Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

23 April 2015

for government schools

આપની લાગણી અને પ્રેમના વખાણ

એક શેઠને પોતાના નોકર પર ખુબ પ્રેમ હતો.

નોકર પાસે કામ કરાવે પણ સાથે સાથે
નોકરનું ધ્યાન પણ રાખે. ઘણીવાર તો
નોકરને પોતાના હાથે જમાડે પણ ખરા.
નોકર પણ આવા માલિકને મેળવીને
પોતાની જાતને ધન્ય સમજતો હતો અને
આનંદથી પોતાની જીંદગીને જીવતો હતો.
એકવાર સાંજના સમયે નોકર ખેતરમાંથી
કામ કરીને થાક્યો પાક્યો ઘેર આવ્યો.
શેઠે એને પોતાની પાસે બોલાવ્યો અને
કહ્યુ કે મેં તારા માટે એક તરબુચ રાખ્યુ છે
ચાલ હું તને તેની ચીરીઓ કરીને આપું. શેઠે
પોતાની જાતે જ તરબુચની એક ચીરી
કરીને નોકરને ખાવા માટે આપી અને પછી
પુછ્યુ કે કેવી લાગી ?
પેલા નોકરે કહ્યુ , “ માલિક , બહું જ મીઠી છે.
મારી અત્યાર સુધીની જીંદગીમાં આવું
મીઠું તરબુચ મેં ક્યારેય ખાધું નથી. ”
નોકરને તરબુચ ગમ્યુ એટલે શેઠ એક પછી એક
ચીર કરીને નોકરને આપતા ગયા અને નોકર
વખાણ કરતા કરતા આ ચીર ખાતો ગયો.
શેઠના હાથમાં છેલ્લી ચીર હતી. નોકર
પાસે આ તરબુચની મિઠાશના બહું વખાણ
સાંભળ્યા એટલે શેઠને તરબુચ ચાખવાની
ઇચ્છા થઇ. તરબુચની ચીર પોતાના
મોઠામાં નાંખી ત્યાં તો થું થું કરતા
બહાર પણ ફેંકી દીધી. નોકરને કહ્યુ કે આ તો
કોઇપણ જાતના સ્વાદ વગરની છે અને
ઉલટાની વિચિત્ર વાસ પણ આવે છે. તો
પછી તું કેમ ખોટા વખાણ કરતો હતો.”
નોકરે કહ્યુ , “ માલિક હું તરબુચની ચીરના
નહી પરંતું આપની લાગણી અને પ્રેમના
વખાણ કરતો હતો. તરબુચ ભલેને સ્વાદ
વગરનું હોય પણ તમારા હાથના સ્પર્શથી
એ મીઠું થઇ જતું હતું. તમે મને ઘણીવાર ઘણું
બધું સારુ સારુ ખવડાવ્યુ જ છે તો હવે હું આ
એક સામાન્ય તરબુચને કેમ કરીને ખરાબ કહી શકું ?”
રોજ પ્રેમથી રસોઇ બનાવીને
જમાડનારી પત્નિ કે મા ની રસોઇ જો
ક્યારેક સ્વાદ વિહોણી લાગે તો એ
બનાવતી વખતની લાગણી અને પ્રેમને
યાદ કરજો રસોઇનો સ્વાદ જ બદલાઇ જશે.

અશાંતીથી બચવા શું કરવું?


ashanti

અશાંતીથી બચવા શું કરવું?

 * જે કાંઈ બની રહ્યુ છે તે કર્મના નિયમાનુશાર બરાબર છે એવો ભાવ કેળવવો. 

* જે આવી મળૅ તેને ચલાવી લેવું અથવા પ્રિય ગણી લેવું

 * સ્થળ-કાળ-પરિસ્થિતિ-ધટનાને અનંતગણા અનુકુળ માની લેવાં. 

* ગમા- અણગમાના પ્રદેશમાં પ્રવેશ ન કરવો.

22 April 2015

ટૅક્નૉલૉજીની ભૂખ વિશ્વના એક સ્થળે વિનાશ નોતરે છે

ટૅક્નૉલૉજીની ભૂખ વિશ્વના એક સ્થળે વિનાશ નોતરે છે

પૃથ્વી પર નરક અથવા તો સૌથી ખરાબ સ્થળ તરીકેની જગ્યાનું નામ સાંભળ્યું છે? એ છે બાઓતોઉ. મોંગોલિયાનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર. મોંગોલિયા એ ચીનનો સ્વાયત્ત પ્રદેશ છે. તેમાં અંદાજે ૨૦ લાખની વસતિ છે. સાત જિલ્લા આવેલા છે. અહીંની ખાણો અને કારખાનાંઓ આપણી આધુનિક જિંદગીને ધબકતી રાખે છે. કઈ રીતે? તે પૃથ્વી પરનું સૌથી મોટું ‘જૂજ મળી આવતા અર્થ’ (અંગ્રેજીમાં કહીએ તો રેર અર્થ) ખનીજોનું સપ્લાયર છે. આ ખનીજોનો ઉપયોગ આપણી રોજબરોજની, પહેલાં મોજમજા તરીકે રહેલી, હવે જરૂરિયાત બની ગયેલી ચીજો જેવી કે ઇલેક્ટ્રિક કાર, સ્માર્ટ ફોન, ફ્લેટ સ્ક્રીન ટીવી વગેરેમાં થાય છે. એક અંદાજ પ્રમાણે, ૨૦૦૯માં ચીન આ તત્ત્વોના વિશ્વના ૯૫ ટકાના પૂરવઠાનું ઉત્પાદન કરતું હતું. એવો પણ અંદાજ છે કે બાઓતોઉની ઉત્તરે ૧૨૦ કિમી દૂર બાયન ઓબો ખાણમાં વિશ્વના ૭૦ ટકા ખનીજો રહેલી છે. ત્યાંથી ખનીજોને કાઢી પ્રોસેસિંગ માટે બાઓતોઉ લાવવામાં આવે છે.
આ બાઓતોઉમાં એક વિશાળ તળાવ જેવી જગ્યા છે. વિમાન કે હેલિકોપ્ટરમાંથી જુઓ તો લાગે કે વિશાળ તળાવ છે જેમાં અનેક ઉપનદીઓ પાણી ઠાલવતી હશે, પરંતુ જમીન પર જઈને જોવામાં આવે ત્યારે ખબર પડે કે તે તો ગંદુ તળાવ છે જેમાં કોઈ માછલી કે શેવાળ ન હોઈ શકે. આને આપણે તળાવ જ કહીએ તો, તેનો કિનારો કાળા સ્તરથી આચ્છાદિત છે. એટલું જાડું સ્તર છે કે તમે તેના પર ચાલી પણ શકો. અહીં નજીક બાઓગેંગ સ્ટીલ અને રેર અર્થનાં ભવનો આવેલાં છે. તેના કૂલિંગ ટાવર અને ચીમનીઓ આકાશ સુધી પહોંચે છે. તળાવ સુધી ડઝનેક પાઇપલાઇન આવે છે જે રિફાઇનરીઓનો કાળો જાડો રાસાયણિક કડદો તળાવમાં ફેંકે છે. આ રિફાઇનરીઓમાં વિશ્વમાં જેની સૌથી વધુ માગ છે તેવા ૧૭ ખનીજો, જેમને સામૂહિક રીતે ‘રેર અર્થ’ કહેવાય છે, તેનું પ્રોસેસિંગ કરે છે.
કાચી ધાતુમાં આ રેર અર્થની સાન્દ્રતા બહુ ઓછી હોય છે. આથી તેમને અલગ પાડવી અને શુદ્ધ કરવી જરૂરી છે. આ માટે હાઇડ્રો-મેટલર્જિકલ ટૅક્નિક વપરાય છે અને તેના પર એસિડ પણ રેડવામાં આવે છે. આ કિંમતી તત્ત્વોનો ઉપર કહ્યા પ્રમાણે ચીન ૯૫ ટકા પૂરવઠો આપે છે, પણ તેમાં બે તૃત્ત્યાંશ માત્ર બાઓતોઉમાં ઉત્પાદિત થાય છે.
આ રેર અર્થ ખનીજોએ છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીનના વિશ્વમાં સર્વોચ્ચ અર્થતંત્રના દરજ્જાને મેળવવામાં ઘણો મોટી અને મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. બાઓતોઉની મુલાકાત લો તો ખબર પડે કે આ ખનીજોએ શહેરને પણ બદલી નાખ્યું છે. બાઓતોઉના લોકો આ શહેરને ઘણું મહત્ત્વનું શહેર માને છે.
રેર અર્થ માટે ખાણકામ શરૂ થયું તે પહેલાં ૧૯૫૦માં આ શહેરની વસતિ ૯૭,૦૦૦ હતી. આજે ઉપર કહ્યું તેમ ૨૦ લાખની વસતિ છે. આટલી વિશાળ જનસંખ્યા થવાનું કારણ આ ખનીજો જ છે. બાઓતોઉ વૈશ્વિક મૂડીવાદ અને વિસરાતા જતા સામ્યવાદની વચ્ચે પોતાને ઉભેલું અનુભવે છે. અહીં એક તરફ અમેરિકન બ્રાન્ડના બિલબૉર્ડ લાગેલા છે. તો તેમની બાજુમાં ક્રાંતિયુગના પ્રચારનાં લખાણો પણ છે. પશ્ચિમી સુપરમોડલોના ચહેરા ચીનના એક સમયના વડા માઓના પૂતળા સામે જાણે રસ વગર જોતા હોય તેમ લાગે. રાત્રે રંગબેરંગી લાઇટોથી રસ્તાઓ ઝળહળી ઊઠે છે. જોકે આવા ઝળહળાટ સામે, એક ચિત્ર શેરીઓનું પણ છે જ્યાં પીધેલા, ઉલટી કરતા રિફાઇનરી કામદારો બાર અને બાર્બેક્યુ જોઇન્ટ્સમાંથી નીકળતા દેખાય.
તમે ઝેરી તળાવ પાસે ગયા વગર આ રેર અર્થ ઉદ્યોગની પર્યાવરણ પરની અસર શહેર પર કેટલી ખરાબ છે તે અનુભવી શકો. ઘણી વાર એ કહેવું મુશ્કેલ હોય છે કે બાઓગેંગ રિફાઇનરી કૉમ્પ્લેક્સ ક્યાં શરૂ થાય અને શહેર ક્યાં શરૂ થાય છે. ભૂમિમાંથી નીકળતી વિશાળ પાઇપો રસ્તાને સમાંતર ચાલે છે. અહીંની શેરીઓ એટલી પહોળી છે કે સતત આવતા વિશાળ ડિઝલ ફેંકતા ટ્રકોને સમાવી શકે. તેમની સરખામણીમાં અન્ય વાહનો તુચ્છ લાગે.
જ્યારે વરસાદ પડે છે ત્યારે રસ્તાઓ કોલસાની રજના લીધે કાળા પડી જાય છે. બાઓતોઉમાં અનેક વીજ મથકો પણ આવેલાં છે જેમાં કોલસા દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ વીજમથકો નવા બનેલા એપાર્ટમેન્ટ ટાવરની નજીક છે. તમે જે તરફ જુઓ તે તરફ તમને અડધા પૂરા કરાયેલા ટાવર અને ઝડપથી બનાવાયેલા બહુમાળી પાર્કિંગ લોટની વચ્ચે જ્વાળાઓ કાઢતા રિફાઇનરી ટાવર અને ઇલેક્ટ્રિસિટીના થાંભલાઓ નજરે પડશે. હવામાં સતત સલ્ફરની ગંધ આવ્યા કરે. અહીંના એક રહેવાસીના કહેવા પ્રમાણ , અહીં ફૅક્ટરીઓ બની તે પહેલાં જ્યાં જુઓ ત્યાં ખેતર જ દેખાતાં. રેડિયોઍક્ટિવ કચરાની જગ્યાએ તરબૂચ, રીંગણાં અને ટમેટાં જોવા મળતાં.
ઉપર જે તળાવની વાત કરી તે તળાવમાં જે પાણી છોડવામાં આવે છે તે તમામ પ્રકારના ઝેરી રસાયણો ધરાવતું હોય છે. તેમાં રેડિયોઍક્ટિવ તત્ત્વ જેવું કે થોરિયમ પણ હોય છે, જે જો ખાવામાં આવી જાય તો પેન્ક્રીયાસ અને ફેફસાનું કેન્સર તેમજ લ્યુકેમિયા કરે છે.
૧૯૫૮માં સરકારી માલિકીની બાઓતોઉ આયર્ન એન્ડ સ્ટીલ કંપની (બાઓગેન્ગ)એ રેર અર્થ સામગ્રીઓ ઉત્પાદિત કરવાનું ચાલુ કર્યું. તે વખતે તળાવ બન્યું. શરૂઆતમાં તો રહેવાસીઓએ પ્રદૂષણની બહુ નોંધ ન લીધી. પરંતુ ૧૯૮૦ના દાયકામાં નજીકનાં ગામડાંઓમાં પાક નિષ્ફળ જવા લાગ્યા. છોડ પર ફળ થતાં પણ ઘણી વાર તે બહુ નાનાં હોય અથવા તેની ગંધ વિચિત્ર આવે. દસ વર્ષ પછી ગ્રામજનોને સ્વીકારવું પડ્યું કે હવે અહીં શાકભાજીઓ નહીં ઉગે. બાઓતોઉની ફૅક્ટરીઓની નજીક ઝિંગુઆંગ સેન્કન નામના ગામડામાં ખેડૂતોએ વાવેતર બંધ કરી દીધું છે. તેઓ માત્ર ઘઉં અને મકાઈ જ ઉગાડે છે.
મહાનગરપાલિકા પર્યાવરણ સુરક્ષા સંસ્થાના એક અભ્યાસમાં જણાયું કે તેમની સમસ્યાઓનું કારણ આ રેર અર્થ ખનીજો છે. ખનીજો પોતે જ પ્રદૂષણ કરતા હોય છે. આ ઉપરાંત ડઝનેક જે નવી ફૅક્ટરીઓ થઈ જેમાં ખનીજોનું પ્રોસેસિંગ થતું તે તેમજ વીજ મથકો પણ પ્રદૂષણ ફેલાવતાં હતાં. હવે વિશ્વની રેર અર્થ રાજધાની તરીકે જાણીતા થઈ ગયેલા બાઓતોઉના રહેવાસીઓને શ્વાસમાં સલ્ફ્યુરિક એસિડ તેમજ કોલસાની રજ જવા લાગી. આ રજ તો ઘરો વચ્ચેની હવામાં સ્પષ્ટ દેખાય.
અહીંના રહેવાસીઓને તેમના પશુઓ પાળવાનું પણ મુશ્કેલ પડવા લાગ્યું કેમ કે તેઓ ઝેરી તત્ત્વોના કારણે મરી જવા લાગ્યા. ખેડૂતો પણ સ્થળાંતર કરવા લાગ્યા. ઝિંગુઆંગ સેન્કનમાં ઈંટનાં ઘરો પણ થોડા સમયમાં નાશ પામે તેવી શક્યતા છે. અહીં માત્ર ૧૦ વર્ષમાં વસતિ ૨,૦૦૦થી ઘટીને ૩૦૦ થઈ ગઈ છે. અહીંના રહેવાસીઓમાં એક છે લુ યોંગકિંગ. ૫૬ વર્ષના લુએ કહ્યું કે, “હું મારા કુટુંબને ખવડાવી શકતો નહોતો.’ તેણે બાઓતોઉમાં કડિયા તરીકે, તે પછી ફૅક્ટરીમાં ઈંટો ઊંચકનાર મજૂર તરીકે અને છેવટે સ્થાનિક બજારમાં શાકભાજી વેચનાર તરીકે કામો કરી જોયા. ઝિંગુઆંગ સેન્કનના જે ખેડૂતો છે તેમની સાથે દ્વિતીય કક્ષાના નાગરિક જેવો વ્યવહાર થાય છે અને તેમનું નિર્દયી શોષણ થાય છે. ખેડૂતોને પણ પગ દુખવાની સમસ્યા છે. ડાયાબિટીસથી પીડાય છે, ઓસ્ટિયોપોરોસિસ અને છાતીમાં દુખાવાની સમસ્યા છે. લગભગ બધા જ લોકો કોઈક બીમારીથી પીડાય છે.
રહેવાસીઓએ હવે સરકારના દરવાજા ખખડાવવાનું ચાલુ કરી દીધું છે. આના પરિણામે ગ્રામવાસીઓને આર્થિક વળતરનું વચન મળ્યું છે, પણ તે આંશિક જ પૂરું થયું છે. નવાં ઘરો આપવાની વાત પણ ચાલે છે. કેટલાક લોકોએ તળાવમાંથી કચરો રિપ્રોસેસિંગ યુનિટોને વેચવાનું પણ શરૂ કરી દીધું, પરંતુ કેન્દ્ર સરકારે તેમને આ આવકમાંથી પણ વંચિત કરી દીધા. આ રીતે તેઓ જો કચરો વેચતા પકડાય તો ૧૦ વર્ષની જેલ થઈ શકે છે.
બીજી તરફ, ચીનની સરકાર પણ થોડી જાગૃત તો થઈ છે. તેણે આ નુકસાન સાફ કરવા માટે અબજો ડોલર ખર્ચવાના ચાલુ કર્યા છે. રેર અર્થ ખનીજોનું ગેરકાયદે ખાણકામ થતું હોવાની ખબર પડ્યા પછી રાષ્ટ્રીય સરકારે પ્રાંતીય અધિકારીઓ પાસેથી રેર અર્થની ખાણવાળા જિલ્લાનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. ચીને ૨૦૦૬માં રેર અર્થ ખનીજોની નિકાસ પર ભારે માત્રામાં ટૅક્સ નાખી દીધો હતો એમ કહીને કે રેર અર્થથી જે પર્યાવરણને નુકસાન થાય છે તેની ભરપાઈ માટે આ જરૂરી છે. જોકે આના લીધે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનનું પણ ચીન પર દબાણ આવ્યું હતું. નિકાસની મર્યાદા સામે અમેરિકાએ કરેલા કેસમાં ચીન હારી ગયું હતું. જોકે, પ્રદૂષણનો પ્રશ્ન તો જેમનો તેમ જ ઊભો છે.
(ગુજરાત ગાર્ડિયન  દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૧૮/૪/૧૫ના રોજ આ લેખ છપાયો.)

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ?


lakshmi

સાચી લક્ષ્મી ખરેખર કયાં વાસ કરે છે ? 

* જયાં ધર્મ છે.

 * સત્ય છે. 

* તેજસ્વિતા છે.

 * ઉદારતા છે. 

* વ્રત,શક્તિ અને શીલ અથવા ચારિત્ર છે,

21 April 2015

મુખ્યમંત્રીશ્રીએરાજ્ય સરકારના કર્મયોગીઓ માટે તબીબી સારવારના સુગ્રથિત નિયમો જાહેર કર્યા

મુખ્યમંત્રીશ્રીએરાજ્ય સરકારના કર્મયોગીઓ માટે તબીબી સારવારના સુગ્રથિત નિયમો જાહેર કર્યા

મુખ્યમંત્રીશ્રીએરાજ્ય સરકારના કર્મયોગીઓ માટે તબીબી સારવારના સુગ્રથિત નિયમો જાહેર કર્યા

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્ય સરકારની સેવામાં રહેલા સરકારી કર્મયોગીઓ-પેન્સનર્સ, વર્કચાર્જ, રોજમદાર, કામદારો, બોર્ડ નિગમના કર્મયોગીઓ તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના આશ્રિતો માટે રાજ્ય તબીબી સારવારના સુગ્રથિત નિયમો ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો ર૦૧પ અન્વયે જાહેર કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રચાયેલી મંત્રીમંડળની પેટાસમિતિએ કરેલી ભલામણોનો સ્વીકાર કરીને આ મહત્વાકાંક્ષી નિર્ણયો કર્યા છે.
અત્યાર સુધી તબીબી સારવાર નિયમોની જોગવાઇ મુજબ સારવારનો ખર્ચ માત્ર સરકારી હોસ્પિટલોમાં લેવાયેલી સારવાર માટે રિએમ્બર્સમેન્ટ થતો હતો તેમાં હવેથી સરકારી હોસ્પિટલો ઉપરાંત સરકારી હોસ્પિટલ સમકક્ષ હોસ્પિટલ, રાજ્ય સરકાર દ્વારા માન્ય કરાયેલી એમ્પેનલ્ડ ખાનગી હોસ્પિટલોમાં લીધેલી સારવાર માટે પણ રિએમ્બર્સમેન્ટ મળી શકશે.




અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?


chitt

ચિત્ત સંધર્ષ કેમ થાય છે? 
* લાગણીઓન અતિરેકથી. 
* વિકલ્પોને અવકાશ છે એટલે
. * અહં ધવાય છે એ કારણે. * તાણ ચિત્તને ધેરી વળૅ છે તેથી.
 * ઇચ્છાઓની ઇમારતો તુટી પડે છે માટે.
 * પુર્વગ્રહો,પ્રમાણે પગલાં મંડાય છે તેથી. 
* અપુર્ણતાઆધુરપ જીવનનો ભાગ બની જાય છે એટલે.


krodha
અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ? 
* ક્રોધ. - અગ્નિ પદાર્થમાત્રને સળગાવે,પણ ક્ષુલ્લક અગ્નિને સામાન્ય મનુષ્ય પ્રગટાવે છે
 અને ધણુ ખરૂ તેને હોલવી પણ શકે છે પણ ક્રોધ અગ્નિ કરતા બળાવાન એટલા માટે છે કે 
મનુષ્ય તેના પર અંકુશ રાખી શકતો નથી.ક્રોધ મનુષ્યના અંતઃસત્ત્વ પર પ્રહાર કરે છે 
અથવા તેને બાળે છે.

ચિત્ત સંધર્ષ કેમ થાય છે? &અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ?


chitt

ચિત્ત સંધર્ષ કેમ થાય છે?

* લાગણીઓન અતિરેકથી.

 * વિકલ્પોને અવકાશ છે એટલે. 

* અહં ધવાય છે એ કારણે.

 * તાણ ચિત્તને ધેરી વળૅ છે તેથી.

 * ઇચ્છાઓની ઇમારતો તુટી પડે છે માટે.

 * પુર્વગ્રહો,પ્રમાણે પગલાં મંડાય છે તેથી

. * અપુર્ણતાઆધુરપ જીવનનો ભાગ બની જાય છે એટલે.


krodha
અગ્નિથી વધારે તાકત વાળુ કોણ છે ? 

* ક્રોધ. - અગ્નિ પદાર્થમાત્રને સળગાવે,પણ ક્ષુલ્લક અગ્નિને સામાન્ય મનુષ્ય પ્રગટાવે છે અને ધણુ ખરૂ તેને હોલવી પણ શકે છે પણ ક્રોધ અગ્નિ કરતા બળાવાન એટલા માટે છે કે મનુષ્ય તેના પર અંકુશ રાખી શકતો નથી.ક્રોધ મનુષ્યના અંતઃસત્ત્વ પર પ્રહાર કરે છે અથવા તેને બાળે છે.

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી