Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

9 January 2015

સામાજીકતા વળગણ બને ત્યારે…

સામાજીકતા વળગણ બને ત્યારે…

–યાસીન દલાલ
એક મીત્રને કોઈ કામસર ફોન કર્યો. એમનું નામ રમેશભાઈ ધારી લઈએ. સામે છેડેથી જવાબ મળ્યો કે નજીકના કોઈ સગાના લગ્નપ્રસંગે મુમ્બઈ ગયા છે. બે દીવસમાં આવી જશે. ત્રણેક દીવસ પછી ફરીથી ફોન કર્યો તો ફરીથી જવાબ મળ્યો કે બહારગામ ગયા છે. મુમ્બઈથી તો એ મીત્ર બે દીવસમાં આવી જવાના હતા. તો આવીને ફરી ક્યાં ઉપડી ગયા? પુછપરછ કરી. જવાબમાં જાણવા મળ્યું કે મુમ્બઈથી આવ્યા પછી એક સમ્બન્ધીનું અવસાન થયાના સમાચાર મળતાં એ પાલનપુર ગયા છે.
આવો અનુભવ મને, તમને સૌને અવારનવાર થાય છે. લોકો સતત કોઈ ને કોઈ સામાજીક કામ માટે ટ્રેઈન કે બસનો પ્રવાસ ખેડીને દુર દુર જાય છે. કોઈની સગાઈ હોય, લગ્ન હોય કે કોઈ માંદુ હોય તો ખબર કાઢવા પણ જવું પડે. હવે તો લોકો કોઈ સગાંસમ્બન્ધી કે મીત્રને ત્યાં ધાર્મીક કથાનો પ્રસંગ હોય તો પણ પ્રવાસ કરીને એમાં હાજરી પુરાવવા જતા હોય છે. પરીણામે ટ્રેઈન, બસમાં ચીક્કાર ગીરદી જામેલી રહે છે. પ્રવાસનું કારણ પુછીએ તો મોટા ભાગના જવાબો આવા જ મળે.
વાહનવ્યવહારમાં સાધનો વધ્યાં અને એ ઝડપી બન્યાં, એનો આ એક લાભ થયો છે કે લોકો આવાં સારાં-નરસાં કામે ઝડપથી અને સહેલાઈથી જઈ શકે છે. કોઈનાં સુખ-દુઃખમાં ભાગીદાર બની શકે છે. લગ્ન હોય, સગાઈ હોય કે મરણ હોય, એ પોતાની પ્રત્યક્ષ હાજરી વડે એમાં સામેલ થઈ શકે છે. પેલી વ્યક્તીને લાગે છે કે એના પ્રસંગમાં ઘણા લોકો એના ભાગીદાર છે. લગ્નપ્રસંગની ખુશાલીમાં પણ એ એકલા નથી અને સ્વજનના મૃત્યુથી લાગેલા આઘાતમાં પણ એકલા નથી. આ સધીયારો અને આ આશ્વાસન માનસીક રીતે માણસને હુંફ આપે છે અને ખાસ કરીને માઠા પ્રસંગના આઘાતને હળવો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
પણ આવી સામાજીકતા એ માત્ર દેખાડો બની રહે, ક્રીયાકાંડ બની રહે અને એનો પણ અતીરેક થઈ જાય ત્યારે એ ઉપયોગી બનવાને બદલે બધાની મુશ્કેલીમાં વધારો કરનારી ક્રીયા બની જાય છે. આપણે હવે આ સામાજીકતાના અતીરેકના યુગમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં દરરોજ હજારો લોકો આવા સામાજીક પ્રસંગોને નીમીત્ત બનાવીને પોતાનો સમય અને નાણાં બગાડે છે, એટલું જ નહીં, સામી વ્યક્તીને માટે પણ ભારે અગવડ અને મુશ્કેલી સર્જે છે અને સૌથી વધુ તો ગરીબ દેશની જાહેર વાહનવ્યવહાર સેવા ઉપર તો અતીશય ભારે બોજ એનાથી પડે છે.
એક કુટુમ્બમાં કોઈ વ્યક્તી માંદી પડી. માંદગી વધી એટલે એમને હૉસ્પીટલમાં દાખલ કરવા પડયા. કુટુંબ બહુ વીસ્તરેલું છે એટલે દીકરા, દીકરી, ભાઈઓ, કાકા, મામા, પીતરાઈ ભાઈ, બહેન એમ જાતજાતનાં સગાં અને સમ્બન્ધીઓની જાળ ફેલાયેલી છે અને એ બધાં જુદે જુદે સ્થળોએ પોતપોતાનાં નોકરી-ધંધામાં પડેલાં છે. એ બધા માંદગીની ખબર પડતાં જ દોડ્યાં આવે છે અને માંદી વ્યક્તી હૉસ્પીટલમાં જનરલ વોર્ડમાં હોય તો એમની સાથે બીજા અનેક દર્દીઓના ખાટલા હોય. એમાંથી પણ કેટલાક દર્દીઓને તો બીલકુલ શાન્તી અને આરામની જરુર હોય. પણ આ સગાંવહાલાં આવીને શોરબકોર કરે, વાતો કરે, પુછપરછ કરે એટલે બધાની શાન્તીમાં ખલેલ પડે. પેલા દર્દીની માંદગી ઘટવાને બદલે આવા ઘોંઘાટથી વધી પણ જાય. હૉસ્પીટલમાં ઠેર ઠેર શાન્તી જાળવવાની સુચના લખી હોય, પણ આ બધું ગાંઠે કોણ ? ઉપરથી હૉસ્પીટલમાં પણ આપણી કેટલીક કુટેવોનું પ્રદર્શન કરતા જાય અને લોબીમાં કે સીડી પર પાનની પીચકારીઓ મારી આવે કે બીડી-સીગારેટનાં ઠુંઠાં મુકતાં આવે. હૉસ્પીટલમાં હવે દર્દીઓને મળવા માટેનો સમય નીશ્ચીત કરી દીધો હોય છે. પણ આવી સુચનાઓનું પાલન કરવાની આપણે ત્યાં તો ટેવ જ નથી. પરીણામે ગમે ત્યારે, હૉસ્પીટલ પણ ગામના ચોરામાં ફેરવાઈ જાય છે. આપણી કોઈ પણ હૉસ્પીટલમાં જઈ ચડીએ તો દર્દી કરતાં એમના આ સ્નેહીઓનાં ટોળાં જ વધારે દેખાવાનાં !
આવી સામાજીકતાનું પ્રદર્શન ન કરવું હોય તો પણ આપણા સામાજીક નીયમો અને દેખાદેખી માણસને છોડતાં નથી. નાનકડા ગામમાંથી કોઈ માણસ શહેરની હૉસ્પીટલમાં દાખલ થયું હોય અને કોઈ નજીકના સમ્બન્ધી જોવા ન જાય તો તરત ગામમાં ટીકા થવા માંડે અને ‘નહીં જઈએ તો ગામલોકો વાતો કરશે’ એવી બીકથી પણ નાછુટકે ખબર પુછવા જવું પડે છે. વાસ્તવમાં દર્દીની સ્થીતી તો જે છે તે જ રહેવાની છે, એમાં કોઈના જોવા જવાથી કે ન જવાથી કોઈ તફાવત પડતો નથી. ક્યારેક તો હૃદયરોગનો હુમલો આવ્યો હોય તો દર્દીને ઘનીષ્ઠ કાળજી હેઠળ રાખવો પડે છે, જ્યાં અન્દર જવાની પણ કોઈને છુટ હોતી નથી. આમ, ઘણીવાર તો દર્દીને મળવાની કે જોવાની પણ તક મળે નહીં; પણ માત્ર ‘અમે પણ તબીયત જોવા આવ્યા હતા’ એવી નોંધણી કરાવવા જ લોકો હૉસ્પીટલમાં દોડી જતા હોય છે. બહારગામથી આવા પુછપરછ કરનારા આવે એટલે એમને ઘરમાં રાખવા પડે, જમાડવા પડે અને સાચવવા પડે. ઘરના લોકો એક તો દર્દીની સારવારમાં જ ઉજાગરા કરીને અને દોડાદોડીથી થાક્યા હોય, ત્યાં આ તબીયતની ખબર કાઢનારાઓ આવે એટલે એમની સેવામાં લાગવું પડે.
આવી સામાજીક દેખાદેખીનાં માઠાં પરીણામ અનેક પ્રકારે આવી શકે છે. એનાથી આપણી ઑફીસોમાં કાર્યક્ષમતા ઉપર પણ અસર થાય છે. કોઈ મોટી ઑફીસમાં પાંચસો-સાતસો કર્મચારીઓ કામ કરતા હોય, ત્યારે સ્વાભાવીકપણે અવારનવાર કોઈ ને કોઈ કર્મચારીના સગાં-સમ્બન્ધીના સારા-માઠા પ્રસંગો આવ્યા કરે. પરીણામે બીજા અનેક કર્મચારીઓ ઑફીસેથી વહેલા નીકળીને પેલા કર્મચારીને ઘેર પહોંચી જાય. ઘણા કર્મચારીઓ જતા હોય એટલે કોઈને ઑફીસના સમયમાં જવાની મરજી ન હોય તો પણ ઘસડાવું પડે. કોઈ ગુજરી જાય તો ઉઠમણામાં જવું પડે છે, કોઈ માંદુ હોય તો ખબર કાઢવા જવું પડે, કોઈને ત્યાં લગ્નપ્રસંગ હોય તો જમણવારમાં જવું પડે, ઘણીવાર તો લગ્નનો જમણવાર ચાલુ દીવસોએ બપોરના સમયે હોય તો સંખ્યાબંધ કર્મચારીઓ અડધો દીવસ ગાપચી મારીને છેક બપોરે ઑફીસમાં હાજર થાય ! સામાજીક પ્રસંગના નામે કોઈને કંઈ કહી શકાય પણ નહીં. ઘણા કર્મચારીઓ સતત મોડા આવતા હોય, એમને કારણ પુછો તો જવાબ મળે કે ઘરે મહેમાન આવ્યા છે !
કોઈ સમ્બન્ધીનું અવસાન થાય એટલે દુરદુરથી લોકો દીલસોજી વ્યક્ત કરવા માટે જાય છે. આવી દીલસોજીની અભીવ્યક્તી તો થોડી મીનીટોમાં પુરી થઈ જાય છે; પણ એટલા ક્રીયાકાંડ માટે લોકો મુમ્બઈથી કલકત્તા જાય કે રાજકોટથી પાલનપુર જેવાં સ્થાને નીકળી જાય અને પાંચસો-સાતસોનું ખર્ચ થાય એ વધારામાં. આના કરતા દીલસોજીનો એક પત્ર લખી નાખ્યો હોય કે ટેલીફોન કરી દીધો હોય તો ચાલી શકે. પણ આપણી કહેવાતી સામાજીકતા એનાથી સંતોષ પામતી નથી.
આપણા લોકો ઈંગ્લેન્ડ-અમેરીકા જાય ત્યારે ત્યાંના જીવન વીશે એક મોટી ફરીયાદ એ કરતા હોય છે કે ત્યાં ‘સોશીયલ લાઈફ’ નથી. પરીણામે માણસ એકલો પડી જાય છે. ઘણા તો કહે છે કે ત્યાં લોકો સ્વાર્થી છે, ભૌતીકવાદી છે, બધા પોતપોતાના ધંધામાં જ રચ્યાપચ્યા હોય છે, કોઈ કોઈનો ભાવ પુછતું નથી વગેરે… પણ વાસ્તવમાં જોવા જઈએ તો ત્યાંની પ્રજા સામાજીકતાના નામે ચાલતાં આવાં કૃત્રીમ પ્રદર્શનોથી મુક્ત બની છે અને પ્રગતી, વીકાસ તથા કાર્યક્ષમતાને જ એમણે ટોચની અગ્રતા આપી છે. એટલે ત્યાં લોકો ઑફીસ, નોકરી કે ધંધાના ભોગે સામાજીક લાગણીનું પ્રદર્શન કરવા દોડી જતા નથી.
ઈંગ્લેન્ડમાં લાખો ગુજરાતીઓ રહે છે. ત્યાં જઈ આવેલા લોકોને ખ્યાલ હશે કે લંડનમાં કોઈનું અવસાન થાય તો અવસાન ગમે તે દીવસે થાય પણ એના મૃતદેહને આધુનીક ટૅકનીકથી ત્રણ-ચાર દીવસ સાચવી રાખવામાં આવે અને પછી શની-રવી દરમીયાન અન્તીમ સંસ્કાર કરવામાં આવે છે. પશ્ચીમની પ્રજામાં દુરદુરનાં સગાંવહાલાં ક્યાં છે, શું કરે છે એની પણ ઘણા લોકોને ખબર હોતી નથી. અલબત્ત, એ લોકો પણ ક્યારેક અન્તીમ છેડે પહોંચી જતા હશે અને માનવીય સમ્બન્ધોની બાબતમાં અતીરેક પણ કરતા હશે; પણ આપણી સામાજીકતા તો હવે લગભગ લાગણીવેડા અને વેવલાવેડાની હદે પહોંચી ગઈ છે, એમ જ સ્વીકારવું પડે.
આપણા લગ્નપ્રસંગોની જ વાત કરીએ. અગાઉ બસો-પાંચસોની હાજરીમાં લગ્ન થતાં, એને સ્થાને હવે લગ્નસમારંભોમાં હજારો લોકોની ભીડ ઉમટે છે. એમાં પણ આપણે પરમ્પરાવાદી પ્રજા એટલે શુભમુહુર્ત જોઈને જ લગ્ન કરીએ; પરીણામે અમુક ચોક્કસ દીવસોમાં તો એક જ શહેરમાં સેંકડો લગ્ન પ્રસંગો ઉજવાય. ક્યાંય લગ્ન માટેના હૉલ કે વાડી મળે નહીં. ટ્રેઈન કે બસમાં ટીકીટ મળે નહીં. એક દીવસે ક્યારેક આઠ-દસ કંકોતરી એક સાથે મળે. સમ્બન્ધ સાચવવા માટે બધે હાજરી આપવી પડે, એટલે એક પ્રકારનો મીથ્યા ક્રીયાકાંડ જ બની રહે. એક જ મોટા પાર્ટી પ્લોટમાં ઘણીવાર એક સાથે ચાર-પાંચ લગ્નો ઉજવાતાં હોય. આટલા બધા લોકો એકસાથે એકઠા થાય એટલે ટ્રાફીક જામ થાય, પેટ્રોલ-ડીઝલનો વ્યય થાય. અનાજની તંગીવાળા દેશનાં અનાજ, તેલ, ઘીનો વેડફાટ થાય, એના કરતાં સાદાઈથી, અત્યન્ત નીકટનાં ૨૫-૫૦ લોકોની હાજરીમાં લગ્ન આટોપાય તો આખા દેશની ઉર્જા, નાણાં અને સમય બચે.
સામાજીકતા એ મનુષ્ય સંસ્કૃતી અને સભ્યતાનું લક્ષણ છે. માણસ એ સમાજનું જ અંગ છે, ઘટક છે. માણસ ઈચ્છે તો પણ સમાજને છોડી શકતો નથી. પણ સામાજીકતા જ્યારે વળગણ બને છે અને મીથ્યા ક્રીયાકાંડમાં સરી પડે છે ત્યારે એ એક ત્રાસ બની જાય છે. માણસ એકલતા અને અટુલાપણું ન અનુભવે એટલે સમાજની રચના થઈ છે; પણ સમાજ ટોળું બનીને વ્યક્તીને સતત ઘેરીને બેસી જાય તો વ્યક્તીની વ્યક્તીમત્તા જ નહીં; એનું અંગત વીશ્વ, એની પોતાની આગવી દુનીયા એ ગુમાવી બેસે છે. સમાજ વ્યક્તી પર સવાર થઈ જાય ત્યારે વ્યક્તી એના બોજ હેઠળ કચડાઈ જ જાય.
–યાસીન દલાલ

7 January 2015

અહિં જન્મીને જોવા જેવુ શું છે ?નવા પ્રશ્નો ઉભા ન થાય તે સારું શેની કાળજી રાખવી ?

kalji

janmi

અહિં જન્મીને જોવા જેવુ શું છે ? * સર્જનની ક્રિયા(મૂળ અને અંત સહિત) * પરમાત્મા શક્તિની લીલા-લમણ. * આપણૂં આંતરિક જગત.


kalji

નવા પ્રશ્નો ઉભા ન થાય તે સારું શેની કાળજી રાખવી ?
* જીભનો વિવેક પુર્વક ઉપયોગ.
* પોતાનો સ્વભાવ પ્રશ્નો ઊભા નથી કરતો તે જોવું.
* સરળ બાબતને ગુંચવાડાવાળી ન બનાવવી.
* સામેથી પ્રશ્નોને આમત્રંણ ન કરવા.
* જાણી જોઈએ પ્રશ્નો ઊભા ન કરવા.
* જુના પ્રશ્ન નવે રુપે તો નથી આવતો ને, તે જોવું.


4 January 2015

આ મહાનુભાવો ૨૦૧૪ના વર્ષમાં છવાયેલા રહ્યા

આ મહાનુભાવો ૨૦૧૪ના વર્ષમાં છવાયેલા રહ્યા

૨૦૧૪નું વર્ષ સમાચારોથી ભરપૂર રહ્યું. આ વર્ષમાં અનેક વિવાદો જોવા મળ્યા તો અનેક હકારાત્મક ઘટનાઓ પણ બની. સત્તાપલટો થયો અને આશાવાદ પણ જાગ્યો. દેશવિદેશ બંનેમાં જેણે હકારાત્મક અને નકારાત્મક બંને રીતે સમાચાર સર્જ્યા હોય તેવા ઘણા લોકો છે, પરંતુ આપણે અહીં માત્ર દેશની જ વાત કરીશું. આ વર્ષે નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિશાલ સિક્કા, અક્ષર પટેલ જેવા અનેક ગુજરાતી અથવા ગુજરાત સાથે વર્ષો સુધી જોડાયેલા લોકોએ ગુજરાતને પ્રતિષ્ઠા અપાવી છે તેનાથી આપણને ચોક્કસ ગૌરવ થાય.
નરેન્દ્ર મોદી
૨૦૧૪નું વર્ષ નિ:શંક રીતે નરેન્દ્ર મોદીનું હતું. એકલા હાથે તેમણે સભાઓ ગજવી. ચૂંટણી પરિણામ આવ્યું ને મોદી વડા પ્રધાન બની ગયા તે પણ ભાજપની એકલા હાથે બહુમતીથી!. તેમણે શપથવિધિ વખતે જ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ સહિત સાર્ક દેશોના વડાઓને આમંત્રણ આપીને અને પછી તેમની સાથે મંત્રણાઓ કરીને પહેલા જ દડે છગ્ગો લગાવી દીધો. તે પછી તો ભૂતાનની યાત્રા, નેપાળની યાત્રા, અમેરિકા અને તેમાં મેડિસન સ્ક્વેર ખાતે ભાષણ, ઓબામા સાથે ઘનિષ્ઠતા, જાપાન યાત્રા, તેમાં પાછું ડ્રમ વગાડવું, ચીનના પ્રમુખને ભારત બોલાવીને તેમને સાબરમતી રિવર ફ્રંટ, સાબરમતી આશ્રમની સહેલ કરાવવી, મ્યાનમારની મુલાકાત, જી-૨૦ દેશોની શિખર પરિષદમાં હાજરી, ઑસ્ટ્રેલિયામાં સંસદને સંબોધન, સાર્ક દેશોની મંત્રણા, સ્વચ્છતા અભિયાન, જન ધન યોજના..અને આ બધાની વચ્ચે,અનોખી રીતે લાલ કિલ્લા પરથી સંબોધન…
મોદી બાબુ આવતા વર્ષે પણ છવાયેલા રહેવાના છે કેમ કે જાન્યુઆરીથી જ વાઇબ્રન્ટ, પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમો ચાલુ થવાના છે.
એન.શ્રીનિવાસન
જેને અનેક વખતે સર્વોચ્ચ અદાલત તરફથી ઠપકારવામાં આવ્યા હોય તેમ છતાં જે ભારતીય ક્રિકેટ બૉર્ડના પ્રમુખ બનવા થનગને તેવી વ્યક્તિને શું કહેવાય? એન. શ્રીનિવાસન! અનેક વખત ખોટા પડી ચુકેલા, આઈપીએલ ફિક્સિંગ કૌભાંડ પ્રત્યે જેણે આંખ આડા કાન કરેલા કહેવાય છે તે શ્રીનિવાસન, તેમના જમાઈ મયપ્પન અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની કથિત સંડોવણીના કારણે આખું વર્ષ ચર્ચામાં રહ્યા.
અમિત શાહ
ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન તરીકે ફરજ બજાવી ચુકેલા અમિત શાહ પર નરેન્દ્ર મોદીએ વિશ્વાસ મૂકી લોકસભા માટે સૌથી મહત્ત્વના રાજ્ય ઉત્તર પ્રદેશની જવાબદારી તેમને સોંપી. અને અમિત શાહે ૮૦માંથી ૭૧ બેઠક પર ભાજપને વિજય અપાવ્યો. તેના ફળસ્વરૂપે તેમને ભાજપના પ્રમુખ બનાવી દેવાયા. તેમના પ્રમુખ બન્યા પછી હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવી.
ભારતીય મતદાતા
નિઃશંક ભારતીય મતદાતા સમાચારસર્જક છે જ. આ વર્ષે તેણે બધાની ધારણા ઊંધી પાડીને ભાજપને એકલા હાથે બહુમતી આપી દીધી. ૧૯૮૪ પછી કોઈ પણ એક પક્ષની સરકારને ક્યારેય બહુમતી નહોતી મળી. તો જમ્મુ-કાશ્મીર અને ઝારખંડમાં ત્રાસવાદીઓ-માઓવાદીઓની ધમકી અને હિંસાની પરવા કર્યા વગર તેણે હિંમતપૂર્વક મતદાન કર્યું. દિલ્હીમાં કેજરીવાલની તરફેણમાં મત આપનાર મતદાતાઓએ લોકસભામાં નરેન્દ્ર મોદી તરફી મતદાન કર્યું તે મતદાતાનું ડહાપણ જ બતાવે છે.
ડૉ. કે. રાધાકૃષ્ણન
ઇસરોના વડા ડો. કોપ્પીલ્લિલ રાધાકૃષ્ણન માટે  વર્ષ ૨૦૧૪નું વર્ષ એક નવી ઊંચાઈથી શરૂ થયું અને પૂરું પણ એક નવી ઊંચાઈ સાથે થયું. જાન્યુઆરીમાં તેમને દેશનું સૌથી ત્રીજું મોટું નાગરિક સન્માન પદ્મ ભૂષણ મળ્યું. આ જ મહિને ઇસરોએ ક્રાયોજેનિક ટૅક્નૉલૉજી બનાવીને દુનિયાને બતાવી દીધું કે મહાસત્તાઓ તેની મદદ ન કરે તો પણ તે પોતાની રીતે ટૅક્નૉલૉજી બનાવી શકે છે. તે પછી જીએસએલવી માર્ક-ત્રણની સફળતા આવી. તે ભારતનું સૌથી મોટું રોકેડ છે અને તેનાથી માનવીને પણ અંતરિક્ષમાં મોકલી શકાય છે.
કૈલાસ સત્યાર્થી
કોઈ ભારતીયને વિદેશના ટોચના પુરસ્કાર મળે તે વાતમાં માલ નહોતો. ગાંધીજી, વાજપેયી વગેરેએ શાંતિ માટે ઘણું સરસ યોગદાન આપ્યું હતું તો પણ તેમને નોબલથી વંચિત રાખવામાં આવ્યા હતા. લગાન સહિતની સારી ભારતીય ફિલ્મોને ઓસ્કાર ન અપાયા. આવામાં આ વર્ષે કૈલાસ સત્યાર્થીને નોબલ આપવાની જાહેરાત કરીને ભારતીયોને સુખદ આશ્ચર્ય આપ્યું છે. કૈલાસ સત્યાર્થીએ બાળ શ્રમિકો માટે બચપન બચાઓ આંદોલન સફળતાપૂર્વક ચલાવ્યું છે.
વિશાલ સિક્કા
સૉફ્ટવેર બનાવતી કંપની એસએપી ખાતે પૂર્વ ટૅક્નૉલૉજી ઑફિસર અને એક્ઝિક્યુટિવ બૉર્ડના સભ્ય વિશાલ સિક્કાના નામની જાહેરાત નારાયણમૂર્તિની કંપની તરીકે જાણીતી ઇન્ફોસિસના મુખ્ય કાર્યકારી અધિકારી તેમજ મેનેજિંગ ડિરેક્ટર તરીકે થઈ. સિક્કા વડોદરામાં છ વર્ષથી લઈને લગભગ ૨૨-૨૩ વર્ષના થયા ત્યાં સુધી રહ્યા અને અભ્યાસ કર્યો.
રોહિત શર્મા
ઑગસ્ટ પછી ઈજાના કારણે રમતથી બહાર રહેલા રોહિત શર્માએ કોલકાતાના ઇડન ગાર્ડનમાં શ્રીલંકા સામે ૨૬૪ રનનો જે રેકોર્ડ દાવ ખેલ્યો તે વર્ષો સુધી લોકો ભૂલી નહીં શકે. ૧૭૩ બોલમાં મારેલા ૨૬૪ રનમાં ૩૩ ચોગ્ગા અને નવ છગ્ગા હતા. તેણે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તો તોડ્યો જ પરંતુ બે વન-ડેમાં બે બેવડી સદી ફટકારનાર તે પહેલો બૅટ્સમેન બની ગયો છે.
રજત શર્મા
ઇન્ડિયા ટીવીના તંત્રી રજત શર્મા ‘આપ કી અદાલત’ માટે વધુ જાણીતા છે. તેમણે આ કાર્યક્રમ પૂરા થયાના ૨૧ વર્ષ નિમિત્તે કાર્યક્રમ યોજીને જે કરી બતાવ્યું તે કદાચ કોઈ કરી શકે નહીં. કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન બંને હાજર રહે, ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહે તેવું ભાગ્યે જ બને. વળી, તેમાં સલમાન, આમિર અને શાહરુખ પહેલી વાર સ્ટેજ પર સાથે આવ્યા. તેમાં સલમાન અને આમિરને શાહરુખ સાથે વિવાદ હતો. આમ, આ ત્રણેય પણ આ રીતે સમાચારસર્જક બન્યા.
અર્પિતા ખાન
અર્પિતા જો સુપરસ્ટાર સલમાન ખાનની બહેન ન હોત તો તેનાં લગ્ન કદાચ આટલી ધૂમધામથી, ભવ્ય રીતે ન થયાં હોત. અર્પિતા સલમાન ખાનની સગી બહેન નહોતી. વળી, મુસ્લિમ પરિવારમાં આ હિન્દુ દીકરી હતી અને તેનાં લગ્ન પણ એક હિન્દુ સાથે જ થયા. આમ, સલમાન ખાન અને તેના પરિવારે બહુ સારો ચીલો પાડ્યો. અર્પિતાની ઈચ્છા મુજબ હૈદરાબાદમાં શાનદાર રીતે તેનાં લગ્ન યોજાયા. રજત શર્માના કાર્યક્રમમાં તો સલમાન, આમિર અને શાહરુખ ત્રણેય એક સાથે જાહેરમાં દેખાયા હતા જ્યારે તે પહેલાં અર્પિતાના લગ્નમાં સલમાન અને શાહરુખ સાથે આવી ચુક્યા હતા.
કે. ચંદ્રશેખરરાવ
ચાર દાયકાનું સપનું આ વર્ષની ૨ જૂને પૂરું થયું તેનાથી હૈદરાબાદ અને તેલંગણા આખામાં દિવાળી જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. તેલંગણા ભારતનું ૨૯મું રાજ્ય બની ગયું. તેલંગણા રાષ્ટ્ર સમિતિ અને તેના વડા કે. ચંદ્રશેખર રાવની લડત અંતે સફળ થઈ. ચૂંટણીમાં સ્વાભાવિક જ ટીઆરસીને બહુમતી મળી અને કેસીઆર તરીકે જાણીતા રાવને તેલંગણાના પહેલા મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય મળ્યું.
જયલલિતા
૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં જેમનું સપનું દેશના વડા પ્રધાન થવાનું હતું તે જયલલિતા માટે નસીબનું ચક્ર એવું ફર્યું કે તેઓ તમિલનાડુનાં મુખ્યપ્રધાન ન રહ્યાં અને ભવિષ્યમાં ચૂંટણી પણ નહીં લડી શકે. અમ્મા કેન્ટીન અને અમ્મા સિમેન્ટ યોજનાઓથી સારી લોકપ્રિયતા મેળવનાર તમિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતા સામે સપ્ટેમ્બરમાં ૧૮ વર્ષ જૂના અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચુકાદો આવ્યો અને તેઓ દોષી ઠર્યા. કર્ણાટકની વડી અદાલતે તેમની સામે ચુકાદો આપતાં તેમણે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું. તેઓ ધારાસભ્ય તરીકે પણ ગેરલાયક ઠર્યાં. તેમના ચાહકોમાં તેમના માટે શોક વ્યાપી ગયો અને કેટલાકે તો આપઘાત પણ કર્યા.
સ્મૃતિ ઈરાની
નરેન્દ્ર મોદીએ જેમને નાની બહેન કહ્યાં હતાં અને દેશ આખાયે જેને તુલસી તરીકે પસંદ કર્યાં હતાં તે સ્મૃતિ ઈરાની વિવાદનો વિષય બની ગયા. તેમને મોદીએ માનવ સંસાધન પ્રધાન બનાવ્યા. તેઓ દેશના સૌથી યુવાન એચઆરડી મંત્રી બન્યા. તેઓ ૧૨ ધોરણ પાસ હોવાનો વિવાદ બહાર આવતા તેમણે યેલ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર હોવાનું કહ્યું. જોકે બાદમાં તે માત્ર છ દિવસનો પ્રસંગ જ નીકળ્યો જેમાં તમામ ક્ષેત્રના લોકોને સન્માનવામાં આવ્યા હતા. કેન્દ્રીય વિદ્યાલયોમાં ત્રીજી ભાષા તરીકે જર્મનીના સ્થાને સંસ્કૃત દાખલ કરવાના મુદ્દે તો અદાલતે પણ તેમના મંત્રાલયને ઠપકો આપ્યો, તો રાજસ્થાનમાં એક જ્યોતિષીએ તેમનો વિજય થશે તેમ આગાહી કરતાં તેમનો આભાર માનવા ગયા તેમાં પણ વિવાદ થઈ ગયો.
અક્ષર પટેલ
નડિયાદના ડાબોડી સ્પિનર અક્ષર પટેલનો બાંગ્લાદેશ સામેની ટીમમાં સમાવેશ આ વર્ષની મહત્ત્વની ઘટનાઓ પૈકીની એક હતી. આમ તો તે ઓલરાઉન્ડર છે. તે ડાબોડી બૅટ્સમેન છે. તે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી ૨૦૧૩માં રમી ચુક્યો છે. તે પછી ૨૦૧૪માં કિંગ્સ ઇલેવન પંજાબ વતી પણ રમ્યો હતો. ૧૫ જૂન,૨૦૧૪માં તેણે પોતાની વન-ડે કારકિર્દીની શરૂઆત બાંગ્લાદેશ સામે કરી. બાદમાં તે વેસ્ટ ઇન્ડિઝ સામે પણ રમ્યો.
રણજીત સિંહા
સીબીઆઈના આ ડિરેક્ટર તેમની વિદાયના છેલ્લા વર્ષમાં પણ વિવાદોમાં રહ્યા. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસથી દૂર રહેવા તેમને સર્વોચ્ચ ન્યાયાલયે જણાવી દીધું. તો આસામના ગુવાહાટીમાં યોજાયેલી પોલીસ વડાઓની પરિષદ દરમિયાન પહેલા દિવસે ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને  બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચન દરમિયાન તેઓ ઉંઘતા ઝડપાયા.
રામપાલ
સ્વઘોષિત સંત રામપાલની આર્ય સમાજના એક અનુયાયીની હત્યામાં ધરપકડ કરવા માટે હરિયાણા પોલીસને કાર્યવાહી માટે લગભગ યુદ્ધ જેવા વાતાવરણનો સામનો કરવો પડ્યો. પહેલાં તો તે ધરપકડ જ ટાળતો હતો અને બાદમાં પોતાના સમર્થકો દ્વારા તેણે યુદ્ધ જેવું વાતાવરણ સમર્જી દીધું. તેના આશ્રમમાંથી ઘણી વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી.
અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સ્થાપક એવા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં સામાન્ય માનવીઓ માટે ખૂબ જ આશાઓ સર્જી હતી, પરંતુ દિલ્હીમાં કૉંગ્રેસને હરાવીને ‘આપ’ સૌથી બીજા નંબરનો પક્ષ બન્યો. કેજરીવાલે મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને હાર આપી, તે પછી તે જ કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી. ફેબ્રુઆરીમાં અચાનક જ રાજીનામું આપીને લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા નિર્ણય ગુજરાતમાં આવીને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર્યા, તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા પ્રયાસ કર્યો, પરંતુ ચૂંટણી પંચે તેમને ખાલી થોડા કલાક પૂરતા અટકાયતમાં લીધા ત્યાં તેમણે નરેન્દ્ર મોદીના ઈશારે  પોલીસે કાર્યવાહી કરી હોવાની વાત ચગાવી. પરિણામે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપની ઑફિસે ગયા અને પથ્થરમારો કર્યો, ખુરશીઓ ફેંકી, લખનઉમાં પણ ‘આપ’ના લોકોએ હિંસા કરી. તે પછી કેજરીવાલ નરેન્દ્ર મોદી સામે બનારસમાંથી લોકસભા ચૂંટણીમાં ઊભા રહ્યા, પરંતુ કાશ્મીરના મુદ્દે ‘આપ’નું રાષ્ટ્રદ્રોહી કહી શકાય તેવું વલણ,  તેના મંત્રીઓના વિવાદો વગેરેના કારણે લોકસભા ચૂંટણીમાં રકાસ થયો અને તે પછી પક્ષની અંદર કેજરીવાલ સામે  જ વિખવાદો થયા અને ઘણા સભ્યો પક્ષ છોડી જતા રહ્યા.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ છપાયેલો લેખ)

2 January 2015

સીનેમાની ટીકીટના અડધીયા જેવો ધર્મ

સીનેમાની ટીકીટના અડધીયા જેવો ધર્મ

–દીનેશ પાંચાલ
ડો. ડેવીડ ફ્રોલી ભારતીય ઈતીહાસના નીષ્ણાત છે. તેમણે કહ્યું છે: ‘અમેરીકા અને જાપાન એટલા માટે સુખી અને સમૃદ્ધ છે કે ત્યાં ધર્મ સમ્પ્રદાયના વાડા નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે પાળી શકે.’ મલેશીયા અને પાકીસ્તાનમાં અઢળક કુદરતી સમ્પત્તી છે. પણ એ ગરીબ રહ્યા; કારણ કે એ દેશોમાં ધર્મની બોલબાલા રહી છે. મલેશીયામાં હીન્દુ કે ખ્રીસ્તી નાગરીક મુસ્લીમ બની શકે; પણ ઈસ્લામી નાગરીક ધર્મપરીવર્તન કરીને હીન્દુ કે ખ્રીસ્તી ન બની શકે. ઈસ્લામમાંથી ધર્મ પરીવર્તન કરનારને દેહાન્તદંડની સજા થાય છે. એ સમ્બન્ધે એક ચોંકાવનારો કીસ્સો ઘૃણા ઉપજાવે એવો છે. 1988માં મલેશીયામાં જન્મેલી મુળ મલય જાતીની મુસ્લીમ છોકરી (નામ એનું લીના જૉય) ધર્મપરીવર્તન કરીને ખ્રીસ્તી બની. તે છોકરી રોમન કેથલીક યુવકને પરણવા માંગતી હતી. એથી તેના આઈડેન્ટીટી કાર્ડમાંથી ઈસ્લામ ધર્મ કાઢી નાખવા માંગતી હતી. બસ, આટલી બાબતે ગુનો ગણીને ઈસ્લામીક શેરીયા કોર્ટે તેને બેવફા જાહેર કરીને દેહાન્તદંડની સજા ફરમાવી છે. (આજે પણ એ યુવતીએ જીવ બચાવવા સંતાતા ફરવું પડે છે)
એક વાત સમજાતી નથી. ધર્મ સુખને બદલે દુ:ખનું કારણ શા માટે બનવો જોઈએ? માણસે પીડાસહન કરવા કે દુ:ખી થવા માટે ધર્મ પાળવો જોઈએ એવું કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. ધર્મ આખરે શું છે? ભુખ લાગે તો રોટી ખાવી એ જીવન છે અને કોઈ ભુખ્યો આવે તો તેને અડધામાંથી અડધી રોટી આપવી એ ધર્મ છે. પાણી માટે કુવો ખોદવો એ જીવન છે અને તરસ્યાને માટે પરબ માંડવી એ ધર્મ છે.
મીત્રો વચ્ચે ચર્ચા ચાલતી હતી તેમાં એક પ્રૉફેસર મીત્રે જે કહ્યું તે સાંભળવા જેવું છે. એમણે કહ્યું: ‘હું કોઈ પ્રસ્થાપીત ધર્મ પાળતો નથી; પણ માનવધર્મમાં મને પુરી આસ્થા છે. હું મન્દીર, મસ્જીદ કે ગીરજાઘરોમાં જતો નથી; પણ કોઈને હૉસ્પીટલમાં લઈ જવાની ઈમરજન્સી ઉભી થઈ હોય તો મારું કામ પડતું મુકીને દોડી જાઉં છું, ભુખ લાગે ત્યારે ખોરાક ખાઉં છું; કોઈનું ભેજુ ખાતો નથી. તરસ લાગે ત્યારે પાણી પીઉં છું; કોઈનું લોહી પીતો નથી. મન્દીરમાં જવાને બદલે કોઈ સાહીત્યકારની શીબીરમાં જવાનું મને વધુ ગમે છે. મન્દીરમાં ગવાતાં ભજનો સામે મને વાંધો નથી; પણ ભજન ગાવા કરતાં સાહીત્યગોષ્ઠીમાં ચીન્તન–મનન કરવાનું મને વધુ ગમે છે. શીરડી પગપાળા યાત્રા કરીને સાંઈબાબાને રીઝવવા કરતાં ઘરડા મા–બાપની સેવા કરવાનું મને ગમે છે. ઘરમાં સાગનું નાનું મન્દીરીયુ છે. તેમાં ક્યા દેવ છે તેની મને ખબર નથી. પત્ની રોજ પુજા કરે છે. હું નથી કરતો. પત્નીએ મારી ધર્મવીમુખતા સ્વીકારી લીધી છે. હું પણ તેના ગમાઅણગમાનો ખ્યાલ રાખું છું (તે ઘરમાં પોતું મારે છે ત્યારે તે સુકાય નહીં ત્યાં સુધી હું ત્યાં પગલાં ન પડે તેનું ધ્યાન રાખું છું) એને કંટોલાંનું શાક બહુ ભાવે, મને બીલકુલ ભાવતું નથી. પણ હું બજારમાંથી ખાસ તેને માટે કંટોલાં (મોંઘાં મળે તો પણ) ખરીદી લાવું છું. મને કારેલાંનું શાક ખાસ પ્રીય છે તેને ભાવતું નથી. હું કદી તેને તે ખાવા માટે આગ્રહ કરતો નથી. અમારા સહજીવનમાં કંટોલાં–કારેલાં જેવી ઘણી અસમાનતાઓ છે; પણ અમે અનુકુલન સાધીને જીવીએ છીએ. એ ધર્મ પાળે છે, હું પાળતો નથી; છતાં સમજદારીથી સુખી દામ્પત્ય જીવન વીતાવીએ છીએ. દામ્પત્ય જીવનમાં અનુકુલનને હું પ્રેમ કરતાં પણ ઉંચી સગાઈ ગણું છું. સુખી સંસાર માટે પ્રેમ કરતાં અનુકુલન વધુ જરુરી છે. હું બીલકુલ ધાર્મીક નથી; પણ લાખો ધાર્મીકો કરતાં વધુ સુખી છું.’
પ્રૉફેસર મીત્રે આગળ કહ્યું: ‘ઘણા લોકો ભગવાનનો ફોટો, મુર્તી વગેરે રોજ ઘસીઘસીને સાફ કરે છે; પણ જમ્યા પછી દાંત સાફ કરતા નથી. રોજ ધાર્મીક પુસ્તકોનું પોપટ–રટણ કરે છે; પણ અખબારો કે પુસ્તકો વાંચતા નથી. તેઓ શ્રદ્ધાપુર્વક ‘રામાયણ’ વાંચે છે; પણ ધંધામાં પાપનું પારાયણ કરવામાં પાછા પડતા નથી. ગલ્લા પર થતી ખુલ્લેઆમ નફાખોરી, કોમી રમખાણોમાં થતી છરાભોકથી ઓછી ખતરનાક નથી. ધર્મપુસ્તકનો રોજ એક અધ્યાય વાંચો એટલે દીવસભરનાં પાપો ધોવાઈ જાય એવું હું માનતો નથી. હું મન્દીરે નથી જતો; પણ લાઈબ્રેરીમાં રોજ જાઉં છું. ધર્મપુસ્તકોને બદલે મહાન માણસોનાં જીવનચરીત્રો વાંચું છું. આજપર્યંત ઘરમાં એક પણ વાર કથા–કીર્તન–ભજન, યજ્ઞ કે પુજાપાઠ કરાવ્યાં નથી; પણ મારા આખા કુટુમ્બે દેહદાન અને નેત્રદાનનું ફોર્મ ભર્યું છે. રક્તદાન કરવાનું અમે કદી ચુકતાં નથી. સાધુ–સંતોને દાન પુણ્ય કરવાને બદલે દર વર્ષે એકાદ–બે ગરીબ વીદ્યાર્થીને પુસ્તકો, ફી વગેરેમાં મદદ કરું છું. રથયાત્રામાં જોડાતો નથી; પણ રોજ સવારે પદયાત્રા (મોર્નીંગ વૉક) જરુર કરું છું. કુમ્ભમેળામાં કદી ગયો નથી; પણ વીજ્ઞાનમેળો કે પુસ્તકમેળો એકે છોડતો નથી. આ રીતે જીવનારનો ક્યો ધર્મ કહેવાય તેની મને ખબર નથી; પણ કદી એવી ચીન્તા થઈ નથી કે હું ઈશ્વરને નથી ભજતો, મન્દીરમાં નથી જતો, ઘરમાં કથા નથી કરાવતો, ધાર્મીક સ્થળોની યાત્રા નથી કરતો તેથી મર્યા બાદ સ્વર્ગમાં ન જવાશે તો મારું શું થશે?’
પ્રૉફેસર મીત્રની વાતો સાંભળી એક વાતનું સ્મરણ થયું. હું લખતાં લખતાં બે ધ્યાનપણે કોઈ પુસ્તક ગોતવા કબાટ તરફ આગળ વધું કે તુરત શબ્દો સંભળાય – ‘કેટલી વાર કહ્યું કે પોતું માર્યું હોય ત્યારે સુકાય નહીં ત્યાં સુધી પગલાં પાડવાં નહીં.’ જોવા જઈએ તો આ એક વાક્યમાં સઘળા ધર્મોનો સાર સમાઈ જાય છે. આપણી વાજબી જરુરીયાત પણ આપણે એ રીતે ન સંતોષવી જોઈએ કે જેથી બીજાને અગવડ થાય. કોઈને ખપમાં ન આવીએ તો ભલે; પણ કોઈને માટે લપ ન બની જઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. સુખ માટે સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની રહેવાને બદલે પારકાનાં સુખનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ જ વાત સઘળાં ધર્મપુસ્તકોમાં લખી છે. રાવણ બનવાથી બચી જાઓ, પછી ‘રામાયણ’ ન વાંચો તો ચાલે. જીવનમાં ડગલે ને પગલે દુર્યોધન કે શકુની બની રહેતા હો તો રોજ ‘મહાભારત’ વાંચો તોય શો ફાયદો? યાદ રહે જીવનના અનુભવોમાંથી જડેલાં સત્યો ગીતા, કુરાન કે બાયબલનું જ પવીત્ર ફળકથન હોય છે. શાયર દેવદાસ ‘અમીરે‘ કહ્યું છે: ‘છોડ ગીતા, કુરાન અને બાયબલ… અસલી પથ તો એ છે જે જમાનો શીખવે છે!’
પૃથ્વીલોકમાં માણસનું અવતરણ જે કારણે થયું હોય તે; પણ એટલું નક્કી કે એની આંખમાંથી ક્યારેક આંસુ ટપકે છે. કો’ક દુ:ખી માણસનાં આંસુને તમારી હથેળી વડે લુછો એ બાબત ધર્મ ન ગણાતી હોય તો પણ તેમ કરવામાં શું નુકસાન છે?
તરસની જેમ દુ:ખ સર્વવ્યાપી સ્થીતી છે. આપણે મન્દીર ન બંધાવી શકીએ; પણ મન્દીર બહાર બેસતા ભીખારીઓમાંથી કો’ક એકના પેટની આગ ઠારીએ તેમાં ક્યું નુકસાન છે? રોડ પર અકસ્માતમાં માણસ ઘવાય ત્યારે આજપર્યંત એક પણ વાર એવું બન્યું નથી કે તેને મદદ કરવા દોડી જનાર લોકોએ પહેલાં તેને એમ પુછ્યું હોય કે– ‘તમે હીન્દુ છો કે મુસ્લીમ….?’ એક પ્રશ્ન પર ખાસ વીચારવા જેવું છે હીન્દુ–મુસ્લીમ યુવક–યુવતીનાં મન મળી જાય અને બન્નેના અંતરનાં આંગણાંમાં હૈયાનો હસ્તમેળાપ થાય, ત્યારે એને ‘હીન્દુપ્રેમ’ અને ‘મુસ્લીમપ્રેમ’માં વહેંચી શકાય ખરો? સમગ્ર સૃષ્ટીના માણસો કન્સીલ્ડ વાયરીંગની જેમ પરસ્પર જોડે પ્રાકૃતીક રીતે સંકળાયેલા છે.
સૌનાં આંસુ સરખાં છે. સૌના આનંદ સરખા છે. સૌની દેહરચના તથા જન્મ અને મુત્યુ સરખાં છે. તે ત્યાં સુધી કે તેમના લોહીનો રંગ પણ (‘ઈસ્લામી–રંગ’ કે ‘હીન્દુ–રંગ’માં) વીભાજીત થયેલો નથી. તો માણસ માણસ વચ્ચે ન્યાત–જાત અને ધર્મ–કોમના આટલા ભેદભાવ કેમ?
ધુપછાંવ
દરેક માણસને એક ધર્મ હોય છે. એ ધર્મ ગેટપાસ જેવો ગણાય. જીવનભર માણસ ધર્મનો બીલ્લો છાતીએ ચીપકાવીને ફરે છે પણ કબરમાં કે સ્મશાનમાં એ બીલ્લાની કોઈ મહત્તા રહેતી નથી. મન્દીર બહાર બુટ ઉતારી દેવા પડે છે, તે રીતે ચીતા પર કે કબરમાં જતાં પહેલાં એ બીલ્લો આપોઆપ ઉતરી જાય છે. ધર્મ તો સીનેમાની ટીકીટના અડધીયા જેવો છે. થીયેટર છોડ્યા પછી માણસ એ અડધીયું ફેંકી દે છે. તે રીતે ધર્મ પણ માત્ર આ પૃથ્વીલોકના ઈલાકામાં કામ આવતી ચીજ છે. મૃત્યુલોકમાં પ્રવેશીએ પછી ધર્મનું ચલણ કામ આવતું નથી. મૃત્યુ આગળ નાત, જાત કે ધર્મ, કોમના બધા ભેદ ભુંસાઈ જાય છે. તાત્પર્ય એટલું જ કે સમગ્ર વીશ્વ માટે માનવધર્મથી ચડીયાતો ધર્મ બીજો એકે નથી.
દીનેશ પાંચાલ

31 December 2014

સ્વામી વિવેકાનંદ

                                   મા ના સંસ્કારથી જ હું સફળ થઇ શક્યો.
વર્ષ ૨૦૧૩ માં સ્વામી વિવેકાનંદની  ૧૫૦ મી જન્મ શતાબ્દી ઉજવાઈ ગઈ .એમના વિચારોને પુષ્ટિ  આપતા અનેક લેખો ,પુસ્તકો ,સેમીનારોનું ખુબ સુંદર રીતે આયોજન થયું .છતાં સ્વામીજીના વ્યક્તિત્વ, શૈશવના સંસ્મરણો ,પરિવાર ,શરીર સંપદા, શીવ નેત્ર, શારીરિક પીડા એમના વિશે  જાણવાની ઉત્કંઠા થાય એ સ્વાભાવિક છે.અહી તેમના જીવન ઝરમર ને સ્પર્શવાનો આપણે પ્રયત્ન કરીએ.
      સ્વામી વિવેકાનંદની કોઈપણ તસવીર આપણે એક ચિત્તે જોઈશું તો તેમાં દિવ્યતા અને દીર્ઘદ્રષ્ટીના દર્શન થશે.કરુણાથી છલકાતી વિશાળ પારદર્શક  આંખો,દ્રઢતાથી બીડાયેલ હોઠ ,પૂર્ણ પુરુષના શિલ્પ જેવું શરીર સૌષ્ઠવ  અને દૈવી આભાથી ઝળહળતો ભાવસભર ચહેરો.... સ્વામીજીને આ રૂપ એમની માતા તરફથી વા રસમાં મળ્યું હતું.નરેન્દ્ર માંથી વિવેકાનંદ બનવાની પ્રક્રિયામાં માતાના સંસ્કાર વારસાનું બહુ મોટું યોગદાન રહ્યું.માતાએ પુત્રને શીખવ્યું હતું કે જીવનભર પવિત્ર રહેજો.
કુળની મર્યાદા અને સંસ્કાર છે એનું સદા રક્ષણ કરજો.ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ ધૈર્ય જાળવી રાખજો.પ્રલોભનોનો પડકાર હોય તો પણ મન સ્થિર રાખજો.
શૈશવના સંસ્મરણો :-
 નરેન્દ્રના શૈશવના સ્મરણો યાદ કરીને ભુવનેશ્વર દેવી કહેતા:બાળપણથી જ નરેન્દ્રનું મનોબળ એટલું દ્રઢ હતું કે એને સમજાવવાનું કામ બહુ મુશ્કેલ બની જતું.પુત્રના આવા તોફાનથી અકળાઈને માતાએ મીઠી ફરિયાદ પણ કરેલી કે હે પરમેશ્વર ! મેં તો તારી પાસે ભોળિયા શમ્ભુ જેવો પુત્ર માગેલો અને તે તો શિવજીના ગણમાંથી એક ભુતડું મોકલી આપ્યું .!
   પાછળથી સ્વામીવિવેકાનંદે  પણ કબુલ કરેલું કે નાનપણથીજ જે જીદ પકડું એ પૂરી કરવા માટે સખત પરિશ્રમ કરતો.એક ધ્યેય નક્કી કર્યા પછી પુરા ઝનુનથી એને સિદ્ધ કરવા મચી પડતો.હૃદયની આ ભાવનાને લીધેજ કદાચ એવું બન્યું કે સાવ ખાલી ખિસ્સે હું આખી દુનિયા ફરી આવ્યો.નિ:સ્વાર્થ પ્રેમ અને ચારિત્ર્યની શ્રેષ્ઠતા માં પાસેથી મળ્યા .એથી જીવનમાં મેં જે કઈ સારા કર્મ કર્યા એ બધાજ માની કૃપાથી .........
           મારા જ્ઞાન માટે હું મારી માતાનો ઋણી છુ.
પરિવાર :-
વિવેકાનંદના કુલ મળી ને ૧૦ ભાઈ બહેન હતા .નરેન્દ્રનાથ ભુવનેશ્વરીદેવી નું છઠ્ઠું સંતાન હતા.તેઓ ૩૯ { ૧૮૬૩-૧૯૦૨} વર્ષ જીવ્યા.
નરેન્દ્રનાથ ગૃહત્યાગ કરી સંન્યાસી બન્યા.નરેન્દ્રનાથની ઉંમર માત્ર ૨૧ વર્ષની હતી એ સમયે ૨૫ ફેબ્રુઆરી [સોમવાર]૧૮૮૪ ના દિવસે પિતાજીનું હૃદય રોગ થી મૃત્યુ થયું.
શરીર સંપદા ;-
રોમાંરોલાએ પોતાના પ્રસિદ્ધ પુસ્તકમાં લખ્યું છે વિવેકાનંદનું શરીર મલ્લયોધ્ધા જેવું સૃદ્રઢ અને શક્તિશાળી હતું.એ એમના ગુરુ રામ ક્રિષ્નના કોમળ અને ક્ષીણ બાધા સામે બિલકુલ વિરોધાભાસી હતું. વિવેકાનંદ નો દેહ સિંહ જેવો હતો.તેમની ઉચાઈ પાંચ  ફૂટ સાડા નવ ઇંચ.વિશાળ ગરદન ,વિશાલ છાતી ,સુદ્રઢ શરીર , મજબુત સ્નાયુઓ ,સમૃદ્ધ ભુજા શ્યામળી-ચીકણી ત્વચા  ભર્યું ભર્યું મુખ મંડળ ,વિશાળ માથું ,કસાયેલા જડબા અને અપૂર્વ ચહેરો.પાંદડાના ભાર થી ઝુંકેલી ડાળી જેવી ઘેરી કાળી આંખો .વિવેકાનંદનો અવાજ વાયોલીન જેવો મધુર અને ઘેઘુર હતો.તેમનું વજન ૧૭૦ પાઉન્ડ હતું.તેઓ ઘઉંવર્ણા હતા .તેમના ચેહરા પર ગજબની  સ્વર્ણઆભા ચમકતી હતી.
શીવ નેત્ર :-
ભાષણ આપતી વખતે સ્વામી  વિવેકાનંદ જમણા હાથની આંગળીઓ પહેલાં કસીને, પછી અચાનક ફેલાવી દેતા.એમના મનમાં ભાવ જેમ જેમ શબ્દોમાં વ્યક્ત થતા એમ એમ એમની આંગળીઓની મુદ્રાઓ બદલાતી  રહેતી .જે પણ એમની નજીક આવ્યા એ બધા જ એમની મોહક પૂર્ણ ખીલેલા કમળ જેવી આંખોથી અંજાઈ જતા.અને પ્રભાવિત થયા વિના રહેતા નહિ. બધાજ વિદેશી અખબારો એ એમની આંખો વિશે  અંગ્રેજીમાં  લખ્યુ: ‘વેરી લાર્જ એન્ડ બ્રિલીઅન્ટ’.
સ્વામી શારદાનંદ કહે છે :એમની આંખોની તુલના કશાની સાથે થઇ શકેએવી નથી.એમને એક દિવસ મુગ્ધ બની કહેલું: કેવી અદભુત સુંદર આંખો છે! એના વિશે  શું કહેવું ! સાચેજ એ શિવ નેત્ર હતા.
શારીરિક પીડા :-
આમતો જાન્યુઆરી ૧૮૯૬ થી  જ સ્વામીજી પર વિવિધ રોગોએ હુમલા શરુ કરી દીધા હતા.સ્વામી કૃપાનંદેપણ લખ્યુંછે  કોઈ દૈત્યની જેમ સ્વામીજી પરિશ્રમ કરી રહ્યા છે.પોતાના દેહની પરવા કર્યાં વગર એ મહામાનવ દેશના ઉત્કર્ષ માટે સતત ઝઝૂમી રહ્યા છે.મોટેભાગે ખાધા-પીધા વગર પ્રચંડ પરિશ્રમ કરવાના લીધે એ બીમાર થઇ ગયા છે.વિવિધ પત્રો, સંસ્મરણ  વગેરે દ્વારા સ્વામીજીને નાના મોટા અનેક પ્રકાર ના રોગો હતા  એની જાણકારી મળે છે.આશ્ચર્ય થાય છે કે ,આટઆટલી શારીરિક પીડા સાથે માત્ર ૩૯ વર્ષમાં  યુગો-યુગો સુધી આખા  વિશ્વને યાદ રહે એવું વિરાટ કાર્ય એ કઈ રીતે કરી શક્યા?
જે લોકો શરીરની સાવ સામાન્ય બીમારીને લઈને કશુજ કરતા નથી એવા લોકો માટે સ્વામીજીનું શરીર અને ધૈર્ય એ એક અદભુત રહસ્ય છે.


જાન્યુઆરી તિથી ગુજરાતીમાસ તહેવાર



માસ
જાન્યુઆરી
તિથી 
ગુજરાતીમાસ
તહેવાર
ફેબ્રુઆરી
તિથી 
ગુજરાતીમાસ
તહેવાર
રવિવાર




૧૩
મહાસુદ

સોમવાર




૧૪


મંગળવાર




૧૫

પૂનમ
બુધવાર




મહાવદ

ગુરુવાર
૧૧
પોષસુદ
ખ્રિસ્તી નૂતન વર્ષ


શુક્રવાર
૧૨




શનિવાર
૧૩




રવિવાર
૧૪




સોમવાર
૧૫

પૂનમ


મંગળવાર
પોષવદ

૧૦


બુધવાર


૧૧


ગુરુવાર


૧૨


શુક્રવાર


૧૩


શનિવાર
૧૦


૧૪
૧૦


રવિવાર
૧૧


૧૫
૧૧


સોમવાર
૧૨


૧૬
૧૨


મંગળવાર
૧૩


૧૭
૧૩


બુધવાર
૧૪


૧૮
૧૪*૩૦
અમાસ
વસંતઋતુ પ્રારંભ
ગુરુવાર
૧૫
૧૦


૧૯
ફાગણસુદ

શુક્રવાર
૧૬
૧૧


૨૦


શનિવાર
૧૭
૧૨


૨૧


રવિવાર
૧૮
૧૩


૨૨


સોમવાર
૧૯
૧૪


૨૩


મંગળવાર
૨૦
૩૦
અમાસ

૨૪


બુધવાર
૨૧
મહાસુદ

૨૫


ગુરુવાર
૨૨


૨૬


શુક્રવાર
૨૩
૩*૪


૨૭


શનિવાર
૨૪


૨૮
૧૦


રવિવાર
૨૫






સોમવાર
૨૬

પ્રજાસત્તાક દિન




મંગળવાર
૨૭






બુધવાર
૨૮






ગુરુવાર
૨૯
૧૦






શુક્રવાર
૩૦
૧૧






શનિવાર
૩૧
૧૨






રવિવાર








સોમવાર









































દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી