Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

28 February 2016

ધર્મ અને ધાર્મીકતા વચ્ચેનો ભેદ સમજવો જરુરી છે

ધર્મ અને ધાર્મીકતા વચ્ચેનો ભેદ સમજવો જરુરી છે

બીરેન કોઠારી
2016ના આગમન સાથે એક તરફ એકવીસમી સદી સોળ વર્ષની નવયૌવના બની હોવાની મુગ્ધ, ગળચટ્ટી વાત કરવામાં આવે છે. એ રીતે આપણે આગળ વધ્યા હોવાનું ગૌરવ પણ લેવામાં આવે છે. બીજી તરફ એવા સમાચાર જાણવા મળે છે કે આપણને થાય કે એકવીસમી સદીના દોઢ દાયકાની સમાપ્તી પછી પણ આપણી ગતી ખરેખર કઈ તરફની છે ? એ જાણીને નવાઈ લાગે, ચીન્તા થાય અને પુનર્વીચાર કરવા જેવો પણ લાગે.
એક અહેવાલ મુજબ તમીલનાડુનાં મંદીરોમાં 2016ના નવા વર્ષથી ડ્રેસ કોડ લાગુ પાડવામાં આવ્યો છે. એ મુજબ સ્કર્ટ, લેગીંગ કે હાફ પેન્‍ટ જેવાં એટલે આધુનીક ગણાતાં વસ્ત્રો પહેરેલી મહીલાઓ પ્રવેશને પાત્ર ગણાશે નહીં. ખરેખર તો વરસોથી ત્યાંનાં મોટાં ભાગનાં મન્દીરોમાં એ કાયદો છે કે પુરુષોએ ધોતી અને મહીલાઓએ સાડી પહેરીને જ પ્રવેશ કરવો. હવે આ નીયમના અમલ માટે ચુસ્તી દેખાડવાનો આદેશ હાઈકોર્ટની બેન્‍ચ દ્વારા આપવામાં આવ્યો છે. નાગરીકોને સ્પર્શતા, તેમના મુળભુત હકો કે સવલતો સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓને બદલે મન્દીરોમાં ડ્રેસ કોડ જેવી બાબતોમાં હાઈ કોર્ટે દરમીયાનગીરી કરવી પડે એ કેવી વક્રતા !
આ સમાચાર વાંચીને વીચારવું રહ્યું કે શું આપણી ધાર્મીકતા હજી સુધી વસ્ત્રોમાં જ અટવાયેલી રહી છે ? સૌન્દર્ય માટે કહેવાય છે કે એ જોનારની આંખોમાં હોય છે. પવીત્રતા અને ભક્તીભાવ બાબતે પણ એમ જ કહી શકાય. એ જે તે વ્યક્તીના મનમાં હોય છે. વસ્ત્રો સાથે તેને શી લેવાદેવા ?
મન્દીર એક જાહેર સ્થળ છે અને ત્યાં અનેક લોકોની આવનજાવન રહેતી હોય છે. સમયના બદલાવાની સાથે વસ્ત્રપરીધાનની શૈલી પણ બદલાતી રહે એ સ્વાભાવીક છે. રોજબરોજનાં વસ્ત્રોમાં ફેશનની સાથેસાથે હલનચલનની અનુકુળતા મુખ્ય હોય છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં વૈશ્વીકીકરણ પછી દરેક ક્ષેત્રે પરીવર્તન અકલ્પનીય રીતે ઝડપી બન્યું છે, જેની અસર જીવનશૈલીનાં અનેક પાસાંઓ પર પડી રહી છે. ઘણાં પરીવર્તનોને લોકો છુટથી અપનાવતા અને સ્વીકારતા થયા છે. આવા માહોલમાં કેવળ વસ્ત્રોના પ્રકારને લાયકાત ગણીને પકડી રાખવામાં આવે ત્યારે થાય કે આપણે બે ડગલાં આગળ વધીને ચાર ડગલાં પાછળ જઈ રહ્યા છીએ.
વસ્ત્રોની સાથેસાથે બીજી પણ ઘણી બાબતોની ચુસ્તતા, અનેક સમ્પ્રદાયોના અભીન્ન ભાગ અને ઓળખ જેવી છે. તમીલનાડુનાં મન્દીરોની એકલાંની વાત શા માટે કરવી ? લગભગ દરેક મન્દીરમાં મહીલાઓને માસીકચક્ર દરમીયાન દર્શનનો નીષેધ કરવાથી લઈને તેમણે ગાઉન, સ્કર્ટ જેવાં વસ્ત્રો પહેરીને દર્શન માટે ન આવવું, જેવી હાસ્પાસ્પદ લાગતી; પણ આદેશાત્મક સુચનાઓ લખાયેલી જોવા મળે છે. આ સુચનાઓ વાંચીને એમ જ લાગે કે મન્દીરો આપણા દેશના બંધારણથી પર છે. આવી સુચનાઓ વાંચીને નહીં; પણ તેના ભંગથી કોઈની ધાર્મીક લાગણી દુભાઈ જતી હોય તો એવી વ્યક્તીઓએ ધર્મ અંગેની પોતાની સમજણને નવેસરથી કેળવવી રહી.
ઘણા સમ્પ્રદાયોમાં મહીલાઓ સાથે કશા વ્યવહારનો તો ઠીક; તેમને જોવાનો પણ બાધ હોય છે. અને આ મહીલાઓમાં એક મહીનાની બાળકીથી લઈને સો વર્ષની વૃદ્ધા સુધીની ઉંમરની શ્રેણીનો સમાવેશ થાય છે. આ વીભાવના પાછળ મુળભુત રીતે સમ્ભવીત વીજાતીય આકર્ષણને ટાળવાનો હેતુ હોય છે, જેથી ધર્મના મુળભુત હેતુમાંથી નીષ્ઠા ચલીત ન થાય. પણ આનો અમલ એ હદે જડતાપુર્વક કરવામાં આવે છે કે હસવું આવે. જે તે સમ્પ્રદાયના સાધુઓનું આગમન યજમાનના ઘરે થાય ત્યારે ઘરની તમામ ઉંમરની મહીલાઓ રસોડામાં પુરાઈ જાય છે અને રસોડામાંથી વીવીધ ખાદ્ય ચીજો સમયાન્તરે મોકલતી રહીને સન્તોની આગતાસ્વાગતા કરે છે. આ વ્યવહાર એટલો સ્વીકૃત અને સાહજીક બની ગયો છે કે બન્ને પક્ષોમાંથી કોઈને આમાં કશું અજુગતું લાગતું નથી. અને છતાં પોતાનો સમ્પ્રદાય અત્યન્ત પ્રગતીશીલ તેમ જ સમય સાથે તાલ મીલાવનારો હોવાનો મીથ્યા સન્તોષ ગૌરવની હદે લેવામાં આવે છે. જે તે સમ્પ્રદાયના સાધુઓ પોતે પોતાના સમ્પ્રદાયના આદેશ મુજબ સંયમ ભલે પાળે ! પણ તે બીજાઓ પર લાદવાની શી જરુર ? એટલો સાદો વીચાર તેઓ કરતા નથી. પોતાના વ્રતપાલનને કારણે અન્યોએ કોઈક ઓરડામાં પુરાઈ રહેવાનું ! અને એમ હોય તો એ વ્રતના પાલનમાં ખુદને શંકા કે અવીશ્વાસ છે, એમ આપોઆપ પુરવાર થાય. સૌથી નવાઈની, અને આજના જમાનામાં તો આઘાતની લાગે એવી બાબત એ છે કે, પોતાને કેવળ મહીલા હોવાને નાતે અન્દર ફરજીયાત પુરાઈ રહેવાનું આવે છે એની મહીલાઓની ખુદની સ્વીકૃતી. બીજી અનેક બાબતોમાં સ્વતન્ત્રતા ઈચ્છતી મહીલાઓને આમાં ધાર્મીકતાનું અનુસરણ દેખાય છે; જાતીભેદ કે લીંગભેદ નહીં.
ધર્મ અને ધાર્મીકતા બન્ને અલગ બાબતો છે. આપણે ધાર્મીકતાને ધર્મ સમજીને જીવી કાઢીએ છીએ. તેને પરીણામે અનેકાનેક બાહ્યાચાર, તેનું જડતાપુર્વકનું પાલન અને તેમાંથી શોધેલી છટકબારીઓ દ્વારા કરાતાં સગવડીયાં અર્થઘટનો થકી, ધર્મપાલનનો સન્તોષ લેતા રહીએ છીએ. આ બાબત, ખરું જોતાં મોટા ભાગના ધર્મોને લાગુ પાડી શકાય. કેમ કે, છેવટે જે તે ધર્મ તેના હાર્દને બદલે તેના બાહ્યાચાર થકી જ ઓળખાતો રહે છે. આવા બાહ્યાચાર, મોટે ભાગે સ્વઓળખનો હીસ્સો બની રહેતા હોવાથી તેને વળગી રહેવાનું ઝનુન પણ વધુ હોય છે. ક્યાંક એ ઝનુન સાત્ત્વીક રીતે પ્રગટે, ક્યાંક તામસી રીતે કે ક્યાંક રાજસી રીતે; પણ તેની આક્રમકતામાં ભાગ્યે જ કશો ફરક હોય છે.
ધર્મને સ્પર્શતા તમામ મુદ્દા એ હદે સંવેદનશીલ હોય છે કે તેની યોગ્યાયોગ્યતા વીશે ખુલ્લી ચર્ચા ભાગ્યે જ કરી શકાય. અને હવે તો ગમે એ બાબતને ધર્મ સાથે સાંકળીને તેને સંવેદનશીલ બનાવી દેવામાં આવે છે. આવા સંજોગોમાં સમુહને અનુસરવાને બદલે, વ્યક્તીગત સ્તરે ધર્મ વીશેની સાચી સમજણ કેળવીએ અને તેનો અમલ કરી શકીએ તોય ઘણું ! સમાજ પુરુષપ્રધાન છે એ હકીકત છે; પણ ધર્મ પુરુષપ્રધાન ન હોઈ શકે. સૌ માટે સમાન હોય એ જ ખરો ધર્મ. આટલી પાયાની સમજણ કેળવાય, દૃઢ થાય અને તેના અમલીકરણ તરફ પ્રયત્ન થાય ત્યારે ધર્મની સમજણ તરફની ગતી યોગ્ય દીશાએ છે એમ મનાય.
–બીરેન કોઠારી

parisamvad of new education policy by Achala education faundation







A very golden moments of new education system Discussion to Achala education fou.Mahamahim Rajyapal kohliji,Dr.Mafatbhai,Anarben Dr.M.N.Desai kulpati Guj.UNi.DR.nalin pandit Pri.Niyamak.DR.P.G.Patel Dr.R.S.Patel swami Adhyatmanandaji,Dr.kesubai And So &So...philosofar on this events.good And positive thinking of 9.00 Am to 7.15 pm.

26 February 2016

શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે …. ડો. શરદ ઠાકર

 શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે …. ડો. શરદ ઠાકર

ડોકટરોનો વ્યવસાય દર્દીની જિંદગીની સાથે જોડાયેલો હોય છે. દર્દીની જિંદગી બચાવવા માટે એને અંગત શોખનાં કામો પડતાં મૂકીને ઘણીવાર હોસ્પિટલ દોડી જવું પડે છે.

આ સત્ય ઘટનાત્મક વાર્તાના લેખક ડો.શરદ ઠાકર પોતે એક જાણીતા ડોક્ટર તો છે જ પણ એક લોક પ્રિય વાર્તા લેખક પણ છે.ડોકટરના વ્યવસાયના એમના જાત અનુભવો પરથી એમણે ઘણી સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ લખી છે એમાંની આ એક વાર્તા છે.

ઉતરાણ ઉપર પતંગ ચગાવતાં કુટુંબીજનોની અને મિત્રોની મરજી વિરુદ્ધ પણ પત્નીની મુક સંમતિથી વાર્તાના ડો. અશોકભાઈ હોસ્પિટલ દોડી જઈને એક સગર્ભા યુવતીની કઠીન ડીલીવરી કરાવી એનો જીવ બચાવે છે.આ વાર્તા વાંચી આ ડો. અશોકભાઈ પર અને ડોકટરના વ્યવસાય પર તમને જરૂર માનની લાગણી થશે.

વાર્તા લેખક ડો. શરદ ઠાકરે એમની આગવી શૈલીમાં વાર્તાની સરસ જમાવટ કરી છે.શરૂથી અંત સુધી વાર્તા રસ જાળવી રાખતી ડો. શરદ ઠાકરની આ સત્ય ઘટનાત્મક પર આધારિત વાર્તા મને ગમી એવી તમને  પણ જરૂર વાંચવી ગમશે . 

વિનોદ પટેલ 

શાંતિ અને સંતોષ એ બંને પૂર્ણવિરામ છે, એ સિવાયના બધા સુખ અલ્પવિરામ છે
લેખક- ડો. શરદ ઠાકર -Dr. Sharad Thakar

સવારથી જ બધા પતંગરસિકો ધાબા પર ચડી ગયા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા.

sharad Thakar storyડો.અશોકભાઈ આજે સંપૂર્ણપણે રિલેક્સ્ડ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમમાં એમણે પાટિયું લટકાવી દીધું હતું: ‘આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે. ડોક્ટરસાહેબ રજા ઉપર છે.’

આવું કરવા પાછળ એક કરતાં વધારે કારણો રહેલાં હતાં. પત્નીએ બે દિવસ પહેલાં જ અલ્ટિમેટમ આપી દીધું હતું: ‘તમને પરણીને આવી એ વાતને આજકાલ કરતાં પાંત્રીસ વરસ પૂરાં થયાં. આજ સુધીમાં એક પણ ઉત્તરાયણ તમારી સાથે ઊજવવા મળી નથી. આ ફેર તો તમારે અમારી સાથે અગાસી પર આવી જવાનું છે.’

ડો. અશોકભાઈને નવાઈ લાગી: ‘તમારી સાથે? કે તારી સાથે? ઘરમાં આપણે બે હુતો-હુતી જ છીએ. દીકરો-વહુ તો ફરવા ગયાં છે.’

‘એ ત્રણેય (દીકરાને એક દીકરી હતી) આવતી કાલ સુધીમાં પાછા આવી જવાના છે. રાજકોટથી દીકરી-જમાઈ પણ ઉત્તરાયણ કરવા આવવાનાં છે. સાથે એમનો દીકરો પણ. બાળકો તો દાદુની સાથે પતંગ ચગાવવા માટે થનગની રહ્યાં છે.’

ડો. અશોકભાઈ જવાબ આપે ત્યાં તો ફોન રણક્યો. ડો. તેજપાલ હતા: ‘હાય! શું ચાલે છે?’

‘બસ, ઉત્તરાયણની તૈયારી.’

‘તો એમાં ત્રીસ જણાની તૈયારી પણ ઉમેરી દેજો.’

‘કેમ?’

‘આપણા મેડિકલ એસોસિયેશનના દસેક ડોક્ટર મિત્રોએ નક્કી કર્યું છે. આખી જિંદગી બહુ વૈતરું કર્યું. હવે વર્ષના બધા જ તહેવારો સાથે મળીને ઊજવવા છે. વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાયણ તો હવે આવી જ રહ્યો છે. પહેલો લાભ તમને આપીએ છીએ. સવારના ચા-નાસ્તાથી બપોરનું લંચ અને સાંજનું ડિનર બધું તમારે ત્યાં જ રાખવાનું છે. બી પ્રીપેર્ડ!’

અશોકભાઈને લાગ્યું કે સ્વજનો અને મિત્રોની વાત સાચી તો હતી જ. આ સાવ નાનકડા ટાઉનમાં એમની આખી જિંદગી દર્દીઓને સારવાર આપવામાં જ પસાર થઈ ગઈ. ગાયનેકોલોજિસ્ટ તરીકે તેઓ એકલા જ હતા. પાંત્રીસ વર્ષમાં કમાયા પણ ખૂબ સારું, પરંતુ જિંદગીમાં તમામ સુખો, આનંદો, ઉજવણીઓ કન્સલ્ટિંગ રૂમની ચાર દીવાલો વચ્ચે મૂરઝાઈ ગયું. પત્ની પરિવારને સાચવતી રહી, સામાજિક સંબંધોને નિભાવતી રહી. આજે પહેલી વાર સ્વજનો અને મિત્રો એમની પાસે કશુંક માગી રહ્યાં છે. બીજું કંઈ નહીં, માત્ર સમય માગી રહ્યાં છે.

એટલે એમણે પાટિયું લટકાવી દીધું: ‘આજે ડોક્ટર રજા પર છે.’

આગલા દિવસે પંદર હજાર રૂપિયાના પતંગો આવી ગયા હતા. પચાસ જેટલી ફીરકીઓ તૈયાર કરાવી હતી. રાજકોટની પ્રખ્યાત કાજુ-ચીકી (આઠસો રૂપિયે કિલોના ભાવની) દસ કિગ્રા. મગાવી લીધી હતી. કેટરરને ઓર્ડર આપી દીધો હતો. અગાસી પતંગોત્સવ માટે પહેલી વાર થનગની ઊઠી હતી.
ઉત્તરાયણ આવી પહોંચી. સવારથી જ બધા પતંગરસિકો ધાબા પર ચડી ગયા. આજુબાજુના લોકો પણ આશ્ચર્યમાં સરી પડ્યા. કોઈકે તો મોબાઇલ ફોન કરીને કહ્યું પણ ખરું: ‘સાહેબો, આજે બધા ડોક્ટરો અગાસી ઉપર હાજર છે; તો કોઈ બીમાર પડે એનું શું થશે?’

ડો. સાગરે જવાબ આપી દીધો: ‘આજે જે બીમાર પડે એનો ડોક્ટર ભગવાન!’

‘કાપ્યો છે’ની બૂમોથી હવા ગાજી ઊઠી. રંગ જામતો ગયો. સવારના પવન વધુ હતો, પણ લંચ પછી હવા સાનુકૂળ બની ગઈ. મધ્યાહ્્નના તાપમાં ચાળીસ જણા માથા પર કેપ અને આંખો પર ગોગલ્સ ચડાવીને પતંગની મજા માણવા લાગ્યા.

ત્યાં જ ડો. અશોકભાઈનો મોબાઇલ ટહુક્યો. અજાણ્યો નંબર હતો. કોઈ સ્ત્રીનો અવાજ હતો:

નમસ્તે સર, હું સરકારી હોસ્પિટલથી બોલું છું.’

‘કોણ?’

‘લેબર રૂમની ઇન્ચાર્જ સિસ્ટર ભાનુ પટેલ.’

‘બોલો સિસ્ટર! શું કામ છે?’ ડો. અશોકભાઈની નજર ઊંચા આસમાનમાં ચગી રહેલા પતંગ તરફ હતી અને કાન સિસ્ટરની વાતમાં.

‘સર, ગઈ કાલે રાતથી લેબર રૂમમાં એક ડિલિવરી કેસ દાખલ થયો છે. પહેલી જ ડિલિવરી છે. સર્વિક્સ છેલ્લા દોઢ-બે કલાકથી ફુલ્લી ડાઇલેટેડ છે, પણ બેબી બહાર આવતું નથી. પેશન્ટની હાલત બહુ જ ખરાબ છે.’

‘ઓહ! પણ તમારે ત્યાં તો ગાયનેક ડોક્ટર છેને!’

‘હા સર, પણ એ આજથી બે દિવસ માટે રજા ઉપર ગયા છે. એમનું ફેમિલી ભાવનગરમાં છે. ઉત્તરાયણ કરવા...’

‘સોરી સિસ્ટર! હું પણ આજે મારા ફેમિલીની સાથે ઉત્તરાયણ ઊજવી રહ્યો છું. તમે પેશન્ટને રાજકોટ ટ્રાન્સફર કરી દો!’

‘સર, એ શક્ય નથી. પેશન્ટ રસ્તામાં જ મરી જશે અને બાળક પણ...! જો તમે આવી જાવ તો બેયનો જીવ બચી જાય...’

ડો. અશોકભાઈએ પતંગની દોરી પુત્રવધૂના હાથમાં થમાવી દીધી. પત્નીની સામે જોઈને કહ્યું, ‘મારે જવું પડશે. હું અડધા કલાકમાં જ પાછો આવું છું.’

ધાબા ઉપર દંગલ મચી ગયું. દીકરો-વહુ નારાજ થઈ ગયાં. દીકરી-જમાઈનાં મોં ચડી ગયાં. પૌત્રી અને દૌહિત્ર ભેંકડો તાણીને રડવા લાગ્યાં. ડોક્ટર મિત્રોએ ટોણા માર્યા: ‘કંજૂસ! પૈસાની રોકડી કરવા જાય છે. અમને ખબર જ હતી કે આ માણસ...’

ડો. અશોકભાઈ નીકળી પડ્યા. કોઈને એટલું કહેવા પણ ન રોકાયા કે ‘આ કેસ મારો પ્રાઇવેટનો નથી. આમાં રોકડી કરવાનો સવાલ જ ઊભો થતો નથી. આ તો સરકારી દવાખાનામાં કોઈ ગરીબ સ્ત્રી દમ તોડી રહી છે એને બચાવવા માટે જઉં છું.’

જો કોઈ એક વ્યક્તિ કંઈ ન બોલી હોય તો એ ડોક્ટરની પત્ની હતી. એણે ધીમું હસીને પતિને વિદાય આપી દીધી. ડોક્ટરે એનો ખભો થપથપાવ્યો. એક હળવા સ્પર્શમાં બત્રીસ વર્ષ પહેલાંની આવી જ એક ઘટના સળવળી ઊઠી.

ત્યારે ડો. અશોકભાઈ મેડિકલ કોલેજમાં ગાયનેક વિભાગના છેલ્લા વર્ષની તાલીમ લેતા હતા. એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં. પત્ની વસુ સુવાવડ માટે પિયરમાં ગઈ હતી. અચાનક એને દુખાવો ઊપડ્યો. ટાઉનમાં એક જ ગાયનેકોલોજિસ્ટ હતા. એ ફરવા માટે ગોવા ગયા હતા. ડિલિવરીમાં બહુ વાર લાગી. વસુબહેન ભગવાનને વિનવી રહ્યાં: ‘જલદી છેડાછૂટકો કરાવ! હવે નહીં જીવાય!’

સરકારી હોસ્પિટલની બધી નર્સ બહેનો થાકી ગઈ. અંતે ગામમાંથી એક મિશનરી લેડી ડોક્ટરે આવીને સુવાવડ કરાવી આપી. પરિણામે વસુબહેન જીવી ગયાં. દીકરો જન્મ્યો હતો જે આજે અગાસી પર નારાજ થઈને પતંગ ચગાવી રહ્યો હતો. જો વસુબહેનનો છેડાછૂટકો ન થયો હોત તો અત્યારે ધાબું સૂનું હોત.

ડો. અશોકભાઈ લેબર રૂમમાં પહોંચી ગયા. એમણે પણ અડધો કલાક મહેનત કરી; સુવાવડ ન જ થઈ. હવે બાળક પેટમાં જ ઝાડો કરી ગયું હતું. પાણી લીલા રંગનું આવતું હતું. બાળકનું મૃત્યુ હાથવેંતમાં હતું. પ્રસૂતા તો થાકીને લાશ જેવી બનીને પડી હતી.

ડો. અશોકભાઈએ નિર્ણય લઈ લીધો, ‘વેક્યૂમ લગાવવું પડશે. સિસ્ટર, મશીન લાવો.’

‘અહીં વેક્યૂમ મશીન નથી, સર.’ સિસ્ટરે જવાબ આપ્યો. ડો. અશોકભાઈ મારતી ગાડીએ ગયા. પોતાના નર્સિંગ હોમમાંથી વેક્યૂમ મશીન લઈને પાછા આવ્યા. બાળકના માથા પર ‘કપ’ લગાવીને વેક્યૂમ ડિલિવરી કરાવી દીધી. ખૂબ જહેમત પછી બાળક રડ્યું. પ્રસૂતાના ટાંકા વગેરે લઈને ડો. અશોકભાઈ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે બપોરના ચાર વાગી ગયા હતા. ઓગણચાળીસ જણાના ચહેરાઓ નારાજ દેખાતા હતા. માત્ર એક ચહેરો ચિંતા સાથે પૂછતો હતો: ‘શું થયું? સિંહ કે શિયાળ?’

‘સિંહ! સિંહ! મા અને બાળક બંનેને બચાવીને આવ્યો છું.’ ડો. અશોકભાઈના અવાજમાં ચીકીની મીઠાશ હતી અને બત્રીસ વર્ષ પહેલાંનુ ઋણ ચૂકવી દીધાનો સંતોષ હતો.

આસમાનમાં રંગીન પતંગો ઊડતા હતા; આખું નગર ઉત્તરાયણ ઊજવી રહ્યું હતું.

ડો. અશોકભાઈ એમની ઉત્તરાયણ ‘ઊજવીને’ આવ્યા હતા.

(સત્યઘટના)

સાભાર- ડો. શરદ ઠાકર 

સૌજન્ય-દિવ્ય ભાસ્કર 


Dr. Sharad Thakar with Modi

PM નરેન્દ્ર મોદી સાથેની ડો.શરદ ઠાકરની એક તસ્વીર  

વાર્તા લેખક ડો. શરદ ઠાકર નો પરિચય અને અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ આવી બીજી સત્ય ઘટનાત્મક વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરશો.


કોનાથી છેટા ચાલવું?


harday
કોનાથી છેટા ચાલવું?

* અસતથી.

* જેનું હ્રદય મલિન હોય,જે સ્વાર્થને જ કેન્દ્રમાં રાખતો હોય,લોભી અને કંજુશ હોય.મુર્ખ હોય અને અભિમાની હોય તેનાથી.

આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ



આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ

ગાયમાતાઃ આપણા જીવનમાં ગાયમાતાનું ઓષધરુપે મહત્વ
*ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે.
* ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે.
ગાયનું દૂધ હ્રદયરોગ,ાલ્સર,ક્ષયારોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે.
* પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં આવતા હતા.ગાય અને ગાયનું દૂધ વેચવું પાપ માનવામાં આવતું હતું.આજે પણ ભારતમાં કેટકાક સ્થળોએ ગાય અને ગાયનું દૂધ વેચતા નથી પણ તે દાન સ્વરૂપમાં આપવામાં આવે છે.
* આંખો દુખતી હોય ત્યારે ગાયના દૂધનો પાટો બાધવાથી દર્દ મટી જાય છે.
* ગાયનું દૂધ લઈ આખા શરીર પર માલિસ કરી નાહવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે તેમજ ચામડી ગોરી,ચમકદાર અને તેજસ્વી બને છે.
* ગાયના ધી-દૂધનો શીરો ખાવાથી પ્રસુતા સ્ત્રીને કોઈ રોગ થતા નથી.
* મહાભારતમાં રાજા યુધિષ્ઠિરે ગાયના દૂધને અમ્ટ્ર તુલ્ય માન્યુ છે યક્ષે જયારે પ્રશ્ન પુજયો કે પૃથ્વીનું અમૃત કયુ છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ગાયનું દૂધ જ એક માત્ર પૃથ્વી પરનું અમૃત છે.
ગાયનું દૂધ માનવ શરીરમાં કાયાપલટ કરી તેના બધાજ અંગોને પુષ્ટ બનાવી અને અનેક રોગોને નષ્ટ કરે છે કાયાપલટથી નવું જીવન મળે છે.
* યુરોપના સૈનિકોને પોષ્ટિક આહાર માટે ગાયનું ધી,દૂધ દરરોજ આપવામાં આવે છે.
* ધરમાં ગાયના ધીનો દિવો કરવાથી વાયુમંડળ શુધ્ધ તેમજ પવિત્ર બને છે.
* કાળી ગાયનું દુધ ત્રિદિષ શામક અને સર્વોતમ છે સાંજે જંગલમાથી ચરીને આવેલી ગાયનું દુધ સવારના દૂધ કરતા હકલુ હોય છે.
* ગાયના દૂધથી કોલેસ્ટ્રોરલની વુધ્ધિ નથી થતી,હ્રદય તેમજ લોહીના પ્રવાહને સુગમ બનાવે છે.
* ગાયનું ગરમ દૂધ પીવાથી કફ તેમજ ગરમ કરી ઠંડુ પીવાથી પિત્તનો નાશ થાય છે.
* અનેક ધર્મો ગ્રંથો અનુસાર પંચામૃત ગાયનું દૂધ,ધી,દહી,શક્કર,(ખાંડ)ાને વરસાદના શુધ્ધ પાણિથી બનાવવામાં આવે છે.
* જલોદરના રોગીને પાણી પીવાની સખ્ત મનાઈ છે,તે ફકત ગાયનું દૂધ પીવે તો રોગમાં પણ સુધારો થાય છે.
ગાય માતાની કૃપાથી જો કોઈ ગર્ભધારણ કરેલી મહિલા એક મહિના સુધી ચાંદીની કટોરીમાં દેશી ગાયના દૂધનું દહી બનાવીને ખાય તો દિવ્ય શક્તિશાળી બાળક જન્મશે.
Check out Jeevanshailee


harday
કોનાથી છેટા ચાલવું?
* અસતથી.
* જેનું હ્રદય મલિન હોય,જે સ્વાર્થને જ કેન્દ્રમાં રાખતો હોય,લોભી અને કંજુશ હોય.મુર્ખ હોય અને અભિમાની હોય તેનાથી.


અગ્નિને દેવ કેમ માન્યા ?


devv
અગ્નિને દેવ કેમ માન્યા ?

* આકૃતિરહિત શક્તિ એટલે દેવ.આ દષ્ટિએ અગ્નિ દેવ છે.

* અગ્નિ પ્રગટે ત્યારે હંમેશા એની ઊધ્ર્વગતિ થાય છે.

* અગ્નિમાં જે કાંઈ નાખીએ તે ખાખ થઈ જાય છે અને છેવટે પોતે પણ પાછળ કશું રાખ્યા વિના શાંત થઈ જાય છે.

* એ શુધ્ધને નષ્ટ કરી દે છે અને શુધ્ધને બચાવી લે છે.

* અગ્નિ બળીને અલોપ થઈ જાય છે,આકાશમાં સમાઈ જાય છે.


મનોબળ દઢ કરવા શું કરવું?

Posted: 26 May 2014 09:06 AM PDT

મનોબળ દઢ કરવા શું કરવું?
* શુરવીરનો સંગ કરવો.
* સાત્વિક કાર્યો કરવા.
* સત્સંગ કરવો.
* સદગ્રથો વાંચવા અને
* નિર્મળ હ્રદયવાળી વ્યક્તિનો સહવાસ રાખવો.


1.ડંખીલા શબ્દો[2] સમજણનો સેતુ

ડંખીલા શબ્દો
એક ત્રે કહ્યું, ‘કંઈ કારણ વગર મને એવું લાગે છે કે મારી તબિયત ખરેખર બગડી ગઈ છે. એક સમયે બધા મને હસમુખો કહેતા અને આજે હવે કોઈ ને કોઈ મિત્ર મજાકમાં કહે છે કે આવું સોગિયું મોં થઈ જવાનું કારણ શું ? કોઈ તકલીફ આવી પડી છે ? રાતોરાત જાણે મારો મિજાજ બદલાઈ ગયો હોય તેમ લાગે છે.’
જવાબમાં સોગિયું હસીને ભાઈએ કહ્યું, ‘કંઈ ખબર પડતી નથી પણ મનની અંદર આટલી હતાશા કેમ પેદા થઈ છે. વિચાર કરું તો એમ થાય છે કોઈ સમસ્યા તો છે નહીં. ઘરમાં કોઈ પ્રશ્ન નથી. બહારના બધા વહેવારો સચવાય છે. આડોશપાડોશ જોઈએ છીએ. એ અંગે પત્ની કહે છે : ‘આપણી આજુબાજુ દરેક કુટુંબમાં અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે કડવી ઝેર બોલચાલી સાંભળીએ છીએ.’ પત્નીએ કહ્યું. મને નવાઈ લાગે છે કે તમે કે હું કદી ઊંચા અવાજે બોલ્યા હોઈએ કે આપણે ઝઘડ્યા હોઈએ એવું બન્યું નથી. તમારી મા જાણે મારી જ મા હોય એવો અમારો વહેવાર છે. કોઈ વાર એમ થાય છે કે આ સુખ શું લાંબું ચાલશે ?
કોઈ પણ બે માણસોની શાંતિ ટકાવી રાખવાની જવાબદારી કુટુંબના સભ્યોની છે. ઘણાં બધાં કુટુંબો આપણે જોઈએ છીએ અને દરેકના સ્વભાવમાં કલેશ અને કંકાસનાં મૂળ ઊંડાં ઘાલી બેઠાં છે. સાચું કહીએ તો ઘણાં બધાં કુટુંબો પૈસાવાળા હોય, ઘણી બધી સગવડોવાળા હોય છતાં આંખો લડ્યા કરે છે, નવાઈની વાત તો એ છે કે લોહીનું સગપણ છે એવા એક જ ઘરના સભ્યો મનમાં ઊંડે ઊંડે તિરસ્કારનાં મૂળ ઊંડા નાંખીને બેઠા છે. નવાઈની વાત એ છે કે પડોશી સાથે સારા સંબંધો રાખીને ઝઘડાઝઘડી નહીં કરનારા ઘરની અંદર જાણે તિરસ્કારની ઊંડી લાગણીથી વર્તી રહ્યા હોય એવું કોઈને પણ દેખાય છે. વિચિત્ર વાત તો એ છે કે કુટુંબમાં સારો પ્રસંગ હોય ત્યારે એ પ્રસંગને સુધારવા-બગાડવાની કોઈ ચિંતા કર્યા વગર કલેશ-કંકાસનો સૂર ઘણો ઊંચો જતો લાગે છે. સમાજમાં આપણે શાંતિ ઈચ્છીએ છીએ પણ આપણા પોતાના ઘરમાં જ શાંતિ ટકાવી શકતાં નથી. નવાઈની વાત એ છે કે ઘરના સભ્યો જ એકબીજાની ઈર્ષ્યા કરતાં હોય છે અને એકબીજાને શંકાની નજરે જુએ છે. ઘણાં કુટુંબોમાં કુટુંબના સભ્ય જ પોતાનાં બાળકોની વચ્ચે વેરઝેરનાં બી વાવે છે.
માણસો ઉદાર હોવાનો અને સંસ્કારી હોવાનો દાવો કરે છે, પણ કુટુંબની અંદરની વ્યક્તિની જ ઈર્ષ્યા કરતાં અચકાતાં નથી. લોહીની સગાઈવાળા માણસો એકબીજા વિશે દુશ્મન જેવું નકારાત્મક બોલે છે. એક ભાઈ એના મિત્રને કહે છે કે મારા મતે તારો ભાઈ આટલો ખરાબ તો નથી, પણ તું હંમેશા એનાં વિશે અત્યંત ઘસાતું બોલે છે. ભાઈ માટે ભાઈને લાગણી ના હોય એવો પ્રશ્ન મારા મનમાં છે. બે સગા ભાઈઓ એમના સમાજમાં એકબીજા વિશે અત્યંત ઈર્ષ્યાભર્યું ઊંચા અવાજે બોલે છે. કેટલીક સ્ત્રીઓ પોતાની મંડળીમાં પોતાના પતિ વિશે અત્યંત અણગમતું બોલે છે અને કદી એવો વિચાર કરતી નથી કે મંડળીની બીજી બહેનો એમના પતિ વિશે શું વિચાર કરતી હશે અને હું જ મારા પતિની નિંદા કરું છું. એની છાપ સાંભળનારા પર કેવી પડતી હશે.
ઘણાં બધાં લોકો અને ખાસ કરીને બહેનો પોતાની નીડરતા બતાવવા કોઈને પણ વિશે અત્યંત ડંખીલું બોલતાં અચકાતી નથી. આપણે જેને સારી રીતભાત કહીએ છીએ. એમાં કોઈને વિશે જેમતેમ બોલવું નહીં જોઈએ. એ સમજી શકાય તેવી વાત છે પણ ઝેરીલી ટીકા કરનારા એવું કહે છે કે ગમે તેવા મોટા માણસની પણ હું પરવા કરતો નથી. જેને જે માનવું હોય તે માને. હું તો ગમે તેવા મોટા માણસને મોઢે ચાર ગાળ ચોપડાવી દઉં ! ઘણા બધા માણસો એકબીજાનું ખૂબ ખરાબ બોલે છે, પણ એમને વિશે કોઈ ખરાબ બોલે છે એવી ખબર પડે ત્યારે મનમાં જ સળગી ઊઠે છે. ત્યારે તેઓ તટસ્થ રહી શકતાં નથી કે વિચારી શકતાં નથી કે બીજાને પણ આમ જ થતું હશે ને !
.
[2] સમજણનો સેતુ
એક જૂના મિત્ર મળી ગયા. તેમનો હર્યોભર્યો સંસાર હતો. બધી રીતે કુટુંબમાં શાંતિ હતી. પૈસેટકે કોઈ મુશ્કેલી ન હતી. છતાં મિત્રે અસંતોષના સૂરમાં કહ્યું, ‘આજકાલ પુત્ર-પુત્રીઓને કાંઈ પણ કહીએ છીએ તે તેમને ગમતું નથી. આપણે તો તેમના ભવિષ્યનો વિચાર કરી સલાહસૂચન કરતાં હોઈએ છીએ. છતાં મોટા ભાગે સંતાનો તેને અવગણતા હોય તેવું લાગે છે. આનું શું થઈ શકે ?’ આ સમસ્યા માત્ર આ એક મિત્રની જ નથી. આપણે સૌ જાણીએ છીએ કે લગભગ દરેક કુટુંબમાં હવે આ સમસ્યા નજરે થવા લાગી છે. માતાપિતા લાગણીપૂર્વક સલાહસૂચન કરે તેને સંતાનો પોતાના જીવનમાં દખલ કરતાં હોય તેમ ગણે.
પુખ્તવયનાં સંતાનોને મા-બાપ યોગ્ય માર્ગદર્શન, સલાહ-સૂચન જરૂર આપે, તેમાં ખોટું પણ નથી. પણ મા-બાપે સંતાનોની સ્વતંત્રતા તરફ જરાય તરાપ મારવી નહીં જોઈએ કારણ કે તેમનાં સંતાનોને પોતાનું સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર છે અને કોઈનું ઊછીનું જીવન જીવવાની ફરજ તેમને પાડવી નહીં જોઈએ. કોઈ પણ સંતાન, પુત્ર હોય કે પુત્રી, પુખ્તવય પ્રાપ્ત કરે પછી તે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેનો સમાન દરજ્જો પામે છે. તેમનું પોતાનું જીવન તેમનું પોતાનું છે અને તે કંઈ માબાપના જીવનની કાર્બન કોપી કે નકલ જેવું હોઈ શકે નહીં. દરેક સ્વતંત્ર વ્યક્તિને તેનું એક સ્વતંત્ર અલગ ભાગ્ય હોય છે. તે સારું હોય કે ખરાબ. આપણે મા-બાપ તરીકે તેમને શિક્ષણ આપીએ, શિખામણ આપીએ, સલાહ આપીએ, મદદ કરીએ પણ તેના બદલામાં આપણે પુખ્તવયના સંતાનની સ્વતંત્રતા છીનવી લઈ ના શકીએ. સંતાનોને આપણે પ્રેમના દાવા હેઠળ મિલકત ગણી ન શકીએ અને તેવો વહેવાર કરી ના શકીએ.
પુખ્તવયનાં સંતાનો અને મા-બાપોના દષ્ટિબિંદુમાં, વિચારોમાં, ધારણાઓમાં મતભેદ હોઈ શકે છે – હોવાનો જ. આ અંગે ચર્ચા કરવાનો, સમજવાનો બંને પક્ષને સરખો હક્ક છે. આ બધા પછી પણ પુખ્ત સંતાન પોતાની ઈચ્છા મુજબનો નિર્ણય લે અને એ રસ્તે આગળ વધવા માગે તો તેમ કરવાનો તેમને હક્ક છે. તેમના નિર્ણયો ખોટા કે નુકશાનકારક પુરવાર થઈ શકે છે પણ આ હકીકત તો તમામ પ્રકારના નિર્ણય માટે એક સરખી સાચી છે. યુવક કે યુવતી માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ મનપસંદ વ્યક્તિ સાથે પરણે અને પછી દુ:ખી થાય તેવું બને પણ તે જ રીતે માબાપની ઈચ્છાનુસાર પોતાને ગમતી વ્યક્તિ સાથે લગ્ન કરીને પણ તે દુ:ખી થઈ શકે છે. આમ કોઈ પણ કિસ્સામાં સુખી કે દુ:ખી થવાની શક્યતાઓ એકસરખી જ હોય છે. માણસને ખૂબ અનુભવ હોય કે થોડો અનુભવ હોય. તેનો કોઈ પણ નિર્ણય મનુષ્યસહજ મર્યાદાથી બાકાત રહેતો નથી. સૌથી મહત્વની અને સમજવા જેવી વાત એ છે કે પુખ્તવયનાં પુત્ર કે પુત્રીને પોતાની કારકિર્દી અંગે અને લગ્ન અંગે સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર છે. તેમાં તેઓ દુ:ખી થાય ત્યારે તેમને તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ. આવી જવાબદારીઓ તેઓ સ્વીકારે છે જ. સ્વતંત્ર નિર્ણયનું આ જ લક્ષણ હોય છે. તે સમજે છે કે સ્વતંત્રતાની પણ એક કિંમત હોય છે અને તે કિંમત તેણે ચૂકવવી જ જોઈએ. પોતાના સ્વતંત્ર નિર્ણયને લીધે તેને ઈનામ જેવું જ કંઈ ફળ મળે તો જે આનંદથી તે સ્વીકારે છે એવા જ આનંદ સાથે તેણે દંડ કે શિક્ષા જેવું ફળ પણ સ્વીકારી લેવું જોઈએ.
આપણે જોઈએ છીએ કે અનેક પુખ્ત યુવક-યુવતીઓ મા-બાપોની મિલકતવૃત્તિ અને પોતાની સ્વાતંત્ર્ય ઝંખના વચ્ચે ભારે વિમાસણ અનુભવે છે. એ મૂંઝવણ અને દ્વિધામાંથી નિરાશા અને વિમાસણમાંથી તેમને બહાર કાઢવાની જવાબદારી વડીલોએ સ્વીકારવી જોઈએ. જીવનની ગંભીર બાબતો અંગે નિર્ણય કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે એવી હૈયાધારણ પણ તેમને આપવી જોઈએ. સંતાનોએ પણ માબાપ અને વડીલોનાં સલાહસૂચનોને પ્રેમની નિશાની ગણી યોગ્ય સંદર્ભમાં લેવી જોઈએ. મા-બાપ અને સંતાનો વચ્ચેનો આ સમજણ સેતુ જ સંસારને જીવવા અને માણવા યોગ્ય બનાવશે.


O
દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી