Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

22 September 2016

નિયતીને વચન…..પં.જવાહરલાલ નેહરુ … અનુવાદ ..શ્રી.પી.કે.દાવડા


નિયતીને વચન…..પં.જવાહરલાલ નેહરુ … અનુવાદ ..શ્રી.પી.કે.દાવડા

૧૪ અને ૧૫ મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધ્ય રાત્રીએ, ભારતની ૩૮૯ સભ્યોવાળી સંવિધાન સભાને સંબોધીને જવાહરલાલ નહેરૂએ,Tryst with destiny તરીકે પ્રખ્યાત,એક ઐતિહાસિક ભાષણ અંગ્રેજીમાં કરેલું.આ ભાષણનો તરજુમો હિન્દી અને બંગાલીમાં ઉપલબ્ધ છે,પણ શ્રી દાવડાએ અનેક પ્રયત્નો કર્યા પછી પણ એમને એ ગુજરાતીમાં મળ્યો  ન હતો.

શ્રી પી.કે.દાવડાજીએ આ ઐતિહાસિક ભાષણનો ગુજરાતીમાં અનુવાદ કરીને વિનોદ વિહારમાં પ્રગટ કરવા માટે મોકલ્યો છે એને સાભાર આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

નહેરુજી ના  આ  પ્રખ્યાત  ભાષણ નો  અંગ્રેજી પાઠ  વિકિપીડિયા ની આ લીંક પર વાંચી શકાશે.

શ્રી દાવડાએ ગુજરાતીમાં અનુવાદ કરતાં અંગ્રેજી શબ્દનો ભાવ એનો એ જ  જાળવ્યો છે અને યોગ્ય ગુજરાતી શબ્દો  વાપરવાનો સફળ પ્રયાસ કર્યો છે એ વાચકો એના વાચન દરમ્યાન જોઈ શકશે.

વિનોદ પટેલ 

 

નિયતીને વચન-Tryst with destiny

j-nehru_tryst_with_destiny_speech

કેટલાયે વર્ષો પહેલાં , આપણે નિયતિને એકવચન આપ્યું હતું,અને હવે સમય આવી ગયો છેકે આપણે આપણું વચન નિભાવીએ,ભલે પૂરેપુરૂંનહિં, પણ મહદ અંશે નિભાવીએ. મધરાતનેટકોરે, જ્યારે વિશ્વ સુતું હશે,ભારત જીવન અનેસ્વતંત્રતાને માટે જાગી જશે.એવી ક્ષણો આવેછે,જે ઈતિહાસમાં વિરલ હોય છે, જ્યારે આપણેજુનામાંથી બહાર નીકળી નવા યુગમાંકદમ મૂકીએ છીએ, જ્યારે એક યુગ સમાપ્ત થઈજાય છે,જ્યારે એક દેશનો લાંબા સમયથીદબાયલો આત્મા મુકત થઈ જાય છે. આ એકસંજોગ જ છે કે આ પવિત્ર મોકા પર આપણેભારત અને એના લોકોની સેવા કરવા,અનેસૌથી વધારે તો માનવતાની સેવા કરવાસમર્પિત થવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.

ઈતિહાસની શરૂઆતથી જ ભારતે પોતાનીઅનંત શોધની શરૂઆત કરી દીધી હતી. અગણ્યસદીઓ, એના સંઘર્ષો અને એની ભવ્યસફળતાઓ અને એની વિફળતાઓથી ભરી પડીછે.સારા અને ખરાબ, બન્ને સમયમાં ભારતે નતોએની શોધખોળની દૃષ્ટી ખોઈ,ન તો કદી એણેશક્તિ આપવાવાળા સિધ્ધાંતોને ભુલાવ્યા.

આજે આપણા દુર્ભાગ્યના સમયની અવધી પૂરીથઈ છે, અને ભારત પોતાને ફરી શોધી લેશે.આજે આપણે જે ઉપલબ્ધીનો ઉત્સવ મનાવીરહ્યા છીએ એ તો માત્ર એક કદમ ચાલ્યા છીએ,અવસરો અને મોટી મોટી જીત અનેઉપલબ્ધીઓ આપણી વાટ જોઈ રહી છે. શુંઆપણે એટલા શક્તિશાળી અને બુધ્ધિમાન છીએકે આપણે આ તકને સમજી શકીએ? અનેભવિષ્યની ચુનોતિઓને  સ્વીકારી શકીએ?

સ્વતંત્રતા અને શાસન, જવાબદારીઓ પણ સાથેલઈ આવે છે. એ જવાબદારી, આ સભા, જે એકસ્વાયત્ત સંસ્થા છે, જે ભારતના સ્વાયત્ત લોકોનુંપ્રતિનિધિત્વ કરે છે, એની ઉપર આવે છે.સ્વતંત્રતાના જન્મની પહેલાં આપણે હાડતોડમહેનતનાં બધાં દુખ સહ્યાં છે, અને એ દુખનીયાદથી ખળભળી જઈએ છીએ. એમાંનુંકેટલુંક દુખ હજી પણ મોજુદ છે. પણ ભૂતકાળખતમ થઈ ગયો છે, અને હવે ભવિષ્ય જ આપણીસામે જોઈ રહ્યું છે.

આ ભવિષ્ય આરામ કરવા કે ચેનથી બેસવા માટેનથી,પણ પ્રયત્ન કરવાના છે કે આપણે વારંવારકરેલી પ્રતિજ્ઞા, આજે ફરી એ જ પ્રતિજ્ઞા કરીશું,તેને પુરી કરી શકીએ. ભારતની સેવાનો અર્થ,લાખો પીડિત લોકોની સેવા કરવાનો છે. એનોમતલબ ગરીબી, અજ્ઞાનતા,બિમારી અનેઅવસરની અસમાનતાને દૂર કરવાનોછે.આપણી પેઢીના મહામાનવની મહાત્વાકાંક્ષાહરેક આંખનાં એક એક આંસુ લુંછવાનો છે. શક્યછે એ કામ આપણા માટે સંભવ ન હોય, પણ જ્યાંસુધી પીડિતોના આંસુ ખતમ ન થાય ત્યાં સુધીઆપણું કામ પુરૂં નહિં થાય.

અને એટલે આપણાં સપનાં સાકાર કરવા માટે આપણે સખત મહેનત અને કાર્ય કરવાં પડશે. જેસપનાં ભારત માટે છે, એ વિશ્વ માટે પણ છે. બધાં રાષ્ટ્રો અને એના લોકો આજે એક બીજાસાથે નજદીકથી સંકળાયલાં છે,કોઈ પણ પોતાનેઅલગ રાખવાનો વિચાર પણ ન કરી શકે.શાંતિને અવિભાજ્ય કહેવાય છે; એમ જઆઝાદીનું પણ છે, એવું જ સમૃધ્ધિનું છે અનેવિનાશનું પણ એવું જ છે. આ દુનિયા એક છે,એને અલગ અલગ ટુકડામાં બાંટી શકાય નહિં.

ભારતાના લોકો માટે, જેના આપણે પ્રતિનિધિઓછીએ,આપણે આ મહાન ઉપલબ્ધીઓ પર સૌનેઆસ્થા અને વિશ્વાસની સાથે આપણી સાથેશામીલ થવાની અપીલ કરીએ છીએ. આજેહલકી અને વિનાશકારી ટીકાનો સમય નથી,અને દુર્ભાવના રાખવાનો અને દોષારોપણકરવાનો પણ સમય નથી. આપણે મુક્ત ભારતનુંએવું મહાન નિર્માણ કરવું છે કે જ્યાં બધાં બાળકોરહી શકે.

નિયત દિવસ આવી ગયો છે-એ દિવસ જેનિયતિ દ્વારા નિયત હતો- અને લાંબી નિદ્રા અનેસંઘર્ષ પછી; આગળ જવા ફરી જાગૃત, જીવંત,મુકત અને સ્વતંત્ર ઊભું છે.કેટલેક અંશે આપણોભૂતકાળ હજી પણ આપણને જકડી રહ્યું છે,આપણેજે પહેલાં પ્રતિજ્ઞા કરી છે એને નિભાવવા, ઘણું બધું કરવું પડશે. હવે નિર્ણાયક બિન્દુપણ ભૂતકાળ થઈ ગયું છે.

આપણા માટે ઈતિહાસની નવેસરથી શરૂઆતથઈ ચૂકી છે,જે ઈતિહાસને આપણે બનાવશું અનેએના વિષે અન્ય લોકો લખશે.

આ ભારતવાસીઓ માટે, પૂરા એશિયા માટે અનેવિશ્વ માટે એક સૌભાગ્યપૂર્ણ ક્ષણ છે. એક નવાસિતારાનો ઉદય થયો છે, પૂર્વમાં સ્વતંત્રતાનોસિતારો એક નવી આશા લઈને આવ્યો છે, અનેએ એક પરિપૂર્ણ દૃષ્ટીને મુર્હત સ્વરૂપ આપશે. આસિતારો ક્યારે પણ અસ્ત નહીં થાય, અને આશાક્યારે પણ ધૂંધળી નહિં થાય.

આપણે આ સવતંત્રતાનો આનંદ લઈશું, જ્યારેઆપણી ચારે કોર વાદળા ઘેરાયલા છે અનેઆપણા લોકો અનેક દુખોથી પીડિત છે, અનેઆપણે કઠણ સમસ્યાઓ થી ઘેરાયલા છીએ.આઝાદીની સાથે જવાબદારીઓ અને સમસ્યાઓઆવે છે, અને એનો આપણે શિસ્ત સાથે સામનોકરવો પડશે.

આ દિવસે આપણે સર્વપ્રથમ આ સ્વતંત્રતાનાવાસ્તુકાર,આપણા રાષ્ટ્રપિતા મહાત્માને નમનકરીએ છીએ, જેમણે સ્વતંત્રતાની મશાલ ઉપાડીઅને આપણા ઉપર છવાયલા અંધકારને દૂરકર્યો, અને ભારતાના પુરાણાગૌરવને સ્થાપિતકર્યો.

આપણે ના સમજીમાં ઘણી વાર એમના સંદેશથીદૂર ભટકી જઈએ છીએ, માત્ર આપણે જ નહિં,પણ આવનારી પેઢીઓ પણ એમના સંદેશનેયાદ રાખશે અને ભારતના આ મહાન સપૂતનાઅદ્વિતીય વિશ્વાસ અને શક્તિ તથા સાહસ અનેવિનમ્રતાને દિલમાં સજાવી રાખશે.આપણે ક્યારેય પણ આ સ્વતંત્રતાની મશાલનેબુઝાવા નહિં દઈએ, ભલે ગમે તેટલો પવન,તોફાન કે આંધી આવે.

આપણે એ અજ્ઞાત સ્વયંસેવકો અને સૈનિકોનેપણ નમન કરીએ છીએ, જે લોકોએ પ્રસંશા કેઈનામની ઇચ્છા વગર, જીવનભર ભારતનીસેવા કરી છે.

આપણે આપણાં એ ભાઈ-બહેનો માટે ચિંતીતછીએ કે જે લોકો રાજનિતીક સીમાઓને લઈનેઆપણાથી દૂર થઈ ગયા છે, અને દુર્ભાગ્યવશવર્તમાન સમયમાં મળેલી સ્વતંત્રતાને સુધારીનહિં શકીએ. ભલે ગમે તે થાય, એ લોકો આપણાંછે અને આપણાં રહેશે, આપણે એમના સારા-માઠા સમયમાં ભાગીદાર રહીશું.

ભવિષ્ય આપણી સામે તાકી રહ્યું છે. આપણે ક્યાંજવું છે અને આપણા પ્રયત્નો કયા હોવા જોઈએ?ભારતના સામાન્ય નાગરિક, ખેડૂતો અને મજૂરોમાટે સ્વતંત્રતાનો અવસર લાવવા માટે, ગરીબીઅને અજ્ઞાનતા તથા બિમારીથી લડવા અને એનેસમાપ્ત કરવા; એક સમૃધ્ધ, લોકતાંત્રિક અનેપ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરવા, સામાજીક,આર્થિક અને રાજનૈતિક સંસ્થા બનાવીએ જે દરેકપુરૂષ અને સ્ત્રીને માટે ન્યાય અને જીવનનીસુરક્ષા સુનિશ્ચિત કરે.

આપણું આગળનું કામ મુશ્કેલ છે. આપણાંમાંથીકોઈ આરામ નહિં કરી શકે, જ્યાં સુધી આપણીપ્રતિજ્ઞા પુરી ન કરીએ ત્યાં સુધી, આપણેભારતના બધા લોકોને એમની ભાગ્યરેખા સુધીન પહોંચાડી દઈએ ત્યાં સુધી.

આપણે હિમ્મતવાળા પ્રથમ પંક્તિના મહાનદેશના નાગરિક છીએ, અને આપણે ઉચ્ચમાપદંડ ઉપર ખરા ઉતરવાનું છે. આપણે બધા,ભલે કોઈપણ ધર્મથી સંબંધિતહોઈએ,સમાનરૂપથી, સમાનઅધિકાર,વિશેષાધિકાર અને દાયિત્વ સાથેભારતના સંતાન છીએ.આપણે સાંપ્રદાયિકતાઅને સાંકળી મનોવૃતિને પ્રોત્સાહિત ન કરીશકીએ. કોઈ પણ દેશ, જેના લોકોના વિચારોસંકુચિત હોય, તે મહાન ન બની શકે.

આપણે વિશ્વના દેશો અને પ્રજા માટેશુભકામનાઓ કરીએ છીએ અને આપણે એમનીસાથે સહયોગ કરીને શાંતિ સ્વતંત્રતા અનેલોકતંત્રને આગળ વધારવા કૃતનિશ્ચયી છીએ.

અને ભારતની પ્રાચીન, શાશ્વત અને હંમેશાં નવીસ્ફૂર્તિ આપવાવાળી આપણી અત્યંત પ્રિયમાતૄભૂમિને શ્રધાથી નમન કરીએ છીએ, અનેફરીથી એની સેવા કરવાનો સંકલ્પ લઈએ છીએ.

જયહિન્દ

(ભાષાંતર- પી. કે. દાવડા)

ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલએ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ સંવિધાન સભામાં Tryst With Destiny એ નામે પ્રસિદ્ધ અંગ્રજીમાં ભાષણ આપ્યા બાદ દેશ સમક્ષ હિન્દી ભાષામાં પણ ભાષણ આપ્યું હતું જેને ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારણ કરવામાં આવ્યું હતું .

આ હિન્દી ભાષણ પણ નીચેના વિડીયોમાં સાંભળો. 

Jawaharlal Nehru | Tryst With Destiny

(Hindi With Subtitles)

શેરને માથે સવા શેર – હાસ્ય સપ્ત રંગી- વિનોદ પટેલ


શેરને માથે સવા શેર – હાસ્ય સપ્ત રંગી- વિનોદ પટેલ

by Vinod R. Patel
“સ્ત્રીની બુદ્ધિ પાનીએ” જેવી સ્ત્રીઓને ઉતારી પાડતી કહેવતોનો જમાનો આજે તો ક્યારનો ય પાછળ વહી ગયો છે. આજે મહિલાઓ પુરુષ સમોવડી જ નહી પરંતુ કેટલાક સ્થાનોએ તો એમના કરતાં એક કદમ આગળ ચાલી રહેલી જોઈ શકાય છે.એમ છતાં સદીઓ જૂની ટેવના માર્યા કેટલાક પુરુષો હજુ પણ સ્ત્રીઓ તરફ નિમ્ન અને અપમાનિત દ્રષ્ટીએ જોતા હોય છે. 
સ્ત્રીઓની બુદ્ધિને પડકારવાની હરકત કોઈ વાર પુરુષોને કેવી ભારે પડી શકે છે અને એના જવાબમાં સ્ત્રીઓ શેરને માથે સવા શેર કેવી રીતે સાબિત થાય છે એ નીચે આપેલ બે રમુજી હાસ્ય કથાઓમાં જોઈ શકાશે.આ બે કથાઓ રમુજ પીરસી હળવા તો કરે છે જ એની  સાથે  સાથે સ્ત્રી શશક્તિકરણની ભાવનાને પણ ઉજાગર કરે છે. 
શેરને માથે સવા શેર .... રમુજ કથા -૧
અમેરિકાના ૪૨મા પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનનાં પત્ની અને ૨૦૧૬ ની પ્રેસીડન્ટની ચુંટણીમાં ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવાર હિલરી ક્લીન્ટન બુદ્ધિ ચાતુર્યમાં એમના પતિની ચોટી મંત્રે એવાં ચબરાક છે.અમેરિકાની જનતા અને દુનિયાની નજર જેમની તરફ હંમેશાં તકાયેલી રહે છે એવાં આ બે પતી-પત્નીને લગતી એક રમુજ કથા એક મિત્રના ઈ-મેલમાં અંગ્રેજીમાં વાંચી હતી  એને યાદ કરી એનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને નીચે આપેલ છે એ  જરૂર માણવી ગમે એવી છે.
ઉનાળાની એક બપોરે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટન એમના જન્મ સ્થળ અને વતન આર્કાન્સાસ સ્ટેટના એક પર્યટન સ્થળે  ઉનાળુ વેકેશન માણતાં હતાં. 
આ સ્થળેથી કોઈ કામ અંગે રોડ ઉપર કારમાં લાંબી મુસાફરી કર્યા પછી રસ્તામાં આવતા એક ગેસ સ્ટેશન ઉપર તેઓ એમની ગાડીમાં ગેસ પુરાવવા માટે રોકાયાં. 
ગેસ સ્ટેશન ઉપર એના માલિક સાથેની ઔપચારિક વાતચીત દરમ્યાન હિલરીને આશ્ચર્ય સાથે માલુમ પડ્યું કે એનો માલિક અને હિલરી ક્લીન્ટન બન્ને હાઈસ્કુલમાં એક સાથે એક વર્ગમાં જ અભ્યાસ  કરતાં હતાં એટલું જ નહિ એ વખતે એ હિલરીનો બોય ફ્રેન્ડ હતો.   
આ ગેસ સ્ટેશનના માલિકની સાથે થોડી ઔપચારિક વાતચીત પતાવી ભૂતકાળમાં વાઈટ હાઉસમાં રહેતી આ પ્રખ્યાત બેલડીએ ફરી રોડ ઉપર એમની મુસાફરી આગળ શરુ કરી દીધી.  
એમનું કામ પતાવી જ્યારે તેઓ બન્ને એમની ગાડીમાં એ જ રસ્તે પાછાં ફરતાં હતાં ત્યારે બીલ ક્લીન્ટને દુરથી પેલું અગાઉ નીચે ઉતરી જ્યાં ગેસ પુરાવેલો એ ગેસ સ્ટેશન જોયું.એ જોઇને એમનાં પત્ની હિલરીની થોડી મજાક કરી એમને ચીડવવાનું મન થયું . 
બીલ ક્લીન્ટને પ્રેમથી હિલરીના ખભે પોતાનો હાથ વીંટાળીને  કહ્યું : 
” હની, જો તું હાઈસ્કુલ વખતના તારા પેલા ગેસ સ્ટેશનના માલિક બોય ફ્રેન્ડ સાથે વધુ સમય રહી હોત તો તું આજે એક ગેસ સ્ટેશનના માલિકની પત્ની બની ગઈ હોત !”
ક્લીન્ટનના આ શબ્દો સાંભળી હિલરી થોડો આંચકો તો ખાઈ ગયાં પણ પછી થોડા સ્મિત સાથે જવાબમાં ક્લીન્ટનને  લાગલું જ ચોપડાવ્યુ : 
” ના બીલ, ત્યાં જ તારી ભૂલ થાય છે. જો હું એ બોય ફ્રેન્ડ સાથે વધુ સમય ટકી હોત તો એ એક દિવસ અમેરિકાનો પ્રેસીડન્ટ બની ગયો હોત! ” 
શેરને માથે સવા શેર –રમુજ કથા ૨.
સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું કેમ બોલે છે ?
આનંદ અને મંજરી સાંજનું ડીનર પતાવીને હંમેશના નિત્યક્રમ પ્રમાણે નિરાંતે પોતાના હાઉસમાં સોફા ઉપર અલક મલકની વાતો કરતાં બેઠાં છે.
આનંદ સોફ્ટવેર  એન્જીનીયર છે અને મંજરી પણ એક લેબમાં મેનેજરની જોબ કરે છે.તેઓ નવે નવાં પરણેલાં છે. દિવસે તો જોબને લીધે વાતો કરવાનો બહું સમય મળતો નથી એટલે સાંજે ડીનર પતાવીને દિવસ દરમ્યાનની ગતિવિધિઓ અંગે વાતો કરી ટીવી જોઇને સુઈ જવાનો  એમનો રોજનો નિત્યક્રમ થઇ ગયો છે.
મંજરી આનંદને પૂછે છે : “બોલ આનંદ ,આજની શી નવાજુની છે ?”
આનંદ : “અરે હા, મંજરી આજે જોબ પર રીસેસમાં મેં ન્યુજ પેપરમાં વાંચ્યું  કે સામાન્ય રીતે પુરુષો દરરોજ જેટલા શબ્દો બોલે છે એનાથી બમણા શબ્દો  સ્ત્રીઓ બોલતી હોય છે.હું જાણું ને ,દરેક સ્ત્રી સ્વભાવે જ બોલકી  હોય છે.”
મંજરી થોડી વાર તો ચુપ રહી ,પછી કઇક વિચારીને આનંદ તરફ જોઇને બોલી : 
“આનંદ,સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું  બોલે છે એનું એક કારણ છે .”
આનંદ:“બોલ, શું કારણ છે ?”
મંજરી :“કારણ એ કે સ્ત્રી જ્યારે એક વાર પોતાના પતિને કોઈ વાત કરે છે ત્યારે પહેલી વખત તો જાણે એને કશું સમજાતું ન હોય એમ એ જ વાત ફરી પૂછે છે.પછી પત્નીને એજ વાત ફરી કહેવી પડે છે.”
આનંદ :“શું કહ્યું ?”
મંજરી :“જો, મારી વાત સાચી નીકળી ને ?”
આ સાંભળી આનંદ ઘડીક તો ચુપ થઇ ગયો.પછી  થોડી વાર પછી એણે ફરી મંજરીને પોતાની બુદ્ધિનો પરચો બતાવવાના આશયથી કહ્યું :
“મને એ નથી સમજાતું કે તું એક સાથે આટલી સુંદર અને બુધ્ધુ બન્ને કઈ રીતે હોઈ શકે છે ?”
મંજરીએ જવાબ આપ્યો :“જુઓ હું તમને સમજાવું, ભગવાને મને સુંદર બનાવી કે જેથી તમે મારા તરફ આકર્ષાવો  અને ભગવાને મને બુધ્ધુ એટલા માટે બનાવી કે જેથી હું તમારા તરફ આકર્ષાઉં !”
વિનોદ પટેલ ,સાન ડીએગો
બે એરિયાની બેઠક સાહિત્ય સંસ્થાના વિષય "હાસ્ય સપ્ત રંગી " ના જવાબમાં તૈયાર કરેલ અને સુ.શ્રી પ્રજ્ઞા દાદભાવાલાના બ્લોગ "શબ્દોનું સર્જન"માં પ્રગટ મારો એક હાસ્ય લેખ "શેરને માથે સવા શેર "

અમુલ્ય વારસો

અમુલ્ય વારસો

નથી કર્યું બહુ ધન ભેગું મેં બે હાથે જીંદગીમાં,
કરવું ન હતું એવું પણ કઈ ન હતું મનમાં,
જે કરવાનું હતું એ જાતે જ, એક હાથે કરવાનું હતું,
નહોતો એવો કોઈ કૌટુંબિક ધનનો મોટો વારસો.
કરી મહેનત,મચી પડી, રાત દિન, થઇ શકી એટલી,
બે પૈસા ભેગા થતા તો થતો મનમાં બહુ રાજી,
પણ બનતું એવું કે, ભેગા થયેલા એ ધનમાંથી
ઘણું બધું ,કોઈ આકસ્મિક ખર્ચાઓમાં વહી જતું.
એકડે એકથી ફરી ધન માટેની ઉંદર દોડ શરુ થતી,
એકધારા જીવન ચક્રના એ વણ થંભ્યા ચગડોળમાં ,
કભી ખુશી કભી ગમના, જીવનના એ બનાવો વચ્ચે ,
કરી મન મક્કમ ,નિભાવી કૌટુંબિક જવાબદારીઓ,
આરોગ્ય પ્રશ્નો અને સામાજિક પ્રસંગોને સાચવી,
શિક્ષણ અને સંસ્કાર રૂપે સંતાનોને પાંખો આપી,
ધનનું સાચું રોકાણ શિક્ષણ છે એ હતી એક અડગ શ્રધા,
આનંદ છે એ વાતનો કે એ શ્રધ્ધા આજે સાચી પડી છે ,
 મારું એ અનોખું રોકાણ આજે રંગ લાવ્યું છે,
બહુ આર્થિક મૂડી ભલે મેં ભેગી નથી કરી ,
પણ સંસ્કાર અને શિક્ષણના એ વાવેલા વૃક્ષમાં,
કરેલ મૂડી રોકાણનાં મીઠાં ફળો આજે ચાખતો,
જીવન સંધ્યાએ આ વૃક્ષને ફાલતું,ફળતું જોઈ,
પ્રભુનો આભાર માનતો કહી રહ્યો છું મનમાં સંતોષથી,
આ સુંદર વૃક્ષ એ જ તો છે મારો અમુલ્ય ધન વારસો.

વરસાવું આશિષ આ વૃક્ષ પર, કરું  પ્રભુને પ્રાર્થના કે,

વટ વૃક્ષ શુ,વાવેલું મારું વૃક્ષ,ફુલતું,ફાલતુ અને ફળતું રહે.

-વિનોદ પટેલ … ૯-૨૦-૨૦૧૬

દેશ માટે

દેશ માટે
રક્ષાબંધન આવી મતલબ તહેવારોનું ઝુમખું લાવી !
હાથમાં હજી બહેનોએ બાંધેલી રાખડી ઝગારા મારતી હોય ત્યાં નાગ પંચમ આવી જાય. તલ અને ગોળનો તલવટ ખાવાની મજા આખા વર્ષમાં એકવાર આવે. આથી ઘરે ઘરે જઈને તલવટ ચાવીને દાંતને મજબૂત બનાવતા. હજી તો દાંતમાંથી તલવટ પૂરો ચવાયો પણ ના હોય ને; ઘરના બધી સ્ત્રીઓ અને છોકરીઓ સાથે અમે બધા ભુલકાઓ રાંધણ છઠની ઉજવણી કરવા લાગીએ. તમને એવું લાગતું હશે કે અમે નાના ભૂલકા રાંધવામાં કેવી રીતે જોડાઈએ ? જે લોકો જોડાયા હોય તેમને ભૂતકાળમાં ઘસડી જાઉં છું. અને જે લોકો નથી ગયા એમને નવું બતાવું છું. બા, બેન કે ભાભી પુરી, ઢેબરાં કે થેપલા વણે તેને અમે લોકો પેપર પર સૂકવીએ. બોલો કેટલું મહત્વનું કામ ? શીતળા સાતમે વળી સવારે ઉઠીને નદીએ જઈને નહિ લઈએ.કે ગોર મહારાજ શીતળામાંની પૂજા કરે અને થોડા ઘણા રૂપિયા પણ કમાઈ લે. ત્રણ દિવસ મારા ગામમાં મેળો થાય. આને અમારો મહેલ્લો સાતમ આઠમનો મેળો કહે. કોઈ બીજા ગામના લોકો જન્માષ્ટમી કહીને પણ ઉત્સવ ઉજવે છે. હવે તહેવારો વિષે ઊંડું નથી જવું.
આવો તહેવારોનો થાક અને સાથે વરસાદના મારથી અકળાયેલા અમે બધા વળી મહેલ્લામાં જ ભેગા થયા. આજે તો હકો આવ્યો એવોજ આક્રમક દેખાતો હતો. એનો મિજાજ જોઈને જલો અને જીગો બેઉ દિલાની બાજુમાં ગોઠવાઈ ગયા. ટીનો બેય બાજુ કાતરીઓ મારીને વધુ બીવડાવતો હતો. નરીયો હજી દબાયેલો હતો. એ કોઈનાથી દબાય નહિ પણ પોતે જે આઠ-દશ દિવસ કસરત કરી તેનાથી નારાજ હતો. મેં હકા સામે જોયું તો મને લાગ્યું કે એ કોઈ બૉમ્બ ફોડવાનો છે. હકો આક્રમક બને એટલે મહેલ્લામાંથી કોઈની મજાલ નહોતી કે એની મશ્કરી કરે. બાકીના દિવસોમાં તો ચકલા ય એની ઉપર ઉડીને માથું ભીનું કરતા જાય.
“આ વખતે મેળામાં બહુ મજા ના આવી” ટીનાએ મૌન તોડ્યું.
“હા યાર મને પણ” એના સાગરીત સમા અશ્કાએ સાથ પૂર્યો.
મિત્રો, પછી તો એવું બન્યું કે જો કોઈ મેળાનું આયોજક હાજર હોય તો મેળાનું આયોજન જ ના કરે. ઊંધા ચકડોળ ફેરવ્યા. રગડા પેટીસ અને દાબેલીને તળાવમાં ફેંકી.
“ઉભા રહો સજ્જનો” હકાએ બુમ પાડી એટલે બધા શાંત. મેં એની સામે જોયું તો હકો તો લુહારની ધૂણી જેમ લાલચોળ.
“ બધા ઉભાજ છે હકા !” જીલાએ તેની દુખતી નસ દબાવી.
“ તારી જાતનો જીલીયો મા…..તમે બધા લોકો જયારે ને ત્યારે બીજાને બહુ દોષ દો છો ”
“એય હકલા, જબાન સંભાળીને બોલજે…” દિલો અકળાયો
“દીલા..એની વાત પુરી સાંભળો તો ખરા.” મેં બધાને શાંત પાડ્યા( જોકે મેં હકાનો પક્ષ લીધેલો, કોઈ દિલાને કહી ના દેતા)
“વાત મારી એકલાની નથી, એકલા દીલાની નથી, એકલા રીતુની નથી, એકલા જીલાની નથી…..આઈ મીન…હું સર્વને અનુલક્ષીને કહું છું ”
“ હા તો ઠીક, બાકી વચ્ચે મારું નામ નહિ આવવું જોઈએ…કહે હવે. ” દિલોય શાંત પડી ગયો.
“ આપણે કોઈ ક્રિકેટર ખરાબ રમે તો જાટકી કાઢીએ, કોઈ મેયરને લીધે સિટીમાં થોડી અસ્ત વ્યસ્તતા થાય તો એના પર લાગી જઈએ ”
“ હા એ તો છે જ ” નરીયાએ કહ્યું
“ અરે હકલા આ તો જગ પુરાણું છે, મોટા લોકો ગમે તેમ કરે, સાંભળવાનું તો હોય જ ” જેમ્સ બોન્ડ જીગાએ પણ કશુંક કહ્યું.
“એમાં મારો વિરોધ છે, ખાસ કરીને દેશ દાઝ માટે ”
“હકા કાલે કોઈ મનોજકુમારનું ફિલ્મ જોઈ આવ્યો કે શું ? ” અત્યાર સુધી શાંત વજાએ પૂછ્યું.
“બસ આજ આપણી તકલીફ, કેમ એકલો મનોજકુમાર જ દેશભક્ત ? ”
“બીજું બધું ફાડ્યા વગરનો જે અંદર હોય તે ભસી કાઢ ને ” ટીનો બગડ્યો
“જાવ..હું ચાલ્યો…. ” કહીને એ તો રિસાઈને ભાગ્યો
“રીતિયા, એને મનાવ ને, આ આપણી મહેલ્લાની શોભા વિરુદ્ધ છે ” જલાએ મને પકડ્યો. મને એ પણ ખબર હતી કે હકો જે બોલશે તે દમ વાળું હશે. કોઈને કોઈ ખટકતી વાત હશે. મને પણ મજા આવતી હતી…અને એમાંય હકાએ દેશ દાઝની વાત કરી.એટલે મારે માટે તો ઓર ઇન્ટરેસ્ટિંગ. જોકે મહેલ્લામાં હકાના કરતૂતો તો ગિનેઝ બુક સુધી પહોંચેલા છે. આથી જ અમે લોકોએ એને ખાસ ડિગ્રી અને બિરુદ આપ્યું છે.પ.પૂ.ક.ધૂ. 10008 શ્રી હકેશ્વર મહારાજ. (પ.પૂ.ક.ધૂ. = પરમ પૂજ્ય કરતૂત ધૂરંધર)
મેં એને એક મસ્ત મજાના લહેકાથી બોલાવ્યો કે હકો પાછો આવ્યો.
“ જો હકા, તારે જે કહેવું છે તે વટ કે સાથ કહી દે ” દિલાએ એને સાથ આપ્યો
“જુઓ, આપણે અહીં બેઠા બેઠા કશું પણ કહીએ, કોઈની પણ કિલ્લી ઉડાવીએ. કોઈને પણ ઉતરતા ચીતરીએ. પણ આપણે કદી આપણા વિષે વિચારીએ છીએ ? ” હકાએ તો તોપ અમારી સામે કરી દીધી. આથી બધા ચૂપ થઇ ગયા. હવે તો બધાએ હકાનું વ્યાખ્યાન સાંભળવુંજ રહ્યું.
“આપણે ફેસબુક કે વોટ્સ એપ પર સારા સારા મેસેજ અને સ્લોગનો શેર કરીએ છીએ. પણ જયારે એનું પાલન કરવાનું આવે ત્યારે ટાઢ આવે છે ! હેપી મધર્સ ડે, ફાધર્સ ડે તો કેમ સાલું આખું વર્ષ તેઓ આપણી પર પ્રેમ નથી વરસાવતા ? તો કેમ આપણે એક વાર જ કહીને છટકી જવાનું ? ”
અમે તો સાંભળીને બધા એકદમ ચૂપ બની ગયા અને હકો જે કહેતો હતો તે કોઈની તરફ આંગળી ચીંધતો હતો એ પણ વિચારી લે તેવું લાગ્યું. આજ જેવું રૂપ હકાનું કદી જોયું નથી. એના ધારદાર ડાયલોગ લાકડાફાડ હતા.
“પંદરમી ઓગષ્ટ આવી કે તિરંગાને અને સૈનિકોને સલામી પછી બધું હવામાં, વળી 26મી જાન્યુઆરી આવી કે બધા હઇશો હઇશો લાગી જશે. પણ કોઈને દિલમાં દેશદાઝ જાગી ? નહિ, ખાલી ખાલી હવામાં ફાયરિંગ કરે કહી ના વળે લલ્લુઓ. ”
“પણ મારી પાસે તો તારોલીયા ફોડવાની બંદૂક હતી એ પણ બગડી ગઈ છે હકા ! ” દલાએ કોશિયો ભુશ્કો માર્યો.
“દલા, અત્યારે મસ્તી કરવાનો ટાઈમ નથી ” જીગાએ એને શાંત રહેવા કહ્યું.
“ હું પણ મસ્તી નથી કરતો, બાપના બોલથી કહું છું કે એક પણ ફાયરિંગ હવામાં ના કરું ”
“હકા, એ ભલે લવારીએ ચઢ્યો; તું કહે ” ટીનાએ એને આગળ બોલવા કહ્યું.
“ ઘણું તો કહી દીધું, હવે તમે તો કંઈક ડાયલોગ બનાવો … ” હકો એકબાજુ બેસી ગયો.
“આમતો આટલાં ડાયલોગ પણ આપણા નાટક ને જોરમાં લાવશે કેમ ? ” મારી સામે જોઈને નરીયો બોલ્યો.
“હા, હમણાં તો આટલું યાદ રાખીને  રિહર્સલ કરીએ, બાકી દેખા જાયેગા” મેં કહ્યું ને અમારી વાતને વધાવતો વરસાદ આવ્યો કે બધા વિખેરાઈ ગયા.

‘ગરવું ઘડપણ’ – વૃદ્ધ થતાં શીખીશું ? – ..અવન્તીકા ગુણવન્ત


 ‘ગરવું ઘડપણ’ – વૃદ્ધ થતાં શીખીશું ? – ..અવન્તીકા ગુણવન્ત

સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજજરના ફેસ બુક પેજ પર મારાં સુપરિચિત પ્રિય લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંતની એક સુંદર વાર્તા વાંચી જે વાર્તાને તેઓએ એમના બ્લોગ સંડે-ઈ--મહેફિલમાં પ્રથમ પ્રગટ કરી છે.

સીનીયર સિટીઝનોને ગમી જાય એવી આ પ્રેરક વાર્તાને વિ.વિ.ના વાચકો માટે શ્રી ઉત્તમભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.

શ્રીમતી અવંતિકા ગુણવંતની વાર્તાઓ અગાઉ વિનોદ વિહારની ઘણી પોસ્ટમાં  પ્રસિદ્ધ કરવામાં આવી છે ,એટલે વાચકો માટે તેઓ સુપરિચિત છે.

ગુજરાતી પ્રતિભા પરિચયમાં અવન્તીકાબેન ગુણવંત નો પરિચય આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

અમદાવાદમાં રહેતાં શ્રીમતી અવંતિકાબેન ગુણવંત સાથે મારો પ્રથમ પરિચય ૨૦૦૩માં એમના અમેરિકન જીવન ઉપરના લેખોના પુસ્તક ´છેલ્લી ઘંટડી’ વાંચ્યા પછી એમના એક પ્રસંશક તરીકે થયો.ત્યારબાદ પત્રો દ્વારા અને ફોનમાં વાતચીત દ્વારા તેઓએ મારા અંગત જીવનમાં રસ લઇ મને ઘણીવાર માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે.હજુ પણ ફોન પર વાતચીત ચાલુ છે.હાલ નાદુરસ્ત તબિયતે પણ એમની કલમમાંથી એમની કોલમોમાં વહેતો સાહિત્ય રસ સુકાયો નથી.

છેલ્લે હું નવેમ્બર ૨૦૦૭માં અમદાવાદમાં હતો ત્યારે એમના નિવાસ સ્થાને એમની બે વાર મુલાકાત લીધી હતી.એમના હાથની સ્વાદીષ્ટ રસોઈનો સ્વાદ અને એમનો સ્નેહ નીતરતો સ્વભાવ ભૂલાય એવો નથી.

એ વખતે મારા કેમેરામાં ઝડપેલ અવન્તીકાબેન અને એમના પતિ ગુણવંતભાઈની યાદગાર તસ્વીર આ રહી.

avantika-gunvant-with-gunvantbhai-11-20-2007

અવંતિકાબેન અને ગુણવંતભાઈ(તસ્વીર -વિનોદ પટેલ નવે.૨૦૦૭)   

‘ગરવું ઘડપણ’ – વૃદ્ધ થતાં શીખીશું ?
– અવન્તીકા ગુણવન્ત

લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને તેની પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડીયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડીયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ, શેર બજાર, ઈન્સ્યોરન્સ કંપની જ્યાં જ્યાં તેમણે પૈસા રોક્યા હોય ત્યાં જવાનું છે. સગાં, સમ્બન્ધીઓ અને મીત્રોને મળવાનું છે. સુલય અને ઋતુજા અમદાવાદમાં જનમ્યાં અને અમદાવાદની સ્કુલ, કૉલેજોમાં અભ્યાસ કર્યો છે. તેથી એમનું મીત્રમંડળ પણ અમદાવાદમાં જ છે. જે મીત્રો સાથે સમ્પર્ક ચાલુ રહ્યો હોય તેમને ખાસ મળવાનું છે.

સવારથી સુલય અને ઋતુજા દીકરા હેતને લઈને બહાર નીકળી પડે છે. બહાર જતી વખતે ઋતુજા એનાં સાસુ લતાબહેનને કહે છે, ‘મમ્મી, તમે રસોઈમાં કંઈ બનાવશો નહીં, બહારથી અમે લેતાં આવીશું.’ પુત્રવધુની સુચના સાંભળીને લતાબહેન કંઈ બોલતાં નથી; પણ તેઓ એમની રીતે દાળ, ભાત, રોટલી અને શાક બનાવે છે.

સુલય અને ઋતુજા બહારથી જે ખાવાનું લાવે તે માત્ર ચાખે જ. સુલય કહે:

‘પપ્પા, તમે કેમ અમારું લાવેલું કંઈ ખાતાં નથી? મમ્મીને અમે કહીને જઈએ છીએ કે તું રસોડામાં કંઈ બનાવીશ નહીં; પરંતુ મમ્મી રોજ રસોઈ બનાવે છે અને તમે એનું બનાવેલું જ ખાઓ છો.’

‘બેટા, બહારનું ચટાકેદાર, તળેલું ખાવાનું અમને માફક ન આવે. તેથી મમ્મી જે સાદું અને ઝટ પચી જાય એવું ખાવાનું બનાવે છે તે હું ખાઉં છું. બહારનું હું ખાતો નથી.’

‘પણ તમારે રોજ ક્યાં ખાવાનું છે ? અમે અહીં છીએ તો લાવીએ છીએ અને પપ્પા તમે તો ખાવાના શોખીન છો. પપ્પા, તમને તો બધું પચી જાય છે. ખોટો વહેમ ન રાખશો. તમારી ઉંમરના બીજા લોકો ખાતા જ હોય છે ને !’ ઋતુજા બોલી.

‘બધાં ખાતા હોય છે અને પછી ડૉક્ટરને ત્યાં દોડતાં રહે છે, મારે ડૉક્ટરને ત્યાં નથી દોડવું.મારે તો પુરાં સો વર્ષ જીવવું છે અને તંદુરસ્ત રહેવું છે.’

‘પપ્પા, તમે સો નહીં; પણ સવાસો વર્ષ જીવશો. તમે પંચ્યાશીના થયા; પણ જ્યારે જુઓ ત્યારે કેટલા ફ્રેશ હો છો ! તમે કદી થાકવાની કે કંટાળવાની ફરીયાદ નથી કરતા, અમે કંટાળી જઈએ છીએ; પણ તમે કદી નથી થાકતા કે કંટાળતા !’

‘બેટા, હું કદી થાકતો નથી; કારણ કે હું કુદરતના નીયમો ચીવટાઈથી પાળું છું. આપણા શરીરમાં સાત પ્રવેશદ્વાર છે, જ્યાંથી રોગનાં જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે. માટે હું બહુ સાવધ રહું છું. એક પળના આનંદ માટે કોઈ રોગને શરીરમાં ન પેસવા દેવાય. ઉતરતી અવસ્થાએ રોગ હેરાન કરી મુકે. અને બેટા, કાયમ હું ફ્રેશ હોઉં છું; કારણ કે હું કદી ચીંતા નથી કરતો, કદી તનાવ નથી અનુભવતો. નાનપણથી મારો સ્વભાવ જ આનંદી છે.’

‘પપ્પા, તમે ક્યારેય તનાવમાં નથી આવી જતા, ક્રોધ નથી કરતા, એ તો હું જોઉં છું; પણ અમને પ્રશ્ન એ થાય કે તમારા જીવનમાં એવી પળો તો આવતી જ હશે જ્યારે ચીંતા થાય, લાચારી અનુભવાય, અકળામણ થાય, ગુસ્સો આવે –

’ઋતુજાએ અજયભાઈને પુછ્યું. અજયભાઈ ઋતુજાના સસરા છે પણ તેઓ એક પીતાની જેમ જ ઋતુજા સાથે નીખાલસપણે વાત કરે છે, તેથી ઋતુજા તેના મનમાં ઉઠતી શંકા, કુશંકાઓનું સમાધાન સસરાને પ્રશ્નો પુછીને મેળવે છે.

‘ઋતુજા, મેં મારા બાપુજીના મોંએ સાંભળ્યું કે, ‘Ageing is a natural process.’ જીવનમાં ઉમ્મર વધે તેમ અવસ્થા બદલાવાની છે, તેથી આપણે અગાઉની જ દરેક અવસ્થામાં આનંદપુર્વક સ્વસ્થતાથી રહી શકીએ માટે એની તૈયારી અગાઉથી જ કરવી જોઈએ. વૃદ્ધ થઈએ ત્યારે શારીરીક ક્ષમતા ઘટે; પણ અનુભવ વધે. તેથી જ માણસ વધુ સક્ષમ અને સમ્પન્ન બને છે. વળી ત્યારે સંસારની જવાબદારી ઓછી થઈ હોય છે. સન્તાનો વીકાસ પામીને એમનું જીવન જીવતા થઈ ગયા હોય છે. તેથી તેમની ચીન્તા હોતી નથી. બેટા, શરીરનું આરોગ્ય સાચવીએ તો આપોઆપ આપણું મન તંદુરસ્ત રહે અને જીવનમાં આવતાં પરીવર્તનોને સહર્ષ સ્વીકારાય અને પ્રસન્નતાથી જીવી શકાય.’

‘પણ વૃદ્ધાવસ્થામાં શરીર અને મનની શક્તી ઓછી થઈ જાય છે, એવું આપણે જોઈએ છીએ.’ સુલયે કહ્યું.

અજયભાઈએ હેતથી કહ્યું, ‘બેટા, આપણું શરીર એક અદ્દભુત યંત્ર છે. અંદરનો બગાડ જાતે જ સાફ કરીને આપોઆપ નરવા થઈ જવાની કળા એ જાણે છે. અને આપણે આપણા શરીરને બરાબર સંભાળીએ તો જરાય વાંધો નથી આવતો. દરેક માણસ નીયમીતપણે કસરત કરે, યોગ અને પ્રાણાયામ કરે તો રોગ દુર રહે છે. જીવનશક્તી જળવાઈ રહે છે. ઉંમર વધે તેમ વૃદ્ધાવસ્થા તો આવે; પણ તમારે વૃદ્ધ થવું કે યુવાન રહેવું છે એ તમારે નક્કી કરવાનું છે.’

‘પપ્પા, તમે નીવૃત્ત થયા છો છતાં કંઈ ને કંઈ કામ તો કર્યા જ કરો છો. તમને કામ કરવામાં આટલો બધો રસ પડે છે? શી રીતે રસ ટકી રહ્યો છે ?’
‘બેટા, નીવૃત્તી એટલે નીષ્ક્રીયતા નહીં. માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તી કરતા જ રહેવાનું, જેથી આપણી જીન્દગી આપણને બોજ ન લાગે. જીન્દગી નીરસ ન બની જાય.’

‘પણ, પપ્પા, તમે તો સમાજકલ્યાણની પ્રવૃત્તી કરો છો, કેટલી જવાબદારવાળી આ પ્રવૃત્તી છે તમારી ! સીધો પૈસા સાથે જ સમ્બન્ધ !’

‘દીકરા, જે સમાજ આપણને સલામતી આપે છે, આપણને સમૃદ્ધ રાખે છે, એ સમાજ માટે હું જે કંઈ કરું છું, એ કરવું જ જોઈએ. મારી આવડત અને અનુભવનો લાભ સમાજને મળે એ જ મારો સન્તોષ છે. સમાજ પાસેથી હું કોઈ લાભ કે નફાની અપેક્ષા નથી રાખતો. નીવૃત્તીકાળનો આ શ્રેષ્ઠ ઉપયોગ છે. તું જાણે છે કે વૃદ્ધાવસ્થા તો જીન્દગીનું સ્વર્ણીમ શીખર મનાય છે. એ સુવર્ણકળશની જેમ હમ્મેશાં ઝગમગવું જોઈએ.’

‘પપ્પા, અત્યારે અમારા વૃદ્ધત્વ માટે અમારે શી તૈયારી કરવી જોઈએ ?’ ઋતુજાએ પુછ્યું.

‘બેટા, શરીર અને મનને જાળવવાં. સૌથી પહેલાં તો તમે નકારાત્મકતાથી દુર રહો. શરીર કે મનમાં કચરો ન નાખો. કોઈ પણ પ્રકારના ક્લેશ, અસંતોષ, નીરાશા, ઉદાસીનતા, હતાશાને મનમાં ઉગવા જ ન દો. આપણા રોજીન્દા જીવનમાં ક્યારેક એવી ઘટના ઘટે છે કે આપણને નુકસાન પણ થાય; પણ એ નુકસાનનો વીચાર જ નહીં કરવાનો. નુકસાન કે વીષાદની પળોમાંય સ્વસ્થ રહો. વૃદ્ધત્વ આવ્યું એટલે હાર નહીં માની લેવાની. આપણે આપણી જાતમાં ભરોસો રાખવાનો, આપણા અનુભવોએ આપણને જે જ્ઞાન અને પરીપક્વતા આપી છે એનો પુરો લાભ લેવાનો. આપણા સમગ્ર લાગણીતંત્રને હકારાત્મકતાથી ભરી દેવાનું, નીર્ભય રહેવાનું, મક્કમ રહેવાનું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની. વીશ્વના શુભ–મંગલ તત્ત્વમાં વીશ્વાસ રાખવાનો અને પ્રસન્નતાથી જીવવાનું.’

ઋતુજાએ પુછ્યું, ‘પપ્પા મારી મમ્મી આનંદમાં રહે છે; પણ હમણાં હમણાં એની યાદશક્તી ક્ષીણ થતી જાય છે. તેથી એ મુંઝાય છે, તો એના માટે શું કરવું ?’

‘બેટા, ઉંમર વધે તેમ મગજ નાનું થતું જાય છે. બ્રેઈન સેલ્સ ઘટી જાય છે, ક્યારેક લોહી બરાબર પહોંચતું નથી. તેથી યાદશક્તી ક્ષીણ થતી લાગે; પણ એના માટે ઉપાય કરવાના. યોગ કરો, પ્રાણાયામ કરો, બ્રેઈન ટૉનીક જેવા કે શંખપુષ્પી ચુર્ણ, આમળાં વગેરે લો. દવાને ખોરાક ન બનાવો; પણ ખોરાકને દવા બનાવો. આહાર–વીહારમાં તકેદારી રાખીએ તો શરીરનો ઘસારો પુરાઈ શકે છે. દુધ, દુધની બનાવટ, તાજાં ફળો, લીલાં શાકભાજી, બદામ, પીસ્તા, કાજુ, અખરોટ, તલ, મગફળી લેવાથી શરીરને થતો ઘસારો અને ઈજાને પહોંચી વળાય છે. હૃદયના સ્નાયુને સંકોચન કે પહોળા થવાની ક્રીયામાં વીટામીન ડી મદદ કરે છે. વીટામીન ડી હાડકાંને મજબુત કરે છે. આપણાં હાડકાં મજબુત હોય એ જરુરી છે. આપણી રોગપ્રતીકારક શક્તી અકબંધ રાખવામાં વીટામીન ડી મદદ કરે છે. પરન્તુ જેમ ઉમ્મર વધે તેમ શરીરમાં વીટામીન ડી ઓછું બને છે. માટે બહાર સુર્યપ્રકાશમાં ફરવું જોઈએ, કુમળા તડકામાં બેસવું જોઈએ. તડકો મળતાં શરીર આપોઆપ જરુરી વીટામીન ડી બનાવી લેશે. આપણા શરીરની ઉણપો વીશે સમજીને તે પુરવા પ્રયત્ન કરવો જોઈએ.’

ઋતુજા બોલી, ‘પપ્પા, હું ભણતી હતી ત્યારે આ બધું ભણવામાં આવતું હતું; પણ એ તો હું પરીક્ષાની દૃષ્ટીએ યાદ રાખતી હતી. આ બધી જાણકારી જીવનમાં ઉતારવાની સુઝ ન હતી. પરન્તુ અત્યારે સમજાય છે કે શું ખાવું ને શું ન ખાવું, કયો ખોરાક લેવાથી ક્યા અંગને પોષણ મળે છે, એ વખતથી જ જો એક સમજ કેળવાઈ હોત તો શરીર કેવું તંદુરસ્ત હોત !’

‘અરે બેટા, તમે નાનપણમાં ખુલ્લી હવામાં, કુમળા તડકામાં દોડાદોડ કરી હોત, મેદાનમાં રમતો રમ્યાં હોત તો તમારા શરીરનો બાંધો સુદૃઢ હોત. જુઓ, હું પંચ્યાશી વર્ષનો થયો; પણ બાગકામ બધું કરી શકું છું ને ! પણ કોઈ વાતનો અફસોસ નહીં કરવાનો, જાગ્યા ત્યારથી સવાર. હવે આજથી, આ ક્ષણથી તબીયતની કાળજી લો, અને પ્રસન્નતાથી જીવો. આપણને જે મળ્યું છે એને સ્વીકારો અને ખુશ રહો.’

‘પપ્પા, હવે અમે વૃદ્ધત્વથી ગભરાઈશું નહીં; પણ જાગ્રત થઈને પુરા મનથી વૃદ્ધત્વને વધાવીશું.’ ઋતુજા બોલી. સુલયે હસીને મૌનપણે પપ્પાની વાત પર મહોર મારી.

– અવન્તીકા ગુણવન્ત
જુલાઈ, 2014ના ‘અખંડ આનંદ’ માસીકમાંથી સાભાર.. લેખીકા અને ‘અખંડ આનંદ’ના સૌજન્યથી સાભાર...

લેખીકા સમ્પર્ક :
અવન્તીકા ગુણવન્ત,
‘શાશ્વત’ – કે. એમ. જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ–380 007
ફોન–(079)2661 2505

ઈ–મેઈલ – avantika.gunvant@yahoo.com

‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : બારમું – અંક : 356 – 04 September, 2016
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન :

ધર્મસંસ્થા, સમાજ અને નાગરીકી સ્વતન્ત્રતા –ઉર્વીશ કોઠારી

ધર્મસંસ્થા, સમાજ અને નાગરીકી સ્વતન્ત્રતા

–ઉર્વીશ કોઠારી

ગરીબોની સેવાને ધર્મકાર્ય ગણીને તેમાં જીવન સમર્પીત કરી દેનારાં મધર ટેરેસા હવે ‘સન્ત ટેરેસા’ (અંગ્રેજીમાં સેઈન્ટ ટેરેસા) તરીકે ઓળખાશે. ખ્રીસ્તી ધર્મના રોમન કેથલીક સમ્પ્રદાયની લાંબી વીધી પુરી કર્યા પછી વેટીકન સીટીસ્થીત વડા, પૉપે તેમને સન્ત જાહેર કર્યાં. ઘણા ખ્રીસ્તી–બીનખ્રીસ્તી લોકોના મનમાં તો મધર જીવતેજીવ ઉચ્ચ સ્થાન મેળવી ચુક્યાં હતાં. તેમની ઓળખાણમાં જોડાયેલો ‘સન્ત’ શબ્દ હવે સત્તાવાર આધ્યાત્મીક દરજ્જાનો પણ સુચક બની રહેશે.

રોમન કેથલીક સમ્પ્રદાયમાં સત્તાવાર રીતે સન્તનો દરજ્જો એમને જ મળે, જેમણે ચમત્કાર કર્યા હોવાનું (ધર્મસત્તાધીશો સમક્ષ) પુરવાર થાય. સાદી સમજ પ્રમાણે, દીનદુઃખીયાંની નીઃસ્વાર્થ સેવા કરવામાં ધર્મ સમાઈ જાય છે; પણ ધર્મસંસ્થાઓનાં માળખાં માટે એટલું પુરતું થતું નથી. તેમના ચમત્કારપ્રેમની અને તેની પાછળ રહેલી અન્ધશ્રદ્ધાની ટીકા કરવામાં આવે ત્યારે ધાર્મીકજનો એને ધર્મની ટીકા ગણીને દુઃખી થાય છે. વીચારવા જેવો સવાલ એ છે કે કોઈ પણ ધર્મનું નીચું ક્યારે દેખાય? અન્ધશ્રદ્ધા કે ભપકાબાજીને માનવસેવા કરતાં ચડીયાતાં ગણવામાં આવે ત્યારે? કે માનવસેવાને સર્વોચ્ચ ગણવામાં આવે ત્યારે?

ધર્મના વ્યાપક અર્થ વીશે રસપ્રદ વાત વીખ્યાત ગુજરાતી લેખક–ગણીતજ્ઞ અને ખ્રીસ્તી પાદરીફાધર વાલેસે કરી હતી. 2011માં ગુજરાત આવેલા ફાધરે ગુજરાતી ભાષામાં ધર્મની વીવીધ અર્થચ્છાયાઓ સમજવા માટેનું ચાવીરુપ વાક્ય કહ્યું હતું, ‘મારો ધર્મ; મારો ધર્મ (સ્વ–ભાવ) બને એ મારો ધર્મ (ફરજ) છે.’ અને તેનું અંગ્રેજી આ રીતે સમજાવ્યું હતું : માય રીલીજીઅન ધેટ બીકમ્સ માય નેચર ઈઝ માય ડ્યુટી. તેમણે કહ્યું હતું, ‘ધર્મ એટલે ફક્ત કાયદાથી, આજ્ઞાઓથી, બહારથી આવેલું વજન નહીં; પણ જે સ્વાભાવીક અને નૈસર્ગીક થઈ પડે એ જ મારો ધર્મ.’ કબીરનું પદ ‘સહજ સમાધી ભલી’ ટાંકીને એમણે કહ્યું, ‘બહુ સાધના–તપશ્ચર્યા કરીએ એના કરતાં ખરો ધર્મ હૃદયમાંથી નીકળે, પ્રકૃતીમાંથી આવે. એ ઉપરથી નહીં; અન્દરથી આવેલો હોવો જોઈએ. એ રીતે અર્થ કરીએ તો ધર્મમાં આખું જીવન આવી જાય.’  ધર્મની આ સમજ સાથે ધર્મસંસ્થાઓની વાડાબંધીનો ક્યાં મેળ ખાય?

ધર્મનો મામલો પેચીદો હોય છે. સૌથી પહેલાં તો ધર્મ અને ધર્મસંસ્થા વચ્ચેનો ભેદ પાડવો જરુરી છે. કોઈ પણ ધર્મ–સમ્પ્રદાયની સંસ્થા ધર્મના સમ્પુર્ણ અમલનો અને પોતાને ત્યાં બધું જ ધર્મ અનુસાર થતું હોવાનો દાવો કરી શકે નહીં – અને એ કરે તો માની શકાય નહીં. કારણ કે ધર્મ તેના મુળ સ્વરુપે બહુ વીશાળ અને સર્વવ્યાપી બાબત હોય છે. કોઈ એક લક્ષણ, સુત્ર, કાર્ય, વીધી કે નીષેધમાં સમાઈ જાય ને તેના ભંગથી જોખમાઈ જાય એટલો ‘નાજુક’ તે હોતો નથી. એકેય ધર્મ–સમ્પ્રદાયમાં સમ્પત્તીનું સર્જન કરવાનું કે લોકો ભુખે મરતા–બીમારીથી પીડાતા હોય ત્યારે ભપકાદાર ધર્મસ્થાનો ઉભાં કરવાનું લખ્યું હોય? અને લખ્યું હોય તો તેને ધર્મ કહેવાય? પણ હા, ધર્મસંસ્થા ધર્મના પ્રચારપ્રસારના નામે આ બધું કરી શકે અને તેને ‘ધર્મ માટે જરુરી’ પણ ગણાવી શકે.

ઘણી વાર ધર્મસ્થાનો કૉર્પોરેટ ઑફીસની ગરજ સારે છે. તેમની ભવ્યતા પરથી સરેરાશ સંસારી લોકો સમ્બન્ધીત ધર્મ–સમ્પ્રદાયની સદ્ધરતાનો અન્દાજ બાંધે છે—અને ધર્મસંસ્થાઓને તેનો વાંધો પણ નથી હોતો. બલ્કે, ઘણુંખરું એ જ હેતુથી ટૅકનોલૉજી, નાણાં અને માનવશક્તીનો અઢળક ઉપયોગ કરીને આવાં સ્થાન ઉભાં કરવામાં આવે છે. ધર્મ જ્યારે ધર્મસંસ્થાનું સ્વરુપ ધારણ કરે, ત્યારે ધર્મની ફરજો પર મોટે ભાગે સંસ્થાના તકાદા સવાર થઈ જાય છે. અસરકારક વહીવટ ધર્માચરણની જગ્યાએ ગોઠવાઈ જાય છે અને ભલભલા લોકોને તે પ્રભાવીત પણ કરી જાય છે. ધર્મસત્તાધીશો અને તેમના પગલે અનુયાયીઓ આવા સંસ્થાકીય તકાદાઓને ધર્મના પ્રચાર માટે અનીવાર્ય જ નહીં; ધર્મ્ય પણ ગણતા થઈ જાય છે.

ભારતમાં વંચીતોની કાળજીનું અને મનુષ્યકેન્દ્રી ધાર્મીકતાનું યાદગાર મોડેલ ગાંધીજીએ પુરું પાડ્યું હતું. તેમના સમયમાં કોઈ પણ ગણવેશધારી ધર્મધુરન્ધર કરતાં ગાંધીજીનું નૈતીક વજન અને પ્રભાવ વધારે હતાં. એટલું જ નહીં; ધર્મના કંઠીબન્ધા લોકો ગાંધીજી સાથે દલીલમાં ઉતરતા, ત્યારે તે વામણા લાગતા હતા. જુદા જુદા તબક્કે અને મુદ્દે ગાંધીજીને હીંદુ, મુસ્લીમ, ખ્રીસ્તી એવા બધા ધર્મોના ધુરન્ધરો–રુઢીચુસ્તોનો આમનોસામનો કરવાનો આવ્યો અને મોટા ભાગના પ્રસંગોમાં ગાંધીજીની ધર્મવીષયક સમજ વધારે વાસ્તવીક, વધારે માનવકેન્દ્રી જણાઈ. સ્વામી આનન્દ જેવા બાકાયદા દીક્ષા લેનાર ભગવાંધારી સાધુએ રાષ્ટ્રસેવા માટે જોડાવાની વાત કરી, ત્યારે ગાંધીજીએ તેમનાં ભગવાં ઉતરાવી નાખ્યાં. ત્યાર પછી આજીવન સ્વામીએ સફેદ પોશાક અપનાવ્યો. ગાંધીજી એ કરી શક્યા. કારણ કે તેમને ધર્મસત્તા ઉભી કરવાની ન હતી. એ બરાબર સમજતા હતા—અને સ્વામીને પણ એ સમજાવી શક્યા—કે ભારતમાં ભગવાં કપડાં પહેરનારા લોકોની સેવા કરી શકતા નથી; લોકો તેમની સેવા કરે છે.

ધર્મની સમજ, દીવાલો ધરાશાયી કરવાને બદલે દીવાલો ઉભી કરે, ત્યારે રુઢીચુસ્તતા અને વ્યક્તીગત સ્વતન્ત્રતાનો વીરોધ દૃઢ થાય છે. મુસ્લીમ સ્ત્રીને ત્રણ વાર તલાક બોલવાથી છુટાછેડા આપી શકાય એવા, ‘ટ્રીપલ તલાક’ના રીવાજ અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલતો કાનુની જંગ એનું એક ઉદાહરણ છે. કેટલીક મુસ્લીમ મહીલાઓએ ટ્રીપલ તલાકના રીવાજને સ્ત્રીવીરોધી અને વ્યક્તીની સ્વતન્ત્રતાનો વીરોધી લેખાવીને તેને નાબુદ કરવાની માગણી કરી છે. પરંતુ ઑલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લૉ બોર્ડે સર્વોચ્ચ અદાલતમાં કરેલા સોગંદનામામાં કુરાન અને શરીઅતને ટાંકીને ટ્રીપલ તલાકના રીવાજનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે ‘દમ્પતી વચ્ચે ગમ્ભીર મતભેદ ઉભા થાય અને પતી સાથે રહેવા ન જ ઈચ્છતો હોય તો સમય અને રુપીયાના બગાડ જેવી કાનુની વીધીથી ખચકાઈને તે કાયદેસર છુટાછેડા ન લે એવું બની શકે. ત્યાર પછી એ ગેરકાયદે રસ્તા અપનાવે અને સ્ત્રીની હત્યા કરવા સુધી જઈ શકે.’ દેખીતાં કારણોસર ફરીયાદી મુસ્લીમ મહીલાઓએ પર્સનલ લૉ બોર્ડની દલીલોને પીતૃસત્તાક, અમાનવીય અને અન્યાયી ગણાવી છે. તેમણે કહ્યું છે કે બીજા અનેક મુસ્લીમ દેશોમાં પણ આવી જોગવાઈ નથી.

આ મુદ્દે રુઢીચુસ્તો પાસે કશો તાર્કીક જવાબ નથી. એટલે તે કુરાન અને શરીઅતને અફર ગણાવીને, આ રીવાજને તેમના ધાર્મીક મામલા ખપાવવા અને તેને કાયદાથી પર રાખવા રજુઆતો કરી રહ્યા છે. (પારસીઓની જેમ) ઈસ્લામ કોઈ રીતે ખતરામાં આવી પડે એવી સંખ્યાત્મક લઘુમતીમાં નથી, એ મુદ્દો બાજુ પર રાખીએ તો પણ; આધુનીક સમયમાં બન્ધારણદીધી સમાનતા અને (બીજાને નુકસાન ન થતું હોય એ હદમાં રહીને) વ્યક્તીની સ્વતન્ત્રતાનો અધીકાર કોઈ પણ ધર્મપુસ્તક કરતાં ચડીયાતાં ગણાવાં જોઈએ.

ટ્રીપલ તલાકની નાબુદીથી ઈસ્લામનું હાર્દ જોખમાશે, ચમત્કારોના વીરોધથી રોમન કેથલીક સમ્પ્રદાયને હાની પહોંચશે કે અન્ધશ્રદ્ધા–જ્ઞાતીવાદી ભેદભાવનો વીરોધ એ હીંદુ ધર્મનો વીરોધ છે, એવી માન્યતાઓ સમ્બન્ધીત ધર્મ–સમ્પ્રદાયનો મહીમા ઘટાડે છે કે વધારે છે? વીચારી જોજો.

–ઉર્વીશ કોઠારી


બે વર્ષની ત્રિશાનો સૌને સંદેશ ..અંગદાન મહાદાન ……બે સત્ય ઘટનાઓ


 બે વર્ષની ત્રિશાનો સૌને સંદેશ ..અંગદાન મહાદાન ……બે સત્ય ઘટનાઓ

trisha-1

જન્માષ્ટમીના સૂર્યોદય પહેલા ‘ત્રિશા’ અંગદાન કરી જગત માટે દાખલો બેસાડતી ગઈ

રાજકોટ- જગત જ્યારે જન્માષ્ટમીના દિવસે આનંદ ઉત્સાહમાં મગ્ન હતું ત્યારે એક ઘટના રાજકોટની એક ગોકુલ સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આકાર લઈ રહી હતી જે સમસ્ત માનવ સમાજ માટે ઉદાહરણરૂપ તથા દિશાદર્શક રહેશે.

આ ઘટનાની મધ્યમાં એક 2 વર્ષની બાળકી જેનું નામ ત્રિશા રવિભાઈ ગોસલિયા છે, તેના પરિવારજનો- પિતા રવિભાઈ, કાકા આશિતભાઈ અને દાદા અતુલભાઈ છે.

ઘટના કાંઈક આમ બની કે 23 ઓગસ્ટે બપોરે 3.30 કલાકે આ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે ડોક્ટરની ઓફીસમાં ફોન કર્યો, સર, બે વર્ષની બાળકી ત્રીજા માળેથી પડી ગઈ છે અને આપણી હોસ્પિટલની પાછળની શેરીના ફ્લેટમાં રહે છે. તેને તાત્કાલિક ઈન્ક્યુબેટ કરવી પડે તેમ છે આપ આવો તેના શ્વાસોશ્વાસ ખૂબ જ ખરાબ છે તથા હાથપગ ચલાવતી નથી.

ડોક્ટરે તરત દોટ મુકી ઈમર્જન્સી રૂમમાં જોયું તો બાળકી ખૂબ જ ગંભીર રીતે ઘવાયેલી હતી, તેના માતાપિતા સહિતના પરિવારજનોનું આક્રંદ કાળજુ કંપાવી નાંખે તેવું હતો તથા કાકા હતપ્રત સ્થિતિમાં હતા. તેઓને મેડિકલ પરિસ્થિતિથી વાકેફ કરાઈ રહ્યા હતા અને તે આઘાત સાથે સાંભળી રહ્યા હતા.

ત્રિશાના કાકાએ કહ્યું ડો. મોઢાને બોલાવો તે ક્યારે આવશે વારંવાર તેઓ આવી આજીજી કરી રહ્યા હતા ત્યાં હાજર અન્ય સ્ટાફની આંખમાં પણ તેમની આજીજીથી આંસુ સરી પડ્યા હતા. સ્ટાફે ડો. મોઢાને વાત કરતા તેમણે સીટી સ્કેન બ્રેઈન તથા ચેસ્ટની સૂટના આપી અને કહ્યું કે ત્યાં સુધી હું હોસ્પિટલ પહોંચું છું.


trisha-2ત્રિશાને સ્ટાફે કૃત્રિમ શ્વાસોશ્વાસ સાથે સીટી સ્કેન માટે મોકલી, સીટી સ્કેન દરમિયાન મગજમાં ખૂબ જ ગંભીર પ્રકારનું હેમરેજ હતું અને સોજો હતું તેવું જાણવા મળ્યું. રિપોર્ટમાં વધુમાં મગજનું હાડકું મગજમાં બેસી ગયું હોવાનું નિદાન થયું. તે દરમિયાન ત્રિશાના ધબકારા ઘટવા લાગ્યાં તેથી તાત્કાલીક તેને આઈસીયુમાં શિફ્ટ કરી.

ડો. મોઢા આવ્યાં અને તેમણે સીટી સ્કેન જોઈને ત્રિશાના કાકા અને દાદાને કહ્યું આ બાળકી માટે કોઈપણ જાતનું આપણે ઓપરેશન કરી શકીએ તેમ નથી તથા મગજની ઈજા જીવલેણ છે.

ત્રિશાને આઈસીયુમાં લાઈફ સપોર્ટીંગ સીસ્ટમ ઉપર તથા દવાઓના પંપ ઉપર સારવાર કરવામાં આવી અને બીજા દિવસે એટલે કે સાતમની સવારે લગભગ ત્રિશાની તબીયતનું ચિત્ર ખૂબ જ આઘાતજનક હતું. ડો. મોતીવારસ, ડોક્ટર મોઢા અને અન્ય નિષ્ણાતો એક તારણ પર આવ્યા કે ત્રિશા બ્રેઈન ડેડની ખૂબ જ નજીક છે અને તે પરિસ્થિતિથી તેના કાકા તથા અન્ય પરિવારજનોને વાકેફ કર્યા.

આ ચર્ચા દરમિયાન ડો. મોતીવારસે ટીમ વચ્ચે એક વિચાર મુક્યો કે આપણે બાળકીના પરિવારજનોને ઓર્ગન ડોનેશન એટલે કે બે વર્ષની ત્રિશાના અંગોના દાન વિશેની માહિતી આપવી તે આપણી ફરજ છે તથા આપણે ત્રિશાના વાલીઓને ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ લાવવા આપણી ફરજના ભાગ રૂપે તેમને સમજાવીએ.

તબીબી ટીમે ત્રિશાના વાલીઓને પાછા આઈસીયુમાં બોલાવ્યા અને તેમને ઓર્ગન ડોનેશન અંગે માહિતગાર કર્યા. ત્રિશાના અંગો બીજા બાળકને જીવનદાન આપી શકે છે. તેવું જણાવતા જ તબીબી ટીમને જાણે ઈશ્વરીય સ્ફૂર્તિના દર્શન થયા હોય તેમ તેઓના જવાબમાં ત્રિશાના કાકાએ કહ્યું સાહેબ અમે અંગદાન કરવા તૈયારી છીએ તમે તૈયારી કરો.

આવો જવાબ અસંખ્ય દર્દીઓના સગાઓને અંગદાન માટે સમજાવ્યા બાદ ભાગ્યે જ મળતો હોય છે. તબીબી ટીમે અમદાવાદ આઈકેડી (ઈન્સ્ટીટ્યૂટ ઓફ કીડની ડીશીઝ)ની ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડોક્ટર ડો. પ્રાંજલ મોદી તથા ડો. હિમાંશુને જાણ કરી તેઓએ ચેકલીસ્ટ આપ્યું તે પુરું કર્યું તથા બાળકીના લોહીના નમૂનાનો એક સેટ સ્પેશીયલ વાહનમાં અમદાવાદ આઈકેડીની લેબમાં પહોંચતો કરવા સૂચના અપાઈ.


trisha-3દરમિયાન બાળકીના મગજનો ઈસીજીનો અભ્યાસ કરી ડો. મોઢાએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી અને તેની નોંધ કેસ પેપરમાં કરી.  અતિ કરૂણ અને હૃદય દ્રાવક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ આઈકેડીના ટીમ ડોક્ટરનો ફોન આવ્યો કે ત્રિશાના વાલી સાથે વાત કરાવો તથા કીડનીના જરૂરિયાતમંદ બાળક છે પણ લીવરનું નથી તેથી આપણે લીવર નહીં લઈએ.

આ વાર્તાલાપ અંગે ત્રિશાના કાકાને અવગત કરવામાં આવ્યા અને ડો. પ્રાંજલ મોદી સાથે વાત કરાવામાં આવી. ત્યાં બ્લડ સેમ્પલ પહોંચાડ્યા બાદ ટ્રાન્સપ્લાન્ટ ટીમ ત્યાંથી રવાના થઈ અને રાત્રે 12.00 કલાકે ગોકુલ હોસ્પિટલ પહોંચી.

આઈકેડીની ટ્રાન્સપ્લાન્ટ ટીમે ત્રિશાના સગા સાથે વાત કરી અને આશરે 12.30 કલાકે ઓપરેશન થીયેટરમાં બંને કીડની, બરોડ અને ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. જન્માષ્ટમીના સૂર્યોદય પહેલા ત્રિશા જગત માટે દાખલો બેસાડતી ગઈ હતી.

ત્રિશાની બંને કીડનીઓ “કળશ મોહનસિંહ ચૌહાણ”નામના અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા 7 વર્ષીય બાળકમાં પ્રત્યાર્પણ કરવામાં આવી અને હાલ તે બાળકની તબિયત સારી છે. આ તબક્કે તેઓ મેડિકલ ક્ષેત્રના વડીલો વતી, સમાજના દર્પણ સમા મુખપત્રો અને તેમના પત્રકાર પ્રતિનીધિઓ વતી સામાજિક આગેવાનોએ દીકરી ત્રિશાને વંદન કર્યું હતું. તથા તેના પરિવારના મોભીઓનો આભાર માન્યો હતો. તબીબી ટીમ અને પરિવારજનોએ આશા વ્યક્ત કરી હતી કે જેમ આ પરિવારની જેમ અન્ય પરિવારો પણ અંગદાન રૂપી દાન કરી અન્યોને જીવનદાન આપે.

સૌજન્ય-ચિત્રલેખા.કોમ 

ઉપરના ત્રીશાના કીડની દાન જેવો જ એક કિશોર ઝીમરમેનના હૃદયદાનનો એક હૃદયસ્પર્શી કિસ્સો નીચેના વિડીયોમાં નિહાળો .

આવા બનાવો એ બતાવે છે કે માનવીમાં પડેલી માનવતા મરી પરવારી નથી.

Alj Jefferies: Fourteen year old Alj Jefferies meets family of his heart donor

7 September 2016

સઘળું હટાઇ

  સઘળું હટાઇ
દીવાલો પણ ઓશિયાળી થઇ ને ઉભી રહી
છત પણ સુનમુન બની ને હાજરી પુરી રહી
વળગણ કેવું  જો ખુદની તસવીરો હસી રહી
દિલ કેરી ડેલીઓ સુની બની જાય અવળાઈ
મન કેરા મંડપ વિખાઈ કરે જુઓ અવળચંડાઇ
યાદો ભૂંસાઈ જશે કે સમીપ આવશે તે જુદાઈ
દૂર કાંગરે ઝગમગતો દીવડો જશે હોલવાઈ
રે હરિ ! સુન, કોઈની નથી આ દિલની દુહાઈ
એક ચિનગારી કાફી છે જીવનમાં આગ લગાઈ
એક ફક્ત જ તારી ઝાંખી કાફી છે સઘળું હટાઇ

મુખવાસ : બેશૂરા રાગમાં પણ શૂર સંભળાય ખરા !
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી