Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

18 February 2015

બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

બાળકોની વાંચન ભૂખને ગુજરાતીઓ સંતોષે છે ખરા?

– વધતો બુદ્ધિઆંક: આજનાં બાળકો સ્માર્ટ થતાં જાય છે. શું તેમને સુપર સ્માર્ટ બનાવવાની જરૂર લાગે છે?

બાળકોને વાંચનની કેટલી તીવ્ર ભૂખ હોય છે તેનો એક સ્વાનુભવનો દાખલો આપુ. એક જમાનામાં પ્રખ્યાત બાળકોના લેખક જીવરામ જોષી જે ‘ઝગમગ’ નામના બાળ માસિકના તંત્રી હતા, તેના નાના ભાઈ દીનકર જોષી મહુવામાં ‘પરમાર હાઉસ’માં અમારા પાડોશમાં રહેવા આવ્યા. તેમને મહુવાના નવા બાલમંદિરના સંચાલક બનાવેલા. તેમણે સૌથી મોટું કામ બાલમંદિરમાં બાળ-લાઈબ્રેરી ઉભી કરવાનું ર્ક્યું હતું. અમને ત્યારે બાળ મંદિરમાં દાખલ કરવાની ઉંમરના બાળક ગણતા નહોતા. અમને વાચનનો ભારે અભરખો પણ ક્યાંય પુસ્તક વાંચવા મળે નહીં.

બાળ લેખક દીનકર જોષીના પુત્રો અને હું બાલમંદિરની લાઈબ્રેરીના તાળાની ચાવી ચોરીને રવિવારે વાંચવા જતા. વાંચીને પછી લાઈબ્રેરીને તાળું બંધ કરી પાછી ચાવી દીનકર જોષીને (હાલ દીનકર જોષી છે તે નહીં) ઘરે મુકી આવતા. વાંચવાનો આટલો અભરખો બાળકોને હોય છે.

અમેરિકા અને બ્રિટનમાં ચિલ્ડ્રન-લીટરચેર ભરપુર હોય છે. આજે ગુજરાતીમાં કેટલા બાળ સામયિકો છે? શામળદાસ ગાંધી ‘રમકડું’ ચલાવતા. જીવરામ જોષી ‘ઝગમગ’ મેગેઝિનના તંત્રી હતા. નવજીવન ટ્રસ્ટ ‘પ્યારા બાપુ’નું બાળ મેગેઝિન ચલાવતું. આ બધા જ મેગેઝિનો અત્યારે છે? કોઈ બાળકો માટેનું ગુજરાતી મેગેઝિન ચલાવતુ હોય તો મને જણાવજો હું તેના દુ:ખણા લઈશ. ગુજરાતીમાં બાળ મેગેઝિનનો દુષ્કાળ છે.

હું મુંબઈમાં નવો નવો આવ્યો ત્યારે પત્રકાર તરીકેની રૂ. 199ના પગારની નોકરી હતી. મહુવાના મિત્ર-વડીલ હરકીશન મહેતા (ચિત્રલેખાવાળા) જુહુના દરીયાકાંઠે મળી ગયા. મને કહે શું કરે છે? મેં કહ્યું નોકરી પછી ફુરસદમાં કવિતા અને વાર્તા લખું છું. મને કહે વાર્તા લખીને જીવવા માગીશ તો ભૂખે મરીશ.

સાહિત્યકાર- વાર્તાલેખક દીનકર જોષીએ ટાપસી પુરી કે મીન પિયાસી (વૈદ્ય દીનકરરાય કેશવલાલ ભટ્ટ), વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અને બીજા ઘણા કવિઓ અને વાર્તા લેખકોએ જીવવા માટે પાછલી જીંદગીમાં ઉઘરાણા કરવા પડેલા. મેં અનુભવ ર્ક્યો છે કે પત્રકાર ન થયો હોત તો હું ભીખારી થતો. અરે જવા દો. પત્રકારોમાંથી આજે 70 ટકા પત્રકારો પણ ‘કરૂણ’ હાલતમાં જીવે છે.

જે જીવે છે તે રૂવાબથી જીવતા નથી. આ વિષય ઉપર લખવાની સ્ફૂરણા મને જયપુર ખાતે 21-1-15થી ‘જયુપર લીટરરી ફેસ્ટિવલ’ શરૂ થયો તે પ્રસંગ ઉપરથી આવ્યો. આ સાહિત્યના ત્રણ દિવસના ઉત્સવમાં કેટલા ગુજરાતી કવિ, વાર્તાકાર કે સાહિત્યકાર જયપુર ગયા છે? કોઈ ગુજરાતી કવિ-વાર્તાકાર જયપુર ગયા હોય તો મને કહેજો. પણ અંગ્રેજી લેખકો-કવિઓ કેટલા જશે? અરે ડઝનબંધ જશે. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણી ભૂલાઈ રહ્યા છે. આજે જો ગુજરાતીમાં પુસ્તકો વાંચનારા ગુજરાતી બાળકો હોય તો નવી ગુજરાતી-બાળ વાર્તાઓ માટે ફાંફા મારવા પડે. પણ સદભાગ્યે (અગર દુર્ભાગ્યે) આજે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.

ઝૂંપડામા રહેતી ઘણી કામવાળી બાઈઓના પુત્ર-પુત્રી પણ અંગ્રેજી માધ્યમમાં ભણે છે. મારી કામવાળી હેમા બોરીચા કહે છે કે, આજના અમારા બાળકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે. તેમની વાંચનની ભૂખ ગજબની છે.

આજે ઈગ્લેંડના બાળકો કેટલા ભાગ્યશાળી છે? બે વર્ષના બાળકો માટે જ પ્રગટ થતા હોય તેવા બે ડઝન અંગ્રેજી બાળ સાપ્તાહીક પ્રગટ થાય છે. ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ નામનું પુખ્ત વયના માટેનું મેગેઝિન છે, પણ બાળકો માટેનું પણ ‘સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ’ પ્રગટ થાય છે. 2થી 6ની ઉંમરના માટે ‘હાઈલાઈટ’ નામનું બાળ મેગેઝિન અંગ્રેજીમાં પ્રગટ થાય છે. બાળકો માટેનું ‘નેશનલ જ્યોગ્રાફી કીડઝ’નું મેગેઝિન પણ પ્રગટ થાય છે.

તેમાં જગતનાં પ્રાણીઓ, બાળવિજ્ઞાન, વાર્તાઓ અને ટેક્નોલોજીનાં લેખો પ્રગટ થાય છે. કોયડાઓ અને ખાસ સ્પર્ધાઓ 6 વર્ષથી 12 વર્ષની ઉંમરના માટે યોજાય છે. ‘ડીસ્કવરી’ (DISCOVERY) દ્વારા બાળ વયની દીકરીઓ (8 વર્ષ અને ઉપરની) માટે જ ખાસ ‘ગર્લ્સ ડિસ્કવરી’ મેગેઝિન અને 7થી 11 વર્ષના બાળકો માટે ‘કીડઝ ડીસ્કવર’ નામનું ખાસ મેગેઝિન પ્રગટ કરે છે. આ વખતના અંકમા ‘કીડઝ ડીસ્કવર’- ‘સોલાર સિસ્ટમ’ એટલે કે આખી સૂર્યમાળાના લેખો છાપ્યા છે. ‘

10થી 15 વર્ષની ઉંમરની છોકરીઓ માટે જ (માત્ર દીકરીઓ માટે જ)- ‘ગર્લ્સ લાઈફ’ મેગેઝિન પ્રગટ થાય છે. તમે મુંબઈમા કોઈ અંગ્રેજી મેગેઝિનની બુકશોપમાં જશો તો વોગ (Vogue) મેગેઝિન જરૂર જોશો, પણ ટીનેજરો માટે ‘વોગ’ મેગેઝિન પ્રગટ થાય છે તે જાણીને મને પણ અચંબો થયો. બ્રિટનની યુનિવર્સિટીઓમાં બાળકોનાં સાહિત્યના લેખક થવાની ખાસ તાલીમ આપતી કોલેજો છે. બાળકોનું સાહિત્ય લખવામાં નિષ્ણાત થવા બોસ્ટન યુનિવર્સિટીએ ‘એમએ ઈન ચીલ્ડ્રન લીટરેચર એન્ડ કલ્ચર’ નામનો કોર્સ શરૂ ર્ક્યો છે.

ખાસ કરીને બાળકો માટેની જ ફિલ્મોની વાર્તા લખી શકે તેની તાલીમ આપતી કોલેજો પણ ઉભી થઈ છે. રીડીંગ યુનિવર્સિટી બ્રિટનની સૌથી જૂની યુનિવર્સિટી છે તે 1892માં સ્થપાયેલી.

સુન્દરલેન્ડ યુનિવર્સિટી ચીલ્ડ્રન લીટરેચર (એમ. એ.)નો કોર્સ ચલાવે છે. અહીં હું નામો લખી લખીને થાકી જાઉં એટલી બ્રિટનની બાળકોના સાહિત્ય લખવાની તાલીમ આપતી કોલેજો છે.‘ગાર્ડીયન’માં એન્જેલા સૈની નામની લેખીકા લખે છે કે (8 ડિસેમ્બર, 2013) ‘નવા જન્મેલા બાળકો આજે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણા ડેવલ્પડ અને સ્માર્ટ હોય છે.

મા-બાપ મોંમાં આંગળા નાખી જાય એટલા સમાર્ટ હોય છે. માત્ર ભારતમાં જ નહીં કહેશો.યુનિવર્સિટી કોલેજ ઓફ લંડને આજના ત્રણ-ચાર વર્ષની ઉંમરના બાળકોની ખોપડી સાથે અમુક બુદ્ધિમતા માપવાના ઈઈજી મશીનના વાયર જોડયા તો લાગ્યું કે આ બાળકો કોઈ પણ કઠીન વિજ્ઞાનના કોયડા ઉકેલે તેવા હોય છે. ‘યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના’ પ્રો. ઝીટા પટાઈ જે બાળકોનો કોર્સ શીખવે છે તે કહે છે કે આજના બાળકોને ભણાવવા તે ‘સુપર ડીફીકલ્ટ’ છે! અમેરિકામાં બર્કલે ખાતેની યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયા કહે છે કે, છ મહિનાના બાળકો આજે સાયન્સના ઈલસ્ટ્રેટેડ લેખો ઉકેલી શકે છે.

ઈગ્લેંડનું ‘ફાઈનેન્સીયલ ટાઈમ્સ’ તેમ જ વોશિંગ્ટનથી પ્રગટ થતું ન્યુયોર્કર લખે છે કે, આજે બાળકો સ્માર્ટર થતા જાય છે. 30 વર્ષ પહેલાં જેમ્સ ક્લીન નામના પોલીટીકલ ફિલોસોફરે કહેલું કે, અમેરિકન બાળકોનો આઈ ક્યુ (બુદ્ધિનો આંક) સતત ઉંચો થતો જાય છે. ‘ન્યુયોર્કર’ મેગેઝિનમાં ડો. સ્ટીવન જોનસને લખ્યું છે કે, ટેલિવિઝન 30 વર્ષ પહેલાં હતું તેના કરતાં માત્ર આજના બાળકો જ સમજી શકે તેવા અઘરા કાર્યક્રમો આપે છે.

છેલ્લે એક ચમત્કાર જોઈલો મારી પાસે ‘એનસાઈકલોપીડીયા અમેરિકાના’નાં 30 ગ્રંથો છે, તેમાં ઉધઈ માત્ર એક ગ્રંથને લાગી જેમાં ચીલ્ડ્રન લીટરેચરના પાનાં હતા! ઉધઈને 30 ગ્રંથોમાંથી ચીલ્ડ્રન લીટરચેરનો ગ્રંથ જ ભાવ્યો!

સૌજન્ય- દિવ્ય ભાસ્કર .કોમ 

14 February 2015

પ્રેરક કથા

એક ઓરડામાં મીણબત્તીનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, એક ખૂણામાં 

અગરબત્તી પણ ચૂપચાપ સળગી રહી હતી. અગરબત્તીને જોઈને 

મીણબત્તીને અભિમાન થયું...

તેણે તિરસ્કાર પૂર્વક અગરબત્તીને કહ્યું,''જો,હું કેટલી ભાગ્યશાળી 

છું..ચારે તરફ મારો પ્રકાશ કેવો ફેલાઈ રહ્યો છો, બધાની નજર મારી 

સામે જ રહે છે...''


અગરબત્તીએ નમ્રતાથી કહ્યું, ''બહેન તારી વાત સાચી પણ મુશ્કેલીના 

સમયે સાહસપૂર્વક ટકી રહેવું પણ જરૂરી છે, સાચી પરીક્ષા મુશ્કેલીમાં જ

 થતી હોય છે... પરંતુ મીણબત્તી પોતાના ચમકતા પ્રકાશની મસ્તીમાં 

મસ્ત હતી...

એટલામાં પવનનો સપાટો આવ્યો અને એકજ ઝપાટામાં મિણબતી 

બુઝાઈ ગઈ.પરંતુ અગરબતી હજુ પણ સળગતી હતી.તેણે પોતાની 

પ્રખરતા વધારી દીધી અને વધું તિવ્રતાથી તેની સુવાસ ચોતરફ પ્રસરી ગઇ.

હજુ સુધી મૌન રહેલા ઓરડાના અવકાશે હવે કહ્યું, '' હવાનો સપાટો

 જેના અસ્તિત્વને ખતમ કરી દે એવી ચમક શું કામની? ''
પોતાની પાસે જે શક્તિ હોય તેનો અહંકાર ક્યારેય કરવો નહિ.બીજાને આપણે કેટલા ઉપયોગી બનીએ છીએ તે મહત્વનું છે...

પ્રેમનું .. પ્રેમીઓનું .. પર્વ…… વેલેન્ટાઇન્સ ડે

 પ્રેમનું .. પ્રેમીઓનું .. પર્વ…… વેલેન્ટાઇન્સ ડે

ફેબ્રુઆરીની ૧૪મી એટલે પ્રેમીઓ માટે પ્રેમની અભિવ્યક્તિનું પર્વ -વેલેન્ટાઇન્સ ડે

આમ જોવા જાઓ તો ફેબ્રુઆરી મહિનો એટલે જ જાણે કે પ્રેમની મોસમ ,

વસંત અને વેલેન્ટાઈન ડે બંને ફેબ્રુઆરીમાં જ આવે એટલે વેલેન્ટાઈન ડે

એ વસંતપંચમીનું જ એક બીજું સ્વરૂપ છે.

આ ઋતુમાં તમને પ્રકૃતિમાં બધે પ્રેમ છલકાતો જ દેખાય.વસંત એટલે સૃષ્ટિનું

યૌવન અને યૌવન એટલે જીવનની વસંત .

વસંતનાં વધામણાં થતાંની સાથે પ્રકૃતિ નવ પલ્લીત થાય છે. પ્રકૃતિમાં નવી

માદકતા આવે છે.એવું જ વેલેન્ટાઇન ઉપર યુવાન હૈયાંઓમાં બને  છે. 

વેલેન્ટાઈન ડે એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અનેક રીતે પ્રેમની લાગણીઓને

અભિવ્યક્ત કરવાનો,ઈઝહાર કરવાનો, દિવસ .

પ્રેમનાં અનેક સ્વરૂપો છે. આ ભાવને વ્યક્ત કરતી મારી એક કાવ્ય રચના

“પ્રેમશું છે ?” નીચે પ્રસ્તુત છે.

Two Doves love

 પ્રેમ શું છે ? … વિનોદ પટેલ 

પ્રેમ ખરેખર શુ છે એ બહું ગહન સવાલ છે,

પ્રેમ કહેવાની નહી, પણ અનુભૂતિની ચીજ છે,

પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે,

પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે,

મનુષ્યના મનને ગમતી એક ઉત્તમ લાગણી છે,

બધાજ દર્દોની પ્રેમ એક અકસીર દવા છે,

પ્રેમનું બંધન એ એક મન ગમતું બંધન છે,

પ્રેમ અનેક સ્વરૂપે સર્વત્ર વિહરતો હોય છે,

મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે,

પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે,

પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે,

દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે,

સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે,

ચલચિત્રોમાંનો પ્રેમ એક બનાવટી પ્રેમ છે,

લયલા-મજનું ને શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે,

તિરસ્કાર નહીં પણ પ્રેમ જ એક સત્ય છે,

પ્રેમ આંધળો હોય છે એમ લોકોમાં કહેવાય છે,

પ્રેમાંધ સંત તુલસી સાપને રસ્સી માની છેતરાય છે,

બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે,

મોહન ઘેલી મીરાનો પ્રેમ કેવો અદભૂત છે!

વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે,

રામ-પ્રેમ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર અર્પે છે,

જેમ રસોઈમાં નમક એમ જીવનમાં પ્રેમ છે,

પ્રેમ જેણે કર્યો નથી, એનું જીવન બેકાર છે,

પ્રેમ વિનાનું કોઈનું જીવન ક્લ્પવું મુશ્કેલ છે .

વિનોદ પટેલ , સાન ડિયેગો 

====================

પ્રેમ એટલે કે….. પ્રેમ……ઈ-બુક 

PREM ETLE PREM

સૌજન્ય- શબ્દોનું સર્જન 

 ઇન્ડીયન કોમ્યુનીટી સેન્ટર ,મિલ્પીટાસ, “બેઠક ” નાં સંચાલિકા  શ્રીમતી પ્રજ્ઞા દાદભાવાળાએ એક  સહિયારું સર્જન “પ્રેમ એટલે …કે પ્રેમ”ઈ-બુક (જેમાં મારી ઉપરની કાવ્ય રચના પણ છે) સંપાદિત કર્યું છે. એમાં પ્રેમ વિષેની રસસ્પદ સાહિત્ય સામગ્રી  વાંચવા મળે છે.


પ્રેમ ઉપર સ્વ-રચિત હાઈકુ રચનાઓ 

પાવક જ્વાળા

પ્રેમ પંથ કહેવાય

મીરાંએ જાણ્યો

——–

પ્રેમનો વ્યાપ

એનો પ્રભાવ,દિશે

સર્વ દિશાએ 

——–

પ્રેમ નથી તો

જીવન બને ખારું

દિશે અંધારું

——–

પ્રેમ એ તો છે

પ્રભુની અણમોલ

એક બક્ષિસ

——

યુવા દિલોની

ધડકન એટલે

વેલેન્ટાઇન

વિનોદ પટેલ

આજ વેલેન્ટાઈન ડે ના દિવસે સૌને વિનોદ વિહાર

તરફથી પ્રેમ ભર્યા નમસ્કાર અને 

 સૌ પ્રેમીજનોને હેપ્પી વેલેન્ટાઇન્સ ડે

Love -rvishankar
Love-key bord

મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર


–ડૉ. ગુણવન્ત શાહ
     કહેવાતા ધર્મના નામે આપણે કેવો રોગી સમાજ રચી બેઠા ? એક એવો સમાજ, જે બળાત્કારના અન્ધારીયા કુવાઓ વેઠી લે; પરન્તુ છુટાછવાયાં આકર્ષણનાં રમ્ય ઝરણાં ન વેઠી શકે. આ સમાજને મૈત્રી વગરનાં લગ્ન ખપે; પરન્તુ લગ્ન વગરની મૈત્રી ન ખપે. આ સમાજને દાબદબાણથી થયેલાં લગ્નો ખપે; પરન્તુ પરસ્પરની સમ્મતીથી થયેલા છુટાછેડા ન ખપે. આવા પાંજરાપોળીયા સમાજમાં જીવન ઓચ્છવ મટીને ઉલ્ઝન બની રહે છે. લાખો માણસો કણસે તેય છાનામાનાં !
     યહુદી સાધુઓને રબ્બાઈ કહેવામાં આવે છે. ઈઝરાયેલનો એક પણ રબ્બાઈ અપરીણીત નથી હોતો. સાધુઓ તો પરણેલા જ સારા ! સેક્સ કોઈ પણ મનુષ્યનો જન્મસીદ્ધ અધીકાર છે. એ અધીકારની વચ્ચે દુનીયાના જે ધર્મો, સમ્પ્રદાયો, પન્થો અને પેટાપન્થો આવ્યા છે, ત્યાં મઠોમાં કે ડોર્મેટરીમાં અજવાળામાં ધર્મની અને અન્ધારામાં સેક્સની બોલબાલા રહી છે. કોઈ રમણ મહર્ષી કે કોઈ વીનોબા બ્રહ્મચર્ય સેવે તે સહજ હોઈ શકે છે. આવા મહામાનવો કરોડની સંખ્યામાં એક કે બે હોઈ શકે છે. બાકીના સૌ માટે સહજપણે સેક્સમુક્ત થવાનું અશક્ય છે. સેક્સ કંઈ માનવજાતની દુશ્મન નથી. ઈશ્વર તરફથી મળેલી એ પરમ પવીત્ર અને આનંદપુર્ણ ભેટ છે. ગીતામાં કૃષ્ણ કહે છે: ‘જે સેક્સ ધર્માનુકુળ હોય તે હું છું.’
     ક્યાંક સાધુઓનું સેક્સકૌભાંડ બહાર આવે છે ત્યારે લોકોને ક્રોધ ચડે છે. લોકો બદનામ સાધુઓને ગાળો દે છે; પરન્તુ બદનામ સીસ્ટમની નીન્દા કરતા નથી. ભ્રષ્ટ સાધુઓ પ્રત્યે ભારોભાર કરુણા જાગવી જોઈએ. તેઓ બીચારા એવી અપ્રાકૃતીક, અવૈજ્ઞાનીક અને અવૈદીક ગોઠવણમાં ભરાઈ પડ્યા, જેમાં સ્ત્રીને જોવાનું પાપ ગણાયું; પણ મીડીયાના સાણસામાં ન સપડાયેલા અસંખ્ય કૌભાંડોનું શું ? ભુખ, તરસ અને સેક્સ જેવી પાયાની માનવ જરુરીયાતોનો સ્વીકાર ન કરનારા સમ્પ્રદાયો દુનીયાભરમાં સડી ચુક્યા છે. પશ્ચીમના ખ્રીસ્તી પન્થના એક વડા ધર્મગુરુ બે બાળકોના પીતા બન્યા બાદ ગયા વર્ષે અન્ય પુરુષ સાથે પરણી ગયા હતા. તન્દુરસ્ત સમાજનું નીર્માણ તન્દુરસ્ત સેક્સના સ્વીકાર વગર શક્ય જ નથી. ધર્મગુરુઓના શમણાંની વીડીયો કેસેટ જોવા મળે તો ! હીન્દુ સ્ત્રીઓ છેતરાવા માટે આતુર શા માટે ?
     સેક્સ કૌભાંડમાં પકડાયેલા સાધુઓ પ્રત્યે વળી કરુણા શા માટે ? બસ, એટલા માટે કે તેઓની જગ્યાએ કદાચ આપણે પણ એમ જ કર્યું હોત. ફળીયામાં ચોરી કરતા પકડાયેલા ચોરને જાહેરમાં તમાચા મારવામાં વધારે પડતો ઉત્સાહ દાખવનાર માણસ પ્રચ્છન્ન ચોર હોય એવી સમ્ભાવના વધારે રહે છે. ખલીલ જીબ્રાન લેબેનોનના મસીહા હતા. તેઓ મહાત્મા હતા તે સાથે સ્ત્રીઓ પાછળ દીવાના હતા. એમના પ્રેમસમ્બન્ધો એમના સાધુપણામાં ગોબો પાડનારા નહોતા. ભારતીય દૃષ્ટીએ તેઓ બ્રહ્મચારી નહોતા; તેથી જ કદાચ આવા સુન્દર શબ્દોમાં પોતાની કરુણા પ્રગટ કરી શક્યા.
     ‘અનીષ્ટ બીજું કંઈ નથી, ઈષ્ટને જ્યારે ભુખે મારવામાં આવે અને તરસે તડપાવવામાં આવે ત્યારે તે અનીષ્ટ બની જાય છે. જ્યારે ભુખ અસહ્ય બને ત્યારે ઈષ્ટ તો અન્ધારી, અવાવરુ ગુફામાં પણ ખોરાકની શોધમાં ઘુસી જાય છે. જ્યારે એ તરસે મરતું હોય ત્યારે વાસી–ગન્ધાતું પાણી પણ પી લે છે.’
     બોલો ! આ શબ્દો વાંચ્યા પછી સ્વામીનારાયણના સાધુઓના કૌભાંડ બાદ તમને કરુણાનો ભાવ જાગ્યો? શ્રદ્ધા છે કે ક્રોધ પર કરુણાનો વીજય થયો હશે.
     ભગવાન બુદ્ધ યશોધરા સાથે વાત કરી રહ્યા હતા. પુર્વામની પત્ની યશોધરા દીક્ષા લીધા પછી ભીક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ચુકી હતી. કોઈ વીરલ પળે એણે બુદ્ધને પ્રશ્ન પુછ્યો: ‘‘ભગવન ! તમારી ઉત્કટ સાધનાનાં વર્ષો દરમીયાન હું તમને ક્યારેક યાદ આવતી હતી ખરી ?’’ તથાગતે સ્મીત વેરીને જવાબ આપ્યો: ‘‘હા, તું મને યાદ આવતી હતી. સરોવરનાં નીર્મળ જળ પર પુર્ણીમાની રાતે ચન્દ્રનાં કીરણો પરાવર્તન પામે ને જે ચળકતો પટો સર્જાય તેમાંથી પસાર થઈ જતી સફેદ સઢવાળી નૌકાની માફક તું મારા ચીત્તમાંથી પસાર થઈ જતી હતી.’’  આજનો કયો સાધુ આટલી નીખાલસતા બતાવી શકે ?
     સાધુજીવનમાં ખલેલ પહોંચાડે તેવી બાબતો એટલી બધી વધી પડી છે કે કોઈ સાધુ સેક્સનું ખાનગી આક્રમણ ખાળી ન શકે. એવી છાપ પડે છે કે દ્રૌપદી પોતે જ પોતાનાં વસ્ત્રાહરણ માટે તૈયાર છે. બધી જાહેરખબરોમાં સ્ત્રીનું ઢીંગલીકરણ થતું જણાય છે. સાધુ પણ માણસ છે, યન્ત્ર નથી. તેણે લંગોટમુલક બ્રહ્મચર્ય પાળવું હોય તો સૌ પ્રથમ તેણે પોતાની આંખ ફોડી નાખવી પડે. રસ્તા પર નગ્ન સ્ત્રીઓનાં ચીત્રો મોટાં મોટાં પાટીયાં પર જોવા મળે છે. શું સાધુ આંખ મીંચીને ચાલી શકે છે ? કોઈ પણ છાપું અર્ધનગ્ન સ્ત્રીના આકર્ષક ફોટા વગરનું નથી હોતું. એક પણ અંગ્રેજી કે ગુજરાતી મેગેઝીન આકર્ષક સ્ત્રીઓના ફોટા વગરનું નથી હોતું. સાધુ વાંચવાનું માંડી વાળી શકે ? એ ટી.વી. જોવાનું ટાળી શકે ? દીવસે મનમાં સંઘરાયેલી ખલેલ રાતે સાધુને પજવે છે. એ સાધુને મનોમન કોઈ સ્ત્રીને પામવાના વીચારો સતાવે છે. વીચારોની પજવણી અસહ્ય બને ત્યારે ગમે તેવી અનાકર્ષક સ્ત્રી પણ એને ગમી જાય છે. વીક્ટર હ્યુગોની વીખ્યાત નવલકથા ‘લા મીઝરેબલ’માં ભુખથી પરેશાન નાયક જ્યાં વાલ, બ્રેડની ચોરી કરતાં પકડાઈ જાય છે અને સજા પામે છે. ભારતના ઘણા ખરા હીન્દુઓ ‘લા મીઝરેબલ’ના નાયક જેવા છે. તેઓ સાધુવેશ છોડીને ગૃહસ્થ થવા ઈચ્છે તોય તેમ કરવાનું સહેલું નથી. બોલો ! તેઓ ક્યાં જાય ? જૈનસાધુ ચીત્રભાનુએ સંસાર માંડીને સુન્દર દાખલો બેસાડેલો. જે સાધુ સ્વેચ્છાએ સંસારી બને તેનું જાહેર સન્માન થવું જોઈએ બાળદીક્ષાને કોઈ બીભત્સ નથી ગણતું. ગમે ત્યાં ઉત્સર્ગ કરનારને કોઈ અસભ્ય નથી ગણતું. રુશવતખોરીને કોઈ મહાપાપ નથી ગણતું. પત્નીને ગુલામડીની જેમ રાખનારને કોઈ રાક્ષસ નથી ગણતું. બસ, એક જ બાબત બીભત્સ ગણાય છે  : પરસ્પરની સમ્મતીથી થયેલા સંયોગને પણ સમાજ વેઠી નથી શકતો ! કોઈ માને કે ન માને, ભારતીય સમાજ અન્દરખાનેથી વસન્તવીરોધી અને પાનખરપ્રેમી સમાજ છે. આ સમાજમાં લગ્નેતર સમ્બન્ધ જાળવનાર લોકસેવક પણ બ્રહ્મચર્યનો જ મહીમા ગાતો રહે છે. આ રુગ્ણ સમાજનો સ્થાયીભાવ દમ્ભ છે અને નીન્દાકુથલી એ એની હોબી છે.
      જરુર છે પ્રેમક્રાન્તીની. સેક્સ પવીત્ર ખરી; પણ ત્યાં જ અટકી જવાનું નહીં પાલવે. એની દીશા પ્રેમ ભણીની હોવી જોઈએ. પ્રેમ જેવી દીવ્ય ઉર્જા બીજી કોઈ નથી. પ્રેમક્રાન્તીના ચાર પાયા છે: .૧. તંદુરસ્ત સેક્સ.. નીર્ભય માતૃત્વ  .૩. ઉદાત્ત પ્રેમસમ્બન્ધ .૪. સ્વસ્થ પરીવાર. આકાશમાં ક્યાંક ઉગેલા મેઘ–ધનુનાં ટીપાંનું શીલ્પ રચાતું હોય છે. સમાજમાં ક્યાંક પ્રગટેલા પ્રેમધનુષની નીન્દા ન હોય. પ્રેમસમ્બન્ધની નીન્દા કરનારને કેદની સજા થતી હોત તો, સમગ્ર ભારતીય સમાજ કેદમાં હોત ! આપણે ક્યારે સુધરીશું ? આ તે મનુષ્યોનો સમાજ છે કે વીરાટ મેન્ટલ હૉસ્પીટલ ? બીચારા સાધુઓ ! તમે પકડાઈ ગયેલા ભ્રષ્ટાચારી અને જેઓ જેલની બહાર રહી ગયા તેઓ ન પકડાયેલા ભ્રષ્ટાચારી ! જે સમાજ ‘બે મળેલા જીવ’ વચ્ચે સહજપણે ઉગેલા પ્રેમને મન્દીરનો દરજ્જો નથી આપતો, તે સમાજે મન્દીરોમાં થતા ગોટાળાને ક્ષમ્ય ગણવા પડશે. વર્ષો પહેલાં આ જ કટારમાં મેં લખ્યું હતું:
      ‘શીવમન્દીરમાં જે સ્થાન બીલીપત્રનું છે, તેવું જ સ્થાન જીવનમન્દીરમાં પ્રેમપત્રનું છે.’
–ડૉ. ગુણવન્ત શાહ

@@@

13 February 2015

કેટલાક ચીંતકો–જેમણે દુનીયા બદલી નાંખી


કેટલાક ચીંતકો–જેમણે દુનીયા બદલી નાંખી

–યાસીન દલાલ
સ્ટીફન હોકીન્સ આધુનીક યુગના એક મહાન વૈજ્ઞાનીક છે. હમણાં એમણે એવી આગાહી કરી કે માણસજાત જો રૉબો(ટ) બનાવવામાં આગળ વધતો રહેશે તો માણસ જ માણસનો નાશ કરશે. એમણે અવકાશયાત્રાનો પણ વીરોધ કરેલો. એમણે આપેલી બ્લેક હોલની થીયરી જાણીતી છે. યુરોપમાં એક મોટો વૈજ્ઞાનીક પ્રયોગ થયો ત્યારે પૃથ્વીના ઉદ્ભવની એક નવી જ થીયરી બહાર આવી. બેઠા રહે છે અને ચીન્તન કરતા રહે છે.
છેલ્લી દોઢ–બે સદીમાં દુનીયામાં ચારથી પાંચ એવા વીચારકો થઈ ગયા. જેમણે દુનીયાનો નકશો બદલી નાંખ્યો. આ વીચારકોમાં કાર્લ માર્ક્સનું નામ પહેલું આવે. એણે 40 વરસ હાઈડલ બર્ગની યુનીવર્સીટીના પુસ્તકાલયમાં બેઠા રહીને દુનીયાભરનાં થોથાં વીંખી નાખ્યાં. એને સમજાતું નહોતું કે લાખો વરસ પછી પણ દુનીયામાં આટલી બધી ગરીબી અને બેરોજગારી કેમ છે ? દુનીયામાં આટલી લડાઈઓ કેમ થાય છે અને આટલું બધું શોષણ કેમ થાય છે ? એણે બધા ધર્મગ્રંથો વાચી નાખ્યાં અને એવો નીષ્કર્ષ કાઢ્યો કે ‘ધર્મ એ માણસને પાવામાં આવેલું અફીણ છે. રીલીજીયન ઈઝ ધી ઓપીયમ ઓફ ધી પીપલ.’ એણે ‘દાસ કૅપીટલ’નામનું પુસ્તક લખ્યું જે દુનીયાભરની લાઈબ્રેરીઓમાં પહોંચી ગયું. એણે લખ્યું કે ‘ધર્મો એ માનવના શોષણનું મોટામાં મોટું સાધન છે. ધર્મોએ જ પાપ–પુણ્યની વીચારધારા ઉપજાવી કાઢી. ધર્મે જ જન્મ અને પુનર્જન્મની તદ્દન અતાર્કીક વીચારધારા ઉપજાવી કાઢી.’ માણસનો સાચો દુશ્મન એની મુડી છે. મુડીનું યોગ્ય વીતરણ થાય તો શોષણનો પ્રશ્ન જ ન રહે. આમાંથી જ સામ્યવાદનો ઉદય થયો. ખુબી એ થઈ કે સામ્યવાદનો ઉદ્ભવ જર્મનીમાં થયો અને માર્ક્સની વીચારધારાનો અમલ લેનીને રશીયામાં કર્યો. રશીયા પછી ચીન પણ સામ્યવાદના માર્ગે થયું. પુર્વ યુરોપના બલ્ગેરીયા, ચેકોસ્લેવીકીયા, પોલેન્ડ અને હંગેરી જેવા દેશો પણ સામ્યવાદના રંગે રંગાયા.
એ પછી યુરોપમાં ફ્રોઈડની વીચારધારા આવી. ત્યાં સુધી યુરોપની ખ્રીસ્તી વસ્તીમાં સેક્સ એટલે કે જાતીયતા તરફ ભારે સુગ પ્રવર્તતી હતી. લોકો સેક્સની ચર્ચા કરતાં પણ અચકાતા હતા. ખ્રીસ્તી સાધ્વીઓને પરણવાની મનાઈ હતી. ફ્રોઈડે પહેલી વાર કહ્યું કે ‘જાતીયતા મનુષ્યની સ્વાભાવીક વૃત્તી છે. જેમ માણસને પીવા માટે પાણી જોઈએ, ભુખ છીપાવવા માટે ખોરાક જોઈએ તેમ જ શારીરીક સુખ માટે સેક્સ જોઈએ. જો સેક્સ જ ન હોત તો મનુષ્યની ઉત્પત્તી ન થઈ હોત.’ પ્રારંભમાં ફ્રોઈડની આ વીચારધારા સામે ભારે વીરોધ થયો. પણ પછી ધીમે ધીમે દુનીયાએ આ વીચારધારા સ્વીકારી લીધી. ફ્રોઈડે બીજું મહત્ત્વનું કામ સ્વપ્નોના અર્થઘટનનું કર્યું. કયા પ્રકારનું સ્વપ્ન આવે અને શા કારણે આવે એની તલસ્પર્શી સમીક્ષા એણે કરી. આજે દુનીયાભરની યુનીવર્સીટીઓમાં, ‘મનોવીજ્ઞાન ભવનો’માં ફ્રોઈડની વીચારધારા ભણાવાય છે.
આવા જ ત્રીજા મહાન વીચારક આદમ સ્મીથ નામના અર્થશાસ્ત્રી હતા, એમણે દુનીયાને મુક્ત વેપાર અને ફ્રી માર્કેટ ઈકોનોમીક નામની સ્વતંત્રતાની વીચારધારા આપી. એનો આશ્રય લઈને આદમ સ્મીથે પુછ્યું કે, ‘જો વાણીસ્વાતંત્ર્ય હોય તો વેપારમાં અંકુશ શા માટે ?’ એણે સાબીત કર્યું કે અંકુશ હટાવી લેવાય તો વેપારધંધા વીકસે. અમેરીકાએ અને યુરોપના ઘણા દેશોએ આ વીચારધારા અપનાવી. જોકે બ્રીટને મીશ્ર અર્થતંત્ર એટલે કે સમાજવાદ અપનાવ્યો.
આવા એક મહાન વૈજ્ઞાનીક ન્યુટને ગુરુત્વાકર્ષણનો સીદ્ધાન્ત આપીને દુનીયાભરમાં ખળભળાટ મચાવી દીધો. એણે સાબીત કર્યું કે ‘ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી સુર્યની આસપાસ ફરે છે. એ ગુરુત્વાકર્ષણના નીયમને કારણે ફરે છે.’ આજે માણસજાતે સંખ્યાબંધ ઉપગ્રહો બ્રહ્માંડમાં ફરતા મુક્યા છે એને કારણે જ આપણે ઘરે બેઠા ટી.વી. ઉપર સંખ્યાબંધ ચેનલો જોઈ શકીએ છીએ. અમેરીકાએ તાજેતરમાં એક નવો ઉપગ્રહ તરતો મુક્યો છે. જેનો ઉદ્દેશ બ્રહ્માંડમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધવાનો છે. આઈન્સ્ટાઈનની સાપેક્ષતાની વીચારધારાએ પણ જ્ઞાનવીજ્ઞાન વીકસાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એ જ રીતે ચાર્લ્સ ડાર્વીનેઉત્ક્રાંતીવાદનો સીદ્ધાન્ત આપ્યો. એણે શોધ કરી કે ‘મનુષ્યની ઉત્પત્તી વાનરમાંથી થઈ છે. પછી કાળક્રમે વાનરની પુંછડી નાબુદ થઈ અને ધીમે ધીમે આજના મનુષ્યનો ઉદ્ ભવ થયો.’ દુનીયાભરના પ્રચલીત ધર્મો કહે છે કે મનુષ્યની ઉત્પત્તી બેથી પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી. પરીણામે ધર્મ અને વીજ્ઞાન વચ્ચે જબરું ઘર્ષણ થયું. કેટલાક વૈજ્ઞાનીકોને જેલમાં પુરવામાં આવ્યા અને કેટલાકને જીવતા સળગાવી દેવાયા. અન્તે આ ઘર્ષણમાંથી સેક્યુલારીઝમના સીદ્ધાન્તનો જન્મ થયો. આ સીદ્ધાન્તનો મર્મ એ છે કે ‘ધર્મ એ માણસની અંગત વસ્તુ છે. કેળવણી, અર્થતંત્ર અને કાયદા સાથે એનું મીશ્રણ ન કરવું જોઈએ.’ ડાર્વીને જુદાં જુદાં પ્રાણીઓની ઓળખ કરી આપી અને સાબીત કર્યું કે ‘સમાનતા અને અસમાનતાને સમજાવવી કઠીન નથી. ઘણા દ્વીપોમાં રહેનારાઓના પુર્વજો એક હતા. જેઓ વીકસીત થતાં થતાં ધીરે ધીરે પરીવર્તન આવવા લાગ્યું. આ પરીવર્તનનું ચક્ર નીરન્તર છે. જીવન માટે જે ઉપયોગી હોય એ રહેશે અને નકામું હશે એ નષ્ટ થશે. પરીણામે અત્યારે છે એના કરતાં પણ ભવીષ્યનો મનુષ્ય જુદો હશે.’
1860માં બ્રીટીશ સામયીકોમાં અનેક લેખો છપાયા. જે ડાર્વીનના સીદ્ધાન્તો ઉપર હુમલો કરતા હતા. પણહક્સ્લીએ ડાર્વીનને ટેકો આપ્યો. એમણે મજાકમાં પુછ્યું કે ‘તમારા દાદાઓ વાનર હતા ?’ ડાર્વીને જવાબ આપ્યો કે, ‘પસંદગી કરવાની હોય તો હું એક વાનરને દાદા સમજુ; નહીં કે કોઈ ચર્ચના બીશપને.’
બીજી બાજુ કેટલાક ધર્મના અનુયાયીઓ હજી પણ એમ જ કહે છે કે વીશ્વનું સર્જન ઈશ્વરે કર્યું છે અને એ બેથી ચાર હજાર વરસ પહેલાં થયું છે. એની સામે ડાર્વીનની થીયરી સાચી હોય એના અનેક પુરાવા મળી આવ્યા છે. અમેરીકા અને કેનેડામાં ડાયનોસોર બનાવવામાં આવ્યા છે. પણ કેટલાક ધર્મચુસ્તો હજી વીજ્ઞાનનાં તથ્યોને માનવા તૈયાર નથી. આ ધર્મચુસ્તો એમ પણ માને છે કે માણસ ચન્દ્ર ઉપર ગયો જ નથી. અમેરીકી વીજ્ઞાન સંસ્થા નાસાની પ્રયોગશાળામાં આ નાટક ભજવાયું હતું એમ પણ લોકો કહે છે; પણ કેટલાક લોકોની અન્ધશ્રદ્ધાથી વૈજ્ઞાનીક તથ્યો ખોટાં ઠરતાં નથી. અમેરીકામાં એક જુથે ઈન્ટેલીજન્ટ ડીઝાઈન નામની થીયરી વીકસાવી કાઢી છે. ત્યાંની અદાલતે જણાવ્યું કે આ થીયરી વૈજ્ઞાનીક રીતે ખોટી છે. વૈજ્ઞાનીક અભીગમ કહે છે કે તથ્યો કસોટી અને અનુભવની એરણ ઉપર સાચાં સાબીત ન થાય ત્યાં સુધી તે માની શકાય નહીં. જે તત્ત્વો ઈન્દ્રીયાતીત છે તેને વીજ્ઞાન સ્વીકારતું નથી. આને કારણે ધર્મ અને વીજ્ઞાનનાં કાર્યક્ષેત્રોને જુદાં પાડી દીધાં છે.
આવો જ એક વધુ વીચારક માર્સલ મેક્લુહાન નામે થઈ ગયો. એનો જન્મ કેનેડામાં એડમન્ટન ખાતે થયો હતો. 51–52માં એણે ‘ગ્લોબલ વીલેજ’ એટલે કે ‘વૈશ્વીક ગામડા’(વીશ્વગ્રામ)ની કલ્પના કરી. એણે કહ્યું કે‘એક દીવસ એવો આવશે કે દુનીયા ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનીકેશનની દૃષ્ટીએ એકદમ સાંકડી થઈ જશે.’રાબેતા મુજબ એ જમાનામાં લોકોએ ગાંડો કહીને એને હસી કાઢ્યો. પણ આજે એને ‘મીડીયા પ્રોફેટ’ કહીને એની પુજા કરવામાં આવે છે. સુપરસોનીક વીમાન મુંબઈથી લંડન ચાર કલાકમાં પહોંચાડી દેશે. આ ટ્રાન્સપોર્ટની ક્રાન્તી કહેવાય. ઈન્ટરનેટની મદદથી દુનીયાની કોઈ પણ માહીતી ઘરે બેઠાં મળી શકે છે. લંડન કે ન્યુયોર્કનો કયો વીસ્તાર ક્યાં આવેલો છે એ બટનની ચાંપ દાબતાં તમને ખબર પડી જાય છે. ફેક્સની મદદથી કોઈ પણ લખાણ કે તસવીર કે ચીત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં દુનીયાના એક ખુણેથી બીજા ખુણે પહોંચી જાય છે. મોબાઈલ ફોનમાં વીડીયો કેમેરા પણ આવી ગયા છે. વીડીયો કેસેટમાંથી સીડી અને ડીવીડી સુધીની યાત્રા આપણે પાર કરી. હવે તો આઈપોડ ઉપર પાંચસોથી છસો જેટલાં ગીતો એકસાથે ઉતરી શકે છે.
સ્ટીવન્સન અને આઈન્સ્ટાઈન પણ દુનીયાને આગળ લઈ જવામાં મદદરુપ થયા. આઈન્સ્ટાઈને સાપેક્ષવાદની થીયરી આપી. તો સ્ટીવન્સને ચાની કીટલીનું ઢાંકણું ઉછળતું હતું તે જોઈને વરાળની શક્તી પારખીને આગગાડીની શોધ કરી. તો રાઈટ બ્રધર્સે ઉડતું પંખી જોઈને વીમાન બનાવ્યું. હજી વીજ્ઞાનની શોધખોળો એટલી ઝડપથી આગળ વધી રહી છે કે આવતીકાલે કઈ શોધ થશે એ કોઈ કહી શકતું નથી. આમ, આ ડાર્વીનની 200મી જન્મજયન્તી નહીં; પણ ધર્મ અને વીજ્ઞાનના ઘર્ષણની જન્મજયન્તી છે. આપણે યુરોપની જેમ અન્ધશ્રદ્ધા અને વહેમોમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી 21મી સદીમાં પ્રવેશી ગયાની વાતો માત્ર ટૅકનીકલ રહેશે. હજી દેશમાં ઠેર ઠેર અન્ધશ્રદ્ધા, વળગાડ અને ભુતપ્રેતમાં લોકો માને છે. આપણે સમજવું જોઈએ કે દુનીયામાં સાચો ધર્મ એ માનવધર્મ છે. વીધી ધર્મ પણ જ્યાં સુધી નીતીમત્તામાં માનતો હોય ત્યાં સુધી વાંધો નથી. પણ વીધી ધર્મ એમ.એમ. રોયની થીયરી મુજબ સામુહીક અહમ્ માં ફેરવાય ત્યારે મુસીબત સર્જાય છે. આપણો એક પગ અણુયુગમાં અને બીજો પગ છાણયુગમાં છે. ડાર્વીનને આપણે માત્ર યાદ કરવાની ઔપચારીકતા ન કરવી હોય તો આપણે વૈજ્ઞાનીક અભીગમ અપનાવીશું તો જ એને સાચી અંજલી આપી ગણાશે. આપણી સરકારે અબજોના ખર્ચે ચન્દ્ર ઉપર યાન મોકલ્યું; પણ આપણે માત્ર વીજ્ઞાન અપનાવીએ અને વૈજ્ઞાનીક અભીગમ ન અપનાવીએ તો એ અર્થહીન છે.
–યાસીન દલાલ
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી