણ નથી.
ઓહ આ બધું શું થઇ રહ્યું છે ? રાત્રે તો નક્કી કરેલું કે કોઈ પણ આડવાતને મગજમાં ના આવવા દેવી. આંગણે જેને ઝંખ્યું નહોતું તેને તો મુખ્ય મહેમાન બનાવી દીધું.
લાવ હજી પણ ટ્રાય કરી લઉં; સમય હજી સરી નથી ગયો. અને ફરી શ્રીહરિના સ્મરણ માટે કૃતજ્ઞ થયો. વળી ફરી મન એકાકાર કરીને તત્પર થયો. તો મન હજી ચંચળતા છોડતું નથી.
“ વત્સ, જા હવે તારા બીજા કામોમાં રચ્યો પચ્યો રહે ”  અંતે તેમને મૌન વ્રત તોડ્યું.
“ પ્રભો, મેં આજે ઘણો પ્રયત્ન કરેલો કે બે ઘડી ફક્ત તમારું જ સ્મરણ કરીશ ”
“ કોઈ વાંધો નહિ, તને એવું હશે ને કે તુંજ ફક્ત મનને મક્કમ કરી શકે છે ? તારે તો કમાવાની ચિંતા છે અને સબંધો સાચવીને રહેવાનું  છે. ”
“ પણ મારે તો … ”
“ વત્સ એમ મન ને કોચવ નહિ. હજી દિવસો તો ઘણા છે, કાલે, બીજી કાલે, આવતા મહીને..આવતા વર્ષે કે આવતા જન્મે…..હું તો તને અહીજ મળીશ ” બાકીના શબ્દો તો મારા કાનમાં જ ગુંજી રહ્યા.

બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!

બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!

shahrukh khan unhappy
શાહરૂખ ખાને આખા દેશને ખોટે ખોટો અસહિષ્ણુ ગણાવી દીધો. પરંતુ લાગે છે કે એમાં તેના ચાહકોની લાગણી દુભાઈ અને તેઓ સાચે જ અસહિષ્ણુ થઈ ગયા. તેના કારણે ‘દિલવાલે’ પછી તેની સતત બીજી ફિલ્મ (હેપ્પી ન્યૂ યર પછી ત્રીજી, પણ અસહિષ્ણુતાવાળા નિવેદન પછી બીજી) ફ્લૉપ ગઈ છે.
 
શાહરુખ ખાન, કરણ જોહર, યશરાજ ફિલ્મ્સ, અનુરાગ કશ્યપ, રાજકુમાર હિરાણી વગેરે કેટલાક એવા ફિલ્મકારો છે જેમની ફિલ્મોને વિવેચકો ચાર સ્ટાર આંખ મીંચીને આપી દેતા હોય છે. તેમાંના કેટલાક પેઇડ હોય તો કેટલાક આ ફિલ્મકારોના અંધ ‘ફેન’ હોય છે. પરંતુ દર્શકો કોઈના અંધભક્તો નથી હોતા.
 
શાહરૂખ ખાનની ‘ફેન’નું બોક્સ ઑફિસ પર કલેક્શન નબળું રહ્યું છે. પહેલા જ અઠવાડિયામાં ફિલ્મને દર્શકો મળ્યા નથી તે વાત સાબિત થઈ ગઈ છે. પહેલા પાંચ દિવસમાં ‘ફેન’ ફિલ્મને ફક્ત ૭૦ કરોડની જ આવક થઈ હતી.. આ આંકડો ફિલ્મને નિષ્ફળ સાબિત કરે છે. બીજા સપ્તાહમાં બીજા શુક્રવારે તેની કમાણી માત્ર રૂ. ૨.૨૫ કરોડ અને બીજા શનિવારે તેની કમાણી રૂ. ૨.૭૫ કરોડની રહી. આમ, વિવેચકો પાસેથી વખાણ સાંભળ્યા પછી પણ ખાસ મોટી સંખ્યા શાહરુખ ખાનની ફિલ્મ જોવા ગઈ નથી.
 
શાહરુખ એક તો ઘરડો લાગે છે. તેની ફિલ્મોમાં એક ને એક રાહુલ, બે હાથ ફેલાવવા વગેરે પુનરાવર્તન હોય છે. ‘ફેન’ ફિલ્મમાં ભલે આ વાતો નહોતી પણ ‘બાઝીગર’, ‘ડર’, ‘અંજામ’ જેવું કોઈની પાછળ પડી જવું તો હતું (જે જોકે ‘ડીડીએલજે’, ‘દિલ તો પાગલ હૈ’ સહિત તેની મોટા ભાગની ફિલ્મોમાં હોય છે.) અજય દેવગન, અક્ષયકુમાર, સલમાન ખાન, આમીર ખાન વગેરે પોતાના કન્ફર્મ ઝોનમાંથી બહાર આવીને દર વખતે કંઈક નવું કરવા મથે છે, પણ શાહરુખ સતત જેના પગલે ચાલ્યો છે તે અમિતાભના પગલે (અમિતાભ જ્યારે ૫૦એ નહોતા પહોંચ્યા ત્યાં સુધી) જ ચાલે છે અને કોઈ જોખમ લેવા માગતો નથી. અમિતાભે ૫૦એ પહોંચ્યા પછી ‘હમ’, ‘અગ્નિપથ’, ‘ખુદાગવાહ’ જેવી ફિલ્મો કરી હતી. શાહરુખ ‘હમ’ની નબળી નકલ કરવા ‘દિલવાલે’માં ગયો પણ ઊંધે કાંધ પડ્યો.
 
લાગે છે કે હવે શાહરુખે કેરેક્ટર રોલ કરવા માંડવા જોઈએ.
(તા.ક. મેં ફિલ્મ જોઈ નથી અને જોવાનો ઈરાદો પણ નથી.)

માઈક્રોફિક્શન ... સાવચેતી !

માઈક્રોફિક્શન ... સાવચેતી ! 

રમેશ એક શોપિંગ સેન્ટરના જાણીતા સ્ટોરમાં સવારમાં ખરીદી કરવા ગયો હતો.સ્ટોરના જેનીટરએ થોડા સમય પહેલાં જ ફ્લોર પર પોતું ફેરવ્યું હોઈ સ્ટોરના સુવાળા ટાઈલ્સ હજુ થોડા ભીના હતા.

જો કે ફ્લોર ભીની હોવાની ચેતવણીનું એક બોર્ડ ત્યાં મુકવામાં આવ્યું હતું પણ ઉતાવળમાં રમેશના જોવામાં એ ના આવ્યું.

રમેશ લપસીને ચત્તાપાટ સ્ટોરની ફ્લોર પર નીચે પટકાયો.નશીબ જોગે એ બચી ગયો.એના કોઈ અંગને નુકશાન ના થયું.એ વખતે જ ત્યાંથી વ્હીલ ચેરમાં બેસીને પસાર થતા એક કિશોરે રમેશને નીચે પડતો જોયો.

પડીને ઉભા થયેલા રમેશની નજીકમાં એની વ્હીલચેર ખેંચી લાવીને એણે રમેશને કહ્યું :

"અંકલ, આર યુ ઓ.કે. ! બસ આ રીતે જ  આ જ સ્ટોરમાં હું બે વર્ષ પહેલાં નીચે પડ્યો હતો અને મારી કરોડ રજ્જુને મોટું નુકશાન કરી બેઠો હતો !"

માઈક્રોફિક્શન ... દિવ્યાંગ 

સોમવારની સાંજના ૬ વાગ્યાના સમયે ઓફીસમાંથી છૂટીને ઘેર પહોંચવા માટે આતુર પેસેન્જરોની બસ સ્ટેન્ડ પર મોટી ગીર્દી જમા થઇ હતી.

કોઈ બસ આવતી ત્યારે શશક્ત પેસેન્જરો લાઈન તોડીને  એમના બળને જોરે બસમાં ચડી જતા હતા.

આ બધા લોકોમાં બે પગે લકવાને લીધે ચાલવા માટે  અશક્ત એક વિકલાંગ યુવાન બે બગલમાં લાકડાની ઘોડી સાથે ત્રણ બસો ગઈ છતાં બસમાં ચડી શક્યો ન હતો.છેવટે બહુ રાહ જોયા પછી જ્યારે બસ સ્ટેન્ડ પર ગીર્દી ઓછી થઇ ત્યારે એ એક બસમાં ચડ્યો તો ખરો પણ બેસવાની કોઈ સીટ ખાલી ના હોવાથી બગલમાં બે ઘોડીઓ સાથે માંડ સમતોલન જાળવતો ઉભો રહ્યો.

કોઈ પુરુષ પેસેન્જરે ઉભા થઇ એને બેસવા માટે સીટ ઓફર ના કરી પણ એક મહિલા એને આ સ્થિતિમાં જોઈ તરત જ ઉભી થઈને એ વિકલાંગ ભાઈને હાથથી પકડી એની સીટ ઉપર ધીમેથી બેસાડી દીધો.

મનમાં આભાર માનતા આ વિકલાંગે એ બહેનની સામે જોયું તો એમની આંખમાં એણે આંસુ જોયાં.

વિકલાંગએ કહ્યું "બહેન,મારી આવી અપંગાવસ્થા જોઇને દયા આવી એટલે આપ રડો છો? મારી દયા ના ખાશો"

મહિલાએ ખુલાસો કરતાં જવાબ આપ્યો :"ના ભાઈ,વિકલાંગો પર મને કદી દયાની લાગણી થઈ નથી કે થશે નહિ.વિકલાંગોને હું કદી અશક્ત માનતી જ નથી.તેઓ વિકલાંગ નહી પણ દિવ્યાંગ હોય છે.હું તો એ માટે રડું છું કે તમને જોઈ તમારા જેવો બે ઘોડીની મદદથી ચાલતો મને ખુબ વ્હાલો મારો દીકરો મને યાદ આવી ગયો.સ્કૂલમાંથી છૂટીને બસ પકડવા માટે ઉતાવળે રસ્તો ઓળંગવા જતાં એ પડી ગયો અને એક ટ્રક નીચે આવી જતાં ગયા મહીને જ એ મૃત્યુ પામ્યો ! “ 

--વિનોદ પટેલ,સાન ડીએગો 


"બેઠક"-શબ્દો નું સર્જનમાં પ્રકાશિત મારી બે માઈક્રોફિક્શન વાર્તાઓ સાવચેતી, 


વારી જાઉં

    વારી જાઉં
તારા મુખડા માં ચંપાના તેજ ચમકે
તારી આંખોમાં ચાંદા ના તેજ ચમકે
અપલક નજરે જોઉં જો નભ છલકે
વારી જાઉં તારા રૂપે યૌવન ઝલકે
જો વગડે અને સીમે મોર ઢેલ ટહુકે
રૂડા ગાઈ ગીત આથમણે કેહું ગેહુકે
તારી ઝાંઝર ના નાદ નરવા ઠમકે
કંગન અને એરિંગ ના મોભે જમકે
વારી જાઉં તારા રૂપે યૌવન ઝલકે

13 April 2016

તમે શા માટે દોડો છો?…મધુવનની મહેક”…ડો. સંતોષ દેવકર ..ચિંતન લેખ

તમે શા માટે દોડો છો?…મધુવનની મહેક”…ડો. સંતોષ દેવકર ..ચિંતન લેખ

by Vinod R. Patel

૧૮૯૪ માં શિકાગોથી મૈસૂરના મહારાજાને લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદજી નોંધે છે :

swamiji10

"હે રાજવી ! આ જીવન ટૂંકુ છે. અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે,બાકીના તો જીવતા કરતાં મરેલા વધુ છે."

એક મજાની વાત સાંભળો :

એક વાર એક કૂતરો સસલાની પાછળ પડયો. એ શિકારી કૂતરો હતો. એટલે દોડવાની ઝડપ સારી હતી. સસલો આગળ અને કૂતરો સસલાની પાછળ. લાંબો સમય દોડયા બાદ સસલાને એક બખોલ દેખાઈ અનેે તેમાં ઘૂસી ગયો. બખોલ નાની હતી. કૂતરો અંદર જઈ ન શક્યો અને સસલાની બહાર નીકળવાની રાહ જોતો બખોલની બહાર ઊભો રહ્યો. કૂતરાને વિચાર આવ્યો કે હું શિકારી કૂતરો, ઝડપથી દોડી શકનારો અને હું એક નાનકડાં સસલાને પકડી ન શક્યો ? કૂતરાએ પોતાની જાતને પ્રશ્ન પૂછયો. હવે તેને થયુ કે હું સસલાને કહું કે, ભાઈ બહાર નીકળ, મારે તને સવાલ પૂછવો છે.

કૂતરાના અભય વચન પછી સસલો બહાર આવ્યો. કૂતરાએ સવાલ કર્યો : મારી દોડવાની ઝડપ તારા કરતાં વધુ હોવા છતાં હું તને પકડી કેમ ન શકયો ? સસલાએ સુંદર જવાબ આપ્યો : તુ તારા પેટનો ખાડો પૂરવા માટે દોડતો હતો. અને હું મારી જિંદગી બચાવવા માટે. કૂતરાને ખાસ સમજ પડી નહિ. કૂતરાએ પૂછયું : એટલે ? સસલાએ કહયું : એટલે એમ કે જેઓ જીવન માટે દોડે છે, તેઓ પેટ માટે દોડનારા કરતાં હંમેશા આગળ નીકળી જાય છે.

અત્યારે આપણે જે કાર્ય કરી રહ્યાં છીએ તે પાછળનો સંદર્ભ તપાસવો જોઈએ. અભ્યાસ, નોકરી કે ધંધો કરતાં હોઈએ તે પાછળના આપણા સંબંધો તપાસીએ,કાર્ય પાછળના હેતુની યથાર્થતા અને યોગ્યતાને સમજીએ. સ્વાર્થ માટેની દોડ છે કે પરમાર્થ માટેની?આપણા કાર્યમાં જયારે પરમાર્થની સુગંધ ભળે છે ત્યારે કાર્યનો વિશાળ હેતુ સાર્થક બને છે.

"માનવી મટી, બનું વિશ્વમાનવી' મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીની આ પંકિતનું સાર્થકય તો જ જળવાશે જયારે આપણું કાર્ય સમષ્ટિ માટે બની રહે.

સંદેશમાં પ્રગટ ડો. સંતોષ દેવકર ના પ્રેરક લેખ "તમે શા માટે દોડો છો?

...મધુવનની મહેક" માંથી સાભાર ...

આખો લેખ પ્રેરક લેખ વાંચવા આ ચિત્ર પર ક્લિક કરો.

Why running

મીસરી

કોઈનું પણ આંસુ લૂછયું હોય તે બેસે અહીં
ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં
(સ્નેહી પરમાર)

વડીલોની વાતો …..એક બોધ કથા અને બે સત્ય કથાઓ ….

( 876 ) વડીલોની વાતો …..એક બોધ કથા અને બે સત્ય કથાઓ ….

by Vinod R. Patel

સમય બદલાય છે એની સાથે સામાજિક સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. એક જ કુટુંબમાં સાથે રહેતા સભ્યોની સમજ અને વર્તાવમાં ફેરફાર થયેલો જણાય છે.ઘણા વડીલોને સંતાનોની બદલાયેલી વર્તણુકથી સંતોષ નથી અને તેઓ એક યા બીજી રીતે એમના મનનો ઉભરો કાઢતા હોય છે.આમાં વાંક કોનો એ વિષે બન્ને પક્ષે પોત પોતાના વિચારો હોય છે.

આવા એક વડીલની કથા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલી  હતી એમાં રહેલો સંદેશ મને ગમી ગયો.વાચકોને પણ આ બોધ કથા વાંચવી ગમશે.

આ બોધકથા પછી મળવા જેવા માણસની મિત્ર પરિચય શ્રેણીથી જાણીતા મારા ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર,શ્રી પી.કે.દાવડાજી એ એમના ઈ-મેલમાં વડીલોને સ્પર્શતી બે સત્ય કથાઓ વાંચવા મોકલી હતી એ મૂકી છે. આ બે સત્ય પ્રસંગો પણ વાંચવા જેવા છે.

આ પોસ્ટમાં પ્રસ્તુત વડીલો વિશેની વાતો વાંચીને વાંચકોને એમના મંતવ્યો જો હોય તો પ્રતિભાવ પેટીમાં જણાવવા વિનંતી છે. 

વિનોદ પટેલ

=========================

સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર - એમના ઈ-મેલમાંથી 

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો.પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, "બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? "

વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, "બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે.તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ, કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે."

દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું કે દિકરાને પિતાની આ વાત ગળે નથી ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો.ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઇ ગયા.

દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ દીકરાને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો.એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ:"તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? "

વડીલે કહ્યુ, " એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી.એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા."

દિકરાએ કહ્યુ, " બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા.તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા.ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે." પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, " બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે, તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો."

બોધ પાઠ ...

ઘણી વખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

આ વાત વાંચીને મિત્ર શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે એમના ઈ-મેલમાં વડીલો માટે એક સરસ સલાહ એમના ઈ-મેલમાં મોકલી હતી એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે ..

​એક અનુભવી ડાહ્યા શખ્સે કહ્યું :

"પોતાનું આંગણું સાચવો...સાફ રાખો... મફતમાં નહિ કોઈ મન માંગી "તગડી" ફી આપે તો જ
સલાહ -સૂચનો આપવા. બીજાની પંચાતમાં પડવાનું ટાળવું . શક્ય એટલો અન્યો પર આધાર
ન રાખવો. અન્યો પાસેથી અપેક્ષાઓ છે એની જ તો રામાયણ અને મહાભારત છે ને?

જેટલા વધુ સ્વાવલંબી બની શકાય ​રહેવું... યથાશક્તિ મદદ કરવાની ત્રેવડ હોય તેટલી ​કરી શકાય ​​...

"જે છે તે અને બને છે તે " સ્વીકારવું..."ચુપ મરવું" વધુ બિન જરૂરી સખળ-દખળ,દખલગીરી
ટાળવી ​, ​​૬૫-૭૦-૭૫ પછી" સ્વાન્ત​ સુખાય​"​ જીવવું ​ !"​ જીભેન્દ્રીય પર કાબૂ-કંટ્રોલ મહત્તમ
રાખવા જાતને કેળવવી " 

નીચે osho એ જે કહ્યું છે એ પણ વડીલો અને સૌએ  યાદ રાખવા જેવું  છે.

જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

osho

વડિલોના વાંકે.... બે સત્ય કથાઓ ..... શ્રી.પી.કે.દાવડા 

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવ્યા પછી, મેંસંતાનોના વાંકે આહત થયેલા વડિલોની ઘણીવાતો સાંભળી હતી અને એ વિષય ઉપર કેટલાકલેખ લખ્યા હતા.

૧૯૪૦-૧૯૪૨ માં બહુ નાની વયે, બાપુજી સાથેદેશી નાટક સમાજનું નાટક વડિલોના વાંકેજોએલું.નાટકના શીર્ષક અને એમાંના એક બેગીતોની થોડી પંક્તિઓ સિવાય આજે એનાટકની અન્ય કોઈ વિગત યાદ નથી. આજે આશીર્ષકને યાદ કર્યું છે,કારણ કે આજે અમેરિકામાંઆવ્યા બાદ, મારા મિત્ર બનેલા, મારી ઉમ્મરનીઆસપાસના બે જણના જીવન વૃતાંતો યાદઆવ્યા. આજથી ૫૦-૬૦ વર્ષ પહેલા, વડિલોનીઇચ્છાને લીધે એમના જીવનના અતિ મહત્વનાહિસ્સા ઉપર કેટલી મોટી અસર થઈ,એ યાદકરીને આજનો લેખ લખવાની ઇચ્છા થઈ.સત્યઘટનાઓ ઉપર આધારિત આ બનાવોમાં મેં મારામિત્રોના સાચા નામોનો ઉલ્લેખ કર્યો નથી.

સત્ય કથા-પ્રસંગ-૧

મનહર ગુજરાતના ધનપતિ કુટુંબનો નબીરો છે.કુટુંબ એટલું તો વગદાર હતું, કે મનહરે B.Sc. (Agriculture) ની પરીક્ષા પાસ કરી કે તરત એસમયના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાનરસિકભાઈ પરીખે એને રાજ્યના Agricultural Secretary બનાવી દીધા. મનહરના પિતા એસમયે મુંબઈ શેર બઝારમાં ઘણી મોટી હસ્તીગણાતા.

એમના કુટુંબમાં એક લાંબા સમયથી ચાલીઆવતી પ્રથા હતી કે દિકરા માટેકુટુંબમાંથી કન્યા શોધવી,અને આ કામ વડિલો જકરતા.પ્રથા પ્રમાણે મનહર માટે પણએક કન્યાની પસંદગી થઈ. મનહરને એ કન્યાનુંશિક્ષણ,દેખાવ વગેરે પોતાના માટેઅયોગ્ય લાગ્યા.કુટુંબનો સીધે સીધો સામનોકરવાની કોઈ ગુંજાઈશ ન હતી. મનહરે વિચારકરી એક યોજના ઘડી કાઢી.એમણે મા-બાપનેસમજાવ્યા કે થોડા દિવસ એ લંડનમાં કાકાને ઘરેફરી આવે,પછી આ બાબતનું નક્કી કરવું,માબાપઆ વાત માની ગયા

લંડનમાં એણે યોજનાનો બીજો તબ્બકો અમલમાંમૂક્યો.કાકાને સમજાવ્યા કે અહીં સુધી આવ્યો છુંતો અમેરિકા ફરી આવું.પૈસાનો તો કોઈ સવાલ નહતો.કાકાએ બધી સગવડકરી આપી.૧૯૫૬ માંઅમેરિકા આવી, મનહરે યુનિવર્સીટીમાં એડમીશનમેળવી, M.S.અને M.B.A.નો અભ્યાસ પુરો કરી, Bank of America માં નોકરી શરૂ કરી.બધું વ્યવસ્થિત ચાલતું હતું,ત્યાં અચાનકમેલેરિયાના ઝપાટામાં આવી ગયા.Over the Counter મળતી મેલેરિયાની દવાનો વધારેપડતો ઉપયોગ કરવાથી એમની Auditory Nerveને નુકશાન થયું,અને સાંભળવામાં મુશ્કેલી થવાલાગી. અગાઉ એક બે વાર Renoમાં કેસીનોમાંજઈ આવેલા, એટલે એમણે નક્કી કર્યું કે ત્યાંએટલો બધો અવાજ હોય છે કે નોર્મલ માણસોપણ એકબીજાની વાત સાંભળી શક્તા નથી,તો હુંત્યાં નોકરી કરું તો મારી કાનની તકલીફ નહિંનડે. ત્યારબાદ ૩૯ વર્ષ સુધી એમણે Reno નાકેસીનોમાં નોકરી કરી.

સાન ફ્રાન્સીસ્કોના જાણીતા સમાજ સેવકને આવાતની જાણ થઈ. એ મનહરભાઈને સમજાવીનેReno ની નોકરી છોડાવી,પોતાની સાથે સમાજ સેવાના કામો કરવા સાનફ્રાન્સીસ્કો લઈઆવ્યા.છેલ્લા નવ વરસથી તેઓ અહીં ખૂબઆદર પામે છે. છેલ્લા આઠ નવ મહિનાથી મારાનજીકના મિત્ર થઈ ગયા છે.આજે પણ એમનેવારસામાં મળેલા મુંબઈના મરીન ડ્રાઈવ ઉપરઆવેલા ફ્લેટની કીમત ૩૦-૪૦ કરોડની હશે.

આજે એમની ઉમ્મર આસરે ૮૫ વર્ષ છે. લગ્નકર્યા વગર આયુષ્યના આટલા વરસ ગુજારીલીધા. !

સત્ય કથા-પ્રસંગ -૨

પવન એક આકર્ષક દેખાવવાળો મધ્યમવર્ગીયુવક હતો.ભણવામાં તેજસ્વી હતો,પણ બારમાધોરણમાં હતો ત્યારે જ મા-બાપે એક સામાન્યભણતર અને તદન સામાન્ય દેખાવવાળી સવિતાસાથે એનાં લગ્ન કરી નાખ્યાં.એનો કોઈ વિરોધકામમાં ન આવ્યો.સારા નશીબે એ ભણતર પુરૂંકરે,ત્યાં સુધી સવિતા એના મા-બાપ સાથે રહે,એવાતનો સ્વીકાર કરવામાં આવ્યો.

બારમા ધોરણ પછી પવનને એંજીનીઅરીંગકોલેજમા એડમીશન મળી ગયું. એદરમિયાન એનો વિનીતા નામની અતિ સુંદરછોકરીનો પરિચય થયો,અને આગળ જતાંપ્રેમમાં પરિવર્તન થયો.પવનએ વિનીતાને સાચીહકીકત જણાવી દીધી હતી.બનન્નેએ નક્કી કર્યું કેઆમાંથી કોઈ રસ્તો શોધી લઈને પછી જ આગળવધવું.

બીજો કોઈ માર્ગ ન મળતાં પવને અમેરિકામાંM.S. ના અભ્યાસ માટે અરજી કરી અને સારાનશીબે એને સ્કોલરશીપ સાથે એક યુનિવર્સીટીમાંપ્રવેશ મળી ગયો. માબાપે વિચાર્યું કે પવન જશેતો બીજા ભાઈ બહેનોને પણ જવાનોમોકો મળશે,એટલે એમણે પણ રજા આપી.

અમેરિકામાં આવીને એમણે અને વિનીતાએઘડેલી યોજનાનો અમલ કરવાનું શરૂ કર્યું.અમેરિકાની કોર્ટમાં એમણે છૂટાછેડાનોદાવો દાખલ કર્યો.કાયદા કાનુનની પ્રક્રીયાપ્રમાણે સવિતાને ટપાલ દ્વારા કોર્ટમાં પોતાનોપક્ષ રજૂ કરવાની નોટીસ મોકલવામાં આવી,જેનોનિયત સમયમાં જવાબ ન આવતાં,એક તરફીચૂકાદાથી એમને છૂટાછેડા મળી ગયા.

જો કે આવા છૂટાછેડા ભારતમાં માન્ય ન હતા.એટલે જો પવન ફરીથી લગ્ન કરે અને ભારતમાંજાય તો ગુનેગાર ગણાય. ત્યારબાદ નક્કી થયાપ્રમાણે વિનીતાને વિઝીટર વિસા ઉપર અમેરિકાબોલાવી લીધી, અને અમેરિકામાં બન્ને એ લગ્નકરી લીધા.

વર્ષો બાદ વિનીતાએ પોતાના ત્રણ બાળકો સાથેભારત જઈ,સવિતાને સમજાવીને એની સાથેસેટલમેન્ટ કરી,કોર્ટની મારફત પવનના અનેસવિતાના છૂટાછેડા કરાવ્યા.

આ બન્ને કિસ્સાઓમાં સંતાનોને જે સહન કરવુંપડ્યું એના માટે એમના વડિલો અને એજમાનાની સામાજીક પરિસ્થિતિને હુંજવાબદાર ગણું છું.

-પી. કે. દાવડા

જીવનના ત્રણ તબ્બકા

૧૭ મી માર્ચની સાંજે, કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં, એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં, કેલિફોર્નિયાના જાણીતા, ૯૬ વર્ષની વયના સમાજસેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે એક આશ્ચર્યજનક વાત કહીને પ્રક્ષકોને ચોંકાવી દીધા હતા. એમણે કહ્યું હતું કે માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.

એમણે કહ્યું, અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલા મરવા નહિં દે. એટલે તમે યોજનાબધ્ધ જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.

હાજર રહેલા પ્રક્ષકોએ એમની આ તદ્દન નવીવાત ખૂબ જ આનંદ અને આશ્વર્ય સાથે વાગોળી.

-પી. કે. દાવડા

વડીલો અને સંતાનોના સંબંધોને સ્પર્શતી આ પોસ્ટ વાંચ્યા પછી વિનોદ વિહારમાં અગાઉ મુકવામાં આવેલી નીચેની બે પોસ્ટ પણ વાંચી જવા વાંચકોને વિનતી છે. 

૧. અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ .... લેખક .... શ્રી પ્રવીણ શાસ્ત્રી   


૨. વૃદ્ધ પિતા,પુત્ર અને કાગડો ... વાર્તા .... વિનોદ પટેલ

અંતે, મને ગમતું એક હિન્દી ફિલ્મનું ગીત- સ્વર કિન્નરી લતા મંગેશકર ના  સ્વરમાં ...

Lyricist : Sawan Kumar, Singer : Lata Mangeshkar, Music Director : Usha Khanna, Movie : Sautan (1983)

जिंदगी प्यार का गीत है
इसे हर दिल को गाना पड़ेगा
जिंदगी ग़म का सागर भी है
हँसके उस पार जाना पड़ेगा

जिसका जितना हो आँचल यहाँ पर
उस को सौगात उतनी मिलेगी
फूल जीवन में गर ना खिले तो
काँटों से भी निभाना पड़ेगा

है अगर दूर मंज़िल तो क्या
रास्ता भी है मुश्किल तो क्या
रात तारों भरी ना मिले तो
दिलका दीपक जलाना पड़ेगा

जिंदगी एक पहेली भी है
सुख दुःख की सहेली भी है
जिंदगी एक वचन भी तो है
जिसे सबको निभाना पड़ेगा

गीतकार : सावन कुमार,
गायक : लता मंगेशकर, संगीतकार : उषा खन्ना, चित्रपट : सौतन (१९८३)

Zindagi pyar ka geet hai (लता मंगेशकर)



એક સ્થાનિક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતે

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

 - કૈલાસ પંડિત

જિંદગીની આ રાહમાં માનવીને રોજે રોજ અવનવા પ્રસંગોના અનુભવો થતા રહે છે.કેટલાક પ્રસંગો દિલને હળવું બનાવે છે,કેટલાક પ્રસંગોના અનુભવો દિલનો ભાર વધારે છે.એમ જિંદગી અવનવા અનુભવો કરાવતી એક નદીની જેમ વહેતી જ રહે છે.

ગઈકાલે દિલને ખુશ કરી ગયેલા અહીંના એક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતના પ્રસંગની આજે આ પોસ્ટમાં વાત કરવાની તક લઉં છું.

દીકરો અને દીકરાની પત્ની રોજ સવારે જોબ પર સવાર થી સાંજ સુધી વ્યસ્ત હોય,બે પૌત્રીઓ એમના કોલેજ અને શાળાના અભ્યાસ માટે ગયા હોય ત્યારે નાના મહેલ જેવા ઘરમાં સાવ એકલો આ જણ એના સદાના મિત્ર બની ગયેલા મિત્ર કોમ્પ્યુટર અને ટી.વી.નો સહારો લઇ એમાં મગ્ન બની જઈને એકલતા ઓછી કરવાનો અને સમયને સારી રીતે પસાર કરવાનો રોજ પ્રયત્ન કરતો હોય છે.કોમ્પ્યુટર અને એની મારફતે બ્લોગીંગ,ફેસ બુક અને ઈ-મેલથી કે ફોનથી સહૃદયી અને સમરસિયા મિત્રોના સંપર્કમાં ઘર બહારની દુનિયા સાથે જાતને જોડવાનો સતત પ્રયત્ન ચાલતો રહે છે.

શારીરિક મર્યાદાઓ સાથે ૮૦ વર્ષની ઉમરે આવી રીતે દિલ બહેલાવી દિવસો પસાર કરવાના પ્રયત્ન પછી પણ કોઈ વાર ઘર બહાર નીકળીને માણસો વચ્ચે જઈને એમની સાથે  રૂબરૂ વાતચીત કરનું મન થાય એ સ્વાભાવિક છે.જાત સાથે કેટલી અને ક્યાં સુધી વાતો કરી શકાય!

૧૯૯૪માં ભારતથી કાયમ રહેવા જ્યારે હું અમેરીકા આવ્યો ત્યારે લગભગ ૬ વર્ષ હું કેલીફોર્નીયા-લોસ એન્જેલસમાં રહ્યો હતો .અહીં આ શહેરમાં એશિયન ઇન્ડિયન સીનીયર એસોસીએશન ચાલતું હતું એની પ્રવૃતિઓમાં હું ભાગ લેતો હતો.ત્યારબાદ ૧૯૯૯ ની આખરથી હું સાન ડિયેગોમાં છું.અહી ગુજરાતી લોકોનું એસોસીએશન છે પણ એલ.એ.માં હતું એવું સીનીયર લોકો-વૃધ્ધો માટેનું જુદું એસોસીએશન નથી.

અમેરિકન સીનીયરો માટેનાં સેન્ટરો સાન ડીયેગોમાં ઘણાં છે.મેં એવા મારી નજીકના એક સેન્ટરના સભ્ય થવા માટે ફોન પર સંપર્ક કર્યો. સેન્ટરનાં ભલાં સંચાલિકાબેનએ સેન્ટરની મુલાકાત લેવા મને આમંત્રણ આપ્યું.તેઓ મૂળ શ્રી લંકાનાં પણ મલેશિયા રહેલાં છે.એમનાં માતા ઇન્ડીયન છે. 

મને થયું ચાલો જાતે જઈને જોઈએ તો ખરા કે ત્યાં કેવું છે અને શું પ્રવૃત્તિ ચાલે છે.અમેરિકાની સરકારની મદદથી વૃદ્ધ અને શારીરિક ક્ષતિ ગ્રસ્ત લોકો માટે આવાં સેન્ટરો ઘણી સરસ સેવા તાલીમબદ્ધ સેવકો-સેવિકાઓ  દ્વારા પૂરી પાડે છે.ગઈકાલે બસમાં મારી પાવર ચેર સાથે હું નજીકના અમેરિકન સીનીયર સેન્ટર પર સવારના ૧૦ વાગે પહોંચી ગયો.

આ સેન્ટરમાં વૃદ્ધજનો અને કેટલાંક કોઈ શારીરિક વ્યાધિ ગ્રસ્ત લગભગ ૫૦ થી ૬૦ સ્ત્રી-પુરુષો ત્યાં જોયાં.સેન્ટરનાં કાર્યકરો આ બધાં સભ્યો પ્રત્યે ખુબ પ્રેમથી સેવા પૂરી પાડી રહ્યાં હતાં.કોઈ ચાલી ના શકે એને વ્હીલચેરમાં ફેરવી રહ્યાં હતાં.બધાંને મારો પરિચય કરાવવામાં આવ્યો.મેં પણ મારો પરિચય આપ્યો.

હું ગયો એ દિવસે શુક્રવાર હતો એટલે બીજા રવિવારે આવતા ઈસ્ટરની એ દિવસે ઉજવણી થતી હતી."ઈસ્ટર સન્ડે"ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા હતા.ઈસ્ટર સીઝનના એક ભાગરૂપે ભગવાન ઈશુના વધસ્તંભ પર મૃત્યુ પામવાની ઘટનાને ''ઇસ્ટર" પહેલાં આવતા "ગૂડ ફ્રાઈડે"ના દિવસે યાદ કરીને તાજી કરવામાં આવે છે.

Easter Bunny (Easter Rabbit or Easter Hare) ઈસ્ટર ઉજવણી માટેનું એક પ્રતિક છે,જે ઈંડાં લાવે છે એમ મનાય છે.આ દિવસે બાળકો એમના વડીલો સાથે એગ હન્ટ-ઈંડાં શોધવાની રમત રમતાં હોય છે.

આ સીનીયર સેન્ટરમાં સસલું -Bunny-ના લાંબા કાનનું ચિત્ર માથે લગાવી "એગ હંન્ટ " એટલે કે ઈંડાં શોધી કાઢવાની રમત રમાતી હતી.આ રમતમાં પ્લાસ્ટીકનાં નાનાં મોટાં ઈંડાં જે એ રૂમની જુદી જુદી જગાઓએ સંતાડેલાં હોય એને એ જગાએ જઈને શોધીને એક પ્લાસ્ટિક બેગમાં ભેગાં કરવાનાં હોય છે.જે કોઈ સૌથી વધારે સંખ્યામાં ઈંડાં ભેગાં કરે એ પ્રથમ વિજેતા તરીકે જાહેર થાય અને એને કોઈ ઇનામ આપવામાં આવે.આ રમતની છેલ્લી બેચ વખતે હું પણ આ રમતમાં જોડાઈ ગયો.સેન્ટરનાં કાર્યકર બહેન વ્હીલચેરમાં મેં કહ્યું એ જગાએ લઇ ગયાં.આ રીતે સૌથી વધારે ૫૫ ઈંડાં બેગમાં ભેગાં કરીને હું પ્રથમ રહ્યો.મને ઇનામ આપવામાં આવ્યું.વાહ,ભાઈ,મને તો આ રમતમાં મજા પડી ગઈ !

આ પ્રસંગે ઝડપેલી કેટલીક તસ્વીરો આ રહી.

WP_20160325_003
WP_20160325_009
WP_20160325_006

 પહેલી તસ્વીરમાં ૫૫ ઈંડાની બેગ સાથે અને છેલ્લી તસ્વીરમાં મળેલા ઇનામ સાથે ..  

ત્યારબાદ,મારી નજીકની ખુરશીમાં બેઠેલાં ૫૫ વર્ષનાં એક અમેરિકન બેન સાથે વાતચીત કરતાં જાણ્યું કે એમને ડિમેન્શિયાની વ્યાધીને લીધે એમની યાદ શક્તિ એમણે બિલકુલ ગુમાવી દીધી છે.એમના જીવનની અંગત વાતો દિલ ખોલીને નિખાલસ ભાવે એમણે મારી સાથે કરી. એમનું નામ જુન.તેઓ કહે એમના માતા પિતાએ એમનાં ત્રણ સંતાનોના નામ એપ્રિલ,મે અને જુન રાખ્યાં એ કેવું કહેવાય!એમને સ્ટ્રોકના પ્રથમ હુમલાથી બ્રેઈન હેમરેજ થયેલું.હેમરેજ પછી એમનું મગજ ખોલીને કરાવેલી ગંભીર પ્રકારની સર્જરી પછી તેઓ બચી ગયેલાં.સર્જરી પછીના ખરબચડાં નિશાન હજુ એમના માથામાં મોજુદ છે.

એમનાં લગ્ન કોલેજના એક પ્રોફેસર સાથે થયાં હતાં.એમનાથી એમને બે પુત્રો છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.એમના પતિને એમણે એક દિવસ બીજી કોઈ સ્ત્રી સાથે પકડી પાડ્યા. બન્ને વચ્ચે ઝગડો થયો.પતિએ ગુસ્સામાં આવી આ બહેનના ચહેરા પર જોરથી મુક્કો માર્યો. આ ઘાયલ બેનને  નાક અને ચીક બોનની સર્જરી કરાવવી પડી.૪૦ વર્ષની ઉંમરે તનાવને લીધે એમને સ્ટ્રોકનો બીજો હુમલો થયો એમાં એમણે એમની યાદ શક્તિ બિલકુલ ગુમાવી દીધી .

એમના પતી સાથે છુટાછેડા લઈને હાલ તેઓ એકલા સરકારી સીનીયર હોમમાં રહે છે.એમનાં મોટાંબેન એમની દેખરેખ રાખે છે. જો કે એમનું બોસિંગ એમને ગમતું નથી.આવા દુખમાં પણ આ બહેન ખુબ રમુજી સ્વભાવનાં છે.૫૫ વર્ષનાં આ બહેન મને હસતાં હસતાં કહે "હું કોઈની સાથે ડેઈટ પર જાઉં તો પણ મને યાદ નથી રહેતું કે હું કોની સાથે ડેઇટ પર ગઈ હતી, એટલી ભુલકણી થઇ ગઈ છું !"

ત્યારબાદ બાર વાગે ખુબ જ પૌષ્ટિક ખોરાકનો લંચ સેન્ટરના કાર્યકરો દ્વારા પીરસવામાં આપવામાં આવ્યો.મારી સાથે લંચના ટેબલ પર ખુરસીમાં મારી સાથે જે બેઠેલાં હતાં એમાં એક ૮૫ વર્ષના જાપાનીઝ ભાઈ હેરી હતા,મારી ડાબી બાજુ આ ભૂલકણાં બેન જુન અને જમણી બાજુ એક ૮૦ વર્ષના ભૂતકાળમાં પ્લેન ચલાવી નિવૃત્ત થયેલ પાઈલોટ વૃદ્ધ અમેરિકન ભાઈ ડોન હતા.સામે ૮૫ વર્ષનાં ઇટાલિયન-અમેરિકન બેન શેલી અને સામે બેઠેલાં ૮૦ વર્ષનાં મૂળ લેબેનોન વૃધ્ધા લંચમાં સાથે હતાં.એવામાં એક વિએટનામી ડોશીમા મારી પાસે આવ્યાં અને કહે હું ગાંધી અને એમની દીકરી ઇન્દિરા ગાંધીને જાણું છું.ગાંધીને કોઈ ઇન્ડિયનએ જ મારી નાખ્યા હતા.મેં એમને સમજાવ્યું કે ઇન્દિરાએ ગાંધીની દીકરી નથી.ઇન્દિરા ગાંધીને પણ એમના બોડી ગાર્ડોએ જ માર્યા હતા.તેઓ કહે મને આની ખબર ન હતી.  

આ સેન્ટરનાં સંચાલિકા બેન મારા સભ્ય પદ માટે મારા ડોક્ટર તરફથી મળેલ કાગળોને ધ્યાનમાં લઈને આગળની પ્રક્રિયા કરી રહ્યાં છે.જરૂરી મંજુરી મળે એટલે દર વીકે બે દિવસ ૧૦ થી ૧ આ સેન્ટરમાં જવાનો વિચાર રાખ્યો છે.આનાથી ઘર બહારની દુનિયામાં જઈને દિલને હળવું કરવાનું બનશે અને જીવન સંધ્યાના આ સમયે અવનવા પ્રસંગ રંગોનો અનુભવ મળશે.

માણસે ગમે એવી પરિસ્થિતિમાં સુખી થવા માટે અને દિલને હળવું કરવા માટે જ્યાંથી પણ મળે ત્યાંથી શુદ્ધ આનંદ શોધી કાઢીને સમયનો મહત્તમ ઉપયોગ કરવાની કોઈ પણ તકને જતી કરવી ના જોઈએ .

મને ગમતું  ‘રૂસ્વા’ મઝલુમી નું આ રહ્યું એક કાવ્ય ...

મને જિંદગીના પ્રસંગો ન પૂછો,
બધા હસતા, હસતા પતાવી દીધા છે.
પ્રલોભન, જો આવ્યા છે જીવનમાં જ્યારે
મેં ખુદ્દારે દિલથી ફગાવી દીધા છે.

બધા ઓરતાઓ, ને આશાઓ ક્યાંથી,
ફળે, મંજરીની, મહેક થઇને કાયમ
અફળ કામનાઓના, ઓથાર બેશક
રહી મૌન દિલમાં સમાવી દીધા છે.

તરંગોની માફક જે દિલમાં, ઊઠ્યા તે,
મનાવી લીધા છે રૂઠેલા ઉમંગો,
અને આવકાર્યા છે અવસર મળ્યા જે
હૃદય ઉર્મિઓથી વધાવી દીધા છે.

ખુદાની કસમ હું- છું ઇન્સાન ‘રૂસ્વા’
ને ઇન્સાનિયતનો પ્રશંસક રહ્યો છું,
મળી છે મને બાદશાહી ફરીથી
જે આવ્યા પ્રસંગો દીપાવી દીધા છે.

- ‘રૂસ્વા’ મઝલુમી

 Ester

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી