Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

13 April 2016

તમે શા માટે દોડો છો?…મધુવનની મહેક”…ડો. સંતોષ દેવકર ..ચિંતન લેખ

તમે શા માટે દોડો છો?…મધુવનની મહેક”…ડો. સંતોષ દેવકર ..ચિંતન લેખ

by Vinod R. Patel

૧૮૯૪ માં શિકાગોથી મૈસૂરના મહારાજાને લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદજી નોંધે છે :

swamiji10

"હે રાજવી ! આ જીવન ટૂંકુ છે. અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે,બાકીના તો જીવતા કરતાં મરેલા વધુ છે."

એક મજાની વાત સાંભળો :

એક વાર એક કૂતરો સસલાની પાછળ પડયો. એ શિકારી કૂતરો હતો. એટલે દોડવાની ઝડપ સારી હતી. સસલો આગળ અને કૂતરો સસલાની પાછળ. લાંબો સમય દોડયા બાદ સસલાને એક બખોલ દેખાઈ અનેે તેમાં ઘૂસી ગયો. બખોલ નાની હતી. કૂતરો અંદર જઈ ન શક્યો અને સસલાની બહાર નીકળવાની રાહ જોતો બખોલની બહાર ઊભો રહ્યો. કૂતરાને વિચાર આવ્યો કે હું શિકારી કૂતરો, ઝડપથી દોડી શકનારો અને હું એક નાનકડાં સસલાને પકડી ન શક્યો ? કૂતરાએ પોતાની જાતને પ્રશ્ન પૂછયો. હવે તેને થયુ કે હું સસલાને કહું કે, ભાઈ બહાર નીકળ, મારે તને સવાલ પૂછવો છે.

કૂતરાના અભય વચન પછી સસલો બહાર આવ્યો. કૂતરાએ સવાલ કર્યો : મારી દોડવાની ઝડપ તારા કરતાં વધુ હોવા છતાં હું તને પકડી કેમ ન શકયો ? સસલાએ સુંદર જવાબ આપ્યો : તુ તારા પેટનો ખાડો પૂરવા માટે દોડતો હતો. અને હું મારી જિંદગી બચાવવા માટે. કૂતરાને ખાસ સમજ પડી નહિ. કૂતરાએ પૂછયું : એટલે ? સસલાએ કહયું : એટલે એમ કે જેઓ જીવન માટે દોડે છે, તેઓ પેટ માટે દોડનારા કરતાં હંમેશા આગળ નીકળી જાય છે.

અત્યારે આપણે જે કાર્ય કરી રહ્યાં છીએ તે પાછળનો સંદર્ભ તપાસવો જોઈએ. અભ્યાસ, નોકરી કે ધંધો કરતાં હોઈએ તે પાછળના આપણા સંબંધો તપાસીએ,કાર્ય પાછળના હેતુની યથાર્થતા અને યોગ્યતાને સમજીએ. સ્વાર્થ માટેની દોડ છે કે પરમાર્થ માટેની?આપણા કાર્યમાં જયારે પરમાર્થની સુગંધ ભળે છે ત્યારે કાર્યનો વિશાળ હેતુ સાર્થક બને છે.

"માનવી મટી, બનું વિશ્વમાનવી' મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીની આ પંકિતનું સાર્થકય તો જ જળવાશે જયારે આપણું કાર્ય સમષ્ટિ માટે બની રહે.

સંદેશમાં પ્રગટ ડો. સંતોષ દેવકર ના પ્રેરક લેખ "તમે શા માટે દોડો છો?

...મધુવનની મહેક" માંથી સાભાર ...

આખો લેખ પ્રેરક લેખ વાંચવા આ ચિત્ર પર ક્લિક કરો.

Why running

મીસરી

કોઈનું પણ આંસુ લૂછયું હોય તે બેસે અહીં
ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં
(સ્નેહી પરમાર)

વડીલોની વાતો …..એક બોધ કથા અને બે સત્ય કથાઓ ….

( 876 ) વડીલોની વાતો …..એક બોધ કથા અને બે સત્ય કથાઓ ….

by Vinod R. Patel

સમય બદલાય છે એની સાથે સામાજિક સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. એક જ કુટુંબમાં સાથે રહેતા સભ્યોની સમજ અને વર્તાવમાં ફેરફાર થયેલો જણાય છે.ઘણા વડીલોને સંતાનોની બદલાયેલી વર્તણુકથી સંતોષ નથી અને તેઓ એક યા બીજી રીતે એમના મનનો ઉભરો કાઢતા હોય છે.આમાં વાંક કોનો એ વિષે બન્ને પક્ષે પોત પોતાના વિચારો હોય છે.

આવા એક વડીલની કથા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલી  હતી એમાં રહેલો સંદેશ મને ગમી ગયો.વાચકોને પણ આ બોધ કથા વાંચવી ગમશે.

આ બોધકથા પછી મળવા જેવા માણસની મિત્ર પરિચય શ્રેણીથી જાણીતા મારા ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર,શ્રી પી.કે.દાવડાજી એ એમના ઈ-મેલમાં વડીલોને સ્પર્શતી બે સત્ય કથાઓ વાંચવા મોકલી હતી એ મૂકી છે. આ બે સત્ય પ્રસંગો પણ વાંચવા જેવા છે.

આ પોસ્ટમાં પ્રસ્તુત વડીલો વિશેની વાતો વાંચીને વાંચકોને એમના મંતવ્યો જો હોય તો પ્રતિભાવ પેટીમાં જણાવવા વિનંતી છે. 

વિનોદ પટેલ

=========================

સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર - એમના ઈ-મેલમાંથી 

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો.પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, "બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? "

વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, "બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે.તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ, કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે."

દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું કે દિકરાને પિતાની આ વાત ગળે નથી ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો.ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઇ ગયા.

દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ દીકરાને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો.એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ:"તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? "

વડીલે કહ્યુ, " એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી.એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા."

દિકરાએ કહ્યુ, " બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા.તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા.ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે." પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, " બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે, તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો."

બોધ પાઠ ...

ઘણી વખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

આ વાત વાંચીને મિત્ર શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે એમના ઈ-મેલમાં વડીલો માટે એક સરસ સલાહ એમના ઈ-મેલમાં મોકલી હતી એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે ..

​એક અનુભવી ડાહ્યા શખ્સે કહ્યું :

"પોતાનું આંગણું સાચવો...સાફ રાખો... મફતમાં નહિ કોઈ મન માંગી "તગડી" ફી આપે તો જ
સલાહ -સૂચનો આપવા. બીજાની પંચાતમાં પડવાનું ટાળવું . શક્ય એટલો અન્યો પર આધાર
ન રાખવો. અન્યો પાસેથી અપેક્ષાઓ છે એની જ તો રામાયણ અને મહાભારત છે ને?

જેટલા વધુ સ્વાવલંબી બની શકાય ​રહેવું... યથાશક્તિ મદદ કરવાની ત્રેવડ હોય તેટલી ​કરી શકાય ​​...

"જે છે તે અને બને છે તે " સ્વીકારવું..."ચુપ મરવું" વધુ બિન જરૂરી સખળ-દખળ,દખલગીરી
ટાળવી ​, ​​૬૫-૭૦-૭૫ પછી" સ્વાન્ત​ સુખાય​"​ જીવવું ​ !"​ જીભેન્દ્રીય પર કાબૂ-કંટ્રોલ મહત્તમ
રાખવા જાતને કેળવવી " 

નીચે osho એ જે કહ્યું છે એ પણ વડીલો અને સૌએ  યાદ રાખવા જેવું  છે.

જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

osho

વડિલોના વાંકે.... બે સત્ય કથાઓ ..... શ્રી.પી.કે.દાવડા 

અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવ્યા પછીમેંસંતાનોના વાંકે આહત થયેલા વડિલોની ઘણીવાતો સાંભળી હતી અને  વિષય ઉપર કેટલાકલેખ લખ્યા હતા.

૧૯૪૦-૧૯૪૨ માં બહુ નાની વયેબાપુજી સાથેદેશી નાટક સમાજનું નાટક વડિલોના વાંકેજોએલું.નાટકના શીર્ષક અને એમાંના એક બેગીતોની થોડી પંક્તિઓ સિવાય આજે નાટકની અન્ય કોઈ વિગત યાદ નથીઆજે શીર્ષકને યાદ કર્યું છે,કારણ કે આજે અમેરિકામાંઆવ્યા બાદમારા મિત્ર બનેલામારી ઉમ્મરનીઆસપાસના બે જણના જીવન વૃતાંતો યાદઆવ્યાઆજથી ૫૦-૬૦ વર્ષ પહેલાવડિલોનીઇચ્છાને લીધે એમના જીવનના અતિ મહત્વનાહિસ્સા ઉપર કેટલી મોટી અસર થઈ, યાદકરીને આજનો લેખ લખવાની ઇચ્છા થઈ.સત્યઘટનાઓ ઉપર આધારિત  બનાવોમાં મેં મારામિત્રોના સાચા નામોનો ઉલ્લેખ કર્યો નથી.

સત્ય કથા-પ્રસંગ-

મનહર ગુજરાતના ધનપતિ કુટુંબનો નબીરો છે.કુટુંબ એટલું તો વગદાર હતુંકે મનહરે B.Sc. (Agriculture) ની પરીક્ષા પાસ કરી કે તરત સમયના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાનરસિકભાઈ પરીખે એને રાજ્યના Agricultural Secretary બનાવી દીધામનહરના પિતા સમયે મુંબઈ શેર બઝારમાં ઘણી મોટી હસ્તીગણાતા.

એમના કુટુંબમાં એક લાંબા સમયથી ચાલીઆવતી પ્રથા હતી કે દિકરા માટેકુટુંબમાંથી કન્યા શોધવી,અને  કામ વડિલો કરતા.પ્રથા પ્રમાણે મનહર માટે પણએક કન્યાની પસંદગી થઈમનહરને  કન્યાનુંશિક્ષણ,દેખાવ વગેરે પોતાના માટેઅયોગ્ય લાગ્યા.કુટુંબનો સીધે સીધો સામનોકરવાની કોઈ ગુંજાઈશ  હતીમનહરે વિચારકરી એક યોજના ઘડી કાઢી.એમણે મા-બાપનેસમજાવ્યા કે થોડા દિવસ  લંડનમાં કાકાને ઘરેફરી આવે,પછી  બાબતનું નક્કી કરવું,માબાપ વાત માની ગયા

લંડનમાં એણે યોજનાનો બીજો તબ્બકો અમલમાંમૂક્યો.કાકાને સમજાવ્યા કે અહીં સુધી આવ્યો છુંતો અમેરિકા ફરી આવું.પૈસાનો તો કોઈ સવાલ હતો.કાકાએ બધી સગવડકરી આપી.૧૯૫૬ માંઅમેરિકા આવીમનહરે યુનિવર્સીટીમાં એડમીશનમેળવી, M.S.અને M.B.A.નો અભ્યાસ પુરો કરી, Bank of America માં નોકરી શરૂ કરી.બધું વ્યવસ્થિત ચાલતું હતું,ત્યાં અચાનકમેલેરિયાના ઝપાટામાં આવી ગયા.Over the Counter મળતી મેલેરિયાની દવાનો વધારેપડતો ઉપયોગ કરવાથી એમની Auditory Nerveને નુકશાન થયું,અને સાંભળવામાં મુશ્કેલી થવાલાગીઅગાઉ એક બે વાર Renoમાં કેસીનોમાંજઈ આવેલાએટલે એમણે નક્કી કર્યું કે ત્યાંએટલો બધો અવાજ હોય છે કે નોર્મલ માણસોપણ એકબીજાની વાત સાંભળી શક્તા નથી,તો હુંત્યાં નોકરી કરું તો મારી કાનની તકલીફ નહિંનડેત્યારબાદ ૩૯ વર્ષ સુધી એમણે Reno નાકેસીનોમાં નોકરી કરી.

સાન ફ્રાન્સીસ્કોના જાણીતા સમાજ સેવકને વાતની જાણ થઈ. એ મનહરભાઈને સમજાવીનેReno ની નોકરી છોડાવી,પોતાની સાથે સમાજ સેવાના કામો કરવા સાનફ્રાન્સીસ્કો લઈઆવ્યા.છેલ્લા નવ વરસથી તેઓ અહીં ખૂબઆદર પામે છેછેલ્લા આઠ નવ મહિનાથી મારાનજીકના મિત્ર થઈ ગયા છે.આજે પણ એમનેવારસામાં મળેલા મુંબઈના મરીન ડ્રાઈવ ઉપરઆવેલા ફ્લેટની કીમત ૩૦-૪૦ કરોડની હશે.

આજે એમની ઉમ્મર આસરે ૮૫ વર્ષ છેલગ્નકર્યા વગર આયુષ્યના આટલા વરસ ગુજારીલીધા. !

સત્ય કથા-પ્રસંગ -

પવન એક આકર્ષક દેખાવવાળો મધ્યમવર્ગીયુવક હતો.ભણવામાં તેજસ્વી હતો,પણ બારમાધોરણમાં હતો ત્યારે  મા-બાપે એક સામાન્યભણતર અને તદન સામાન્ય દેખાવવાળી સવિતાસાથે એનાં લગ્ન કરી નાખ્યાં.એનો કોઈ વિરોધકામમાં  આવ્યો.સારા નશીબે  ભણતર પુરૂંકરે,ત્યાં સુધી સવિતા એના મા-બાપ સાથે રહે,વાતનો સ્વીકાર કરવામાં આવ્યો.

બારમા ધોરણ પછી પવનને એંજીનીઅરીંગકોલેજમા એડમીશન મળી ગયુંદરમિયાન એનો વિનીતા નામની અતિ સુંદરછોકરીનો પરિચય થયો,અને આગળ જતાંપ્રેમમાં પરિવર્તન થયો.પવનએ વિનીતાને સાચીહકીકત જણાવી દીધી હતી.બનન્નેએ નક્કી કર્યું કેઆમાંથી કોઈ રસ્તો શોધી લઈને પછી  આગળવધવું.

બીજો કોઈ માર્ગ  મળતાં પવને અમેરિકામાંM.S. ના અભ્યાસ માટે અરજી કરી અને સારાનશીબે એને સ્કોલરશીપ સાથે એક યુનિવર્સીટીમાંપ્રવેશ મળી ગયોમાબાપે વિચાર્યું કે પવન જશેતો બીજા ભાઈ બહેનોને પણ જવાનોમોકો મળશે,એટલે એમણે પણ રજા આપી.

અમેરિકામાં આવીને એમણે અને વિનીતાએઘડેલી યોજનાનો અમલ કરવાનું શરૂ કર્યું.અમેરિકાની કોર્ટમાં એમણે છૂટાછેડાનોદાવો દાખલ કર્યો.કાયદા કાનુનની પ્રક્રીયાપ્રમાણે સવિતાને ટપાલ દ્વારા કોર્ટમાં પોતાનોપક્ષ રજૂ કરવાની નોટીસ મોકલવામાં આવી,જેનોનિયત સમયમાં જવાબ  આવતાં,એક તરફીચૂકાદાથી એમને છૂટાછેડા મળી ગયા.

જો કે આવા છૂટાછેડા ભારતમાં માન્ય  હતા.એટલે જો પવન ફરીથી લગ્ન કરે અને ભારતમાંજાય તો ગુનેગાર ગણાયત્યારબાદ નક્કી થયાપ્રમાણે વિનીતાને વિઝીટર વિસા ઉપર અમેરિકાબોલાવી લીધીઅને અમેરિકામાં બન્ને  લગ્નકરી લીધા.

વર્ષો બાદ વિનીતાએ પોતાના ત્રણ બાળકો સાથેભારત જઈ,સવિતાને સમજાવીને એની સાથેસેટલમેન્ટ કરી,કોર્ટની મારફત પવનના અનેસવિતાના છૂટાછેડા કરાવ્યા.

 બન્ને કિસ્સાઓમાં સંતાનોને જે સહન કરવુંપડ્યું એના માટે એમના વડિલો અને જમાનાની સામાજીક પરિસ્થિતિને હુંજવાબદાર ગણું છું.

-પીકેદાવડા

જીવનના ત્રણ તબ્બકા

૧૭ મી માર્ચની સાંજે, કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં, એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં, કેલિફોર્નિયાના જાણીતા, ૯૬ વર્ષની વયના સમાજસેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે એક આશ્ચર્યજનક વાત કહીને પ્રક્ષકોને ચોંકાવી દીધા હતા. એમણે કહ્યું હતું કે માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.

એમણે કહ્યું, અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલા મરવા નહિં દે. એટલે તમે યોજનાબધ્ધ જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.

હાજર રહેલા પ્રક્ષકોએ એમની આ તદ્દન નવીવાત ખૂબ જ આનંદ અને આશ્વર્ય સાથે વાગોળી.

-પી. કે. દાવડા

વડીલો અને સંતાનોના સંબંધોને સ્પર્શતી આ પોસ્ટ વાંચ્યા પછી વિનોદ વિહારમાં અગાઉ મુકવામાં આવેલી નીચેની બે પોસ્ટ પણ વાંચી જવા વાંચકોને વિનતી છે. 

૧. અમેરિકાના ગુજરાતી પરિવારોની અપેક્ષાઓ .... લેખક .... શ્રી પ્રવીણ શાસ્ત્રી   


૨. વૃદ્ધ પિતા,પુત્ર અને કાગડો ... વાર્તા .... વિનોદ પટેલ

અંતે, મને ગમતું એક હિન્દી ફિલ્મનું ગીત- સ્વર કિન્નરી લતા મંગેશકર ના  સ્વરમાં ...

Lyricist : Sawan Kumar, Singer : Lata Mangeshkar, Music Director : Usha Khanna, Movie : Sautan (1983)

जिंदगी प्यार का गीत है
इसे हर दिल को गाना पड़ेगा
जिंदगी ग़म का सागर भी है
हँसके उस पार जाना पड़ेगा

जिसका जितना हो आँचल यहाँ पर
उस को सौगात उतनी मिलेगी
फूल जीवन में गर ना खिले तो
काँटों से भी निभाना पड़ेगा

है अगर दूर मंज़िल तो क्या
रास्ता भी है मुश्किल तो क्या
रात तारों भरी ना मिले तो
दिलका दीपक जलाना पड़ेगा

जिंदगी एक पहेली भी है
सुख दुःख की सहेली भी है
जिंदगी एक वचन भी तो है
जिसे सबको निभाना पड़ेगा

गीतकार : सावन कुमार,
गायक : लता मंगेशकर, संगीतकार : उषा खन्ना, चित्रपट : सौतन (१९८३)

Zindagi pyar ka geet hai (लता मंगेशकर)



એક સ્થાનિક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતે

કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે?

 - કૈલાસ પંડિત

જિંદગીની આ રાહમાં માનવીને રોજે રોજ અવનવા પ્રસંગોના અનુભવો થતા રહે છે.કેટલાક પ્રસંગો દિલને હળવું બનાવે છે,કેટલાક પ્રસંગોના અનુભવો દિલનો ભાર વધારે છે.એમ જિંદગી અવનવા અનુભવો કરાવતી એક નદીની જેમ વહેતી જ રહે છે.

ગઈકાલે દિલને ખુશ કરી ગયેલા અહીંના એક અમેરિકન સીનીયર સેન્ટરની મુલાકાતના પ્રસંગની આજે આ પોસ્ટમાં વાત કરવાની તક લઉં છું.

દીકરો અને દીકરાની પત્ની રોજ સવારે જોબ પર સવાર થી સાંજ સુધી વ્યસ્ત હોય,બે પૌત્રીઓ એમના કોલેજ અને શાળાના અભ્યાસ માટે ગયા હોય ત્યારે નાના મહેલ જેવા ઘરમાં સાવ એકલો આ જણ એના સદાના મિત્ર બની ગયેલા મિત્ર કોમ્પ્યુટર અને ટી.વી.નો સહારો લઇ એમાં મગ્ન બની જઈને એકલતા ઓછી કરવાનો અને સમયને સારી રીતે પસાર કરવાનો રોજ પ્રયત્ન કરતો હોય છે.કોમ્પ્યુટર અને એની મારફતે બ્લોગીંગ,ફેસ બુક અને ઈ-મેલથી કે ફોનથી સહૃદયી અને સમરસિયા મિત્રોના સંપર્કમાં ઘર બહારની દુનિયા સાથે જાતને જોડવાનો સતત પ્રયત્ન ચાલતો રહે છે.

શારીરિક મર્યાદાઓ સાથે ૮૦ વર્ષની ઉમરે આવી રીતે દિલ બહેલાવી દિવસો પસાર કરવાના પ્રયત્ન પછી પણ કોઈ વાર ઘર બહાર નીકળીને માણસો વચ્ચે જઈને એમની સાથે  રૂબરૂ વાતચીત કરનું મન થાય એ સ્વાભાવિક છે.જાત સાથે કેટલી અને ક્યાં સુધી વાતો કરી શકાય!

૧૯૯૪માં ભારતથી કાયમ રહેવા જ્યારે હું અમેરીકા આવ્યો ત્યારે લગભગ ૬ વર્ષ હું કેલીફોર્નીયા-લોસ એન્જેલસમાં રહ્યો હતો .અહીં આ શહેરમાં એશિયન ઇન્ડિયન સીનીયર એસોસીએશન ચાલતું હતું એની પ્રવૃતિઓમાં હું ભાગ લેતો હતો.ત્યારબાદ ૧૯૯૯ ની આખરથી હું સાન ડિયેગોમાં છું.અહી ગુજરાતી લોકોનું એસોસીએશન છે પણ એલ.એ.માં હતું એવું સીનીયર લોકો-વૃધ્ધો માટેનું જુદું એસોસીએશન નથી.

અમેરિકન સીનીયરો માટેનાં સેન્ટરો સાન ડીયેગોમાં ઘણાં છે.મેં એવા મારી નજીકના એક સેન્ટરના સભ્ય થવા માટે ફોન પર સંપર્ક કર્યો. સેન્ટરનાં ભલાં સંચાલિકાબેનએ સેન્ટરની મુલાકાત લેવા મને આમંત્રણ આપ્યું.તેઓ મૂળ શ્રી લંકાનાં પણ મલેશિયા રહેલાં છે.એમનાં માતા ઇન્ડીયન છે. 

મને થયું ચાલો જાતે જઈને જોઈએ તો ખરા કે ત્યાં કેવું છે અને શું પ્રવૃત્તિ ચાલે છે.અમેરિકાની સરકારની મદદથી વૃદ્ધ અને શારીરિક ક્ષતિ ગ્રસ્ત લોકો માટે આવાં સેન્ટરો ઘણી સરસ સેવા તાલીમબદ્ધ સેવકો-સેવિકાઓ  દ્વારા પૂરી પાડે છે.ગઈકાલે બસમાં મારી પાવર ચેર સાથે હું નજીકના અમેરિકન સીનીયર સેન્ટર પર સવારના ૧૦ વાગે પહોંચી ગયો.

આ સેન્ટરમાં વૃદ્ધજનો અને કેટલાંક કોઈ શારીરિક વ્યાધિ ગ્રસ્ત લગભગ ૫૦ થી ૬૦ સ્ત્રી-પુરુષો ત્યાં જોયાં.સેન્ટરનાં કાર્યકરો આ બધાં સભ્યો પ્રત્યે ખુબ પ્રેમથી સેવા પૂરી પાડી રહ્યાં હતાં.કોઈ ચાલી ના શકે એને વ્હીલચેરમાં ફેરવી રહ્યાં હતાં.બધાંને મારો પરિચય કરાવવામાં આવ્યો.મેં પણ મારો પરિચય આપ્યો.

હું ગયો એ દિવસે શુક્રવાર હતો એટલે બીજા રવિવારે આવતા ઈસ્ટરની એ દિવસે ઉજવણી થતી હતી."ઈસ્ટર સન્ડે"ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા હતા.ઈસ્ટર સીઝનના એક ભાગરૂપે ભગવાન ઈશુના વધસ્તંભ પર મૃત્યુ પામવાની ઘટનાને ''ઇસ્ટર" પહેલાં આવતા "ગૂડ ફ્રાઈડે"ના દિવસે યાદ કરીને તાજી કરવામાં આવે છે.

Easter Bunny (Easter Rabbit or Easter Hare) ઈસ્ટર ઉજવણી માટેનું એક પ્રતિક છે,જે ઈંડાં લાવે છે એમ મનાય છે.આ દિવસે બાળકો એમના વડીલો સાથે એગ હન્ટ-ઈંડાં શોધવાની રમત રમતાં હોય છે.

આ સીનીયર સેન્ટરમાં સસલું -Bunny-ના લાંબા કાનનું ચિત્ર માથે લગાવી "એગ હંન્ટ " એટલે કે ઈંડાં શોધી કાઢવાની રમત રમાતી હતી.આ રમતમાં પ્લાસ્ટીકનાં નાનાં મોટાં ઈંડાં જે એ રૂમની જુદી જુદી જગાઓએ સંતાડેલાં હોય એને એ જગાએ જઈને શોધીને એક પ્લાસ્ટિક બેગમાં ભેગાં કરવાનાં હોય છે.જે કોઈ સૌથી વધારે સંખ્યામાં ઈંડાં ભેગાં કરે એ પ્રથમ વિજેતા તરીકે જાહેર થાય અને એને કોઈ ઇનામ આપવામાં આવે.આ રમતની છેલ્લી બેચ વખતે હું પણ આ રમતમાં જોડાઈ ગયો.સેન્ટરનાં કાર્યકર બહેન વ્હીલચેરમાં મેં કહ્યું એ જગાએ લઇ ગયાં.આ રીતે સૌથી વધારે ૫૫ ઈંડાં બેગમાં ભેગાં કરીને હું પ્રથમ રહ્યો.મને ઇનામ આપવામાં આવ્યું.વાહ,ભાઈ,મને તો આ રમતમાં મજા પડી ગઈ !

આ પ્રસંગે ઝડપેલી કેટલીક તસ્વીરો આ રહી.

WP_20160325_003
WP_20160325_009
WP_20160325_006

 પહેલી તસ્વીરમાં ૫૫ ઈંડાની બેગ સાથે અને છેલ્લી તસ્વીરમાં મળેલા ઇનામ સાથે ..  

ત્યારબાદ,મારી નજીકની ખુરશીમાં બેઠેલાં ૫૫ વર્ષનાં એક અમેરિકન બેન સાથે વાતચીત કરતાં જાણ્યું કે એમને ડિમેન્શિયાની વ્યાધીને લીધે એમની યાદ શક્તિ એમણે બિલકુલ ગુમાવી દીધી છે.એમના જીવનની અંગત વાતો દિલ ખોલીને નિખાલસ ભાવે એમણે મારી સાથે કરી. એમનું નામ જુન.તેઓ કહે એમના માતા પિતાએ એમનાં ત્રણ સંતાનોના નામ એપ્રિલ,મે અને જુન રાખ્યાં એ કેવું કહેવાય!એમને સ્ટ્રોકના પ્રથમ હુમલાથી બ્રેઈન હેમરેજ થયેલું.હેમરેજ પછી એમનું મગજ ખોલીને કરાવેલી ગંભીર પ્રકારની સર્જરી પછી તેઓ બચી ગયેલાં.સર્જરી પછીના ખરબચડાં નિશાન હજુ એમના માથામાં મોજુદ છે.

એમનાં લગ્ન કોલેજના એક પ્રોફેસર સાથે થયાં હતાં.એમનાથી એમને બે પુત્રો છે જે હાલ કોલેજમાં અભ્યાસ કરે છે.એમના પતિને એમણે એક દિવસ બીજી કોઈ સ્ત્રી સાથે પકડી પાડ્યા. બન્ને વચ્ચે ઝગડો થયો.પતિએ ગુસ્સામાં આવી આ બહેનના ચહેરા પર જોરથી મુક્કો માર્યો. આ ઘાયલ બેનને  નાક અને ચીક બોનની સર્જરી કરાવવી પડી.૪૦ વર્ષની ઉંમરે તનાવને લીધે એમને સ્ટ્રોકનો બીજો હુમલો થયો એમાં એમણે એમની યાદ શક્તિ બિલકુલ ગુમાવી દીધી .

એમના પતી સાથે છુટાછેડા લઈને હાલ તેઓ એકલા સરકારી સીનીયર હોમમાં રહે છે.એમનાં મોટાંબેન એમની દેખરેખ રાખે છે. જો કે એમનું બોસિંગ એમને ગમતું નથી.આવા દુખમાં પણ આ બહેન ખુબ રમુજી સ્વભાવનાં છે.૫૫ વર્ષનાં આ બહેન મને હસતાં હસતાં કહે "હું કોઈની સાથે ડેઈટ પર જાઉં તો પણ મને યાદ નથી રહેતું કે હું કોની સાથે ડેઇટ પર ગઈ હતી, એટલી ભુલકણી થઇ ગઈ છું !"

ત્યારબાદ બાર વાગે ખુબ જ પૌષ્ટિક ખોરાકનો લંચ સેન્ટરના કાર્યકરો દ્વારા પીરસવામાં આપવામાં આવ્યો.મારી સાથે લંચના ટેબલ પર ખુરસીમાં મારી સાથે જે બેઠેલાં હતાં એમાં એક ૮૫ વર્ષના જાપાનીઝ ભાઈ હેરી હતા,મારી ડાબી બાજુ આ ભૂલકણાં બેન જુન અને જમણી બાજુ એક ૮૦ વર્ષના ભૂતકાળમાં પ્લેન ચલાવી નિવૃત્ત થયેલ પાઈલોટ વૃદ્ધ અમેરિકન ભાઈ ડોન હતા.સામે ૮૫ વર્ષનાં ઇટાલિયન-અમેરિકન બેન શેલી અને સામે બેઠેલાં ૮૦ વર્ષનાં મૂળ લેબેનોન વૃધ્ધા લંચમાં સાથે હતાં.એવામાં એક વિએટનામી ડોશીમા મારી પાસે આવ્યાં અને કહે હું ગાંધી અને એમની દીકરી ઇન્દિરા ગાંધીને જાણું છું.ગાંધીને કોઈ ઇન્ડિયનએ જ મારી નાખ્યા હતા.મેં એમને સમજાવ્યું કે ઇન્દિરાએ ગાંધીની દીકરી નથી.ઇન્દિરા ગાંધીને પણ એમના બોડી ગાર્ડોએ જ માર્યા હતા.તેઓ કહે મને આની ખબર ન હતી.  

આ સેન્ટરનાં સંચાલિકા બેન મારા સભ્ય પદ માટે મારા ડોક્ટર તરફથી મળેલ કાગળોને ધ્યાનમાં લઈને આગળની પ્રક્રિયા કરી રહ્યાં છે.જરૂરી મંજુરી મળે એટલે દર વીકે બે દિવસ ૧૦ થી ૧ આ સેન્ટરમાં જવાનો વિચાર રાખ્યો છે.આનાથી ઘર બહારની દુનિયામાં જઈને દિલને હળવું કરવાનું બનશે અને જીવન સંધ્યાના આ સમયે અવનવા પ્રસંગ રંગોનો અનુભવ મળશે.

માણસે ગમે એવી પરિસ્થિતિમાં સુખી થવા માટે અને દિલને હળવું કરવા માટે જ્યાંથી પણ મળે ત્યાંથી શુદ્ધ આનંદ શોધી કાઢીને સમયનો મહત્તમ ઉપયોગ કરવાની કોઈ પણ તકને જતી કરવી ના જોઈએ .

મને ગમતું  ‘રૂસ્વા’ મઝલુમી નું આ રહ્યું એક કાવ્ય ...

મને જિંદગીના પ્રસંગો ન પૂછો,
બધા હસતા, હસતા પતાવી દીધા છે.
પ્રલોભન, જો આવ્યા છે જીવનમાં જ્યારે
મેં ખુદ્દારે દિલથી ફગાવી દીધા છે.

બધા ઓરતાઓ, ને આશાઓ ક્યાંથી,
ફળે, મંજરીની, મહેક થઇને કાયમ
અફળ કામનાઓના, ઓથાર બેશક
રહી મૌન દિલમાં સમાવી દીધા છે.

તરંગોની માફક જે દિલમાં, ઊઠ્યા તે,
મનાવી લીધા છે રૂઠેલા ઉમંગો,
અને આવકાર્યા છે અવસર મળ્યા જે
હૃદય ઉર્મિઓથી વધાવી દીધા છે.

ખુદાની કસમ હું- છું ઇન્સાન ‘રૂસ્વા’
ને ઇન્સાનિયતનો પ્રશંસક રહ્યો છું,
મળી છે મને બાદશાહી ફરીથી
જે આવ્યા પ્રસંગો દીપાવી દીધા છે.

- ‘રૂસ્વા’ મઝલુમી

 Ester

નારાયણભાઈ દેસાઈ (ઉપર) અને રઘુવીર ચૌધરીની (નીચે) મુલાકાત લેતાં શરીફા વીજળીવાળા

નારાયણભાઈ દેસાઈ (ઉપર) અને રઘુવીર ચૌધરીની

(નીચે) મુલાકાત લેતાં શરીફા વીજળીવાળા

એમને વર્ષ ૨૦૧૫નો  શ્રેષ્ઠ ગુજરાતી ટ્રાન્સલેશનનો એવૉર્ડ મળ્યો છે. સતત  આંખો ભીંસી, હોઠ કરડી ખાવા સુધીની આકરી શારીરિક વેદનાઓ તેમને ઉત્તમમાં ઉત્તમ કામ કરતાં રોકી શકતી નથી.

પીડા વચ્ચે સતત કાર્યશીલ એ પ્રેરણાનું નામ છે શરીફા વીજળીવાળા.અસગર વજાહતનું બહુ જાણીતું નાટક ‘જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી’ (જિસ લાહૌર નહીં વેખ્યા વો જન્મ્યાઈ નહીં) એ પુસ્તકના અનુવાદ માટે પ્રોફેસર શરીફા વીજળીવાળાને વરસ ૨૦૧૫નો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મળ્યો છે. આમ જોઈએ તો કોઈ પણ અનુવાદ કે પુસ્તક માટે લેખકે અથાગ મહેનત કરી જ હોય, પરંતુ શરીફાબહેન જે રીતે કામ કરે છે તેમાં પીડા પણ છે. 


ભાવનગર પાસેના જીંથરી ગામમાં પતરાના ઘરમાં જન્મીને ઉછરેલી શરીફાએ જીવનમાં સતત સંઘર્ષ અને પીડા જોયા છે.આર્થિક સંઘર્ષને તો તેઓ પાર કરી ગયા છે, પણ શારીરિક પીડાને તેઓ આજે પણ ઝેલી રહ્યા છે.શરીફાબહેનનું કોઈ અનુવાદિત પુસ્તક બહાર આવે કે તેમના મિત્રો સમજી જાય કે શરીફા ચોક્કસ જ અસહ્ય પીડામાંથી પસાર થયા હશે.

શરીફા વીજળીવાળાએ ૧૯૯૧ની સાલથી, ૨૩ વરસ સુરતની એમટીબી આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી ભણાવ્યું ત્યારબાદ છેલ્લા ત્રણ વરસથી તેઓ વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ સાથે અનેક વરસ હૉેસ્ટેલમાં રહેવાનો અનુભવ વિશે પણ તેમણે લેખ લખ્યો છે.અનુવાદ સિવાય અનેક નારાયણ દેસાઈ, રઘુવીર ચૌધરી જેવા અનેક મહાનુભવોની મુલાકાતોનું પુસ્તક પ્રગટ થયું છે. થોડા વરસ પહેલાં એકાદ બે સેમિનારમાં તેમને જોયા ત્યારે તેઓ હંમેશાં ઊભા જ હોય. કેમ ઊભા છે? તેની તપાસ કરતાં ખબર પડી કે તેમને કરોડરજ્જુના મણકાની સમસ્યા છે. 


સાહિત્ય અકાદમીના એવૉર્ડના અભિનંદન આપ્યા બાદ તેમને પહેલો પ્રશ્ર્ન એ જ પૂછાયો કે, ‘તમે બેસી નથી શકતા તો શું પુસ્તકોના અનુવાદ ઊભા ઊભા જ કરો છો? આટલી પીડાઓ તમને થકવી નથી દેતી?’ એ જ ખણખણતા અવાજમાં શરીફાબહેન કહે, ‘અનુવાદ મારા માટે પેઈનકિલર છે. અનુવાદ કરતાં હું મારી જાતને, આખી દુનિયાને ભૂલી જઈ શકું છું. પેઈનકિલર ગોળીઓ થોડો સમય માટે મને પીડામુક્ત કરે છે, પણ વળી પાછી પીડાઓ મને પીડે ત્યારે એ પીડાને ભૂલવા માટે અનુવાદ મારા માટે જરૂરી છે. મારા જન્મ સાથે જ પીડા મારી સાથે રહી છે.

બાળપણમાં હું કુપોષણના કારણે ખૂબ નબળી હતી. ચામડીના રોગો મને ચામડીની સાથે જ જાણે મળ્યા હતા. સમજણી થઈ ત્યારથી ગુમડાંઓ મને પજવતાં રહ્યા છે. ગામડાં ગામમાં જે સારવાર મળી તેમાં સ્ટેરોઈડ્સ પણ પીવડાવેલાં. તે નુકસાન કરે તે તો આજે ખબર પડી. ખેર, તેનાથી ય કોઈ ફાયદો થતો નહીં. ત્યારબાદ એક્ઝિમાએ પણ સાથ આપ્યો. છેલ્લાં ચારેક વરસથી જ મને ગુમડાં નથી થતા તે નસીબ. છેક ૧૯૯૨ની સાલમાં મને ખબર પડી કે ડોકના બે મણકાં એકબીજામાં મિક્સિગં હતા. પછી તો સ્પાઈન ડિજનરેટ થતાં ૧૯૯૬ની સાલથી હું બેસી જ નહોતી શકતી. કોલેજમાં ભણાવવાનું કામ તો ઊભા ઊભાં જ થઈ શકતું એટલે વાંધો ન આવ્યો પણ પછી યે ઊભા ઊભા જ વાંચવું, લખવાનું ચાલુ રહ્યું. ૨૦૦૨ની સાલમાં ગાઉટ થયો એટલે ઊભા રહેવાનું પણ અશક્ય જેવું જ છે. થોડીવાર ઊભા રહેવું, થોડીવાર બેસું, થોડી વાર આડા પડવાનું બસ જીવન જીવાયે રાખે છે. સારું છે કે હું સર્જનાત્મક નથી લખતી, કારણ કે પીડાને કારણે વિચારોનું સાતત્ય જળવાઈ ન શકે, સતત તૂટે. 

અનુવાદના કામમાં શબ્દોને શોધવા, વિચારવામાં જાતને પણ ભૂલી શકાય છે તેથી પીડા થોડી સહ્ય બને. હું મારી જાતને નવરી ન પડવા દઉં જેથી પીડા મને હેરાન ન કરે. મારી જાતને હું કામમાં જોતરી રાખુંં. ખરું કહું તો મારી જાતને હું થર્ડ પાર્ટી તરીકે જોઉં. જેમ પીડા વધે તેમ એની પાસે હું વધારે વંચાવું, લખાવડાવું હાર્ડ ટાસ્કમાસ્ટર તરીકે શરીર પાસેથી કામ લઉં, જેથી પીડા વિશે વિચારવાનો કે રડવાનો સમય જ ન મળે.

અસ્થમા હતો ત્યારે સૌ પહેલાં મન્ટો હાથમાં લીધેલા (મન્ટોની ૨૨ વાર્તાઓનો અનુવાદ). ૨૦૦૨ ગોધરા કાંડની પીડાએ તેમાં ઉમેરો કરતાં ભાગલાલક્ષી સાહિત્ય અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું તેમાં આ ‘જિન્હ લાહૌર નહીં દેખ્યા ...’ નાટક અનુવાદ કર્યો. પછી જરા અટકીને તેઓ કહે કે સ્ટેરોઈડ્સ તો આજે પણ નિયમિત લઉં છું. પેઈન કિલરના ઈન્જેકશન અને ગોળીઓ પણ જ્યારે રાહત ન આપે તો નેચરક્યોરની સારવાર પણ લઈ આવું. થોડું સારું લાગે પણ વળી પાછું જૈસે થે જેવી સ્થિતિ આવી જ જાય.

શરૂઆતમાં તો હું આ પીડાઓને લીધે નેગેટિવ થઈ ગઈ હતી. શું કામ મને જ આ બધા દુખ? એવા પ્રશ્ર્ન પણ થતા, પણ પછી શ્ટેફાન ત્સ્વાઈકની વાર્તાઓના અનુવાદ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સમજાયું કે ઈશ્ર્વરને મારા પર ભરોસો હશે કે આ પીડાઓ સહેવા માટે ખભા પહોળા છે. પીડાઓને કારણે ડિપ્રેશન આવે તો ય ક્યારે ય દવા ન લઉં. જાત પાસેથી વધુને વધુ કામ લઉં, ન લખાય તો વાંચું, નવલકથા, આત્મકથા વાંચું, મનગમતી ફિલ્મો જોઉં. પીડાને ગણકારું નહીં એ જ મારો પ્રયત્ન. એવૉર્ડ આ પહેલાં પણ મળ્યા છે પણ ૨૫ વરસ અનુવાદ કર્યા બાદ પહેલીવાર નેશનલ એવૉર્ડ મળ્યો તેનો આનંદ છે. ’ 


શરીફાબહેને ગ્લાસ અડધો ખાલી જોવાને બદલે ગ્લાસ અડધો ભરેલો જ જોયો. ગુજરાતે તેમને જે આપ્યું તેનો આભાર વ્યક્ત કરવાનું તેઓ ચૂકતા નથી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને પાંચ વખત એવૉર્ડ મળી ચૂક્યો છે. તેઓ કહે છે, ‘શરીરથી હું જીવતી જ નથી મનથી જીવું છું એટલે જ જીવવાની મજા આવે છે. વળી મિત્રો અને ડૉકટરો ખૂબ સારા મળ્યા છે. હા, ડૉકટરોને જોઉં ને ડૉકટર ન બની શક્યાનો અફસોસ રહેશે.’ શરીફાબહેનને કશું જ સરળતાથી મળ્યું નથી. તેમના પિતા અખબાર વેચતા હતા તેમને મદદ કરતાં ભણ્યા.ઈતર વાચનનો શોખ પણ તેને લીધે જ લાગ્યો. તેમનો ભાઈ ડૉકટર થયો. તેમને પણ ડૉકટર થવું હતું પણ ફક્ત ૯ માર્ક ઓછા પડ્યા.

વડોદરાની ઈજનેરી કૉલેજમાં આર્કિટેકચરમાં પ્રવેશ લીધો પણ બે તેનો ખર્ચો ન પોષાતાં લાઈન બદલી ફાર્માસિસ્ટનું ભણ્યા.એલેમ્બિકમાં નોકરી મળી પણ રહેવાનું ઠેકાણું ન હોવાને લીધે હોસ્ટેલમાં રહેવા મળે એટલે આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી અને ગણિત વિષય લઈને ભણવાનું શરૂ કર્યું હતું. સિતાંશુ મહેતા અને અન્ય મિત્રોની મદદથી કોલેજ ભર્યાં સિવાય તેમણે એમ એ સુધીનું ભણવાનું પૂરું કર્યું એટલું જ નહીં તેઓ પરીક્ષામાં પ્રથમ આવતા. આ વિશે તેઓ કહે છે કે ‘જાતે થે જાપાન પહોંચ ગયે ચીન...’ આવી તબિયતે પણ તેમના લગભગ ત્રીસેક પુસ્તકો તેમના પ્રગટ થયા છે તે જોતાં લાગે કે તેમણે કેટલી પીડાઓ સહન કરી છે. જો પીડા ન હોત તો કદાચ આથી વધુ કામ પણ તેઓ કરી શક્યા હોત. 

-દિવ્યાશા દોશી -Published in Mumbai Samachar 

સાભાર- સૌજન્ય :

http://divyashadoshi.blogspot.in/2016/03/published-in-mumbai-samachar.html

શરીફા વીજળીવાળા નો વધુ પરિચય

vijlivala-2

જિંદગી આખી ઈતિહાસ ખંખેરવામાં ગઈ શરીફા વીજળીવાળા

મનગમતા સંવાદ-૨

મનગમતા સંવાદ-૨
“ મને તારી સહાય જોઈએ છે ”
“ હું પણ કોઈનાં કામમાં આવી શકું તે આજે  જ જાણ્યું. ”
“ કેમ એવું બોલે છે ? ”
“ એટલે કે નાનો હતો ત્યાર થી મારા કપાળ પર એક લેબલ લાગ્યું છે. કે હું કશું ના કરી શકું, હું કોઈ કામ નો નથી. ”
“ કોઈ કહે એટલે તારે માની લેવાનું ? જો હા, તો મેં પણ તને કહ્યું જ છે. મારી વાત પણ માનીજા. ”
“ ચાલો હું માની લવ છું. પણ હું તો ભિખારી છું. લોકો પાસેથી ભીખ માંગીને જીવું છું. હું ભલા તમને કેમ કરીને સહાયરૂપ થઇ શકું ? મારો તો કોઈ પડછાયો પણ લેવા તૈયાર નથી. ”
“ એ બધું છોડ, તું મને મદદ કરીશ કે કેમ ? ”
“ ચોક્કસ કરીશ. તમે મને મદદ કરો, હું તમને મદદ કરીશ. ”
“ ઓહ તો તું મને બ્લેકમેલ કરીશ ? બોલ શું જોઈએ તારે ? મારા શરીર સિવાય કશું પણ માંગજે  ”
“ મને તો એ પણ નથી ખબર કે તમે શું માંગશો, મને તો ખાલી એક ટંકનું ભોજન આપશો તો ખુશ થઇ જઈશ. ”
“ એ તો હું તને આપવાની જ હતી. તને અહી બોલાવ્યો જ છે ભોજન આપવા. પણ તારા ચહેરાનું તેજ અનોખું છે. ”
“ આ બીજી અને નવી વાત જાણી, મેડમ મને એ તેજની કોઈ અસર નથી દેખાઈ. મને જોઇને ઘણાં લોકો તો મ્હોં ફેરવી લે છે. હવે મને આદેશ કરો  ”
“ તારી સાથે આટલી વાત કર્યા પછી મને એવું લાગે છે કે માંગવા સિવાય તારામાં એકેય ભિખારીના ગુણ નથી. ”
“ મને પણ એવું લાગે છે કે હું તમને મદદ રૂપ નહિ થઇ શકું. ”
“ ઠીક છે, ભોજન લેતો જા, કોઈ વાર પણ આ બાજુ આવે તો લેતો જજે  ”
અને તે હસતે ચહેરે નીકળી ગયો
“  ભિખારી લાગતો નથી પણ છે ભિખારી !!  હવે આને કેમ કરી ને કહેવું કે મરેલો ઉંદર પકડીને લઇ જાય ”

સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાં મહેતાને એમની પુણ્યતિથી નિમિત્તે શ્રધાંજલિ …. પી.કે.દાવડ

કેલિફોર્નિયાના Bay Area માં રહેતા ભારતીઓએબે વર્ષ પહેલાં સાહિત્ય અને સંગીતની એકઅભૂતપુર્વ પ્રેમી મહિલાને ભારે હૈયે વિદાયઆપીનામ હતું મીરાં મહેતા.


મીરાંબહેનનો જ્ન્મ ભાવનગરમાં ૧૨મી નવેમ્બર,૧૯૪૧ ના રોજ થયેલોપિતા બાલકૃષ્ણ ત્રિવેદીન્યાયતંત્ર સાથે જોડાયલા હતા અનેમાતા શાંન્તિલાબહેન શિક્ષણક્ષેત્ર સાથેપિતાઆગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસબનેલા અને માતા શાળાના પ્રિન્સીપાલ.

મીરાંબહેને ભારતમાં Sociology માં M.A. કર્યાબાદ Law Collegeમાંથી LLBની ડીગ્રી મેળવેલી. Sociology ના અભ્યાસ દરમ્યાન એક સો થીવધારે વિધવાઓના જીવનનો ગહન અભ્યાસ કરીઅને એમના જીવનમાં સુધાર લાવવાનું લક્ષ્યબનાવ્યું હતું. LLB ના અભ્યાસ બાદ રીઢાગુનેગારો સાથે કામ કરીએમને સમાજની મુખ્યધારામાં પાછા કેમ વાળવા  દિશામાં કામ કર્યુંહતું.

૧૯૭૦માં અમેરિકા સ્થિત સિવિલ એંજીનીઅરમહેન્દ્ર મહેતા સાથે એમના લગ્ન થયાં હતાં.મીરાંબહેન લગ્ન કરી અમેરિકાના કેલિફોર્નિયારાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવ્યાં૧૯૭૧માંએમની પુત્રી કલાનો જન્મ થયો ત્યારે એમનેકદાચ કલ્પના નહિં હોય કે એમને આંગણેજીવનભર અનેક કલાઓનો ઉછેર થવાનો છે.

મીરાંબહેનના સદનશીબે મહેન્દ્રભાઈ પણ સાહિત્યઅને સંગીતના ચાહક નીકળ્યા,એટલેમીરાંબહેનના શોખ અને શક્તિ બેવડાઈ ગયાં .આમ તો મીરાંબહેનનો સાહિત્ય પ્રેમ કોલેજકાળથી વિકસિત હતો.ગુજરાતી સાહિત્યપરિષદના જ્ઞાન સત્રમાં તેઓ અચૂક હાજરરહેતાં.માત્ર ૧૯ વર્ષની ઉમરે એમણે એકનવલકથા “કલા-પ્રણય” લખી અનેઆ નવલકથાને નવોદિત લેખકોની સ્પર્ધામાંત્રીજું ઈનામ મળેલું.

કલા એક વર્ષની થઈ ત્યારે મીરાંબહેનને અહીંનાન્યાય ખાતામાં પ્રોબેશન અધિકારી તરીકે નોકરીમળી.પુત્રીનો ઉછેર અને નોકરીનીબેવડી જવાબદારીમાં સહાયરૂપ થવા,મીરાંબહેનના માતા-પિતા અમેરિકા આવ્યા,અનેત્યારબાદ અમેરિકામાં  સ્થાયી થયા.

દસેક વર્ષ ન્યાય ખાતામાં કામ કરી મીરાંબહેનનેકંઈક વધારે કરવાની ઈચ્છા થઈએમણે૧૯૮૪માં California Bar ની અઘરી ગણાતીપરીક્ષા માટે અભ્યાસ કરીએમાં સફળતામેળવીત્યારબાદ એમણે કેલિફોર્નિયાની કોર્ટ સમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ શરૂ કરીએમણેકુટુંબને લગતી કાનુની બાબતોજેવી કે વીલ,ટ્રસ્ટપ્રોપર્ટીના વિવાદોછૂટાછેડા અનેબાળકોના હક્કોના રક્ષણ જેવા વિષયોમાં ધ્યાનકેંદ્રિત કર્યું સમયે  વિસ્તારમાં માત્ર બે કેત્રણ સ્ત્રીઓ  વકીલ તરીકે પ્રેકટીસ કરતી હતી.મીરાંબહેનનું ધ્યેય ખાસ કરીને સ્ત્રીઓને મદદરૂપથવાનું હતું એટલે એમણે ઘણી બહેનોને પોતાનાખર્ચે એમના હક્ક અપાવેલા.

 સમય દરમ્યાન એમની સામાજીક પ્રવૃતિઓઉત્તરોતર વધતી રહી અને એમનું ઘર Bay Areaનું સંસ્કૃતિ ધામ બની રહ્યુંબહાર ગામથી કેભારતથી કોઈ કલાકાર આવે તો એમના ઘરેરોકાતા,એમને રહેવાની ખાવા-પીવાની સગવડઉપરાંત એમના કાર્યક્ર્મો યોજવાએમને શહેરઅને આસપાસનાં જોવા લાયક સ્થળોએ લઈ જવામાં  મહેતા દંપતીને આનંદનોઅનુભવ થતો.

૧૯૮૯માં મહેન્દ્રભાઈને સેક્રેમેન્ટો અને ત્યારબાદસાન ડિયેગો રહેવું પડેલુંત્યાં પણ મીરાંબહેનનીનાની મોટી મહેફીલો સજતીઅને સાહિત્ય,સંગીત અને નૃત્ય કલા પાંગરતી૨૦૦૬માં Bay Area માં પાછા ફર્યા,અને ત્યારબાદ જીવનનાઅંત સુધી મીરાંબહેને પાછું વળીને જોયા વગરકલા અને સંગીતમાં ઓતપ્રોત રહ્યાં. એમનું ઘરBay Area માં આવનારા કલાકારોનું સરનામુંબની ગયુંકોઈપણ ભારતીય કલાકારને Bay Area માં પોતાની કલા ઉજાગર કરવી હોય તોમીરાંબહેનના ઘરના દરવાજા ખુલ્લા હતા.કેટલીયે વાર એમણે સાહિત્ય અને સંગીતના રસિયાઓનેપોતાને ઘરે એકઠા કરી મહેફીલો જમાવેલી,કોઈપણ જાતના ખાસ કારણ કે પ્રસંગનીઆડ વગર.

મહેતા દંપતીએ આગેવાની લઈ૨૦૦ થી વધારેજાહેર જનતા માટેના કાર્યક્ર્મ યોજીવક્તાઓ,કવિઓનૃત્યકારો અને સંગીતકારોને પોતાનીકલા પ્રદર્શિત કરવાની સગવડ કરી આપેલી.આવા કાર્યક્રમોમાં ઉસ્તાદ અલીઅકબર ખાં,પંડિત રવિશંકરપંડિત નિખીલ બેનર્જીઉસ્તાદઝાકીર હુસેન,પંડિત સ્વપ્ન ચૌધરી અને પંડિતહરિપ્રસાદ ચોરસિયા જેવી મહાન હસ્તીઓ પણસામીલ હતીગુજરાતી ગાયકો અનેસંગીતકારોમાં પુરૂષોત્તમ ઉપાધ્યાયરાસબિહારીઅને વિભા દેસાઈઅમર ભટ્ટ અનેઅન્ય ઘણા કલાકારો સામીલ હતા.સાહિત્યકારોમાં ઉમાશંકર જોષીમનુભાઈપંચોલીનિરંજન ભગત અને સુરેશ દલાલ અનેબીજા અનેક લેખકો શામીલ હતા.


મી એપ્રીલ૨૦૧૪ ના રોજ મીરાંબેનનાસ્વર્ગવાસના સમાચારથી Bay Areaના કલા રસિકોમાં સોપો પડી ગયોએમનું આતિથ્ય માણીચૂકેલા કે એમની મદદથી કલા જગતમાં પા પાપગલી માંડેલા  નહિંપણ સમગ્રભારતીય સમાજના લોકો સ્તબ્ધ થઈ ગયા.એમની મહેમાનગતી પામી ચૂકેલા અનેક કલાકારો અને સાહિત્ય અને સંગીતના પ્રેમીઓએ એમને ભારે હૈયે વિદાય આપીજે હાજર ન રહી શક્યાએવા કલાકારોએ હ્રદય પૂર્વક સંદેશા મોકલ્યા.

ઉસ્તાદ ઝાકીર હુસેન અને એમની પત્નીએન્ટોનીયાએ સંદેશામાં લખ્યું, “મારા કાર્યક્રમમાંમીરાંજીનો હસતો ચહેરો જોવાનો લહાવો હતો,હવે એની ખોટ સાલસેહુંમારી પત્ની અનેઅમારૂં આખું કુટુંબ શોકાતૂર છે અને તમારી સાથહમદર્દી દર્શાવે છે.”

કવિ શ્રી અનિલ જોષીએ શોક સંદેશામાં જણાવ્યું, “ યાદો તો માત્ર આપણે જેને ચાહીએ છીએએમની સાથે આપણે શું હતા   કહી શકે છે,પણ આપણે એકલા શું હશું જાણવામાંમદદરૂપ થઈ શકે નહિંજે આજે હૈયાત નથી,એમના પડઘા આપણા વિચારોમાં પડે છે અનેઆપણા વર્તનમાં વણાઈ જાય છે.”

શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયે લખ્યું “કલાનીદુનિયામાં મીરાંબહેનનો ફાળો ક્યારેય નહિંભૂલાયએમનો કલાકારોસંગીત અને સાહિત્યપ્રત્યેનો ઉત્સાહ અજોડ હતો.”

શ્રીમતી વિભા દેસાઈએ મકરંદ દવેના શબ્દોટાંકતાં લખ્યું છે,

અમે તો જઈશું અહીંથીપણ અમે ઉડાડ્યોગુલાલ રહેશે,

 ખબર નથી શું કરી ગયાપણ કરી ગયા તેકમાલ રહેશે.”

(૨૪શ્રી અરવિંદ કનસલે લખ્યું છે,

    “ ચંદ લોગ દુનિયા મેં યું મિલતે હૈ,

      દિલમેં જગહ કર લેતે હૈ,

      ઈસ જહાંસે કૂચ કરકે ભી,

      દિલમેં બસર કરતે હૈ .”

હ્રદયમાંથી નીકળેલી આવી તો અનેક શ્રધ્ધાંજલીમીરાં બહેનને અર્પણ થઈ હતી.

મેં ૨૦૧૩ માં એમની સાથે માત્ર પાંચેક મીનીટવાતચીત કરી હતીપણ એ પાંચ મીનીટમાંએમની નમ્રતા અને નિખાલસતા મને જચી ગઈહતી.

આજે મીરાંબેનની વિદાયને બે વર્ષ પૂરાં થયાં . Bay Area એની રોજીંદી પ્રવૃતિઓથી ધમધમીરહ્યું છે,પણ  મીરાં સંસ્કૃતિની ઉણપ તોજરૂર વર્તાય છે.

-પીકેદાવડા

મળવા જેવા માણસ – મહેન્દ્ર મહેતા.... પી.કે.દાવડા

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી