Education Means------

"EDUCATION SHOULD BE MAN MAKING & SOCIETY MAKING ----DR. Radhakrishan THANKS

LIFE OF COURGE

live vichar

"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.પ્રકૃતિનું બીજું નામ ટેવ છે. THANKS

WEL COME TO MY BLOGS

DIWALI WISHES

હજાર કામ નહીં કરો તો ચાલશે પણ એક કામ એવું કરજો જેના માટે દુનિયાએ તમને યાદ કરવા પડે. જે આવડે છે તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. THANKS

WEL COME

ACHIVEMENT

21 July 2016

અમેરિકાના પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર,વિક્ટોરિયા વુડહલ…. પરિચય ….મધુ રાય


 અમેરિકાના પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર,વિક્ટોરિયા વુડહલ…. પરિચય ….મધુ રાય

અત્યારે હાલ અમેરિકામાં નવેમ્બરની ૮ મી તારીખે યોજાનાર ૨૦૧૬ ની પ્રમુખ પદની ચુંટણીનાં પડઘમ જોર શોરથી વાગી રહ્યાં છે.રીપબ્લીકન પક્ષે એના ક્લીવલેન્ડમાં યોજાએલ કન્વેનશનમાં વધુ મતે બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પને એના ઉમેદવાર તરીકે નોમીનેટ કરી દીધા છે.

૨૫મી જુલાઈ ૨૦૧૬,સોમવારથી ફિલાડેલ્ફીયામાં ડેમોક્રેટિક પક્ષના ભરાનાર કન્વેનશનમાં એનાં મહિલા ઉમેદવાર હિલરી ક્લીન્ટનને પક્ષનાં સત્તાવાર ઉમેદવાર તરીકે બહુ મતે ઉત્સાહપૂર્વક નોમીનેટ કરવામાં આવશે.

ચુંટણીના દિવસ નવેમ્બર ૮ ૨૦૧૬ સુધી આ બન્ને રાજકીય પક્ષના ઉમેદવારો સામ સામે જોર શોરથી ટકરાશે અને જીતવા માટે કેવા સામ,દામ,દંડ અને ભેદના અવનવા દાવ અજમાવશે એની કલ્પના કરી શકાય એમ છે.જાણે કે એક રાજકીય કુરુક્ષેત્ર !

Hillary Clinton taking Selfie
Hillary Clinton taking Selfie

હાલ જેની વધુ શક્યતાઓ જણાઈ રહી છે એમ જો હિલરી ક્લીન્ટન નવેમ્બરમાં પ્રમુખ પદે ચૂંટાઈ આવશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ બનનાર એ પ્રથમ મહિલા બનશે.

જો કે પ્રમુખ પદ માટે ચુંટણી લડનાર હિલરી ક્લીન્ટન પ્રથમ મહિલા નથી.અમેરિકાના રાજકીય ઇતિહાસમાં પ્રમુખપદનાં પ્રથમ મહિલા ઉમેદવાર બનવાનું માન એક અન્ય મહિલા વિક્ટોરિયા વુડહલને ફાળે જાય છે.

જાણીતા સાહિત્યકાર અને કટાર લેખક શ્રી મધુ રાયએ એમના ફેસ બુક પેજ પર વિક્ટોરિયા વુડહલનો સુંદર પરિચય કરાવ્યો છે એને એમના આભાર સાથે આજની પોસ્ટમાં રજુ કરેલ છે.

વિનોદ પટેલ

 

વિક્ટોરિયા વુડહલ,અમેરિકાના પ્રમુખપદનાં

પ્રથમ મહિલા ઉમેદવાર

નીલે ગગન કે તલે / મધુ રાય 

આવતા અઠવાડિયે ડેમોક્રેટિક પક્ષનાં રાષ્ટ્રપ્રમુખપદનાં ઉમેદવાર તરીકે વરાશે તે હિલેરી ક્લિન્ટન.તે ઐતિહાસિક હશે પણ અભૂતપૂર્વ ઘટના નથી.આજથી ૧૪૪ વર્ષ પહેલાં ૧૮૭૨માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર હતા યૂલિસિસ એસ. ગ્રાન્ટ અને એમની સામે ઊભાં રહેલાં આ પદનાં સૌપ્રથમ મહિલા ઉમેદવાર ઇક્વલ રાઇટ્સ પાર્ટીનાં નેતા વિક્ટોરિયા વુડહલ .

વિક્ટોરિયા ક્લાફલિન વુડહલ (૧૮૩૮–૧૯૨૭)
વિક્ટોરિયા  વુડહલ (૧૮૩૮–૧૯૨૭)(ફોટો: Hulton Archive / Getty Image)

તેઓ બીજાં અનેક કારણે પણ અદ્વિતીય હતાં:

આજથી લગભગ દોઢ સદી પહેલાં અમેરિકામાં મહિલાઓને મતાધિકાર પણ નહોતો ત્યારે આ ખૂંખાર શાકાહારી મહિલાએ તે દેશના સર્વોચ્ચ નેતાપદ માટે ઉમેદવારી નોંધાવેલી.જે સમયે મહિલાઓએ પગથી માથા સુધી લૂગડાં પહેરીને શયન કરવાનો રિવાજ હતો ત્યારે વિક્ટોરિયાએ ભરબજારમાં ધોળા દિવસે ટૂંકાં સ્કર્ટ પહેરી ફરવાનો હક માગેલો,વેશ્યાગમનને કાયદેસર માન્યતા આપવાની માગણી કરેલી અને મુક્તપ્રેમ તથા મુક્તચારનો મહિમા કરેલો.

વિક્ટોરિયાના કિશોરીવયે વખાના માર્યાં એના જન્મસ્થાન ઓહાઇયો છોડવું પડેલું. ન્યુ યોર્ક રાજ્યના રોચેસ્ટર શહેરમાં ૧૪ વર્ષે તેમણે તેનાથી બમણી વયના ડોક્ટર કેનિંગ વુડહલ સાથે લગ્ન કર્યાં. કાળક્રમે તેની સાથે છૂટાછેડા લઈ તે ન્યુ યોર્ક ગયાં અને તે સમયે તાજા વિધુર બનેલા ૮૪ વર્ષના કરોડપતિ કોર્નેલિયસ વાન્ડરબિલ્ટને મળ્યાં.તે દિગ્ગજ પૂંજીપતિને એમણે એવું મૂળિયું સુંઘાડ્યું કે વાન્ડબિલ્ટે તેને ધીકતી શેર દલાલીની પેઢી સ્થાપવામાં પીઠબળ આપ્યું.તેની કમાણીમાંથી વિક્ટોરિયાએ એક સાપ્તાહિક પત્રિકા શરૂ કરી પોતાના ઉદ્દામ વિચારોનો પ્રચાર કર્યો અને એમાંથી તેની રાજકીય આકાંક્ષાઓનો જન્મ થયો.

તે સમયે છૂટાછેડા કાયદેસર હતા પણ ભાગ્યે જ તેની હિમ્મત કોઈ કરતું કેમકે છૂટાછેડા લેનાર સ્ત્રી કે પુરુષને સમાજ હિકારતની નજરે જોતો.લગ્નમાં કશું આકર્ષણ બચ્યું ન હોય તોય મહિલાઓ આજીવન ધણીની ધૂંસરી વેંઢાર્યા કરતી અને પુરુષો શોખથી રખાતો કે વેશ્યાઓનો સંગ શોધતા.તે જમાનામાં ફક્ત ન્યુ યોર્કના મેનહાટન વિસ્તારમાં ૨૦,૦૦૦ વેશ્યાઓ હતી.માલદાર પુરુષો બેરોકટોક તેમની મહેમાનગતિ ભોગવતા.કહેવાય છે કે અમેરિકામાં રેલરોડ વિસ્તારના ધનપતિ વાન્ડરબિલ્ટ તેવી વારાંગનાઓના શૌકીન હતા.સ્ત્રી અને પુરુષ વચ્ચે યૌનાચાર અંગેના આવા ક્રૂર ભેદભાવથી, શેશવમાં પિતાએ આચરેલા દુષ્ટાચારથી અને પોતાના પહેલા પતિના આડા સંબંધોથી ખિન્ન થઈને વિક્ટોરિયા મુક્તાચારનાં હિમાયતી બનેલાં.આજે દોઢસો વર્ષ પછી પણ અમેરિકામાં શાકાહાર ભ્રૂસંકોચથી જોવાય છે ત્યારે છેક તે જમાનામાં આ વિરલ આધ્યાત્મિક નારીએ પશુઓની કતલનો વિરોધ કરી ચુસ્ત શાકાહારની હિમાયત કરેલી.

તે સમયે તાજી સ્થપાયેલી ઇક્વલ રાઇટ્સ પાર્ટી અથવા પીપલ્સ પાર્ટી (‘જનતા પક્ષ’) તરફથી ૧૮૭૨માં વિક્ટોરિયાએ રાષ્ટ્રપ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવેલી.તેના ઉપ રાષ્ટ્રપ્રમુખપદના ભિલ્લુ હતા ભૂતપૂર્વ અશ્વેત ગુલામ, અને ગુલામીની નાબૂદીના કર્મશીલ ફ્રેડરિક ડગલસ.વિક્ટોરિયાએ ફક્ત પુરુષોની બનેલી સરકારને ઉખેડી ફેંકી દેવાની ઝુંબેશ ઉપાડેલી. “રાજદ્રોહ કહો, દેશના ટૂકડાની હિમાયત કહો જે કહો તે, અમે ક્રાન્તિ લાવીશું અને આ બોગસ ‘પ્રજાતંત્ર’ને જમીનદોસ્ત કરી પ્રામાણિક સરકારની સ્થાપના કરીશું!” તે કહેતાં. પોતાના મુક્તાચાર માટે તે ઘોષણા કરતાં કે “હું જેને ઇચ્છું તેને ગમે તેટલા લાંબા કે ટૂંકા ગાળા માટે ચાહવાનો મને મૂળભૂત બંધારણીય અને કુદરતદત્ત અધિકાર છે! હું મુક્તપ્રેમમાં માનું છું, હું ઇચ્છું તો રોજ નવો પ્રેમી પકડું, અને તેમાં દખલ કરવાનો તમને કે તમારા કાયદાઓને કોઈ હક નથી! મને સજા કરવી હોય તો ભલે શૂળીએ ચઢાવો!” 
અલબત્ત, ૧૮૭૨ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ભલે વિક્ટોરિયા શૂળીએ ના ચડ્યાં, પણ જાહેરમાં અશ્લીલ શબ્દો વાપરવા બદલ ચૂંટણીની રાત તેમણે જેલમાં ગુજરેલી. મતદાનમાં તેને ગણતરીના મત મળેલા અને તેનો તેજોવધ થયો.

ચૂંટણીની કારી પછાડ પછી ૧૯૭૬માં વાન્ડરબિલ્ડની વહારથી તેણે દેશ છોડ્યો અને ઇંગ્લેન્ડમાં નવી જિંદગીની શરૂઆત કરી. વિક્ટોરિયાએ ત્રણવાર લગ્ન કરેલાં: પહેલું ડો. વુડહલ સાથે; બીજું ૨૮મા વર્ષે એક કર્નલ બ્લડ નામે લશ્કરી અફસર સાથે; અને ત્રીજું સન ૧૮૮૩માં ૪૫ની વયે ઇંગલેન્ડમાં જોન માર્ટિન નામના શ્રીમંત બેન્કર સાથે.

આજે ફરી એક મહિલા અમેરિકાનાં સર્વોચ્ચ નેતા અને વિશ્વનાયક થવા થનગની રહ્યાં છે. તે નિમિત્તે તેવી પહેલ કરનાર વિક્ટોરિયા વુડહલને નમન. જય મોનિકા!

Thursday, July 07, 2016

============================================

Victoria Woodhull ... Biodata on wikipedia.org
https://en.wikipedia.org/wiki/Victoria_Woodhull


Victoria Woodhull, Ahead of Her Time & Ours

જોઈએ છે

જોઈએ છે

જોઈએ છે
કેટલાક પત્રકારો, જે ખાનગીમાં ગુજરાતમાં મુદ્દા ઊભા કરી આપે,
કેટલાક પત્રકાર અને કૉલમિસ્ટો જે આ મુદ્દાઓને ચગાવે,
બેરોજગાર યુવાનો (ગુજરાતી હોવા જરૂરી નથી) જે એસટી-પોલીસ વાનને આગ ચાંપી શકે, જે રસ્તા રોકી શકે અને પોલીસની લાઠી ખાઈ સિવિલમાં દાખલ થઈ શકે, જેલમાં જઈ શકે
સોશિયલ મિડિયા એક્ટિવિસ્ટો જે બનેલી ઘટનાને મરીમસાલા ભભરાવી ભડકામણું સ્વરૂપ આપી ભડકાવી શકે.
ઉપરોક્ત નોકરી/એસાઇનમેન્ટ વર્ષ 2017 સુધી જ છે. પત્રકારોને વિવિધ કમિટીઓમાં કે વિવિધ પદની લહાણી કરાશે. બેરોજગાર યુવાનોને પથ્થરમારા કે આગચંપી દીઠ રૂ. અપાશે ને સિવિલમાં દાખલ થશે તો સરકારની મદદ મળશે. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ જેવી મહાન હસ્તીઓની સાથે ફોટોઑપ કરવા મળશે તે અલગ.
જો જેલમાં જવાનું થશે તો ચિંતા નહીં. અમારા બાબુભાઈ માંગુકિયા, કપિલ સિબલ, પ્રશાંત ભૂષણ અડધી રાત્રે હાઇ કૉર્ટ, સુપ્રીમ કૉર્ટના દરવાજા ખખડાવી મુક્ત કરાવશે અથવા પ્રસિદ્ધિ અપાવશે. જો મૃત્યુ થશે તો ભવ્ય સ્મશાનયાત્રા નીકળશે અને એમાં તમે સેલ્ફી પણ પાડી શકો છો.
મળો યા એસએમએસ યા વૉટ્સએપ કરો.
4204204200

બે પ્રેરક સત્ય કથાઓ ..(1) સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું ..(2) ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધતો ગણીતનો ચેમ્પિયન

 બે પ્રેરક સત્ય કથાઓ ..(1) સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું ..(2) ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધતો ગણીતનો ચેમ્પિયન

મારા મુંબાઈ નિવાસી નેટ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે એમના ઈ-મેલમાં મુંબઈ સમાચારમાં પ્રગટ બે ખુબ જ પ્રેરક સત્ય કથાઓ મોકલી છે. આ ખુબ જ પ્રેરણાદાયી સત્ય કથાઓ વાંચતાં જ મને ગમી ગઈ.

મનુષ્યો બે પ્રકારના હોય છે . કેટલાક મનુષ્યો દરેક સવારે જોએલાં સ્વપ્નોને ભૂલી જઈને ફરી ઊંઘી જાય છે તો કેટલાક વિરલાઓ ઊંઘ ખંખેરીને ઉભા થઇ જાય છે અને જોએલાં સ્વપ્નોને સાકાર કરવા માટે દ્રઢ નિશ્ચયી અને પરિશ્રમી બની એની પાછળ મચી પડે છે અને સફળતાને વરીને જ ઝંપે છે.

આ બે સત્ય કથાઓ એવા બે મળવા જેવા વિરલ વ્યક્તિઓની છે જેઓએ એમનાં સેવેલાં સ્વપ્નોને સાકાર કરી બતાવ્યાં છે.

પ્રથમ વાર્તાના નાયક નવ યુવાન શ્રી કાંતને જન્મથી જ અંધત્વનો પડકાર સહન કરવાનો સમય આવ્યો એમ છતાં એનાં સ્વપ્નો સાકાર કરી સફળતાને વરવા માટે એનું અંધત્વ આડે ના આવ્યું .બંધ આંખોએ એણે સ્વપ્નાં જોયાં અને એને પૂરાં પણ કરી બતાવ્યાં.અંધાપો આ માણસ ને રોકી ના શક્યો.

બીજી વાર્તા ગુરુ પૂર્ણિમાના પર્વને અનુરૂપ,ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધીને ફી લીધા વિના શીખવનાર ગણિતમાં ચેમ્પિયન મનાતા ગુરુ, ટપાલ ખાતાના મામુલી પગારવાળા કર્મચારીના પુત્ર આનંદ કુમારની છે .

આ બે લેખો વિનોદ વિહારના વાચકોને પણ ગમે એવા હોઈ શ્રી ઠાકર, વાર્તા લેખકો અને મુંબઈ સમાચાર ના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું.

આશા છે આપને આ બે જીવન પ્રેરક સત્ય કાથો ગમશે.

સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું

કવર સ્ટોરી - દિવ્યાશા દોશી


૨૫ વર્ષ પહેલાં આન્ધ પ્રદેશના મચ્છલીપટ્ટનમ ગામમાં શ્રીકાંતનો જન્મ થયો ત્યારે પડોશીઓએ તેના માતાપિતાને કહ્યું હતું કે આ દીકરાને જીવતો રાખવામાં કોઈ ફાયદો નથી. તેને ઉછેરવામાં જેટલી તકલીફ થશે તે કરતાં તે ન જીવે તેવી દુવા કરવી સારી. પણ શ્રીકાંતના માતાપિતાએ ગામવાળાઓની વાત સાંભળી નહીં. ખૂબ પ્રેમ અને જતનથી શ્રીકાંતનો ઉછેર કર્યોં. શ્રીકાંત બોલ્લા જન્મથી જ અંધ છે.

આજે શ્રીકાંત ૫૦ કરોડની બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝનો સીઈઓ છે જેમાં કામ કરનારા ૫૦ ટકા કર્મચારીઓ ડિસએબલ (દિવ્યાંગ) છે.

આ આખી સત્ય કથા મુંબઈ સમાચારના સૌજન્યથી 

નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.

Purush

============

(તા. ૨૦મી જુલાઈ ૨૦૧૬ના મુંબઈ સમાચાર ની પુર્તિ "પુરુષ" માંથી સાભાર  )

20 July 2016

mastar

ગુજરાત કેમ સળગી રહ્યું છે?

ગુજરાત કેમ સળગી રહ્યું છે?

પાટીદાર આંદોલન બાદ દલિત અત્યાચાર. ગુજરાત ફરી સળગી રહ્યું છે. આમ તો ગુજરાત મોડલના આધારે કેન્દ્રમાં મોદી સરકાર આવી પછી સતત ત્રણ મુદ્દા છવાયેલા છે: દલિત અત્યાચાર, લઘુમતી પર દમન અને સ્ત્રીઓ પર અત્યાચાર. રોહિત વેમૂલાના કિસ્સા પર ખૂબ લખાઈ ગયું છે. એમાં પડવું નથી. સ્ત્રીઓને ભડકાવવા તૃપ્તિ દેસાઈ અને બીજી બિંદી ગેંગ પ્રયાસરત્ છે. પણ હાજી અલીમાં તૃપ્તિને થપાટ વાગી ગઈ છે.
રોહિત વેમૂલા મુદ્દે જોરદાર લડનાર સ્મૃતિ ઈરાનીને સજા મળી ગઈ છે. બહારના છોકરાઓ હેરાન કરતા હોય ને ફરિયાદ ઘરના છોકરાની થાય ત્યારે તેનું ઘરની બહાર નીકળી જવાનું બંધ કરી દેવામાં આવે તેવો ઘાટ થયો. નરેન્દ્ર મોદી પાસે આવી અપેક્ષા નહોતી. એ ગુજરાતનાં રમખાણો મુદ્દે ક્ષમા માગવા સહિત અનેક મુદ્દે અડીખમ રહ્યા હતા પણ એ ગુજરાતનું પાણી હતું. દિલ્લીનું પાણી અલગ છે.
છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાત સળગી રહ્યું છે અને મોદી નવાઈજનક રીતે મૌન તમાશો જોઈ રહ્યા છે. પોતાનો વિરોધ ન થાય એટલે ગુજરાત આવવાનું પણ ટાળે છે.
ગુજરાતી છાપાઓ કહે છે કે ભાજપમાં આનંદીબહેન અને અમિત શાહ જૂથ વચ્ચે ઝઘડો છે. પાટીદાર આંદોલન તેનું પરિણામ છે. જૂથવાદ હશે પણ પાટીદાર આંદોલન પાછળ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી હતાં અને છે તે હવે સાબિત થઈ ગયું છે. હાર્દિક છૂટ્યો ત્યારથી ‘આપ’ના આશુતોષ સતત માર્ગદર્શન આપે છે. આનંદીબહેન સરકારે પાટીદાર આંદોલન અંગે કડક હાથે કામ લીધું. મચક ન આપી. હાર્દિક પટેલ જેલમાં લગભગ નવ માસ રહ્યો પણ હવે ચૂંટણી ટાણે છોડવાની નીતિ ભૂલભરેલી છે. એ આંદોલન નહીં કરે તેવી શરત સાથે છોડાયો છે પણ છૂટ્યા પછી એને સુરત વગેરે જગ્યાએ સભાઓ કરવા દેવાઈ તે પણ સરકારની ભૂલ સાબિત થશે. ઉદયપુર જઈને તે રોજ ભડકામણાં નિવેદનો આપતો રહે છે.
હવે વાત દલિત અત્યાચારની. જાણીતા ક્રાઇમ પત્રકાર પ્રશાંત દયાલે લખેલી માહિતી સાચી હોય તો ઉનામાં કાચું કપાયું હતું. ગાયને હત્યા માટે લઈ જવાઈ રહી છે તેવી સૂચના પોલીસને મળી અને પોલીસે કથિત ગોરક્ષકોને સૂચના આપી અને ગોરક્ષકોએ કાયદો હાથમાં લઈ ધોલધપાટ કરી. મૂર્ખાઓએ વિડિયો પણ ઉતાર્યો ને બહાદુરી દેખાડવા પ્રચલિત (વાઇરલ યૂ નો) કર્યો. આમાં એક વાત એવી છે કે સામે કસાઈઓ હોય એટલે ગોરક્ષકોને સંઘર્ષની ટેવ પડી ગઈ છે. પોલીસ જેમ ગુનેગારને પહેલાં એક-બે ધોલ તો ફટકારી જ દે તેવું આ ગોરક્ષકોનું પણ છે. જેમ ગાયોને ગેરકાયદે કસાઈવાડે લઈ જવાતી હોય છે તેમ ગોરક્ષકો પણ ગેરકાયદે ગાય બચાવવા ધોલધપાટ કરતા હોય છે.
ગાયને કસાઈવાડે મોકલવા માટે ગોપાલકો પણ ઘણી હદે જવાબદાર છે અને ગાયનો માત્ર દોહવા માટે જ ઉપયોગ કરે છે. ચાર રસ્તે ઘાસ લઈ ઊભા રહે છે અને પાપભીરુ જનતા પૈસા આપી ઘાસ ખરીદી એને જ આપે છે. આમ ગાયનો ઘાસચારો પણ મફતમાં મળી જાય છે. ગાય દોવાઈ જાય એટલે પ્લાસ્ટિક સહિતનો એંઠવાડ ખાવા છૂટી મૂકી દે છે. ઉનાળામાં આ ગાય અમદાવાદ જેવા વિસ્તારમાં તો પાણી માટે ભાંભરતી હોય છે કારણકે જાહેર હવાડો હોતો નથી. મારા જેવા માટલું મૂકે તો એ માટલું પણ ઉઠાવી જનારા બદભાશો હોય છે.
કથિત દલિતોને આજે પણ એ જ પરંપરાગત કામ કરવું પડે છે. એ શરમની વાત છે પણ સામે પક્ષે કથિત દલિતોમાં શિક્ષણનો અભાવ અને જે લોકો આગળ આવ્યા છે તેઓ પોતે સવર્ણ જેવા બની જતા હોય છે. આજે પણ સફાઈમાં વિદેશ જેવી સુરક્ષા અને આધુનિકતા આપણે લાવી શક્યા નથી. પરિણામે અનેક સફાઈ કામદારોનાં મૃત્યુ થતાં હોય છે.
પણ આ પ્રશ્ન શું કથિત દલિતોનો જ છે? આ આખા હિન્દુ સમાજનો છે. એની ચિંતા બધા હિન્દુ નહીં કરે તો આ દેશ તૂટી જશે. રમખાણો થાય ત્યારે કોઈ કહેવાતા સવર્ણ લડવા આગળ નથી આવતા. જેલમાં જાય છે કે મરે છે આ કથિત દલિતો જ. એટલે હિન્દુવાદીઓ આ વાત સમજી લે. આમ વાત હિન્દુની કરવાની પણ પાટીદાર અનામત જેવા મુદ્દા ચગે ત્યારે હિન્દવાદીનું મહોરું પહેરીને બેઠેલો કથિત સવર્ણ જાગી જાય છે અને અનામત વિરોધી સંદેશાઓ વહેતા કરવા માંડે છે.
પણ…સામે પક્ષે દલિતોમાંય બામસેફ અને એનજીઓ કાર્યરત્ છે જે દલિતોને હિન્દુવિરોધી બનાવવા ન કલ્પી શકાય એટલી ભયંકર હદે કાર્યશીલ છે. એમની બીજી બધી પ્રવૃત્તિ ઉપરાંત સોશિયલ મિડિયા પર ભયંકર હદે બ્રાહ્મણો વિરુદ્ધ વિષવમન કરવામાં આવે છે. દલિતેતર કોઈ પણ જાતિએ કથિત દલિત વિરોધી કંઈ પણ કામ કર્યું હોય એટલે આ કામ જાણે બ્રાહ્મણોએ કર્યું હોય તેવો અપપ્રચાર કરાય છે. આવું એક ગ્રૂપ છે અપના અડ્ડા. ફેસબુક પર કોઈ કિરણભાઈ ત્રિવેદી નામના, અટક પરથી બ્રાહ્મણ લાગતા ભાઈ તેના સંચાલક (એડ્મિન) છે. એક ‘પડકાર ન્યૂઝ’ કરીને છાપું આવે છે જે વૉટ્સએપ પર પણ ફરે છે. આ બધામાં હિન્દુ દેવીદેવતા વિરુદ્ધ ભયંકર નીચલી કક્ષાના સંદેશાઓ મૂકી દલિત-આદિવાસીઓને હિન્દુ સમાજથી વિખૂટા પાડવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. ત્રીજી તરફ દલિતોમાંય કેટલાક લવ જિહાદ જેવી યોજના પણ ચલાવે છે જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે કથિત સવર્ણ જાતિની કન્યાને પરણી લાવનારને જંગી પુરસ્કાર અપાય છે. નાનીમોટી વાતે વાંધો પડતાં એટ્રોસિટી કાયદાની ચીમકી અને તેનો દુરુપયોગ પણ અજાણ્યો નથી જ. સરકારી કાર્યાલયોમાં કથિત દલિત સાહેબ દ્વારા તેમની નીચેના કથિત સવર્ણ કર્મચારીઓના ઉત્પીડનના પણ નોંધપાત્ર કિસ્સાઓ છે. આ પણ એટલું જ ખોટું છે. દલિતોએ એ સમજવું પડશે કે બધા બ્રાહ્મણો કે સવર્ણોએ તેમના પૂર્વજો કે તેમની વર્તમાન પેઢી પર અત્યાચાર કર્યો નથી. આ લખનાર પણ જન્મે અને કર્મે બ્રાહ્મણ છે. મેં ક્યારેય કોઈની જાતિ પૂછી નથી. મારા પિતા ગજેન્દ્રભાઈ પંડ્યા અમે રાણાવાવ હતા ત્યારે એસબીએસ બેંકમાં સાથે કામ કરતા એક દલિત ભાઈને એ એકલા હતા ત્યાં સુધી રોજ ઘરે જમાડતા. મારા ભાઈ (પિતાજી)એ તો અમને ત્યાં સુધીની ટેવ પાડેલી કે વાળવાવાળાં બહેન હોય કે ઘરે કામ કરવા આવતાં આદિવાસી બહેન, બધાને માનપૂર્વક નામ પાછળ બહેન લગાડી ‘તમે’ કહીને જ બોલાવવાનું. તેમના પરિવારજનોની શૈક્ષણિક ને આર્થિક સમસ્યાઓમાં માર્ગદર્શન આપવાનું.
મારા ચુસ્ત બ્રાહ્મણ સસરાના એનાથીય ચુસ્ત બ્રાહ્મણ પિતા હીરાલાલ દવેએ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ અપાવ્યો હતો. પોતે શિક્ષક હતા એટલે દલિતોને શાળામાં આવવા નહોતા દેતા તો પોતે તલવાર લઈ બહાર ઊભા રહેતા. આના લીધે એમની બદલીઓ પણ થતી અને સામાજિક બહિષ્કાર પણ સહન કરવો પડ્યો હતો. વાવમાંથી દલિતને પાણી લેવા દેવાની સફળ લડત આપી હતી.
મારા સસરા કનુભાઈ પણ પૂર્વ શિક્ષક. તેમની શાળામાં દલિત શિક્ષિકાને ટબૂકડા ક્ષત્રિય વિદ્યાર્થીઓ સામે લાજ કાઢવી પડતી અને ખુરશી પર બેસાતું નહોતું. એમણે એ બંધ કરાવ્યું. (આ જ કુટુંબની 18 જ વર્ષની એક દીકરીને તેનાથી દસ વર્ષ મોટો કથિત દલિત ભગાડી લઈ ગયો. દીકરીનાં માતાપિતાને એક રાત જેલમાં રહેવું પડ્યું. ને ન ગમતી કડવી સચ્ચાઈ એ પણ છે કે એ દીકરીનું બ્રાહ્મણ હોવાનું સર્ટિફિકેટ દીકરીના ઘરેથી લેવા યુવાધે ધમપછાડા કર્યા અને મળ્યા પછી રજૂ કરી દલિત યુવાને સમાજમાંથી લાખ રૂપિયાનું ઈનામ પણ મેળવ્યું.) આ તો ગૂમનામ સામાન્ય વ્યક્તિઓના કિસ્સા છે. મોટાં નામો ગણવા જાવ તો તો ગાંધીજીથી માંડીને ડૉ. હેડગેવાર, મા.સ.ગોળવળકર, બાબાસાહેબ દેવરસ સહિત અનેક નામો નીકળશે. સંઘમાં તો કોઈની જાતિ પૂછાતી નથી. ડૉ. આંબેડકરને ભયંકર અન્યાય થયો પણ એ વાતેય સ્વીકારવી પડશે કે તેમ છતાં આ આખો સમાજ જો દલિત વિરોધી હોત તો એ બંધારણ સભાના પ્રમુખ ન બની શક્યા હોત.
બાકી રહી વાત નાનામોટાની. તો દલિતોની અંદર પણ આવા ભેદભાવ છે જ. રોટીબેટીના વ્યવહાર નથી. ખાણીપીણીના વ્યવહાર નથી.
કડવી હકીકત એ છે કે ઊંચનીચ એ હિન્દુ ધર્મમાં જ નહીં દરેક પંથમાં જોવા મળતી ઘટના છે. અને આવા ભેદભાવ વિદેશોમાં રંગભેદ, વંશભેદના નામે પણ ચાલે છે. તાજેતરમાં અમેરિકામાં બે અશ્વેતોને કારણ વગર મારી નખાયા. તેનો વિડિયો પણ યૂટ્યૂબ પર છે. પણ અમેરિકી મિડિયાએ તે ઘટના કરતાં તે પછી પાંચ પોલીસ કર્મનેચારી મારી નખાયા તે ઘટનાઓને મહત્ત્વ આપ્યું હતું. અને જાણે બધા ગુજરાતીઓ દલિત વિરોધી હોય તેમ ઉનાની ઘટનાને ચગાવતા છાપાંઓએ પણ ક્યાંય અશ્વેતોની ખોટી હત્યાને મથાળાંમાં ટાંકી?
હવે વાત રાજકારણીઓની. તો ૨૦૧૭માં ચૂંટણી આવે છે તેના લીધે અને આ ઘટના ગુજરાતમાં બની છે તેથી રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ગુજરાતના ઉના આવી રહ્યા છે. આનંદીબહેન સરકાર પણ માયાવતીએ રાજ્યસભામાં પ્રશ્ન ઉઠાવ્યો અને કૉંગ્રેસના કાર્યકર્તા સહિત કેટલાકે ઝેરી દવા પીધી તે પછી જાગી. તપાસના આદેશ આપ્યા. સમરસતા મુદ્દે સારું કામ કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ગઈ કાલે જાગ્યો ને નિવેદન બહાર પાડી ઘટનાને વખોડી. ભાજપ સત્તામાં હોય ત્યારે આવા મુદ્દાઓ પર સંઘ પરિવાર ગાઢ નિદ્રામાં સરી પડે છે. સામા પક્ષે અનામત અંગે મોહન ભાગવતના નિવેદનને મારી મચડી રજૂ કરનારા કે સંઘ પરિવારના નેતાઓના હિન્દુઓ તરફી ઉગ્ર નિવેદનો છાપી સંઘની આતંકવાદી સંગઠન જેવી છાપ ઊભી કરનારા છાપાંઓમાં સંઘનું ઉનાની ઘટનાને વખોડતું નિવેદન સિંગલમાં છપાયું અથવા છપાયું જ નથી.
પંજાબમાં ‘આપ’ના નેતાએ કુરાનનાં પાનાં ફાડી સાંપ્રદાયિક હિંસા સર્જવા પ્રયાસ કર્યો તે સમાચાર પણ મોટા ભાગના ગુજરાતી છાપાંઓએ છાપ્યાં નથી. ઘણાં ગુજરાતી છાપાં હવે દિલ્લીની કેજરીવાલ સરકારની જાહેરખબર નિયમિત મળતી હોય તે કારણે કે તેના પત્રકારોની ‘આપ’માં પડદાપાછળ સક્રિયતા હોય તેના લીધે હવે છાપાંઓના સમાચારો અને લેખકોના લેખમાં ભાજપ-કૉંગ્રેસ બંને ખરાબ એવી છબી ઉપસાવી રહ્યા છે. રોજિંદા લખાતી એક કૉલમમાં તો વિષય ‘આપના’ 21 ધારાસભ્યોને સંસદિય સચિવના પદની ગેરબંધારણીય ફાળવણી હતી પણ તેમાં અડધા ઉપરાંતના લેખમાં કેજરીવાલનું મહિમાગાન કરાયું હતું અને મુદ્દો એ હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવાના ભાજપ નેતાને કેજરીવાલ વિશે પૂછ્યું હતું. રાજકારણમાં વિરોધીઓ પર નજર રાખવી એ સામાન્ય વાત છે પણ એ લેખક માટે એ ગુરુ ગ્રહ માટેના ‘જુનો’ યાન જેવી મોટી ઘટના હતી.
જે હોય તે કૉંગ્રેસ અને ‘આપ’ના નેતાઓને, મોટા ભાગનાં છાપાંઓને ગુજરાત સળગાવવામાં રસ હોય તેવી શંકા ઉદ્ભવ્યા વગર રહેતી નથી. અને સામે પક્ષે ભાજપ અને ભગિની સંસ્થાઓ કુંભકર્ણ નિદ્રામાં છે.

ઘમ્મર વલોણું-

ઘમ્મર વલોણું-૨૪
અંધારાને ધકેલી ને અજવાળાએ પ્રથમ પગલું ભર્યું કે જાણે આંખોની સામે ઉજીયાળું જગત દેખાયું. ઓહ, હું કેટલો બડભાગી કે ભગવાને, માનવ જગત ને આપેલ ઉત્તમ ભેટ સમી પૃથ્વી પરનો રાજ વિલાસ મને દેખાઈ રહ્યો છે. ક્યાંક વૃક્ષો તો ક્યાંક છોડો, ક્યાંક પશુ તો ક્યાંક પ્રાણીઓ દેખાય છે.
પણ કોઈને હું દેખાઉં છું ? નથી પરવા !!
ધરતી પર તો ચારેબાજુ માટી પથરાયેલી હતી. સુરજની ગરમીએ વાદળો રડ્યા ને ધરતી પર પાણી રૂપે પડયા. એ માટીમાં ક્યાંક ઘાંસ, ક્યાંક છોડ, ક્યાંક ઝાડ તો ક્યાંક અનાજ ઉગી નીકળ્યા. માટી પર કોઈના ચાલ્યા પછીની પગલાની છાપ દેખાય છે. પણ પવનની એક લેરખી એને મિટાવી પણ દે છે. તો ઉપર રિયો રિયો ધરાનો માલિક મલકાય છે. ‘ રે પવન, થોભી તો જતો હો. એ પગલાની છાપોથી તો કેડી બનશે અને અજાણ્યા લોકો ને રાહ મળશે. ’
પવન ને તો એનું માન્યા સિવાય છૂટકો નહોતો. પવન એટલું પણ ના કહી શક્યો કે, એ જ માનવો ગરમીના બફારાએ મને પ્રાર્થના કરીને બોલાવે છે. હાઈ કોર્ટ છે ને ! એની સામે દલીલ કરવાનો કોઈ અવકાશ નથી. અને પવન મનમાં ગણગણે છે “ માનવ લોકો પણ ખરા છે. કેડી જોઈ નથી કે એની પર ચાલ્યા નથી. ”
પવન વળી ચુપ થઇ જાય છે. કારણ, એ નથી ઈચ્છતો કે હાઈ કોર્ટનું કોઈ ફરમાન આવે. લોકો કેડી પર ચાલે કે નવી કેડી બનાવે, પોતે તો ચિઠ્ઠીના ચાકરથી વિશેષ કંઈજ નથી. એમ માનતો વળી પર્વતોનાં ઘેરાવમાં ભરાઈ ગયો. સાચી વાત હતી કે કેડી કોઈ અજાણ્યા રાહદારીને રાહ બતાવે છે. કેડી ક્યાંક તો જતી જ હોય. ક્યાંક તો એ અટકતી જ હોય. છતાં પણ કોઈ એવુંય કહે કે માર્ગ નહિ માનવ મંઝીલ દેખ ! ખરેખર મંઝીલ હોય છે ખરી ?
કેડી પર ચાલ્યા જાય છે માનવ અને પાછુ ફરીને જોતા નથી કે બીજું કોઈ છે. તોયે વળી બીજાને એવું કહેશે કે ઘેટાનું ટોળું; એકની પાછળ બીજું ચાલે ! જો કે એ બધું યાદ કરવાની સાથે એ પણ ના ભૂલી જઈએ કે શરમ હોય તેને કશું યાદ કરાવાય.

19 July 2016

વરસાદી રોમાન્સ

વરસાદી રોમાન્સ

બહાર મસ્ત વરસાદ વરસતો હતો. ઑફિસમાં દાળવડાની પાર્ટી કરી બધા રવાના થયા. આજે કામ ઓછું હતું. દાળવડાની લાલચ દિવ્યેશે જતી કરી હતી કેમ કે તે આવા મસ્ત રોમેન્ટિક વાતાવરણમાં પત્નીને સરપ્રાઇઝ આપવા માગતો હતો. ઘરે જઈને પત્નીને ભજિયા, ગોટા કે દાળવડા બનાવવાની ફરમાઇશ આપવાના બદલે પોતે જ લેતો જાય તો? એય ને ગરમાગરમ ચા સાથે ભજિયા, ગોટા ને દાળવડાની જ્યાફત ઉડાવશું. છોકરાઓ તો સ્કૂલે ગયા હશે.
આજ મૌસમ બડા બેઇમાન હૈ બડા…ગીત લલકારતો દિવ્યેશ બાઇક પર પલળતો પલળતો દુકાને પહોંચ્યો. દુકાન અને બાઇક વચ્ચે ગારો જામેલો હતો. એ ગારામાં જઈ કાદવવાળા બૂટ પહેરેલા દિવ્યેશે ઑર્ડર આપ્યો.
“સાહેબ, ગરમ જોઈતા હોય તો અડધો કલાક રાહ જોવી પડશે. તમારા પહેલાં આવેલા આ લોકો ક્યારના રાહ જોવે છે.” “વાંધો નહીં”. દિવ્યેશે કહ્યું ને એ વૉટ્સએપમાં આવેલા વરસાદના સુંદર ફોટા, રમણીય સુંદરીઓની તસવીર સાથે લખાયેલી કવિતા જોતો રહ્યો. તેનું મન ઘરે પહોંચવા તલપાપડ બન્યું. “લ્યો સાહેબ, આ ભજિયા, ગોટા ને દાળવડા.”
દિવ્યેશે બાઇક ચાલુ કરવા કિક મારી પણ વરસાદથી ભીની કિક છટકી ને પગે જોરદારની વાગી. દિવ્યેશને ઘડીકભર તમ્મર ચડી ગયા પણ “પિયા મિલન કો જાના”ની લગનીએ એ દર્દને નજરઅંદાજ કર્યું. ને કિક મારી બાઇક ભગાવી. પલળેલા રસ્તા પર બે વાર સ્લિપ થતાં બચ્યો. એક વાર તો સામેથી થોડી રોંગ સાઇડ આવતી કારથી બચવા એને પાણીમાં બાઇક ચલાવવી પડી જેથી એના છાંટા પણ પેન્ટને ઉડ્યા.
ઘરે પહોંચ્યો ત્યાં લિફ્ટ બંધ કારણકે પાણી ભરાઈ ગયું હતું! ચાર માળ દાદરા ચડીને પહોંચ્યો તોય એના મનમાંથી રોમાન્સની આશા ઓછી નહોતી થઈ. તરત તેણે બેલ વગાડી. બેલ બંધ હતી. પત્ની ક્યારેક ભૂલમાં બેલ બંધ કરતી ને પછી ચાલુ કરવાની ભૂલી જતી. એણે દરવાજો ખખડાવ્યો. જવાબ ન મળ્યો એટલે ફરી ખખડાવ્યો. એની સાથે જ…
“શું મંડી પડ્યા છો? આવું છું હવે…” એમ કહીને પત્નીએ દરવાજો ખોલ્યો ને હજુ દિવ્યેશ નાસ્તાની થેલી પત્નીને હાથમાં પકડાવી બૂટ બહાર જ કાઢવા જતો હતો ત્યાં એ થેલી લેવાના બદલે…
“ભાઇસાબ, બૂટ બહાર જ કાઢજો. પોતું કરીને દમ નીકળી જાય છે.” દિવ્યેશને ખબર હતી કે કામવાળી કચરાપોતા ને કપડા ધોઈ જાય છે.
દિવ્યેશે નાસ્તાની થેલી જાળીના આગળીયા પર ટીંગાડી. અને બૂટ કાઢ્યા. અને થેલી લઈ અંદર જાય ત્યાં
“આ શું? પેન્ટ તો જુઓ. કેવા છાંટા ઉડાડ્યા છે. પાણીથી તારવીને બાઇક ન ચલાવાય? કપડાં ધોતા નાકે દમ આવી જાય છે. અને અહીં જ ઊભા રહેજો. ટુવાલ આપું છું. આખું ઘર પાણી પાણી કરશો. પોતું કરીને..” અધૂરું વાક્ય દિવ્યેશે મનમાં પૂરું કર્યું.
ટુવાલથી તે થોડો કોરો થયો. હજુ પણ મનમાં આશા બચી હતી ત્યાં પત્નીએ કહ્યું:
“અને હા, સીધા બાથરૂમ જ જજો. ને બહાર નીકળી કપડાં નીચોવી સૂકવી દે જો. તમારે તો ઠીક છે. ઑફિસમાં હા હા હી હી કરવાની. વરસાદ પડે એટલે ગોટા ને ચાની જ્યાફત ઉડાવવાની. અરે હા, સારું યાદ આવ્યું. કહી દઉં છું…ભજિયા ગોટા કંઈ નહીં બને. ચણાનો લોટ ખલાસ થઈ ગયો છે. ને મારી કમર પણ દુખે છે…તમને શું ખબર? ઘરનાં કામ કરતાં દમ નીકળી જાય છે ”
ને દિવ્યેશના પગમાં સબાકો ઉપડ્યો જે હૃદય સુધી પહોંચ્યો.

દુનિયાભરમાં હલ્લાઓ કોણ કરે છે?…. શ્રી નગીનદાસ સંઘવી

 દુનિયાભરમાં હલ્લાઓ કોણ કરે છે?…. શ્રી નગીનદાસ સંઘવી

આજે આખું વિશ્વ આતંકવાદના ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ક્યારે,કઈ જગાએ,કેવી રીત અજમાવી છુપાયેલા આતંકવાદીઓ એકલા કે સમુહમાં ત્રાટકશે અને મોટી સંખ્યામાં નિર્દોષ લોકોની જીવ હાની કરશે એ કશું નક્કી નથી.

પેરિસ, બ્રુસેલ્સ, ઓરલાન્ડો, ઇસ્તંબુલ, ઢાકા,બગદાદ, મુંબઈ એમ અનેક જગાઓએ આતંકવાદીઓએ કારમો કેર વર્તાવ્યો છે અને જન જીવન ડહોળી નાખ્યું છે. આતંકવાદીઓ દ્વારા લડાતું આ વિશ્વ યુદ્ધ કોઈ લશ્કરી નિયમો કે સૈનિકો વિનાનું નવી રીતનું યુદ્ધ છે.

દિવ્ય ભાસ્કરમાં શ્રી નગીનદાસ સંઘવીએ એમના નીચેના લેખમાં આવા આતંકવાદી હુમલાઓ વિષે સરસ માહિતી આપી છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

દુનિયાભરમાં હલ્લાઓ કોણ કરે છે?... 

nagindas articleપેરિસ, બ્રુસેલ્સ, ઓરલાન્ડો, ઇસ્તંબુલ, ઢાકા, બગદાદ, મદીના અને હવે યમનનું એડન શહેર, ઇસ્લામી રાજવટ(ISIS)અને અલ કાયદાની ત્રાસવાદી પ્રવૃત્તિઓનાં શિકાર બન્યાં છે. કોઈ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ, કોઈ જગ્યાએ આત્મઘાતી હલ્લાઓ તો કોઈ જગ્યાએ શસ્ત્રધારી ધાડપાડુઓએ ત્રાટકીને ત્રાસ ફેલાવ્યો છે. પઠાણકોટ, ગુરુદાસપુર અને કાશ્મીરમાં સતત ચાલી રહેલાં ધીંગાણાંઓનો આ યાદીમાં સમાવેશ નથી, કારણ કે આ ત્રાસવાદનાં મૂળ અને ડાળ પાંદડાંની જવાબદારી ઇસ્લામી રાજવટ કે અલ કાયદાની નથી. ભારતમાં થયેલા ત્રાસવાદી હલ્લાઓ માટે આ બંને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંસ્થાઓને દોષ આપી શકાય તેમ નથી.

ઇસ્લામી રાજવટ(ISIS) ને ઇરાક પર કબજો જમાવવો છે જ્યારે ઓસામાએ કોઈ દેશને કબજામાં રાખવાની રાજકીય મહત્ત્વાકાંક્ષા દર્શાવી નહોતી

પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિની કારણમીમાંસા કરીને ઇસ્લામી રાજવટે અને અલ કાયદાએ પોતે વેર વાળે છે તેવા દાવા કર્યા છે. સીરિયા, ઇરાકમાં ચાલી રહેલા આંતરવિગ્રહમાં દખલગીરી કરીને અમેરિકા અને તેનાં સાથીદાર રાષ્ટ્રો જે વિઘાતક પ્રવૃત્તિ ચલાવે છે તેના બદલા રૂપે આ હત્યાકાંડ ચાલી રહ્યો છે. તેવી દલીલ કરવામાં આવે છે. ઇસ્લામી રાજવટ અને અલ કાયદાનું ધ્યેય એક જ હોવા છતાં આ બંને સંસ્થાઓ એકબીજાની હરીફ છે અને રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે પોતે જ આ હલ્લાઓ કરાવ્યાનો જશ લેવાની મથામણ કરે છે. ઘાતકીપણામાં ચડિયાતા થવાની આ ગળાકાપ સ્પર્ધામાં કરવામાં આવેલા દાવા ખોટા હોઈ શકે છે. ઢાકામાં થયેલો હલ્લો પોતે કરાવ્યાનો ઇસ્લામી રાજવટનો દાવો બાંગ્લાદેશની સરકારે નકારી કાઢ્યો છે અને તેમાં હણાયેલા ત્રાસવાદીઓ બધા બાંગ્લાદેશીઓ જ છે અને સ્થાનિક જમાત સાથે જોડાયેલા છે.

સીરિયામાં સ્થપાયેલી ઇસ્લામી રાજવટે ઇરાક પર કરેલી ચડાઈ નિષ્ફળ નીવડી છે અને ઇરાકની સંસદ સરકાર સામે તેમણે પીછેહઠ કરવી પડી છે. દુનિયાભરમાં વધી પડેલી ત્રાસવાદી પ્રવૃત્તિ તે હોલવાઈ રહેલા હુતાશનનો છેલ્લો ભડકો છે તેવું અર્થઘટન પણ કરવામાં આવ્યું છે, તેથી ત્રાસવાદી હલ્લાઓમાં થયેલો વધારો તાકાતની નિશાની છે અથવા નબળાઈનું પરિણામ છે તેવા પરસ્પર વિરોધી અર્થ કાઢી શકાય છે.

ઇસ્લામી રાજવટ અને અલ કાયદાની કાર્યવાહીમાં અતિશય મહત્ત્વનો તફાવત વિસારે પાડવામાં આવે છે. અલકાયદા અને તેના આગેવાન ઓસામા બિન લાદેને કરેલા આયોજનની સંખ્યા ઓછી અને તેમાં દુશ્મનોની ખુવારી ઘણી વધારે થતી. અમેરિકા પર એકસામટી બે જગ્યાએ આત્મઘાતી વિમાન હુમલો થયો તેમાં સામટા 3000થી વધારે લોકો માર્યા ગયા. ઇસ્લામી રાજવટે અલગ અલગ દેશોમાં કરેલા હુમલાઓની સંખ્યા વધારે છે, પણ તેમાં થયેલી ખુવારીનો કુલ આંકડો હજુ હજારથી વધ્યો નથી.

બિન લાદેન હણાયા પછી અલ કાયદાનું માળખું, તેનાં સાધનો, ભંડોળ અને લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયો છે. જ્યાં ત્રાસવાદી હલ્લાઓ થયા તે પોતે કરાવેલા છે તેવા અલ કાયદાનો દાવો મોટા ભાગે પોકળ હોય છે. ઓસામાએ પોતાના મુખ્ય દુશ્મન અમેરિકા અને અમેરિકન રાજદૂતો પર નિશાન સાધ્યું, પણ ઇસ્લામી રાજવટ યુરોપ-અમેરિકા સામે લડે છે તેટલા જ બલકે તેનાથી પણ વધારે ઝનૂનથી શિયા સંપ્રદાયવાદી મુસલમાનો સામે લડે છે. આનું એક કારણ એ પણ છે કે ઇસ્લામી રાજવટને ઇરાક પર કબજો જમાવવો છે જ્યારે ઓસામાએ કોઈ દેશને કબજામાં રાખવાની રાજકીય મહત્ત્વાકાંક્ષા દર્શાવી નહોતી.

બીજી રીતે કહીએ તો અલ કાયદાની જેહાદ ધાર્મિક જેહાદ હતી. ઓસામાએ ઇસ્લામની શાંતિપ્રિયતા સ્વીકારી નથી, પણ મહમ્મદ પયગંબર સાહેબની શાંતિપ્રિયતા તેમના સાથીઓએ પણ કબૂલ રાખી નથી અને પયગંબર સાહેબ જન્નતનસીન થયા પછી માત્ર બે વરસ પછી ઇસ્લામની લશ્કરી વિજયયાત્રા શરૂ થઈ, પણ અલ કાયદાએ જે કંઈ કર્યું તે પોતાનો ધર્મ સમજીને કર્યું. મુસ્લિમ કોમ (ઉમ્મા)ના હિતની રક્ષા માટે કર્યું. ઓસામા બિન લાદેને રાજકીય સત્તા મેળવવા કે ટકાવવા માટે જેહાદનો આશરો લીધો નથી. યુરોપ અમેરિકાના વિદ્વાનો ઓસામાને જે રીતે અને જેટલા પ્રમાણમાં વગોવે છે તે પૂરેપૂરું સ્વીકારી લેવા જેવું નથી.

ઇસ્લામી રાજવટની સ્થાપના જ રાજકીય હેતુસર થઈ છે. આ સંસ્થા ચુસ્ત ધાર્મિક અભિગમ અપનાવે છે. શરીયતના તમામ નિયમોનું અક્ષરશ: અને સતત પાલન કરવાનો આગ્રહ રાખે છે, પણ તેમનો હેતુ રાજકીય છે. અલ કાયદાએ કોઈ મુસ્લિમ દેશોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ચલાવી નથી. ઇસ્લામી રાજવટે છેલ્લા છ મહિનામાં જે હલ્લાઓનું આયોજન કર્યું, તે બધાં મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશો છે. તુર્કીથી માંડીને ઢાકા સુધીના હલ્લાઓ મુસ્લિમ દેશોમાં થયા છે.

વધારે ખરાબ વાત એ છે કે આ હલ્લાઓ પવિત્ર રમજાન માસમાં થયા છે. આ ઇબાદતનો મહિનો છે. મુસ્લિમ સત્તા અને સંસ્કૃતિ દુનિયામાં સરટોચ પર હતી ત્યારે પરંપરા એવી હતી કે બે મુસ્લિમ દેશો વચ્ચે લડાઈ ચાલતી હોય તો તે પણ રમજાન દરમિયાન તહકૂબ રાખવામાં આવે. રમજાનમાં બંને પક્ષો શાંતિ જાળવે. ખલીફા યજીદે હુસૈન સાથેના યુદ્ધમાં આ પરંપરા જાળવી નહીં તેથી તેની નીંદા કરવામાં આવે છે. ઇસ્લામી પરંપરાના ઠેકેદાર હોવાનો દાવો કરનાર ઇસ્લામી રાજવટે આ પરંપરા જાળવી નથી.

ઇસ્લામ અને ઇસ્લામી દેશોના શત્રુ ગણાતા અમેરિકા સામે શરૂ થયેલી આ જેહાદ હવે મુસ્લિમ સંપ્રદાયો વચ્ચેનો આંતર વિગ્રહ બની ગયો છે. શિયા અને સુન્નીઓ વચ્ચેનું સદીઓ જૂનું વૈમનસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું છે અને શિયા સંપ્રદાયના લોકો અને ધર્મસ્થાનોને ઉદ્્ધ્વસ્ત કરવાના ઝનૂનમાં મહમ્મદ સાહેબના જીવન સાથે જોડાયેલા અતિ પવિત્ર શહેર મદીના પણ ત્રાસવાદી આતંકમાંથી બાકાત રહ્યું નથી. મક્કા તે જમાનામાં અને આજે પણ ઇસ્લામનું સૌથી વધારે પવિત્ર ધર્મસ્થાન છે, પણ મક્કાએ તો હઝરત મહમ્મદ પયગંબર સાહેબને હિજરત કરવી પડે તેવી સ્થિતિ પેદા કરી ત્યારે થોડે દૂર આવેલા પથરીલા કસ્બામાં પયગંબરે નિવાસ કર્યાે અને આ શહેર નબીનું નિવાસસ્થાન કહેવાયું અને મદીના કહેવાયું.

આ શહેરની પવિત્રતા અને શાંતિમાં ખલેલ પડે તો દરેક મજહબી મુસલમાનનું દિલ દુખાય. ઇસ્તંબુલ, ઢાકા, બગદાદ, મદીના અને હવે યમનના એડન શહેરમાં થયેલા ધમસાણમાં પરદેશીઓ અને અમેરિકન દુતાવાસ પર હલ્લા થયા છે, પણ તેના ફટકા તો મુસ્લિમ રાષ્ટ્રોએ અને મુસ્લિમ રાજકર્તાઓએ ભોગવવા પડશે. સતત ચાલી રહેલી આતંકવાદી પ્રવૃત્તિના કારણે સીરિયાથી અને અન્ય મુસ્લિમ દેશોમાંથી ભાગી છૂટેલ નિરાશ્રિતોને આશ્રય આપવાની બાબતમાં યુરોપિય સંઘમાં જોડાયેલાં રાજ્યો આનાકાની કરી રહ્યાં છે.

આતંકવાદ જેહાદ નથી અને યુદ્ધ પણ નથી, કારણ કે તેમાં જેહાદની પવિત્રતા અને યુદ્ધના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. પહેલી નજરે યુદ્ધ માત્ર પશુબળનો પ્રયોગ છે અને બંદૂકો બોલે ત્યારે કાયદાએ ચૂપ થઈ જવું પડે છે, પણ યુદ્ધના નિયમો હોય છે અને ગમે તેવા ભીષણ યુદ્ધમાં પણ આ નિયમો પાળવામાં આવે છે.

શરણે આવેલા દુશ્મન સૈનિકોને હણી શકાય નહીં. તેમને ત્રાસ આપી શકાય નહીં. બંદીવાન બનાવેલા આ સૈનિકો ભાગી છૂટવાનો હક્ક ધરાવે છે. ઇસ્પિતાલો, અનાથાશ્રમો પર બોમ્બ ફેંકી શકાય નહીં. ઝેરી ગેસ કે જીવાણું શસ્ત્રો વાપરી શકાય નહીં અને એકબીજાના પ્રતિનિધિઓને અથવા તટસ્થ રાજ્યોના નાગરિકો કે માલમિલકતને નુકસાન પહોંચાડી શકાય નહીં. યુદ્ધના નિયમોની યાદી ઘણી લાંબી છે અને તેનો અનાદર કરનારને વોર ક્રાઇમ માટે તકસીરવાર ઠરાવીને આંતરરાષ્ટ્રીય અદાલત સજા કરી શકે છે.
ત્રાસવાદમાં આવી કશી આચારસંહિતા પાળવામાં આવતી નથી, તેથી આતંકવાદ તે નરી જોરતલબી છે, નર્યો સંહાર છે.

સૌજન્ય-દિવ્ય ભાસ્કર 

દુનિયાની તકલીફ એ છે કે બધા મૂર્ખો અતિશય આત્મવિશ્વાસથી છલકે છે જ્યારે બુદ્ધિશાળીઓ પાસે છલકે છે શંકાઓ. - બૅર્ટ્રાન્ડ રસેલ (બ્રિટિશ ફિલૉસોફર, ગણિતજ્ઞ) The whole problem with the world is that fools and fanatics are always so certain of themselves, but wiser people so full of doubts• • •→•જિંદગી માં સંબંધો કોબી જેવા જ હોય છે•← જો તમે એને ફોલ્યા જ કરો તો છેવટે કાંઈ જ ના વધે BELIEVING IN YOURSELF IS THE FIRST STEP TO SUCCESS:-ARVIND K.PATEL.WELCOME TO Arvind Patel’s Blogપડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી- માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી