Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

10 June 2015

અધ્યાત્મનો અનુબન્ધ



અધ્યાત્મનો  અનુબન્ધ

   મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા
(ગત અંકના અનુસન્ધાનમાં..)
‘આપણા પછાતપણાનું સૌથી મહત્ત્વનું કારણ આપણી પ્રાચીન માન્યતાઓમાં રહેલું છે. મનુષ્યો એમની માન્યતાઓ અનુસાર વર્તન કરે છે અને માન્યતાઓ બાળપણમાં મળેલા સંસ્કારોથી ઘડાય છે. આપણી માન્યતાઓ, આપણાં વલણો, રીતરીવાજો, રુઢીઓ, એ સર્વ ભારતીય સંસ્કારોનો એક ભાગ છે; અને એ સંસ્કારોનાં મુળ અતી પ્રાચીન કાળથી ધર્મમાં રહેલાં છે. તેથી ભારતીય સંસ્કારોને યથાયોગ્ય રીતે વર્ણવવા કે બદલવા હોય, તો સૌથી પહેલાં ધર્મ અને અધ્યાત્મની વાત કરવી પડે.’    –સ્વામીવીવેકાનંદ.
આ લેખનો વીષય ‘ધર્મ કે અધ્યાત્મ’ નથી. પણ એમના વીના જો આપણા કુટપ્રશ્નો સમજી શકાતા ન હોય, તો સૌ પ્રથમ એ બન્ને સમજવાં પડે. અધ્યાત્મના ગંભીર અને વ્યાપક વીષયમાં બહુ ઉંડી ડુબકી માર્યા વીના આ પ્રકરણમાં એની થોડીક કામ પુરતી વાતો જ કરીશું.
શ્રદ્ધા બદલવી સહેલ નથી. શીક્ષણ કે તર્કશક્તી, બુદ્ધી કે પંડીતાઈ, વીચાર કે વીવેક, એમાંનું કાંઈ ધર્મ અને શ્રદ્ધા સામે કામ કરતું નથી. છતાં કો’ક આંચકો, કૈંક ઉથલપાથલ, કો’ક મરણ જેવો પ્રસંગ, આવું કંઈક બને અને માણસની માન્યતાને એક જ ક્ષણમાં પલટી નાખે એ શક્ય છે. હજાર દલીલો જે કામ ના કરી શકે તે કામ એક અકસ્માત કરે છે. આવી શ્રદ્ધા માણસના સમગ્ર અભીગમને, સમસ્ત વર્તનને બદલી શકે છે. અધ્યાત્મ એ માણસને બદલનાર સૌથી મોટી શક્તી છે.
♦ માન્યતા (Belief) અને શ્રદ્ધા (Faith) :
પ્રશ્ન, પુરાવો, તર્ક કે શંકા વીના કોઈ માન્યતા સ્વીકારીને એને દૃઢતાથી વળગી રહીએ ત્યારે, વ્યાવહારીક વીષયમાં એને નીષ્ઠા કે વીશ્વાસ, અને આધ્યાત્મીક વીષયમાં એને શ્રદ્ધા કહેવાય છે. સમાજમાંથી, કુટુમ્બમાંથી અને ધર્મમાંથી ગ્રહણ કરીને ઉંડી માન્યતાઓને આપણે સ્વીકારી લઈએ છીએ. વીચારશક્તી પુરી વીકાસ પામેલી ન હોય એટલી નાની ઉંમરમાં આ બનતું હોય છે. મોટા થયા પછી એમને બદલવાનું તો દુર રહ્યું; એ વીશે પ્રશ્ન કરવાનાં બુદ્ધી, શક્તી, જ્ઞાન, રસ, રુચી, હીમ્મત કે સમય સુધ્ધાં, બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. પરીણામે રુઢીગત માન્યતાઓ ચીલાચાલુ સ્વરુપમાં સર્વસ્વીકૃત બનતી જાય છે. જેની પાસે શક્તી ને જ્ઞાન હોય તેવા અનેક પાસે રસ, રુચી કે હીમ્મત હોય જ એ હમ્મેશાં શક્ય નથી. તેઓ પોતાની રુઢ માન્યતાઓને બુદ્ધીથી સાચી (Rational) ઠેરવવા પ્રયત્નશીલ રહેતા હોય છે. શ્રદ્ધા એ રંગીન કાચનાં ચશ્માં જેવી છે. વાસ્તવીક હકીકતને જે રંગનાં ચશ્માંમાંથી જોઈએ એ જ રંગની એ દેખાય; બીજા બધા રંગ એમાંથી બાદ થઈ જાય. પછી એ જ રંગ સાચો એમ સાબીત કરવાનાં કારણો આપણે બુદ્ધી વાપરીને શોધી કાઢીએ, ને આપણી માન્યતાને સાચી ઠેરવીએ. ઈશ્વરમાં ઉંડી શ્રદ્ધાવાળો માણસ ગમે તેટલો ભયાનક ધરતીકંપ જોયા પછી પણ ‘હે ઈશ્વર, તું દયાળુ છે’, એવું બોલવાનું ભાગ્યે જ બંધ કરે છે. માન્યતા કરતાં સત્ય હકીકત સાવ જુદી હોય ત્યારે માણસ શબ્દોની રમતથી, ચબરાકી ભરેલી દલીલોથી, કે અપ્રામાણીક છટકબારીઓ શોધીને પોતાની માન્યતાનો બચાવ કરે છે. અનેક ડાહ્યા ને પ્રામાણીક સજ્જનોએ ગુલામીની અને અસ્પૃશ્યતાની ઘૃણાજનક પ્રથાને સારી ને સાચી ઠેરવવા દલીલો કરી છે. એ જ રીતે જીહાદ, ક્રુરતા, ક્રુઝેડ, ડાકણો, પૃથ્વીકેન્દ્રીય વીશ્વ, આ બધું એક સમયે તર્કસંગત (Rationalize) કરવામાં આવતું હતું એ ઈતીહાસ–સીદ્ધ હકીકત છે. હીન્દુ સમાજની મુર્તીપુજા, વીધીવીધાન, વીધવાઓનાં પુનર્લગ્નનો વીરોધ, વગેરે ઘણી બધી માન્યતાઓ આ વર્ગમાં આવે છે. ખ્રીસ્તી ધર્મમાં જીસસના પુનરુત્થાન વીશે, જૈનોમાં કંદમુળ ન ખાવા વીશે, આવી જ પરીસ્થીતી છે.
ધાર્મીક માન્યતા એ શ્રદ્ધાનો વીષય છે; બુદ્ધીનો નહીં, એમ કહેવાય છે. સીક્કાની સારી બાજુને શ્રદ્ધા કહીએ તો એ જ સીક્કાની બીજી બાજુને અન્તીમવાદ કે ધર્માંધતા કહેવી પડે. ‘મારા સત્યમાં મારી અડગ અને અનન્ય શ્રદ્ધા છે; મારું સત્ય જ સાચું, પુરેપુરું સાચું અને એમાં સત્ય સીવાય બીજું કંઈ જ નહીં.’ ડાહ્યા માણસો આમ બોલે કે નહીં તો પણ, એમની આવી શ્રદ્ધાનો અર્થ સામેવાળાના સત્યમાં અશ્રદ્ધા જ થયો. અન્તીમવાદીઓ, માર્ગ ભુલેલા મુર્ખાઓ ભાગ્યે જ હોય છે; મોટા ભાગના પોતાના ધર્મની માન્યતાઓમાં અડગ અને અનન્ય શ્રદ્ધાવાન એવા ઈશ્વરભક્ત હોય છે. બીન લાદેન અને અલ–કાએદાને તો બધા જાણે છે. અમેરીકામાં ‘Solar Temple’  નામના વ્યક્તીપુજક સમ્પ્રદાયથી 74 માણસો માર્યા ગયા હતા; જીમ જોન્સ નામના ગુરુએ આત્મઘાતી ‘People’s Temple’ સ્થાપ્યું હતું. અમેરીકન સમાજમાં જો આવું બની શકે, તો ભારતમાં ભગવાનો છાશવારે ઉગી નીકળે એમાં આશ્ચર્ય શાનું? ધર્મોના ચુસ્ત અનુયાયીઓને સહીષ્ણુતા દાખવવાનું કામ બહુ આકરું પડે છે. દરેક ધર્મ બીજા ધર્મને માર્ગ ભુલેલો ગણે છે. આપણી માન્યતા સત્ય પર નહીં; શ્રદ્ધા પર આધારીત હોય; છતાં આખી દુનીયાને આપણે મનાવવાની કોશીશ કરીએ છીએ કે અમારું અર્ધસત્ય એ જ એકમેવ પુર્ણ સત્ય છે.
અનેક માણસો સામાન્ય બુદ્ધીને બાજુએ રાખી લોજીક સામે લડવા ઈશ્વરનો ઉપયોગ કરે છે. યાત્રાએ જતાં જ મારા મીત્રને ગમ્ભીર કાર અકસ્માત થયો. એને સો ટકા ખાતરી થઈ ગઈ કે ઈશ્વરની દયાએ જ એને બચાવ્યો. પણ યાત્રા જ અટકી પડી; લાખોનો ખર્ચ, ભયંકર વેદના અને કાયમી અપંગ દશા. આ બધાં માટે કયો શયતાન જવાબદાર? કારનો ડ્રાઈવર? ખરાબ રસ્તો ? ધોધમાર વરસાદ, હૉસ્પીટલની બેદરકારી, પોતાની કમનસીબી, ગયા જનમનાં પાપ કે કલીયુગ? કોર્ટમાં વીમા કંપનીના કેસમાં વીદ્વાન જજ સાહેબે આ બધાંની જવાબદારી ટકાવાર ઠરાવી આપી તેમ છતાં; એ બાબતમાં એના મનમાં થોડીક શંકા રહી ગઈ ખરી!  જોશીએ ભાખેલું ભવીષ્ય સાચું પડે ત્યારે જ્યોતીષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા દૃઢ થાય છે; પણ ખોટું પડે ત્યારે ભાગ્યે જ શ્રદ્ધાને લોકો દુર કરી શકે છે. આપણે હીન્દુઓ યુદ્ધોમાં જતાં પહેલાં ગુરુના આશીર્વાદ લેતા, પુજાઓ કરતા, શુકન જોઈને નીકળતા; આપણા દુશ્મનો એવું કાંઈ કરતા નહીં. હજાર વરસના પરાજયો પછી આપણી આ માન્યતાઓ બદલાઈ ખરી ? ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો ? માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય! શ્રદ્ધાનો આ અજબ જાદુ છે.
માન્યતા કે શ્રદ્ધા માનવજીવનનો પ્રેરણાસ્રોત છે. માણસની માન્યતાઓ એના જાગૃત કે અજાગૃત માનસમાં રહેલી હોઈ શકે; એના શબ્દો, રીતીનીતી, વીગતો કે વાર્તાઓ બદલાતાં રહે; પણ પોતાની માન્યતાઓને અનુસરીને જ માણસો કામ કરતા રહે છે. માણસ કેવો છે, શું કરે છે, કેવી રીતે એ કરે છે, એ બધાનો આધાર એની માન્યતાઓ પર હોય છે. મહાવીર કે મહમદમાં શ્રદ્ધા ધરાવતા માણસો વીચાર – વાણી – વર્તનમાં તદ્દન જુદા હોય છે, એ તો સહેલાઈથી ધ્યાનમાં આવે એવી વાત છે. તેથી વ્યક્તી અને સમાજ ઉપર કોઈપણ પ્રકારની માન્યતાની સારી–નરસી અસરો શી થાય છે એનો તલસ્પર્શી અભ્યાસ અતી આવશ્યક છે. અભ્યાસ કર્યા પછી એની નીખાલસ ચર્ચા–વીચારણા કરવામાં કોઈ બંધન હોવું જરુરી નથી. વ્યક્તીગત રીતે અને સમુહમાં, એમ બન્ને રીતે ધર્મ આચરવામાં આવે છે અને ધર્મ એ આધ્યાત્મીક ઉપરાન્ત એક સામાજીક સંસ્થા પણ છે; જેમ શાસનતન્ત્ર છે; જેમ આર્થીક વ્યવસ્થાપન–તન્ત્ર છે; જેમ વીજ્ઞાન છે. આ બધી સંસ્થાઓનો ઉંડો પ્રભાવ સમાજ પર પડતો હોય છે અને તેમની ચર્ચાઓ આપણે કાયમ કરીએ જ છીએ. તો પછી શુભ આશયથી ધર્મની યથાયોગ્ય ચર્ચા શા માટે ટાળવી જોઈએ?
(ક્રમશ:)
 –સુબોધ શાહ

મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની….. પરિચય….શ્રી. પી.કે.દાવડા

મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની….. પરિચય….શ્રી. પી.કે.દાવડા

ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ન્યુ જર્સી નિવાસી મિત્ર શ્રી હરનીશ જાનીનું નામ ખુબ જાણીતું છે. શ્રી દાવડાજી એ એમની પ્રસિદ્ધ પરિચય શ્રેણી “મળવા જેવા જેવા માણસ ” માં શ્રી હરનીશભાઈનો પરિચય કરાવતો લેખ એમના ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

શ્રી દાવડાજીએ એમના ઈ-મેલમાં સાચું કહ્યું છે કે “હરનીશભાઈનો પરિચય કરાવવો એટલે સૂરજને અરિસો દેખાડવા જેવું છે. તમે જો હાથમાં પાણી લઈને ન હસવાનો સંકલ્પ કરો અને પછી હરનીશભાઈના લેખ વાંચો તો તમારો સંકલ્પ તુટી જશે. “

વિનોદ વિહારમાં અગાઉ વિવિધ વિષયોને આવરી લેતા એમના ઘણા હાસ્ય લેખો એમના પરિચય સાથે અગાઉ આ બ્લોગમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

આ બધા હાસ્ય લેખોથી વાચકોને હરનીશભાઈનો અને એમના હાસ્ય સાહિત્યનો પરિચય છે જ . એમ છતાં શ્રી પી.કે.દાવડા લિખિત એમનો પરિચય લેખ આજે પોસ્ટ કરી એ પરિચય ફરી તાજો કરાવવાની ખુશી છે.

વિનોદ પટેલ

મળવા જેવા માણસ….શ્રી હરનિશ જાની

પરિચય….શ્રી. પી.કે.દાવડા  

Harnish Jani-1

હરનિશભાઈનો જન્મ ૧૯૪૧માં વડોદરા જીલ્લાના છોટાદેપુરમાં થયેલો. એમના દાદા વિશ્વનાથ જાની રાજપીપલાના રાજાના મંત્રી હતા અને એ હેસિયતે એમની પાસે સેંકડો એકર જમીન હતી. કુટુંબની જાહોજલાલી અનુસાર બાર ઓરડા વાળું ત્રણ માળનું ઘર અને ઘોડાઓવાળી બગી વગેરે પણ હતા એટલું જ નહિં ગામની બસ સર્વીસ પણ એમના નામે હતી. હરનિશભાઈના પિતા સુધનલાલ રાજપીપલાની ક્રીકેટ અને હોકી ટીમોમાં સામીલ હતા. આઝાદી પછી જમીનના કાયદા-કાનૂનમાં ફેરફાર થવાથી મોટાભાગની જમીન હાથથી જતી રહી, છતાં પણ સારી એવી જમીન એમના હાથમાં રહી અને એ જમીનમાં હરનિશભાઈના પિતા ખેતીનું કામકાજ સંભાળતા. હરનિશભાઈના માતા સુશીલાબહેન અતિશય ધાર્મિક મનોવૃતિવાળા ગૃહીણી હતાં .

હરનિશભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ રાજપીપલામાં જ થયેલું. નાનપણમાં રાજપીપલાના ડુંગરોમાં રખડવાનું અને ત્યાંની કરજણ નદીમાં ભુસ્કા મારવાનું એમને બહુ ગમતું. ચોથા ધોરણમાં એમના શિક્ષક શિરવી સાહેબે એમના જીવનના ઘડતરને એક દિશા આપી. હરનિશભાઈ કહે છે, “મારી હાઈસ્કુલનો ૧૯૫૧થી ૧૯૫૮ સુધીનો સમય મારો સુવર્ણ સમય હતો. રાજપીપલા હાઈસ્કુલના ભવ્ય મકાનમાં ભણવા મળ્યું, જ્યાં મારા બાપા– કાકા પણ ભણ્યા હતા. નવમા ધોરણથી જ ફોરેન જવાનો નાદ મનમાં ભરાયો. અને ઈંગ્લિશ બોલવા લખવાની ગુજરાતી સ્કુલમાં જ તૈયારી કરવા લાગ્યો.. ચાર પાંચ યુરોપીયન  પેન ફ્રેંડઝ પણ બનાવ્યા.”

૧૯૫૮ માં ફર્સ્ટ કલાસમાં S.S.C. ની પરીક્ષા પાસ કરી વડોદરાની M.S.University માં દાખલ થયા. ત્યાં એક વર્ષ અભ્યાસ કરી, બીજા વર્ષથી ભરૂચની સાયન્સ કોલેજમા એડમીશન લીધું. અહીં ઈન્ટર સાયન્સમાં એંજીનીયરીંગ કોલેજમાં દાખલ થવા જેટલા માર્કસ ન મળતાં એમણે B.Sc. નો અભ્યાસ કરવાનો નિર્ણય લીધૉ, પણ તે ભરૂચમાં રહીને નહિં; કારણ કે ભરૂચમાં માત્ર બે સિનેમા ઘર હતા. એમની પસંદગી દસ ટોકીઝ વાળા સુરત ઉપર ઉતરી. વળી સુરતથી મુંબઈ નજીક હતું, એટલે શનિ-રવીમાં મુંબઈ રખડવા જઈ શકાય. ૧૯૬૨ માં B.Sc. ની પરીક્ષા પાસ કરી યુ. કે. ની બેડફોર્ડ યુનિવર્સીટીમાં એડમીશન લીધું, પણ પૂરતું ફોરેન એક્ષચેંજ ન મળવાથી આખરે એમણે વડોદરાની એંજીનીયરીંગ કોલેજ માં D.T.C. (Diploma in Textile Chemistry) નો અભ્યાસ કર્યો. કરજણ નદીથી એમને લાગેલો તરવાનો શોખ અહીં વડોદરા યુનિવર્સીટીમા એમનો ઉપયોગી થયો. અહીં હરનિશભાઈ યુનિવર્સીટીની તરાકુ ટીમના સભ્ય હતા.

અભ્યાસ પૂરો કરી હરનિશભાઈએ વલસાડના અતુલ પ્રોડક્ટસમાં કલર કેમિસ્ટ તરીકે જોડાયા. નોકરી દરમ્યાન પણ એમણે અમેરિકાની કોલેજોમાં એડમીશન માટે એપ્લીકેશન્સ કરવાનું ચાલુ રાખ્યું. ૧૯૬૭ માં એમના હંસાબેન વ્યાસ સાથે લગ્ન થયા. હંસાબહેને ફર્સ્ટ કલાસમાં M.A. ની ડીગ્રી મેળવી હતી અને એ નવ ગુજરાત કોલેજમાં લેકચરર હતા. લગ્ન બાદ હરનિશભાઈએ નોકરી બદલી અને તેઓ અંબિકા મિલમાં જોડાયા. 

harnish Jani -2                   

૧૯૬૯ માં એક મિત્રની મદદથી એમણે વર્જિનિયાની એક કોલેજમાં એડમીશન મળ્યું. એક વર્ષનો કોર્સ કરી, હરનિશભાઈ ૧૯૭૦ માં ન્યુયોર્કના એક ટેક્ષટાઈલ પ્લાંટમા કલર સુપરવાઈઝર બન્યા. ફરી પાછું N.J.I.T. માં પ્લાસ્ટિક ટેકનોલોજીનો કોર્ષ કરી વિલ્સન ફાયબરફીલ માં રીસર્ચ કેમિસ્ટની નોકરી લીધી. ત્યારબાદ અનેક કંપનીઓમાં નોકરી બદલી આખરે જર્મન કલર કંપનીમાં ટેકનિકલ ડાયરેક્ટરના પદે પહોંયા. એમની આ પ્રોફેશનલ જીવન યાત્રા દરમ્યાન એમને ઘણાં એવોર્ડસ મળ્યા જેમાં વાયર એન્ડ કેબલ એસોશિએશનન એવોર્ડસ મહત્વના છે. ૧૯૯૦ માં ટાટા-વોલ્ટાસના ગેસ્ટ તરીકે ભારતના અનેક શહેરોમાં દોઢ મહિનાની એમની લેકચર ટૂર એમની સર્વોચ્ચ પ્રોફેશનલ કામગીરી હતી. 

Harnish Jani-3                 

એમના સંતાનોમાં બે દિકરીઓ, આશિની અને શિવાની, અને એક દીકરો સંદિપ છે. આશિની કોમપ્યુટર સાયન્ટીસ છે અને સરસ કવિતાઓ લખે છે જે ઘણાં સામયિકોમાં છપાય છે. શિવાની ન્યુયોર્કની એક કોસ્મેટિક કંપનીમાં માર્કેટીંગ ડાયરેકટર છે, અને તે પણ લખે છે. દીકરો સંદીપ ડોકટરેટ માટે વિદ્યાર્થી છે.

અમેરિકા આવ્યા પછી હરનિશભાઈનું ગુજરતીમાં લખવા વાંચવાનું છૂટી ગયેલું. ભારત સાથે સંપર્ક પણ બહુ ઓછો હતો. અંગ્રેજી પુસ્તકો વાંચવાનું અને અંગ્રેજી પ્લે જોવાનું બનતું. અગાઉ ભારતમાં હતા ત્યારે ૧૯૬૦ માં એમની એક વાર્તા ચાંદની સામયિકમાં છપાઈ હતી અને ૧૯૬૫ માં ચિત્રલેખાની વાર્તા હરિફાઈમાં એમને પાંચમું ઈનામ મળેલું. છેક ૧૯૯૧માં આદિલ મન્સુરી, રોહિત પંડ્યા અને ડો. આર. પી. શાહ જેવા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યા અને ત્યારથી ફરી લખવાનું શરૂ થયું. ૧૯૯૧ થી ૧૯૯૪ સુધી ટી.વી. માં અર્ધા કલાકના ગુજરાતી કાર્યક્રમનું સંચાલન કર્યું, જેમા રાઈટર, ડાયરેકટર અને પ્રોડ્યુસર હરનિશભાઈ જ હતા. ૧૯૯૧ થી લાગલગાટ ૧૨ વર્ષ સુધી અલગ અલગ સ્થળૉએ ૫૦ જેટલા હાસ્ય કાર્યક્રમો આયોજ્યા.

એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજી નામ હતું) છપાયો અને એ વાંચી રધુવીર ચૌધરીએ એમને હાસ્યલેખકનું બીરૂદ આપ્યું. સુધન પુસ્તકને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમના બા ના નામ ઉપરથી “સુશીલા” નામે નિબંધ સંગ્રહ બહાર પાડ્યું, જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યા. હાલમાં જ ગાર્ડી ઈન્સટીટ્યુટે “હરનિશ જાનીનું હાસ્ય વિશ્વ” નામનો એમના ચૂંટેલા લેખોનો સંગ્રહ બહાર પાડ્યો છે.

હાલમાં સુરતના વર્તમાન પત્રમાં નિયમિત એમની કોલમ પ્રસિધ્ધ થાય છે.

હરનિશભાઈ કહે છે, “ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણદિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવીપડી!અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત  એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથીમાણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”

હરનિશભાઈની ખરી ઓળખાણ મેળવવી હોય તો તમારે એમના લખાણ વાંચવા પડશે .

-પી. કે. દાવડા

==========================================

બદલાતા પર્યાવરણ ઉપર મારી એક અછાંદસ રચના

બદલાતા પર્યાવરણ ઉપર મારી એક અછાંદસ રચના 

પર્યાવરણ

કુદરતી કોપ દિશે આજ અનેક સ્વરૂપે ચોમેર,

અંગો થીઝાડતી ઠંડીથી ઠરતાં અંગો,

બરફની બિસાત ,નીચે ધસતા બરફો,

અંગો દઝાડતી કારમી ગરમી ચોમેર,

એકબાજુ પાણી વિના તરસતાં લોકો,

બીજી બાજુ અતિવૃષ્ટિની તારાજીની વાતો,

વરસાદી વાવાઝોડું ,પુરમાં તણાતી લાશો,

ધરતીકંપમાં દટાતાં માનવીઓનો ચિત્કાર,

સુનામી પૂરમાં તારાજ થતાં શહેરો ,માનવો,

પાતાળમાંથી ઉડતા લાવારસના ફુવારા,

તારાજ કરી રહ્યાં આ સૌ કુદરતના સૌન્દર્યને.

પર્યાવરણની આ ખૂબીઓ બધે જોઈએ ત્યારે ..

મનમાં એમ થાય કે , હે પ્રભુ ,

તારી લીલાઓ કેટલી અગમ ને અપરંપાર છે ! 

વિનોદ પટેલ  


હું – છોગા વગરની માણસ


હું – છોગા વગરની માણસ

–મહાશ્વેતા જાની
કુટુમ્બ દ્વારા કોઈ ધર્મ કે સમ્પ્રદાય મને વીરાસતમાં મળ્યો નથી; કારણ કે મારાં મમ્મી – પપ્પાની સાથે સાથે દાદા અને નાના પણ નાસ્તીક. બાળપણથી મેં ક્યારેય મારા ઘરમાં કોઈ વીધી–વીધાનો નથી જોયાં. અને મારો ઉછેર પણ એકદમ મલ્ટી કલ્ચરલ વાતાવરણમાં થયો. પડોશમાં ખ્રીસ્તી, પારસી, બંગાળી, સીદી, મુસ્લીમ કુટુમ્બો રહેતાં. મને મારા મીત્રો સાથે ગુજરાત કૉલેજ પાસે આવેલા ચર્ચમાં જવા મળતું તો બીજી તરફ મારાં મમ્મી ઑફીસ જાય ત્યારે મારી સંભાળ રાખતાં આયશાબહેન સાથે દરગાહ ઉપર પણ જવા મળતું. વર્ષો સુધી મમ્મી–પપ્પા સાથે સીદી સૈયદની જાળીની પાળ ઉપર બેસીને તાજીયાનાં જુલુસ જોયાં છે. નવરાત્રી દરમીયાન માતાજીના ગરબા તો ગાયા જ છે; પણ સાથે–સાથે નાતાલમાં ઈસુ ખ્રીસ્તના ગરબા પણ ગાયા છે. બન્ને ગરબાઓમાં ટ્યુન તો એક જ હોય એટલે મને ક્યારેય એમાં ખાસ કંઈ ભેદ લાગતો નહીં. અમારા ઘરમાં ક્યારેય નોનવેજ બન્યું નથી; પણ મારા મીત્રોના કારણે 4–5 વર્ષની ઉંમરથી જ હું માછલી–ચીકન ખાતી થઈ ગઈ. હું જ્યારે સ્કુલમાં આના વીશે વાત કરતી ત્યારે મારી બહેનપણીઓ મારી તરફ વીચીત્ર નજરે જોતી… જાણે કે હું કોઈ ગુનો કરતી હોઉં !
બાળપણમાં અને યુવાનીમાં પીઅર ગ્રુપ (સરખી ઉંમરના મીત્રો)ની અસર ખુબ જ રહેતી હોય છે. હું પણ તેમાંથી બાકાત ન હતી. મારી બધી બહેનપણીઓ ગૌરીવ્રત કરતી, જવારા ઉગાડતી. એટલે મારે પણ એ કરવું હતું અને એ કર્યું.. પણ મારા ગૌરીવ્રત એટલે એમાં દાળ, ભાત, રોટલી, શાક બધું ખાવાનું. બહેનપણીઓ મારા ઉપર હસતી… તારા વ્રત તો તુટી ગયા કહેવાય… અને હું કહેતી મારાં મમ્મી–પપ્પા કહે છે કે વ્રતમાં બધું ખવાય એટલે ખવાય…
નાનપણમાં મને બધા ધર્મો સમાન જ લાગતા. 10–12 વર્ષની થઈ ત્યાં સુધી ક્યારેય મારા મનમાં હું હીન્દુ છું– બ્રાહ્મણ છું– એવી ધર્મ કે જ્ઞાતી અંગેની ઓળખ ઉભી થઈ જ ન હતી. પાંચમા ધોરણમાં શેઠ સી. એન. વીદ્યાલયમાં ભણવા ગઈ ત્યારે મારામાં ધર્મ અંગેની કોન્શીયસનેસ ઉભી થવા લાગી… કારણ કે શાળામાં આખું જૈન વાતાવરણ ટીલાં–ટપકાંની દુનીયામાં મેં પગ મુકી દીધો હતો. આ સમય દરમીયાન બાબરી મસ્જીદનો સવાલ પણ ઉભો થયો હતો એટલે વાતાવરણ કોમવાદને કારણે ખુબ કટુતાભર્યું બની ગયું હતું. આ જ સમયે પહેલીવાર હીન્દુ–મુસ્લીમના ભેદનો મને પણ અહેસાસ થવા લાગ્યો. નેવુંના દાયકામાં થયેલાં કોમી રમખાણોથી હું ખુબ દુ:ખી થઈ ગઈ. મનમાં સવાલ થયો કે આ બધા શા માટે એકબીજાને મારતા હશે? કુટુમ્બે તો મને કોઈ ધર્મ નહોતો આપ્યો; પણ સમાજે મને મારા ધર્મ અને જ્ઞાતીનાં ચોકઠાંમાં બેસાડી દીધી.
મોટી થતી ગઈ તેમ–તેમ ધર્મને જોવાના મારા અભીગમ બદલાતા ગયા, ખાસ કરીને હું જ્યારે વડોદરા એમ. એસ. યુનીવર્સીટીમાં ભણવા ગઈ, ત્યારે મેં રાજ્યશાસ્ત્રની સાથે–સાથે ‘વીમેન સ્ટડીઝ’નો કોર્સ કર્યો. જ્યાં ઉમા ચક્રવર્તી જેવાં ઈતીહાસકારો અમને ભણાવવા આવતાં. ધર્મ–જ્ઞાતીપ્રથા અને સ્ત્રીઓ વીશે ઘણું જાણવા અને સમજવા મળ્યું. હીન્દુ ધર્મ હોય કે ઈસ્લામ કે ખ્રીસ્તી, બધાએ સ્ત્રીઓને ઉતરતું સ્થાન આપ્યું છે, તેની મને સારી પેઠે પ્રતીતી થઈ. જ્ઞાતીપ્રથાને તો હું પહેલેથી જ ક્રીટીકલી જોતી હતી; પણ હવે ધર્મ અને સમ્પ્રદાયોને પણ એક નવા અભીગમથી જોતા શીખી. સ્વામીનારાયણ સમ્પ્રદાય ઉપર ખુબ ચીડાતી અને કહેતી… આ બાવાઓને પુરુષોએ જણ્યા હશે કે સ્ત્રીઓની સામે જોવાની ના પાડે છે ? બધા જ ધર્મનો મુખ્ય ભગવાન પુરુષના સ્વરુપમાં જ કેમ છે ? સર્જન કરનારી તો સ્ત્રી છે તોય કેમ વધુ પુરુષ જ પુજાય છે ? મન્દીરોની બહાર ખાસ બોર્ડ મારવામાં આવે છે કે ‘ટાઈમમાં થયેલી સ્ત્રીઓએ મન્દીરમાં પ્રવેશવું નહીં…’ મને આમાં હડહડતું અપમાન લાગતું અને હજી પણ લાગે છે… મસ્જીદમાં પણ સ્ત્રીઓને નમાઝ પઢવાની છુટ નહીં… પોતાનાં શરીર ઉપરના હક્કમાં પણ ધર્મ–ગુરુઓ વચ્ચે આવે. આ બધા પ્રશ્નોને કારણે મને ક્યારેય કોઈ ધર્મ તરફ આકર્ષણ થયું નહીં.
વીધીઓ સામે પણ મારો પહેલેથી ઘણો વીરોધ – ખાસ કરીને કન્યાદાનના કૉન્સેપ્ટ સામે મને ખુબ જ વાંધો કૉલેજકાળથી રહ્યો છે. દીકરીનું તે વળી દાન હોય ? એ પ્રશ્ન મને ખુબ જ ડંખે છે. અને પછી લગ્ન–વીધીઓ દરમીયાન આશીર્વાદ પણ તે પુત્રની માતા બને તેવા આપવાના ! આ બધી નાની બાબતો જ આગળ જઈને વરવું સ્વરુપ ધારણ કરે છે. મેં ખાસ સ્પેશીયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કર્યાં છે જેમાં નાત–જાત–ધર્મને કોઈ સ્થાન નથી…
દરેક સ્ત્રી માટે લગ્ન બાદ એક નવા વાતાવરણમાં એડજસ્ટ થવાનો સમય આવે છે અને પછી મા–બાપ કરતાં સાસરી પક્ષે પળાતો ધર્મ–વીધી–વીધાનો ખુબ જ અગત્યનાં અને કેટલેક અંશે અપનાવવા જરુરી બની જાય છે. મારા કીસ્સામાં મારા પતી નાસ્તીક છે; પણ તેનું કુટુમ્બ અત્યન્ત ધાર્મીક… મારા માટે એડજસ્ટ થવાનું ખુબ જ અઘરું હતું. ઘરમાં ઘણી પુજા–અર્ચના થતી, શ્લોક અને આરતીઓ ગવાતાં જેમાં મને કંઈ જ સમજણ પડતી નહીં. હું બાઘાની જેમ તેમાં હાજરી આપતી. મારાં સાસરીપક્ષના ઘણા લોકો માટે હું જાણે એક અજાયબી હતી જેને કોઈ ધાર્મીક જ્ઞાન ન હતું. મેં મારા નાસ્તીકપણા માટે વીદ્રોહ કર્યો નથી; પણ સાચવીને મારા રસ્તા કાઢ્યા છે.
મારી એક નાનકડી કસોટી ત્યારે આવી જ્યારે હું થોડા સમય પહેલાં એક દીકરાની મા બની. એના જન્મ સાથે જ એનાં મુંડન અને જનોઈની ચર્ચાઓ થવા માંડી. મેં સાંભળ્યા કર્યું અને એક દીવસ મારા પતી સાથે મળીને દીકરાના વાળ સરસ મઝાના ‘તપેલીકટ’ કાપી નાંખ્યા. જે પુછે તે બધાને કહી દીધું : ‘આ તો આંખમાં વાળ આવતા હતા એટલે અમે જાતે જ એનાં વાળ કાપી નાંખ્યા… કેટલો સ્માર્ટ લાગે છે નહીં !’ કોઈ કશું જ બોલ્યું નહીં. અને અમે અમારો રસ્તો પણ કાઢી લીધો. હું મારા બાળકના ઘડતર માટે ખુબ જ સ્પષ્ટ છું: માત્ર અને માત્ર એક સારા સંવેદનશીલ માણસને ઉછેરવા માંગુ છું; નહીં કે એક હીન્દુ–બ્રાહ્મણને. ધર્મ સાથેની લડાઈ તો અન્ત સુધી કોઈ ને કોઈ પ્રકારે ચાલુ જ રહેશે.
મહાશ્વેતા જાની

જીંદાદિલીને સલામ

૯૨ વર્ષીય Harriette Thompson ની જવાંમર્દી અને જીંદાદિલીને સલામ

આપણા હાલના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પિતાશ્રી અને હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની આ જાણીતી કાવ્ય રચના “કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી ” નું સ્મરણ થાય છે .આ રહ્યું એ કાવ્ય …..

આ કાવ્યમાં “કોશિશ ” શબ્દને બદલે “હિંમત ” શબ્દ લખાયો છે , એ શબ્દ પણ બરાબર બંધ બેસતો છે .  

Harivanshraay

એનીવર્સરી ગીફ્ટ

એનીવર્સરી ગીફ્ટ
બે વર્ષ પહેલા, સાગર અને રેવતી આજના દિવસે લગ્નના બંધને જોડાયા હતા. સુખમય અને સ્વસ્થ્યમય જીવન પસાર કરીને ધન્યતા અનુભવતા; એક બીજાની હૂંફે ખુશ છે. રેવતીની ઈચ્છાને માન આપીને આજે બંને દિવના દરિયા કિનારાનો લહાવો લેવા આવી ગયા છે. સૂર્યના સોનેરી કિરણોમાં રેવતીનો ચહેરો રેતાળ થર માફક ચમકી રહ્યો છે. સૂર્યમુખીના ફૂલ જેમ સાગર પણ રેવતીને કેન્દ્ર બનાવી અનુભૂતિનો આનંદ લઇ રહ્યો છે.
“ રેવતી, આપણું બીડ પાસ થઇ ગયું છે. હમણા જ મને કન્ફરમેશનનો કાલ આવ્યો. ”
“ વાઉ…ગુડ ન્યુઝ ઇન્ડીડ… ”
“ હા રેવતી, જ્યારથી તું મારા જીવનમાં આવી છે આપણો બિજનેસ એકદમ વધી ગયો છે. કાલે મેં ગ્રાફ જોયો તો ખ્યાલ આવ્યો કે આપણી પ્રગતિ અસીમ છે. ”
“ સાગર, રેવતીનો જન્મ જ સાગરમાં સમાવા માટે થયેલો છે. પિતા પરવત રાયથી વિદાઈ લઈને સ્વામી એવા સાગરનાં શરણોમાં સ્થાન પામીને હું પણ ધન્ય ક્યાં નથી બની ! ”
“  ચાલો માની લઈએ કે બેયનું સર્જન એકબીજા માટે થયું છે. આજ હું ખુબ ખુશ છું. માંગી લે, એનીવર્સરી માટે શું ગીફ્ટ જોઈએ તારે ? ” હાથનો હારલો રેવતીના ગળામાં આરોપતા તે બોલ્યો.
“ મારા મનમાં જે ઘૂંટાતું હતું એ જ તો તેં બોલી દીધું. વાહ રે આ જીવન અને તને પામીને તો હું ધન્ય બની ગઈ. ” સગરના ઓષ્ટોને ભીના કરતી રેવતી બોલી.
“ તારું આ ગઠબંધન તારી ગીફટને ઓગાળી ના દે પ્રાણેશ્વરી. ”
“ એટલી ભોળી આજ તો નહિ બનું સાગરેશ્વર. બસ મને એક નીલમનો સેટ લાવી આપીશ તો મારા સોનેરી જીવનમાં સુગંધ ભળી જશે ! ”
“ હમ યાદ આવ્યું, એક દિવસ તું પેલા ગ્લાસ કેશ પાસે કેમ સ્થિર થઇ ગયેલી. ”
“ રીયલી સાગર ? ઓહ આજે મને ખ્યાલ આવ્યો કે તું મારી જીણીમાં જીણી ફરતી નજરથી વાકેફ છે. ” વ્હાલથી તેના વાળમાં આંગળા ફેરવતા તે બોલી.
“ આ આથમતા સુર્યની હાજરીમાં તને ખાતરી આપું છું કે ઘરે જઈને તરત તને નીલમ સેટ અપાવી દઈશ. ઓર કોઈ ફરમાન સાહેબાન ? ” એક પગ વાળીને તે જમીન પર બેસી ને એક હાથ દિલ પર રાખીને માથું નમાવી તે બોલ્યો.
“ તું આજે મારા પર ખુબ મહેરબાન થઇ ગયો છે એનો ગેર લાભ નથી લેતી. પણ એક વિનંતી કરું છું કે….. ” ને ખુશીના જોમમાં વહેતી રેવતી અટકી ગઈ.
“ રેવતી અટકી જાય તો આપણા સંસારનો પ્રવાહ ખોરવાઈ જાય. મારી પ્રીતની પગલી પ્લીઝ, થોભ નહિ બોલી દે. તારી ખુશીને વહેવા દે. ” કહીને સાગરે રેવતીને પોતાની બાંહોમાં લઇ લીધી.
“ મારી વિનંતી એટલી જ છે કે ભલે આખા વર્ષ દરમિયાન મને એક પણ ગીફ્ટ ના આપે. પણ આપણી વેડિંગ એનીવાર્સરીએ મને જરૂર ગીફ્ટ આપીશ. ”
“ ઓહ એટલી જ વાત છે ? ડૂબતા સૂર્યના છેલ્લા કિરણની સાક્ષીએ કહું છું કે તને તારી ગીફ્ટ મળી જશે. હવે ખુશ ? ”
“ ખુશ નહિ ડબલ ખુશ ! ” ને રેવતીએ પોતાના સાગરને હૈયે મઢી લીધો.
દિવસો તો આવે છે ને જાય છે. નવા નવા કેલેન્ડરના પાનાઓ ફાટતા જાય છે. એમને એમ દિવસો વહી ગયા અને સાગર-રેવતીના આંગણામાં નાના ફુલ સમાન બાળકનું અવતરણ થયું.
જેવું બાળક થાય કે હૃદયપુરાણને આધીન; માંનો પ્યાર બાળક તરફ વધી જાય અને પતિ તરફ સહેજ ઘટી જાય. વધવાની અને ઘટવાની માત્રા વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય ! પણ એક દિવસ તો એવું બન્યું કે એ બાબતની મીઠી તકરારે મોટું રૂપ લઇ લીધું.
“ રેવતી તને તો ખબર છે કે, હું તારા પ્યાર માટે કેટલો તડપું છું અને ઓફિસેથી ઘરે આવું કે પત્નીનો હાથ અને પ્યાર ના પમાય તો શું કામનું ? ”
“ સાગર મને સમજવાની કોશિશ કેમ નથી કરતો ? અને પુત્ર તો આપણા બેયનો છે. ”
“ હું તને એવું તો નથી કહેતો કે તું આપણા પુત્રને ધીક્કારીને અવગણે ! ”
“ અરે યાર કેમ આજે તું જીદ લઈને બેઠો છે ? મારા પણ કોઈ લીમીટેશન હોય કે કેમ ? ” સહેજ ઉગ્ર થતા રેવતી બોલી.
અને એ નાની એવી તકરારે બહુ મોટું સ્વરૂપ લઇ લીધું. રેવતી તો પોતાનાં બાળકને લઈને પાછી પોતાનાં પિતા એવા પરવત રાયના આશિયાનામાં અલોપ થઇ ગઈ.
ક્રોધમાં કેટલી તાકાત હોય તે આજે સાગરે જાણ્યું. જીદમાં કેટલો પાવર હોય તે માલુમ પડ્યું.
સાગરનું જીવન વળી પાછું ખુશીના તરંગો વિનાનું સુનું બની ગયું. રાત્રે સુવા માટે બેડ પર જાય કે દોડીને વ્હાલ કરતી આવતી અને પોતાનામાં સમાઈ જતી રેવતી દેખાતી. ગમનાં ઘૂંટડા ને ગળી જતો અને પોતાનાં ધંધામાં રચ્યા પચ્યા રહેવા સિવાય કોઈ આરો નહોતો. આમને આમ દશ મહિના ઉપર વીતી ગયા. રોજ એક એક કેલેન્ડરનું પાનું ફાડીને તે રેવતીના આગમનની રાહ જોતો. રેવતીના પ્યારનાં પ્રવાહ વિના તે સુનો સુનો રહેતો. આટલા બધા સમય પછી પણ રેવતી પીગળી નહિ એટલે તે પણ રેવતી વિના જીવવા ને કટી બદ્ધ થયો. અને રાબેતા મુજબ તે જીવવા લાગ્યો. કોઈ યુગલ ને જુએ કે; પક્ષીઓને ક્રીડા કરતા જુએ ત્યારે રેવતીની યાદ આવી જતી. પણ વળી પાછો મન મનાવીને ધંધામાં ડૂબી જતો.
સવારે સાગરે કેલેન્ડરનું પાનું ફાડ્યું કે તેના હાથ સ્થિર બની ગયા. કચરા ટોપલી બાજુ ફેંકાતું તૂટેલું પાનું હાથમાં અટવાઈ ગયું.
“ સાગર, તું કેટલો સારો પતિ છે. હું તો તારી પાસે વર્ષમાં એક જ ગીફટની આશા રાખું છું. છતાં પણ તું મારા બર્થ ડે પર પણ ગીફ્ટ આપવાનું ચૂકતો નથી. આ વર્ષે આવનારી એનીવર્સરીમાં મને શું ગીફ્ટ આપીશ ? ”
તેની નજરો વેગળી થઈને આગળ વધી પણ અરીસામાં જઈને અથડાઈ કે અંદર એક ઉદાસ, કોઈને ઝંખતો અને રડમશ ચહેરો દેખાયો.
પોતે વિચારવા લાગ્યો કે કાલે તો એનીવર્સરી છે અને પોતાની પ્રાણ પ્યારી પત્ની રેવતીને માટે ગીફ્ટ લાવવી પડશે. વિવશતા ને ખંખેરી તે બેડ રૂમમાં આવ્યો અને બહાર જવા માટે કપડા બદલવા લાગ્યો. કે મને એક સણસણતો સવાલ ગાલ પર માર્યો. કોના માટે તું ગીફ્ટ લેવા જઈ રહ્યો છે ? એના માટે કે જે એક પળમાં તને છોડીને ચાલી ગઈ ?
ગમે તેમ તોયે રેવતી મારી પત્ની છે અને સાગર તરફ આવવું તો રહ્યું જ ! એમ મનને મનાવતો તે બહાર નીકળ્યો. કારમાં બેસીને એક પળ માટે વીતેલ સમયને વાગોળવા લાગ્યો. રેવતી સાથે વીતેલ પળોમાં એવું શું હતું કે; જ્યાં રેવતી અવર નવાર હેંગ થઇ જતી ?? મનને ઘણું ઘુમાવ્યું અને અંતે એક મોલ પાસે જઈને તેણે કાર પાર્ક કરી.
ખરીદી કરીને તે આવ્યો ત્યારે મનમાં થોડી ખુશી અને દિલમાં ઘણો ગમ વ્યાપેલો છે. ખિન્ન મને તે ઘરે આવ્યો.
અરે રે ક્રોધનો જન્મ કેમ થતો હશે ?
બીજા દિવસે સવારે ઉઠીને ભારે હૈયે ઓફીએ જવા તૈયાર થયો. કપડા પણ આજે એકદમ નોર્મલ પહેર્યા હતા કે જે; રેવતીને ઓછા પસંદ હતા. મનમાં ઘણા ઉમંગોના મોજા આવીને શમી જાય છે. દર એનીવર્સરી તો કોઈ હિલ સ્ટેશન કે બીચ પર જઈને માનવતા. પણ આજે તો હિલ વાળા બુટ પહેરીને ઓફિસે જવું પડે તેવું છે ! બૂટ લાવીને સોફામાં લંબાવ્યું. આજે તો ઓફીસ જવાનું પણ મન નથી થતું. કચવાતા મને તેણે મોજા પહેરવાનું ચાલુ કર્યું. મનમાં વિચારોની આંધી ઉમટી છે. દિલમાં નિરાશાઓનો દાનાવળ પ્રકટ્યો છે.
હે ભગવાન આવી પળોમાંથી પણ નીકળવું પડશે તેવું કલ્પ્યું નહોતું.
તેનું મન હજી પણ બીજી કોઈ નકારાત્મક અભિગમે વિચારે ત્યાંજ ડોરબેલ રણકી. લથડાતા પગલે તે ઉભો થયો.
“ આ કુરિયર વાળા પણ….. ” બબડતા તેણે દરવાજો ખોલ્યો કે બાકીના નીકળતા શબ્દો ગળામાં થીજી ગયા.
એની આંખો કોઈ સ્વપ્ન તો નથી જોતી ને ! એની સામે પોતાની પ્રાણેશ્વરી રેવતી ઉભી છે. તેની નજરો તો નીચે જમીનમાં ઢાળી દીધી છે. આંખોમાં અફસોસ ઉભરાતો સાગરે જોયો.
“ હેપી મેરેજ એનીવર્સરી સાગર ! ” નીચું જોતા જ તે બોલી.
“ સેઈમ ટુ યુ રેવતી. ” બોલીને પોતાના બંને હાથ ફેલાવીને ઉભો રહ્યો.
રેવતીએ જોયું કે તે શરમાઈને સાગરની બાંહોમાં ગોઠવાઈ ગઈ.
“ તારી ગીફ્ટ….. ”
“ મને મળી ગઈ છે મારા હૃદયેશ્વર ! સાગરની બાંહોમાં રેવતીના સ્થાનથી તો વળી ભલા કઈ ગીફ્ટ મોટી હોઈ શકે ! મને માફ કરી દે ” રેવતીની આંખોમાંથી નીકળતી ધારા, સાગરને પલાળતી રહી.
ફરી વાર સાગર એજ મસ્તીમાં ઘુઘવાટ કરવા લાગ્યો.
ઘરની દીવાલો બોલી ઉઠી “ રેવતીનું સ્થાન તો સાગરના ઓવારે જ શોભે ! ”

હ્રદયમાં ઉતરી જાય એવી કવિતાઓ….. શ્રી પી.કે.દાવડા

જય જગન્નાથજય જગન્નાથ

ડુંગર ટોચે  દેવ બિરાજેખીણમાં ખદબદ  માનવકીટ

પરસેવે લદબદ ભગતો ને પ્રભુમસ્તક ઝગમગ કિરીટ

જય જગન્નાથજય જગન્નાથ

અવિનાશીને અન્નકોટના આવે  નિત અમૃત ઓડકાર

ખીણમાં કણકણ  કાજે મરતાં માનવજન્તુ રોજ હજાર

જય જગન્નાથજય જગન્નાથ

પ્રભુને નિત જરકશીના જામા પલક પલક પલટાયે ચીર

ખીણના ખેડું  આબરૂઢાંકણ  આયુભર પામે  એક લીર

જય જગન્નાથજય જગન્નાથ

ખીણના  ખાતર ખેડુ  પૂરશે  ધરતીમાં  ધરબી કૃશ કાય

ડુંગર દેવા  જમી  પોઢશે  ઘુમ્મટની  ઘેરી  શીળી  છાંય

જય જગન્નાથજય જગન્નાથ

કીડીને   કણ   હાથીને   હારો  સૌને  સૌનું  જાય  મળી

જગન્નાથ  સૌને   દેનારો   અર્ધવાણી   તો  આજ ફળી

જય જગન્નાથજય જગન્નાથ

જગન્નાથનો જય  પોકારો  કીડીને કણ પણ મળી રહેશે

ડુંગરનો  હાથી  તો  હારો  દ્યો  નવ  દ્યો  પણ લઈ લેશે

જય જગન્નાથજય જગન્નાથ

કરસનદાસ માણેક 

 

પૂજારી પાછો જા

ઘંટના નાદે  કાન ફૂટે મારાધૂપથી શ્વાસ રૂંધાય

ફૂલમાળા દૂર રાખ પૂજારીઅંગ મારું અભડાય

 નૈવેદ્ય તારું પૂજારી પાછો જા

મંદિરના  ભવ્ય મહાલયોબંધન થાય મને

 રેપૂજારી તોડ દીવાલોપાષાણ કેમ ગમે

 પ્રેમ નું ચિન્હ પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડાઘંટ તણો ઘડનાર

દિન કે રાત   નીંદર લેતોનૈવેદ્ય  તું ધરનાર

ખરી તો એની પૂજાપૂજારી તું પાછો જા

દ્વાર  સાંકડા કોણ પ્રવેશેબહાર ખડી જનતા

સ્વાર્થ  તણું   મંદિર  બાંધ્યુંપ્રેમ નહીંપથરા

 તું જો ને જરાપૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડીફૂલને તું અડ કાં

ફૂલને  ધરે  તું,  સહવા એણે,  ટાઢ અને તડકા

 તે પાપ કે પૂજાપૂજારી પાછો જા

 રે પૂજારી  મંદિર કાજેમજૂર વહે પથરા

લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા

અરે તું કાં ના શરમાપૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતીઅર્ધ્ય ભર્યો નખમાં

ધૂપ  ધર્યો  પરસેવો ઉતારીઘંટ  બજે   ઘણમાં

પૂજારી સાચો પૂજારી પાછો જા

કૃષ્ણલાલ શ્રીધરાણી

— પી.કે. દાવડા 


ઉપરની કવિતાઓ જેવી જ આપણા હૃદયને સ્પર્શી જતી મારી પસંદની આ

બે કવિતાઓ પણ તમને જરૂર ગમશે. -વિ.પ.  


પ્રભુજીને પડદામાં રાખ મા

પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
ભળી જાશે એ તો ખાખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

– ઇન્દુલાલ ગાંધી


કવિ શ્રી કરશનદાસ માણેકનું એક જાણીતું કાવ્ય


“મને એ સમજાતું નથી “

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

– કરસનદાસ માણેક

8 June 2015

મળવા જેવા માણસ….ડો. મહેશ રાવલ….પરિચય ……..શ્રી પી.કે. દાવડા

મળવા જેવા માણસ….ડો. મહેશ રાવલ….પરિચય ……..શ્રી પી.કે. દાવડા

હું હવે મારી દશાની વાત પણ કરતો નથી
કેમ છો? પૂછીજનારા ક્યાં મજામાં હોય છે

* * * * *

અરથ લાગણીનો સમજતાં થયાં છે
હવે, પથ્થરો પણ પલળતાં થયાં છે
બરડ હોય એનું બટકવું સહજ છે
સમય પારખી, લોક નમતાં થયાં છે

* * * * *

ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવા ફૂલ, તો આ ભાર શેનો છે ?

* * * * *

ગઝલોના આ ગમી જાય એવા શેરના રચયિતા અભ્યાસે અને વ્યવસાયે એક ડોક્ટર ડો.મહેશ રાવલ છે. મૂળ સૌરાષ્ટ્રના વતની પણ હાલ ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયામાં સપત્ની અને બે પુત્ર અને એમના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહી એમની ગઝલના આ શેરને ચરિતાર્થ કરી બતાવ્યું છે.

“મારૂં” નહીં પણ “આપણું” એ જીવન શૈલી જ સુખદાયક છે.”
“સંયુક્ત છે એ શ્રેષ્ઠ છે અને જે શ્રેષ્ઠ છે, એજ સંયુક્ત છે..!”

આવું અનોખું વ્યક્તિત્વ ધરાવનાર ગઝલકાર ડો. મહેશ રાવલનો પરિચય ,ફ્રીમોન્ટ ના નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ એમની  ખુબ જાણીતી 
“મળવા જેવા માણસ ” ની શ્રેણીમાં કરાવ્યો છે એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનદ થાય છે.

આ પરિચય લેખ મોકલતાં એમના ઈ-મેલમાં શ્રી દાવડાજી લખે છે …..

“આજે હું એક એવી વ્યક્તિનો પરિચય કરાવું છું કે જે વ્યવસાયથી ડોકટર છે, પણ એમણે લખેલી ગઝલોમાં એટલી તાકાત છે કે ગમે તેવી વ્યક્તિના મોઢામાંથી વાહ વાહ નીકળી પડે. એમની ગઝલો, એમના મોઢે સાંભળવી એ એક લહાવો છે. મને એનો લાભ બે ત્રણ વાર મળ્યો છે .”

વિનોદ પટેલ

મળવા જેવા માણસ….ડોમહેશ રાવલ….પરિચય ……..શ્રી પી.કે. દાવડા 


Mahesh raval-1

મહેશભાઇનો જન્મ ૧૯૫૬માંસુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામમાંમધ્યમવર્ગી બ્રાહ્મણકુટુંબમાં થયોપિતા શ્રી વિનોદરાયસરકારના લેન્ડ રેકર્ડવિભાગમાં સર્વેયર તરીકે દાખલ થઈપોતાની સ્વચ્છ કારકીર્દીને લીધે લેન્ડરેકર્ડ સુપ્રિન્ટેન્ડન્ટના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યાનોકરીદરમ્યાન એમની કડક,શિસ્તના આગ્રહી અને ઇમાનદાર ઓફિસર તરીકેની છાપને લીધે એમનીબદલીઅવારનવાર થતી અને કુટુંબને  અગવડ ભોગવવી પડતીમહેશભાઇનામાતુશ્રીજયાગૌરીબહેનને વાંચનનો બહુજ શોખ અને આજે ૮૩ વર્ષની વયેપણ, શોખ જળવાઇ રહ્યોછે. 

મહેશભાઇનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ધાંગધ્રા અને રાજકોટમાં થયું હતુંચોથાધોરણમાં,સુલેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામમાં તેમને ફૂલોનો હારપહેરાવી અને ગાંધીજીનોએક ફોટો આપવામાં આવેલો.બાળસહજ ઉત્સાહમાંમહેશભાઇ  હાર પહેરેલો રાખી મિત્રોનીટોળકી‘ સાથે સ્કૂલથી ઘરસુધી વાજતેગાજતે ચાલીને ગયેલા…! શાળાના સમયથી  તેમણેપોતાની ભૂલ હોય તો,નિઃસંકોચ અને સરળતાથી સ્વીકારી લેવાની આદત કેળવી જે આજસુધીએમણેજાળવી રાખી છે. 

૧૯૭૨માં  એમણે રાજકોટની જી.ટી.શેઠ હાઇસ્કૂલમાંથી S.S.C.ની પરીક્ષા પાસકરી,જામનગરનીઆયુર્વેદ યુનિવર્સિટીમાં B.S.A.M.{બેચલર ઇન સર્જરી એન્ડઆયુર્વેદિક મેડીસીન}માં એડમીશનમેળવ્યું૧૯૭૩ થી ૧૯૭૮ સુધી મેડીકલકોલેજના અભ્યાસ દરમ્યાન મહેશભાઇએ અભ્યાસઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓમાંપણ આગળ પડતો ભાગ લીધોરમત ગમતના શોખને લીધે  તેઓકોલેજયુનિયનમાં જીમખાના સેક્રેટરી પણ બન્યાગીતસંગીતના બચપણથીકેળવાયેલાશોખને અહીં યોગ્ય પ્લેટફોર્મ મળી ગયુંજામનગર યુનિ.ની ઇન્ટરકોલેજ હરીફાઇમાંપોતાની લખેલી ગઝલ પોતાના  અવાજમાં રજૂ કરીએમણે દ્વિતિય ઇનામ મેળવ્યુંએજ ગાળામાંશ્રીમનહર ઉધાસનાં કંઠે ગવાયેલીજનાબ કૈલાસ પંડિતનીચમન તુજને સુમનગઝલમાં મૃત્યુવિષેનીપંક્તિઓએ મહેશભાઇના મનમાં વિચારોનું વાવાઝોડું ખડું કરી દીધુંબસત્યારથીએમના દિલદિમાગનો કબ્જો ગઝલે લઇ લીધો. 

૧૯૭૮માંતેમણે લખેલી ગઝલો લઇ તેઓ બહુજ પ્રખ્યાત અને પ્રખરગઝલકાર શ્રી અમૃતઘાયલ‘ પાસે પહોંચી ગયા અને કહ્યું “જુઓઆવું લખ્યુંછે” ઘાયલસાહેબે આશીર્વાદ આપ્યાઅને થોડી શિખામણ પણ આપી અનેજોતજોતામાં મહેશભાઇનો પ્રથમ ગઝલસંગ્રહ “તુષારપ્રસિદ્ધ થયો અને  પણકોલેજનાં છેલ્લા વર્ષમાંબસપછી તો ગઝલની  વણથંભી વણઝારચાલતીરહી અને હજી પણ ચાલ્યા  કરે છેગઝલ સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી છંદ,રદિફ,કાફિયા પર પકડ જમાવીએમની ગઝલોમાં જેમજેમ નિખાર આવતોરહ્યો તેમતેમગુજરાતભરનાં સામયિકોમાં એમની ગઝલોને સ્થાન મળવાલાગ્યુંડૉ.મહેશ રાવલ– નામનીગુજરાતભરમાં એક આગવી ઓળખ ઊભી થઇ.કવિ સંમેલનો,મુશાયરા,આકાશવાણી અનેદૂરદર્શનના કાર્યક્રમો દ્વારા એમનીગઝલો લોકો સુધી પહોંચવા લાગી. 

અભ્યાસ પૂર્ણ કરીઆજીવિકા માટે રાજકોટમાં ફેમિલી ફીઝીશ્યન તરીકે જનરલપ્રેક્ટીસ શરૂકરીસવારના ૯થી૧ અને સાંજે ૫થી૯ સુધી એકધારા ૩૫ વર્ષસુધી દવાખાનામાં હાજરી આપી,દર્દીઓને સાજા કરવા અને ફૂરસદના સમયમાંગઝલો લખવી અને લખેલી ગઝલો મઠારવીનિત્યક્રમ બની ગયોકદાચ ક્રમને લીધે જેમ દવા કડવી હોય તેમમને મહેશભાઇનીગઝલોમાંજીવનની કડવી વાસ્તવિક્તાની સચ્ચાઇ જોવા મળે છે.

                 mahesh raval-2

૧૯૮૧માં મહેશભાઇના લગ્ન સુરેન્દ્રનગરના “છીંકણીવાળા જાની” પરિવારનાહર્ષાબેન સાથેથયાંદંપતિને સંતાનમાં  પુત્રરત્ન છેમોટો પુત્ર ભાવિન –મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દાપર કાર્યરત છે અને નાનો પુત્ર તુષાર – સોફટવૅર એન્જીનીયર છેબન્ને પોતપોતાની કેરિયરમાંવેલ સેટલ્ડ છે.

ખાસ નોંધવા જેવી વાત  છે કેઆજના Nuclear Familiesના સમયમાં પણએમનો પરિવારમહેશભાઇએમના પત્નીએમના બન્ને સુપુત્રોબન્ને પુત્રવધૂ અને બે પૌત્રીઓ – બધા સંયુક્તકુટુંબ તરીકે સાથેજકેલિફોર્નીયાનાં ફ્રિમોન્ટશહેરમાં રહે છે.

             mahesh raval-3

૧૯૯૫માં મહેશભાઇનો બીજો ગઝલ સંગ્રહ ‘અભિવ્યક્તિ‘ પ્રસિદ્ધ થયો.

અનેક વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનને સ્પર્શતી ગઝલોનો સિલસિલોવણથંભ્યો ચાલુરહ્યો૨૦૦૬માં એમનો ત્રીજો ગઝલ સંગ્રહ ‘નવેસર‘ પ્રકાશિતથયો જેણે ગુજરાતી ગઝલોનાક્ષેત્રમાં એમને અલગ ઓળખ આપીહાલમાં ૨૦૧૪ના અંતમાં તેમનો ચોથો ગઝલ સંગ્રહખરેખર‘ પ્રકાશિત થયો.

આમ,ચાર ચાર માતબર ગઝલ સંગ્રહો ગુજરાતને આપીને પણ મહેશભાઇ બેસીનથીરહ્યા.અર્વાચિન યુગ સાથે કદમ મિલાવી એમણે પોતાનાં બે બ્લોગ

drmahesh.rawal.us ગઝલોનો ગુલદસ્તો અને

www.navesar.wordpress.com

શરૂ કર્યા અને પોતાની ગઝલો લોકો સુધીપહોંચાડી રહ્યા છે.

 ઉપરાંતએમણે પોતાના અવાજમાં ગઝલો રજુ કરતી “શબ્દસ્વર” નામે CDપણ બહારપાડીઆમાં ગઝલ પઠન અને તરન્નુમ એમ બન્ને પ્રયોગ કર્યા છે.એમના પોતાના બ્લોગ સિવાય ટહુકો.કૉમ,લયસ્તરો અને વૅબગુર્જરી જેવાજાણીતા ગુજરાતી બ્લોગ્સ  અને બીજા અનેકગુજરાતી બ્લોગ્સમાં એમની ઘણીગઝલો પ્રસિદ્ધ થઈ છે અને થઈ રહી છે જેને અનેક પ્રતિભાવોમળ્યા છે.

ડૉ.મહેશ રાવલનો ખરો પરિચય  નાનકડા લેખમાં આપવો શક્ય નથી.એમનેપારખવા તો,તમારે એમની ગઝલોનો આસ્વાદ  લેવો પડેએમની ગઝલોનાવિષયથી માંડીને ગઝલોનુંબંધારણ,એમાં વપરાયેલા શબ્દો વગેરે એમનેસાધારણ ગઝલ લખનારાઓથી અલગ પાડે છે.એમની કોઇપણ પંક્તિનોકોઇપણ શબ્દ બદલીને તમે એને મઠારી  શકોએમની પંક્તિ  Full and Final. વ્યવસાયે ડૉક્ટર હોવાથી એમના વિચારોની deliveryમાં surgical preacision છે.તેઓ જીવનની કડવી સચ્ચાઇઓને અસલ સ્વરૂપમાં  વ્યક્તકરે છે.માનવીયસંવેદના,સંબંધોના સમીકરણ,લાગણીસ્વાર્થ અને એનાછળકપટને સરળ શબ્દોમાંગઝલનાબંધારણ અને પરંપરામાં ગુંથીને રજુ કરેછે પુડીંગનો સ્વાદ તો ચાખવાથી  ખબર પડે !

તો ચાલોઅહીં થોડા ઉદાહરણ આપું 

 પંક્તિઓ જુઓ,

હું હવે મારી દશાની વાત પણ કરતો નથી

કેમ છોપૂછીજનારા ક્યાં મજામાં હોય છે

લોકોના ઉપરછલ્લા વ્યવહારને આનાથી વધારે કઇ રીતે ઉઘાડા પાડી શકાય?

અને હવે  જુઓ,

મજલ કાપીને બેઠો છું

મનેમાપીને બેઠો છું

ઉઘાડા દ્વાર જેવો થઇ

બધું આપીને બેઠો છું

– હવે મારૂં કોઇ શું બગાડી લેશેહવે મારી પાસે લૂટાવા જેવું વધ્યું  શું છે !

અનેમહેશભાઇ સમયમાં કેવો બદલાય છે એની કલ્પના કરતાં કહે છે,

અરથ લાગણીનો સમજતાં થયાં છે

હવે,પથ્થરો પણ પલળતાં થયાં છે

બરડ હોય એનું બટકવું સહજ છે

સમય પારખીલોક નમતાં થયાં છે

અને  પંક્તિઓમાં તેઓ બેબાક સવાલ પૂછે છે –

ઠીકઠાક છે સઘળું તો  રઘવાટ શેનો છે

છો સાવ હળવા ફૂલતો  ભાર શેનો છે ?

છે ને જવાબ આપવો મુશ્કેલ..!

આપણી રોજીંદી,બોલચાલની ભાષામાં એમણે આવી સમજવા જેવી ઘણી વાતોપોતાનીગઝલોમાં કહી છેએમની ગઝલોમાં સવાલ છે,શીખ છે,સ્વીકાર છેતોસત્યનો રણકાર અનેખુમારીનો ફુત્કાર પણ છેપરંપરાને વળગીને લખાતીએમની ગઝલોમાં રદિફકાફિયાનુંનાવિન્યઅને છંદનું પરફેક્શન તથા સરળસહજ બોલચાલની ભાષા સાથે તળપદા શબ્દોનુંસાયુજ્ય  જમા પાસું છે.

એટલે ગુજરાતી ગઝલોને લોકોના હૈયે અને હોઠે રમતી કરનાર મખમલીઅવાજનાં માલિકશ્રી મનહર ઉધાસનાં “અભિલાષા” આલ્બમમાં

લાગણી જેવું જરાપણ હોય તો પાછાં વળો

નીકળે એવું નિવારણ હોય તો પાછાં વળો

અને

અલંકાર” આલ્બમમાં,

તબક્કેતબક્કે તફાવત નડે છે

મનેમાત્ર મારી શરાફત નડે છે

એમ,બબ્બે આલ્બમમાં એમની ગઝલોનો સમાવેશ થયો અને મહેશભાઇનેઆંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિમળીઅમેરિકામાં ખૂબજ લોકપ્રિય ‘રેડીઓ જિંદગી‘ થોડા સમય પહેલા  એમનો એકકલાકનો ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો હતો. 

આવા ઉચ્ચ દરજ્જાના સાહિત્યકાર હોવા છતાં એમની નમ્રતા જોઇને હું તોઆશ્ચર્યચકિત થઇગયોકોઇ ડોળ નહીંકોઇ આડંબર નહીંનકરો સામાન્યમાણસ હોવાનો અહેસાસ !

મહેશભાઇના કહેવા મુજબ, “સમાજમાં રહીને વ્યવસાય કર્યોસમાજ સાથે રહ્યોઅને સમાજપાસેથી જે શીખ્યો તે ગઝલ દ્વારા રજુ કર્યું !”

તેઓ માને છે કે,

જેવી ભાવના એવું ફળ” એજ એમના કર્મનો સિદ્ધાન્ત છે.

મારૂં” નહીં પણ “આપણું”  જીવન શૈલી  સુખદાયક છે.”

સંયુક્ત છે  શ્રેષ્ઠ છે અને જે શ્રેષ્ઠ છેએજ સંયુક્ત છે..!”

 

પી.કે.દાવડા,ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા  

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી