Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

2 July 2016

ગુરુઓ અને સમ્પ્રદાયોના ‘અચ્છે દીન’નો અધર્મ

ગુરુઓ અને સમ્પ્રદાયોના ‘અચ્છે દીન’નો અધર્મ

4_1465683144તસવીર સૌજન્ય : દીવ્ય ભાસ્કર’ દૈનીક

ગુરુઓ અને સમ્પ્રદાયોના ‘અચ્છે દીન’નો અધર્મ

–રાજ ગોસ્વામી
મથુરામાં ગયા સપ્તાહે 23 લોકોનો જેમાં જીવ ગયો તે અથડામણમાં ધર્મ, રાજકારણ, રીયલ એસ્ટેટ અને ક્રાઈમના છેડા નીકળે એમાં કોઈ આશ્ચર્ય નથી. ભારતમાં પ્રકાર–પ્રકારના સમ્પ્રદાયો નીયમીત રીતે સમાચારો પુરા પાડતા રહે છે. ‘જય ગુરુદેવ’ નામના બાબા (મૃત્યુ : 18મે, 2012)ના અનુયાયી ગણાતા રામવૃક્ષ યાદવે ભારતમાં ક્રાન્તી લાવવા ‘સ્વાધીન સુભાષ ભારત સેના’ નામનો સમાન્તર સમ્પ્રદાય શરુ કર્યો હતો. જેના ભક્તો કરોડો રુપીયાની સરકારી જમીન પર એમનું અતીક્રમણ બચાવવા જતાં પોલીસ અને પ્રશાસન સામે લોહીયાળ જંગ કરી બેઠાં.
એમ તો બાબા જય ગુરુદેવનો આશ્રમ પણ વીવાદો માટે નવો નથી. ઉત્તર પ્રદેશ સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ કૉર્પોરેશને આશ્રમ સામે 16 અને મથુરાની આસપાસના ખેડુતોએ 23 કેસ દર્જ કરાવ્યા હતા. આર્કીઓલોજીકલ સર્વે ઑફ ઈન્ડીયાએ 14 જેટલા પૌરાણીક ટીલા(ટેકરા) ખોદી નાખવા બદલ કેસ કર્યા હતા. 1975માં કટોકટી દરમીયાન બાબા પોલીસની ઝપટમાં ચઢી ગયા હતા અને બે વર્ષ સુધી જેલમાં બન્ધ રહ્યા હતા. એમની મુક્તી પછી ઈન્દીરા ગાંધી મથુરાના આ આશ્રમમાં ‘સોરી’ કહેવા ગયેલાં. બાબાએ ઈન્દીરાને ચુનાવ જીતવાના આશીર્વાદ આપેલા. બાબાના ભક્તો એમની જેલમુક્તીના દીવસને ‘મુક્તી દીવસ’ તરીકે ઉજવે છે અને એ દીવસે સાંજના 3.00 વાગ્યા સુધી ઉપવાસ કરવાનો હોય છે; કારણ કે બાબાને 23 માર્ચ, 1977ના દીવસે સાંજે 3.00 વાગ્યે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુરુદેવે ‘દુરદર્શી પાર્ટી’ નામનો એક રાજકીય પક્ષ 1980માં અમદાવાદથી રચ્યો હતો, અને ત્રણ (નીષ્ફળ) ચુનાવ પછી એનો વીંટો વાળી દીધો હતો. ‘અચ્છે દીન’ કંઈ આજકાલના નથી. ઉત્તર પ્રદેશ વીધાનસભા ચુનાવમાં બાબા–પાર્ટીનું સ્લોગન હતું : ‘હું આ દેશને સ્વર્ગ બનાવી દઈશ’.
આ દેશમાં નાના-મોટા, પ્રાદેશીક–રાષ્ટ્રીય રાજકીય પક્ષો આમ નાગરીકોને જીન્દગી બહેતર બનાવવાની પ્રતીજ્ઞા પર ટકે છે. બાબાઓ અને એમના સમ્પ્રદાયો રાજકીય પક્ષોથી ભીન્ન નથી. એ પણ ‘અચ્છે દીન’ના વાયદા પર ફલે–ફુલે છે. 1980 અને 1990ના દાયકામાં ભારતભરનાં શહેરોમાં દીવાલો પર ‘જય ગુરુદેવ આયેંગે’ એવાં સુત્રો વાંચવાં મળતાં હતાં.
2014માં જય ગુરુદેવના આશ્રમની જેમ જ હરીયાણા પોલીસ સામે અથડામણમાં ઉતરેલા ‘સતલોક’ આશ્રમના સ્થાપક ‘બાબા રામપાલે’ પોતાને કબીરના અવતાર ગણાવીને જાહેર કહેલું કે હીન્દુ ત્રીમુર્તી શીવ, વીષ્ણુ અને બ્રહ્મા મીથ્યા–દેવ છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે અને સાચા-ઈશ્વરનો (સત્ પુરુષનો) રસ્તો પોતે રામપાલ છે. હજારો ભક્તોને એમાં વીશ્વાસ પડી ગયેલો, અને રામપાલ જે દુધમાં નહાતા હતા એમાંથી બનેલી ખીરને ચમત્કારી માની પી જતા હતા. આ લોકો જ મરવા અને મારવા પણ તૈયાર થયા હતા.
કાયદા–કાનુન અને સામાજીક નૈતીકતાથી બચવા માટે રાજનીતીમાં આવેલા અપરાધીઓ, ભ્રષ્ટાચારીઓ, વેપારીઓ અને સ્વાર્થી લોકોને જેમ ‘સાચા જનસેવક’ ન કહી શકાય, તેવી જ રીતે હીન્દુ ધર્મના નામે આશ્રમો ખોલીને બેસી ગયેલા સમ્પ્રદાયી લીડરોને પણ ‘ગુરુ’ કે ‘સન્ત’ કહી ન શકાય. એને હીન્દુવાદ પણ ન કહી શકાય. આ અધર્મ છે. હીન્દુ ધર્મમાં એટલી વીવીધતા છે કે અધર્મ પણ ધર્મના ખભે ચઢીને વૈતરણી પાર ઉતરી જાય છે.
આમ છતાં, શા માટે હજારો–લાખોની સંખ્યામાં લોકો આવા ગુરુઓ અને સમ્પ્રદાયોના અનુયાયી બને છે? કારણ કે આ ગુરુઓ અને બાબાઓ પોતાને તારણહાર તરીકે સ્થાપીત કરવામાં સફળ રહે છે. દુનીયાના તમામ ધર્મોમાંથી માત્ર હીન્દુ ધર્મમાં જ સૌથી વધુ બાબાઓ, સન્તો, બાપુઓ, મહારાજાઓ, ગુરુઓ અને ભગવાનો હોવાનું કારણ એ છે કે, હીન્દુ ધર્મમાં (જે એક્ચુઅલી ધર્મ નથી; પણ સંસ્કૃતી છે), ઈસાઈ, યહુદી અને ઈસ્લામની જેમ મસીહા અથવા મુક્તીદાતા અથવા ઉદ્ધારકની કોઈ ભુમીકા નથી.
સાલ્વેશન અથવા નીર્વાણ અથવા મુક્તી અથવા મોક્ષની ધારણા સર્વલૌકીક અને સર્વકાલીન છે. હીન્દુ ધર્મમાં મોક્ષનો અર્થ જીવન અને મૃત્યુની સાઈકલમાંથી મુક્ત થવાનો છે. એના માટે ત્રણ માર્ગ છે : જ્ઞાન, ભક્તી અને કર્મ. આ ત્રણેય માર્ગ પર જવા માટે શુદ્ધતા, સંયમ, સત્ય, અહીંસા અને કરુણા પુર્વશરત છે. કોઈપણ વ્યક્તી આ ત્રણેમાંથી કોઈ એક માર્ગ પર પુર્વશરત પ્રમાણે ચાલીને પરમતત્ત્વમાં ભળી જઈ શકે છે, અને પુનર્જન્મના ક્રમમાંથી છુટી શકે છે.
હીન્દુ ધર્મમાં આધ્યાત્મીક જીવન એ વ્યક્તીગત પુરુષાર્થનું પરીણામ છે. એના માટે કોઈ તારણહારની ન તો જરુર છે કે ન તો એવો કોઈ તારણહાર છે. આત્મબળ વગર ઉદ્ધાર શક્ય નથી એ હીન્દુ ધર્મનો કેન્દ્રવર્તી વીચાર છે. હીન્દુ ધર્મ માને છે કે માનવ આત્મા પ્રકૃતીના લૌકીક અસ્તીત્વમાં ફસાયેલો છે અને એ અસ્તીત્વમાં એ કર્મોનું નીર્માણ કરે છે. જ્યાં સુધી એ કર્મબદ્ધ છે ત્યાં સુધી એ પુનર્જન્મ લેતો રહે છે. સુખ–દુ:ખ અને સારાં–નરસાં કર્મોની આ નહીં અટકતી સાઈકલમાંથી મુક્ત થવાનો જે માર્ગ બતાવે તે ધર્મ. એ અર્થમાં આપણે ત્યાં ધર્મનો શબ્દશ: અર્થ થાય છે ‘પથ’. ત્યાં કોઈ મદદગાર નથી, કોઈ સંગાથ નથી. જે. કૃષ્ણમુર્તીએ એમના ઓર્ડર ઑફ ધ સ્ટારને વીખેરી નાખતી વખતે આ જ વાત સમજાવતાં કહેલું, ‘સત્ય એક દુર્ગમ ભુમી છે. કોઈ પણ રસ્તેથી, કોઈ પણ ધર્મથી, કોઈ પણ સમ્પ્રદાયથી એ ભુમી પર જઈ શકાતું નથી.’ કૃષ્ણમુર્તીને થીયોસોફીકલ સોસાયટી ઑફ ઈન્ડીયાએ ‘ક્રાઈસ્ટ’ અને ‘મૈત્રેયી’ (બુદ્ધ)ના અવતાર તરીકે ઘોષીત કરેલા. આ અવતારની ભુમીકાને કાયમ માટે ફગાવી દેતી વખતે તેમણે ઉપરની વાતમાં કહેલું, ‘ટ્રુથ ઈઝ અ પાથલેસ લેન્ડ’.
એની સામે બહુ બધી ચોપડીઓ વાંચીને સન્ત બની ગયેલા ઓશો રજનીશે પોતાને ‘ભગવાન’ જાહેર કરેલા કારણ કે એમને ખબર હતી કે સામાન્ય માણસ આત્મબળમાં નબળો છે, પુરુષાર્થમાં કમજોર છે અને એને ઈનસ્ટન્ટ નીર્વાણ જોઈએ છીએ. રજનીશ કહેતા ‘તમે જેવા છો તેવા મારી પાસે આવો. હું તમને મોક્ષ અપાવી દઈશ.’ કૃષ્ણમુર્તી, રમણ મહર્ષી, મહર્ષી અરવીન્દ, બુદ્ધ, મહાવીર કે રામકૃષ્ણ કહેતા કે મોક્ષના માર્ગમાં ગુરુજ આડખીલી રુપ છે.
ભક્તોને ભવસાગર પાર તરાવી દેવાની પ્રૉમીસરી નોટ તો રામ કે કૃષ્ણ કે અન્ય ઈશ્વરીય અવતારોએ પણ કરી ન હતી. હીન્દુ ધર્મમાં અવતારોની જે ધારણા છે તે પશ્ચીમના મસીહાઈ ખયાલથી સાવ જુદી છે. અબ્રાહ્મીક ધર્મોમાં મસીહાનો અર્થ ‘અભીષીક્ત’ (નીયુક્ત) થાય છે. આ મસીહા એની ઈનાયત કે કૃપાદૃષ્ટીથી જીવાત્માને પાપમાંથી મુક્તી અપાવે છે. અબ્રાહ્મીક ધર્મો (ઈસાઈ, યહુદી અને ઈસ્લામ) મોક્ષ માટે પ્રાયશ્ચીત્ત અને તપશ્ચર્યા જેવા વ્યક્તીગત પુરુષાર્થ તથા મસીહાની દીવ્ય કૃપા બન્નેના સંયોગ પર ભાર મુકે છે.
હીન્દુ ઈશ્વરીય અવતારો અહીં જુદા પડે છે. હીન્દુ અવતારો ધર્મની રક્ષા કરવા (જેથી પ્રત્યેક વ્યક્તી આધ્યાત્મીક પુરુષાર્થ કરી શકે) અને અધર્મનો નાશ કરવા પૃથ્વી પર અવતરે છે. પરમ્પરાગત રીતે આવા દસ અવતારોની કલ્પના છે. આ અવતારો ઈશ્વર અને મનુષ્ય વચ્ચે કોઈ મધ્યસ્થી માટે નથી આવતા. એટલે એ ઈશ્વરના દુત પણ નથી. એ ઈશ્વર જ છે અને પૃથ્વીને અધર્મથી મુક્ત કરીને જતા રહે છે.
ઈશ્વર મનુષ્યની પાપમુક્તી માટે પ્રત્યક્ષ (કે સન્દેશવાહક મારફતે પરોક્ષ) વ્યવહાર કરતા નથી એટલે ‘બાવાઓગુરુઓસન્તોમહારાજો’ એ ખાલી જગ્યામાં બેસી ગયા છે અને પોતાને ઈશ્વરના દુત ગણાવીને એમના અનુયાયીઓને ‘અચ્છે દીન’નાં સપનાં બતાવી રહ્યા છે. ભલા–ભોળા માણસો એમની સામાજીક–પારીવારીક જરુરીયાતો અને મજબુરીઓના પહાડ નીચે એવા દટાયેલા છે કે એમનામાં ‘પાપ’ની જીન્દગી ત્યજીને પ્રાયશ્ચીત્ત કે તપશ્ચર્યા કરવાની ધીરજ નથી. એમને રક્ષણ જોઈએ છે, એમને ‘પુણ્ય’ જોઈએ છે, એમને સ્વર્ગ જોઈએ છે, એમને કરેલાં કર્મોમાં માફી જોઈએ છે, એમને પૃથ્વી પર જ ભગવાનનાં દર્શન અને ભગવાનની કૃપા જોઈએ છે.
નીર્મલબાબાઓ’ આવી રીતે જ સમોસા અને ચાની સાથે ‘સ્વર્ગ’ અને ‘સુખ’ વહેંચતા હોય છે. સીધા–સાદા લોકોને આવા ઈન્સ્ટન્ટ સુખ ગમે છે; કારણ કે એમાં વ્યક્તીગત પુરુષાર્થની કોઈ જરુર રહેલી નથી. આ જ કારણથી આપણે રાજકારણીઓ પર ભરોસો મુકીએ છીએ; કારણ કે એમણે આપણા વતીથી ધરતી પર સ્વર્ગ લાવવાની કસમ ખાધી હોય છે. રાજકારણમાં તો ખેર ગુણ–અવગુણ જોવાની ગુંજાઈશ હોય છે; પણ સામ્પ્રદાયીક શ્રદ્ધામાં તો આર્મી જેવું આંધળું અનુશાસન જ હોય છે.
એટલા માટે જ ગુરુઓ અને સમ્પ્રદાયોના પોતાની આચાર–સંહીતા, પોતાની ભાષા, પોતાના ડ્રેસ કોડ, પોતાનાં ચીહ્નો અને પોતીકા રીવાજો હોય છે. આર્મીની જેમ જ સમ્પ્રદાયમાં પણ ભય, અપરાધ–બોધ અને ઘમંડ જેવી પ્રબળ લાગણીઓ સક્રીય હોય છે. આપણા જેવા પામર જીવો મોટાભાગે અનુયાયી વૃત્તીવાળા છીએ, અને કો’ક આપણી રક્ષા કરે, દરકાર કરે, સ્વર્ગ–સુખ લઈને આવે એવી ખ્વાહીશમાં ‘ગેંગસ્ટર’થી લઈને ‘ગુરુઓ’ના ચરણે માથું મુકી દઈએ છીએ.
અનુયાયીપણાની આ ટ્રેજેડી અનુયાયીઓ સીવાય બીજા બધાને દેખાય છે. એટલે જ ગુરુઓ અને સમ્પ્રદાયો ફળતા–ફુલતા રહે છે.
–રાજ ગોસ્વામી

varasi pad

WP.1

હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું?

હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું?

હસવું અને હસાવવું એ સારી વાત છે. પરંતુ કેટલીક બાબતો પર જૉક થાય ત્યારે તેમાં જો માહિતીના અભાવવાળી જૉક હોય તો આવા જૉક બનાવનારા પર હસવું આવે છે. ‘ઉડતા પંજાબ’ પર સેન્સર બૉર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાની પર રમૂજ માન્ય છે પણ જેમ્સ બૉન્ડની ‘સ્પેક્ટ્રે’એ ‘એ’ સર્ટિફિકેટ નહીં, યુએ સર્ટિફિકેટ માગેલું તેથી તેમાં કિસિંગ સહિતનાં સીન પર કાતર ફેરવવી પડેલી તેવો નિહલાનીનો પક્ષ જાણ્યા વગર રમૂજ થાય તે નિહલાની સાથે અન્યાય છે. પત્રકારત્વ હવે ટીવી કેન્દ્રિત થતું જાય છે અને હઈશો-હઈશોમાં બધા જ તૂટી પડે છે. આરુષિ હત્યાકાંડ હોય, શીના બોરા હત્યા કેસ, કે પછી તાજેતરમાં સલમાન ખાને અત્યંત થાક માટે આપેલી ઉપમા હોય, બે-ચાર ટીવી ચૅનલ પર ચાલે એટલે પછી એ જ ગાજ્યા રાખે. કોઈ આમાં સિક્કાની બીજી બાજુ જોવાનો પ્રયાસ કરતું નથી. હવામાન ખાતું પણ આવા જ એક તરફી પ્રચારનો શિકાર બન્યું છે.
હવામાન ખાતા વિશે જૉક કહેવાય છે કે  જો વેધશાળા વિભાગે આગામી ૨૪ કે ૪૮ કલાકમાં ઝાપટા કે ભારે વરસાદની આગાહી કરી હોય તો આજે બિન્ધાસ્ત છત્રી કે રેઇનકોટ લીધા વિના નીકળજો, કારણ કે આજે જોરદાર વરસાદનો વરતારો છે એવું આપસમાં કહેવામાં આવે અને વેધશાળા વિભાગની હાંસી ઉડાડવામાં આવે. બીજી તરફ જો ૨૪ કે ૪૮ કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદ નહીં પડે એવી આગાહી કરવામાં આવી હોય તો ભાઇસાબ રેઇનકોટ, છત્રી લઇને નીકળજો, કારણ કે વરસાદ નહીં પડવાની આગાહી છે એવી મજાક પણ કરવામાં આવે. જોણું તો ત્યારે થાય જ્યારે આગાહી સચોટ સાબિત થાય અને લોકો ઉંઘતા ઝડપાય, પણ ત્યારેય ‘ક્યારેક તો વેધશાળા તો સાચી પડે ને’ એવી દલીલ કરવામાં આવે. ટૂંકમાં વેધશાળા વિભાગ એક ઠેકડી ઉડાડવા માટેનો વિભાગ બની રહે.
હમણા હવામાન ખાતાએ મુંબઈમાં ૨૬મીએ ભારે વરસાદની આગાહી કરી, પણ રવિવારે મુંબઈ કોરુંધાકડ જ રહ્યું અને ફરી એક વાર હવામાન ખાતું લોકોની ઝપટે ચડી ગયું. જોકે હવામાન ખાતું માત્ર લોકોની રમૂજનો શિકાર જ નથી બન્યું, ન્યાયાલયમાં તેની સામે ફરિયાદ પણ થઈ હતી.
ગયા વર્ષે મુંબઈ હાઇ કોર્ટે આઇએમડી (ઇન્ડિયન મીટિયોરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ – હવામાન ખાતું)ને સવાલ કર્યો હતો કે તેમની હવામાનની આગાહી કેમ ખોટી પડે છે? ગયા વર્ષે આવેલા પૂરના સંદર્ભમાં અટલ દુબે નામના વકીલે જાહેર હિતની અરજી કરતા ડિવિઝન બેન્ચ દ્વારા આ સવાલ કરવામાં આવ્યો હતો. આ બાબત માટે જવાબદાર વ્યક્તિઓની ઝીણવટભરી પૂછપરછ માટે દુબેએ મુંબઇ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. આ બાબત અત્યંત ગંભીર સ્વરૂપની છે અને તેઓ ૨૦૦૫ના મહા પૂરમાંથી પાઠ નથી ભણ્યા એવી દલીલ સુદ્ધાં દુબેએ કરી હતી.
જાગૃત નાગરિક તરીકે અટલ દુબેને બિરદાવવા પડે. તેમણે ન્યાયાલયમાં જઈને હવામાન ખાતાને જવાબદારી તળે લાવવા પ્રયાસ કર્યા. પણ પ્રશ્ન એ છે કે મિડિયા જેનું કામ જાગૃતિ લાવવાનું હોવું જોઈએ તેણે ક્યારેય પ્રયાસ કર્યા કે સિક્કાની બીજી બાજુ પણ રજૂ થાય? ન તો હવામાન ખાતાએ ક્યારેય આ બાબતે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યા. એ બાબતે ‘મુંબઈ સમાચાર’ને અભિનંદન આપવા ઘટે કે તે પ્રશ્નના મૂળમાં જવા માટે આવા પ્રયાસ કરે છે.
આપણું મિડિયા મોટા ભાગે ભારત પ્રત્યેની-સરકાર પ્રત્યેની-પોલીસ પ્રત્યેની કે અન્ય વિભાગોની નેગિટિવ બાબતો જ રજૂ કરવા ટેવાયેલું છે એટલે આપણને થાય છે કે ભારતમાં જ બધું આવું છે. હકીકત એ છે કે માત્ર ભારતનું જ નહીં, દુનિયાભરના હવામાન ખાતાં આગાહી કરવામાં ખોટા પડતા રહે છે. વર્ષ ૨૦૦૯માં બ્રિટનના હવામાન ખાતાએ આગાહી કરી હતી કે “આ વર્ષે ભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહેજો.” ઓછા સૂર્યપ્રકાશવાળો દેશ હોઈ બ્રિટિશરો તો બિચ પર રજા માણવા નીકળી પડેલા. પરંતુ થયું એવું કે મૂશળાધાર વરસાદ પડ્યો. તંબુઓ તણાઈ ગયા. લોકોને ભારે હાલાકી પડી.
આપણા દેશમાં બીબીસી એટલે સમાચાર માટે વિશ્વસનીયનો પર્યાય મનાય છે, પણ બીબીસીએ વર્ષ ૨૦૧૨માં ખોટી હવામાન આગાહી માટે માફી માગી હતી. બીબીસીએ આગાહી કરી હતી કે ૧૯ ઑગસ્ટનો રવિવાર સૂકો અને ગરમ દિવસ રહેશે. તેના બદલે તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો. પહેલાંના લોકો બ્રિટિશરોથી અંજાયેલા હતા. અત્યારના કેટલાક બુદ્ધુજીવીઓ અમેરિકાથી અંજાયેલા છે. તેમના માટે અમેરિકા કરે અને કહે તે સત્ય, પણ અમેરિકાના હવામાન ખાતાએ પણ ગત વર્ષના જાન્યુઆરીમાં ભયંકર હિમપ્રપાત થવાનો છે તેવી આગાહી કરી અને પછી થયું કંઈ નહીં, તેથી તેમણે ટ્વિટર પર માફી માગી હતી.
પ્રશ્ન એ થાય કે હવામાન માટે આટલા સેટેલાઇટ છોડાતા હોય તો પણ કેમ સાચી આગાહી થઈ શકતી નથી? હવામાન આગાહી કેવી રીતે કરાય છે તે જાણવા જેવું છે. હવામાનની આગાહી કરવા માટે વાતાવરણની વર્તમાન સ્થિતિ અત્યારે કેવી છે તે માટે મળે તેટલા તમામ આંકડાઓ- ખાસ કરીને તાપમાન, ભેજ અને પવન સંબંધિત આંકડાઓ- એકઠા કરવામાં આવે છે. તેમાં પવનની ઝડપ, દિશા, હવાનું દબાણ વગેરે ધ્યાનમાં લેવાય છે. વિમાનો, વેપારી જહાજો, વેધર બલૂન (રેડિયોસૉન્ડ), ઉપગ્રહો વગેરેથી આંકડા ગ્રાઉન્ડ સ્ટેશનને મળે છે. ગ્રાઉન્ડ સ્ટેશન આ માહિતીને વૉશિંગ્ટનમાં આવેલા નેશનલ સેન્ટર્સ ફૉર એન્વાયરમેન્ટલ પ્રીડિક્શન (એનસીઇપી)ને મોકલે છે. ત્યાંથી અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, જર્મની, ઑસ્ટ્રેલિયા અને અન્ય દેશોના હવામાન આગાહી કેન્દ્રોમાં આ ડેટા મોકલવામાં આવે છે. આ કેન્દ્રોમાં ખૂબ જ ઝડપી સુપરકમ્પ્યૂટરો હોય છે. તેમાં પ્રૉગ્રામ નખાયા હોય છે જે સમીકરણ બનાવે છે. પ્રૉગ્રામને ‘ન્યૂમરિકલ વેધર ફૉરકાસ્ટ મોડલ’ કહે છે. આ સમીકરણો થ્રીડી ગ્રિડમાં વર્ણવે છે કે અમુક બિંદુઓ પર વાતાવરણ કઈ રીતે બદલાઈ રહ્યું છે. તેના પરથી તે બિંદુઓ પર તાપમાન, પવન, વરાળ, વરસાદ વગેરે કેવા રહેશે તેની ગણતરી માંડવામાં આવે છે.
સુપરકમ્પ્યૂટર હવામાન નકશાઓ તૈયાર કરે છે. તેને ભૂતકાળમાં નોંધાયેલી હવામાન પેટર્ન સાથે મેળવવામાં આવે છે. હવામાન શાસ્ત્રીઓ કમ્પ્યૂટર દ્વારા થયેલી આગાહીને આંકડાઓ પર ગાણિતિક સૂત્રો (ફૉર્મ્યૂલા) લાગુ કરીને થતી આગાહીઓ સાથે સરખાવે છે. અને પછી અંતિમ આગાહી તૈયાર કરવામાં આવે છે. હજુ હમણાં સુધી જે કંઈ મોડલ હતાં તે ગમે તેવી આધુનિક ટૅક્નૉલૉજી છતાં સચોટ આગાહી કરી શકતા નહોતા (હજુ પણ નથી કરી શકતા) કારણકે તેઓ પૃથ્વીની સપાટી પર ખરેખર શું થઈ રહ્યું છે તેની જટિલતાને સમજીને આગાહીમાં પરિવર્તિત કરી શકતા નહોતા.
આવું કેમ થતું હતું? સામાન્ય રીતે એકથી માંડીને ૧૦ દિવસ સુધીની હવામાન આગાહીઓ કરાતી હોય છે. પરંતુ તેમની એક મર્યાદા છે અને આ મર્યાદાને વર્ષ ૧૯૬૧માં એડ લૉરેન્ઝે આકસ્મિક રીતે શોધી હતી. લૉરેન્ઝને ‘ચાઓસ થિયરી’ (આ થિયરીને અમલી બનાવવા માટે અરવિંદ કેજરીવાલને યશ આપવો ઘટે! :-))નો એક જનક માનવામાં આવે છે. તે કમ્પ્યૂટર વેધર ફૉરકાસ્ટ મોડલ પર પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે જોયું કે જો મોડલને અટકાવ્યા વગર કામ કરવામાં દેવામાં આવે તો તે જે આગાહી કરે છે તે આગાહી મોડલને અધવચ્ચે અટકાવી દેવામાં આવે અને પછી ફરી શરૂ કરવામાં આવે તો ત્યારે કરાતી આગાહી કરતાં તે જુદી હોય છે. આંકડાઓમાં એકદમ સૂક્ષ્મ તફાવત આવી જાય તો પણ આગાહી બદલાઈ જવાનો સંભવ રહે છે!
વિજ્ઞાન ક્યારેય એવો દાવો નથી કરતું (અને ગુજરાતી છાપાઓથી વિરુદ્ધ અંગ્રેજી અને વિદેશી છાપાઓ તો હંમેશાં ‘કેન’ના બદલે ‘મે’નો જ ઉપયોગ કરે છે, આંકડાઓમાં પણ ક્યારેય ‘ફૂલ ફિગર’ નથી બનાવી દેવાતા.) કે તે હંમેશાં સાચું જ છે. વિજ્ઞાનમાં જે-તે સમયે જે થિયરી સાચી ઠરેલી હોય તે બાદમાં ખોટી ઠરી શકે છે. વિજ્ઞાનમાં હંમેશાં પ્રયોગો થતા રહે છે. અને તેના લીધે સુધારા પણ થતા રહે છે. જોકે એ નવાઈની વાત ગણાય જ કે વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી હોવા છતાં હજુ સચોટ હવામાન આગાહી કરવાનું મોડલ કેમ વિકસાવી શકાયું નથી.
પરંતુ વિજ્ઞાન સામે ઘણી વાર દેશી વિજ્ઞાન અકસીર પૂરવાર થતું હોય છે. નક્ષત્રો, હોળીની ઝાળની દિશાથી માંડીને ટીટોડીનાં ઈંડાં સુધીનાં અનેક નિરીક્ષણો સચોટ પૂરવાર થયાં છે.
ભારતમાં વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે. ઈસરો ૨૦ ઉપગ્રહો એક સામટા છોડી બતાવે છે. મંગળયાનની સફળતા છે ત્યારે હવામાન ખાતું પાછળ કેવી રીતે હોઈ શકે? એમાંય ગત વર્ષે પૃથ્વી વિજ્ઞાન ખાતાએ હવામાન આગાહી સુધારવા માટે રૂ. ૪.૫ અબજ ખર્ચીને નવ ડૉપ્લર રડાર, ૨૦ મિની રડાર અને ૨૩૦ ઑટોમેટિક વેધર સ્ટેશન નાખવાની જાહેરાત કરી છે. અત્યારે હવામાન ખાતા પાસે ઓલરેડી ૭૦૦ ઑટોમેટિક વેધર સ્ટેશન છે જ. રાજકોટમાં તો અશોક પટેલ જેવા ઉત્સાહી ભાઈએ પ્રાઇવેટ વેધર સ્ટેશન ઘરે બનાવ્યું છે. તેની વેબસાઇટ પણ બનાવી છે.
ટૂંકમાં, હવામાન ખાતું ખોટું નથી હોતું, હા, મોડલ હજુ પર્ફેક્ટ નથી, તેમ જરૂર કહી શકાય.

28 June 2016

← મ ન ગમતાં સંવાદો- પ્રેમને પૂર્યો

P1

જ્ઞાનગંગા ……… ટૂંકી વાર્તા ……. વનલતા મહેતા


જ્ઞાનગંગા ……… ટૂંકી વાર્તા ……. વનલતા મહેતા

VRP-with books and mandirઆ વાર્તામાં એક વાચન પ્રિય દાદીમા ચંદનબેનની પુસ્તકો પ્રત્યેની પ્રીતિને લેખિકા વનલતા મહેતાએ સુંદર શબ્દોમાં રજુ કરી છે.આજની નવી પેઢીમાં પુસ્તક વાચનનો શોખ ઘટતો જાય છે.

દાદીમા ચંદનબેનએ બાળકોની જેમ સાચવેલાં પુસ્તકોને દાદીમાનો પુત્ર અને પૌત્ર બિન જરૂરી પસ્તી(ગાર્બેજ) માને છે અને દાદીમાને એમનાં પુસ્તકોને ઘરમાંથી કાઢી નાખવા કહે છે. દાદીમાની ઘવાએલી લાગણીની તેઓને પરવા નથી.

વૃદ્ધ જનો માટે પાછલી અવસ્થામાં પુસ્તકો એમની એકલતાને અને અંગત સમસ્યાઓને ભૂલવા માટે બહુ જ જરૂરી હોય છે એ નવી પેઢી ભૂલી જાય છે. છેવટે દાદીમા એમનાં પુસ્તકોને કેવી રીતે સાચવે છે અને પુત્ર અને પૌત્રને જ્ઞાન ગંગા સમાં પુસ્તકોની મહત્તાની કેવી રીતે પ્રતીતિ કરાવે છે એ જાણવા આ વાર્તા તમારે વાંચવી જ રહી.

વિનોદ પટેલ

જ્ઞાનગંગા ....ટૂંકી વાર્તા .... વનલતા મહેતા

Gnan Ganga

‘મૌલિક!’

‘ઘાંટો કેમ પાડી ઊઠ્યા દાદીમા?’

‘મારા બધાં પુસ્તકો શા માટે કાઢીને ઢગલો કરે છે!’

‘દાદીમા, પપ્પાએ કહ્યું છે કે આ બધો કચરો પસ્તીમાં કાઢી નાખવો છે?’

‘પસ્તીમાં! આ કચરો! આ પુસ્તકો કાઢી નાખવાં છે?’

હૈયા પર ઉકળતું તેલ રેડાયું હોય એવી રીતે આક્રોશ કરતાં દાદીમા બોલ્યા.

આ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનું અણુભાષ્ય, આ પ્રેમાનંદના આ આખ્યાનો, આ વ્હીલ ડ્યુરાનું, સ્ટોરી ઓફ ફિલોસોફી’... ના, ના, આ બધા અપ્રાપ્ય ગ્રંથો છે. મૌલિક, તારા પપ્પાને આ ખજાનો પસ્તી લાગે છે?’

‘હાસ્તો, જુઓને, પૂંઠાં ખવાઈ ગયા છે.’ એમ બોલતો દાદીમાનો દીકરો વિવેક દાખલ થયો.

‘અઢારમી સદીના કાગળો છે. પાના ફેરવતા જ ચૂરો હાથમાં આવે છે. બા એમાં ઊધઈ લાગીને મકાનના લાકડાંને લાગશે અને આખો બંગલો જમીનદોસ્ત થઈ જશે.’

‘ઊધઈ કેમ લાગે વિવેક? તને પેટના દીકરાને આંખના પાથરણાં કરીને ઉછેર્યો, તે જ રીતે મારા સ્વજન જેવા આ પુસ્તકોની મેં સંભાળ રાખી છે. એનાં પુઠ્ઠાં બદલું છું. જીવાત ન થાય તેથી દવા વેરું છું. કેટલીયે વાર વાંચ્યાં છે. છતાંય વારંવાર વાંચતા ધરાતી નથી. મેં પન્સીલથી કેવી કેવી નોંધ કરી છે! વિવેક, આ પુસ્તકો પણ મારા માનસ સંતાનો છે. મારા ઘડતરનાં માતાપિતા છે.

‘પણ આ ત્રણસો-ચારસો, કદાચ એથીય વધારે થોથાં છે. કેટલી બધી જગ્યા, ને કેટલા કબાટો રોકે છે?... અને બા, આ બધા અપ્રાયપ્ય ગ્રંથ હોય તો વેચી મારતાં સારી કિંમત આવશે. બા! પંદર દિવસનો સમય આપું છું ત્યાં સુધીમાં આ કબાટો ખાલી નથી થયા ને તો હું થોથાંઓને ઊંચકાવી જરીપુરાણવાળાને આપી દઈશ અને જો એ પણ ના પાડશે તો એના પર દીવાસળી મૂકીશ. હવે મારાથી આ બધો કચરો જોયો નથી જાતો. આ તો ઘર છે કે કચરાપેટી?’

અલ્ટિમેટમ આપીને વિવેક ગુસ્સામાં ચાલ્યો ગયો. દાદીમાના લાડકા મૌલિકે દાદીમાની આંખોમાં ઝળઝળિયાં જોયા. આંખનું રતન કરી જેને દાદીમાએ ઉછેર્યો હતો તે મૌલિક પણ દાદીમાના ઝળઝળિયાં દીઠા ન દીઠા કરતો ચાલતો થયો.

દાદીમાએ આંસુના પડદાની આરપાર દીવાલ પર લટકતી છબી પર નજર નાંખી. પતિ દીનાનાથ જોડે સજોડે પડાવેલી એ છબી હતી. ગઈ સદીના પતિ-પત્ની હતા. સંવનન કરી પરણ્યા ન હતાં. છતાં બંને હૃદયો વચ્ચે પ્રણયનો એવો સેતુ બંધાયો હતો કે આત્માની પૂર્ણતા પ્રગટાવવા જ જાણે બંનેએ જન્મ લીધો હતો. એવું તાદૃશ્ય થતું હતું. બંનેને પુસ્તકો, વાંચન, મનન, ચર્ચા ખૂબ જ પ્રિય હતા. દીનાનાથે અંતિમ ઘડીએ પત્નીને કહ્યું હતું.

‘ચંદન, તારા નામની જેમ તું તારી વિદ્યાની સુવાસ હંમેશા ફેલાવતી રહેજે. આ ગ્રંથો આપણા પહેલા સંતાન છે એમને જાળવજે.’

દસદસ વર્ષના વૈધવ્ય જીવને એકાકી બનેલી ચંદનબાએ એ પુસ્તકોની સહાયથી જીવનને ભર્યું ભર્યું રાખ્યું હતું. એને ક્યારેય એકાકીપણું નહોતું લાગ્યું. ઈશ્ર્વરના આશિષ જેવા એ પુસ્તકોની એનો સદાય સાથ હતો. પતિ સાથે ઘણી વાર પઠન કર્યું હતું. ત્યારની કલાપીના કાવ્યની પંક્તિઓ એમને યાદ આવી.

સ્પર્શો જેને પ્રણય તણખો

આમ તે ઝૂરવાનું.

સર્વાંગે આમ અનલ ભડકે

આમ એ દાઝવાનું

પતિથી નિયતિએ વિખૂટી પાડી અને પોતાનું પેટ, પોતાને પુસ્તકોથી અલગ કરશે? હૈયું હાથ ન રહ્યું અને આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. ત્યાં પડોશના વૈકુંઠભાઈ આવી ચડ્યા.

‘ચંદનબેન, અર્નેસ્ટ હેમિંગ્વેનું ‘આઈ લેન્ડ્સ ઓન ધ સ્ટ્રીપ’ છે ને? શાળાના વિદ્યાર્થીઓને મારે શીખવવું છે. તમારું એ પુસ્તક મને થોડા દિવસ આપશો?

ચંદન બા મોં ફેરવી, કબાટમાંથી પુસ્તક કાઢવા લાગી પણ એમની વ્યગ્ર મનોદશા અને આંખના આંસુ વૈકુંઠભાઈથી છાના ન રહ્યા.

‘ચંદનબેન આમ જુઓ તો, રડો છો?’

માનવીને જ્યારે મર્મ પર ઘા વાગે ત્યારે એ દૃઢ થઈ લાગણીના પૂરને રોકવા મથામણ કરે, તો ક્યારેક એ બમણા વેગથી લાગણીનો ધોધ આંસુરૂપે બહાર આવે છે. જરા સરખી મમતાનો સ્વર સાંભળતા ચંદનબેન ખુરશી પર ફસડાઈ પડ્યા અને પાલવ વડે મુખ ઢાંકી હીબકા ભરવા માંડ્યા.

‘ચંદનબેન, હું તો તમારા નાના ભાઈ જેવો છું મને કહો શી હકીકત છે?’

સહૃદયીથી પાસે હૈયું ઠાલવવાથી ક્યારેક મનનો ભાર હળવો થાય છે.

‘વૈકુંઠભાઈ, મારા રત્નોનો ભંડાર સમા આ પુસ્તકો મારા દીકરાને કચરો લાગે છે એને આ પસ્તીમાં કાઢી નાખવાના થોથાં લાગે છે.’

‘વૈકુંઠભાઈ અવાક બની ગયા. વિવેકના જીવનનો પવન કઈ દિશા તરફ વાતો હતો તે એનાથી છાનું ન હતું.

‘ચંદનબેન, હજુ વિવેક ઠરેલ નથી. અનુભવની એરણ પર હજી એ ટીપાયો નથી.’

‘વૈકુંઠભાઈ એણે મને પંદર દિવસની મુદત આપી છે. નહીં તો એ પુસ્તકો વેચી મારશે.

‘ધીરજ ધરો હું કંઈક રસ્તો શોધું છું.’

અને વૈકુંઠભાઈએ માર્ગ કાઢી આપ્યો. એમના દીકરાની સ્ટેશનરીની બે ગાળાની દુકાન હતી તેમાં એક તરફ એણે આ પુસ્તકો ગોઠવી દેવા સૂચવ્યું.

‘પણ ભાઈ, વિવેક જાણે છે કે આ અલભ્ય પુસ્તકો છે. મારાથી જ કહેવાઈ ગયું છે. તેથી એની વેચાણ કિંમત એ સમજે છે. એટલે જરૂર એ વેચી જ નાખશે.’

‘તમને આ કચરો કાઢી નાખવાનું કહ્યું છે ને! તો બસ, એના જ શબ્દો પકડી લો. એની સાથે સંમત થતા હોય તેમ વર્તી આ પુસ્તકો ઘરમાંથી કાઢી બહાર લાઈબ્રેરીને ભેટ આપવા છે એમ કહો. તમારી મરજીની આડે એ નહીં આવે.’

ચંદનબેનને આ રસ્તો ગમી ગયો.

‘વિવેક, તારી વાત સાચી છે. મને પણ લાગે છે કે આ બંગલામાં હવે આ કચરો શોભતો નથી. હું જે લાઈબ્રેરીમાં મેમ્બર છું ત્યાં જ આ બધા ભેટ આપી દઈશ.’

વિનામૂલ્યે પુસ્તકો જતાં વિવેકનો જીવ તો બળ્યો, પણ પોતાના જ શબ્દોમાં પોતે જ ફસાયો. અને બાને વધુ કાંઈ કહેવાય તેમ ન હતું. ચૂપચાપ બધા જ પુસ્તકો વૈકુંઠભાઈની દુકાનમાં ગોઠવાઈ ગયા. લાયબ્રેરીમાં જરા વધારે રોકાઉં છું એમ કહી ચંદનબા પોતાનાં પુસ્તક સાંનિધ્યમાં બેસતા અને વાંચન કરતા. એક દિવસ કોલેજિયન યુવક અને યુવતી ત્યાં આવી ચડ્યા. સ્ટેશનરીની ખરીદી કરતાં કરતાં પુસ્તકો પર એમની નજર પડી. એમને લાગ્યું કે વેચવા માટેના પુસ્તકો છે. કાચના કબાટો જોતા જોતા, એમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરનું ૧૯૪૧નું ટાગોર મેમોરિયલ સ્પેશિયલ સપ્લીમેન્ટ જોયું.

‘આન્ટી, આ વોલ્યુમની શી કિંમત છે?’

‘આ પુસ્તકો વેચવા માટે નથી ભાઈ.’

‘આન્ટી, આ વોલ્યુમ હમણાં જ રીપ્રિન્ટ થયું છે. પણ એની કિંમત દોઢસો રૂપિયા છે. અમારી લાઈબ્રેરીમાં છે પણ ભાગ્યે જ મળે છે, વેચાતું લેવા જેટલું અમારું ગજુ નથી તમે અમને એ વાંચવા ન આપો?’

‘આન્ટી સરક્યુલેટિંગ લાઈબ્રેરીનો તમારો નિયમ હશે જ અમે ડિપોઝિટ આપીએ. પંદર દિવસ માટે અમને આપો. એ વાંચવાનો ચાર્જ તમે કહેશો તે આપીશું. પ્લીઝ ના ન કહેતા, અમને આ પુસ્તકની બહુ જરૂર છે.

પોતાના દીકરાને આ પુસ્તકોની કિંમત નથી. કદર નથી અને આ વાંચનભૂખ્યા યુવાનો આશાભરી મીટ માંડી રહ્યા છે. એમને નિરાશ કરતાં વિદુષી ચંદનબાનો જીવ ન ચાલ્યો. ડિપોઝિટની રકમ લઈ એ પુસ્તક ચંદનબાએ પેલા યુવક-યુવતીને આપ્યું અને એમનું સરનામું નોંધી લીધું. વાંચન ફી સાધારણ લીધી અને આમ ચંદનબાનાં પુસ્તકોનો ખજાનો સરક્યુલેટિંગ લાઈબ્રેરીમાં ફેરવાઈ ગયો. લક્ષ્મી અને સરસ્વતીને ગોંધી રાખવાથી શો ફાયદો! વૈંકુંઠભાઈએ દુકાનમાં વધુ વ્યવસ્થા કરી.

બીજાં પુસ્તકો પણ વસાવ્યા. રજિસ્ટર રખાયું. મહિને સાતસો આઠસો રૂપિયા ડિપોઝિટના અને વાંચનના ચાર્જની કમાણી થવા લાગી. દુકાનમાં એક માણસને મદદનીશ તરીકે રાખી લીધો. ચંદનબાનું જીવન ફરી મ્હેંકી ઊઠ્યું. વૈકુંઠભાઈની ના છતાં ચંદનબાએ કમાણીમાં એમનો ભાગ રાખ્યો. વિવેકને તો ચંદનબા શું કરે છે એ જાણવાની દરકાર જ ન હતી.

એક વખત એક કોલેજના પ્રોફેસર હરિહરનજી દુકાને આવ્યા. અને ડિપોઝિટના પૈસા આપી ચંદનબા પાસેથી ‘વિચાર સાગર’ નામનો ગ્રંથ લઈ ગયા. ગ્રંથની નોંધ કરતી વેળા જ ચંદનબા સાથેની વાતચીતથી હરિહરનજી પ્રભાવિત થયા, કે આ મહિલા કોઈ વિદુષી છે, ફક્ત પુસ્તકવિક્રેતા કે સંગ્રાહક નથી. ગ્રંથ લઈ ઘરે જઈ એમણે વાંચ્યો. મનન કર્યું, પણ એક પ્રશ્ર્નમાં ગૂંચવાઈ ગયા. પંદરમે દિવસે પુસ્તક પાછું આપવા જતાં એમણે પુસ્તકના એક પાના પર લખાયેલું નામ જુદું નોંધી લીધું. ‘ચંદન દીનાનાથ ત્રિવેદી’ એમને ખાતરી જ હતી કે પુસ્તક આપનાર મહિલા જાતે જ ચંદન હશે.

દુકાનમાં તે દિવસે ચંદનબા ન હતા.. વૈકુંઠભાઈનો દીકરો અને મદદનીશ ભાઈ જ હતા.

‘ચંદનબેન ક્યાં છે?’

‘દાદીમા તો નવરાત્ર ચાલે છે તેથી ઘેર રહે છે. ઘરમાં માતાજીની સ્થાપના છેને!’

ઘરનું સરનામું લઈ પ્રોફેસર હરિહરનજી ચંદનબાને ઘેર પહોંચ્યા. મા આદ્યશક્તિ દુર્ગામાતાની મૂર્તિ સામે શ્ર્વેત વસ્ત્રોમાં પૂજા કરતાં ચંદનબાનું જુદું જ રૂપ એમણે નિહાળ્યું. દાદીમાની બાજુમાં જ ઊભેલા મૌલિકે પ્રોફેસરને જોયા. આ તો પોતાની કોલેજના વિદ્વાન હરિહરનજી અહીં? દાદીમાને મળવા માટે? અહોભાવથી પ્રોફેસરનું મૌલિકે સ્વાગત કર્યું. વિવેક પણ મૌલિકે આપેલા પરિચયથી પ્રભાવિત થયો. ચંદનબાએ આરતી પૂરી થતાં કહ્યું.

‘આપ, અહીં?’

હા, બહેન, તમારું વિચાર સાગર પુસ્તક મેં તમારી દુકાને પહોંચાડ્યું છે. તમે એ કેટલી વાર વાંચ્યું હશે?’

‘ભાઈ માત્ર વાંચવા ખાતર મનુષ્ય વાંચે તો એ વખતનો દુર્વ્યય ગણાય. એના પર મનન, ચિંતન, નિધિવ્યાસન કરે ત્યારે એ વાંચનની સાર્થકતા કહેવાય.’ ચંદનબાએ કહ્યું, ‘મને હવે વિશ્ર્વાસ છે કે હું વિદુષી મહિલાની પાસે જ મારા પ્રશ્ર્નનો ઉકેલ શોધવા આવ્યો છું. એટલે સાચા ઉત્તર માટે શંકા નથી. મારી શંકા છે, ઈશ્ર્વર નિરાકાર છે. સિદ્ધાંત સાગર પ્રમાણે અનુમાન પ્રમાણથી એને પામી શકાય, પરંતુ આજનો જમાનો, આજનું યુવામાનસ, એનું પ્રમાણ માગે છે.’

‘પ્રોફેસર સાહેબ, આપની સાથે વિદ્વત્તાભરી ચર્ચા કરી શકું તેટલી તો આવડત નથી. પરંતુ મારી સમજ પ્રમાણે

એક દ્રષ્ટાંત આપું, ખુલ્લી છત ઉપર એક છલોછલ જવ ભરેલું વાસણ મૂકો. એમાં આકાશનું પ્રતિબિંબ પડશે તો શું આકાશનો આકાર એ પાત્ર જેવો છે? આકાશ તો નિરાકાર છે.’ વાહ! હજી વધુ પ્રકાશ પાડો તો, હું ધન્ય થઈશ!’ પ્રોફેસર બોલ્યા.

‘પ્રોફેસર સાહેબ, મને શરમાવો નહીં ક્યાં આપની વિદ્વતા ને ક્યાં હું! છતાં એક નાનકડો દાખલો આપું. કોઈ પણ રાગ-રાગિણી લો, એ તો નિરાકાર છે, પરંતુ અમુક ચોક્કસ સરગમની બંદીશથી એને ગીતમાં ગવાય તો? એ નિરાકાર રાગ-રાગિણી ભૂપાલી કે જય જયવંતી બની જાય છે. આજ પ્રત્યક્ષ પ્રમાણ છે. શબ્દ અને સૂર બંને કરાવે છે અભિવ્યક્તિ. એનો આહલાદ કરાવે છે અનુભૂતિ એ થઈ રસતૃપ્તિ. એ આહલાદનો સાક્ષાત્કાર એ જ ઈશ્ર્વરના અસ્તિત્વનું પ્રમાણ.

‘ચંદનબેન! સંપૂર્ણ સંતોષ થયો. આપના જેવી ચાણક્ય બુદ્ધિમાન મેઘાવિને મારા વંદન છે. મૌલિક વિવેકજી! તમે બહુભાગી છો કે આવી જ્ઞાનગંગા તમારા ઘરમાં છે. એ અમૃતજલનું પાન થાય તેટલું કરજો, બીજું કાંઈ નહીં તો એમના વાંચેલા પુસ્તકોનું ટિપ્પણ મૌલિક તું વાંચીશ તો પણ બસ છે. વિવેકજી, આપ તો જરૂર ફુરસદ કાઢી એમની પાસેથી વાંચવાલાયક પુસ્તકોની યાદી મેળવી આપનું ક્ષિતિજ વિશાળ કરતા જ હશો. અરે ચંદનબેન પાસે બેસીને એકાદ વિષય પર એમના વિચારો સાંભળીએ તોય આપણું જ્ઞાન જરૂર વધે જ.

વિવેકને માતાની પ્રતિભાનું સાચું જ્ઞાન હવે થયું. પુસ્તકો પાછા ઘરમાં લાવવા કહ્યું.

‘વિવેક, દીકરા એ પુસ્તકાલય તો હવે માનવ-પરીક્ષાનું માધ્યમ બન્યું છે. હરિહરનજી જેવા ગુણીજન પણ આવે છે. અને ત્યાં જ ખરીદી ન કરી શકનાર વિદ્યાવ્યાસંગી યુવકયુવતી પણ આવે છે. તો યેનકેન પ્રકારેણ વખતનો વખતનો વ્યય કરનાર વાચકો પણ આવે છે. તેઓ જાણતા નથી કે વખતની કેટલી કિંમત છે? દીકરા, એક દિવસ ગયો તો શું થયું. એમ કહેનાર જાણતા નથી કે દિવસમાં, મહિનો, છુપાયો છે. મહિનામાં વર્ષ, અને વર્ષોનો સરવાળો એટલે જિંદગી એને વાંચનથી, વાણી વર્તન ને વિચારથી સુધારો એ થઈ જીવનની સાર્થકતા.

પૈસા ઓછા હતા, પણ સુખ ખુબ હતુ……. સંકલન -શ્રી પી.કે.દાવડા


 પૈસા ઓછા હતા, પણ સુખ ખુબ હતુ……. સંકલન -શ્રી પી.કે.દાવડા

(આ લખનારને હું ઓળખું છું, અને એમણે જે લખ્યું છે એનો હું સાક્ષી છું. આજે એમની પાસે કરોડો રૂપિયા છે, ત્રણ ગાડી છે, બાળકોને મન થાય ત્યારે પરદેશ વેકેશન ગાળવા જાય છે.-પી.કે.દાવડા )

પૈસા ઓછા હતા,પણ સુખ ખુબ હતુ.....

હમણાં એક મીત્ર સાથે વાત થઈ..

અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા,

હું નાનો હતો ત્યારે ૨૦ તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે,પગાર આવે એટલે લાવી આપીશ..

આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથીપણ હું પણ ભુલી ગયો..

 પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો,

૨૦૦ ફૂટના નાનકડા ઘરમાં અમે ચાર રહેતા,મમ્મી-પપ્પા અને નાના ભાઈ સાથે હું.

પણ લાગતુ કે હું દુનિયાનો સૌથી સુખી માણસ છુ.

પૈસા ઓછા હતા..

ઘર નાનુ હતું..

 સગવડો ન્હોતી પણ સુખ હતું.

 તારીખે પપ્પા ઓફિસેથી આવતા કઈક ખાવાની કઈક વસ્તુ લઈ આવતા (બસો ગ્રામ દાલવડા કેબીસ્કીટ કેપાપડી) અને અમે ચારે સાથે બેસી નાસ્તો કરતા. બસ પેટ અને મન મને સંતુષ્ટ થઈ જતા. બસ આ બહારનો નાસ્તો મહિને એક જ વખત થતો હતો. અને તે પણ પગાર આવે ત્યારે.  આખર તારીખ તો હવે ભુલાઈ જ ગઈ છે. મારા બાળકોને આખર તારીખ કોને કહેવાય તેની ખબર નથી, અને હું પણ તેમને હમણાં પૈસા નથી પગાર આવે એટલે લાવીશું તેવું કહેતો નથી.. તેના ઘણાં કારણો છે પણ તેની ચર્ચા અહિંયા કરવી નથી.

(૧) આમ તો મહિનાનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે ૩૦ અથવા ૩૧આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી.. એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો. 

(૨)  ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતોમને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે.. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની  સાયકલ આપી, અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વાહ મઝા આવી ગઈ, જાણે આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો. 

(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતુંવાતો કરીશુ... જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે.. મોડા સુધી જાગતા.. મહેમાન જાય ત્યારે તેમને છેક બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા,મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું (આજે, અરે મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય.. ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી) 

(૪) વેકેશનમાં પણ સુખ હતુ.. મામાના ઘરે.. કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતાઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા. 

(૫) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતીતેને દફતર કહેતાકયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતુંસ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે. 

(૬) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતોપણ ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતોખાલી માચીસ ઉપરના ફોટાલખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી. 

(૭) ફિલ્મ જોવી એટલી  એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતુંકારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવું પડતું,

ત્યારે થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતાતેનું કામ ટીકીટ લેવા આવનારન લાઈનમાં ઉભા રાખવાનું હતું.

લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે..

અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો. 

(૮) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતીત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતાજો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો. 

(૯) નવા કપડા તો દિવાળી જ મળેતેમાં પણ અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક દુકાન હતી જે આજે પણ છે જેનું નામ બચુભાઈ રેડીમેઈડવાળા છેઅહિયા કપડાં સસ્તા મળતા એટલે જવાનું, (ત્યારે સીજીરોડનો જન્મ થયો ન્હોતો) દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતોઅને કપડાંનો ઘા કરતોદુકાનપુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયાઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી,માપની બહુ ચીંતા કરવાની નહીંનવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો. 

(૧૧)  આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતુંઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતીબરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે.એકના ઘરે ફોન હતો..કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા

આજે સમજાય છે કે

સુખ સગવડોમાં ન્હોતુ,

નાની નાની વાતો સુખી કરતી હતી,

કારણ ત્યારે આખર તારીખ આવતી હતી,

આજે તારીખ તો આવે છેપણ તે આખરી હોતી નથી..

રોજ પહેલી તારીખ જ હોય છે.આજે  મોટુ ઘર છે,ટીવી છેકાર છે,  બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છીએ સુખને.....

સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ (ભાગ–1)

સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીનો તુલનાત્મક અભ્યાસ (ભાગ–1)

એન. વી. ચાવડા
આપણે ભારતીયો પોતાને હીન્દુ તરીકે ઓળખાવીએ છીએ; પરન્તુ હીન્દુ શબ્દનું મુળ અને તેનો સાચો અર્થ આપણે જાણતા નથી. આપણે માનીએ છીએ કે જે લોકો હીન્દુધર્મમાં માને છે, તે હીન્દુ; પરન્તુ વાસ્તવીકતા કંઈક જુદી જ છે. કારણ કે હીન્દુધર્મ ખરેખર શું છે, તે પણ આપણે જાણતા નથી. હીન્દુધર્મને સમજવા માટે હીન્દુ શબ્દ ક્યાંથી આવ્યો છે તે પ્રથમ જાણવું પડે.
વેદો, ઉપનીષદો, સ્મૃતીઓ, પુરાણો, રામાયણ, મહાભારત આદી હીન્દુધર્મના કહેવાતા ગ્રંથોમાં ક્યાંય હીન્દુ શબ્દ જોવા મળતો નથી. આ બધા ગ્રંથોમાં હીન્દુધર્મનું નહીં; પરન્તુ વર્ણવ્યવસ્થાધર્મનું વર્ણન છે. જે વર્ણવ્યવસ્થા સાક્ષાત ઈશ્વર દ્વારા પ્રતીપાદીત થયેલી છે એવું આ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. એ ગ્રંથોમાં ક્યાંય એવું પણ નથી લખવામાં આવ્યું કે વર્ણવ્યવસ્થાધર્મ એ હીન્દુધર્મ છે; પરન્તુ આશ્ચર્યની વાત એ છે કે આપણે હીન્દુઓ આ વર્ણવ્યવસ્થાધર્મને જ હીન્દુધર્મ માનીને ચાલીએ છીએ. એનો અર્થ એમ થાય કે આપણે અહીં ભુલા પડ્યા છીએ યા આપણને ભુલા પાડવામાં આવ્યા છે.
આપણા દેશના સંશોધનકાર – ઈતીહાસકારો કહે છે કે ઈરાનના હમાખની વંશના ત્રીજા રાજા દાયરે(ઈ.સ.પુ. 522–486) સીંધુદેશ (સીંધ) જીતી લઈ ત્યાં સત્રપી સ્થાપી. આ સમ્રાટના સ્તંભ–લેખોમાં સીંધુ પ્રદેશનો ઉલ્લેખ ‘हीन्दु’ દેશ તરીકે પ્રથમવાર થયો છે. આમ, હીન્દુ શબ્દનો ઉપયોગ ભૌગોલીક યા પ્રાદેશીક અર્થમાં થયો છે. અર્થાત્ સીંધુદેશના લોકો તે હીન્દુ અથવા સીંધુનદીની આસપાસના વીસ્તારમાં રહેતાં લોકો તે હીન્દુ. મોહેં–જો–દડો અને હડપ્પન સંસ્કૃતી પણ સીંધુ નદીના તટ ઉપર જ વીકાસ પામી હતી. આમ, સીંધુ સંસ્કૃતીમાં વસનારા લોકોના વારસદારો જ ત્યારે ત્યાં વસતા હશે. આમ, હીન્દુ એટલે સીંધુ સંસ્કૃતીમાં વસનારાના વારસદારો. મુળનીવાસી ભારતીયો. સ્પષ્ટ છે કે હીન્દુ શબ્દ ધર્મના અર્થમાં હરગીજ નથી. સીંધુઘાટીમાં વસનારા લોકો હીન્દુધર્મ પાળતા નહોતા. બલકે તેમનો કોઈ ખાસ ધર્મ જ નહોતો. અર્થાત્ 5000 વર્ષ પુરાણી ભારતીય સીંધુ સંસ્કૃતીના અવશેષોમાં ધાર્મીક તત્ત્વોનો ભારે અભાવ જોઈને સંશોધનકાર વીદ્વાનો પણ ભારે આશ્ચર્યમાં પડી ગયા છે. કારણ કે તેમાં ઈશ્વર, દેવી–દેવતાઓ કે મન્દીરોના કોઈ સંકેત મળતા નથી.
સીંધુઘાટીના મુખ્ય સંશોધકમાંના એક ‘સર જ્હૉન માર્શલ’ લખે છે કે ‘No building have so far been discovered in the Indus valley which may be definitely regard as temples and even those doubtfully classed as such have regarded no religious relics’ અર્થાત્‘પરન્તુ અત્યાર સુધીમાં સીંધુ ખીણમાંથી એવું એક પણ મકાન મળ્યું નથી કે જેને ચોક્કસપણે મન્દીર કહી શકાય અને જે મકાનોને શંકાસ્પદ રીતે મન્દીર ગણવામાં  આવ્યા છે એ પણ કોઈ ધાર્મીક અવશેષો હોય એવું સીદ્ધ થતું નથી.’
માધવસ્વરુપ વત્સ લખે છે સીંધુ સંસ્કૃતીની વીશેષતા એ છે કે તેણે આવા પ્રકારનાં મન્દીરો બાંધવા કરતાં, માનવજીવોના આશરાની સગવડ કરવાની બાબતને પ્રાધાન્ય આપ્યું ‘And where as in the west Asian countries money and thought were lavished on the building of magnificent temples for the gods as on the places and tomb of kings. The picture was quite different in the Indus valley, where the finest structure were erected for convenience of citizens અર્થાત્ ‘પશ્ચીમ એશીયાના દેશોમાં ભગવાનને માટે ભવ્ય મન્દીરો બાંધવામાં અથવા તો રાજાઓની ભવ્ય કબરો બાંધવામાં નાણા’ અને વીચારોનો દુર્વ્યય કરવામાં આવ્યો. જ્યારે સીંધુખીણમાં એનાથી બીલકુલ ઉલટી પરીસ્થીતી હતી, જ્યાં ભવ્ય અને સુન્દર ઈમારતો પ્રજાનાં સુખ–સગવડ માટે બાંધવામાં આવી હતી.’
આપણા ભુતપુર્વ વડા પ્રધાન પંડીત જવાહરલાલ નહેરુ પોતાના ગ્રંથ ‘ભારત એક ખોજ’ (Discovery of India) માં લખે છે કે –
‘મીસ્ર ઔર મેસોપોટેમીયા યા પશ્ચીમી એશીયા મેં હમેં ભી ઐસે હમ્મામ યા કુશાદા (સુવીધાયુક્ત ઘર) નહીં મીલે હૈં જૈસે મોહેં–જો–દરો કે શહેરી કામ મેં લાતે થે. ઉન મુલ્કોં મેં દેવતાઓંકે શાનદાર મન્દીરોં ઔર રાજાઓંકે મહેલોં ઔર મકબરોં પર જ્યાદા ધ્યાન દીયા જાતા થા ઔર ઉન પર ખર્ચ કીયા જાતા થા. લેકીન જનતા કો મીટ્ટી કી છોટી–છોટી ઝોંપડીઓં મેં સંતોષ કરના પડતા થા, સીંધુ ઘાટી મેં ઉસસે ઉલટી તસવીર દીખાઈ દેતી હૈ, ઔર અચ્છી સે અચ્છી ઈમારતેં વહાં મીલતી હૈં જીન મેં નાગરીક રહા કરતે થે.’
ઉપરના ત્રણેય મહાન વીદ્વાનોનાં મંતવ્યો ઉપરથી સ્પષ્ટ થાય છે કે સીંધુઘાટીની સંસ્કૃતીમાં મન્દીરો અને રાજમહેલો નહોતાં. એનો અર્થ એમ થાય કે તે વખતમાં ‘ઈશ્વરવાદ’ અને ‘રાજાશાહી’ નહોતાં. સીંધુઘાટીની સમકાલીન સંસ્કૃતી મીસ્ર અને મેસોપોટેમીયાની સંસ્કૃતીમાં ઈશ્વવરવાદ અને રાજાશાહી હતાં, તેથી ત્યાં મન્દીરો અને રાજમહેલો બાંધવા માટે ખુબ ધનની જરુર પડતી, જે આમજનતાના શોષણ દ્વારા મેળવવામાં આવતું હતું. તેથી ત્યાં આમજનતા ગરીબ હતી અને ઝુંપડીઓમાં રહેતી હતી. જ્યારે સીંધુઘાટીમાં તે વખતે ઈશ્વરવાદ અને રાજાશાહી નહોતાં, તેથી મન્દીરો અને રાજમહેલો નહોતાં અને તેથી પ્રજા શોષણમુક્ત અને સુખી હતી. અને સામાન્ય પ્રજા પણ સુખ–સુવીધાવાળા આધુનીક આવાસોમાં રહેતી હતી.
સીંધુઘાટીની સરખામણીમાં આજે ભારતનું ચીત્ર જુઓ. આજે ભારતમાં ઈશ્વરવાદ અને રાજાશાહી (સાચી લોકશાહીની સ્થાપના હજી ભારતમાં થઈ નથી. લોકશાહીના અંચળા હેઠળ અહીં પુંજીપતીશાહી ચાલી રહી છે, જે રાજાશાહીનું બીજું રુપ છે) પ્રવર્તમાન હોવાથી અહીં નીશદીન ભવ્યાતીભવ્ય મન્દીરો અને પુંજીપતીઓના મહેલો બંધાઈ રહ્યા છે. આમજનતા મોંઘવારી અને શોષણમાં પીસાઈ રહી છે તથા 40 ટકા પ્રજા ગરીબીરેખાની નીચે પશુથીયે બદતર હાલતમાં સબડી રહી છે. 5000 હજાર વર્ષ પહેલાં સીંધુઘાટીમાં સમગ્ર પ્રજા સુખી હતી, જ્યારે આજે આઝાદી પછીનાં 62 વર્ષે માત્ર 15 ટકા સ્થાપીતહીતો જ સુખી છે. 85 ટકા પ્રજા કારમા અભાવોમાં મરવા વાંકે જીવે છે. દેશ અને દુનીયામાં ઈશ્વરવાદે ફેલાવેલાં અનેક ઘોર અનીષ્ટોમાંનું આ મુખ્ય અનીષ્ટ છે. તે છે નીર્બળોનું આર્થીક શોષણ. સીંધુઘાટીની સંસ્કૃતીમાં ઈશ્વરવાદના અભાવને કારણે આવું આર્થીક શોષણ ન હોવાને કારણે જ તેમાં ગરીબીનું પ્રમાણ નહીંવત હતું. આર્યોએ ભારતમાં ઈશ્વરવાદી ધર્મની સ્થાપના કરી ભારતીય પ્રજાનું આર્થીક શોષણ શરુ કર્યું. ભારતની પ્રજાને આ આર્થીક શોષણમાંથી છોડાવવા માટે જ ‘બાર્હસ્પત્ય અર્થશાસ્ત્ર’ની રચના કરી હતી. જે બાદમાં ક્રમશ: ‘બૃહસ્પત્યસુત્ર’ અને ‘ચાર્વાકસુત્ર’ તરીકે પ્રચલીત બન્યું. બૃહસ્પતીએ ધર્મશાસ્ત્ર નહીં; પરન્તુ અર્થશાસ્ત્ર લખ્યું છે. કારણ કે સમાજવ્યવસ્થા ઈશ્વરકૃત ધર્મ પર નહીં; પરન્તુ મનુષ્યકૃત અર્થવ્યવસ્થા પર રહેલી છે. આશ્ચર્યજનક હકીકત એ છે કે બૃહસ્પતી પછી લગભગ હજારેક વર્ષ પછી કૌટીલ્યે પણ ‘અર્થશાસ્ત્ર’ જ લખ્યું છે, જેમાં બૃહસ્પતીના લોકાયતશાસ્ત્ર યા બાર્હસ્પત્ય ‘અર્થશાસ્ત્ર’ની ભરપુર પ્રશંસા કરવામાં આવી છે. બૃહસ્પતીની આન્વીક્ષીકી વીદ્યા (તર્ક અને અનુભવ)ને તેમાં કૌટીલ્ય દ્વારા બીરદાવવામાં આવી છે. એટલું જ નહીં; પણ બૃહસ્પતીની આન્વીક્ષીકી વીદ્યાનું બીજી બધી વીદ્યાઓમાં સંશોધન કરનારી મહાન વીદ્યા તરીકે બહુમાન કર્યું છે. અર્થાત્  આન્વીક્ષીકી વીદ્યા (તર્ક અને અનુભવ) દ્વારા તમામ વીષયોમાં સંશોધન કરી સત્ય શોધી શકાય છે અથવા સત્યની વધારેમાં વધારે નજીક જઈ શકાય છે.
તાત્પર્ય અહીં એ છે કે ઈશ્વરવાદી ધર્મે એ સમાજનું આર્થીક શોષણ કરવા માટેનું સ્થાપીતહીતોનું ષડ્યન્ત્ર છે, તેથી જ 3000 વર્ષ પર બૃહસ્પતીએ અને અઢી હજાર વર્ષ પર કૌટીલ્યે ‘અર્થશાસ્ત્ર’ લખ્યાં છે, જેમાં ભારતની 5000 વર્ષ પુરાણી સીંધુ સંસ્કૃતીના શોષણવીહીન ધર્મ અને સમાજની વીચારધારા પ્રતીબીમ્બીત થાય છે. સીધુઘાટીની સંસ્કૃતી વૈદીક સંસ્કૃતીથી તદ્દન ભીન્ન છે. સર જ્હૉન માર્શલ લખે છે કે ‘A comparison of the Indus and Vedic cultures shows in constantly that they were unrelated’ અર્થાત્ ‘સીંધુ સંસ્કૃતી અને વૈદીક સંસ્કૃતીની સરખામણી કરતાં એમ પુરવાર થાય છે કે તે બન્નેને પરસ્પર કોઈ જ સમ્બન્ધ નથી.’
મોહેં–જો–દડોની નગરરચના વીશે ‘માર્શલ’ લખે છે કે
‘Anyone walking for the first time through Mohan–jo–daro might find himself surrounded by the ruins of some present day working town Lankeshire’ અર્થાત્ ‘ધારો કે કોઈ વ્યક્તી પ્રથમવાર જ મોહેં–જો–દડોના ખંડેરોમાંથી પસાર થાય તો એને તો એવું જ લાગે કે જાણે વર્તમાનના ઔદ્યોગીકનગર  લેંકેશાયરના ખંડેરોમાંથી જ પોતે પસાર થઈ રહી છે.’
સર જ્હૉન માર્શલે કહ્યું છે કે ‘સીંધુ સંસ્કૃતીની શોધ પછી ભારતીય સંસ્કૃતીના ઈતીહાસનું નવા દૃષ્ટીકોણથી પુનર્લેખન થવું જોઈએ.’
તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી લખે છે કે ‘આર્યોની સંસ્કૃતી દા. ત. ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાહીત્ય એ દ્રવીડ સંસ્કૃતી કરતાં ઉચ્ચ હતી એ કલ્પના સીંધુ સંસ્કૃતીના અવશેષો પરથી અનૈતીહાસીક પુરવાર થઈ છે. આર્યો જડ, ભટકતી અને ગ્રામીણ સંસ્કૃતીના હતા. સીંધુ સંસ્કૃતી નગર સંસ્કૃતી હતી. નગરરચનાનું તન્ત્ર આર્યો સારી રીતે સીંધુ સંસ્કૃતીના લોકો પાસેથી કદી શીખ્યા નહીં. આર્યોએ કરેલી નગરરચનાનું તન્ત્ર સીંધુ સંસ્કૃતીના તન્ત્ર કરતાં હલકી કક્ષાનું છે.’
    એન. વી. ચાવડા
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી