Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

18 June 2016

નાસ્તીકતા દીપી ઉઠી

નાસ્તીકતા દીપી ઉઠી

–દીનેશ પાંચાલ
એક પ્રૉફેસર મીત્રે કહ્યું : ‘ઈશ્વરચીન્તન દીમાગી કસરતથી વીશેષ કશું નથી. એવા વૈચારીક વ્યાયામની કોઈ નક્કર ફલશ્રુતી હોતી નથી. ઈશ્વર હોય કે ન હોય; માણસ જે રીતે જીવતો આવ્યો છે તેમ જ જીવ્યે રાખશે. તે વનવેમાં ઘુસી જશે અને ટ્રાફીક ઈન્સ્પેક્ટર પકડશે ત્યારે આસ્તીક હશે કે નાસ્તીક, પોલીસને સો પચાસનું પત્તું પકડાવીને છુટી જવાની પેરવી કરશે.’
વાત ખોટી નથી. મુસીબતમાં માણસની ભીતરી સાત્ત્વીકતાનું સાચુ માપ નીકળે છે. અલબત્ત, વીચારપ્રક્રીયાનું મુલ્ય કદી ઓછું હોતું નથી. વીચારો, પ્રશ્નો, સંશયો, ચર્ચા વગેરેથી બુદ્ધીની બૅટરી ચાર્જ થતી રહે છે. વીચારમંથન હમ્મેશાં ફળદાયી હોય છે. તેના વડે જીવનના ધોરી માર્ગો પર છવાયેલા કાંટા, ઝાંખરાં અને રોડા હઠાવીને માર્ગને ચોખ્ખો બનાવી શકાય છે. જેમને પ્રશ્નો નથી થતા તેવા માણસો ‘કેરી ન આપતા આંબા’ જેવા હોય છે. વાંઝીયો આંબો સુકાં પાન્દડાં ખેરવતો રહીને ઉમ્મર પુરી કરવા સીવાય બીજું કાંઈ કરતો નથી. સમાજમાં સારી–નરસી ઘટના બને અને જેમને પ્રશ્નો થતા નથી તેમના દીમાગનો બલ્બ શૉટ થઈ ગયેલો જાણવો. ગમે તેવા હાઈ વૉલ્ટેજ કરન્ટનો લોડ આવે તોય એ બલ્બમાં ઝબકારા થતા નથી. વાવાઝોડું આવે ત્યારે મડદાને કશું ટેન્શન રહેતું નથી.
વીલ્સન મીઝનરે કહ્યું છે : ‘શ્રદ્ધાનું હું સન્માન કરું છું, પણ કેળવણી તો આપણને શંકામાંથી જ મળે છે !’ શંકા એટલે પ્રશ્નોનું પ્રજનન અને વીચારોનું વાવેતર ! વીચારપ્રક્રીયા અન્ધારામાં ટૉર્ચની ચાંપ દબાવવા જેવી ઉપયોગી ટેવ છે. જેઓ વીચારતા નથી તેઓ ચુંટણીવેળા 40–50 રુપીયા લઈને કહો તેને વોટ આપી આવે છે. દેશની પાર્લામેન્ટમાં 146 ગુંડા ચુંટાઈ આવ્યા છે તે એવા ‘વીચારવાંઝીયાઓ’એ કરેલી બેવકુફીનું પરીણામ છે. બહોળા પરીવારમાં બે બાળકો અપંગ હોય તેના ભરણપોષણની છેવટ સુધીની જવાબદારી બાકીના સભ્યો પર આવે છે, તે રીતે પાર્લામેન્ટમાં એવા ‘દ્વીપગા પશુઓ’ થકી વટાતો ભાંગરો આખા દેશે વેઠવો પડે છે.
વીચારશુન્ય પ્રજા એટલે દેશના બજેટની અદૃશ્ય ખાધ…! એક હાલતું–ચાલતું બાળક તોફાન કરીને ઘર ગજવી મુકે છે. એવું બાળક વગોવાય છે ખરું; પણ પથારીમાં નીષ્ક્રીય પડી રહેતા નીષ્ક્રીય લકવાગ્રસ્ત બાળક કરતાં એ વધુ આશાસ્પદ હોય છે. માબાપે તેની પથારીવશ નીરુપદ્રવતાની ઉંચી કીમ્મત ચુકવવી પડે છે. પેલા તોફાની બાળક કરતાં તે ચાર ગણી મોટી હોય છે.
અમારા પ્રૉફેસર મીત્રે યોગ્ય જ કહ્યું છે – ‘માણસ ચર્ચા કરે છે ત્યારે જ નીયમો, આદર્શો કે સત્યનું યશોગાન કરે છે. જીવનની વાસ્તવીકતામાંથી પસાર થતી વેળા તે તમામ માનવસહજ કમજોરીથી ભરેલો ‘બીબાઢાળ’ ઈન્સાન બની રહે છે. પોતાની ફરજ દરમીયાન જેણે ઘણા ખુનીઓને ફાંસીની સજા સુણાવી હોય એવા ન્યાયાધીશનો પોતાનો દીકરો કોઈનું ખુન કરીને આવે, ત્યારે તે ન્યાયાધીશના વાઘા ઉતરી જાય છે. તે એક પીતા બની જાય છે અને દીકરાને બચાવી લેવાનો તે મરણીયો પ્રયાસ કરે છે.
માણસ આસ્તીક કે નાસ્તીક પછી હોય છે, પહેલાં તો તે એક માણસ હોય છે. ક્યારેક સજ્જન કહેવાતો માણસ પણ મકાનમાલીકને તેના ઘરનો કબજો આપવામાં છઠ્ઠીનું ધાવણ ઓકાવી દેતો હોય છે. હું ભુલતો ના હોઉં તોપ્રા. રમણ પાઠક(વાચસ્પતી)એવર્ષો જુનું ભાડેનું મકાન તેના માલીકને હસતાં હસતાં ખાલી કરી આપ્યું હતું.એમના કો’ક લેખમાં એવું વાંચ્યાનું યાદ છે કે ઘરમાં લટકાવેલો જુનો પંખો અને એવું કેટલુંક ફરનીચર સુધ્ધાં તેઓ ત્યાં જ છોડી આવ્યા હતા. આવી ઈમાનદારીથી માણસની નાસ્તીકતા દીપી ઉઠે છે. રૅશનાલીસ્ટ બન્યા પછી માણસ જીવનમાં કેવું વર્તે છે તેમાં રૅશનાલીઝમની લાજ રહેલી છે.
ઈમાનદારીનો તકાજો એ હોય છે કે કો’કની માલીકીની વસ્તુ આપણે વર્ષો સુધી વાપરીએ છીએ, ત્યારે તેના ઋણી બનતા હોઈએ છીએ. તે માટે આભાર માનવાને બદલે, તેને કોર્ટકચેરીનો માર મારીએ એ શેતાની વૃત્તી છે. સાચી વાત એ છે કે ‘મફતનું લઈશ નહીં’ એ સુત્ર ફ્રેમમાં મઢીને દીવાલે ટીંગાડી રાખવાની માણસને જેટલી મજા આવે છે, તેટલી મજા પેલી દીવાલ તેના મુળમાલીકને પરત કરી દેવામાં નથી આવતી ! સમાજમાં આવી ઘટનાઓ વીરલ હોય છે. મન્દીર–મસ્જીદના ઝઘડામાં જીવતા માણસોને બાળી નાખતા આસ્તીકો કરતાં; ઈન્સાનીયતમાં માનતા નાસ્તીકોનું સમાજે ચાર હાથે સ્વાગત કરવું જોઈએ.
લોકો વીચારોમાં જુદા હોય છે અને વર્તનમાં પણ જુદા હોય છે. રામાયણની કથામાં મોરારીબાપુના કંઠે રામ અને ભરતના મીલાપની વાત સાંભળી ચોધાર આંસુએ રડી પડતા બે સગા ભાઈઓ, સાંજે કથામાંથી ઘરે આવીને ખેતરના સેઢાની તકરારમાં એકમેકના માથા ફોડી નાંખે છે. એક વાત નક્કી છે. માણસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. ક્યારેક તેઓ આસ્તીક હોય છે તો ક્યારેક નાસ્તીક…! હજારે એકાદ લીમડો મીઠો નીકળી આવે તો તે જીનેટીકલ એન્જીનીયરીંગની કમાલ કહેવાય ! બાકી, આસ્તીકતા ઈમાનદારીની વણલખી ગેરન્ટી બની રહે એવું હમ્મેશાં નથી બનતું. ઘણીવાર લોકો કંકુવરણાં કાવતરાં કરી બેસે છે. તેમની આંગળીએ કંકુ છે કે લોહી તે ઝટ કળી શકાતું નથી. આસ્તીકતામાં માનવતા ભળે ત્યારે માનવધર્મ દીપી ઉઠે છે.
શ્રદ્ધા, સ્‍નેહ અને સૌજન્‍યના વરખમાં વીંટળાયેલી હોય તો જ ઈશ્વરની બૅન્કમાં તે માણસના ખાતે જમા થઈ શકે છે. શોધવા નીકળીએ તો ઈતીહાસમાંથી એવાં અનેક ઉદાહરણો મળી રહે છે. રાવણ, કંશ, દુર્યોધન, શકુની એ બધાં જ આસ્‍તીક હતા; છતાં એમણે માતાની કુંખ લજવી હતી.
એક સંતે કહ્યું છે : ઈશ્વરમાં ન માનતો ખાટકી નખશીખ સજ્જન અને ઈમાનદાર માણસ હોય તો; કોઈ દંભી ધર્મગુરુ કરતાં ભગવાનની નજરમાં તેનું સ્‍થાન ઉંચુ હોય છે. ધર્મની ગાદી સાચવવા ખુન કરાવતા ધર્મગુરુ કરતાં ધંધા ખાતર ખાટકી બનેલો માણસ વધુ નીર્દોષ ગણાય !’

ધુપછાંવ

અલ્લાહકો નમાઝકી જરુરત નહીં,
ભગવાનકો પુજાકી જરુરત નહીં;
રામ–રહીમ ગલે મીલ જાય તો,
ઈન્‍સાનકો મજબહકી જરુરત નહીં.

ઘમ્મર વલોણું

ઘમ્મર વલોણું-૨૨
બચપણમાં લાડકોડ અને તોફાનો પણ કર્યા. જીદ, રૂસણા અને મનામણા પણ કરેલા. યુવાનીમાં જે રોમાંચિત અને સ્ફૂર્તિલા દિવસો પસાર કરેલા તે જોમભેર હતા. સ્વપનો જોવા એ મોટામાં મોટો ગોલ રહેતો. સ્વપનો જોવાના ગમતા અને હજી ગમે છે. સ્વપ્નો ક્ષણ ભંગુર હોય છે એવી ખબર હોવા છતાં જોવાની કેવી મજા પડે ! આશા અને અરમાનો હાથવગા થાય તેવું જ માની લીધું.
ધીરે ધીરે જોમ અને જુસ્સો ઘટવા લાગ્યા. ધારેલા કામો થાળે પડતા ગયા. ધગશ તો કોણ જાણે ક્યાં ધરબાઈ ગઈ ! અને ધીરજ તો ટકી ટકી ને કેટલું ટકે ! લોકો હવે મને કહે છે, ગઢપણ આવી ગયું છે. આથી હું શાંતિનો દમ લઈને બેસી ગયો કે ઘડપણમાં કોઈ ગઢ સર ના થઇ શકે. આખી જીંદગી, એક સળીના બે કટકા ના થઇ શક્યા તો હવે શું કામ ફાંફા મારવા ? એવું કહેવા જતા લોકો ફૂંફાડા મારે છે. પણ પરિસ્થિતિને તાબે થયા વિના છૂટકો નથી.
કપાળ પર હાથ ટેકવીને દુર દુર જોઉં છું તો બધું ઝાંખું દેખાય છે. કાન સરવા કરીને રસગાન ભરેલું એ ધીરુ સંગીત મને રોજે સંભળાતું; એ ક્યાં ? સંગીત તો હજી પણ વાગે જ છે. પણ મારા કાન હવે એને જીલી શકવાને કાબેલ નથી; એવું કોઈ કહે તો લાગી આવે છે.
તો શું હવે મારે એ સંગીત વિના ચલાવી લેવું પડશે ? ઠીક છે, સાલું કેવી બલા….! અભણ હોય તે કોઈની પાસે વાત સાંભળી શકે. સંભળાય જ નહિ તો કોને કહેવું ? અને કોઈ સાંભળે પણ ખરું; તો પણ એ સંભળાય ખરું ? ભોજન થાળમાંથી આવતી ખુશ્બુદાર સોડમ મન લોભાવે છે; પણ દાંત મારો સાથ છોડીને ચાલ્યા ગયા છે. આંખમાં ઝાંખપ, કાનોમાં બહેરાશ, બોખું મોઢું આ બધું મારા માટે પહેલી વાર નથી. ભણવા જતો ત્યારે આંગળી પકડીને દાદા કે દાદી છેક સ્કુલ સુધી મુકવા આવતા તેમને ક્યાં નથી જોયા !
બસ હવે મને જ મારું ઘડપણ દેખાય છે અને અનુભવાય છે ? બીજા વૃદ્ધ લોકો પણ હતા ને હજી પણ છે; તો કેમ મારું ઘડપણ જ દોહ્યલું ? આવું બધું વિચારવા કરતા એવું વિચાર્યું કે વર્તમાન ને કેમ માણવું ?
અરે રે !
આંખેથી રૂડું ઉજીયાળું જગ અને તેની લીલી કુંજાર જોઈ શકાય. કાનોથી રૂડા ગીતડાં ને કીર્તન સાંભળી શકાય. હાથેથી તાળી કે ચપટી વગાડીને આનંદ માણી શકાય. પગ વડે રૂડા નર્ત્ય કરીને મજા માણી શકાય; ને દાંતો વડે મીઠા ભોજન.
એવા વિચારોને અનુમોદન આપું કે ઘંટડી વાગી “ હવે તો એ બધું છે નહિ; જે નથી તેનો વિલાપ માત્ર કરી શકાય ”
નિરાશાનું એક મોટું આવરણ ઓઢાયું અને ચોધાર આંસુઓ પડવા લાગ્યા. અંતરમાં ઉકળાટ થયો. તન તો ખોખરું જ હતું તે વધુ સંકોડાયું. દિલ જે હજી અણનમ ધબકી રહ્યું હતું તે સળવળ્યું. અને ઊંડેથી એક અવાજ આવ્યો. એ અવાજે ફરી તનમાં શક્તિનો સંચાર આણ્યો.
“ આંખો તારી તેજ વિહીન થઇ, તન ક્ષીણ થતું જાય છે. કાનો, મ્હો અવળું ફેરવી ગયા છે. દાંતો પણ સાથ છોડીને જતા રહ્યા છે. શરીરની શક્તિ ધીરે ધીરે પોતાની લીલા સંકેલીને તને આવજો કહે એટલી જ વાર છે. તો હે માનવ, હું તારા શરીરનો આત્મા છું. ભલે બધા વારા ફરતી તને તરછોડીને ગયા; પણ હું તો તારી સાથે જ જોડાયેલો રહીશ. ”
બસ એ છેલ્લા શબ્દો કાને પડ્યા અને જાગ્યો ત્યારે તો હું કોઈના ઉદરમાં એક નળીથી જોડાયેલો માલુમ પડ્યો. અને મનમાં બબડ્યો. “ વધુ ઓર એક ફેરો ”

17 June 2016

ज़िन्दगी का बड़ा सच :

: ज़िन्दगी  का  बड़ा  सच :
“ज़िन्दगी  छोटी  नहीं  होती  बस  ख्वाइश  बढ़  जाती  है ”
उसी  तरह ..

“कोई  बुरा  नहीं  होता  बस  हमारी  सोच  बदल  जाती  है ...”


 इंसान  कहता  है  की  पैसा  आये  तो  मैं  कुछ  करके  दिखाऊ,
और  पैसा  कहता  है  की  तू  कुछ  करके  दिखाए  तो  मैं  आऊं...

jal hi jvnही जीवन हैं💧

पानी आकाश से गिरे तो........बारिश,
आकाश की ओर उठे तो........भाप,
अगर जम कर गिरे तो...........ओले,
अगर गिर कर जमे तो...........बर्फ,
फूल पर हो तो....................ओस,
फूल से निकले तो................इत्र,
जमा हो जाए तो..................झील,
बहने लगे तो......................नदी,
सीमाओं में रहे तो................जीवन,
सीमाएं तोड़ दे तो................प्रलय,
आँख से निकले तो..............आँसू,
शरीर से निकले तो..............पसीना,
और
श्री हरी के चरणों को छू कर निकले तो...............................चरणामृत

  💧जल ही जीवन हैं💧

कहानी तीन बेस्ट दोस्तों की

कहानी तीन बेस्ट दोस्तों की
                 😌😌😌
                 ज्ञान  ,  धन  
                      और
                    विश्वास
            तीनों बहुत अच्छे दोस्त
                      भी थे
               तीनों में बहुत प्यार
                      भी था
                एक वक़्त आया
                       जब
                    तीनों को
                जुदा होना पड़ा
             तीनों ने एक दुसरे से
                 सवाल किया
                       कि
                हम कहाँ मिलेंगे
                  ज्ञान ने कहा
                        मैं
            मंदिर  ,  विद्यालय
                        मैं
                     मिलूँगा
                  धन ने कहा
                        मैं
             अमीरों के पास मिलूँगा
                    विश्वास
                    चुप था
             दोनों ने चुप होने की
                   वजह पुछी
                       तो
                    विश्वास ने
                  रोते हुवे कहा
                        मैं
              एक बार चला ग़या
                        तो
                फिर कभी नही
                      मिलूँगा

"જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય

જો જો વાંચવાનું રહિ ના જાય!!!

👇🏻👇🏻👇🏻

:- "જિંદગી બદલી નાખે તેવું કડવું સત્ય



ચકલી જયારે જીવિત રહે છે ત્યારે તે

કીડીઓને ખાય છે,

ચકલી જયારે મરે છે ત્યારે

કીડીઓ એને ખાય જાય છે

એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે “સમય અને સ્થિતિ” ક્યારેય પણ બદલી શકે છે.

- એટલા માટે ક્યારેય કોઈની અપમાન ન કરવું.

- ક્યારેય કોઈને નીચા ન ગણવા.

- તમે શક્તિશાળી છો પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે.

- એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય છે,

પણ એક માચિસની સળીથી લાખો વૃક્ષ પણ સળગી જાય છે.

- કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો.

- કંઠ આપ્યો કોયલને તો, રૂપ લઇ લીધું.

- રૂપ આપ્યું મોરને તો, ઈચ્છા લઇ લીધી.

- આપી ઈચ્છા ઇન્સાનને તો, સંતોષ લઇ લીધો.

- આપ્યો સંતોષ સંતને તો, સંસાર લઇ લીધો.

- આપ્યો સંસાર ચલાવવા દેવી-દેવતાઓને તો, તેની પાસે પણ મોક્ષ લઇ લીધો.

- ન કરશો ક્યારેય અભિમાન, પોતાની જાત પર ‘એ ઇન્સાન’

ભગવાને મારી અને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા છે.



માનવી ફક્ત ત્રણ વસ્તુઓ માટે જ મહેનત કરે છે –

મારું નામ ઊંચું થાઇ.
મારા કપડા સારા હોય.
મારું મકાન સુંદર હોય.

પરંતુ, માણસ જયારે મરે છે ત્યારે ભગવાન તેની આ ત્રણેય વસ્તુ

સૌથી પહેલા બદલી નાખે છે.

નામ – (સ્વર્ગીય)
કપડા – (કફન)
મકાન – (સ્મશાન)
જીવનનું કડવું સત્ય, જેને આપણે સમજવા જ નથી માંગતા...

આ સરસ પક્તિ જે પણ મહાન પુરુષે લખી છે

તેણે શું સુંદર લાઈન લખી છે.

એક પથ્થર ફક્ત એક જ વાર મંદિર જાય છે અને ભગવાન બની જાય છે...

જયારે

માનવી દરરોજ મંદિર જાય છે તો પણ પથ્થર જ રહે છે....

સુંદર લાઈન

એક મહિલા પુત્રને જન્મ આપવા માટે પોતાની સુંદરતાનો ત્યાગ કરે છે....

અને

તે જ પુત્ર એક સુંદર પત્ની માટે પોતાની માતા નો ત્યાગ કરે છે....



લાઈફમાં આપણને બધી જગ્યાએ

“સક્સેક” જોઈએ છે.

ફક્ત ફૂલ વાળાની દુકાન એવી છે

જ્યાં આપણે કહીએ છીએ કે

“હાર” જોઈએ છે.

કારણકે

આપણે ભગવાનથી

“જીતી” નથી શકતા...!!

********

ધીરે ધીરે વાંચો આ અમુલ્ય મેસેજને...

આપણે અને આપણા ભગવાન

બંને એક જેવા જ છીએ.

જે રોજ ભૂલી જઈએ છીએ...

તે આપણી ભૂલોને અને...

આપણે તેમની મહેરબાનીઓને....
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

શુભ સવાર....

16 June 2016

રીડ ગુજરાતી.કોમ ના જનક સ્વ.મૃગેશ શાહ ને શ્રધાંજલિ


 રીડ ગુજરાતી.કોમ ના જનક સ્વ.મૃગેશ શાહ ને શ્રધાંજલિ

Mrugesh-Shah

રીડ ગુજરાતી .કોમના જનક શ્રી મૃગેશભાઈ શાહ બે વર્ષ પહેલાં તારીખ ૫મી જુન.૨૦૧૪ ના રોજ માત્ર ૩૮ વર્ષની યુવાન વયે બ્રેઈન સ્ટ્રોકના લીધે વડોદરા ખાતે અવસાન પામ્યા હતા.આ દુખદ ઘટનાને બે વર્ષ પૂરાં થયાં છે.

સ્વ.મૃગેશભાઈએ રીડ.ગુજરાતી બ્લોગના માધ્યમથી દેશ અને વિદેશમાં વસતા ગુજરાતી પ્રેમી વાચકોને ઓન લાઈન વાંચતા અને લખતા કરીને ગુજરાતી ભાષાની અમુલ્ય સેવા બજાવી છે.

મૃગેશભાઈના અવસાન બાદ રીડ ગુજરાતી.કોમને જીવિત રાખનાર એમના જેવા જ ઉત્સાહી એમના મિત્ર અને અક્ષરનાદ ના સંપાદક શ્રી જીગ્નેશ અધ્વર્યુ કે મૃગેશભાઈની દ્વિતીય પુણ્યતિથી આપેલ અંજલિ અહી વાંચી શકાશે .

આજની પોસ્ટમાં શ્રી મૃગેશભાઈ વિશેના નીચેના લેખોથી સ્વ.મૃગેશભાઈને શ્રધાંજલિ આપવામાં આવી છે.આ સાહિત્યથી સ્વ.મૃગેશભાઈનો  સાચો પરિચય  મળી શકશે. 

વિનોદ પટેલ 

વેદોમાં એવી પ્રાર્થના છે કે :
હે ઈશ્વર, અમારી આંખો તારું દર્શન કરે, અમારા કાન તારી કથાનું શ્રવણ કરે, અમારા ચરણ તારા તીર્થો પ્રતિ ગતિ કરે… વગેરે વગેરે…

આ ઉપરથી આજના સમયમાં આપણે આમ પણ કહી શકીએ કે….

હે ઈશ્વર અમે ટીવી દ્વારા તારી કથાનું શ્રવણ કરીએ, કાર દ્વારા તારા તીર્થો ની યાત્રા કરીએ, આઈપેડ પર તારી તસ્વીરોનું દર્શન કરીએ, હેડફોનમાં તારા નામનું સંકીર્તન સાંભળીએ, મોબાઈલના રીંગટોન વડે પણ તને જ યાદ કરીએ, ફેસબુક પર તારી જ ચર્ચા હો, કેમેરા વડે તારી પ્રકૃતિના જુદા જુદા રૂપોનું દર્શન કરીએ…. આ જે કંઈ સાધનો છે… હે ઈશ્વર, એ બધા જ તારી સાધના માટે અમને ઉપયોગી થાઓ….
મૃગેશ શાહ

મૃગેશ શાહ સાથે સાત સવાલ-જવાબ

[જાણીતી અને લોકપ્રિય વેબ-સાઈટ રીડ-ગુજરાતી.કોમના સ્થાપક મૃગેશ ભાઈ સાથે એમની સાઈટ વીશે, ટેકનોલોજી અને ગુજરાતી વાંચન, પુસ્તકો વિશેનો રસપ્રદ વાર્તાલાપ]

૧. રીડગુજરાતી.કોમની શરૂઆત ક્યારે ને કઈ રીતે થઈ ?

રીડગુજરાતીની શરૂઆત ૨૦૦૫માં થઈ. ખાસ કરીને મને વાંચનનો ખૂબ શોખ હતો. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી એમ થયું કે જે વાંચન આપણને માનસિક રીતે સ્વસ્થ રાખે છે એનો લાભ સૌને મળવો જોઈએ. સારું વાંચન ક્યાંયને ક્યાંય ઉપયોગી થતું જ હોય છે. મારી દ્રષ્ટિએ વાંચન એ મનોરંજન નથી પરંતુ મનનું ઘડતર છે. એથી તે વ્યાપકરૂપે ઉપયોગી થાય તે માટે સાઈટ બનાવવાનો વિચાર સ્ફૂર્યો.

૨. સાહિત્ય તરફ આપની રુચિ વારસાગત છે ? જો ના, તો આપનો સાહિત્ય તરફનો લગાવ કઈ રીતે શરૂ થયો ?

મારા દાદા ગુજરાતી ભાષાના શિક્ષક હતા, તેથી કદાચ ત્રીજી પેઢીએ આવ્યું હોય એમ કહી શકાય પરંતુ વાંચન તો અમારા ઘરમાં પહલેથી હતું. મારા મમ્મી ખૂબ વાંચતા. નાનપણથી બાળસામાયિક વાંચવાની ટેવને લીધે લગાવ વધતો ગયો. વળી એ સમયે આટલા ઉપકરણો પણ નહોતાં. વેકેશન એટલે વાંચન માટેની પૂરી મોકળાશ ! પરંતુ જેમ જેમ સમય સાથે સમજ કેળવાતી ગઈ તેમ તેમ વધારે ને વધારે નવા નવા લેખકો અને મહાનુભવોના જીવનમાં ડોકિયું કરવાનું મન થયું.

૩. સોશિયલ મીડિયામાં ગુજરાતી સાહિત્ય રસિકો માટે મૃગેશ શાહનું પર્યાયવાચી એટલે રીડગુજરાતી.કોમ_આપ શું કહેશો ?

સોશિયલ મીડિયામાં સાહિત્ય આધુનિક માધ્યમથી પહોંચે છે તે સારી વાત છે પરંતુ એનો શ્રેય એ સાહિત્યની કૃતિઓને જાય છે કારણ કે મહાન સર્જકોની એ ઉત્તમ કૃતિઓને લીધે લોકોને વાંચવાનું ગમે છે. એનાથી જીવનમાં એક નવી દિશા ખૂલે છે. નવરાશના સમયે લોકો સાઈટની મુલાકાત લેવાનું પસંદ કરે છે કારણ કે સૌને પોતાના મનને શાંતિ આપે એવું કશુંક જોઈએ છે અને તે આપવામાં ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યાનો મને આનંદ છે.

. ઈ-બુક રીડિંગ અને લાઈબ્રેરી કે બાલ્કનીમાં બેસી, હાથમાં પુસ્તક ને સાથે ગરમાગરમ કૉફી_ આપની દ્રષ્ટિએ આ બંને વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ આજે વધુ પ્રચલિત છે ને શા માટે ?

આખરે બંને છે તો વિકલ્પ જ. તેથી બંને પોતપોતાના સ્થાને યોગ્ય છે. પુસ્તકનું સ્થાન કોઈ લઈ શકે નહીં. એની મજા કંઈક જુદી છે. પરંતુ વધતી જતી વ્યસ્તતા અને દોડધામભરી જિંદગીમાં જો તરસ્યો કૂવા પાસે ન આવે તો કૂવાએ તરસ્યા પાસે જવું પડે છે. એટલે કે ઈમેઈલ ઈન્ટરનેટ વગેરે માધ્યમ દ્વારા લોકો ચાલુ ઑફિસે પણ વાંચી લે છે. એમાંથી પુસ્તક પસંદ કરે છે અને રજાના દિવસે ગરમાગરમ કોફી સાથે પુસ્તકનો આનંદ પણ માણી શકે છે. આથી બંનેની જરૂર છે.

૫. યુવા સાહિત્યપ્રેમીઓ અને નિવોદિત લેખક/કવિ માટે આપનો કોઈ ખાસ સંદેશ ?

ખાસ સંદેશ એટલો જ કે સાહિત્ય હવે ફક્ત મનોરંજનનું માધ્યમ નથી. એ માટે તો ફિલ્મો અને ટીવી છે જ. સાહિત્ય જીવન ઘડતર માટેનું સાધન છે. હા, એમાં મનોરંજન થતું હોય તો કશું ખોટું નથી પરંતુ સાહિત્ય માતાપિતાની હૂંફ આપે છે. એકલતા દૂર કરે છે. આપણી દ્રષ્ટિને વિશાળ બનાવે છે. એટલે યુવા સાહિત્ય પ્રેમીઓએ એવું વાંચન સતત કરતા રહેવું જોઈએ જે એમને ફ્રેશ રાખે.
નિવોદિત લેખક અને સર્જકે પોતાની કલમને બ્લોગ દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા પોતાના વાચકવર્ગ સુધી પહોંચાડવામાં જરાય સંકોચ રાખવો ન જોઈએ. નાસીપાસ થયા વિના સતત અભ્યાસપૂર્વક પોતાની કલમને સુદ્રઢ કરવી જોઈએ.

૬. રીડગુજરાતી.કોમને ધોરણ ૧૨ ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સ્થાન મળ્યું_ આ વિષે થોડુંક જણાવશો.

અગાઉ ‘શબ્દસૃષ્ટિ’ના દીપોત્સવી અંકમાં આધુનિક વેબજગત વિશે તેમજ રીડગુજરાતી વિશે લખવાનું થયેલું. તે લેખ સૌને ઘણો ઉપયોગી અને લોકપ્રિય થઈ પડેલો. આ જ બાબતે મહારાષ્ટ્ર ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનો મને પત્ર આવ્યો કે તેઓ આ લેખ પોતાના પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવા ઈચ્છે છે અને તે પછી તેને ચાલુ વર્ષે ધોરણ ૧૨ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું. વેબજગતને સમજવા માટે વિદ્યાર્થીઓને આ લેખ ખૂબ ઉપયોગી થઈ રહેશે.

૭. રીડગુજરાતી.કોમ થકી ગુજરાતી સાહિત્યને ધબકતું રાખવાના અભિયાનમાં લેખક તથા વાચકગણ તરફથી કોઈ ખાસ આશા ?

આશા માત્ર એટલી જ કે સૌ પરિવાર થોડોક સમય સાથે બેસીને વાંચે. જો એ શક્ય ન બને તો પોતાના કામ સાથે દિવસનો થોડો સમય ફાળવે. ભાષા એ આપણું સર્વસ્વ છે. વિકાસ સાથે એને ખોવાનું પોસાય નહીં. એ આપણી મૂળ ઓળખ છે. આજના સમયમાં માનસિક તાણથી દૂર રહેવું હોય તો કશાક શુભનો સંપર્ક સતત અનિવાર્ય છે. આ લાભ રીડગુજરાતી થકી સૌ કોઈ લઈ શકે એ માટે વાચકો સૌને વાંચતા અને વંચાવતા રહે એવી મારી નમ્ર વિનંતી છે.

November 26th, 2014
(પગરવ – “ગ્રીષ્મ” વિશેષાંક – માર્ચ ૨૦૧૪)

વિચાર બિંદુઓ  (ભાગ-૭ )- મૃગેશ શાહ 

hindi thought


 "एक" "निवाला" "इनको" "देना"
"प्रसाद" "मुझे" "चढ" "जायेगा"

"मेरे" "दर" "पर" "माँगने" "वाले"
"तुझे" "बिन" "माँगे" "सब" "मिल" "जायेगा"
Good Morning 🙏🏼

"शब्द मन घायल करेँ, शब्द बढाते मान
"शब्द मुँह से छूट गया, शब्द न वापस आय..
"शब्द ही कटुता रोप देँ, शब्द ही बैर हटाएं!
"शब्द जोङ देँ टूटे मन, शब्द ही प्यार बढाएं....

-आपका जीवन सदैव मंगलमय हो

हमें कितने लोग पहचानते है
  ये महत्व का नहीं है ।
             लेकिन
किस लिए पहचानते  है
ये महत्त्व का है ।।

 आपका दिन मंगलमय हो.....🙏🏽


દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી