શ્રી ગોવિંદભાઈ મારૂ
નવસારી નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના આધુનિક રેશનાલીસ્ટ વિચારોના પ્રસાર માટે જાણીતા બ્લોગઅભિવ્યક્તિમાં અમદાવાદના લેખક શ્રી રોહિત દેસાઈ લિખિત નીચેના બે મનનીય લેખો પ્રકાશિત થયા છે.૧.ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે.૨.દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?આ બન્ને લેખોમાં લેખકે જે મનનીય વિચારો વ્યક્ત કર્યા છે એ મને ગમ્યા .લેખક શ્રો રોહિતભાઈ દેસાઈ અને અભિવ્યક્તિ બ્લોગના સંપાદક શ્રી ગોવિંદભાઈ ના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે એ બે લેખો આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કરેલ છે.
વિનોદ પટેલ
એક મહાત્મા તેમના વ્યાખ્યાનમાં ઉપદેશ આપતા હતા : ‘લાઈફમાં કદી નેગેટીવ ન બનો. સક્સેસ માટેની માસ્ટર–કી પૉઝીટીવ થીન્કીંગ જ છે.‘જો તમે દરેક બાબતમાં પૉઝીટીવ થીન્કીંગ કરશો તો તમારી લાઈફના અનેક પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. જો કોઈ તમને ગાળ આપે તો એમ સોચો કે તેણે તમને શારીરીક ઈજા તો નથી કરી ને! જો કોઈ તમને અપમાનીત કરે તો એમ સમજો કે તમારું ગયા જન્મનું ઋણ ચુકવાઈ રહ્યું છે, ગયા જન્મમાં તમે તેને અપમાનીત કર્યો હશે એટલે આ જન્મમાં તેનો હીસાબ ચુકતે થઈ રહ્યો છે.’ |
Education Means------
Pages
- Home
- પ્રેરક લેખ
- Excel Sheets
- શ્રીમદભગવદગીતા
- News Paper
- Maths Video
- સુવિચારો
- Educational Website and Blogs
- પુસ્તકો ડાઉનલોડ કરો
- આપણુ આરોગ્ય
- ધાર્મિક સાહિત્ય
- પ્રેઝેન્ટેશન
- Contact Me
- Photo Galary
- LATEST
- SUVICHAR WITH IMAGE
- collection of c.c.c
- MOBILE & PC SOFTWARE
- MATHS -SCIENCE FOOD
- FONTS & SOME DOCUMENTS
- PRAYERS & POAMS
- C.C.C. IMPORTANTS
- MALAVA JEVA MANAS/VYAKTI VISESH
- SUVICHAR SETU WITH EDITING
- Gujarat na Panota santano no Parichay
- શિક્ષણવિભાગ ના પરિપત્રો
- G.K.
- maths
- હાસ્યલેખ / જોક્સ
- મને ગમતી કેટલીક પ્રાર્થનાઓ
- MALAVA JEVA MANAS
- STUDY MATERIALS
- HETUO
- SAMACHARPATRO ANE SAMAYIKO
- DESHBHAKTI GEET
- TAT/TET/HTAT
- મારી સાહિત્ય સફર
- જીવનપ્રેરક દીવાદાંડી
LIFE OF COURGE
live vichar
WEL COME TO MY BLOGS
DIWALI WISHES
WEL COME
ACHIVEMENT
26 January 2017
શ્રી રોહિત દેસાઈના બે મનનીય લેખો ….આસ્વાદ
નિવૃત્તિ એટલે સડવાની સ્વતંત્રતા!... ડો. ગુણવંત શાહ
નિવૃત્તિ એટલે સડવાની સ્વતંત્રતા!... ડો. ગુણવંત શાહનિવૃત્ત થયા પછી પોતાની નવરાશ અસહ્ય લાગે ત્યારે કોઇ ને કોઇ રીતે કમાણી માટે બીજી કોઇ ગુલામી શોધી લેતા પામર વડીલને તમે જોયા છે? એ ડોસાબાપાને સ્વતંત્રતાનો ડર લાગે છે.પોતાની નિવૃત્તિ રળિયામણી બને તેવી મનગમતી પ્રવૃત્તિમાં મસ્તીથી જોડાઇ જવું એમાં જ શાણપણની શોભા રહેલી છે. ગીતામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જેવા બે શબ્દો સાથોસાથ બે વખત પ્રયોજાયા છે. જીવી જવાની લલિત કલા એટલે પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ!નોકરીના છેલ્લા દિવસે જે માણસ ખેદ અનુભવે તેને ફુલ્લી નપાસ થયેલો જાણવો. લાંબી પગારદાર ગુલામી પછી આવી મળેલી આઝાદીને બે હાથ પહોળા કરીને ન આવકારે એવો માણસ ભગવાનની કોઇ પણ કૃપાને પાત્ર નથી હોતો. તમે ઘોડાને તળાવ સુધી ભલે તાણી જાઓ, પરંતુ પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે છે. ગરીબીને કેવળ ધનના અભાવ સાથે જોડવાની જરૂર નથી. ગરીબીનો ખરો સંબંધ સુખી થવાની આકાંક્ષાના અભાવ સાથે રહેલો છે. એરિક ફ્રોમના એક પુસ્તકનું નામ છે, ‘Fear of Freedom’. નિવૃત્ત થવા જેવી રળિયામણી ઘટના બીજી કોઇ નથી. નિવૃત્તિ પણ શણગારવા જેવી ઘટના છે.ઘડપણ સાથે શાણપણ આવે જ એવું કોણે કહ્યું? ક્યારેક ઘડપણ એકલું જ આવતું હોય છે. આ શાણપણ તે વળી કઇ ચકલીનું નામ છે? સાંભળો:
શ્વાસ ખૂટે, પરંતુ
|
यह भानुका/ की हिम्मत – ‘आता’…. સંકલન – શ્રીમતિ પૂર્વી મલકાન
यह भानुका/ की हिम्मत – ‘आता’…. સંકલન – શ્રીમતિ પૂર્વી મલકાન |
આતાજીનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની ભાનુમતીબેન વિશેના આતાજી ના લેખોમાંથી તારવીને લેખિકા શ્રીમતિ પૂર્વી મલકાનએ લખેલ એક સુંદર અને મુલ્યવાન લેખ આતાવાણી બ્લોગમાં પ્રસિદ્ધ થયેલ છે.
આ લેખમાં આતાજીએ ધર્મપત્ની સ્વ.ભાનુમતીબેન સાથેનાં સ્મરણો એમની જાણીતી શૈલીમાં આલેખ્યાં છે અને એ રીતે એમનાં સ્વર્ગસ્થ પત્નીને હૃદયથી અંજલિ આપી છે.
ધર્મપત્નીના અવસાન પછી એકલતા અનુભવતા આતાજીના મનની વ્યથાનો અંદાજ એમણે રચેલ નીચેની પંક્તિઓ માંથી આવે છે.
“ સિત્તેર વરસનો સાથ ભવમાં ય ભુલાશે નઈ
સાચો હતો સંઘાથ ઈ હવે માણેક વેર્યે નઈ મળે.”भानु भानु पुकारू में मनसे पर,
भानु आ नहीं सकती जन्नतसे
भानु के वियोगमे जुरता रहेतायह भानु का हिम्मत – ‘आता’
આ લેખ આતાજીની સ્મૃતિમાં એમને ભાવાંજલિ રૂપે અહીં વિનોદ વિહારની આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.
-વિ.પ.
કેશોદ જિલ્લો, જુનાગઢ .
આજે બીજી ઓગસ્ટના દિવસે મારી પ્રેમાળ પત્ની ભાનુમતી સ્વર્ગે સિધાવી. તેના મધુરાં રમુજી સ્મરણો હું યાદ કરું છું અને આપને વાંચવા આપું છું .
એક દિવસ મારા કાકા અમારા એક જ્ઞાતિ બંધુને ઘરે રાત રોકાયા, તે દરમ્યાનમાં તેની કામઢી અને પ્રેમાળ દીકરી ભાનુમતીને જોઈ મારા કાકાને વિચાર આવ્યો કે આ છોકરીનું મારા ભત્રીજા હેમત (તમારો આતો ) સાથે સગપણ થાય તો મારા ભાભી (મારી મા) રાજીની રેડ થઇ જશે ને મનેય ખુબ યશ મળશે. આમ વિચારી મારા કાકાએ ઘરધણી જાદવજી પુરુષોત્તમભાઈ વ્યાસને વાત કરી કે જો આ છોકરીનો વેવિશાળ કરવું હોય તો આપને અનુરૂપ મારો એક ભત્રીજો યોગ્ય છે. મારા કાકાની વાત સાંભળીને જાદવજીભાઈ વ્યાસે કહ્યું કે હું આપને વિચારીને કહીશ.
મારા ગામ દેશીંગામાં રહેતા સુથાર લાલજી લખમણનું સાસરું કેશોદમાં હતું. આ લાલજીભાઈની વાત મેં આતાવાણીમાં “ગોમતી માનો લાલો ગાંડો થયો“ એ શીર્ષક નીચે લખી છે. લાલાભાઈના સસરાને અને આ જાદવજીભાઈ વ્યાસને બહુ ગાઢ સબંધ હતાં. એક વખત લાલાભાઈની સાસુ એક દિવસ ઓચિંતા મારા ઘરે દેશીંગા આવ્યાં ત્યારે સાથે સાથે મારી ભવિષ્યની ઘરવાળી અને તેની નાની બેન પણ આવ્યાં, કેમકે તેમણે ઘર અને વરનું નિરિક્ષણ કરવાનું હતું. આ વખતે હું ત્રણેક શેર જેટલું બકરીનું દૂધ લાવેલો તે ગડગડાટ પી ગયો. આ દૃશ્ય છોકરીઑ એ જોયું એ જોઈ એમને બહુ અચંબો થ્યો. પછી તો ધામેધૂમે મારા લગ્ન ભાનુમતી સાથે થયાં, ને તે સાથે હેમતભાઈ લાડીને લઈને ઘેર આવ્યાં. કેશોદમાં જન્મેલી છોકરી દેશીંગા ગાયો ભેંસો રાખતા સાસરીયામાં આવી. આવીને તેણે મારી મા પાસેથી ફટફટ કામ શીખવા માંડ્યુ. મારી મા એ સીમમાં પશુ માટે ઘાસ લેવા જવું પડે તેથી પશુઓ કેવું ઘાસ ખાઈ શકે એ ઓળખતા શીખવ્યું. ગાયો ભેંસોને દોહતા શીખવ્યું, ને મારા મિત્ર પરબતભાઈની વહુ રાણીબેને કાંપો વાળતાં શીખવ્યું. આમ ભાનુમતી અમારા ઘરની રીતે ઢળવા લાગ્યાં.
આ આખો રસસ્પદ લેખ આતાવાણી બ્લોગ ના હેડરના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને વાંચો.
સ્વ.આતાજી ની એક હિન્દી રચના ..( એમના ફેસબુક પેજ પરથી )
जब रूह बदनसे निकले
या परवर दिगार जब मुझ पर नज़अका आलम हो.
मेरा रूह जिसमसे रिहा होनेकी तैयारी कर रहा हो.
तब इतना करम करना! क्या करना ?
इतना तो करना यारब जब रूह बदनसे निकले
आला ख़याल हो दिलमे जब रूह बदनसे निकले १
आसोंका महीना हो बरखाकी कमी ना हो
गैरोंकी ज़मी ना हो जब रूह बदनसे निकले २
भादरका किनारा हो समशान विराना हो
नरसिका तराना जब रूह बदनसे निकले ३
मेरी बीबी पासमे हो बच्चों भी साथमे हो
बिछाना घासमे हो जब रूह बदनसे निकले ४
केशंगका सरपे दस्त हो मेरा मन भजनमे मस्त हो
सब आस मेरी नस्त हो जब रूह बदनसे निकले ५
“आता ” कि है ये अर्ज़ी जो आपका है क़र्ज़ी
फिर आपकी जो मर्ज़ी जब रूह बदनसे निकले ६બે બાળક !
5 December 2016
ભગવદ્ ગીતા અને ફ્લ્મિી ગીતો ! … શ્રી દીપક સોલિયા
સંદેશ.કોમમાં શ્રી દીપક સોલિયા લિખિત એક લેખ"ભગવદ્ ગીતા અને ફ્લ્મિી ગીતો!"વાંચતાં જ મને ગમી ગયો. એને લેખક અને સંદેશના આભાર સાથે આજની પોસ્ટમાં વાચકોને માટે પ્રસ્તુત છે.આ લેખને વધુ રસિક બનાવવા એમાં બે ગીતોની વિડીયો લીંક મેં મૂકી છે ...વિ.પ.)ફ્લ્મિી ગીતમાં એવી ગૂઢ વાત સાંભળી છે કે શુદ્ધ આત્મા શરીરરૂપી વસ્ત્ર દ્વારા ઢંકાયેલો છે અને એ વસ્ત્ર પર મોહમાયાના તથા રાગદ્વેષના ડાઘ પડે છે? સ્વાભાવિક છે કે આવી બધી વાતો ધર્મગ્રંથોમાં વાંચવા મળે કે કથા-કિર્તનમાં સાંભળવા મળે, પરંતુ ફ્લ્મિી ગીતોમાં આવું નિર્ભેળ ધાર્મિક મંથન શોધવાનું કહેવામાં આવે તો માથું ખજવાળવું પડે.આવું એક ગીત (ફ્લ્મિઃ દિલ હી તો હૈ) છે ખરું, જેના ગીતકાર છે, સાહિર લુધિયાનવી.
લાગા ચુનરી મેં દાગ…
|
20 November 2016
ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે –રોહીત શાહ
ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે
–રોહીત શાહ
પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડાયેલી ન હોય એવી વાત, ગમે તેટલી ભવ્ય હશે તો પણ; એનું આયુષ્ય ટુંકું જ હોવાનું. કેટલીક વાતો અતી પવીત્રતાની અને ઉંચા આદર્શોની હોય છે; છતાં પ્રૅક્ટીકલ લાઈફનું એમાં અનુસન્ધાન હોતું નથી. એવી વાતો સાંભળવાની તો ગમે છે; પણ સ્વીકારવાનું મન નથી થતું.
નરેન્દ્ર મોદી ચાવાળા સાથે, રાહુલ ગાંધી કુલી સાથે અને કેજરીવાલ રીક્ષાવાળાઓ સાથે બેસીને પોતપોતાના પૉલીટીક્સને પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડી રહ્યા છે. એ દ્વારા એ બધા વ્યાપક સ્વીકૃતી પામવા માગે છે. તમારી વાતો ભલેને ગગનવીહારની હોય; રહેવાનું તો તમારે ધરતી પર જ છે ને! ગગનવીહાર રોમાંચક ખ્વાબ છે. વસુંધરા પરનો વસવાટ વાસ્તવીક વાત છે.
થોડા વખત પહેલાં એક સજ્જન મળ્યા હતા. તેમનો નાનકડો પરીવાર સુખી હતો; પરન્તુ કોઈ ગુરુજીના સમ્પર્કમાં આવ્યા પછી એ સજ્જનની લાઈફમાં ખુબ અશાન્તી પેદા થઈ ગઈ હતી. ગુરુજીએ તેમને પાઠ ભણાવ્યા કે મોક્ષ પામવા માટે જ તને માનવજન્મ મળ્યો છે. જો તું, તને મળેલા માનવજન્મમાં મોક્ષ નહીં મેળવી શકે તો પછી ક્યારેય નહીં મેળવી શકે, ર્ચોયાસી લાખ યોનીમાં તું ભવોભવ ભટકતો રહીશ, પત્ની–સન્તાન અને પરીવાર આ બધી તો ફોગટની માયા છે, એમાં ફસાયેલો આત્મા ડુબી જાય છે. ગુરુજીની આવી વાતો સાંભળીને ભ્રમીત થઈ ઉઠેલા એ સજ્જન મને કહે, ‘રાત્રે ઉંઘ આવતી નથી. અજમ્પો રહ્યા કરે છે. આ માનવજન્મ ફોગટ જશે તો મારા આત્માની ગતી કેવી થશે?’
મેં એ સજ્જનને કહ્યું કે, ‘ભાઈ, ખોટી ચીંતા કરવાનું છોડી દો. સહજ જીવન જીવવા જેવું ઉત્તમ બીજું કશું નથી. પૃથ્વી પરનાં તમામ પશુ–પંખીઓ, તમામ જીવો કુદરતી જીવન જીવે છે. એમને સંઘર્ષ હોય છે; પણ અજમ્પો નથી હોતો. માણસે ‘દીમાગનું દહીં કરી નાખે’ એવા જ્ઞાનના અને શાસ્ત્રોના અને ધર્મના અને સ્વર્ગ–નરકના ઢગલા કરી નાખ્યા. એ ઢગલા નીચે હવે પોતે કચડાઈ–રીબાઈ રહ્યો છે. મારે મન તો મોજ એ જ મોક્ષ છે. મોહ છુટે એ જ મોક્ષ છે. મોક્ષનો મોહ તો સૌથી ખતરનાક છે. મોક્ષનો મોહ છોડવા જેવો છે, સંસારનો મોહ નહીં! ગુરુઓ આપણને ઉંધા રવાડે ચડાવે છે કે આ મીથ્યા છે અને આ સત્ય છે. પછી આપણું દીમાગ ગુમરાહ થઈ જાય છે. પેલા સજ્જન અત્યાર સુધી સુખી હતા. પરીવાર સાથે મસ્તીથી જીવતા હતા. હવે એ બધું તેમને મીથ્યા અને મોહરુપ લાગવા માંડ્યું. હવે મોક્ષથી ઓછું કશું તેમને ખપતું નહોતું એટલે ઉજાગરા વેઠતા હતા. તમે જોજો, ખાસ બારીકાઈથી નીરીક્ષણ કરજો. સંસારનો મોહ હશે એવા લોકો સુખી હશે, મોક્ષનો મોહ લઈને ફરનારા હાથે કરીને દુ:ખી થતા હશે અને બીનજરુરી તકલીફો વેઠ્યા કરતા હશે.
ગયા અઠવાડીયે એક મૉલમાં જવાનું થયું. એ મૉલમાં એક થીયેટર પણ હતું. એ થીયેટરમાં ફીલ્મ જોવા એક વૃદ્ધ દમ્પતી આવ્યું હતું. બન્નેની ઉમ્મર પંચોતેર કરતાં વધારે દેખાતી હતી. થીયેટરનો દરવાજો હજી ખુલ્યો નહોતો. એ વૃદ્ધ દમ્પતી બહાર ખુરશી પર બેઠું–બેઠું પરસ્પરને પ્રેમ કરતું હતું. બન્ને જણ એકબીજામાં એટલાં બધાં ખોવાયેલાં હતાં કે દુનીયાનું ન તો તેમને ભાન હતું કે ન તો તેમને દુનીયાની કશી પરવા હતી. એ વૃદ્ધ દમ્પતીને જોઈને કોઈ બોલ્યું ‘છે જરાય લાજશરમ! આટલી ઉમ્મરેય તેમને રોમૅન્ટીક બનવાનું સુઝે છે!’
મેં તેને કહ્યું, ‘પ્યારની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. વળી પ્રેમ કરવામાં લાજ–શરમ શાની? માણસને પ્રીયપાત્ર સાથે પ્રેમ કરવાનીયે છુટ નહીં? તમે જાહેરમાં ગાળાગાળી કરી શકો, તમે જાહેરમાં મારામારી કરી શકો, તમે જાહેર રસ્તા પર થુંકી શકો–કચરો નાખી શકો, તમે જાહેર રસ્તા પર ઘોંઘાટ કરી શકો, તમે ગમે ત્યાં શૌચક્રીયા કરી શકો, તમે જાહેરમાં લાંચ લઈ શકો, તમે ખુલ્લેઆમ બોલેલું ફરી જઈ શકો, તમે ખુલ્લંખુલ્લા વીશ્વાસઘાત કરી શકો –એમ કરતી વખતે લાજ–શરમ આવવી જોઈએ. વૃદ્ધ દમ્પતી તરફ તો ઉલટાનો અહોભાવ થવો જોઈએ ને!’
પરન્તુ આપણે મુળથી વ્યવસ્થા જ ખોટી ઉભી કરી બેઠા છીએ. વૃદ્ધ દમ્પતી પરસ્પરને વહાલ કરે એમાં શું પાપ હતું? એમાં કયું હલકું કામ હતું? આપણે કોઈ પ્રસંગે મોડા પહોંચીએ તો શરમાવાનું હોય, આપણે કોઈને આપેલું વચન પાળી ન શકીએ તો શરમાવું પડે. પ્રેમ કરવામાં વળી લાજ–શરમ શાની? વળી, એ વૃદ્ધ દમ્પતી કંઈ જાહેરમાં સેક્સ નહોતાં માણતાં, ચુમ્મા–ચુમ્મી નહોતાં કરતાં. એ બન્ને જણ પરસ્પરને અડીને બેઠાં હતાં. એક જ ડીશમાંથી નાસ્તો કરતાં હતાં. હસી–હસીને વહાલની વાતો કરતાં હતાં અને વચ્ચે–વચ્ચે એકબીજાના ગાલ ઉપર પ્રેમથી ચુંટી ભરતાં હતાં. એ જોઈને રાજી થવાનું હોય. આપણને દમ્ભ અને પાખંડ ફાવી ગયાં છે. કોઈ યુવાન માણસ બ્રહ્મચર્યની ફાલતુ બડાશો મારે તો વાંધો નહીં; પણ એક વૃદ્ધ દમ્પતી ખુણામાં બેઠું–બેઠું કોઈને નડ્યા વગર પરસ્પરને વહાલ કરતું હતું એમાં વાંધો પડી જતો હતો! આમ પાછા આપણે વૅલેન્ટાઈન્સ ડે ઉજવતા હોઈએ અને આમ, ત્યારે આવા વૃદ્ધ દમ્પતીનું સન્માન કરવાને બદલે એની ટીકા–નીંદા કરવા માંડીએ છીએ?
હમણાં એક ભાઈ કહે, મેં એક લાખ માળા પુરી કરી! તેમના ચહેરા પર ગૌરવ અને આનન્દ હતા. મને થયું કે સાચા દીલથી અને સાચી રીતે તો એક જ વખત નામસ્મરણ કરવાનું હોય ને! આટલી બધી માળાઓ કરવી જ કેમ પડે? આ તો કોઈ ઠોઠ વીદ્યાર્થી એમ કહે કે મેં પાંચમા ધોરણની પરીક્ષા દસ વખત આપી એવી જ વાત થઈ ને! વળી જો તમે આસ્તીક હો અને પ્રભુસ્મરણ તમને પસન્દ હોય તો એનાં પલાખાં–હીસાબો થોડાં રાખવાનાં હોય? માળાઓની ગણતરી શા માટે? માત્ર નામસ્મરણ ચાલે, ગણતરી છુટી જાય એ ભક્તી.
આપણે ભવ્યતા અને પવીત્રતાના ભ્રામક ખ્યાલોમાં ભટક્યા કરીએ છીએ. ભૌતીકવાદ સત્ય છે, એને ભ્રામક ગણવામાં આપણે શુરાતન બતાવીએ છીએ. અને જેનું કદાચ અસ્તીત્વ જ નથી એવા મોક્ષ અને સ્વર્ગને સત્ય સમજવાના ઉધામા કરીએ છીએ. આપણા અજમ્પા આપણે જાતે જ વધારતા રહીએ છીએ. મને તો પાકો વહેમ છે કે, જે લોકોને પરીવારનું સુખ નથી મળ્યું હોતું અથવા તો જે લોકોને પરીવારનું સુખ મેળવતાં આવડતું નથી હોતું એવા લોકો જ મોક્ષના ખ્વાબોમાં રાચતા રહે છે. જેને ફૅમીલીમાં સુખ મળી જાય છે, તેને મોક્ષ પણ ફોગટ લાગે છે. ફૅમીલી મારો ધર્મ છે, ફૅમીલી મારું અધ્યાત્મ છે, ફૅમીલી મારું મન્દીર છે, ફૅમીલી મારી મુર્તી છે, ફૅમીલી મારી પુજા છે, ફૅમીલી મારા માટે વ્રત–તપ છે.
સકલ તીરથ વન્દું કર જોડ
હમણાં વળી એક પંડીતજી શ્રોતાઓને ‘સકલ તીરથ’ સમજાવતા હતા. એક સ્તવન છે : ‘સકલ તીરથ વન્દું કર જોડ…’ એ સ્તવનમાં વર્ણન છે કે ફલાણી જગ્યાએ બત્રીસ લાખ મન્દીરો છે, ફલાણી જગ્યાએ સોળ લાખ… આપણે એ બધાં મન્દીરોમાં ન જઈ શકીએ એટલે અહીં બેઠાં–બેઠાં ભાવવન્દના કરીએ, આ રીતે લાખો મન્દીરો જુહારવાનો લાભ મળશે. પહેલો સવાલ એ છે કે લાખો મન્દીરો શા માટે જુહારવાનાં જ હોય? શ્રદ્ધા હોય તો એક જ મન્દીર ઈનફ નથી શું? બે વત્તા બે ચાર થાય એટલી ખબર હોય તો વારંવાર સરવાળા કરવા બેસવું ન પડે. પાંચસો વત્તા બસો બરાબર સાતસો જ થાય. તમે એક વખત ટોટલ કરો કે લાખ વખત ટોટલ કરો, શો ફરક પડે? લાખો મન્દીરો, લાખો મુર્તીઓને વન્દન કરવાના અભરખા જ શાના કરવાના? ભીતરથી જો એક જ વખત સાચું દર્શન થઈ જાય તો આપણાં હજારો જુઠાણાં અને પાખંડ છુટી જાય.
–રોહીત શાહ
5 November 2016
વિરહીની વેદના અને મૂંઝવણ ….. કાવ્ય રચના …… ચીમન પટેલ
વિરહીની વેદના અને મૂંઝવણ ….. કાવ્ય રચના …… ચીમન પટેલ |
જિંદગીના આ મેળામાં કોઈ દૈવ યોગે જ જીવન સાથી મળે છે અને સાથે આ મેળાનો આનંદ માણે છે અને કુટુંબની જવાબદારીઓ સાથે સંભાળે છે.કમનશીબે એવા સંજોગો સર્જાય છે કે બેમાંથી કોઈ એક સાથી વિદાય લઇ લે છે.પ્રિય પાત્રની વિદાયથી એકલો બની ગયેલ સાથી જીવનમાં એકલતા અને એક પ્રકારની મૂંઝવણ અનુભવે છે.શરીરમાં ઘર કરી ગયેલ કોઈ એક રોગની માફક દિલમાંથી યાદો પુરેપુરી જતી નથી.સમય સાથે કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય છે.પેલા હિન્દી ગીતમાં આવે છે ને કે "જાને વાલે કભી નહિ આતે ,પર જાને વાલેકી યાદ તો જરૂર આતી હૈ !"
આજની પોસ્ટમાં પ્રસ્તુત શ્રી ચીમનભાઈના કાવ્ય "મૂંઝવણ "માં એમનાં જીવન સાથીની વિદાયની વિરહ વેદના અને એમના દિલની મૂંઝવણ છતી થાય છે એ સમજી શકાય એમ છે.જેને રામ બાણ વાગ્યાં હોય એ જ એને બરાબર જાણી શકે !કાવ્યને અંતે તેઓ કહે છે :
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!
સ્વ.નિયંતિકાબેન સાથેની ચીમનભાઈની એક યાદગાર તસ્વીર
હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ હાલ ૮૨ વર્ષની ઉંમરના છે પણ એક યુવાનની જેમ સક્રિય છે.ચીમનભાઈનો પરિચય અને એમની અન્ય સાહિત્ય રચનાઓ એમના બ્લોગ "ચમન કે ફૂલ " ની આ લીંક પર ક્લિક કરવાથી વાંચી શકાશે.
મૂંઝવણ ..... ચીમન પટેલ
અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી,
ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી!
આવવું હતું જો અહીં તો ગઈ શું આમ ચાલી?
કીધુ કાં ન, સરકી જવું’તુ દઈ મને હાથ તાલી!તલસાવવા ધર્યો’તો શું ભરી ગ્લાસ પ્રિતનો?
કદી હિંચકે બેસી કીધો વિચાર મુજ હિતનો?
અબોલા લઈ અલબેલી થાય પરીક્ષા શું ઘેરી?
વાયો છે વંટોળ વડીલોનો કે થયું છે કોઈ વેરી?સમજાય ના મુજને મુખ ફેરવે કાં જોઈ તું મને?
મૂંઝાઈ રહ્યું છે મન, થઈ ગયું છે પ્રિયે શું તને?
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!ચીમન પટેલ "ચમન "
ચીમનભાઈ નું આ કાવ્ય ગુજરાતી ભાષાના જાણીતા બ્લોગ " વેબ ગુર્જરી " માં પણ પ્રગટ થયું છે.
આજની આ પોસ્ટના સંદર્ભમાં,વિનોદ વિહારની પોસ્ટ નંબર (859 )" એકલતા જ મારે માટે સ્વર્ગ છે." માં મુકેલ કિશોર કુમાર રચિત હિન્દી ફિલ્મના મનપસંદ હિન્દી ગીતનો ગુજરાતીમાં કરેલ નીચેના કાવ્યાનુવાદનો આસ્વાદ પણ માણો.
હિન્દી ગીતનો અનુવાદ
આંખની પલકો પર કોઈ વાર આંસુ છે ,
મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે,
છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે,
દુનિયા આગમન અને ગમનની જ કથા છે,
જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે,
આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે,
મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે,
પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.ભાગતી જિંદગી તું જરા થોભી જા,શ્વાસ લે,
તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં ,
પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં,
એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં ,
ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી ,
મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ .
મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે,
મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે ,
ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ,
મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.અનુવાદ- વિનોદ પટેલ,૨-૨૭-૨૦૧૬
જે હિન્દી ગીતનો અનુવાદ ઉપર છે એ હિન્દી ગીતને નીચેના વિડીયોમાં કિશોરકુમાર ના કંઠે સાંભળો અને માણો .
વીરતા અને પરાક્રમનો પર્યાય ભારતીય ભૂમિ સેના
વીરતા અને પરાક્રમનો પર્યાય ભારતીય ભૂમિ સેના
(સાધના સાપ્તાહિકમાં તા. ૧૦/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો.)
ભારતીય સેનાની એક પાંખ એટલે થલ સેના અથવા ભૂમિ દળ. ભારતના રાષ્ટ્રપતિ તેના સર્વોચ્ચ કમાન્ડર છે. તે પછી તેના વડાના હોદ્દાને ચીફ ઑફ આર્મી સ્ટાફ કહેવાય છે. તે ફૉર સ્ટાર જનરલ હોય છે. હાલમાં જનરલ દલબીરસિંહ સુહાગ આ પદ શોભાવે છે. તેનું આદર્શ સૂત્ર છે ‘સર્વિસ બીફોર સેલ્ફ’. સૈનિકો માત્ર પાકિસ્તાન કે ચીન જેવા દુશ્મનો સામે જ નથી લડતા પરંતુ પૂર જેવી આપત્તિ વખતે તેઓ પ્રશંસનીય કામગીરી બજાવે છે. જમ્મુ-કાશ્મીરમાં બે વર્ષ પહેલાં પૂર આવ્યું ત્યારે તેમણે કાશ્મીરના અનેક લોકો સેના પર પથ્થરમારો કરે છે તે વાત ભૂલીને તેમને પૂરમાંથી સાંગોપાંગ ઉગાર્યા હતા. ઉત્તરાખંડમાં પણ કુદરતી આપત્તિ વખતે સેનાએ રાહતનું ઉત્તમ કાર્ય કર્યું હતું. અત્યાર સુધી પાકિસ્તાન સાથે ત્રણ યુદ્ધ થયા તેમાં સેનાએ દુશ્મન સેનાને ધૂળ ચાટતી કરી દીધી હતી. સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ દળમાં પણ ભારતીય સૈનિકો ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજું સૌથી મોટું સૈનિક પ્રદાતા (કૉન્ટ્રિબ્યુટર) છે.

નહેરુજીને એક સૈનિકનો સણસણતો જવાબ!
ભારતીય સેનાના પહેલા કમાન્ડર ઇન ચીફને પસંદ કરવા માટે એક બેઠક બોલાવાઈ હતી. તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું, “હું માનું છું કે બ્રિટિશ અધિકારીને ભારતીય સેનાના જનરલ તરીકે નિયુક્ત કરવા જોઈએ કારણકે આપણી પાસે સેનાના નેતૃત્વનો પૂરતો અનુભવ નથી.”
કોઈ પણ દેશભક્તને આ વાત ચચરી જાય તેવી હતી. અત્યારે પણ સત્તાધીશો આસપાસ ચમચામંડળ હોય છે તો આ તો સત્તા ઉપરાંત સ્વતંત્રતા સૈનિક હતા એટલે તેમના પ્રત્યે આદર અને અહોભાવ વધુ જ હોય. આથી લગભગ બધાએ નહેરુજીના સૂચનમાં હકાર પૂરાવ્યો. પણ એક અધિકારીથી ન રહેવાયું. તેમણે કહ્યું, “મારે કંઈક કહેવું છે, સાહેબ.”
નહેરુજીએ કહ્યું, “જી મહોદય. તમે કહેવા માટે મુક્ત છો.”
“આપણી પાસે રાષ્ટ્રનું નેતૃત્વ કરવા પૂરતો અનુભવ નથી. તો શું આપણે ભારતના વડા પ્રધાન તરીકે કોઈ બ્રિટિશરને જ ન નિમવા જોઈએ?”
એ અધિકારીનું તીર બરાબર નિશાન પર વાગ્યું! બેઠકના ખંડમાં સન્નાટો છવાઈ ગયો!
મૌન તોડતાં નહેરુજીએ કહ્યું, “તમે ભારતીય સેનાના પ્રથમ જનરલ બનવા તૈયાર છો?” અત્યારે કોઈ વ્યક્તિ હોત તો એ તક સ્વીકારી લેત, પરંતુ એ વ્યક્તિએ કહ્યું, “આપણી પાસે ખૂબ જ પ્રતિભાવાન સેના અધિકારી છે. જે મારા વરિષ્ઠ છે. લૅફ્ટ. જન. કરિઅપ્પા.”
નહેરુજી સામે બોલવાની હિંમત ધરાવનાર આ બહાદુર અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા લૅફ્ટ. જન. નથુસિંહ રાઠોડ.
ભારતીય ભૂમિ દળની રેજિમેન્ટ
ભારતીય સેનામાં સૈનિકો અને અધિકારીઓને અલગ-અલગ રેજિમેન્ટમાં વહેંચવામાં આવી છે. જે પ્રમાણે જરૂરિયાત હોય તે રીતે આ રેજિમેન્ટને લડાઈના મોરચે મોકલવામાં આવે છે. દરેક રેજિમેન્ટના અલગ આદર્શ સૂત્ર અને યુદ્ધ ઘોષ છે. પ્રત્યેક રેજિમેન્ટના શૌર્યના કિસ્સાઓ ભરપૂર છે. આવો કેટલીક પ્રમુખ રેજિમેન્ટને જોઈએ.
રાજપૂતાના રાઇફલ્સ:
તે ભારતીય સેનાની સૌથી જૂની અને સૌથી સન્માનિત રેજિમેન્ટ છે. ઈ.સ. ૧૯૨૧માં બ્રિટનની ભારતીય સેના તરીકે તેને વિકસિત કરાઈ હતી. ઈ.સ. ૧૯૪૫ પહેલાં તેને છ રાજપૂતાના રાઇફલ્સ તરીકે ઓળખવામાં આવતી હતી કારણ કે તેને ત્યારની બ્રિટિશ ભારતીય સેનાની છ રેજિમેન્ટના વિલય બાદ બનાવવામાં આવી હતી. રાજપૂતાના રાઇફલ્સનું આદર્શ અને સિદ્ધાંત સૂત્ર
‘વીર ભોગ્યા વસુંધરા’ છે. તેનો અર્થ છે માત્ર વીર અને શક્તિશાળી લોકો જ આ ધરતીનો ઉપભોગ કરી શકે છે. રાજપૂતાના રાઇફલ્સનો યુદ્ધઘોષ છે ‘રાજા રામચંદ્ર કી જય’. દિલ્લી સ્થિત રાજપૂતાના મ્યુઝિયમમાં રાજપૂતાના રાઇફલ્સના સમૃદ્ધ ઇતિહાસની સોનેરી ઝલક જોવા મળે છે. આ મ્યુઝિયમ ભારતનાં શ્રેષ્ઠ સેના મ્યુઝિયમ પૈકીનું એક છે. મજેદાર વાત એ પણ છે કે આ રેજિમેન્ટના મોટા ભાગના સભ્યો તેમની વિશેષ પ્રકારની મૂછોના કારણે પણ જાણીતા છે.
રાજપૂત રેજિમેન્ટ:
દેશની સ્વતંત્રતાથી માંડીને અત્યાર સુધી અલગ-અલગ યુદ્ધ અને સફળતમ કાર્યવાહીઓ (ઑપરેશન)માં મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર રાજપૂત રેજિમેન્ટે ગૌરવશાળી ૭૫ વર્ષ પૂરાં કર્યાં છે. લિબરેટર્સ ઑફ હૈદરાબાદ નામથી સન્માનિત અને ફાઇનેસ્ટ ફૉર્ટીન તરીકે ઓળખાતી આ રેજિમેન્ટે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતની સ્વતંત્રતાની ઉજવણી મ્યાનમાર (પહેલાંનું બર્મા)ના રંગૂનમાં કરી હતી.
તેની સ્થાપના ૧૭૭૮માં થઈ હતી. તેનું પહેલાં નામ ૧૨/૭ રાજપૂત હતું. તે પછી ૧૫ સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ તેનું નામ ૧૪ બટાલિયન ધ રાજપૂત રેજિમેન્ટ કરવામાં આવ્યું. તેનું આદર્શ સૂત્ર છે ‘સર્વત્ર વિજય’ અને યુદ્ધ ઘોષ છે ‘બોલ બજરંગ બલી કી જય’.
રાજપૂત રેજિમેન્ટે બંને વિશ્વયુદ્ધમાં અંગ્રેજો વતી વીરતા દર્શાવી હતી. સ્વતંત્રતા પછીનાં તમામ યુદ્ધોમાં પણ તેના સૈનિકોએ અદમ્ય સાહસનું અને વીરતાનું પ્રદર્શન કર્યું હતું.
પંજાબ રેજિમેન્ટ:
પંજાબ રેજિમેન્ટ ભારતની સૌથી જૂની સૈન્ય રેજિમેન્ટ પૈકીની એક છે. ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે પંજાબ રેજિમેન્ટનું પણ વિભાજન થયું હતું. તેનો પહેલો હિસ્સો પાકિસ્તાનને મળ્યો તો બીજી બટાલિયન ભારતને. ડિસેમ્બર ૧૯૭૧માં લોંગેવાલા સરહદ પર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પંજાબ રેજિમેન્ટના સૈનિકોએ ખૂબ જ વીરતા દાખવી હતી. વિદેશોમાં શાંતિ કાર્યક્રમોમાં પણ પંજાબ રેજિમેન્ટના સૈનિકો ઘણા સક્રિય રહ્યા છે. સુવર્ણ મંદિરમાં કાર્યવાહી (ઑપરેશન બ્લુસ્ટાર) સમયે વિદ્રોહના કારણે ૧૨૨ અધિકારીઓને કૉર્ટ માર્શલ કરવા પડ્યા હતા જે એક દુઃખદ બાબત છે. ભારતીય સેનાના ઇતિહાસની કૉર્ટ માર્શલ સંબંધિત આ સૌથી મોટી ઘટના હતી. તેનું આદર્શ સૂત્ર છે ‘સ્થલ વ જલ’ અને યુદ્ધ ઘોષ છે ‘જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’ તેમજ ‘બોલો જ્વાલા માતા કી જય’.
મદ્રાસ રેજિમેન્ટ:
તમિલનાડુના આ શહેરનું નામ ભલે ચેન્નાઈ થઈ ગયું હોય પણ સેનાની આ રેજિમેન્ટનું નામ હજુ પણ મદ્રાસ જ છે. તે પણ ભારતીય સેનાની સૌથી જૂની રેજિમેન્ટ પૈકીની એક છે. ૧૭૫૦ના દશકમાં અંગ્રેજોએ તેની સ્થાપના કરી હતી. આ રેજિમેન્ટમાં ૨૩ બટાલિયન છે. તેનું આદર્શ સૂત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સુસૂત્ર ‘સ્વધર્મે નિધનં શ્રેય:’ છે અને યુદ્ધ ઘોષ ‘વીરા મદ્રાસી, અડી કોલ્લુ અડી કોલ્લુ’ (વીર મદ્રાસી, આઘાત કરો અને મારો, આઘાત કરો અને મારો) છે.
તેના સૈનિકોને લાડથી ‘થામ્બી’ (નાના ભાઈ) કહેવાય છે. તેમાં દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશના સૈનિકો હોય છે. ગત ૩ ફેબ્રુઆરીએ સિયાચીન જે ૧૮,૮૭૫ ફીટની ઊંચાઈએ આવેલું હિમક્ષેત્ર છે ત્યાં હિમસ્ખલનમાં ફરજ બજાવતાં ૧૦ ભારતીય સૈનિકોની વીરગતિ થઈ હતી તે બધા મદ્રાસ રેજિમેન્ટના હતા. તેમાં લાન્સ નાયક હનુમાનથપ્પા કોપ્પડની વીરતાની વાત જ અનેરી છે.
તેઓ બરફના ખૂબ જ જાડા થરની નીચે પાંચ દિવસ સુધી રહ્યા અને તેમને આઠ ફેબ્રુઆરીએ કાઢવામાં આવ્યા અને નવ ફેબ્રુઆરીએ દિલ્લીમાં હૉસ્પિટલમાં દાખલ કરાયા. ત્રણ દિવસ હૉસ્પિટલમાં મૃત્યુ સામે ઝઝૂમ્યા પછી તેમનું અવસાન થયું. હનુમાનથપ્પા કર્ણાટકના હતા. તેમનું નામ ભગવાન હનુમાન પરથી રખાયું હતું. તેઓ કર્ણાટક શાળાએ જવા છ કિમી પગપાળા ચાલતા હતા. તેઓ બધાને દેશ સેવા માટે સેનામાં જવા માટે પ્રેરતા હતા. તેઓ સેનામાં સાથીઓને યોગ કરવા કહેતા હતા. તેઓ હંમેશાં પડકારવાળી પૉસ્ટિંગ જ માગતા હતા.
ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ:
આ ભારતની ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ છે. તે પહેલાં બોમ્બે સેનાનો ભાગ હતી. ફ્રેન્ચ મૂળના ‘ગ્રેનેડિયર્સ’ પરથી તેનું નામ રખાયું છે. ગ્રેનેડિયર્સ ભારતીય સેનાની સૌથી મજબૂત રેજિમેન્ટ પૈકીની એક છે.તેના સૈનિકોએ બંને વિશ્વયુદ્ધમાં અને સ્વતંત્રતા પછીના યુદ્ધમાં બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. કારગિલ યુદ્ધ દરમિયાન ૧૮મી ગ્રેનેડિયર્સનું નામ ખૂબ જ ચર્ચામાં હતું. તેનું આદર્શ સૂત્ર અને યુદ્ધ ઘોષ બંને ‘સર્વદા શક્તિશાળી’ છે. તેનું મુખ્ય કાર્યાલય જબલપુર, મધ્યપ્રદેશમાં આવેલું છે. ઑક્ટોબર ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે હુમલાખોરોને રોકવા ‘ગુરેજ’ ઘાટીને ઘેરવી જરૂરી હતી. અનેક દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ગ્રેનેડિયર્સના સૈનિકોએ પાકિસ્તાની સેના અને ત્રાસવાદીઓને ખરાબ રીતે પરાજિત કરી પાછા ખદેડવા વિવશ કર્યા. આ નિર્ણાયક જીત માટે ૨૮ જૂન ૧૯૪૮ના રોજ આ રેજિમેન્ટને ‘ગુરેજ’ નામનું યુદ્ધ પદક મળ્યું હતું. ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં પરાક્રમ દેખાડનાર વીર અબ્દુલ હમીદ આ જ રેજિમેન્ટના સૈનિક હતા. કારગિલ યુદ્ધમાં હવાલદાર યોગેન્દ્રસિંહ યાદવ પણ આ જ રેજિમેન્ટના છે. વિદેશોમાં શાંતિ કાર્યક્રમમાં પણ તેના સૈનિકો મહત્ત્વની કામગીરી બજાવી ચૂક્યા છે.
મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી
તેની રચના ૧૭૬૮માં કરાઈ હતી. મરાઠા સૈનિકો તેમની વીરતા માટે ખૂબ જ જાણીતા છે. પરંતુ તેમાં માત્ર મહારાષ્ટ્ર જ નહીં, કર્ણાટકના પણ મરાઠી ભાષી વિસ્તારના સૈનિકોને દાખલ કરવામાં આવે છે. બંને વિશ્વયુદ્ધમાં આ રેજિમેન્ટના સૈનિકોએ અદ્ભુત શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. સ્વતંત્રતા પછી આ રેજિમેન્ટના સૈનિકો ૧૯૪૭માં જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનના આક્રમણ, જૂનાગઢના ભારતમાં વિલય, હૈદરાબાદના વિલય, ગોવા, દમણ અને દીવની સ્વતંત્રતા માટેની લડત, ૧૯૬૫ અને ૧૯૭૧ના પાકિસ્તાન સામેનાં યુદ્ધ, ૧૯૬૨માં ચીન સામેનાં યુદ્ધમાં વીરતા દાખવી હતી. તેનું આદર્શ સૂત્ર ‘ડ્યુટી, ઑનર, કરેજ’ છે અને યુદ્ધ ઘોષ ‘બોલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ કી જય’ છે.
જાટ રેજિમેન્ટ:
અંગ્રેજોએ ૧૭૯૫માં આ રેજિમેન્ટની સ્થાપના કરી હતી. જાટ રેજિમેન્ટને પોતાની બહાદુરી માટે અનેક યુદ્ધ સન્માન મળ્યા છે જેમાં બે અશોક ચક્ર, આઠ મહાવીર ચક્ર, આઠ કીર્તિ ચક્ર, ૩૨ શૌર્ય ચક્ર, ૩૯ વીર ચક્ર અને ૧૭૦ સેના ચંદ્રક મળ્યા છે. તેનું આદર્શ સૂત્ર ‘સંગઠન વ વીરતા’ અને યુદ્ધ નાદ ‘જાટ બલવાન, જય ભગવાન’ છે.
શીખ રેજિમેન્ટ:
અંગ્રેજોએ તેની સ્થાપના ૧ ઑગસ્ટ ૧૮૪૬માં કરી હતી. શીખ રેજિમેન્ટમાં ૧૯ બટાલિયન છે. તેનું આદર્શ સૂત્ર ‘નિશ્ચય કર અપની જીત કરો’ અને યુદ્ધ નાદ ‘જાટ બલવાન, જય ભગવાન’ છે. બ્રિટિશરોના સમયમાં તેણે તમામ મોરચા પર વિજય મેળવવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું તો સ્વતંત્રતા પછી પણ દરેક લડાઈમાં યશપૂર્ણ યોગદાન આપ્યું. કારગિલ યુદ્ધના સમયે ટાઇગર હિલ પર તેણે કબજો પાછો મેળવ્યો હતો.
ડોગરા રેજિમેન્ટ:
અંગ્રેજોએ ઈ. સ ૧૮૭૭માં ડોગરા રેજિમેન્ટની સ્થાપના કરી હતી. ડોગરા રેજિમેન્ટે પાકિસ્તાનને બરાબરનો પાઠ વારંવાર ભણાવ્યો છે. ડોગરા રેજિમેન્ટ દેશની સૌથી ખતરનાક રેજિમેન્ટમાં ગણાય છે. તેનું ધ્યેય સૂત્ર ‘કર્તવ્યમ્ અન્વાત્મા’ છે અને યુદ્ધ ઘોષ ‘જ્વાલા માતા કી જય’ છે.
કુમાયુ રેજિમેન્ટ:
અંગ્રેજોએ ઈ. સ. ૧૮૧૩માં કુમાયુ રેજિમેન્ટની સ્થાપના કરી હતી. કુમાયુ રેજિમેન્ટ અત્યાર સુધી બે પરમવીર ચક્ર, ચાર અશોક ચક્ર, ૧૦ મહાવીર ચક્ર, છ કીર્તિ ચક્ર, સહિત તમામ પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂક્યા છે. કુમાયુ રેજિમેન્ટે તમામ યુદ્ધમાં પોતાની વીરતા દર્શાવી છે. કુમાયુ રેજિમેન્ટ દુનિયાના સૌથી ઊંચા યુદ્ધના મેદાન સિયાચીન હિમક્ષેત્રમાં ફરજરત્ છે. તેનું આદર્શ સૂત્ર ‘પરાક્રમો વિજયતે’ છે અને યુદ્ધ ઘોષ ‘કાલિકા માતા કી જય’ છે.
આસામ રેજિમેન્ટ:
આસામ રેજિમેન્ટની સ્થાપના ૧૫ જૂન ૧૯૪૧ના રોજ થઈ હતી. આસામ રેજિમેન્ટમાં ખાસ તો ઈશાન ભારતમાંથી સૈનિકોની ભરતી થાય છે. આસામ રેજિમેન્ટે ચીન સાથેના યુદ્ધમાં તેમજ બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભાગ લીધો હતો. તેનું આદર્શ સૂત્ર ‘અસમ વિક્રમ’ છે. તેનો યુદ્ધ ઘોષ ‘રહાઇનો ચાર્જ’ છે.
બિહાર રેજિમેન્ટ:
બિહાર રેજિમેન્ટની સ્થાપના ૧૯૪૧માં થઈ હતી. બિહાર રેજિમેન્ટે સ્વતંત્રતા પહેલાં બર્મામાં જાપાન વિરુદ્ધ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. તેણે ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં પણ ભાગ લઈ વીરતાનું પ્રદર્શન કર્યું હતું. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. બિહાર રેજિમેન્ટના મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન મુંબઈ પર ૨૬ નવેમ્બર ૨૦૦૮ના હુમલામાં વીરગતિ પામ્યા હતા. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ જમ્મુ-કાશ્મીરના ઉડીમાં ત્રાસવાદીઓના હુમલામાં માર્યા ગયેલા ૧૮ પૈકી મોટા ભાગના જવાનો બિહારના હતા. તેનું આદર્શ સૂત્ર ‘કરમ હી ધરમ’ છે અને યુદ્ધ ઘોષ ‘જય બજરંગ બલી’ છે.
મહાર રેજિમેન્ટ:
મહાર રેજિમેન્ટની સ્થાપના ઈ. સ. ૧૯૪૧માં થઈ હતી. મહાર રેજિમેન્ટને એક પરમવીર ચક્ર, ચાર મહાવીર ચક્ર સહિતના પુરસ્કારો પ્રાપ્ત થયા છે. મહાર રેજિમેન્ટમાં દેશના બધા ખૂણામાંથી સૈનિકોની ભરતી કરવામાં આવે છે. તેનું ધ્યેય સૂત્ર ‘યશ સિદ્ધિ’ અને યુદ્ધ ઘોષ ‘બોલો હિન્દુસ્તાન કી જય’ છે.
નાગા રેજિમેન્ટ:
નાગા રેજિમેન્ટ દેશની સૌથી નવી રેજિમેન્ટ છે. તેની સ્થાપના ઈ. સ. ૧૯૭૦માં થઈ હતી. નાગા રેજિમેન્ટની સ્થાપના પછી તરત બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં ભાગ લીધો હતો. નાગા રેજિમેન્ટે કારગિલ યુદ્ધના સમય દરમિયાન દ્રાસ સેક્ટરમાં જવાબદારી સંભાળી હતી. તેણે જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા સંભાળવા માટે ‘ઑપરેશન રોમિયો’માં ભાગ લીધો હતો. તેનો યુદ્ધ ઘોષ ‘જય દુર્ગા નાગા’ છે.
ગઢવાલ રેજિમેન્ટ:
ગઢવાલ રેજિમેન્ટની સ્થાપના ઈ. સ. ૧૮૮૭માં થઈ હતી. તેણે પણ બંને વિશ્વ યુદ્ધોમાં ભાગ લીધો હતો. ઉત્તરાખંડના ગઢવાલી લોકો તેમાં મુખ્યત્વે હોય છે. તેનું ધ્યેય સૂત્ર ‘યુદ્ધાય કૃત નિશ્ચય‘ છે અને યુદ્ધ ઘોષ ‘બદરી વિશાલ લાલ કી જય’ છે.
ગોરખા રેજિમેન્ટ:
તે સ્વતંત્રતા પહેલાથી ભારતીય સેનાના હિસ્સા છે. તેણે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ કાર્યક્રમ હેઠળ લેબેનોન અને સિએરા લિયોનમાં ભાગ લીધો છે. સિયાચીનમાં ઑપરેશન મેઘદૂત દરમિયાન ગોરખા સૈનિકોએ અદમ્ય વીરતા દેખાડી હતી. ગોરખા રેજિમેન્ટે ભારતીય સેનાને બે ફીલ્ડ માર્શલ આપ્યા છે. સામ માણેકશા અને વર્તમાન સેના પ્રમુખ જનરલ દલબીરસિંહ સુહાગ. ગોરખા સૈનિકોની ઓળખ છે ખુકરી. તે ૧૨ ઈંચ લાંબું ધારદાર હથિયાર છે. તે તેમના ગણવેશનો હિસ્સો છે. તેનું આદર્શ સૂત્ર ‘કાયર હુનુ ભાંડા મરનુ રામરો’ (કાયર તરીકે જીવવા કરતાં મરવું સારું) છે.
જમ્મુ-કાશ્મીર રાઇફલ્સ:
તેણે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના હુમલા વખતે તેમજ તે પછી સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ કાર્યક્રમમાં ભાગ લીધો છે. તે અગાઉ મહારાજા હરિસિંહ વગેરે શાસકો વખતે કાશ્મીર સેનાનો ભાગ હતી. તેનું ધ્યેય સૂત્ર ‘પ્રશત રણવીરતા’ અને યુદ્ધ ઘોષ ‘દુર્ગા માતા કી જય’ છે.
પેરાશૂટ રેજિમેન્ટ:
પેરાશૂટ રેજિમેન્ટની સ્થાપના સ્વતંત્રતા પહેલાં ૨૯ ઑક્ટોબર ૧૯૪૧ના રોજ થઈ હતી. આ રેજિમેન્ટ દેશના બધાં સૈન્ય દળોને હવાઈ મદદ પહોંચાડવામાં આવે છે. ઈ. સ. ૧૯૯૯માં કારગિલ યુદ્ધના સમયે દસમાંથી નવ પેરાશ્યૂટ બટાલિયનને ઑપરેશન વિજય માટે મૂકવામાં આવી હતી. તેનું આદર્શ સૂત્ર ‘શત્રુજિત’ છે.
બ્રિગેડ ઑફ ગાર્ડ્સ
આ પહેલી અખિલ ભારતીય મિશ્રિત રચનાવાળી ઇન્ફન્ટ્રી છે. તેમાં ભારતના બધા ભાગોમાંથી સૈનિકો, રેજિમેન્ટની અલગ-અલગ બટાલિયનો એક સાથે સેવા આપે છે. તેનું આદર્શ સૂત્ર છે ‘પહેલા હંમેશાં પહેલા’ અને યુદ્ધ ઘોષ છે ‘ગરૂડ કા હૂં બોલ પ્યારે’ (ગરુડનો પુત્ર છું).
મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ:
૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધમાંથી બોધ પાઠ લઈને આ રેજિમેન્ટની સ્થાપના ૧૯૭૯માં કરવામાં આવી હતી. જનરલ કે. સુંદરજીની દૂરદર્શિતાના કારણે આમ થઈ શક્યું. આ રેજિમેન્ટે અત્યાર સુધી ઑપરેશન પવન હેઠળ શ્રીલંકા, ઑપરેશન રક્ષક હેઠળ પંજાબ અને જમ્મુ-કાશ્મીર, ઑપરેશન વિજય હેઠળ જમ્મુ-કાશ્મીરમાં પોતાના શૌર્યનું પ્રદર્શન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ કાર્યક્રમોમાં સોમાલિયા, કાંગો, એંગોલા અને સિએરા લિયોનમાં પણ તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂકી છે. તેનું આદર્શ સૂત્ર છે ‘
વીરતા ઔર વિશ્વાસ’ અને યુદ્ધ ઘોષ છે ‘બોલો ભારત માતા કી જય’.
બૉક્સ-૧
સેના વિશે આ જાણો છો?
- સેના વિશ્વમાં સૌથી ત્રીજા ક્રમની મોટી સેના છે.
- સેનામાં સૌથી મોટો પુરસ્કાર પરમવીર ચક્ર છે.
- સિયાચીન હિમક્ષેત્ર દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે જ્યાં ભારતીય સેનાના જવાનો કડકડતી ગાત્ર થિજાવી દેતી ઋણ પચાસ ડીગ્રી ઠંડીમાં પણ ફરજ બજાવે છે, જેથી પાકિસ્તાન તેને પચાવી ન પાડે.
- ગુલમર્ગમાં ખૂબ જ ઊંચાઈએ આવેલી યુદ્ધ શાળા દુનિયાની શ્રેષ્ઠ પ્રશિક્ષણ સંસ્થા છે. વિશ્વ ભરના શ્રેષ્ઠ દળોના સૈનિકો અહીં પ્રશિક્ષણ આપવા આવે છે.
- સેનામાં કોઈ આરક્ષણ નથી. ચાહે તે જ્ઞાતિગત હોય કે પંથગત.
બૉક્સ-૨
સંખ્યા બળ
ભારતીય સેનામાં ૧૩,૨૫,૯૦૦ સક્રિય સૈનિકો અને ૨૧,૪૩,૦૦૦ અનામત સૈનિકો છે. આ આંકડા વર્ષ ૨૦૧૦ના છે.
બૉક્સ-૩
શસ્ત્રબળ
ભારતીય સેના પાસે
૬,૪૬૪ ટેન્ક
૬,૭૦૪ આર્મર્ડ ફાઇટિંગ વિહિકલ્સ
૨૯૦ સેલ્ફ પ્રૉપેલ્ડ ગન
૭,૪૧૪ ટૉવ્ડ આર્ટિલરી
૨૯૨ મલ્ટિપલ લૉન્ચ રૉકેટ સિસ્ટમ
છે.
બૉક્સ-૪
ભારતીય સેનામાં પ્રથમ
પ્રથમ કમાન્ડર ઇન ચીફ- રોબર્ટ મેકગ્રેગર મેકડૉનાલ્ડ
પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ- જનરલ કોદાન્દેરા મદપ્પા કરિઅપ્પા
પહેલાં મહિલા લૅફ્ટ. જનરલ- પુનીતા અરોરા
નવાઝ શરીફ કે હાફીઝ સઈદ જ ભારતના દુશ્મન નથી!
નવાઝ શરીફ કે હાફીઝ સઈદ જ ભારતના દુશ્મન નથી!
(મુંબઈ સમાચારની રવિપૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ કૉલમ’માં તા.૯/૧૦/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)
ભારતમાં વ્યક્તિવાદ ખૂબ જ પ્રચલિત છે. સારું કામ કરનારની અતિ પ્રશંસા થવા લાગે અને ખરાબ કામ કરનાર વ્યક્તિની ખૂબ જ ટીકા થવા લાગે. શ્રીકૃષ્ણથી લઈને બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો પરંતુ એ આપણને પસંદ નથી પડતો. અત્યારે નવાઝ શરીફ અને હાફીઝ સઈદને ભારતના દુશ્મન તરીકે ચિતરાઈ રહ્યા છે. નવાઝ શરીફ કે હાફીઝ સઈદ કંઈ પણ નિવેદન આપે ત્યારે શરીફ બદમાશ, શરીફની અવળચંડાઈ, હાફીઝે ફરી ઝેર ઓક્યું વગેરે વગેરે હેડિંગ સાથે આપણું મોટા ભાગનું મિડિયા મંડી પડે છે. નાગરિકો પણ તેમની સામે ક્રોધે ભરાય છે.
આપણે ભૂલી જઈએ છીએ કે નવાઝ શરીફ કે હાફીઝ સઈદ જ ભારતના દુશ્મન નથી! હા. આ સાચું છે અને એનું કારણ એ છે કે પેઢીએ પેઢીએ આપણા દુશ્મનોના ચહેરા બદલાય છે. આ દુશ્મનાવટનું કારણ જાણવા આપણે ઊંડા ઉતરતા જ નથી. પહેલાં મોહમ્મદ અલી ઝીણા આપણા દુશ્મન હતા. તે પછી લિયાકત અલી ખાન, અયૂબ ખાન, યાહ્યા ખાન, ઝુલ્ફીકાર અલી ભુટ્ટો, મુહમ્મદ ઝિયા ઉલ હક, બેનઝીર ભુટ્ટો, નવાઝ શરીફ, પરવેઝ મુશર્રફ અને અત્યારે ફરી નવાઝ શરીફ…ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ભારત સામે ૧૦૦૦ વર્ષ યુદ્ધ કરવાની જાહેરાત કરી હતી. ઝિયાએ ભારતમાં ત્રાસવાદ ફેલાવવા માટે સંગઠનો રચ્યાં અને જમ્મુ-કાશ્મીરમાં અશાંતિની શરૂઆત કરી. ઓછાં કટ્ટરવાદી બેનઝીર ભુટ્ટોએ પણ ગાદી જાળવી રાખવા પિતાની રાહે ભારત સામે ૧,૦૦૦ વર્ષ યુદ્ધ લડવાની જાહેરાત પુનરાવર્તિત કરી હતી. નવાઝ શરીફે અટલ બિહારી વાજપેયી સાથે શાંતિનાં ગાણાં ગાયાં પરંતુ એના જ સમયમાં મુશર્રફે ઉપરવટ જઈને કે તેમની અનુમતિ સાથે કારગિલ યુદ્ધ કર્યું.
આપણે એ વિચારતા નથી કે પાકિસ્તાન શા માટે અલગ થયું? અલગ થયા પછી પાકિસ્તાન શા માટે ઉંબાડિયાં કર્યા જ રાખે છે? ઝીણા જેવી રાષ્ટ્રવાદી વ્યક્તિ અલગતાવાદી શા માટે થઈ? ઝિયા ઉલ હકે પ્રૉક્સી વૉરની નીતિ અપનાવી તો આપણને પ્રૉક્સી વૉર કરતાં કોણ રોકતું હતું? એમાં ના નહીં કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આવ્યા પછી બલુચિસ્તાન, સિંધ અને પાકિ. અધિકૃત કાશ્મીરમાં ત્યાંની દૃષ્ટિએ બળવાખોર ગણાય તેવા લોકોએ માથું ઉંચક્યું છે. પણ આ નીતિ અપનાવતાં આપણને ૩૫-૪૦ વર્ષ નીકળી ગયાં અને આ સમયગાળામાં કાશ્મીર અને પંજાબ સતત ભડકે બળ્યા રાખ્યું! ૧૯૮૮ના શ્રીનગરમાં બૉમ્બ ધડાકાથી લઈને ઉડી હુમલા…આતંકવાદી હુમલાઓની યાદી બહુ મોટી છે.
વિચારો કે આ ચાલીસ વર્ષ આપણને કેટલા મોંઘા પડ્યાં! આપણા કેટલા જવાનો, આપણા કેટલા નાગરિકોના પ્રાણ ગયા! આપણે આખા વિશ્વ સમક્ષ પાકિસ્તાનની પોલ ઉઘાડી પાડતા રહ્યા પણ કોણે આપણું સાંભળ્યું? કૉંગ્રેસ હવે કહે છે કે પહેલાં પણ સર્જિકલ સ્ટ્રાઇક થતી રહી છે (જોકે તેના પુરાવા તે નહીં આપે) પણ તેની સાઇકૉલૉજિકલ અસર શું થઈ? કંઈ નહીં. કારણ કે તે જાહેર જ નહોતી કરાઈ. આ વખતની સર્જિકલ સ્ટ્રાઇક તો ઘણી બધી રીતે અલગ હોવાનું સંરક્ષણ નિષ્ણાતો કહે છે તે વાત જવા દઈએ તો પણ તેને જાહેર કરવાના કારણે તેની સાઇકૉલૉજિકલ અસર ઘણી છે. અને છતાંય આ કાયમી ઉપાય નથી! એનું કારણ છે આપણા દેશમાં જ રાજકારણીઓથી માંડીને ફિલ્મ ઉદ્યોગ સુધી…બધે જ પાકિસ્તાનને મદદ કરે તેવા લોકો બેઠા છે.
બરખા દત્ત એક ચેનલની એડિટર છે. ૨૦૦૮ના મુંબઈ હુમલા વખતે તેણે નાગરિકો ક્યાં છુપાયા છે તેની માહિતી લાઇવ પૂરી પાડી હતી જેનો ત્રાસવાદીઓએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. એક ભૂલ માફ કરીએ પણ અત્યારેય તેનું પુનરાવર્તન ચાલુ જ છે. સર્જિકલ સ્ટ્રાઇક પછી તે કાશ્મીર સરહદે પહોંચી ગઈ છે અને ત્યાં ચેનાબ નદી કાંઠે કઈ કઈ વલ્નેરેબલ (નબળી) કડીઓ છે તેનું રિપોર્ટિંગ ચેનલ પર-ટ્વિટર પર કરે છે! બીએસએફના જવાન તેની સાથે હોય છે અને તેઓ તેને આ માહિતી આપે છે. અર્થાત્ બીએસએફના જવાન તેના કરતાં વધુ દોષિત ગણાય અને એ કરતાંય વધુ દોષિત મોદી સરકાર ગણાય જેણે બરખા દત્તને સરહદ પર રિપૉર્ટિંગ કરવા અનુમતિ આપી.
દિલ્લીના મુખ્યપ્રધાન જેવા મહત્ત્વના હોદ્દા પર બિરાજમાન અરવિંદ કેજરીવાલ (જેમને વડા પ્રધાન થવાનાં ઓરતાં છે, થાય તો દેશની શું સ્થિતિ થાય વિચારો!) પાકિસ્તાનની ભાષા બોલતા, મોદી સરકાર પાસે પુરાવા માગે છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નિકટના નેતા સંજય નિરુપમ પણ સરકાર પાસે પુરાવા માગે છે. નિરુપમ તો ઠીક, પણ દેશમાં ગૃહ પ્રધાન અને નાણા પ્રધાન જેવા ખાતાં સંભાળી ચૂકેલા ચિદમ્બરમ્ પણ આવું નિવેદન આપે તે કેવું! જોકે કૉંગ્રેસનું આ વલણ નવું નથી…
પોખરણમાં પહેલું પરમાણુ પરીક્ષણ કૉંગ્રેસનાં નેતા અને વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ કરાવ્યું હતું પણ એ જ કૉંગ્રેસે ડાબેરી પક્ષો સાથે મળીને મે ૧૯૯૮માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ બીજી વાર પરીક્ષણ કર્યું તેની સામે છાજિયાં લીધાં હતાં. તેનું કારણ કદાચ એ હતું કે ૧૯૭૪માં કૉંગ્રેસ (આઈ) હતી એટલે કે ઈન્દિરા ગાંધીવાળી કૉંગ્રેસ. ૧૯૯૮માં એ સોનિયા કૉંગ્રેસ થઈ ગઈ હતી! ૧૯૯૯માં આ જ (સોનિયા) કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં લાભ લેવા માટે વાજપેયી સરકારે પાકિસ્તાનની સરકાર સાથે હાથ મિલાવીને કારગિલ યુદ્ધ કર્યું છે! (સોનિયા) કૉંગ્રેસના મણિશંકર અય્યરે મોદી સરકારને ઉથલાવવા પાકિસ્તાન જઈને તેની મદદ માગી હતી ને! યુદ્ધની પરિસ્થિતિમાં પણ ફિલ્મ ઉદ્યોગ પાકિસ્તાની કલાકારોની તરફેણ કરે છે! ઉડીના હુમલાને વખોડવાની ના પાડતા ફવાદ ખાન જે ફરદીન ખાન કરતાં પણ નબળો અભિનેતા છે તે સહિતના પાકિસ્તાની કલાકારો માટે સલમાન ખાન, કરણ જોહર, મહેશ ભટ્ટ, ઓમ પુરી વગેરે લોકોને પેટમાં દુઃખે છે.
અગાઉ કહ્યું તેમ, શરીફ કે હાફીઝ આપણા દુશ્મન નથી તેમ કેજરીવાલ, સોનિયા કે સંજય નિરુપમ પણ દેશવિરોધી નથી. તેમની માનસિકતા દેશવિરોધી છે. તેમની વિચારસરણી દેશવિરોધી છે. આનો ઈલાજ શું? પહેલાં તો આપણે એ સમજી લેવું પડશે કે ત્રાસવાદી ઈસ્લામી સંગઠનોએ જેહાદ છેડી છે જે આજકાલની નથી! ઈસ્લામનો જન્મ થયો ત્યારથી છે. અગાઉ બાદશાહ હતા જે તલવારના જોરે દુનિયાને ઈસ્લામિક બનાવવા નીકળી પડ્યા હતા. ભલે અમેરિકા-પાકિસ્તાને અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સંઘને કાઢવા તાલિબાન, અલ કાયદા અને ભારત વિરોધી ત્રાસવાદી સંગઠનોને જન્મ આપ્યો હોય, પરંતુ સ્થિતિ એ થશે કે અમેરિકા-પાકિસ્તાન તેમને ના પાડશે તોય આ સંગઠનો ચૂપ નહીં રહે, કારણકે તેમાં ભરતી થયેલા લોકોના મનમાં જે આત્યંતિક મઝહબી ઝેર રેડવામાં આવ્યું છે તે અસર કર્યા વગર થોડું રહેશે? આ સંગઠનોને કચડવા તો પગલાં લેવાં જ પડશે અને સાથે ભારતની અંદર જમ્મુ-કાશ્મીરથી લઈને કેરળ અને પ.બંગાળથી લઈને ગુજરાત સુધી અંદર ખાને આ કટ્ટરવાદી-ત્રાસવાદીઓની પ્રવૃત્તિ ચાલે છે તેને વૉટ બૅંકની પરવા વગર બંધ કરવી પડશે. નહીં તો આ દેશના વધુ ટુકડા થશે જ. ૧૯૪૭માં પૂર્વ બંગાળ હાથમાંથી ગયું. આજે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના કંગલાપહરી ગામમાં ગણ્યાગાંઠ્યા મુસ્લિમોના વિરોધના લીધે સરકાર દુર્ગાપૂજાનું આયોજન કરવા ત્રણસો કુટુંબને છેલ્લાં ત્રણ વર્ષથી અનુમતિ નથી આપતી! એટલે જો વેળાસર ન જાગ્યા તો ભવિષ્યમાં પશ્ચિમ બંગાળ અને બીજા પ્રદેશો પણ ભારતથી અલગ થાય તો નવાઈ નહીં.
બીજી તરફ, ભારતમાં કેજરીવાલથી માંડીને કન્હૈયાકુમાર સુધી અલગ-અલગ ચહેરા દ્વારા જે વિચારસરણી આવે છે તે સમાપ્ત થાય તે માટે લાંબા ગાળાની રણનીતિ જરૂરી છે. કોઈ પંથ-સંપ્રદાયની વાત નથી પણ આ દેશના નાગરિકોમાં દેશભક્તિ તો પ્રગટવી જ જોઈએ. નાગરિકો દેશને પોતાનો માનતા થાય- તે પ્રમાણે વર્તતા થાય, પોતપોતાના કામ નિષ્ઠાપૂર્વક કરતા થાય, સરકારી સંપત્તિને પોતાની માની તેને નુકસાન ન પહોંચાડે તે જરૂરી છે. શાળામાં એનસીસી કે અન્ય કોઈ રીતે લશ્કરી શિક્ષણ ફરજિયાત થાય, ટ્રાફિકની સૂજ, શ્રમદાન, ઘોંઘાટ પર નિયંત્રણ, મોબાઇલ મેનર્સ…વગેરે અનેક સિવિક મેનર્સ ફરજિયાત ભણાવવી જરૂરી છે. જેએનયુ બંધ કરાવવા કરતાં તેમાં, અંગ્રેજી માધ્યમોની શાળાઓમાં, મદરેસાઓમાં જે ભારતવિરોધી વિચારસરણીનાં બી રોપાય છે, તે બંધ થવું જરૂરી છે. દેશ આખામાં પ્રાથમિક શાળાઓથી માંડીને યુનિવર્સિટી સુધી આ દેશની હિન્દુ સંસ્કૃતિની ગૌરવશાળી વાતો, પ્રાચીન વિજ્ઞાન, સાચો ઇતિહાસ, દેશભક્તિ અંગે સાચો બોધપાઠ અપાય તે જરૂરી છે.
આ દેશમાં પોપાબાઈનું રાજ હોય તેમ આખા દેશમાં કાયદાની ફજેતી થાય છે. તે બંધ કરવી જરૂરી છે. ન્યાયતંત્રમાં પણ બેવડાં ધોરણો બંધ થાય તે હિતાવહ છે. શાસકો-ન્યાયતંત્ર-મિડિયા-બ્યુરોક્રસી-પોલીસથી શરૂ થશે તો પ્રવાહ નીચે નાગરિકોમાં આવશે. સેક્યુલરિઝમ (સર્વ પંથ સમભાવ) ખોટું નથી પણ સેક્યુલરિઝમના નામે માત્ર હિન્દુઓનો વિરોધ અને (ખ્રિસ્તી, પારસી, યહુદી, જૈન વગેરે લઘુમતીને છોડીને) માત્ર મુસ્લિમ વૉટ બૅંકની ખોટી આળપંપાળ ન ચાલે. દા.ત. ઘણા મુસ્લિમો તલાક તેમજ છૂટાછેડા લીધેલી મુસ્લિમ સ્ત્રીને ભરણપોષણને લગતા કાયદા બદલાય તેમ ઈચ્છે છે પણ કોઈ સરકાર કાયદો બદલવા તૈયાર નથી, મોદી સરકાર પણ નહીં. સર્જિકલ સ્ટ્રાઇક સંદર્ભે પાકિસ્તાનની ભાષા બોલતા ભારતીય રાજનેતાઓ એમ માનતા હોય કે તેઓ આમ કરીને મુસ્લિમ વૉટબૅંકને ખુશ કરશે તો તેઓ ખોટું વિચારે છે. બધા મુસ્લિમો દેશવિરોધી નથી.
દેશમાં આજેય મોગલો-અંગ્રેજો રાજ કરતા હોય તેવી માનસિકતા લોકોમાં પ્રવર્તે છે. દસ હિન્દુ વચ્ચે એક મુસ્લિમ કે ગોરો હોય અને તે મુસ્લિમ/ગોરો ગુજરાતી/હિન્દી બોલતો હોય તો પણ હિન્દુઓ સલામ કરવા લાગશે, ઉર્દૂ અથવા બાવા હિન્દી/અંગ્રેજી બોલવા લાગશે પોતે કેટલા સેક્યુલર છે તે કહેવા લાગશે. ફિલ્મોમાંય હિન્દુ પાત્ર હોય તોય ગીતો-સંવાદોમાં ખુદા, મૌલાથી લઈને અનેક બાબતોમાં મોટા પાયે બિનજરૂરી ઇસ્લામિક અસર દેખાશે. પાકિસ્તાની કલાકારો-ખેલાડીઓના સમર્થન પાછળ પણ ભારતના નાગરિકોમાં ઘૂસી ગયેલી ગુલામીની માનસિકતા કામ કરે છે. આ ફિલ્મકારો અફઘાનિસ્તાનના કલાકારોને કેમ બોલાવતા નથી? શું તેઓ મુસ્લિમ નથી? કૉલમિસ્ટોથી લઈને ટીવી ચેનલોના એન્કરોની ભાષા ઉર્દૂ પ્રચૂર હોય તે સારું મનાય છે. સંસ્કૃતપ્રચૂર હોય તો ભદ્રંભદ્ર કહીને મજાક ઉડાવાય છે. ટીવી ચેનલો પર વડા પ્રધાનને મોદી કહેવાય જ્યારે પાકિસ્તાનનો કોઈ લલ્લુપંજુ નિષ્ણાત પણ હશે તો તેના નામ પાછળ સાહબ કહીને તેને બોલાવાશે. આમ આ ગુલામ માનસિકતા દૂર થવી જરૂરી છે. તે થશે એટલે દેશભક્તિ આપોઆપ આવશે જ.

Subscribe to:
Posts (Atom)