Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

23 July 2016

ફરકતી ચોટલી

ફરકતી ચોટલી
રાતો ચોળ ચાંદો બે ત્રણ દિવસમાં દુધે ધોયો હોય તેવો થઈ ગયેલો. રાત્રે બધા જમીને તળાવની પાળે આવ્યા કે ધોળો દેખાતો ચાંદો મેલો દાટ લાગવા મંડ્યો. અમે બધા એ એવું માની લીધું કે નક્કી ચાંદો પણ આજે તળાવની પાળે ગુલાંટો મારીને ધૂળમાં આળોટ્યો હશે. થોડી વારમાંતો એને જાણે અમારી વાતો સાંભળી લીધી હશે કે; શરમાઈને વાદળની ઓથે લપાઇ ગયો. મેં થોડા બરાડા પાડયા કે “ કેવા મજાના બધા રમતા હતા, વચ્ચે ચાંદાને ભાંડવાની શું જરૂર હતી ? હવે રમો અંધારામાં !”
હજી તો હું બોલી રહુ ત્યાંતો જાણે પવને ચાંદાનું ઉપરાણું લીધું હોય તેમ મંડ્યો આડો ને અવળો ફૂંકાવા. લીમડા, પીપળો, અને બીજા ઝાડવાંઓ ને એવા હલાવી નાખ્યા કે હમણાં બધા મૂળમાંથી ઉખડી જશે. પાંદડા, કાગળ ને બધો કચરો તો હવે ઉડીને અમારી આંખોને બંધ કરી દેતો હતો. ઉગમણી કોરેથી માટીનો એવો ખુશ્બૂ ધોધ છૂટ્યો કે અમારો હકો બોલી ઉઠ્યો ” અલ્યા અત્યારે બગીચામાં કોણ પાણી પાતું હશે? ”
જો કે એ વ્યાજબી બોલ્યો હતો. અમે લોકો ઘણી વાર બગીચામાં રમતા હોય અને સૂકા છોડના ક્યારામાં માળી પાણી છાંટે ત્યારે; આવીજ સોડમ આવતી. બીજા બધાને એ સોડમ ગમતી કે, કેમ પણ મને તો ખૂબ ગમતી. અને એમાંય પહેલો વરસાદ આવે ત્યારે ડમરી ચઢીને જે વર્ષાના ટીપા પડે તેની ખુશ્બુ તો નાક ભરીને મન ભરી લઉં.
રાત્રે ધોધમાર વરસાદ પડ્યો, અને અમે બધાં પલળી ગયેલા. મને પલળવાનો ઘણો શોખ એકવાર તો પલળી જ લઉં પછી ભલે ને નાક ધંધે લાગતું.( નાક જોડે જોડે હું પણ ધંધે લાગી જતો, પણ જાહેરમાં આપણી પોતાની પોલ ખોલવી હાનિકારક સાબિત ના થાય એટલે એવું કોઈને ના કહેવાય)
આજના આ લેખમાં કલ્પનાની દુનિયામાં થોડો અસલ જીવનનો અંશ ઉમેર્યો છે. હું જે ગામડામાં ઉછર્યો છું તે એકદમ નાનું ગામડું, આશરે ચારેક હજારની વસ્તી વાળું ગામ. ગામના પચાસ ટકા લોકો ખેતી પર નિર્ભર ને બાકીના એમની ખેતી પર નિર્ભર. એકાદ સારો વરસાદ પડી જતો પછી ખેડૂત લોકોને ખબર પડી જતી કે હવે, બીજનું રોપણ કરી શકાય. મગફળીનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં થાય. ત્યારના આંકડા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી વધુ મગફળીનું વાવેતર અમારા ગામનું. અમે લોકો પણ ખેડૂતમાં ગણાતા. પણ મારા પિતાજી એક નાનું સિમેન્ટ પાઈપનું  કારખાનું ચલાવતા, આથી ખેતી એ અમારો સેકંડરી પ્રોફેશન હતો. હું જે મિત્રો સાથે મોટો થયો છું, તેઓ બધા બિનખેતી વાળા મિત્રો હતા.
વાવણી ચાલુ થાય એટલે થોડા દિવસમાં કાળી કે ભૂરી જમીનમાં લીલાશ આવી જતી. અત્યારે એ દ્રશ્યોની કલ્પના કરું ત્યારે એવું થાય છે કે મારી આંખોએ એ લીલા રંગોની કોઈ કદર નહોતી કરી. આજે કલ્પનામાં પણ, એ લીલો રંગ મારી આંખોને ઠારે છે. એ ટાઈમે વાવણીમાં મુખ્યત્વે મગફળી, બાજરી, જુવાર, તલ, મગ, મઠ અને કળથીની થતી. વાવણી ના થોડા દિવસ બાદ કોંટા ફુંટીને અનાજના નાના બાળ જન્મીને છોડવા થાય તે પહેલા અમે લોકો એમનું ઓડિટ કરવા જતા.ગામની રચના એવી હતી કે, ભાગોળે જ ખેતર ચાલુ થઈ જાય. અમને બીજા બધા પાક કરતા મગફળીના કોંટા ફૂંટે તે ઓડિટ કરવામા વધુ રસ. રસ એટલા માટે કે મગફળીના નાના બાળ કોંટા અમને સ્વાદિષ્ટ લાગતા.
એટલે અમારી તોફાની ટોળી, કોઈના પણ મગફળીના ખેતરમાં છાનીમાની ઘુસી જતી. અને ખીસા ભરીને તળાવની પાળે પહોંચી જતી. લીમડાના ઝાડ પર ચઢીને, એકબીજાની ખપાવતા મન ભરીને કોંટાની લજ્જત માણતાં. ઘણાં બધા માટે આ ટેસ્ટ નવો હશે. બેકગ્રાઉન્ડમાં ગયા બાદ હવે વાત ને આગળ વધારું તો, વાવણી થયા ને અઠવાડીયા બાદ અમારી તોફાની ટોળી તળાવની પાળે મળી. એ દિવસે તો ફૂલ હાજરી હતી, હું, હકો, નરીયો, ટીનો, દિલો, જીલો, દલો, અશ્કો, જીગો અને વજો. આ સિવાયના કોઈ પાત્રો હું ઉમેરતો હોય તો એમને પણ ગણી લેવા કૃપા કરવી. જેમ્સ બોન્ડ જીગો ખબર લઈ આવ્યો કે અશ્કના ખેતરમાં સૌથી મોટી અને દળદાર મગફળીના કોંટા ફૂંટ્યા છે. આટલી સારી અને મજેદાર બાતમી મળ્યા પછી અમારી ટોળી કોઈની પકડે રોકાય ખરી ? અમે બધાં ઉપડ્યા અશ્કના ખેતરમાં આક્રમણ કરવા. મિત્રો અમે કેટલા નાદાન અને ન્યાયી હતા, એનો આ બેનમૂન દાખલો. અશ્કના ખેતરમાં ચોરી અને અશ્કો ખુદ પણ ભેગો ખરો.
“ બીજું બધું તો ઠીક પણ મારો ડોહો (એના દાદા) આવા ટાઈમે બધા ખેતરે ચક્કર મારે છે. ” અશોકે બધાને ચેતવ્યા.
“ તું ચિંતા ના કર, આપણે ફટાફટ પાછા આવીને અહીંયા આ લીમડા પર ચડી જઈશું ”તોફાનીયા ટીનાએ બધાને પાછી રાહત આપી
“ એ ચોટલીયા દાદાથી બીવાની જરૂર નથી ” હકાએ વળી બધાની હિમ્મતમાં ઓર વધારો કર્યો.
ચોટલીયા દાદા, એટલે એમની સરનેમ ચોટલીયા નહોતી, પણ માથે ચોટલી રાખતા. બધાએ ‘ યા હોમ કરીને ચાલો અશ્કાનું ખેતર છે આગે ’  કહીને આગળ વધ્યા.
અમારી આખી ટોળીમાંથી બે જણ ફોસી, (ડરપોક) એક હું અને બીજો દલો. મને હકાની હૂંફ, એટલે એનો હાથ પકડીને ચાલવા લાગ્યો. હું હકાનો હાથ, બીકને લીધે પકડતો ને બધા એવું માનતાં કે હું અને હકો પાક્કા ભાઈબંધ. હાથાજોડી કર્યા વગર ચાલીયે પણ નહીં. મારું આ સિક્રેટ હકાએ આજ સુધી અકબંધ રાખ્યું છે, એટલે હું પાકો ભાઈબંધ માનું છું.
જે લોકોએ ખેતર જોયા છે એમને રિફ્રેશ કરાવી દઉં અને ના જોયા એમને નવીન વસ્તુ બતાવું. ચોમાસાની સીઝનમાં, ખેતર ફરતે વાડ થતી. જેથી પ્રાણીઓ અને અમારા જેવા અજડ લોકોથી ખેતરના પાકને રક્ષણ મળે. ખેતરમાં કેમ ઘુસવું ? એની માસ્ટરી વજામાં. જે જે લોકોની જે તે ક્ષેત્રમાં માસ્ટરી હતી તે લોકો ટાઈમે ટાઈમે ને પ્રસંગે, કોઈ પણ જાતનું અભિમાન કર્યા વગર આગળ થઈ જતા. એ ધોરણે વજાએ વાડમાંથી અંદર ઘૂસે એવું કરી આપ્યું. નીચું માથું કરીને બધા ગુફામાં જાય તેમ વારાફરતી અશ્કના ખેતરમાં ઘુસ્યા. જઈને બધાએ શક્તિ એટલી ભક્તિના ત્રીજા નિયમ પ્રમાણે, મગફળીના બાળ છોડને ખિસ્સમાં ભરવા લાગ્યા.
હજીતો ખિસ્સા થોડાજ ભરાયા હશે કે, દલાએ બૂમ પાડી “ અલ્યા અશ્કા તારો ડો…: ” એ પૂરું બોલી પણ ના શક્યો ને થર થર ધ્રુજવા લાગ્યો. મેં દોડીને દિલાને પકડી લીધો.
“ કોઈએ બીવાની જરૂર નથી, અવાજ કર્યા વગર, પીલુડી પર આવી જાઓ. ” કહીને દોડતો દિલો પીલુડી પર ચઢી ગયો. હકો પણ મને લઈને આગળ વધ્યો. હરીફાઈ રાખી હોય તેમ થોડી સેકન્ડમાં તો આખી ટોળી ઝાડ પર. ઝાડ પર ચડવામાં કોઈ કાચો નહીં સાહેબ. પણ અશ્કના દાદાના નસીબ સારા કે વજાના બૂંદિયાર નસીબ ! વજાનો ઝાડ પર ચડતા પગ લપસ્યો ને ‘ ઓંય માં ’ એવી તીણી ચીસ નીકળી ગઈ. પેલા દાદા બિચારા, એક નજર ખેતરમાં કરીને બીજે જવા જતા હતા કે ચીસ સાંભળી. ચીસ કોઈ છોકરાની હતી; એમ માન્યું. અમારી ટોળી સિવાય, ઘણા બધા છોકરા અમારી જેમ કરી લે, એની બધાને ખબર. એમને ખાતરી થઈ કે નક્કી કોઈ ખેતરમાં ઘુસ્યું છે. એમનું ધ્યાન અમારી બાજુ જાય ત્યાં તો વજો પણ ઝાડ ઉપર ચડી ગયેલો. દાદાએ ચારે બાજુ નજર કરી પણ ખેતરમાં કોઈ દેખાય નહીં. તેઓ ખેતરમાં આમતેમ ફરીને, અમે જે ઝાડ પર હતા તેની નીચે આવીને ઉભા રહ્યા. જે ડાળી નીચે તેઓ ઉભેલા, તેને વળગીને ટીનો વાંદરાની જેમ લટકે.
“ કોઈકનો અવાજ હતો, ક્યાં ગયો હશે ? નક્કી એ અવાજ ટીનિયાનો કે વજલાનો જ હોવો જોઈએ. ” એમ બબડે. ઉપર રિયા રિયા અમે બધા મનમાં હસીયે. જીગાનું હસવાનું થોડું મુક્ત, આથી મેં એના મોઢે મારો એક હાથ રાખી દીધો. દાદા બબડતાં જાય ને માથે હાથ ફેરવતા જાય. પવનથી એમની ચોટલી ફર ફર ફરકે. એને ફરકતી ચોટલીને જોઈને, ટીનાને ગાંડપણ સુજ્યું. ધીરેથી હાથ લાંબો કરીને એમની ચોટલીને અડ્યો. આથી જીગો જોરથી હસવા જતો હતો પણ મેં એને મહાપરાણે ચૂપ રાખ્યો. ટીનો એટલાથી અટકે તેમ નહીં, એને બીજી વાર ચોટલીને પકડીને સીધી ટટ્ટાર કરી.ચોટલી સિદ્ધિ ટટ્ટાર થઈ એમાં ત્રણ જણ ઝાડ પરથી પડયા. કેમ પડયા ? એની એક ઝલક.
જેવી ટીનાએ ચોટલી પકડી કે દાદાનું ધ્યાન નીચે ગયું. પડછાયામાં એમને દેખાયું કે કોઈ એમની ચોટલી સાથે મજાક કરે છે. અર્જુને જેમ પાણીમાં માછલીનો પડછાયો જોઈને તીર ચલાવેલું, તેમ આ દાદાએ પડછાયામાં જોઈને ટીનાનો હાથ પકડ્યો. અને ટીનો ધબ્બ દઈને નીચે. ચોટલી સીધી કરી એટલે જીગો હસ્યા વગર ના રહી શક્યો, એટલે મેં એના મોઢા પર જોરથી હાથ દબાવ્યો કે એ ય પડી ગયો. અને ત્રીજો, વજો તો બિચારો બીકનો માર્યો પડ્યો. અર્જુન પછી અશ્કાનાં દાદાએ પડછાયા સામે નીચું જોઈને ધાર્યું નિશાન લગાવેલું. જો કે મહાભારતમાં કે બીજા કોઈ ગ્રંથમાં આ ઉલ્લેખ નથી.
ત્યાર બાદ અમારી ટોળી એક અઠવાડિયું તળાવની પાળે મળી શકી નહોતી. કેમ ? બધાને થોડા ઘણા અંશે માર પડેલો. (એકદમ ખાનગી વાત, નરીયાને તો બાથરૂમમાં પૂરી રાખેલો)

સમાજને સાચો રાહ ચીંધનાર ‘ગુરુઓ’ને વન્દના… –ડૉ. શશીકાન્ત શાહ

સમાજને સાચો રાહ ચીંધનાર ‘ગુરુઓ’ને વન્દના…

–ડૉ. શશીકાન્ત શાહ
‘કોઈ પણ માણસ અને સમાજનો વીકાસ ‘સદ્ ગુરુ’ને આભારી છે. આ સૃષ્ટી પર ગુરુ વગરનું કોઈ નથી. એક સન્ત કહે છે, ‘માતાની ગોદ વીશ્વની શ્રેષ્ઠ યુનીવર્સીટી છે.’ માતા–પીતા અને મીત્રો, માણસના જીવનમાં નીરન્તર ‘ગુરુ’ની ભુમીકામાં હોય છે. આજે ‘ગુરુપુર્ણીમા’ છે. મને જીન્દગીના અમુલ્ય પાઠો શીખવનારા સૌ ગુરુઓને વન્દન પાઠવું છું. આજે આપણે એવા એક કાર્યક્રમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેણે સદવીચારોનો પ્રચાર–પ્રસાર કરીને સમાજને બદલવામાં પોતાનું યોગદાન આપ્યું છે. સારાં પુસ્તકો માણસના જીવનને ધરમુળથી બદલી શકે છે.
આજે ‘ગુરુપુર્ણીમા’ છે. ગુરુનું કાર્ય શીષ્યને સાચી દીશામાં દોરવાનું છે. મને ‘ગુજરાતમીત્ર’ની દીશા ચીંધનારા બે સદ્ ગુરુઓ શ્રી. ગુણવન્ત શાહ અને શ્રી. ભગવતીકુમાર શર્માને ‘ગુરુપુર્ણીમા’ના  મંગલ અવસરે ભાવપુર્વક વન્દન પાઠવું છું.
ગુરુનું કાર્ય સમાજને સાચો માર્ગ બતાવવાનું છે. આ અર્થમાં સારાં પુસ્તકો જેવા સદ્ ગુરુ બીજા કોઈ નથી. જેઓ પુસ્તકોના માધ્યમથી સારા વીચારો સમાજ સુધી પહોંચાડે છે અને સમાજની ગુણવત્તા સુધારવામાં મહત્ત્વનું યોગદાન આપે છે, એવા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આજે તક છે. ગયા અઠવાડીયે સુરતના શ્રી. જીતેન્દ્ર દાળીઆ (મોબાઈલ : +91 98255 74604)એ પોતાનાં પત્નીની પાંચમી પુણ્યતીથી નીમીત્તે વાસણો વહેંચવાને બદલે, એક ‘ઑડીયો–બુક’ વહેંચીને, સમાજને બદલવા, સ્થાપીત નીરર્થક રુઢીઓને ત્યાગવા માટેનો સંદેશ પાઠવ્યો. ‘ગુજરાતમીત્ર’ દેનીકની ‘માણસ નામે ક્ષીતીજ કૉલમમાં પ્રસીદ્ધ થયેલા શ્રેષ્ઠ લેખોનું સમ્પાદન ધરાવતી, ‘આનન્દનું આકાશ’ નામની પુસ્તીકા પ્રસીદ્ધ થયેલી.
એક દીવસ મારા પર જીતેન્દ્રભાઈનો ફોન આવ્યો : ‘મારાં પત્ની શકુંતલાબહેનની પાંચમી પુણ્યતીથીએ સૌ મીત્રો અને સ્વજનોને ‘આનન્દનું આકાશ’ પુસ્તકની ‘ઑડીયો–બુક’ વહેંચવા ઈચ્છીએ છીએ. એ માટે આપની અનુમતી જોઈએ છે.’ સ્વ. શકુંતલાબહેન તમામ સન્નારીઓને પ્રેરણા મળે એવી કારકીર્દી ધરાવતાં હતાં. તેઓ એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને કલેક્ટર કચેરીમાં કારકુન તરીકે જોડાયેલાં. એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે, અંગ્રેજીના વીષય સાથે બી.એ. કર્યું અને નીવૃત્ત થયાં ત્યારે આસીસ્ટન્ટ કમીશ્નર હતાં! એમની અહીં નોંધ લેવાનું કારણ એટલું જ કે તેમણે કદી શાસકોના અનૈતીક આદેશો સ્વીકાર્યા નહોતા. ધારાસભ્યો કે પ્રધાનો ખોટાં કામો લઈને આવતા ત્યારે તેઓ રોકડું પરખાવતાં, ‘મને લખીને આપો કે, હું ફલાણા પદ પર છું; તેથી મારું આ ખોટું કામ હોવા છતાં તમારે કરી આપવાનું છે!’ શકુંતલાબહેનની સ્મૃતીમાં જીતેન્દ્રભાઈએ કદી ‘વાસણો’ નથી વહેંચ્યાં. તેઓ દાયકાઓથી ‘ગુજરાતમીત્ર’ના પ્રેમમાં પડેલા છે. (શકુંતલાબહેન આ વાત જાણતાં હતાં!) જીતેન્દ્રભાઈએ અગાઉની પુણ્યતીથી નીમીત્તે સમ્બન્ધીઓને મારી ‘આનન્દની ખોજ’ અને ‘ચીંતામુક્ત રહેવાની માસ્ટર કી’ એ બે પુસ્તીકાઓ વહેંચી હતી. તેઓ કહે છે, ‘વાસણો વહેંચવાની પરમ્પરાને વળગી રહું, તો શકુંતલાને જ એ ન ગમ્યું હોત. તે જીન્દગીભર સારાં પુસ્તકો અને સદવીચારોની સમર્થક રહી હતી.’

DSC09031[(ડાબેથીશ્રી. શશીકાન્ત શાહ,  જીતેન્દ્ર દાળીઆ, ઉત્તમ ગજ્જર,

ગોવીન્દ મારુ અને નરેશ કાપડીઆ]



21 July 2016

અમેરિકાના પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર,વિક્ટોરિયા વુડહલ…. પરિચય ….મધુ રાય


 અમેરિકાના પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર,વિક્ટોરિયા વુડહલ…. પરિચય ….મધુ રાય

અત્યારે હાલ અમેરિકામાં નવેમ્બરની ૮ મી તારીખે યોજાનાર ૨૦૧૬ ની પ્રમુખ પદની ચુંટણીનાં પડઘમ જોર શોરથી વાગી રહ્યાં છે.રીપબ્લીકન પક્ષે એના ક્લીવલેન્ડમાં યોજાએલ કન્વેનશનમાં વધુ મતે બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પને એના ઉમેદવાર તરીકે નોમીનેટ કરી દીધા છે.

૨૫મી જુલાઈ ૨૦૧૬,સોમવારથી ફિલાડેલ્ફીયામાં ડેમોક્રેટિક પક્ષના ભરાનાર કન્વેનશનમાં એનાં મહિલા ઉમેદવાર હિલરી ક્લીન્ટનને પક્ષનાં સત્તાવાર ઉમેદવાર તરીકે બહુ મતે ઉત્સાહપૂર્વક નોમીનેટ કરવામાં આવશે.

ચુંટણીના દિવસ નવેમ્બર ૮ ૨૦૧૬ સુધી આ બન્ને રાજકીય પક્ષના ઉમેદવારો સામ સામે જોર શોરથી ટકરાશે અને જીતવા માટે કેવા સામ,દામ,દંડ અને ભેદના અવનવા દાવ અજમાવશે એની કલ્પના કરી શકાય એમ છે.જાણે કે એક રાજકીય કુરુક્ષેત્ર !

Hillary Clinton taking Selfie
Hillary Clinton taking Selfie

હાલ જેની વધુ શક્યતાઓ જણાઈ રહી છે એમ જો હિલરી ક્લીન્ટન નવેમ્બરમાં પ્રમુખ પદે ચૂંટાઈ આવશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ બનનાર એ પ્રથમ મહિલા બનશે.

જો કે પ્રમુખ પદ માટે ચુંટણી લડનાર હિલરી ક્લીન્ટન પ્રથમ મહિલા નથી.અમેરિકાના રાજકીય ઇતિહાસમાં પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર બનવાનું માન એક અન્ય મહિલા વિક્ટોરિયા વુડહલને ફાળે જાય છે.

જાણીતા સાહિત્યકાર અને કટાર લેખક શ્રી મધુ રાયએ એમના ફેસ બુક પેજ પર વિક્ટોરિયા વુડહલનો સુંદર પરિચય કરાવ્યો છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં રજુ કરેલ છે.

વિનોદ પટેલ

 

વિક્ટોરિયા વુડહલ,અમેરિકાના પ્રમુખપદનાં

પ્રથમ મહિલા ઉમેદવાર

નીલે ગગન કે તલે / મધુ રાય 

આવતા અઠવાડિયે ડેમોક્રેટિક પક્ષનાં રાષ્ટ્રપ્રમુખપદનાં ઉમેદવાર તરીકે વરાશે તે હિલેરી ક્લિન્ટન.તે ઐતિહાસિક હશે પણ અભૂતપૂર્વ ઘટના નથી.આજથી ૧૪૪ વર્ષ પહેલાં ૧૮૭૨માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર હતા યૂલિસિસ એસ. ગ્રાન્ટ અને એમની સામે ઊભાં રહેલાં આ પદનાં સૌપ્રથમ મહિલા ઉમેદવાર ઇક્વલ રાઇટ્સ પાર્ટીનાં નેતા વિક્ટોરિયા વુડહલ .

વિક્ટોરિયા ક્લાફલિન વુડહલ (૧૮૩૮–૧૯૨૭)
વિક્ટોરિયા  વુડહલ (૧૮૩૮–૧૯૨૭)(ફોટો: Hulton Archive / Getty Image)

તેઓ બીજાં અનેક કારણે પણ અદ્વિતીય હતાં:

આજથી લગભગ દોઢ સદી પહેલાં અમેરિકામાં મહિલાઓને મતાધિકાર પણ નહોતો ત્યારે આ ખૂંખાર શાકાહારી મહિલાએ તે દેશના સર્વોચ્ચ નેતાપદ માટે ઉમેદવારી નોંધાવેલી.જે સમયે મહિલાઓએ પગથી માથા સુધી લૂગડાં પહેરીને શયન કરવાનો રિવાજ હતો ત્યારે વિક્ટોરિયાએ ભરબજારમાં ધોળા દિવસે ટૂંકાં સ્કર્ટ પહેરી ફરવાનો હક માગેલો,વેશ્યાગમનને કાયદેસર માન્યતા આપવાની માગણી કરેલી અને મુક્તપ્રેમ તથા મુક્તચારનો મહિમા કરેલો.

વિક્ટોરિયાના કિશોરીવયે વખાના માર્યાં એના જન્મસ્થાન ઓહાઇયો છોડવું પડેલું. ન્યુ યોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં ૧૪ વર્ષે તેમણે તેનાથી બમણી વયના ડોક્ટર કેનિંગ વુડહલ સાથે લગ્ન કર્યાં. કાળક્રમે તેની સાથે છૂટાછેડા લઈ તે ન્યુ યોર્ક ગયાં અને તે સમયે તાજા વિધુર બનેલા ૮૪ વર્ષના કરોડપતિ કોર્નેલિયસ વાન્ડરબિલ્ટને મળ્યાં.તે દિગ્ગજ પૂંજીપતિને એમણે એવું મૂળિયું સુંઘાડ્યું કે વાન્ડબિલ્ટે તેને ધીકતી શેર દલાલીની પેઢી સ્થાપવામાં પીઠબળ આપ્યું.તેની કમાણીમાંથી વિક્ટોરિયાએ એક સાપ્તાહિક પત્રિકા શરૂ કરી પોતાના ઉદ્દામ વિચારોનો પ્રચાર કર્યો અને એમાંથી તેની રાજકીય આકાંક્ષાઓનો જન્મ થયો.

તે સમયે છૂટાછેડા કાયદેસર હતા પણ ભાગ્યે જ તેની હિમ્મત કોઈ કરતું કેમકે છૂટાછેડા લેનાર સ્ત્રી કે પુરુષને સમાજ હિકારતની નજરે જોતો.લગ્નમાં કશું આકર્ષણ બચ્યું ન હોય તોય મહિલાઓ આજીવન ધણીની ધૂંસરી વેંઢાર્યા કરતી અને પુરુષો શોખથી રખાતો કે વેશ્યાઓનો સંગ શોધતા.તે જમાનામાં ફક્ત ન્યુ યોર્કના મેનહાટન વિસ્તારમાં ૨૦,૦૦૦ વેશ્યાઓ હતી.માલદાર પુરુષો બેરોકટોક તેમની મહેમાનગતિ ભોગવતા.કહેવાય છે કે અમેરિકામાં રેલરોડ વિસ્તારના ધનપતિ વાન્ડરબિલ્ટ તેવી વારાંગનાઓના શૌકીન હતા.સ્ત્રી અને પુરુષ વચ્ચે યૌનાચાર અંગેના આવા ક્રૂર ભેદભાવથી, શેશવમાં પિતાએ આચરેલા દુષ્ટાચારથી અને પોતાના પહેલા પતિના આડા સંબંધોથી ખિન્ન થઈને વિક્ટોરિયા મુક્તાચારનાં હિમાયતી બનેલાં.આજે દોઢસો વર્ષ પછી પણ અમેરિકામાં શાકાહાર ભ્રૂસંકોચથી જોવાય છે ત્યારે છેક તે જમાનામાં આ વિરલ આધ્યાત્મિક નારીએ પશુઓની કતલનો વિરોધ કરી ચુસ્ત શાકાહારની હિમાયત કરેલી.

તે સમયે તાજી સ્થપાયેલી ઇક્વલ રાઇટ્સ પાર્ટી અથવા પીપલ્સ પાર્ટી (‘જનતા પક્ષ’) તરફથી ૧૮૭૨માં વિક્ટોરિયાએ રાષ્ટ્રપ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવેલી.તેના ઉપ રાષ્ટ્રપ્રમુખપદના ભિલ્લુ હતા ભૂતપૂર્વ અશ્વેત ગુલામ, અને ગુલામીની નાબૂદીના કર્મશીલ ફ્રેડરિક ડગલસ.વિક્ટોરિયાએ ફક્ત પુરુષોની બનેલી સરકારને ઉખેડી ફેંકી દેવાની ઝુંબેશ ઉપાડેલી. “રાજદ્રોહ કહો, દેશના ટૂકડાની હિમાયત કહો જે કહો તે, અમે ક્રાન્તિ લાવીશું અને આ બોગસ ‘પ્રજાતંત્ર’ને જમીનદોસ્ત કરી પ્રામાણિક સરકારની સ્થાપના કરીશું!” તે કહેતાં. પોતાના મુક્તાચાર માટે તે ઘોષણા કરતાં કે “હું જેને ઇચ્છું તેને ગમે તેટલા લાંબા કે ટૂંકા ગાળા માટે ચાહવાનો મને મૂળભૂત બંધારણીય અને કુદરતદત્ત અધિકાર છે! હું મુક્તપ્રેમમાં માનું છું, હું ઇચ્છું તો રોજ નવો પ્રેમી પકડું, અને તેમાં દખલ કરવાનો તમને કે તમારા કાયદાઓને કોઈ હક નથી! મને સજા કરવી હોય તો ભલે શૂળીએ ચઢાવો!” 
અલબત્ત, ૧૮૭૨ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ભલે વિક્ટોરિયા શૂળીએ ના ચડ્યાં, પણ જાહેરમાં અશ્લીલ શબ્દો વાપરવા બદલ ચૂંટણીની રાત તેમણે જેલમાં ગુજરેલી. મતદાનમાં તેને ગણતરીના મત મળેલા અને તેનો તેજોવધ થયો.

ચૂંટણીની કારી પછાડ પછી ૧૯૭૬માં વાન્ડરબિલ્ડની વહારથી તેણે દેશ છોડ્યો અને ઇંગ્લેન્ડમાં નવી જિંદગીની શરૂઆત કરી. વિક્ટોરિયાએ ત્રણવાર લગ્ન કરેલાં: પહેલું ડો. વુડહલ સાથે; બીજું ૨૮મા વર્ષે એક કર્નલ બ્લડ નામે લશ્કરી અફસર સાથે; અને ત્રીજું સન ૧૮૮૩માં ૪૫ની વયે ઇંગલેન્ડમાં જોન માર્ટિન નામના શ્રીમંત બેન્કર સાથે.

આજે ફરી એક મહિલા અમેરિકાનાં સર્વોચ્ચ નેતા અને વિશ્વનાયક થવા થનગની રહ્યાં છે. તે નિમિત્તે તેવી પહેલ કરનાર વિક્ટોરિયા વુડહલને નમન. જય મોનિકા!

Thursday, July 07, 2016

============================================

Victoria Woodhull ... Biodata on wikipedia.org
https://en.wikipedia.org/wiki/Victoria_Woodhull


Victoria Woodhull, Ahead of Her Time & Ours

જોઈએ છે

જોઈએ છે

જોઈએ છે
કેટલાક પત્રકારો, જે ખાનગીમાં ગુજરાતમાં મુદ્દા ઊભા કરી આપે,
કેટલાક પત્રકાર અને કૉલમિસ્ટો જે આ મુદ્દાઓને ચગાવે,
બેરોજગાર યુવાનો (ગુજરાતી હોવા જરૂરી નથી) જે એસટી-પોલીસ વાનને આગ ચાંપી શકે, જે રસ્તા રોકી શકે અને પોલીસની લાઠી ખાઈ સિવિલમાં દાખલ થઈ શકે, જેલમાં જઈ શકે
સોશિયલ મિડિયા એક્ટિવિસ્ટો જે બનેલી ઘટનાને મરીમસાલા ભભરાવી ભડકામણું સ્વરૂપ આપી ભડકાવી શકે.
ઉપરોક્ત નોકરી/એસાઇનમેન્ટ વર્ષ 2017 સુધી જ છે. પત્રકારોને વિવિધ કમિટીઓમાં કે વિવિધ પદની લહાણી કરાશે. બેરોજગાર યુવાનોને પથ્થરમારા કે આગચંપી દીઠ રૂ. અપાશે ને સિવિલમાં દાખલ થશે તો સરકારની મદદ મળશે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ જેવી મહાન હસ્તીઓની સાથે ફોટોઑપ કરવા મળશે તે અલગ.
જો જેલમાં જવાનું થશે તો ચિંતા નહીં. અમારા બાબુભાઈ માંગુકિયા, કપિલ સિબલ, પ્રશાંત ભૂષણ અડધી રાત્રે હાઇ કૉર્ટ, સુપ્રીમ કૉર્ટના દરવાજા ખખડાવી મુક્ત કરાવશે અથવા પ્રસિદ્ધિ અપાવશે. જો મૃત્યુ થશે તો ભવ્ય સ્મશાનયાત્રા નીકળશે અને એમાં તમે સેલ્ફી પણ પાડી શકો છો.
મળો યા એસએમએસ યા વૉટ્સએપ કરો.
4204204200

બે પ્રેરક સત્ય કથાઓ ..(1) સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું ..(2) ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધતો ગણીતનો ચેમ્પિયન

 બે પ્રેરક સત્ય કથાઓ ..(1) સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું ..(2) ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધતો ગણીતનો ચેમ્પિયન

મારા મુંબાઈ નિવાસી નેટ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે એમના ઈ-મેલમાં મુંબઈ સમાચારમાં પ્રગટ બે ખુબ જ પ્રેરક સત્ય કથાઓ મોકલી છે. આ ખુબ જ પ્રેરણાદાયી સત્ય કથાઓ વાંચતાં જ મને ગમી ગઈ.

મનુષ્યો બે પ્રકારના હોય છે . કેટલાક મનુષ્યો દરેક સવારે જોએલાં સ્વપ્નોને ભૂલી જઈને ફરી ઊંઘી જાય છે તો કેટલાક વિરલાઓ ઊંઘ ખંખેરીને ઉભા થઇ જાય છે અને જોએલાં સ્વપ્નોને સાકાર કરવા માટે દ્રઢ નિશ્ચયી અને પરિશ્રમી બની એની પાછળ મચી પડે છે અને સફળતાને વરીને જ ઝંપે છે.

આ બે સત્ય કથાઓ એવા બે મળવા જેવા વિરલ વ્યક્તિઓની છે જેઓએ એમનાં સેવેલાં સ્વપ્નોને સાકાર કરી બતાવ્યાં છે.

પ્રથમ વાર્તાના નાયક નવ યુવાન શ્રી કાંતને જન્મથી જ અંધત્વનો પડકાર સહન કરવાનો સમય આવ્યો એમ છતાં એનાં સ્વપ્નો સાકાર કરી સફળતાને વરવા માટે એનું અંધત્વ આડે ના આવ્યું .બંધ આંખોએ એણે સ્વપ્નાં જોયાં અને એને પૂરાં પણ કરી બતાવ્યાં.અંધાપો આ માણસ ને રોકી ના શક્યો.

બીજી વાર્તા ગુરુ પૂર્ણિમાના પર્વને અનુરૂપ,ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધીને ફી લીધા વિના શીખવનાર ગણિતમાં ચેમ્પિયન મનાતા ગુરુ, ટપાલ ખાતાના મામુલી પગારવાળા કર્મચારીના પુત્ર આનંદ કુમારની છે .

આ બે લેખો વિનોદ વિહારના વાચકોને પણ ગમે એવા હોઈ શ્રી ઠાકર, વાર્તા લેખકો અને મુંબઈ સમાચાર ના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું.

આશા છે આપને આ બે જીવન પ્રેરક સત્ય કાથો ગમશે.

સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું

કવર સ્ટોરી - દિવ્યાશા દોશી


૨૫ વર્ષ પહેલાં આન્ધ પ્રદેશના મચ્છલીપટ્ટનમ ગામમાં શ્રીકાંતનો જન્મ થયો ત્યારે પડોશીઓએ તેના માતાપિતાને કહ્યું હતું કે આ દીકરાને જીવતો રાખવામાં કોઈ ફાયદો નથી. તેને ઉછેરવામાં જેટલી તકલીફ થશે તે કરતાં તે ન જીવે તેવી દુવા કરવી સારી. પણ શ્રીકાંતના માતાપિતાએ ગામવાળાઓની વાત સાંભળી નહીં. ખૂબ પ્રેમ અને જતનથી શ્રીકાંતનો ઉછેર કર્યોં. શ્રીકાંત બોલ્લા જન્મથી જ અંધ છે.

આજે શ્રીકાંત ૫૦ કરોડની બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝનો સીઈઓ છે જેમાં કામ કરનારા ૫૦ ટકા કર્મચારીઓ ડિસએબલ (દિવ્યાંગ) છે.

આ આખી સત્ય કથા મુંબઈ સમાચારના સૌજન્યથી 

નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.

Purush

============

(તા. ૨૦મી જુલાઈ ૨૦૧૬ના મુંબઈ સમાચાર ની પુર્તિ "પુરુષ" માંથી સાભાર  )

20 July 2016

mastar

ગુજરાત કેમ સળગી રહ્યું છે?

ગુજરાત કેમ સળગી રહ્યું છે?

પાટીદાર આંદોલન બાદ દલિત અત્યાચાર. ગુજરાત ફરી સળગી રહ્યું છે. આમ તો ગુજરાત મોડલના આધારે કેન્દ્રમાં મોદી સરકાર આવી પછી સતત ત્રણ મુદ્દા છવાયેલા છે: દલિત અત્યાચાર, લઘુમતી પર દમન અને સ્ત્રીઓ પર અત્યાચાર. રોહિત વેમૂલાના કિસ્સા પર ખૂબ લખાઈ ગયું છે. એમાં પડવું નથી. સ્ત્રીઓને ભડકાવવા તૃપ્તિ દેસાઈ અને બીજી બિંદી ગેંગ પ્રયાસરત્ છે. પણ હાજી અલીમાં તૃપ્તિને થપાટ વાગી ગઈ છે.
રોહિત વેમૂલા મુદ્દે જોરદાર લડનાર સ્મૃતિ ઈરાનીને સજા મળી ગઈ છે. બહારના છોકરાઓ હેરાન કરતા હોય ને ફરિયાદ ઘરના છોકરાની થાય ત્યારે તેનું ઘરની બહાર નીકળી જવાનું બંધ કરી દેવામાં આવે તેવો ઘાટ થયો. નરેન્દ્ર મોદી પાસે આવી અપેક્ષા નહોતી. એ ગુજરાતનાં રમખાણો મુદ્દે ક્ષમા માગવા સહિત અનેક મુદ્દે અડીખમ રહ્યા હતા પણ એ ગુજરાતનું પાણી હતું. દિલ્લીનું પાણી અલગ છે.
છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાત સળગી રહ્યું છે અને મોદી નવાઈજનક રીતે મૌન તમાશો જોઈ રહ્યા છે. પોતાનો વિરોધ ન થાય એટલે ગુજરાત આવવાનું પણ ટાળે છે.
ગુજરાતી છાપાઓ કહે છે કે ભાજપમાં આનંદીબહેન અને અમિત શાહ જૂથ વચ્ચે ઝઘડો છે. પાટીદાર આંદોલન તેનું પરિણામ છે. જૂથવાદ હશે પણ પાટીદાર આંદોલન પાછળ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી હતાં અને છે તે હવે સાબિત થઈ ગયું છે. હાર્દિક છૂટ્યો ત્યારથી ‘આપ’ના આશુતોષ સતત માર્ગદર્શન આપે છે. આનંદીબહેન સરકારે પાટીદાર આંદોલન અંગે કડક હાથે કામ લીધું. મચક ન આપી. હાર્દિક પટેલ જેલમાં લગભગ નવ માસ રહ્યો પણ હવે ચૂંટણી ટાણે છોડવાની નીતિ ભૂલભરેલી છે. એ આંદોલન નહીં કરે તેવી શરત સાથે છોડાયો છે પણ છૂટ્યા પછી એને સુરત વગેરે જગ્યાએ સભાઓ કરવા દેવાઈ તે પણ સરકારની ભૂલ સાબિત થશે. ઉદયપુર જઈને તે રોજ ભડકામણાં નિવેદનો આપતો રહે છે.
હવે વાત દલિત અત્યાચારની. જાણીતા ક્રાઇમ પત્રકાર પ્રશાંત દયાલે લખેલી માહિતી સાચી હોય તો ઉનામાં કાચું કપાયું હતું. ગાયને હત્યા માટે લઈ જવાઈ રહી છે તેવી સૂચના પોલીસને મળી અને પોલીસે કથિત ગોરક્ષકોને સૂચના આપી અને ગોરક્ષકોએ કાયદો હાથમાં લઈ ધોલધપાટ કરી. મૂર્ખાઓએ વિડિયો પણ ઉતાર્યો ને બહાદુરી દેખાડવા પ્રચલિત (વાઇરલ યૂ નો) કર્યો. આમાં એક વાત એવી છે કે સામે કસાઈઓ હોય એટલે ગોરક્ષકોને સંઘર્ષની ટેવ પડી ગઈ છે. પોલીસ જેમ ગુનેગારને પહેલાં એક-બે ધોલ તો ફટકારી જ દે તેવું આ ગોરક્ષકોનું પણ છે. જેમ ગાયોને ગેરકાયદે કસાઈવાડે લઈ જવાતી હોય છે તેમ ગોરક્ષકો પણ ગેરકાયદે ગાય બચાવવા ધોલધપાટ કરતા હોય છે.
ગાયને કસાઈવાડે મોકલવા માટે ગોપાલકો પણ ઘણી હદે જવાબદાર છે અને ગાયનો માત્ર દોહવા માટે જ ઉપયોગ કરે છે. ચાર રસ્તે ઘાસ લઈ ઊભા રહે છે અને પાપભીરુ જનતા પૈસા આપી ઘાસ ખરીદી એને જ આપે છે. આમ ગાયનો ઘાસચારો પણ મફતમાં મળી જાય છે. ગાય દોવાઈ જાય એટલે પ્લાસ્ટિક સહિતનો એંઠવાડ ખાવા છૂટી મૂકી દે છે. ઉનાળામાં આ ગાય અમદાવાદ જેવા વિસ્તારમાં તો પાણી માટે ભાંભરતી હોય છે કારણકે જાહેર હવાડો હોતો નથી. મારા જેવા માટલું મૂકે તો એ માટલું પણ ઉઠાવી જનારા બદભાશો હોય છે.
કથિત દલિતોને આજે પણ એ જ પરંપરાગત કામ કરવું પડે છે. એ શરમની વાત છે પણ સામે પક્ષે કથિત દલિતોમાં શિક્ષણનો અભાવ અને જે લોકો આગળ આવ્યા છે તેઓ પોતે સવર્ણ જેવા બની જતા હોય છે. આજે પણ સફાઈમાં વિદેશ જેવી સુરક્ષા અને આધુનિકતા આપણે લાવી શક્યા નથી. પરિણામે અનેક સફાઈ કામદારોનાં મૃત્યુ થતાં હોય છે.
પણ આ પ્રશ્ન શું કથિત દલિતોનો જ છે? આ આખા હિન્દુ સમાજનો છે. એની ચિંતા બધા હિન્દુ નહીં કરે તો આ દેશ તૂટી જશે. રમખાણો થાય ત્યારે કોઈ કહેવાતા સવર્ણ લડવા આગળ નથી આવતા. જેલમાં જાય છે કે મરે છે આ કથિત દલિતો જ. એટલે હિન્દુવાદીઓ આ વાત સમજી લે. આમ વાત હિન્દુની કરવાની પણ પાટીદાર અનામત જેવા મુદ્દા ચગે ત્યારે હિન્દવાદીનું મહોરું પહેરીને બેઠેલો કથિત સવર્ણ જાગી જાય છે અને અનામત વિરોધી સંદેશાઓ વહેતા કરવા માંડે છે.
પણ…સામે પક્ષે દલિતોમાંય બામસેફ અને એનજીઓ કાર્યરત્ છે જે દલિતોને હિન્દુવિરોધી બનાવવા ન કલ્પી શકાય એટલી ભયંકર હદે કાર્યશીલ છે. એમની બીજી બધી પ્રવૃત્તિ ઉપરાંત સોશિયલ મિડિયા પર ભયંકર હદે બ્રાહ્મણો વિરુદ્ધ વિષવમન કરવામાં આવે છે. દલિતેતર કોઈ પણ જાતિએ કથિત દલિત વિરોધી કંઈ પણ કામ કર્યું હોય એટલે આ કામ જાણે બ્રાહ્મણોએ કર્યું હોય તેવો અપપ્રચાર કરાય છે. આવું એક ગ્રૂપ છે અપના અડ્ડા. ફેસબુક પર કોઈ કિરણભાઈ ત્રિવેદી નામના, અટક પરથી બ્રાહ્મણ લાગતા ભાઈ તેના સંચાલક (એડ્મિન) છે. એક ‘પડકાર ન્યૂઝ’ કરીને છાપું આવે છે જે વૉટ્સએપ પર પણ ફરે છે. આ બધામાં હિન્દુ દેવીદેવતા વિરુદ્ધ ભયંકર નીચલી કક્ષાના સંદેશાઓ મૂકી દલિત-આદિવાસીઓને હિન્દુ સમાજથી વિખૂટા પાડવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. ત્રીજી તરફ દલિતોમાંય કેટલાક લવ જિહાદ જેવી યોજના પણ ચલાવે છે જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે કથિત સવર્ણ જાતિની કન્યાને પરણી લાવનારને જંગી પુરસ્કાર અપાય છે. નાનીમોટી વાતે વાંધો પડતાં એટ્રોસિટી કાયદાની ચીમકી અને તેનો દુરુપયોગ પણ અજાણ્યો નથી જ. સરકારી કાર્યાલયોમાં કથિત દલિત સાહેબ દ્વારા તેમની નીચેના કથિત સવર્ણ કર્મચારીઓના ઉત્પીડનના પણ નોંધપાત્ર કિસ્સાઓ છે. આ પણ એટલું જ ખોટું છે. દલિતોએ એ સમજવું પડશે કે બધા બ્રાહ્મણો કે સવર્ણોએ તેમના પૂર્વજો કે તેમની વર્તમાન પેઢી પર અત્યાચાર કર્યો નથી. આ લખનાર પણ જન્મે અને કર્મે બ્રાહ્મણ છે. મેં ક્યારેય કોઈની જાતિ પૂછી નથી. મારા પિતા ગજેન્દ્રભાઈ પંડ્યા અમે રાણાવાવ હતા ત્યારે એસબીએસ બેંકમાં સાથે કામ કરતા એક દલિત ભાઈને એ એકલા હતા ત્યાં સુધી રોજ ઘરે જમાડતા. મારા ભાઈ (પિતાજી)એ તો અમને ત્યાં સુધીની ટેવ પાડેલી કે વાળવાવાળાં બહેન હોય કે ઘરે કામ કરવા આવતાં આદિવાસી બહેન, બધાને માનપૂર્વક નામ પાછળ બહેન લગાડી ‘તમે’ કહીને જ બોલાવવાનું. તેમના પરિવારજનોની શૈક્ષણિક ને આર્થિક સમસ્યાઓમાં માર્ગદર્શન આપવાનું.
મારા ચુસ્ત બ્રાહ્મણ સસરાના એનાથીય ચુસ્ત બ્રાહ્મણ પિતા હીરાલાલ દવેએ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ અપાવ્યો હતો. પોતે શિક્ષક હતા એટલે દલિતોને શાળામાં આવવા નહોતા દેતા તો પોતે તલવાર લઈ બહાર ઊભા રહેતા. આના લીધે એમની બદલીઓ પણ થતી અને સામાજિક બહિષ્કાર પણ સહન કરવો પડ્યો હતો. વાવમાંથી દલિતને પાણી લેવા દેવાની સફળ લડત આપી હતી.
મારા સસરા કનુભાઈ પણ પૂર્વ શિક્ષક. તેમની શાળામાં દલિત શિક્ષિકાને ટબૂકડા ક્ષત્રિય વિદ્યાર્થીઓ સામે લાજ કાઢવી પડતી અને ખુરશી પર બેસાતું નહોતું. એમણે એ બંધ કરાવ્યું. (આ જ કુટુંબની 18 જ વર્ષની એક દીકરીને તેનાથી દસ વર્ષ મોટો કથિત દલિત ભગાડી લઈ ગયો. દીકરીનાં માતાપિતાને એક રાત જેલમાં રહેવું પડ્યું. ને ન ગમતી કડવી સચ્ચાઈ એ પણ છે કે એ દીકરીનું બ્રાહ્મણ હોવાનું સર્ટિફિકેટ દીકરીના ઘરેથી લેવા યુવાધે ધમપછાડા કર્યા અને મળ્યા પછી રજૂ કરી દલિત યુવાને સમાજમાંથી લાખ રૂપિયાનું ઈનામ પણ મેળવ્યું.) આ તો ગૂમનામ સામાન્ય વ્યક્તિઓના કિસ્સા છે. મોટાં નામો ગણવા જાવ તો તો ગાંધીજીથી માંડીને ડૉ. હેડગેવાર, મા.સ.ગોળવળકર, બાબાસાહેબ દેવરસ સહિત અનેક નામો નીકળશે. સંઘમાં તો કોઈની જાતિ પૂછાતી નથી. ડૉ. આંબેડકરને ભયંકર અન્યાય થયો પણ એ વાતેય સ્વીકારવી પડશે કે તેમ છતાં આ આખો સમાજ જો દલિત વિરોધી હોત તો એ બંધારણ સભાના પ્રમુખ ન બની શક્યા હોત.
બાકી રહી વાત નાનામોટાની. તો દલિતોની અંદર પણ આવા ભેદભાવ છે જ. રોટીબેટીના વ્યવહાર નથી. ખાણીપીણીના વ્યવહાર નથી.
કડવી હકીકત એ છે કે ઊંચનીચ એ હિન્દુ ધર્મમાં જ નહીં દરેક પંથમાં જોવા મળતી ઘટના છે. અને આવા ભેદભાવ વિદેશોમાં રંગભેદ, વંશભેદના નામે પણ ચાલે છે. તાજેતરમાં અમેરિકામાં બે અશ્વેતોને કારણ વગર મારી નખાયા. તેનો વિડિયો પણ યૂટ્યૂબ પર છે. પણ અમેરિકી મિડિયાએ તે ઘટના કરતાં તે પછી પાંચ પોલીસ કર્મનેચારી મારી નખાયા તે ઘટનાઓને મહત્ત્વ આપ્યું હતું. અને જાણે બધા ગુજરાતીઓ દલિત વિરોધી હોય તેમ ઉનાની ઘટનાને ચગાવતા છાપાંઓએ પણ ક્યાંય અશ્વેતોની ખોટી હત્યાને મથાળાંમાં ટાંકી?
હવે વાત રાજકારણીઓની. તો ૨૦૧૭માં ચૂંટણી આવે છે તેના લીધે અને આ ઘટના ગુજરાતમાં બની છે તેથી રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ગુજરાતના ઉના આવી રહ્યા છે. આનંદીબહેન સરકાર પણ માયાવતીએ રાજ્યસભામાં પ્રશ્ન ઉઠાવ્યો અને કૉંગ્રેસના કાર્યકર્તા સહિત કેટલાકે ઝેરી દવા પીધી તે પછી જાગી. તપાસના આદેશ આપ્યા. સમરસતા મુદ્દે સારું કામ કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ગઈ કાલે જાગ્યો ને નિવેદન બહાર પાડી ઘટનાને વખોડી. ભાજપ સત્તામાં હોય ત્યારે આવા મુદ્દાઓ પર સંઘ પરિવાર ગાઢ નિદ્રામાં સરી પડે છે. સામા પક્ષે અનામત અંગે મોહન ભાગવતના નિવેદનને મારી મચડી રજૂ કરનારા કે સંઘ પરિવારના નેતાઓના હિન્દુઓ તરફી ઉગ્ર નિવેદનો છાપી સંઘની આતંકવાદી સંગઠન જેવી છાપ ઊભી કરનારા છાપાંઓમાં સંઘનું ઉનાની ઘટનાને વખોડતું નિવેદન સિંગલમાં છપાયું અથવા છપાયું જ નથી.
પંજાબમાં ‘આપ’ના નેતાએ કુરાનનાં પાનાં ફાડી સાંપ્રદાયિક હિંસા સર્જવા પ્રયાસ કર્યો તે સમાચાર પણ મોટા ભાગના ગુજરાતી છાપાંઓએ છાપ્યાં નથી. ઘણાં ગુજરાતી છાપાં હવે દિલ્લીની કેજરીવાલ સરકારની જાહેરખબર નિયમિત મળતી હોય તે કારણે કે તેના પત્રકારોની ‘આપ’માં પડદાપાછળ સક્રિયતા હોય તેના લીધે હવે છાપાંઓના સમાચારો અને લેખકોના લેખમાં ભાજપ-કૉંગ્રેસ બંને ખરાબ એવી છબી ઉપસાવી રહ્યા છે. રોજિંદા લખાતી એક કૉલમમાં તો વિષય ‘આપના’ 21 ધારાસભ્યોને સંસદિય સચિવના પદની ગેરબંધારણીય ફાળવણી હતી પણ તેમાં અડધા ઉપરાંતના લેખમાં કેજરીવાલનું મહિમાગાન કરાયું હતું અને મુદ્દો એ હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના ભાજપ નેતાને કેજરીવાલ વિશે પૂછ્યું હતું. રાજકારણમાં વિરોધીઓ પર નજર રાખવી એ સામાન્ય વાત છે પણ એ લેખક માટે એ ગુરુ ગ્રહ માટેના ‘જુનો’ યાન જેવી મોટી ઘટના હતી.
જે હોય તે કૉંગ્રેસ અને ‘આપ’ના નેતાઓને, મોટા ભાગનાં છાપાંઓને ગુજરાત સળગાવવામાં રસ હોય તેવી શંકા ઉદ્ભવ્યા વગર રહેતી નથી. અને સામે પક્ષે ભાજપ અને ભગિની સંસ્થાઓ કુંભકર્ણ નિદ્રામાં છે.

ઘમ્મર વલોણું-

ઘમ્મર વલોણું-૨૪
અંધારાને ધકેલી ને અજવાળાએ પ્રથમ પગલું ભર્યું કે જાણે આંખોની સામે ઉજીયાળું જગત દેખાયું. ઓહ, હું કેટલો બડભાગી કે ભગવાને, માનવ જગત ને આપેલ ઉત્તમ ભેટ સમી પૃથ્વી પરનો રાજ વિલાસ મને દેખાઈ રહ્યો છે. ક્યાંક વૃક્ષો તો ક્યાંક છોડો, ક્યાંક પશુ તો ક્યાંક પ્રાણીઓ દેખાય છે.
પણ કોઈને હું દેખાઉં છું ? નથી પરવા !!
ધરતી પર તો ચારેબાજુ માટી પથરાયેલી હતી. સુરજની ગરમીએ વાદળો રડ્યા ને ધરતી પર પાણી રૂપે પડયા. એ માટીમાં ક્યાંક ઘાંસ, ક્યાંક છોડ, ક્યાંક ઝાડ તો ક્યાંક અનાજ ઉગી નીકળ્યા. માટી પર કોઈના ચાલ્યા પછીની પગલાની છાપ દેખાય છે. પણ પવનની એક લેરખી એને મિટાવી પણ દે છે. તો ઉપર રિયો રિયો ધરાનો માલિક મલકાય છે. ‘ રે પવન, થોભી તો જતો હો. એ પગલાની છાપોથી તો કેડી બનશે અને અજાણ્યા લોકો ને રાહ મળશે. ’
પવન ને તો એનું માન્યા સિવાય છૂટકો નહોતો. પવન એટલું પણ ના કહી શક્યો કે, એ જ માનવો ગરમીના બફારાએ મને પ્રાર્થના કરીને બોલાવે છે. હાઈ કોર્ટ છે ને ! એની સામે દલીલ કરવાનો કોઈ અવકાશ નથી. અને પવન મનમાં ગણગણે છે “ માનવ લોકો પણ ખરા છે. કેડી જોઈ નથી કે એની પર ચાલ્યા નથી. ”
પવન વળી ચુપ થઇ જાય છે. કારણ, એ નથી ઈચ્છતો કે હાઈ કોર્ટનું કોઈ ફરમાન આવે. લોકો કેડી પર ચાલે કે નવી કેડી બનાવે, પોતે તો ચિઠ્ઠીના ચાકરથી વિશેષ કંઈજ નથી. એમ માનતો વળી પર્વતોનાં ઘેરાવમાં ભરાઈ ગયો. સાચી વાત હતી કે કેડી કોઈ અજાણ્યા રાહદારીને રાહ બતાવે છે. કેડી ક્યાંક તો જતી જ હોય. ક્યાંક તો એ અટકતી જ હોય. છતાં પણ કોઈ એવુંય કહે કે માર્ગ નહિ માનવ મંઝીલ દેખ ! ખરેખર મંઝીલ હોય છે ખરી ?
કેડી પર ચાલ્યા જાય છે માનવ અને પાછુ ફરીને જોતા નથી કે બીજું કોઈ છે. તોયે વળી બીજાને એવું કહેશે કે ઘેટાનું ટોળું; એકની પાછળ બીજું ચાલે ! જો કે એ બધું યાદ કરવાની સાથે એ પણ ના ભૂલી જઈએ કે શરમ હોય તેને કશું યાદ કરાવાય.
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી